Chha Dhala (Gujarati). Gatha: 13 (uttarardh) (Dhal 3),14 (poorvardh) (Dhal 3),14 (uttarardh) (Dhal 3),15 (Dhal 3),16 (Dhal 3),17 (Dhal 3); Triji Dhalano Saransh; Triji Dhalano Bhed-sangrah; Triji Dhalano Lakshan-sangrah; Antar-pradarshan; Triji Dhalani Prashnavali.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 12

 

Page 79 of 205
PDF/HTML Page 101 of 227
single page version

background image
(શંકા) સંશય-સંદેહ (ન ધાર) ધારણ ન કરવો તે [નિઃશંકિત
અંગ છે]. ૨
(વૃષ) ધર્મને (ધાર) ધારણ કરીને (ભવ-સુખ-
વાંછા) સંસારના સુખની ઇચ્છા (ભાનૈ) કરે નહિ [તે નિઃકાંક્ષિત
ગુણ છે]. ૩
(મુનિ-તન) મુનિઓનાં શરીર વગેરે (મલિન)
મલિન (દેખ) દેખીને (ન ઘિનાવૈ) ઘૃણા ન કરવી [તે
નિર્વિચિકિત્સા અંગ છે.] ૪
(તત્ત્વ - કુતત્ત્વ) સાચાં અને જૂઠાં
તત્ત્વોની (પિછાનૈ) ઓળખાણ રાખે [તે અમૂઢદ્રષ્ટિ અંગ છે].
(નિજગુણ) પોતાના ગુણોને (અરુ) અને (પર ઔગુણ)
બીજાના અવગુણોને (ઢાંકે) છુપાવે (વા) અને (નિજધર્મ) પોતાના
આત્મધર્મને (બઢાવૈ) વધારે અર્થાત્ નિર્મળ બનાવે [તે ઉપગૂહન
અંગ છે]. ૬
(કામાદિક કર) કામ-વિકાર આદિ કારણોથી
(વૃષતૈં) ધર્મથી (ચિગતે) ડગી જતાં (નિજ-પરકો) પોતાને અને
પરને (સુ દિઢાવૈ) ફરીને એમાં દ્રઢ કરે [તે સ્થિતિકરણ અંગ છે].
(ધર્મીસોં) પોતાના સહધર્મી જનોથી (ગૌ-વચ્છ-પ્રીતિસમ)
વાછરડાં ઉપરની ગાયની પ્રીતિની માફક (કર) પ્રેમ રાખવો
[તે વાત્સલ્ય અંગ છે]; અને ૮
(જિનધર્મ) જૈનધર્મની (દિપાવૈ)
શોભા વધારવી તે [પ્રભાવના અંગ છે]. (ઇન ગુણતૈં) આ
[આઠ] ગુણથી (વિપરીત) ઊલટા (વસુ) આઠ (દોષ) દોષ છે,
(તિનકો) તે દોષોને (સતત) હંમેશાં (ખિપાવૈ) દૂર કરવા જોઈએ.
ભાવાર્થ
[૧] તત્ત્વ આ જ છે, આમ જ છે, બીજું નથી
અને બીજા પ્રકારે પણ નથી, આ પ્રમાણે યથાર્થ
તત્ત્વોમાં અટલ શ્રદ્ધા થવી તે નિઃશંકિત અંગ
કહેવાય છે.
ત્રીજી ઢાળ ][ ૭૯

Page 80 of 205
PDF/HTML Page 102 of 227
single page version

background image
નોંધઅવ્રતી સમ્યગ્દ્રષ્ટિ જીવ ભોગોને ક્યારેય પણ
આદરવા યોગ્ય માનતા નથી. પણ જેવી રીતે કોઈ
કેદી, કેદખાનામાં ઇચ્છા વિના પણ દુઃખ સહન કરે
છે, તેવી રીતે પોતાના પુરુષાર્થની નબળાઈથી
ગૃહસ્થપદમાં રહે છે, પણ તેઓ રુચિપૂર્વક ભોગોની
ઇચ્છા કરતા નથી, એટલે તેને નિઃશંકિત અને
નિઃકાંક્ષિત અંગ હોવામાં કાંઈ વાંધો આવતો નથી.
[૨]ધર્મ સેવન કરી તેના બદલામાં સંસારના સુખોની
ઇચ્છા ન કરવી, તેને નિઃકાંક્ષિત અંગ કહેવાય છે.
[૩]મુનિરાજ અથવા બીજા કોઈ ધર્માત્માના શરીરને મેલાં
દેખીને ઘૃણા ન કરવી તેને નિર્વિચિકિત્સા અંગ કહે છે.
[૪]સાચા અને ખોટા તત્ત્વોની પરીક્ષા કરીને મૂઢતાઓ
અને અનાયતનોમાં ફસાવું નહિ તે અમૂઢદ્રષ્ટિ અંગ છે.
[૫]પોતાની પ્રશંસા કરવાવાળા ગુણો અને બીજાની નિંદા
કરવાવાળા દોષોને ઢાંકવા તથા આત્મધર્મને વધારવો
(નિર્મળ રાખવો
દૂષિત ન થવા દેવો) તે ઉપગૂહન
અંગ છે.
નોંધઉપગૂહનનું બીજું નામ ‘ઉપબૃંહણ’ પણ જિનાગમમાં
આવે છે, જેથી આત્મધર્મમાં વૃદ્ધિ કરવી તેને પણ
ઉપગૂહન કહેવામાં આવે છે. તે જ શ્રી અમૃતચંદ્રસૂરિએ
પોતાના રચેલા ‘‘પુરુષાર્થસિદ્ધ્યુપાય’’ના શ્લોક નં.
૨૭માં કહ્યું છે
૮૦ ][ છ ઢાળા

