Natak Samaysar (Gujarati). Gatha: 8-38 (Nirjara Dvar).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 9 of 24

 

Page 134 of 444
PDF/HTML Page 161 of 471
single page version

background image
૧૩૪ સમયસાર નાટક
નિર્ણય કરે છે. તેઓ આત્મ-અનુભવ કરીને જિન-સ્વરૂપમાં સ્થિર થાય છે તથા
સંસાર-સમુદ્રથી પોતે સ્વયં તરે છે અથવા બીજાઓને તારે છે. આ રીતે આત્મતત્ત્વ
સિદ્ધ કરીને કર્મોની જાળ દૂર કરે છે અને મોક્ષનો આનંદ પ્રાપ્ત કરે છે. ૭.
સમ્યગ્જ્ઞાન વિના સંપૂર્ણ ચારિત્ર નકામું છે. (સવૈયા એકત્રીસા)
जो नर सम्यकवंत कहावत,
सम्यकग्यान कला नहिजागी।
आतम अंग अबंध विचारत,
धारत संग कहै हमत्यागी।।
भेष धरै मुनरिाज–पटंतर,
अंतर मोह–महानल दागी।
सुन्न हिये करतूति करै पर,
सो सठ जीव न होय विरागी।। ८।।
શબ્દાર્થઃ– સંગ=પરિગ્રહ. પટંતર (પટતર)=સમાન. મહાનલ=તીવ્ર અગ્નિ.
દાગી=ધગે છે. સુન્ન હિયે=શૂન્ય હૃદયે. સઠ=મૂર્ખ.
અર્થઃ– જે મનુષ્યને સમ્યગ્જ્ઞાનનું કિરણ તો પ્રગટ થયું નથી અને પોતાને
સમ્યગ્દ્રષ્ટિ માને છે, તે નિજાત્મસ્વરૂપનું અબંધરૂપ ચિંતવન કરે છે, શરીર આદિ
પરવસ્તુમાં મમત્વ રાખે છે અને કહે છે કે અમે ત્યાગી છીએ. તે મુનિરાજ જેવો વેષ
ધારણ કરે છે પરંતુ અંતરંગમાં મોહની મહાજ્વાળા સળગે છે, ત શૂન્ય-હૃદય
_________________________________________________________________
૧. જીવે અનાદિકાળથી દેહાદિ પર વસ્તુઓને પોતાની માની લીધી હતી તે હઠ છોડી દે છે અને
પોતાના આત્માને તેમનાથી જુદો માનવા લાગે છે. ૨. ધર્મોપદેશ આપીને.
૩. નિશ્ચયનયનો એકાંત પક્ષ લઈને.
सम्यग्द्रष्टिः स्वयमयमहं जातु बन्धो न मे स्या–
दित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु।
आलम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा
आत्मानात्मावगमविरहात् सन्ति सम्यक्त्वरिक्ताः।। ५।।

Page 135 of 444
PDF/HTML Page 162 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧૩પ
થઈને (મુનિરાજ જેવી) ક્રિયા કરે છે પરંતુ તે મુર્ખ છે; વાસ્તવમાં સાધુ નથી,
દ્રવ્યલિંગી છે. ૮.
ભેદવિજ્ઞાન વિના સમસ્ત ચારિત્ર નકામું છે. (સવૈયા તેવીસા)
ग्रन्थ रचै चरचै सुभ पंथ,
लखै जगमैं विवहार सुपत्ता।
साधि संतोष अराधि निरंजन,
देइ सुसीख न लेइ अदत्ता।।
नंग धरंग फिरै तजि संग,
छकै सरवंग मुधारस मत्ता।
ए करतूति करै सठ पै,
समुझै न अनातम–आतम–सत्ता।। ९।।
શબ્દાર્થઃ– રચૈ=બનાવે. ચરચૈ=કથન કરે. સુભ પંથ=ધર્મમાર્ગ.
સુપત્તા=સુપાત્ર. નિરંજન=ઈશ્વર. સુસીખ=સારો ઉપદેશ. અદત્તા=આપ્યા વિના. નંગ-
ધરંગ=નગ્ન. સંગ=પરિગ્રહ. મુધારસ મત્તા=અજ્ઞાનરસમાં ઉન્મત્ત. આતમ સત્તા=શુદ્ધ
ચૈતન્યભાવ. અનાતમ સત્તા=શરીર રાગ-દ્વેષ-મોહ આદિ.
અર્થઃ– તે મૂર્ખ ગ્રંથ-રચના કરે છે, ધર્મની ચર્ચા કરે છે, શુભ-અશુભ ક્રિયાને
જાણે છે, યોગ્ય વ્યવહાર રાખે છે, સંતોષને સંભાળે છે, અર્હંત્ ભગવાનની ભક્તિ
કરે છે, સારો ઉપદેશ આપે છે, આપ્યા વિના લેતો નથી
, બાહ્ય પરિગ્રહ છોડીને
નગ્ન ફરે છે, અજ્ઞાનરસમાં ઉન્મત્ત થઈને બાળતપ કરે છે, તે મૂર્ખ આવી ક્રિયાઓ
કરે છે પરંતુ આત્મસત્તા અને અનાત્મસત્તાનો ભેદ જાણતો નથી. ૯.
_________________________________________________________________
૧. અચૌર્યાદિ વ્રત અને એષણા આદિ સમિતિ પાળે છે.

Page 136 of 444
PDF/HTML Page 163 of 471
single page version

background image
૧૩૬ સમયસાર નાટક
વળી-
ध्यान धरै करै इंद्रिय–निग्रह,
विग्रहसौं न गनै निज नत्ता।
त्यागि विभूति विभूति मढै तन,
जोग गहै भवभोग–विरत्ता।।
मौन रहै लहि मंदकषाय,
सहै बध बंधन होइन तत्ता।
ए करतूति करै सठ पै,
समुझै न अनातम–आतम–सत्ता।। १०।।
શબ્દાર્થઃ– નિગ્રહ=દમન કરવું. વિગ્રહ=શરીર. નત્તા (નાતા)=સંબંધ.
વિભૂતિ=ધન-સંપત્તિ. વિભૂતિ=ભસ્મ (રાખ). મઢે=લગાવે. જોગ =ત્યાગ. વિરત્તા
(વિરક્ત)=ત્યાગી. તત્તા (તપ્ત)=ક્રોધિત, દુઃખી.
અર્થઃ– આસન લગાવીને ધ્યાનકરે છે, ઈન્દ્રિયોનું દમન કરે છે, શરીર સાથે
પોતાના આત્માનો કાંઈ સંબંધ ગણતો નથી, ધન-સંપત્તિનો ત્યાગ કરે છે, શરીરને
રાખથી ચોળે છે
, પ્રાણાયામ આદિ યોગસાધના કરે છે, સંસાર અને ભોગોથી
વિરક્ત રહે છે, મૌન ધારણ કરે છે, કષાયોને મંદ કરે છે. , વધ-બંધન સહન કરીને
દુઃખી થતો નથી. તે મૂર્ખ આવી ક્રિયાઓ કરે છે પરંતુ આત્મસત્તા અને
અનાત્મસત્તાનો ભેદ જાણતો નથી. ૧૦.
(ચોપાઈ)
जो बिनु ग्यान क्रिया अवगाहै।
जो बिनु क्रिया मोखपदचाहै।।
जो बिनु मोख कहै मैं सुखिया।
सो अजानमूढनिमैं मुखिया।। ११।।
_________________________________________________________________
૧. દોહા- આસન પ્રાણાયામ, યમ, નિયમ ધારણા ધ્યાન;
પ્રત્યાહાર સમાધિ યે, અષ્ટ યોગ પહિચાન. ૨. સ્નાન આદિ ન કરવાથી.

