Chha Dhala (Gujarati). Gatha: 8-14 (Dhal 6); Chhelli Bhalaman; Granth-rachanano Kal Ane Tema Aadhar; Chhathi Dhalano Saransh; Chhathi Dhalano Bhed-sangrah.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 11 of 12

 

Page 179 of 205
PDF/HTML Page 201 of 227
single page version

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૭૯
અપેક્ષાએ ઉપચારથી કહ્યાં છે. તેને વ્યવહારમાત્ર ધર્મસંજ્ઞા
જાણવી. આ રહસ્યને (અજ્ઞાની) જાણતો નથી તેથી તેને
નિર્જરાનું
તપનું પણ સાચું શ્રદ્ધાન નથી.
(મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૩૩ થી ૨૩૬)
પ્રશ્નક્રોધાદિનો ત્યાગ અને ઉત્તમ ક્ષમાદિ ક્યારે
થાય?
ઉત્તરબંધાદિના ભયથી વા સ્વર્ગ-મોક્ષની ઇચ્છાથી
(અજ્ઞાની જીવ) ક્રોધાદિક કરતો નથી, પણ ત્યાં ક્રોધ-માનાદિ
કરવાનો અભિપ્રાય તો ગયો નથી. જેમ કોઈ રાજાદિકના
ભયથી વા મોટાઈ-આબરૂ-પ્રતિષ્ઠાના લોભથી પરસ્ત્રી સેવતો
નથી તો તેને ત્યાગી કહી શકાય નહિ; તે જ પ્રમાણે આ પણ
ક્રોધાદિનો ત્યાગી નથી. તો કેવી રીતે ત્યાગી હોય?
કે જે
પદાર્થ ઇષ્ટ-અનિષ્ટ ભાસતાં ક્રોધાદિ થાય છે, પણ જ્યારે
તત્ત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઇષ્ટ-અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયં
ક્રોધાદિક ઊપજતાં નથી અને ત્યારે જ સાચા ક્ષમાદિ થાય છે.
(મોક્ષમાર્ગ પ્ર
૨૩૨)
(૪) હવે સ્વરૂપાચરણ ચારિત્રનું વર્ણન ગાથા ૮ માં કહેશે
તે સાંભળો, જે પ્રગટ થવાથી પોતાના આત્માની અનંતજ્ઞાન-
અનંતદર્શન-અનંતસુખ અને અનંતવીર્ય વગેરે શક્તિઓનો પૂર્ણ
વિકાસ પ્રગટ થાય છે અને પરપદાર્થ તરફની બધાં પ્રકારની
પ્રવૃત્તિ દૂર થાય છે-તે સ્વરૂપાચરણચારિત્ર છે. ૭.

Page 180 of 205
PDF/HTML Page 202 of 227
single page version

background image
૧૮૦ ][ છ ઢાળા
સ્વરુપાચરણચારિત્ર(શુદ્ધોપયોગ)નું વર્ણન
જિન પરમ પૈની સુબુધિ છૈની, ડારિ અંતર ભેદિયા,
વરણાદિ અરુ રાગાદિતૈં, નિજ ભાવકો ન્યારા કિયા;
નિજમાંહિં નિજકે હેતુ નિજકર, આપકો આપૈ ગહ્યો,
ગુણ-ગુણી જ્ઞાતા-જ્ઞાન-જ્ઞેય, મઁઝાર કછુ ભેદ ન રહ્યો. ૮.
*જેવી રીતે છીણી લોઢાને કાપે છે અને બે કટકા કરી નાખે છે, તેવી
રીતે શુદ્ધોપયોગ કર્મોને કાપે છે અને આત્માથી તે કર્મોને જુદા કરી
નાખે છે.
અન્વયાર્થ(જિન) જે વીતરાગી મુનિરાજ (પરમ)
અત્યંત (પૈની) તીક્ષ્ણ (સુબુધિ) સમ્યગ્જ્ઞાન અર્થાત્ ભેદ-
વિજ્ઞાનરૂપી (છૈની) છીણી* (ડારિ) નાખીને (અંતર) અંતરંગમાં
(ભેદિયા) ભેદ કરીને (નિજ ભાવકો) આત્માના વાસ્તવિક
સ્વરૂપને (વરણાદિ) વર્ણ, રસ, ગંધ તથા સ્પર્શરૂપી દ્રવ્યકર્મથી
(અરુ) અને (રાગાદિતૈં) રાગ
દ્વેષાદિરૂપ ભાવકર્મથી (ન્યારા

