Natak Samaysar (Gujarati). Gatha: 106,107,108,109,110,111,112,113,114,115,116,117,118,119,120,121,122,123,124,125,126,127,128,129,130,131,132,133,134,135,136,137,138,139 (Sarva Vishuddhi Dvar),1,2,3,4,5,6,7 ; Dusma adhikaarno saar; Syadvad Dvar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 17 of 24

 

Page 294 of 444
PDF/HTML Page 321 of 471
single page version

background image
૨૯૪ સમયસાર નાટક
અર્થઃ– જે જ્ઞાની જીવ પૂર્વે મેળવેલા શુભાશુભ કર્મફળને અનુરાગપૂર્વક
ભોગવતા નથી અને હંમેશાં શુદ્ધ આત્મ-પદાર્થમાં મસ્ત રહે છે, તે તરત જ
કર્મપરિણતિરહિત મોક્ષપદને પ્રાપ્ત કરે છે અને આગામી કાળમાં પરમ જ્ઞાનનો
આનંદ અનંત કાળ સુધી ભોગવે છે. ૧૦૪. ૧૦પ.
જ્ઞાનીની ઉન્નતિનો ક્રમ (છપ્પા)
जोपूरवकृतकरम, विरख–विष–फल नहि भुंजै।
जोग जुगतिकारिज करंति, ममता न प्रयुंजै।।
राग विरोध निरोधि, संग विकलप सब छंडइ।
सुद्धातम अनुभौ अभ्यासि, सिव नाटक मंडइ।।
जो ग्यानवंत इहिमग चलत, पूरन ह्वै केवल लहै।
सो परमअतींद्रिय सुख विषैं, मगन रूप संतत रहै।। १०६।।
શબ્દાર્થઃ– વિરખ-વિષ-ફળ = વિષવૃક્ષના ફળ. કારિજ = કાર્ય. પ્રયુંજૈ =
કરે. છંડઈ = છોડે. મંડઈ = કરે. સંતત = સદૈવ.
અર્થઃ– જે પૂર્વે કમાયેલા કર્મરૂપ વિષવૃક્ષના વિષફળ ભોગવતા નથી અર્થાત્
શુભફળમાં રતિ અને અશુભ ફળમાં અરતિ કરતા નથી, જે મન-વચન-કાયાના
યોગોનો નિગ્રહ કરતા થકા વર્તે છે અને મમતા રહિત રાગ-દ્વેષ રોકીને
પરિગ્રહજનિત સર્વ વિકલ્પોનો ત્યાગ કરે છે તથા શુદ્ધ આત્માના અનુભવનો
અભ્યાસ કરીને મુક્તિનું નાટક ખેલે છે, તે જ્ઞાની ઉપર કહેલા માર્ગનું ગ્રહણ કરીને
પૂર્ણસ્વભાવ પ્રાપ્ત કરી કેવળજ્ઞાન પામે છે અને સદૈવ ઉત્કૃષ્ટ અતીન્દ્રિય સુખમાં
મસ્ત રહે છે. ૧૦૬.
_________________________________________________________________
अत्यन्तं भावयित्वा विरतिमविरतं कर्मणस्तत्फलाच्च
प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसंचेतनायाः।
पूर्णं कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसंचेतनां स्वां
सानन्दं नाटयन्तः प्रशमरसमितः सर्वकालं पिबन्तु।। ४०।।

Page 295 of 444
PDF/HTML Page 322 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૯પ
શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર (સવૈયા એકત્રીસા)
निरभै निराकुल निगम वेद निरभेद,
जाके परगासमैं जगत माइयतुहै।
रूप रस गंध फास पुदगलकौ विलास,
तासौं उदवास जाकौ जस गाइयतु है।
विग्रहसौं विरत परिग्रहसौं न्यारौ सदा,
जामैं जोग निग्रह चिहन पाइयतु है।
सो है ग्यान परवांन चेतन निधान ताहि,
अविनासी ईस जानि सीस नाईयतु है।। १०७।।
શબ્દાર્થઃ– નિરાકુલ = ક્ષોભરહિત. નિગમ = ઉત્કૃષ્ટ. નિરભૈ (નિર્ભય) =
ભય રહિત. પરગાસ = પ્રકાશ. માઈયતુ હૈ = સમાય છે. ઉદવાસ = રહિત. વિગ્રહ
= શરીર. નિગ્રહ = નિરાળું. ચિહન = લક્ષણ.
અર્થઃ– આત્મા નિર્ભય, આનંદમય, સર્વોત્કૃષ્ટ, જ્ઞાનરૂપ અને ભેદરહિત છે.
તેના જ્ઞાનરૂપ પ્રકાશમાં ત્રણલોકનો સમાવેશ થાય છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ
પુદ્ગલના ગુણ છે, એનાથી તેનો મહિમા જુદો કહેવામાં આવ્યો છે. તેનું લક્ષણ
શરીરથી ભિન્ન, પરિગ્રહ રહિત, મન-વચન-કાયાના યોગોથી નિરાળું છે, તે
જ્ઞાનસ્વરૂપ ચૈતન્યપિંડ છે, તેને અવિનાશી ઇશ્વર માનીને મસ્તક નમાવું છું. ૧૦૭.
શુદ્ધ આત્મદ્રવ્ય અર્થાત્ પરમાત્માનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
जैसौ निरभेदरूप निहचै अतीत हुतौ,
तैसौ निरभेद अब भेद कौन कहैगौ।
_________________________________________________________________
इतः पदार्थप्रथनावगुण्ठनाद्विना कृतेरेकमनाकुलं ज्वलत्।
समस्तवस्तुव्यतिरेकनिश्चयाद्विवेचितं ज्ञानमिहावतिष्ठते।। ४१।।
अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं बिभ्रत् पृथग्वस्तुता–
मादानोज्झनशून्यमैतदमलं ज्ञानं तथावस्थितम्।
मध्याद्यन्तविभागमुक्तसहजस्फारप्रभाभासुरः
शुद्धज्ञानघनो यथास्य महिमा नित्योदितस्तिष्ठति।। ४२।।