Page 137 of 444
PDF/HTML Page 164 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧૩૭
શબ્દાર્થઃ– ક્રિયા=ચારિત્ર. અવગાહૈ=ગ્રહણ કરે. અજાન=મૂર્ખ.
મૂઢનિમેં=મૂર્ખાઓમાં. મુખિયા=પ્રધાન.
અર્થઃ– જે સમ્યગ્જ્ઞાન વિના ચારિત્ર ધારણ કરે છે અથવા ચારિત્ર વિના
મોક્ષપદ ચાહે છે, તથા મોક્ષ વિના પોતાને સુખી કહે છે, તે અજ્ઞાની છે, મૂર્ખાઓમાં
પ્રધાન અર્થાત્ મહામૂર્ખ છે. ૧૧.
શ્રીગુરુનો ઉપદેશ અજ્ઞાની જીવો માનતા નથી. (સવૈયા એકત્રીસા)
जगवासी जीवनीसौं गुरु उपदेस कहै,
तुमैं इहां सोवत अनंत काल बीते हैं।
जागौ ह्वै सचेत चित्त समता समेत सुनौ,
केवल–वचन जामैं अक्ष–रस जीते हैं।।
आवौ मेरै निकट बताऊं मैं तुम्हारे गुन,
परम सुरस–भरे करमसौं रीतेहैं।
ऐसे बैन कहै गुरु तौऊ ते न धरै उर,
मित्रकैसे पुत्र किधौं चित्रकैसे चीते हैं।। १२।।
શબ્દાર્થઃ– મિત્રકૈસે પુત્ર=માટીના પૂતળા જેવા. ચિત્રકૈસે ચીતે=ચિત્રમાં
બનેલા.
અર્થઃ– શ્રીગુુરુ જગવાસી જીવોને ઉપદેશ આપે છે કે તમને સંસારમાં
મોહનિદ્રા લેતાં અનંતકાળ વીતી ગયો; હવે તો જાગો અને સાવધાન અથવા
શાંતચિત્ત થઈને ભગવાનની વાણી સાંભળો, જેનાથી ઈન્દ્રિયોના વિષયો જીતી શકાય
છે. મારી પાસે આવો, હું કર્મ-કલંક રહિત પરમ આનંદમય તમારા આત્માના ગુણ
તમને બતાવું. શ્રીગુરુ આવાં વચન કહે છે તોપણ સંસારી મોહી જીવ કાંઈ ધ્યાન
આપતા નથી, જાણે કે તેઓ માટીના પૂતળા છે અથવા ચિત્રમાં દોરેલા મનુષ્ય છે.
૧૨.
_________________________________________________________________
आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः
सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमन्धाः।
एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातुः
शुद्धः शुद्धः स्वरसभरतः स्थायिभावत्वमेति।। ६।।

Page 138 of 444
PDF/HTML Page 165 of 471
single page version

background image
૧૩૮ સમયસાર નાટક
જીવની શયન અને જાગૃત દશા કહેવાની પ્રતિજ્ઞા (દોહરા)
एतेपर बहुरौंसुगुरु, बोलैं वचन रसाल।
सैन दसा जागृत दसा, कहै दुहूंकी चाल।। १३।।
શબ્દાર્થઃ– રસાલ=મીઠા. સૈન (શયન)=સૂતેલી. દસા=અવસ્થા.
અર્થઃ– આમ છતાં ફરીથી કૃપાળુ સુગુરુ જીવની નિદ્રિત અને જાગૃત દશાનું
કથન મધુર વચનોમાં કહે છે. ૧૩.
काया चित्रसारीमैं करम परजंक भारी,
मायाकी संवारी सेज चादरि कलपना।
सैन करै चेतन अचैतना नींद लियैं,
मोहकी मरोर यहै लोचनकौ ढपना।।
उदै बल जोर यहै स्वासकौ सबद घोर,
विषै–सुख कारजकी दौर यहै सपना।
ऐसी मूढ़ दसामैं मगन रहै तिहूं काल,
धावै भ्रम जालमैं न पावै रूप अपना।। १४।।
શબ્દાર્થઃ– કાયા=શરીર. ચિત્રસારી=શયનાગાર, સૂવાની જગ્યા, સંવારી=સજી,
પરજંક (પર્યંક)=પલંગ. સેજ=પથારી. ચાદરિ=ઓઢવાનું વસ્ત્ર. અચેતના=સ્વરૂપને
ભૂલી જવું તે. લોચન=આંખ. સ્વાસકૌ સબદ=નસકોરાં બોલાવવાં.
અર્થઃ– શરીરરૂપી મહેલમાં કર્મરૂપી મોટો પલંગ છે, માયાની પથારી સજેલી
છે, કલ્પનારૂપી*ચાદર છે, સ્વરૂપની ભૂલરૂપ નિદ્રા લઈ રહ્યો છે, મોહની લહેરોથી
આંખની પાંપણ ઢંકાઈ ગઈ છે, કર્મોદયની જોરાવરી એ નસકોરાંનો ઘુરકાટ છે,
વિષયસુખનાં કાર્યો માટે ભટકવું એ સ્વપ્ન છે; આવી અજ્ઞાન દશામાં આત્મા સદા
મગ્ન થઈને મિથ્યાત્વમાં ભટકતો ફરે છે પરંતુ પોતાના આત્મસ્વરૂપને જોતો નથી.
૧૪.
_________________________________________________________________
* જ્યારે રાગ-દ્વેષનાં બાહ્ય નિમિત્ત નથી મળતાં ત્યારે મનમાં જાતજાતનાં સંકલ્પ-વિકલ્પ કરવા તે.

