Chha Dhala (Gujarati). Gatha: 12 (poorvaradh) (Dhal 4),12 (uttarardh) (Dhal 4),13 (Dhal 4),14 (Dhal 4),15 (Dhal 4),1 (Dhal 5),2 (Dhal 5); Chothi Dhalano Saransh; Chothi Dhalano Bhed-sangrah; Chothi Dhalano Lakshan-sangrah; Chothi Dhalanu Antar-pradarshan; Chothi Dhalani Prashnavali; Panchmi Dhal.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 12

 

Page 119 of 205
PDF/HTML Page 141 of 227
single page version

background image
દિગ્વ્રત કહે છે. તેમાં દિશાઓની મર્યાદા નક્કી કરવામાં આવતી
હોવાથી તેને ‘દિગ્વ્રત’ કહેવાય છે. ૧૧.
દેશવ્રત (દેશાવગાશિક) નામના ગુણવ્રતનું લક્ષણ
તાહૂમેં ફિર ગ્રામ ગલી ગૃહ બાગ બજારા,
ગમનાગમન પ્રમાણ ઠાન, અન સકલ નિવારા. ૧૨. (પૂર્વાર્ધ)
અન્વયાર્થ(ફિર) પછી (તાહૂમેં) તેમાં [કોઈ પ્રસિદ્ધ-
પ્રસિદ્ધ] (ગ્રામ) ગામ (ગલી) શેરી (ગૃહ) મકાન (બાગ) બગીચા
અને (બજારા) બજાર સુધી (ગમનાગમન) જવા-આવવાનું
(પ્રમાણ) માપ (ઠાન) રાખીને (અન) અન્ય-બીજા (સકલ)
બધાનો (નિવારા) ત્યાગ કરવો [તેને દેશવ્રત અથવા
દેશાવગાશિકવ્રત કહે છે.]
ભાવાર્થદિગ્વ્રતમાં જિંદગી સુધી કરવામાં આવેલી જવા-
આવવાના ક્ષેત્રની મર્યાદામાં પણ (ઘડી, કલાક, દિવસ, મહિના
વગેરે કાળના નિયમથી) કોઈ પ્રસિદ્ધ ગામ, રસ્તો, મકાન અને
બજાર સુધી જવા-આવવાની મર્યાદા કરીને તેનાથી અધિક હદમાં
ન જવું તે દેશવ્રત કહેવાય છે. (૧૨ પૂર્વાર્ધ.)
અનર્થદંMવ્રતના ભેદ અને તેનું લક્ષણ
કાહૂકી ધનહાનિ, કિસી જય હાર ન ચિન્તૈ,
દેય ન સો ઉપદેશ, હોય અઘ વનજ-કૃષીતૈં. ૧૨. (ઉત્તરાર્ધ)
(૨) નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક પ્રથમના બે કષાયનો અભાવ થયો
હોય તે જીવને સાચા અણુવ્રત હોય છે, નિશ્ચય સમ્યગ્દર્શન ન હોય
તેના વ્રતને સર્વજ્ઞે બાળવ્રત (અજ્ઞાનવ્રત) કહેલ છે.
ચોથી ઢાળ ][ ૧૧૯

Page 120 of 205
PDF/HTML Page 142 of 227
single page version

background image
કર પ્રમાદ જલ ભૂમિ, વૃક્ષ પાવક ન વિરાધૈ,
અસિ ધનુ હલ હિંસોપકરણ નહિં દે યશ લાધૈ;
રાગદ્વેષ-કરતાર, કથા કબહૂં ન સુનીજૈ,
ઔર હુ અનરથદંડ,-હેતુ અઘ તિન્હૈં ન કીજૈ. ૧૩.
અન્વયાર્થ૧. (કાહૂકી) કોઈની (ધનહાનિ) ધનના
નાશનો, (કિસી) કોઈની (જય) જીતનો [અગર] (હાર) કોઈની
હારનો (ન ચિન્તૈ) વિચાર ન કરવો [તેને અપધ્યાન અનર્થદંડવ્રત
કહે છે.] ૨. (વનજ) વ્યાપાર અને (કૃષીતૈં) ખેતીથી (અઘ) પાપ
(હોય) થાય છે તેથી (સો) એનો (ઉપદેશ) ઉપદેશ (ન દેય) ન
દેવો [તેને પાપોપદેશ અનર્થદંડવ્રત કહેવાય છે.] ૩. (પ્રમાદ કર)
પ્રમાદથી [પ્રયોજન વગર] (જલ) જલકાયિક (ભૂમિ) પૃથ્વીકાયિક
(વૃક્ષ) વનસ્પતિકાયિક (પાવક) અગ્નિકાયિક [અને વાયુકાયિક]
જીવોનો (ન વિરાધૈ) ઘાત ન કરવો [તે પ્રમાદચર્યા અનર્થદંડવ્રત
કહેવાય છે.] ૪. (અસિ) તલવાર (ધનુ) ધનુષ્ય (હલ) હળ
[વગેરે] (હિંસોપકરણ) હિંસા થવામાં કારણભૂત પદાર્થોને (દે)
આપીને (યશ) જશ (નહિ લાધૈ) ન લેવો [તે હિંસાદાન
૧૨૦ ][ છ ઢાળા

