Chha Dhala (Gujarati). Antar-pradarshan; Panchami Dhalani Prashnavali; Chhathi Dhal; Gatha: 1-7 (Dhal 6).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 10 of 12

 

Page 159 of 205
PDF/HTML Page 181 of 227
single page version

background image
પાંચમી ઢાળ ][ ૧૫૯
પુણ્યદયા, દાન, પૂજા, ભક્તિ, વ્રતાદિના શુભભાવ-મંદ
કષાય તે જીવના ચારિત્રગુણની અશુદ્ધ અવસ્થા છે;
પુણ્ય-પાપ બેય આસ્રવ છે. બંધનના કારણો છે.
બોધસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા.
મુનિ (સાધુ પરમેષ્ઠી)સમસ્ત વ્યાપારથી વિમુક્ત, ચાર
પ્રકારની આરાધનામાં સદા લીન, નિર્ગ્રંથ અને નિર્મોહ
એવા સર્વ સાધુ હોય છે, બધા ભાવલિંગી મુનિને નગ્ન
દિગમ્બર દશા તથા સાધુના ૨૮ મૂળગુણ હોય છે.
યોગમન, વચન, કાયાના નિમિત્તથી આત્માના પ્રદેશોનું કંપન
થવું તેને દ્રવ્યયોગ કહેવાય છે; કર્મ અને નોકર્મને ગ્રહણ
કરવામાં નિમિત્તરૂપ જીવની શક્તિને ભાવયોગ કહેવાય
છે.
શુભ ઉપયોગદેવપૂજા, સ્વાધ્યાય, દયા, દાન વગેરે
શુભભાવરૂપ આચરણ.
સકલવ્રત૫-મહાવ્રત, ૫-સમિતિ, ૬-આવશ્યક, ૫-ઇન્દ્રિયજય,
૭-કેશલોચ, અસ્નાન, ભૂમિશયન, અદંતધોવન,
ઊભાઊભા ભોજન, દિનમાં એક વખત આહારપાણી
તથા નગ્નતા વગેરેનું પાલન તે વ્યવહારથી સકલવ્રત
છે; અને રત્નત્રયની એકતારૂપ આત્મસ્વભાવમાં સ્થિર
થવું તે નિશ્ચયથી સકલવ્રત છે.
સકલવ્રતી(સકલવ્રતના ધારક) રત્નત્રયની એકતારૂપ

Page 160 of 205
PDF/HTML Page 182 of 227
single page version

background image
૧૬૦ ][ છ ઢાળા
સ્વભાવમાં સ્થિર રહેનાર મહાવ્રતના ધારક દિગમ્બર
મુનિ તે નિશ્ચયથી સકલવ્રતી છે.
અંતર-પ્રદર્શન
૧. અનુપ્રેક્ષા અને ભાવના તે પર્યાયવાચક શબ્દો છે, તેમાં કાંઈ
તફાવત નથી.
૨. ધર્મભાવનામાં તો વારંવાર વિચારની મુખ્યતા છે અને
ધર્મમાં નિજગુણોમાં સ્થિર થવાની પ્રધાનતા છે.
૩. વ્યવહાર-સકલવ્રતમાં તો પાપોનો સર્વદેશ ત્યાગ કરવામાં
આવે છે અને વ્યવહાર અણુવ્રતમાં તેનો એકદેશ ત્યાગ
કરવામાં આવે છે; એટલો એ બન્નેમાં તફાવત છે.
પાંચમી ઢાળની પ્રશ્નાવલી
૧. અનિત્ય ભાવના, અન્યત્વ ભાવના, અવિપાક નિર્જરા,
અકામ નિર્જરા, અશરણ ભાવના, અશુચિ ભાવના, આસ્રવ
ભાવના, એકત્વ ભાવના, ધર્મ ભાવના, નિશ્ચય ધર્મ,
બોધિદુર્લભભાવના, લોક, લોકભાવના, સંવર ભાવના,
સકામ નિર્જરા, સવિપાક નિર્જરા વગેરેનાં લક્ષણ સમજાવો.
૨. સકલવ્રતમાં અને વિકલવ્રતમાં, અનુપ્રેક્ષામાં અને ભાવનામાં,
ધર્મમાં અને ધર્મદ્રવ્યમાં, ધર્મમાં અને ધર્મ ભાવનામાં તથા
એકત્વભાવના અને અન્યત્વભાવનામાં તફાવત બતાવો.
૩. અનુપ્રેક્ષા, અનિત્યતા, અન્યત્વ અને અશરણપણાનું સ્વરૂપ
દ્રષ્ટાંત સહિત બતાવો.