Page 296 of 444
PDF/HTML Page 323 of 471
single page version

background image
૨૯૬ સમયસાર નાટક
दीसै कर्म रहित सहित सुख समाधान,
पायौ निजस्थान फिर बाहरि न बहैगौ।।
कबहूं कदाचि अपनौ सुभाव त्यागि करि,
राग रसराचिकैं न पर वस्तु गहैगौ।
अमलान ग्यान विद्यमान परगट भयौ,
याही भांति आगम अनंत काल रहैगौ।। १०८।।
શબ્દાર્થઃ– નિરભેદ = ભેદરહિત. અતીત = પહેલાં. રાચિકૈં = લીન થઈને.
અમલાન = મળ રહિત. આગમ = આગામી.
અર્થઃ– પૂર્વે અર્થાત્ સંસારી દશામાં નિશ્ચયનયથી આત્મા જેવો અભેદરૂપ
હતો, તેવો પ્રગટ થઈ ગયો. તે પરમાત્માને હવે ભેદરૂપ કોણ કહેશે? અર્થાત્ કોઈ
નહિ. જે કર્મ રહિત અને સુખશાંતિ સહિત દેખાય છે તથા જેણે નિજસ્થાન અર્થાત્
મોક્ષની પ્રાપ્તિ કરી છે તે બહાર અર્થાત્ જન્મ-મરણરૂપ સંસારમાં નહિ આવે. તે
કદી પણ પોતાનો નિજસ્વભાવ છોડીને, રાગ-દ્વેષમાં લાગીને પરપદાર્થ અર્થાત્ શરીર
આદિનું ગ્રહણ નહિ કરે, કારણ કે વર્તમાનકાળમાં જે નિર્મળ પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું
છે, તે તો આગામી અનંત કાળ સુધી એવું જ રહેશે. ૧૦૮.
વળી–(સવૈયા એકત્રીસા)
जबहीतैं चेतन विभावसौं उलटि आपु,
समै पाइ अपनौ सुभाउ गहि लीनौ है।
तबहीतैं जो जो लेने जोग सो सो सब लीनौ,
जो जो त्यागजोग सो सो सब छांड़ि दीनौ है।।
लैबेकौं न रही ठौर त्यागिवेकौं नांहि और,
बाकी कहा उबरयौ जु कारजु नवीनौ है।
_________________________________________________________________
उन्मुक्तमुन्मोच्यमशेषतस्तत्तथात्तमादेयमशेषतस्तत्।
यदात्मनः संहृतसर्वशक्तेः पूर्णस्य सन्धारणमात्मनीह।। ४३।।

Page 297 of 444
PDF/HTML Page 324 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૯૭
संग त्यागि अंग त्यागि वचन तरंग त्यागि,
मन त्यागि बुद्धि त्यागि आपा सुद्ध कीनौ है।। १०९।।
શબ્દાર્થઃ– ઉલટિ = વિમુખ થઈને. સમૈ (સમય) = અવસર. ઉબરયૌ =
બાકી રહ્યું. કારજુ (કાર્ય) = કામ. સંગ = પરિગ્રહ. અંગ = શરીર. તરંગ =
લહેર. બુદ્ધિ = ઇન્દ્રિયજનિત જ્ઞાન. આપા = નિજ-આત્મા.
અર્થઃ– અવસર મળતાં જ્યારથી આત્માએ વિભાવ પરિણતિ છોડીને
નિજસ્વભાવનું ગ્રહણ કર્યું છે, ત્યારથી જે જે વાતો ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા
યોગ્ય હતી તે તે બધીનું ગ્રહણ કર્યું છે અને જે જે વાતો હેય અર્થાત્ ત્યાગવા યોગ્ય
હતી તે બધી છોડી દીધી છે. હવે ગ્રહણ કરવા યોગ્ય અને છોડવા યોગ્ય કાંઈ રહી
ગયું નથી અને નવું કામ કરવાનું બાકી હોય એવું પણ કાંઈ બાકી રહ્યું નથી.
પરિગ્રહ છોડી દીધો, શરીર છોડી દીધું, વચનની ક્રિયાથી રહિત થયો, મનના વિકલ્પો
છોડી દીધા, ઇન્દ્રિયજનિત જ્ઞાન છોડયું અને આત્માને શુદ્ધ કર્યો. ૧૦૯.
મુક્તિનું મૂળકારણ દ્રવ્યલિંગ નથી (દોહરા)
सुद्ध ग्यानकै देह नहि, मुद्रा भेष नकोइ।
तातै कारन मोखकौ, दरबलिंग नहि होइ।। ११०।।
दरबलिंग न्यारौ प्रगट, कला वचनविग्यान।
अष्ट महारिधि अष्ट सिधि, एऊ होहि न ग्यान।। १११।।
શબ્દાર્થઃ– મુદ્રા = આકૃતિ. ભેસ (વેષ) = બનાવટ. દરબલિંગ = બાહ્ય
વેશ. પ્રગટ = સ્પષ્ટ. એઊ = આ.
અર્થઃ– આત્મા શુદ્ધજ્ઞાનમય છે અને શુદ્ધ જ્ઞાનને શરીર નથી અને ન
આકાર-વેશ આદિ છે; તેથી દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી. ૧૧૦. બાહ્ય વેશ જુદા છે,
_________________________________________________________________
व्यतिरिक्तं परद्रव्यादेवं ज्ञानमवस्थितम्।
कथमाहारकं तत्स्याद्येन देहोऽस्य शङ्क्यते।। ४४।।
एवं ज्ञानस्य शुद्धस्य देह एव न विद्यते।
ततो देहमयंज्ञातुर्न लिङ्गं मोक्षकारणम्।। ४५।।

Page 298 of 444
PDF/HTML Page 325 of 471
single page version

background image
૨૯૮ સમયસાર નાટક
કળા-કૌશલ જુદા છે, વચનચાતુરી જુદી છે, આઠ મહા ઋદ્ધિઓ જુદી છે, સિદ્ધિઓ
જુદી છે અને આ કોઈ જ્ઞાન નથી. ૧૧૧.
આત્મા સિવાય બીજે જ્ઞાન નથી (સવૈયા એકત્રીસા)
भेषमैं न ग्यान नहि ग्यान गुरु वर्तनमैं,
मंत्र जंत्रतंत्रमैं न ग्यानकी कहानी है।
ग्रंथमैं न ग्यान नहि ग्यान कवि चातुरीमैं,
बातनिमैं ग्यान नहि ग्यानकहा बानी है।।
तातैं भेष गुरुता कवित्त ग्रंथ मंत्र बात,
इनतैं अतीत ग्यान चेतना निसानी है।
ग्यानहीमैं ग्यान नहि ग्यान और ठौर कहूं,
जाकै घट ग्यान सोई ग्यानका निदानी है।। ११२।।
શબ્દાર્થઃ– મંત્ર = ઝાપટવું, ફુંકવું. જંત્ર = તાવીજ. તંત્ર = ટોટકા. કહાની =
વાત. ગ્રંથ = શાસ્ત્ર. નિસાની = ચિહ્ન. બાની = વચન. ઠૌર = સ્થાન. નિદાની =
કારણ.
અર્થઃ– વેશમાં જ્ઞાન નથી, મહંતજી બનીને ફરવામાં જ્ઞાન નથી, મંત્ર, તંત્ર,
જંત્રમાં જ્ઞાનની વાત નથી, શાસ્ત્રમાં જ્ઞાન નથી, કવિતા-કૌશલ્યમાં જ્ઞાન નથી,
વ્યાખ્યાનમાં જ્ઞાન નથી, કારણ કે વચન જડ છે, તેથી વેશ, ગુરુપણું, કવિતા, શાસ્ત્ર,
મંત્ર-તંત્ર, વ્યાખ્યાન એનાથી ચૈતન્યલક્ષણનું ધારક જ્ઞાન જુદું છે. જ્ઞાન જ્ઞાનમાં જ
છે, બીજે નથી. જેમના હૃદયમાં જ્ઞાન ઉત્પન્ન થયું છે તે જ જ્ઞાનનું મૂળકારણ અર્થાત્
આત્મા છે. ૧૧૨.
_________________________________________________________________
૧. આઠ ઋદ્ધિઓ-
दोहा –अणिमा महिमा गरमिता, लघिमा प्राप्ती काम।
वशीकरण अरु ईशता, अष्टरिद्धिके नाम।।
૨. આઠ સિદ્ધિઓ-આચાર, શ્રુત, શરીર, વચન, વાચન, બુદ્ધિ, ઉપયોગ અને સંગ્રહ સંલીનતા.

