Ishtopdesh (Gujarati). Shlok: 43-51 ; Tika prashasti; PadyAnukramsoochi; AdhyAtmaatishaykshetra Songadh (Dist : Bhavnagar).

< Previous Page  


Combined PDF/HTML Page 8 of 8

 

Page 127 of 146
PDF/HTML Page 141 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૨૭
સમાધિતંત્ર શ્લોક ૩૪માં* કહ્યું છે કેઃ
‘‘આત્મા અને દેહના ભેદવિજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આહ્લાદથી (આનંદથી) જે
આનંદિત છે, તે (યોગી) તપ દ્વારા ભયાનક દુષ્કર્મને ભોગવતો હોવા છતાં ખેદ પામતો
નથી.’’ ૪૨.
અહીં, શિષ્ય કહે છેએ કેવી રીતે? ભગવન્! મને આશ્ચર્ય થાય છે કે એવી
અવસ્થાન્તર (વિભિન્નવિલક્ષણ અવસ્થા) કેવી રીતે સંભવે?
ગુરુ કહે છેધીમન્! સમજ.
જે જ્યાં વાસ કરી રહે, ત્યાં તેની રુચિ થાય,
જે જ્યાં રમણ કરી રહે, ત્યાંથી બીજે ન જાય. ૪૩.
અન્વયાર્થ :[यः ] જે [यत्र ] જ્યાં [निवसन् आस्ते ] નિવાસ કરે છે, [सः ] તે
[तत्र ] ત્યાં [रतिं कुरुते ] રતિ કરે છે અને [यः ] જે [यत्र ] જ્યાં [रमते ] રમે છે, [सः ]
તે [तस्मात् ] ત્યાંથી બીજે [न गच्छति ] જતો નથી.
अत्राह शिष्यः कथमेतदिति भगवन् ! विस्मयो मे कथमेतदवस्थान्तरं संभवति
गुरुराहधीमन्निबोध
यो यत्र निवसन्नास्ते स तत्र कुरुते रतिं
यो यत्र रमते तस्मादन्यत्र स न गच्छति ।।४३।।
आचार्य कहते हैं, धीमन् ! सुनो समझो
जो जामें बसता रहे, सो तामें रुचि पाय
जो जामें रम जात है, सो ता तज नहिं जाय ।।४३।।
अर्थजो जहाँ निवास करने लग जाता है, वह वहाँ रमने लग जाता है और
जो जहाँ लग जाता है, वह वहाँसे फि र हटता नहीं है
* आत्मदेहान्तरज्ञानजनिताह्लादनिर्वृत्तः
तपसा दुष्कृतं घोरं भुञ्जानोऽपि न खिद्यते ।।
[समाधितन्त्रश्री पूज्यपादाचार्यः ]

Page 128 of 146
PDF/HTML Page 142 of 160
single page version

૧૨૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ટીકા :જે મનુષ્ય જ્યાં એટલે નગરાદિમાં સ્વાર્થ માટે અર્થાત્ કોઈ (પ્રયોજનની)
સિદ્ધિ અંગે (બંધુ જનોના) આગ્રહથી નિવાસી થઈને રહે છે, તે ત્યાં અન્ય તરફથી ચિત્ત
હઠાવી લીધેલું હોવાથી, આનંદ પ્રાપ્ત કરે છે (અનુભવે છે) અને જ્યાં જે આનંદ અનુભવે
છે તે ત્યાંથી બીજે ઠેકાણે જતો નથી એ (વાત) પ્રસિદ્ધ છે (પ્રતીતજન્ય) છે; માટે વિશ્વાસ
કર કે, ‘આત્મામાં નિવાસ કરતા યોગીને અનનુભૂત (પૂર્વે નહિ અનુભવેલાં) અપૂર્વ આનંદનો
અનુભવ થતો હોવાથી, તેને બીજે ઠેકાણે વૃત્તિનો અભાવ હોય છે અર્થાત્ અધ્યાત્મ સિવાય
બીજે ઠેકાણે પ્રવૃત્તિ હોતી નથી.’
ભાવાર્થ :જે માણસ જે શહેર, નગર કે ગ્રામમાં રહે છે, તેને તે સ્થાન પ્રતિ
એટલો મમત્વભાવરતિભાવ થઈ જાય છે કે તેને ત્યાં જ રહેવાનું ગમે છે, ત્યાં જ આનંદ
આવે છે; તે સ્થાન છોડી બીજે જવું તેને રુચતું નથી; તેવી રીતે આત્મસ્વરૂપમાં સ્થિત
યોગીને
રમતા યોગીને આત્મામાં એવો અપૂર્વ આનંદ આવે છે કે તેને આત્મામાં જ
વિહાર કરવાનું રુચે છે, બીજા પદાર્થોમાં વિહરવાની વૃત્તિ થતી નથી, કારણ કે
નિજાત્મરસના અનુભવ આગળ બાહ્ય પદાર્થો તથા વિષય ભોગો બધા તેને નીરસ તથા
દુઃખદાયી લાગે છે. ૪૩.
અન્યત્ર ન પ્રવર્તતો હોય ત્યારે તે આવો હોયઃ
टीकायो जनो यत्र नगरादौ स्वार्थे सिद्ध्यङ्गत्वेन बद्धनिर्बन्धवास्तव्ये भवन् तिष्ठति
स तस्मिन्नन्यस्मान्निवृत्तचित्ततत्त्वान्निवृतित्वं लभते यत्र यश्च तथा निर्वाति स ततोऽन्यत्र न
यातीति प्रसिद्धं सुप्रतीतमत प्रतीहि योगिनोऽध्यात्मं निवसतोऽननुभूतापूर्वानन्दानुभवादन्यत्र
वृत्त्यभावः स्यादिति
अन्यत्राप्रवर्त्तमानश्चेदृक् स्यात्
विशदार्थजो मनुष्य, जिस नगरादिकमें स्वार्थकी सिद्धिका कारण होनेसे
बन्धुजनोंके आग्रहसे निवासी बनकर रहने लग जाता है, वह उसमें अन्य तरफ से चित्त
हटाकर आनन्दका अनुभव करने लग जाता है
और जो जहाँ आनन्दका अनुभव करता
रहता है, वह वहाँसे दूसरी जगह नहीं जाता, यह सभी जानते हैं इसलिये समझो कि
आत्मामें अध्यात्ममें रहनेवाले योगी अननुभूत (जिसका पहिले कभी अनुभव नहीं हुआ) और
अपूर्व आनन्दका अनुभव होते रहनेसे उसकी अध्यात्मके सिवाय दूसरी जगह प्रवृत्ति नहीं
होती
।।४३।।
जब दूसरी जगह प्रवृत्ति नहीं करता तब क्या होता है ? उसे आगेके श्लोकमें
आचार्य कहते हैं