Page 181 of 205
PDF/HTML Page 203 of 227
single page version

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૮૧
કિયા) ભિન્ન કરીને (નિજમાંહિં) પોતાના આત્મામાં (નિજકે
હેતુ) પોતા માટે (નિજકર) આત્મા વડે (આપકો) આત્માને
(આપૈ) સ્વયં પોતાથી (ગહ્યો) ગ્રહણ કરે છે ત્યારે (ગુણ) ગુણ
(ગુણી) ગુણી (જ્ઞાતા) જ્ઞાતા (જ્ઞેય) જ્ઞાનનો વિષય અને
(જ્ઞાનમઁઝાર) જ્ઞાનમેં-આત્મામાં (કછુ ભેદ ન રહ્યો) જરાપણ ભેદ
[વિકલ્પ] રહેતો નથી.
ભાવાર્થજ્યારે સ્વરૂપાચરણચારિત્ર આચરતી વખતે
વીતરાગ મુનિ, જેમ કોઈ પુરુષ તીક્ષ્ણ છીણી વડે પથ્થર
વગેરેના બે ભાગ કરી જુદા પાડી નાખે છે તેમ, પોતાના
અંતરંગમાં ભેદવિજ્ઞાનરૂપી છીણી વડે પોતાના આત્માના
સ્વરૂપને દ્રવ્યકર્મથી તથા શરીરાદિક નોકર્મથી અને રાગ-
દ્વેષાદિરૂપ ભાવકર્મોથી ભિન્ન કરીને પોતાના આત્મામાં, આત્મા
માટે, આત્મા વડે, આત્માને સ્વયં જાણે છે ત્યારે તેને
સ્વાનુભવમાં ગુણ, ગુણી તથા જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એવા
કોઈપણ ભેદો રહેતા નથી. ૮.
સ્વરુપાચરણ ચારિત્ર (શુદ્ધોપયોગ)નું વર્ણન
જહઁ ધ્યાન-ધ્યાતા-ધ્યેયકો ન વિકલ્પ, વચ-ભેદ ન જહાઁ,
ચિદ્ભાવ કર્મ, ચિદેશ કરતા, ચેતના કિરિયા તહાઁ;
તીનોં અભિન્ન અખિન્ન શુધ-ઉપયોગકી નિશ્ચલ દશા,
પ્રગટી જહાઁ દ્રગ-જ્ઞાન-વ્રત યે, તીનધા એકૈ લસા. ૯.

Page 182 of 205
PDF/HTML Page 204 of 227
single page version

background image
૧૮૨ ][ છ ઢાળા
અન્વયાર્થ(જહઁ) જે સ્વરૂપાચરણ ચારિત્રમાં (ધ્યાન)
ધ્યાન (ધ્યાતા) ધ્યાતા અને (ધ્યેયકો) ધ્યેયએ ત્રણના (વિકલ્પ)
ભેદ (ન) હોતાં નથી અને (જહાં) જ્યાં (વચ) વચનનો (ભેદ
ન) વિકલ્પ હોતો નથી, (તહાં) ત્યાં તો (ચિદ્ભાવ) આત્માનો
સ્વભાવ જ (કર્મ) કર્મ, (ચિદેશ) આત્મા જ (કરતા) કર્તા,
(ચેતના) ચૈતન્યસ્વરૂપ આત્મા જ (કિરિયા) ક્રિયા હોય છે-
અર્થાત
્ કર્તા, કર્મ અને ક્રિયા એ ત્રણે (અભિન્ન) ભેદરહિત-
એક, (અખિન્ન) અખંડ [બાધારહિત] થઈ જાય છે, એમ (શુધ
ઉપયોગકી) શુદ્ધ ઉપયોગનો (નિશ્ચલ) નિશ્ચળ (દશા) પર્યાય
(પ્રગટી) પ્રગટ થાય છે; (જહાં) જેમાં (દ્રગ-જ્ઞાન-વ્રત)
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર (યે તીનધા) એ ત્રણે
(એકૈ) એકરૂપથી-અભેદરૂપથી (લસા) શોભાયમાન હોય છે.
ભાવાર્થવીતરાગી મુનિરાજ સ્વરૂપાચરણ વખતે
જ્યારે આત્મધ્યાનમાં મગ્ન થઈ જાય છે ત્યારે ધ્યાન, ધ્યાતા
અને ધ્યેય એવા ભેદ રહેતા નથી, વચનનો વિકલ્પ હોતો

Page 183 of 205
PDF/HTML Page 205 of 227
single page version

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૮૩
નથી, ત્યાં (આત્મધ્યાનમાં) તો આત્મા જ કર્મ*, આત્મા જ
કર્તા* અને આત્માનો ભાવ તે ક્રિયા* હોય છે અર્થાત્ કર્તા-
કર્મ અને ક્રિયા એ ત્રણે તદ્દન અખંડઅભિન્ન થઈ જાય
છે. શુદ્ધોપયોગની અટળ દશા પ્રગટ થાય છે અને સમ્યગ્દર્શન-
સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર પણ એકસાથે એકરૂપ થઈને
પ્રકાશમાન થાય છે. ૯.
સ્વરુપાચરણચારિત્રનું લક્ષણ અને નિર્વિકલ્પ ધયાન
પરમાણ-નય-નિક્ષેપકૌ, ન ઉદ્યોત અનુભવમેં દિખૈ,
દ્રગ-જ્ઞાન-સુખ-બલમય સદા, નહિં આન ભાવ જુ મો વિખૈં;
મૈં સાધ્ય સાધક મૈં અબાધક, કર્મ અરુ તસુ ફલનિતૈં,
ચિત
્-પિંડ ચંડ અખંડ સુગુણકરંડ ચ્યુત પુનિ કલનિતૈં. ૧૦.
*
નોંધકર્મ=કર્તા દ્વારા થયેલું કાર્ય; કર્તા=સ્વતંત્રપણે કરે તે
કર્તા; ક્રિયા=કર્તા દ્વારા થતી પ્રવૃત્તિ.