Page 299 of 444
PDF/HTML Page 326 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૯૯
જ્ઞાન વિના વેશધારી વિષયના ભિખારી છે (સવૈયા એકત્રીસા)
भेष धरी लोकनिकौं बंचे सौ धरम ठग,
गुरू सो कहावै गुरुवाई जाहि चहिये।
मंत्र तंत्र साधक कहावै गुनी जादूगर,
पंडित कहावै पंडिताई जामैं लहिये।।
कवित्तकी कलामैं प्रवीन सो कहावै कवि,
बात कहि जानै सोपवारगीर कहिये।
एतौ सब विषैके भिखारी मायाधारी जीव,
इन्हकौं विलोकिकै दयालरूपरहिये।। ११३।।
શબ્દાર્થઃ– બંચૈ = ઠગે. પ્રવીન = ચતુર. પવારગીર = વાત-ચીતમાં
હોશિયાર-સભાચતુર. વિલૌકિકૈ = જોઈને.
અર્થઃ– જે વેષ બનાવીને લોકોને ઠગે છે, તે ધર્મ-ઠગ કહેવાય છે, જેમાં
લૌકિક મોટાઈ હોય છે તે મોટો કહેવાય છે, જેનામાં મંત્ર-તંત્ર સાધવાનો ગુણ છે તે
જાદૂગર કહેવાય છે, જે કવિતામાં હોશિયાર છે તે કવિ કહેવાય છે, જે વાતચીતમાં
ચતુર છે તે વ્યાખ્યાતા કહેવાય છે. આ બધા કપટી જીવ વિષયના ભિખારી છે,
વિષયોની પૂર્તિ માટે યાચના કરતા ફરે છે, એમનામાં સ્વાર્થત્યાગનો અંશ પણ નથી.
એમને જોઈને દયા આવવી જોઈએ. ૧૧૩.
અનુભવની યોગ્યતા (દોહરા)
जो दयालता भाव सो, प्रगट ग्यानकौ अंग।
पै तथापिअनुभौ दसा, वरतै विगत तरंग।। ११४।।
दरसन ग्यान चरन दसा, करै एक जो कोइ।
थिर ह्वै साधै मोख–मग,
सुधी अनुभवी सोइ।। ११५।।
_________________________________________________________________
दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः।
एक एव सदा सेव्यो मोक्षमार्गो मुमुक्षुणा।। ४६।।

Page 300 of 444
PDF/HTML Page 327 of 471
single page version

background image
૩૦૦ સમયસાર નાટક
શબ્દાર્થઃ– પ્રગટ = સાક્ષાત્. તથાપિ = તોપણ. વિગત = રહિત. તરંગ =
વિકલ્પ. સુધી = ભેદવિજ્ઞાની.
અર્થઃ– જોકે કરુણાભાવ જ્ઞાનનું સાક્ષાત્ અંગ છે, તોપણ અનુભવની પરિણતિ
નિર્વિકલ્પ રહે છે. ૧૧૪. જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાપૂર્વક આત્મસ્વરૂપમાં
સ્થિર થઈને મોક્ષમાર્ગને સાધે છે, તે જ ભેદવિજ્ઞાની અનુભવી છે. ૧૧પ.
આત્મ–અનુભવનું પરિણામ. (સવૈયા એકત્રીસા)
जोई द्रिग ग्यान चरनातममैं बैठि ठौर,
भयौ निरदौर पर वस्तुकौं न परसै।
सुद्धता विचारै ध्यावै सुद्धतामैं केलि करै,
सुद्धतामैं थिर ह्वै अमृत–धाराबरसै।।
त्यागि तन कष्ट ह्वै सपष्ट अष्ट करमकौ,
करि थान भ्रष्ट नष्ट करै और करसै।
सो तौ विकलप विजई अलप काल मांहि,
त्यागि भौ विधान निरवान पद परसै।। ११६।।
શબ્દાર્થઃ– નિરદૌર = પરિણામોની ચંચળતા રહિત. થાન (સ્થાન) = ક્ષેત્ર.
પરસૈ (સ્પર્શે) = અડે. કેલિ = મોજ. સપષ્ટ (સ્પષ્ટ) = ખુલાસો. કરસૈ (કૃશ
કરે) = જીર્ણ કરે. વિકલપ વિજઈ = વિકલ્પોની જાળને જીતનાર. અલપ (અલ્પ)
= થોડું. ભૌ વિધાન = જન્મ-મરણના ફેરા. નિરવાન (નિર્વાણ) = મોક્ષ.
અર્થઃ– જે કોઈ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મામાં અત્યંત દ્રઢ સ્થિર
થઈને વિકલ્પ જાળને દૂર કરે છે અને તેના પરિણામે પરપદાર્થોને અડતા પણ નથી.
જે આત્મશુદ્ધિની ભાવના અને ધ્યાન કરે છે અથવા શુદ્ધ આત્મામાં મોજ કરે છે
અથવા એમ કહો કે શુદ્ધ આત્મામાં સ્થિર થઈને આત્મીય આનંદની અમૃત ધારા
વરસાવે છે, તે શારીરિક કષ્ટોને ગણતા નથી અને સ્પષ્ટપણે આઠે કર્મોની સત્તાને
શિથિલ અને વિચલિત કરી નાંખે છે, તથા તેમની નિર્જરા અને નાશ કરે છે. તે
નિર્વિકલ્પ જ્ઞાની થોડા જ સમયમાં જન્મ-મરણરૂપ સંસાર છોડીને પરમધામ અર્થાત્
મોક્ષ પામે છે. ૧૧૬.