Page 81 of 205
PDF/HTML Page 103 of 227
single page version

background image
धर्मोऽभिवर्द्धनीयः सदात्मनो मार्दवादिभावनया
परदोषनिगूहनमपि विधेयमुपबृंहणगुणार्थम् ।।२७।।
[૬]કામ, ક્રોધ, લોભ વગેરે કોઈ પણ કારણે (સમ્યક્ત્વ
અને ચારિત્રથી) ભ્રષ્ટ થતી વખતે પોતાને અને બીજાને
ફરીથી તેમાં સ્થિર કરવો તે સ્થિતિકરણ અંગ છે.
[૭]પોતાના સહધર્મી પ્રાણી ઉપર, વાછરડાં ઉપર હેત
રાખતી ગાયની માફક, નિરપેક્ષ પ્રેમ કરવો તે વાત્સલ્ય
અંગ છે.
[૮]અજ્ઞાન-અંધકારને હઠાવીને વિદ્યા, બળ વગેરેથી
શાસ્ત્રોમાં કહેલ યથાયોગ્ય રીતિ પ્રમાણે, પોતાના સામર્થ્ય
પ્રમાણે જૈનધર્મનો પ્રભાવ પ્રગટ કરવો તે પ્રભાવના
અંગ કહેવાય છે.
આ ગુણો (અંગો)થી ઊલટા ૧-શંકા, ૨-કાંક્ષા,
૩-વિચિકિત્સા, ૪-મૂઢદ્રષ્ટિ, ૫-અનુપગૂહન, ૬-અસ્થિતિકરણ,
૭-અવાત્સલ્ય, ૮-અપ્રભાવના
આ સમ્યક્ત્વના આઠ દોષ છે;
તેને હંમેશાં દૂર કરવા જોઈએ. (૧૨-૧૩ પૂર્વાર્ધ.)
ગાથા ૧૩ (±ઉત્તરાર્ધા≤)
મદ નામના આL દોષ
પિતા ભૂપ વા માતુલ નૃપ જો, હોય ન તો મદ ઠાનૈ,
મદ ન રૂપકૌ, મદ ન જ્ઞાનકૌ, ધન-બલકૌ મદ ભાનૈ.
૧૩.
ત્રીજી ઢાળ ][ ૮૧

Page 82 of 205
PDF/HTML Page 104 of 227
single page version

background image
ગાથા ૧૪ (પૂર્વાર્ધા)
તપકૌ મદ ન, મદ જુ પ્રભુતાકૌ કરૈ ન, સો નિજ જાનૈ,
મદ ધારૈ તો યહી દોષ વસુ, સમકિતકૌ મલ ઠાનૈ;
અન્વયાર્થ[જે જીવ] (જો) જો (પિતા) પિતા વગેરે
પિતૃપક્ષના માણસો (ભૂપ) રાજા વગેરે (હોય) હોય [તો] (મદ)
અભિમાન (ન ઠાનૈ) કરતો નથી, [જો] (માતુલ) મામા વગેરે
માતૃપક્ષના માણસો (નૃપ) રાજા વગેરે (હોય) હોય તો (મદ)
અભિમાન (ન) કરતો નથી, (જ્ઞાનકૌ) વિદ્યાનો (મદ ન) ઘમંડ
કરતો નથી, (ધનકૌ) લક્ષ્મીનું (મદ ભાનૈ) અભિમાન કરતો
નથી, (બલકૌ) શક્તિનું (મદ ભાનૈ) અભિમાન કરતો નથી,
(તપકૌ) તપનું (મદ ન) અભિમાન કરતો નથી, (જુ) અને
૮૨ ][ છ ઢાળા

Page 83 of 205
PDF/HTML Page 105 of 227
single page version

background image
(પ્રભુતાકૌ) ઐશ્વર્ય-મોટાઈનો (મદ ન કરૈ) ઘમંડ કરતો નથી
(સો) તે (નિજ) પોતાના આત્માને (જાનૈ) ઓળખે છે; [જો જીવ
તેનું] (મદ) અભિમાન (ધારૈ) કરે છે તો (યહી) એ ઉપર કહેલ
મદ (વસુ) આઠ (દોષ) દોષરૂપે થઈને, (સમકિતકૌ) સમ્યક્ત્વ-
સમ્યગ્દર્શનમાં (મલ) દોષ (ઠાનૈ) કરે છે.
ભાવાર્થપિતાના ગોત્રને કુળ અને માતાના ગોત્રને
જાતિ કહે છે. (૧) પિતા વગેરે પિતૃપક્ષના રાજા વગેરે પ્રતાપી
પુરુષ હોવાથી, (હું રાજકુમાર છું વગેરે) અભિમાન કરવું તે
કુળમદ છે. (૨) મામા વગેરે માતૃપક્ષના રાજા વગેરે પ્રતાપી
વ્યક્તિ હોવાનું અભિમાન કરવું તે જાતિમદ છે. (૩) શરીરની
સુંદરતાનો ગર્વ કરવો તે રૂપમદ છે. (૪) પોતાની વિદ્યા (કલા-
કૌશલ્ય અથવા શાસ્ત્રજ્ઞાન)નું અભિમાન કરવું તે જ્ઞાન (વિદ્યા)
મદ છે. (૫) પોતાના ધન-દૌલતનો ગર્વ કરવો તે ધન
(ૠદ્ધિ)નો મદ છે. (૬) પોતાના શરીરની તાકાતનો ગર્વ કરવો
તેને બલમદ કહે છે. (૭) પોતાના વ્રત, ઉપવાસ વગેરે તપનો
ગર્વ કરવો તે તપમદ છે તથા (૮) પોતાની મોટાઈ અને
આજ્ઞાનું અભિમાન કરવું તે પ્રભુતા (પૂજા) મદ કહેવાય છે. ૧-
કુલ, ૨-જાતિ, ૩-રૂપ (શરીર), ૪-જ્ઞાન (વિદ્યા), ૫-ધન
(ૠદ્ધિ), ૬-બલ, ૭-તપ, ૮-પ્રભુતા (પૂજા) આ આઠ મદદોષ
કહેવાય છે. જે જીવ આ આઠનો ગર્વ કરતો નથી તે જ જીવ
આત્માની પ્રતીતિ (શુદ્ધ સમ્યક્ત્વની પ્રાપ્તિ) કરી શકે છે. જો
તેનો ગર્વ કરે છે તો એ મદ સમ્યગ્દર્શનના આઠ દોષ થઈને
તેને દૂષિત કરે છે. (૧૩ ઉત્તરાર્ધ તથા ૧૪ પૂર્વાર્ધ.)
ત્રીજી ઢાળ ][ ૮૩

