Ishtopdesh (Gujarati). Ishtopdesh: ,,; Introduction; Avrutti; Param Pujya Adhyatmamoorti Sadgurudevshree Kanjiswami; Prakashakiy Nivedan; PrakAshakiy nivedan (trutiy Avrutti); Anuvadaknu vaktvya; Anukramanika; Shastra Swadhyayka Prarambhik Manglacharan; Shlok: 1-2.

Next Page >


Combined PDF/HTML Page 1 of 8

 


Page -12 of 146
PDF/HTML Page 2 of 160
single page version

background image
ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા, પુષ્પ-૧૧૧
परमात्मने नमः
ઃ પ્રકાશકઃ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
ઃ અનુવાદકઃ
છોટાલાલ ગુલાબચંદ ગાંધી (સોનાસણ)
બી. એ. (ઓનર્સ), એસ. ટી. સી.
મૂળ શ્લોકો, ગુજરાતી પદ્યાનુવાદ
પંડિત શ્રી આશાધર દ્વારા વિરચિત સંસ્કૃત ટીકા,
તેનો ગુજરાતી અનુવાદ તથા
શ્રી ધન્યકુમારજી જૈન,(એમ.એ.) દ્વારા થયેલ હિન્દી ટીકા સહિત
શ્રીમત્પૂજ્યપાદસ્વામિવિરચિત
ઇષ્ટોપદેશ

Page -11 of 146
PDF/HTML Page 3 of 160
single page version

background image
પ્રથમ આવૃત્તિપ્રતઃ ૨૦૦૦વિ. સં. ૨૦૨૫
દ્વિતીય આવૃત્તિપ્રતઃ ૧૨૦૦વિ. સં. ૨૦૪૪
તૃતીય આવૃત્તિપ્રતઃ ૨૦૦૦વિ. સં. ૨૦૫૧
ચતુર્થ આવૃત્તિપ્રતઃ ૧૫૦૦વિ. સં. ૨૦૬૬
મુદ્રક
કહાન મુદ્રણાલય
સોનગઢ (સૌરાષ્ટ્ર)
(02846) 244081
કિંમત રુા. ૨૦=૦૦
આ શાસ્ત્રની પડતર કિંમત રૂા. ૫૧=૦૦ થાય છે. અનેક મુમુક્ષુઓની આર્થિક
સહાયથી આ આવૃત્તિની કિંમત રૂા. ૪૦=૦૦ થાય છે. તેમાંથી ૫૦%
શ્રી ઘાટકોપર દિગંબર જૈન મુમુક્ષુ મંડળ, મુંબઈ તરફથી કિંમત ઘટાડવામાં આવતા
આ શાસ્ત્રની કિંમત રૂા. ૨૦=૦૦ રાખવામાં આવી છે.
ઇષ્ટોપદેશના


સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા

સ્વ. હીરાબેન નાથાલાલ શાહ-પરિવાર, યુ.એસ.એ.
( 2 )


Page -9 of 146
PDF/HTML Page 5 of 160
single page version

background image
પ્રકાશકીય નિવેદન
શ્રી પૂજ્યપાદાચાર્યદેવ રચિત, સમાધિની પ્રાપ્તિ કરાવનારો, અત્યુત્તમ ગ્રન્થ ‘શ્રી
સમાધિતંત્ર-સમાધિશતક’, શ્રી પ્રભાચન્દ્રાચાર્યકૃત સંસ્કૃત ટીકા સહિત, ગુજરાતી અનુવાદરુપે
આ સંસ્થા દ્વારા પહેલાં ઇ.સ. ૧૯૬૬માં પ્રસિદ્ધ થયો છે અને જિજ્ઞાસુ ભાઇ-બહેનોએ તેને સારો
આવકાર આયો છે. તેનાથી પ્રેરણા પામી, તે આચાર્યભગવાનની ભેદજ્ઞાનમૂલક બીજી કૃતિ
‘ઇષ્ટોપદેશ’, ગુજરાતી અનુવાદ સહિત, પ્રકાશિત કરતાં અત્યાનંદ થાય છે.
વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ઇષ્ટ(હિત)ના ઉપદેષ્ટા છે. તે સર્વજ્ઞવાણી અનુસારે શ્રી
પૂજ્યપાદાચાર્યદેવે ‘ઇષ્ટોપદેશ’ની રચના કરી છે અને તેને અનુસરીને વર્તમાનમાં
શુદ્ધસ્વરુપજીવી આત્મજ્ઞ સંત પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી, અમોઘ આત્મસ્પર્શી પ્રવચનો
દ્વારા નિરંતર ઇષ્ટોપદેશ આપી, આપણને ઉપકૃત કરી રહ્યા છે તે બદલ તેમનાં પાવન
ચરણારવિંદમાં અત્યંત ભક્તિભાવે નમસ્કાર!
જેમ ‘સમાધિતંત્ર’નો ગુજરાતી અનુવાદ સદ્ધર્મપ્રેમી ભાઇશ્રી છોટાલાલ ગુલાબચંદ ગાંધી
બી.એ. (ઓનર્સ), એસ.ટી.સી. (સોનાસણવાળા)એ કર્યો છે તેમ આ ‘ઇષ્ટોપદેશ’નો ગુજરાતી
અનુવાદ પણ તેમણે જ તૈયાર કરી આયો છે. (તેમનો પરિચય ‘સમાધિતંત્ર’ના પ્રકાશકીય
નિવેદનમાં આયો છે.) આ અનુવાદ તેમણે જિનપ્રવચન પ્રત્યેની ભક્તિથી પ્રેરાઇને
પ્રમુદિતભાવે, તદ્દન નિઃસ્પૃહતાપૂર્વક કરી આયો છે. ઇષ્ટોપદેશના ભાવો જાળવી રાખવા તેમણે
અત્યંત ચીવટ રાખી છે. તે માટે આ સંસ્થા તેમની અત્યંત ઋણી છે અને તેમને ધન્યવાદ આપવા
સાથે તેમના પ્રત્યે આભાર પ્રદર્શિત કરે છે.
તા. ૮-૨-૧૯૬૮સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
( 3 )

