Natak Samaysar (Gujarati). Gatha: 4-32.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 11 of 24

 

Page 174 of 444
PDF/HTML Page 201 of 471
single page version

background image
૧૭૪ સમયસાર નાટક
કર્મબંધનું કારણ અશુદ્ધ ઉપયોગ છે. (સવૈયા એકત્રીસા)
कर्मजाल–वर्गनासौं जगमैं न बंधै जीव,
बंधै न कदापि मन–वच–काय–जोगसौं।
चेतन अचेतनकी हिंसासौं न बंधै जीव,
बंधै न अलख पंच–विषै–विष–रोगसौं।।
कर्मसौं अबंध सिद्ध जोगसौं अबंध जिन,
हिंसासौं अबंध साधु ग्याता विषै–भोगसौं।
इत्यादिक वस्तुके मिलापसौं न बंधै जीव,
बंधै एक रागादि असुद्ध उपयोगसौं।। ४।।
શબ્દાર્થઃ– વર્ગના= કર્મપરમાણુઓના સમૂહને વર્ગણા કહે છે. કદાપિ= કદી
પણ. અલખ= આત્મા. પંચ વિષૈ=પાંચ ઇન્દ્રિયોના વિષય-ભોગ. અસુદ્ધ
ઉપયોગ=જીવની શુભાશુભ પરિણતિ.
અર્થઃ– જીવને બંધનું કારણ ન તો કાર્માણ વર્ગણા છે, ન મન-વચન-કાયાના
યોગ છે, ન ચેતન-અચેતનની હિંસા છે અને ન ઈન્દ્રિયોના વિષયો છે, કેવળ રાગ
આદિ અશુદ્ધ ઉપયોગ બંધનું કારણ છે. કેમકે કાર્માણ વર્ગણા રહેવા છતાં પણ સિદ્ધ
ભગવાન અબંધ રહે છે, યોગ હોવા છતાં પણ અરહંત ભગવાન અબંધ રહે છે,
હિંસા
* થઈ જવા છતાં પણ મુનિ મહારાજ અબંધ રહે છે અને
_________________________________________________________________
* મનોયોગ બે-સત્ય મનોયોગ, અનુભય મનોયોગ. વચનયોગ બે-સત્ય વચનયોગ, અનુભય
વચનયોગ. કાયયોગ ત્રણ-ઔદારિક કાયયોગ, ઔદારિક મિશ્ર કાયયોગ અને કાર્માણ કાયયોગ-
એવા સાત યોગ સયોગી જિનરાજને હોય છે.
* ત્રસ સ્થાવર હિંસાના ત્યાગી મહાવ્રતી મુનિ ઈર્યાસમિતિપૂર્વક વિહાર કરે છે અને અકસ્માત કોઈ
જીવ તેમના પગ નીચે આવી પડે તથા મરી જાય તો પ્રમત્તયોગ ન હોવાથી તેમને હિંસાનો બંધ
થતો નથી.
न कर्मबहुलं जगन्न चलनात्मकं कर्म वा
न नैककरणानि वा न चिदचिद्वधो बन्धकृतः।
यदैक्यमुपयोगभूः समुपयाति रागादिभिः
स एव किल केवलं भवतिबन्धहेतुर्नृणाम्।। २।।

Page 175 of 444
PDF/HTML Page 202 of 471
single page version

background image
બંધ દ્વાર ૧૭પ
પાંચ ઈન્દ્રિયોના ભોગ ભોગવવા છતાં પણ સમ્યગ્દ્રષ્ટિ જીવ અબંધ રહે છે.
ભાવાર્થઃ– કાર્માણવર્ગણા, યોગ, હિંસા, ઈન્દ્રિય-વિષયભોગ-એ બંધના કારણ
કહેવાય છે પરંતુ સિદ્ધાલયમાં અનંતાનંત કાર્માણ પુદ્ગલવર્ગણાઓ ભરેલી છે, તે
રાગાદિ વિના સિદ્ધ ભગવાન સાથે બંધાતી નથી; તેરમા ગુણસ્થાનવર્તી અરિહંત
ભગવાનને મન-વચન-કાયાના યોગ રહે છે પરંતુ રાગ-દ્વેષ આદિ થતાં નથી તેથી
તેમને કર્મબંધ થતો નથી; મહાવ્રતી સાધુઓથી અબુદ્ધિપૂર્વક હિંસા થયા કરે છે પરંતુ
રાગ-દ્વેષ ન હોવાથી તેમને બંધ નથી, અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ જીવ પંચેન્દ્રિયના વિષયો
ભોગવે છે પણ તલ્લીનતા ન હોવાથી તેમને નિર્જરા જ થાય છે, તેથી સ્પષ્ટ છે કે
કાર્માણવર્ગણાઓ યોગ, હિંસા અને સાંસારિક વિષય બંધના કારણ નથી; કેવળ
અશુદ્ધ ઉપયોગથી જ બંધ થાય છે. ૪.
વળી–
कर्मजाल–वर्गनाकौ वास लोकाकासमांहि,
मन–वच–कायकौ निवास गति आउमैं।
चेतन अचेतनकी हिंसा वसै पुग्गलमैं,
विषैभोग वरतै उदैके उरझाउमैं।।
रागादिक सुद्धता असुद्धता है अलखकी,
यहै उपादान हेतु बंधके बढ़ाउमैं।
याहीतैं विचच्छन अबंध कह्यौ तिहूं काल,
राग दोष मोह नाहीं सम्यक सुभाउमैं।। ५।।
શબ્દાર્થઃ– લોકાકાસ=જેટલા આકાશમાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને
કાળ-એ પાંચ દ્રવ્યો પ્રાપ્ત થાય છે તે. ઉપાદાન હેતુ = જે સ્વયં કાર્ય કરે. વિચચ્છન
=સમ્યગ્દ્રષ્ટિ. તિહૂં કાલ= ભૂત, ભવિષ્ય, વર્તમાન.
_________________________________________________________________
लोकः कर्म ततोऽस्तु सोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत्
तान्यस्मिन्करणानि सन्तु चिदचिद्व्यापादनं चास्तु तत्।
रागादीनुपयोगभूमिमनयन् ज्ञानं भवेत् केवलं
बन्धं नैव कुतोऽप्युपैत्ययमहो सम्यग्द्रगात्मा ध्रुवम्।। ३।।

