Natak Samaysar (Gujarati). Gatha: 11-35 (Jiv Dvar); Pratham adhikaarno saar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 24

 

Page 34 of 444
PDF/HTML Page 61 of 471
single page version

background image
૩૪ સમયસાર નાટક
માટે નિક્ષેપ પણ નિષ્પ્રયોજન છે, એટલું જ નહિ આ ત્રણે અનુભવની દશામાં બાધા
કરે છે પરંતુ તેમને હાનિ કરનાર સમજીને પ્રથમ અવસ્થામાં છોડવાનો ઉપદેશ નથી,
કેમકે એમના વિના પદાર્થનું જ્ઞાન થઈ શકતું નથી. આ નય આદિ સાધક છે અને
અનુભવ સાધ્ય છે, જેમ દંડ, ચક્ર આદિ સાધનો વિના ઘડાની ઉત્પત્તિ થતી નથી.
પરંતુ જેવી રીતે ઘટ પદાર્થ સિદ્ધ થયા પછી દંડ, ચક્ર આદિ વિડંબનારૂપ જ થાય છે
તેવી જ રીતે અનુભવ પ્રાપ્ત થયા પછી નય-નિક્ષેપ આદિના વિકલ્પ હાનિકારક છે.
૧૦.
શુદ્ધનયની અપેક્ષાએ જીવનું સ્વરૂપ (અડિલ્લ)
आदि अंत पूरन–सुभाव–संयुक्तहै।
पर–सरूप–परजोग–कल्पनामुक्त है।।
सदा एकरस प्रगट कही है
जैनमैं।
सुद्धनयातम वस्तु विराजै बेनमैं।। ११।।
શબ્દાર્થઃ– આદિ અંત=સદૈવ. જોગ=સંયોગ. કલ્પનામુક્ત=કલ્પનાથી રહિત.
અર્થઃ– જીવ, આદિ અવસ્થા નિગોદથી માંડીને અંત અવસ્થા સિદ્ધપર્યાય સુધી
પોતાના પરિપૂર્ણ સ્વભાવથી સંયુક્ત છે, પરદ્રવ્યોની કલ્પનાથી રહિત છે, સદૈવ એક
ચૈતન્યરસથી સંપન્ન છે એમ શુદ્ધનયની અપેક્ષાએ જિનવાણીમાં કહ્યું છે.
હિતોપદેશ કવિત્ત (૩૧ માત્રા)
सदगुरु कहै भव्यजीवनिसौं,
तोरहु तुरित मोहकी जेल।
_________________________________________________________________
आत्मस्वभावं परभावभिन्नमापूर्णमाद्यन्तविमुक्तमेकं।
विलीनसङ्कल्पविकल्पजालं प्रकाशयन् शुद्धनयोऽभ्युदेति।। १०।।
न हि विद्धति बद्धस्पृष्टभावादयोऽमी।
स्फुटमुपरि तरन्तोऽऽप्येत्य यत्र प्रतिष्ठां।
अनुभवतु तमेव द्योतमानं समन्तात्
जगदपगतमोहीभूय सम्यक्स्वभावं।। ११।।

Page 35 of 444
PDF/HTML Page 62 of 471
single page version

background image
જીવદ્વાર ૩પ
समकितरूप गहौ अपनौं गुन,
करहु सुद्ध अनुभवकौ खेल।।
पुदगलपिंड भाव रागादिक,
इनसौं नहीं तुम्हारौ मेल।
ए जड़ प्रगट गुपत तुम चेतन,
जैसैंभिन्न तोय अरु तेल।। १२।।
શબ્દાર્થઃ– તોરહુ=તોડી નાખો. ગહૌ=ગ્રહણ કરો. ગુપત (ગુપ્ત)=અરૂપી.
તોય=પાણી.
અર્થઃ– ભવ્ય જીવોને શ્રીગુરુ ઉપદેશ કરે છે કે શીધ્ર મોહનું બંધન તોડી
નાખો, પોતાનો સમ્યકત્વ ગુણ ગ્રહણ કરો અને શુદ્ધ અનુભવમાં મસ્ત થઈ જાવ.
પુદ્ગલ દ્રવ્ય અને રાગાદિક ભાવો સાથે તમારે કોઈ સંબંધ નથી. એ સ્પષ્ટ અચેતન
છે અને તમે અરૂપી ચૈતન્ય છો તથા પાણીથી ભિન્ન તેલની પેઠે તેમનાથી જુદા છો.
૧૨.
સમ્યગ્દ્રષ્ટિના વિલાસનું વર્ણન (સવૈયા એકત્રીસા)
कोऊ बुध्धिवंत नर निरखै सरीर–घर,
भेदग्यानद्रष्टिसौं विचारै वस्तु–वासतौ।
अतीत अनागत वरतमान मोहरस,
भीग्यौ चिदानंद लखै बंधमैं विलासतौ।।
बंधकौ विदारि महा मोहकौ सुभाउ डारि,
आतमाकौ ध्यान करै देखै परगासतौ।
_________________________________________________________________
भूत भान्तमभूतमेव रभसा निर्भिद्य बन्धं सुधी–
र्यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात्।
आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं
नित्यं कर्मकलङ्कपङ्कविकलोदेवः स्वयं शाश्वतः।। १२।।

Page 36 of 444
PDF/HTML Page 63 of 471
single page version

background image
૩૬ સમયસાર નાટક
करम–कलंक–पंकरहित प्रगटरूप,
अचल अबाधित विलोकै देव सासतौ।। १३।।
શબ્દાર્થઃ– વિદારિ=નષ્ટ કરીને. પંક=કીચડ. ભેદજ્ઞાન=આત્માને શરીર
આદિથી ભિન્ન જાણવો.
અર્થઃ– કોઈ વિદ્વાન મનુષ્ય શરીરરૂપી ઘરને જુએ અને ભેદજ્ઞાનની દ્રષ્ટિથી
શરીરરૂપી ઘરમાં રહેનાર આત્મવસ્તુનો વિચાર કરે તો પહેલાં ભૂત, વર્તમાન,
ભવિષ્ય એ ત્રણે કાળે મોહથી રંજિત અને કર્મબંધમાં ક્રિડા કરતા આત્માનો નિશ્ચય
કરે, ત્યાર પછી મોહના બંધનનો નાશ કરે અને મોહી સ્વભાવ છોડીને
આત્મધ્યાનમાં અનુભવનો પ્રકાશ કરે; તથા કર્મકલંકના કાદવથી રહિત અચળ,
અબાધિત, શાશ્વત પોતાના આત્મદેવને પ્રત્યક્ષ દેખે. ૧૩.
ગુણ–ગુણી અભેદ છે, એ વિચારવાનો ઉપદેશ કરે છે. (સવૈયા તેવીસા)
सुद्धनयातम आतमकी,
अनुभूति विज्ञान–विभूति है सोई।
वस्तु विचारत एक पदारथ,
नामके भेद कहावत दोई।।
यौं सरवंग सदा लखि आपुहि,
आतम–ध्यान करै जब कोई।
मेटि असुद्ध विभावदसा तब,
सुद्ध सरूपकी प्रापति होई।। १४।।
શબ્દાર્થઃ– વિભાવ=પરવસ્તુના સંયોગથી જે વિકાર થાય છે.
વિભૂતિ=સંપત્તિ.
અર્થઃ– શુદ્ધનયના વિષયભૂત આત્માનો અનુભવ જ જ્ઞાનસંપદા છે, આત્મા
_________________________________________________________________
आत्मानुभूतिरिति शुध्धनयात्मिका या
ज्ञानानुभूतिरियमेव किलेति बुध्ध्वा।
आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकम्प
मेकोऽस्ति नित्यमवबोधधनः समन्तात्।। १३।।