Page 184 of 205
PDF/HTML Page 206 of 227
single page version

background image
૧૮૪ ][ છ ઢાળા
અન્વયાર્થ[તે સ્વરૂપાચરણ ચારિત્ર વખતે મુનિઓના]
(અનુભવમેં) આત્મ-અનુભવમાં (પરમાણ) પ્રમાણ, (નય) નય
અને (નિક્ષેપકો) નિક્ષેપનો વિકલ્પ (ઉદ્યોત) પ્રગટ (ન દિખૈ)
દેખાતો નથી. [પરંતુ એવો વિચાર હોય છે કે] હું (સદા) સદાય
(દ્રગ-જ્ઞાન-સુખ-બલમય) અનંતદર્શન-અનંતજ્ઞાન-અનંતસુખ અને
અનંતવીર્યમય છું. (મોં વિખૈં) મારા સ્વરૂપમાં (આન) અન્ય
રાગ-દ્વેષાદિક (ભાવ) ભાવ (નહિ) નથી, (મૈં) હું (સાધ્ય) સાધ્ય
(સાધક) સાધક તથા (કર્મ) કર્મ (અરુ) અને (તસુ) તેના
(ફલનિતૈં) ફળોના (અબાધક) વિકલ્પરહિત (ચિત્પિંડ) જ્ઞાન-
દર્શન-ચેતનાસ્વરૂપ (ચંડ) નિર્મળ તેમ જ ઐશ્વર્યવાન (અખંડ)
અખંડ (સુગુણ કરંડ) સુગુણોનો ભંડાર (પુનિ) અને (કલનિતૈં)
અશુદ્ધતાથી (ચ્યુત) રહિત છું.
ભાવાર્થઆ સ્વરૂપાચરણ ચારિત્ર વખતે મુનિઓના
આત્મઅનુભવમાં પ્રમાણ-નય અને નિક્ષેપનો વિકલ્પ તો ઊઠતો
નથી પણ ગુણગુણીનો ભેદ પણ હોતો નથી
એવું ધ્યાન હોય
છે. પ્રથમ એવું ધ્યાન હોય છે કે હું અનંતદર્શન-અનંતજ્ઞાન-
અનંતસુખ અને અનંતવીર્યરૂપ છું, મારામાં કોઈ રાગાદિક
ભાવો નથી. હું જ સાધ્ય, હું જ સાધક છું તથા કર્મ અને
કર્મના ફળથી જુદો છું. જ્ઞાનદર્શન-ચેતનાસ્વરૂપ નિર્મળ ઐશ્વર્ય-
વાન, તેમ જ અખંડ સહજ શુદ્ધ ગુણોનો ભંડાર અને પુણ્ય-
પાપથી રહિત છું.
આશય એ છે કે સર્વ પ્રકારના વિકલ્પોથી રહિત

Page 185 of 205
PDF/HTML Page 207 of 227
single page version

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૮૫
નિર્વિકલ્પ આત્મસ્થિરતાને સ્વરૂપાચરણ ચારિત્ર કહે છે. ૧૦.
સ્વરુપાચરણચારિત્ર અને અરિહંત અવસ્થા
યોં ચિન્ત્ય નિજમેં થિર ભયે, તિન અકથ જો આનંદ લહ્યો,
સો ઇન્દ્ર નાગ નરેન્દ્ર વા અહમિન્દ્રકે નાહીં કહ્યો;
તબ હી શુકલ ધ્યાનાગ્નિ કરિ, ચઉઘાતિ વિધિ-કાનન દહ્યો,
સબ લખ્યો કેવલજ્ઞાન કરિ, ભવિલોકકો શિવમગ કહ્યો. ૧૧.
અન્વયાર્થ[સ્વરૂપાચરણ ચારિત્રમાં] (યોં) આ પ્રમાણે
(ચિન્ત્ય) વિચાર કરીને (નિજમેં) આત્મસ્વરૂપમાં (થિર ભયે)
લીન થતાં (તિન) તે મુનિઓને (જો) જે (અકથ) કહી ન
શકાય એવો
વચનથી પાર (આનંદ) આનંદ (લહ્યો) થાય છે
(સો) તે આનંદ (ઇન્દ્ર) ઇન્દ્રને, (નાગ) નાગેન્દ્રને, (નરેન્દ્ર)
ચક્રવર્તીને (વા અહમિન્દ્ર કૈં) કે અહમિન્દ્રને (નાહીં કહ્યો)
કહેવામાં આવ્યો નથી-થતો નથી. (તબહી) તે સ્વરૂપાચરણ
ચારિત્ર પ્રગટ થયા પછી જ્યારે (શુકલ ધ્યાનાગ્નિ કરિ)
શુક્લધ્યાનરૂપી અગ્નિ વડે (ચઉઘાતિ વિધિ-કાનન) ચાર

Page 186 of 205
PDF/HTML Page 208 of 227
single page version

background image
૧૮૬ ][ છ ઢાળા
ઘાતિકર્મોરૂપી જંગલ (દહ્યો) બળી જાય છે અને (કેવળજ્ઞાન
કરિ) કેવળજ્ઞાનથી (સબ) ત્રણલોકમાં હોવાવાળા બધાં
પદાર્થોના ગુણ અને પર્યાયને (લખ્યો) પ્રત્યક્ષ જાણી લે છે
અને ત્યારે (ભવિલોક કો) ભવ્ય જીવોને (શિવમગ) મોક્ષમાર્ગ
(કહ્યો) બતાવે છે.
ભાવાર્થઆ સ્વરૂપાચરણ ચારિત્ર વખતે મુનિરાજ
ઉપર પ્રમાણે વિચાર કરી જ્યારે આત્મામાં લીન થઈ જાય છે
ત્યારે તેમને જે આનંદ હોય છે તે આનંદ ઇન્દ્ર, નાગેન્દ્ર, નરેન્દ્ર
(ચક્રવર્તી) કે અહમિન્દ્ર (કલ્પાતીત દેવ)ને પણ હોતો નથી. આ
સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયા પછી સ્વદ્રવ્યમાં ઉગ્ર

