Chha Dhala (Gujarati). Gatha: 3-15 (Dhal 5); Panchmi Dhalano Saransh; Panchami Dhalanoa Bhed-sangrah; Panchmi Dhalano Lakshan-sangrah.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 9 of 12

 

Page 139 of 205
PDF/HTML Page 161 of 227
single page version

background image
પાંચમી ઢાળ ][ ૧૩૯
ચિંતવન કરવાથી સમતા (શાંતિ)રૂપી સુખ પ્રગટ થઈ જાય છે
વધી જાય છે. જ્યારે આ જીવ આત્મસ્વરૂપને જાણે છે ત્યારે
પર પદાર્થોથી સંબંધ છોડીને પરમાનંદમય સ્વ-સ્વરૂપમાં લીન
થઈને સમતારસનું પાન કરે છે અને છેવટે મોક્ષસુખને પ્રાપ્ત કરે
છે. ૨.
[તે બાર ભાવનાઓનું સ્વરૂપ કહેવાય છે]
અનિત્ય ભાવના
જોબન ગૃહ ગો ધન નારી, હય ગય જન આજ્ઞાકારી;
ઇન્દ્રિય-ભોગ છિન થાઈ, સુરધનુ ચપલા ચપલાઈ. ૩.
અન્વયાર્થ(જોબન) યુવાની, (ગૃહ) ઘર, (ગો) ગાય,
(ધન) લક્ષ્મી, (નારી) સ્ત્રી, (હય) ઘોડા, (ગય) હાથી, (જન)
કુટુંબી, (આજ્ઞાકારી) આજ્ઞા ઉઠાવનાર નોકર-ચાકર અને
(ઇન્દ્રિય-ભોગ) પાંચ ઇન્દ્રિયોના ભોગ એ બધા (સુરધન)
ઇન્દ્રધનુષ્ય તથા (ચપલા) વીજળીની (ચપલાઈ) ચંચળતા-
ક્ષણિકતાની માફક (છિન થાઈ) ક્ષણમાત્ર રહેનારાં છે.

Page 140 of 205
PDF/HTML Page 162 of 227
single page version

background image
૧૪૦ ][ છ ઢાળા
ભાવાર્થયુવાની, મકાન, ગાય, ભેંસ, ધન, ઝવેરાત,
સ્ત્રી, ઘોડા, હાથી, કુટુંબી, નોકર અને પાંચ ઇન્દ્રિયોના વિષય એ
બધી ચીજો ક્ષણિક છે-અનિત્ય છે-નાશવંત છે. જેમ ઇન્દ્રધનુષ્ય
અને વીજળી વગેરે જોતજોતામાં વિલય થઈ જાય છે તેમ આ
જુવાની વગેરે પણ થોડા વખતમાં નાશ પામે છે. તે કોઈ પદાર્થ
નિત્ય અને સ્થાયી નથી પણ નિજશુદ્ધાત્મા જ નિત્ય અને સ્થાયી
છે-એમ સ્વસન્મુખતાપૂર્વક ચિંતવન કરી, સમ્યગ્દ્રષ્ટિ જીવ
વીતરાગતાની વૃદ્ધિ કરે છે તે અનિત્ય ભાવના છે. મિથ્યાદ્રષ્ટિ
જીવને અનિત્યાદિ એક પણ સાચી ભાવના હોતી નથી. ૩.
૨-અશરણ ભાવના
સુર અસુર ખગાધિપ જેતે, મૃગ જ્યોં હરિ, કાલ દલે તે;
મણિ મંત્ર તંત્ર બહુ હોઈ, મરતે ન બચાવૈ કોઈ. ૪.

Page 141 of 205
PDF/HTML Page 163 of 227
single page version

background image
પાંચમી ઢાળ ][ ૧૪૧
અન્વયાર્થ(સુર અસુર ખગાધિપ) દેવના ઇન્દ્ર,
અસુરના ઇન્દ્ર અને ખગેન્દ્ર [ગરુડ, હંસ] (જેતે) જે જે છે (તે)
તે બધાનો (મૃગ હરિ જ્યોં
) જેમ હરણને સિંહ મારી નાખે
છે તેમ (કાલ) મરણ (દલે) નાશ કરે છે. (મણિ) ચિંતામણિ
વગેરે મણિ-રત્નો (મંત્ર) મોટા મોટા રક્ષામંત્ર (તંત્ર) તંત્ર (બહુ
હોઈ) ઘણાં હોવા છતાં (મરતે) મરણ પામનારને (કોઈ) તે
કોઈ (ન બચાવૈ) બચાવી શકતું નથી.
ભાવાર્થસંસારમાં જે જે દેવેન્દ્ર, અસુરેન્દ્ર, ખગેન્દ્ર,
(પક્ષીઓના રાજા) વગેરે છે તે સર્વનોજેમ હરણને સિંહ
મારી નાંખે છે તેમમૃત્યુ નાશ કરે છે. ચિંતામણિ વગેરે
મણિ, મંત્ર અને જંત્ર તંત્ર વગેરે કોઈપણ મરણથી બચાવી
શકતું નથી.
અહીં એમ સમજવું કે નિજ આત્મા જ શરણ છે, તે
સિવાય અન્ય કોઈ શરણ નથી. કોઈ જીવ બીજા જીવની રક્ષા
કરી શકવા સમર્થ નથી; માટે પરથી રક્ષાની આશા નકામી છે.
સર્વત્ર-સદાય એક નિજ આત્મા જ પોતાનું શરણ છે. આત્મા
નિશ્ચયથી મરતો જ નથી, કેમકે તે અનાદિ-અનંત છે
એમ
સ્વસન્મુખતાપૂર્વક ચિંતવન કરી સમ્યગ્દ્રષ્ટિ જીવ વીતરાગતાની
વૃદ્ધિ કરે છે તે અશરણ ભાવના છે. ૪.
સંસાર ભાવના
ચહુંગતિ દુખ જીવ ભરૈ હૈં, પરિવર્તન પંચ કરૈ હૈં;
સબવિધિ સંસાર અસારા, યામેં સુખ નાહિં લગારા. ૫.