Page 84 of 205
PDF/HTML Page 106 of 227
single page version

background image
ગાથા ૧૪ (ઉત્તરાર્ધા)
છ અનાયતન દોષ અને ત્રણ મૂઢતા દોષ
કુગુરુ-કુદેવ-કુવૃષસેવકકી, નહિં પ્રશંસ ઉચરૈ હૈ,
જિનમુનિ જિનશ્રુત વિન કુગુરાદિક, તિન્હૈં ન નમન કરે હૈં. ૧૪.
અન્વયાર્થ[સમ્યગ્દ્રષ્ટિ જીવ] (કુગુરુ-કુદેવ-કુવૃષસેવકકી)
કુગુરુ, કુદેવ, કુધર્મ, કુગુરુસેવક, કુદેવસેવક અને કુધર્મસેવકની
(પ્રશંસ) પ્રશંસા (નહિં ઉચરૈ હૈ) કરતો નથી. (જિન) જિનેન્દ્રદેવ
(મુનિ) વીતરાગ મુનિ [અને] (જિનશ્રુત) જિનવાણી (વિન)
સિવાય [જે] (કુગુરાદિક) કુગુરુ, કુદેવ, કુધર્મ (તિન્હૈં) તેને
(નમન) નમસ્કાર (ન કરે હૈ) કરતો નથી.
ભાવાર્થ૧-કુગુરુ, ૨-કુદેવ, ૩-કુધર્મ, ૪-કુગુરુસેવક,
૫-કુદેવસેવક, અને ૬-કુધર્મસેવક, એ છ અનાયતન (ધર્મના
અસ્થાન) દોષ કહેવાય છે. તેની ભક્તિ, વિનય અને પૂજન વગેરે
તો દૂર રહો પણ સમ્યગ્દ્રષ્ટિ જીવ તેની પ્રશંસા પણ કરતા નથી,
કારણ કે તેની પ્રશંસા કરવાથી પણ સમ્યક્ત્વમાં દોષ લાગે છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવ જિનેન્દ્રદેવ, વીતરાગ મુનિ અને જિનવાણી
સિવાય કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર વગેરેને [ભય, આશા, લોભ
અને સ્નેહ વગેરેથી પણ] નમસ્કાર કરતા નથી, કારણ કે તેને
નમસ્કાર કરવામાત્રથી પણ સમ્યક્ત્વ દૂષિત થઈ જાય છે અર્થાત્
કુગુરુ-સેવા કુદેવ-સેવા અને કુધર્મ-સેવા એ ત્રણ સમ્યક્ત્વના
મૂઢતા નામના દોષ છે. ૧૪.
૮૪ ][ છ ઢાળા

Page 85 of 205
PDF/HTML Page 107 of 227
single page version

background image
અવ્રતી સમ્યગ્દ્રષ્ટિની £ન્દ્ર વગેરેથી પૂજા અને
ગૃહસ્થપણામાં અપ્રીતિ
દોષરહિત ગુણસહિત સુધી જે, સમ્યગ્દરશ સજૈ હૈં,
ચરિતમોહવશ લેશ ન સંજમ, પૈ સુરનાથ જજૈ હૈં;
ગેહી પૈ ગૃહમેં ન રચૈં, જ્યોં જલતૈં ભિન્ન કમલ હૈ,
નગરનારિકો પ્યાર યથા, કાદેમેં હેમ અમલ હૈ.
૧૫.
ત્રીજી ઢાળ ][ ૮૫
અન્વયાર્થ(જે) જે (સુધી) બુદ્ધિમાન પુરુષ [ઉપર
કહેલાં] (દોષરહિત) પચીશ દોષ રહિત [અને] (ગુણસહિત)
નિઃશંકાદિ આઠ ગુણો સહિત (સમ્યગ્દરશ) સમ્યગ્દર્શનથી (સજૈ
હૈં) ભૂષિત છે [તેને] (ચરિતમોહવશ) અપ્રત્યાખ્યાનાવરણીય
ચારિત્રમોહનીય કર્મના ઉદયના વશે (લેશ) જરાપણ (સંજમ)
સંયમ (ન) નથી (પૈ) તોપણ (સુરનાથ) દેવોના સ્વામી ઇન્દ્ર
[તેની] (જજૈ હૈં) પૂજા કરે છે, [તે જોકે] (ગેહી) ગૃહસ્થ છે
(પૈ) તોપણ (ગૃહમેં) ઘરમાં (ન રચૈં) રાચતા નથી. (જ્યોં) જેવી
રીતે (કમલ) કમળ (જલતૈં) પાણીથી (ભિન્ન) અલગ [તથા]
(યથા) જેમ (કાદેમેં) કીચડમાં (હેમ) સુવર્ણ (અમલ) શુદ્ધ (હૈ)
રહે છે; [તેમ તેનો ઘરમાં] (નગરનારિકો) વેશ્યાના (પ્યાર યથા)
પ્રેમની માફક (પ્યાર) [હોય છે.]