Page 129 of 146
PDF/HTML Page 143 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૨૯
વિશેષોથી અજ્ઞાત રહી, નિજ રૂપમાં લીન થાય,
સર્વ વિકલ્પાતીત તે છૂટે, નહિ બંધાય. ૪૪
અન્વયાર્થ :[अगच्छन् ] (બીજે ઠેકાણે) નહિ જતો (અન્યત્ર પ્રવૃત્તિ નહિ કરતો
યોગી) [तद्विशेषाणाम ] તેના વિશેષોનો (અર્થાત્ દેહાદિના વિશેષોનો સૌન્દર્ય, અસૌન્દર્યાદિ
ધર્મોનો) [अनभिज्ञः च जायते ] અનભિજ્ઞ રહે છે (તેનાથી અજાણ રહે છે) અને
[अज्ञाततद्विशेषः ] (સૌન્દર્યઅસૌન્દર્યાદિ) વિશેષોનો અજાણ હોવાથી [न बध्यते ] તે બંધાતો
નથી, [तु विमुच्यते ] પરંતુ વિમુક્ત થાય છે.
ટીકા :સ્વાત્મતત્ત્વમાં સ્થિર થયેલો યોગી, જ્યારે બીજે ઠેકાણે જતો નથી
પ્રવૃત્તિ કરતો નથી, ત્યારે તે સ્વાત્માથી ભિન્ન શરીરાદિના વિશેષોથી અર્થાત્ સૌન્દર્ય
અસૌન્દર્યાદિ ધર્મોનો અનભિજ્ઞ (અજાણ) રહે છે. અર્થાત્ તે જાણવાને અભિમુખ (ઉત્સુક)
થતો નથી અને તે વિશેષોથી તે અજ્ઞાત હોવાથી તેમાં તેને રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી;
તેથી તે કર્મોથી બંધાતો નથી. ત્યારે શું થાય છે? વિશેષ કરીને (ખાસ કરીને) વ્રતાદિનું
અનુષ્ઠાન (આચરણ) કરનારાઓ કરતાં તે અતિરેકથી (અતિશયપણે) તેમનાથી (કર્મોથી)
મુક્ત થાય છે.
ભાવાર્થ :આત્મસ્વરૂપમાં સ્થિર યોગીને આત્મા સિવાય શરીરાદિ બાહ્ય પદાર્થોમાં
वस्तु विशेष विकल्प को, नहिं करता मतिमान
स्वात्मनिष्ठता से छुटत, नहिं बँधता गुणवान ।।४४।।
अर्थअध्यात्मसे दूसरी जगह प्रवृत्ति न करता हुआ योगी, शरीरादिककी सुन्दरता
असुन्दरता आदि धर्मोंकी ओर विचार नहीं करता और जब उनके विशेषोंको नहीं
जानता, तब वह बन्धको प्राप्त नहीं होता, किन्तु विशेष रूपसे छूट जाता है
विशदार्थस्वात्मतत्त्वमें स्थिर हुआ योगी जब अध्यात्मसे भिन्न दूसरी जगह प्रवृत्ति
नहीं करता, तब उस स्वात्मासे भिन्न शरीरादिके सौन्दर्यअसौन्दर्य आदि विशेषोंसे अनभिज्ञ
हो जाता है और जब उनकी विशेषताओं पर ख्याल नहीं करता, तब उनमें राग-द्वेष
अगच्छंस्तद्विशेषाणामनभिज्ञश्च जायते
अज्ञाततद्विशेषस्तु बध्यते न विमुच्यते ।।४४।।
टीकास्वात्मतत्त्वनिष्ठोऽन्यत्र अगच्छन्नप्रवर्तमानस्तस्य स्वात्मनोऽन्यस्य देहादेः
विशेषाणां सौन्दर्यासौन्दर्यादिधर्माणामनभिज्ञ आभिमुख्येनाप्रतिपत्तश्च भवति अज्ञाततद्विशेषः

Page 130 of 146
PDF/HTML Page 144 of 160
single page version

૧૩૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
પ્રવૃત્તિ હોતી નથી. તેથી તેને તે પદાર્થોમાં ઇષ્ટઅનિષ્ટની કલ્પનાનો અભાવ હોવાથી તેને
રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી અને બંધના કારણરૂપ રાગદ્વેષના અભાવમાં તે કર્મોથી બંધાતો
નથી, પરંતુ તેને અનેકગણી નિર્જરા થાય છે.
જ્ઞાનીને વ્રતાદિના આચરણનો વિકલ્પ એ શુભ રાગ છે, તેનાથી તો તેને આસ્રવબંધ
જ થાય; પરંતુ તે કાળે જે તેની સાથે તેને શુદ્ધ પરિણતિ છે, તે જ નિર્જરાનું વાસ્તવિક કારણ
છે. તેથી યોગીઓને નિર્વિકલ્પ દશામાં તેનાથી પણ અતિશય નિર્જરા થાય છે.
વળી,
પર તો પર છે દુઃખરૂપ, આત્માથી સુખ થાય,
મહા પુરુષો ઉદ્યમ કરે, આત્માર્થે મન લાય. ૪૫.
અન્વયાર્થ :[परः परः ] પર તે પર છે, [ततः दुःखं ] તેનાથી દુઃખ થાય છે.
અને [आत्मा आत्मा एव ] આત્મા તે આત્મા જ છે, [ततः सुखम् ] તેનાથી સુખ થાય છે;
[अतः एव ] તેથી જ [महात्मानः ] મહાત્માઓએ [तन्निमितं ] તેના નિમિત્તે (સુખાર્થે)
[कृतोद्यमाः ] ઉદ્યમ કર્યો છે.
पैदा न होनेके कारण कर्मोंसे बँधता नहीं है, किन्तु व्रतादिकका आचरण करनेवालोंकी
अपेक्षा भी कर्मोंसे ज्यादा छूटता है
।।४४।।
और भी कहते हैं
पर पर तातें दुःख हो, निज निज ही सुखदाय
महापुरुष उद्यम किया, निज हितार्थ मन लाय ।।४५।।
अर्थदूसरा दूसरा ही है, इसलिए उससे दुःख होता है, और आत्मा आत्मा ही है,
इसलिये उससे सुख होता है इसीलिए महात्माओंने आत्माके लिए उद्यम किया है
पुनस्तत्राजायमानरागद्वेषत्वात्कर्मभिर्न बध्यते किं तर्हि ? विशेषेण व्रताद्यनुष्ठातृभ्योऽतिरेकेण
तैर्मुच्यते
किं च
परः परस्ततो दुःखमात्मैवात्मा ततः सुखम्
अत एव महात्मानस्तन्निमित्तं कृतोद्यमाः ।।४५।।