Page 37 of 444
PDF/HTML Page 64 of 471
single page version

background image
જીવદ્વાર ૩૭
અને જ્ઞાનમાં નામભેદ છે, વસ્તુભેદ નથી, આત્મા ગુણી છે, જ્ઞાન ગુણ છે, તેથી
ગુણી અને ગુણને ઓળખીને જ્યારે કોઈ આત્મધ્યાન કરે છે ત્યારે તેની રાગાદિ
અશુદ્ધ અવસ્થા નાશ પામીને શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃ– આત્મા ગુણી છે અને જ્ઞાન તેનો ગુણ છે, એમનામાં વસ્તુભેદ
નથી. જેમ અગ્નિનો ગુણ ઉષ્ણતા છે, જો કોઈ અગ્નિ અને ઉષ્ણતાને ભિન્ન પાડવા
ઈચ્છે તો તે ભિન્ન થઈ શકતા નથી; તેવી જ રીતે જ્ઞાન અને આત્માનો સહભાવી
સંબંધ છે પણ નામભેદ જરૂર છે કે આ ગુણી છે અને આ તેનો ગુણ છે. ૧૪.
જ્ઞાનીઓનું ચિંતન. (સવૈયા એકત્રીસા)
अपनैंही गुन परजायसौं प्रवाहरूप,
परिनयौ तिहुं काल अपनै अधारसौं।
अन्तर–बाहर–परकासवान एकरस,
खिन्नता न गहै भिन्न रहै भौ–विकारसौं।।
चेतनाके रस सरवंग भरि रह्यौ जीव,
जैसे लौंन–कांकर र्भयो है रस खारसौं।
पूरन–सुरूप अति उज्जल विग्यानघन,
मोकौं होहु प्रगट विसेस निरवारसौं।। १५।।
શબ્દાર્થઃ– ખિન્નતા=ન્યૂનતા. ભૌ (ભવ)=સંસાર. લૌન-કાંકર=મીઠાની
કણી. નિરવારસૌં=ક્ષયથી.
અર્થઃ– જીવ પદાર્થ સદૈવ પોતાના જ આધારે રહે છે અને પોતાના જ ધારા-
પ્રવાહ ગુણ-પર્યાયોમાં પરિણમન કરે છે, બાહ્ય અને અભ્યંતર એકસરખો પ્રકાશિત
રહે છે, કદી ઘટતો નથી, તે સંસારના વિકારોથી ભિન્ન છે, તેમાં ચૈતન્યરસ એવો
_________________________________________________________________
अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहि–
र्महः परममस्तु नः सहजमुद्विलासं सदा।
चिदुच्छलननिर्भरं सकलकालमालम्बते
यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितं।। १४।।

Page 38 of 444
PDF/HTML Page 65 of 471
single page version

background image
૩૮ સમયસાર નાટક
ઠાંસોઠાંસ ભર્યો છે જેવી રીતે મીઠાની ગાંગડી ખારાશથી ભરપૂર હોય છે. આવો
પરિપૂર્ણ સ્વરૂપ, અત્યંત નિર્વિકાર, વિજ્ઞાનઘન આત્મા મોહના અત્યંત ક્ષયથી મને
પ્રગટ થાઓ. ૧પ.
સાધ્ય–સાધકનું સ્વરૂપ અથવા દ્રવ્ય અને ગુણ–પર્યાયોની અભેદ વિવક્ષા.
(કવિત્ત)
जंह ध्रुवधर्म कर्मछय लच्छन,
सिद्धि समाधि साधिपद सोई।
सुद्धपयोग जोग महिमंडित
साधक ताहि कहै सब कोई।।
यौं परतच्छ परोच्छ रूपसौं,
साधक साधि अवस्थादोई।
दुहुकौ एक ग्यान संचय करि,
सेवै सिववंछक थिरहोई।। १६।।
શબ્દાર્થઃ– ધ્રુવધર્મ=અવિનાશી સ્વભાવ. સાધ્ય=જે ઈષ્ટ, અબાધિત અને
અસિદ્ધ હોય. સુદ્ધપયોગ=વીતરાગ પરિણતિ. સિવવંછક=મોક્ષનો અભિલાષી.
થિર=સ્થિર.
અર્થઃ– સર્વ કર્મ-સમૂહથી રહિત અને અવિનાશી સ્વભાવ સહિત સિદ્ધપદ
સાધ્ય છે અને મન. વચન, કાયાના યોગોસહિત શુદ્ધોપયોગરૂપ અવસ્થા સાધક છે.
તેમાં એક પ્રત્યક્ષ અને એક પરોક્ષ છે; આ બન્ને અવસ્થાઓ એક જીવની છે, એમ
જે ગ્રહણ કરે છે તે જ મોક્ષનો અભિલાષી સ્થિર-ચિત્ત થાય છે.
ભાવાર્થઃ– સિદ્ધ અવસ્થા સાધ્ય છે અને અરહંત, સાધુ, શ્રાવક, સમ્યકત્વી
આદિ અવસ્થાઓ *સાધક છે; એમાં પ્રત્યક્ષ-પરોક્ષનો ભેદ છે. આ બધી અવસ્થાઓ
એક જીવની છે એમ જાણનાર જ સમ્યગ્દ્રષ્ટિ હોય છે. ૧૬.
_________________________________________________________________
*પૂર્વ અવસ્થા સાધક અને ઉત્તર અવસ્થા સાધ્ય હોય છે.
एष ज्ञानघनोनित्यमात्मा सिद्धिमभीप्सुभिः।
साध्य–साधकभावेन द्विधैकः समुपास्यताम्।। १५।।