Page 86 of 205
PDF/HTML Page 108 of 227
single page version

background image
ભાવાર્થજે વિવેકી, ૨૫ દોષરહિત અને અંગરૂપ ૮
ગુણસહિત સમ્યગ્દર્શન ધારણ કરે છે તેને અપ્રત્યાખ્યાનાવરણીય
કષાયના તીવ્ર ઉદયમાં જોડાવાથી જોકે સંયમભાવ લેશમાત્ર પણ
હોતો નથી તોપણ ઇન્દ્ર વગેરે તેની પૂજા (આદર) કરે છે. જેવી
રીતે પાણીમાં રહેવા છતાં કમળ પાણીથી અલિપ્ત રહે છે તેવી
રીતે સમ્યગ્દ્રષ્ટિ ઘરમાં રહે છે તોપણ ગૃહસ્થપણામાં લેપાઈ જતો
નથી, નિર્મોહ (ઉદાસી) રહે છે. જેવી રીતે વેશ્યાનો
પ્રેમ ફક્ત
પૈસામાં જ હોય છે, મનુષ્ય ઉપર હોતો નથી તેવી રીતે તે
સમ્યગ્દ્રષ્ટિનો પ્રેમ સમ્યક્ત્વમાં જ હોય છે પણ ગૃહસ્થપણામાં
હોતો નથી. વળી જેવી રીતે સોનું કાદવમાં પડ્યું રહે છે છતાં
નિર્મળ અને જુદું જ રહે છે તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવ જોકે
ગૃહસ્થદશામાં રહે છે તોપણ તેમાં રાચતો નથી, કારણ કે તે એને
ત્યાજ્ય
(છોડવાયોગ્ય) માને છે.
સમ્યક્ત્વનો મહિમા, સમ્યગ્દ્રષ્ટિના અનુત્પત્તિસ્થાન તથા
સર્વોત્તમ સુખ અને સર્વધાર્મનું મૂળ
પ્રથમ નરક વિન ષટ્ ભૂ જ્યોતિષ વાન ભવન ષંઢ નારી,
થાવર વિકલત્રય પશુમેં નહિ, ઉપજત સમ્યક્ધારી;
૮૬ ][ છ ઢાળા
અહીં વેશ્યાના પ્રેમ સાથે ફક્ત અલિપ્તતા માત્રની સરખામણી છે.
२ विषयासक्तः अपि सदा सर्वारम्भेषु वर्तमानः अपि
मोहविलासः एषः इति सर्वं मन्यते हेयं ।।३१४।।
(સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા)
રોગીને ઔષધિસેવન અને કેદીને કારાગૃહ, એ પણ આના દ્રષ્ટાંત છે.

Page 87 of 205
PDF/HTML Page 109 of 227
single page version

background image
તીનલોક તિહુંકાલ માહિં નહિં, દર્શન-સો સુખકારી,
સકલ ધરમકો મૂલ યહી, ઇસ બિન કરની દુખકારી.૧૬.
ત્રીજી ઢાળ ][ ૮૭
અન્વયાર્થ(સમ્યક્ધારી) સમ્યગ્દ્રષ્ટિ જીવ (પ્રથમ નરક
વિન) પહેલી નરક સિવાય (ષટ્ ભૂ) બાકીની છ નરકો વિશે,
(જ્યોતિષ) જ્યોતિષી દેવોમાં, (વાન) વ્યંતર દેવોમાં, (ભવન)
ભવનવાસી દેવોમાં, (ષંઢ) નપુંસકોમાં, (નારી) સ્ત્રીઓમાં,
(થાવર) પાંચ સ્થાવરોમાં, (વિકલત્રય) દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને
ચતુરિન્દ્રિય જીવોમાં તથા (પશુમેં) કર્મભૂમિના પશુઓમાં (નહિ
ઉપજત) ઊપજતાં નથી. (તીનલોક) ત્રણ લોક (તિહુંકાલ) ત્રણ
કાળમાં (દર્શન સો) સમ્યગ્દર્શન જેવું (સુખકારી) સુખદાયક
(નહિ) બીજું કાંઈ નથી, (યહી) આ સમ્યગ્દર્શન જ (સકલ
ધરમકો) બધા ધર્મોનું (મૂલ) મૂળ છે; (ઇસ બિન) આ
સમ્યગ્દર્શન વિના (કરની) સમસ્ત ક્રિયાઓ (દુખકારી)
દુઃખદાયક છે.

Page 88 of 205
PDF/HTML Page 110 of 227
single page version

background image
ભાવાર્થસમ્યગ્દ્રષ્ટિ જીવ આયુ પૂર્ણ થતાં જ્યારે મરે છે
ત્યારે બીજાથી સાતમી નરકના નારકી, જ્યોતિષી, વ્યંતર,
ભવનવાસી, નપુંસક, સર્વ પ્રકારની સ્ત્રી, એકેન્દ્રિય, બેઇન્દ્રિય,
ત્રણઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને કર્મભૂમિના પશુ થતા નથી; (નીચ
ફળવાળા, ઓછા અંગવાળા, અલ્પાયુવાળા અને દરિદ્રી થતા
નથી;) વિમાનવાસી દેવ, ભોગભૂમિના મનુષ્ય અથવા તિર્યંચ જ
થાય છે. કર્મભૂમિના તિર્યંચ પણ થતાં નથી. કદાચ નરકમાં
* જાય
તો પહેલી નરકથી નીચે જતાં નથી. ત્રણ લોક અને ત્રણ કાળમાં
સમ્યગ્દર્શન જેવી સુખદાયક બીજી કોઈ વસ્તુ નથી. આ
સમ્યગ્દર્શન જ સર્વ ધર્મોનું મૂળ છે. આ વિના જેટલા ક્રિયાકાંડ
છે તે બધાં દુઃખદાયક હોય છે. ૧૬.
સમ્યગ્દર્શન વિના જ્ઞાન અને ચારિત્રનું મિથ્યાપણું
મોક્ષમહલકી પરથમ સીઢી, યા વિન જ્ઞાન-ચરિત્રા,
સમ્યક્તા ન લહે, સો દર્શન ધારો ભવ્ય પવિત્રા;
‘દૌલ’ સમઝ઼ સુન ચેત સયાને, કાલ વૃથા મત ખોવૈ,
યહ નરભવ ફિર મિલન કઠિન હૈ, જો સમ્યક્ નહિં હોવૈ. ૧૭.
૮૮ ][ છ ઢાળા
*આવી અવસ્થામાં સમ્યગ્દ્રષ્ટિની પહેલી નરકના નપુંસકોમાં પણ
ઉત્પત્તિ થાય છે; એનાથી જુદા બીજા નપુંસકોમાં તેની ઉત્પત્તિ થવાનો
નિષેધ છે.
નોંધઃજે જીવ સમ્યક્ત્વ પામ્યા પહેલાં, આગામી પર્યાયની નરક ગતિ
(આયુ) બાંધે છે તે જીવ આયુ પૂર્ણ થવાથી જ્યારે મરણ પામે છે ત્યારે
નરકગતિમાં પણ ઉત્પન્ન થાય છે; પણ ત્યાં તેની સ્થિતિ (આયુષ્ય)
અલ્પ થઈ જાય છે. જેવી રીતે શ્રેણિક રાજા સાતમી નરકનું આયુષ્ય