Page 131 of 146
PDF/HTML Page 145 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૩૧
ટીકા :પર એટલે દેહાદિક પદાર્થ પર જ છે, કારણ કે તેને કોઈ રીતે પણ
પોતાનો કરવો અશક્ય છે. એમ છે તેથી તેનો આત્મામાં આરોપ કરવાથી (તેને આત્મા
માનવાથી) દુઃખ જ થાય છે, કારણ કે દુઃખના કારણોની પ્રવૃત્તિ તેના દ્વારા (આરોપણ
દ્વારા) થાય છે તથા આત્મા આત્મા જ છે, કારણ કે તે કદી પણ દેહાદિરૂપ થતો નથી.
(દેહાદિરૂપ ગ્રહણ કરતો નથી). એમ છે તેથી તેનાથી સુખ થાય છે, કારણ કે દુઃખના
કારણોનો તે અવિષય છે. એમ છે તેથી તીર્થંકરાદિ મહાપુરુષોએ, તેના કારણે અર્થાત્
આત્માર્થે ઉદ્યમ કર્યો
અર્થાત્ શાસ્ત્ર વિહિત તપોના અનુષ્ઠાનમાં (આચરણમાં) અભિયોગી
(કૃત પ્રયત્ન) બન્યા.
ભાવાર્થ :શરીર, સ્ત્રી, પુત્ર, મિત્રાદિ આત્માથી ભિન્ન પર પદાર્થો છે. તેઓ કદી
આત્મારૂપ થતાં નથી છતાં અજ્ઞાની તેમાં આત્મબુદ્ધિ કરી તેમના સંયોગવિયોગમાં સુખ
દુઃખની કલ્પના કરી દુઃખી થાય છે. ‘‘संयोगानां वियोगो हि भविता हि नियोगतः’’ । સંયોગી
પદાર્થોનો નિયમથી વિયોગ થાય છે; તેથી સંયોગી શરીરાદિ પર પદાર્થો તરફનો અનુરાગ
દુઃખનું કારણ છે.
આત્મા આત્મા જ છે. તે કદી દેહાદિરૂપ થતો નથી, તેથી તે દુઃખનું કારણ નથી
પણ સુખરૂપ છે. માટે તીર્થંકરાદિ મહાપુરુષોએ, આત્મસ્વરૂપમાં સ્થિર થવા માટે નિશ્ચય તપ
દ્વારા ઉદ્યમ કર્યો છે. ૪૫.
टीकापरो देहादिरर्थः पर एव कथंचिदपि तस्यात्मीकर्त्तुमशक्यत्वात् यतश्चैवं
ततस्तस्मादात्मन्यारोप्यमाणाद्दुःखमेव स्यात्तद्द्वारत्वाद् दुःखनिमित्तानां प्रवृत्तेः तथा आत्मा
आत्मैव स्यात् तस्य कदाचिदपि देहादिरूपत्वानुपादानात् यतश्चैवं ततस्तस्मात्सुखं
स्याद्दुःखनिमित्तानां तस्याविषयत्वात् यतश्चैवं, अतएव महात्मानस्तीर्थंकरादयस्तस्मिन्निमित्त-
मात्मार्थं कृतोद्यमा विहिततपोनुष्ठानाभियोगाः संजाताः
विशदार्थपर देहादिक अर्थ, पर ही है किसी तरहसे भी उन्हें आत्मा या
आत्माके सदृश नहीं बनाया जा सकता जब कि ऐसा है तब उनसे (आत्मा या आत्माके
मान लेनेसे) दुःख ही होगा। कारण कि दुःखोंके कारणोंकी प्रवृत्ति उन्हींके द्वारा हुआ करती
है, तथा आत्मा अपना ही है, वह कभी देहादिकरूप नहीं बन सकता
जब कि ऐसा है,
तब उससे सुख ही होगा कारण कि दुःखके कारणोंको वह अपनाता ही नहीं है इसी
लिए तीर्थंकर आदिक बड़ेबड़े पुरुषोंने आत्माके स्वरूपमें स्थिर होनेके लिए अनेक प्रकारके
तपोंके अनुष्ठान करनेमें निद्राआलस्यादि रहित अप्रमत्त हो उद्यम किया है ।।४५।।

Page 132 of 146
PDF/HTML Page 146 of 160
single page version

૧૩૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
હવે, પરદ્રવ્યોના અનુરાગમાં દોષ બતાવે છેઃ
અભિનંદે અજ્ઞાની જે, પુદ્ગલને નિજ જાણ,
ચૌગતિમાં નિજ સંગને, તજે ન પુદ્ગલ, માન. ૪૬.
અન્વયાર્થ :[यः अविद्वान् ] જે (હેયઉપાદેય તત્ત્વોને નહિ જાણનાર)
[पुद्गलद्रव्यं ] પુદ્ગલ દ્રવ્યને (શરીરાદિકને) [अभिनन्दति ] અભિનંદે છેશ્રદ્ધે છે (અર્થાત્ તેને
પોતાનું સ્વરૂપ માને છે). [तस्य जन्तोः ] તે બિચારા જીવની સાથેના [सामीप्यं ] સંયોગ-
સંબંધને [तत् ] તે (પુદ્ગલ) [चतुर्गतिषु ] નરકાદિ ચાર ગતિઓમાં [जातु न मुञ्चति ] કદાચિત્
પણ છોડતો નથી.
ટીકા :વળી જે અવિદ્વાન્ છે અર્થાત્ હેયઉપાદેય તત્ત્વોનો અનભિજ્ઞ છે તે
પુદ્ગલદ્રવ્યને એટલે દેહાદિકને અભિનંદે છેશ્રદ્ધે છે અર્થાત્ તેને આત્મભાવે અને
આત્મીયભાવે (અર્થાત્ આત્મરૂપ અને આત્માનું) માને છે; તે બિચારા જીવનું સમીપપણું
(
પ્રત્યાસન્નપણુંનિકટતા સંયોગસંબંધ) તે પુદ્ગલદ્રવ્ય નરકાદિ ચાર ગતિઓમાં કદાચિત્
પણ છોડતું નથી.
अथ परद्रव्यानुरागे दोपं च दर्शयति
अविद्वान्पुद्गलद्रव्यं योऽभिनन्दति तस्य तत्
न जातु जन्तोः सामीप्यं चतुर्गतिषु मुञ्चति ।।४६।।
टीकायः पुनरविद्वान् हेयोपादेयतत्त्वानभिज्ञः पुद्गलद्रव्यं देहादिकमभिनन्दति श्रद्धत्ते
आत्मात्मीयभावेन प्रतिपद्यते तस्य जन्तोर्जीवस्य तत्पुद्गलद्रव्यं चतसृषु नारकादिगतिषु सामीप्यं
परद्रव्योंमें अनुराग करनेसे होनेवाले दोषको दिखाते हैं
पुद्गलको निज जानकर, अज्ञानी रमजाय
चहुँगतिमें ता संगको, पुद्गल नहीं तजाय ।।४६।।
अर्थजो हेयोपादेयके स्वरूपको न समझनेवाला, शरीरादिक पुद्गल द्रव्यको आप
(आत्म)रूप तथा अपनेको (आत्माके) मानता है, उस जीवके साथ नरकादिक चार गतियोंमें
वह पुद्गल अपना सम्बन्ध नहीं छोड़ता है, अर्थात् भव-भवमें वह पुद्गलद्रव्य जीवके साथ
बँधा ही रहता है
उससे पिंड नहीं छूट पाता ।।४६।।

Page 133 of 146
PDF/HTML Page 147 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૩૩
ભાવાર્થ :અજ્ઞાની જીવ શરીરાદિક પુદ્ગલને આત્મસ્વરૂપ અને આત્માનું માને છે,
તેથી પુદ્ગલદ્રવ્ય ચારે ગતિઓમાં આત્મા સાથેનો સંબંધ છોડતું નથી. તે સાથે ને સાથે
જ રહે છે.
શરીરાદિક પુદ્ગલ દ્રવ્ય અચેતન છે. તે આત્માથી સર્વથા ભિન્ન છે. તેની સાથેની
એકતા સર્વથા હેય છે, પરંતુ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જીવને હેયઉપાદેયનો વિવેક નહિ
હોવાથી તે આત્માથી ભિન્ન પદાર્થોમાં આત્મબુદ્ધિ કરે છે, અર્થાત્ તેમને આત્મસ્વરૂપ માને
છે. તેમની અનુકૂલ
પ્રતિકૂલરૂપ પરિણતિ જોઈ તે રાગદ્વેષ કરે છે અને રાગદ્વેષજનિત
આસ્રવબંધથી તેને નરકાદિ ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ થાય છે. એ રીતે જીવ
સાથેનો પુદ્ગલસંબંધ ચાલુ રહે છે. તે કદી છૂટતો નથી. સમાધિતંત્ર શ્લોક ૧૫માં કહ્યું
છે કે
‘मूलं संसारदुःखस्य देह एवात्मघीस्ततः’
દેહમાં જ આત્મબુદ્ધિ કરવી તે સંસારના દુઃખનું કારણ છે. ૪૬
પુદ્ગલ મારું નથી, માટે પુદ્ગલનું કાંઈ પણ હું કરી શકું નહિ એવો નિર્ણય કરી
આત્મસન્મુખ થવું, જેથી પુદ્ગલ સાથેનો સંબંધ છૂટી જાય.
જીવની સાથે રહેવું કે ન રહેવુંએવું પુદ્ગલને તો કાંઈ જ્ઞાન નથી, પરંતુ જીવના
વિકારને અને તેને (પૌદ્ગલિક કર્મને) નિમિત્તનૈમિત્તિક સંબંધ છે, તેથી જ્યાં સુધી જીવ
વિકાર કરે ત્યાં સુધી આ સંબંધ છૂટે નહિ.
હવે શિષ્ય કહે છેસ્વરૂપમાં તત્પર રહેનારને શું (ફળ) પ્રાપ્ત થાય છે?
ગુરુ કહે છેઃ
प्रत्यासत्तिं संयोगसम्बन्धं जातु कदाचिदपि न त्यजति
अथाह शिष्यःस्वरूपपरस्य किं भवतीति सुगमम्
गुरुराह
आत्मस्वरूपमें तत्पर रहनेवालेको क्या होता है ?
आचार्य कहते हैं