Page 139 of 444
PDF/HTML Page 166 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧૩૯
જીવની જાગૃત દશા (સવૈયા એકત્રીસા)
चित्रसारी न्यारी परजंक न्यारौ सेज न्यारी,
चादरि भी न्यारी इहां झूठी मेरी थपना।
अतीत अवस्था सैन निद्रा वाहि कोऊ पै,
न विद्यमान पलक न यामैंअब छपना।।
स्वास औ सुपन दोऊ निद्राकी अलंग बूझै,
सुझै सब अंग लखि आतम दरपना।
त्यागी भयौ चेतन अचेतनता भाव त्यागि,
भालै द्रष्टि खोलिकैंसंभालै रूप अपना।। १५।।
શબ્દાર્થઃ– થપના= સ્થાપના. અતીત=ભૂતકાળ. નિદ્રાવાહિ=નિદ્રામાં પડેલો.
યામેં=એમાં. છપના=લગાડવું. અલંગ=સંબંધ. દરપના=દર્પણ. ભાલૈ=દેખે.
અર્થઃ– જ્યારે સમ્યગ્જ્ઞાન પ્રગટ થયું ત્યારે જીવ વિચારે છે કે શરીરરૂપ મહેલ
જુદો છે, કર્મરૂપ પલંગ જુદો છે, માયારૂપ પથારી જુદી છે, કલ્પનારૂપ ચાદર જુદી છે,
આ નિદ્રાવસ્થા મારી નથી-પૂર્વકાળમાં નિદ્રામાં પડેલી મારી બીજી જ પર્યાય હતી.
હવે વર્તમાનની એક પળ પણ નિદ્રામાં નહિ વીતાવું, ઉદયનો નિઃશ્વાસ અને વિષયનું
સ્વપ્ન-એ બન્ને નિદ્રાના સંયોગથી દેખાતા હતા. હવે આત્મારૂપ દર્પણમાં મારા
સમસ્ત ગુણો દેખાવા લાગ્યા. આ રીતે આત્મા અચેતન ભાવોનો ત્યાગી થઈને
જ્ઞાનદ્રષ્ટિથી જોઈને પોતાનું સ્વરૂપ સંભાળે છે. ૧પ.
જાગૃત દશાનું ફળ (દોહરા)
इहि विधि जे जागे पुरुष, ते शिवरूप सदीव।
जे सोवहि संसारमैं, ते जगवासी जीव।। १६।।
શબ્દાર્થઃ– ઈહવિધિ=આ પ્રકારે. જાગે=સચેત થયા. તે=તેઓ. સદીવ
(સદૈવ)=હંમેશાં. જગવાસી=સંસારી.
અર્થઃ– જે જીવ સંસારમાં આ રીતે આત્મ-અનુભવ કરીને સચેત થયા છે તે
હંમેશાં મોક્ષરૂપ જ છે અને જે અચેત થઈને સૂઈ રહ્યા છે તે સંસારી છે. ૧૬.

Page 140 of 444
PDF/HTML Page 167 of 471
single page version

background image
૧૪૦ સમયસાર નાટક
આત્મ–અનુભવ ગ્રહણ કરવાની શિખામણ. (દોહરા)
जो पद भौपद भय हरै,सो पद सेऊ अनूप।
जिहि पद परसत और पद, लगै आपदारूप।। १७।।
શબ્દાર્થઃ– ભૌ (ભવ)=સંસાર. સેઉ=સ્વીકાર કરો. અનૂપ=ઉપમા રહિત.
પરસત (સ્પર્શત)=ગ્રહણ કરતાં જ. આપદા=કષ્ટ.
અર્થઃ– જે જન્મ-મરણનો ભય દૂર કરે છે, ઉપમા રહિત છે, જેનું ગ્રહણ
કરવાથી બીજાં બધાં પદ*વિપત્તિરૂપ ભાસવા લાગે છે તે આત્મ-અનુભવરૂપ પદને
અંગીકાર કરો. ૧૭.
સંસાર સર્વથા અસત્ય છે. (સવૈયા એકત્રીસા)
जब जीव सोवै तब समुझै सुपन सत्य,
वहि झूठ लागै तब जागै नींद खोइकै।
जागै कहै यह मेरौ तन यह मेरी सौंज,
ताहू झूठ मानत मरन–थिति जोइकै।।
जानै निज मरम मरन तब सूझै झूठ,
बूझै जब और अवतार रूप होइकै।
वाहू अवतारकी दसामैं फिरि यहै पेच,
याही भांति झूठौ जग देख्यौ हम टोइकै।। १८।।
શબ્દાર્થઃ– સૌંજ=વસ્તુ. અવતાર=જન્મ. ટોઈકૈ=શોધીને.
અર્થઃ– જ્યારે જીવ સૂવે છે ત્યારે સ્વપ્નને સત્ય માને છે, જ્યારે જાગે છે
ત્યારે તે જૂઠું જણાય છે. શરીર કે ધન-સામગ્રીને પોતાની ગણે છે, પછી મૃત્યુનો
ખ્યાલ કરે છે ત્યારે તેને પણ જૂઠી માને છે. જ્યારે પોતાના સ્વરૂપનો વિચાર
_________________________________________________________________
*ઈન્દ્ર, ધરણેન્દ્ર, નરેન્દ્રાદિ.
एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम्।
अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः।। ७।।

Page 141 of 444
PDF/HTML Page 168 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧૪૧
કરે છે ત્યારે મૃત્યુ પણ અસત્ય જણાય છે અને બીજો જન્મ સત્ય લાગે છે. જ્યારે
બીજા જન્મનો વિચાર કરે છે ત્યારે પાછો આ જ ચક્રાવામાં પડી જાય છે- આ રીતે
શોધીને જોયું તો આ જન્મ-મરણરૂપ આખો સંસાર જૂઠો જ જૂઠો જણાય છે. ૧૮.
સમ્યગ્જ્ઞાનીનું આચરણ (સવૈયા એકત્રીસા)
पंडित विवेक लहि एकताकी टेक गहि,
दुंदज अवस्थाकी अनेकता हरतु है।
मति श्रुति अवधि इत्यादि विकलप मेटि,
निरविकलप ग्यान मनमैं धरतु है।।
इंद्रियजनित सुख दुखसौं विमुख ह्वैकै,
परमके रूप ह्वै करम निर्जरतुहै।
सहज समाधि साधि त्यागि परकी उपाधि,
आतम आराधि परमातम करतुहै।। १९।।
શબ્દાર્થઃ– ટેક=હઠ. દુંદજ=વિકલ્પરૂપ, આકુળતારૂપ. મેટિ=દૂર કરીને.
સમાધિ=ધ્યાન. પરકી ઉપાધિ=રાગ-દ્વેષ-મોહ.
અર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવ ભેદજ્ઞાન પ્રાપ્ત કરીને એક આત્માનું જ ગ્રહણ કરે છે,
દેહાદિથી મમત્વના અનેક વિકલ્પો છોડી દે છે, મતિ, શ્રુત, અવધિ ઈત્યાદિ
ક્ષાયોપશમિકભાવ છોડીને નિર્વિકલ્પ કેવળજ્ઞાનને પોતાનું સ્વરૂપ જાણે છે,
ઈન્દ્રિયજનિત સુખ દુઃખમાંથી રુચિ ખસેડીને શુદ્ધ આત્મ-અનુભવ કરીને કર્મોની
નિર્જરા કરે છે અને રાગ-દ્વેષ-મોહનો ત્યાગ કરીને ઉજ્જવળ ધ્યાનમાં લીન થઈને
આત્માની આરાધના કરીને પરમાત્મા થાય છે. ૧૯.
_________________________________________________________________
एकज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन्
स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन्।
आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं
सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम्।। ८।।

