Natak Samaysar (Gujarati). Gatha: 84,85,86,87,88,89,90,91,92,93,94,95,96,97,98,99,100,101,102,103,104,105,106,107,108,109,110,111,112,113,114,115 (Chaud Gunsthan Adhikar),1,2,3,3 (Granth Samapti ane antim prashasti),4,5,6,7,8,9,10,11,12,13 ; Terma adhikaarno saar; Granth Samaapti ane antim prashasti.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 22 of 24

 

Page 394 of 444
PDF/HTML Page 421 of 471
single page version

background image
૩૯૪ સમયસાર નાટક
શબ્દાર્થઃ– સમતા= સામાયિક કરવી. વંદન= ચોવીસ તીર્થંકરો અથવા ગુરુ
આદિને વંદન કરવા. પડિકૌના (પ્રતિક્રમણ) = લાગેલા દોષોનું પ્રાયશ્ચિત કરવુેં
સજ્ઝાવ = સ્વાધ્યાય. કાઉસગ્ગ (કાયોત્સર્ગ) = ખડ્ગાસન થઈને ધ્યાન કરવું.
ષડાવસિક = છ આવશ્યક.
અર્થઃ– સામાયિક, વંદન, સ્તવન, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને કાયોત્સર્ગ આ
સાધુના છ આવશ્યક કર્મ છે. ૮૩.
સ્થવિરકલ્પી અને જિનવિકલ્પી સાધુઓનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
थविरकलपि जिनकलपी दुविधि मुनि,
दोऊ वनवासी दोऊ नगन रहतु है।
दोऊ अठाईस मूलगुनके धरैया दोऊ,
सरव त्यागी ह्वै विरागता गहतुहैं।।
थविरकलपि ते जिनकै शिष्य साखा होइ,
बैठिकै सभामैं धर्मदेसना कहतु हैं।
एकाकी सहज जिनकलपि तपस्वी घोर,
उदैकीमरोरसौं परीसह सहतु हैं।। ८४।।
અર્થઃ– સ્થવિરકલ્પી અને જિનકલ્પી એવા બે પ્રકારના જૈન સાધુ હોય છે.
બન્ને વનવાસી છે, બન્ને નગ્ન રહે છે, બન્ને અઠ્ઠાવીસ મૂળગુણના ધારક હોય છે,
બન્ને સર્વપરિગ્રહના ત્યાગી-વૈરાગી હોય છે. પરંતુ સ્થવિરકલ્પી સાધુ
શિષ્યસમુદાયની સાથે રહે છે તથા સભામાં બેસીને ધર્મોપદેશ આપે છે અને સાંભળે
છે, પણ જિનકલ્પી સાધુ શિષ્ય છોડીને નિર્ભય એકલા વિચરે છે અને મહાતપશ્ચરણ
કરે છે તથા કર્મના ઉદયથી આવેલા બાવીસ પરિષહો સહે છે. ૮૪.
વેદનીય કર્મજનિત અગિયાર પરિષહ (સવૈયા એકત્રીસા)
ग्रीषममैं धुपथित सीतमैं अकंपचित,
भूखै धरैं धीर प्यासै नीर न चहतु हैं।
डंस मसकादिसौं न डरैं भूमि सैन करैं,
बध बंध विथामैं अडौल ह्वै रहतु हैं।।

Page 395 of 444
PDF/HTML Page 422 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૯પ
चर्या दुख भरै तिन फाससौं न थरहरै,
मल दुरगंधकी गिलानि न गहतु हैं।
रोगनिकौ न करैं इलाज ऐसे मुनिराज,
वेदनीके उदै ये परीसह सहतु हैं।। ८५।।
અર્થઃ– ગરમીના દિવસોમાં તડકામાં ઊભા રહે છે એ ઉષ્ણપરિષહજય છે,
શિયાળામાં ઠંડીથી ડરતા નથી એ શીતપરિષહજય છે, ભૂખ લાગે ત્યારે ધીરજ રાખે
છે, એ ભૂખપરિષહજય છે, તરસ લાગે ત્યારે પાણીની ઈચ્છા કરતા નથી એ
તૃષાપરિષહજય છે, ડાંસ મચ્છરનો ભય રાખતા નથી એ દંશમશકપરિષહજય છે,
ભૂમિ ઉપર સૂવે છે એ શય્યાપરિષહજય છે, મારવા, બાંધવાના કષ્ટમાં અચળ રહે છે
એ વધપરિષહજય છે, ચાલવાનું કષ્ટ સહન કરે છે એ ચર્યાપરિષહજય છે, તૃણ,
કાંટો વગેરે લાગે તો ગભરાતા નથી એ તૃણસ્પર્શપરિષહજય છે, મળ અને દુર્ગંધમય
પદાર્થો પ્રત્યે ગ્લાનિ કરતા નથી એ મળપરિષહજય છે, રોગજનિત કષ્ટ સહન કરે છે
પણ તેના નિવારણનો ઉપાય કરતા નથી, એ રોગપરિષહજય છે. આ રીતે
વેદનીયકર્મના ઉદયજનિત અગિયાર પરિષહ મુનિરાજ સહન કરે છે. ૮પ.
ચારિત્રમોહજનિત સાત પરિષહ (કુંડલિયા)
ऐतेसंकट मुनि सहै, चारितमोह उदोत।
लज्जा संकुच दुख धरै, नगन दिगंबरहोत।।
नगन दिगम्बर होत,श्रोत रति स्वाद न सेवै।
तिय सनमुख द्रग रोकि, मान अपमान न बेवै।।
थिर ह्वै निरभै रहै, सहै कुवचन जग
जेते।
भिच्छुकपद संग्रहै, लहै मुनिसंकट ऐते।। ८६।।
શબ્દાર્થઃ– સંકટ = દુઃખ. ઉદોત = ઉદયથી. શ્રોત =કાન. દગ = નેત્ર. બેવૈ
(વેદૈ) = ભોગવે. કુવચન = ગાળ. ભિચ્છુક = યાચના.
અર્થઃ– ચારિત્રમોહના ઉદયથી મુનિરાજ નિમ્ન-લિખિત સાત પરિષહ સહન

