Natak Samaysar (Gujarati). Punya Pap Ekatva Dvar; Gatha: 1-16 (Punya Pap Ekatva Dvar),3 (Asrav Adhikar),6 (Asrav Adhikar),7 (Asrav Adhikar); Chotha adhikaarno saar; Asrav Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 24

 

Page 94 of 444
PDF/HTML Page 121 of 471
single page version

background image
૯૪ સમયસાર નાટક
કાર્માણવર્ગણાઓ ભરેલી છે, આ કાર્માણવર્ગણાઓમાં એવી શક્તિ છે કે આત્માના
રાગ-દ્વેષનું નિમિત્ત પામીને તે કર્મરૂપ થઈ જાય છે. તેથી સ્પષ્ટ છે કે જ્ઞાનાવરણીય
આદિ કર્મ પુદ્ગલ રૂપ છે, અચેતન છે, પુદ્ગલ જ એનો કર્તા છે-આત્મા નહિ, હા,
રાગ-દ્વેષ-મોહ આત્માના વિકાર છે. એ આત્મા-જનિત છે અથવા પુદ્ગલ-જનિત છે
એનું બૃહદ્ દ્રવ્યસંગ્રહમાં ઘણું સારું સમાધાન કર્યું છે, તે આ રીતે છે કે -જેમ
સંતાનને ન તો એકલી માતાથી જ ઉત્પન્ન કરી શકીએ અને ન એકલા પિતાથી
ઉત્પન્ન કરી શકીએ, પરંતુ બન્નેના સંયોગથી સંતાનની ઉત્પત્તિ છે, તેવી જ રીતે
રાગ-દ્વેષ-મોહ ન તો એકલો આત્મા ઉપજાવે છે અને ન એકલું પુદ્ગલ પણ
ઉપજાવે છે. જીવ અને પુદ્ગલ બન્નેના સંયોગથી રાગ-દ્વેષ-મોહ ભાવકર્મની ઉત્પત્તિ
છે. જો એકલા પુદ્ગલથી રાગ-દ્વેષ ઉત્પન્ન થાય તો કલમ, કાગળ, ઈંટ, પથ્થર
આદિમાં પણ રાગ-દ્વેષ-મોહ હોત, જો એકલા આત્માથી ઉત્પન્ન થાય તો સિદ્ધ
આત્મામાં પણ રાગ-દ્વેષ હોત. વિશેષ લખવાથી શું ? રાગ-દ્વેષ-મોહ પુદ્ગલ અને
આત્મા બન્નેના સંયોગથી છે, જીવ-પુદ્ગલ પરસ્પર એકબીજાને માટે નિમિત્ત-
નૈમિત્તિક છે, પરંતુ આ ગ્રંથ નિશ્ચયનયનો છે તેથી અહીં રાગ-દ્વેષ-મોહને પુદ્ગલ-
જનિત બતાવ્યા છે. એ આત્માનું નિજસ્વરૂપ નથી. એવી જ રીતે શુભાશુભ ક્રિયા
પૌદ્ગલિક કર્મોના ઉદયથી જીવમાં થાય છે, તેથી ક્રિયા પણ પુદ્ગલ-જનિત છે.
સારાંશ એ કે શુભાશુભ કર્મ અથવા શુભાશુભ ક્રિયાને આત્માનાં માનવાં અને તે
બન્નેનો કર્તા જીવને ઠરાવવો એ અજ્ઞાન છે. આત્મા તો પોતાના ચિદ્ભાવ કર્મ અને
ચૈતન્ય ક્રિયાનો કર્તા છે અને પુદ્ગલ કર્મોનો કર્તા પુદ્ગલ જ છે. મિથ્યાત્વના
ઉદયથી જીવ શાતા-અશાતા આદિ કર્મ અને દયા, દાન, પૂજા અથવા વિષય-કષાયાદિ
શુભાશુભ ક્રિયામાં અહંબુદ્ધિ કરે છે કે મારાં કર્મ છે, મારી ક્રિયા છે, આ મિથ્યાભાવ
છે, બંધનું કારણ છે, બંધ-પરંપરાને વધારે છે અને શુભાશુભ ક્રિયામાં અહંબુદ્ધિ ન
કરવી અર્થાત્ પોતાની ન માનવી અને તેમાં તન્મય ન થવું-એ સમ્યક્સ્વભાવ છે-
નિર્જરાનું કારણ છે.

Page 95 of 444
PDF/HTML Page 122 of 471
single page version

background image

પુણ્ય–પાપ એકત્વ દ્વાર
(૪)
પ્રતિજ્ઞા (દોહરા)
करता किरिया करमकौ, प्रगट बखान्यौ मूल।
अब बरनौं अधिकार यह, पाप पुन्न समतूल।। १।।
શબ્દાર્થઃ– પ્રગટ=સ્પષ્ટ. બખાન્યૌ=વર્ણન કર્યું. બરનૌં=કહું છું.
સમતૂલ=સમાનતા.
અર્થઃ– કર્તા, ક્રિયા અને કર્મનું સ્પષ્ટપણે રહસ્ય વર્ણવ્યું. હવે પાપ-પુણ્યની
સમાનતાનો અધિકાર કહું છું. ૧.
મંગળાચરણ (કવિતા માત્રિક)
जाके उदै होत घट–अंतर,
बिनसै मोह–महातम–रोक।
सुभ अरु असुभ करमकी दुविधा,
मिटै सहज दीसै इक थोक।।
जाकी कला होत संपूरन,
प्रतिभासै सब लोक अलोक।
सो प्रबोध–ससि निरखि बनारसि,
सीस नवाइ देत पग धोक।। २।।
શબ્દાર્થઃ– મોહ-મહાતમ=મોહરૂપી ઘોર અંધકાર. દુવિધા=ભેદ. ઈક થોક=એક
જ. પ્રબોધ-સસિ=કેવળજ્ઞાનરૂપ ચંદ્રમાં. પગ ધોક=ચરણ વંદન
અર્થઃ– જેનો ઉદય થતાં હૃદયમાંથી મોહરૂપી મહા અંધકાર નષ્ટ થઈ જાય
_________________________________________________________________
तदथ कर्म शुभाशुभभेदतो द्वितयतां गतमैक्यमुपानयन्।
ग्लपितनिर्भरमोहरजा
अयं स्वयमुदेत्यवबोधसुधाप्लवः।। १।।