Page 142 of 444
PDF/HTML Page 169 of 471
single page version

background image
૧૪૨ સમયસાર નાટક
સમ્યગ્જ્ઞાનને સમુદ્રની ઉપમા. (સવૈયા એકત્રીસા)
जाके उर अंतर निरंतर अनंत दर्व,
भाव भासि रहे पै सुभाव न टरतु है।
निर्मलसौं निर्मल सु जीवन प्रगट जाके,
घटमैं अघट–रस कौतुक करतु है।।
जामैं मति श्रुति औधि मनपर्यै केवल सु,
पंचधा तरंगनि उमंगि उछरतु है।
सो है ग्यान उदधि उदार महिमा अपार,
निराधार एकमैंअनेकता धरतु है।। २०।।
શબ્દાર્થઃ– અંતર=અંદર. અઘટ=પૂર્ણ. ઔધિ (અવધિ)=દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-
ભાવની મર્યાદાથી રૂપી પદાર્થોને એકદેશ સ્પષ્ટ જાણનાર જ્ઞાન. પંચધા=પાંચ
પ્રકારની. તરંગનિ=લહેરો. ગ્યાન ઉદધિ=જ્ઞાનનો સમુદ્ર. નિરધાર=સ્વતંત્ર.
અર્થઃ– જે જ્ઞાનરૂપ સમુદ્રમાં અનંત દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયો સહિત હંમેશાં
ઝળકે છે, પણતે,તે દ્રવ્યોરૂપ થતો નથી અને પોતાના જ્ઞાયક સ્વભાવને છોડતો નથી.
તે અત્યંત નિર્મળ જળરૂપ આત્મા પ્રત્યક્ષ છે જે પોતાના પૂર્ણ રસમાં મોજ કરે છે
તથા જેમાં મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય અને કેવળજ્ઞાન આ પાંચ પ્રકારની લહેરો
ઊઠે છે, જે મહાન છે, જેનો મહિમા અપરંપાર છે, જે નિજાશ્રિત છે તે જ્ઞાન એક છે
તોપણ જ્ઞેયોને જાણવાની અનેકતા સહિત છે.
ભાવાર્થઃ– અહીં જ્ઞાનને સમુદ્રની ઉપમા આપી છે. સમુદ્રમાં રત્નાદિ અનંત
દ્રવ્યો રહે છે, જ્ઞાનમાં પણ અનંત દ્રવ્યો પ્રતિબિંબિત થાય છે. સમુદ્ર રત્નાદિરૂપ થઈ
જતો નથી, જ્ઞાન પણ જ્ઞેયરૂપ થતું નથી. સમુદ્રનું જળ નિર્મળ રહે છે, જ્ઞાન પણ
નિર્મળ રહે છે. સમુદ્ર પરિપૂર્ણ રહે છે, જ્ઞાન પણ પરિપૂર્ણ રહે છે. સમુદ્રમાં લહેરો
ઉત્પન્ન થાય છે.
_________________________________________________________________
*ઘટ=ઓછું. અઘટ=ઓછું નહિ, સંપૂર્ણ.
अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो
निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव।
यस्याभिन्नरसः स एव भगवानेकोऽप्यनेकीभवन्
वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः।। ९।।

Page 143 of 444
PDF/HTML Page 170 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧૪૩
જ્ઞાનમાં પણ મતિ, શ્રુત, આદિ તરંગો છે. સમુદ્ર મહાન હોય છે, જ્ઞાન પણ મહાન
હોય છે, સમુદ્ર અપાર હોય છે, જ્ઞાન પણ અપાર છે. સમુદ્રનું જળ નિજાધારે રહે છે,
જ્ઞાન પણ નિજાધાર છે. સમુદ્ર પોતાના સ્વરૂપની અપેક્ષાએ એક અને તરંગોની
અપેક્ષાએ અનેક હોય છે, જ્ઞાન પણ જ્ઞાયકસ્વભાવની અપેક્ષાએ એક અને જ્ઞેયોને
જાણવાની અપેક્ષાએ અનેક હોય છે. ૨૦.
જ્ઞાનરહિત ક્રિયાથી મોક્ષ થતો નથી. (સવૈયા એકત્રીસા)
कोइ क्रूर कष्ट सहैं तपसौं सरीर दहैं,
धूम्रपान करैं अधोमुख ह्वैकैझूले हैं।
केई महाव्रत गहैं क्रियामैं मगन रहैं,
वहैं मुनिभार पै पयारकैसेपूले हैं।
इत्यादिक जीवनकौं सर्वथा मुकति नांहि,
फिरैं जगमांहि ज्यौं वयारिके बघूले हैं।
जिन्हके हियमैं ग्यान तिन्हिहीकौ निरवान,
करमके करतार भरममैं भूले हैं।। २१।।
શબ્દાર્થઃ– કેઈ=અનેક. ક્રૂર=મૂર્ખ. દહૈં=બાળે. અધોમુખ હ્વૈ=નીચે માથું અને
ઉપર પગ કરીને. બયારિ=હવા. નિરવાન=મોક્ષ.
અર્થઃ– અનેક મૂર્ખ કાયકલેશ કરે છે, પંચાગ્નિ તપ આદિથી શરીરને બાળે છે,
ગાંજો, ચરસ, વગેરે પીવે છે, નીચે મસ્તક અને ઉપર પગ રાખીને લટકે છે,
મહાવ્રતનું ગ્રહણ કરીને તપાચરણમાં લીન રહે છે, પરિષહ આદિનું કષ્ટ ઉઠાવે છે;
પરંતુ જ્ઞાન વિના તેમની આ બધી ક્રિયા, કણ વિનાના ઘાસના પૂળા જેવી નિસ્સાર
છે. આવા જીવોને કદી મોક્ષ મળી શકતો નથી, તેઓ પવનના વંટોળિયાની
_________________________________________________________________
क्लिश्यन्तां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः
क्लिश्यन्तां च परे महाव्रततपोभारेणभग्नाश्चिरं।
साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं
ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि।। १०।।