Page 396 of 444
PDF/HTML Page 423 of 471
single page version

background image
૩૯૬ સમયસાર નાટક
કરે છે અર્થાત્ જીતે છે. (૧) નગ્ન દિગંબર રહેવાથી લજ્જા અને સંકોચજનિત દુઃખ
સહન કરે છે, એ નગ્નપરિષહજય છે, (૨) કર્ણ આદિ ઇન્દ્રિયોના વિષયોનો અનુરાગ
ન કરવો તે અરતિપરિષહજય છે. (૩) સ્ત્રીઓના હાવભાવમાં મોહિત ન થવું, તે
સ્ત્રીપરિષહજય છે. (૪) માન- અપમાનની પરવા કરતા નથી એ
સત્કારપુરસ્કારપરિષહજયછે. (પ) ભયનું નિમિત્ત મળવા છતાં પણ આસન ધ્યાનથી
દૂર થતા નથી તે નિષદ્યાપરિષહજય છે. (૬) મૂર્ખાઓના કટુ વચન સહન કરવા તે
આક્રોશપરિષહજય છે. (૭) પ્રાણ જાય તોપણ આહારાદિને માટે દીનતારૂપ પ્રવૃત્તિ
ન કરવી, એ યાચનાપરિષહજય છે. આ સાત પરિષહ ચારિત્રમોહના ઉદયથી થાય
છે. ૮૬.
જ્ઞાનાવરણીયજનિત બે પરિષહ (દોહરા)
अलप ग्यान लघुता लखै, मति उतकरष विलोइ।
ज्ञानावरन उदोत मुनि,
सहै परीसह दोइ।। ८७।।
અર્થઃ– જ્ઞાનાવરણીયજનિત બે પરિષહ છે. અલ્પજ્ઞાન હોવાથી લોકો નાના
ગણે છે, એનાથી જે દુઃખ થાય છે તેને સાધુ સહન કરે છે, એ અજ્ઞાનપરિષહજય
છે. જ્ઞાનની વિશાળતા હોવા છતાં પણ ગર્વ કરતા નથી, એ પ્રજ્ઞાપરિષહજય છે.
આવા આ બે પરિષહ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જૈન સાધુ સહન કરે છે. ૮૭.
દર્શનમોહનીયજનિત એક અને અંતરાયજનિત એક પરિષહ (દોહરા)
सहै अदरसन दुरदसा, दरसन मोह उदोत।
रोकै उमग अलाभकी,
अंतरायके होत।। ८८।।
અર્થઃ– દર્શનમોહનીયના ઉદયથી સમ્યગ્દર્શનમાં કદાચ દોષ ઉત્પન્ન થાય તો
તેઓ સાવધાન રહે છે-ચલાયમાન થતા નથી, એ દર્શનપરિષહજય છે. અંતરાય
કર્મના ઉદયથી વાંછિત પદાર્થની પ્રાપ્તિ ન થાય, તો જૈનમુનિ ખેદખિન્ન થતા નથી,
એ અલાભપરિષહજય છે.૮૮.
બાવીસ પરિષહોનું વર્ણન (સવૈયા એકત્રીસા)
एकादस वेदनीकी, चारितमोहकी सात,
ग्यानावरनीकी दोइ, एक अंतरायकी।

Page 397 of 444
PDF/HTML Page 424 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૯૭
दर्सनमोहकी एक, द्वाविंसति बाधा सबै,
केई मनसाकी, केई वाकी, केई कायकी।।
काहूकौ अलप काहूकौ बहुत उनीस तांई,
एक ही समैमैं उदै आवै असहायकी।
चर्या थित सज्जामांहि एक सीत उस्न मांहि,
एक दोइहोहिं तीन नांहि समुदायकी।। ८९।।
શબ્દાર્થઃ– મનસાકી= મનની. વાકી (વાકયકી) = વચનની. કાય = શરીર.
સજ્જા = શય્યા. સમુદાય = એકસાથે.
અર્થઃ– વેદનીયના અગિયાર, ચારિત્રમોહનીયના સાત, જ્ઞાનાવરણના બે,
અંતરાયનો એક અને દર્શનમોહનીયનો એક-એવી રીતે બધા મળીને બાવીસ
પરિષહો છે. તેમનામાંથી કોઈ મનજનિત, કોઈ વચનજનિત, અને કોઈ કાયજનિત
છે. આ બાવીસ પરિષહોમાંથી એક સમયે એક સાધુને વધારેમાં વધારે ઓગણીસ
સુધી પરિષહો ઉદયમાં આવે છે, કારણ કે ચર્યા, આસન અને શય્યા આ ત્રણમાંથી
કોઈ એક અને શીત ઉષ્ણમાંથી કોઈ એક, આ રીતે પાંચમાં બેનો ઉદય હોય છે,
બાકીના ત્રણનો ઉદય હોતો નથી. ૮૯.
સ્થવિરકલ્પી અને જિનકલ્પી સાધુની સરખામણી (દોહરા)
नाना विधिसंकट–दसा, सहि साधै सिवपंथ।
थविरकल्पि जिनकल्पि धर, दोऊ सम निगरंथ।। ९०।।
जो मुनि संगतिमैं रहै, थविरकल्पि सो जान।
एकाकी जाकी दसा,
सो जिनकल्पि बखान।। ९१।।
અર્થઃ– સ્થવિરકલ્પી અને જિનકલ્પી બન્ને પ્રકારના સાધુ એક સરખા નિર્ગ્રંથ
હોય છે અને અનેક પ્રકારના પરિષહો જીતીને મોક્ષમાર્ગ સાધે છે. જે સાધુ સંઘમાં
રહે છે તે સ્થવિરકલ્પી છે અને જે એકલવિહારી છે તે જિનકલ્પી છે. ૯૦-૯૧.