Page 301 of 444
PDF/HTML Page 328 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૩૦૧
આત્મ–અનુભવ કરવાનો ઉપદેશ (ચોપાઈ)
गुन परजैमें द्रिष्टि न दीजै।
निरविकलप अनुभौ–रस पीजै।।
आप समाइ आपमैं लीजै।
तनुपौ मेटि अपनुपौ कीजै।। ११७।।
શબ્દાર્થઃ– દ્રિષ્ટિ = નજર. રસ = અમૃત. તનુપૌ = શરીરમાં અહંકાર.
અપનુપૌ = આત્માને પોતાનો માનવો.
અર્થઃ– આત્માના અનેક ગુણ-પર્યાયોના વિકલ્પમાં ન પડતાં નિર્વિકલ્પ
આત્મ-અનુભવનું અમૃત પીઓ. તમે પોતાના સ્વરૂપમાં લીન થઈ જાવ, અને
શરીરમાં અહંબુદ્ધિ છોડીને નિજ આત્માને અપનાવો. ૧૧૭.
વળી–(દોહરા)
तजि विभाउ हूजै मगन, सुद्धातम पद मांहि।
एक
मोख–मारग यहै, और दूसरौ नांहि।। ११८।।
અર્થઃ– રાગ-દ્વેષ આદિ વિભાવપરિણતિ દૂર કરીને શુદ્ધ આત્મપદમાં લીન
થાવ, એ જ એક મોક્ષનો રસ્તો છે, બીજો માર્ગ કોઈ નથી. ૧૧૮.
આત્મ–અનુભવ વિના બાહ્ય ચારિત્ર હોવા છતાં પણ જીવ અવ્રતી છે (સવૈયા એકત્રીસા)
केई मिथ्याद्रिष्टी जीव धरै जिनमुद्रा भेष,
क्रियामैं मगन रहैं कहैं हम जती हैं।
_________________________________________________________________
एको मोक्षपथो य एष नियतो द्रग्ज्ञप्तिवृत्त्यात्मक–
स्तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतति।
तस्मिन्नेव निरन्तरं विहरति द्रव्यान्तराण्यस्पृशन्
सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विन्दति।। ४७।।
ये त्वेनं परिहृत्य संवृतिपथप्रस्थापितेनात्मना
लिङ्गे द्रव्यमये वहन्ति ममतां तत्त्वावबोधच्युताः।
नित्योद्योतमखण्डमेकमतुलालोकं स्वभावप्रभा–
प्राग्भारंसमयस्य सारममलं नाद्यापि पश्यन्ति ते।। ४८।।

Page 302 of 444
PDF/HTML Page 329 of 471
single page version

background image
૩૦૨ સમયસાર નાટક
अतुल अखंड मल रहित सदा उदोत,
ऐसे ग्यान भावसौं विमुख मूढ़मती हैं।।
आगम संभालैं दोस टालैं विवहार भालैं,
पालैं व्रत जदपि तथापि अविरती हैं।
आपुकौं कहावैं मोख मारगके अधिकारी,
मोखसौं सदीव रुष्ट दुष्ट दुरमती हैं।। ११९।।
શબ્દાર્થઃ– ક્રિયા = બાહ્ય ચારિત્ર. જતી (યતિ) = સાધુ. અતુલ = ઉપમા
રહિત. અખંડ = નિત્ય. સદા ઉદોત = હંમેશાં પ્રકાશિત રહેનાર. વિમુખ =
પરાઙ્મુખ. મૂઢમતી = અજ્ઞાની. આગમ = શાસ્ત્ર. ભાલૈં = દેખે. અવિરતિ
(અવ્રતી) = વ્રત રહિત. રુષ્ટ = નારાજ. દુરમતી = ખોટી બુદ્ધિવાળા.
અર્થઃ– કેટલાક મિથ્યાદ્રષ્ટિ જીવ જિનલિંગ ધારણ કરીને શુભાચારમાં લાગ્યા
રહે છે અને કહે છે કે અમે સાધુ છીએ. તે મૂર્ખ, અનુપમ, અખંડ, અમલ,
અવિનાશી અને સદા પ્રકાશવાન એવા જ્ઞાનભાવથી સદા પરાઙ્મુખ છે. જોકે તેઓ
સિદ્ધાંતનું અધ્યયન કરે છે, નિર્દોષ આહાર-વિહાર કરે છે, અને વ્રતોનું પાલન કરે
છે, તોપણ અવ્રતી છે. તેઓ પોતાને મોક્ષમાર્ગના અધિકારી કહે છે, પરંતુ તે દુષ્ટો
મોક્ષમાર્ગથી વિમુખ છે અને દુર્મતિ છે. ૧૧૯.
વળી–(ચોપાઈ)
जैसैं मुगध धान पहिचानै।
तुष तंदुलकौ भैद न जानै।।
तैसैं मूढ़मती विवहारी।
लखै न बंध मोख गति न्यारी।। ।। १२०।।
અર્થઃ– જેવી રીતે ભોળો મનુષ્ય અનાજને ઓળખે અને ફોતરા તથા
_________________________________________________________________
૧. ‘દુરગતી’ એવો પણ પાઠ છે.
व्यवहारविमूढद्रष्टयः परमार्थं कलयन्ति नो जनाः।
तुषबोधविमुग्धबुद्धयः कलयन्तीह तुषं न तण्डुलम्।। ४९।।

Page 303 of 444
PDF/HTML Page 330 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૩૦૩
અનાજના દાણાનો ભેદ ન જાણે, તેવી જ રીતે બાહ્ય-ક્રિયામાં લીન રહેનાર અજ્ઞાની
બંધ અને મોક્ષની ભિન્નતા જાણતો નથી. ૧૨૦.
વળી–(દોહરા)
जे विवहारी मूढ़ नर, परजै बुद्धी जीव।
तिन्हेकौं बाहिज क्रियाविषै, है अवलंब सदीव।। १२१।।
कुमतीबाहिज द्रष्टिसौं, बाहिज क्रिया करंत।
मानै मोख परंपरा, मनमैं हरष धरंत।। १२२।।
सुद्धातम अनुभौ कथा, कहै समकिती कोइ।
सो सुनिकैं तासौं कहै,यह सिवपंथ न होइ।। १२३।।
અર્થઃ– જે વ્યવહારમાં લીન અને પર્યાયમાં જ અહંબુદ્ધિ કરનાર ભોળા
મનુષ્યો છે, તેમને હમેશાં બાહ્ય ક્રિયાકાંડનું જ બળ રહે છે. ૧૨૧. જે બહિર્દ્રષ્ટિ અને
અજ્ઞાની છે તેઓ બાહ્ય ચારિત્રને જ અંગીકાર કરે છે અને મનમાં પ્રસન્ન થઈને
તેને મોક્ષમાર્ગ સમજે છે. ૧૨૨. જો કોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવ તે મિથ્યાત્વીઓ સાથે શુદ્ધ
આત્મ-અનુભવની વાર્તા કરે તો તે સાંભળીને તેઓ કહે છે કે આ મોક્ષમાર્ગ નથી.
૧૨૩.
અજ્ઞાની અને જ્ઞાનીઓની પરિણતિમાં ભેદ છે (કવિત્ત)
जिन्हके देहबुद्धि घट अंतर,
मुनि–मुद्रा धरि क्रिया प्रवांनहि।
ते हिय अंध बंधके करता,
परम तत्तकौ भेद न जानहि।।
जिन्हके हिए सुमतिकी कनिका,
बाहिज क्रिया भेष परमानहि।
_________________________________________________________________
द्रव्यलिङ्गममकारमीलितैर्द्रश्यते समयसार एव न।
द्रव्यलिङ्गमिह यत्किलान्यतो ज्ञानमेकमिदमेव हि स्वतः।। ५०।।