Page 121 of 205
PDF/HTML Page 143 of 227
single page version

background image
અનર્થદંડવ્રત કહેવાય છે.] ૫. (રાગ-દ્વેષ કરતાર) રાગ અને દ્વેષ
ઉત્પન્ન કરવાવાળી (કથા) કથા (કબહૂં) ક્યારે પણ (ન સુનીજૈ)
સાંભળવી નહિ [તે દુઃશ્રુતિ અનર્થદંડવ્રત કહેવાય છે.] (ઔરહુ)
અને બીજા પણ (અઘહેતુ) પાપના કારણો (અનરથદંડ) અનર્થદંડ
છે (તિન્હૈં) તેને પણ (ન કીજૈ) કરવાં નહિ.
ભાવાર્થકોઈના ધનનો નાશ, હાર અથવા જીત
વગેરેનો નિંદ્ય વિચાર ન કરવો તે પહેલું અપધ્યાન અનર્થદંડવ્રત
કહેવાય છે.
*
૧. હિંસારૂપ પાપજનક વ્યાપાર અને ખેતી વગેરેનો ઉપદેશ ન
આપવો તે પાપોપદેશ અનર્થદંડવ્રત છે.
૨. પ્રમાદને વશ થઈને પાણી ઢોળવું, જમીન ખોદવી, ઝાડ
કાપવા, આગ લગાડવી એ વગેરેનો ત્યાગ કરવો અર્થાત્
પાંચ સ્થાવરકાયના જીવોની હિંસા ન કરવી તેને પ્રમાદચર્યા
અનર્થદંડવ્રત કહેવાય છે.
૩. જશ મેળવવા માટે, તલવાર વગેરે હિંસાના કારણભૂત
હથિયારોને બીજા કોઈ માગે તો ન આપવા તેને હિંસાદાન
અનર્થદંડવ્રત કહેવાય છે.
૪. રાગ-દ્વેષ ઉત્પન્ન કરવાવાળી વિકથા, નવલકથા કે શૃંગારી
ચોથી ઢાળ ][ ૧૨૧
* અનર્થદંડવ્રત બીજા પણ ઘણાં છે. પાંચ બતાવ્યા તે
સ્થૂળતાની અપેક્ષાએ છે અથવા દિગ્દર્શન માત્ર છે. આ સર્વે
પાપજનક છે માટે તેનો ત્યાગ કરવો જોઈએ. પાપજનક નિષ્પ્રયોજન
કાર્ય અનર્થદંડ કહેવાય છે.

Page 122 of 205
PDF/HTML Page 144 of 227
single page version

background image
વાર્તા વગેરે સાંભળવાનો ત્યાગ કરવો તે દુઃશ્રુતિ અનર્થ-
દંડવ્રત કહેવાય છે. ૧૩.
સામાયિક, પૌષધા, ભોગોપભોગપરિમાણ અને
અતિથિસંવિભાગવ્રત
ધર ઉર સમતાભાવ સદા સામાયિક કરિયે,
પરવ ચતુષ્ટયમાહિં, પાપ તજ પ્રોષધ ધરિયે;
ભોગ ઔર ઉપભોગ, નિયમકરિ મમત નિવારૈ,
મુનિકો ભોજન દેય ફેર નિજ કરહિ અહારૈ. ૧૪
૧૨૨ ][ છ ઢાળા

Page 123 of 205
PDF/HTML Page 145 of 227
single page version

background image
ચોથી ઢાળ ][ ૧૨૩
અન્વયાર્થ(ઉર) મનમાં (સમતાભાવ) નિર્વિકલ્પતા
અર્થાત્ શલ્યના અભાવને (ધર) ધારણ કરીને (સદા) હંમેશાં
(સામાયિક) સામાયિક (કરિયે) કરવું [તે સામાયિકશિક્ષાવ્રત છે.]
(પરવ ચતુષ્ટયમાહિં) ચાર પર્વના દિવસોમાં (પાપ) પાપકાર્યોને
(તજ) છોડીને (પ્રોષધ) પૌષધ-ઉપવાસ (ધરિયે) કરવો [તે
પૌષધ-ઉપવાસ શિક્ષાવ્રત છે] (ભોગ) એકવાર ભોગવાય તેવી
વસ્તુઓનું (ઔર) અને (ઉપભોગ) વારંવાર ભોગવાય તેવી
વસ્તુઓનું (નિયમકરિ) પરિમાણ કરી-માપ કરી (મમત) મોહ
(નિવારૈ) કાઢી નાંખે [તે ભોગ-ઉપભોગ પરિમાણવ્રત છે.]
(મુનિકો) વીતરાગી મુનિને (ભોજન) આહાર (દેય) દઈને (ફેર)
પછી (નિજ અહારૈ) પોતે ભોજન (કરહિ) કરે [તે
અતિથિસંવિભાગવ્રત કહેવાય છે.]
ભાવાર્થસ્વસન્મુખતા વડે પોતાના પરિણામોને વિશેષ
સ્થિર કરી, દરરોજ વિધિપૂર્વક સામાયિક કરવું તે સામાયિક
શિક્ષાવ્રત છે. દરેક આઠમ તથા ચૌદશના રોજ કષાય અને
વ્યાપાર વગેરે કાર્યોને છોડીને (ધર્મધ્યાનપૂર્વક) પૌષધસહિત
ઉપવાસ કરવો તે પૌષધઉપવાસ શિક્ષાવ્રત કહેવાય છે. પરિગ્રહ-
પરિમાણ અણુવ્રતમાં મુકરર કરેલ ભોગોપભોગની વસ્તુઓમાં
જિંદગી સુધીના માટે અથવા કોઈ મુકરર કરેલા સમય સુધીના
માટે નિયમ કરવો તેને ભોગોપભોગપરિમાણ શિક્ષાવ્રત કહેવાય
છે. નિર્ગ્રંથમુનિ વગેરે સત્પાત્રોને આહાર કરાવ્યા પછી પોતે
ભોજન કરે તે અતિથિસંવિભાગ શિક્ષાવ્રત છે.