Page 161 of 205
PDF/HTML Page 183 of 227
single page version

background image
પાંચમી ઢાળ ][ ૧૬૧
૪. અકામ નિર્જરાનું નિષ્પ્રયોજન, અચલ સુખની પ્રાપ્તિ, કર્મના
આવવાનો નિરોધ, પુણ્યના ત્યાગનો ઉપદેશ અને સાંસારિક
સુખોની અસારતા વગેરેનાં કારણો બતાવો.
૫. અમુક ભાવનાનો વિચાર અને લાભ, આત્મજ્ઞાનની
પ્રાપ્તિનો સમય અને લાભ, ઇન્દ્રધનુષ્ય, ઔષધિસેવનનું
સાર્થકપણું, નિરર્થકપણું, બાર ભાવનાઓના ચિંતવનથી
લાભ, મંત્રાદિનું સાર્થકપણું અને નિરર્થકપણું, વૈરાગ્યની
વૃદ્ધિનો ઉપાય, ઇન્દ્રધનુષ્ય તથા વીજળીનું દ્રષ્ટાંત શું
સમજાવે છે? લોકના કર્તા-હર્તા-ધર્તા માનવાથી નુકશાન,
સમતા ન રાખવાથી નુકશાન, સાંસારિક સુખનું પરિણામ
અને મોક્ષસુખ પ્રાપ્તિનો વખત વગેરેનું સ્પષ્ટ વર્ણન કરો.
૬. અમુક શબ્દ, ચરણ અને છંદનો અર્થ અથવા ભાવાર્થ કહો.
લોકનો નકશો બનાવો. આ પાંચમી ઢાળનો સારાંશ બતાવો.

Page 162 of 205
PDF/HTML Page 184 of 227
single page version

background image
છÕી ઢાળ
મુનિ અને અર્હંત-સિદ્ધનું સ્વરુપ તથા
શીઘા્ર આત્મહિત કરવાનો ઉપદેશ
(હરિગીત છંદ)
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રÙચર્ય મહાવ્રતનાં લક્ષણો
ષટ્કાય જીવ ન હનનતૈં, સબવિધ દરવહિંસા ટરી,
રાગાદિ ભાવ નિવારતૈં, હિંસા ન ભાવિત અવતરી;
જિનકે ન લેશ મૃષા ન જલ, મૃણ હૂ વિના દીયો ગહૈં,
અઠદશસહસવિધ શીલધર, ચિદ્બ્રહ્મમેં નિત રમિ રહૈં. ૧.
અન્વયાર્થ[પાંચમી ઢાળમાં કહ્યા તે મુનિરાજોને]
(ષટ્કાય જીવ) છ કાયના જીવોને (ન હનનતૈં) ઘાત નહિ
કરવાના ભાવથી (સબ વિધ) સર્વ પ્રકારની (દરવહિંસા) દ્રવ્યહિંસા
(ટરી) દૂર થઈ જાય છે, અને (રાગાદિ ભાવ) રાગ-દ્વેષ, કામ,
ક્રોધ, માન, માયા, લોભ વગેરેના ભાવોને (નિવારતૈં) દૂર
કરવાથી (ભાવિત હિંસા) ભાવહિંસા પણ (ન અવતરી) થતી
નથી. (જિનકે) તે મુનિઓને (લેશ) જરા પણ (મૃષા) જૂઠું (ન)
હોતું નથી, (જલ) પાણી અને (મૃણ) માટી (હૂ) પણ (વિના
દીયો) દીધા વગર (ન ગહૈં) ગ્રહણ કરતા નથી, તથા
(અઠદશસહસ) અઢાર હજાર (વિધ) પ્રકારના (શીલ) શિયળને-
બ્રહ્મચર્યને (ધર) ધારણ કરી (નિત) હંમેશાં (ચિદ્બ્રહ્મમેં)
ચૈતન્યસ્વરૂપ આત્મામાં (રમિ રહૈં) લીન રહે છે.
ભાવાર્થનિશ્ચયસમ્યગ્દર્શનપૂર્વક સ્વ-સ્વરૂપમાં નિરંતર

Page 163 of 205
PDF/HTML Page 185 of 227
single page version

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૬૩
એકાગ્રતારૂપ રમી રહે છે એ જ મુનિપણું છે. એવી ભૂમિકામાં
નિર્વિકલ્પ ધ્યાનદશારૂપ સાતમું ગુણસ્થાન વારંવાર આવે જ છે.
છઠ્ઠા ગુણસ્થાનના કાળે તેમને પાંચ મહાવ્રત, નગ્નતા, સમિતિ
વગેરે ૨૮ મૂલગુણના શુભભાવ હોય છે પણ તેને તેઓ ધર્મ
માનતા નથી. તથા તે કાળે પણ તેમને ત્રણ કષાય-ચોકડીના
અભાવરૂપ શુદ્ધ પરિણતિ નિરન્તર વર્તે જ છે.
છ કાય (પૃથ્વીકાય વગેરે પાંચ સ્થાવર કાય તથા એક ત્રસ