Page 398 of 444
PDF/HTML Page 425 of 471
single page version

background image
૩૯૮ સમયસાર નાટક
(ચોપાઈ)
थविरकलपी धर कछुक सरागी।
जिनकलपी महान वैरागी।।
इति प्रमत्तगुनथानक धरनी।
पूरन भई जथारथ वरनी।। ९२।।
અર્થઃ– સ્થવિરકલ્પી સાધુ કિંચિત્ સરાગી હોય છે અને જિનકલ્પી સાધુ
અત્યંત વૈરાગી હોય છે. આ છઠ્ઠા ગુણસ્થાનનું યથાર્થ સ્વરૂપ વર્ણવ્યું. ૯૨.
સાતમા ગુણસ્થાનનું વર્ણન (ચોપાઈ)
अब वरनौं सप्तम विसरामा।
अपरमत्त गुनथानक नामा।।
जहां प्रमाद क्रिया विधि नासै।
धरम ध्यान थिरता परगासै।। ९३।।
અર્થઃ– હવે સ્થિરતાના સ્થાન અપ્રમત્તગુણસ્થાનનું વર્ણન કરે છે, જ્યાં
ધર્મધ્યાનમાં ચંચળતા લાવનાર પાંચ પ્રકારની પ્રમાદ-ક્રિયા નથી અને મન
ધર્મધ્યાનમાં સ્થિર થાય છે. ૯૩.
(દોહરા)
प्रथम करन चारित्रकौ, जासु अंत पद दोइ।
जहां अहार विहार नहिं अपरमत्त
है सोइ।। ९४।।
અર્થઃ– જે ગુણસ્થાનના અંત સુધી ચારિત્રમોહના ઉપશમ અને ક્ષયનું કારણ
અધઃપ્રવૃત્તિકરણ ચારિત્ર રહે છે અને આહાર વિહાર રહેતા નથી તે
અપ્રમત્તગુણસ્થાન છે.
વિશેષઃ– સાતમા ગુણસ્થાનના બે ભેદ છે- પહેલું સ્વસ્થાન અને બીજું
સાતિશય. જ્યાંસુધી છઠ્ઠાથી સાતમા અને સાતમાથી છઠ્ઠામાં અનેકવાર ચઢ-ઉતર રહે
છે, ત્યાં સુધી સ્વ-સ્થાન ગુણસ્થાન રહે છે અને સાતિશય ગુણસ્થાનમાં અધઃકરણના
પરિણામ રહે છે, ત્યાં આહાર વિહાર નથી. ૯૪.

Page 399 of 444
PDF/HTML Page 426 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૯૯
આઠમા ગુણસ્થાનનું વર્ણન (ચોપાઈ)
अब वरनौं अष्टम गुनथाना।
नाम अपूरवकरन बखाना।।
कछुक मोह उपशम करि राखै।
अथवा किंचित छय करि नाखै।। ९५।।
અર્થઃ– હવે અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનનું વર્ણન કરું છું, જ્યાં
મોહનો કિંચિત્ ઉપશમ અથવા કિંચિત્ ક્ષય થાય છે. ૯પ.
जे परिनाम भए नहिं कबही।
तिनकौ उदै देखिये जबही।।
तब अष्टम गुनथानक होई।
चारित करन दूसरौ सोई।। ९६।।
અર્થઃ– આ ગુણસ્થાનમાં એવા વિશુદ્ધ પરિણામ હોય છે જેવા પૂર્વે કદી થયા
નહોતા, તેથી આ આઠમા ગુણસ્થાનનું નામ અપૂર્વકરણ છે. અહીં ચારિત્રના ત્રણ
કરણોમાંથી અપૂર્વકરણ નામનું બીજું કરણ થાય છે. ૯૬.
નવમા ગુણસ્થાનનું વર્ણન (ચોપાઈ)
अब अनिवृत्तिकरन सुनु भाई।
जहां भाव थिरता अधिकाई।।
पूरव भाव चलाचल जेते।
सहज अडोल भए सब तेते।। ९७।।
અર્થઃ– હે ભાઈ, હવે અનિવૃત્તિકરણ નામના નવમા ગુણસ્થાનનું સ્વરૂપ
સાંભળો. જ્યાં પરિણામોની અધિક સ્થિરતા છે, આના પહેલાં આઠમા ગુણસ્થાનમાં
જે પરિણામ કિંચિત્ ચપળ હતા, તે અહીં અચળ થઈ જાય છે. ૯૭.
_________________________________________________________________
૧-૨. ઉપશમ શ્રેણીમાં ઉપશમ અને ક્ષપકશ્રેણીમાં ક્ષય થાય છે.

Page 400 of 444
PDF/HTML Page 427 of 471
single page version

background image
૪૦૦ સમયસાર નાટક
जहां न भाव उलटि अध आवै।
सो नवमो गुनथान कहावै।।
चारितमोह जहां बहु छीजा।
सो है चरन करन पद तीजा।। ९८।।
શબ્દાર્થઃ– ઉલટિ = પાછા ફરીને. અધ =નીચે. છીજા=નાશ પામ્યો.
અર્થઃ– જ્યાં ચડેલા પરિણામ પાછા પડી જતા નથી, તે નવમું ગુણસ્થાન
કહેવાય છે. આ નવમા ગુણસ્થાનમાં ચારિત્રમોહનીયનો ઘણો અંશ નાશ પામી જાય
છે, એ ચારિત્રનું ત્રીજું કરણ છે. ૯૮.
દસમા ગુણસ્થાનનું વર્ણન (ચોપાઈ)
कहौं दसम गुनथान दुसाखा।
जहँ सूछम सिवकी अभिलाखा।।
सूछमलोभ दसा जहँ लहिये।
सूछमसांपराय सो कहिये।। ९९।।
અર્થઃ– હવે દસમા ગુણસ્થાનનું વર્ણન કરું છું, જેમાં આઠમા અને નવમા
ગુણસ્થાન પેઠે ઉપશમ અને ક્ષાયિક શ્રેણીના ભેદ છે. જ્યાં મોક્ષની અત્યંત સૂક્ષ્મ
અભિલાષામાત્ર છે, અહીં સૂક્ષ્મ લોભનો ઉદય છે તેથી એને સૂક્ષ્મ સામ્પરાય કહે છે.
૯૯.
અગિયારમા ગુણસ્થાનનું વર્ણન (ચોપાઈ)
अब उपशांतमोहगुनथाना।
कहौं तासुप्रभुता परवांना।।
जहां मोह उपशमै न भासै।
यथाख्यातचारित परगासै।। १००।।
અર્થઃ– હવે અગિયારમા ગુણસ્થાન ઉપશાંતમોહનું સામર્થ્ય કહું છું, અહીં
મોહનો સર્વથા ઉપશમ છે- બિલકુલ ઉદય દેખાતો નથી અને જીવને
યથાખ્યાતચારિત્ર પ્રગટ થાય છે. ૧૦૦.
_________________________________________________________________
૧. સૂક્ષ્મલોભ સિવાયનો.