Page -8 of 146
PDF/HTML Page 6 of 160
single page version

background image
પ્રકાશકીય નિવેદન
(તૃતીય આવૃત્તિ)
વીતરાગ જિનપ્રવચનના સૂક્ષ્મ રહસ્યોથી ભરપૂર એવા આ ‘ઇષ્ટોપદેશ’ નામના લઘુગ્રંથ
ઉપર, અધ્યાત્મતત્ત્વાનુભવી સન્માર્ગપ્રકાશક પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ આપેલાં
અધ્યાત્મરહસ્યભરપૂર, અર્થગંભીર તેમજ જ્ઞાનવૈરાગ્યપ્રેરક અદ્ભુત પ્રવચનો ‘આત્મધર્મ’
માસિક પત્રમાં પ્રકાશિત થયાં છે, જે વાંચીને, અનેક મુમુક્ષુહૃદયો પ્રભાવિત થવાથી, કેટલાક
મુમુક્ષુ મહાનુભાવોની ઘણા વખતથી અપ્રાય એવા આ ગુજરાતી સંસ્કરણની ત્રીજી આવૃત્તિ
છપાવવાની માંગણી હતી.
અધ્યાત્મયુપ્રવર્તક પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની પવિત્ર સાધનાભૂમિ
અધ્યાત્મતીર્થધામ સુવર્ણપુરીમાં (સોનગઢમાં) સ્વાનુભવવિભૂષિત પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી
ચંપાબેનની આત્મસાધના તેમજ દેવગુરુભક્તિભીની મંગળ છાયા તળે પૂર્વવત્ જે અનેકવિધ
ધાર્મિક ગતિવિધિ પ્રવર્તે છે તેના એક અંગરુપ સત્સાહિત્યપ્રકાશનવિભાગ દ્વારા જે આર્ષપ્રણીત
મૂળ શાસ્ત્રો તથા પ્રવચનગ્રંથો વગેરે પ્રકાશિત કરવામાં આવે છે તે પૈકીનું આ, ‘ઇષ્ટોપદેશ’ના
ગુજરાતી સંસ્કરણની ત્રીજી આવૃત્તિરુપ પુનઃપ્રકાશન છે.
આ આવૃત્તિમાં પરમશ્રુતપ્રભાવક મંડળ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ દ્વારા પ્રકાશિત
ઇષ્ટોપદેશ ગ્રંથમાંથી શ્રી ધન્યકુમારજી જૈન કૃત હિન્દી ટીકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ આ ગ્રંથ ઉપર કલ્યાણકારી પ્રવચનો કર્યાં તે સમયે તેઓશ્રી
સમક્ષ આ હિન્દી ટીકા હોવાથી મુમુક્ષુઓને પ્રવચનો સાંભળવામાં અને સમજવામાં સુલભતા રહે
તે હેતુથી આ આવૃત્તિમાં હિન્દી ટીકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તે બદલ અમો
ઉપરોક્ત સંસ્થાનો પણ આભાર માનીએ છીએ.
આ આવૃત્તિનું સુંદર મુદ્રણ વગેરે કરી આપવા બદલ ‘કહાન મુદ્રણાલય’ના સંચાલકનો
આભાર માનીએ છીએ.
મુમુક્ષુ આમાંથી સમ્યક્પ્રકારે ઇષ્ટ ઉપદેશ ગ્રહણ કરી સર્વ આકુલતારુપ દુઃખનો નાશ
કરી નિરાકુલતારુપ સુખની પ્રાપ્તિ કરે એ જ ભાવના.
આસો વદ અમાસ (દીપાવલી)
ભગવાન મહાવીર નિર્વાણકલ્યાણક દિન
વિ.સં. ૨૦૬૫
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
( 4 )

Page -7 of 146
PDF/HTML Page 7 of 160
single page version

background image
અનુવાદકનું વક્તવ્ય
શ્રી પૂજ્યપાદાચાર્ય રચિત ‘ઇષ્ટોપદેશ’ નામનો આ આધ્યાત્મિક ગ્રન્થ ભેદજ્ઞાન માટે
અને આત્માનુભવ માટે બહુ ઉપયોગી હોવાથી તેનો ગુજરાતી અનુવાદ આપની આગળ રજૂ
કરું છું.
ગ્રન્થના નામની સાર્થકતા
‘‘જે વડે સુખ પજે વા દુઃખ વિણસે એ કાર્યનું નામ પ્રયોજન છે. એ પ્રયોજનની
જેનાથી સિદ્ધિ થાય તે જ આપણું ઇષ્ટ છે. હવે આ અવસરમાં અમને વીતરાગ વિશેષજ્ઞાનનું
હોવું એ જ પ્રયોજન છે, કારણ એનાથી નિરાકુલ સત્ય સુખની પ્રાપ્તિ થાય છે અને સર્વ
આકુલતારુપ દુઃખનો નાશ થાય છે.(મોક્ષમાર્ગ પ્રકાશક ગુ. આ. પૃ. ૭)
પંડિત દૌલતરામજીએ ‘છહઢાલા’માં કહ્યું છે કેઃ—
‘‘આતમકો હિત હૈ સુખ, સો સુખ આકુલતા વિન કહિએ,
આકુલતા શિવમાંહી ન તાત, શિવમગ લાગ્યો ચહિએ.’’ (૩-૧)
—આત્માનું હિત સુખ છે અને તે આકુળતા રહિત છે. મોક્ષમાં આકુળતા નથી, તેથી
મોક્ષના માર્ગમાં-તેના ઉપાયમાં લાગ્યા રહેવું જોઇએ.
મોક્ષ અને તેનો ઉપાય-એ આપણું ઇષ્ટ છે. તેનો ઉપદેશ આચાર્યે યથાવત્ આ
ગ્રન્થમાં કર્યો છે, તેથી આ ગ્રન્થનું નામ ‘ઇષ્ટોપદેશ’—એ સર્વથા યોગ્ય છે.
ગ્રન્થની ઉપયોગિતા
આચાર્યે આ ગ્રન્થના શ્લોક ૫૧માં કહ્યું છે કેઃ-
‘‘પૂર્વોક્ત પ્રકારે ‘ઇષ્ટોપદેશ’નું સમ્યક્ પ્રકારે અધ્યયન કરી, સારી રીતે ચિંતવન
કરીને જે ભવ્ય ધીમાન્ પુરુષ આત્મજ્ઞાનના બળથી માન-અપમાનમાં સમતાભાવ ધારણ કરીને
તથા બાહ્ય પદાર્થોમાં વિપરીત અભિનિવેશનો ત્યાગ કરીને નગર યા વનમાં વિધિપૂર્વક વસે
છે તે ઉપમારહિત મુકિત-લક્ષ્મીને પ્રાપ્ત કરે છે.’’
ગ્રન્થની વિશેષતા
આ નાનકડો આધ્યાત્મિક ગ્રન્થ છે, પરંતુ તેમાં આચાર્યે ગાગરમાં સાગર ભરી દીધો
છે. તેમાં ભેદવિજ્ઞાનપૂર્વક શુદ્ધાત્માની અનુભૂતિ કેવી રીતે થાય તેનો માર્ગ-ઉપાય ચીંધ્યો છે.
એ તેની વિશેષતા છે.
વળી આ ગ્રન્થમાં નીચેની સારભૂત બાબતોનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છેઃ-
૧.ઉપાદાન વસ્તુની સહજ નિજશક્તિ છે અને નિમિત્ત તો સંયોગરુપ કારણ છે. કાર્ય
( 5 )

