Chha Dhala (Gujarati). Gatha: 16 (Dhal 1),1 (Dhal 2),2 (Dhal 2),3 (Dhal 2),4 (Dhal 2),5 (Dhal 2),6 (Dhal 2); Sar; Paheli Dhalano Saransh; Paheli Dhalano Bhed-sangrah; Paheli Dhalano Lakshan-sangrah; Antar-pradarshan; Pratham Dhalani Prashnavali; Biji Dhal.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 12

 

Page 19 of 205
PDF/HTML Page 41 of 227
single page version

background image
વિષયોની ઇચ્છારૂપ (દાવાનલ) ભયંકર અગ્નિમાં (દહ્યો) બળી
રહ્યો [અને] (મરત) મરતી વખતે (વિલાપ કરત) રડી રડી
(દુખ) દુઃખો (સહ્યો) સહન કર્યાં.
ભાવાર્થ જ્યારે કોઈ વખત આ પ્રાણીએ અકામ-
નિર્જરા કરી ત્યારે મરીને તે નિર્જરાના પ્રભાવથી (ભવનત્રિક)
ભવનવાસી, વ્યન્તર અને જ્યોતિષી દેવોમાંથી કોઈ એકનું
શરીર ધારણ કર્યું. ત્યાં પણ અન્ય દેવોના વૈભવો દેખી પાંચે
ઇન્દ્રિઓના વિષયોની ઇચ્છારૂપ અગ્નિમાં બળી રહ્યો. તથા
મંદારમાલા કરમાઈ જતી દેખીને અને શરીર તથા
આભૂષણોની કાન્તિ ક્ષીણ થતી દેખીને પોતાનું મરણ નજીક
છે એમ અવધિજ્ઞાન દ્વારા જાણતાં ‘‘હાય! હવે આ ભોગ
મને ભોગવવાને નહિ મળે!’’ એવા વિચારથી રો-રો કરીને
ઘણાં દુઃખો સહન કર્યાં. ૧૫.
પહેલી ઢાળ ][ ૧૯

Page 20 of 205
PDF/HTML Page 42 of 227
single page version

background image
અકામ નિર્જરા એમ સાબિત કરે છે કે કર્મના ઉદય પ્રમાણે
જ જીવ વિકાર કરતો નથી પણ ગમે તેવા કર્મોદય હોવા છતાં
જીવ સ્વયં પુરુષાર્થ કરી શકે છે.
દેવ ગતિમાં વૈમાનિક દેવોનું દુઃખ
જો વિમાનવાસી હૂ થાય, સમ્યગ્દર્શન બિન દુખ પાય;
તઁહતેં ચય થાવર તન ધરૈં, યોં પરિવર્તન પૂરે કરૈં. ૧૬.
અન્વયાર્થઃ(જો) જો (વિમાનવાસી) વૈમાનિકદેવ (હૂ)
પણ (થાય) થયો [તો ત્યાં] (સમ્યગ્દર્શન) સમ્યગ્દર્શન (વિના)
વિના (દુખ) દુઃખ (પાય) પામ્યો [અને] (તઁહતેં) ત્યાંથી (ચય)
મરીને (થાવર તન) સ્થાવરનું શરીર (ધરૈ) ધારણ કરે છે, (યોં)
આવી રીતે [આ જીવ] (પરિવર્તન) પાંચે પરાવર્તન (પૂરે કરે)
પૂરાં કર્યા કરે છે.
ભાવાર્થ આ જીવ વૈમાનિક દેવોમાં પણ ઉત્પન્ન થયો
તોપણ ત્યાં તેણે સમ્યગ્દર્શન વિના દુઃખો ઉઠાવ્યાં અને ત્યાંથી
૨૦ ][ છ ઢાળા

Page 21 of 205
PDF/HTML Page 43 of 227
single page version

background image
*મિથ્યાદ્રષ્ટિ દેવ મરીને એકેન્દ્રિય થાય છે, સમ્યગ્દ્રષ્ટિ નહિ.
પણ મરીને પૃથ્વીકાયિક વગેરે સ્થાવરોના *શરીર ધારણ કર્યાં,
એટલે કે ફરીને તિર્યંચ ગતિમાં જઈ પડ્યો. આ રીતે આ જીવ
સંસારમાં અનાદિ કાળથી રખડ્યા કરે છે, અને પાંચ પરાવર્તન
કરી રહ્યો છે.
સાર
સંસારની કોઈ ગતિ સુખદાયક નથી. નિશ્ચયસમ્યગ્દર્શનથી
જ પંચ પરાવર્તનરૂપ સંસાર પરિત થાય છે. બીજા કોઈ
કારણથી
દયા, દાનાદિના શુભરાગથી સંસાર તૂટે નહિ.
સંયોગો સુખ-દુઃખના કારણ નથી પણ મિથ્યાત્વ (પર સાથે
એકતાબુદ્ધિ-કર્તાબુદ્ધિ, શુભરાગથી ધર્મ થાય એવી માન્યતા) તે
જ દુઃખનું કારણ છે. સમ્યગ્દર્શન સુખનું કારણ છે.
પહેલી ઢાળનો સારાંશ
ત્રણ લોકમાં જે અનંત જીવો છે તે સર્વ સુખ ચાહે છે અને
દુઃખથી ડરે છે. પણ પોતાનું અસલી સ્વરૂપ સમજે તો જ સુખી
થાય. ચાર ગતિના સંયોગ તે દુઃખનું કારણ નથી છતાં પરમાં
એકત્વબુદ્ધિ વડે ઇષ્ટ-અનિષ્ટપણું માની માનીને જીવ એકલો
દુઃખી થાય છે અને ત્યાં કેવા સંયોગના લક્ષે વિકાર કરે છે તે
ટૂંકમાં કહેલ છે.
પહેલી ઢાળ ][ ૨૧