Page 176 of 444
PDF/HTML Page 203 of 471
single page version

background image
૧૭૬ સમયસાર નાટક
અર્થઃ– કાર્માણવર્ગણાઓ લોકાકાશમાં રહે છે, મન-વચન-કાયાના યોગોની
સ્થિતિ ગતિ અને આયુષ્યમાં રહે છે, ચેતન-અચેતનની હિંસાનું અસ્તિત્વ પુદ્ગલમાં
છે, ઈન્દ્રિયોના વિષય-ભોગ ઉદયની પ્રેરણાથી થાય છે; તેથી વર્ગણા, યોગ, હિંસા
અને ભોગ-આ ચારેનો સદ્ભાવ પુદ્ગલ સત્તામાં છે- આત્માની સત્તામાં નથી, તેથી
એ જીવને કર્મબંધના કારણ નથી અને રાગ-દ્વેષ-મોહ જીવના સ્વરૂપને ભૂલાવી દે છે
તેથી બંધની પરંપરામાં અશુદ્ધ ઉપયોગ જ અંતરંગ કારણ છે, સમ્યક્ત્વભાવમાં
રાગ-દ્વેષ-મોહ હોતા નથી તેથી સમ્યગ્જ્ઞાનીને સદા બંધરહિત કહ્યા છે. પ.
જોકે જ્ઞાની અબંધ છે તોપણ પુરુષાર્થ કરે છે. (સવૈયા એકત્રીસા)
कर्मजालजोग हिंसा–भोगसौं न बंधै पै,
तथापि ग्याता उद्दिमी बखान्यौ जिन बैनमैं।
ग्यानदिष्टि देत विषै–भोगनिसौं हेत दोऊ
क्रिया एक खेत यौं तौं बनै नांहि जैनमैं।।
उदै–बल उद्दिम गहै पै फलकौं न चहै,
निरदै दसा न होइ हिरदैके नैनमैं।
आलस निरुद्दिमकी भूमिका मिथ्यात मांहि,
जहां न संभारै जीव मोह नींद सैनमैं।। ६।।
શબ્દાર્થઃ– ઉદ્દિમી= પુરુષાર્થી. બખાન્યૌ=કહ્યો. બૈન= વચન. નિરદૈ=કઠોર. ન
સંભારૈ (ન સમ્હાલૈ) = અસાવધાન રહે. સૈન (શયન)= નિદ્રા.
અર્થઃ– સ્વરૂપની સંભાળ અને ભોગોનો પ્રેમ - એ બન્ને વાતો એક સાથે જ
જૈનધર્મમાં હોઈ શકે નહિ, તેથી જોકે સમ્યગ્જ્ઞાનની વર્ગણા, યોગ, હિંસા અને
ભોગોથી અબંધ છે તોપણ તેને પુરુષાર્થ કરવાને માટે જિનરાજની આજ્ઞા છે. તેઓ
_________________________________________________________________
तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां
तदायतनमेव सा किल निरर्गलाव्यापृतिः।
अकामकृत्कर्म तन्मतमकारणं ज्ञानिनां
द्वयं न हि विरुध्यते किमु करोति जानाति च।। ४।।

Page 177 of 444
PDF/HTML Page 204 of 471
single page version

background image
બંધ દ્વાર ૧૭૭
શક્તિ પ્રમાણે પુરુષાર્થ કરે છે પણ ફળની અભિલાષા રાખતા નથી અને હૃદયમાં
સદા દયાભાવ રાખે છે, નિર્દય હોતા નથી. પ્રમાદ અને પુરુષાર્થહીનતા તો
મિથ્યાત્વદશામાં જ હોય છે જ્યાં જીવ મોહનિદ્રાથી અચેત રહે છે, સમ્યકત્વભાવમાં
પુરુષાર્થહીનતા નથી. ૬.
ઉદયની પ્રબળતા (દોહરા)
जब जाकौ जैसौ उदै, तब सो है तिहि थान।
सकति मरोरै जीवकी, उदै
महा बलवान।। ७।।
શબ્દાર્થઃ– જાકૌ= જેના. થાન=સ્થાન. ઉદૈ (ઉદય)=કર્મનો વિપાક.
અર્થઃ– જ્યારે જે જીવનો જેવો ઉદય હોય છે ત્યારે તે જીવ તેની જેમ જ વર્તે
છે. કર્મનો ઉદય બહુ જ પ્રબળ હોય છે તે જીવની શક્તિઓને કચડી નાખે છે અને
તેને પોતાના ઉદયને અનુકૂળ પરિણમાવે છે. ૭.
ઉદયની પ્રબળતા પર દ્રષ્ટાંત (સવૈયા એકત્રીસા)
जैसैं गजराज परयौ कर्दमकै कुंडबीच,
उद्दिम अहूटै पै न छूटै दुख–दंदसौं।
जैसैं लोह–कंटककी कोरसौं उरइयौ मीन,
ऐंचत असाता लहै साता लहै संदसौं।।
जैसैं महाताप सिर वाहिसौं गरास्यौ नर,
तकै निज काज उठि सकै न सुछंदसौं।
तैसैं ग्यानवन्त सब जानै न बसाइ कछू,
बंध्यौ फिरै पूरब करम–फल–फंदसौं।। ८।।
શબ્દાર્થઃ– ગજરાજ=હાથી. કર્દમ=કીચડ. કંટક=કાંટો. કોર=અણી.
ઉરઝયો=ફસાયેલી. મીન = માછલી. સંદસૌં = છૂટવાથી.
અર્થઃ– જેવી રીતે કાદવના ખાડામાં પડેલો હાથી અનેક પ્રયત્નો કરવા છતાં
પણ દુઃખથી છૂટતો નથી, જેવી રીતે લોઢાના કાંટામાં ફસાયેલી માછલી દુઃખ પામે

Page 178 of 444
PDF/HTML Page 205 of 471
single page version

background image
૧૭૮ સમયસાર નાટક
છે- નીકળી શકતી નથી, જેમ આકરા તાવ અને માથાના શૂળમાં પડેલો મનુષ્ય
પોતાનું કાર્ય કરવા માટે સ્વતંત્રતાથી ઊઠી શકતો નથી, તેવી જ રીતે સમ્યગ્જ્ઞાની
જીવ જાણે છે બધું પણ પૂર્વોપાર્જિત કર્મની જાળમાં ફસાયેલો હોવાથી તેનું કાંઇ વશ
ચાલતું નથી અર્થાત્ વ્રત, સંયમ આદિનું ગ્રહણ કરી શકતા નથી. ૮.
મોક્ષમાર્ગમાં અજ્ઞાની જીવ પુરુષાર્થહીન અને જ્ઞાની પુરુષાર્થી હોય છે. (ચોપાઈ)
जे जिय मोह नींदमैं सोवैं।
ते आलसी निरुद्दिम होवैं।।
द्रिष्टि खोलि जे जगे प्रवीना।
तिनि आलस तजि उद्दिम कीना।। ९।।
અર્થઃ– જે જીવ મિથ્યાત્વની નિદ્રામાં સૂઈ રહે છે તેઓ મોક્ષમાર્ગમાં પ્રમાદી
અથવા પુરુષાર્થહીન હોય છે અને જે વિદ્વાન જ્ઞાનનેત્ર ઉઘાડીને જાગૃત થયા છે તેઓ
પ્રમાદ છોડીને મોક્ષમાર્ગમાં પુરુષાર્થ કરે છે. ૯.
જ્ઞાની અને અજ્ઞાનીની પરિણતિ પર દ્રષ્ટાંત (સવૈયા એકત્રીસા)
काच बांधै सिरसौं सुमनि बांधि पाइनिसौं,
जानै न गंवार कैसी मनि कैसौ काच है।
यौंही मूढ़ झूठमैं मगन झूठहीकौं दोरै,
झूठी बात मानै पै न जानै कहा साचहै।।
मनिकौं परखि जानैं जौंहरी जगत मांहि,
सचकी समुझि ग्यान लोचनकी जाचहै।
जहांको जु वासी सो तौ तहांकौ मरम जानै,
जाको जैसौ स्वांग ताकौ ताही रूप नाच है।। १०।।
શબ્દાર્થઃ– સિર=મસ્તક. સુમનિ=રત્ન. પાઈનિસૌં= પગોથી. પરખિ =
પરીક્ષા. લોચન= નેત્ર. સ્વાંગ=વેષ.
અર્થઃ– જેવી રીતે વિવેકહીન મનુષ્ય માથામાં કાચ અને પગમાં રત્ન પહેરે