Page -6 of 146
PDF/HTML Page 8 of 160
single page version

background image
પોતાના ઉપાદાનથી જ થાય છે. તે વખતે તેને અનુકૂળ નિમિત્ત હોય જ. તેને
શોધવાની યા મેળવવાની વ્યગ્રતાની જરુર હોય જ નહિ.(શ્લોક-૨)
૨.શુદ્ધાત્માની પ્રાપ્તિ-અનુભવ ન થાય ત્યાં સુધી પાપભાવથી બચવા માટે હેયબુદ્ધિએ
પુણ્યભાવ આવે છે, પરંતુ તે પણ બંધનું કારણ છે એમ સમજવું.
(શ્લોક-૩ અને ભાવાર્થ)
૩.મોક્ષ માટે પ્રવૃત્તિ કરનારને સ્વર્ગનું સુખ સ્હેજે પ્રાપ્ત થાય છે. (શ્લોક-૪)
૪.સંસારી જીવોનાં સુખ-દુઃખ કેવળ વાસનામાત્ર જ હોય છે. તે સુખ-દુઃખરુપ ભોગો
આપત્તિ-કાલે રોગ સમાન ઉદ્વેગ પમાડે છે.(શ્લોક-૬)
કોઇ વસ્તુ સુખ-દુઃખરુપ નથી, પરંતુ અજ્ઞાનતાને લીધે તેમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના
કરી જીવ રાગ-દ્વેષ કરી સુખ-દુઃખ અનુભવે છે.
૫.મોહથી આ.છાદિત જ્ઞાન પોતાના સ્વભાવને પ્રાપ્ત થતું નથી.(શ્લોક-૭)
૬.શરીર, ઘર, ધન, સ્ત્રી, પુત્ર, મિત્ર, શત્રુ આદિ આત્માથી અન્ય (ભિન્ન) સ્વભાવવાળાં
છે અને આત્માથી પ્રત્યક્ષ ભિન્ન છે, છતાં મૂઢ જીવ (બહિરાત્મા) તેમને પોતાનાં માને
છે, તેમાં આત્મબુદ્ધિ કરે છે.(શ્લોક-૮)
૭.મિથ્યાત્વયુક્ત રાગ-દ્વેષ-એ સંસાર-સમુદ્રમાં બહુ લાંબા કાળ સુધી ભ્રમણનું કારણ છે.
(શ્લોક-૧૧)
૮.દાવાનળથી બળતા વનની મધ્યમાં વૃક્ષ ઉપર બેઠેલા મનુષ્યની જેમ મૂઢ જીવ અન્યની
માફક પોતે પણ કોઇ દિવસ વિપત્તિમાં આવી પડશે તે વિચારતો નથી. (શ્લોક-૧૪)
૯.જે મમતાવાળો છે તે સંસારમાં બંધાય છે અને જે મમતારહિત છે તે સંસારથી છૂટે
છે.(શ્લોક-૨૬)
૧૦.જ્ઞાનીને મૃત્યુનો, રોગનો, બાલ્યાવસ્થાનો ને વૃદ્ધાવસ્થાનો ભય હોતો નથી, કારણ
કે તે સમજે છે કે તે સર્વ પૌદ્ગલિક છે.(શ્લોક-૨૯)
૧૧.જ્ઞાની વિચારે છે કે સર્વ પુદ્ગલોને મેં મોહવશાત્ અનેકવાર ભોગવી ભોગવીને
છોડ્યા હવે એ ઊં.છષ્ટ પદાર્થોમાં મને કાંઇ સ્પૃહા નથી.(શ્લોક-૩૦)
૧૨.વસ્તુતઃ આત્મા જ આત્માનો ગુરુ છે.(શ્લોક-૩૪)
૧૩.જે અજ્ઞાની છે તે કોઇથી જ્ઞાની થઇ શકતો નથી અને જે જ્ઞાની છે તે કોઇથી અજ્ઞાની
થઇ શકતો નથી ગુરુ આદિ તો ધર્માસ્તિકાયવત્ નિમિત્તમાત્ર છે.(શ્લોક-૩૫)
૧૪.કાર્યની ઉત્પત્તિ સ્વાભાવિક ગુણની (પોતાના ઉપાદાનની) અપેક્ષા રાખે છે સેંકડો
ઉપાયો કરવા છતાં બગલાને પોપટની જેમ શીખવાડી શકાતું નથી.
(શ્લોક-૩૫ની ટીકા)
( 6 )

Page -5 of 146
PDF/HTML Page 9 of 160
single page version

background image
૧૫.જેમ જેમ આત્માનુભવ થતો જાય છે, તેમ તેમ સુલભ વિષયો પણ રુચતા નથી અને
જેમ જેમ વિષયો પ્રત્યે અરુચિ થાય છે, તેમ તેમ આત્માનુભવની પરિણતિ વૃદ્ધિ પામતી
જાય છે.(શ્લોક-૩૭-૩૮)
૧૬.ધ્યાન-પરાયણ યોગીને પોતાના દેહનું પણ ભાન હોતું નથી.(શ્લોક-૪૨)
૧૭.પર તે પર છે, તેનો આશ્રય કરવાથી દુઃખ છે અને આત્મા તે આત્મા છે તેનાથી
સુખ છે. તેથી મહાત્માઓ આત્માર્થે જ ઉદ્યમ કરે છે.(શ્લોક-૪૫)
૧૮.જે અજ્ઞાની પુદ્ગલને અભિનંદે છે તેનો કેડો (પીછો) ચાર ગતિમાં પુદ્ગલ કદી છોડતું
નથી.(શ્લોક-૪૬)
૧૯.અવિદ્યાને દૂર કરવાવાળી મહાન્ ઉત્કૃષ્ટ જ્ઞાનજ્યોતિ છે. મુમુક્ષુઓએ તેના સંબંધમાં
પૃ.છા કરવી, તેની જ વાંછા કરવી અને તેનો જ અનુભવ કરવો જોઇએ. (શ્લોક-
૪૯)
૨૦.જીવ અન્ય છે અને પુદ્ગલ અન્ય છે-એ તત્ત્વકથનનો સાર છે. બીજું જે કાંઇ કહેવામાં
આવ્યું છે તે બધો જ તેનો વિસ્તાર છે.(શ્લોક-૫૦)
ગ્રન્થકર્તા શ્રી પૂજ્યપાદસ્વામી
તેઓ કર્ણાટક પ્રાંતના રહીશ બ્રાહ્મણકુલોત્પન્ન પ્રખર વિદ્વાન્ હતા. તેઓ વિદ્વાન્
હતા એટલું જ નહિ પણ ઉ.ચ કોટિના સંયમી હતા. તેઓ ભારત-ભૂમિમાં છઠ્ઠા સૈકાના
પૂર્વાર્ધમાં થઇ ગયા—એમ વિદ્વાન પંડિતોનું માનવું છે.
તેમને વ્યાકરણ, ન્યાય, છંદ, જ્યોતિષ આદિનું તથા વૈદ્યક, સૈદ્ધાંતિક, સાહિત્યિક
અને આધ્યાત્મિક વિષયોનું તલસ્પર્શી જ્ઞાન હતું. વળી તેમની વિવેચન-શક્તિ પણ પ્રગાઢ
હતી.
તેમની કૃતિઓમાં ખાસ કરીને જૈનેન્દ્રવ્યાકરણ, સર્વાર્થસિદ્ધિ, સમાધિતંત્ર, ઇષ્ટોપદેશ
આદિ ગ્રન્થો, તે તે વિષયોમાં જૈનસમાજમાં બહુ આધારભૂત ગણાય છે. આથી જૈનસમાજ
ઉપર તેમનો મહાન ઉપકાર છે.
તેમની ભાષાશૈલી સરળ અને લાલિત્યપૂર્ણ છે તેમ જ હૃદયસ્પર્શી છે. તેમના
જીવનસંબંધી ‘સમાધિતંત્ર’ની પ્રસ્તાવનામાં સવિસ્તાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાંથી
જાણી લેવા વિનંતી છે.
સંસ્કૃત ટીકાકાર પંડિતપ્રવર શ્રી આશાધરજી
જન્મ-જન્મસ્થળ
મારવાડનો મુલક જે સપાદલક્ષ નામથી જાણીતો હતો તેના મંડળકર નગરમાં વિદ્વાન
ઋષિતુલ્ય કવિ આશાધરજીનો જન્મ લગભગ વિ.સં. ૧૨૩૦ થી ૩૫ સુધીમાં થયો હતો.
( 7 )

