Chha Dhala (Gujarati). Chothi Dhal; Gatha: 1-11 (Dhal 4).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 12

 

Page 99 of 205
PDF/HTML Page 121 of 227
single page version

background image
““
““
स्वापूर्वार्थव्यवसायात्मकं ज्ञानं प्रमाणम् । (પ્રમેયરત્ન. સૂત્ર-૧)
ચોથી ઢાળ
સમ્યગ્જ્ઞાન-ચારિત્રના ભેદ, શ્રાવકનાં વ્રત, ધાર્મની દુર્લભતા
(દોહા)
સમ્યક્ શ્રદ્ધા ધારિ પુનિ, સેવહુ સમ્યગ્જ્ઞાન;
સ્વ-પર અર્થ બહુધર્મજુત, જો પ્રગટાવન ભાન. ૧.
અન્વયાર્થ(સમ્યક્ શ્રદ્ધા) સમ્યગ્દર્શન (ધારિ) ધારણ
કરીને (પુનિ) વળી (સમ્યગ્જ્ઞાન) સમ્યગ્જ્ઞાન (સેવહુ) સેવો [જે
સમ્યગ્જ્ઞાન] (બહુ ધર્મજુત) અનેક ધર્માત્મક (સ્વ-પર અર્થ)
પોતાનું અને બીજા પદાર્થોનું (પ્રગટાવન) જ્ઞાન કરાવવામાં
(ભાન) સૂર્ય સમાન છે.
ભાવાર્થસમ્યગ્દર્શન સહિત સમ્યગ્જ્ઞાન દ્રઢ કરવું
જોઈએ. જેવી રીતે સૂર્ય બધા પદાર્થોને અને પોતે પોતાને જેમ છે
તેમ બતાવે છે તેવી રીતે જે અનેક ધર્મયુક્ત પોતેપોતાને
(આત્માને) અને પદાર્થોને
* જેમ છે તેમ બતાવે છેતે સમ્યગ્જ્ઞાન
કહેવાય છે.

Page 100 of 205
PDF/HTML Page 122 of 227
single page version

background image
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનમાં તફાવત
(રોલા છંદ)
સમ્યક્ સાથૈ જ્ઞાન હોય, પૈ ભિન્ન અરાધૌ,
લક્ષણ શ્રદ્ધા જાન, દુહૂમેં ભેદ અબાધૌ;
સમ્યક્ કારણ જાન, જ્ઞાન કારજ હૈ સોઈ,
યુગપત્ હોતે હૂ, પ્રકાશ દીપકતૈં હોઈ. ૨.
૧૦૦ ][ છ ઢાળા
અન્વયાર્થ(સમ્યક્ સાથે) સમ્યગ્દર્શનની સાથે (જ્ઞાન)
સમ્યગ્જ્ઞાન (હોય) હોય છે (પૈ) તોપણ [તે બન્ને] (ભિન્ન) જુદાં
(અરાધૌ) સમજવાં જોઈએ; કારણ કે (લક્ષણ) તે બન્નેનાં લક્ષણ
[અનુક્રમે] (શ્રદ્ધા) શ્રદ્ધા કરવી અને (જાન) જાણવું છે તથા
(સમ્યક્) સમ્યગ્દર્શન (કારણ) કારણ છે અને (જ્ઞાન) સમ્યગ્જ્ઞાન
(કારજ) કાર્ય છે. (સોઈ) આ પણ (દુહૂમેં) બન્નેમાં (ભેદ) અંતર
(અબાધૌ) નિર્બાધ છે. [જેમ] (યુગપત્) એક સાથે (હોતે હૂ) હોવા
છતાં પણ (પ્રકાશ) અજવાળું (દીપકતૈં) દીપકની જ્યોતિથી
(હોઈ) થાય છે તેમ.

Page 101 of 205
PDF/HTML Page 123 of 227
single page version

background image
ભાવાર્થસમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન જોકે એકસાથે
પ્રગટે છે તોપણ તે બન્ને જુદા જુદા ગુણના પર્યાયો છે.
સમ્યગ્દર્શન શ્રદ્ધાગુણનો શુદ્ધપર્યાય છે, અને સમ્યગ્જ્ઞાન
જ્ઞાનગુણનો શુદ્ધપર્યાય છે, વળી સમ્યગ્દર્શનનું લક્ષણ વિપરીત
અભિપ્રાય રહિત તત્ત્વાર્થશ્રદ્ધાન છે અને સમ્યગ્જ્ઞાનનું લક્ષણ
સંશય આદિ દોષ રહિત સ્વ-પરનો યથાર્થપણે નિર્ણય છે.-એ રીતે
બેઉનાં લક્ષણ જુદાં જુદાં છે. વળી સમ્યગ્દર્શન નિમિત્તકારણ છે,
અને સમ્યગ્જ્ઞાન નૈમિત્તિક કાર્ય છે. આમ તે બંનેમાં કારણ-
કાર્યભાવથી પણ તફાવત છે.
પ્રશ્નજ્ઞાન-શ્રદ્ધાન તો યુગપત્ (એકસાથે) હોય છે, તો
તેમાં કારણ-કાર્યપણું કેમ કહો છો?
ઉત્તર‘એ હોય તો એ હોય’ એ અપેક્ષાએ
કારણકાર્યપણું હોય છે. જેમ દીપક અને પ્રકાશ બંને યુગપત્ હોય
છે, તોપણ દીપક હોય તો પ્રકાશ હોય; તેથી દીપક કારણ છે અને
પ્રકાશ કાર્ય છે. એ જ પ્રમાણે જ્ઞાન-શ્રદ્ધાન પણ છે.
(મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૯૧)
જ્યાં સુધી સમ્યગ્દર્શન થતું નથી ત્યાં સુધીનું જ્ઞાન
સમ્યગ્જ્ઞાન કહેવાતું નથી. આમ હોવાથી સમ્યગ્દર્શન તે
સમ્યગ્જ્ઞાનનું કારણ છે.
*
*पृथगाराधनमिष्टं दर्शनसहभाविनोऽपि बोधस्य ।।
लक्षणभेदेन यतो, नानात्वं संभवत्यनयोः ।।३२।।
ચોથી ઢાળ ][ ૧૦૧