Page 401 of 444
PDF/HTML Page 428 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૪૦૧
વળી–(દોહરા)
जाहि फरसकै जीव गिर, परै करै गुन रद्द।
सो एकादसमी
दसा, उपसमकी सरहद्द।। १०१।।
અર્થઃ– જે ગુણસ્થાનને પ્રાપ્ત થઈને જીવ અવશ્ય પડે જ છે અને પ્રાપ્ત થયેલા
ગુણનો નાશ કરે છે, તે ઉપશમચારિત્રની ચરમસીમા પ્રાપ્ત અગિયારમું ગુણસ્થાન છે.
૧૦૧.
બારમા ગુણસ્થાનનું વર્ણન (ચોપાઈ)
केवलग्यान निकट जहँ आवै।
तहां जीव सबमोह खिपावै।।
प्रगटै यथाख्यात परधाना।
सो द्वादसम खीन गुनठाना।। १०२।।
અર્થઃ– જ્યાં જીવ મોહનો સર્વથા ક્ષય કરે છે અથવા કેવળજ્ઞાન બિલકુલ
પાસે આવી જાય છે અને યથાખ્યાતચારિત્ર પ્રગટ થાય છે, તે ક્ષીણમોહ નામનું
બારમું ગુણસ્થાન છે. ૧૦૨.
ઉપશમશ્રેણીની અપેક્ષાએ ગુણસ્થાનોનો કાળ (દોહરા)
षट सातैंआठैं नवैं, दस एकादस थान।
अंतरमुहूरत एक वा, एक समै थिति जान।। १०३।।
અર્થઃ– ઉપશમશ્રેણીની અપેક્ષાએ છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા, દસમા અને
અગિયારમા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત અથવા જઘન્યકાળ એક સમય છે.
૧૦૩.
ક્ષપકશ્રેણીમાં ગુણસ્થાનોનો કાળ (દોહરા)
छपकश्रेनि आठैं नवैं, दस अरवलि बार।
थिति उत्कृष्ट जघन्य भी, अंतरमुहूरत काल।। १०४।।

Page 402 of 444
PDF/HTML Page 429 of 471
single page version

background image
૪૦૨ સમયસાર નાટક
અર્થઃ– ક્ષપકશ્રેણીમાં આઠમા, નવમા, દસમા અને બારમા ગુણસ્થાનની
ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્ત તથા જઘન્ય પણ અંતર્મુહૂર્ત છે. ૧૦૪.
તેરમા ગુણસ્થાનનું વર્ણન (દોહરા)
छीनमोह पूरन भयौ, करि चूरन चित–चाल।
अब सजोगगुनथानकी, वरनौं दसा
रसाल।। १०५।।
અર્થઃ– ચિત્તની વૃત્તિને ચૂર્ણ કરનાર ક્ષીણમોહ ગુણસ્થાનનું કથન સમાપ્ત થયું,
હવે પરમાનંદમય સયોગગુણસ્થાનની અવસ્થાનું વર્ણન કરું છું. ૧૦પ.
તેરમા ગુણસ્થાનનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
जाकी दुखदाता–घाती चौकरी विनसि गई,
चौकरी अधाती जरी जेवरी समान है।
प्रगट भयौ अनंतदंसन अनंतग्यान,
बीरजअनंत सुख सत्ता समाधान है।।
जामैं आउ नाम गोत वेदनी प्रकृति अस्सी,
इक्यासी चौरासी वा पचासीपरवांन है।
सो है जिन केवली जगतवासी भगवान,
ताकी जो अवस्था सो सजोगीगुनथान है।। १०६।।
શબ્દાર્થઃ– ચૌકરી = ચાર. વિનસિ ગઈ = નષ્ટ થઈ ગઈ. અનંતદંસન =
અનંત દર્શન. સમાધાન = સમ્યકત્વ. જગતવાસી = સંસારી, શરીર સહિત.
અર્થઃ– જે મુનિને દુઃખદાયક ઘાતીયા ચતુષ્ક અર્થાત્ જ્ઞાનાવરણીય,
દર્શનાવરણીય, મોહનીય, અંતરાય નષ્ટ થઈ ગયા છે અને અઘાતી ચતુષ્ક બળી
ગયેલી સીંદરીની જેમ શક્તિહીન થયા છે, જેને અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય,
અનંતસુખ સત્તા અને પરમાવગાઢ સમ્યકત્વ પ્રગટ થયા છે, જેમને આયુ, નામ,
ગોત્ર અને વેદનીયકર્મોની માત્ર એંસી, એકયાસી, ચોર્યાસી અથવા પંચાસી
પ્રકૃતિઓની સત્તા રહી છે, તે કેવળજ્ઞાની પ્રભુ સંસારમાં સુશોભિત થાય

Page 403 of 444
PDF/HTML Page 430 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૪૦૩
છે અને તેની જ અવસ્થાને સયોગકેવળી ગુણસ્થાન કહે છે.
વિશેષઃ– તેરમા ગુણસ્થાનમાં જે પંચાસી પ્રકૃતિઓની સત્તા કહેવામાં આવી
છે, તે તો સામાન્ય કથન છે. કોઈ કોઈને તો તીર્થંકર પ્રકૃતિ, આહારક શરીર,
આહારક અંગોપાંગ, આહારક બંધન, આહારક સંઘાત સહિત પંચાસી પ્રકૃતિઓની
સત્તા રહે છે, પણ કોઈને તીર્થંકર પ્રકૃત્તિની સત્તા નથી હોતી, તો ચોરાસી
પ્રકૃતિઓની સત્તા રહે છે અને કોઈને આહારક ચતુષ્કની સત્તા નથી રહેતી અને
તીર્થંકર પ્રકૃતિની સત્તા રહે છે અને કોઈને આહારક ચતુષ્કની સત્તા નથી રહેતી
અને તીર્થંકર પ્રકૃતિની સત્તા રહે છે તો એકાસી પ્રકૃતિઓની સત્તા રહે છે, તથા
કોઈને તીર્થંકર પ્રકૃતિ અને આહારક ચતુષ્ક પાંચેની સત્તા નથી રહેતી, માત્ર એંસી
પ્રકૃતિઓની સત્તા રહે છે. ૧૦૬.
કેવળજ્ઞાનીની મુદ્રા અને સ્થિતિ (સવૈયા એકત્રીસા)
जो अडोल परजंक मुद्राधारी सरवथा,
अथवा सु काउसग्ग मुद्रा थिरपालहै।
खेत सपरस कर्म प्रकृतिकै उदै आयै,
बिना डग भरै अंतरीच्छ जाकी चाल है।।
जाकी थिति पूरव करोड़ आठ वर्ष घाटि,
अंतरमुहूरत जघन्य जग–जाल है।
सो है देव अठारह दूषन रहित ताकौं,
बानारसि कहै मेरी वंदना त्रिकाल है।। १०७।।
શબ્દાર્થઃ– અડોલ = અચળ. પરજંક મુદ્રા = પદ્માસન. કાઉસગ્ગ
(કાયોત્સર્ગ) = ઊભા આસને. અંતરીચ્છ = ઉપર. ત્રિકાલ = સદૈવ.
અર્થઃ– જે કેવળજ્ઞાની ભગવાને પદ્માસન અથવા કાયોત્સર્ગ મુદ્રા ધારણ
કરેલી છે, જે ક્ષેત્ર-સ્પર્શ નામકર્મની પ્રકૃતિના ઉદયથી પગ ઉપાડયા વિના ઊંચે
ગમન કરે છે, જેમની સંસારની સ્થિતિ ઉત્કૃષ્ટ એક કરોડ પૂર્વમાં
આઠ વર્ષ
ઓછાની
_________________________________________________________________
૧. અહીં મન, વચન, કાયાના સાત યોગ થાય છે, તેથી આ ગુણસ્થાનનું નામ સયોગકેવળી છે. ૨.
પંચાસી પ્રકૃતિઓના નામ પહેલા અધિકારમાં કહી આવ્યા છીએ. ૩. મોક્ષગામી જીવોનું ઉત્કૃષ્ટ
આયુષ્ય ચોથા કાળની અપેક્ષાએ એક કરોડ પૂર્વનું છે અને આઠ વર્ષની ઉંમર સુધી કેવળજ્ઞાન થતું
નથી.