Page 164 of 205
PDF/HTML Page 186 of 227
single page version

background image
૧૬૪ ][ છ ઢાળા
કાય)ના જીવોનો ઘાત કરવો તે દ્રવ્યહિંસા છે અને રાગ-દ્વેષ, કામ,
ક્રોધ, માન ઇત્યાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે ભાવહિંસા છે.
વીતરાગી મુનિ (સાધુ) આ બે પ્રકારની હિંસા કરતા નથી, તેથી
તેમને (૧)
*અહિંસા-મહાવ્રત હોય છે. સ્થૂળ કે સૂક્ષ્મ એ બન્ને
પ્રકારનું જૂઠું બોલતા નથી તેથી તેને (૨) સત્ય-મહાવ્રત હોય છે,
અને બીજી કોઈ વસ્તુની તો વાત જ શું, પરંતુ માટી અને પાણી
પણ દીધા વગર ગ્રહણ કરતા નથી તેથી તેમને (૩)
અચૌર્યમહાવ્રત હોય છે. શિયળના અઢાર હજાર ભેદોનું સદા
પાલન કરે છે અને ચૈતન્યરૂપ આત્મસ્વરૂપમાં લીન રહે છે તેથી
તેને (૪) બ્રહ્મચર્ય (આત્મસ્થિરતારૂપ) મહાવ્રત હોય છે. ૧.
પરિગ્રહત્યાગ મહાવ્રત, £ર્યાસમિતિ+ અને ભાષાસમિતિ
અંતર ચતુર્દસ ભેદ બાહિર, સંગ દસધાતૈં ટલૈં,
પરમાદ તજિ ચૌકર મહી લખિ, સમિતિ ઇર્યાતૈં ચલૈં;
જગ-સુહિતકર સબ અહિતહર, શ્રુતિ સુખદ સબ સંશય હરૈં,
ભ્રમરોગ-હર જિનકે વચન, મુખચન્દ્રતૈં અમૃત ઝરૈં. ૨.
અન્વયાર્થ[તે વીતરાગી દિગમ્બર જૈન મુનિ] (ચતુર્દસ
* નોંધઅહીં વાક્યો બદલવાથી અનુક્રમે મહાવ્રતોનું લક્ષણ બને છે.
જેમકે, બન્ને પ્રકારની હિંસા ન કરવી તે અહિંસા-મહાવ્રત છે એ વગેરે.
+ અદત્ત વસ્તુઓનું પ્રમાદથી ગ્રહણ કરવું તે જ ચોરી કહેવાય છે, તેથી પ્રમાદ
ન હોવા છતાં મુનિરાજ નદી અને ઝરણા વગેરેનું પ્રાસુક થઈ ગયેલ પાણી,
ભસ્મ (રાખ) તથા પોતાની મેળે પડી ગયેલાં પ્રાસુક સેમરના ફળ અને
તુમ્બીફળ વગેરેનું ગ્રહણ કરી શકે છે એમ શ્લોકવર્તિકાલંકારનો અભિમત
છે. પૃ. ૪૬૩.

Page 165 of 205
PDF/HTML Page 187 of 227
single page version

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૬૫
ભેદ) ચૌદ પ્રકારના (અંતર) અંતરંગ તથા (દસધા) દસ પ્રકારના
(બાહિર) બહિરંગ (સંગ) પરિગ્રહથી (ટલૈં) રહિત હોય છે.
(પરમાદ) પ્રમાદ-અસાવધાની (તજિ) છોડી દઈને (ચૌકર) ચાર
હાથ (મહી) જમીન (લખિ) જોઈને (ઇર્યા) ઇર્યા (સમિતિ તૈં)
સમિતિથી (ચલૈ) ચાલે છે, અને (જિનકે) જે મુનિરાજોના
(મુખચન્દ્રતૈં) મુખરૂપી ચંદ્રથી (જગ સુહિતકર) જગતનું સાચું હિત
કરવાવાળાં અને (સબ અહિતહર) બધા અહિતનો નાશ કરવાવાળાં
(શ્રુતિ સુખદ) સાંભળતાં પ્રિય લાગે એવાં, (સબ સંશય) બધાં
સંદેહોનો (હરૈં) નાશ કરે એવાં અને (ભ્રમરોગ-હર) મિથ્યાત્વરૂપી
રોગને હરનાર (વચન અમૃત) વચનોરૂપી અમૃત (ઝરૈં) ઝરે છે.
ભાવાર્થવીતરાગી મુનિ ચૌદ પ્રકારના અંતરંગ અને દશ
પ્રકારના બહિરંગ પરિગ્રહોથી રહિત હોય છે તેથી તેને પાંચમું
પરિગ્રહત્યાગ મહાવ્રત હોય છે. દિવસના ભાગમાં સાવધાની પૂર્વક
આગળની ચાર હાથ જમીન જોઈને ચાલવાનો વિકલ્પ ઊઠે તે પહેલી
ઇર્યા સમિતિ છે. તથા જેમ ચંદ્રમાંથી અમૃત ઝરે છે તેમ તે મુનિના
મુખચંદ્રથી જગતનું હિત કરવાવાળા, બધાં અહિતનો નાશ