Page 124 of 205
PDF/HTML Page 146 of 227
single page version

background image
૧૨૪ ][ છ ઢાળા
નિરતિચાર શ્રાવકવ્રત પાળવાનું ફળ
બારહ વ્રત કે અતીચાર, પન પન ન લગાવૈ,
મરણ સમૈ સંન્યાસ ધારિ, તસુ દોષ નશાવૈ;
યોં શ્રાવકવ્રત પાલ, સ્વર્ગ સોલમ ઉપજાવૈ;
તહઁતૈં ચય નરજન્મ પાય, મુનિ હ્વૈ શિવ જાવૈ. ૧૫.
અન્વયાર્થજે જીવ (બારહ વ્રત કે) બાર વ્રતના (પન
પન) પાંચ-પાંચ (અતીચાર) અતિચારોને (ન લગાવૈ) લગાડતો
નથી, અને (મરણ સમૈ) મરણ વખતે (સંન્યાસ) સમાધિ (ધારિ)
ધારણ કરીને (તસુ) તેના (દોષ) દોષોને (નશાવૈ) દૂર કરે છે
તે (યોં) આ પ્રકારે (શ્રાવકવ્રત) શ્રાવકના વ્રતો (પાલ) પાળીને
(સોલહ) સોળમા (સ્વર્ગ) સ્વર્ગ સુધી (ઉપજાવૈ) ઉપજે છે,
[અને] (તહઁતૈં) ત્યાંથી (ચય) મરણ પામીને (નરજન્મ)
મનુષ્યપર્યાય (પાય) પામીને (મુનિ) મુનિ (હ્વૈ) થઈને (શિવ)
મોક્ષ (જાવૈ) જાય છે.
ભાવાર્થજે જીવ શ્રાવકના ઉપર કહેલાં બાર વ્રતોને
વિધિપૂર્વક જીવનપર્યંત પાળતાં તેનાં પાંચ-પાંચ અતિચારોને પણ
ટાળે છે અને મૃત્યુ વખતે પૂર્વ અવસ્થામાં ઉપાર્જન કરેલાં દોષો

Page 125 of 205
PDF/HTML Page 147 of 227
single page version

background image
ચોથી ઢાળ ][ ૧૨૫
નાશ કરવા માટે વિધિપૂર્વક સમાધિમરણ (સંલ્લેખના)* ધારણ
કરીને તેના પાંચ અતિચારોને પણ દૂર કરે છે; તે આયુષ્ય પૂર્ણ
થતાં મરીને સોળમાં સ્વર્ગ સુધી ઊપજે છે, અને દેવનું આયુષ્ય
પૂર્ણ થતાં મનુષ્યશરીર પામી, મુનિપદ અંગીકાર કરી મોક્ષ (પૂર્ણ
શુદ્ધતા) પ્રાપ્ત કરે છે.
સમ્યક્ચારિત્રની ભૂમિકામાં રહેલા રાગના કારણે તે જીવ
સ્વર્ગમાં દેવપદ પામે છે, ધર્મનું ફળ સંસારની ગતિ નથી પણ
સંવર-નિર્જરારૂપ શુદ્ધભાવ છે; ધર્મની પૂર્ણતા તે મોક્ષ છે.
ચોથી ઢાળનો સારાંશ
સમ્યગ્દર્શનના અભાવમાં જે જ્ઞાન હોય છે તેને કુજ્ઞાન
(મિથ્યાજ્ઞાન) કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન થયા પછી તે જ
જ્ઞાનને સમ્યગ્જ્ઞાન કહેવાય છે. આ રીતે જોકે એ બન્ને
(સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન) સાથે જ હોય છે, તોપણ તેનાં
લક્ષણો જુદા જુદા છે અને કારણ-કાર્ય ભાવનો તફાવત છે અર્થાત્
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાનનું નિમિત્તકારણ છે.
પોતાને અને પરવસ્તુઓને જેવી રીતે છે તેવી રીતે
સ્વસન્મુખતાપૂર્વક જાણે તે સમ્યગ્જ્ઞાન કહેવાય છે, તેની વૃદ્ધિ થતાં
*જ્યાં ક્રોધ વગેરેને વશ થઈને ઝેર, શસ્ત્ર અથવા અન્નત્યાગ વગેરેથી
પ્રાણ છોડવામાં આવે છે ત્યાં ‘આપઘાત’ કહેવાય છે; પણ
‘સંલ્લેખના’માં સમ્યગ્દર્શન સહિત આત્મકલ્યાણ (ધર્મ)ના હેતુથી
કાયા અને કષાયને કૃશ કરતા થકાં સમ્યક્ આરાધનાપૂર્વક
સમાધિમરણ થતું હોવાથી તે આપઘાત નથી પણ ધર્મધ્યાન છે.