Page 187 of 205
PDF/HTML Page 209 of 227
single page version

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૮૭
એકાગ્રતાથી-શુક્લધ્યાનરૂપ અગ્નિવડે ચાર *ઘાતિકર્મનો નાશ
થાય છે અને અર્હંત અવસ્થાની પ્રાપ્તિ થાય છે તથા કેવળ-
જ્ઞાનની પ્રાપ્તિ થાય છે
જેમાં ત્રણ લોક અને ત્રણ કાળની સર્વે
વાતો સ્પષ્ટ જાણે છે અને ભવ્ય જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ
આપે છે. ૧૧.
સિદ્ધ અવસ્થા (સિદ્ધ પરમાત્મા)નું વર્ણન
પુનિ ઘાતિ શેષ અઘાતિ વિધિ, છિનમાહિં અષ્ટમ ભૂ વસૈં,
વસુ કર્મ વિનસૈં સુગુણ વસુ, સમ્યક્ત્વ આદિક સબ લસૈં;
સંસાર ખાર અપાર પારાવાર તરિ તિરહિં ગયે,
અવિકાર અકલ અરૂપ શુચિ, ચિદ્રૂપ અવિનાશી ભયે. ૧૨.
*ઘાતિકર્મ બે પ્રકારના છેદ્રવ્યઘાતિકર્મ અને ભાવઘાતિકર્મ. તેમાં
શુક્લ ધ્યાનવડે શુદ્ધ અવસ્થા પ્રગટ થતાં ભાવઘાતિકર્મરૂપ અશુદ્ધ
પર્યાય ઉત્પન્ન થતા નથી તે ભાવઘાતિકર્મનો નાશ છે અને તે જ
સમયે દ્રવ્યઘાતિકર્મનો સ્વયં અભાવ થાય છે તે દ્રવ્યઘાતિકર્મનો
નાશ છે.

Page 188 of 205
PDF/HTML Page 210 of 227
single page version

background image
૧૮૮ ][ છ ઢાળા
અન્વયાર્થ(પુનિ) કેવળજ્ઞાન પામ્યા પછી (શેષ)
બાકીના ચાર (અઘાતિ વિધિ) અઘાતિયા કર્મોનો (ઘાતિ) નાશ
કરીને (છિનમાહિં) થોડા સમયમાં (અષ્ટમ ભૂ) આઠમી પૃથ્વી
ઇષત્ પ્રાગ્ભાર-મોક્ષ ક્ષેત્રમાં (વસૈં) નિવાસ કરે છે, ત્યાં તેમને
(વસુ કર્મ) આઠ કર્મોના (વિનસૈ) નાશ થવાથી (સમ્યક્ત્વ
આદિક) સમ્યક્ત્વ વગેરે (સબ) બધા (વસુ સુગુણ) આઠ મુખ્ય
ગુણો (લસૈં) શોભાયમાન થાય છે; [આવા સિદ્ધ થનાર
મુક્તાત્મા] (સંસાર ખાર અપાર પારાવાર) સંસારરૂપી ખારા
અને અગાધ સમુદ્રને (તરિ) તરીને (તીરહિં) બીજા કિનારાને
(ગયે) પ્રાપ્ત થાય છે અને (અવિકાર) વિકારરહિત, (અકલ)
શરીરરહિત, (અરૂપ) રૂપરહિત (શુચિ) શુદ્ધ-નિર્દોષ (ચિદ્રૂપ)
દર્શન-જ્ઞાન-ચેતનાસ્વરૂપ તથા (અવિનાશી) નિત્ય-કાયમી (ભયે)
થાય છે.
ભાવાર્થઅરિહંત અવસ્થા અથવા કેવળજ્ઞાન પામ્યા
પછી તે જીવને પણ જે જે ગુણોના પર્યાયોમાં અશુદ્ધતા હોય છે
તેનો ક્રમે ક્રમે અભાવ થઈને તે જીવ પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ
કરે છે અને તે સમયે અસિદ્ધત્વ નામના પોતાના ઉદયભાવનો
નાશ થાય છે અને ચાર અઘાતિ કર્મોનો પણ સ્વયં સર્વથા
અભાવ થાય છે. સિદ્ધદશામાં સમ્યક્ત્વ આદિ આઠ ગુણો
(ગુણોના નિર્મળ પર્યાયો) પ્રગટ થાય છે. આઠ વ્યવહારથી કહ્યા
છે, નિશ્ચયથી અનંત ગુણો (સર્વ ગુણોના પર્યાયો) શુદ્ધ થાય છે,
અને સ્વાભાવિક ઊર્ધ્વગમનના કારણે એક સમય માત્રમાં લોકાગ્રે

Page 189 of 205
PDF/HTML Page 211 of 227
single page version

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૮૯
પહોંચી જઈ ત્યાં જ સ્થિર રહે છે. એવા જીવો સંસારરૂપી
દુઃખદાયી અને અગાધ સમુદ્રથી પાર થયેલ છે; તથા તે જ જીવ
નિર્વિકારી, અશરીરી, અમૂર્તિક શુદ્ધ ચૈતન્યરૂપ અને અવિનાશી
થઈને સિદ્ધદશાને પામ્યા છે. ૧૨.
મોક્ષ અવસ્થાનું વર્ણન
નિજમાહિં લોક-અલોક ગુણ-પરજાય પ્રતિબિમ્બિત થયે,
રહિ હૈં અનંતાનંત કાલ, યથા તથા શિવ પરિણયે;
ધનિ ધન્ય હૈં જે જીવ, નરભવ પાય યહ કારજ કિયા,
તિનહી અનાદિ ભ્રમણ પંચપ્રકાર તજિ, વર સુખ લિયા. ૧૩.
અન્વયાર્થ(નિજમાંહિ) તે સિદ્ધ ભગવાનના આત્મામાં
(લોક અલોક) લોક અને અલોકના (ગુણ પરજાય) ગુણ અને
પર્યાય (પ્રતિબિમ્બિત થયે) ઝળકવા લાગે છે અર્થાત
્ જણાય છે,
તે (યથા) જેમ (શિવ) મોક્ષરૂપે (પરિણયે) પરિણમ્યા છે (તથા)
તેમ (અનંતાનંત) અનંતકાળ સુધી (રહિહૈં) રહેશે.