Page 96 of 444
PDF/HTML Page 123 of 471
single page version

background image
૯૬ સમયસાર નાટક
છે અને શુભકર્મ સારું છે અથવા અશુભકર્મ ખરાબ છે, એ ભેદ મટીને બન્ને
એકસરખા ભાસવા લાગે છે, જેની પૂર્ણ કળાના પ્રકાશમાં લોક-અલોક બધું ઝળકવા
લાગે છે, તે કેવળજ્ઞાનરૂપ ચંદ્રમાનું અવલોકન કરીને પં. બનારસીદાસજી મસ્તક
નમાવીને વંદન કરે છે. ૨.
પુણ્ય–પાપની સમાનતા (સવૈયા એકત્રીસા)
जैसैं काहू चंडाली जुगल पुत्र जनें तिनि,
एक दीयौबांभनकै एक घर राख्यौ है।
बांभन कहायौ तिनि मद्य मांस त्याग कीनौ,
चंडाल कहायौ तिनि मद्य मांस चाख्यौ है।।
तैसैं एक वेदनी करमके जुगल पुत्र,
एक पाप एक पुन्न नाम भिन्न भाख्यौ है।
दुहूं मांहि दौरधूप दोऊ कर्मबंधरूप,
यातैं ग्यानवंतनहि कोउ अभिलाख्यौ है।। ३।।
શબ્દાર્થઃ– જુગલ=બે. બાંભન=બ્રાહ્મણ. ભિન્ન=જુદા. ભાખ્યૌ=કહ્યા.
દૌરધૂપ=ભટકવું. અભિલાખ્યૌ=ઈચ્છયું.
અર્થઃ– જેવી રીતે કોઈ ચંડાળણીને બે પુત્ર થયા, તેમાંથી તેણે એક પુત્ર
બ્રાહ્મણને આપ્યો અને એક પોતાના ઘરમાં રાખ્યો. જે બ્રાહ્મણને આપ્યો તે બ્રાહ્મણ
કહેવાયો અને મદ્ય-માંસનો ત્યાગી થયો, પણ જે ઘરમાં રહ્યો તે ચંડાળ કહેવાયો
અને મદ્ય-માંસનો ભક્ષક થયો. તેવી જ રીતે એક વેદનીય કર્મના પાપ અને પુણ્ય
ભિન્ન ભિન્ન નામ વાળા બે પુત્ર છે, તે બન્નેમાં સંસારનું ભટકવું છે અને બન્ને
બંધ-પરંપરાને વધારે છે તેથી જ્ઞાનીઓ કોઈની પણ અભિલાષા કરતા નથી.
_________________________________________________________________
एको दूरात्त्यजति मदिरां ब्राह्मणत्वाभिमाना–
दन्यः शूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव।
द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः
शुद्रौ साक्षादपिच चरतो जातिभेदभ्रमेण।। २।।

Page 97 of 444
PDF/HTML Page 124 of 471
single page version

background image
પુણ્ય-પાપ એકત્વ દ્વાર ૯૭
ભાવાર્થઃ– જેવી રીતે પાપકર્મ બંધન છે તથા સંસારમાં ભટકાવનાર છે તેવી
જ રીતે પુણ્ય પણ બંધન છે અને તેનો વિપાક સંસાર જ છે તેથી બન્ને એક જેવા
જ છે, પુણ્ય સોનાની બેડી જેવું છે અને પાપ લોઢાની બેડી જેવું છે, પણ બન્ને
બંધન છે. ૩.
પાપ–પુણ્યની સમાનતામાં શિષ્યની શંકા (ચોપાઈ)
कोऊसिष्य कहै गुरु पांहीं।
पाप पुन्नदोऊ सम नाहीं।।
कारन रस सुभाव फल न्यारे।
एक अनिष्ट लगैं इक प्यारे।। ४।।
શબ્દાર્થઃ– ગુરુ પાંહીં=ગુરુની પાસે. રસ=સ્વાદ, વિપાક. અનિષ્ટ=અપ્રિય.
અર્થઃ– શ્રીગુરુની પાસે કોઈ શિષ્ય કહે છે કે પાપ અને પુણ્ય બન્ને સમાન
નથી કારણ કે તેમનાં કારણ, રસ, સ્વભાવ તથા ફળ ચારેય જુદાં જુદાં છે. એકનાં
(કારણ,રસ, સ્વભાવ, ફળ) અપ્રિય અને એકનાં પ્રિય લાગે છે. ૪. વળી-
(સવૈયા એકત્રીસા)
संकलेस परिनामनिसौं पाप बंध होइ,
विसुद्धसौं पुन्न बंध हेतु–भेदमानीयै।
पापके उदै असाता ताकौ है कटुक स्वाद,
पुन्न उदै साता मिष्ट रस भेद जानियै।।
पाप संकलेस रूप पुन्न है विसुद्ध रूप,
दुहूंकौ सुभाव भिन्न भेद यौं बखानियै।
पापसौं कुगति होइ पुन्नसैं सुगति होइ,
ऐसौ फलभेद परतच्छि परमानियै।। ५।।
_________________________________________________________________
हेतुस्वभावानुभवाश्रयाणां सदाप्यभेदान्न हि कर्मभेदः।
तद् बन्धमार्गाश्रितमेकमिष्टं स्वयं समस्तं खलु बन्धहेतुः।। ३।।

Page 98 of 444
PDF/HTML Page 125 of 471
single page version

background image
૯૮ સમયસાર નાટક
શબ્દાર્થઃ– સંકલેશ=તીવ્ર કષાય. વિસુદ્ધ=મંદ કષાય. અસાતા=દુઃખ
કટુક=કડવો. સાતા=સુખ. પરતચ્છિ (પ્રત્યક્ષ)=સાક્ષાત્.
અર્થઃ– સંકલેશ ભાવોથી પાપ અને નિર્મળ ભાવોથી પુણ્યબંધ થાય છે, આ
રીતે બન્નેના બંધમાં કારણ-ભેદ છે. પાપનો ઉદય અશાતા છે, જેનો સ્વાદ કડવો છે
અને પુણ્યનો ઉદય શાતા છે, જેનો સ્વાદ મધુર છે, આ રીતે બન્નેના સ્વાદમાં અંતર
છે, પાપનો સ્વભાવ તીવ્રકષાય અને પુણ્યનો સ્વભાવ મંદકષાય છે, આ રીતે
બન્નેના સ્વભાવમાં ભેદ છે. પાપથી કુગતિ અને પુણ્યથી સુગતિ થાય છે, આ રીતે
બન્નેના ફળભેદ પ્રત્યક્ષ દેખાય છે. પ.
શિષ્યની શંકાનું સમાધાન (સવૈયા એકત્રીસા)
पाप बंध पुन्न बंध दुहूंमै मुकति नांहि,
कटुक मधुर स्वाद पुग्गलकौ पेखिए।
संकलेस विसुद्ध सहज दोऊ कर्मचाल,
कुगति सुगति जगजालमैं विसेखिए।।
कारनादि भेद तोहि सूझत मिथ्यात मांहि,
ऐसौ द्वैत भाव ग्यान द्रष्टिमैं न लेखिए।
दोऊ महा अंधकूप दोऊ कर्मबंधरूप,
दुहुंकौ विनास मोख मारगमैंदेखिए।। ६।।
શબ્દાર્થઃ– મુકતિ (મુક્તિ)=મોક્ષ. મધુર=મિષ્ટ. તોહિ=તને. સૂઝત=દેખાય છે.
દ્વૈત=બેપણું. દૂહૂકૌ=બન્નેનો.
અર્થઃ– પાપબંધ અને પુણ્યબંધ-બન્ને મોક્ષમાર્ગમાં બાધક છે, તેથી બન્નેય
સમાન છે, એના કડવા અને મીઠા સ્વાદ પુદ્ગલના છે તેથી બન્નેના રસ પણ
સમાન છે, સંકલેશ અને વિશુદ્ધભાવ બન્ને વિભાવ છે તેથી બન્નેના ભાવ પણ
સમાન છે, કુગતિ અને સુગતિ બન્ને સંસારમય છે, તેથી બન્નેનું ફળ પણ સમાન
છે, બન્નેનાં કારણ, રસ, સ્વભાવ અને ફળમાં તને અજ્ઞાનથી ભેદ દેખાય છે પરંતુ
જ્ઞાનદ્રષ્ટિથી બન્નેમાં કાંઈ અંતર નથી -બન્ને આત્મસ્વરૂપને ભૂલાવનાર