Page 102 of 205
PDF/HTML Page 124 of 227
single page version

background image
સમ્યગ્જ્ઞાનના ભેદ, પરોક્ષ અને દેશ-પ્રત્યક્ષનાં
લક્ષણ
તાસ ભેદ દો હૈં, પરોક્ષ પરતછ તિન માંહીં,
મતિ-શ્રુત દોય પરોક્ષ, અક્ષ-મનતૈં ઉપજાહીં;
અવધિજ્ઞાન મનપર્જય દો હૈં દેશ-પ્રતચ્છા,
દ્રવ્ય-ક્ષેત્ર-પરિમાણ લિયે જાનૈ જિય સ્વચ્છા. ૩.
અન્વયાર્થ(તાસ) એ સમ્યગ્જ્ઞાનના (પરોક્ષ) પરોક્ષ
અને (પરતછ) પ્રત્યક્ષ (દો) બે (ભેદ હૈં) ભેદો છે; (તિન માંહીં)
તેમાં (મતિ-શ્રુત) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન (દોય) એ બન્ને
(પરોક્ષ) પરોક્ષજ્ઞાન છે. [કારણ કે તે] (અક્ષ મનતૈં) ઇન્દ્રિયો
અને મનના નિમિત્તથી (ઉપજાહીં) ઉત્પન્ન થાય છે.
(અવધિજ્ઞાન) અવધિજ્ઞાન અને (મનપર્જય) મનઃપર્યયજ્ઞાન (દો)
એ બન્ને જ્ઞાન (દેશ-પ્રતચ્છા) દેશપ્રત્યક્ષ (હૈં) છે, [કારણ કે તે
જ્ઞાનથી] (જિય) જીવ (દ્રવ્ય-ક્ષેત્ર પરિમાણ) દ્રવ્ય અને ક્ષેત્રની
મર્યાદા (લિયે) લઈને (સ્વચ્છા) સ્પષ્ટ (જાનૈ) જાણે છે.
ભાવાર્થઆ સમ્યગ્જ્ઞાનના બે ભેદ છે(૧) પ્રત્યક્ષ
सम्यग्ज्ञानं कार्यं सम्यक्त्वं कारणं वदन्ति जिनाः ।।
ज्ञानाराधनमिष्टं, सम्यक्त्वानन्तरं तस्मात् ।।३३।।
कारणकार्य विधानं, समकालं जायमानयोरपि हि ।।
दीपप्रकाशयोरिव, सम्यक्त्वज्ञानयोः सुघटम् ।।३४।।
(શ્રી અમૃતચંદ્રાચાર્ય રચિત પુરુષાર્થસિદ્ધ-ઉપાય)
૧૦૨ ][ છ ઢાળા

Page 103 of 205
PDF/HTML Page 125 of 227
single page version

background image
અને (૨) પરોક્ષ; તેમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષજ્ઞાન*
છે, કારણ કે તે બન્ને જ્ઞાન ઇન્દ્રિયો અને મનના નિમિત્તથી
વસ્તુને અસ્પષ્ટ જાણે છે. સમ્યગ્મતિ-શ્રુતજ્ઞાન સ્વાનુભવકાળે
પ્રત્યક્ષ હોય છે તેમાં ઇન્દ્રિય અને મન નિમિત્ત નથી.
* જે જ્ઞાન ઇન્દ્રિયો અને મનના નિમિત્તથી વસ્તુને અસ્પષ્ટ જાણે છે તેને
પરોક્ષજ્ઞાન કહેવાય છે.
ચોથી ઢાળ ][ ૧૦૩