Page 89 of 205
PDF/HTML Page 111 of 227
single page version

background image
ત્રીજી ઢાળ ][ ૮૯
અન્વયાર્થ[આ સમ્યગ્દર્શન જ] (મોક્ષમહલકી) મોક્ષરૂપી
મહેલનું (પરથમ) પહેલું (સીઢી) પગથિયું છે, (યા વિન) આ
સમ્યગ્દર્શન વિના (જ્ઞાન-ચરિત્રા) જ્ઞાન અને ચારિત્ર (સમ્યક્તા)
સાચાપણું (ન લહૈ) પામતા નથી; તેથી (ભવ્ય) હે ભવ્ય જીવો
!
(સો) આવા (પવિત્રા) પવિત્ર (દર્શન) સમ્યગ્દર્શનને (ધારો) ધારણ
કરો, (સયાને દૌલ) હે સમજુ દૌલતરામ
! (સુન) સાંભળ, (સમઝ઼)
જાણ અને (ચેત) સાવધાન રહે, (કાળ) તારો વખત (વૃથા)
નકામો-બિનજરૂરી (મત ખોવૈ) ગુમાવ નહિ; [કારણ કે] (જો) જો
(સમ્યક્) સમ્યગ્દર્શન (નહિ હોવૈ) ન થયું તો (યહ) આ (નરભવ)
મનુષ્ય પર્યાય (ફિર) ફરીને (મિલન) મળવી (કઠિન હૈ) મુશ્કેલ છે.
ભાવાર્થ*સમ્યગ્દર્શન જ મોક્ષરૂપી મહેલમાં ચડવાને
બાંધ્યા પછી સમકિત પામ્યા હતા તેથી, જોકે તેને નરકમાં તો જવું
પડ્યું પણ આયુષ્ય સાતમી નરકથી ઓછું થઈને પહેલી નરકનું જ રહ્યું
એ રીતે જે જીવ સમ્યગ્દર્શન પામ્યા પહેલાં તિર્યંચ વા મનુષ્ય આયુનો
બંધ કરે છે તે ભોગભૂમિમાં જાય છે પરંતુ કર્મભૂમિમાં તિર્યંચ અથવા
મનુષ્યપણે ઉપજે નહિ.
*સમ્યગ્દ્રષ્ટિ જીવ કી, નિશ્ચય કુગતિ ન હોય,
પૂર્વબંધ તેં હોય તો, સમ્યક્ દોષ ન કોય.

Page 90 of 205
PDF/HTML Page 112 of 227
single page version

background image
માટે પહેલું પગથિયું છે. આ વિના જ્ઞાન અને ચારિત્ર સમ્યક્પણાને
પામતાં નથી, એટલે કે જ્યાં સુધી સમ્યક્દર્શન ન થાય ત્યાં સુધી
જ્ઞાન તે મિથ્યાજ્ઞાન અને ચારિત્ર તે મિથ્યાચારિત્ર કહેવાય છે,
સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર કહેવાતાં નથી. માટે દરેક આત્મ-
હિતેચ્છુએ આવું પવિત્ર સમ્યગ્દર્શન અવશ્ય ધારણ કરવું જોઈએ.
પંડિત દૌલતરામજી પોતાના આત્માને સંબોધીને કહે છે કે, હે
વિવેકી આત્મા
! તું આવા પવિત્ર સમ્યગ્દર્શનના સ્વરૂપને જાતે
સાંભળીને બીજા અનુભવી જ્ઞાની પાસેથી પ્રાપ્ત કરવામાં સાવધાન
થા, તારા અમૂલ્ય મનુષ્યજીવનને ફોગટ ન ગુમાવ. આ જન્મમાં
જ જો સમ્યક્ત્વ ન પામી શક્યો તો પછી મનુષ્ય પર્યાય વગેરે
સારા યોગ ફરીફરી પ્રાપ્ત થતા નથી. ૧૭.
ત્રીજી ઢાળનો સારાંશ
આત્માનું કલ્યાણ, સુખ પ્રાપ્ત કરવામાં છે. આકુળતા (ચિંતા,
ક્લેશ)નું મટી જવું તે સાચું સુખ છે. મોક્ષ જ સુખરૂપ છે; એટલા
માટે દરેક આત્મહિતેચ્છુએ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
નિશ્ચયસમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન-સમ્યક્ચારિત્ર એ ત્રણેની
એકતા મોક્ષમાર્ગ કહેવાય છે. તેનું કથન બે પ્રકારે છે. નિશ્ચય-
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તો ‘ખરેખર’ મોક્ષમાર્ગ છે અને
વ્યવહારસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ નથી પણ ખરેખર
બંધમાર્ગ છે; પણ નિશ્ચયમોક્ષમાર્ગમાં સહચર હોવાથી તેને
વ્યવહારમોક્ષમાર્ગ કહેવાય છે.
આત્માનું પરદ્રવ્યોથી ભિન્નપણાનું યથાર્થ શ્રદ્ધાન તે
૯૦ ][ છ ઢાળા