Page 22 of 205
PDF/HTML Page 44 of 227
single page version

background image
તિર્યંચ ગતિનાં દુઃખોનું વર્ણનઆ જીવ નિગોદમાં
અનંતકાળ સુધી રહી ત્યાં એક શ્વાસમાં ૧૮ વાર જન્મ ધારણ
કરીને, જેનું કથન ન થઈ શકે એવું દુઃખ ઉઠાવે છે. ત્યાંથી
નીકળીને બીજા સ્થાવર પર્યાયો પ્રાપ્ત કરે છે. ત્રસ પર્યાય તો
ચિંતામણિરત્ન સમાન ઘણી જ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. ત્યાં પણ
વિકલત્રયના શરીરો ધારણ કરી ઘણું દુઃખ પામે છે. કદાચિત
અસંજ્ઞી પંચેન્દ્રિય થયો તો મન વગર દુઃખ પામે છે. સંજ્ઞી થાય
તોપણ ત્યાં કમજોર પ્રાણી બળવાન પ્રાણી દ્વારા સતાવાય છે.
બળવાન બીજાને દુઃખ આપી ઘણાં પાપનો બંધ કરે છે; તથા
છેદન, ભેદન, ભૂખ, તરસ, શીત, ગરમી વગેરે અકથ્ય દુઃખ
પામે છે.
નરકગતિનું દુઃખજ્યારે કોઈ સમય ખોટા પરિણામથી
મરણ પામે છે તો નરકમાં જઈ પડે છે; ત્યાંની માટીનો એક કણ
પણ અહીં આવી જાય તો અહીંના અનેક ગાઉ સુધીના સંજ્ઞી
પંચેન્દ્રિય જીવો પણ એની દુર્ગંધથી મરી જાય. ત્યાંની જમીનને
અડવાથી જ અસહ્ય દુઃખ થવા લાગે છે. ત્યાં વૈતરણી નદી,
સેમરઝાડ, શરદી, ગરમી અને અન્ન-પાણીના અભાવથી સ્વતઃ
મહાન દુઃખ થાય છે. જ્યારે બિલોમાં ઊંધે માથે લટકે છે ત્યારે
ઘોર દુઃખોનો અનુભવ કરે છે. પછી બીજા નારકી જીવ તેને
દેખતાં જ કૂતરાંની માફક મારપીટ વગેરે કરવા લાગી જાય છે.
ત્રીજી નરક સુધી અમ્બ અને અમ્બરીષ વગેરે નામના સંક્લિષ્ટ
પરિણામી અસુરકુમાર દેવ જઈને અવધિજ્ઞાન દ્વારા પૂર્વના
વિરોધનું સ્મરણ કરાવી અંદરોઅંદર લડાવી મારે છે; ત્યારે
૨૨ ][ છ ઢાળા

Page 23 of 205
PDF/HTML Page 45 of 227
single page version

background image
નારકીઓ દ્વારા ઘાણીમાં પીલાવું, અગ્નિમાં બળવું, કરવતથી
ચીરાવું, કડાઈમાં ઊકળવું, ટુકડેટુકડા કરી નાંખવા વગેરેથી અનંત
દુઃખો ઉઠાવે છે. તોપણ પળ માત્ર સાતા (શાન્તિ) મળતી નથી,
કારણ કે શરીરના ટુકડેટુકડા થવા છતાં પણ પારાંની માફક
ફરીથી જેવું ને તેવું મળી જાય છે. આયુ પૂર્ણ થયા વિના મરણ
થતું નથી. નરકમાં આવાં દુઃખો ઓછામાં ઓછા દશ હજાર વર્ષ
સુધી તો સહન કરવાં જ પડે છે પણ જો ઉત્કૃષ્ટ આયુષ્યનો બંધ
પડ્યો હોય તો તેત્રીસ સાગરોપમ વર્ષ સુધી શરીર છૂટતું નથી.
મનુષ્યગતિનું દુઃખકોઈ વિશેષ પુણ્યકર્મના ઉદયથી આ
જીવ ક્યારેક મનુષ્યપર્યાય પામે છે. ત્યારે નવ માસ તો માતાના
પેટમાં જ કેદ રહે છે, ત્યાં શરીર સંકોચાઈને રહેવાથી ઘણી
તકલીફ પામે છે. બાળપણમાં જ્ઞાન વગર, જુવાનીમાં વિષય-
ભોગોમાં આસક્તિવશ અને ઘડપણમાં ઇન્દ્રિયોની શિથિલતા
અથવા મરણપર્યંત ક્ષયરોગ (ટી.બી.) વગેરેના કારણે આત્મ-
દર્શનથી વિમુખ રહે છે, અને આત્મોદ્ધારનો માર્ગ પામતો નથી.
દેવગતિનું દુઃખજો કોઈ શુભકર્મના ઉદયથી દેવ પણ
થાય છે તો બીજા મોટા દેવોનાં વૈભવ અને સુખ જોઈ હૃદયમાં
દુઃખી થતો રહે છે. કદાચિત
્ વૈમાનિક દેવ પણ થાય તો ત્યાં
પણ જો સમકિત ન પામે તો આત્મિક શાંતિ પામતો નથી. તથા
અંત સમયે મંદારમાળા કરમાઈ જતાં આભૂષણો અને શરીરની
કાંતિ ક્ષીણ થતાં મૃત્યુ નજીક આવ્યું જાણીને ઘણો દુઃખી થાય
છે અને વલખાં મારી મારીને મરે છે. અને પછી એકેન્દ્રિય જીવ
સુદ્ધાં થાય છે એટલે કે ફરીને તિર્યંચગતિમાં જઈ પડે છે. આવી
પહેલી ઢાળ ][ ૨૩