Page 142 of 205
PDF/HTML Page 164 of 227
single page version

background image
૧૪૨ ][ છ ઢાળા
અન્વયાર્થ(જીવ) જીવ (ચહુંગતિ) ચાર ગતિમાં (દુખ)
દુખ (ભરૈ હૈં) ભોગવે છે. અને (પંચ પરિવર્તન) પાંચ
પરાવર્તન
પાંચ પ્રકારે પરિભ્રમણ (કરે હૈં) કરે છે. (સંસાર)
સંસાર (સબવિધિ) સર્વ પ્રકારે (અસારા) સાર વગરનો છે
(યામેં) તેમાં (સુખ) સુખ (લગારા) લેશમાત્ર પણ (નાહિં) નથી.
ભાવાર્થજીવનો અશુદ્ધ પર્યાય તે સંસાર છે. અજ્ઞાનના
કારણે જીવ ચાર ગતિમાં દુઃખ ભોગવે છે અને પાંચે (દ્રવ્ય,
ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ) પરાવર્તન કર્યા કરે છે, પરંતુ
ક્યારેય શાંતિ પામતો નથી; તેથી કરીને ખરેખર સંસારભાવ
બધી રીતે સાર રહિત છે, તેમાં જરાપણ સુખ નથી, કારણ કે
જે રીતે સુખની કલ્પના કરવામાં આવે છે તેવું સુખનું સ્વરૂપ
નથી અને જેમાં સુખ માને છે તે ખરી રીતે સુખ નથી
પણ તે
પરદ્રવ્યના આલંબનરૂપ મલિન ભાવ હોવાથી આકુળતા ઉત્પન્ન
કરનારો ભાવ છે. નિજ આત્મા જ સુખમય છે, તેના ધ્રુવ
સ્વભાવમાં સંસાર છે જ નહિ
એમ સ્વસન્મુખતાપૂર્વક ચિંતવન
કરી સમ્યગ્દ્રષ્ટિ જીવ વીતરાગતા વધારે છે. ૫.

Page 143 of 205
PDF/HTML Page 165 of 227
single page version

background image
પાંચમી ઢાળ ][ ૧૪૩
એકત્વ ભાવના
શુભ-અશુભ કરમફલ જેતે, ભોગૈ જિય એક હિ તેતે;
સુત-દારા હોય ન સીરી, સબ સ્વારથકે હૈં ભીરી. ૬.
અન્વયાર્થ(જેતે) જેટલા (શુભ કરમફળ) શુભકર્મનાં
ફળ અને (અશુભ કરમફળ) અશુભકર્મનાં ફળ છે (તે તે) તે
બધાં (જિય) આ જીવ (એક હિ) એકલો જ (ભોગૈ) ભોગવે છે,
(સુત) પુત્ર (દારા) સ્ત્રી (સીરી) સાથીદાર (ન હોય) થતાં નથી,
(સબ) આ બધાં (સ્વારથકે) પોતાની મતલબના (ભીરી) સગાં
(હૈં) છે.
ભાવાર્થજીવને સદાય પોતાથી પોતાનું એકત્વ અને
પરથી વિભક્તપણું છે, તેથી પોતે જ પોતાનું હિત અથવા
અહિત કરી શકે છે, પરનું કાંઈ કરી શકતો નથી. માટે જીવ જે
કાંઈ શુભ કે અશુભ ભાવ કરે છે તેનું ફળ-(આકુળતા) પોતે જ
એકલો ભોગવે છે. તેમાં કોઈ અન્ય-સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરે

Page 144 of 205
PDF/HTML Page 166 of 227
single page version

background image
૧૪૪ ][ છ ઢાળા
અન્વયાર્થ(જિય-તન) જીવ અને શરીર (જલ-પય
જ્યોં) પાણી અને દૂધની જેમ (મેલા) મળેલા છે (પૈ) તોપણ
(ભેલા) ભેગાં-એકરૂપ (નહિં) નથી, (ભિન્ન ભિન્ન) જુદાંજુદાં છે;
(તો) તો પછી (પ્રગટ) બહારમાં પ્રગટરૂપથી (જુદે) જુદાં દેખાય
ભાગીદાર થઈ શકતાં નથી, કેમકે તે બધાં પર પદાર્થ છે અને
તે જીવાદિ સર્વ પદાર્થ જીવને જ્ઞેયમાત્ર છે તેથી તેઓ કોઈપણ
જીવના ખરેખર સગાં-સંબંધી છે જ નહિ, છતાં અજ્ઞાની હવે
તેને પોતાના માની દુઃખી થાય છે.
સંસારમાં અને મોક્ષમાં આ જીવ એકલો જ છે એમ જાણી
સમ્યગ્દ્રષ્ટિ જીવ નિજ શુદ્ધ આત્મા સાથે જ પોતાનું સદાય
એકત્વ માની પોતાની નિશ્ચયપરિણતિ દ્વારા શુદ્ધ એકત્વની વૃદ્ધિ
કરે છે તે એકત્વ ભાવના છે. ૬.
અન્યત્વ ભાવના
જલ-પય જ્યોં જિય-તન મેલા, પૈ ભિન્ન ભિન્ન નહિં ભેલા;
તો પ્રગટ જુદે ધન-ધામા, ક્યોં હ્વૈ ઇક મિલિ સુત-રામા. ૭.

Page 145 of 205
PDF/HTML Page 167 of 227
single page version

background image
પાંચમી ઢાળ ][ ૧૪૫
છે એવા (ધન) લક્ષ્મી (ધામા) મકાન (સુત) પુત્ર અને (રામા)
સ્ત્રી વગેરે (મિલિ) મળીને (ઇક) એક (ક્યોં) કેમ (હ્વૈ) હોઈ શકે?
ભાવાર્થજેમ દૂધ અને પાણી એક આકાશ-ક્ષેત્રે મળેલા
છે પરંતુ પોતપોતાના ગુણ વગેરેની અપેક્ષાએ બન્ને તદ્દન જુદાં
જુદાં છે, તેમ આ જીવ અને શરીર પણ મળેલાં દેખાય છે
તોપણ તે બન્ને પોતપોતાના સ્વરૂપાદિની અપેક્ષાએ (સ્વદ્રવ્ય-
ક્ષેત્ર-કાળ-ભાવથી) તદ્દન જુદાં જુદાં છે-કદી એક થતાં નથી.
જીવ અને શરીર પણ જ્યાં જુદાં-જુદાં છે તો પછી પ્રગટ જુદાં
દેખાતાં એવાં ધન, મકાન, બાગ-બગીચા, પુત્ર-પુત્રી અને સ્ત્રી,
ગાડી, મોટર વગેરે પોતાની સાથે એક કેવી રીતે હોય? એટલે
કે પુત્ર, સ્ત્રી વગેરે કોઈપણ વસ્તુ પોતાની નથી. એમ સર્વ પર
પદાર્થો પોતાનાથી ભિન્ન જાણી, સ્વસન્મુખતાપૂર્વક સમ્યગ્દ્રષ્ટિ
જીવ વીતરાગતાની વૃદ્ધિ કરે છે, તે અન્યત્વ ભાવના છે. ૭.
અશુચિ ભાવના
પલ રુધિર રાધ મલ થૈલી, કીકસ વસાદિતૈં મૈલી;
નવ દ્વાર બહૈં ઘિનકારી, અસ દેહ કરૈ કિમ યારી? ૮.
અન્વયાર્થજે (પલ) માંસ (રુધિર) લોહી (રાધ) પરુ
અને (મલ) વિષ્ટાની (થૈલી) કોથળી છે, (કીકસ) હાડકાં
(વસાદિતૈં) ચરબી વગેરેથી (મૈલી) અપવિત્ર છે અને જેમાં
(ઘિનકારી) ઘૃણા-ગ્લાનિ ઉત્પન્ન કરવાવાળાં (નવ દ્વાર) નવ
દરવાજા (બહૈં) વહે છે (અસ) એવા (દેહ) શરીરમાં (યારી) પ્રેમ-
રાગ (કિમ) કેમ (કરૈ) કરાય?