Page 134 of 146
PDF/HTML Page 148 of 160
single page version

૧૩૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
વિરમી પર વ્યવહારથી, જે આતમરસ લીન,
પામે યોગીશ્રી અહો! પરમાનંદ નવીન. ૪૭.
અન્વયાર્થ :[आत्मानुष्ठाननिष्ठस्य ] આત્મસ્વરૂપમાં સ્થિત થયેલા (લીન થયેલા)
[व्यवहारबहिःस्थितेः ] તથા વ્યવહારથી દૂર (બહાર) રહેલા [योगिनः ] યોગીને [योगेन ] યોગથી
(આત્મધ્યાનથી) [कश्चित् परमानन्दः ] કોઈ અનિર્વચનીય પરમ આનંદ [जायते ] ઉત્પન્ન થાય
છે.
ટીકા :આત્માનું અનુષ્ઠાન એટલે દેહાદિથી હઠીને પોતાના આત્મામાં જ
અવસ્થાપન (નક્કી સ્થિત રહેવું તે)તેમાં તત્પર રહેલા તથા પ્રવૃત્તિનિવૃત્તિરૂપ વ્યવહારથી
બહાર (દૂર) રહેલા ધ્યાન કરનાર યોગીને, યોગથી એટલે પોતાના આત્માના ધ્યાનથી કોઈક
વાણી અગોચર તથા અન્યને ન સંભવી શકે, તેવો પરમ આનંદ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ :શારીરિક બાહ્ય પદાર્થો તરફનું વલણ (ઝુકાવ) હઠાવી તથા પ્રવૃત્તિ
નિવૃત્તિરૂપ વ્યવહારથી દૂર રહી, જ્યારે યોગી સ્વસ્વરૂપમાં લીન થાય છે. ત્યારે
આત્મધ્યાનથી તેને કોઈ અનિર્વચનીય પરમ આનંદ આવે છે.
શ્રી દેવસેનાચાર્ય ‘તત્ત્વસારશ્લોક* પૃ. ૫૮માં કહ્યું છે કેઃ
* उभयविंणट्ठें णिय उवलद्धे सुसुद्ध ससरूवे
बिलसइ परमाणंदो जोईणं जोयसत्तीए ।।५८।।
आत्मानुष्ठाननिष्ठस्य व्यवहारबहिःस्थितेः
जायते परमानन्दः कश्चिद्योगेन योगिनः ।।४७।।
टीकाआत्मनोऽनुष्ठानं देहादेर्व्यावर्त्य स्वात्मन्येवावस्थापनं तत्परस्य व्यवहारात्प्रवृत्ति-
निवृत्तिलक्षणाद्बहिःस्थितेः बाह्यस्य योगिनो ध्यातुर्योगेन स्वात्मध्यानेन हेतुना कश्चिद् वाचागोचरः
परमोऽनन्यसम्भवी आनन्दः उत्पद्यते
ग्रहण त्यागसे शून्य जो, निज आतम लवलीन
योगीको हो ध्यानसे, कोइ परमानन्द नवीन ।।४७।।
अर्थदेहादिकसे हटकर अपने आत्मामें स्थित रहनेवाले तथा प्रवृत्ति-निवृत्ति-
लक्षणवालेव्यवहारसे बाहिर दूर रहनेवाले, ध्यानीयोगी पुरुषको आत्म-ध्यान करनेसे कोई
एक वचनोंके अगोचर परम जो दूसरोंको नहीं हो सकता, ऐसा आनन्द उत्पन्न होता है ।।४७।।

Page 135 of 146
PDF/HTML Page 149 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૩૫
‘રાગ-દ્વેષરૂપ ઉભય ભાવ (પરિણામ) વિનષ્ટ થતાં યોગશક્તિ દ્વારા પોતાના વિશુદ્ધ
સ્વરૂપની પ્રાપ્તિ થતાં, યોગીને યોગશક્તિ દ્વારા પરમ આનંદની પ્રાપ્તિ થાય છે.’
વાસ્તવમાં રાગદ્વેષનો અભાવ તે જ પરમ આનંદની પ્રાપ્તિનું મૂળ કારણ છે. ૪૭.
તેનું (આનંદનું) કાર્ય કહે છેઃ
કરતો અતિ આનંદથી, કર્મકાષ્ઠ પ્રક્ષીણ,
બાહ્ય દુઃખોમાં જડ સમો, યોગી ખેદ વિહીન. ૪૮.
અન્વયાર્થ :[सः आनन्दः ] તે આનંદ (આત્મામાં ઉત્પન્ન થયેલો આનંદ) [उद्धं
कर्मेन्धनं ] પ્રચુર કર્મરૂપી ઇન્ધનને [अनारतं ] નિરંતર [निर्दहति ] જલાવી દે છે અને [असौ
योगी च ] તે (આનંદમગ્ન) યોગી [बहिर्दुःखेषु ] બહારનાં દુઃખોમાં [अचेतनः ] અચેતન
રહેવાથી (બહારનાં દુઃખોથી અજ્ઞાત હોવાથી) [न खिद्यते ] ખેદ પામતો નથી.
ટીકા :વળી, તે આનંદ પ્રચુર કર્મસંતતિને બાળી નાખે છે; જેમ અગ્નિ ઇન્ધનને
બાળે છે તેમ, અને તે આનંદમગ્ન યોગી, બહારનાં દુઃખોમાં અર્થાત્ પરીષહઉપસર્ગ
સંબંધી ક્લેશોમાં અચેતન એટલે સંવેદન વિનાનો થઈ જાય છે, (દુઃખના નિમિત્તરૂપ પદાર્થો
તરફ લક્ષ રહેતું નથી) તેથી તેને ખેદ થતો નથી અર્થાત્ તે સંક્લેશ પામતો નથી.
तत्कार्यमुच्यते
आनन्दो निर्दहत्युद्धं कर्मेन्धनमनारतम्
न चासौ खिद्यते योगी बहिर्दुःखेष्वचेतनः ।।४८।।
टीकास पुनरानन्द उद्धं प्रभूतं कर्मसन्ततिं निर्दहति वह्निरिंधनं यथा किं च
असावानन्दाविष्टो योगी बहिर्दुःखेषु परीषहोपसर्गक्लेशेषु अचेतनोऽसंवेदनः स्यात्तत एव न
खिद्यते न संक्लेशं याति
उस आनन्दके कार्यको बताते हैं
निजानंद नित दहत है, कर्मकाष्ठ अधिकाय
बाह्य दुःख नहिं वेदता, योगी खेद न पाय ।।४८।।
अर्थजैसे अग्नि, ईन्धनको जला डालता है, उसी तरह आत्मामें पैदा हुआ
परमानन्द, हमेशासे चले आए प्रचुर कर्मोंको अर्थात् कर्म-सन्ततिको जला डालता है, और
आनन्द सहित योगी, बाहिरी दुःखोंके
परीषह उपसर्ग सम्बन्धी क्लेशोंके अनुभवसे रहित
हो जाता है जिससे खेदके (संक्लेशको) प्राप्त नहीं होता ।।४८।।