Page 91 of 205
PDF/HTML Page 113 of 227
single page version

background image
નિશ્ચયસમ્યગ્દર્શન અને આત્માનું પરદ્રવ્યોથી ભિન્નપણાનું યથાર્થ
જ્ઞાન તે નિશ્ચયસમ્યગ્જ્ઞાન છે. પરદ્રવ્યોનું આલંબન છોડીને આત્મ-
સ્વરૂપમાં લીન થવું તે નિશ્ચય સમ્યક્ચારિત્ર છે. તથા સાતે તત્ત્વોનું
જેમ છે તેમ ભેદરૂપ અટળ શ્રદ્ધાન કરવું તે વ્યવહાર સમ્યગ્દર્શન
કહેવાય છે. જોકે સાત તત્ત્વોના ભેદની અટળ શ્રદ્ધા શુભરાગ છે
તેથી તે ખરેખર સમ્યગ્દર્શન નથી પણ નીચલી દશામાં ચોથા-
પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનમાં નિશ્ચયસમકિતની સાથે સહચર હોવાથી
તે વ્યવહારસમ્યગ્દર્શન કહેવાય છે.
૮ મદ, ૩ મૂઢતા, ૬ અનાયતન અને શંકા વગેરે ૮;
૨૫ સમ્યક્ત્વના દોષ છે; તથા નિઃશંકિત વગેરે ૮, સમ્યક્ત્વના
અંગ (ગુણ) છે, એને સારી રીતે જાણીને દોષોનો ત્યાગ અને
ગુણોનું ગ્રહણ કરવું જોઈએ.
જે વિવેકી જીવ નિશ્ચયસમ્યક્ત્વને ધારણ કરે છે તેને
કમજોરી છે ત્યાં સુધી પુરુષાર્થની મંદતાના કારણે જોકે જરા પણ
સંયમ હોતો નથી, તોપણ તે ઇન્દ્રાદિક દ્વારા પૂજાય છે. ત્રણલોક
અને ત્રણકાળમાં નિશ્ચયસમ્યક્ત્વ સમાન સુખકારી બીજી કોઈ
વસ્તુ નથી. બધાં ધર્મોનું મૂળ, સાર અને મોક્ષમાર્ગનું પહેલું
પગથિયું આ સમ્યક્ત્વ જ છે, તેના વિના જ્ઞાન અને ચારિત્ર
સમ્યક્પણું પામતાં નથી પણ મિથ્યા કહેવાય છે.
આયુષ્યનો બંધ થયા પહેલાં સમ્યક્ત્વ ધારણ કરનાર જીવ
મરણ પામ્યા પછી બીજા ભવમાં નારકી, જ્યોતિષી, વ્યંતર,
ભવનવાસી, નપુંસક, સ્ત્રી, સ્થાવર, વિકલત્રય, પશુ, હીનાંગ,
નીચકુળવાળો, અલ્પાયુ અને દરિદ્રી થતો નથી; મનુષ્ય અને
ત્રીજી ઢાળ ][ ૯૧

Page 92 of 205
PDF/HTML Page 114 of 227
single page version

background image
તિર્યંચ સમ્યગ્દ્રષ્ટિ મરીને વૈમાનિકદેવ થાય છે, દેવ અને નારકી
સમ્યગ્દ્રષ્ટિ મરીને કર્મભૂમિમાં ઉત્તમ ક્ષેત્રે મનુષ્ય જ થાય છે. જો
સમ્યગ્દર્શન થયા પહેલાં ૧-દેવ, ૨-મનુષ્ય, ૩-તિર્યંચ, કે
૪-નરકનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો, તે મરીને-વૈમાનિક દેવ,
૨-ભોગભૂમિમાં મનુષ્ય, ૩-ભોગભૂમિનો તિર્યંચ, કે ૩-પહેલી
નરકનો નારકી થાય છે આથી અધિક નીચેના સ્થાનમાં જન્મતા
નથી. આ પ્રમાણે નિશ્ચયસમ્યગ્દર્શનનો મહિમા અપાર છે.
માટે દરેક આત્મહિતેચ્છુએ સત્શાસ્ત્રનો સ્વાધ્યાય, તત્ત્વચર્ચા,
સત્સમાગમ તથા યથાર્થ તત્ત્વવિચાર વડે નિશ્ચયસમ્યગ્દર્શન પ્રાપ્ત
કરવું જોઈએ, કેમકે જો આ મનુષ્ય પર્યાયમાં નિશ્ચયસમકિત ન
પામ્યો તો પછી ફરીને મનુષ્યપર્યાયપ્રાપ્તિ વગેરેનો સુયોગ મળવો
કઠણ છે.
ત્રીજી ઢાળનો ભેદ-સંગ્રહ
અચેતન દ્રવ્યોઃપુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ.
અંતરંગ પરિગ્રહઃ૪ કષાય, ૯ નોકષાય, ૧ મિથ્યાત્વ.
આસ્રવઃ૫ મિથ્યાત્વ, ૧૨ અવિરતિ, ૨૫ કષાય, ૧૫ યોગ.
કારણઃઉપાદાન અને નિમિત્ત.
દ્રવ્યકર્મઃજ્ઞાનાવરણ વગેરે આઠ.
નોકર્મઃઔદારિક, વૈક્રિયિક અને આહારકાદિ શરીર.
પરિગ્રહઃઅંતરંગ અને બહિરંગ.
પ્રમાદઃ૪ વિકથા, ૪ કષાય, ૫ ઇન્દ્રિય, ૧ નિદ્રા, ૧ પ્રણય
(સ્નેહ).
૯૨ ][ છ ઢાળા

Page 93 of 205
PDF/HTML Page 115 of 227
single page version

background image
બહિરંગ પરિગ્રહઃક્ષેત્ર, મકાન, રૂપું, સોનું, ધન, ધાન્ય, દાસી,
દાસ, કપડાં અને વાસણએ દસ છે.
ભાવકર્મઃમિથ્યાત્વ, રાગ, દ્વેષ, ક્રોધ, વગેરે.
મદઃઆઠ પ્રકારના છેઃ
જાતિ લાભ કુલ રૂપ તપ, બલ વિદ્યા અધિકાર;
ઇનકો ગર્વ ન કીજિયે, એ મદ અષ્ટ પ્રકાર.
મિથ્યાત્વઃવિપરીત, એકાંત, વિનય, સંશય અને અજ્ઞાન.
રસઃખાટો, મીઠો, કડવો, તીખો અને કષાયેલો.
રૂપ (રંગ)ઃકાળો, પીળો, લીલો, લાલ અને સફેદ એ પાંચ.
સ્પર્શઃહલકો, ભારે, લૂખો, ચીકણો, કર્કશ, સુંવાળો, ઠંડો અને
ગરમએ આઠ સ્પર્શ છે.
ત્રીજી ઢાળનો લક્ષણ-સંગ્રહ
અનાયતનઃસમ્યક્ત્વનો નાશ કરનાર કુદેવાદિની પ્રશંસા કરવી તે.
અનુકંપાઃપ્રાણી માત્ર ઉપર દયાનો ભાવ.
અરિહંતઃચાર ઘાતિકર્મો રહિત, અનંતચતુષ્ટયસહિત વીતરાગી
અને કેવળજ્ઞાની પરમાત્મા.
અલોકઃજ્યાં આકાશ સિવાયના દ્રવ્યો નથી એવી જગ્યા.
અવિરતિઃપાપોમાં પ્રવૃત્તિ.
અવિરત સમ્યગ્દ્રષ્ટિઃસમ્યગ્દર્શન સહિત, પરંતુ વ્રતરહિત એવા
ચોથા ગુણસ્થાનવર્તી જીવ.
ત્રીજી ઢાળ ][ ૯૩