Page 126 of 205
PDF/HTML Page 148 of 227
single page version

background image
૧૨૬ ][ છ ઢાળા
છેવટે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. સમ્યગ્જ્ઞાન સિવાય સુખદાયક
વસ્તુ બીજી કોઈ નથી અને તે જ જન્મ, જરા અને મરણનો નાશ
કરે છે. મિથ્યાદ્રષ્ટિ જીવને સમ્યગ્જ્ઞાન વિના કરોડો જન્મો સુધી
તપ તપવાથી જેટલાં કર્મો નાશ પામે તેટલાં કર્મો સમ્યગ્જ્ઞાની
જીવને ત્રિગુપ્તિથી ક્ષણમાત્રમાં નાશ થઈ જાય છે. પૂર્વે જે જીવ
મોક્ષમાં ગયા છે, ભવિષ્યમાં જશે અને હાલ મહાવિદેહ ક્ષેત્રથી
જઈ રહ્યા છે તે બધો પ્રભાવ સમ્યગ્જ્ઞાનનો છે. જેવી રીતે
મૂશળધાર વરસાદ વનના ભયંકર અગ્નિને ક્ષણમાત્રમાં નષ્ટ કરે
છે તેવી રીતે આ સમ્યગ્જ્ઞાન વિષયવાસનાઓને ક્ષણમાત્રમાં નાશ
કરે છે.
પુણ્ય-પાપના ભાવ તે જીવના ચારિત્રગુણના વિકારી
(અશુદ્ધ) પર્યાયો છે, તે રહેંટના ઘડાની માફક ઊલટપાલટ થયા
કરે છે; તે પુણ્ય-પાપના ફળોમાં જે સંયોગો પ્રાપ્ત થાય તેમાં હર્ષ-
શોક કરવો તે મૂર્ખતા છે. પ્રયોજનભૂત વાત તો એ છે કે પુણ્ય-
પાપ, વ્યવહાર અને નિમિત્તની રુચિ છોડીને સ્વસન્મુખ થઈ
સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરવું.
આત્મા અને પર વસ્તુઓનું ભેદવિજ્ઞાન થતાં સમ્યગ્જ્ઞાન
થાય છે; તેથી સંશય, વિપર્યય અને અનધ્યવસાયનો ત્યાગ કરીને
તત્ત્વના અભ્યાસ વડે સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, કારણ કે
મનુષ્યપર્યાય, ઉત્તમ શ્રાવકકુળ અને જિનવાણીનું સાંભળવું વગેરે
સુયોગ-જેમ સમુદ્રમાં ડૂબેલું રત્ન ફરી હાથ આવતું નથી તેમ
વારંવાર મળતો નથી. એવો દુર્લભ સુયોગ પામીને સમ્યગ્ધર્મ
પ્રગટ ન કરવો તે મૂર્ખતા છે.

Page 127 of 205
PDF/HTML Page 149 of 227
single page version

background image
ચોથી ઢાળ ][ ૧૨૭
સમ્યગ્જ્ઞાનને પ્રાપ્ત કરીને* સમ્યક્ચારિત્રમાં પ્રગટ કરવું
જોઈએ; ત્યાં સમ્યક્ચારિત્રની ભૂમિકામાં જે કંઈ રાગ રહે છે તે
શ્રાવકને અણુવ્રત અને મુનિને મહાવ્રતના પ્રકારનો હોય છે, તેને
સમ્યગ્દ્રષ્ટિ પુણ્ય માને છે, ધર્મ માનતા નથી.
જે શ્રાવક નિરતિચાર સમાધિમરણને ધારણ કરે છે તે
સમતાપૂર્વક આયુષ્ય પૂરું થવાથી યોગ્યતા પ્રમાણે સોળમાં સ્વર્ગ
સુધી ઉત્પન્ન થાય છે, અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્ય
પર્યાય પામે છે; પછી મુનિપદ પ્રગટ કરી મોક્ષ પામે છે. માટે
સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક ચારિત્રનું પાલન કરવું તે દરેક આત્મ-
હિતૈષી જીવનું કર્તવ્ય છે.
નિશ્ચયસમ્યક્ચારિત્ર તે જ ખરું ચારિત્ર છેએમ શ્રદ્ધા
કરવી અને તે ભૂમિકામાં જે શ્રાવક અને મુનિના વ્રતના
વિકલ્પ ઊઠે છે તે ખરું ચારિત્ર નથી પણ ચારિત્રમાં થતો દોષ
છે, પણ તે ભૂમિકામાં તેવો રાગ આવ્યા વિના રહેતો નથી
અને તે સમ્યક્ચારિત્રમાં એવા પ્રકારનો રાગ નિમિત્ત હોય તેને
સહચર ગણીને તેને વ્યવહારસમ્યક્ચારિત્ર કહેવામાં આવે છે.
વ્યવહાર સમ્યક્ચારિત્રને ખરું સમ્યક્ચારિત્ર માનવાની શ્રદ્ધા
છોડવી જોઈએ.
न हि सम्यग्व्यपदेशं चारित्रमज्ञानपूर्वकं लभते
ज्ञानान्तरमुक्तं, चारित्राराधनं तस्मात् ।।३८।।
નોંધઃઅજ્ઞાનપૂર્વક ચારિત્ર સમ્યક્ કહેવાતું નથી. તેથી ચારિત્રનું આરાધન
જ્ઞાન થયા પછી કહેલ છે. [પુરુષાર્થસિદ્ધ્યુપાય ગા. ૩૮]

Page 128 of 205
PDF/HTML Page 150 of 227
single page version

background image
૧૨૮ ][ છ ઢાળા
ચોથી ઢાળનો ભેદ-સંગ્રહ
કાળઃનિશ્ચયકાળ અને વ્યવહારકાળ; અથવા ભૂત, ભવિષ્ય
અને વર્તમાન.
ચારિત્રઃમોહ-ક્ષોભ રહિત આત્માના શુદ્ધ પરિણામ,
ભાવલિંગી શ્રાવકપદ અને ભાવલિંગી મુનિપદ.
જ્ઞાનના દોષઃસંશય, વિપર્યય અને અનધ્યવસાય
(અચોક્કસતા).
દિશાઃપૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઇશાન, વાયવ્ય, નૈૠત્ય,
અગ્નિકોણ, ઊર્ધ્વ અને અધોએ દશ છે.
પર્વ ચતુષ્ટયઃદરેક માસની બે આઠમ તથા બે ચૌદશ.
મુનિઃસમસ્ત વ્યાપારથી વિરક્ત, ચાર પ્રકારની આરાધનામાં
તલ્લીન, નિર્ગ્રંથ અને નિર્મોહ એવા સર્વ સાધુ હોય
છે. (નિયમસાર-ગા. ૭૫) ‘તે નિશ્ચયસમ્યગ્દર્શન
સહિત, વિરાગી થઈને, સમસ્ત પરિગ્રહનો ત્યાગ
કરીને, શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરીને,
અંતરંગમાં શુદ્ધોપયોગરૂપ દ્વારા પોતાના આત્માનો
અનુભવ કરે છે. પરદ્રવ્યમાં અહંબુદ્ધિ કરતા નથી,
જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાના માને છે, પરભાવોમાં
મમત્વ કરતા નથી, કોઈને ઇષ્ટ-અનિષ્ટ માની તેમાં
રાગ-દ્વેષ કરતા નથી. હિંસાદિ અશુભ ઉપયોગનું તો
તેને અસ્તિત્વ જ મટી ગયું હોય છે. અનેકવાર સાતમા