Page 136 of 146
PDF/HTML Page 150 of 160
single page version

૧૩૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ભાવાર્થ :જેમ અગ્નિ ઇન્ધનને બાળી નાખે છે તેમ આત્મામાં ઉત્પન્ન થયેલો
પરમાનંદ, કર્મસંતતિને (કર્મના સમૂહને) ભસ્મ કરી દે છે, આનંદમગ્ન યોગી પરીષહ
ઉપસર્ગાદિનાં બાહ્ય દુઃખોમાં અચેતન રહેવાથી અર્થાત્ તેને તે દુઃખોનું અનુભવન નહિ
હોવાથી ખેદખિન્ન થતો નથી.
યોગીને આત્માની એકાગ્રતાથીધ્યાનથીપ્રચુર (ઘણાં) કર્મોની નિર્જરા થાય છે અને
ધ્યાનાવસ્થામાં પરમાનંદનો એવો વચન અગોચર સ્વાદ આવે છે કે તેને તે સ્વાદમાં બાહ્ય
સંયોગોનું કાંઈપણ વેદન થતું નથી. ૪૮.
એમ છે તેથી.
જ્ઞાનમયી જ્યોતિર્મહા, વિભ્રમ નાશક જેહ,
પૂછે, ચાહે, અનુભવે, આત્માર્થી જન તેહ. ૪૯.
અન્વયાર્થ :[अविद्याभिदुरं ] અવિદ્યાને દૂર કરવાવાળી [महत् परं ] મહાન્ ઉત્કૃષ્ટ
[ज्ञानमयं ज्योतिः ] જ્ઞાનમય જ્યોતિ છે; [मुमुक्षुभिः ] મુમુક્ષુઓએ [तत् प्रष्टव्यं ] તેના વિષયમાં
પૂછવું જોઈએ, [तत् एष्टव्यं ] તેની વાંચ્છા કરવી જોઈએ અને [तद् द्रष्टव्यम् ] તેનો અનુભવ
કરવો જોઈએ.
ટીકા :તે આનંદસ્વભાવી, જ્ઞાનમયી, સ્વાર્થને પ્રકાશવાવાળી, મહાન્ ઉત્કૃષ્ટ
यस्मादेवं तस्मात्
अविद्याभिदुरं ज्योतिः परं ज्ञानमयं महत्
तत्प्रष्टव्यं तदेष्टव्यं तद्द्रष्टव्यं मुमुक्षुभिः ।।४९।।
टीकातदानन्दस्वभावं ज्ञानमयं स्वार्थावभासात्मकं परमुत्कृष्टमविद्याभिदुरं विभ्रमच्छेदकं
पूज्य अविद्या-दूर यह, ज्योति ज्ञानमय सार
मोक्षार्थी पूछो चहो, अनुभव करो विचार ।।४९।।
अर्थअविद्याको दूर करनेवाली महान् उत्कृष्ट ज्ञानमयी ज्योति है। सो मुमुक्षुओं
(मोक्षाभिलाषियों)को उसीके विषयमें पूछना चाहिये, उसीकी वांछा करनी चाहिये और उसे
ही अनुभवमें लाना चाहिये।
विशब्दार्थवह आनन्द स्वभावशाली, महान उत्कृष्ट, विभ्रमको नष्ट करनेवाली,

Page 137 of 146
PDF/HTML Page 151 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૩૭
અવિદ્યાને દૂર કરવાવાળી, વિભ્રમનો નાશ કરવાવાળી, મહાવિપુલ, ઇન્દ્રાદિને પૂજનીયએવી
જ્યોતિ છે. મુમુક્ષુઓએ તે વિષયમાં ગુરુ આદિ પાસેથી પૂછતાછ કરી લેવી જોઈએ, તેની
જ વાંચ્છા કરવી જોઈએ, તેની જ અભિલાષા કરવી જોઈએ, તેને જ જોવી જોઈએ અને
તેનો જ અનુભવ કરવો જોઈએ.
ભાવાર્થ :જ્ઞાનમય જ્યોતિ અજ્ઞાનવિનાશક છે, સ્વપર પ્રકાશક છે, ઉત્કૃષ્ટ છે
અને ઇન્દ્રોનેપણ પૂજ્ય છે. માટે મોક્ષના અભિલાષી જીવોએ પ્રતિસમય તેનો જ વિચાર
કરવો, તે સંબંધી જ ગુરુ વગેરેને પૂછતાછ કરવી, નિરંતર તેની જ અભિલાષા કરવી અને
તેનો જ અનુભવ કરવો.
સમાધિતંત્ર શ્લોક ૫૩માં કહ્યું છે કેઃ
‘યોગીએ આત્મજ્યોતિની જ વાત કરવી બીજાઓને તે સંબંધી જ પૂછવું, તેની જ
ઇચ્છા કરવી અને તેમાં જ લીન થવું, જેથી તે અવિદ્યાનો ત્યાગ કરી જ્ઞાનમય સ્વભાવ પ્રાપ્ત
કરે
*’. ૪૯
આ રીતે સમજાવીનેવિસ્તારથી સમજાવીને, આચાર્ય હવે કહેલા અર્થતત્ત્વને પરમ
કરુણાથી સંક્ષેપમાં કહી શિષ્યના મનમાં ઠસાવવાની ઇચ્છાથી કહે છે
બહુ કહેવાથી શું? હે સુમતેસારી બુદ્ધિવાળા! બહુ બોલવાથી શું? કારણ કે હેય
महत् विपुलं इन्द्रादीनां पूज्यं वा ज्योतिः प्रष्टव्यं मुमुक्षुभिर्गुर्वादिभ्योऽनुयोक्तव्यम् तथा तदेव
एष्टव्यं अभिलषणीयं तदेव च द्रष्टव्यमनुभवनीयम्
एवं व्युत्पाद्य विस्तरतो व्युत्पाद्य उक्तार्थतत्त्वं परमकरुणया संगृह्य तन्मनसि
संस्थापयितुकामः सूरिरिदमाह
किं बहुनेति ? हे सुमते ! किं कार्यं बहुनोक्तेन हेयोपादेयतत्त्वयोः संक्षेपेणापि प्राज्ञचेतसि
स्वार्थको प्रकाशन करनेवाली, अथवा इन्द्रादिकोंके द्वारा पूज्य ऐसी ज्योति है मोक्षकी इच्छा
रखनेवालोंको चाहिये कि वे गुरु आदिकोंसे उसीके विषयमें पूछ-ताछ करें तथा उसीको
चाहें एवं उसीका अनुभव करें
।।४९।।
इस प्रकार शिष्यको विस्तारके साथ समझाकर आचार्य अब परम करुणासे उस
कहे हुए अर्थस्वरूपको संक्षेपके साथ शिष्यके मनमें बैठानेकी इच्छासे कहते हैं कि ‘‘हे
सुमते
अच्छी बुद्धिवाले ! बहुत कहनेसे क्या ? हेय-उपादेय तत्त्वोंको संक्षेपमें भी बुद्धिमानोंके
हृदयोंमें उतारा जा सकता है उन्हें साररूपमें बतलाया जा सकता है ’’
* तद् ब्रूयात्तत्परान् पृच्छेत्तदिच्छेत्तत्परो भवेत्
येनाऽविद्यामयं रूपं त्यक्त्वा विद्यामयं व्रजेत् ।।५३।।