Page 146 of 205
PDF/HTML Page 168 of 227
single page version

background image
૧૪૬ ][ છ ઢાળા
ભાવાર્થઆ શરીર તો માંસ લોહી, પરુ, વિષ્ટા,
વગેરેની કોથળી છે અને હાડકાં, ચરબી વગેરેથી ભરેલ હોવાથી
અપવિત્ર છે; તથા નવ દ્વારોથી મેલને બહાર કાઢે છે, એવા
શરીરમાં મોહ-રાગ કેમ કરાય? આ શરીર ઉપરથી તો માખની
પાંખ જેવી પાતળી ચામડીથી મઢેલું છે તેથી તે બહારથી સુંદર
લાગે છે, પણ જો તેની અંદરની હાલતનો વિચાર કરવામાં આવે
તો તેમાં અપવિત્ર વસ્તુઓ ભરી છે. તેથી તેમાં મમતા-અહંકાર
કે રાગ કરવો નકામો છે.
અહીં શરીરને મલિન બતાવવાનો આશયભેદજ્ઞાન દ્વારા
શરીરના સ્વરૂપનું જ્ઞાન કરાવી, નિજ પવિત્રપદમાં રુચિ
કરાવવાનો છે, પણ શરીર પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરાવવાનો નથી.
શરીર તેના સ્વભાવથી જ અશુચિમય છે તો આ ભગવાન
આત્મા નિજસ્વભાવથી જ શુદ્ધ અને સદા શુચિમય-પવિત્ર ચૈતન્ય
પદાર્થ છે. તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના શુદ્ધ આત્માની
સન્મુખતા વડે પોતાના પર્યાયમાં શુચિપણાની (પવિત્રતાની) વૃદ્ધિ
કરે છે તે અશુચિ ભાવના છે. ૮.

Page 147 of 205
PDF/HTML Page 169 of 227
single page version

background image
પાંચમી ઢાળ ][ ૧૪૭
આuાવ ભાવના
જો યોગનકી ચપલાઈ, તાતૈં હ્વૈ આસ્રવ ભાઈ;
આસ્રવ દુખકાર ઘનેરે; બુધિવંત તિન્હૈ નિરવેરે. ૯.
અન્વયાર્થ(ભાઈ) હે ભવ્ય જીવ! (યોગનકી) યોગની
(જો) જે (ચપલાઈ) ચંચળતા છે (તાતૈં) તેનાથી (આસ્રવ) આસ્રવ
(હ્વૈ) થાય છે, અને (આસ્રવ) તે આસ્રવ (ઘનેરે) ઘણું (દુખકાર)
દુઃખ કરનાર છે; માટે (બુધિવંત) સમજદાર (તિન્હૈ) તેને
(નિરવેરે) દૂર કરે!
ભાવાર્થવિકારી શુભાશુભ ભાવરૂપ જે અરૂપી અવસ્થા
જીવમાં થાય છે તે ભાવઆસ્રવ છે, અને તે સમયે નવીન
કર્મયોગ્ય રજકણોનું સ્વયં-સ્વતઃ આવવું (આત્માની સાથે
એકક્ષેત્રમાં આગમન થવું) તે દ્રવ્યાસ્રવ છે. [અને તેમાં જીવના
અશુદ્ધ પર્યાય નિમિત્તમાત્ર છે.]
પુણ્યપાપ બેય આસ્રવ અને બંધના ભેદ છે.
પુણ્યદયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત વગેરે શુભભાવ

Page 148 of 205
PDF/HTML Page 170 of 227
single page version

background image
૧૪૮ ][ છ ઢાળા
સરાગી જીવને હોય છે, તે અરૂપી અશુદ્ધ ભાવ છે; અને તે
ભાવપુણ્ય છે. અને તે સમયે નવીન કર્મયોગ્ય રજકણોનું સ્વયં-
સ્વતઃ આવવું (આત્માની સાથે એકક્ષેત્રમાં આગમન થવું) તે
દ્રવ્યપુણ્ય છે. [તેમાં જીવના અશુદ્ધ પર્યાય નિમિત્તમાત્ર છે.]
પાપહિંસા, અસત્ય, ચોરી, ઇત્યાદિ જે અશુભ ભાવ
છે તે ભાવપાપ છે અને તે સમયે કર્મયોગ્ય પુદ્ગલોનું આગમન
થવું તે દ્રવ્યપાપ છે. [તેમાં જીવના અશુદ્ધ પર્યાય નિમિત્તમાત્ર
છે.]
પરમાર્થથી (ખરેખર-વાસ્તવમાં) પુણ્ય-પાપ (શુભાશુભ
ભાવ) આત્માને અહિતકર છે, તથા આત્માની ક્ષણિક અશુદ્ધ
અવસ્થા છે. દ્રવ્યપુણ્ય-પાપ તો પર વસ્તુ છે તે કાંઈ આત્માનું
હિત-અહિત કરી શકતા નથી. આમ બરાબર નિર્ણય દરેક જ્ઞાની
જીવને હોય છે, અને આ પ્રમાણે વિચાર કરી સમ્યગ્દ્રષ્ટિ જીવ
સ્વદ્રવ્યના આલંબનના બળથી જેટલા અંશે આસ્રવભાવને દૂર
કરે છે તેટલા અંશે તેને વીતરાગતાની વૃદ્ધિ થાય છે, તેને
આસ્રવ ભાવના કહેવામાં આવે છે. ૯.
સંવર ભાવના
જિન પુણ્ય-પાપ નહિં કીના, આતમ-અનુભવ ચિત દીના;
તિનહી વિધિ આવત રોકે, સંવર લહિ સુખ અવલોકે. ૧૦.
અન્વયાર્થ(જિન) જેઓએ (પુણ્ય) શુભ ભાવ અને
(પાપ) અશુભ ભાવ (નહિં કીના) કર્યા નથી, અને માત્ર (આતમ)