Page 104 of 205
PDF/HTML Page 126 of 227
single page version

background image
અવધિજ્ઞાન અને મનઃપર્યયજ્ઞાન દેશપ્રત્યક્ષ* છે, કારણ કે જીવ
આ બે જ્ઞાનથી રૂપી દ્રવ્યને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની
મર્યાદાપૂર્વક જાણે છે.
સકલપ્રત્યક્ષ જ્ઞાનનું લક્ષણ અને જ્ઞાનનો મહિમા
સકલ દ્રવ્યકે ગુન અનંત, પરજાય અનંતા,
જાનૈ એકૈ કાલ, પ્રગટ કેવલિ ભગવન્તા;
જ્ઞાન સમાન ન આન જગતમેં સુખકો કારન,
ઇહિ પરમામૃત જન્મજરામૃતિરોગ-નિવારન. ૪.
* જે જ્ઞાન રૂપી વસ્તુને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની મર્યાદાપૂર્વક સ્પષ્ટ
જાણે છે તેને દેશપ્રત્યક્ષ કહે છે.
અન્વયાર્થ[જે જ્ઞાનથી] (કેવલિ ભગવન્તા) કેવળજ્ઞાની
ભગવાન (સકલ દ્રવ્યકે) છએ દ્રવ્યોના (અનંત) અપરિમિત
(ગુન) ગુણોને અને (અનંતા) અનંત (પરજાય) પર્યાયોને (એકૈ
કાલ) એક સાથે (પ્રગટ) સ્પષ્ટ (જાનૈ) જાણે છે [તે જ્ઞાનને]
(સકલ) સકલપ્રત્યક્ષ અથવા કેવળજ્ઞાન કહે છે. (જગતમેં) આ
૧૦૪ ][ છ ઢાળા

Page 105 of 205
PDF/HTML Page 127 of 227
single page version

background image
જગતમાં (જ્ઞાન સમાન) સમ્યગ્જ્ઞાનના જેવો (આન) બીજો કોઈ
પદાર્થ (સુખકો) સુખનું (ન કારણ) કારણ નથી. (ઇહિ) આ
સમ્યગ્જ્ઞાન જ (જન્મજરામૃતિરોગ) જન્મ-જરા અને મરણના
રોગોને (નિવારન) દૂર કરવાને માટે (પરમામૃત) ઉત્કૃષ્ટ અમૃત
સમાન છે.
ભાવાર્થ૧. જે જ્ઞાન ત્રણકાળ અને ત્રણલોકવર્તી સર્વ
પદાર્થોને (અનંતધર્માત્મક સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયોને) પ્રત્યેક
સમયમાં યથાસ્થિત, પરિપૂર્ણરૂપથી સ્પષ્ટ અને એકસાથે જાણે છે
તે જ્ઞાનને કેવળજ્ઞાન કહે છે. જે સકલપ્રત્યક્ષ છે.
૨. દ્રવ્ય, ગુણ અને પર્યાયોને કેવળી ભગવાન જાણે છે
પણ તેના અપેક્ષિત ધર્મોને જાણી શકતા નથીએવું માનવું તે
અસત્ય છે. વળી તે અનંતને અથવા માત્ર પોતાના આત્માને જ
જાણે છે, પરંતુ સર્વને ન જાણે
એવું માનવું તે પણ ન્યાય-
વિરુદ્ધ છે. કેવળી ભગવાન સર્વજ્ઞ હોવાથી અનેકાન્તસ્વરૂપ
પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ જાણે છે. (લઘુ જૈ. સિ. પ્ર. પ્રશ્ન ૮૭)
૩. આ સંસારમાં સમ્યગ્જ્ઞાન જેવી સુખદાયક અન્ય કોઈ
વસ્તુ નથી. આ સમ્યગ્જ્ઞાન જ જન્મ-જરા અને મૃત્યુરૂપી ત્રણ
રોગોનો નાશ કરવા માટે ઉત્તમ અમૃત સમાન છે.
જ્ઞાની અને અજ્ઞાનીના કર્મનાશના વિષયમાં તફાવત
કોટિ જન્મ તપ તપૈં, જ્ઞાન વિન કર્મ ઝરૈં જે,
જ્ઞાનીકે છિનમેં, ત્રિગુપ્તિતૈં સહજ ટરૈં તે;
ચોથી ઢાળ ][ ૧૦૫

Page 106 of 205
PDF/HTML Page 128 of 227
single page version

background image
મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયૌ,
પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયૌ. ૫.
અન્વયાર્થ[અજ્ઞાની જીવને] (જ્ઞાન વિન) સમ્યગ્જ્ઞાન
વગર (કોટિ જન્મ) કરોડો જન્મો સુધી (તપ તપૈં) તપ તપવાથી
(જે કર્મ) જેટલા કર્મો (ઝરૈં) નાશ થાય છે (તે) તેટલાં કર્મો
(જ્ઞાનીકે) સમ્યગ્જ્ઞાની જીવને (ત્રિગુપ્તિ તૈં) મન, વચન અને કાયા
તરફની જીવની પ્રવૃત્તિને રોકવાથી [નિર્વિકલ્પ શુદ્ધ સ્વાનુભવથી]
(છિનમેં) ક્ષણ માત્રમાં (સહજ) સહેલાઈથી (ટરૈં) નાશ પામે છે.
[આ જીવ] (મુનિવ્રત) મુનિઓનાં મહાવ્રતોને (ધાર) ધારણ કરીને
(અનંત બાર) અનંત વાર (ગ્રીવક) નવમી ગ્રૈવેયક સુધી
(ઉપજાયૌ) ઉત્પન્ન થયો, (પૈ) પરંતુ (નિજ આતમ) પોતાના
આત્માના (જ્ઞાન વિના) જ્ઞાન વગર (લેશ) જરાપણ (સુખ) સુખ
(ન પાયૌ) પામી શક્યો નહિ.
ભાવાર્થમિથ્યાદ્રષ્ટિ જીવ આત્મજ્ઞાન (સમ્યગ્જ્ઞાન) વિના
કરોડો જન્મો-ભવો સુધી બાળતપરૂપ ઉદ્યમ કરીને જેટલાં કર્મોનો
નાશ કરે છે તેટલાં કર્મોનો નાશ સમ્યગ્જ્ઞાની જીવ સ્વસન્મુખ
૧૦૬ ][ છ ઢાળા