Page 94 of 205
PDF/HTML Page 116 of 227
single page version

background image
આસ્તિક્યઃપુણ્ય અને પાપ તથા પરમાત્મા પ્રત્યેનો વિશ્વાસ તે
આસ્તિક્ય કહેવાય છે.
કષાયઃજે આત્માને દુઃખ આપે, ગુણના વિકાસને રોકે તથા
પરતંત્ર કરે તે.
ગુણસ્થાનઃમોહ અને યોગના સદ્ભાવ કે અભાવથી આત્માના
ગુણ (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર)ની હીનાધિકતા અનુસાર
થવાવાળી અવસ્થાઓને ગુણસ્થાન કહેવાય છે.
(વરાંગચરિત્ર પા. ૩૬૨)
ઘાતિયાઃઅનંતચતુષ્ટયને રોકવામાં નિમિત્તરૂપ કર્મને ઘાતિયા
કહેવાય છે.
ચારિત્રમોહઃઆત્માના ચારિત્રને રોકવામાં નિમિત્ત મોહનીય કર્મો.
જિનેન્દ્રઃચાર ઘાતિયા કર્મોને જીતીને કેવળજ્ઞાનાદિ અનંત-
ચતુષ્ટય પ્રગટ કરનાર પરમાત્મા.
દેવમૂઢતાઃભય, આશા, સ્નેહ, લોભવશ, રાગી-દ્વેષી દેવોની
સેવા કરવી તે, વંદન-નમસ્કાર કરવા તે.
દેશવ્રતીઃશ્રાવકના વ્રતોને ધારણ કરનાર સમ્યગ્દ્રષ્ટિ પાંચમા
ગુણસ્થાને વર્તતા જીવ.
નિમિત્તકારણઃજે પોતે કાર્યરૂપ ન થાય, પણ કાર્યની ઉત્પત્તિ
વખતે અનુકૂલ હાજરરૂપઉપસ્થિત કારણ.
નોકર્મઃઔદારિક વગેરે શરીર તથા છ પર્યાપ્તિઓને યોગ્ય
પુદ્ગલપરમાણુઓ નોકર્મ કહેવાય છે.
૯૪ ][ છ ઢાળા

Page 95 of 205
PDF/HTML Page 117 of 227
single page version

background image
પાખંડી મૂઢતાઃરાગી-દ્વેષી અને વસ્ત્રાદિ પરિગ્રહધારી, ખોટા
અને કુલિંગી સાધુઓની સેવા કરવી, તથા વંદન
નમસ્કાર કરવા તે.
પુદ્ગલઃજે પુરાય અને ગળે અર્થાત્ પરમાણુઓ બંધ સ્વભાવી
હોવાથી ભેગા થાય અને છૂટા પડે છે તેથી તે પુદ્ગલ
કહેવાય છે; અથવા રૂપ, રસ, ગંધ અને સ્પર્શ જેનામાં
હોય તે પુદ્ગલ છે.
પ્રમાદઃસ્વરૂપમાં અસાવધાનતાપૂર્વક પ્રવૃત્તિ અથવા ધાર્મિક-
કાર્યોમાં અનુત્સાહ.
પ્રશમઃઅનંતાનુબંધી કષાયના અંતપૂર્વક બાકીના કષાયોનું
અંશરૂપે મંદ થવું તે. (પંચાધ્યાયી ગા. ૪૨૮)
ભાવકર્મઃમિથ્યાત્વ, રાગ-દ્વેષ વગેરે જીવના મલિન ભાવ.
મદઃઅહંકાર, ઘમંડ.
મિથ્યાદ્રષ્ટિઃતત્ત્વોની ઊંધી શ્રદ્ધા કરવાવાળા.
લોકમૂઢતાઃધર્મ સમજીને જળાશયોમાં સ્નાન કરવું તથા રેતી
પથ્થર વગેરેનો ઢગલો કરવોએ વગેરે કાર્યો.
વિશેષ ધર્મઃજે ધર્મ અમુક ખાસ દ્રવ્યમાં જ રહે તેને વિશેષ
ધર્મ કહે છે.
શુદ્ધોપયોગઃશુભ અને અશુભ રાગદ્વેષની પરિણતિથી રહિત
સમ્યગ્દર્શન-જ્ઞાનસહિત ચારિત્રની સ્થિરતા.
સામાન્યઃઅનેક દ્રવ્યોમાં સમાનતાથી રહેલા ધર્મને સામાન્ય કહે
છે. અથવા દરેક વસ્તુમાં ત્રિકાળી દ્રવ્યગુણરૂપ, અભેદ
ત્રીજી ઢાળ ][ ૯૫