Page 304 of 444
PDF/HTML Page 331 of 471
single page version

background image
૩૦૪ સમયસાર નાટક
ते समकिती मोख मारग मुख,
करि प्रस्थान भवस्थिति भानहि।। १२४।।
શબ્દાર્થઃ– દેહબુદ્ધિ = શરીરને પોતાનું માનવું. પ્રમાનહિ = સત્ય માનવું.
હિય = હૃદય. પરમતત્ત = આત્મપદાર્થ. કનિકા = કિરણ. ભવસ્થિતિ = સંસારની
સ્થિતિ. ભાનહિ = નષ્ટ કરે છે.
અર્થઃ– જેમના હૃદયમાં શરીર ઉપર અહંબુદ્ધિ છે, તે મુનિનો વેશ ધારણ
કરીને બાહ્ય ચારિત્રને જ સત્ય માને છે. તે હૃદયના આંધળા બંધના કર્તા છે,
આત્મ-પદાર્થનો મર્મ જાણતા નથી, અને જે સમ્યગ્દ્રષ્ટિ જીવોના હૃદયમાં સમ્યગ્જ્ઞાનનું
કિરણ પ્રકાશિત થયું છે, તેઓ બાહ્યક્રિયા અને વેષને પોતાનું નિજસ્વરૂપ સમજતા
નથી, તેઓ મોક્ષમાર્ગની સન્મુખ ગમન કરીને ભવસ્થિતિને નષ્ટ કરે છે. ૧૨૪.
સમયસારનો સાર (સવૈયા એકત્રીસા)
आचारज कहैं जिन वचनकौ विसतार,
अगम अपार है कहैंगे हम कितनौ।
बहुत बोलिबेसौं न मकसूद चुप्प भली,
बोलिये सुवचन प्रयोजन है जितनौ।।
नानारूप जलपसौं नाना विकलप उठैं,
तातैं जेतौ कारज कथन भलौ तितनौ।
सुद्ध परमातमाकौ अनुभौ अभ्यास कीजै,
यहै मोख–पंथ परमारथ है इतनौ।। १२५।।
શબ્દાર્થઃ– વિસતાર (વિસ્તાર) = ફેલાવો. અગમ = અથાહ. મકસૂદ =
ઇષ્ટ. જલપ = બકવાદ. કારજ = કામ. પરમારથ (પરમાર્થ) = પરમ પદાર્થ.
_________________________________________________________________
अलमलमतिजल्पैर्दुर्विकल्पैरनल्पै–
रयमहि परमार्थश्चेत्यतां नित्यमेकः।
स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रा–
न्न खलु समयसारादुत्तरं किञ्चिदस्ति।। ५१।।

Page 305 of 444
PDF/HTML Page 332 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૩૦પ
અર્થઃ– શ્રીગુરુ કહે છે કે જિનવાણીનો વિસ્તાર વિશાળ અને અપરંપાર છે,
અમે કયાં સુધી કહીશું વધારે બોલવું અમારે યોગ્ય નથી, તેથી હવે મૌન થઈ રહેવું
સારું છે, કારણ કે વચન એટલા જ બોલવા જોઈએ, જેટલાથી પ્રયોજન સધાય.
અનેક પ્રકારનો બકવાદ કરવાથી અનેક વિકલ્પ ઊઠે છે, તેથી તેટલું જ કથન કરવું
બરાબર છે જેટલાનું કામ હોય. બસ, શુદ્ધ પરમાત્માના અનુભવનો અભ્યાસ કરો,
એ જ મોક્ષમાર્ગ છે અને એટલો જ પરમાર્થ છે. ૧૨પ.
વળી–(દોહરા)
सुद्धातम अनुभौ क्रिया, सुद्ध ग्यान द्रिग दौर।
मुकति–पंथ साधन यहै,
वागजाल सब और।। १२६।।
શબ્દાર્થઃ– ક્રિયા = ચારિત્ર. દ્રિગ = દર્શન. વાગજાલ = વચનોનો આડંબર.
અર્થઃ– શુદ્ધ આત્માનો અનુભવ કરવો તે જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે,
બાકી બધો વચનનો આડંબર છે. ૧૨૬.
અનુભવ યોગ્ય શુદ્ધ આત્માનું સ્વરૂપ. (દોહરા)
जगत चक्षु आनंदमय, ग्यान चेतनाभास।
निरविकलप सासुत सुथिर, कीजै अनुभौ तास।। १२७।।
अचल अखंडित ग्यानमय, पूरन वीत
ममत्व।
ग्यान गम्य बाधा रहित, सो है आतमतत्त्व।। १२८।।
અર્થઃ– આત્મપદાર્થ જગતના સર્વ પદાર્થોને દેખવા માટે નેત્ર છે, આનંદમય
છે, જ્ઞાન-ચેતનાથી પ્રકાશિત છે, સંકલ્પ-વિકલ્પ રહિત છે, સ્વયંસિદ્ધ છે, અવિનાશી
_________________________________________________________________
इदमेंकं जगच्चक्षुरक्षयं याति पूर्णताम्।
विज्ञानघनमानन्दमयमध्यक्षतां
नयत्।। ५२।।
इतीदमात्मनस्तत्त्वं ज्ञानमात्रमवस्थितम्।
अखण्डमेकमचलं
स्वसंवेद्यमबाधितम्।। ५३।।
इति सर्वविशुद्धिज्ञानाधिकारः।। १०।।

Page 306 of 444
PDF/HTML Page 333 of 471
single page version

background image
૩૦૬ સમયસાર નાટક
છે, અચળ છે, અખંડિત છે, જ્ઞાનનો પિંડ છે, સુખ આદિ અનંત ગુણોથી પરિપૂર્ણ છે,
વીતરાગ છે, ઇન્દ્રિયોથી અગોચર છે, જ્ઞાનગોચર છે, જન્મ-મરણ અથવા ક્ષુધા-તૃષા
આદિની બાધાથી રહિત નિરાબાધ છે. આવા આત્મ-તત્ત્વનો અનુભવ કરો. ૧૨૭.
૧૨૮.
(દોહરા)
सर्व विसुद्धि द्वार यह, कह्यौ प्रगट सिवपंथ।
कुंदकुंद मुनिराज कृत, पूरन भयौ
गरंथ।। १२९।।
અર્થઃ– સાક્ષાત્ મોક્ષનો માર્ગ (એવો) આ સર્વવિશુદ્ધિ અધિકાર કહ્યો અને
સ્વામી કુંદકુંદમુનિ રચિત શાસ્ત્ર સમાપ્ત થયું. ૧૨૯.
ગ્રંથકર્તાનું નામ અને ગ્રંથનો મહિમા (ચોપાઈ)
कुंदकुंद मुनिराज प्रवीना।
तिन्ह यह ग्रंथ इहांलौं कीना।।
गाथा बद्ध सुप्राकृत वानी।
गुरुपरंपरा रीति बखानी।। १३०।।
भयौ गिरंथजगत विख्याता।
सुनत महा सुख पावहि ग्याता।।
जे नव रस जगमांहि बखानै।
ते सब समयसार रस सानै।। १३९।।
અર્થઃ– આધ્યાત્મિક વિદ્યામાં કુશળ સ્વામી કુન્દકુન્દ મુનિએ આ ગ્રંથ અહીં
સુધી રચ્યો છે, અને તે ગુરુ-પરંપરાના કથન અનુસાર પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ
કથન કર્યું છે. ૧૩૦. આ ગ્રંથ જગત્પ્રસિદ્ધ છે, એને સાંભળી જ્ઞાનીઓ પરમાનંદ
પ્રાપ્ત કરે છે. લોકોમાં જે નવરસ પ્રસિદ્ધ છે તે બધા આ સમયસારના રસમાં
સમાયેલા છે. ૧૩૧
_________________________________________________________________
૧. ‘માનૈ’ એવો પણ પાઠ છે.