Page 166 of 205
PDF/HTML Page 188 of 227
single page version

background image
૧૬૬ ][ છ ઢાળા
કરવાવાળા, સાંભળતાં સુખ આપનારા, સર્વ પ્રકારની શંકાઓને
દૂર કરનારા અને મિથ્યાત્વ (વિપરીતતા કે સંદેહ) રૂપી રોગનો
નાશ કરનાર એવા અમૃત વચનો નીકળે છે. એ પ્રમાણે સમિતિરૂપ
બોલવાનો વિકલ્પ મુનિને ઊઠે છે તે બીજી ભાષા સમિતિ છે.
નોંધ
ઉપર ભાવાર્થમાં વાક્ય બદલાવાથી ક્રમે કરીને પરિગ્રહત્યાગ
મહાવ્રત તથા ઇર્યાસમિતિ અને ભાષાસમિતિનું લક્ષણ થઈ શકે.
પ્રશ્નસાચી સમિતિ કોને કહે છે?
ઉત્તરપર જીવોની રક્ષા અર્થે યત્નાચાર પ્રવૃત્તિને
અજ્ઞાની જીવ સમિતિ માને છે, પણ હિંસાના પરિણામોથી તો
પાપબંધ થાય છે. જો રક્ષાના પરિણામોથી સંવર કહેશો તો
પુણ્યબંધનું કારણ શું ઠરશે?
વળી મુનિ એષણા સમિતિમાં દોષ ટાળે છે ત્યાં રક્ષાનું
પ્રયોજન નથી, માટે રક્ષાને અર્થે જ સમિતિ નથી. તો સમિતિ કેવી
રીતે હોય? મુનિને કિંચિત
્ રાગ થતાં ગમનાદિ ક્રિયા થાય છે,
ત્યાં તે ક્રિયાઓમાં અતિ આસક્તિના અભાવથી પ્રમાદરૂપ પ્રવૃત્તિ
થતી નથી, તથા બીજા જીવોને દુઃખી કરી પોતાનું ગમનાદિ
પ્રયોજન સાધતા નથી; તેથી તેમનાથી સ્વયં દયા પળાય છે.
પ્રમાણે સાચી સમિતિ છે.* (મોક્ષમાર્ગ પ્ર પૃ.-૨૩૨)
એષણા, આદાન-નિક્ષેપણ અને પ્રતિÌાપન સમિતિ
છ્યાલીસ દોષ વિના સુકુલ, શ્રાવકતનેં ઘર અશનકો,
લૈં તપ બઢાવન હેતુ, નહિં તન પોષતે તજિ રસનકો;
*ઇર્યા ભાષા એષણા, પુનિ ક્ષેપણ આદાન;
પ્રતિષ્ઠાપના જુત ક્રિયા; પાંચોં સમિતિ વિધાન.

Page 167 of 205
PDF/HTML Page 189 of 227
single page version

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૬૭
શુચિ જ્ઞાન-સંયમ ઉપકરણ, લખિકૈં ગહૈં, લખિકૈં ધરૈં,
નિર્જંતુ થાન વિલોકિ તન-મલ મૂત્ર શ્લેષમ પરિહરૈં. ૩.
અન્વયાર્થ[વીતરાગી મુનિ) (સુકુલ) ઉત્તમ કુળવાળા
(શ્રાવકતનેં) શ્રાવકના (ઘર) ઘરે અને (રસનકો) છએ રસ
અથવા એક-બે રસને (તજી) છોડીને, (તન) શરીરને (નહિ

Page 168 of 205
PDF/HTML Page 190 of 227
single page version

background image
૧૬૮ ][ છ ઢાળા
પોષતે) પુષ્ટ નહિ કરતાં માત્ર (તપ) તપની (બઢાવન હેતુ) વૃદ્ધિ
કરવાના હેતુથી [આહારના] (છ્યાલીશ) છેંતાલીસ (દોષ વિના)
દોષને ટાળીને (અશનકો) ભોજનને (લૈં) ગ્રહણ કરે છે.
*
(શુચિ) પવિત્રતાના (ઉપકરણ) સાધન [કમંડલને] (જ્ઞાન)
જ્ઞાનના (ઉપકરણ) સાધન [શાસ્ત્રને] અને (સંયમ) સંયમના
(ઉપકરણ) સાધન [પીંછીને] (લખિકૈં) જોઈને (ગહૈં) ગ્રહણ કરે
છે [અને] (લખિકૈં) જોઈને (ધરૈં) રાખે છે; [અને] (મૂત્ર)
પેશાબ (શ્લેષમ) લીંટ વગેરે (તન-મલ) શરીરના મેલને
(નિર્જન્તુ) જીવ રહિત (થાન) સ્થાન (વિલોકિ) જોઈને (પરિહરૈં)
ત્યાગે છે.
ભાવાર્થવીતરાગી જૈન મુનિ-સાધુ ઉત્તમ કુળવાળા
શ્રાવકના ઘરે, આહારના છેંતાલીસ દોષોને ટાળી અને અમુક
રસો છોડીને (અથવા સ્વાદનો રાગ નહિ કરતાં), શરીરને પુષ્ટ
કરવાનો અભિપ્રાય નહિ રાખતાં, માત્ર તપની વૃદ્ધિ કરવા માટે
આહાર લે છે, તેથી તેઓને ત્રીજી એષણા સમિતિ હોય છે.
પવિત્રતાનું સાધન કમંડળને, જ્ઞાનનું સાધન શાસ્ત્રને અને સંયમનું
સાધન પીંછીને
જીવોની વિરાધના બચાવવા અર્થે, જોઈ-
નોંધતે આહારના દોષોનું વિશેષ વર્ણન ‘અનગાર ધર્મામૃત’ અને
‘મૂલાચાર’ વગેરે શાસ્ત્રોથી જાણવું. તે દોષોને ટાળવાના હેતુથી
દિગંબર સાધુઓને કોઈ કોઈ વખત મહિનાઓ સુધી ભોજન ન
મળે છતાં પણ મુનિ જરાય ખેદ કરતા નથી; અનાસક્તિ અને
નિર્મોહ હઠ વગરના સહજ હોય છે. [કાયર જનોને-અજ્ઞાનીઓને
આવું મુનિવ્રત દુઃખમય લાગે છે-જ્ઞાનીને સુખમય લાગે છે.]