Page -4 of 146
PDF/HTML Page 10 of 160
single page version

background image
માતા-પિતા-પત્ની-પુત્ર
જેમના પિતાનું નામ શ્રી સલ્લક્ષણ હતું. તેઓ જૈનકુળના વાધેરમાલ વંશના હતા.
તેમની માતાનું નામ શ્રીરત્ની હતું.
તેઓ ‘સરસ્વતી પુત્ર’ બિરુદને યોગ્ય હતા. તેમની પત્નીનું નામ સરસ્વતી અને
તેમના એકના એક પુત્રનું નામ છાહડ હતું. તે અર્જુન રાજાનો મિત્ર હતો. તે પણ વિદ્વાન
અને ગુણવાન હતો.
પંડિતજી એ કાળના કાલિદાસ કવિ સમાન હતા તેઓ જન્મથી અસાધારણ પ્રજ્ઞાવાળા
હતા.
જ્યારે મ્લે.છ રાજા શાહબુદ્દિન ઘોરીએ પૃથ્વીરાજને હરાવી દિલ્હીમાં પોતાની
રાજધાની સ્થાપી, ત્યારે સપાદલક્ષ દેશમાં મુસલમાની રાજ્ય વ્યાપી ગયું. તે અરસામાં એટલે
સં. ૧૨૪૯માં મુસલમાનોના ત્રાસથી બચવા પોતાના પરિવાર સાથે સપાદલક્ષ દેશ છોડી
માળવાની રાજધાની ધારાનગરીમાં તેઓ આવી વસ્યા. તે વખતે માળવામાં પરમાર વંશના
પ્રતાપી રાજા વિન્ધ્યવર્માનું રાજ્ય હતું. ત્યાં ધર્મ, અર્થ અને કામ-એ ત્રણ પુરુષાર્થની સાધના
કરવાની સારી તક મળી.
ધારાનગરીમાં પં. ધરસેનના શિષ્ય પં. મહાવીર પાસે આશાધરજીએ જૈનેન્દ્ર
વ્યાકરણનું અધ્યયન કર્યું હતું. તેઓ વ્યાકરણ, ન્યાય, કાવ્ય અને ધર્મશાસ્ત્રાદિના વિષયમાં
પારંગત હતા અને તે તે વિષયોમાં સેંકડો શિષ્યોને તેમણે નિષ્ણાત બનાવ્યા હતા. તેઓ
ગૃહસ્થ હતા છતાં મોટા મોટા અનેક મુનિઓ તેમની પાસે વિદ્યાધ્યયન કરીને પોતાની
વિદ્યાતૃષ્ણા તૃપ્ત કરતા હતા.
તેમના રચેલા ગ્રન્થોમાં જિનયજ્ઞકલ્પ, સાગારધર્મામૃત અને અનગારધર્મામૃત-એ ત્રણ
ગ્રન્થો દિ. જૈન સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ છે. તેમણે પોતાના પિતાના આદેશથી ‘અધ્યાત્મરહસ્ય’
નામના આધ્યાત્મિક ગ્રન્થની પણ રચના કરી હતી.
તેમણે મૂલાચાર, ઇષ્ટોપદેશ, ભગવતી આરાધના, ભૂપાલ-ચતુવશતિ સ્તવન,
સહસ્રનામ સ્તવન, જિનયજ્ઞકલ્પદીપકા, ત્રિષષ્ઠિસ્મૃતિ આદિ ગ્રન્થોની ટીકાઓ રચી છે. તેમને
વૈદ્યકનું પણ ઉત્તમ જ્ઞાન હતું.
તેમની રચેલી ‘ઇષ્ટોપદેશ’ની સંસ્કૃત ટીકાનો અહીં અક્ષરશઃ ગુજરાતી અનુવાદ
કરવામાં આવ્યો છે.
ગ્રન્થકાર અને ટીકાકારના ભાવને વધુ સ્પષ્ટ કરવા માટે અનુવાદ સાથે ભાવાર્થ તથા
‘વિશેષ’ પણ આપવામાં આવ્યો છે. દરેક શ્લોકનો ગુજરાતી પદ્યાનુવાદ પણ નીચે ઉમેરવામાં
આવ્યો છે.
આભાર
સંસ્કૃત ટીકાની ભાષા તો સરલ છે, છતાં કોઇ કોઇ ઠેકાણે ટીકાકારનો ભાવ સ્પષ્ટ
( 8 )

Page -3 of 146
PDF/HTML Page 11 of 160
single page version

background image
સમજાયો નથી ત્યાં વિદ્વાન પંડિતવર્ય શ્રીયુત હિંમતલાલ જે. શાહની મદદથી તેને યોથાયોગ્ય
સ્પષ્ટ કરવા અહીં પ્રયત્ન કર્યો છે. તેમની સહાય માટે હું તેમનો અત્યંત ઋણી છું.
આ અનુવાદ તેના યોગ્ય કાળે તેના કારણે પ્રગટ થાય છે, તેમાં પરમ અધ્યાત્મમૂર્તિ
પરમપૂજ્ય શ્રી કાનજીસ્વામીનો ધારાવાહી આધ્યાત્મિક પ્રસાદ શુભ નિમિત્તરુપ છે. એમ હું
વિનયભાવે સ્વીકારી તેઓશ્રીને સાભાર વંદન કરું છું. ભક્તામર-સ્તોત્રમાં કહ્યું છે કેઃ-
‘यत् कोकि लः कि ल मधो मधुरं विरौति,
तच्चाम्रचारुक लिकानिक रैक हेतुः। ’
ભાવ એ છે કે વસંતઋતુમાં કોયલ જે મધુરપણે ટહૂકે છે, તેમાં આંબાના મહોરની
ચારુ મંજરી એક હેતુ છે-નિમિત્તકારણ છે, તેમ આ ઇષ્ટોપદેશ કાવ્યમંજરીના ઉદ્ઘાટનમાં
ઉપરોક્ત મહા આત્મજ્ઞ સંતનો સદુપદેશ પણ નિમિત્ત છે. આથી તેઓશ્રી પ્રત્યે બહુમાન
દર્શાવવા સહજ પ્રેરણા થાય એ સ્વાભાવિક છે.
ધર્મવત્સલ મુરબ્બી માન્યવર શ્રીયુત રામજીભાઇ માણેકચંદ દોશી વકીલે તથા
સદ્ધર્મપ્રેમી સૌજન્યમૂર્તિ શ્રીયુત ખીમચંદભાઇ જે. શેઠે—બન્નેએ પોતાના અમૂલ્ય સમયનો
ભોગ આપી આ અનુવાદ બરાબર તપાસી લઇ જે માર્ગદર્શન કર્યું છે તે માટે હું તેઓશ્રીનો
અત્યંત આભારી છું, તેઓશ્રીની સહાય અને સહાનુભૂતિ વિના આ અનુવાદનું કાર્ય પ્રકાશમાં
આવવું મુશ્કેલ હતું.
બ્ર. ગુલાબચંદભાઇએ ‘ઇષ્ટોપદેશ’નો ગુજરાતી અનુવાદ તપાસી જઇ તેમાં યોગ્ય
સુધારો-વધારો કરી જે સુંદરતા આણી છે તથા છપાવવાના કાર્યમાં સલાહ-સૂચન અને મદદ
કરી જે વાત્સલ્યભાવ દર્શાવ્યો છે તે ભૂલી શકાય તેમ નથી. તેમનો પણ હું આભાર માનું
છું.
આ અનુવાદ-કાર્યના પ્રકાશનમાં જે સજ્જનો તરફથી મને પ્રત્યક્ષ યા પરોક્ષ
પ્રોત્સાહન અને સહાય મળી છે તે સર્વેનો હું સમગ્રપણે આભાર માનું છું.
અનુવાદક
છોટાલાલ ગુ. ગાંધી (સોનાસણ)
બી.એ.(ઓનર્સ). એસ.ટી.સી.
( 9 )