Page 129 of 205
PDF/HTML Page 151 of 227
single page version

background image
ચોથી ઢાળ ][ ૧૨૯
ગુણસ્થાનના નિર્વિકલ્પ આનંદમાં લીન થાય છે.
જ્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે ત્યારે તેને ૨૮
મૂળગુણોને અખંડિતપણે પાળવાના શુભવિકલ્પ આવે
છે. તેને ત્રણ કષાયના અભાવરૂપ નિશ્ચયસમ્યક્ચારિત્ર
હોય તથા ત્રણે કાળ ભાવલિંગી મુનિને નગ્ન-
દિગમ્બર દશા હોય છે તેમાં કદી અપવાદ હોતો નથી,
માટે વસ્ત્રાદિ સહિત મુનિ હોય નહિ.
વિકથાઃસ્ત્રી, ભોજન, દેશ અને રાજ્ય એ ચારની અશુભ-
ભાવરૂપ કથા તે વિકથા છે.
શ્રાવકવ્રતઃ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત એ બાર
વ્રત છે.
રોગત્રયઃત્રણ રોગજન્મ, જરા અને મરણ.
હિંસાઃ૧. ખરેખર રાગાદિ ભાવોનું પ્રગટ ન થવું તે અહિંસા
છે, અને તે રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા
છે. એવું જૈનશાસ્ત્રનું ટૂંકુ રહસ્ય છે.
૨. સંકલ્પી, આરંભી, ઉદ્યોગિની અને વિરોધિની એ ચાર
અથવા દ્રવ્યહિંસા અને ભાવહિંસા એ બે.
ચોથી ઢાળનો લક્ષણ-સંગ્રહ
અણુવ્રતઃ૧-નિશ્ચયસમ્યગ્દર્શન સહિત ચારિત્રગુણની આંશિક
શુદ્ધિ થવાથી (અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાની

Page 130 of 205
PDF/HTML Page 152 of 227
single page version

background image
૧૩૦ ][ છ ઢાળા
કષાયોના અભાવપૂર્વક) ઉત્પન્ન આત્માની શુદ્ધિ
વિશેષને દેશચારિત્ર કહે છે. આ શ્રાવક દશામાં પાંચ
પાપોનો સ્થૂળરૂપ એકદેશ ત્યાગ હોય છે તેને અણુવ્રત
કહેવામાં આવે છે.
અતિચારઃવ્રતની અપેક્ષા રાખવા છતાં તેનો એકદેશ ભંગ
થવો તે અતિચાર કહેવાય છે.
અનધ્યવસાયઃ(મોહ)‘કાંઈક છે’ પણ શું છે તેના
નિશ્ચયરહિત જ્ઞાનને અનધ્યવસાય કહે છે.
અનર્થદંડઃપ્રયોજન વગરની મન, વચન, કાયા તરફની
અશુભ પ્રવૃત્તિ.
અનર્થદંડવ્રતઃપ્રયોજન વગરની મન, વચન, કાયા તરફની
અશુભ પ્રવૃત્તિનો ત્યાગ.
અવધિજ્ઞાનઃદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદાપૂર્વક રૂપી
પદાર્થોને સ્પષ્ટ જાણનારું જ્ઞાન.
ઉપભોગઃવારંવાર ભોગવી શકાય તેવી વસ્તુ.
ગુણઃદ્રવ્યના આશ્રયે, દ્રવ્યના બધા ભાગમાં અને તેની બધી
હાલતમાં જે હમેશાં રહે તે.
ગુણવ્રતઃઅણુવ્રતો અને મૂળગુણોને પુષ્ટ કરનારું વ્રત.
પરઃઆત્માથી (જીવથી) જુદી વસ્તુઓને પર કહેવાય છે.