Page 144 of 444
PDF/HTML Page 171 of 471
single page version

background image
૧૪૪ સમયસાર નાટક
જેમ સંસારમાં ભટકે છે-કયાંય ઠેકાણું પામતા નથી. જેમના હૃદયમાં સમ્યગ્જ્ઞાન છે,
તેમને જ મોક્ષ છે; જે જ્ઞાનશૂન્ય ક્રિયા કરે છે તેઓ ભ્રમમાં ભૂલેલા છે. ૨૧.
વ્યવહારલીનતાનું પરિણામ. (દોહરા)
लीन भयौ विवहारमैं, उकति न उपजै कोइ।
दीन भयौ प्रभुपद जपै, मुकति कहासौं कोइ?।। २२।।
શબ્દાર્થઃ– ઉકતિ=ભેદજ્ઞાન. કહાસૌ=કેવી રીતે.
અર્થઃ– જે ક્રિયામાં લીન છે, ભેદવિજ્ઞાન રહિત છે અને દીન થઈને
ભગવાનનાં ચરણોનો જાપ કરે છે અને એનાથી જ મોક્ષની ઈચ્છા રાખે છે તે
આત્માનુભવ વિના મોક્ષ કેવી રીતે મેળવી શકે? ૨૨.
વળી–(દોહરા)
प्रभु सुमरौ पूजौ पढ़ौ करौ विविध विवहार।
मोख सरूपी
आतमा, ग्यानगम्य निरधार।। २३।।
શબ્દાર્થઃ– સુમરૌ=સ્મરણ કરો. વિવિધ વિવહાર=જુદા જુદા પ્રકારનું ચારિત્ર.
અર્થઃ– ભગવાનનું સ્મરણ કરવાથી, પૂજા-સ્તુતિ કરવાથી અથવા અનેક
પ્રકારનું ચારિત્ર ગ્રહણ કરવાથી કાંઈ થઈ શકતું નથી, કેમ કે મોક્ષ-સ્વરૂપ આત્મા
અનુભવ-જ્ઞાનગોચર છે. ૨૩.
જ્ઞાન વિના મોક્ષમાર્ગ જાણી શકાતો નથી. (સવૈયા એકત્રીસા)
काज विना न करै जिय उद्यम,
लाज विना रन मांहि न जूझै।
डील विना न सधै परमारथ,
सील विनासतसौं न अरूझै।।
नेम विना न लहै निहचै पद,
प्रेम विना रस रीति न बूझै।

Page 145 of 444
PDF/HTML Page 172 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧૪પ
ध्यान विना न थंभै मनकी गति,
ग्यान विना सिव पंथ न सूझै।। २४।।
શબ્દાર્થઃ– ઉદ્યમ=ઉદ્યોગ. લાજ=સ્વાભિમાન, ડીલ=શરીર. જૂઝૈ=લડે.
પરમારથ (પરમાર્થ)=મોક્ષ. અરૂઝૈ=મળે. નેમ=નિયમ. બૂઝૈ=સમજે.
સિવપંથ=મોક્ષમાર્ગ. સૂઝૈ=દેખાય.
અર્થઃ– પ્રયોજન વિના જીવ ઉદ્યમ કરતો નથી, સ્વાભિમાન વિના સંગ્રામમાં
લડતો નથી, શરીર વિના મોક્ષ સઘાતો નથી, શીલ ધારણ કર્યા વિના સત્યનો મેળાપ
થતો નથી, સંયમ વિના મોક્ષપદ મળતું નથી; પ્રેમ વિના રસની રીત જાણી શકાતી
નથી. ધ્યાન વિના ચિત્ત સ્થિર થતું નથી અને જ્ઞાન વિના મોક્ષમાર્ગ જાણી શકાતો
નથી. ૨૪.
જ્ઞાનનો મહિમા (સવૈયા તેવીસા)
ग्यान उदै जिन्हकै घट अंतर,
जोति जगी मति होत न मैली।
बाहिज दिष्टि मिटी जिन्हके हिय,
आतमध्यान कला विधि फैली।
जे जड चेतन भिन्न लखैं,
सुविवेक लियैं परखैं गुन–थैली।
ते जगमैं परमारथ जानि,
गहैं रुचि मानि अध्यातमसैली।। २५।।
શબ્દાર્થઃ– અંતર=અંદર, મતિ=બુદ્ધિ. મૈલી= અશુદ્ધ. બાહિજ દિષ્ટિ=શરીર
આદિમાં આત્મબુદ્ધિ. ભિન્ન=જુદા. પરખૈં=પરીક્ષા કરે. રુચિ=શ્રદ્ધાન. અધ્યાતમ
સૈલી=આત્મ-અનુભવ.
અર્થઃ– જેમના અંતરમાં સમ્યગ્જ્ઞાનનો ઉદય થયો છે, જેમની આત્મજ્યોતિ
જાગૃત થઈ છે અને બુદ્ધિ નિર્મળ રહે છે, જેમને શરીર આદિમાંથી આત્મબુદ્ધિ ખસી
ગઈ છે, જે આત્મધ્યાનમાં નિપુણ છે, તેઓ જડ અને ચૈતન્યના ગુણોની પરીક્ષા
કરીને તેમને જુદા જુદા માને છે અને મોક્ષમાર્ગને સારી રીતે સમજીને રુચિપૂર્વક
આત્મ-અનુભવ કરે છે. ૨પ.

Page 146 of 444
PDF/HTML Page 173 of 471
single page version

background image
૧૪૬ સમયસાર નાટક
बहुविधि क्रिया कलेससौं, सिवपद लहै न कोइ।
ग्यानकला परकाशसौं, सहज मोखपद होइ।। २६।।
ग्यानकला घटघट बसै, जोग जुगतिके पार।
निज निज, कला उदोत करि,मुक्त होइ संसार।। २७।।
શબ્દાર્થઃ– બહુવિધિ=અનેક પ્રકારની. બસૈ=રહે. પાર (પરે)=અગમ્ય.
ઉદોત=પ્રગટ. મુક્ત=મુક્ત.
અર્થઃ– અનેક પ્રકારની બાહ્ય ક્રિયાઓના કલેશથી કોઈ મોક્ષ પામી શકતું
નથી અને સમ્યગ્જ્ઞાન પ્રગટ થતાં કલેશ વિના જ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. ૨૬.
અર્થઃ– જ્ઞાનજ્યોતિ સમસ્ત જીવોના અંતરંગમાં રહે છે, તે મન, વચન, કાય
અને યુક્તિથી અગમ્ય છે, હે ભવ્યો! પોતપોતાની જ્ઞાનજ્યોતિ પ્રગટ કરીને સંસારથી
મુક્ત થાઓ. ૨૭.
અનુભવની પ્રશંસા (કુંડલિયા)
अनुभव चिंतामनि रतन, जाके हिय परगास।
सो पुनीत सिवपद लहै, दहै चतुरगतिवास।।
दहै चतुरगतिवास, आस धरि क्रिया न मंडै।
नूतन बंध निरोधि, पूब्बकृत कर्म बिहंडै।।
ताके न गनु विकार, न गनु बहु भार न गनु भव।
जाके हिरदै मांहि,
रतन चिंतामनि अनुभव।। २८।।
_________________________________________________________________
पदमिदं ननु कर्मदुरासदं सहजबोधकलासुलभं किल।
तत इदं निजबोधकलाबलात् कलयितुं यततां सततं जगत्।। ११।।
अचिन्त्यशक्तिःस्वयमेव देवश्चिन्मात्रचिन्तामणिरेष यस्मात्।
सर्वार्थसिद्धात्मतया विधत्ते ज्ञानी किमन्यस्य परिग्रहेण।। १२।।