Page 169 of 205
PDF/HTML Page 191 of 227
single page version

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૬૯
સંભાળીને રાખે છે અને ઉપાડે છે; તેથી તેઓને ચોથી આદાન-
નિક્ષેપણ સમિતિ હોય છે. મળ-મૂત્ર, કફ વગેરે શરીરના મેલને
જીવરહિત સ્થાન જોઈને છોડે છે તેથી તેમને પાંચમી વ્યુત્સર્ગ
અર્થાત
્ પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. ૩.
મુનિઓને ત્રણ ગુપ્તિ અને પાંચ £ન્દ્રિય પર વિજય
સમ્યક્ પ્રકાર નિરોધ મન-વચ-કાય, આતમ ધ્યાવતે,
તિન સુથિર મુદ્રા દેખિ મૃગગણ ઉપલ ખાજ ખુજાવતે;
રસ રૂપ ગંધ તથા ફરસ અરુ શબ્દ શુભ અસુહાવને,
તિનમેં ન રાગ-વિરોધ પંચેન્દ્રિય-જયન પદ પાવને. ૪.
અન્વયાર્થ[વીતરાગી મુનિ] (મન વચ કાય) મન-
વચન-કાયાને (સમ્યક્ પ્રકાર) ભલી રીતે-બરાબર (નિરોધ)
નિરોધ કરીને, જ્યારે (આતમ) પોતાના આત્માનું (ધ્યાવતે)
ધ્યાન કરે છે, ત્યારે (તિન) તે મુનિઓની (સુથિર) શાંત (મુદ્રા)
મુદ્રા (દેખિ) જોઈને (ઉપલ) પથ્થર જાણીને (મૃગગણ) હરણ

Page 170 of 205
PDF/HTML Page 192 of 227
single page version

background image
૧૭૦ ][ છ ઢાળા
અથવા ચૌપગા પ્રાણીઓનું ટોળું (ખાજ) પોતાની ખંજવાળ-
ખુજલીને (ખુજાવતે) ખંજવાળે છે. [જે] (શુભ) પ્રિય અને
(અસુહાવને) અપ્રિય [પાંચ ઇન્દ્રિય સંબંધી] (રસ) પાંચ રસ,
(રૂપ) પાંચ વર્ણ, (ગંધ) બે ગંધ, (ફરસ) આઠ પ્રકારના સ્પર્શ
(અરુ) અને (શબ્દ) શબ્દ (તિનમેં) તે બધામાં (રાગ-વિરોધ)
રાગ કે દ્વેષ (ન) મુનિને થતાં નથી, [તેથી તે મુનિ] (પંચેન્દ્રિય
જયન) પાંચ ઇન્દ્રિયોને જીતવાવાળાં એટલે કે જિતેન્દ્રિય (પદ
પાવને) પદને પામે છે.
ભાવાર્થઆ ગાથામાં નિશ્ચયગુપ્તિનું તથા ભાવલિંગી
મુનિના ૨૮ મૂળગુણોમાં પાંચ ઇન્દ્રિયના જયના સ્વરૂપનું વર્ણન
કરે છે.
ભાવલિંગી મુનિ જ્યારે ઉગ્ર પુરુષાર્થ વડે શુદ્ધોપયોગરૂપે
પરિણમી નિર્વિકલ્પપણે સ્વરૂપમાં ગુપ્ત થાય છે તે નિશ્ચયગુપ્તિ
છે; અને તે વખતે મન-વચન-કાયાની ક્રિયા સ્વયં રોકાઈ જાય
છે; તેમની શાંત અને અચળ મુદ્રા જોઈને તેમના શરીરને પથ્થર
સમજી મૃગના ટોળા
* (પશુઓ) ખુજલી ખંજવાળે છે, છતાં તે
મુનિઓ પોતાના ધ્યાનમાં નિશ્ચલ રહે છે. તે ભાવલિંગી મુનિને
ત્રણ ગુપ્તિ છે.
*આ સંબંધમાં સુકુમાલ મુનિનું દ્રષ્ટાંત છેઃ---જ્યારે તેઓ ધ્યાનમાં
હતા ત્યારે એક શિયાળી અને તેનાં બે બચ્ચાંઓ તેમનો અર્ધો પગ
ખાઈ ગયા પણ તેઓ પોતાના ધ્યાનથી જરાપણ ચલાયમાન થયા
નહિ. (સંયોગથી દુઃખ થતું જ નથી, શરીરાદિમાં મમતા કરે તો
તે મમત્વભાવથી જ દુઃખનો અનુભવ થાય છે---એમ સમજવું.)