Page 138 of 146
PDF/HTML Page 152 of 160
single page version

૧૩૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ઉપાદેય તત્ત્વોને સંક્ષેપમાં પણ બુદ્ધિમાનના હૃદયમાં ઉતારવા શક્ય છેએવો ભાવ છે.
જીવપુદ્ગલ બે ભિન્ન છે, એ જ તત્ત્વનો સાર,
અન્ય કાંઈ વ્યાખ્યાન જે, તે તેનો વિસ્તાર. ૫૦
અન્વયાર્થ :[जीवः अन्यः ] જીવ ભિન્ન છે અને [पुद्गलः च अन्यः ] પુદ્ગલ
ભિન્ન છે; [इति असौ तत्त्वसंग्रहः ] આટલો જ તત્ત્વ કથનનો સાર છે. [यत् अन्यत् किंचित्
उच्यते ] (એના સિવાય) બીજું જે કંઈ કહેવાય છે, [स तस्य एव विस्तरः अस्तु ] તે એનો
જ વિસ્તાર છે.
ટીકા :જીવ, શરીરાદિથી ભિન્ન છે અને શરીરાદિ જીવથી ભિન્ન છે, આટલું
જ વિધાન કરવું (કથન કરવું) તે આત્મતત્ત્વનો ભૂતાર્થસત્યાર્થનો સંગ્રહ છે અર્થાત્
સંપૂર્ણપણે (તેનું) ગ્રહણનિર્ણય છે. આ તત્ત્વસંગ્રહથી અતિરિક્ત (એના સિવાય) જે કંઈ
ભેદપ્રભેદાદિ છે તે આચાર્યે જે કહ્યું છે તેનો જ વિસ્તાર રુચિવાળા શિષ્યની અપેક્ષાએ
निवेशयितुं शक्यत्वादितिभावः
जीवोऽन्यः पुद्गलश्चान्य इत्यसौ तत्त्वसंग्रहः
यदन्यदुच्यते किंचित्सोऽस्तु तस्यैव विस्तरः ।।५०।।
टीकाजीवो देहादेर्भिन्नो देहादिश्च जीवाद्भिन्न इतीयानेव असौ विधीयते आत्मनस्तत्त्वस्य
भूतार्थस्य संग्रहः सामस्त्येन ग्रहणं निर्णयः स्यात् यत्पुनरितस्तत्त्वसंग्रहादन्यदतिरिक्त
किंचिद्भेदप्रभेदादिकं विस्तररुचिशिष्यापेक्षयाचार्यैरुच्यते स तस्यैव विस्तरो ब्यासोऽस्तु तमपि
जीव जुदा पुद्गल जुदा, यही तत्त्वका सार
अन्य कछू व्याख्यान जो, याहीका विसतार ।।५०।।
अर्थजीव जुदा है, पुद्गल जुदा है,’ बस इतना ही तत्त्वके कथनका सार है,
इसीमें सब कुछ आ गया। इसके सिवाय जो कुछ भी कहा जाता है, वह सब इसीका
विस्तार है।
विशब्दार्थजीव’ शरीरादिकसे भिन्न है, ‘शरीरादिक’ जीवसे भिन्न है’ बस
इतना ही कहना है कि सत्यार्थ आत्मरूप तत्त्वका सम्पूर्णरूपसे ग्रहण (निर्णय) हो जाय
और जो कुछ इस तत्त्व-संग्रहके सिवाय भेद-प्रभेद आदिक विस्तारमें सुननेकी रुचि-इच्छा
रखनेवाले शिष्योंके लिए आचार्योंने कहा है, वह सब इसीका विस्तार है
इसी एक बातको

Page 139 of 146
PDF/HTML Page 153 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૩૯
વિસ્તાર છે. અમે તેને પણ અભિનંદીએ છીએ (તેને પણ અમે શ્રદ્ધાની દ્રષ્ટિએ આવકારીએ
છીએ)
એવો ભાવ છે.
ભાવાર્થ :જીવ અને પુદ્ગલ એકબીજાથી ભિન્ન છે; તેથી જીવ, પુદ્ગલનું અને
પુદ્ગલ જીવનું કાંઈ કાર્ય કરી શકે નહિ, છતાં તેઓ એકબીજાનું કાર્ય કરે છે એમ માનવામાં
આવે તો બંને દ્રવ્યોની ભિન્નતા રહેતી નથી અને અભિપ્રાયમાં દ્રવ્યોનો અભાવ થાય છે.
એવી માન્યતા જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવને ભેદજ્ઞાનરૂપ પરિણતિ થાય નહિ.
આત્મસન્મુખ થઈ ભેદજ્ઞાન દ્વારા આત્મતત્ત્વનો નિર્ણય કરવો એ તત્ત્વકથનનો સાર
છે. વિસ્તાર રુચિવાળા શિષ્યોને લક્ષમાં રાખી આચાર્યે જે ભેદપ્રભેદથી કથન કર્યું છે એ
બધો તેનો (તે તત્ત્વસંગ્રહનો) જ વિસ્તાર છે. ટીકાકાર તેને અભિનંદે છેસહર્ષ સ્વીકારે
છે. (૫૦).
આચાર્ય, શાસ્ત્રના અધ્યયનનું સાક્ષાત્ તથા પરંપરાએ પ્રાપ્ત થતા ફળનું પ્રતિપાદન
કરે છેઃ
(વસંતતિલકા)
ઇષ્ટોપદેશ મતિમાન ભણી સુરીતે,
માનાપમાન તુ સહે નિજ સામ્યભાવે,
वयमभिनन्दाम इति भावः ।।
आचार्यः शास्त्राध्ययनस्य साक्षात्पारम्पर्येण च फलं प्रतिपादयति :
इष्टोपदेशमिति सम्यगधीत्य धीमान्,
मानापमानसमतां स्वमताद् वितन्य
जीव जुदा है और पुद्गल जुदा है’ समझानेके लिए ही कहा गया है जो विस्तार किया
है उसको भी हम श्रद्धाकी दृष्टिसे देखते हैं ।।५०।।
आचार्य शास्त्रके अध्ययन करनेका साक्षात् अथवा परम्परासे होनेवाले फलको
बतलाते हैं
इष्टरूप उपदेशको, पढ़े सुबुद्धि भव्य
मान अमानमें साम्यता, निज मनसे कर्तव्य ।।