Page 107 of 205
PDF/HTML Page 129 of 227
single page version

background image
જ્ઞાતાપણાને લીધે સ્વરૂપગુપ્તિથી ક્ષણમાત્રમાં સહેજે કરી નાંખે છે.
આ જીવ, મુનિના (દ્રવ્યલિંગી મુનિના) મહાવ્રતોને ધારણ કરીને
તેના પ્રભાવથી નવમી ગ્રૈવેયક સુધીના વિમાનોમાં અનંતવાર
ઉત્પન્ન થયો, પરંતુ આત્માના ભેદવિજ્ઞાન (સમ્યગ્જ્ઞાન અથવા
સ્વાનુભવ) વિના તે જીવને ત્યાં પણ લેશમાત્ર સુખ મળ્યું નહિ.
જ્ઞાનના દોષ અને મનુષ્યપર્યાય વગેરેની દુર્લભતા
તાતૈં જિનવર-કથિત તત્ત્વ અભ્યાસ કરીજે,
સંશય-વિભ્રમ-મોહ ત્યાગ, આપો લખ લીજે;
યહ માનુષપર્યાય, સુકુલ, સુનિવૌ જિનવાની,
ઇહવિધિ ગયે ન મિલે, સુમણિ જ્યોં ઉદધિ સમાની. ૬.
અન્વયાર્થ(તાતૈં) તેથી (જિનવર-કથિત) જિનેન્દ્ર
ભગવાને કહેલાં (તત્ત્વ) પરમાર્થ તત્ત્વનો (અભ્યાસ) અભ્યાસ
(કરીજે) કરવો જોઈએ, અને (સંશય) સંશય, (વિભ્રમ) વિપર્યય
તથા (મોહ) અનધ્યવસાય [અચોક્કસતા] ને (ત્યાગ) છોડીને
(આપો) પોતાના આત્માને (લખ લીજે) લક્ષમાં લેવો જોઈએ
ચોથી ઢાળ ][ ૧૦૭

Page 108 of 205
PDF/HTML Page 130 of 227
single page version

background image
સંશયઃविरुद्धानेककोटिस्पर्शिज्ञानं संशयःविरुद्धानेककोटिस्पर्शिज्ञानं संशयः =‘આ પ્રમાણે છે કે
આ પ્રમાણે છે’ એવું જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકારરૂપ જ્ઞાન,
તેને સંશય કહે છે.
વિપર્યયઃविपरीतैककोटिनिश्चयो विपर्ययःविपरीतैककोटिनिश्चयो विपर्ययः =વસ્તુસ્વરૂપથી
વિરુદ્ધતાપૂર્વક ‘આ આમ જ છે’ એવું એકરૂપ જ્ઞાન તેનું નામ
વિપર્યય છે.
અનધ્યવસાયઃकिमित्यालोचनमात्रमनध्यवसायःकिमित्यालोचनमात्रमनध्यवसायः =‘કાંઈક છે’
એવો નિર્ધારરહિત વિચાર તેનું નામ અનધ્યવસાય છે.
૧૦૮ ][ છ ઢાળા
અર્થાત્ ઓળખવો જોઈએ. [જો એમ-ન કર્યું તો] (યહ) આ
(માનુષપર્યાય) મનુષ્યશરીર (સુકુલ) ઉત્તમકુલ (જિનવાણી)
જિનવાણીનું (સુનિવૌ) સાંભળવું (ઇહવિધિ) એવો સુયોગ (ગયે)
વીતી ગયા પછી, (ઉદધિ) સમુદ્રમાં (સમાની) સમાયેલાં
ડૂબેલાં
(સુમણિ જ્યોં) સાચા રત્નની માફક [ફરીને] (ન મિલે) મળવો
કઠણ છે.
ભાવાર્થઆત્મા અને પરવસ્તુઓના ભેદવિજ્ઞાનને પ્રાપ્ત
કરવા માટે જિનદેવે પ્રરૂપેલાં સાચાં તત્ત્વોનું પઠન-પાઠન (મનન)
કરવું જોઈએ; અને
સંશય વિપર્યય તથા અનધ્યવસાય એ