Page 149 of 205
PDF/HTML Page 171 of 227
single page version

background image
પાંચમી ઢાળ ][ ૧૪૯
આત્માના (અનુભવ) અનુભવમાં [શુદ્ધ ઉપયોગમાં] (ચિત)
જ્ઞાનને (દીના) લગાવ્યું છે (તિનહી) તેઓએ (આવત) આવતાં
(વિધિ) કર્મોને (રોકે) રોક્યા છે અને (સંવર લહિ) સંવર પ્રાપ્ત
કરીને (સુખ) સુખનો (અવલોકે) સાક્ષાત્કાર કર્યો છે.
ભાવાર્થઆસ્રવનું રોકવું તે સંવર છે. સમ્યગ્દર્શનાદિ
વડે મિથ્યાત્વાદિ આસ્રવો રોકાય છે. શુભ ઉપયોગ અને અશુભ
ઉપયોગ બન્ને બંધના કારણ છે એમ સમ્યગ્દ્રષ્ટિ જીવ પ્રથમથી
જ જાણે છે. જોકે સાધકને નીચલી ભૂમિકામાં શુદ્ધતાની સાથે
અલ્પ શુભાશુભભાવ હોય છે તોપણ તે બન્નેને બંધનું કારણ માને
છે, તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવ સ્વદ્રવ્યના આલંબનવડે જેટલા અંશે
શુદ્ધતા કરે છે તેટલા અંશે તેને સંવર થાય છે, અને ક્રમે ક્રમે તે
શુદ્ધતા વધારીને પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરે છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતે
સ્વસન્મુખતાપૂર્વક જે શુદ્ધતા (સંવર) પ્રાપ્ત કરે છે તે સંવર
ભાવના છે.

Page 150 of 205
PDF/HTML Page 172 of 227
single page version

background image
૧૫૦ ][ છ ઢાળા
નિર્જરા ભાવના
નિજ કાલ પાય વિધિ ઝરના, તાસોં નિજ કાજ ન સરના;
તપ કરિ જો કર્મ ખિપાવૈ, સોઈ શિવસુખ દરસાવૈ. ૧૧.
અન્વયાર્થજે (નિજ કાલ) પોતપોતાની સ્થિતિ (પાય)
પૂર્ણ થતાં (વિધિ) કર્મો (ઝરના) ખરી જાય છે (તાસોં) તેનાથી
(નિજ કાજ) જીવનું ધર્મરૂપી કાર્ય (ન સરના) સરતું નથી-થતું
નથી, પણ (જો) જે [નિર્જરા] (તપ કરિ) આત્માના શુદ્ધ પ્રતપન
દ્વારા (કર્મ) કર્મોનો (ખિપાવૈ) નાશ કરે છે [તે અવિપાક અથવા
સકામ નિર્જરા છે] (સોઈ) તે (શિવસુખ) મોક્ષનું સુખ (દરસાવૈ)
દેખાડે છે.
ભાવાર્થપોતપોતાની સ્થિતિ પૂર્ણ થતાં કર્મોનું ખરી જવું
તો દરેક સમયે અજ્ઞાનીને પણ થાય છે. તે કાંઈ શુદ્ધિનું કારણ
થતું નથી. પરંતુ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને આત્માના શુદ્ધ
પ્રતપન વડે જે કર્મો ખરી જાય છે તે અવિપાક અથવા સકામ
નિર્જરા કહેવાય છે. તે પ્રમાણે શુદ્ધિની વૃદ્ધિ થતાં થતાં સંપૂર્ણ

Page 151 of 205
PDF/HTML Page 173 of 227
single page version

background image
પાંચમી ઢાળ ][ ૧૫૧
નિર્જરા થાય છે, ત્યારે જીવ શિવસુખ (સુખની પૂર્ણતારૂપ મોક્ષ)
પામે છે. એમ જાણતો સમ્યગ્દ્રષ્ટિ જીવ સ્વદ્રવ્યના આલંબન વડે
જે શુદ્ધિની વૃદ્ધિ કરે છે તે નિર્જરા ભાવના છે. ૧૧.
૧૦લોક ભાવના
કિનહૂ ન કરૌ ન ધરૈ કો, ષડ્દ્રવ્યમયી ન હરૈ કો;
સો લોકમાંહિ બિન સમતા, દુખ સહૈ જીવ નિત ભ્રમતા. ૧૨.
અન્વયાર્થઆ લોકને (કિનહૂ) કોઈએ (ન કરૌ)
બનાવ્યો નથી, (કો) કોઈએ (ન ધરૈ) ટકાવી રાખ્યો નથી, (કો)
કોઈ (ન હરૈ) નાશ કરી શકતો નથી; [અને આ લોક]
(ષડ્દ્રવ્યમયી) છ દ્રવ્યસ્વરૂપ છે
છ દ્રવ્યોથી ભરેલો છે (સો)
એવા (લોકમાંહિ) લોકમાં (વિન સમતા) વીતરાગી સમતા વિના
(નિત) હંમેશાં (ભ્રમતા) ભટકતો થકો (જીવ) જીવ (દુખ સહૈ)
દુઃખ સહન કરે છે.
ભાવાર્થબ્રહ્મા વગેરે કોઈએ આ લોકને બનાવ્યો નથી,
વિષ્ણુ અગર તો શેષનાગ વગેરે કોઈએ ટકાવી રાખ્યો નથી,