Page 96 of 205
PDF/HTML Page 118 of 227
single page version

background image
એકરૂપ ભાવને સામાન્ય કહે છે.
સિદ્ધઃઆઠ ગુણો સહિત તથા આઠ કર્મો અને શરીરરહિત
પરમેષ્ઠી.
સંવેગઃસંસારથી ભય થવો અને ધર્મ તથા ધર્મના ફળમાં પરમ
ઉત્સાહ થવો, તથા સાધર્મી અને પંચપરમેષ્ઠીમાં પ્રીતિ,
તેને પણ સંવેગ કહે છે.
નિર્વેદઃસંસાર, શરીર અને ભોગમાં સમ્યક્પ્રકારે ઉદાસીનપણું
અર્થાત્ વૈરાગ્ય.
અંતર-પ્રદર્શન
૧. અનાયતનમાં તો કુદેવ વગેરેની પ્રશંસા કરવામાં આવે છે; પણ
મૂઢતામાં તો તેમની સેવા, પૂજા અને વિનય કરવામાં આવે છે.
૨. માતાના વંશને જાતિ કહેવામાં આવે છે અને પિતાના વંશને
કુળ કહેવાય છે.
૩. ધર્મદ્રવ્ય તો છ દ્રવ્યમાનું એક દ્રવ્ય છે, અને ધર્મ તે વસ્તુનો
સ્વભાવ અથવા ગુણ છે.
૪. નિશ્ચયનય વસ્તુના અસલી સ્વરૂપને બતાવે છે. વ્યવહારનય
સ્વદ્રવ્ય-પરદ્રવ્ય વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિકને
કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે. માટે એવા જ શ્રદ્ધાનથી
મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો.
(મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી પા. ૨૫૫)
૫. નિકલ પરમાત્મા આઠે કર્મોથી રહિત છે અને સકલ પરમાત્માને
ચાર અઘાતિ કર્મો હોય છે.
૯૬ ][ છ ઢાળા

Page 97 of 205
PDF/HTML Page 119 of 227
single page version

background image
૬. સામાન્ય ધર્મ તો અનેક વસ્તુમાં રહે છે, પરંતુ વિશેષ ધર્મ
તો ખાસ અમુક વસ્તુમાં જ રહે છે.
૭. સમ્યગ્દર્શન તો અંગી છે અને નિઃશંકિત અંગ તેનું એક અંગ
છે.
ત્રીજી ઢાળની પ્રશ્નાવલી
૧. અજીવ, અધર્મ, અનાયતન, અલોક, અંતરાત્મા, અરિહંત,
આકાશ, આત્મા, આસ્રવ, આઠ અંગ, આઠ મદ, ઉત્તમ
અંતરાત્મા, ઉપયોગ, કષાય, કાળ, કુળ, ગંધ, ચારિત્રમોહ
જઘન્ય અંતરાત્મા, જાતિ, જીવ, મદ, દેવમૂઢતા, દ્રવ્યકર્મ,
નિકલ, નિશ્ચયકાળ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-મોક્ષમાર્ગ,
નિર્જરા, નોકર્મ, પરમાત્મા, પાખંડી મૂઢતા, પુદ્ગલ,
બહિરાત્મા, બંધ, મધ્યમ અંતરાત્મા, મૂઢતા, મોક્ષ, મોક્ષમાર્ગ,
રસ, રૂપ, લોકમૂઢતા, વિશેષ, વિકલત્રય, વ્યવહારકાળ,
સમ્યગ્દર્શન-મોક્ષમાર્ગ, શમ, સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર, સુખ,
સકલ પરમાત્મા, સંવર, સામાન્ય, સિદ્ધ અને સ્પર્શ વગેરેના
લક્ષણ બતાવો.
૨. અનાયતન અને મૂઢતામાં, જાતિ અને કુળમાં, ધર્મ અને
ધર્મદ્રવ્યમાં, નિશ્ચય અને વ્યવહારમાં, સકલ અને નિકલમાં,
સમ્યગ્દર્શન અને નિઃશંકિત અંગમાં તથા સામાન્ય અને
વિશેષ એ વગેરેમાં અંતર (તફાવત) બતાવો.
૩. અણુવ્રતીનો આત્મા, આત્મહિત, ચેતન દ્રવ્ય, નિરાકુળ
અવસ્થા અથવા સ્થાન, સાત તત્ત્વો બધાનો સાર, બધાનું
મૂળ, સર્વોત્તમ ધર્મ, સમ્યગ્દ્રષ્ટિ માટે નમસ્કારને અયોગ્ય
ત્રીજી ઢાળ ][ ૯૭

Page 98 of 205
PDF/HTML Page 120 of 227
single page version

background image
અને હેય-ઉપાદેય તત્ત્વોનાં નામ કહો.
૪. અઘાતિયા, અંગ, અજીવ, અનાયતન, અંતરાત્મા, અંતરંગ-
પરિગ્રહ, અમૂર્તિક દ્રવ્ય, આકાશ, આત્મા, આસ્રવ, અંગ,
કર્મ, કષાય, કારણ, કાળ, કાળદ્રવ્ય, ગંધ, ઘાતિયા, જીવ,
તત્ત્વ, દ્રવ્ય, દુઃખદાયક ભાવ, દ્રવ્યકર્મ, નોકર્મ, પરમાત્મા,
પરિગ્રહ, પુદ્ગલના ગુણ, ભાવકર્મ, પ્રમાદ, બહિરંગ-
પરિગ્રહ, મદ, મિથ્યાત્વ, મૂઢતા, મોક્ષમાર્ગ, યોગ, રૂપી દ્રવ્ય,
રસ, વર્ણ, સમ્યક્ત્વના દોષ અને સમ્યગ્દર્શન-જ્ઞાન-
ચારિત્રના ભેદ બતાવો.
૫. તત્ત્વજ્ઞાન હોવા છતાં પણ અસંયમ, અવ્રતીની પૂજ્યતા,
આત્માનાં દુઃખ, સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર
અને સમ્યગ્દ્રષ્ટિ દ્વારા કુદેવ વગેરેને નમસ્કાર ન કરવા
વગેરેના કારણ બતાવો.
૬. અમૂર્તિક દ્રવ્યો, પરમાત્માના ધ્યાનથી લાભ, મુનિનો આત્મા,
મૂર્તિક દ્રવ્યો, મોક્ષનું સ્થાન અને ઉપાય, બહિરાત્માપણાના
ત્યાગનું કારણ, સાચા સુખનો ઉપાય અને સમ્યગ્દ્રષ્ટિના ન
ઊપજવાનાં સ્થાનો
એ વગેરેનું સ્પષ્ટીકરણ કરો.
૭. અમુક પદ, ચરણ અથવા છંદનો અર્થ અને ભાવાર્થ બતાવો.
ત્રીજી ઢાળનો સારાંશ કહો.
૮. આત્મા, મોક્ષમાર્ગ, જીવ, છ દ્રવ્ય, સમ્યગ્દર્શન અને
સમ્યક્ત્વના દોષ-એ ઉપર લેખ લખો.
=>
૯૮ ][ છ ઢાળા