Page 131 of 205
PDF/HTML Page 153 of 227
single page version

background image
પરોક્ષઃઇન્દ્રિય વગેરે પરવસ્તુ જેમાં નિમિત્તમાત્ર છે એવા
જ્ઞાનને પરોક્ષ કહે છે.
પ્રત્યક્ષઃ(૧) આત્માના આશ્રયે થતું અતીન્દ્રિય જ્ઞાન.
(૨) અક્ષપ્રતિઃઅક્ષ = આત્મા અથવા જ્ઞાન; પ્રતિ = (અક્ષની)
સામે-નિકટમાં. પ્રતિ+અક્ષ= આત્માના સંબંધમાં હોય
એવું.
પર્યાયઃગુણોના વિશેષ કાર્યને (પરિણમનને) પર્યાય કહે છે.
ભોગઃએક જ વાર ભોગવી શકાય તેવી વસ્તુ.
મતિજ્ઞાનઃ(૧) પરાશ્રયની બુદ્ધિ છોડીને દર્શનઉપયોગ પૂર્વક
સ્વસન્મુખતાથી પ્રગટ થવાવાળા નિજ આત્માના જ્ઞાનને
મતિજ્ઞાન કહે છે.
(૨) ઇન્દ્રિય અને મન જેમાં નિમિત્તમાત્ર છે એવા જ્ઞાનને
મતિજ્ઞાન કહે છે.
મહાવ્રતઃહિંસા, વગેરે પાંચ પાપોનો સર્વથા ત્યાગ.
[નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન અને વીતરાગચારિત્ર રહિત
એકલા વ્યવહારવ્રતના શુભ ભાવને મહાવ્રત કહેલ નથી
પણ બાળવ્રત-અજ્ઞાનવ્રત કહેલ છે.]
મનઃપર્યયજ્ઞાનઃદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદાથી બીજાના
મનમાં રહેલ સરલ અથવા ગૂઢ, રૂપી પદાર્થોને
જાણવાવાળું જ્ઞાન.
કેવળજ્ઞાનઃજે ત્રણકાળ અને ત્રણલોકવર્તી સર્વ પદાર્થોને
ચોથી ઢાળ ][ ૧૩૧

Page 132 of 205
PDF/HTML Page 154 of 227
single page version

background image
(અનન્તધર્માત્મક *સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયને) પ્રત્યેક
સમયમાં યથાસ્થિત, પરિપૂર્ણરૂપે સ્પષ્ટ અને એકસાથે
જાણે છે તેને કેવળજ્ઞાન કહે છે.
વિપર્યયઃઊંધું જ્ઞાન; જેમકે છીપને ચાંદી જાણવી, ચાંદીને છીપ
જાણવી.
વ્રતઃશુભ કાર્ય કરવાં અશુભ કાર્ય છોડવા તે; અથવા હિંસા,
અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહએ પાંચ પાપોથી
ભાવપૂર્વક વિરક્ત થવું તેને વ્રત કહે છે. (સમ્યગ્દર્શન
થયા પછી વ્રત હોય છે.)
શિક્ષાવ્રતઃમુનિવ્રત પાળવાની શિક્ષા દેનારું વ્રત.
*દ્રવ્ય, ગુણ, પર્યાયોને કેવળજ્ઞાની ભગવાન જાણે છે પણ તેના અપેક્ષિત
ધર્મોને જાણી શકતા નથી---એમ માનવું તે અસત્ય છે. અને તે અનંતને
અથવા માત્ર પોતાના આત્માને જ જાણે પણ સર્વને ન જાણે એમ
માનવું તે પણ ન્યાયથી વિરુદ્ધ છે. (લઘુ જૈન સિ. પ્રવેશિકા પ્ર૦ ૮૭,
પા૦ ૨૬) કેવળજ્ઞાની ભગવાન ક્ષાયોપશમિક જ્ઞાનવાળા જીવોની
માફક અવગ્રહ, ઇહા, અવાય અને ધારણારૂપ ક્રમથી જાણતા નથી
પરંતુ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને યુગપત્ (એકસાથે) જાણે છે એ રીતે
તેમને બધુંય પ્રત્યક્ષ વર્તે છે(પ્રવચનસાર ગા૦ ૨૧ ની ટીકા ભાવાર્થ)
અતિ વિસ્તારથી બસ થાઓ. અનિવારિત (રોકી ન શકાય એવો
અમર્યાદિત) જેનો ફેલાવ છે એવા પ્રકાશવાળું હોવાથી ક્ષાયિકજ્ઞાન
(કેવળજ્ઞાન) અવશ્યમેવ, સર્વદા, સર્વત્ર, સર્વથા, સર્વને જાણે છે.
(પ્રવચનસાર ગા. ૪૭ ની ટીકા)
નોંધઃ---શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાનથી સિદ્ધ
થાય છે કે પ્રત્યેક દ્રવ્યમાં નિશ્ચિત અને ક્રમબદ્ધ પર્યાય થાય છે
આડાઅવળા થતા નથી.
૧૩૨ ][ છ ઢાળા

Page 133 of 205
PDF/HTML Page 155 of 227
single page version

background image
શ્રુતજ્ઞાનઃ૧-મતિજ્ઞાનથી જાણેલા પદાર્થોના સંબંધથી અન્ય
પદાર્થોને જાણવાવાળા જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે.
૨ આત્માની શુદ્ધ અનુભૂતિરૂપ શ્રુતજ્ઞાનને ભાવશ્રુતજ્ઞાન
કહે છે.
સંન્યાસઃ(સંલ્લેખના)-આત્માનો ધર્મ સમજીને પોતાની શુદ્ધતા
માટે કષાયોને અને શરીરને કૃશ કરવાં (શરીર તરફનું
લક્ષ છોડી દેવું) તે સમાધિ અથવા સંલ્લેખના કહેવાય
છે.
સંશયઃવિરોધતા સહિત અનેક પ્રકારોને અવલંબન કરનારું
જ્ઞાન જેમકે-આ છીપ હશે કે ચાંદી હશે? આત્મા
પોતાનું જ કાર્ય કરી શકતો હશે કે પરનું પણ કરી
શકતો હશે? દેવ-શાસ્ત્ર-ગુરુ, જીવાદિ સાત તત્ત્વ
વગેરેનું સ્વરૂપ આવું જ હશે કે અન્ય મતમાં કહે છે
તેવું હશે?
ચોથી ઢાળનું અંતર-પ્રદર્શન
૧. દિગ્વ્રતની મર્યાદા તો જિંદગી સુધીને માટે છે પણ દેશવ્રતની
મર્યાદા ઘડી, કલાક વગેરે મુકરર કરેલ વખત સુધીની છે.
૨. પરિગ્રહપરિમાણ વ્રતમાં પરિગ્રહનું જેટલું પ્રમાણ (મર્યાદા)
કરવામાં આવે છે તેનાથી પણ ઓછું પ્રમાણ ભોગોપ-
ભોગપરિમાણ વ્રતમાં કરવામાં આવે છે.
પૌષધમાં તો આરંભ અને વિષય-કષાયાદિનો ત્યાગ કરવા
ચોથી ઢાળ ][ ૧૩૩