Page -2 of 146
PDF/HTML Page 12 of 160
single page version

background image
વિષયાનુક્રમણિકા
શ્લોક વિષયપૃષ્ઠ
( 10 )
ગ્ૂુૅજ્ઞ્ુૅરિ્
વિષયાનુક્રમણિકા
મંગલાચરણ (સિદ્ધાત્માને નમસ્કાર) ------------------------------------------------------- ૨
૨.સ્વસ્વરુપની પ્રાપ્તિ કેવી રીતે થાય ---------------------------------------------------------- ૪
૩.વ્રતાદિનું અનુષ્ઠાન નિરર્થક નથી. ----------------------------------------------------------- ૮
૪.મોક્ષાર્થીને સ્વર્ગાદિનું સુખ પણ સુલભ હોય છે ------------------------------------------ ૧૧
૫.આત્મભક્તિથી સ્વર્ગની પ્રાપ્તિ થતાં, ત્યાં શું ફળ મળે છે? ------------------------------- ૧૪
૬.સાંસારિક સુખની અવાસ્તવિકતા --------------------------------------------------------- ૧૭
૭.વાસનાજન્ય સુખ-દુઃખની યથાર્થ પ્રતીતિ કેમ થતી નથી? -------------------------------- ૨૨
૮.શરીરાદિને મૂઢ કેવાં માને છે? શાથી? --------------------------------------------------- ૨૫
૯.હિતકારક મનાતા સ્ત્રી-પુત્રાદિના સંયોગનું દ્રષ્ટાંત ---------------------------------------- ૨૮
૧૦.અહિત વર્ગ કોપને પાત્ર નથી તેનું દ્રષ્ટાંત ------------------------------------------------ ૩૧
૧૧.હિત-અહિત પદાર્થોમાં રાગ-દ્વેષ કરવાનું પરિણામ --------------------------------------- ૩૩
૧૨.સાંસારિક સુખનું વાસ્તવિક સ્વરુપ ------------------------------------------------------- ૩૮
૧૩.સંસારી જીવો શાનાથી સુખ માને છે? ---------------------------------------------------- ૪૦
૧૪.કષ્ટદાયક સંપદાને લોકો કેમ છોડતા નથી? ---------------------------------------------- ૪૩
૧૫.ધનાર્થી આગામી આપદાને દેખતો નથી --------------------------------------------------૪૫
૧૬.જેનાથી પુણ્યોપાર્જન થાય તે ધન નિંદ્ય કેમ હોઇ શકે? ---------------------------------- ૪૭
૧૭.ભોગોપભોગને માટે પણ ધનની સાધના પ્રશસ્ય નથી ------------------------------------ ૫૧
૧૮.કાયસંબંધી વિચાર ----------------------------------------------------------------------- ૫૬
૧૯.ધનાદિથી શું આત્મ-ઉપકાર થઇ શકશે? ------------------------------------------------- ૫૮
૨૦.ધ્યાનથી સાંસારિક સુખની અને મોક્ષ-સુખની
પ્રાપ્ત થતી હોય તો વિવેકી કોની પસંદગી કરશે? ----------------------------------------- ૬૧
૨૧.આત્માનું સ્વરુપ -------------------------------------------------------------------------- ૬૩
૨૨.આત્માની ઉપાસના કેવી રીતે કરવી? ---------------------------------------------------- ૬૮
૨૩.આત્માની ઉપાસનાનું પ્રયોજન શું? ------------------------------------------------------- ૭૨
૨૪.આત્મામાં લીન જ્ઞાનીને શું લાભ થાય છે? ----------------------------------------------- ૭૪
૨૫.ધ્યાન-ધ્યેયરુપ આત્માને સંયોગાદિના સંબંધનો અભાવ છે ------------------------------- ૮૦
૨૬.બંધ-મોક્ષનું કારણ ------------------------------------------------------------------------ ૮૪
૨૭.નિર્મમત્વભાવના ચિંતવનનો ઉપાય ---------------------------------------------------- ૮૮
૨૮.દુઃખના કારણભૂત દેહાદિના પરિત્યાગનો નિર્દેશ ----------------------------------------- ૯૦

Page -1 of 146
PDF/HTML Page 13 of 160
single page version

background image
શ્લોકવિષયપૃષ્ઠ
( 11 )
૨૯.કઇ ભાવનાથી જન્મ-મરણનાં દુઃખ દૂર થાય? ------------------------------------------- ૯૩
૩૦.ઉિ.છષ્ટ ભોગોમાં જ્ઞાનીને કેમ સ્પૃહા હોય? --------------------------------------------- ૯૫
૩૧.પુદ્ગલ કર્મોનો બંધ જીવ સાથે કેવી રીતે થાય છે? -------------------------------------- ૯૭
૩૨.પરોપકારી મટી સ્વોપકારી બન. ------------------------------------------------------- ૧૦૧
૩૩.સ્વ-પરના ભેદવિજ્ઞાનનો ઉપાય અને તેનું ફળ ----------------------------------------- ૧૦૩
૩૪.આત્મા જ આત્માનો ગુરુ કેમ છે? ----------------------------------------------------- ૧૦૫
૩૫.આત્મા સિવાય અન્ય ગુરુ નિમિત્તમાત્ર છે. -------------------------------------------- ૧૦૮
૩૬.આત્મસ્વરુપના અભ્યાસનો ઉપાય ----------------------------------------------------- ૧૧૨
૩૭.યોગીને સ્વ-પરની સંવિત્તિ છે તે જાણવાનો ઉપાય. ------------------------------------ ૧૧૫
૩૮.વિષયો પ્રત્યેની અરુચિ-એ આત્મસંવિત્તિનું ચિ છે ---------------------------------- ૧૧૭
૩૯.આત્મસંવિત્તિના અન્ય ચિો ----------------------------------------------------------- ૧૧૯
૪૦.આત્મસંવિત્તિના અન્ય ચિો ----------------------------------------------------------- ૧૨૧
૪૧.આત્મતત્ત્વમાં સ્થિર થયેલા યોગીનું સ્વરુપ --------------------------------------------- ૧૨૩
૪૨.યોગીને સ્વદેહ પ્રત્યે પણ લક્ષ હોતું નથી. ---------------------------------------------- ૧૨૫
૪૩.યોગીને આવી અવસ્થા કેમ થાય છે? -------------------------------------------------- ૧૨૭
૪૪.સ્વાત્માનુભવમાં રતિ હોવાથી યોગીને અન્ય પ્રવૃત્તિમાં અભાવ ------------------------ ૧૨૯
૪૫.મહાત્માઓ શાને માટે ઉદ્યમી હોય છે? શાથી? ---------------------------------------- ૧૩૦
૪૬.દેહાદિને અભિવંદવાનું ફળ ------------------------------------------------------------ ૧૩૨
૪૭.સ્વાત્મધ્યાનનું ફળ --------------------------------------------------------------------- ૧૩૪
૪૮.આત્માનંદનું કાર્ય ----------------------------------------------------------------------- ૧૩૫
૪૯.આત્મજ્યોતિ માટે મુમુક્ષુએ શું કરવું? ------------------------------------------------- ૧૩૬
૫૦.જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન તે જ તત્ત્વસંગ્રહ છે બાકી બધો તેનો વિસ્તાર છે ------------- ૧૩૮
૫૧.શાસ્ત્ર-અધ્યયનનું સાક્ષાત્ અને પરંપરા ફળ. ------------------------------------------- ૧૪૦
ટીકા-પ્રશસ્તિ -------------------------------------------------------------------------- ૧૪૨
पद्यानुक्रमसूची -------------------------------------------------------------૧૫૮