Page 24 of 205
PDF/HTML Page 46 of 227
single page version

background image
રીતે ચારે ગતિઓમાં પ્રાણીને ક્યાંય પણ સુખ અને શાંતિ મળતાં
નથી. આ રીતે પોતાના મિથ્યાભાવોના કારણે નિરંતર સંસાર-
ચક્રમાં પરિભ્રમણ કર્યા જ કરે છે.
પહેલી ઢાળનો ભેદ-સંગ્રહ
એકેન્દ્રિયપૃથ્વીકાયિક જીવ, અપકાયિક જીવ, અગ્નિકાયિક
જીવ, વાયુકાયિક જીવ અને વનસ્પતિકાયિક જીવ.
ગતિમનુષ્યગતિ, તિર્યંચગતિ, દેવગતિ અને નરકગતિ.
જીવસંસારી અને મુક્ત
ત્રસદ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય.
દેવભવનવાસી, વ્યન્તર, જ્યોતિષી અને વૈમાનિક.
પંચેન્દ્રિયસંજ્ઞી અને અસંજ્ઞી.
યોગમન, વચન અને કાયા; અથવા દ્રવ્ય અને ભાવ.
લોકઊર્ધ્વ, મધ્ય અને પાતાળ.
વનસ્પતિસાધારણ અને પ્રત્યેક.
વૈમાનિકકલ્પોત્પન્ન, કલ્પાતીત એ બે ભેદ છે.
સંસારીત્રસ અને સ્થાવર અથવા એકેન્દ્રિય, દ્વીન્દ્રિય,
ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય.
પહેલી ઢાળનો લક્ષણ-સંગ્રહ
અકામનિર્જરાસહન કરવાની અનિચ્છા છતાં રોગ, ક્ષુધાદિ
૨૪ ][ છ ઢાળા

Page 25 of 205
PDF/HTML Page 47 of 227
single page version

background image
સહન કરે છે. કર્મના તીવ્ર ઉદયમાં ન જોડાતાં
જીવ પુરુષાર્થ વડે મંદ કષાયરૂપ પરિણમે તે.
અગ્નિકાયિકઅગ્નિ જ જેનું શરીર હોય છે એવો જીવ.
અસંજ્ઞીશિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિરહિત પ્રાણી
અસંજ્ઞી કહેવાય છે.
ઇન્દ્રિયઆત્માના ચિહ્નને ઇન્દ્રિય કહે છે.
એકેન્દ્રિયજેને એક સ્પર્શન ઇન્દ્રિય જ હોય છે એવો જીવ.
ગતિ નામકર્મજે કર્મ, જીવના આકાર નારકી, તિર્યંચ, મનુષ્ય
અને દેવ જેવા બનાવે.
ગતિ જેના ઉદયથી જીવ બીજો પર્યાય (ભવ) પામે છે.
ચિન્તામણિઇચ્છા કરવા માત્રથી ઇચ્છાનુસાર વસ્તુ દેવાવાળું
એક ખાસ રત્ન.
તિર્યંચગતિતિર્યંચગતિ નામકર્મના ઉદયથી તિર્યંચમાં જન્મ
લેવો. (પેદા થવું).
દેવગતિદેવગતિ નામકર્મના ઉદયથી દેવમાં જન્મ લેવો.
નરકપાપકર્મના ઉદયમાં જોડાવાથી જેમાં જન્મથી જ
જીવ, અસહ્ય અને અપરિમિત વેદના પામવા લાગે
છે, બીજા નારકીઓ મારફત સતાવું વગેરેથી
દુઃખનો અનુભવ કરે છે તથા જ્યાં દ્વેષથી ભરેલું
જીવન વીતે છે તે સ્થાન.
પહેલી ઢાળ ][ ૨૫