Page 404 of 444
PDF/HTML Page 431 of 471
single page version

background image
૪૦૪ સમયસાર નાટક
અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે, તે સર્વજ્ઞદેવ અઢાર દોષરહિત છે. પં.
બનારસીદાસજી કહે છે કે તેમને મારા ત્રિકાળ વંદન છે. ૧૦૭.
કેવળી ભગવાનને અઢાર દોષ હોતા નથી (કુંડળિયા)
दूषन अठ्ठारह रहित, सो केवलि संजोग।
जनम मरन जाकै नही, नहिं निद्रा भय रोग।।
नहिं निद्रा भय रोग, सोग विस्मय न मोह मति।
जरा
खेद परस्वेद, नांहि मद बैर विषै रति।।
चिंता नांहि सनेह, नांहि जहँ प्यास न भूखन।।
थिर समाधि सुख सहित,
रहित अठ्ठारह दूषन।। १०८।।
શબ્દાર્થઃ– સોગ = શોક. વિસ્મય =આશ્ચર્ય. જરા = વૃદ્ધાવસ્થા. પરસ્વેદ
(પ્રસ્વેદ) =પરસેવો. સનેહ =રાગ.
અર્થઃ– જન્મ, મૃત્યુ, નિદ્રા, ભય, રોગ, શોક, આશ્ચર્ય, મોહ, વૃદ્ધાવસ્થા, ખેદ,
પરસેવો, ગર્વ, દ્વેષ, રતિ, ચિંતા, રાગ, તરસ, ભૂખ- આ અઢાર દોષ સયોગકેવળી
જિનરાજને હોતા નથી અને નિર્વિકલ્પ આનંદમાં સદા લીન રહે છે ૧૦૮.
કેવળજ્ઞાની પ્રભુના પરમૌદારિક શરીરના અતિશય (કુંડળિયા)
वानी जहां निरच्छरी, सप्त धातु मल नांहि।
केस रोम नख नहिं बढैं, परम उदारिक मांहि।।
परम उदारिक मांहि, जांहि इंद्रिय विकार नसि।
यथाख्यातचारित प्रधान, थिर सुकल ध्यान ससि।।
लोकालोक प्रकास–करन केवल
रजधानी।
सो तेरम गुनथान, जहां अतिशयमय वानी।। १०९।।
શબ્દાર્થઃ– નિરચ્છરી = અક્ષર રહિત. કેસ (કેશ) = વાળ. ઉદારિક
(ઔદારિક) = સ્થૂળ.

Page 405 of 444
PDF/HTML Page 432 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૪૦પ
સસિ (શશિ)= ચંદ્રમા.
અર્થઃ– તેરમા ગુણસ્થાનમાં ભગવાનની અતિશયવાળી નિરક્ષરી દિવ્યધ્વનિ
ખરે છે. તેમનું પરમૌદારિક શરીર સાત ધાતુઓ અને મળ-મૂત્રરહિત હોય છે. કેશ,
રોમ અને નખ વધતા નથી, ઈન્દ્રિયોના વિષયો નષ્ટ થઈ જાય છે, પવિત્ર
યથાખ્યાતચારિત્ર પ્રગટ થાય છે, સ્થિર શુકલધ્યાનરૂપ ચંદ્રમાનો ઉદય થાય છે.
લોકાલોકના પ્રકાશક કેવળજ્ઞાન ઉપર તેમનું સામ્રાજ્ય રહે છે. ૧૦૯.
ચૌદમા ગુણસ્થાનના વર્ણનની પ્રતિજ્ઞા (દોહરા)
यह सयोगगुनथानकी, रचना कही अनूप।
अब अयोगकेवल दसा कहूं जथारथ रूप।। ११०।।
અર્થઃ– આ સયોગી ગુણસ્થાનનું વર્ણન કર્યું, હવે અયોગકેવળી ગુણસ્થાનનું
વાસ્તવિક વર્ણન કરું છું. ૧૧૦.
ચૌદમા ગુણસ્થાનનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
जहां काहू जीवकौं असाता उदै साता नाहिं,
काहूकौं असाता नाहिं, साता उदै पाइयै।
मन वच कायसौं अतीत भयौ जहां जीव,
जाकौ जसगीत जगजीतरूप गाइयै।।
जामैं कर्म प्रकृतिकी सत्ता जोगी जिनकीनी,
अंतकाल द्वै समैमैं सकल खिपाइयै।
जाकी थिति पंच लघु अच्छर प्रमान सोई,
चौदहौं अजोगी गुनठाना ठहराइयै।। १११।।
શબ્દાર્થઃ– અતીત = રહિત. ખિપાઈયૈ= ક્ષય કરે છે. લઘુ=હ્રસ્વ.
અર્થઃ– જ્યાં કોઈ જીવને અશાતાનો ઉદય રહે છે શાતાનો નથી રહેતો અને
_________________________________________________________________
૧. કેવળજ્ઞાની ભગવાનને અશાતાનો ઉદય વાંચીને વિસ્મિત ન થવું જોઈએ. ત્યાં અશાતા કર્મ ઉદયમાં
શાતારૂપ પરિણમે છે.