Page 140 of 146
PDF/HTML Page 154 of 160
single page version

૧૪૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
છોડી મતાગ્રહ વસે સ્વજને વને વા,
મુક્તિવધૂ નિરુપમા જ સુભવ્ય પામે. ૫૧.
અન્વયાર્થ :[इति ] એવી રીતે [इष्टोपदेशं सम्यक् अधीत्य ] ‘ઇષ્ટોપદેશ’નો સારી
રીતે અભ્યાસ કરીને [धीमान् भव्यः ] બુદ્ધિશાળી ભવ્ય [स्वमतात् ] પોતાના આત્મજ્ઞાનથી
[मानापमानसमतां ] માનઅપમાનમાં સમતા [वितन्य ] વિસ્તારી [मुक्ताग्रहः ] આગ્રહ છોડી,
[सजने वने वा ] નગરમાં કે વનમાં [निवसन् ] નિવાસ કરતો થકો [निरुपमां मुक्तिश्रियम् ]
ઉપમારહિત મુક્તિરૂપી લક્ષ્મીને [उपयाति ] પ્રાપ્ત કરે છે.
ટીકા :ઇતિ એ પ્રકારે ‘ઇષ્ટોપદેશ’અર્થાત્ ઇષ્ટ એટલે સુખ તેનું કારણ મોક્ષ
અને તેના ઉપાયરૂપ સ્વાત્માનું ધ્યાનતેનો જેમાં વા જે વડે યથાવત્ ઉપદેશ કરવામાં આવ્યો
છેતેનું પ્રતિપાદન કરવામાં આવ્યું તે ‘ઇષ્ટોપદેશ’ નામનો ગ્રન્થ છે.
તેનો સમ્યક્ પ્રકારે એટલે વ્યવહારનિશ્ચયદ્વારા અભ્યાસ કરીનેપઠન કરીનેચિંતન
કરીને, ધીમાન્ એટલે હિતઅહિતની પરીક્ષા કરવામાં નિપુણએવો ભવ્ય અર્થાત્ અનંત
જ્ઞાનાદિ પ્રગટ કરી શકે તેવી યોગ્યતાવાળો જીવ, ઉપમારહિત, અર્થાત્ અનુપમ અનંત
मुक्ताग्रहो विनिवसन्सजने वने वा,
मुक्तिश्रियं निरुपमामुपयाति भव्यः
।।५१।।
टीकाइत्यनेन प्रकारेण इष्टोपदेशं, इष्टं सुखं तत्कारणत्वान्मोक्षस्तदुपायत्वाच्च
स्वात्मध्यानं उपदिश्यते यथावत्प्रतिपाद्यते अनेनास्मिन्निति वा इष्टोपदेशो नाम ग्रन्थस्तं सम्यग्
आग्रह छोड़ स्वग्राममें, वा वनमें सु वसेय
उपमा रहित स्वमोक्षश्री, निजकर सहजहि लेय ।।५१।।
अर्थइस प्रकार ‘इष्टोपदेश’को भली प्रकार पढ़कर-मनन कर हित-अहितकी
परीक्षा करनेमें दक्ष-निपुण होता हुआ भव्य अपने आत्म-ज्ञानसे मान और अपमानमें समताका
विस्तार कर छोड़ दिया है आग्रह जिसने ऐसा होकर नगर अथवा वनमें विधिपूर्वक रहता
हुआ उपमा रहित मुक्तिरूपी लक्ष्मीको प्राप्त करता है
विशब्दार्थइष्ट कहते हैं सुखको-मोक्षको और उसके कारणभूत स्वात्मध्यानको
इस इष्टका उपदेश यथावत् प्रतिपादन किया है जिसके द्वारा या जिसमें, इसलिए इस
ग्रन्थको कहते हैं ‘इष्टोपदेश’
इसका भली प्रकार व्यवहार और निश्चयसे पठन एवं चिन्तन

Page 141 of 146
PDF/HTML Page 155 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૪૧
જ્ઞાનાદિ સંપદારૂપ મુક્તિ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. શું કરીને? આગ્રહ છોડી દઈને અર્થાત્
બાહ્ય પદાર્થોમાં અભિનિવેશ (વિપરીત માન્યતા) છોડી દઈને, ગ્રામાદિમાં વા વનમાં નિવાસ
કરતો થકો અર્થાત્ વિધિપૂર્વક રહેતો થકો, (તે મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરે છે).
શું કરીને? વિશેષપણે વિસ્તારીનેફેલાવીને શું (વિસ્તારી)? માનમાં એટલે મહત્તા
પ્રાપ્તિમાં અને અપમાનમાં એટલે મહત્ત્વના ખંડનમાં (માનભંગમાં) રાગદ્વેષના અભાવરૂપ
સમતાને (વિસ્તારીને)(માન અપમાનના પ્રસંગે સમતાભાવ રાખીને);
કયા કારણથી? સ્વમતથી એટલે ઇષ્ટોપદેશના અધ્યયન અને ચિંતનથી ઉત્પન્ન
થયેલા આત્મજ્ઞાનથી(માનઅપમાન પ્રસંગે સમતાભાવ રાખી.......મુક્તિલક્ષ્મી પ્રાપ્ત
કરે છે.)
‘समाधितंत्र’ શ્લોક ૩૯માં કહ્યું છે કેઃ
‘‘જ્યારે તપસ્વીને મોહના કારણે રાગદ્વેષ ઉત્પન્ન થાય ત્યારે જ તેણે
व्यवहारनिश्चयाभ्यामधीत्य पठित्वा चिंतयित्वा च धीमान् हिताहितपरीक्षादक्षो भव्योऽनन्त-
ज्ञानाद्याविर्भावयोग्यो जीवः मुक्तिश्रियमनंतज्ञानादिसम्पदं निरुपमामनौपम्यां प्राप्नोति
किं
कुर्वन् ? मुक्ताग्रहो वर्जितबहिरर्थाभिनिवेशः सन् सजने ग्रामादौ वने वाऽरण्ये विनिवसन्
विधिपूर्वकं तिष्ठन्
किं कृत्वा ? वितन्य विशेषेण विस्तार्य कां ? माने महत्त्वाधाने अपमाने
च महत्त्वखण्डने समतां रागद्वेषयोरभावम् कस्माद्धेतोः स्वमतात् इष्टोपदेशाध्ययनचिन्तन-
जनितादात्मज्ञानात्
उक्तं च [समाधितन्त्रे ]
‘‘यदा मोहात्प्रजायेते रागद्वेषौ तपस्विनः
तदैव भावयेत्स्वस्थमात्मानं साम्यतः क्षणात्’’ ।।१३९।।
करके हित और अहितकी परीक्षा करनेमें चतुर ऐसे भव्य प्राणी, जिससे अनन्त-ज्ञानादिक
प्रगट हो सकते हैं
इस इष्टोपदेशके अध्ययन-चिन्तन करनेसे उत्पन्न हुए आत्मज्ञानसे
मान-अपमानमें राग-द्वेषको न करनेरूप समताका प्रसार कर नगर-ग्रामादिकोंमें अथवा
निर्जन-वनमें विधि-पूर्वक ठहरते हुए छोड़ दिया है बाहरी पदार्थोंमें मैं और मेरेपनका आग्रह
अथवा हठाग्रह जिसने ऐसा वीतराग होता हुआ प्राणी अनुपम तथा अनन्त ज्ञानादि गुणोंको
और सम्पत्तिरूप मुक्ति-लक्ष्मीको प्राप्त कर लेता है
जैसा कि कहा गया है ‘‘यदा
मोहात्प्रजायेते०’’ ।।