Page 147 of 444
PDF/HTML Page 174 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧૪૭
શબ્દાર્થઃ– પુનિત=પવિત્ર. દહૈ=બાળે. આસ=આશા. મડૈ (માંડૈ)=કરે.
નિરોધિ=રોકીને. વિહંડૈ=ખેરવે. ભાર=જન્મ.
અર્થઃ– અનુભવરૂપ ચિંતામણિ રત્નનો પ્રકાશ જેના હૃદયમાં થઈ જાય છે તે
પવિત્ર આત્મા ચતુર્ગતિ ભ્રમણરૂપ સંસારનો નાશ કરીને મોક્ષપદ પામે છે. તેનું
આચરણ ઈચ્છા રહિત હોય છે, તે કર્મોનો સંવર અને પૂર્વકૃત કર્મોની નિર્જરા કરે છે.
તે અનુભવી જીવને રાગ-દ્વેષ, પરિગ્રહનો ભાર અને ભાવી જન્મ કાંઈ ગણતરીમાં
નથી અર્થાત્ અલ્પકાળમાં જ તે સિદ્ધપદ પામશે. ૨૮.
સમ્યગ્દર્શનની પ્રશંસા (સવૈયા એકત્રીસા)
जिन्हके हियेमैं सत्य सूरज उदोत भयौ,
फैली मति किरन मिथ्याततम नष्ट है।
जिन्हकी सुदिष्टिमैं न परचै विषमतासौं,
समतासौं प्रीति ममतासौंलष्ट पुष्ट है।।
जिन्हके कटाक्षमैं सहज मोखपंथ सधै,
मनकौ निरोध जाके तनकौ न कष्ट है।।
तिन्हके करमकी कलोलै यह है समाधि,
डोलै यह जोगासन बोलै यह मष्ट है।। २९।।
શબ્દાર્થઃ– પરચૈ(પરિચય)=સંબંધ. વિષમતા=રાગ-દ્વેષ. સમતા=વીતરાગતા.
લષ્ટ પુષ્ટ=વિરુદ્ધ. કટાક્ષ=નજર. કરમકી કલોલૈ=કર્મના ઝપાટા. સમાધિ=ધ્યાન.
ડોલૈ=ફરે. મષ્ટ=મૌન.
અર્થઃ– જેમના હૃદયમાં અનુભવનો સત્ય સૂર્ય પ્રકાશિત થયો છે અને
સુબુદ્ધિરૂપ કિરણો ફેલાઈને મિથ્યાત્વનો અંધકાર નષ્ટ કરે છે; જેમને સાચા શ્રદ્ધાનમાં
રાગ-દ્વેષ સાથે સંબંધ નથી, સમતા પ્રત્યે જેમને પ્રેમ અને મમતા પ્રત્યે દ્વેષ છે;
જેમની દ્રષ્ટિ માત્રથી મોક્ષમાર્ગ સધાય છે અને જે કાયકલેશ આદિ વિના મન આદિ
યોગોનો નિગ્રહ કરે છે, તે સમ્યગ્જ્ઞાની જીવોને વિષય-ભોગ પણ સમાધિ છે,
હાલવું-ચાલવું એ યોગ અથવા આસન છે અને બોલવું-ચાલવું એ જ મૌનવ્રત છે.

Page 148 of 444
PDF/HTML Page 175 of 471
single page version

background image
૧૪૮ સમયસાર નાટક
ભાવાર્થઃ– સમ્યગ્જ્ઞાન પ્રગટ થતાં જ ગુણશ્રેણિ નિર્જરા પ્રગટ થાય છે; જ્ઞાની
જીવ ચારિત્રમોહના પ્રબળ ઉદયમાં જોકેસંયમ લેતા નથી-અવ્રતની દશામાં રહે છે-
તોપણ કર્મનિર્જરા થાય જ છે અર્થાત્ વિષય આદિ ભોગવતાં, હાલતાં-ચાલતાં અને
બોલતાં-ચાલતાં છતાં પણ તેમને કર્મ ખરે છે. જે પરિણામ, સમાધિ, યોગ, આસન,
મૌનનું છે તે જ પરિણામ જ્ઞાનીને વિષય-ભોગ, હાલ-ચાલ અને બોલ-ચાલનું છે,
સમ્યકત્વનો આવો જ અટપટો મહિમા છે. ૨૯.
પરિગ્રહના વિશેષ ભેદ કથન કરવાની પ્રતિજ્ઞા. (સવૈયા એકત્રીસા)
आतम सुभाउ परभावकी न सुधि ताकौं,
जाकौ मन मगन परिग्रहमैं रह्यो है।
ऐसौ अविवेककौ निधान परिग्रह राग,
ताकौ त्याग इहांलौ समुच्चैरूप कह्यो है।।
अब निज पर भ्रम दूरि करिवैकै काज,
बहुरौं सुगुरु उपदेशको उमह्यो है।
परिग्रह त्याग परिग्रहकौ विशेष अंग,
कहिवैकौ उद्दिम उदार लहलह्यो है।। ३०।।
શબ્દાર્થઃ– સુધિ=ખબર. અવિવેક =અજ્ઞાન. રાગ=પ્રેમ. સમુચ્ચૈ=સમગ્ર.
ઉમહ્યો હૈ=તત્પર થયો છે. કહિવેકૌ=કહેવાને.
અર્થઃ– જેનું ચિત્ત પરિગ્રહમાં રમે છે તેને સ્વભાવ-પરભાવની ખબર રહેતી
નથી; તેથી પરિગ્રહનો પ્રેમ અજ્ઞાનનો ખજાનો જ છે. તેનો અહીં સુધી સામાન્ય રીતે
સમગ્રપણે ત્યાગ કહ્યો છે, હવે શ્રીગુરુ નિજ-પરનો ભ્રમ દૂર કરવા માટે પરિગ્રહ
અને પરિગ્રહના વિશેષ ભેદ કહેવાને ઉત્સાહપૂર્વક સાવધાન થયા છે. ૩૦.
_________________________________________________________________
इत्थं परिग्रहमपास्य समस्तमेवसामान्यतः स्वपरयोरविवेकहेतुम्।
अज्ञानमुज्ज्ञितुमना अधुना विशेषाद् भूयस्तमेव परिहर्त्तुमयं प्रवृत्तः।। १३।।