Page 99 of 444
PDF/HTML Page 126 of 471
single page version

background image
પુણ્ય-પાપ એકત્વ દ્વાર ૯૯
છે તેથી મહા અંધકૂપ છે અને બન્નેય કર્મબંધરૂપ છે તેથી મોક્ષમાર્ગમાં એ બન્નેનો
ત્યાગ કહ્યો છે. ૬.
મોક્ષમાર્ગમાં શુદ્ધોપયોગ જ ઉપાદેય છે (સવૈયા એકત્રીસા)
सील तप संजम विरति दान पूजादिक,
अथवाअसंजम कषाय विषैभोग है।
कोऊ सुभरूप कोऊ अशुभ स्वरूप मूल,
वस्तुके विचारत दुविध कर्मरोगहै।।
ऐसी बंधपद्धति बखानी वीतराग देव,
आतम धरममैंकरम त्याग–जोग है।
भौ–जल–तरैया रागद्वैषकौ हरैया महा,
मोखको करैया एक सुद्ध उपयोग है।। ७।।
શબ્દાર્થઃ– સીલ(શીલ)=બ્રહ્મચર્ય. તપ=ઈચ્છાઓનું રોકવું. સંજમ
(સંયમ)=છ કાયના જીવોની રક્ષા અને ઈન્દ્રિયો તથા મનને વશ કરવાં. વિરતિ
(વ્રત)=હિંસાદિ પાંચ પાપોનો ત્યાગ. અસંજમ=છ કાયના જીવોની હિંસા અને
ઈન્દ્રિયો તથા મનની સ્વતંત્રતા. ભૌ (ભવ)=સંસાર. સુદ્ધ ઉપયોગ=વીતરાગ
પરિણતિ.
અર્થઃ– બ્રહ્મચર્ય, તપ, સંયમ, વ્રત દાન, પૂજા આદિ અથવા અસંયમ, કષાય,
વિષય-ભોગ આદિ એમાં કોઈ શુભ અને કોઈ અશુભ છે, આત્મસ્વભાવનો વિચાર
કરવામાં આવે તો બન્નેય કર્મરૂપી રોગ છે. ભગવાન વીતરાગદેવે બન્નેને બંધની
પરંપરા કહી છે. આત્મસ્વભાવની પ્રાપ્તિમાં બન્ને ત્યાજ્ય છે. એક શુદ્ધોપયોગ જ
સંસાર-સમુદ્રથી તારનાર, રાગ-દ્વેષનો નાશ કરનાર અને પરમપદ આપનાર છે. ૭.
_________________________________________________________________
कर्म सर्वमपि सर्वविदो यद् बन्धसाधनमुशन्त्यविशेषात्।
तेन सर्वमपि तत्प्रतिषिद्धं ज्ञानमेव विहितं
शिवहेतुः।। ४।।

Page 100 of 444
PDF/HTML Page 127 of 471
single page version

background image
૧૦૦ સમયસાર નાટક
શિષ્ય–ગુરુના પ્રશ્નોત્તર (સવૈયા એકત્રીસા)
सिष्य कहै स्वामी तुम करनी असुभ सुभ,
कीनी है निषेध मेरे संसै मन मांही है।
मोखके सधैया ग्याता देसविरती मुनीस,
तिनकी अवस्था तौ निरावलंब नांही है।।
कहै गुरु करमकौ नास अनुभौ अभ्यास,
ऐसौ अवलंब उनहीकौउन पांही है।
निरुपाधि आतम समाधि सोई सिवरूप,
और दौर धूप पुदगल परछांही है।। ८।।
શબ્દાર્થઃ– સંસૈં(સંશય)=સંદેહ. દેસવિરતી=શ્રાવક. મુનીસ=સાધુ.
નિરાવલંબન=નિરાધાર. સમાધિ=ધ્યાન.
અર્થઃ– શિષ્ય કહે છે કે હે સ્વામી ! આપે શુભ-અશુભ ક્રિયાનો નિષેધ કર્યો
તો મારા મનમાં સંદેહ છે, કેમકે મોક્ષમાર્ગી જ્ઞાની અણુવ્રતી શ્રાવક અથવા મહાવ્રતી
મુનિ તો નિરાવલંબી નથી હોતા અર્થાત્ દાન, સમિતિ, સંયમ, આદિ શુભક્રિયા કરે
જ છે. ત્યાં શ્રીગુરુ ઉત્તર આપે છે કે કર્મની નિર્જરા અનુભવના અભ્યાસથી છે તેથી
તેઓ પોતાના જ જ્ઞાનમાં સ્વાત્માનુભવ કરે છે, રાગ-દ્વેષ-મોહ રહિત નિર્વિકલ્પ
આત્મધ્યાન જ મોક્ષરૂપ છે, એના વિના બીજું બધું ભટકવું પુદ્ગલ જનિત છે.
ભાવાર્થઃ– શુભ ક્રિયા સમિતિ-વ્રત આદિ આસ્રવ જ છે, એનાથી સાધુ કે
શ્રાવકને કર્મ-નિર્જરા થતી નથી, નિર્જરા તો આત્માનુભવથી થાય છે.*૮.
_________________________________________________________________
‘येनांशेन सुद्रष्टिस्तेनांशेनास्य बन्धनं नास्ति।
येनांशेन तु रागस्तेनांशेनास्य
बन्धनं भवति।। ઇત્યાદિ (પુરુષાર્થ સિદ્ધિ)
निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल
प्रवृत्ते नैष्कर्म्ये न खलु मुनयः सन्त्यशरणाः।
तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं
स्वयं विन्दन्त्येते परमममृतं तत्र निरताः।। ५।।