Page 179 of 444
PDF/HTML Page 206 of 471
single page version

background image
બંધ દ્વાર ૧૭૯
છે, તે કાચ અને રત્નનું મૂલ્ય સમજતો નથી, તેવી જ રીતે મિથ્યાત્વી જીવ
અતત્ત્વમાં મગ્ન રહે છે અને અતત્ત્વને જ ગ્રહણ કરે છે, તે સત્-અસત્ને જાણતો
નથી. સંસારમાં હીરાની પરીક્ષા ઝવેરી જ જાણે છે, સાચ-જૂઠની ઓળખાણ માત્ર
જ્ઞાનદ્રષ્ટિથી થાય છે. જે જે અવસ્થામાં રહેવાવાળો છે તે તેને જ સારી જાણે છે અને
જેનું જેવું સ્વરૂપ છે તે તેવી જ પરિણતિ કરે છે, અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ જીવ મિથ્યાત્વને
જ ગ્રાહ્ય સમજે છે અને તેને અપનાવે છે તથા સમ્યકત્વી સમ્યકત્વને ગ્રાહ્ય જાણે છે
અથવા તેને અપનાવે છે.
ભાવાર્થઃ– ઝવેરી મણિની પરીક્ષા કરી લે છે અને કાચને કાચ જાણીને તેની
કદર કરતો નથી, પણ મૂર્ખાઓ કાચને હીરો અને હીરાને કાચ સમજીને કાચની કદર
અને હીરાનો અનાદર કરે છે, તેવી જ રીતે સમ્યદ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિની હાલત રહે
છે અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ જીવ અતત્ત્વનુંતત્ત્વશ્રદ્ધાન કરે છે અને સમ્યગ્દ્રષ્ટિ જીવ
પદાર્થનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ કરે છે.૧૦.
જેવી ક્રિયા તેવું ફળ (દોહરા)
बंध बढ़ावै अंध ह्वै, ते आलसी अजान।
मुकति हेतु करनी करैं, ते नर उद्दिमवान।। ११।।
શબ્દાર્થઃ– અંધ=વિવેકહીન. આલસી=પ્રમાદી. અજાન (અજ્ઞાન) =અજ્ઞાની.
ઉદ્દિમવાન=પુરુષાર્થી.
અર્થઃ– જે વિવેકહીન થઈને કર્મનીબંધ-પરંપરા વધારે છે તેઓ અજ્ઞાની તથા
પ્રમાદી છે અને જે મોક્ષ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તેઓ પુરુષાર્થી છે. ૧૧.
જ્યાંસુધી જ્ઞાન છે ત્યાંસુધી વૈરાગ્ય છે. (સવૈયા એકત્રીસા)
जबलग जीव सुद्धवस्तुकौं विचारै ध्यावै,
तबलग भौंगसौं उदासी सरवंग है।
_________________________________________________________________
जानाति यः स न करोति करोति यस्तु
जानात्ययं न खलु तत्किल कर्मरागः।
रागं त्वबोधमयमध्यवसायमाहु–
र्मिथ्याद्रशः स नियतं स च बन्धहेतुः।। ५।।

Page 180 of 444
PDF/HTML Page 207 of 471
single page version

background image
૧૮૦ સમયસાર નાટક
भोगमैं मगन तब ग्यानकी जगन नांहि,
भोग–अभिलाषकी दसा मिथ्यात अंग है।।
तातैं विषै–भोगमैं मगन सो मिथ्याती जीव,
भोगसौं उदास सो समकिती अभंगहै।
ऐसी जानि भोगसौं उदास ह्वै मुकति साधै,
यहै मनचंग तौ कठौती मांहि गंग है।। १२।।
શબ્દાર્થઃ– ઉદાસી=વિરક્ત. સરવંગ=તદ્દન. જગન=ઉદય. અભિલાષ=ઈચ્છા.
મુકિત (મુકતિ)= મોક્ષ. ચંગ (ચંગા)=પવિત્ર. કઠૌતી =કથરોટ.
અર્થઃ– જ્યાં સુધી જીવનો વિચાર શુદ્ધ વસ્તુમાં રમે છે ત્યાં સુધી તે ભોગોથી
સર્વથા વિરક્ત રહે છે અને જ્યારે ભોગોમાં લીન થાય છે ત્યારે જ્ઞાનનો ઉદય રહેતો
નથી કારણ કે ભોગોની ઈચ્છા અજ્ઞાનનું રૂપ છે. તેથી સ્પષ્ટ છે કે જે જીવ ભોગોમાં
મગ્ન રહે છે તે મિથ્યાત્વી છે અને જે ભોગોથી વિરક્ત છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. એમ
જાણીને ભોગોથી વિરક્ત થઈને મોક્ષનું સાધન કરો! જો મન પવિત્ર હોય તો
કથરોટના પાણીમાં નાહવું તે જ ગંગા-સ્નાન સમાન છે અને જો મન મિથ્યાત્વ,
વિષયકષાય આદિથી મલિન છે તો ગંગા આદિ કરોડો તીર્થોના સ્નાનથી પણ
આત્મામાં પવિત્રતા આવતી નથી. ૧૨.
ચાર પુરુષાર્થ (દોહરા)
धरम अरथ अरु काम सिव, पुरुषारथ चतुरंग।
कुधी कलपना गहि रहै, सुधी गहै सरवंग।। १३।।
શબ્દાર્થઃ– પુરુષારથ= ઉત્તમ પદાર્થ. ચતુરંગ=ચાર. કુધી=મૂર્ખ. સુધી =જ્ઞાની.
સરવંગ (સર્વાંગ)=પૂર્ણ.
અર્થઃ– ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ પુરુષાર્થના ચાર અંગ છે, દુર્બુદ્ધિ જીવ
તેમનું મન ફાવે તેમ ગ્રહણ કરે છે અને સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની જીવ સંપૂર્ણ રીતે વાસ્તવિક
રૂપમાં અંગીકાર કરે છે. ૧૩.