Page 0 of 146
PDF/HTML Page 14 of 160
single page version

background image
नमः श्रीसर्वज्ञवीतरागाय
शास्त्र-स्वाध्यायका प्रारंभिक मंगलाचरण
ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः
कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः ।।।।
अविरलशब्दघनौघप्रक्षालितसकलभूतलकलङ्का
मुनिभिरुपासिततीर्था सरस्वती हरतु नो दुरितान् ।।।।
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ।।।।
श्रीपरमगुरवे नमः, परम्पराचार्यगुरवे नमः ।।
सकलकलुषविध्वंसकं, श्रेयसां परिवर्धकं, धर्मसम्बन्धकं, भव्यजीवमनःप्रतिबोधकारकं,
पुण्यप्रकाशकं, पापप्रणाशकमिदं शास्त्रं श्रीइष्टोपदेशनामधेयं, अस्य मूलग्रन्थकर्तारः
श्रीसर्वज्ञदेवास्तदुत्तरग्रन्थकर्तारः श्रीगणधरदेवाः प्रतिगणधरदेवास्तेषां वचनानुसारमासाद्य
आचार्यश्रीपूज्यपादस्वामिविरचितं, श्रोतारः सावधानतया शृणवन्तु
।।
मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी
मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ।।।।
सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं
प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ।।।।

Page 1 of 146
PDF/HTML Page 15 of 160
single page version

background image
श्रीमद्देवनन्द्यपरनामपूज्यपादस्वामिविरचितः
इष्टोपदेशः
(पंडितश्रीआशाधरविनिर्मितसंस्कृतटीकासहितश्च)
टीकाकारस्य मंगलाचरणम्
परमात्मानमानम्य मुमुक्षुः स्वात्मसंविदे
इष्टोपदेशमाचष्टे स्वशक्त्याशाधरः स्फु टम् ।।
तत्रादौ यो यद्गुणार्थी स तद्गुणोपेतं पुरुषविशेषं नमस्करोतीति परमात्मगुणार्थी ग्रन्थकर्त्ता
परमात्मानं नमस्करोति
जो जिस गुणको चाहनेवाला हुआ करता है, वह उस उस गुण संपन्न पुरुष
विशेषको नमस्कार किया करता है यह एक सामान्य सिद्धान्त है परमात्माके गुणोंको
चाहनेवाले ग्रन्थकार पूज्यपादस्वामी हैं, अतः सर्वप्रथम वे परमात्माको नमस्कार करते हैं
अर्थजिसको सम्पूर्ण कर्मोंके अभाव होने पर स्वयं ही स्वभावकी प्राप्ति हो गई
है, उस सम्यक्ज्ञानरूप परमात्माको नमस्कार हो
શ્રીમદ્ દેવનન્દીઅપરનામપૂજ્યપાદસ્વામી વિરચિત
£ષ્ટોપદેશ
(શ્રી પંડિત આશાધરકૃત સંસ્કૃતટીકા સહિત)
ગુજરાતી અનુવાદ
સં. ટીકાકારનું મંગલાચરણ
અર્થ :નિજ આત્મસંવેદન માટે પરમાત્માને નમીને પોતાની શક્તિ અનુસાર મુમુક્ષુ
પં. આશાધર (ટીકા દ્વારા) ‘ઇષ્ટોપદેશ’ સ્પષ્ટ સમજાવે છે.
ટીકા :તેની (ગ્રન્થની) આદિમાં, જે જે ગુણોનો અર્થી છે તે તે ગુણોયુક્ત
પુરુષવિશેષને નમસ્કાર કરે છે. તેથી પરમાત્માના ગુણોના અર્થી ગ્રન્થકર્તા (શ્રી
પૂજ્યપાદસ્વામી) પરમાત્માને નમસ્કાર કરે છે.

Page 2 of 146
PDF/HTML Page 16 of 160
single page version

background image
तद्यथा
यस्य स्वयं स्वभावाप्तिरभावे कृत्स्नकर्मणः
तस्मै संज्ञानरूपाय नमोऽस्तु परमात्मने ।।।।
टीकाअस्तु भवतु किं तत् ? नमःनमस्कारः, कस्मै, तस्मै परमात्मने परमः
अनाध्येयाप्रहेयातिशयत्वात्सकलसंसारिजीवेभ्य उत्कृष्ट आत्मा चेतनः परमात्मा तस्मै किं
विशिष्टाय संज्ञानरूपाय सम्यक्सकलार्थसाक्षात्कारित्वादिवदत्यन्तसूक्ष्मत्वादीनामपि लाभात्कर्म-
हन्तृत्वादेरपि विकारस्य त्यागाच्च सम्पूर्णज्ञानं स्वपरावबोधस्तदेवरूपं यस्य तस्मै
एवमाराध्य-
स्वरूपमुक्त्वा तत्प्राप्त्युपायमाह यस्याभूत्काऽसौ ?स्वभावाप्तिःस्वभावस्य निर्मलनिश्चलचिद्रूप-
स्य आप्तिर्लब्धिः कथंचित्तादात्म्यपरिणतिःकृतकृत्यतया स्वरूपेऽवस्थितिरित्यर्थः केन, स्वयं
स्वयं कर्म सब नाश करि, प्रगटायो निजभाव
परमातम सर्वज्ञको, वंदो करि शुभ भाव ।।।।
विशदार्थजिसे आत्माकी परतन्त्रता (पराधीनता)के कारणभूत द्रव्य एवं भावरूप
समस्त कर्मोंके, सम्पूर्ण रत्नत्रयात्मक स्वरूपके द्वारा, सर्वथा नष्ट हो जानेसे निर्मल निश्चल
चैतन्यरूप स्वभाव (कथंचित् तादात्म्य परिणति)की प्राप्ति हो गई है, उस सम्पूर्ण
તે આ પ્રમાણે છેઃ
સકલ કર્મનો ક્ષય કરી, પામ્યા સ્વયં સ્વભાવ,
સર્વજ્ઞાની પરમાત્મને, નમું કરી બહુ ભાવ. ૧.
અન્વયાર્થ :[यस्य ] જેમને, [कृत्स्न कर्मणः अभावे ] સંપૂર્ણ કર્મોનો અભાવ થતાં,
[स्वयं स्वभावाप्तिः ] સ્વયં સ્વભાવની પ્રાપ્તિ થઈ ગઈ છે, [तस्मै ] તે [संज्ञानरूपाय ]
સમ્યક્જ્ઞાનરૂપ [परमात्मने ] પરમાત્માને [नमः अस्तु ] નમસ્કાર હો.
ટીકા :હો. શું તે? નમસ્કાર. કોને? તે પરમાત્માને. અનારોપી અપ્રતિહત
અતિશયપણાને લીધે પરમ એટલે સકલ સંસારી જીવોથી ઉત્કૃષ્ટ અને આત્મા એટલે ચેતન
તેવા પરમાત્માને. કેવા (પરમાત્માને)? સમ્યક્જ્ઞાનરૂપ (પરમાત્માને)સમ્યક્ પ્રકારે સર્વ
પદાર્થોનો સાક્ષાત્કાર કરવાથી અર્થાત્ અત્યંત સૂક્ષ્મ પદાર્થ આદિને જાણવાથી તથા કર્મોના
વિનાશાદિથી, વિકારના ત્યાગને લીધે (પ્રાપ્ત થયું છે) સંપૂર્ણજ્ઞાન
સ્વપરજ્ઞાનતે જ જેનું
સ્વરૂપ છેતેમને.
૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 3 of 146
PDF/HTML Page 17 of 160
single page version