Page 142 of 146
PDF/HTML Page 156 of 160
single page version

૧૪૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
પોતાનામાં સ્થિત (પરમ શુદ્ધ) આત્માની ભાવના કરવી, જેથી ક્ષણવારમાં રાગદ્વેષ શાંત
થઈ જશે.’’
ભાવાર્થ :આ ‘ઇષ્ટોપદેશ’માંઇષ્ટ એટલે મોક્ષ અને ઉપદેશ એટલે તેના
ઉપાયરૂપ આત્મધ્યાનતેનું નિરૂપણ (પ્રતિપાદન) કરવામાં આવ્યું છે.
ગામ કે વનમાં વસતો થકો જે ભવ્ય જીવ, આ ઇષ્ટોપદેશ વ્યવહારનિશ્ચયદ્વારા
સમ્યક્ પ્રકારે અધ્યયનચિંતવન કરી હિતાહિતનો વિવેક કરે છે તથા બાહ્ય પદાર્થોમાં
મમત્વનો ત્યાગ કરી માનઅપમાનપ્રસંગે સમતાભાવ રાખે છે, તે ‘ઇષ્ટોપદેશ’ના
અધ્યયનચિંતવનથી પ્રાપ્ત કરેલા આત્મજ્ઞાન દ્વારા અનુપમ મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. ૫૧.
ટીકાપ્રશસ્તિ
વિનયચન્દ્ર નામના મુનિનાં વાક્યોનો સહારો લઈ, ભવ્ય પ્રાણીઓના ઉપકારના
હેતુએ ધીમાન્ (પંડિત) આશાધરે ઇષ્ટોપદેશની આ ટીકા કરી છે.’.......૧.
‘સાગરચન્દ્ર નામના મુનીન્દ્રથી (તેમના શિષ્ય) વિનયચન્દ્ર થયા. તેઓ જાણે કે
टीकाप्रशस्तिः
विनयेन्दुमुनेर्वाक्याद्भव्यानुग्रहहेतुना
इष्टोपदेशटीकेयं कृताशाधरधीमता ।।।।
उपशम इव मूर्तः सागरेन्दोर्मुनीन्द्रादजनि विनयचन्द्रः सच्चकोरैकचन्द्रः
जगदमृतसगर्भाः शास्त्रसंदर्भगर्भाः शुचिचरितवरिष्णोर्यस्य धिन्वन्ति वाचः ।।।।
जिस समय तपस्वीको मोहके उदयसे मोहके कारण राग-द्वेष पैदा होने लगें, उस
समय शीघ्र ही अपनेमें स्थित आत्माकी समतासे भावना करे, अथवा स्वस्थ आत्माकी भावना
भावे, जिससे क्षणभरमें वे राग-द्वेष शान्त हो जावेंगे
।।५१।।
आगे इस ग्रन्थके संस्कृत टीकाकार पंडित आशधरजी कहते है कि
प्रशस्तिः
अर्थविनयचंद्र नामक मुनिके वाक्योंका सहारा लेकर भव्य प्राणियोंके उपकारके
लिए मुझ आशाधर पंडितने यह ‘इष्टोपदेश’ नामक ग्रन्थकी टीका की है
अर्थसागरचन्द्र नामक मुनीन्द्रसे विनयचंद्र हुए जो कि उपशमकी (शांतिकी)

Page 143 of 146
PDF/HTML Page 157 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૪૩
मानो मूर्ति ही थे तथा सज्जन पुरुषरूपी चकोरोंके लिए चन्द्रमा समान थे और पवित्र
चारित्रवाले जिन मुनिके अमृतमयी तथा जिनमें अनेक शास्त्रोंकी रचनाएँ समाई हुई हैं,
ऐसे उनके वचन जगतको तृप्ति व प्रसन्नता करनेवाले हैं
जगद्वंद्य श्रीमान नेमिनाथ जिनभगवानके चरणकमल जयवन्त रहें, जिनके आश्रयमें
रहेनेवाली धूली भी राजाओंके मस्तकपर जा बैठती है
इस प्रकार श्री पूज्यपादस्वामीके द्वारा बनाया हुआ ‘इष्टोपदेश’ नामक ग्रन्थ समाप्त
हुआ
ઉપશમ (શાન્તિ)ની મૂર્તિ હતા; સજ્જન પુરુષોરૂપી ચકોર પક્ષીઓને માટે એક ચન્દ્રમા
સમાન હતા; તે પવિત્ર ચારિત્રવાન જિન મુનિનાં અમૃતથી (અનેક) શાસ્ત્રોના સારગર્ભિત
વચનો જગતને તૃપ્ત (પ્રસન્ન) કરે છે.’........૨.
‘જગદ્વંદ્ય શ્રીમાન નેમિનાથ જિન ભગવાનનાં ચરણકમળ જયવંત વર્તે છે. જેમના
(ચરણકમળના) આશ્રિત ધૂળ પણ રાજાઓના મસ્તક પર જઈ બેસે છે. (અર્થાત્
રાજાઓ પણ જેમનાં ચરણકમળોમાં મસ્તક ઝુકાવે છે).’.......૩.
ઇતિ શ્રી પૂજ્યપાદસ્વામિવિરચિત ઇષ્ટોપદેશ સમાપ્ત.
जयन्ति जगतीवन्द्या श्रीमन्नेमिजिनाङ्घ्रयः
रेणवोऽपि शिरोराज्ञामारोहनि् त यदाश्रिताः ।।।।
इति श्रीपूज्यपादस्वामिविरचितः इष्टोपदेशः समाप्तः ।।

Page 144 of 146
PDF/HTML Page 158 of 160
single page version

૧૪૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
શ્લોકપૃષ્ઠ
अगच्छंस्तेद्विशेषाणा४४१२९
अज्ञानोपास्तिरज्ञानं२३७२
अभवच्चित्तविक्षेप३६११२
अविद्याभिदुरं ज्योतिः४९१३६
अविद्वान् पुद्गलद्रव्यं४६१३२
आत्मानुष्ठाननिष्ठस्य४७१३४
आनन्दो निर्दहत्युद्धं४८१३५
आयुर्वृद्धिक्षयोत्कर्ष१५४५
आरम्भे तापकान्१७५१
इच्छत्येकान्तसंवासं४०१२१
इतश्चिन्तामणिर्दिव्य२०६१
इष्टोपदेशमिति५११४०
एकोऽहं निर्ममः शुद्धो२७८८
कटस्थ कर्ताहमिति२५८०
कर्म कर्महिताबन्धि३१९७
किमिदं कीदृशं४२१२५
શ્લોકપૃષ્ઠ
गुरूपदेशादभ्यासात्३३१०३
जीवोऽन्यः पुद्गलश्चान्यः५०१३८
त्यागाय श्रेयसे वित्तम्१६४७
दिग्देशेभ्यः खगा एत्य२८
दुःखसन्दोहभागित्वं२८९०
दुरर्ज्येनासुरक्षेण१३४०
न मे मृत्युः कुतः भीतिर्न२९९३
नाज्ञो विज्ञत्वमायति३५१०८
निशामयति निःशेष३९११९
परीषहाद्यविज्ञानाद्२४७४
परोपकृतिमुत्सृज्य३२१०१
परः परस्ततो दुःख४५१३०
बध्यते मुच्यते जीवः२६८४
ब्रुवन्नपि हि न ब्रुते४११२३
पद्यानुक्रमसूची
G

Page 145 of 146
PDF/HTML Page 159 of 160
single page version

કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૪૫
શ્લોકપૃષ્ઠ
भवन्ति प्राप्य यत्संग१८५६
भुक्तोज्झिता मुहुर्मोहात्३०९५
मोहेन संवृतं ज्ञानं२२
यज्जीवस्योपकाराय१९५८
यत्र भावः शिवं दत्ते११
यथा यथा न रोचन्ते३८११७
यथा यथा समायाति३७११५
यस्य स्वयं स्वभावाप्ति
योग्योपादानयोगेन
यो यत्र निवसन्नास्ते४३१२७
શ્લોકપૃષ્ઠ
रागद्वेषद्वयी दीर्घ११३३
वपुर्ग्रहं धनं दाराः२५
वरं व्रतैः पदं देवं
वासनामात्रमेवैतत्१७
विपत्तिमात्मनो मूढः१४४३
विपद्भवपदावर्ते१२३८
विराधकः कथं हंत्रे१०३१
संयम्य करणग्राम२२६८
स्वसंवेदन सुव्यक्त२१६३
स्वस्मिन् सदभिलाषित्वाद्३४१०५
हृषीकजमनातंकं१४