Page 149 of 444
PDF/HTML Page 176 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧૪૯
સામાન્ય–વિશેષ પરિગ્રહનો નિર્ણય (દોહરા)
त्याग जोग परवस्तु सब,यह सामान्य विचार।
विविध वस्तु नाना विरति, यह विशेष विस्तार।। ३१।।
શબ્દાર્થઃ– પરવસ્તુ=પોતાના આત્મા સિવાય અન્ય સર્વ ચેતન-અચેતન
પદાર્થ. સામાન્ય=સાધારણ. વિરતિ=ત્યાગ.
અર્થઃ– પોતાના આત્મ સિવાય અન્ય સર્વ ચેતન-અચેતન પરપદાર્થ ત્યાગવા
યોગ્ય છે એ સામાન્ય ઉપદેશ છે અને તેમનો અનેક પ્રકારે ત્યાગ કરવો એ
પરિગ્રહનો વિશેષ ત્યાગ છે.
ભાવાર્થઃ– મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદિ ચૌદ અંતરંગ પરિગ્રહ અને ધન-
ધાન્યાદિ દસ બાહ્ય પરિગ્રહ-આ બધાનો ત્યાગ એ સામાન્ય ત્યાગ છે અને
મિથ્યાત્વનો ત્યાગ, અવ્રતનો ત્યાગ, કષાયનો ત્યાગ, કુકથાનો ત્યાગ, પ્રમાદનો
ત્યાગ, અભક્ષ્યનો ત્યાગ, અન્યાયનો ત્યાગ આદિ વિશેષ ત્યાગ છે. ૩૧.
પરિગ્રહમાં રહેવા છતાં પણ જ્ઞાની જીવ નિષ્પરિગ્રહી છે.
(ચોપાઈ)
पूरव करम उदै रस भुंजै,
ग्यान मगनममता न प्रयुंजै।
उरमैं उदासीनता लहिये,
यौं बुध परिग्रहवंत न कहिये।। ३२।।
શબ્દાર્થઃ– પૂરવ(પૂર્વ)=પહેલાનાં. ભુંજૈ=ભોગવે. પ્રયુંજૈ=લીન થાય.
ઉદાસીનતા=વૈરાગ્ય. બુધ=સમ્યગ્દ્રષ્ટિ.
અર્થઃ– જ્ઞાની જીવ પૂર્વે બાંધેલા કર્મના ઉદયથી સુખ-દુઃખ બન્ને ભોગવે છે
પણ તેઓ તેમાં મમતા અને રાગ-દ્વેષ કરતા નથી, જ્ઞાનમાં જ મસ્ત રહે છે તેથી
તેમને નિષ્પરિગ્રહી જ કહ્યા છે. ૩૨.
_________________________________________________________________
पूर्वबद्धनिजकर्मविपाकात्ज्ञानिनो यदि भवत्युपभोगः।
तद्भवत्वथ च रागवियोगात् नूनमेति न परिग्रहभावम्।। १४।।

Page 150 of 444
PDF/HTML Page 177 of 471
single page version

background image
૧પ૦ સમયસાર નાટક
પરિગ્રહમાં રહેવા છતાં પણ જ્ઞાની જીવોને પરિગ્રહ રહિત કહેવાનું કારણ. (સવૈયા
એકત્રીસા)
जे जे मनवंछित विलास भोग जगतमैं,
ते ते विनासीक सब राखे न रहत हैं।
और जे जे भोग अभिलाष चित्त परिनाम,
तेऊ विनासीक धारारूप ह्वै बहतहै।।
एकता न दुहूँ माँहि तातै वाँछा फुरै नांहि,
ऐसे भ्रम कारजकौ मूरख चहत हैं।
सतत रहैं सचेत परसौं न करैं हेत,
यातैं ग्यानवंतकौ अवंछक कहतहैं।। ३३।।
શબ્દાર્થઃ– વિનાસીક=નાશવંત. ફુરૈ=ઉપજે. કારજ (કાર્ય)=કામ.
સતત=હંમેશા. સચેત=સાવધાન. અવંછક=ઈચ્છા રહિત.
અર્થઃ– સંસારની મનવાંછિત ભોગ-વિલાસની સામગ્રી અસ્થિર છે, તેઓ
અનેક પ્રયત્નો કરવા છતાં પણ સ્થિર રહેતી નથી, એવી જ રીતે વિષય-
અભિલાષાઓના ભાવ પણ અનિત્ય છે. ભોગ અને ભોગની ઈચ્છાઓ આ બન્નેમાં
એકતા નથી અને નાશવંત છે તેથી જ્ઞાનીઓને ભોગોની અભિલાષા જ ઊપજતી
નથી, આવા ભ્રમપૂર્ણ કાર્યોને તો મૂર્ખાઓ જ ઈચ્છે છે, જ્ઞાનીઓ તો સદા સાવધાન
રહે છે - પરપદાર્થોમાં સ્નેહ કરતા નથી, તેથી જ્ઞાનીઓને વાંછા રહિત કહ્યા છે. ૩૩.
પરિગ્રહમાં રહેવા છતાં પણ જ્ઞાની જીવ નિષ્પરિગ્રહી છે એના ઉપર દ્રષ્ટાંત.
(સવૈયા એકત્રીસા)
जैसैं फिटकड़ी लोद हरड़ेकी पुट बिना,
स्वेत वस्त्र डारिये मजीठ रंग नीरमैं।
_________________________________________________________________
वेद्यवेदकविभावचलत्वाद् वेद्यते न खलु कांक्षितमेव।
तेन कांक्षति न किञ्जन विद्वान् सर्वतोऽप्यतिविरक्तिमुपैति।। १५।।
ज्ञानिनो न हि परिग्रहभावं कर्मरागरसरिक्ततयैति।
रङ्गयुक्तिरकषायितवस्त्रे स्वीकृतैव हि बहिर्लुठतीव।। १६।।