Page 101 of 444
PDF/HTML Page 128 of 471
single page version

background image
પુણ્ય-પાપ એકત્વ દ્વાર ૧૦૧
મુનિ શ્રાવક ની દશામાં બંધ અને મોક્ષ બન્ને છે. (સવૈયા એકત્રીસા)
मोख सरूप सदा चिनमूरति,
बंधमई करतूति कही है।
जावतकाल बसै जहाँ चेतन,
तावत सो रसरीति गही है।।
आतमकौ अनुभौ जबलौं,
तबलौं शिवरूप दसा निबही है।
अंध भयौ करनी जब ठानत,
बंध विथा तब फैल रहीहै।। ९।।
શબ્દાર્થઃ– ચિનમૂરતિ=આત્મા. કસ્તૂતિ=શુભાશુભ વિભાવ પરિણતિ.
જાવતકાલ=જેટલા સમય સુધી. તાવત=ત્યાં સુધી. નિબહી=રહે છે. અંધ=અજ્ઞાની.
વિથા(વ્યથા)=દુઃખ.
અર્થઃ– આત્મા સદૈવ શુદ્ધ અર્થાત્ અબંધ છે અને ક્રિયાને બંધમય કહેવામાં
આવી છે, તેથી જેટલો સમય જીવ જેમાં (સ્વરૂપ અથવા ક્રિયામાં) રહે છે તેટલા
સમય સુધી તેનો સ્વાદ લે છે અર્થાત્ જ્યાંસુધી આત્માનુભવ રહે છે ત્યાંસુધી
અબંધદશા રહે છે, પરંતુ જ્યારે સ્વરૂપમાંથી છૂટીને ક્રિયામાં લાગે છે ત્યારે બંધનો
વિસ્તાર વધે છે. ૯.
મોક્ષની પ્રાપ્તિ અંતર્દ્રષ્ટિથી છે. (સોરઠા)
अंतर–द्रष्टि–लखाउ, निज सरूपकौ आचरन।
ए परमातम भाउ, सिव कारन येई
सदा।। १०।।
_________________________________________________________________
यदेतज्ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं
शिवस्यायं हेतुः स्वयमपि यतस्तच्छिव इति।
अर्तोऽन्यद् बन्धस्य स्वयमपि यतो बन्ध इति तत्
ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हिविहितं।। ६।।
वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा।
एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत्।। ७।।

Page 102 of 444
PDF/HTML Page 129 of 471
single page version

background image
૧૦૨ સમયસાર નાટક
શબ્દાર્થઃ– અંતર-દ્રષ્ટિ=અંતરંગ જ્ઞાન. સ્વરૂપકૌ આચરણ=સ્વરૂપમાં સ્થિરતા.
ભાઉ=સ્વભાવ.
અર્થઃ– અંતરંગ જ્ઞાનદ્રષ્ટિ અને આત્મસ્વરૂપમાં સ્થિરતા એ પરમાત્માનો
સ્વભાવ છે અને એ જ મોક્ષનો ઉપાય છે.
ભાવાર્થઃ– સમ્યકત્વ સહિત જ્ઞાન અને ચારિત્ર પરમેશ્વરનો સ્વભાવ છે અને
એ જ પરમેશ્વર બનવાનો ઉપાય છે. ૧૦.
બાહ્યદ્રષ્ટિથી મોક્ષ નથી. (સોરઠા)
करम सुभासुभ दोइ,पुदगलपिंड विभाव मल।
इनसौं मुकति न होइ, नहिं केवल पद पाइए।। ११।।
શબ્દાર્થઃ– સુભાસુભ=ભલા અને બૂરા. વિભાવ=વિકાર. મલ=કલંક.
અર્થઃ– શુભ અને અશુભ એ બન્ને કર્મમળ છે, પુદ્ગલપિંડ છે, આત્માના
વિકાર છે, એનાથી મોક્ષ નથી થતો અને કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકાતું નથી. ૧૧.
આ વિષયમાં શિષ્ય–ગુરુના પ્રશ્નોત્તર (સવૈયા એકત્રીસા)
कोऊ शिष्य कहै स्वामी! असुभक्रिया असुद्ध,
सुभक्रिया सुद्ध तुम ऐसी क्यौं न वरनी।
गुरु कहैं जबलौं क्रियाके परिनाम रहैं,
तबलौं चपल उपयोग जोग धरनी।।
थिरता न आवै तोलौं सुद्ध अनुभौ न होइ,
यातैं दोऊ क्रिया मोख–पंथकी कतरनी।
बंधकी करैया दोऊ दुहूमें न भली कोऊ,
बाधकविचारि मैं निसिद्ध कीनी करनी।। १२।।
_________________________________________________________________
वृत्तं कर्मस्वभावेनज्ञानस्य भवनं न हि।
द्रव्यान्तरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत्।। ८।।
मोक्षहेतुतिरोधानाद्वन्धत्वात्स्वयमेव च।
मोक्षहेतुतिरोधायि
भावत्वात्तन्निषिध्यते।। ९।।

Page 103 of 444
PDF/HTML Page 130 of 471
single page version

background image
પુણ્ય-પાપ એકત્વ દ્વાર ૧૦૩
શબ્દાર્થઃ– અસુભક્રિયા=પાપ. સુભક્રિયા=પુણ્ય. ક્રિયા=શુભાશુભ પરિણતિ.
ચપળ=ચંચળ. ઉપયોગ=જ્ઞાન-દર્શન. કતરની=કાતર. નિસિદ્ધ=વર્જિત. કરની=ક્રિયા.
અર્થઃ– કોઈ શિષ્ય પૂછે છે કે હે સ્વામી! આપે અશુભ ક્રિયાને અશુદ્ધ અને
શુભ ક્રિયાને શુદ્ધ કેમ ન કહી? ત્યાં શ્રીગુરુ કહે છે કે જ્યાંસુધી શુભ-અશુભ
ક્રિયાના પરિણામ રહે છે ત્યાંસુધી જ્ઞાન-દર્શન ઉપયોગ અને મન-વચન-કાયના
યોગ ચંચળ રહે છે તથા જ્યાંસુધી એ સ્થિર ન થાય ત્યાંસુધી શુદ્ધ અનુભવ થતો
નથી. તેથી બન્નેય ક્રિયાઓ મોક્ષમાર્ગમાં બાધક છે, બન્નેય બંધ ઉત્પન્ન કરનાર છે,
બન્નેમાંથી કોઈ સારી નથી, બન્ને મોક્ષમાર્ગમાં બાધક છે -એવો વિચાર કરીને મેં
ક્રિયાનો નિષેધ કર્યો છે. ૧૨.
માત્ર જ્ઞાન મોક્ષમાર્ગ છે. (સવૈયા એકત્રીસા)
मुकतिके साधककौं बाधक करम सब,
आतमा अनादिकौ करम मांहि लुक्यौ है।
एते पर कहै जो कि पाप बुरौ पुन्न भलौ,
सोई महा मूढ़ मोखमारगसौं चुक्यौ है।।
सम्यक सुभाउ लिये हियमैं प्रगटयौ ग्यान,
उरध उमंगि चल्यौ काहूपै न रुक्यौ है।
आरसीसौ उज्जल बनारसी कहत आपु,
कारन सरूप ह्वैके कारजकौंढुक्यौ है।। १३।।
શબ્દાર્થઃ– સાધક=સિદ્ધિ કરનાર. લુકયો=છુપાયો. ચુકયૌ (ચૂકૌ)=ભૂલ્યો.
ઊરધ (ઊર્ધ્વ) ઉપર. ઉમંગિ=ઉત્સાહપૂર્વક. આરસી=દર્પણ. ઢુકયૌ=વધ્યો.
અર્થઃ– મોક્ષના સાધક આત્માને સર્વ કર્મ બાધક છે, આત્મા અનાદિકાળથી
કર્મોમાં છૂપાયેલો છે, એમ છતાં પણ જે પાપને ખરાબ અને પુણ્યને સારું કહે છે
_________________________________________________________________
संन्यस्तव्यमिदं समस्तमपि तत्कर्मैव मोक्षार्थिना
संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा।
सम्यक्त्वादिनिजस्वभावभवनान्मोक्षस्य हेतुर्भवन्
नैष्कर्म्यप्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं धावति।। १०।।