Page 181 of 444
PDF/HTML Page 208 of 471
single page version

background image
બંધ દ્વાર ૧૮૧
ચાર પુરુષાર્થ ઉપર જ્ઞાની અને અજ્ઞાનીનો વિચાર (સવૈયા એકત્રીસા)
कुलकौ आचार ताहि मूरख धरम कहै,
पंडित धरम कहै वस्तुकेसुभाउकौं।
खेहकौ खजानौं ताहि अग्यानी अरथ कहै,
ग्यानी कहै अरथ दरव–दरसाउकौं।।
दंपतिकौ भोग ताहि दुरबुद्धी काम कहै,
सुधी काम कहै अभिलाष चित चाउकौं।
इंद्रलोक थानकौं अजान लोग कहैं मोख,
सुधी मोख कहै एक बंधके अभाउकौं।। १४।।
શબ્દાર્થઃ– ખેહ=માટી. દંપતી = સ્ત્રી-પુરુષ. દુરબુદ્ધિ=મૂર્ખ. સુધી =જ્ઞાની.
ઈન્દ્રલોક =સ્વર્ગ.
અર્થઃ– અજ્ઞાનીઓ કુળપદ્ધતિ -સ્નાન, ચોકા વગેરેને ધર્મ કહે છે અને પંડિતો
વસ્તુસ્વભાવને ધર્મ કહે છે. અજ્ઞાનીઓ માટીના સમૂહ એવા સોના-ચાંદી આદિને
દ્રવ્ય કહે છે પરંતુ જ્ઞાનીઓ તત્ત્વ-અવલોકનને દ્રવ્ય કહે છે. અજ્ઞાનીઓ સ્ત્રી-પુરુષના
વિષય-ભોગને કામ કહે છે, જ્ઞાની આત્માની નિસ્પૃહતાને કામ કહે છે. અજ્ઞાનીઓ
સ્વર્ગલોકને વૈકુંઠ (મોક્ષ) કહે છે પણ જ્ઞાનીઓ કર્મબંધનના નાશને મોક્ષ કહે છે.
૧૪.
આત્મામાં જ ચારે પુરુષાર્થ છે. (સવૈયા એકત્રીસા)
धरमकौ साधन जु वस्तुकौ सुभाउ साधै,
अरथकौ साधन विलेछ दर्व षटमैं।
यहै काम–साधन जु संग्रहै निरासपद,
सहज सरूपमोख सुद्धता प्रगटमैं।।
अंतरकी द्रिष्टिसौं निरंतर विलोकै बुध,
धरम अरथ काम मोख निज घटमैं।

Page 182 of 444
PDF/HTML Page 209 of 471
single page version

background image
૧૮૨ સમયસાર નાટક
साधन आराधनकी सौंज रहै जाके संग,
भूल्यौ फिरै मूरख मिथ्यातकी अलटमैं।। १५।।
શબ્દાર્થઃ– વિલેછ=ભિન્ન ભિન્ન ગ્રહણ કરવું. સંગ્રહૈ=ગ્રહણ કરે.
નિરાસપદ=નિસ્પૃહતા. સૌંજ=સામગ્રી. અલટ=ભ્રમ.
અર્થઃ– વસ્તુસ્વભાવને યથાર્થ જાણવું તે ધર્મ-પુરુષાર્થની સિદ્ધિ છે, છ દ્રવ્યોનું
ભિન્ન ભિન્ન જાણવું તે અર્થ - પુરુષાર્થની સાધના છે, નિસ્પૃહતાનું ગ્રહણ કરવું તે
કામ-પુરુષાર્થની સિદ્ધિ છે અને આત્મસ્વરૂપની શુદ્ધતા પ્રગટ કરવી તે મોક્ષ-
પુરુષાર્થની સિદ્ધિ છે. આવી રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોને
સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના હૃદયમાં સદા અંતર્દ્રષ્ટિથી દેખે છે અને મિથ્યાદ્રષ્ટિ જીવ
મિથ્યાત્વના ભ્રમમાં પડીને ચારે પુરુષાર્થોની સાધક અને આરાધક સામગ્રી પાસે
રહેવા છતાં પણ તેમને જોતો નથી અને બહાર ગોત્યા કરે છે. ૧પ.
વસ્તુનું સત્ય સ્વરૂપ અને મૂર્ખનો વિચાર (સવૈયા એકત્રીસા)
तिहुं लोकमांहि तिहुं काल सब जीवनिकौ,
पूरव करम उदै आइ रस देतु है।
कोउ दीरधाउ धरै कोउ अलपाउ मरै,
कोउ दुखी कोउ सुखी कोउ समचेतु है।।
याहि मैं जिवायौ याहि मारौ याहि सुखी करौ,
याहि दुखी करौ ऐसे मूढ़ मानलेतु है।
याही अहंबुद्धिसौं न विनसैं भरम भूल,
यहै मिथ्या धरम करम–बंध–हेतु है।। १६।।
શબ્દાર્થઃ– દીરઘાઉ (દીર્ઘાયુ)=અધિક ઉંમર. અલપાઉ (અલ્પાયુ)= નાની
ઉંમર.
_________________________________________________________________
सर्वं सदैव नियतं भवति स्वकीय–
कर्मोदयान्मरणजीवितदुःखसौख्यम्।
अज्ञानमेतदिह यत्तु परः परस्य
कुर्यात्पुमान् मरणजीवितदुःखसौख्यम्।। ६।।

Page 183 of 444
PDF/HTML Page 210 of 471
single page version

background image
બંધ દ્વાર ૧૮૩
જિવાયૌ=જીવાડયો. મૂઢ=મિથ્યાદ્રષ્ટિ. હેતુ=કારણ.
અર્થઃ– ત્રણ લોક અને ત્રણ કાળમાં જગતના સર્વ જીવોને પૂર્વઉપાર્જિત કર્મ
ઉદયમાં આવીને ફળ આપે છે જેથી કોઈ અધિક આયુ મેળવે છે, કોઈ નાની ઉંમરમાં
મરે છે, કોઈ દુઃખી થાય છે, કોઈ સુખી થાય છે અને કોઈ સાધારણ સ્થિતિમાં રહે
છે. ત્યાં મિથ્યાદ્રષ્ટિ એમ માનવા લાગે છે કે મેં આને જીવાડયો, આને માર્યો, આને
સુખી કર્યો, આને દુઃખી કર્યો છે. આ જ અહંબુદ્ધિથી અજ્ઞાનનો પડદો દૂર થતો નથી
અને એ જ મિથ્યાભાવ છે જે કર્મબંધનું કારણ છે. ૧૬.
વળી–
जहांलौं जगतके निवासी जीव जगतमैं,
सबै असहाइ कोऊ काहूकौ न धनीहै।
जैसी जैसी पूरव करम–सत्ता बांधी जिन,
तेसी उदैमैं अवस्था आइ बनी है।।
एतेपरि जो कोउ कहै कि मैं जिवाऊं मारूं,
इत्यादि अनेक विकलप बात घनीहै।
सो तौ अहंबुद्धिसौं विकल भयौ तिहूं काल,
डोलै निज आतम सकति तिन हनी है।। १७।।
શબ્દાર્થઃ– અસહાઈ=નિરાધાર. ધની =રક્ષક. અવસ્થા=હાલત. ઘની=ઘણી.
વિકલ=બેચેન. ડોલૈ=ફરે છે. તિહૂંકાલ=સદૈવ. હની=નાશ કર્યો.
અર્થઃ– જ્યાં સુધી સંસારી જીવોને જન્મ-મરણરૂપ સંસાર છે ત્યાંસુધી તેઓ
અસહાય છે-કોઈ કોઈનો રક્ષક નથી. જેણે પૂર્વે જેવી કર્મસત્તા બાંધી છે તેના ઉદયમાં
તેની તેવી જ દશા થઈ જાય છે. આમ હોવા છતાં પણ જે કોઈ કહે
_________________________________________________________________
अज्ञानमेतदधिगम्य परात्परस्य
पश्यन्ति ये मरणजीवितदुः खसौख्यम्।
कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते
मिथ्याद्रशो नियतमात्महनो भवन्ति।। ७।।