Page 151 of 444
PDF/HTML Page 178 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧પ૧
भीग्यौ रहै चिरकाल सर्वथा न होइ लाल,
भेदै नहि अंतर सुफेदी रहै चीरमैं।।
तैसैं समकितवंत राग द्वेष मोह बिनु,
रहै निशि वासर परिग्रहकीभीरमैं।
पूरव करम हरै नूतन न बंध करै,
जाचै न जगत–सुख राचै न सरीरमैं।। ३४।।
શબ્દાર્થઃ– મજીઠ=લાલરંગ. ચિરકાળ=સદૈવ. સર્વથા=સંપૂર્ણપણે. ચીર=વસ્ત્ર.
નિશિ વાસર=રાત-દિવસ. ભીર=સમુદાય. જાચૈ=ચાહે. રાચૈ=લીન થાય.
અર્થઃ– જેવી રીતે ફટકડી, લોધર અને હરડેનો પુટ દીધા વિના મજીઠના
રંગમાં સફેદ કપડું બોળવાથી અને લાંબો સમય બોળી રાખવા છતાં પણ તેના પર
રંગ ચડતો નથી-તે તદ્દન લાલ થતું નથી, અંદરમાં સફેદ જ રહે છે. તેવી જ રીતે
રાગ-દ્વેષ-મોહ રહિત જ્ઞાની મનુષ્ય પરિગ્રહ-સમૂહમાં રાત-દિવસ રહે છે તોપણ
પૂર્વ-સંચિત કર્મોની નિર્જરા કરે છે, નવીન બંધ કરતો નથી. તે વિષયસુખની વાંછા
નથી કરતો અને ન શરીર ઉપર મોહ રાખે છે.
ભાવાર્થઃ– રાગ-દ્વેષ-મોહ રહિત હોવાને કારણે સમ્યગ્દ્રષ્ટિ જીવ પરિગ્રહ
આદિનો સંગ્રહ રાખવા છતાં પણ નિષ્પરિગ્રહી છે. ૩૪.
વળી–
जैसैं काहू देशकौ बसैया बलवंत नर,
जंगलमैं जाइ मधु–छत्ताकौं गहतु है।
वाकौं लपटांहि चहुओर मधु–मच्छिका पै,
कंबलकी ओटसौं अडंकित रहतु है।।
तैसैं समकिती सिवसत्ताकौ स्वरूप साधै,
उदैकी उपाधिकौं समाधिसी कहतु है।

Page 152 of 444
PDF/HTML Page 179 of 471
single page version

background image
૧પ૨ સમયસાર નાટક
पहिरै सहजकौ सनाह मनमैं उछाह,
ठानै सुख–राह उदवेग न लहतु है।। ३५।।
શબ્દાર્થઃ– સમાધિ=ધ્યાન. સનાહ=બખ્તર. ઉછાહ=ઉત્સાહ. ઉદવેગ=આકુળતા.
અર્થઃ– જેમ કોઈ બળવાન પુરુષ જંગલમાં જઈને મધપૂડો તોડે છે તો તેને
ઘણી મધમાખીઓ ચોંટી જાય છે, પણ તેણે કામળો ઓઢેલો હોવાથી તેને તેમના ડંખ
લાગી શકતા નથી. તેવી જ રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવ ઉદયની ઉપાધિ રહેવા છતાં પણ
મોક્ષમાર્ગને સાધે છે, તેમને જ્ઞાનનું સ્વાભાવિક બખ્તર પ્રાપ્ત છે, તેથી આનંદમાં રહે
છે- ઉપાધિજનિત આકુળતા વ્યાપતી નથી, સમાધિનું કામ આપે છે.
ભાવાર્થઃ– ઉદયની ઉપાધિ સમ્યગ્જ્ઞાની જીવોને નિર્જરાનું જ કારણ છે તેથી તે
તેમને ચારિત્ર અને તપનું કામ દે છે, તેથી તેમની ઉપાધિ પણ સમાધિ છે. ૩પ.
જ્ઞાની જીવ સદા અબંધ છે. (દોહરા)
ग्यानी ग्यानमगन रहै, रागादिक मल खोइ।
चित उदास करनी करै, करम बंध नहि होइ।। ३६।।
શબ્દાર્થઃ– મલ=દોષ. ખોઈ=દૂર કરીને. કરની=ક્રિયા.
અર્થઃ– જ્ઞાની મનુષ્ય રાગ-દ્વેષ-મોહ આદિ દોષોને દૂર કરી જ્ઞાનમાં મસ્ત રહે
છે અને શુભાશુભ ક્રિયા વૈરાગ્ય સહિત કરે છે, તેથી તેને કર્મબંધ થતો નથી. ૩૬.
વળી–
मोहमहातम मल हरै, धरै सुमति परकास।
मुकति पंथ परगट करै, दीपक ग्यान विलास।। ३७।।
_________________________________________________________________
ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात् सर्वरागरसवर्जनशीलः।
लिप्यते सकलकर्मभिरेषः कर्ममध्यपतितोऽपि ततो न।। १७।।

Page 153 of 444
PDF/HTML Page 180 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧પ૩
શબ્દાર્થઃ– સુમતિ=સારી બુદ્ધિ. મુક્તિ પંથ=મોક્ષમાર્ગ.
અર્થઃ– જ્ઞાનરૂપી દીપક મોહરૂપી અંધકારનો મળ નષ્ટ કરીને સુબુદ્ધિનો પ્રકાશ
કરે છે અને મોક્ષમાર્ગ બતાવે છે. ૩૭.
જ્ઞાનરૂપી દીપકની પ્રશંસા. (સવૈયા એકત્રીસા)
जामैं धूमकौ न लेस वातकौ न परवेस,
करम पतंगनिकौं नास करैपलमैं।
दसाकौ न भोग न सनेहकौ संजोग जामैं,
मोह अंधकारकौ वियोग जाके थलमैं।।
जामैं न तताई नहि राग रकताई रंच,
लहलहै समता समाधि जोग जलमैं।
ऐसी ग्यान दीपकी सिखा जगी अभंगरूप,
निराधार फुरी पै दुरी है पुदगलमैं।। ३८।।
શબ્દાર્થઃ– ધૂમ=ધૂમાડો. વાત=હવા. પરવેસ (પ્રવેશ)=પહોંચ. દસા=બત્તી.
સનેહ (સ્નેહ)=ચીકાશ, (તેલ વગેરે). તતાઈ=ગરમી. રક્તાઈ=લાલાશ.
અભંગ=અખંડ. ફુરી=સ્ફુરાયમાન થઈ. દૂરી=દૂર.
અર્થઃ– જેમાં જરા પણ ધૂમાડો નથી, જે પવનના ઝપાટાથી બુઝાઈ જતો
નથી, જે એક ક્ષણમાત્રમાં કર્મરૂપી પંતગિયાંઓને બાળી નાંખે છે, જેમાં બત્તીનું
ઢાંકણ નથી અને જેમાં ઘી, તેલ વગેરે આવશ્યક નથી, જે મોહરૂપી અંધકારને મટાડે
છે, જેમાં કિંચિત્ પણ આંચ નથી તેમ જ ન રાગની લાલાશ છે, જેમાં સમતા,
સમાધિ અને યોગ પ્રકાશિત રહે છે તે જ્ઞાનની અખંડ જ્યોતિ સ્વયંસિદ્ધ આત્મામાં
સ્ફુરિત થઈ છે- શરીરમાં નથી. ૩૮.