Page 39 of 444
PDF/HTML Page 66 of 471
single page version

background image
જીવદ્વાર ૩૯
દ્રવ્ય અને ગુણ–પર્યાયોની ભેદ–વિવક્ષા.(કવિત્ત)
दरसन–ग्यान–चरन त्रिगुनातम,
समलरूप कह्यिे विवहार।
निहचै–द्रष्टि एकरस चेतन,
भेदरहित अविचल अविकार।
सम्यकदसा प्रमान उभै नय,
निर्मल समल एक हीबार।
यौं समकाल जीवकी परिनति,
कहैंजिनेंद गहै गनधार।। १७।।
શબ્દાર્થઃ– સમલ=અહીં સમલ શબ્દથી અસત્યાર્થ, અભૂતાર્થનું પ્રયોજન છે.
નિર્મલ=આ શબ્દથી અહીં સત્યાર્થ, ભૂતાર્થનું પ્રયોજન છે. ઉભૈ નય=બન્ને નય
(નિશ્ચયનય અને વ્યવહારનય). ગનધાર=ગણધર (સમવસરણના પ્રધાન આચાર્ય).
અર્થઃ– વ્યવહારનયથી આત્મા દર્શન, જ્ઞાન, ચારિત્ર-એ ત્રણ ગુણરૂપ છે; આ
વ્યવહારનય નિશ્ચયનયની અપેક્ષાએ અભૂતાર્થ છે, નિશ્ચયનયથી આત્મા એક
ચૈતન્યરસસંપન્ન, અભેદ, નિત્ય અને નિર્વિકાર છે. આ બન્ને નિશ્ચય અને
વ્યવહારનય સમ્યગ્દ્રષ્ટિને એક જ કાળમાં પ્રમાણ છે; એવી એક જ સમયમાં જીવની
નિર્મળ અને સમળ પરિણતિ જિનરાજે કહી છે અને ગણધર સ્વામીએ ધારણ કરી
છે. ૧૭.
વ્યવહારનયથી જીવનું સ્વરૂપ (દોહરા)
एकरूप आतम दरव, ग्यान चरन द्रग तीन।
भेदभाव परिनामसौं, विवहारै सु मलीन।। १८।।
_________________________________________________________________
दर्शनज्ञानचारित्रैस्त्रित्वादेकत्वतः स्वयम्।
मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः।। १६।।
दर्शनज्ञानचारित्रैस्त्रिभिः परिणतत्वतः।
एकोऽपि त्रिस्वभावत्वाद्व्यवहारेण मेचकः।। १७।।

Page 40 of 444
PDF/HTML Page 67 of 471
single page version

background image
૪૦ સમયસાર નાટક
અર્થઃ– આત્મદ્રવ્ય એકરૂપ છે, તેને દર્શન, જ્ઞાન, ચારિત્ર-ત્રણ ભેદરૂપ કહેવું તે
વ્યવહાર *નય છે-અસત્યાર્થ છે. ૧૮.
નિશ્ચયનયથી જીવનું સ્વરૂપ (દોહરા)
जदपि समल विवहारसौं, पर्ययं–सकति अनेक।
तदपि नियत–नय देखिये, सुद्ध
निरंजन एक।। १९।।
શબ્દાર્થઃ– નિયત=નિશ્ચય. નિરંજન=કર્મમળ રહિત.
અર્થઃ– જોકે વ્યવહારનયની અપેક્ષાએ આત્મા અનેક ગુણ અને પર્યાયવાળો
છે તો પણ
નિશ્ચયનયથી જોવામાં આવે તો એક, શુદ્ધ, નિરંજન જ છે. ૧૯.
શુદ્ધ નિશ્ચયનયથી જીવનું સ્વરૂપ(દોહરા)
एक देखिये जानिये, रमि रह्यिे इक ठौर।
समल विमल न विचारिये, यहै सिद्धि नहि और।। २०।।
શબ્દાર્થઃ– રમિ રહિયે=વિશ્રામ લેવો. ઈક ઠૌર=એક સ્થાન.
અર્થઃ– આત્માને એકરૂપ શ્રદ્ધવો અથવા એકરૂપ જ જાણવો જોઈએ તથા
એકમાં જ વિશ્રામ લેવો જોઈએ, નિર્મળ-સમળનો વિકલ્પ ન કરવો જોઈએ. એમાં
જ સર્વસિદ્ધિ છે, બીજો ઉપાય નથી.
ભાવાર્થઃ– આત્માને નિર્મળ-સમળના વિકલ્પ રહિત એકરૂપ શ્રદ્ધવો તે
સમ્યગ્દર્શન છે, એકરૂપ જાણવો તે સમ્યક્જ્ઞાન છે અને એકરૂપમાં જ સ્થિર થવું તે
સમ્યક્ચારિત્ર છે, એ જ મોક્ષનો ઉપાય છે. ૨૦.
_________________________________________________________________
*દોહરા - જે તે ભેદ વિકલ્પ હૈં, તે તે સબ વિવહાર;
નિરાબાધ નિરકલ્પ સો, નિશ્ચય નય નિરધાર.
परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः।
सर्वभावान्तरध्वंसिस्वभावत्वादमेचकः।। १८।।
आत्मनश्चिन्तयैवालं मेचकामेचकत्वयोः।
दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा।। १९।।

Page 41 of 444
PDF/HTML Page 68 of 471
single page version

background image
જીવદ્વાર ૪૧
શુદ્ધ અનુભવની પ્રશંસા (સવૈયા એકત્રીસા)
जाकै पद सोहत सुलच्छन अनंत ग्यान
विमल विकासवंत ज्योति लहलही है।
यद्यपि त्रिविधरूप विवहारमैं तथापि
एकता न तजै यौ नियत अंग कही है।।
सो है जीव कैसीहुं जुगतिकै सदीव ताके,
ध्यान करिबेकौं मेरी मनसा उनही है।
जाते अविचल रिद्धि होत और भांति सिद्धि,
नाहीं नाहीं नाहीं यामैं धोखो नाहीं सही है।। २१।।
શબ્દાર્થઃ– જુગતિ=યુક્તિ, મનસા=અભિલાષા. ઉનહી હૈ=તૈયાર થઈ છે.
અવિચલ રિદ્ધિ=મોક્ષ. ધોખો=સંદેહ.
અર્થઃ– આત્મા અનંત જ્ઞાનરૂપ લક્ષણથી લક્ષિત છે, તેના જ્ઞાનની નિર્મળ
પ્રકાશવાળી જ્યોતિ જગી રહી છે, જોકે તે વ્યવહારનયથી ત્રણરૂપે* છે તોપણ
નિશ્ચયનયથી એક જ રૂપ છે, તેનું કોઈ પણ યુક્તિથી સદા ધ્યાન કરવાને મારું ચિત્ત
ઉત્સાહી બન્યું છે, એનાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે અને કોઈ બીજો ઉપાય કાર્ય સિદ્ધ
થવાનો નથી! નથી!! નથી
*!!! એમાં કોઇ શંકા નથી, બિલકુલ સત્ય છે. ૨૧.
જ્ઞાતાની અવસ્થા (સવૈયા એકત્રીસા)
कै अपनौं पद आप संभारत,
कै गुरुके मुखकी सुनि बानी।
_________________________________________________________________
*દર્શન, જ્ઞાન, ચારિત્ર, *અહીં વારંવાર ‘નથી’ એમ કહીને કથનનું સમર્થન કર્યું છે.
कथमपि समुपात्तत्रित्वमप्येकतायाः अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम्।
सततमनुभवामोऽनन्तचैतन्यचिह्नं न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः।। २०।।