background image
सम्पूर्णरत्नत्रयात्मनात्मना क्क सति, अभावे शक्तिरूपतया विनाशे कस्य, कृत्स्नकर्मणः
कृत्स्नस्य सकलस्य द्रव्यभावरूपस्य कर्मणः आत्मपारतंत्र्यनिमित्तस्य ।।।।
अथ शिष्यः प्राहस्वस्य स्वयं स्वरूपोपलब्धिः कथमिति ? स्वस्यात्मनःस्वयमात्मना
केवलज्ञानस्वरूप आत्माको जो कि मुख्य एवं अप्रतिहत अतिशयवाला होनेसे समस्त
सांसारिक प्राणियोंसे उत्कृष्ट है, नमस्कार हो
।।।।
‘‘स्वयं स्वभावाप्तिः’’ इस पदको सुन शिष्य बोलाकि ‘‘आत्माको स्वयं ही
सम्यक्त्व आदिक अष्ट गुणोंकी अभिव्यक्तिरूप स्वरूपकी उपलब्धि (प्राप्ति) कैसे (किस
उपायसे) हो जाती है ? क्योंकि स्व-स्वरूपकी स्वयं प्राप्तिको सिद्ध करनेवाला कोई दृष्टान्त
એ રીતે આરાધ્યનું (પરમાત્માનું) સ્વરૂપ કહીને તેની પ્રાપ્તિનો ઉપાય કહે છે
જેમને થઈ. શું તે? સ્વભાવની પ્રાપ્તિઅર્થાત્ સ્વભાવની એટલે નિર્મળ નિશ્ચલ
ચિદ્રૂપતેની પ્રાપ્તિ-લબ્ધિ, કથંચિત્ તાદાત્મ્ય પરિણતિ; કૃતકૃત્યપણાને લીધે સ્વરૂપમાં
અવસ્થિતિએવો અર્થ છે. શા વડે? સ્વયં સંપૂર્ણ રત્નત્રયાત્મક આત્મા વડે. શું થતાં?
અભાવ થતાં અર્થાત્ શક્તિરૂપપણે વિનાશ થતાં. કોનો? સંપૂર્ણ કર્મનોઅર્થાત્ આત્માની
પરતંત્રતાના નિમિત્તભૂત દ્રવ્યભાવરૂપ સમસ્ત કર્મોનો.
ભાવાર્થ :સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પૂર્ણતા વડે આત્માની પરતંત્રતાના કારણભૂત
સમસ્ત કર્મોનોજ્ઞાનાવરણાદિ આઠ દ્રવ્યકર્મોનો રાગ-દ્વેષાદિ ભાવકર્મોનો અને શરીરાદિ
નોકર્મોનોજેમને સર્વથા અભાવ છે અને જેમણે પોતાના ચિદાનંદ, વિજ્ઞાનઘન, નિર્મળ,
નિશ્ચલ, ટંકોત્કીર્ણ જ્ઞાયકરૂપ સ્વભાવને પ્રાપ્ત કર્યો છે; તેવા પોતાના આરાધ્ય સિદ્ધ
પરમાત્માને આચાર્યે નમસ્કાર કર્યા છે.
અષ્ટકર્મરહિત, અષ્ટગુણસહિત, શુદ્ધ, બુદ્ધ, નિરંજન પરમાત્મા તે આરાધકને માટે
સંપૂર્ણતાનો આદર્શ છે. તે આદર્શને પોતાનામાં મૂર્તિમંત કરવો તે નમસ્કાર કરવાનો હેતુ છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે જ સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય છે. એમ
આચાર્યે ગર્ભિતપણે આ શ્લોકમાં દર્શાવ્યું છે. ૧.
હવે શિષ્ય કહે છે,‘‘પોતાને સ્વયં સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થાય? પોતાના
આત્માને સ્વયં એટલે આત્મા વડે સ્વરૂપની અર્થાત્ સમ્યક્ત્વાદિ આઠ ગુણોની
અભિવ્યક્તિરૂપ (પ્રગટતારૂપ) ઉપલબ્ધિ (પ્રાપ્તિ) કેવી રીતે એટલે ક્યા ઉપાય વડે થાય
છે? કારણ કે દ્રષ્ટાન્તનો અભાવ છે.’’
કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૩

Page 4 of 146
PDF/HTML Page 18 of 160
single page version

background image
स्वरूपस्य सम्यक्त्वादिगुणाष्टकाभिव्यक्तिरूपस्य उपलब्धिः कथं केनोपायेन दृष्टान्ताभावादिति ?
आचार्यः समाधत्ते
योग्योपादानयोगेन दृषदः स्वर्णता मता
द्रव्यादि-स्वादिसंपत्तावात्मनोऽप्यात्मता मता ।।।।
टीकामता अभिप्रेता लोकैः कासौ ? स्वर्णता सुवर्णभावः कस्य, दृषदः
શિષ્યને પૂછવાનો આશય એ છે કે સ્વસ્વરૂપની સ્વયં પ્રાપ્તિને સિદ્ધ કરે, તેવા
દ્રષ્ટાન્તનો અભાવ છે, તો દ્રષ્ટાંત વિના ‘સ્વયં સ્વભાવાપ્તિ’એ કથનને સાચું કેવી રીતે
માની શકાય?
આચાર્ય તેનું સમાધાન કરે છે
યોગ્ય ઉપાદાને કરી, પત્થર સોનું થાય,
તેમ સુદ્રવ્યાદિ કરી, જીવ શુદ્ધ થઈ જાય.
અન્વયાર્થ :[यथा ] જેમ [योग्योपादानयोगेन ] યોગ્ય ઉપાદાન (કારણ)ના યોગથી
[दृषदः ] પાષાણને (સુવર્ણ પાષાણને) [स्वर्णता ] સુવર્ણપણું [मता ] માનવામાં આવ્યું છે,
[तथा ] તેમ [आत्मनः अपि ] આત્માને પણ [द्रव्यादिस्वादिसम्पत्तौ ] સુદ્રવ્ય-ક્ષેત્રાદિ વા સ્વદ્રવ્ય-
ક્ષેત્રાદિની સમ્પત્તિ હોતાં [आत्मता ] આત્મપણું અર્થાત્ નિર્મળ નિશ્ચલ ચૈતન્યભાવ [मता ]
માનવામાં આવ્યો છે.
ટીકા :લોકો માને છેઅભિપ્રાય ધરાવે છે. શું તે (માને છે)? સ્વર્ણતા
સુવર્ણભાવ. કોને (માને છે)? પાષાણને અર્થાત્ જેમાં સુવર્ણ પ્રગટ થવાની યોગ્યતા છે તેવા
नहीं पाया जाता है, और बिना दृष्टान्तके उपरिलिखित कथनको कैसे ठीक माना जा सकता
है ? आचार्य इस विषयमें समाधान करते हुए लिखते हैं कि
स्वर्ण पाषाण सुहेतु से, स्वयं कनक हो जाय
सुद्रव्यादि चारों मिलें, आप शुद्धता थाय ।।।।
अर्थयोग्य उपादान कारणके संयोगसे जैसे पाषाणविशेष स्वर्ण बन जाता है, वैसे
जइसोहण जोएणं सुद्धं हेमं हवइ जह तह य
कालाईलद्धीए अप्पा परमप्पओ हवदि ।।२४।।(मोक्षपाहुड)
૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 5 of 146
PDF/HTML Page 19 of 160
single page version