Page 171 of 205
PDF/HTML Page 193 of 227
single page version

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૭૧
પ્રશ્નગુપ્તિ કોને કહે છે?
ઉત્તરમન-વચન-કાયાની બાહ્ય ચેષ્ટા મટાડવા માગે,
પાપ ચિંતવન ન કરે, મૌન ધારે, તથા ગમનાદિ ન કરે, તેને
અજ્ઞાની જીવ ગુપ્તિ માને છે. હવે મનમાં તો ભક્તિ આદિરૂપ
અનેક પ્રકારના શુભ રાગાદિ વિકલ્પો થાય છે, એટલે પ્રવૃત્તિમાં
તો ગુપ્તિપણું બને નહિ. (સમ્યગ્દર્શન-જ્ઞાન અને આત્મામાં
લીનતા વડે) વીતરાગભાવ થતાં જ્યાં મન-વચન-કાયાની ચેષ્ટા
થાય નહિ એ જ સાચી ગુપ્તિ છે.
(મોક્ષમાર્ગ પ્ર૦ પૃ. ૨૩૧-૩૨)
મુનિઓ પ્રિય (અનુકૂળ) પાંચ ઇન્દ્રિયોના પાંચ રસ, પાંચ
રૂપ, બે ગંધ, આઠ સ્પર્શ અને શબ્દરૂપ પાંચ વિષયોમાં રાગ કરતા
નથી અને અપ્રિય (પ્રતિકૂળ) ઉપર કહેલાં પાંચ વિષયોમાં દ્વેષ
કરતા નથી. એ રીતે પાંચ ઇન્દ્રિયોને જીતવાના કારણે તેઓ
જિતેન્દ્રિય કહેવાય છે. ૪.
મુનિઓના છ આવશ્યક અને બાકીના
સાત મૂળગુણ
સમતા સમ્હારૈં, થુતિ ઉચારૈં, વંદના જિનદેવકો,
નિત કરૈં શ્રુતિરતિ કરૈં પ્રતિક્રમ, તજૈં તન અહમેવકો;
જિનકે ન ન્હૌન, ન દંતધોવન, લેશ અંબર-આવરન,
ભૂમાહિં પિછલી રયનિમેં કછુ શયન એકાસન કરન. ૫.

Page 172 of 205
PDF/HTML Page 194 of 227
single page version

background image
૧૭૨ ][ છ ઢાળા
અન્વયાર્થ[વીતરાગી મુનિ] (નિત) હંમેશાં (સમતા)
સામાયિક (સમ્હારૈં) સંભારીને કરે છે, (થુતિ) સ્તુતિ (ઉચ્ચારૈં)
બોલે છે, (જિનદેવકો) જિનેન્દ્ર ભગવાનને (વંદના) વંદન કરે છે,
(શ્રુતરતિ) સ્વાધ્યાયમાં પ્રેમ (કરૈં) કરે છે, (પ્રતિક્રમ) પ્રતિક્રમણ
(કરૈં) કરે છે, (તન) શરીરની (અહમેવ કો) મમતાને (તજૈં) છોડે
છે, (જિનકે) જિનમુનિઓને (ન્હૌન) સ્નાન અને (દંતધોવન) દાંત
સાફ કરવાપણું (ન) હોતા નથી; (અંબર આવરન) શરીરને
ઢાંકવા માટે કપડું (લેશ) જરા પણ તેઓને (ન) હોતું નથી; અને
(પિછલી રયનિમેં) રાત્રિના પાછળના ભાગમાં (ભૂમાહિં) પૃથ્વી
ઉપર (એકાસન) એક પડખે (કછુ) થોડો વખત (શયન) શયન
(કરન) કરે છે.
ભાવાર્થવીતરાગી મુનિ હંમેશાં (૧) સામાયિક, (૨)
સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની સ્તુતિ, (૩) જિનેન્દ્રભગવાનને વંદન,

Page 173 of 205
PDF/HTML Page 195 of 227
single page version

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૭૩
(૪) સ્વાધ્યાય, (૫) પ્રતિક્રમણ, તથા (૬) કાયોત્સર્ગ (શરીર
ઉપરની મમતાનો ત્યાગ) કરે છે, તેથી તેઓને છ આવશ્યક હોય
છે; અને તે મુનિઓ ક્યારે પણ (૧) સ્નાન કરતા નથી, (૨)
દાંત સાફ કરતા નથી, (૩) શરીરને ઢાંકવા માટે જરાપણ કપડું
રાખતા નથી તથા (૪) રાત્રિના પાછલા ભાગમાં એક પડખે
જમીન ઉપર થોડો વખત શયન કરે છે. ૫.
મુનિઓનાં બાકીના ગુણો તથા રાગ-દ્વેષનો અભાવ
ઇક બાર દિનમેં લૈં અહાર, ખડે અલપ નિજ-પાનમેં,
કચલોંચ કરત, ન ડરત પરિષહસોં, લગે નિજ ધ્યાનમેં;
અરિ મિત્ર, મહલ મસાન, કંચન કાંચ, નિંદન થુતિકરન,
અર્ઘાવતારન અસિ-પ્રહારનમેં સદા સમતાધરન. ૬.
અન્વયાર્થ[તે વીતરાગી મુનિ] (દિનમેં) દિવસમાં (ઇક
વાર) એકવાર (ખડે) ઊભા રહીને અને (નિજ-પાનમૈં) પોતાના

Page 174 of 205
PDF/HTML Page 196 of 227
single page version

background image
૧૭૪ ][ છ ઢાળા
હાથમાં રાખીને (અલપ) થોડો (અહાર) આહાર (લૈં) લે છે,
(કચલોંચ) કેશલોંચ (કરત) કરે છે. (નિજ ધ્યાનમેં) પોતાના
આત્માના ધ્યાનમાં (લગે) તત્પર થઈને (પરિષહ સોં) બાવીસ
પ્રકારના પરિષહોથી (ન ડરત) ડરતા નથી, અને (અરિ મિત્ર)
શત્રુ કે મિત્ર, (મહલ મસાન) મહેલ કે સ્મશાન, (કંચન કાંચ)
સોનું કે કાંચ (નિંદન થુતિ કરન) નિંદા કરનાર કે સ્તુતિ કરનાર,
(અર્ઘાવતારન) પૂજા કરનારા અને (અસિ-પ્રહારન મેં) તરવારથી
પ્રહાર કરવાવાળા એ સર્વમાં (સદા) હમેશાં (સમતા) સમતાભાવ
(ધરન) ધારણ કરે છે.
ભાવાર્થ[તે વીતરાગી મુનિ] (૫) દિવસે એકવાર (૬)
ઊભા ઊભા પોતાના હાથમાં રાખીને થોડો આહાર લે છે, (૭)
કેશનો લોચ કરે છે; આત્મધ્યાનમાં મગ્ન રહી પરિષહોથી ડરતા
નથી, અર્થાત
્ બાવીસ પ્રકારના પરિષહો ઉપર જય મેળવે છે, તથા
શત્રુ-મિત્ર, સુંદર મહેલ અથવા સ્મશાન, સોનું-કાચ, નિંદક અને
સ્તુતિ કરનાર, પૂજા-ભક્તિ કરનાર અથવા તરવાર આદિથી