Page 104 of 444
PDF/HTML Page 131 of 471
single page version

background image
૧૦૪ સમયસાર નાટક
તે જ મહામૂર્ખ મોક્ષમાર્ગથી વિમુખ છે. જ્યારે જીવને સમ્યગ્દર્શન સહિત જ્ઞાન પ્રગટ
થાય છે ત્યારે તે અનિવાર્ય ઉન્નતિ કરે છે. પં. બનારસીદાસજી કહે છે કે તે જ્ઞાન
દર્પણની સમાન ઉજ્જવળ સ્વયં કારણસ્વરૂપ થઈને કાર્યમાં પરિણમે છે અર્થાત્
સિદ્ધપદ પ્રાપ્ત કરે છે.
ભાવાર્થઃ– વિશુદ્ધતાપૂર્વક વધેલું જ્ઞાન કોઈના રોકવાથી રોકાતું નથી, વધતું જ
જાય છે, તેથી પૂર્વ અવસ્થામાં જે જ્ઞાન ઉત્પન્ન થયું હતું તે કારણરૂપ હતું, તે જ
કાર્યરૂપ પરિણમીને સિદ્ધસ્વરૂપ થાય છે. ૧૩.
જ્ઞાન અને શુભાશુભ કર્મોનું વર્ણન. (સવૈયા એકત્રીસા)
जौलौं अष्ट कर्मकौ विनास नांही सरवथा,
तौलौं अंतरातमामैंधारा दोइ बरनी।
एक ग्यानधारा एक सुभासुभ कर्मधारा,
दुहूंकी प्रकृति न्यारी न्यारी न्यारी धरनी।।
इतनौ विसेस जु करमधारा बंधरूप,
पराधीन सकति विविध बंध करनी।
ग्यानधारा मोखरूप मोखकी करनहार,
दोखकी हरनहार भौ–समुद्र–तरनी।। १४।।
શબ્દાર્થઃ– સરવથા (સર્વથા)=પૂરોપૂરો. બરની=વર્તે છે. ઘરની=સત્તા.
પરાધીન=પરને આશ્રિત. વિવિધ=જાતજાતનાં. ભૌ(ભવ)=સંસાર. તરની=નૌકા.
અર્થઃ– જ્યાંસુધી આઠે કર્મ સંપૂર્ણપણે નષ્ટ નથી થતાં ત્યાંસુધી સમ્યગ્દ્રષ્ટિમાં
જ્ઞાનધારા અને શુભાશુભ કર્મધારા બન્ને વર્તે છે. બન્ને ધારાઓનો જુદો જુદો
સ્વભાવ અને જુદી જુદી સત્તા છે. વિશેષ ભેદ એટલો છે કે કર્મધારા બંધરૂપ
_________________________________________________________________
यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा
कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काच्न्क्षितिः।
किंत्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बन्धाय तन्
मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः।। ११।।

Page 105 of 444
PDF/HTML Page 132 of 471
single page version

background image
પુણ્ય-પાપ એકત્વ દ્વાર ૧૦પ
છે, આત્મશક્તિને પરાધીન કરે છે તથા અનેક પ્રકારે બંધને વધારે છે; અને
જ્ઞાનધારા મોક્ષસ્વરૂપ છે, મોક્ષ આપનાર છે, દોષોને દૂર કરે છે અને સંસાર-
સાગરથી તારવા માટે નૌકા સમાન છે. ૧૪.
યથાયોગ્ય કર્મ અને જ્ઞાનથી મોક્ષ છે. (સવૈયા એકત્રીસા)
समुझैं न ग्यान कहैं करम कियेसौं मोख,
ऐसे जीव विकल मिथ्यातकी गहलमैं।
ग्यान पच्छ गहैं कहैं आतमा अबंध सदा,
बरतैं सुछंद तेऊ बूड़े हैचहलमैं।।
जथा जोग करम करैं पै ममता न धरैं,
रहैं सावधान ग्यान ध्यानकीटहलमैं।
तेई भव सागरके ऊपर ह्वै तरैं जीव,
जिन्हिकौ निवास स्यादवादके महलमैं।। १५।।
શબ્દાર્થઃ– વિકલ=બેચેન. ગહલ=પાગલપણું. સુછંદ=સ્વચ્છંદ. ચહલ=કીચડ.
સાવધાન=સચેત. ટહલ=સેવા. મહલ=મંદિર.
અર્થઃ– જે જ્ઞાનમાં સમજતા નથીઅને કર્મથી જ મોક્ષ માને છે એવા
ક્રિયાવાદી જીવ મિથ્યાત્વના ઝપાટાથી બેચેન રહે છે; અને સાંખ્યવાદી જે ફક્ત
જ્ઞાનનો પક્ષ પકડીને આત્માને સદા અબંધ કહે છે- તથા સ્વચ્છંદપણે વર્તે છે તેઓ
પણ સંસારના કીચડમાં ફસે છે. પણ જે સ્યાદ્વાદ-મંદિરના નિવાસી છે તેઓ પોતાના
પદ અનુસાર ક્રિયા કરે છે અને જ્ઞાન-ધ્યાનની સેવામાં સાવધાન રહે છે તેઓ જ
સંસાર સાગરથી તરે છે. ૧પ.
_________________________________________________________________
मग्नाः कर्मनयावलम्बनपरा ज्ञानं न जानन्ति ये
मग्ना ज्ञाननयैषिणोऽपि सततं स्वच्छन्दमन्दोद्यमाः।
विश्वस्योपरि ते तरन्ति सततं ज्ञानं भवन्तः स्वयं
ये कुर्वन्ति न कर्म जातु न वशं यान्ति प्रमादस्य च।। १२।।