Page 152 of 205
PDF/HTML Page 174 of 227
single page version

background image
૧૫૨ ][ છ ઢાળા
તથા મહાદેવ વગેરે કોઈથી પણ નષ્ટ કરી શકાતો નથી; પણ
આ છ દ્રવ્યમય લોક છે તે પોતાથી જ અનાદિ-અનંત છે. છ એ
દ્રવ્યો નિત્ય સ્વ-સ્વરૂપે ટકીને નિરંતર પોતાના નવા નવા પર્યાયો
(અવસ્થા)થી ઉત્પાદ-વ્યયરૂપે પરિણમન કર્યા કરે છે. એક
દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અધિકાર નથી. આ છ દ્રવ્યસ્વરૂપ લોક તે
મારું સ્વરૂપ નથી, તે મારાથી ત્રિકાળ ભિન્ન છે, હું તેનાથી
ભિન્ન છું, મારો શાશ્વત ચૈતન્યલોક તે જ મારું સ્વરૂપ છે. એમ
ધર્મી જીવ વિચારે છે અને સ્વસન્મુખતા દ્વારા વિષમતા મટાડી,
સામ્યભાવ-વીતરાગતા વધારવાનો અભ્યાસ કરે છે તે લોક
ભાવના છે. ૧૨.
૧૧બોધિાદુર્લભ ભાવના
અંતિમ ગ્રીવકલૌંકી હદ, પાયો અનંત વિરિયાં પદ;
પર સમ્યગ્જ્ઞાન ન લાધૌ; દુર્લભ નિજમેં મુનિ સાધૌ. ૧૩.
અન્વયાર્થ(અંતિમ) છેલ્લી-નવમી (ગ્રીવકલૌં કી હદ)
ગ્રૈવેયક સુધીનાં (પદ) પદ (અનંત વિરિયાં) અનંતવાર (પાયો)

Page 153 of 205
PDF/HTML Page 175 of 227
single page version

background image
પાંચમી ઢાળ ][ ૧૫૩
પામ્યો, (પર) છતાં (સમ્યગ્જ્ઞાન) સમ્યગ્જ્ઞાન (ન લાધૌ) પામ્યો
નહિ; (દુર્લભ) આવાં દુર્લભ સમ્યગ્જ્ઞાનને (મુનિ) મુનિરાજોએ
(નિજમેં) પોતાના આત્મામાં (સાધૌ) ધારણ કર્યું છે.
ભાવાર્થમિથ્યાદ્રષ્ટિ જીવ મંદ કષાયને કારણે
અનેકવાર ગ્રૈવેયક સુધી પેદા થઈને અહમિન્દ્ર પદ પામ્યો છે,
પરંતુ તેણે એક વખત પણ સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, કારણ
કે સમ્યગ્જ્ઞાન પામવું તે અપૂર્વ છે, તેથી તેને તો સ્વ-
સન્મુખતાના અનંત પુરુષાર્થ વડે જ પ્રાપ્ત કરી શકાય
છે. અને તેમ થતાં વિપરીત અભિપ્રાય આદિ દોષોનો અભાવ
થાય છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન, આત્માના આશ્રયે જ થાય છે. પુણ્યથી,
શુભરાગથી, જડ કર્માદિથી થાય એવું તે નથી. આ જીવ
બહારના સંયોગો, ચારે ગતિ તથા લૌકિક પદો અનંતવાર
પામ્યો છે પણ નિજ આત્માનું અસલી સ્વરૂપ સ્વાનુભવવડે
પ્રત્યક્ષ કરીને તે કદી સમજ્યો નથી, માટે તેની પ્રાપ્તિ અપૂર્વ
છે. લૌકિક કોઈપણ પદ અપૂર્વ નથી.
બોધિ એટલે નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા; તે
બોધિની પ્રાપ્તિ દરેક જીવે કરવી જોઈએ. સમ્યગ્દ્રષ્ટિ જીવ
સ્વસન્મુખતાપૂર્વક આવું ચિંતવન કરે છે, અને પોતાની બોધિની
વૃદ્ધિનો વારંવાર અભ્યાસ કરે છે તે બોધિદુર્લભ ભાવના
છે. ૧૩.