Page 406 of 444
PDF/HTML Page 433 of 471
single page version

background image
૪૦૬ સમયસાર નાટક
કોઈ જીવને શાતાનો ઉદય રહે છે અશાતાનો નથી રહેતો. જ્યાં જીવને મન, વચન,
કાયાના યોગોની પ્રવૃત્તિ સર્વથા શૂન્ય થઈ જાય છે, જેમના જગતજયી હોવાના ગીત
ગાવામાં આવે છે, જેમને સયોગી જિન સમાન અઘાતિયા કર્મ-પ્રકૃતિઓની સત્તા રહે
છે તેમનો અંતના બે સમયમાં સર્વથા ક્ષય
કરે છે, જે ગુણસ્થાનનો કાળ હ્રસ્વ પાંચ
અક્ષર જેટલો છે, તે અયોગીજિન ચૌદમું ગુણસ્થાન છે. ૧૧૧.
એ પ્રમાણે ચૌદ ગુણસ્થાન અધિકારનું વર્ણન સમાપ્ત થયું.
બંધનું મૂળ આસ્રવ અને મોક્ષનું મૂળ સંવર છે (દોહરા)
चौदह गुनथानक दसा, जगवासी जिय मूल।
आस्रव संवर भाव द्वै, बंध मोखके
मूल।। ११२।।
અર્થઃ– ગુણસ્થાનોની આ ચૌદ અવસ્થાઓ સંસારી અશુદ્ધ જીવોની છે,
આસ્રવ અને સંવરભાવ બંધ અને મોક્ષના મૂળ છે અર્થાત્ આસ્રવ બંધનું મૂળ છે
અને સંવર મોક્ષનું મૂળ છે.૧૧૨.
સંવરને નમસ્કાર (ચોપાઈ)
आस्रव संवर परनति जौलौं।
जगतनिवासी चेतन तौलौं।।
आस्रव संवर विधि विवहारा।
दोऊ भव–पथ सिव–पथ धारा।। ११३।।
आस्रवरूप बंध उतपाता।
संवर ग्यान मोख–पद–दाता।।
जा संवरसौं आस्रव छीजै।
ताकौं नमस्कार अब कीजै।। ११४।।
અર્થઃ– જ્યાંસુધી આસ્રવ અને સંવરના પરિણામ છે, ત્યાં સુધી જીવનો
સંસારમાં નિવાસ છે. તે બન્નેમાં આસ્રવ-વિધિનો વ્યવહાર સંસાર માર્ગની પરિણતિ
_________________________________________________________________
૧. પુનિ ચૌદહેં ચૌથે સુકલબલ બહત્તર તેરહ હતી. (જિનેન્દ્ર-પંચકલ્યાણક)

Page 407 of 444
PDF/HTML Page 434 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૪૦૭
છે અને સંવર-વિધિનો વ્યવહાર મોક્ષમાર્ગની પરિણતિ છે. ૧૧૩. આસ્રવ બંધનો
ઉત્પાદક છે અને સંવર જ્ઞાનનું રૂપ છે, મોક્ષ પદને આપનાર છે. જે સંવરથી
આસ્રવનો અભાવ થાય છે તેને નમસ્કાર કરું છું ૧૧૪.
ગ્રંથના અંતમાં સંવરસ્વરૂપ જ્ઞાનને નમસ્કાર
जगतके प्रानी जीति ह्वै रह्यौ गुमानी ऐसौ,
आस्रव असुर दुखदानी महाभीम है।
ताकौ परताप खंडिवैकौं प्रगट भयौ,
धर्मकौं धरैया कर्म–रोगकौ हकीम है।।
जाकै परभाव आगै भागैं परभाव सब,
नागर नवल सुखसागरकी सीम है।
संवरकौ रूप धरै साधै सिवराह ऐसौ,
ग्यान पातसाह ताकौं मेरी तसलीम है।। ११५।।
શબ્દાર્થઃ– ગુમાની = અભિમાની. અસુર= રાક્ષસ. મહાભીમ = અત્યંત
ભયાનક. પરતાપ (પ્રતાપ) = તેજ. ખંડિવૈકૌ = નષ્ટ કરવા માટે. હકીમ = વૈદ્ય.
પરભાવ (પ્રભાવ) = પરાક્રમ. પરભાવ = પુદ્ગલજનિત વિકાર. નાગર = ચતુર.
નવલ = નવીન. સીમ = મર્યાદા. પાતશાહ= બાદશાહ. તસલીમ = વંદન.
અર્થઃ– આસ્રવરૂપ રાક્ષસ જગતના જીવોને પોતાને વશ કરીને અભિમાની
થઈ રહ્યો છે, જે અત્યંત દુઃખદાયક અને મહા ભયંકર છે, તેનો વૈભવ નષ્ટ કરવાને
જે ઉત્પન્ન થયો છે, જે ધર્મનો ધારક છે, કર્મરૂપ રોગ માટે જે વૈદસમાન છે, જેના
પ્રભાવ આગળ પરદ્રવ્યજનિત રાગ-દ્વેષ આદિ વિભાવ દૂર ભાગે છે, જે અત્યંત
પ્રવીણ અને અનાદિકાળથી પ્રાપ્ત કર્યું નહોતું તેથી નવીન છે, જે સુખના સમુદ્રની
સીમાને પ્રાપ્ત થયું છે, જેણે સંવરનું રૂપ ધારણ કર્યું છે, જે મોક્ષમાર્ગનો સાધક છે,
એવા જ્ઞાનરૂપ બાદશાહને મારા પ્રણામ છે. ૧૧પ.