Page 175 of 205
PDF/HTML Page 197 of 227
single page version

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૭૫
પ્રહાર કરનાર એ બધામાં સમભાવ (રાગ-દ્વેષનો અભાવ) રાખે
છે અર્થાત
્ કોઈના ઉપર રાગ-દ્વેષ કરતા નથી.
પ્રશ્નસાચો પરિષહજય કોને કહે છે?
ઉત્તરક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, ડાંસ-મચ્છર, ચર્યા,
શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ, નગ્નતા, અરતિ, સ્ત્રી, નિષદ્યા,
આક્રોશ, યાચના, સત્કાર-પુરસ્કાર, અલાભ, અદર્શન, પ્રજ્ઞા અને
અજ્ઞાન
એ બાવીસ પ્રકારના પરિષહો છે. ભાવલિંગી મુનિને
દરેક સમયે ત્રણ કષાયનો (અનંતાનુબંધી વગેરેનો) અભાવ
હોવાથી સ્વરૂપમાં સાવધાનીના કારણે જેટલા અંશે રાગ-દ્વેષની
ઉત્પત્તિ થતી નથી, તેટલા અંશે તેમને નિરન્તર પરિષહજય હોય
છે. વળી ક્ષુધાદિક લાગતાં તેના નાશનો ઉપાય ન કરવો તેને તે
(અજ્ઞાની જીવ) પરિષહસહનતા કહે છે. હવે ઉપાય તો ન કર્યો
અને અંતરંગમાં ક્ષુધાદિ અનિષ્ટ સામગ્રી મળતાં દુઃખી થયો તથા
રતિ આદિનું કારણ મળતાં સુખી થયો, પણ એ તો દુઃખ-સુખરૂપ
પરિણામ છે, અને એ જ આર્ત્ત-રૌદ્રધ્યાન છે, એવા ભાવોથી સંવર
કેવી રીતે થાય?
પ્રશ્નત્યારે કેવી રીતે પરિષહજય થાય?
ઉત્તરતત્ત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ પદાર્થ ઇષ્ટ-અનિષ્ટ
ન ભાસે, દુઃખના કારણો મળતાં દુઃખી ન થાય તથા સુખના
કારણો મળતાં સુખી ન થાય પણ જ્ઞેયરૂપથી તેનો જાણવાવાળો
જ રહે; એ જ સાચો પરિષહજય છે. ૬.
(મોક્ષમાર્ગ પ્ર૦ પૃ. ૨૩૨)

Page 176 of 205
PDF/HTML Page 198 of 227
single page version

background image
૧૭૬ ][ છ ઢાળા
મુનિઓનાં તપ, ધાર્મ, વિહાર તથા સ્વરુપાચરણચારિત્ર
તપ તપૈં દ્વાદશ, ધરૈં વૃષ દશ, રતનત્રય સેવૈં સદા,
મુનિ સાથમેં વા એક વિચરૈં, ચહૈં નહિં ભવસુખ કદા;
યોં હૈ સકલસંયમ-ચરિત, સુનિયે સ્વરૂપાચરન અબ,
જિસ હોત પ્રગટૈ આપની નિધિ, મિટૈ પરકી પ્રવૃતિ સબ. ૭.
અન્વયાર્થ[તે વીતરાગી મુનિ હમેશાં] (દ્વાદશ) બાર
પ્રકારના (તપ તપૈં) તપ કરે છે. (દશ) દશ પ્રકારના (વૃષ)
ધર્મને (ધરૈં) ધારણ કરે છે, અને (રતનત્રય) સમ્યગ્દર્શન-
સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રનું (સદા) હમેશાં (સેવૈં) સેવન
કરે છે, (મુનિ સાથમેં) મુનિઓના સંઘમાં (વા) અથવા (એક)
એકલા (વિચરૈં) વિચરે છે, અને (કદા) કોઈ પણ વખત
(ભવસુખ) સંસારના સુખોને (નહિં ચહૈં) ચાહતા નથી. (યોં)
આ પ્રકારે (સકલસંયમ-ચરિત) સકલ સંયમ ચારિત્ર (હૈ) છે;
(અબ) હવે (સ્વરૂપાચરન) સ્વરૂપાચરણ ચારિત્ર (સુનિયે)
સાંભળો. (જિસ) જે સ્વરૂપાચરણ ચારિત્ર [સ્વરૂપમાં રમણતારૂપ
ચારિત્ર] (હોત) પ્રગટ થતાં (આપની) પોતાના આત્માની
(નિધિ) જ્ઞાનાદિક સંપત્તિ (પ્રગટૈ) પ્રગટ થાય છે, તથા (પરકી)
પર વસ્તુઓ તરફની (સબ) બધાં પ્રકારની (પ્રવૃતિ) પ્રવૃત્તિ
(મિટૈ) મટી જાય છે.
ભાવાર્થ(૧) ભાવલિંગી મુનિને શુદ્ધાત્મસ્વરૂપમાં લીન
રહીને પ્રતપવુંપ્રતાપવંત વર્તવું તે તપ છે અને હઠ વિના બાર