Page 307 of 444
PDF/HTML Page 334 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૩૦૭
વળી–(દોહરા)
प्रगटरूप संसारमैं, नव रसनाटक होइ।
नवरस गर्भित ग्यानमय, विरला जानैं कोइ।। १३२।।
અર્થઃ– સંસારમાં પ્રસિદ્ધ છે કે નાટક નવરસ સહિત હોય છે, પણ જ્ઞાનમાં
નવેય રસ ગર્ભિત છે, એ વાત કોઈ વિરલા જ જાણે છે.
ભાવાર્થઃ– નવરસોમાં બધાનો નાયક શાંતરસ છે અને શાંતરસ જ્ઞાનમાં છે.
૧૩૨.
નવ રસોના નામ (કવિત્ત)
प्रथम सिंगार वीर दूजौ रस,
तीजौ रस करुना सुखदायक।
हास्य चतुर्थ रुद्र रस पंचम,
छट्ठम रस बीभच्छ विभायक।।
सप्तम भय अट्ठम रस अद्भुत,
नवमो शांत रसनिकौ नायक।
ए नव रस एई नव नाटक,
जो जहं मगन सोइ तिहि लायक।। १३३।।
અર્થઃ– પહેલો શૃંગાર, બીજો વીરરસ, ત્રીજો સુખદાયક કરુણારસ, ચોથો
હાસ્ય, પાંચમો રૌદ્ર રસ, છઠ્ઠો ઘૃણાસ્પદ બીભત્સ રસ, સાતમો ભયાનક, આઠમો
અદ્ભુત અને નવમો સર્વ રસોનો શિરતાજ શાંતરસ છે. આ નવ રસ છે. અને એ
જ નાટકરૂપ છે. જે, જે રસમાં મગ્ન થાય તેને તે જ રુચિકર લાગે છે. ૧૩૩.
નવ રસોના લૌકિક સ્થાન (સવૈયા એકત્રીસા)
सोभामैं सिंगार बसै वीर पुरुषारथमैं,
कोमल हिएमैं करुना रस बखानिये।

Page 308 of 444
PDF/HTML Page 335 of 471
single page version

background image
૩૦૮ સમયસાર નાટક
आनंदमैं हास्य रुंड मुंडमैं विराजै रुद्र,
बीभत्स तहां जहां गिलानी मन आनिये।।
चिंतामैं भयानक अथाहतामैं अदभुत,
मायाकी अरुचितामैं सांत रस मानिये।
एई नव रस भवरूप एई भावरूप,
इनिकौविलेछिन सुद्रिष्टि जागैं जानिये।। १३४।।
શબ્દાર્થઃ– રુંડ-મુંડ = રણ-સંગ્રામ. વિલેછિન = પૃથક્કરણ.
અર્થઃ– શોભામાં શૃંગાર, પુરુષાર્થમાં વીર, કોમળ હૃદયમાં કરુણા, આનંદમાં
હાસ્ય, રણ-સંગ્રામમાં રૌદ્ર, ગ્લાનિમાં બીભત્સ, શોક મરણાદિની ચિંતામાં ભયાનક,
આશ્ચર્યમાં અદ્ભુત અને વૈરાગ્યમાં શાંતરસનો નિવાસ છે. આ નવ રસ લૌકિક છે
અને પારમાર્થિક છે, એનું પૃથક્કરણ જ્ઞાનદ્રષ્ટિનો ઉદય થતાં થાય છે. ૧૩૪.
નવ રસોના પારમાર્થિક સ્થાન (છપ્પા)
गुन विचार सिंगार, वीर उद्यम उदार रुख।
करुनासमरस रीति, हास हिरदै उछाह सुख।।
अष्ट करम दलमलन, रुद्रवरतै तिहि थानक।
तन विलेछ बीभच्छ, दुंद मुखदसा भयानक।।
अदभुत अनंत बल चिंतवन, सांत सहज वैराग धुव।
नव रस विलास परगास तब,
जब सुबोध घट प्रगट हुव।। १३५।।
શબ્દાર્થઃ– ઉછાહ = ઉત્સાહ. દલમલન = નષ્ટ કરવું. વિલેછ = અશુચિ.
અર્થઃ– આત્માને જ્ઞાનગુણથી વિભૂષિત કરવાનો વિચાર તે શ્રૃંગાર રસ છે,
કર્મ-નિર્જરાનો ઉદ્યમ તે વીરરસ છે, પોતાના જ જેવા સર્વ જીવોને સમજવા તે
કરુણા રસ છે, મનમાં આત્મ-અનુભવનો ઉત્સાહ તે હાસ્યરસ છે, આઠ કર્મોનો

Page 309 of 444
PDF/HTML Page 336 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૩૦૯
નાશ કરવો તે રૌદ્ર રસ છે, શરીરની અશુચિનો વિચાર કરવો તે બીભત્સ રસ છે,
જન્મ-મરણ આદિનું દુઃખ ચિંતવવું તે ભયાનક રસ છે, આત્માની અનંત શક્તિનું
ચિંતવન કરવું તે અદ્ભુત રસ છે, દ્રઢ વૈરાગ્ય ધારણ કરવો તે શાંત રસ છે. જ્યારે
હૃદયમાં સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે આ રીતે નવરસનો વિલાસ પ્રકાશિત થાય
છે. ૧૩પ.
(ચોપાઈ)
जब सुबोध घटमैं परगासै।
तब रस विरस विषमता नासै।।
नव रस लखै एक रस मांही।
तातैं विरस भाव मिटि जांही।। १३६।।
શબ્દાર્થઃ– સુબોધ = સમ્યગ્જ્ઞાન. વિષમતા = ભેદ.
અર્થઃ– જ્યારે હૃદયમાં સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે રસ-વિરસનો ભેદ
મટી જાય છે. એક જ રસમાં નવ રસ દેખાય છે, તેથી વિરસભાવ નષ્ટ થઈને એક
શાંત રસમાં જ આત્મા વિશ્રામ લે છે. ૧૩૬.
(દોહરા)
सबरसगर्भित मूल रस, नाटक नाम गरंथ।
जाके सुनत प्रवांन जिय, समुझै पंथ कुपंथ।। १३७।।
શબ્દાર્થઃ– મૂલ રસ = પ્રધાનરસ. કુપંથ = મિથ્યામાર્ગ.
અર્થઃ– આ નાટક સમયસાર ગ્રંથ સર્વ રસોથી ગર્ભિત આત્માનુભવરૂપ મૂળ
રસમય છે, તે સાંભળતા જ જીવ સન્માર્ગ અને ઉન્માર્ગને સમજી જાય છે. ૧૩૭.
(ચોપાઈ)
वरतै ग्रंथ जगत हित काजा।
प्रगटे अमृतचंद्र मुनिराजा।।
तब तिन्हि ग्रंथ जानि अति नीका।
रची बनाई संसकृत टीका।। १३८।।