Page 408 of 444
PDF/HTML Page 435 of 471
single page version

background image
૪૦૮ સમયસાર નાટક
તેરમા અધિકારનો સાર
જેવી રીતે સફેદ વસ્ત્ર ઉપર જુદા જુદા રંગોનું નિમિત્ત મળવાથી તે અનેકાકાર
થાય છે, તેવી જ રીતે શુદ્ધબુદ્ધ આત્મા સાથે અનાદિકાળથી મોહ અને યોગનો સંબંધ
હોવાથી તેની સંસારી દશામાં, અનેક અવસ્થાઓ થાય છે, તેમનું જ નામ ગુણસ્થાન
છે. જોકે તે અનેક છે પણ શિષ્યોને સંબોધવા માટે શ્રીગુરુએ ૧૪ બતાવ્યા છે. આ
ગુણસ્થાન જીવના સ્વભાવ નથી, પણ અજીવમાં હોતા નથી, જીવમાં જ હોય છે તેથી
જીવના વિભાવ છે અથવા એમ કહેવું જોઈએ કે વ્યવહારનયથી ગુણસ્થાનોની
અપેક્ષાએ સંસારી જીવોના ચૌદ ભેદ છે.
પહેલા ગુણસ્થાનમાં મિથ્યાત્વ, બીજામાં અનંતાનુબંધી, ત્રીજામાં
મિશ્રમોહનીયનો ઉદય મુખ્યપણે રહે છે અને ચોથા ગુણસ્થાનમાં મિથ્યાત્વ,
અનંતાનુબંધી અને મિશ્રમોહનીયનો, પાંચમામાં અપ્રત્યાખ્યાનાવરણીયનો, છઠ્ઠામાં
પ્રત્યાખ્યાનાવરણીયનો અનુદય રહે છે. સાતમા, આઠમા અને નવમામાં સંજ્વલનનો
ક્રમપૂર્વક મંદ, મંદતર અને મંદતમ ઉદય રહે છે. દસમામાં સંજ્વલન સૂક્ષ્મલોભ
માત્રનો ઉદય અને અન્ય સર્વમોહનો ક્ષય છે. અગિયારમામાં સર્વમોહનો ઉપશમ
અને બારમામાં સર્વ મોહનો ક્ષય છે. અહીં સુધી છદ્મસ્થ અવસ્થા છે, કેવળજ્ઞાનનો
વિકાસ નથી. તેરમામાં પૂર્ણજ્ઞાન છે પરંતુ યોગો દ્વારા આત્મપ્રદેશ સકંપ હોય છે,
અને ચૌદમા ગુણસ્થાનમાં કેવળજ્ઞાની પ્રભુના આત્મપ્રદેશ પણ સ્થિર થઈ જાય છે.
બધા ગુણસ્થાનોમાં જીવ સદેહ
રહે છે, સિદ્ધ ભગવાન ગુણસ્થાનોની કલ્પનાથી
રહિત છે, તેથી ગુણસ્થાન જીવનું નિજ-સ્વરૂપ નથી, પર છે, પરજનિત છે, -એમ
જાણીને ગુણસ્થાનોના વિકલ્પોથી રહિત શુદ્ધ બુદ્ધ આત્માનો અનુભવ કરવો જોઈએ.
_________________________________________________________________
૧. વિગ્રહગતિમાં કાર્માણ અને તૈજસ શરીરનો સંબંધ રહે છે.

Page 409 of 444
PDF/HTML Page 436 of 471
single page version

background image


ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ
(ચોપાઈ)
भयौ ग्रंथ संपूरन भाखा।
वरनी गुनथानककी साखा।।
वरनन और कहांलौं कहियै।
जथा सकति कहि चुप ह्वै रहियै।। १।।
અર્થઃ– ભાષાનો સમયસાર ગ્રંથ સમાપ્ત થયો અને ગુણસ્થાન અધિકારનું
વર્ણન કર્યું. એનું વિશેષ કેટલું વર્ણન કરીએ? શક્તિ અનુસાર કહીને ચુપ થઈ જવું
ઉચિત છે. ૧.
(ચોપાઈ)
लहिये ओर न ग्रंथ उदधिका।
ज्यौं ज्यौं कहियै त्यौं त्यौं अधिका।।
तातैं नाटक अगम अपारा।
अलप कवीसुरकी मतिधारा।। २।।
અર્થઃ– ગ્રંથરૂપ સમુદ્રનો પાર પામી શકાતો નથી, જેમ જેમ કથન કરતા
જઈએ તેમ તેમ વધતો જ જાય છે, કારણ કે નાટક અપરંપાર છે અને કવિની બુદ્ધિ
તુચ્છ છે. ૨.
વિશેષઃ– અહીં ગ્રંથને સમુદ્રની ઉપમા આપી છે અને કવિની બુદ્ધિને નાની
નદીની ઉપમા છે.
(દોહરા)
समयसार नाटक अकथ, कविकी मति लघु होइ।
तातैं कहत बनारसी,
पूरन कथै न कोइ।। ३।।

Page 410 of 444
PDF/HTML Page 437 of 471
single page version

background image
૪૧૦ સમયસાર નાટક
અર્થઃ– સમયસાર નાટકનું વર્ણન મહાન છે અને કવિની બુદ્ધિ થોડી છે, તેથી
પંડિત બનારસીદાસજી કહે છે કે તેને કોઈ પૂરેપૂરું કહી શકતા નથી. ૩.
ગ્રંથ–મહિમા (સવૈયા એકત્રીસા)
जैसैं कोऊ एकाकी सुभट पराक्रम करि,
जीतै किहि भांति चक्रि कटकसौं लरनौ।
जैसैं कोऊ परवीन तारू भुजभारू नर,
तरै कैसै स्वयंभूरमन सिंधु तरनौ।।
जैसैं कोऊ उद्दमी उछाह मनमांहि धरै,
करै कैसै कारज विधाताकैसौ करनौ।
तैसैं तुच्छ मति मोरी तामैं कविकला थोरी,
नाटक अपार मैं कहांलौं याहिवरनौ।। ४।।
અર્થઃ– જો કોઈ એકલો યોદ્ધો પોતાના બાહુબળથી ચક્રવર્તીની સેના સાથે લડે
તો તે કેવી રીતે જીતી શકે? અથવા કોઈ જળતારિણી વિદ્યામાં કુશળ મનુષ્ય
સ્વયંભૂરમણ સમુદ્ર તરવા ઈચ્છે, તો કેવી રીતે પાર પામી શકે? અથવા કોઈ ઉદ્યમી
મનુષ્ય મનમાં ઉત્સાહિત થઈને વિધાતા
જેવું કામ કરવા ઈચ્છે, તો કેવી રીતે કરી
શકે? તેવી જ રીતે મારી બુદ્ધિ અલ્પ છે અથવા કાવ્ય-કૌશલ્ય ઓછું છે અને નાટક
મહાન છે, એનું હું ક્યાં સુધી વર્ણન કરું? ૪.
જીવ–નટનો મહિમા (સવૈયા એકત્રીસા)
जैसे वट वृच्छ एक, तामैं फल हैं अनेक,
फल फल बहु बीज, बीज बीज वट है।
वटमांही फल, फल मांही बीज तामैं वट,
कीजै जो विचार, तौ अनंतता अघट है।।
_________________________________________________________________
૧. અહીં દ્રષ્ટાંત માત્ર ગ્રહણ કર્યું છે.