Page 184 of 444
PDF/HTML Page 211 of 471
single page version

background image
૧૮૪ સમયસાર નાટક
છે કે હું પાળું છું, હું મારું છું ઈત્યાદિ અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે તેથી તે આ
જ અહંબુદ્ધિથી વ્યાકુળ થઈને સદા ભટકતો ફરે છે અને પોતાની આત્મશક્તિનો ઘાત
કરે છે. ૧૭.
ઉત્તમ, મધ્યમ, અધમ અને અધમાધમ જીવોનો સ્વભાવ (સવૈયા એકત્રીસા)
उत्तम पुरुषकी दसा ज्यौं किसमिस दाख,
बाहिज अभिंतरविरागी मृदु अंग है।
मध्यम पुरुष नारिअरकीसी भांति लियैं,
बाहिज कठिन होय कोमल तरंग है।।
अधम पुरुष बदरीफल समान जाकैं,
बाहिरसैं दीसै नरमाई दिल संग है।
अधमसैं अधम पुरुष पूंगीफल सम,
अंतरंग बाहिज कठोर सरवंग है।। १८।।
શબ્દાર્થઃ– અભિંતર=અંદર. બદરીફલ=બોર. નરમાઈ=કોમળતા. દિલ =હૃદય.
સંગ=પથ્થર. પૂંગીફલ=સોપારી.
અર્થઃ– ઉત્તમ મનુષ્યનો સ્વભાવ અંતરમાં અને બહારમાં કિસમિસ દ્રાક્ષ જેવો
કોમળ (દયાળુ) હોય છે. મધ્યમ પુરુષનો સ્વભાવ નાળિયેર સમાન બહારમાં તો
કઠોર (અભિમાની) અને અંદરથી કોમળ રહે છે, અધમ પુરુષનો સ્વભાવ બોર
જેવો બહારથી કોમળ પણ અંદરથી કઠોર રહે છે અને અધમાધમ પુરુષનો સ્વભાવ
સોપારી જેવો અંદર અને બહારથી સર્વાંગે કઠોર રહે છે. ૧૮.
ઉત્તમ પુરુષનો સ્વભાવ (સવૈયા એકત્રીસા)
कीचसौ कनक जाकै नीचसौ नरेस पद,
मीचसी मिताई गरुवाई जाकै गारसी।
जहरसी जोग–जाति कहरसी करामाति,
हहरसी हौस पुदगल–छबिछारसी।।

Page 185 of 444
PDF/HTML Page 212 of 471
single page version

background image
બંધ દ્વાર ૧૮પ
जालसौ जग–विलास भालसौ भुवन वास,
कालसौ कुटुंब काज लोक–लाज लारसी।
सीठसौ सुजसु जानै बीठसौ वखत मानै,
ऐसी जाकी रीति ताहि वंदतबनारसी।। १९।।
શબ્દાર્થઃ– મીચ=મૃત્યુ. મિતાઈ=મિત્રતા. ગરુવાઈ=મોટાઈ. ગાર
(ગાલ)=ગાળ. જોગ-જાતિ=યોગની ક્રિયાઓ. કહર=દુઃખ, હહર=અનર્થ.
હૌસ=હવિસ, મહત્ત્વકાંક્ષા. પુદ્ગલ-છવિ=શરીરની કાન્તિ. છાર=ભસ્મ. ભાલ=બાણ
ઉપરની લોઢાની અણી. લાર=મોઢાની લાળ. સીઠ=નાકનો મેલ. બીઠ=વિષ્ઠા. વખત
= ભાગ્યોદય.
અર્થઃ– સોનાને કાદવ સમાન, રાજ્યપદને અત્યંત તુચ્છ, લોકોની મૈત્રીને
મૃત્યુ સમાન, પ્રશંસાને ગાળ સમાન, યોગની ક્રિયાઓને ઝેર સમાન, મંત્રાદિક
યુક્તિઓને દુઃખ સમાન, લૌકિક ઉન્નતિને અનર્થ સમાન, શરીરની કાન્તિને રાખ
સમાન, સંસારની માયાને જંજાળ સમાન, ઘરના નિવાસને બાણની અણી સમાન,
કુટુંબના કામને કાળ સમાન, લોકલાજને લાળ સમાન, સુયશને નાકમાં મેલસમાન
અને ભાગ્યોદયને વિષ્ટા સમાન જે જાણે છે, (તે ઉત્તમ પુરુષ છે) તેને પં.
બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૧૯.
ભાવાર્થ એ છે કે જ્ઞાની જીવ સાંસારિક અભ્યુદયને એક આપત્તિ જ સમજે છે.
મધ્યમ પુરુષનો સ્વભાવ (સવૈયા એકત્રીસા)
जैसैं कोऊ सुभट सुभाइ ठग–मूर खाइ,
चेरा भयौ ठगनीके घरामैं रहतु है।
ठगौरी उतरि गइ तबै ताहि सुधि भई,
परयो परवस नाना संकट सहतुहै।।
तैसेही अनादिकौ मिथ्याती जीव जगतमैं,
डोलै आठौं जामविसराम न गहतु है।
ग्यान कला भासी भयौ अंतर उदासी पै,
तथापि उदै व्याधिसौं समाधि न लहतु है।। २०।।