Page 310 of 444
PDF/HTML Page 337 of 471
single page version

background image
૩૧૦ સમયસાર નાટક
અર્થઃ– આ જગહિતકારી ગ્રંથ પ્રાકૃત ભાષામાં હતો, અમૃતચંદ્ર સ્વામીએ તેને
અત્યંત શ્રેષ્ઠ જાણીને એની સંસ્કૃત ટીકા બનાવી. ૧૩૮.
(દોહરા)
सरब विसुद्धी द्वारलौं, आए करत बखान।
तब आचारज भगतिसौं, करै ग्रंथ गुन गान।। १३९।।
અર્થઃ– અમૃતચંદ્ર સ્વામીએ સર્વવિશુદ્ધિ દ્વાર સુધી આ ગ્રંથનું સંસ્કૃત ભાષામાં
વ્યાખ્યાન કર્યું છે અને ભક્તિપૂર્વક ગુણાનુવાદ ગાયા છે. ૧૩૯.
દસમા અધિકારનો સાર
અનંતકાળથી જન્મ-મરણરૂપ સંસારમાં નિવાસ કરતાં આ મોહી જીવે
પુદ્ગલોના સમાગમથી કદી પોતાના સ્વરૂપનો આસ્વાદ લીધો નથી; અને રાગ-દ્વેષ
આદિ મિથ્યાભાવોમાં તત્પર રહ્યો. હવે સાવધાન થઈને નિજાત્મઅભિરુચિરૂપ સુમતિ
રાધિકા સાથે સંબંધ કરવો અને પરપદાર્થોમાં અહંબુદ્ધિરૂપ કુમતિ કુબ્જાથી વિરક્ત
થવું ઉચિત છે. સુમતિ રાધિકા શેતરંજના ખેલાડી સમાન પુરુષાર્થને મુખ્ય કરે છે
અને કુમતિ કુબ્જા ચોપાટના ખેલાડીની જેમ ‘પાસા પડે સો દાવ’ની નીતિથી
ભાગ્યનું અવલંબન લે છે. આ દ્રષ્ટાંતથી સ્પષ્ટ છે કે નીતિથી પોતાના બુદ્ધિબળ અને
બાહ્ય સાધનોનો સંગ્રહ કરીને ઉદ્યોગમાં તત્પર થવાની શિખામણ આપવામાં આવી
છે. નસીબની વાત છે, કર્મ જેવો રસ આપશે તે થશે, ભાગ્યમાં નથી, ઇત્યાદિ
ભાગ્યને રોવું તેને અજ્ઞાનભાવ કહ્યો છે, કારણ કે ભાગ્ય આંધળું છે અને પુરુષાર્થ
દેખતો છે.
આત્મા પૂર્વકર્મરૂપ વિષવૃક્ષોનો કર્તા-ભોક્તા નથી, આ જાતનો વિચાર દ્રઢ
રાખવાથી અને શુદ્ધાત્મપદમાં મસ્ત રહેવાથી તે કર્મ-સમૂહ પોતાની મેળે નષ્ટ થઈ
જાય છે. જો આંધળો મનુષ્ય લંગડા મનુષ્યને પોતાના ખભા ઉપર લઈ લે, તો
આંધળો લંગડાના જ્ઞાન અને લંગડો આંધળાના પગની મદદથી રસ્તો પસાર કરી
શકે છે. પરંતુ આંધળો એકલો જ રહે અને લંગડો પણ તેનાથી જુદો રહે તો, તે
બન્ને ઇચ્છિત ક્ષેત્રે પહોંચી શકતા નથી અને વિપત્તિ ઉપર વિજય મેળવી શકતા
નથી. એ જ દશા જ્ઞાન અને ચારિત્રની છે. સાચું પૂછો તો, જ્ઞાન વિના ચારિત્ર
ચારિત્ર જ નથી, અને ચારિત્ર વિના જ્ઞાન જ્ઞાન જ નથી, કારણ

Page 311 of 444
PDF/HTML Page 338 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૩૧૧
કે જ્ઞાન વિના પદાર્થનું સ્વરૂપ કોણ ઓળખશે અને ચારિત્ર વિના સ્વરૂપમાં વિશ્રામ
કેવી રીતે મળશે? તેથી સ્પષ્ટ છે કે જ્ઞાન-વૈરાગ્યની જોડી છે. ક્રિયાના ફળમાં લીન
થવાનો જૈનમતમાં કાંઈ મહિમા નથી, તેને “કરની હિત હરની સદા, મુકતિ વિતરની
નાંહિ” કહ્યું છે. તેથી જ્ઞાનીઓ જ્ઞાનગોચર અને જ્ઞાનસ્વરૂપ આત્માનો જ અનુભવ
કરે છે.
યાદ રહે કે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે, જ્યારે તે જ્ઞેયનું ગ્રહણ કરે
છે અર્થાત્ જાણે છે, ત્યારે તેની પરિણતિ જ્ઞેયાકાર થાય છે કારણ કે જ્ઞાન સવિકલ્પ
છે, દર્શન સમાન નિર્વિકલ્પ નથી, અર્થાત્ જ્ઞાન જ્ઞેયના આકાર આદિનો વિકલ્પ કરે
છે કે આ નાનું છે, આ મોટું છે, વાંકું છે, સીધું છે, ઊંચું છે, નીચું છે, ગોળ છે,
ત્રિકોણ છે, મીઠું છે, કડવું છે, સાધક છે, બાધક છે, હેય છે, ઉપાદેય છે, ઇત્યાદિ.
પરંતુ જ્ઞાન જ્ઞાન જ રહે છે, જ્ઞેયનું જ્ઞાયક હોવાથી અથવા જ્ઞેયાકારે પરિણમવાથી
જ્ઞેયરૂપ થતું નથી, પરંતુ જ્ઞાનમાં જ્ઞેયની આકૃતિ પ્રતિબિંબિત થવાથી અથવા તેમાં
આકાર આદિનો વિકલ્પ થવાથી અજ્ઞાનીઓ જ્ઞાનનો દોષ સમજે છે અને કહે છે કે
જ્યારે આ જ્ઞાનની સવિકલ્પતા મટી જશે-અર્થાત્ આત્મા શૂન્ય જડ જેવો થઈ જશે,
ત્યારે જ્ઞાન નિર્દોષ થશે, પરંતુ ‘વસ્તુભાવ મિટૈ નહિ કયોંહી’ની નીતિથી તેમનો
વિચાર નિષ્ફળ છે. ઘણુંખરું જોવામાં આવ્યું છે કે આપણે કાંઈ ને કાંઈ ચિંતવન કર્યા
જ કરીએ છીએ, તેનાથી ખેદખિન્ન થયા કરીએ છીએ અને ઇચ્છીએ છીએ કે આ
ચિંતવન ન થયા કરે. એ માટે આપણો અનુભવ એવો છે કે ચેતયિતા ચેતન તો
ચેતતો જ રહે છે, ચેતતો હતો અને ચેતતો રહેશે, તેનો ચેતના સ્વભાવ મટી શકતો
નથી. “તાતૈં ખેદ કરૈં સઠ યોંહી”ની નીતિથી ખિન્નતા પ્રતીત થાય છે, માટે
ચિંતવન, ધર્મ-ધ્યાન અને મંદકષાયરૂપ થવું જોઈએ. એમ કરવાથી ઘણી શાંતિ મળે
છે તથા સ્વભાવનો સ્વાદ મળવાથી સાંસારિક સંતાપ સતાવી શકતા નથી, તેથી સદા
સાવધાન રહીને ઇષ્ટ-વિયોગ, અનિષ્ટ-સંયોગ પરિગ્રહ-સંગ્રહ આદિને અત્યંત ગૌણ
કરીને નિર્ભય, નિરાકુળ, નિગમ, નિર્ભેદ આત્માના અનુભવનો અભ્યાસ કરવો
જોઈએ.