Page 134 of 205
PDF/HTML Page 156 of 227
single page version

background image
છતાં એકવાર ભોજન કરવામાં આવે છે, ઉપવાસમાં તો
અન્ન-જળ-ખાદ્ય અને સ્વાદ્ય એ ચારે આહારનો સર્વથા
ત્યાગ હોય છે, અને પૌષધ-ઉપવાસમાં આરંભ, વિષય-
કષાય અને ચારેય આહારનો ત્યાગ તથા તેના ધારણા
(ઉત્તરપારણા) અને પારણાના દિવસે એટલે તે આગળ-
પાછળના દિવસે પણ એકાસણું કરવામાં આવે છે.
૪. ભોગ તો એક જ વાર ભોગવવા યોગ્ય હોય છે પણ
ઉપભોગ વારંવાર ભોગવી શકાય છે. (આત્મા પરવસ્તુને,
વ્યવહારથી પણ ભોગવી શકતો નથી પણ મોહ વડે હું આને
ભોગવું છું એમ માને છે અને તે સંબંધી રાગને, હર્ષ-શોકને
ભોગવે છે. તે બતાવવા માટે તેનું કથન કરવું તે વ્યવહાર
છે.)
ચોથી ઢાળની પ્રશ્નાવલી
૧. અચૌર્યવ્રત, અણુવ્રત, અતિચાર, અતિથિસંવિભાગ,
અનધ્યવસાય, અનર્થદંડ, અનર્થદંડવ્રત, અપધ્યાન,
અવધિજ્ઞાન, અહિંસાણુવ્રત, ઉપભોગ, કેવળજ્ઞાન, ગુણવ્રત,
દિગ્વ્રત, દુઃશ્રુત, દેશવ્રત, દેશપ્રત્યક્ષ, પરિગ્રહપરિમાણાણુ-
વ્રત, પરોક્ષ, પાપોપદેશ, પ્રત્યક્ષ પ્રમાદચર્યા, પૌષધ ઉપવાસ,
બ્રહ્મચર્યાણુવ્રત, ભોગ-ઉપભોગપરિમાણવ્રત, ભોગ, મતિ-
જ્ઞાન, મનઃપર્યયજ્ઞાન, વિપર્યય, વ્રત, શિક્ષાવ્રત, શ્રુતજ્ઞાન,
સકલપ્રત્યક્ષ, સમ્યગ્જ્ઞાન, સત્યાણુવ્રત, સામાયિક, સંશય,
સ્વસ્ત્રીસંતોષવ્રત અને હિંસાદાન એ વગેરેના લક્ષણ બતાવો.
૧૩૪ ][ છ ઢાળા

Page 135 of 205
PDF/HTML Page 157 of 227
single page version

background image
૨. અણુવ્રત, અનર્થદંડવ્રત, કાળ, ગુણવ્રત, દેશપ્રત્યક્ષ, દિશા,
પરોક્ષ, પર્વ, પાત્ર, પ્રત્યક્ષ, વિકથા, વ્રત, રોગત્રય, શિક્ષાવ્રત,
સમ્યક્ચારિત્ર, સમ્યગ્જ્ઞાન, સમ્યગ્જ્ઞાનના દોષો અને
સંલ્લેખના દોષ, વગેરેના ભેદ બતાવો.
૩. અણુવ્રત, અનર્થદંડવ્રત, ગુણવ્રત, એવા નામ રાખવાનું
કારણ, અવિચલ જ્ઞાનપ્રાપ્તિ, ગ્રૈવેયકો સુધી જવા છતાં
સુખનો અભાવ, દિગ્વ્રત, દેશવ્રત, પાપોપદેશ એવા નામનું
કારણ, પુણ્ય-પાપના ફળમાં હર્ષ-શોકનો નિષેધ, શિક્ષાવ્રત
નામનું કારણ, સમ્યગ્જ્ઞાન, જ્ઞાન, જ્ઞાનોની પરોક્ષતા-
પ્રત્યક્ષતા-દેશપ્રત્યક્ષતા અને સકલપ્રત્યક્ષતા, એ વગેરેના
કારણ બતાવો.
૪. અણુવ્રત અને મહાવ્રતમાં, દિગ્વ્રત અને દેશવ્રતમાં
પરિગ્રહપરિમાણાણુવ્રત અને ભોગોપભોગ પરિમાણવ્રતમાં,
પૌષધમાં ઉપવાસમાં અને પૌષધોપવાસમાં, ભોગ અને
ઉપભોગમાં, યમ અને નિયમમાં, જ્ઞાની અને અજ્ઞાનીના
કર્મનાશમાં તથા સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનમાં શો તફાવત
છે તે બતાવો.
૫. અનધ્યવસાય, મનુષ્યપર્યાય આદિની દુર્બલતા, વિપર્યય,
વિષય-ઇચ્છા, સમ્યગ્જ્ઞાન અને સંશય તેના દ્રષ્ટાંત બતાવો.
૬. અનર્થદંડોનું પૂર્ણ પરિમાણ, અવિચળ સુખનો ઉપાય,
આત્મજ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય, જન્મ-મરણ દૂર કરવાનો
ઉપાય, દર્શન અને જ્ઞાનમાં પહેલી ઉત્પત્તિ, ધનાદિકથી
ચોથી ઢાળ ][ ૧૩૫