Page 186 of 444
PDF/HTML Page 213 of 471
single page version

background image
૧૮૬ સમયસાર નાટક
શબ્દાર્થઃ– મૂર=મૂળિયું, જડીબૂટ્ટી. ચેરા=ચેલો. જામ=પહોર. વિસરામ=ચેન.
વ્યાધિ=આપત્તિ. સમાધિ=સ્થિરતા.
અર્થઃ– જેવી રીતે કોઈ સજ્જનને કોઈ ઠગ જડીબૂટ્ટી ખવડાવી દે તો તે
મનુષ્ય ઠગોનો દાસ બની જાય છે અને તે ઠગોની આજ્ઞા પ્રમાણે ચાલે છે. પરંતુ
જ્યારે તે બુટ્ટીની અસર મટી જાય છે અને તેને ભાન આવે છે ત્યારે ઠગોને ભલા
ન જાણતો હોવા છતાં પણ તેમને આધીન રહીને અનેક પ્રકારના કષ્ટો સહન કરે છે.
તેવી જ રીતે અનાદિકાળનો મિથ્યાદ્રષ્ટિ જીવ સંસારમાં હંમેશા ભટકતો ફરે છે અને
ચેન પામતો નથી. પરંતુ જ્યારે જ્ઞાનજ્યોતિનો વિકાસ થાય છે ત્યારે અંતરંગમાં જોકે
વિરક્તભાવ રહે છે તોપણ કર્મ-ઉદયની પ્રબળતાને કારણે શાંતિ મેળવતો નથી.
(એવો મધ્યમ પુરુષ છે.) ૨૦.
અધમ પુરુષનો સ્વભાવ (સવૈયા એકત્રીસા)
जैसैं रंक पुरुषकै भायैं कानी कौड़ी धन,
उलुवाके भायैं जैसैं संझा ही विहानहै।
कूकरुके भायैं ज्यौं पिडोर जिरवानी मठा,
सूकरुके भायैं ज्यौं पुरीष पकवानहै।।
बायसके भायैं जैसैं नींबकी निंबोरी दाख,
बालकके भायैं दंत–कथा ज्यौं पुरान है।
हिंसकके भायैं जैसैं हिंसामैं धरम तैसैं,
मूरखके भायैं सुभबंध निरवान है।। २१।।
શબ્દાર્થઃ– રંક=ગરીબ. ભાયૈં=પ્રિય લાગે. કાની=ફૂટેલી. ઉલુવા=ઘુવડ.
વિહાન=સવાર. કૂકરુ=કૂતરો. પિડોર=ઉલટી. સૂકરુ=સુવ્વર. પુરીષ=વિષ્ટા. વાયસ =
કાગડો. દંતકથા= લૌકિક વાર્તા. નિરવાન=મોક્ષ.
અર્થઃ– જેમ ગરીબ માણસને એક ફૂટેલી કોડી પણ સંપત્તિ સમાન પ્રિય લાગે
છે, ઘુવડને સંધ્યા જ સવાર સમાન ઈષ્ટ લાગે છે, કૂતરાને ઉલટી જ દહીં સમાન

Page 187 of 444
PDF/HTML Page 214 of 471
single page version

background image
બંધ દ્વાર ૧૮૭
રુચિકર હોય છે, કાગડાને લીમડાની લીંબોળી દ્રાક્ષ સમાન પ્રિય હોય છે, બાળકોને
લૌકિક વાર્તાઓ (ગપ્પા) જ શાસ્ત્રની જેમ રુચિકર લાગે છે, હિંસક મનુષ્યને
હિંસામાં જ ધર્મ દેખાય છે, તેવી જ રીતે મૂર્ખને પુણ્યબંધ જ મોક્ષ સમાન પ્રિય લાગે
છે. (એવો અધમ પુરુષ હોય છે).૨૧.
અધમાધમ પુરુષનો સ્વભાવ (સવૈયા એકત્રીસા)
कुंजरकौं देखि जैसैं रोस करि भूंसै स्वान,
रोस करै निर्धन विलोकिधनवंतकौं।
रैन के जगैय्याकौं विलोकि चोर रोस करै,
मिथ्यामतीरोस करै सुनत सिद्धंतकौं।
हंसकौं विलोकि जैसैं काग मन रोस करै,
अभिमानी रोस करै देखत महंतकौं।
सुकविकौं देखि ज्यौं कुकवि मन रोस करै,
त्यौं ही दुरजन रोस करै देखि संतकौं।। २२।।
શબ્દાર્થઃ– કુંજર=હાથી. રોસ (રોષ)=ગુસ્સો. સ્વાન=કૂતરો. વિલોકિ=જોઈને.
કાગ=કાગડો. દુરજન=અધમમાં પણ અધમ.
અર્થઃ– જેવી રીતે કૂતરો હાથીને જોઈને ક્રોધિત થઈને ભસે છે, ધનવાન
માણસને જોઈને નિર્ધન મનુષ્ય ક્રોધિત થાય છે, રાતે જાગનારને જોઈને ચોર ક્રોધિત
થાય છે, સાચું શાસ્ત્ર સાંભળીને મિથ્યાત્વી જીવ ક્રોધિત થાય છે, હંસને જોઈને
કાગડો ગુસ્સે થાય છે, મહાપુરુષને જોઈને ઘમંડી મનુષ્ય ક્રોધ કરે છે, સુકવિને જોઈને
કુકવિના મનમાં ક્રોધ આવે છે, તેવી જ રીતે સત્પુરુષને જોઈને અધમાધમ પુરુષ
ગુસ્સે થાય છે. ૨૨.
વળી–
सरलकौं सठ कहै वकताकौं धीठ कहै,
विनै करै तासौं कहै धनकौ अधीन है।

Page 188 of 444
PDF/HTML Page 215 of 471
single page version

background image
૧૮૮ સમયસાર નાટક
छमीकौं निबल कहै दमीकौं उदत्ति कहै,
मधुर वचन बोलै तासौं कहै दीनहै।।
धरमीकौं दंभी निसप्रेहीकौं गुमानी कहै,
तिसना घटावै तासौं कहै भागहीन है।
जहां साधुगुन देखै तिन्हकौं लगावै दोष,
ऐसौ कछु दुर्जनकौ हिरदौ मलीन है।। २३।।
શબ્દાર્થઃ– સરલ=સીધા, સઠ=મૂર્ખ. વકતા=બોલવામાં ચતુર. વિનૈ
(વિનય)= નમ્રતા. છમી =ક્ષમા કરનાર. દમી=સંયમી. અદત્તિ=લોભી. દીન=ગરીબ.
દંભી=ઢોંગી. નિસપ્રેહી (નિસ્પૃહી)=ઈચ્છા રહિત. તિસના (તૃષ્ણા)=લોભ.
સાધુગુન=સદ્ગુણ.
અર્થઃ– અધમાધમ મનુષ્ય, સરળ ચિત્તવાળા મનુષ્યને મૂર્ખ કહે છે, જે
વાતચીતમાં ચતુર હોય તેને ધીઠ કહે છે, વિનયવાનને ધનનો આશ્રિત બતાવે છે,
ક્ષમાવાનને કમજોર કહે છે, સંયમીને
* લોભી કહે છે, મધુર બોલનારને ગરીબ કહે
છે, ધર્માત્માને ઢોંગી કહે છે, નિસ્પૃહીને ઘમંડી કહે છે, સંતોષીને ભાગ્યહીન કહે છે
અર્થાત્ જ્યાં સદ્ગુણ દેખે છે ત્યાં દોષ લગાવે છે. દુર્જનનું હૃદય એવું જ મલિન હોય
છે. ૨૩.
મિથ્યાદ્રષ્ટિની અહંબુદ્ધિનું વર્ણન. (ચોપાઈ)
मैं करता मैंकीन्ही कैसी।
अब यौं करौं कहौ जो ऐसी।
ए विपरीत भाव है जामैं।
सो बरतैमिथ्यात दसामैं।। २४।।
_________________________________________________________________
* જે પાન, તમાકુ વગેરે વ્યસન રાખતા નથી અથવા અનાવશ્યક શૃંગાર ચટક-મટક કરતા નથી તેને
અજ્ઞાની જીવો કંજૂસ-કૃપણ આદિ કહે છે.
मिथ्याद्रष्टैः स एवास्य बन्धहेतुर्विपर्ययात्।
य एवाध्यवसायोऽयमज्ञानात्माऽस्य द्रश्यते।। ८।।