Page 190 of 205
PDF/HTML Page 212 of 227
single page version

background image
૧૯૦ ][ છ ઢાળા
જે (જીવ) જીવોએ (નરભવ પાય) પુરુષ પર્યાય પામીને
(યહ) આ મુનિપદ વગેરેની પ્રાપ્તિરૂપ (કારજ) કાર્ય (કિયા)
કર્યું, તે જીવ (ધનિ ધન્ય હૈં) ઘણા ધન્યવાદને પાત્ર છે; અને
(તિનહી) તેવા જ જીવોએ (અનાદિ) અનાદિકાળથી ચાલ્યું
આવતું (પંચ પ્રકાર) પાંચ પ્રકારના પરિવર્તનરૂપ (ભ્રમણ)
સંસારમાં રખડવાનું (તજી) છોડી દઈને (વર) ઉત્તમ (સુખ) સુખ
(લિયા) પ્રાપ્ત કર્યું છે.
ભાવાર્થસિદ્ધ ભગવાનના આત્મામાં કેવળજ્ઞાન દ્વારા
લોક અને અલોક (સમસ્ત પદાર્થો) પોતપોતાના ગુણ અને
ત્રણે કાળના પર્યાયો સહિત એક સાથે, સ્વચ્છ અરીસાના
દ્રષ્ટાંતે
સર્વ પ્રકારે સ્પષ્ટજણાય છે; (પણ જ્ઞાનમાં અરીસાની
જેમ છાયા અને આકૃતિ પડતી નથી.) તેઓ પૂર્ણ પવિત્રતારૂપ
મોક્ષદશાને પામ્યા છે તથા તે દશા ત્યાં રહેલાં અન્ય સિદ્ધ-
મુક્ત જીવોની માફક અનંત અનંતકાળ
* સુધી રહેશે; અર્થાત
અપરિમિત કાળ ચાલ્યા જાય છતાં પણ તેની અખંડ શાંતિ
વગેરેમાં જરાપણ બાધા આવતી નથી. આ પુરુષપર્યાય પામીને
જે જીવોએ આ શુદ્ધ ચૈતન્યની પ્રાપ્તિરૂપ કાર્ય કર્યું છે તે જીવો
*જેમ બીજને બાળી નાખવામાં આવે તો તે ઊગે જ નહિ, તેમ જેણે
સંસારના કારણોનો સર્વથા નાશ કર્યો તે ફરી અવતાર-જન્મ ધારણ
કરે નહિ. અથવા જેમ માખણમાંથી ઘી થયા પછી ફરીને ઘીનું
માખણ થાય નહિ તેમ આત્માની સંપૂર્ણ પવિત્રતારૂપ અશરીર
મોક્ષદશા (પરમાત્મપદ) પ્રગટ કર્યા પછી તેમાં કદી અશુદ્ધતા
આવતી નથી-સંસારમાં ફરી આવવું પડતું નથી.

Page 191 of 205
PDF/HTML Page 213 of 227
single page version

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૯૧
અત્યંત ધન્યવાદને (પ્રશંસાને) પાત્ર છે; અને તેઓએ
અનાદિકાળથી ચાલ્યા આવતા પાંચ પરાવર્તનરૂપ સંસારના
પરિભ્રમણનો ત્યાગ કરી ઉત્તમ સુખ
મોક્ષસુખપ્રાપ્ત કર્યું
છે. ૧૩.
રત્નત્રયનું ફળ અને આત્મહિતમાં પ્રવૃત્તિનો ઉપદેશ
મુખ્યોપચાર દુ ભેદ યોં બડભાગિ રત્નત્રય ધરૈં,
અરુ ધરેંગે તે શિવ લહૈં, તિન સુયશ-જલ જગ-મલ હરૈં;
ઇમિ જાનિ, આલસ હાનિ, સાહસ ઠાનિ, યહ સિખ આદરૌ,
જબલૌં ન રોગ જરા ગહૈ, તબલૌં ઝટિતિ નિજ હિત કરૌ. ૧૪.
અન્વયાર્થ(બડભાગિ) જે મહાપુરુષાર્થી જીવ (યોં) આ
પ્રમાણે (મુખ્યોપચાર) નિશ્ચય અને વ્યવહાર (દુ ભેદ) એ બે
પ્રકારના (રત્નત્રય) રત્નત્રયને (ધરૈં અરુ ધરેંગે) ધારણ કરે છે
અને કરશે (તે) તે (શિવ) મોક્ષ (લહૈં) પામે છે તથા પામશે; અને
(તિન) તે જીવના (સુયશ-જલ) સુકીર્તિરૂપી જલ (જગ-મલ)
સંસારરૂપી મેલનો (હરૈં) નાશ કરે છે અને કરશે. (ઇમિ) એમ
(જાનિ) જાણીને (આલસ) પ્રમાદ [સ્વરૂપમાં અસાવધાની]
(હાનિ) છોડીને (સાહસ) હિંમત-પુરુષાર્થ (ઠાનિ) કરીને (યહ)
આ (સિખ) શિખામણ-ઉપદેશ (આદરૌ) ગ્રહણ કરો કે (જબલૌં)
જ્યાં સુધી (રોગ જરા) રોગ કે ઘડપણ (ન ગહૈ) ન આવે
(તબલૌં) ત્યાં સુધીમાં (ઝટિતિ) શીઘ્ર (નિજહિત) આત્માનું હિત
(કરૌ) કરી લેવું જોઈએ.