Page 26 of 205
PDF/HTML Page 48 of 227
single page version

background image
નરકગતિનરકગતિ નામકર્મના ઉદયથી નરકમાં જન્મ લેવો.
નિગોદસાધારણ નામકર્મના ઉદયથી એક શરીરના આશ્રયે
અનંતાનંત જીવો સમાનરૂપે જેમાં રહે છે, મરે છે અને
પેદા થાય છે, તે અવસ્થાવાળા જીવોને નિગોદ
કહેવાય છે.
નિત્યનિગોદજ્યાંના જીવોએ અનાદિ કાળથી આજ સુધી
ત્રસનો પર્યાય પ્રાપ્ત કર્યો નથી એવો જીવરાશિ.
પણ ભવિષ્યમાં તે જીવ ત્રસનો પર્યાય પામી શકે
છે.
પરિવર્તનદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવરૂપ સંસારચક્રમાં
પરિભ્રમણ.
પંચેન્દ્રિયજેને પાંચ ઇન્દ્રિયો હોય છે એવા પ્રાણી.
પૃથ્વીકાયિકપૃથ્વી જ જે જીવનું શરીર છે તે.
પ્રત્યેક વનસ્પતિજેમાં એક શરીરનો સ્વામી એક જીવ હોય છે
એવાં વૃક્ષ ફળ વગેરે.
ભવ્યત્રણ કાળમાં કોઈ પણ વખતે રત્નત્રયની પ્રાપ્તિની
યોગ્યતા રાખવાવાળો જીવ ભવ્ય કહેવાય છે.
મનહિતઅહિતનો વિચાર કરવાની તથા શિક્ષા અને ઉપદેશ
ગ્રહણ કરવાની શક્તિ સહિત જ્ઞાન-વિશેષ તેને ભાવમન
કહે છે; તથા હૃદયસ્થાનમાં રહેલ આઠ પાંખડીવાળા
કમળના આકારે પુદ્ગલપિંડ, તેને જડમન અર્થાત
દ્રવ્યમન કહે છે.
૨૬ ][ છ ઢાળા

Page 27 of 205
PDF/HTML Page 49 of 227
single page version

background image
મનુષ્યગતિમનુષ્યગતિ નામકર્મના ઉદયથી મનુષ્યોમાં જન્મ
લેવો અથવા પેદા થવું.
મેરુજમ્બૂદ્વીપના વિદેહક્ષેત્રમાં સ્થિત એક લાખ જોજન ઊંચો
એક પર્વત વિશેષ.
મોહપર સાથે એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વમોહ. આ મોહ
અપરિમિત છે; તથા અસ્થિરતારૂપ રાગાદિ તે
ચારિત્રમોહ; આ મોહ પરિમિત છે.
લોકજેમાં જીવાદિ છ દ્રવ્યો રહેલાં છે; તેને લોક અથવા
લોકાકાશ કહે છે.
વિમાનવાસીસ્વર્ગો અને ગ્રૈવેયકો વગેરેના દેવો.
વીતરાગનું લક્ષણ
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭
જન્મ, જરા, તૃષા, ક્ષુધા, વિસ્મય, આરત, ખેદ;
૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫
રોગ, શોક, મદ, મોહ, ભય, નિદ્રા, ચિન્તા, સ્વેદ.
૧૬ ૧૭ ૧૮
રાગ, દ્વેષ, અરુ મરણ જુત, યે અષ્ટાદશ દોષ,
નહિ હોતે જિસ જીવકે, વીતરાગ સો હોય.
શ્વાસલોહીની ગતિપ્રમાણ સમય; કે જે એક મિનિટમાં ૮૦
વખતથી થોડા અંશ ઓછી ચાલે છે.
પહેલી ઢાળ ][ ૨૭

Page 28 of 205
PDF/HTML Page 50 of 227
single page version

background image
સાગરબે હજાર ગાઉ ઊંડો અને બે હજાર ગાઉ પહોળો એવા
ગોળ ખાડામાં, કાતરથી જેના બે ટુકડા ન થઈ શકે
એવા અને એક દિવસથી સાત દિવસ સુધીના જન્મેલા
ઉત્તમ ભોગભૂમિના ઘેટાંના વાળથી તે ખાડો પૂરો
ભરવો. તેમાંથી એક વાળને સો સો વરસે કાઢવો.
જેટલા કાળમાં તે બધા વાળને પૂરા કાઢી નાખવામાં
આવે તેટલા કાળને ‘‘વ્યવહાર પલ્ય’’ કહે છે,
વ્યવહાર પલ્યથી અસંખ્યાતગુણા ઉદ્ધાર પલ્ય અને
ઉદ્ધાર પલ્યથી અસંખ્યાતગુણા કાળને અદ્ધાપલ્ય કહે
છે, દસ ક્રોડાક્રોડી (૧૦ કરોડ
×૧૦ કરોડ)
અદ્ધાપલ્યોને એક સાગર કહે છે.
સંજ્ઞીશિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિવાળા
મનસહિત પ્રાણી.
સ્થાવરથાવર નામકર્મના ઉદય સહિત પૃથ્વી-જળ-અગ્નિ-વાયુ
અને વનસ્પતિકાયિક જીવ.
અન્તર-પ્રદર્શન
૧. ત્રસોને તો ત્રસ નામકર્મનો ઉદય હોય છે પરન્તુ સ્થાવરોને
સ્થાવર નામકર્મનો ઉદય હોય છે. આ એ બેમાં અન્તર છે.
નોંધત્રસ અને સ્થાવરમાં, ચાલી શકે અને ન ચાલી શકે એ
અપેક્ષાથી અંતર બતાવવું ઠીક નથી, કારણ કે એમ
માનવાથી ગમન વિનાના અયોગી કેવલીમાં સ્થાવરનું લક્ષણ
અને ગમન સહિત પવન વગેરે એકેન્દ્રિય જીવોમાં ત્રસનું
લક્ષણ મળવાથી અતિવ્યાપ્તિ દોષ આવે છે.
૨૮ ][ છ ઢાળા