Page 189 of 444
PDF/HTML Page 216 of 471
single page version

background image
બંધ દ્વાર ૧૮૯
અર્થઃ– હું કહું છું કે મેં આ કામ કર્યું (જે બીજાથી બની શકે નહિ), હવે પણ
હું જેવું કહું છું તેવું જ કરીશ જેનામાં આવા અહંકારરૂપ વિપરીતભાવ હોય છે તે
મિથ્યાદ્રષ્ટિ હોય છે.૨૪.
વળી– (દોહરા)
अहंबुद्धि मिथ्यादसा, धरै सो मिथ्यावंत।
विकल भयौ संसारमैं, करै विलाप अनंत।। २५।।
અર્થઃ– અહંકારનો ભાવ મિથ્યાત્વ છે, આ ભાવ જે જીવમાં હોય છે તે
મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યાદ્રષ્ટિ સંસારમાં દુઃખી થઈને ભટકે છે અને અનેક પ્રકારના
વિલાપ કરે છે. ૨પ.
મૂઢ મનુષ્ય વિષયોથી વિરક્ત હોતા નથી (સવૈયા એકત્રીસા)
रविकै उदोत अस्त होत दिन दिन प्रति,
अंजुलिकै जीवन ज्यौं जीवन घटतु है।
कालकैं ग्रसत छिन छिन होत छीन तन,
आरेके चलत मानौ काठ सौ कटतु है।।
ऐते परि मूरख न खौजै परमारथकौं,
स्वारथकै हेतु भ्रम भारत ठटतु है।
लगौ फिरै लोगनिसौं पग्यौ परै जोगनिसौं,
विषैरस भोगनिसौं नेकु न हटतुहै।। २६।।
શબ્દાર્થઃ– જીવન=પાણી. જીવન=જિંદગી. આરા=કરવત. પરમારથ (પરમાર્થ)
= મોક્ષ. સ્વારથ (સ્વાર્થ)=પોતાનું ભલું કરવું તે. લોગનિ=લૌકિક-પર વસ્તુ.
પગ્યૌ=લીન. નેકુ=જરા પણ.
અર્થઃ– જેવી રીતે ખોબામાંથી પાણી ક્રમે ક્રમે ઘટે છે, તેવી જ રીતે સૂર્યના
ઉદય-અસ્ત થાય છે અને પ્રતિદિન જિંદગી ઓછી થાય છે. જેવી રીતે કરવત
_________________________________________________________________
अनेनाध्यवसायेन निष्फलेन विमोहितः।
तत्किञ्चनापि नैवास्ति नात्मात्मानं करोति यत्।। ९।।

Page 190 of 444
PDF/HTML Page 217 of 471
single page version

background image
૧૯૦ સમયસાર નાટક
ખેંચવાથી લાકડું કપાય છે, તેવી જ રીતે કાળ શરીરને ક્ષણે ક્ષણે ક્ષીણ કરે છે. આમ
છતાં પણ અજ્ઞાની જીવ મોક્ષમાર્ગની શોધ કરતો નથી અને લૌકિક સ્વાર્થ માટે
અજ્ઞાનનો ભાર ઉપાડે છે, શરીર આદિ પરવસ્તુઓમાં પ્રેમ કરે છે, મન, વચન,
કાયાના યોગોમાં અહંબુદ્ધિ કરે છે અને સાંસારિક વિષયભોગોથી જરા પણ વિરક્ત
થતો નથી. ૨૬.
અજ્ઞાની જીવની મૂઢતા ઉપર મૃગજળ અને આંધળાનું દ્રષ્ટાંત. (સવૈયા એકત્રીસા)
जैसैं मृग मत्त वृषादित्यकी तपत मांहि,
तृषावंत मृषा–जल कारन अटतुहै।
तैसैं भववासी मायाहीसौं हित मानि मानि,
ठानि ठानि भ्रम श्रम नाटक नटतु है।
आगेकौं धुकत धाइ पीछे बछरा चवाइ,
जैसैं नैन हीन नर जेवरी बटतुहै।
तैसैं मूढ़ चेतन सुकृत करतूति करै,
रोवत हसत फल खोवतखटतु है।। २७।।
શબ્દાર્થઃ– વૃષાદિત્ય=વૃષ* સંક્રાન્તિનો સૂર્ય. તૃષાવંત=તરસ્યો. મૃષા=જૂઠો.
અટતુ હૈ=ભટકે છે. નટતુ હૈ=નાચે છે. નૈનહીન નર=આંધળો મનુષ્ય.
અર્થઃ– જેવી રીતે ગ્રીષ્મકાળમાં સૂર્યનો તીવ્ર આતાપ થતાં તરસ્યું હરણ
ઉન્મત્ત થઈને મિથ્યા જળ તરફ નકામું જ દોડે છે, તેવી જ રીતે સંસારી જીવ
માયામાં જ કલ્યાણ માનીને મિથ્યા કલ્પના કરીને સંસારમાં નાચે છે, જેવી રીતે
આંધળો મનુષ્ય આગળ આગળ દોરડું વણતો જાય અને પાછળ વાછડું ખાતું જાય
તો તેનો પરિશ્રમ વ્યર્થ જાય છે, તેવી જ રીતે મૂર્ખ જીવ શુભાશુભ ક્રિયા કરે છે
અથવા શુભ ક્રિયાના ફળમાં હર્ષ અને અશુભ ક્રિયાના ફળમાં ખેદ કરીને ક્રિયાનું ફળ
ખોઈ નાખે છે. ૨૭.
_________________________________________________________________
* જેઠ મહિનામાં સૂર્ય વૃષ સંક્રાન્તિ પર આવે છે.

Page 191 of 444
PDF/HTML Page 218 of 471
single page version

background image
બંધ દ્વાર ૧૯૧
અજ્ઞાની જીવ બંધનથી છૂટી શકતો નથી. તેના ઉપર દ્રષ્ટાંત (સવૈયા એકત્રીસા)
लियैं द्रिढ़ पेच फिरै लोटन कबुतरसौ,
उलटौ अनादिकौ न कहूं सुलटतु है।
जाकौ फल दुःख चाहि सातासौं कहत सुख,
सहत–लपेटी असि–धारासी चटतुहै।।
ऐसैं मूढ़जन निज संपदा न लखै क्यौंही,
यौंहि मेरी मेरी निसिवासर रटतु है।
याही ममतासौं परमारथ विनसि जाइ,
कांजीकौ परस पाइ दूध ज्यौं फटतु है।। २८।।
શબ્દાર્થઃ– દ્રિઢ (દ્રઢ)=મજબૂત. સહત (શહદ) =મધ. અસિ =તલવાર.
નિસિવાસર = રાત-દિન. પરસ (સ્પર્શ)=અડવું તે.
અર્થઃ– જેમ આળોટતા કબૂતરની પાંખોમાં મજબૂત ગૂંચ પડી હોવાથી તે
ઉલટું-સુલટું (ઊંધુ-ચત્તું) થયા કરે છે, તેવી જ રીતે સંસારી જીવ અનાદિકાળથી
કર્મ-બંધનની ગૂંચમાં ઉલટો થઈ રહ્યો છે, કદી સન્માર્ગનું ગ્રહણ કરતો નથી અને
જેનું ફળ દુઃખ છે એવી વિષય-ભોગની થોડીક શાતાને સુખ માનીને મધ ચોપડેલી
તલવારની ધાર ચાટે છે. આવો અજ્ઞાની જીવ સદા પરવસ્તુઓને મારી મારી કહે છે
અને પોતાના જ્ઞાનાદિ વૈભવને જોતો નથી, પરદ્રવ્યના આ મમત્વભાવથી આત્મહિત
એવું નાશ પામે છે જેવું કાંજીના સ્પર્શથી દૂધ ફાટી જાય છે. ૨૮.
અજ્ઞાની જીવની અહંબુદ્ધિ પર દ્રષ્ટાંત. (સવૈયા એકત્રીસા)
रूपकी न झाँक हीयैं करमकौ डांक पियैं,
ग्यान दबि रह्यौ मिरगांक जैसैं घनमैं।
लोचनकी ढांकसौं न मानै सदगुरु हांक,
डोलै मूढ़ रांकसौ निसांकतिहूं पनमैं।।
टांक एक मांसकी डलीसी तामैं तीन फांक,
तीनकौसौ आंक लिखि राख्यौ काहू तनमैं।