Page 312 of 444
PDF/HTML Page 339 of 471
single page version

background image


સ્યાદ્વાદ દ્વાર
(૧૧)
સ્વામી અમૃતચંદ્ર મુનિની પ્રતિજ્ઞા (ચોપાઈ)
अदभुत ग्रंथ अध्यातम वानी।
समुझै कोऊ विरला ग्यानी।।
यामैं स्यादवाद अधिकारा।
ताकौ जो कीजै बिसतारा।। १।।
तो गरंथ अति सोभा पावै।
वह मंदिरयहु कलस कहावै।।
तब चित अमृत वचन गढि खोले।
अमृतचंद्र आचारज बोले।। २।।
શબ્દાર્થઃ– અદ્ભુત = અથાહ. બિરલા = કોઈ કોઈ. ગઢિ = રચીને.
અર્થઃ– આ અધ્યાત્મ-કથનનો ગહન ગ્રંથ છે. એને કોઈ વિરલા મનુષ્ય જ
સમજી શકે છે. જો એમાં સ્યાદ્વાદ અધિકાર વધારવામાં આવે તો આ ગ્રંથ અત્યંત
સુંદર થઈ જાય, અર્થાત્ જો કુંદકુંદસ્વામી રચિત ગ્રંથની રચના મંદિરવત્ છે, તો તેના
ઉપર સ્યાદ્વાદનું કથન કળશ સમાન સુશોભિત થશે. એવો વિચાર કરીને અમૃત-
વચનોની રચના કરીને અમૃતચંદ્ર સ્વામી કહે છે. ૧.૨.
વળી–(દોહરા)
कुंदकुंद नाटक विषै, कह्योदरब अधिकार।
स्यादवाद नै साधिमैं, कहौं अवस्था द्वार।। ३।।
कहौं मुकति–पदकी कथा, कहौं मुकतिकौ पंथ।
जैसैं घृत
कारज जहां, तहां कारन दधि मंथ।। ४।।

Page 313 of 444
PDF/HTML Page 340 of 471
single page version

background image
સ્યાદ્વાદ દ્વાર ૩૧૩
અર્થઃ– સ્વામી કુન્દકુન્દાચાર્યે નાટક ગ્રંથમાં જીવ-અજીવ દ્રવ્યોનું સ્વરૂપ વર્ણવ્યું
છે, હવે હું સ્યાદ્વાદ, નય અને સાધ્ય-સાધક અધિકાર કહું છું. ૩. સાધ્ય-સ્વરૂપ
મોક્ષપદ અને સાધક-સ્વરૂપ મોક્ષમાર્ગનું કથન કરું છું, જેવી રીતે ઘી-રૂપ પદાર્થની
પ્રાપ્તિ માટે દહીં વલોવવું તે કારણ છે. ૪.
ભાવાર્થઃ– જેવી રીતે દધિમંથનરૂપ કારણ મળવાથી ઘૃત પદાર્થની પ્રાપ્તિરૂપ
કાર્ય સિદ્ધ થાય છે, તેવી જ રીતે મોક્ષમાર્ગનું ગ્રહણ કરવાથી મોક્ષપદાર્થની પ્રાપ્તિ
થાય છે. મોક્ષમાર્ગ કારણ છે અને મોક્ષપદાર્થ કાર્ય છે. કારણ વિના કાર્યની સિદ્ધિ
થતી નથી, તેથી કારણસ્વરૂપ મોક્ષમાર્ગ અને કાર્યસ્વરૂપ મોક્ષ બન્નેનું વર્ણન કરવામાં
આવે છે.
(ચોપાઈ)
अमृतचंद्र बोले मृदुवानी।
स्यादवादकीसुनौ कहानी।।
कोऊ कहै जीव जग मांही।
कोऊ कहै जीव है नांही।। ५।।
(દોહરા)
एकरूप कोऊ कहै, कोऊ अगनित अंग।
छिनभंगुरकोऊकहै, कोऊ कहै अभंग।। ६।।
नै अनंत इहबिधि, कही मिलै न काहू कोइ।
जो सब नै साधन करै, स्यादवाद है सोई।। ७।।
શબ્દાર્થઃ– કહાની = કથન. અગનિત અંગ = અનેક રૂપ. છિનભંગુર =
અનિત્ય. અભંગ = નિત્ય.
અર્થઃ– અમૃતચંદ્ર સ્વામીએ મૃદુ વચનોમાં કહ્યું કે સ્યાદ્વાદનું કથન સાંભળો;
કોઈ કહે છે કે સંસારમાં જીવ છે, કોઈ કહે છે કે જીવ નથી. પ. કોઈ જીવને એકરૂપ
અને કોઈ અનેકરૂપ કહે છે, કોઈ જીવને અનિત્ય અને કોઈ નિત્ય કહે છે. ૬. આ
રીતે અનેક નય છે, કોઈ કોઈમાં મળતા નથી, પરસ્પર વિરુદ્ધ છે અને જે સર્વ
નયોને સાધે છે તે સ્યાદ્વાદ છે. ૭.