Page 154 of 205
PDF/HTML Page 176 of 227
single page version

background image
૧૫૪ ][ છ ઢાળા
૧૨ધાર્મ ભાવના
જો ભાવ મોહતૈં ન્યારે, દ્રગ-જ્ઞાન-વ્રતાદિક સારે;
સો ધર્મ જબૈ જિય ધારૈ, તબ હી સુખ અચલ નિહારૈ. ૧૪.
અન્વયાર્થ(મોહતૈં) મોહથી (ન્યારે) જુદા, (સારે)
સારરૂપ અર્થાત્ નિશ્ચય (જો) જે (દ્રગ-જ્ઞાન-વ્રતાદિક) દર્શન-
જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય આદિક (ભાવ) ભાવ છે (સો) તે
(ધર્મ) ધર્મ કહેવાય છે. (જબૈ) જ્યારે (જિય) જીવ (ધારૈ) તેને
ધારણ કરે છે (તબ હી) ત્યારે જ તે (અચલ સુખ) અચળ
સુખ-મોક્ષ (નિહારૈ) દેખે છે-પામે છે.
ભાવાર્થમોહ એટલે મિથ્યાદર્શન અર્થાત્
અતત્ત્વશ્રદ્ધાન, તેનાથી રહિત નિશ્ચયસમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્ર (રત્નત્રય) જ સારરૂપ ધર્મ છે. વ્યવહારરત્નત્રય
તે ધર્મ નથી એમ બતાવવા માટે અહીં ગાથામાં ‘સારે’ શબ્દ
વાપર્યો છે. જ્યારે જીવ નિશ્ચયરત્નત્રયસ્વરૂપ ધર્મને સ્વ-

Page 155 of 205
PDF/HTML Page 177 of 227
single page version

background image
પાંચમી ઢાળ ][ ૧૫૫
આશ્રયવડે પ્રગટ કરે છે ત્યારે જ તે સ્થિર, અક્ષયસુખને
(મોક્ષને) પ્રાપ્ત કરે છે, આવી રીતે ચિંતવન કરી સમ્યગ્દ્રષ્ટિ
જીવ સ્વસન્મુખતાનો અભ્યાસ વારંવાર કરે છે. તે ધર્મ ભાવના
છે. ૧૪.
આત્માના અનુભવપૂર્વક ભાવલિંગી મુનિનું સ્વરુપ
સો ધર્મ મુનિનકરિ ધરિયે, તિનકી કરતૂતિ ઉચરિયે;
તાકોં સુનિયે ભવિ પ્રાની, અપની અનુભૂતિ પિછાની. ૧૫.
અન્વયાર્થ(સો) એવો રત્નત્રયસ્વરૂપ (ધર્મ) ધર્મ
(મુનિનકરિ) મુનિઓ દ્વારા (ધરિયે) ધારણ કરવામાં આવે છે
(તિનકી) તે મુનિઓની (કરતૂતિ) ક્રિયાઓ (ઉચરિયે) કહેવામાં
આવે છે. (ભવિ પ્રાની) હે ભવ્ય જીવો! (તાકો) તેને (સુનિયે)
સાંભળો, અને (અપની) પોતાના આત્માના (અનુભૂતિ)
અનુભવને (પિછાનો) ઓળખો.
ભાવાર્થનિશ્ચયરત્નત્રયસ્વરૂપ ધર્મને ભાવલિંગી
દિગંબર જૈન મુનિ જ અંગીકાર કરે છેબીજો કોઈ નહિ. હવે
આગળ તે મુનિઓના સકલચારિત્રનું વર્ણન કરવામાં આવે છે.
હે ભવ્યો! તે મુનિવરોના ચારિત્ર સાંભળો અને પોતાના
આત્માનો અનુભવ કરો. ૧૫.
પાંચમી ઢાળનો સારાંશ
આ બાર ભાવના તે ચારિત્રગુણના આંશિક શુદ્ધ પર્યાયો છે;
તેથી તે સમ્યગ્દ્રષ્ટિ જીવને જ હોઈ શકે છે. સમ્યક્ પ્રકારે આ બાર

Page 156 of 205
PDF/HTML Page 178 of 227
single page version

background image
૧૫૬ ][ છ ઢાળા
પ્રકારની ભાવનાઓ ભાવવાથી વીતરાગતાની વૃદ્ધિ થાય છે, તે
બાર ભાવનાનું ચિંતવન મુખ્યપણે વીતરાગ દિગમ્બર જૈન
મુનિરાજને જ હોય છે, અને ગૌણપણે સમ્યગ્દ્રષ્ટિને હોય છે. જેમ
પવન લાગવાથી અગ્નિ ભભૂકી ઊઠે છે તેમ અંતરંગ પરિણામોની
શુદ્ધતા સહિત, આ ભાવનાઓનું ચિંતવન કરવાથી સમતાભાવ
પ્રગટ થાય છે, અને તેનાથી મોક્ષસુખ પ્રગટ થાય છે.
સ્વસન્મુખતાપૂર્વક આ ભાવનાઓથી સંસાર, શરીર અને ભોગો
પ્રત્યે વિશેષ ઉપેક્ષા થાય છે, અને આત્માના પરિણામોની
નિર્મળતા વધે છે. [આ બાર ભાવનાઓનું સ્વરૂપ વિસ્તારથી
જાણવું હોય તો ‘સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’, ‘જ્ઞાનાર્ણવ’ વગેરે
ગ્રંથોનું અવલોકન કરવું.]
અનિત્યાદિ ચિંતવનથી શરીરાદિને બૂરાં જાણી, હિતકારી
ન જાણી તેનાથી ઉદાસ થવું તેનું નામ અનુપ્રેક્ષા નથી, કારણ કે
એ તો જેમ પ્રથમ કોઈને મિત્ર માનતો હતો ત્યારે તેનાથી રાગ
હતો અને પાછળથી તેનો અવગુણ જોઈને ઉદાસીન થયો, તેમ
પહેલાં શરીરાદિથી રાગ હતો પણ પાછળથી તેના અનિત્યાદિ
અવગુણ દેખી આ ઉદાસીન થયો, પરંતુ એવી ઉદાસીનતા તો
દ્વેષરૂપ છે, પણ જ્યાં જેવો પોતાનો વા શરીરાદિકનો સ્વભાવ છે
તેવો ઓળખી, ભ્રમ છોડી, તેને ભલાં જાણી રાગ ન કરવો તથા
બૂરાં જાણી દ્વેષ ન કરવો, એવી સાચી ઉદાસીનતા અર્થે
અનિત્યતા વગેરેનું યથાર્થ ચિંતવન કરવું એ જ સાચી અનુપ્રેક્ષા
છે.
(મોક્ષમાર્ગ-પ્રકાશક પૃ. ૨૩૨)