Page 177 of 205
PDF/HTML Page 199 of 227
single page version

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૭૭
પ્રકારના તપના શુભ વિકલ્પ હોય છે તે વ્યવહાર તપ છે.
વીતરાગભાવરૂપ ઉત્તમક્ષમાદિ પરિણામ તે ધર્મ છે. ભાવલિંગી
મુનિને ઉપર કહ્યાં તેવાં તપ અને ધર્મનું આચરણ હોય છે.
તેઓ મુનિઓના સંઘ સાથે અથવા એકલા વિહાર કરે છે. કોઈ
પણ સમયે સંસારના સુખને ઇચ્છતા નથી. આ રીતે સકલ
ચારિત્રનું સ્વરૂપ કહ્યું.
(૨) અજ્ઞાની જીવ અનશન આદિ તપથી નિર્જરા માને
છે, પણ કેવળ બાહ્ય તપ જ કરવાથી તો નિર્જરા થાય નહિ.
શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે તેથી ઉપચારથી તપને પણ
નિર્જરાનું કારણ કહ્યું છે. જો બાહ્ય દુઃખ સહન કરવું એ જ
નિર્જરાનું કારણ હોય તો પશુ વગેરે પણ ભૂખ-તૃષાદિ સહન
કરે છે.
પ્રશ્નએ તો પરાધીનપણે સહે છે, પણ સ્વાધીનપણે
ધર્મબુદ્ધિથી ઉપવાસ આદિ તપ કરે તેને તો નિર્જરા થાય છે?
ઉત્તરધર્મબુદ્ધિથી બાહ્ય ઉપવાસાદિક કરે ત્યાં ઉપયોગ
તો અશુભ, શુભ વા શુદ્ધરૂપજીવ જેમ પરિણમે તેમ
પરિણમો, ઉપવાસના પ્રમાણમાં જો નિર્જરા થાય તો નિર્જરાનું
મુખ્ય કારણ ઉપવાસાદિક જ ઠરે, પણ એમ તો બને નહિ,
કારણ કે
પરિણામ દુષ્ટ થતાં ઉપવાસ આદિ કરતાં પણ
નિર્જરા થવી કેમ સંભવે? અહીં જો એમ કહેશો કે અશુભ-
શુભ-શુદ્ધરૂપ ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ-નિર્જરા છે, તો
ઉપવાસ આદિ તપ નિર્જરાનું મુખ્ય કારણ ક્યાં રહ્યું? ત્યાં તો

Page 178 of 205
PDF/HTML Page 200 of 227
single page version

background image
૧૭૮ ][ છ ઢાળા
અશુભ-શુભ પરિણામ બંધના કારણ ઠર્યા, તથા શુદ્ધ પરિણામ
નિર્જરાનું કારણ ઠર્યા.
પ્રશ્નજો એમ છે તો અનશન આદિને તપ સંજ્ઞા કેવી
રીતે કહી?
ઉત્તરતેને બાહ્ય તપ કહ્યા છે, બાહ્યનો અર્થ એ છે કે
બહાર બીજાઓને દેખાય કે આ તપસ્વી છે, પણ પોતે તો જેવો
અંતરંગ પરિણામ થશે તેવું ફળ પામશે.
(૩) વળી અંતરંગ તપોમાં પણ પ્રાયશ્ચિત્ત, વિનય,
વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાનરૂપ ક્રિયામાં બાહ્ય પ્રવર્તન
છે તે તો બાહ્ય તપ જેવું જ જાણવું
જેવી અનશનાદિ બાહ્ય ક્રિયા
છે તેવી એ પણ બાહ્ય ક્રિયા છે, તેથી પ્રાયશ્ચિત્ત આદિ બાહ્ય
સાધન પણ અંતરંગ તપ નથી.
પરંતુ એવું બાહ્ય પ્રવર્તન થતાં જે અંતરંગ પરિણામોની
શુદ્ધતા થાય તેનું નામ અંતરંગ તપ જાણવું,અને ત્યાં તો નિર્જરા
જ છે, બંધ થતો નથી. વળી એ શુદ્ધતાનો અલ્પ અંશ પણ રહે
તો જેટલી શુદ્ધતા થઈ તેનાથી તો નિર્જરા છે તથા જેટલો
શુભભાવ છે તેનાથી તો બંધ છે. એ પ્રમાણે અનશન આદિ
ક્રિયાને તપસંજ્ઞા ઉપચારથી છે એમ જાણવું, અને તેથી જ તેને
વ્યવહાર-તપ કહ્યો છે. વ્યવહાર અને ઉપચારનો એક અર્થ છે.
ઘણું શું કહીએ? એટલું જ સમજી લેવું કેનિશ્ચયધર્મ તો
વીતરાગભાવ છે તથા અન્ય અનેક પ્રકારના ભેદો નિમિત્તની