Page 42 of 444
PDF/HTML Page 69 of 471
single page version

background image
૪૨ સમયસાર નાટક
भेदविग्यान जग्यो जिन्हिकै,
प्रगटी सुविवेक–कला–रसधानी।।
भाव अनंत भए प्रतिबिंबित,
जीवन मोख दसा ठहरानी।
ते नर दर्पन ज्यौं अविकार,
रहैं थिररूप सदा सुखदानी।। २२।।
શબ્દાર્થઃ– રસધાની=શક્તિ.જીવને મોખ દશા=જાણે અહીં જ મોક્ષ પ્રાપ્ત કરી
ચુકયા.
અર્થઃ– પોતાની જાતે પોતાનું સ્વરૂપ સંભાળવાથી* અથવા શ્રીગુરુના
મુખારવિંદ દ્વારા ઉપદેશ સાંભળવાથી* જેમને ભેદજ્ઞાન જાગ્રત થયું છે અર્થાત્ સ્વપર
વિવેકની જ્ઞાનશક્તિ પ્રગટ થઈ છે, તે મહાત્માઓને જીવનમુક્ત અવસ્થા પ્રાપ્ત થઈ
જાય છે. તેમના નિર્મળ દર્પણ જેવા સ્વચ્છ આત્મામાં અનંત ભાવ ઝળકે છે પરંતુ
તેનાથી કાંઈ વિકાર થતો નથી. તેઓ સદા આનંદમાં મસ્ત રહે છે. ૨૨.
ભેદજ્ઞાનનો મહિમા (સવૈયા એકત્રીસા)
याही वर्तमानसमै भव्यनिकौ मिटौ मौह,
लग्यौ है अनादिकौ पग्यौ है कर्ममलसौं।
उदै करै भेदज्ञान महा रुचिकौ निधान,
उरकौ उजारौ भारौ न्यारौ दुंद–दलसौं।।
_________________________________________________________________
*આ નૈસર્ગિક સમ્યગ્દર્શન છે. *આ અધિગમજ સમ્યગ્દર્શન છે.
कथमपि हि लभन्ते भेदविज्ञानमूला – मचलितमनुभूतिं ये स्वतो वन्यतो वा।
प्रतिफलननिमग्नाऽनन्तभावस्वभावै – र्मुकुरवदविकारा संततं स्युस्त
एव।। २१।।
त्यजतु जगदिदानीं मोहमाजन्मलीढं
रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत्।
इह कथमपि नात्माऽनात्मना साकमेकः
किल कलयति काले क्वापि तादात्म्यवृत्तिम्।। २२।।

Page 43 of 444
PDF/HTML Page 70 of 471
single page version

background image
જીવદ્વાર ૪૩
जातैं थिर रहै अनुभौ विलास गहै फिरि,
कबहूं अपनपौ न कहै पुदगलसौं।
यहै करतूति यौं जुदाई करैं जगतसौं,
पावक ज्यौं भिन्न करै कंचन उपलसौं।। २३।।
શબ્દાર્થઃ– નિધાન=ખજાનો. દુંદ (દ્વંદ્વ)=સંશય. ઉપલ= પત્થર. મહારુચિ=દ્રઢ
શ્રદ્ધાન. જગત=જન્મ-મરણરૂપ સંસાર.
અર્થઃ– આ સમયે જ ભવ્ય જીવોનો અનાદિકાળથી લાગેલો અને કર્મમળથી
મળેલો મોહ નષ્ટ થઈ જાવ. એ નષ્ટ થઈ જવાથી હૃદયમાં મહાપ્રકાશ કરનાર,
સંશય-સમૂહને મટાડનાર, દ્રઢ શ્રદ્ધાનની રુચિ-સ્વરૂપ ભેદ-વિજ્ઞાન પ્રગટ થાય છે.
એનાથી સ્વરૂપમાં વિશ્રામ અને અનુભવનો આનંદ મળે છે તથા શરીરાદિ પુદ્ગલ
પદાર્થોમાં કદી અહંબુદ્ધિ રહેતી નથી. આ ક્રિયા તેમને સંસારથી એવી રીતે ભિન્ન કરી
નાખે છે જેમ અગ્નિ સુવર્ણને કિટ્ટિકા (પત્થર) થી ભિન્ન કરી દે છે. ૨૩.
પરમાર્થની શિક્ષા (સવૈયા એકત્રીસા)
बानारसी कहै भैया भव्य सुनो मेरी सीख,
कैहूं भांति कैसैंहूंके ऐसौ काजु कीजिए।
एकहू मुहूरत मिथ्यातकौ विधुंस होइ,
ग्यानकौं जगाइ अंस हंस खोजि लीजिए।
वाहिकौ विचार वाकौ ध्यान यहै कौतूहल,
यौंही भरि जनम परम रस पीजिए।
_________________________________________________________________
अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली स–
न्ननुभव भव मूर्त्तेः पार्श्ववर्ती मुहूर्त्तम्।
पृथगथ विलसंतं स्वं समालोक्य येन
त्यजसि झगिति मूर्त्त्या साकमेकत्वमोहं।। २३।।

Page 44 of 444
PDF/HTML Page 71 of 471
single page version

background image
૪૪ સમયસાર નાટક
तजि भव–वासकौ विलास सविकाररूप,
अंतकरि मौहकौ अनंतकाल जीजिए।। २४।।
શબ્દાર્થઃ– કૈહું ભાંતિ=કોઈ પણ ઉપાયથી. કૈસૈં હૂંકૈ=પોતે કોઈ પ્રકારનો
બનીને. હંસ=આત્મા. કૌતૂહલ=ક્રિડા. ભવ-વાસકૌ વિલાસ=જન્મ-મરણમાં ભટકવું.
અનંતકાળ જીજિએ=અમર થઈ જાવ અર્થાત્ સિદ્ધપદ પ્રાપ્ત કરો.
અર્થઃ– પં. બનારસીદાસજી કહે છે- હે ભાઈ ભવ્ય! મારો ઉપદેશ સાંભળો કે
કોઈ પણ ઉપાયથી અને કોઈ પણ પ્રકારનો બનીને એવું કામ કર જેથી માત્ર
અંતર્મુહૂર્તને
*માટે મિથ્યાત્વનો ઉદય ન રહે, જ્ઞાનનો અંશ જાગ્રત થાય,
આત્મસ્વરૂપની ઓળખાણ થાય. જિંદગીભર તેનો જ વિચાર, તેનું જ ધ્યાન, તેની જ
લીલામાં પરમરસનું પાન કરો અને રાગ-દ્વેષમય સંસારનું પરિભ્રમણ છોડીને તથા
મોહનો નાશ કરીને સિદ્ધપદ પ્રાપ્ત કરો. ૨૪.
તીર્થંકર ભગવાનના શરીરની સ્તુતિ (સવૈયા એકત્રીસા)
जाके देह–द्युतिसौं दसौं दिसा पवित्र भई,
जाके तेज आगैं सब तेजवंत रुके हैं।
जाकौ रुप निरखि थकित महा रूपवंत,
जाकी वपु–वाससौं सुवास और लुके हैं।।
जाकी दिव्यधुनि सुनि श्रवणकौं सुख होत,
जाके तन लच्छन अनेक आइ ढुके हैं।
_________________________________________________________________
* બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટમાં એક સમય ઓછો.
कान्त्यैव स्नपयन्ति ये दशदिशो धाम्ना निरुधन्ति ये
धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रुपेण च।
दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरन्तोऽमृतम्
वन्द्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः।। २४।।