Page 29 of 205
PDF/HTML Page 51 of 227
single page version

background image
૨. સાધારણને આશ્રયે અનંત જીવો રહે છે પણ પ્રત્યેકને
આશ્રયે એક જ જીવ રહે છે.
૩. સંજ્ઞી તો શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરી શકે છે, પણ
અસંજ્ઞી નહિ.
નોંધકોઈનું પણ અંતર બતાવવા માટે બધે ઠેકાણે, આ
શૈલીનું અનુકરણ કરવું જોઈએ; ફક્ત લક્ષણ બતાવવા
માત્રથી અંતર નીકળતું નથી.
પ્રથમ ઢાળની પ્રશ્નાવલી
૧. અસંજ્ઞી, ઊર્ધ્વલોક, એકેન્દ્રિય, કર્મ, ગતિ, ચતુરિન્દ્રિય, ત્રસ,
ત્રીન્દ્રિય, દ્વીન્દ્રિય, પાતાલલોક, પંચેન્દ્રિય, પ્રત્યેક, મધ્યલોક,
વીતરાગ, વૈક્રિયક શરીર, સાધારણ અને સ્થાવરના લક્ષણ
બતાવો.
૨. સાધારણ (નિગોદ) અને પ્રત્યેકમાં, ત્રસ અને સ્થાવરમાં,
સંજ્ઞી અને અસંજ્ઞીમાં અંતર બતાવો.
૩. અસંજ્ઞી તિર્યંચ, ત્રસ, દેવ, નિર્બલ, નિગોદ, પશુ,
બાલ્યાવસ્થા, ભવનત્રિક, મનુષ્ય, યૌવન, વૃદ્ધાવસ્થા,
વૈમાનિક, સબલ, સંજ્ઞી, સ્થાવર, નરકગતિ, નરકની ભૂખ,
પ્યાસ, શરદી, ગરમી, ભૂમિસ્પર્શ અને અસુરકુમારના
દુઃખો, અકામનિર્જરાનું ફળ, અસુરકુમારનું કામ અને
ગમન, નારકીના શરીરની વિશેષતા અને અકાળ મરણનો
અભાવ, મંદારમાળા, વૈતરણી અને શીતથી લોઢાનો ગોળો
ગળી જવો, તેનું સ્પષ્ટ વર્ણન કરો.
પહેલી ઢાળ ][ ૨૯

Page 30 of 205
PDF/HTML Page 52 of 227
single page version

background image
૪. અનાદિથી સંસારમાં પરિભ્રમણ, ભવનત્રિકમાં પેદા થવું અને
સ્વર્ગોમાં દુઃખનું કારણ બતાવો.
૫. અસુરકુમારોનું ગમન, સંપૂર્ણ જીવરાશિ, ગર્ભનિવાસનો
સમય, જુવાની, નરકનું આયુષ્ય, નિગોદવાસનો કાળ,
નિગોદિયાને ઇન્દ્રિયો, નિગોદિયાનું આયુષ્ય, નિગોદમાં એક
શ્વાસમાં જન્મ-મરણ અને શ્વાસનું પરિમાણ બતાવો.
૬. ત્રસપર્યાયની દુર્લભતા, ૧-૨-૩-૪-૫ ઇન્દ્રિય જીવો અને
શીતથી ગોળો ગળી જવાનું દ્રષ્ટાંત બતાવો.
૭. ખોટાં પરિણામથી પ્રાપ્ત થવા યોગ્ય ગતિ, ગ્રંથનિર્માણકર્તા,
જીવ-કર્મ સંબંધ, જીવોની ઇચ્છિત અને અનિચ્છિત વસ્તુ,
નમસ્કૃત વસ્તુ, નરકની નદી, નરકમાં જવાવાળા
અસુરકુમાર, નારકીનું શરીર, નિગોદિયાનું શરીર,
નિગોદમાંથી નીકળીને પ્રાપ્ત થતા પર્યાયો, નવ માસથી
ઓછો વખત ગર્ભમાં રહેવાવાળા, મિથ્યાત્વી વૈમાનિકના
ભવિષ્યપર્યાય, માતા-પિતા વગરનાં જીવ, સર્વથી વધારે
દુઃખનું સ્થાન, અને સંક્લેશ પરિણામોસહિત મરણ થવાથી
પ્રાપ્ત થવા યોગ્ય ગતિનું નામ કહો.
૮. અમુક શબ્દ, ચરણ અથવા છંદનો અર્થ અથવા ભાવાર્થ
કહો. પહેલી ઢાળનો સારાંશ કહો. ગતિઓનાં દુઃખ ઉપર
એક લેખ લખો અથવા કહી બતાવો.
૩૦ ][ છ ઢાળા

Page 31 of 205
PDF/HTML Page 53 of 227
single page version

background image
બીજી ઢાળ
સંસાર(ચતુર્ગતિ)માં પરિભ્રમણનું કારણ
(પદ્ધરિ છંદ, ૧૫ માત્રા)
ઐસે મિથ્યા-દ્રગ-જ્ઞાન-ચર્ણ,-વશ ભ્રમત ભરત દુખ જન્મ-મર્ણ;
તાતૈં ઇનકો તજિયે સુજાન, સુન તિન સંક્ષેપ કહૂં બખાન. ૧.
૩૧
અન્વયાર્થ[આ જીવ] (મિથ્યા-દ્રગ-જ્ઞાન-ચર્ણ,-વશ)
મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને વશ થઈને (ઐસે)
આ પ્રકારે (જન્મ-મર્ણ) જન્મ અને મરણના (દુખ) દુઃખોને