Page 109 of 205
PDF/HTML Page 131 of 227
single page version

background image
સમ્યગ્જ્ઞાનના ત્રણ દોષોને દૂર કરી આત્માનું સ્વરૂપ જાણવું
જોઈએ; કારણ કે જેવી રીતે સમુદ્રમાં ડૂબેલું અમૂલ્ય રત્ન ફરીને
હાથ આવતું નથી તેવી રીતે મનુષ્યશરીર, ઉત્તમ શ્રાવકકુળ અને
જિનવચનોનું શ્રવણ વગેરે સુયોગ પણ વીતી ગયા પછી ફરી
ફરીને પ્રાપ્ત થતા નથી; તેથી આ અપૂર્વ અવસર ન ગુમાવતાં
આત્મસ્વરૂપની ઓળખાણ (સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ) કરીને આ
મનુષ્ય જન્મ સફળ કરવો જોઈએ.
સમ્યગ્જ્ઞાનનો મહિમા અને કારણ
ધન સમાજ ગજ બાજ, રાજ તો કાજ ન આવૈ,
જ્ઞાન આપકો રૂપ ભયે, ફિર અચલ રહાવૈ;
તાસ જ્ઞાનકો કારન, સ્વ-પર વિવેક બખાનૌ,
કોટિ ઉપાય બનાય ભવ્ય, તાકો ઉર આનૌ. ૭.
અન્વયાર્થ(ધન) પૈસા, (સમાજ) કુટુંબ, (ગજ) હાથી,
(બાજ) ઘોડા, (રાજ) રાજ્ય (તો) તો (કાજ) પોતાના કામમાં (ન
આવૈ) આવતા નથી; પણ (જ્ઞાન) સમ્યગ્જ્ઞાન (આપકો રૂપ)
આત્માનું સ્વરૂપ છે-જે (ભયે) પ્રાપ્ત થયા (ફિર) પછી (અચલ)
અચળ (રહાવૈ) કહે છે. (તાસ) તે (જ્ઞાનકો) સમ્યગ્જ્ઞાનનું
ચોથી ઢાળ ][ ૧૦૯

Page 110 of 205
PDF/HTML Page 132 of 227
single page version

background image
(કારન) કારણ (સ્વ-પર વિવેક) આત્મા અને પરવસ્તુઓનું
ભેદવિજ્ઞાન (બખાનૌ) કહ્યું છે, [તેથી] (ભવ્ય) હે ભવ્ય જીવો!
(કોટિ) કરોડો (ઉપાય) ઉપાયો (બનાય) કરીને (તાકો) તે
ભેદવિજ્ઞાનને (ઉર આનૌ) હૃદયમાં ધારણ કરો.
ભાવાર્થધન, કુટુંબ, નોકર-ચાકર, હાથી, ઘોડા અને
રાજ્યાદિ કોઈપણ પદાર્થ આત્માને સહાયક થતા નથી; પણ
સમ્યગ્જ્ઞાન આત્માનું સ્વરૂપ છે, તે એકવાર પ્રાપ્ત થયા પછી
અક્ષય થઈ જાય છે-કદી નાશ પામતું નથી, અચળ એકરૂપ રહે
છે. આત્મા અને પર વસ્તુઓનું ભેદવિજ્ઞાન જ તે સમ્યગ્જ્ઞાનનું
કારણ છે; તેથી આત્મહિતેચ્છુ ભવ્ય જીવોએ કરોડો ઉપાય કરીને
આ ભેદવિજ્ઞાન દ્વારા સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.
સમ્યગ્જ્ઞાનનો મહિમા અને વિષયોની £ચ્છા રોકવાનો
ઉપાય
જે પૂરવ શિવ ગયે, જાહિં, અરુ આગે જૈહૈં,
સો સબ મહિમા જ્ઞાન-તની, મુનિનાથ કહૈં હૈં;
વિષય-ચાહ દવ-દાહ, જગત-જન-અરનિ દઝાવૈ,
તાસ ઉપાય ન આન, જ્ઞાન-ઘનઘાન બુઝાવૈ. ૮.
અન્વયાર્થ(પૂરવ) પૂર્વે (જે) જે જીવો (શિવ) મોક્ષમાં
(ગયે) ગયા છે [વર્તમાનમાં] (જાહિં) જાય છે (અરુ) અને
(આગે) ભવિષ્યમાં (જૈહૈં) જાશે. (સો) એ (સબ) બધો
(જ્ઞાનતની) સમ્યગ્જ્ઞાનનો (મહિમા) પ્રભાવ છે-એમ (મુનિનાથ)
૧૧૦ ][ છ ઢાળા