Page 45 of 444
PDF/HTML Page 72 of 471
single page version

background image
જીવદ્વાર ૪પ
तेई जिनराज जाके कहे विवहार गुन,
निहचै निरखि सुद्ध चेतनसौं चुके हैं।। २५।।
શબ્દાર્થઃ– વપુ-વાસસૌં=શરીરની ગંધથી. લુકે=છુપાઈ ગયા. ઢુકે=પ્રવેશ કર્યો.
ચુકે=જુદા.
અર્થઃ– જેમના શરીરની આભા (તેજ) થી દશે દિશાઓ પવિત્ર થાય છે,
જેના તેજ આગળ બધા તેજવાળાઓલજ્જિત થાય છે, જેમનું રૂપ જોઈને
મહારૂપવાન હાર માને છે. જેમના શરીરની સુગંધ પાસે બધી સુગંધ છુપાઈ જાય
છે, જેમની દિવ્યવાણી સાંભળવાથી કાનોને સુખ થાય છે, જેમના શરીરમાં અનેક
શુભ લક્ષણો
આવી વસ્યાં છે; એવા તીર્થંકર ભગવાન છે. તેમના આ ગુણો
વ્યવહારનયથી કહ્યા છે, નિશ્ચયનયથી જુઓ તો શુદ્ધ આત્માના ગુણોથી આ દેહાશ્રિત
ગુણો ભિન્ન છે. ૨પ.
जामैं वालपनौ तरुनापौ वुद्धपनौ नाहिं,
आयु–परजंत महारूप महाबलहै।
बिना ही जतन जाके तनमैं अनेक गुन,
अतिसै–विराजमान काया निर्मलहै।।
जैसैं बिनु पवन समुद्र अविचलरूप,
तैसैं जाकौं मन अरु आसन अचलहै।
ऐसौ जिनराज जयवंत होउ जगतमैं,
जाकी सुभगति महा सुकृतकौ फल है।। २६।।
શબ્દાર્થઃ– તરુનાપૌ=યુવાની. કાયા=શરીર. અવિચળ=સ્થિર.
સુભગતિ=શુભભક્તિ.
_________________________________________________________________
૧. સૂર્ય, ચંદ્રમા વગેરે. ૨. ઈન્દ્ર, કામદેવ વગેરે ૩. મંદાર, સુપારિજાત વગેરે ફૂલોની. ૪ કમળ, ચક્ર,
ધ્વજા, કલ્પવૃક્ષ, સિંહાસન, સમુદ્ર આદિ ૧૦૦૮ લક્ષણ.
नित्यमविकारसुस्थितसर्वांगमपूर्वसहजलावण्यं।
अक्षोभमिव समुद्रं जिनेन्द्ररूपं परं
जयति।। २६।।

Page 46 of 444
PDF/HTML Page 73 of 471
single page version

background image
૪૬ સમયસાર નાટક
અર્થઃ– જેમને બાળ, તરુણ અને વૃદ્ધપણું* નથી, જેમને જીવનભર અત્યંત
સુંદર રૂપ અને અતુલ બળ રહે છે, જેમના શરીરમાં સ્વતઃ સ્વભાવથી જ અનેક
ગુણો અને અતિશયો
* બિરાજે છે તથા શરીર અત્યંત ઉજ્જવળ છે, જેમનું મન
અને આસન પવનની લહેરોથી રહિત સમુદ્ર સમાન સ્થિર છે, તે તીર્થંકર ભગવાન
સંસારમાં જયવંત હો, જેમની શુભભક્તિ ઘણા મોટા પુણ્યના ઉદયે પ્રાપ્ત થાય છે.
૨૬.
જિનરાજનું યથાર્થ સ્વરૂપ (દોહરા)
जिनपद नांहि शरीरकौ, जिनपद चेतनमाँहि।
जिनवर्नन कछु और है, यह जिनवर्नन नांहि।। २७।।
શબ્દાર્થઃ– ઔર=બીજું. જિન=જિતે તે જિન અર્થાત્ જેમણે કામ-ક્રોધાદિ
શત્રુઓને જીત્યા છે.
અર્થઃ– આ(ઉપર કહેલું) જિન-વર્ણન નથી, જિન-વર્ણન એનાથી ભિન્ન છે;
કારણ કે જિનપદ શરીરમાં નથી, ચેતનાર ચેતનમાં છે. ૨૭.
પુદ્ગલ અને ચૈતન્યના ભિન્ન સ્વભાવ ઉપર દ્રષ્ટાંત (સવૈયા એકત્રીસા)
ऊंचे ऊंचे गढ़के कंगूरे यौं विराजत हैं,
मानौं नभलोक गीलिवेकौं दांत दीयौ है।
सोहै चहूँओर उपवनकी सघनताई,
घेरा करि मानौ भूमिलोक घेरि लीयौ है।।
गहिरी गंभीर खाई ताकी उपमा बनाई,
नीचौ करि आनन पताल जल पीयौ है।
_________________________________________________________________
* ૧. બાળકની પેઠે અજ્ઞાનપણું, યુવાનની પેઠે મદાન્ધપણું અને વૃદ્ધની પેઠે દેહનું જીર્ણપણું હોતું નથી.
* ચોત્રીસ અતિશય.
પરસેવો, નાક, કાન, આદિ મળરહિત છે.
प्राकारकवलितांबरमुपवनराजीनिगीर्णभूमितलं।
पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालं।। २५।।

Page 47 of 444
PDF/HTML Page 74 of 471
single page version

background image
જીવદ્વાર ૪૭
ऐसो है नगर यामैं नृपकौ न अंग कोऊ,
यौंही चिदानंदसौं सरीर भिन्न कीयौ है।। २८।।
શબ્દાર્થઃ– ગઢ=કિલ્લો. નભલોક=સ્વર્ગ. આનન=મોઢું.
અર્થઃ– જે નગરમાં મોટા મોટા ઊંચા કિલ્લા છે, જેના કાંગરા એવા શોભે છે
જાણે કે સ્વર્ગને ગળી જવાને માટે દાંત જ ફેલાવ્યા છે, તે નગરની ચારે તરફ સઘન
બગીચા એવા શોભી રહ્યા છે જાણે મધ્યલોકને જ ઘેરી લીધો છે અને તે નગરની
એવી મોટી ઊંડી ખાઈઓ છે કે જાણે તેમણે નીચું મુખ કરીને પાતાળ લોકનું જળ
પી લીધું છે, પરંતુ તે નગરથી રાજા ભિન્ન જ છે તેવી જ રીતે શરીરથી આત્મા
ભિન્ન છે.
ભાવાર્થઃ– આત્માને શરીરથી સર્વથા ભિન્ન ગણવો જોઈએ. શરીરના કથનને
આત્માનું કથન ન સમજવું.
તીર્થંકરના નિશ્ચય સ્વરૂપની સ્તુતિ (સવૈયા એકત્રીસા)
जामैं लोकालोकके सुभाव प्रतिभासे सब,
जगी ग्यान सकति विमल जैसी आरसी।
दर्सन उद्योत लोयौ अंतराय अंत कीयौ,
गयौ महा मोह भयौ परम महारसी।।
संन्यासी सहज जोगी जोगसौं उदासी जामैं,
प्रकृति पचासी लगि रही जरि छारसी।
सोहै घट मंदिरमैं चेतन प्रगटरूप,
ऐसौ जिनराज ताहि बंदत बनारसी।। २९।।
શબ્દાર્થઃ– પ્રતિભાસે=પ્રતિબિંબિત થાય છે. દર્શન=અહીં કેવળદર્શનનું
પ્રયોજન છે. છારસી=રાખ સમાન.
અર્થઃ– જેમને એવું જ્ઞાન જાગ્રત થયું છે કે જેમાં દર્પણની પેઠે લોકાલોકના
ભાવ પ્રતિબિંબિત થાય છે, જેમને કેવળદર્શન પ્રગટ થયું છે, જેમને અંતરાય કર્મ
નાશ પામ્યું છે, જેમને મહામોહકર્મનો નાશ થવાથી પરમ સાધુ અથવા મહા