Page 411 of 444
PDF/HTML Page 438 of 471
single page version

background image
ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ ૪૧૧
तैसै एक सत्तामैं, अनंत गुन परजाय,
पर्जैमैं अनंत नृत्य तामैंऽनंत ठटहै।
ठटमैं अनंतकला, कलामैं अनंतरूप,
रूपमैं अनंत सत्ता, ऐसौ जीव नट है।। ५।।
અર્થઃ– જેવી રીતે એક વડના ઝાડ પર અનેક ફળ હોય છે, પ્રત્યેક ફળમાં
ઘણા બીજ અને પ્રત્યેક બીજમાં પાછું વડના ઝાડનું અસ્તિત્વ રહે છે અને બુદ્ધિથી
વિચારવામાં આવે તો પાછું તે વડવૃક્ષમાં ઘણા ફળ અને પ્રત્યેક ફળમાં અનેક બીજ
અને પ્રત્યેક બીજમાં વડવૃક્ષની સત્તા પ્રતીત થાય છે. આ રીતે વડવૃક્ષના
અનંતપણાનો છેડો-પત્તો મળતો નથી. તેવી જ રીતે જીવરૂપી નટની એક સત્તામાં
અનંત ગુણ છે, પ્રત્યેક ગુણમાં અનંત પર્યાયો છે, પ્રત્યેક પર્યાયમાં અનંત નૃત્ય છે,
પ્રત્યેક નૃત્યમાં અનંત ખેલ છે, પ્રત્યેક ખેલમાં અનંત કળા છે અને પ્રત્યેક કળાની
અનંત આકૃતિઓ છે, -આ રીતે જીવ ઘણું જ વિલક્ષણ નાટક કરનાર છે. પ.
(દોહરા)
ब्रह्मग्यान आकासमैं,उड़ै सुमति खग होइ।
यथा सकति उद्दिम करै, पार न पावै कोइ।। ६।।
અર્થઃ– બ્રહ્મજ્ઞાનરૂપી આકાશમાં જો શ્રુતજ્ઞાનરૂપી પક્ષી શક્તિ અનુસાર
ઊડવાનો પ્રયત્ન કરે, તો કદી અંત પામી શકતો નથી. ૬.
(ચોપાઈ)
ब्रह्मग्यान–नभ अंत न पावै।
सुमति परोछ कहांलौं धावै।।
जिहि विधि समयसार जिनि कीनौं।
तिनके नाम कहौं अब तीनौं।। ७।।
અર્થઃ– બ્રહ્મજ્ઞાનરૂપ આકાશ અનંત છે અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે, કયાં સુધી
દોડ લગાવે? હવે જેમણે સમયસારની જેવી રચના કરી છે તે ત્રણેના નામ કહું છું.
૭.

Page 412 of 444
PDF/HTML Page 439 of 471
single page version

background image
૪૧૨ સમયસાર નાટક
ત્રણ કવિઓના નામ (સવૈયા એકત્રીસા)
कुंदकुंदाचारिज प्रथम गाथाबद्ध कंरि,
समैसार नाटक विचारि नाम दयौहै।
ताहीकी परंपरा अमृतचंद्र भये तिन,
संसकृत कलस सम्हारि सुख लयौ है।।
प्रगटयौ बनारसी गृहस्थ सिरीमाल अब,
किये हैं कवित्त हियै बोधिबीजबयौ है।
सबद अनादि तामैं अरथ अनादि जीव,
नाटक अनादि यौं अनादि ही कौ भयौ है।। ८।।
અર્થઃ– આને પહેલાં સ્વામી કુંદકુંદાચાર્યે પ્રાકૃત ગાથા છંદમાં રચ્યું, અને
સમયસાર નામ રાખ્યું. તેમની જ રચના પર તેમની જ આમ્નાયના સ્વામી અને
અમૃતચંદ્રસૂરિ સંસ્કૃતભાષાના કળશ રચીને પ્રસન્ન થયા. પછી શ્રીમાળ જાતિમાં
પંડિત બનારસીદાસજી શ્રાવકધર્મના પ્રતિપાલક થયા, તેમણે કવિત્તાઓની રચના
કરીને હૃદયમાં જ્ઞાનનું બીજ વાવ્યું આમ તો શબ્દ અનાદિ છે તેનો પદાર્થ અનાદિ છે,
જીવ અનાદિ છે, નાટક અનાદિ છે, તેથી નાટક સમયસાર અનાદિકાળથી જ છે. ૮.
સુકવિનું લક્ષણ (ચોપાઈ)
अब कछु कहौं जथारथ वानी।
सुकवि कुकविकी कथा कहानी।।
प्रथमहिं सुकवि कहावैसोई।
परमारथ रस वरनै जोई।। ९।।
कलपितबात हियै नहिं आनै।
गुरुपरंपरा रीति बखानै।।
सत्यारथ सैलि नहिं छंडै।
मृषावादसौं प्रीति न मंडै।। १०।।

Page 413 of 444
PDF/HTML Page 440 of 471
single page version

background image
ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ ૪૧૩
અર્થઃ– હવે સુકવિ અને કુકવિની થોડીક વાસ્તવિક ચર્ચા કરું છું. તેમાં
સુકવિની પ્રથમ શ્રેણી છે. તેઓ પારમાર્થિક રસનું વર્ણન કરે છે, મનમાં કપોળકલ્પના
કરતા નથી અને ઋષિ-પરંપરા અનુસાર કથન કરે છે. સત્યાર્થ-માર્ગને છોડતા નથી
અને અસત્ય કથનમાં પ્રેમ જોડતા નથી. ૯-૧૦.
(દોહરા)
छंद सबद अच्छर अरथ, कहै सिद्धांत प्रवांन।
जो इहि विधि रचना रचै, सो है सुकवि सुजान।। ११।।
અર્થઃ– જે છંદ, શબ્દ, અક્ષર, અર્થની રચના સિદ્ધાંત અનુસાર કરે છે તે
જ્ઞાની સુકવિ છે. ૧૧.
કુકવિનું લક્ષણ (ચોપાઈ)
अब सुनु कुकवि कहैं है जेसा।
अपराधी हिय अंध अनेसा।।
मृषाभाव रस वरनै हितसौं।
नईउकति उपजावैं चितसौं।। १२।।
ख्याति लाभ पूजा मन आनै।
परमारथ–पथ भेद नजानै।।
वानी जीव एक करि बूझै।
जाकौ चित जडग्रंथ न सूझै।। १३।।
અર્થઃ– હવે કુકવિ કેવા હોય છે તે કહું છું, તે સાંભળો. તે પાપી હૃદયનો,
અંધ અને હઠાગ્રહી હોય છે; તેના મનમાં જે નવી કલ્પનાઓ ઊપજે છે તેનું અને
સાંસારિક રસનું વર્ણન ખૂબ પ્રેમથી કરે છે, તે મોક્ષમાર્ગનો મર્મ જાણતો નથી અને
મનમાં ખ્યાતિ, લાભ, પૂજા આદિની ઈચ્છા રાખે છે. છે. તે વચનને આત્મા જાણે છે,
હૃદયનો મૂર્ખ હોય છે, તેને શાસ્ત્રજ્ઞાન નથી.૧૨-૧૩.