Page 192 of 205
PDF/HTML Page 214 of 227
single page version

background image
૧૯૨ ][ છ ઢાળા
ભાવાર્થજે સત્પુરુષાર્થી જીવ સર્વજ્ઞ-વીતરાગ કથિત
નિશ્ચય અને વ્યવહાર રત્નત્રયનું સ્વરૂપ જાણીને, ઉપાદેય અને
હેય તત્ત્વોનું સ્વરૂપ સમજીને પોતાના શુદ્ધ ઉપાદાન-આશ્રિત
નિશ્ચયરત્નત્રય (શુદ્ધાત્મ આશ્રિત વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગ)ને
ધારણ કરે છે, તથા કરશે તે જીવ પૂર્ણ પવિત્રતારૂપ મોક્ષદશાને
પામે છે તથા પામશે. (ગુણસ્થાનના પ્રમાણમાં શુભ રાગ આવે
છે તે વ્યવહાર રત્નત્રયનું સ્વરૂપ જાણવું અને તેને ઉપાદેય ન
માનવું તેનું નામ વ્યવહારરત્નત્રયનું ધારણ કરવું કહેવાય છે;)
જે જીવો મોક્ષ પામ્યા અને પામશે તેનું સુકીર્તિરૂપી જળ કેવું
છે?
સિદ્ધ પરમાત્માઓનું યથાર્થ સ્વરૂપ સમજીને સ્વસન્મુખ
થનાર જે ભવ્ય જીવો છે તેના સંસાર (મલિનભાવ)રૂપી મળને
હરવાનું નિમિત્ત છે. આમ જાણીને પ્રમાદને છોડી, સાહસ
એટલે પાછો ન ફરે એવો અખંડિત પુરુષાર્થ રાખી આ ઉપદેશ
અંગીકાર કરો. જ્યાં સુધી રોગ અને ઘડપણે શરીરને ઘેર્યું
નથી તે પહેલાં (વર્તમાનમાં જ) શીઘ્ર આત્માનું હિત કરી લેવું
જોઈએ. ૧૪.
છેલ્લી ભલામણ
યહ રાગ-આગ દહૈ સદા, તાતૈં સમામૃત સેઈએ,
ચિર ભજે વિષય-કષાય અબ તો ત્યાગ નિજપદ બેઈએ;
કહા રચ્યો પર પદમેં, ન તેરો પદ યહૈ, ક્યોં દુખ સહૈ,
અબ ‘દૌલ’! હોઉ સુખી સ્વપદ રચિ, દાવ મત ચૂકૌ યહૈ. ૧૫.

Page 193 of 205
PDF/HTML Page 215 of 227
single page version

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૯૩
અન્વયાર્થ(યહ) આ (રાગ આગ) રાગરૂપી અગ્નિ
(સદા) અનાદિકાળથી હમેશાં (દહૈ) જીવને બાળી રહ્યો છે
(તાતૈં) તેથી (સમામૃત) સમતારૂપ અમૃતનું (સેઈયે) સેવન
કરવું જોઈએ. (વિષય-કષાય) વિષય-કષાયનું (ચિર ભજે)
અનાદિ કાળથી સેવન કર્યું છે, (અબ તો) હવે તો (ત્યાગ)
તેનો ત્યાગ કરીને (નિજપદ) આત્મસ્વરૂપને (બેઈયે) ઓળખવું
જોઈએ
પ્રાપ્ત કરવું જોઈએ; (પર પદમેં) પર પદાર્થોમાં-
પરભાવોમાં (કહા) કેમ (રચ્યો) રાચી રહ્યો છે? (યહૈ) તે
(પદ) પદ (તેરો) તારું (ન) નથી, તું (દુખ) દુઃખ (ક્યોં)
કેમ (સહૈ) સહન કરે છે? (‘દૌલ’) દૌલતરામ! (અબ) હવે
(સ્વપદ) તારું આત્મપદ-સિદ્ધપદ તેમાં (રચિ) લાગીને (સુખી)
સુખી (હોઉ) થાઓ! (યહૈ) આ (દાવ) અવસર (મત ચૂકૌ)
ગુમાવો નહિ.
ભાવાર્થઆ રાગ (મોહ, અજ્ઞાન) રૂપ અગ્નિ