Page 192 of 444
PDF/HTML Page 219 of 471
single page version

background image
૧૯૨ સમયસાર નાટક
तासौं कहै नांक ताके राखिवैकौं करै कांक,
लांकसौं खड़ग बांधि बांक धरै मनमैं।। २९।।
શબ્દાર્થઃ– મિરગાંક (મૃગાંક)= ચંદ્રમા. ઢાંક=ઢાંકણું. હાંક=પોકાર. ટાંક
(ટંક)=જોખવાનું એક માપ (ચાર માશા). ફાંક=ખંડ. કાંક= ઝગડો.
લાંક(લંક)=કમર. ખડગ (ખડ્ગ)= તલવાર. બાંક =વક્રતા.
અર્થઃ– અજ્ઞાની જીવને પોતાના સ્વરૂપની ખબર નથી, તેમાં કર્મોદયનો ડાંક*
લાગી રહ્યો છે, તેનું શુદ્ધ જ્ઞાન એવી રીતે દબાઈ ગયું છે જેમ ચંદ્ર વાદળાઓથી
દબાઇ જાય છે. જ્ઞાનરૂપ નેત્ર ઢંકાઈ જવાથી તે સદ્ગુરુની શિખામણ માનતો નથી,
મૂર્ખાઈવશ દરિદ્રી થઈને હંમેશા નિઃશંક ફરે છે. નાક છે તે તો માંસનો એક ટુકડો છે,
તેમાં ત્રણ કાણા છે, જાણે કોઈએ શરીરમાં ત્રણનો આંકડો જ લખી રાખ્યો છે, તેને
નાક કહે છે. તે નાક (અહંકાર) રાખવા માટે લડાઈ કરે છે, કમરે તલવાર બાંધે છે
અને મનમાં વક્રતા ધારણ કરે છે. ૨૯.
जैसैं कोउ कूकर छुधित सूके हाड़ चाबै,
हाड़निकी कोर चहुं ओरचुभैं मुखमैं।
गाल तालु रसना मसूढ़निकौ मांस फाटै,
चाटै निज रुधिरमगन स्वाद–सुखमैं।।
तैसैं मूढ विषयी पुरुष रति–रीति ठानै,
तामैं चित्त सानै हित मानै खेद दुखमैं।
देखै परतच्छ बल–हानि मल–मूत–खानि,
गहै न गिलानिपगि रहै राग–रुखमैं।। ३०।।
શબ્દાર્થઃ– પગિ રહૈ=મગ્ન થઈ જાય. રુખ=દ્વેષ.
અર્થઃ– જેમ ભૂખ્યો કૂતરો હાડકું ચાવે છે અને તેની અણી ચારે કોર મોઢામાં
વાગે છે, જેથી ગાલ, તાળવું, જીભ અને જડબાનું માંસ ચીરાઈ જાય છે અને લોહી
_________________________________________________________________
* સફેદ કાચ ઉપર જે રંગનો ડંક લગાવવામાં આવે છે તે જ રંગનો કાચ દેખાય છે. તેવી જ રીતે
જીવરૂપ કાચ પર કર્મનો ડંક લાગી રહ્યો છે, તેથી કર્મ જેવો રસ આપે તેવા જ રૂપે જીવાત્મા થઈ
જાય છે.

Page 193 of 444
PDF/HTML Page 220 of 471
single page version

background image
બંધ દ્વાર ૧૯૩
નીકળે છે. તે નીકળેલા પોતાના જ લોહીને તે ખુબ સ્વાદથી ચાટતો થકો આનંદિત
થાય છે, તેવી જ રીતે અજ્ઞાની વિષય-લોલુપ જીવ કામ-ભોગમાં આસક્ત થઈને
સંતાપ અને કષ્ટમાં ભલાઈ માને છે. કામક્રીડામાં શક્તિની હાનિ અને મળ-મુત્રની
ખાણ સાક્ષાત્ દેખાય છે, તોપણ ગ્લાનિ કરતો નથી, રાગ-દ્વેષમાં મગ્ન જ રહે છે.
૩૦.
જે નિર્મોહી છે તે સાધુ છે (અડિલ્લ)
सदा करमसौं भिन्न, सहज चेतन कह्यौ।
मोह–विकलता मानि,मिथ्याती ह्वै रह्यौ।।
करै विकल्प अनंत, अहंमति धारिकै।
सो मुनि जो थिर होइ, ममत्त निवारिकै।। ३१।।
શબ્દાર્થઃ– અહંમતિ=અહંબુદ્ધિ. નિવારિકૈ= દૂર કરીને.
અર્થઃ– વાસ્તવમાં આત્મા કર્મોથી નિરાળો સહજ ચેતનરૂપ છે, પરંતુ મોહને
કારણે સ્વરૂપ ભૂલીને મિથ્યાત્વી બની રહ્યો છે અને શરીર આદિમાં અહંબુદ્ધિ કરીને
અનેક વિકલ્પો કરે છે. જે જીવ પરદ્રવ્યોમાં મમત્વભાવ છોડીને આત્મસ્વરૂપમાં સ્થિર
થાય છે તે સાધુ છે. ૩૧.
સમ્યગ્દ્રષ્ટિ જીવ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે. (સવૈયા એકત્રીસા)
असंख्यात लोक परवांन जे मिथ्यात भाव,
तेई विवहार भाव केवली–उकत हैं।
जिन्हकौ मिथ्यात गयौ सम्यक दरस भयौ,
ते नियत–लीनविवहारसौं मुक्त है।।
_________________________________________________________________
विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावादात्मानमात्मा विद्धाति विश्वम्।
मोहैककन्दोऽध्यवसाय एष नास्तीह येषां यतयस्त एव।। १०।।
सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनै–
स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः।
सम्यङ्निश्चयमेकमेव तदमी निष्कम्पमाक्रम्य किं
शुद्धज्ञानघने महिम्नि न निजेबध्नन्ति संतो धृतिम्।। ११।।