Page 106 of 444
PDF/HTML Page 133 of 471
single page version

background image
૧૦૬ સમયસાર નાટક
મૂઢ ક્રિયા તથા વિચક્ષણ ક્રિયાનું વર્ણન. (સવૈયા એકત્રીસા)
जैसैं मतवारौ कोऊ कहै और करै और,
तैसैं मूढ़ प्रानी विपरीतता धरतु है।
असुभ करम बंध कारन बखानै मानै,
मुकतिके हेतु सुभ–रीति आचरतु है।।
अंतर सुद्रष्टि भई मूढ़ता बिसर गई,
ग्यानकौ उदोत भ्रम–तिमिर हरतु है।
करनीसौं भिन्न रहै आतम–सुरूप गहै,
अनुभौ अरंभि रस कौतुक करतु है।। १६।।
શબ્દાર્થઃ– મતવારૌ=નશામાં ઉન્મત્ત. મૂઢપ્રાની=અજ્ઞાની જીવ. બખાનૈ=કહે.
માનૈ=શ્રદ્ધા કરે. બિસર ગઈ=દૂર થઇ ગઈ. ઉદોત=પ્રકાશ.
અર્થઃ– જેમ કોઈ પાગલ મનુષ્ય કહે છે કાંઈક અને કરે છે કાંઈક, તેવી જ
રીતે મિથ્યાદ્રષ્ટિ જીવમાં વિપરીતભાવ રહે છે, તે અશુભ કર્મને બંધનું કારણ સમજે
છે અને મુક્તિ માટે શુભ આચરણ કરે છે. પણ સાચું શ્રદ્ધાન થતાં અજ્ઞાન નષ્ટ
થવાથી જ્ઞાનનો પ્રકાશ મિથ્યા-અંધકારને દૂર કરે છે અને ક્રિયાથી વિરક્ત થઈને
આત્મસ્વરૂપનું ગ્રહણ કરીને, અનુભવ ધારણ કરી પરમરસમાં આનંદ કરે છે. ૧૬.
_________________________________________________________________
भेदोन्मादं भ्रमरसभरान्नाटयत्पीतमोहं
मूलोन्मूलं सकलमपि तत्कर्मकृत्वा बलेन।
हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि
ज्ञानज्योतिः कवलिततमः प्रोज्जजृम्भे भरेण।। १३।।
એ પ્રમાણે પુણ્ય–પાપાધિકાર પૂર્ણ.

Page 107 of 444
PDF/HTML Page 134 of 471
single page version

background image
પુણ્ય-પાપ એકત્વ દ્વાર ૧૦૭
ચોથા અધિકારનો સાર
જેનો બંધ વિશુદ્ધ ભાવોથી થાય છે તે પુણ્ય અને જેનો બંધ સંકલેશ ભાવોથી
થાય છે તે પાપ છે. પ્રશસ્ત રાગ, અનુકંપા, કલુષતારહિત ભાવ, અરહંત આદિ પંચ
પરમેષ્ઠીની ભક્તિ, વ્રત, સંયમ, શીલ, દાન, મંદકષાય આદિ વિશુદ્ધભાવ પુણ્યબંધના
કારણ છે અને શાતા, શુભ આયુષ્ય, ઊંચ ગોત્ર, દેવગતિ આદિ શુભનામ પુણ્યકર્મ
છે. પ્રમાદ સહિત પ્રવૃત્તિ, ચિત્તની કલુષતા, વિષયોની લોલુપતા, બીજાઓને સંતાપ
આપવો, બીજાઓનો અપવાદ કરવો, આહાર, પરિગ્રહ, ભય, મૈથુન-ચારે સંજ્ઞા, ત્રણે
કુજ્ઞાન, આર્તરૌદ્રધ્યાન, મિથ્યાત્વ, અપ્રશસ્ત રાગ, દ્વેષ, અવ્રત, અસંયમ, બહુ
આરંભ, દુઃખ, શોક, તાપ, આક્રંદન, યોગોની વક્રતા, આત્મપ્રશંસા, મૂઢતા,
અનાયતન, તીવ્રકષાય આદિ સંકલેશ ભાવ છે-પાપબંધનાં કારણ છે. જ્ઞાનાવરણીય,
અશાતા, મોહનીય નરકાયુ, પશુગતિ, અશુભ નામ, નીચ ગોત્ર, અંતરાય આદિ
પાપકર્મ છે.
અશુભ પરિણતિ અને શુભ પરિણતિ બન્ને આત્માના વિભાવ છે, બન્નેય
આસ્રવ-બંધરૂપ છે, સંવર-નિર્જરાનાં કારણ નથી, તેથી બન્નેય મુક્તિના માર્ગમાં
ઘાતક હોવાથી પાપ અને પુણ્ય બન્નેય એક જ છે. જોકે બન્નેનાં કારણ, રસ,
સ્વભાવ, ફળમાં અંતર છે તથા પુણ્ય પ્રિય અને પાપ અપ્રિય લાગે છે, તોપણ
સોનાની બેડી અને લોઢાની બેડીની જેમ બન્નેય જીવને સંસારમાં સંસરણ કરાવનાર
છે. એક શુભોપયોગ અને બીજો અશુભોપયોગ છે શુદ્ધોપયોગ કોઈ પણ નથી તેથી
મોક્ષમાર્ગમાં એકેયની પ્રશંસા નથી, બન્નેય હેય છે, બન્ને આત્માના વિભાવભાવ છે,
સ્વભાવ નથી, બન્ને પુદ્ગલજનિત છે, આત્મજનિત નથી, એનાથી મોક્ષ થઈ શકતો
નથી, અને કેવળજ્ઞાન પણ પ્રગટ થતું નથી.
આત્મામાં સ્વભાવ, વિભાવ બે પ્રકારની પરિણતિ થાય છે, સ્વભાવ પરિણતિ
તો વીતરાગભાવ છે અને વિભાવ પરિણતિ રાગ-દ્વેષરૂપ છે. આ રાગ અને દ્વેષમાંથી
દ્વેષ તો સર્વથા પાપરૂપ છે પરંતુ રાગ પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી બે પ્રકારનો
છે, તેમાં પ્રશસ્ત રાગ પુણ્ય છે અને અપ્રશસ્ત રાગ પાપ છે. સમ્યગ્દર્શન ઉત્પન્ન
થવા પહેલાં સ્વભાવભાવનો ઉદય જ થતો નથી માટે મિથ્યાત્વની દશામાં જીવની
શુભ અથવા અશુભરૂપ વિભાવ પરિણતિ જ રહે છે, સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થયા
પછી કર્મનો સર્વથા અભાવ થતાં સુધી સ્વભાવ અને વિભાવ બન્ને પરિણતિ રહે
છે, ત્યાં સ્વભાવ પરિણતિ સંવર-નિર્જરા અને