Page 136 of 205
PDF/HTML Page 158 of 227
single page version

background image
લાભ ન થવો, નિરતિચાર શ્રાવકવ્રત પાળવાથી લાભ,
બ્રહ્મચર્યાણુવ્રતીનો વિચાર, ભેદવિજ્ઞાનની જરૂર, મનુષ્ય-
પર્યાયની દુર્લભતા તથા તેની સફળતાનો ઉપાય, મરણ
વખતનું કર્તવ્ય, વૈદ્ય-ડૉક્ટર વગેરે દ્વારા મરણ થાય છતાં
અહિંસા, શત્રુનો સામનો કરવો-ન કરવો, સમ્યગ્જ્ઞાન,
સમ્યગ્જ્ઞાન થવાનો વખત અને તેનો મહિમા, સંલ્લેખનાનો
વિધિ અને કર્તવ્ય, જ્ઞાન વગર મુક્તિનો તથા સુખનો
અભાવ, જ્ઞાનનું ફળ તથા જ્ઞાની-અજ્ઞાનીના કર્મનાશ અને
વિષયની ઇચ્છાને શાંત કરવાનો ઉપાય
એ વગેરેનું વર્ણન
કરો.
૭. અટલ પદાર્થ, અતિથિસંવિભાગનું બીજું નામ, ત્રણ રોગનો
નાશ કરનાર વસ્તુ, મિથ્યાદ્રષ્ટિ મુનિ, વર્તમાનમાં મુક્તિ થઈ
શકે એવું ક્ષેત્ર, વ્રતધારીને મળનારી ગતિ, પ્રયોજનભૂત
વાત, બધું જાણનાર જ્ઞાન અને સર્વોત્તમ સુખ આપનાર
વસ્તુનું ફક્ત નામ બતાવો.
૮. અમુક શબ્દ, ચરણ અથવા પદ્યનો અર્થ અને ભાવાર્થ
બતાવો. ચોથી ઢાળનો સારાંશ કહો.
૯. અણુવ્રત, દિગ્વ્રત, બારવ્રત, શિક્ષાવ્રત અને દેશચારિત્ર
સંબંધી જે જાણતા હો તે કહો.
૧૩૬ ][ છ ઢાળા

Page 137 of 205
PDF/HTML Page 159 of 227
single page version

background image
૧૩૭
પાંચમી ઢાલ
બાર ભાવના ચિંતવવાનું કારણ, તેના અધિાકારી
અને તેનું ફળ
(ચાલ છંદ)
મુનિ સકલવ્રતી બડભાગી, ભવ-ભોગનતૈં વૈરાગી;
વૈરાગ્ય ઉપાવન માઈ, ચિંતૈ અનુપ્રેક્ષા ભાઈ. ૧.
અન્વયાર્થ(ભાઈ) હે ભવ્ય જીવ! (સકલવ્રતી)
મહાવ્રતના ધારક (મુનિ) ભાવલિંગી મુનિરાજ (બડભાગી)
મહાન પુરુષાર્થી છે, કારણ કે તેઓ (ભવ-ભોગનતૈં) સંસાર
અને ભોગોથી (વૈરાગી) વિરક્ત હોય છે અને (વૈરાગ્ય)
વીતરાગતાને (ઉપાવન) ઉત્પન્ન કરવા માટે (માઈ) માતા
સમાન (અનુપ્રેક્ષા) બાર ભાવનાઓનું (ચિન્તૈ) ચિંતવન કરે છે.
ભાવાર્થપાંચ મહાવ્રતોને ધારણ કરનાર ભાવલિંગી
મુનિરાજ મહાપુરુષાર્થવાન છે, કેમકે તેઓ સંસાર, શરીર અને

Page 138 of 205
PDF/HTML Page 160 of 227
single page version

background image
૧૩૮ ][ છ ઢાળા
ભોગોથી અત્યંત વિરક્ત હોય છે; અને જેવી રીતે કોઈ માતા
પુત્રને જન્મ આપે છે તેવી રીતે આ બાર ભાવનાઓ
વૈરાગ્યને પેદા કરે છે તેથી મુનિરાજ આ બાર ભાવનાઓનું
ચિંતવન કરે છે.
ભાવનાઓનું ફળ અને મોક્ષસુખપ્રાપ્તિનો સમય
ઇન ચિન્તત સમસુખ જાગૈ, જિમિ જ્વલન પવનકે લાગૈ;
જબહી જિય આતમ જાનૈ, તબહી જિય શિવસુખ ઠાનૈ. ૨.
અન્વયાર્થ(જિમિ) જેવી રીતે (પવનકે) પવનના (લાગૈ)
લાગવાથી (જ્વલન) અગ્નિ (જાગૈ) ભભૂકી ઊઠે છે. [તેવી રીતે
આ બાર ભાવનાઓનું
] (ચિન્તત) ચિંતવન કરવાથી (સમસુખ)
સમતારૂપી સુખ (જાગૈ) પ્રગટ થાય છે. (જબહી) જ્યારે (જિય)
જીવ (આતમ) આત્મસ્વરૂપને (જાનૈ) જાણે છે (તબહી) ત્યારે જ
(જિય) જીવ (શિવસુખ) મોક્ષસુખને (ઠાનૈ) પ્રાપ્ત કરે છે.
ભાવાર્થજેવી રીતે પવન લાગવાથી અગ્નિ એકદમ
ભભૂકી ઊઠે છે તેવી રીતે આ બાર ભાવનાઓનું વારંવાર