Page 194 of 205
PDF/HTML Page 216 of 227
single page version

background image
૧૯૪ ][ છ ઢાળા
અનાદિકાળથી હમેશાં સંસારી જીવને બાળી રહ્યોદુઃખી કરી
રહ્યો છે, તેથી જીવોએ નિશ્ચયરત્નત્રયમય સમતારૂપ અમૃતનું
પાન કરવું જોઈએ, જેથી રાગ-દ્વેષ-મોહ-(અજ્ઞાન)નો નાશ
થાય. વિષય-કષાયોનું સેવન તું ઘણા કાળથી કરી રહ્યો છે,
હવે તેનો ત્યાગ કરી આત્મપદ (મોક્ષ) પ્રાપ્ત કરવું જોઈએ.
તું દુઃખ શા માટે સહન કરે છે? તારું વાસ્તવિક સ્વરૂપ
અનંતદર્શન-જ્ઞાન-સુખ અને અનંતવીર્ય છે, તેમાં લીન થવું
જોઈએ. તેમ કરવાથી જ સાચું સુખ-મોક્ષ મળી શકે છે, તેથી
હે દૌલતરામ!
હે જીવ! હવે આત્મસ્વરૂપની પ્રાપ્તિ કર!
ઓળખાણ કર! આ ઉત્તમ અવસર વારંવાર મળતો નથી,
તેથી આ અવસર ગુમાવ નહિ. સંસારના મોહનો ત્યાગ કરીને
મોક્ષપ્રાપ્તિનો ઉપાય કર!
અહીં વિશેષ એમ સમજવું કેજીવ અનાદિકાળથી
મિથ્યાત્વરૂપ અગ્નિ અને રાગ-દ્વેષરૂપ પોતાના અપરાધથી જ
દુઃખી થઈ રહ્યો છે, માટે પોતાના સુલટા પુરુષાર્થથી જ સુખી
થઈ શકે છે. આવો નિયમ હોવાથી જડકર્મના ઉદયથી કે કોઈ
પરના કારણે દુઃખી થઈ રહ્યો છે અથવા પરવડે જીવને
લાભ-નુકશાન થાય છે એમ માનવું તે બરાબર નથી. ૧૫.
ગ્રંથ-રચનાનો કાળ અને તેમાં આધાાર
ઇક નવ વસુ ઇક વર્ષકી, તીજ શુક્લ વૈશાખ;
કર્યો તત્ત્વ-ઉપદેશ યહ, લખિ બુધજનકી ભાખ.

Page 195 of 205
PDF/HTML Page 217 of 227
single page version

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૯૫
લઘુ-ધી તથા પ્રમાદતૈં, શબ્દ-અર્થકી ભૂલ;
સુધી સુધાર પઢો સદા, જો પાવો ભવ-કૂલ.
ભાવાર્થમેં દૌલતરામે પંડિત બુધજનકૃત *છ ઢાળાની
કથનીનો આધાર લઈને વિક્રમ સંવત્ ૧૮૯૧ના વૈશાખ સુદ
૩ (અક્ષયત્રીજ)ના દિવસે આ છ ઢાળા ગ્રંથની રચના કરી છે.
મારી અલ્પબુદ્ધિ તથા પ્રમાદથી તેમાં ક્યાંય શબ્દની કે અર્થની
ભૂલ થઈ ગઈ હોય તો બુદ્ધિમાન તેને સુધારીને વાંચે, જેથી
કરીને જીવ આ સંસાર-સમુદ્ર તરવામાં શક્તિમાન થાય.
છÕી ઢાળનો સારાંશ
જે ચારિત્રના હોવાથી સમસ્ત પર પદાર્થોથી પ્રવૃત્તિ હઠી
જાય છે, વર્ણાદિ અને રાગાદિથી ચૈતન્યભાવને જુદો કરી
લેવામાં આવે છે, પોતાના આત્મામાં આત્મા માટે, આત્મા વડે
પોતાના આત્માનો અનુભવ થવા માંડે છે, ત્યાં નય, પ્રમાણ,
નિક્ષેપ, ગુણ-ગુણી, જ્ઞાન-જ્ઞાતા-જ્ઞેય, ધ્યાન-ધ્યાતા-ધ્યેય, કર્તા-કર્મ
અને ક્રિયા આદિ ભેદનો જરાપણ વિકલ્પ રહેતો નથી, શુદ્ધ
ઉપયોગરૂપ અભેદ રત્નત્રયવડે શુદ્ધ ચૈતન્યનો જ અનુભવ થવા
માંડે છે તેને સ્વરૂપાચરણ ચારિત્ર કહે છે; આ સ્વરૂપાચરણ
*આ ગ્રંથમાં છ પ્રકારના છંદ અને છ પ્રકરણ છે તેથી, તથા જેમ
તીક્ષ્ણ શસ્ત્રોના પ્રહારને રોકનાર ઢાલ હોય છે તેમ જીવને
અહિતકારી શત્રુ
મિથ્યાત્વ રાગાદિ આસ્રવોને તથા અજ્ઞાન
અંધકારને રોકવા માટે ઢાલ સમાન આ છ પ્રકરણ છે તેથી, આ
ગ્રંથનું નામ ‘છ ઢાળા’ રાખવામાં આવેલ છે.