Page 32 of 205
PDF/HTML Page 54 of 227
single page version

background image
(ભરત) ભોગવતો થકો [ચારે ગતિઓમાં] (ભ્રમત) ભટકતો ફરે
છે. (તાતૈં) તેથી (ઇનકો) એ ત્રણને (સુજાન) સારી રીતે જાણીને
(તજિયે) છોડી દેવાં જોઈએ. [માટે] (તિન) એ ત્રણનું (સંક્ષેપ)
સંક્ષેપથી (કહૂં બખાન) વર્ણન કહું છું તે (સુન) સાંભળો.
ભાવાર્થઆ ગાથા ઉપરથી એમ સમજવું કે મિથ્યા-
દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ જીવને દુઃખ થાય છે અર્થાત્ શુભાશુભ
રાગાદિ વિકાર તથા પર સાથે એકપણાના શ્રદ્ધા-જ્ઞાન અને એવા
મિથ્યા આચરણથી જ જીવ દુઃખી થાય છે. કેમ કે કોઈ સંયોગ
સુખ-દુઃખનું કારણ થઈ શકતું નથી, એમ જાણીને સુખાર્થીએ એ
મિથ્યાભાવોનો ત્યાગ કરવો જોઈએ. એટલા માટે જ હું અહીં
સંક્ષેપથી એ ત્રણનું વર્ણન કરું છું. ૧.
અગૃહીત-મિથ્યાદર્શન અને જીવતત્ત્વનું લક્ષણ
જીવાદિ પ્રયોજનભૂત તત્ત્વ, સરધૈં તિનમાંહિ વિપર્યયત્વ;
ચેતનકો હૈ ઉપયોગ રૂપ, બિનમૂરત ચિન્મૂરત અનૂપ. ૨.
૩૨ ][ છ ઢાળા

Page 33 of 205
PDF/HTML Page 55 of 227
single page version

background image
અન્વયાર્થ(જીવાદિ) જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર,
નિર્જરા, અને મોક્ષ, (પ્રયોજનભૂત) મતલબના (તત્ત્વ) તત્ત્વ છે
(તિનમાંહિ) તેમાં (વિપર્યયત્વ) ઊંધી (સરધૈ) શ્રદ્ધા કરવી [તે
અગૃહીત મિથ્યાદર્શન છે.] (ચેતનકો) આત્માનું (રૂપ) સ્વરૂપ
(ઉપયોગ) દેખવું-જાણવું અથવા દર્શન-જ્ઞાન (હૈ) છે [અને તે]
(બિનમૂરત) અમૂર્તિક (ચિનમૂરત) ચૈતન્યમય [અને] (અનૂપ)
ઉપમારહિત છે.
ભાવાર્થયથાર્થપણે શુદ્ધાત્મદ્રષ્ટિ દ્વારા જીવ, અજીવ,
આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વની શ્રદ્ધા
કરવાથી સમ્યગ્દર્શન થાય છે. એટલા માટે આ સાત તત્ત્વો જાણવા
જરૂરના છે. સાતે તત્ત્વોનું વિપરીત શ્રદ્ધાન કરવું તેને અગૃહીત
મિથ્યાદર્શન કહે છે. જીવ જ્ઞાન-દર્શન ઉપયોગસ્વરૂપ અર્થાત
જ્ઞાતા-દ્રષ્ટા છે, અમૂર્તિક, ચૈતન્યમય અને ઉપમારહિત છે.
જીવતત્ત્વના વિષયમાં મિથ્યાત્વ (™ધાી શ્રદ્ધા)
પુદ્ગલ નભ ધર્મ અધર્મ કાલ, ઇનતૈં ન્યારી હૈ જીવ ચાલ;
તાકોં ન જાન વિપરીત માન, કરિ કરૈ દેહમેં નિજ પિછાન. ૩.
બીજી ઢાળ ][ ૩૩

Page 34 of 205
PDF/HTML Page 56 of 227
single page version

background image
અન્વયાર્થ(પુદ્ગલ) પુદ્ગલ (નભ) આકાશ (ધર્મ) ધર્મ
(અધર્મ) અધર્મ (કાળ) કાળ (ઇનતૈં) એનાથી (જીવ ચાલ)
જીવનો સ્વભાવ અથવા પરિણામ (ન્યારી) ભિન્ન (હૈ) છે [તોપણ
મિથ્યાદ્રષ્ટિ જીવ] (તાકોં) તે આત્મસ્વભાવને (ન જાન) જાણતો
નથી અને (વિપરીત) ઊલટું (માન કરિ) માનીને (દેહમેં) શરીરમાં
(નિજ) આત્માની (પિછાન) ઓળખાણ (કરૈ) કરે છે.
ભાવાર્થપુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ
પાંચ અજીવ દ્રવ્ય છે. જીવ ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ અને પુદ્ગલાદિ
દ્રવ્યોથી જુદો છે; પણ મિથ્યાદ્રષ્ટિ જીવ આત્માના સ્વભાવની
યથાર્થ શ્રદ્ધા નહિ કરતાં અજ્ઞાનવશ ઊલટું માનીને, શરીર છે તે
જ હું છું, શરીરના કાર્ય હું કરી શકું છું, મારી ઇચ્છાનુસાર
શરીરની અવસ્થા રાખી શકું છું એમ શરીરને જ આત્મા માને
છે. [આ જીવતત્ત્વની વિપરીત શ્રદ્ધા છે.] ૩.
મિથ્યાદ્રષ્ટિનો શરીર અને પરવસ્તુઓ ઉપર વિચાર
મૈં સુખી દુખી, મૈં રંક રાવ, મેરે ધન ગૃહ ગોધન પ્રભાવ;
મેરે સુત તિય, મૈં સબલ દીન, બેરૂપ સુભગ મૂરખ પ્રવીન. ૪.
૩૪ ][ છ ઢાળા

Page 35 of 205
PDF/HTML Page 57 of 227
single page version

background image
અન્વયાર્થ[મિથ્યાદ્રષ્ટિ જીવ મિથ્યાદર્શનના કારણથી
માને છે કે] (મૈં) હું (સુખી) સુખી, (દુખી) દુઃખી, (રંક) ગરીબ,
(રાવ) રાજા છું, (મેરે) મારાં (ધન) રૂપિયા-પૈસા વગેરે (ગૃહ)
ઘર (ગોધન) ગાય, ભેંસ આદિ (પ્રભાવ) મોટાઈ [છે; વળી] (મેરે
સુત) મારાં સંતાન તથા (તિય) મારી સ્ત્રી છે; (મૈં) હું (સબલ)
બળવાન, (દીન) નિર્બળ, (બેરૂપ) કુરૂપ, (સુભગ) સુંદર, (મૂરખ)
મૂર્ખ અને (પ્રવીન) ચતુર છું.
ભાવાર્થ(૧) જીવ તત્ત્વની ભૂલજીવ તો ત્રિકાળ
જ્ઞાનસ્વરૂપ છે તેને અજ્ઞાની જીવ જાણતો નથી. અને જે શરીર
છે તે હું જ છું, શરીરના કાર્ય હું કરી શકું છું, શરીર સ્વસ્થ હોય
તો મને લાભ થાય, બાહ્ય અનુકૂળ સંયોગથી હું સુખી અને
પ્રતિકૂળ સંયોગથી હું દુઃખી, હું નિર્ધન, હું ધનવાન, હું બળવાન,
હું નિર્બળ, હું મનુષ્ય, હું કુરૂપ, હું સુંદર
એમ માને છે, શરીર
આશ્રિત ઉપદેશ અને ઉપવાસાદિ ક્રિયાઓમાં પોતાપણું માને છે
એ વગેરે
મિથ્યા અભિપ્રાય વડે જે પોતાના પરિણામ નથી પણ
બધાય પર પદાર્થના જ પરિણામ છે, તેને આત્માના પરિણામ
માને છે તે જીવતત્ત્વની ભૂલ છે.
અજીવ અને આuાવ તત્ત્વનું વિપરીત શ્રદ્ધાન
તન ઉપજત અપની ઉપજ જાન, તન નશત આપકો નાશ માન;
રાગાદિ પ્રગટ યે દુઃખ દૈન, તિનહીકો સેવત ગિનત ચૈન. ૫.
બીજી ઢાળ ][ ૩૫
શરીર વગેરે જે પદાર્થ દેખવામાં આવે છે તે આત્માથી ત્રિકાળ જુદાં છે,
તે પદાર્થોના ઠીક રહેવાથી કે બગડવાથી આત્માનું તો કાંઈ ઠીક થતું
નથી તેમ જ બગડતું નથી. પરંતુ મિથ્યાદ્રષ્ટિ એનાથી ઉલટું માને છે.

Page 36 of 205
PDF/HTML Page 58 of 227
single page version

background image
અન્વયાર્થ[મિથ્યાદ્રષ્ટિ જીવ] (તન) શરીરના (ઉપજત)
ઉત્પન્ન થવાની (અપની) પોતાનો આત્મા (ઉપજ) ઉત્પન્ન થયો
(જાન) એમ માને છે અને (તન) શરીરનાં (નશત) નાશ થવાથી
(આપકો) આત્માનો (નાશ) નાશ અથવા મરણ થયું એમ (માન)
માને છે (રાગાદિ) રાગ, દ્વેષ, મોહ વગેરે (પ્રગટ) સ્પષ્ટરૂપે
(દુઃખદૈન) દુઃખ આપવાવાળા છે (તિનહી કો) તેઓની (સેવત)
સેવા કરતો થકો (ચૈન) સુખ (ગિનત) માને છે.
ભાવાર્થ(૧) અજીવ તત્ત્વની ભૂલમિથ્યાદ્રષ્ટિ જીવ
એમ માને છે કે શરીરની ઉત્પત્તિ (સંયોગ) થતાં હું જન્મ્યો અને
શરીરનો નાશ (વિયોગ) થવાથી હું મરી જઈશ. (આત્માનું મરણ
માને છે.) ધન, શરીરાદિ જડ પદાર્થોમાં પરિવર્તન થતાં પોતાનામાં
ઇષ્ટ-અનિષ્ટ પરિવર્તન માનવું, શરીરની ઉષ્ણ અવસ્થા થતાં મને
તાવ આવ્યો, શરીરમાં ક્ષુધા, તૃષારૂપ અવસ્થા થતાં મને ક્ષુધા-
તૃષાદિ થાય છે, શરીર કપાતાં હું છેદાઈ ગયો ઇત્યાદિ જે
અજીવની અવસ્થાઓ છે, તેને પોતાની માને છે એ અજીવ
તત્ત્વની ભૂલ છે.
૩૬ ][ છ ઢાળા
આત્મા અમર છે; તે વિષ, અગ્નિ, શાસ્ત્ર, અસ્ત્ર કે બીજા કોઈથી મરતો નથી
કે નવો ઉત્પન્ન થતો નથી. મરણ (વિયોગ) તો માત્ર શરીરનું જ થાય છે.

Page 37 of 205
PDF/HTML Page 59 of 227
single page version

background image
૨. આસ્રવ તત્ત્વની ભૂલજીવ અથવા અજીવ કોઈ પણ
પર પદાર્થ આત્માને કાંઈ પણ સુખ, દુઃખ બગાડ, સુધાર કરી
શકતા નથી, છતાં અજ્ઞાની તેમ માનતો નથી. પરમાં કર્તૃત્વ,
મમત્વરૂપ મિથ્યાત્વ અને રાગ-દ્વેષાદિ શુભાશુભ આસ્રવ ભાવ તે
પ્રત્યક્ષ દુઃખ દેનારા છે, બંધના જ કારણ છે, છતાં તેને અજ્ઞાની
જીવ સુખકર જાણીને સેવે છે. વળી શુભભાવ પણ બંધનનું કારણ
છે, આસ્રવ છે, તેને હિતકર માને છે. પર દ્રવ્ય જીવને લાભ-
નુકસાન કરી શકે નહિ, છતાં તેને ઇષ્ટ-અનિષ્ટ માની તેમાં પ્રીતિ-
અપ્રીતિ કરે છે; મિથ્યાત્વ, રાગ-દ્વેષનું સ્વરૂપ ઓળખતો નથી, પર
પદાર્થ મને સુખ-દુઃખ આપે છે અથવા રાગ-દ્વેષ-મોહ કરાવે છે,
એમ માને છે, આ આસ્રવ તત્ત્વની ભૂલ છે.
બંધા અને સંવર તત્ત્વની વિપરીત શ્રદ્ધા
શુભ-અશુભ બંધકે ફલ મઁઝાર, રતિ-અરતિ કરૈ નિજપદ વિસાર;
આતમહિતહેતુ વિરાગ-જ્ઞાન, તે લખૈં આપકૂં કષ્ટદાન. ૬.
બીજી ઢાળ ][ ૩૭
અન્વયાર્થ[મિથ્યાદ્રષ્ટિ જીવ] (નિજપદ) આત્માના
સ્વરૂપને (વિસાર) ભૂલી જઈને (બંધકે) કર્મબંધના (શુભ) સારાં
(ફલમંઝાર) ફળમાં (રતિ) પ્રેમ (કરૈ) કરે છે, [અને કર્મબંધના]

Page 38 of 205
PDF/HTML Page 60 of 227
single page version

background image
(અશુભ) ખરાબ ફળમાં (અરતિ) દ્વેષ કરે છે; તથા જે (વિરાગ)
રાગદ્વેષનો અભાવ [એટલે કે પોતાના અસલી સ્વભાવમાં
સ્થિરતારૂપ સમ્યક્ચારિત્ર] અને (જ્ઞાન) સમ્યગ્જ્ઞાન [અને
સમ્યગ્દર્શન] તે (આતમહિત) આત્માના હિતના (હેતુ) કારણ છે
(તે) તેને (આપકૂં) આત્માને (કષ્ટદાન) દુઃખના આપનાર (લખૈં)
માને છે.
ભાવાર્થ(૧) બંધ તત્ત્વની ભૂલઅઘાતિ કર્મના
ફળ અનુસાર પદાર્થોની સંયોગ-વિયોગરૂપ અવસ્થાઓ થાય છે.
મિથ્યાદ્રષ્ટિ જીવ તેને અનુકૂળ-પ્રતિકૂળ માનીને તેનાથી હું સુખી-
દુઃખી છું એવી કલ્પના વડે રાગ-દ્વેષ, આકુળતા કરે છે. ધન,
યોગ્ય સ્ત્રી, પુત્રાદિના સંયોગ થતાં રતિ કરે છે; રોગ, નિદ્રા,
નિર્ધનતા, પુત્રવિયોગ વગેરે થતાં અરતિ કરે છે; પુણ્ય-પાપ બન્ને
બંધનકર્તા છે, પણ તેમ નહિ માનીને પુણ્યને હિતકર માને છે;
તત્ત્વદ્રષ્ટિથી તો પુણ્ય-પાપ બંને અહિતકર જ છે, પરંતુ અજ્ઞાની
એવું નિર્ધારરૂપ માનતો નથી તે બંધતત્ત્વની ઊંધી શ્રદ્ધા છે.
૨. સંવર તત્ત્વની ભૂલનિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-
ચારિત્ર તે જ જીવને હિતકારી છે, સ્વરૂપમાં સ્થિરતા વડે રાગનો
જેટલો અભાવ તે વૈરાગ્ય છે, અને તે સુખના કારણરૂપ છે, છતાં
અજ્ઞાની જીવ તેને કષ્ટદાતા માને છે. આ સંવરતત્ત્વની વિપરીત
શ્રદ્ધા છે.
૩૮ ][ છ ઢાળા
અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ અને અનંતવીર્ય જ આત્માનું ખરું
સ્વરૂપ છે.