Page 157 of 205
PDF/HTML Page 179 of 227
single page version

background image
પાંચમી ઢાળ ][ ૧૫૭
પાંચમી ઢાળનો ભેદસંગ્રહ
અનુપ્રેક્ષા (ભાવના)અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ,
અન્યત્વ, અશુચિ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક,
બોધિદુર્લભ અને ધર્મ
એ બાર ભાવનાઓ છે.
ઇન્દ્રિયોના વિષયોસ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ
પાંચ છે.
નિર્જરાચાર ભેદ છેઅકામ, સવિપાક, સકામ, અવિપાક.
યોગદ્રવ્ય અને ભાવ.
પરિવર્તનપાંચ પ્રકાર છેદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ.
મલદ્વારબે કાન, બે આંખ, બે નસકોરાં, એક મોઢું અને બે
મળ-મૂત્રના દ્વારકુલ નવ છે.
વૈરાગ્યસંસાર, શરીર અને ભોગ-એ ત્રણેથી ઉદાસીનતા.
કુધાતુપરુ, લોહી, વીર્ય, મળ, ચરબી, માંસ અને હાડકાં
વગેરે.
પાંચમી ઢાળનો લક્ષણ-સંગ્રહ
અનુપ્રેક્ષા (ભાવના)ભેદજ્ઞાનપૂર્વક સંસાર, શરીર અને ભોગો
વગેરેનાં સ્વરૂપનો વારંવાર વિચાર કરીને તે પ્રત્યે
ઉદાસભાવ કરવો તે.
અશુભ ઉપયોગહિંસાદિમાં અથવા કષાય, પાપ અને વ્યસન
વગેરે નિંદાપાત્ર કાર્યોમાં પ્રવૃત્તિ.

Page 158 of 205
PDF/HTML Page 180 of 227
single page version

background image
૧૫૮ ][ છ ઢાળા
અસુરકુમારઅસુર નામની દેવગતિ નામકર્મના ઉદયવાળા
ભવનવાસી દેવ.
કર્મઆત્મા રાગાદિ વિકારરૂપે પરિણમે તો તેમાં નિમિત્તરૂપે
હોવાવાળાં જડકર્મ-દ્રવ્યકર્મ.
ગતિનારક, તિર્યંચ, દેવ અને મનુષ્યરૂપ જીવની અવસ્થા
વિશેષને ગતિ કહે છે તેમાં ગતિ નામે નામકર્મ નિમિત્ત
છે.
ગ્રૈવેયકસોળમા સ્વર્ગથી ઉપર અને પહેલી અનુદિશથી
નીચેનાં દેવોને રહેવાના સ્થાન.
દેવદેવગતિને પ્રાપ્ત જીવોને દેવ કહેવાય છે; તેઓ અણિમા,
મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને
વશિત્વ
એ આઠ સિદ્ધિ (ઐશ્વર્ય) વાળા હોય છે.
જેમને મનુષ્યના જેવા આકારવાળું સાત કુધાતુ રહિત
સુંદર શરીર હોય છે.
ધર્મદુઃખથી મુક્તિ અપાવનાર; નિશ્ચયરત્નત્રયસ્વરૂપ
મોક્ષમાર્ગ, જેનાથી આત્મા મોક્ષ પામે છે. (રત્નત્રય
એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર).
ધર્મના જુદાં જુદાં લક્ષણ[૧] વસ્તુનો સ્વભાવ તે ધર્મ,
[૨] અહિંસા, [૩] ઉત્તમ ક્ષમાદિ દસ લક્ષણ,
[૪] નિશ્ચયરત્નત્રય.
પાપમિથ્યાદર્શન, આત્માની ઊંધી સમજણ, હિંસાદિ
અશુભભાવ તે પાપ છે.