Page 108 of 444
PDF/HTML Page 135 of 471
single page version

background image
૧૦૮ સમયસાર નાટક
મોક્ષની ઉત્પત્તિ કરે છે અને વિભાવ પરિણતિ બંધને જ ઉત્પન્ન કરે છે. એનો
ખુલાસો આ રીતે છે કે “જાવત શુદ્ધોપયોગ પાવત નહીં મનોગ, તાવત હી ગ્રહણ
જોગ કહી પુન્ન કરની” ની રીતે સમ્યગ્દ્રષ્ટિ શ્રાવક અને મુનિ, પાપ પરિણતિથી
બચીને શુભોપયોગનું અવલંબન લે છે અને શુભ પરિણતિ તેને આસ્રવ જ ઉત્પન્ન
કરે છે. તેને જે ગુણશ્રેણીરૂપ નિર્જરા થાય છે તે શુદ્ધોપયોગના બળથી થાય છે,
શુભોપયોગ તો આસ્રવ જ કરે છે. ભાવ એ છે કે જેટલા અંશે રાગ છે તેટલા અંશે
બંધ છે અને જેટલા અંશે જ્ઞાન તથા નિશ્ચયચારિત્ર છે તેટલા અંશે બંધ નથી, તેથી
પુણ્યને પણ પાપ સમાન હેય જાણીને શુદ્ધોપયોગનું શરણ લેવું જોઈએ.

Page 109 of 444
PDF/HTML Page 136 of 471
single page version

background image

આસ્રવ અધિકાર
(પ)
પ્રતિજ્ઞા (દોહરા)
पाप पुन्नकी एकता, वरनी अगम अनूप।
अब आस्रव अधिकार कछु, कहौं अध्यातम रूप।। १।।
શબ્દાર્થઃ– અગમ=ગહન. અનુપ=ઉપમા રહિત.
અર્થઃ– પાપ-પુણ્યની એકતાના ગહન અને અનુપમ અધિકારનું વર્ણન કર્યું,
હવે આસ્રવ અધિકારનું આધ્યાત્મિક રીતે કાંઈક વર્ણન કરું છું. ૧.
સમ્યગ્જ્ઞાનને નમસ્કાર. (સવૈયા એકત્રીસા)
जेते जगवासी जीव थावर जंगमरूप,
तेते निज बस करि राखे बल तोरिकैं।
महा अभिमानी ऐसौ आस्रव अगाध जोधा,
रोपि रन–थंभ ठाडौ भयौ मूछ मोरिकैं।।
आयौ तिहि थानक अचानक परम धाम,
ग्यान नाम सुभटसवायौ बल फोरिकैं।
आस्रव पछारयौ रन–थंभ तोरि डारयौ ताहि,
निरखि बनारसीनमत कर जोरिकैं।। २।।
શબ્દાર્થઃ– થાવર(સ્થાવર)=એકેન્દ્રિય. જંગમ=બે ઈન્દ્રિય વગેરે.
અભિમાની=ઘમંડી. અગાધ=અપરિમિત. રોપિ=સ્થાપીને. રનથંભ=યુદ્ધનો ઝંડો.
થાનક=સ્થાન. અચાનક=અકસ્માત્. સુભટ=યોદ્ધો. ફોરિકૈં=જાગૃત કરીને.
નિરખિ=જોઈને.
_________________________________________________________________
* ‘આગમરૂપ’ એવો પણ પાઠ છે.
अथ महामदनिर्भरमन्थरं समररङ्गपरागतमास्रवं।
अयमुदारगभीरमहोदयो जयति दुर्जयबोधधनुर्धरः।। १।।

Page 110 of 444
PDF/HTML Page 137 of 471
single page version

background image
૧૧૦ સમયસાર નાટક
અર્થઃ– જેણે સંસારના બધા જ ત્રસ-સ્થાવર જીવોને શક્તિહીન કરીને પોતાને
આધીન કર્યા છે એવો મહા અભિમાની આસ્રવરૂપ મહા યોદ્ધો મૂછ મરડીને લડાઈનો
ઝંડો સ્થાપીને ઊભો થયો. એટલામાં ત્યાં અચાનક જ જ્ઞાન નામનો મહાયોદ્ધો
સવાયું બળ ઉત્પન્ન કરીને આવ્યો. તેણે આસ્રવને પછાડયો અને રણથંભ તોડી
નાખ્યો. આવા જ્ઞાનરૂપી યોદ્ધાને જોઈને પં. બનારસીદાસજી હાથ જોડીને નમસ્કાર
કરે છે. ૨.
દ્રવ્યાસ્રવ, ભાવાસ્રવ અને સમ્યગ્જ્ઞાનનું લક્ષણ (સવૈયા તેવીસા)
दर्वित आस्रव सो कहिए जहं,
पुग्गल जीवप्रदेस गरासै।
भावित आस्रव सो कहिए जहं,
राग विरोध विमोह विकासै।।
सम्यक पद्धति सो कहिए जहं,
दर्वित भावित आस्रव नासै।
ग्यान कला प्रगटै तिहि थानक,
अंतर बाहिर और न भासै।। ३।।
શબ્દાર્થઃ– દર્વિત આસ્રવ=પુદ્ગલ પરમાણુઓનું આગમન. ગરાસૈ=ઘેરી લે.
ભાવિત આસ્રવ=દ્રવ્ય આસ્રવમાં કારણભૂત આત્માની વિભાવ પરિણતિ.
પદ્ધતિ=ચાલ. ગ્યાન કલા=જ્ઞાનજ્યોતિ.
અર્થઃ– આત્મપ્રદેશોમાં પુદ્ગલનું આગમન તે દ્રવ્યાસ્રવ છે, જીવના રાગ-દ્વેષ-
મોહરૂપ પરિણામ ભાવાસ્રવ છે, દ્રવ્યાસ્રવ અને ભાવાસ્રવનો અભાવ આત્માનું સમ્યક્
સ્વરૂપ છે. જ્યાં જ્ઞાનકળા પ્રગટ થાય છે ત્યાં અંતરંગ અને બહિરંગમાં જ્ઞાન સિવાય
બીજું કાંઈ દેખાતું નથી. ૩.
_________________________________________________________________
भावो रागद्वेषमोहैर्विना यो जीवस्य स्याद्ज्ञाननिर्वृत एव।
रुन्धन् सर्वान् द्रव्यकर्मास्रवौघान् एषोडभावः सर्वभावास्रवाणाम्।। २२।।