Page 48 of 444
PDF/HTML Page 75 of 471
single page version

background image
૪૮ સમયસાર નાટક
સંન્યાસી અવસ્થા પ્રાપ્ત થઈ છે, જેમણે સ્વાભાવિક યોગો ધારણ કર્યો છે તોપણ જે
યોગોથી વિરક્ત છે, જેમને માત્ર પંચાસી
* પ્રકૃતિઓ બળી ગયેલી સીંદરીની રાખની
પેઠે લાગેલી છે; એવા તીર્થંકરદેવ દેહરૂપ દેવાલયમાં સ્પષ્ટ ચૈતન્યમૂર્તિ શોભાયમાન
થાય છે, તેમને પં. બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૨૯.
નિશ્ચય અને વ્યવહારનયની અપેક્ષાએ શરીર અને જિનવરનો ભેદ (કવિત્ત)
तन चेतन विवहार एकसे,
निहचै भिन्न भिन्न हैं दोइ।
तनकी थुति विवहार जीवथुति,
नियतद्रष्टि मिथ्या थुति सोइ।।
_________________________________________________________________
* ૧- અશાતા વેદનીય ૨-દેવગતિ. પાંચ શરીર-૩-ઔદારિક ૪-વૈક્રિયક પ-આહારક ૬-તૈજસ ૭-
કાર્માણ. પાંચ બંધન-૮-ઔદારિક ૯વૈક્રિયક ૧૦-આહારક ૧૧-તૈજસ ૧૨-કાર્માણ. પાંચ સંઘાત-૧૩
ઔદારિક ૧૪-વૈક્રિયક ૧પ-આહારક ૧૬-તૈજસ ૧૭-કાર્માણ. છ સંસ્થાન-૧૮-સમચતુરસ્ર સંસ્થાન
૧૯-ન્યગ્રોધપરિમંડલ ૨૦-સ્વાતિક ૨૧-બાવન ૨૨-કુબ્જક ૨૩-હુંડક. ત્રણ અંગોપાંગ-૨૪ ઔદારિક
૨પ-વૈક્રિયક ૨૬-આહારક. છ સંહનન-૨૭-વજ્રર્ષભનારાચ ૨૮-વજ્રનારાચ ૨૯-નારાચ ૩૦-
અર્ધનારાચ ૩૧-કીલક ૩૨-સ્ફાટિક. પાંચ વર્ણ-૩૩-કાળો ૩૪-લીલો ૩પ-પીળો ૩૬-સફેદ ૩૭-
લાલ. બે ગંધ-૩૮-સુગંધ ૩૯-દુર્ગંધ. પાંચ રસ. ૪૦-તીખો ૪૧-ખાટો ૪૨-કડવો ૪૩-મીઠો ૪૪-
કષાયલો. આઠ સ્પર્શ ૪પ-કોમળ ૪૬-કઠોર ૪૭-ઠંડો ૪૮-ગરમ ૪૯-હલકો પ૦-ભારે પ૧-સ્નિગ્ધ
પર -રુક્ષ પ૩-દેવગતિ પ્રાયોગ્યાનુપૂર્વ પ૪-અગુરુલઘુ પપ-ઉપઘાત પ૬-પરઘાત પ૭-ઉચ્છ્વાસ પ૮-
પ્રશસ્ત વિહાયોગતિ પ૯-અપ્રશસ્ત વિહાયોગતિ ૬૦-અપર્યાપ્તક ૬૧-પ્રત્યેક શરીર ૬૨-સ્થિર ૬૩-
અસ્થિર ૬૪-શુભ ૬પ-અશુભ ૬૬-દુર્ભગ ૬૭-સુસ્વર ૬૮-દુસ્વર ૬૯-અનાદેય ૭૦-અયશઃકીર્તિ
૭૧-નિર્માણ ૭૨-નીચ ગોત્ર ૭૩-શાતા વેદનીય ૭૪-મનુષ્ય ગતિ ૭પ-મનુષ્યાયુ ૭૬-પંચેન્દ્રિય
જાતિ ૭૭-મનુષ્યગતિ પ્રાયોગ્યાનુપૂર્વ ૭૮-ત્રસ ૭૯-બાદર ૮૦-પર્યાપ્તક ૮૧-સુભગ ૮૨-આદેય ૮૩-
યશઃકીર્તિ ૮૪-તીર્થંકર ૮પ-ઉચ્ચ ગોત્ર.
एकत्वं व्यवहारतो न तु पुनः कायात्मनोर्निश्चया–
न्नुः स्तोत्रं व्यवहारतोऽस्ति वपुषः स्तुत्या न तत्तत्वतः।
स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्येव सैवं भवे–
न्नातस्तीर्थंकरस्तवोत्तरबलादेकत्वमात्माङ्गयोः।। २७।।