Page 111 of 205
PDF/HTML Page 133 of 227
single page version

background image
જિનેન્દ્રદેવે કહ્યું છે. (વિષય-ચાહ) પાંચ ઇન્દ્રિયોના વિષયોની
ઇચ્છારૂપી (દવ-દાહ) ભયંકર દાવાનળ (જગત-જન) સંસારી
જીવોરૂપી (અરનિ) અરણ્ય
જૂના પુરાણા જંગલને (દઝાવૈ) બાળી
રહ્યો છે, (તાસ) તેની શાંતિનો (ઉપાય) ઉપાય (આન) બીજો
(ન) નથી; [માત્ર] (જ્ઞાન-ઘનઘાન) જ્ઞાનરૂપી વરસાદનો સમૂહ
(બુઝાવૈ) શાંત કરે છે.
ભાવાર્થભૂત, વર્તમાન અને ભવિષ્ય-એ ત્રણે કાળમાં
જે જીવો મોક્ષ પામ્યા છે, પામશે અને (વર્તમાનમાં વિદેહક્ષેત્રે)
પામે છે તે આ સમ્યગ્જ્ઞાનનો જ પ્રભાવ છે, એમ પૂર્વાચાર્યોએ
બતાવ્યું છે. જેવી રીતે દાવાનલ (વનમાં લાગેલી આગ) ત્યાંની
ચોથી ઢાળ ][ ૧૧૧

Page 112 of 205
PDF/HTML Page 134 of 227
single page version

background image
બધી વસ્તુઓને ભસ્મ કરી નાંખે છે તેવી રીતે પાંચ ઇન્દ્રિયો
સંબંધી વિષયોની ઇચ્છા સંસારી જીવોને બાળે છે-દુઃખ આપે છે,
અને જેવી રીતે ધોધમાર વરસાદ તે દાવાનળને બુઝાવી નાખે છે
તેવી રીતે આ સમ્યગ્જ્ઞાન તે વિષયોની ઇચ્છાને શાંત કરે છે
નષ્ટ કરે છે.
પુણ્ય-પાપમાં હર્ષ-વિષાદનો નિષેધા અને સાર સાર
વાતો
પુણ્યપાપ ફલમાહિં, હરખ-વિલખૌ મત ભાઈ,
યહ પુદ્ગલ-પરજાય ઉપજિ વિનસૈ ફિર થાઈ;
લાખ બાતકી બાત યહી, નિશ્ચય ઉર લાઓ,
તોરિ સકલ જગદંદ-ફંદ, નિત આતમ ધ્યાઓ. ૯.
અન્વયાર્થ(ભાઈ) હે આત્મહિતૈષી પ્રાણી! (પુણ્ય-
ફલમાંહિ) પુણ્યના ફળોમાં (હરખ મત) હર્ષ ન કર, અને
(પાપ-ફલમાહિં) પાપના ફળોમાં (વિલખૌ મત) દ્વેષ ન કર
[કારણ કે આ પુણ્ય અને પાપ] (પુદ્ગલ પરજાય) પુદ્ગલના
પર્યાય છે. [તે] (ઉપજિ) ઉત્પન્ન થઈને (વિનસૈ) નાશ પામી
જાય છે અને (ફિર) ફરીને (થાઈ) ઉત્પન્ન થાય છે. (ઉર)
પોતાના અંતરમાં (નિશ્ચય) નિશ્ચયથી ખરેખર (લાખ બાતકી
બાત) લાખો વાતનો સાર (યહી) આ જ પ્રમાણે (લાઓ) ગ્રહણ
કરો કે (સકલ) પુણ્ય-પાપરૂપ બધાય (જગદંદ-ફંદ) જન્મ-
મરણના દ્વંદ્વ [રાગ-દ્વેષ] રૂપ વિકારી-મલિનભાવો (તોરિ) તોડી
(નિત) હમેશાં (આતમ ધ્યાઓ) પોતાના આત્માનું ધ્યાન કરો.
૧૧૨ ][ છ ઢાળા

Page 113 of 205
PDF/HTML Page 135 of 227
single page version

background image
ભાવાર્થઆત્મહિતૈષી જીવનું કર્તવ્ય છે કે ધન, ઘર,
દુકાન, કીર્તિ, નીરોગ શરીરાદિ, પુણ્યના ફળ છે, તેનાથી પોતાને
લાભ છે તથા તેના વિયોગથી પોતાને નુકશાન છે એમ ન માનો;
કેમકે પરપદાર્થ સદા ભિન્ન છે, જ્ઞેયમાત્ર છે, તેમાં કોઈને અનુકૂળ
અથવા પ્રતિકૂળ, ઇષ્ટ અથવા અનિષ્ટ ગણવા તે માત્ર જીવની
ભૂલ છે, માટે પુણ્ય-પાપના ફળમાં હર્ષ-શોક કરવો નહિ.
જો કોઈપણ પર પદાર્થને જીવ, ખરેખર ભલા-બૂરા માને તો
તેના પ્રત્યે રાગ-દ્વેષ અને મમત્વ થયા વિના રહે નહિ. જેણે
ચોથી ઢાળ ][ ૧૧૩

Page 114 of 205
PDF/HTML Page 136 of 227
single page version

background image
પરપદાર્થ-પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને ખરેખર હિતકર તથા
અહિતકર માન્યા છે તેણે અનંતા પરપદાર્થ પ્રત્યે રાગ-દ્વેષ કરવા
જેવા માન્યા છે, અને અનંત પર પદાર્થ મને સુખ-દુઃખના કારણ
છે એમ પણ માન્યું છે; માટે એ ભૂલ છોડીને નિજ જ્ઞાનાનંદ
સ્વરૂપનો નિર્ણય કરી સ્વસન્મુખ જ્ઞાતા રહેવું તે સુખી થવાનો
ઉપાય છે.
પુણ્ય-પાપનો બંધ તે પુદ્ગલના પર્યાય (અવસ્થા) છે; તેના
ઉદયમાં જે સંયોગ મળે તે પણ ક્ષણિક સંયોગપણે આવે-જાય છે.
જેટલો કાળ તે નજીક રહે તેટલો કાળ તે સુખ-દુઃખ આપવા
સમર્થ નથી.
જૈનધર્મના બધા ઉપદેશનો સાર એ છે કે શુભાશુભભાવો
તે સંસાર છે માટે તેની રુચિ છોડી સ્વસન્મુખ થઈ, નિશ્ચય-
સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક નિજઆત્મસ્વરૂપમાં એકાગ્ર (લીન) થવું તે
જ જીવે કરવા યોગ્ય છે.
સમ્યક્ચારિત્રનો સમય અને ભેદ તથા અહિંસા-
અણુવ્રત અને સત્ય-અણુવ્રતનું લક્ષણ
સમ્યગ્જ્ઞાની હોય, બહુરિ દિઢ ચારિત લીજૈ,
એકદેશ અરુ સકલદેશ, તસુ ભેદ કહીજૈ;
ત્રસહિંસાકો ત્યાગ, વૃથા થાવર ન સઁહારૈ,
પર-વધકાર કઠોર નિંદ્ય નહિં વયન ઉચારૈ. ૧૦.
અન્વયાર્થ(સમ્યગ્જ્ઞાની) સમ્યગ્જ્ઞાની (હોય) થઈને
(બહુરિ) પછી (દિઢ) દ્રઢ (ચારિત) સમ્યક્ચારિત્ર (લીજૈ) પાળવું
૧૧૪ ][ છ ઢાળા

Page 115 of 205
PDF/HTML Page 137 of 227
single page version

background image
જોઈએ; (તસુ) તેના [તે સમ્યક્ચારિત્રના] (એકદેશ) એકદેશ
(અરુ) અને (સકલદેશ) સર્વદેશ [એવા બે] (ભેદ) ભેદ (કહીજૈ)
કહેવામાં આવ્યા છે. [તેમાં] (ત્રસહિંસાકો) ત્રસજીવોની હિંસાનો
(ત્યાગ) ત્યાગ કરવો અને (વૃથા) કારણ વગર (થાવર) સ્થાવર
ચોથી ઢાળ ][ ૧૧૫

Page 116 of 205
PDF/HTML Page 138 of 227
single page version

background image
જીવનો (ન સઁહારૈ) ઘાત ન કરવો [તે અહિંસા-અણુવ્રત કહેવાય
છે]; (પર-વધકાર) બીજાને દુઃખદાયક, (કઠોર) કઠોર [અને]
(નિંદ્ય) નિંદવા યોગ્ય (વચન) વચન (નહિ ઉચારૈ) ન બોલવાં
તે [સત્ય-અણુવ્રત કહેવાય છે.]
ભાવાર્થસમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરી સમ્યક્ચારિત્ર પ્રગટ કરવું
જોઈએ. તે સમ્યક્ચારિત્રના બે ભેદ છે(૧) એકદેશ (અણુ, દેશ,
સ્થૂળ) ચારિત્ર અને (૨) સર્વદેશ (સકલ, મહા, સૂક્ષ્મ) ચારિત્ર,
તેમાં સકલચારિત્રનું પાલન મુનિરાજ કરે છે અને દેશચારિત્રનું
પાલન શ્રાવક કરે છે. આ ચોથી ઢાળમાં દેશચારિત્રનું વર્ણન
કરવામાં આવ્યું છે. સકલચારિત્રનું વર્ણન છઠ્ઠી ઢાળમાં આવશે.
ત્રસ જીવોની સંકલ્પી હિંસાનો સર્વથા ત્યાગ કરી નિષ્પ્રયોજન
સ્થાવર જીવોનો ઘાત ન કરવો તે
*અહિંસા-અણુવ્રત છે. બીજાના
* નોંધઃ(૧) આ અહિંસા-અણુવ્રતનો ધારક જીવ ‘આ જીવ હણવા
યોગ્ય છે, હું આ જીવને મારું’ એ પ્રમાણે ઇરાદાપૂર્વક કોઈ ત્રસ
જીવની સંકલ્પી હિંસા કરતો નથી. પરંતુ આ વ્રતનો ધારક આરંભી,
ઉદ્યોગિની અને વિરોધિની હિંસાનો ત્યાગી હોતો નથી.
(૨) પ્રમાદ અને કષાયમાં જોડાવાથી જ્યાં પ્રાણઘાત કરવામાં આવે છે
ત્યાં જ હિંસાનો દોષ લાગે છે; જ્યાં તેવું કારણ નથી ત્યાં પ્રાણઘાત
હોવા છતાં પણ હિંસાનો દોષ લાગતો નથી. જેમ પ્રમાદ રહિત
મુનિ ગમન કરે છે; વૈદ-ડૉકટર રોગીનો કરુણાબુદ્ધિથી ઉપચાર કરે
છે; ત્યાં સામે નિમિત્તમાં પ્રાણઘાત થતાં હિંસાનો દોષ નથી.
(૩) નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન પૂર્વક પ્રથમના બે કષાયોનો અભાવ થયો
હોય તે જીવને સાચા અણુવ્રત હોય છે, નિશ્ચયસમ્યગ્દર્શન ન હોય
તેના વ્રતને સર્વજ્ઞદેવે બાળવ્રત (અજ્ઞાનવ્રત) કહેલ છે.
૧૧૬ ][ છ ઢાળા

Page 117 of 205
PDF/HTML Page 139 of 227
single page version

background image
પ્રાણોને ઘાતક, કઠોર અને નિંદનીય વચન ન બોલવા (અને
બીજા પાસે ન બોલાવવા) તે સત્ય-અણુવ્રત છે.
અચૌર્યાણુવ્રત, બ્રÙચર્યાણુવ્રત, પરિગ્રહપરિમાણાણુવ્રત
તથા દિગ્વ્રતનું લક્ષણ
જલ-મૃતિકા વિન ઔર નાહિં કછુ ગહૈં અદત્તા,
નિજ વનિતા વિન સકલ નારિસોં રહૈ વિરત્તા;
અપની શક્તિ વિચાર, પરિગ્રહ થોરો રાખૈ,
દશ દિશ ગમન પ્રમાણ ઠાન, તસુ સીમ ન નાખૈ. ૧૧.
અન્વયાર્થ(જલ-મૃતિકા વિન) પાણી અને માટી
સિવાયની (ઔર કછુ) બીજી કોઈ ચીજ (અદત્તા) દીધા વિના
(નાહિં) ન (ગહૈં) લેવી [તેને] અચૌર્યાણુવ્રત કહે છે. (નિજ)
પોતાની (વનિતા વિન) સ્ત્રી સિવાય (સકલ નારિસોં) બીજી સર્વ
સ્ત્રીઓથી (વિરત્તા) વિરક્ત (રહૈ) રહે [તે બ્રહ્મચર્યાણુવ્રત છે].
ચોથી ઢાળ ][ ૧૧૭

Page 118 of 205
PDF/HTML Page 140 of 227
single page version

background image
(અપની) પોતાની (શક્તિ વિચાર) શક્તિ વિચારીને (પરિગ્રહ)
પરિગ્રહ (થોરો) મર્યાદિત (રાખૈ) રાખવો [તે પરિગ્રહપરિમાણા-
ણુવ્રત છે]. (દશ દિશ) દશ દિશાઓમાં (ગમન) જવા-આવવાની
(પ્રમાણ) મર્યાદા (ઠાન) રાખીને (તસુ) તેની (સીમા) હદનું (ન
નાખૈ) ઉલ્લંઘન ન કરવું [તે દિગ્વ્રત નામનું વ્રત છે.]
ભાવાર્થજન-સમુદાય માટે જ્યાં અટકાયત ન હોય અને
કોઈ ખાસ વ્યક્તિની માલિકી ન હોય એવા પાણી અને માટી જેવી
વસ્તુ સિવાયની-પોતાની માલિકી ન હોય એવી-પારકી વસ્તુને
તેના માલિકે દીધા વગર ન લેવી [તથા ઉપાડીને બીજાને ન દેવી]
તેને અચૌર્યાણુવ્રત કહે છે. પોતાની પરણેલી સ્ત્રી સિવાય બીજી
સર્વ સ્ત્રીઓથી વિરક્ત રહેવું તે બ્રહ્મચર્યાણુવ્રત છે. [પુરુષોએ
અન્ય સ્ત્રીઓને માતા, બહેન અને પુત્રી સમાન માનવી અને
સ્ત્રીઓએ પોતાના સ્વામી સિવાય સર્વ પુરુષોને પિતા, ભાઈ અને
પુત્ર સમાન સમજવા.]
પોતાની શક્તિ અને પોતાની યોગ્યતાનો ખ્યાલ રાખીને
જીવન પર્યંતને માટે ધન, ધાન્ય આદિ બાહ્ય પરિગ્રહોનું પરિમાણ
(મર્યાદા) કરીને તેનાથી વધારેની ઇચ્છા ન કરવી તેને
*પરિગ્રહપરિમાણાણુવ્રત કહે છે. દશે દિશાઓમાં જવા-આવવાની
મર્યાદા નક્કી કરીને જિંદગી સુધી તેનું ઉલ્લંઘન ન કરવું તેને
* નોંધઃ(૧) આ પાંચ [અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને
પરિગ્રહપરિમાણ] અણુવ્રત છે; તે હિંસાદિકને લોકમાં પણ પાપ
માનવામાં આવે છે તેનો આ વ્રતોમાં એકદેશ (સ્થૂળપણે) ત્યાગ
કરવામાં આવ્યો છે અને તેને લીધે જ તે અણુવ્રત કહેવાય છે.
૧૧૮ ][ છ ઢાળા