Page 111 of 444
PDF/HTML Page 138 of 471
single page version

background image
આસ્રવ અધિકાર ૧૧૧
જ્ઞાતા નિરાસ્રવી છે. (ચોપાઈ)
जो दरवास्रव रूप न होई।
जहं भावास्रव भाव न कोई।।
जाकी दसा ग्यानमय लहिए।
सो ग्यातार
निरास्रव कहिए।। ४।।
શબ્દાર્થઃ– દસા=અવસ્થા. ગ્યાતાર=જ્ઞાની. નિરાસ્રવ=આસ્રવરહિત.
અર્થઃ– દ્રવ્યાસ્રવરૂપ નથી હોતા, અને જ્યાં ભાવાસ્રવ ભાવ પણ નથી અને
જેની અવસ્થા જ્ઞાનમય છે તે જ જ્ઞાની આસ્રવરહિત કહેવાય છે. ૪.
સમ્યગ્જ્ઞાની નિરાસ્રવ રહે છે (સવૈયા એકત્રીસા)
जेते मनगोचर प्रगट–बुद्धि–पूरवक,
तिह परिनामनकी मतता हरतु है।
मनसौं अगोचर अबुद्धि–पूरवक भाव,
तिनके विनासिवेकौं उद्दिम धरतुहै।।
याही भांति पर परनतिकौ पतन करै,
मोखकौ जतन करै भौ–जल तरतु है।
ऐसे ग्यानवंत ते निरास्रव कहावैं सदा,
जिन्हिकौ सुजस सुविचच्छन करतु है।। ५।।
શબ્દાર્થઃ– મનગોચર=જ્યાંસુધી મન પહોંચે ત્યાં સુધી. મનસૌં અગોચર=જ્યાં
મન
_________________________________________________________________
भावास्रवाभावमयं प्रपन्नो द्रव्यास्रवेभ्यः स्वत एवभिन्नः।
ज्ञानी सदा ज्ञानमयैकभावो निरास्रवो ज्ञायक एक एव।। ३।।
सन्नस्यन्निजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयम्
वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन्।
उच्छिन्दन् परवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भव–
न्नात्मा नित्यनिरास्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा।। ४।।

Page 112 of 444
PDF/HTML Page 139 of 471
single page version

background image
૧૧૨ સમયસાર નાટક
પહોંચી શકતું નથી તે. ઉદ્દિમ=ઉદ્યોગ. પતન=નાશ. જતન=ઉપાય. ભૌ-જળ
(ભવજળ)=સંસાર-સાગર. સુવિચચ્છન=પંડિત.
અર્થઃ– જેમને મન જાણી શકે એવા બુદ્ધિગમ્ય અશુદ્ધ પરિણામોમાં આત્મબુદ્ધિ
કરતો નથી અને મનને અગોચર અર્થાત્ બુદ્ધિગમ્ય ન હોય એવા અશુદ્ધભાવ ન
થવા દેવામાં સાવધાન રહે છે; એ રીતે પર પરિણતિનો નાશ કરીને અને
મોક્ષમાર્ગમાં પ્રયત્ન કરીને જે સંસાર-સાગરને તરે છે તે સમ્યગ્જ્ઞાની નિરાસ્રવી
કહેવાય છે, તેમની વિદ્વાનો સદા પ્રશંસા કરે છે.
ભાવાર્થઃ– વર્તમાન કાળના અશુદ્ધ પરિણામોમાં આત્મબુદ્ધિ કરતા નથી અને
ભૂતકાળમાં થયેલા રાગાદિ પરિણામોને પોતાના માનતા નથી અથવા આગામી
કાળમાં થવાવાળા વિભાવ મારા નથી એવું શ્રદ્ધાન હોવાથી જ્ઞાની જીવ સદા નિરાસ્રવ
રહે છે. પ.
શિષ્યનો પ્રશ્ન. (સવૈયા તેવીસા)
ज्यौं जगमैं विचरै मतिमंद,
सुछंद सदा वरतैबुध तैसो।
चंचल चित्त असंजित वैन,
सरीर–सनेह जथावत जैसो।।
भोग संजोग परिग्रह संग्रह,
मोह विलासकरै जहं ऐसो।
पूछत सिष्य आचारजसौं यह,
सम्यकवंत निरास्रवकैसो।। ६।।
શબ્દાર્થઃ– વિચરૈ=વર્તન કરે. સુછંદ (સ્વચ્છન્દ)=મનમાન્યું બુધ=જ્ઞાની.
વૈન=વચન. સનેહ (સ્નેહ)=પ્રેમ. સંગ્રહ =એકઠું કરવું.
_________________________________________________________________
सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्रत्ययसंततौ।
कुतो निरास्रवो ज्ञानी नित्यमेवेति चेन्मति।। ५।।

Page 113 of 444
PDF/HTML Page 140 of 471
single page version

background image
આસ્રવ અધિકાર ૧૧૩
અર્થઃ– શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે કે હે સ્વામી! સંસારમાં જેવી રીતે
મિથ્યાદ્રષ્ટિ જીવ સ્વતંત્રપણે વર્તે છે તેવી જ પ્રવૃત્તિ સમ્યગ્દ્રષ્ટિ જીવની પણ હમેશાં
રહે છે-બન્નેને ચિત્તની ચંચળતા, અસંયત વચન, શરીરનો સ્નેહ, ભોગનો સંયોગ,
પરિગ્રહનો સંચય અને મોહનો વિકાસ એકસરખો હોય છે, તો પછી સમ્યગ્દ્રષ્ટિ જીવ
કયા કારણે આસ્રવરહિત છે? ૬.
શિષ્યની શંકાનું સમાધાન. (સવૈયા એકત્રીસા)
पूरव अवस्था जे करम–बंध कीने अब,
तेई उदै आइ नाना भांति रस देत हैं।
केई सुभ साता कोई असुभ असातारूप,
दुहूंसौं न राग न विरोध समचेत हैं।।
जथाजोग क्रिया करैं फलकी न इच्छा धरैं,
जीवन–मुकतिकौ बिरद गहि लेत हैं।
यातें ग्यानवंतकौं न आस्रव कहत कोऊ,
मुद्धतासौं न्यारे भए सुद्धता समेतहैं।। ७।।
શબ્દાર્થઃ– અવસ્થા=પર્યાય. જથાજોગ=જેવું જોઈએ તેવું, પોતાના પદને
યોગ્ય. સમચેત=સમતાભાવ. બિરદ=યશ. મુદ્ધતા=મિથ્યાત્વ. સમેત=સહિત.
અર્થઃ– પૂર્વકાળમાં અજ્ઞાન અવસ્થામાં જે કર્મ બાંધ્યાં હતાં તે હવે ઉદયમાં
આવીને ફળ આપે છે, તેમાં અનેક તો શુભ છે જે સુખદાયક છે અને અનેક અશુભ
છે જે દુઃખદાયક છે; ત્યાં સમ્યગ્દ્રષ્ટિ જીવ આ બન્ને પ્રકારના કર્મોદયમાં હર્ષ-વિષાદ
કરતા નથી-સમતાભાવ રાખે છે. તેઓ પોતાના પદને યોગ્ય ક્રિયા કરે છે, પણ
_________________________________________________________________
विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः
समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः।
तदपि सकलरागद्वेषमोहव्युदासा–
दवतरति न जातु ज्ञानिनः कर्मबन्धः।। ६।।