Page 49 of 444
PDF/HTML Page 76 of 471
single page version

background image
જીવદ્વાર ૪૯
जिन सो जीव जीव सो जिनवर,
तन जिन एक न मानैकोइ।
ता कारन तनकी संस्तुतिसौं,
जिनवरकी संस्तुति नहि होइ।। ३०।।
અર્થઃ– વ્યવહારનયમાં શરીર અને આત્માની એકતા છે, પરંતુ નિશ્ચયનયમાં
બન્ને જુદા-જુદા છે. વ્યવહારનયમાં શરીરની સ્તુતિને જીવની સ્તુતિ ગણવામાં આવે
છે પરંતુ નિશ્ચયનયની દ્રષ્ટિથી તે સ્તુતિ મિથ્યા છે. નિશ્ચયનયમાં જે જિનરાજ છે તે
જ જીવ છે અને જે જીવ છે તે જ જિનરાજ છે. આ નય શરીર અને આત્માને એક
નથી માનતો એ કારણે નિશ્ચયનયથી શરીરની સ્તુતિ તે જિનરાજની સ્તુતિ થઈ
શકતી નથી.
વસ્તુસ્વરૂપની પ્રાપ્તિમાં ગુપ્ત લક્ષ્મીનું દ્રષ્ટાંત(સવૈયા એકત્રીસા)
ज्यौं चिरकाल गड़ी वसुधामहि,
भूरि महानिधि अंतर गूझी।
कोउ उखारि धरै महि ऊपरि,
जे द्रगवंत तिन्हैं सब सूझी।।
त्यौं यह आतमकी अनुभूति;
पडी जड़भाउ अनादि अरुझी।
नै जुगतागम साधि कही गुरु,
लच्छन–वेदि विचच्छन बूझी।। ३१।।
શબ્દાર્થઃ– ભૂરિ=પાણી. ગૂઝી=છુપાયેલી. મહિ=પૃથ્વી. અરૂઝી=ગુંચવાયેલી.
વિચચ્છન (વિચક્ષણ)=ચતુર. લચ્છનવેદિ=લક્ષણોના જાણનાર. બૂઝી=સમજયા.
_________________________________________________________________
इति परिचिततत्त्वैरात्मकायैकतायां
नयविभजनयुक्त्यात्यन्तमुच्छादितायाम्।
अवतरति न बोधो बोधमेवाद्य कस्य
स्वरसरभसकुष्टः प्रस्फुटन्नेक एव।। २८।।

Page 50 of 444
PDF/HTML Page 77 of 471
single page version

background image
પ૦ સમયસાર નાટક
અર્થઃ– જેવી રીતે ઘણા સમયથી પૃથ્વીની અંદર દટાયેલ ઘણા ધનને ખોદીને
કોઈ બહાર મૂકી દે તો દ્રષ્ટિવાળાઓને તે બધું દેખાવા લાગે છે, તેવી જ રીતે
અનાદિ કાળથી અજ્ઞાનભાવમાં દબાયેલ આત્મજ્ઞાનની સંપત્તિને શ્રીગુરુએ નય,
યુક્તિ અને આગમથી સિદ્ધ કરીને સમજાવી છે, તેને વિદ્વાનો લક્ષણ વડે ઓળખીને
ગ્રહણ કરે છે.
વિશેષઃ– આ છંદમાં ‘દ્રગવંત’ પદ આપ્યું છે, તે જેવી રીતે બહાર કાઢેલું
ધન પણ આંખોવાળાને જ દેખાય છે- આંધળાઓને નથી દેખાતું તેવી જ રીતે
શ્રીગુરુ દ્વારા બતાવવામાં આવેલું તત્ત્વજ્ઞાન અંતર્દ્રષ્ટિ ભવ્યોને પ્રાપ્ત થાય છે, દીર્ધ
સંસારી અને અભવ્યોની બુદ્ધિમાં નથી આવતું. ૩૧.
ભેદવિજ્ઞાનની પ્રાપ્તિમાં ધોબીના વસ્ત્રનુ દ્રષ્ટાંત (સવૈયા એકત્રીસા)
जैसैं कोऊ जन गयौ धोबीके सदन तिन,
पर्हियौ परायौ वस्त्र मेरौ मानि रह्यौ है।
धनी देखि कह्यौ भैया यह तौ हमारौ वस्त्र,
चीन्हैं पहिचानत ही त्यागभाव लह्यौहै।।
तैसैंही अनादि पुदगलसौं संजोगी जीव,
संगके ममत्वसौं विभाव तामैं बह्यौ है।
भेदज्ञान भयौ जब आपौ पर जान्यौ तब
न्यारौ परभावसौं स्वभावनिजगह्यौ है।। ३२।।
શબ્દાર્થઃ– સદન=ઘર. વિભાવ=પર વસ્તુના સંયોગથી જે વિકાર થાય તે.
અર્થઃ– જેમ કોઈ મનુષ્ય ધોબીના ધેર જાય અને બીજાનું કપડું પહેરીને
પોતાનું માનવા લાગે, પરંતુ તે વસ્ત્રનો માલિક જોઈનેકહે કે આ તો મારું કપડું છે,
તો
_________________________________________________________________
अवतरति न यावद्वत्तिमत्यन्तवेगा
दनवमपरभावत्यागद्रष्टान्त्तद्रष्टिः।
झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता
स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव।। २९।।

Page 51 of 444
PDF/HTML Page 78 of 471
single page version

background image
જીવદ્વાર પ૧
તે મનુષ્ય પોતાના વસ્ત્રનું ચિહ્ન જોઈને ત્યાગબુદ્ધિ કરે છે; તેવી જ રીતે આ
કર્મસંયોગી જીવ પરિગ્રહના મમત્વથી વિભાવમાં રહે છે અર્થાત્ શરીર આદિને
પોતાનું માને છે પરંતુ ભેદવિજ્ઞાન થતાં જ્યારે સ્વ-પરનો વિવેક થઈ જાય છે તો
રાગાદિ ભાવોથી ભિન્ન પોતાના નિજ-સ્વભાવનું ગ્રહણ કરે છે. ૩૨.
નિજાત્માનું સત્ય સ્વરૂપ (અડિલ્લ છંદ)
कहै विचच्छन पुरुष सदा मैं एक हौं।
अपने रससौं र्भयौ आपनी टेक हौं।।
मोहकर्म मम नांहि नांहि भ्रमकूप है।
सुद्ध चेतना सिंधु हमारौ रूप है।। ३३।।
શબ્દાર્થઃ– ટેક=આધાર. મમ=મારું. સિંધુ=સમુદ્ર.
અર્થઃ– જ્ઞાની પુરુષ એવો વિચાર કરે છે કે હું સદૈવ એકલો છું, પોતાના
જ્ઞાન-દર્શન રસથી ભરપૂર પોતાના જ આધારે છું, ભ્રમજાળનો કૂપ મોહકર્મ મારું
સ્વરૂપ નથી! નથી
* ! ! મારું સ્વરૂપ તો શુદ્ધ ચૈતન્યસિંધુ છે. ૩૩.
તત્ત્વજ્ઞાન થતાં જીવની અવસ્થાનું વર્ણન (સવૈયા એકત્રીસા)
तत्त्वकी प्रतीतिसौं लख्यौ है निजपरगुन,
द्रग ज्ञानचरन त्रिविधि परिनयौ है।
विसद विवेक आयौ आछौ विसराम पायौ,
आपुहीमैं आपनौ सहारौ सोधि लयौ है।।
कहत बनारसी गहत पुरुषारथकौं,
सहज सुभावसौं विभाव मिटि गयौ है।
_________________________________________________________________
*અહીં બે વાર ‘નથી’ કહીને વિષયનું સમર્થન કર્યું છે.
सर्वतः स्वरसनिर्भरभावं चेतये स्वयमहं स्वमिहैकम्।
नास्ति नास्ति मम कश्चन मोहः शुद्धचिद्घनमहोनिधिरस्मि।। ३०।।
इति सति सह सर्वैरन्यभावैर्विवेक स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम्
प्रकटितपरमार्थैर्दर्शनज्ञानवृत्तैः कृतपरिणतिरात्माराम एव
प्रवृत्तः।। ३१।।

Page 52 of 444
PDF/HTML Page 79 of 471
single page version

background image
પ૨ સમયસાર નાટક
पन्नाके पकायें जैसैं कंचन विमल होत,
तैसैं सुद्ध चेतन प्रकाशरूप भयो है।। ३४।।
શબ્દાર્થઃ– પ્રતીતિ=શ્રદ્ધાન. વિશદ=નિર્મળ. વિસરામ (વિશ્રામ)= ચેન.
સોધિ= ગોતીને. પન્નાકે પકાયેં જૈસૈં કંચન વિમલ હોત=અશુદ્ધ સોનાના નાના
નાના ટુકડા કરીને કાગળ જેવા પાતળા બનાવે છે તેને પન્ના કહે છે તે પન્નાઓને
મીઠું, તેલ, વગેરેના રસાયણથી અગ્નિમાં પકવે છે તેથી સોનું અત્યંત શુદ્ધ થઈ જાય
છે. આ રીતે શુદ્ધ કરેલું સોનું નેશનલ, પાટલો વગેરે કરતાં ઘણી ઊંચી જાતનું હોય
છે.
અર્થઃ– તત્ત્વશ્રદ્ધાન થતાં સ્વ-પર ગુણની ઓળખાણ થઈ જેથી પોતાના નિજ
ગુણ સમ્યગ્દર્શન,જ્ઞાન ચારિત્રમાં પરિણમન કર્યું છે, નિર્મળ ભેદ-વિજ્ઞાન થવાથી
ઉત્તમ વિશ્રામ મળ્‌યો અને પોતાના સ્વરૂપમાં જ પોતાનો સહાયક ગોતી લીધો. પં.
બનારસીદાસજી કહે છે કે આ પ્રયત્નથી પોતાની મેળે જ વિભાવ પરિણમન નષ્ટ
થઈ ગયું અને શુદ્ધ આત્મા એવો પ્રકાશિત થયો જેમ રસાયણમાં સોનાના પત્તા
પકાવવાથી તે ઉજ્જવળ થઈ જાય છે. ૩૪.
વસ્તુસ્વભાવની પ્રાપ્તિમાં નટીનું દ્રષ્ટાંત(સવૈયા એકત્રીસા)
जैसैं कोऊ पातुर बनाय वस्त्र आभरन,
आवति अखारे निसि आडौ पट करिकैं।
दुहूँओर दीवटि संवारि पट दूरि कीजै,
सकल सभाके लोग देखैंद्रष्टि धरिकैं।।
तैसैं ग्यान सागर मिथ्याति ग्रंथि भेदि करि,
उमग्यौ प्रगट रह्यौ तिहूँ लोक भरिकैं।
ऐसौ उपदेस सुनि चाहिए जगत जीव,
सुद्धता संभारै जग जालसौं निसरिकैं।। ३५।।
_________________________________________________________________
मज्जन्तु निर्भरममी सममेव लोका
आलोकमुच्छलति शान्तरसे समस्ताः।
आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण
प्रोन्मग्न एष भगवानवबोधसिन्धुः।। ३२।।

Page 53 of 444
PDF/HTML Page 80 of 471
single page version

background image
જીવદ્વાર પ૩
શબ્દાર્થઃ– પાતુર(પાત્રા)=નટી, નાચનારી. અખારે=નાટયશાળામાં.
નિશિ=રાત્રિ. પટ=વસ્ત્ર, પડદો. ગ્રંથિ=ગાંઠ. નિસરિકૈં=નીકળીને.
અર્થઃ– જેમ નટી રાત્રે વસ્ત્રાભૂષણોથી સજ્જ થઈને નાટયશાળામાં પડદાની
પાછળ આવીને ઊભી રહે છે તો કોઈને દેખાતી નથી, પરંતુ જ્યારે બન્ને તરફના
દીવા ઠીક કરીને પડદો ખસેડી લેવામાં આવે છે તો સભાના બધા માણસોને
સ્પષ્ટપણે દેખાય છે, તેવી જ રીતે જ્ઞાનનો સમુદ્ર આત્મા જે મિથ્યાત્વના પડદામાં
ઢંકાઈ રહ્યો હતો તે પ્રગટ થયો જે ત્રણલોકનો જ્ઞાયક થશે. શ્રીગુરુ કહે છે કે હે
જગતના જીવો! આવો ઉપદેશ સાંભળીને તમારે જગતની જાળમાંથી નીકળીને
પોતાની શુદ્ધતાની સંભાળ કરવી. ૩પ.
એ પ્રમાણે રંગભૂમિકા પૂર્ણ થઈ. ૧.
પ્રથમ અધિકારનો સાર
આત્મપદાર્થ શુદ્ધ, બુદ્ધ, નિર્વિકલ્પ, દેહાતીત, ચિચ્ચમત્કાર, વિજ્ઞાનઘન,
આનંદકંદ, પરમદેવ સિદ્ધસમાન છે. જેવો તે અનાદિ છે તેવો અનંત પણ છે અર્થાત્
ન તે ઉત્પન્ન થયો છે અને ન કદી નષ્ટ પણ થશે. જોકે તે પોતાના સ્વરૂપથી સ્વચ્છ
છે પરંતુ સંસારી દશામાં જ્યારથી તે છે ત્યારથી અર્થાત્ અનાદિકાળથી શરીરથી
સંબદ્ધ છે અને કર્મકાલિમાથી મલિન છે. જેમ સોનું ખાણની અંદર કાદવ સહિત રહે
છે પણ ભઠ્ઠીમાં તપાવવાથી શુદ્ધ સોનું જુદું થઈ જાય છે અને કાલિમા જુદી થઈ
જાય છે તેવી જ રીતે સમ્યક્તપ-મુખ્યપણે શુકલધ્યાનની અગ્નિ દ્વારા જીવાત્મા શુદ્ધ
થઈ જાય છે અને કર્મકાલિમા જુદી થઈ જાય છે. જેવી રીતે ઝવેરી કાદવવાળા
સોનાને ઓળખીને સોનાની કિંમત દે-લે છે તેવી જ રીતે જ્ઞાનીઓ અનિત્ય અને
મળથી ભરેલા શરીરમાં પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદમય પરમાત્માનો અનુભવ કરે
છે.
જ્યારે કપડા ઉપર મેલ જામી જાય છે ત્યારે મલિન કહેવાય છે, લોકો તેેનાથી
ગ્લાનિ કરે છે અને નિરુપયોગી બતાવે છે, પરંતુ વિવેક દ્રષ્ટિથી વિચારવામાં આવે
તો કપડું પોતાના સ્વરૂપથી સ્વચ્છ છે, સાબુ-પાણીનું નિમિત્ત જોઈએ. બસ!
મેલસહિત વસ્ત્રની જેમ કર્દમસહિત આત્માને મલિન કહેવો એ વ્યવહારનયનો વિષય
છે અને મેલથી જુદા સ્વચ્છ વસ્ત્રની જેમ આત્માને કર્મકાલિમાથી જુદો જ ગણવો તે
નિશ્ચયનયનો વિષય છે. અભિપ્રાય