background image
सुवर्णाविर्भावयोग्यपाषाणस्य केन, योग्यानां सुवर्णपरिणामकरणोचितानां उपादानानां कारणानां
योगेन मेलापकेन संपत्त्या यथा एवमात्मनोऽपि पुरुषस्यापि न केवलं दृषदः इत्यपि शब्दार्थः
मता कथिता कासौ ? आत्मताआत्मनो जीवस्य भावो निर्मलनिश्चलचैतन्यम् कस्यां सत्यां ?
द्रव्यादिस्वादिसंपत्तौ द्रव्यमन्वयिभावः आदिर्येषां क्षेत्रकालभावानां ते च ते स्वादयश्च सुशब्दः
स्वशब्दो वा आदिर्येषां ते स्वादयो द्रव्यादयश्च स्वादयश्च इच्छातो विशेषणविशेष्यभावः इति
समासः सुद्रव्यं सुक्षेत्रं सुकालः सुभाव इत्यर्थः सुशब्दः प्रशंसार्थः प्राशस्त्यं चात्र प्रकृत-
પાષાણને. શા વડે? જેમ યોગ્ય એટલે સુવર્ણના પરિણામ કરવાને ઉચિત ઉપાદાન કારણોના
યોગથી એટલે મેલાપથી
સમ્પત્તિથી (સુવર્ણતાનો આવિર્ભાવ માને છે) તેમ આત્માને પણ
એટલે પુરુષને પણ [કેવળ પાષાણને નહિ, પુરુષને પણએમ अपि શબ્દનો અર્થ છે.]
માનવામાં આવે છેકહેવામાં આવે છે. શું તે (માનવામાં આવે છે)? આત્મતાઆત્માનો
જીવનો ભાવનિર્મળ નિશ્ચલ ચૈતન્યભાવ. શું હોતાં? દ્રવ્યાદિ સ્વાદિની સમ્પત્તિ હોતાં; દ્રવ્ય
અન્વયિભાવ, આદિજે ક્ષેત્ર-કાલ-ભાવ છે તેની આદિમાંદ્રવ્ય છે તે (દ્રવ્યાદિ) તથા
સ્વાદિ એટલે સુશબ્દ અથવા સ્વશબ્દ જેમની આદિમાં તે સુઆદિ દ્રવ્યાદિ વા સ્વાદિ
દ્રવ્યાદિ
ઇચ્છાનુસાર વિશેષણ-વિશેષ્યભાવરૂપ સમાસસુભાવ એવો અર્થ છે. સુશબ્દ
પ્રશંસાના અર્થમાં છે. પ્રકૃત (મુખ્ય) કાર્યનું ઉપયોગીપણું તે પ્રશસ્યપણું છે. દ્રવ્યાદિ-સ્વાદિની
એટલે સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની સમ્પત્તિ એટલે સંપૂર્ણતા
તે હોતાં (આત્માને નિર્મળ
ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રાપ્તિ થાય છે.)
ભાવાર્થ :અનાદિ કાળથી સુવર્ણ પાષાણમાં શક્તિરૂપે સુવર્ણ વિદ્યમાન છે. તેને જેમ
સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવરૂપ યોગ્ય ઉપાદાન કારણનો (કાર્યોત્પાદનના સમર્થ કારણનો) યોગ
બનતાં તે સુવર્ણ વ્યક્તિરૂપે પ્રગટ થાય છે, તેમ આ આત્મામાં પણ શુદ્ધ નિશ્ચયનયથી
કેવળજ્ઞાન દર્શનાદિ સ્વભાવવાળો પરમાત્મા શક્તિરૂપે રહેલો છે. તેને સ્વદ્રવ્યાદિરૂપ કારણનો
યોગ બનતાં, તે વ્યક્તિરૂપે સ્વયં પરમાત્મા બને છે
અર્થાત્ આ આત્મા નિજ
ही सुद्रव्य सुक्षेत्र आदि रूप सामग्रीके मिलने पर जीव भी चैतन्यस्वरूप आत्मा हो जाता है
विशदार्थयोग्य (कार्योत्पादनसमर्थ) उपादान कारणके मिलनेसे
पाषाणविशेषजिसमें सुवर्णरूप परिणमने (होने)की योग्यता पाई जाती है वह जैसे स्वर्ण
बन जाता है, वैसे ही अच्छे (प्रकृत कार्यके लिए उपयोगी) द्रव्य, क्षेत्र, काल, भावोंकी
सम्पूर्णता होने पर जीव (संसारी आत्मा) निश्चल चैतन्यस्वरूप हो जाता है
दूसरे शब्दोंमें,
संसारी प्राणी जीवात्मासे परमात्मा बन जाता है
કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૫

Page 6 of 146
PDF/HTML Page 20 of 160
single page version

background image
ઉપાદાનશક્તિથી જ પરમાત્મા બને છે.
વિશેષ
નિજ ઉપાદાનથી જ કાર્ય થાય છે. તે સંબંધમાં સમાધિતંત્ર શ્લોક (૯૯)ની ટીકામાં
ટીકાકાર લખે છે કે‘‘.....પરમાર્થે સ્વતઃ જ (પોતાની મેળે જ)આત્માથી જ
(પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે) પણ ગુરુ આદિ બાહ્ય નિમિત્તો વડે નહિ...’’
પ્રસ્તુત શ્લોકમાં ‘स्वतः एव’ શબ્દો ઘણા અર્થસૂચક છે. તે બતાવે છે કે પરમાત્માની
પ્રાપ્તિ, પોતાનાથી જ પોતાનામાંથી જ પોતાના પુરુષાર્થથી જ થાય છે. તેમાં તીર્થંકર ભગવાન
આદિની દિવ્યધ્વનિ, ગુરુનો ઉપદેશાદિ બાહ્ય નિમિત્તો હોવા છતાં તે નિમિત્તોથી નિરપેક્ષપણે
પરમપદની પ્રાપ્તિ થાય છે.
નિમિત્ત હોવા છતાં, નિમિત્તથી નિરપેક્ષ ઉપાદાનનું પરિણમન હોય છે. વિકારી અને
અવિકારી પર્યાય સંબંધમાં જયધવલ પુસ્તક ૭માં કહ્યું છે કે
वज्झकारणणिरवेक्खे वथ्थुपरिणामो।
વસ્તુનું પરિણામ બાહ્ય કારણોથી નિરપેક્ષ હોય છે.(પૃ. ૧૧૭પેરા ૨૪૪)
ઉપાદાન વસ્તુની સહજ શક્તિ છે અને નિમિત્ત તો સંયોગરૂપ કારણ છે. કાર્ય પોતાના
ઉપાદાનમાંથી જ થાય. તે વખતે તેને અનુકૂળ નિમિત્ત હોય જ. તેને શોધવાની યા તેને ભેગું
કરવાની વ્યગ્રતાની જરૂર હોય જ નહિ. ૨
પછી શિષ્ય કહે છે, ‘‘ભગવાન્! તો વ્રતાદિ નિરર્થક ઠરશે. જો સુદ્રવ્યાદિરૂપ સામગ્રી
હોતાં જ આ (સંસારી) આત્મા પોતાના આત્મસ્વરૂપને પ્રાપ્ત કરશે, તો વ્રતો એટલે
હિંસાવિરતિ જેની આદિમાં છે તે સમિતિ આદિ નિરર્થક-નિષ્ફળ બનશે, કારણ કે (આપના
કથનાનુસાર) વાંછિત સ્વાત્માની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) સુદ્રવ્યાદિ
સમ્પત્તિની અપેક્ષા રાખે છે
એવો અર્થ છે (અર્થાત્ સ્વદ્રવ્યાદિ સ્વચતુષ્ટયરૂપ સામગ્રીથી જ સ્વસ્વરૂપની ઉપલબ્ધિ થઈ
शंकाइस कथनको सुन शिष्य बोला कि भगवन् ! यदि अच्छे द्रव्य, क्षेत्र, काल,
भावरूप सामग्रीके मिलनेसे ही आत्मा स्व स्वरूपको प्राप्त कर लेता है, तब फि र व्रत समिति
कार्योपयोगित्वं द्रव्यादिस्वादीनां सम्पत्तिः संपूर्णता, तस्यां सत्याम् ।।।।
अथ शिष्यः प्राहतर्हि व्रतादीनामानर्थक्यमिति भगवन् ! यदि सुद्रव्यादिसामग्रयां
सत्यामेवायमात्मा स्वात्मानमुपलप्स्यते तर्हि व्रतानि हिंसाविरत्यादीनि आदयो येषां समित्यादीनां
૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-