Page 196 of 205
PDF/HTML Page 218 of 227
single page version

background image
૧૯૬ ][ છ ઢાળા
ચારિત્ર ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે, અને મુનિદશામાં વધારે
ઉચ્ચ થાય છે. ત્યારપછી શુક્લધ્યાનવડે ચાર ઘાતિ કર્મનો નાશ
થતાં તે જીવ કેવળજ્ઞાન પામીને અરિહંતપદ પામે છે; પછી
બાકીના ચાર અઘાતિ કર્મનો પણ નાશ કરીને ક્ષણમાત્રમાં મોક્ષ
પામીને સંસારથી કાયમને માટે વિદાય થઈ જાય છે ત્યારે તે
આત્મામાં અનંતકાળ સુધી અનંત ચતુષ્ટયનો (અનંત-જ્ઞાન-
દર્શન-સુખ-વીર્યનો) એક સરખો અનુભવ થયા કરે છે, પછી
તેને પંચ પરાવર્તનરૂપ સંસારમાં ભટકવું પડતું નથી. કદી
અવતાર ધારણ કરવા પડતા નથી. સદાય અક્ષય-અનંત સુખને
અનુભવે છે. અખંડિત જ્ઞાન-આનંદરૂપ અનંતગુણમાં નિશ્ચલ રહે
છે તેને મોક્ષસ્વરૂપ કહે છે.
જે જીવ મોક્ષની પ્રાપ્તિ માટે આ રત્નત્રયને ધારણ કરે છે
અને કરશે તે મોક્ષ પામે છે અને પામશે. દરેક જીવ મિથ્યાત્વ,
કષાય અને વિષયોનું સેવન તો અનાદિ કાળથી કરતો આવ્યો
છે પણ તેનાથી તેને જરાપણ શાંતિ મળી નથી, શાંતિનું એકમાત્ર
કારણ મોક્ષમાર્ગ, તેમાં જ તે જીવે તત્પરતાપૂર્વક પ્રવૃત્તિ કદી કરી
નથી, તેથી હવે પણ જો શાંતિની (આત્મહિતની) ઇચ્છા હોય
તો આળસ છોડી (આત્માનું) કર્તવ્ય સમજી રોગ અને ઘડપણ
વગેરે આવ્યા પહેલાં જ મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થવું જોઈએ, કેમ કે
આ પુરુષપર્યાય, સત્સમાગમ વગેરે સુયોગ વારંવાર પ્રાપ્ત થતા
નથી, માટે તેને પામીને વ્યર્થ ગુમાવવો ન જોઈએ-આત્મહિત
સાધી લેવું જોઈએ.

Page 197 of 205
PDF/HTML Page 219 of 227
single page version

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૯૭
છÕી ઢાળનો ભેદ-સંગ્રહ
અંતરંગતપના નામપ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય,
વ્યુત્સર્ગ અને ધ્યાન.
ઉપયોગશુદ્ધઉપયોગ, શુભઉપયોગ અને અશુભઉપયોગ
એ ત્રણ છે. એ ચારિત્ર ગુણની અવસ્થા છે (તથા
જાણવું-દેખવું તે જ્ઞાન-દર્શન ગુણનો ઉપયોગ છે, તે
વાત અહીં નથી).
છેંતાલીશ દોષદાતાને આશ્રયે સોળ ઉદ્ગમ દોષ, પાત્રને
આશ્રયે સોળ ઉત્પાદન દોષ તથા આહાર સંબંધી દશ
દોષ અને ભોજનક્રિયા સંબંધી ૪ દોષ
એમ કુલ
છેંતાલીશ દોષ છે.
ત્રણ રત્નસમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર.
તેર પ્રકારનું ચારિત્રપાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ
ગુપ્તિ.
ધર્મઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ,
ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્યએ દસ પ્રકાર છે.
[દશે ધર્મને ઉત્તમ સંજ્ઞા છે તેથી નિશ્ચયસમ્યગ્દર્શનપૂર્વક
વીતરાગભાવના જ એ દશ પ્રકાર છે.]
મુનિની ક્રિયા (મુનિના ગુણ)મૂળગુણ ૨૮ છે.
રત્નત્રયનિશ્ચય અને વ્યવહાર અથવા મુખ્ય અને
ઉપચારએ બે પ્રકાર છે.

Page 198 of 205
PDF/HTML Page 220 of 227
single page version

background image
૧૯૮ ][ છ ઢાળા
સિદ્ધ પરમાત્માના ગુણસર્વે ગુણોમાં સંપૂર્ણ શુદ્ધતા પ્રગટ
થતાં સર્વ પ્રકારે અશુદ્ધ પર્યાયોનો નાશ થતાં,
જ્ઞાનાવરણાદિ આઠે કર્મનો સ્વયં સર્વથા નાશ થાય છે
અને ગુણ પ્રગટતા નથી, પણ ગુણના નિર્મળ પર્યાયો
પ્રગટ થાય છે; જેમકે અનંતદર્શન-જ્ઞાન-સમ્યક્ત્વ-સુખ
અને અનંતવીર્ય, અટલ અવગાહના, અમૂર્તિક
(સૂક્ષ્મત્વ) અને અગુરુલઘુત્વ
એ આઠ ગુણ
વ્યવહારથી કહ્યા છે, નિશ્ચયથી તો દરેક સિદ્ધ
ભગવંતોને અનંત ગુણ સમજવા.
શીલઅચેતન સ્ત્રી ત્રણ (કઠોર સ્પર્શ, કોમલ સ્પર્શ, ચિત્રપટ)
પ્રકારની તે સાથે ત્રણ કરણ (કરણ, કરાવણ અને
અનુમોદન)થી, બે (મન, વચન) યોગ દ્વારા, પાંચ
ઇન્દ્રિય (કર્ણ, ચક્ષુ, નાસિકા, જીભ, સ્પર્શ)થી, ચાર
સંજ્ઞા (આહાર, ભય, મૈથુન, પરિગ્રહ) સહિત દ્રવ્યથી
અને ભાવથી સેવન
×××××૨=૭૨૦ ભેદ
થયા.
ચેતન સ્ત્રી(દેવી, મનુષ્ય, તિર્યંચ) ત્રણ પ્રકારની તે સાથે ત્રણ
કરણ (કરણ, કરાવણ અને અનુમોદન)થી, ત્રણ (મન,
વચન, કાયારૂપ) યોગ દ્વારા, પાંચ (કર્ણ, ચક્ષુ, નાસિકા,
જીભ, સ્પર્શરૂપ) ઇન્દ્રિયથી, ચાર (આહાર, ભય, મૈથુન,
પરિગ્રહ) સંજ્ઞા સહિત દ્રવ્યથી અને ભાવથી, સોળ
(અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાના-