Natak Samaysar (Gujarati). Gatha: 8-29 ; Agiyaarma adhikaarno saar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 18 of 24

 

Page 314 of 444
PDF/HTML Page 341 of 471
single page version

background image
૩૧૪ સમયસાર નાટક
વિશેષઃ– કોઈ જીવ પદાર્થને અસ્તિસ્વરૂપ અને કોઈ જીવ પદાર્થને
નાસ્તિસ્વરૂપ કહે છે. અદ્વૈતવાદી જીવને એક બ્રહ્મરૂપ કહે છે, નૈયાયિક જીવને
અનેકરૂપ કહે છે, બૌદ્ધમતવાળા જીવને અનિત્ય કહે છે, સાંખ્યમતવાળા શાશ્વત
અર્થાત્ નિત્ય કહે છે. અને આ સર્વ પરસ્પર વિરુદ્ધ છે, કોઈ કોઈને મળતા નથી,
પણ સ્યાદ્વાદી સર્વ નયોને અવિરુદ્ધ સાધે છે.
સ્યાદ્વાદ સંસાર–સાગરથી તારનાર છે (દોહરા)
स्यादवाद अधिकार अब, कहौं जैनकौमूल।
जाके जानत जगत जन, लहैं जगत–जल–कूल।। ८।।
શબ્દાર્થઃ– મૂલ = મુખ્ય. જગત-જન = સંસારના મનુષ્ય. કૂલ = કિનારો.
અર્થઃ– જૈનમતનો મૂળ સિદ્ધાંત ‘સ્યાદ્વાદ અધિકાર’ કહું છું, જેનું જ્ઞાન
થવાથી જગતના મનુષ્ય સંસાર-સાગરથી પાર થાય છે. ૮.
નય સમૂહ વિષે શિષ્યની શંકા અને ગુરુનું સમાધાન (સવૈયા એકત્રીસા)
शिष्य कहै स्वामी जीव स्वाधीन कि पराधीन,
जीव एक है किधौं अनेक मानि लीजिए।
जीव है सदीव किधौं नांही है जगत मांहि,
जीव अविनश्वर कि नश्वर कहीजिए।।
सतगुरु कहै जीव है सदीव निजाधीन,
एक अविनश्वर दरव–द्रिष्टि दीजिए।
जीव पराधीन छिनभंगुर अनेक रूप,
नांही जहां तहां परजै प्रवांनकीजिए।। ९।।
_________________________________________________________________
अत्र स्याद्वादशुद्धयर्थं वस्तुतत्त्वव्यवस्थितिः।
उपायोपेयभावश्च
मनाग्भूयोऽपि चिंत्यते।। १।।
ब्राह्यार्थैः परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद्
विश्रान्तं पररूप एव परितो ज्ञानं पशोः सीदति।
यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुन–
र्दूरोन्मग्नघनस्वभावभरतः पूर्णं समुन्मज्जति।। २।।

Page 315 of 444
PDF/HTML Page 342 of 471
single page version

background image
સ્યાદ્વાદ દ્વાર ૩૧પ
શબ્દાર્થઃ– અવિનશ્વર = નિત્ય. નશ્વર = અનિત્ય. નિજાધીન = પોતાને
આધીન. પરાધીન = બીજાને આધીન. નાંહી =નષ્ટ થનાર.
અર્થઃ– શિષ્ય પૂછે છે કે હે સ્વામી! જગતમાં જીવ સ્વાધીન છે કે પરાધીન?
જીવ એક છે અથવા અનેક? જીવ સદાકાળ છે અથવા કોઈવાર જગતમાં નથી
રહેતો? જીવ અવિનાશી છે અથવા નાશવાન છે? શ્રીગુરુ કહે છે કે દ્રવ્યદ્રષ્ટિથી
જુઓ તો જીવ સદાકાળ છે, સ્વાધીન છે, એક છે અને અવિનાશી છે. પર્યાયદ્રષ્ટિએ
પરાધીન, ક્ષણભંગુર, અનેકરૂપ અને નાશવાન છે, તેથી જ્યાં જે અપેક્ષાએ કહેવામાં
આવ્યું હોય તેને પ્રમાણ કરવું જોઈએ.
વિશેષઃ– જ્યારે જીવની કર્મરહિત શુદ્ધ અવસ્થા ઉપર દ્રષ્ટિ મૂકવામાં આવે છે,
ત્યારે તે સ્વાધીન છે, જ્યારે તેની કર્માધીન દશા ઉપર ધ્યાન આપવામાં આવે છે,
ત્યારે તે પરાધીન છે. લક્ષણની દ્રષ્ટિએ સર્વ જીવદ્રવ્ય એક છે, સંખ્યાની દ્રષ્ટિએ
અનેક છે. જીવ હતો, જીવ છે, જીવ રહેશે, એ દ્રષ્ટિએ જીવ સદાકાળ છે, જીવ એક
ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, તેથી એક ગતિમાં સદાકાળ નથી. જીવ પદાર્થ કદી
નષ્ટ થઈ જતો નથી, તેથી તે અવિનાશી છે, ક્ષણે-ક્ષણે પરિણમન કરે છે તેથી તે
અનિત્ય છે. ૯.
પદાર્થ સ્વ–ચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિત્વરૂપ અને પર–ચતુષ્ટયની અપેક્ષાએ નાસ્તિરૂપ છે.
(સવૈયા એકત્રીસા)
दर्व खेत काल भाव च्यारौं भेद वस्तुहीमैं,
अपने चतुष्क वस्तुअस्तिरूप मानियै।
परके चतुष्क वस्तु नासति नियत अंग,
ताकौ भेद दर्व–परजाइ मध्य जानियै।।
दरब तौ वस्तु खेत सत्ताभूमि काल चाल,
स्वभाव सहज मूल सकति बखानियै।
याही भांति पर विकलप बुद्धि कलपना,
विवहारद्रिष्टि अंस भेद परवांनियै।। १०।।

Page 316 of 444
PDF/HTML Page 343 of 471
single page version

background image
૩૧૬ સમયસાર નાટક
શબ્દાર્થઃ– ચતુષ્ક = ચાર-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ. અસ્તિ = છે. નાસતિ =
નથી. નિયત = નિશ્ચય. પરજાઈ = અવસ્થા. સત્તાભૂમિ = ક્ષેત્રાવગાહ.
અર્થઃ– દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચારે વસ્તુમાં જ છે, તેથી પોતાના ચતુષ્ક
અર્થાત્ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ વસ્તુ અસ્તિરૂપ છે અને
પરચતુષ્ક અર્થાત્ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ વસ્તુ
નાસ્તિરૂપ છે. આ રીતે નિશ્ચયથી દ્રવ્ય અસ્તિ-નાસ્તિરૂપ છે. તેમના ભેદ દ્રવ્ય અને
પર્યાયમાં જાણી શકાય છે. વસ્તુને દ્રવ્ય, સત્તાભૂમિને ક્ષેત્ર, વસ્તુના પરિણમનને કાળ
અને વસ્તુના મૂળ સ્વભાવને ભાવ કહે છે. આ રીતે બુદ્ધિથી સ્વચતુષ્ટય અને
પરચતુષ્ટયની કલ્પના કરવી તે વ્યવહારનયનો ભેદ છે.
વિશેષઃ– ગુણ-પર્યાયોના સમૂહને વસ્તુ કહે છે, એનું જ નામ દ્રવ્ય છે. પદાર્થ
આકાશમાં જે પ્રદેશોને રોકીને રહે છે અથવા જે પ્રદેશોમાં પદાર્થ રહે છે, તે
સત્તાભૂમિને ક્ષેત્ર કહે છે. પદાર્થના પરિણમન અર્થાત્ પર્યાયથી પર્યાયાંતર થવું તેને
કાળ કહે છે. અને પદાર્થના નિજસ્વભાવને ભાવ કહે છે. આ જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,
ભાવ પદાર્થનું ચતુષ્ક અથવા ચતુષ્ટય કહેવાય છે. આ પદાર્થનું ચતુષ્ટય સદા પદાર્થમાં
જ રહે છે, તેનાથી ભિન્ન થતું નથી. જેમ કે-ઘટમાં સ્પર્શ, રસ અથવા રુક્ષ, કઠોર,
રક્ત આદિ ગુણપર્યાયોનો સમુદાય દ્રવ્ય છે, જે આકાશના પ્રદેશોમાં ઘટ સ્થિત છે
અથવા ઘટના પ્રદેશો તેનું ક્ષેત્ર છે, ઘટના ગુણ-પર્યાયોનું પરિવર્તન તેનો કાળ છે,
ઘટની જળધારણની શક્તિ તેનો ભાવ છે. એવી જ રીતે પટ પણ એક પદાર્થ છે,
ઘટની જેમ પટમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છે. ઘટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ
ઘટમાં છે. પટમાં નથી; તેથી ઘટ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અસ્તિરૂપ છે
અને પટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નાસ્તિરૂપ છે. એવી જ રીતે પટના દ્રવ્ય, ક્ષેત્ર,
કાળ, ભાવથી અસ્તિરૂપ છે, પટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ઘટમાં નથી, તેથી પટ,
ઘટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નાસ્તિરૂપ છે. ૧૦.
સ્યાદ્વાદના સાત ભંગ (દોહરા)
है नांही नांहीसु है, है है नांही नांहि।
यह सरवंगी नय धनी, सब मानै सबमांहि।। ११।।

Page 317 of 444
PDF/HTML Page 344 of 471
single page version

background image
સ્યાદ્વાદ દ્વાર ૩૧૭
શબ્દાર્થઃ– હૈ = છે. નાંહિ = નથી. હૈ નાંહી = છે-નથી. નાંહી સુ હૈ =
અવક્તવ્ય.
અર્થઃ– અસ્તિ, નાસ્તિ, અસ્તિ-નાસ્તિ, અવક્તવ્ય, અસ્તિ-અવક્તવ્ય,
નાસ્તિ-અવક્તવ્ય અને અસ્તિ-નાસ્તિ અવક્તવ્ય, આવી રીતે સાત ભંગ થાય છે.
એને સર્વાંગ નયના સ્વામી સ્યાદ્વાદ સર્વ વસ્તુમાં માને છે.
વિશેષઃ– સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ આ પોતાના ચતુષ્ટયની
અપેક્ષાએ તો દ્રવ્ય અસ્તિસ્વરૂપ છે અર્થાત્ પોતા સમાન છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર,
પરકાળ અને પરભાવ આ પરચતુષ્ટયની અપેક્ષાએ દ્રવ્ય નાસ્તિસ્વરૂપ છે અર્થાત્
પરસમાન નથી. ઉપર્યુક્ત સ્વચતુષ્ટય પરચતુષ્ટયની અપેક્ષાએ ક્રમથી ત્રણે કાળે
પોતાના ભાવોથી અસ્તિ-નાસ્તિસ્વરૂપ છે અર્થાત્ પોતા સમાન છે-પર સમાન નથી.
અને સ્વચતુષ્ટયની અપેક્ષાએ દ્રવ્ય એક જ કાળે વચનગોચર નથી, આ કારણે
અવક્તવ્ય છે અર્થાત્ કહેવામાં આવી શકતું નથી. અને તે જ સ્વચતુષ્ટયની
અપેક્ષાએ અને એક જ કાળે સ્વ-પર ચતુષ્ટયની અપેક્ષાએ દ્રવ્ય અસ્તિસ્વરૂપ છે તો
પણ અવક્તવ્ય છે અને તેજ દ્રવ્ય પરચતુષ્ટયની અપેક્ષાએ અને એકજ કાળે સ્વપર
ચતુષ્ટયના અપેક્ષાએ નાસ્તિસ્વરૂપ છે તોપણ કહી શકાતું નથી. અને તે જ દ્રવ્ય
સ્વચતુષ્ટયની અપેક્ષાએ અને પરચતુષ્ટયની અપેક્ષાએ અને એક જ કાળે
સ્વપરચતુષ્ટયની અપેક્ષાએ આસ્તિ-નાસ્તિસ્વરૂપ છે, તોપણ અવક્તવ્ય છે. જેમકે-
એક જ પુરુષ પુત્રની અપેક્ષાએ પિતા કહેવાય છે અને તે જ પુરુષ પોતાના પિતાની
અપેક્ષાએ પુત્ર કહેવાય છે. તે જ પુરુષ મામાની અપેક્ષાએ ભાણેજ કહેવાય છે અને
ભાણેજની અપેક્ષાએ મામા કહેવાય છે, સ્ત્રીની અપેક્ષાએ પતિ કહેવાય છે, બહેનની
અપેક્ષાએ ભાઈ કહેવાય છે તથા તે જ પુરુષ પોતાના વેરીની અપેક્ષાએ શત્રુ કહેવાય
છે અને ઇષ્ટની અપેક્ષાએ મિત્ર પણ કહેવાય છે. ઇત્યાદિ અનેક સંબંધોથી એક જ
પુરુષ કથંચિત્ અનેક પ્રકારે કહેવામાં આવે છે, તેવી જ રીતે એક દ્રવ્ય સાત ભંગ
દ્વારા સાધવામાં આવે છે. આ સાત ભંગોનું વિશેષ સ્વરૂપ સપ્તભંગીતરંગિણી આદિ
અન્ય જૈનશાસ્ત્રોમાંથી સમજવું જોઈએ. ૧૧.
એકાંતવાદીઓના ચૌદ નય–ભેદ (સવૈયા એકત્રીસા)
ग्यानकौ कारन ज्ञेय आतमा त्रिलोकमय,
ज्ञेयसौं अनेक ग्यान मेल ज्ञेय छांही है।

Page 318 of 444
PDF/HTML Page 345 of 471
single page version

background image
૩૧૮ સમયસાર નાટક
जौलौं ज्ञेय तौलौं ग्यान सर्व दर्वमैं विग्यान,
ज्ञेय क्षेत्र मान ग्यान जीव वस्तु नांही है।।
देह नसै जीव नसै देह उपजत लसै,
आतमा अचेतना है सत्ता अंस मांही है।
जीव छिनभंगुर अग्यायक सहजरूपी ग्यान,
ऐसी ऐसी एकान्त अवस्था मूढ पांही है।। १२।।
અર્થઃ– (૧) જ્ઞેય, (૨) ત્રૈલોકયમય, (૩) અનેક જ્ઞાન, (૪) જ્ઞેયનું
પ્રતિબિંબ, (પ) જ્ઞેય કાળ, (૬) દ્રવ્યમય જ્ઞાન, (૭) ક્ષેત્રયુત જ્ઞાન, (૮) જીવ
નાસ્તિ, (૯) જીવ વિનાશ, (૧૦) જીવ ઉત્પાદ, (૧૧) આત્મા અચેતન, (૧૨)
સત્તા અંશ, (૧૩) ક્ષણભંગુર અને (૧૪) અજ્ઞાયક. આવી રીતે ચૌદ નય છે. જે
કોઈ એક નયનું ગ્રહણ કરે અને બાકીનાને છોડે, તે એકાંતી મિથ્યાદ્રષ્ટિ છે.
(૧) જ્ઞેય-એક પક્ષ એ છે કે જ્ઞાન માટે જ્ઞેય કારણ છે.
(૨) ત્રૈલોકય પ્રમાણ-એક પક્ષ એ છે કે આત્મા ત્રણ લોક બરાબર છે.
(૩) અનેક જ્ઞાન-એક પક્ષ એ છે કે જ્ઞેયમાં અનેકતા હોવાથી જ્ઞાન પણ અનેક છે.
(૪) જ્ઞેયનું પ્રતિબિંબ-એક પક્ષ એ છે કે જ્ઞાનમાં જ્ઞેય પ્રતિબિંબિત થાય છે.
(પ) જ્ઞેય કાળ-એક પક્ષ એ છે કે જ્યાં સુધી જ્ઞેય છે ત્યાં સુધી જ્ઞાન છે જ્ઞેયનો
નાશ થવાથી જ્ઞાનનો પણ નાશ છે.
(૬) દ્રવ્યમય જ્ઞાન-એક પક્ષ એ છે કે સર્વ દ્રવ્ય બ્રહ્મથી અભિન્ન છે, તેથી બધા
પદાર્થો જ્ઞાનરૂપ છે.
(૭) ક્ષેત્રયુત જ્ઞાન-એક પક્ષ એ છે કે જ્ઞેયના ક્ષેત્ર બરાબર જ્ઞાન છે એનાથી બહાર
નથી.
_________________________________________________________________
૧. ‘सुरूपी ज्ञान’ એવો પણ પાઠ છે.

Page 319 of 444
PDF/HTML Page 346 of 471
single page version

background image
સ્યાદ્વાદ દ્વાર ૩૧૯
(૮) જીવ નાસ્તિ-એક પક્ષ એ છે કે જીવ પદાર્થનું અસ્તિત્વ જ નથી.
(૯) જીવ વિનાશ-એક પક્ષ એ છે કે દેહનો નાશ થતાં જ જીવનો નાશ થઈ જાય
છે.
(૧૦) જીવ ઉત્પાદ-એક પક્ષ એ છે કે શરીરની ઉત્પત્તિ થતાં જ જીવની ઉત્પત્તિ
થાય છે.
(૧૧) આત્મા અચેતન-એક પક્ષ એ છે કે આત્મા અચેતન છે, કેમકે જ્ઞાન અચેતન
છે.
(૧૨) સત્તા અંશ-એક પક્ષ એ છે કે આત્મા સત્તાનો અંશ છે.
(૧૩) ક્ષણભંગુર-એક પક્ષ એ છે કે જીવનું સદા પરિણમન થાય છે, તેથી ક્ષણભંગુર
છે.
(૧૪) અજ્ઞાયક-એક પક્ષ એ છે કે જ્ઞાનમાં જાણવાની શક્તિ નથી, તેથી અજ્ઞાયક
છે. ૧૪.
પ્રથમ પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા)
कोऊ मूढ़ कहै जैसैं प्रथम सवांरी भींति,
पाछैं ताकै ऊपर सुचित्र आछयौ लेखिए।
तैसैं मूल कारन प्रगट घट पट जैसौ,
तैसौ तहां ग्यानरूपकारज विसेखिए।।
ग्यानी कहै जैसी वस्तु तैसौ ही सुभाव ताकौ,
तातैं ग्यान ज्ञेयभिन्न भिन्न पद पेखिए।
कारन कारज दोऊ एकहीमैं निहचै पै,
तेरौ मत साचौ विवहारद्रष्टि देखिए।। १३।।
શબ્દાર્થઃ– ભીંતિ = દીવાલ. આછયૌ = ઉત્તમ. મૂલ કારન = મુખ્ય કારણ.
કારજ = કાર્ય. નિહચૈ = નિશ્ચયનયથી.

Page 320 of 444
PDF/HTML Page 347 of 471
single page version

background image
૩૨૦ સમયસાર નાટક
અર્થઃ– કોઈ અજ્ઞાની (મીમાંસક) આદિ કહે છે કે પહેલાં દીવાલ સાફ કરીને
પછી તેના ઉપર ચિત્રકામ કરવાથી ચિત્ર સારું થાય છે અને જો દીવાલ ખરાબ હોય
તો ચિત્ર પણ ખરાબ ઉઘડે છે; તેવી જ રીતે જ્ઞાનના મૂળ કારણ ઘટ-પટ આદિ જ્ઞેય
જેવા હોય છે તેવું જ્ઞાનરૂપ કાર્ય થાય છે, તેથી સ્પષ્ટ છે કે જ્ઞાનનું કારણ જ્ઞેય છે
અને સ્યાદ્વાદી જ્ઞાની સંબોધન કરે છે કે જે જેવો પદાર્થ હોય છે, તેવો જ તેનો
સ્વભાવ હોય છે, તેથી જ્ઞાન અને જ્ઞેય ભિન્ન ભિન્ન પદાર્થ છે. નિશ્ચયનયથી કારણ
અને કાર્ય બન્ને એક જ પદાર્થમાં છે, તેથી તારું જે મંતવ્ય છે તે વ્યવહારનયથી
સત્ય છે. ૧૩.
બીજા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા)
कोऊ मिथ्यामती लोकालोक व्यापि ग्यान मानि,
समुझै त्रिलोक पिंड आतम दरब है।
याहीतें सुछंद भयौ डोलै मुखहू न बोलै,
कहै या जगतमैं हमारोई परब है।।
तासौं ग्याता कहै जीव जगतसौं भिन्न पै,
जगतकौ विकासी तौही याहीतें गरब है।
जो वस्तु सो वस्तु पररूपसौं निराली सदा,
निहचै प्रमान स्यादवादमैं सरब है।। १४।।
શબ્દાર્થઃ– લોક = જ્યાં છ દ્રવ્યો પ્રાપ્ત થાય. અલોક = લોકથી બહારનું
ક્ષેત્ર. સુછંદ = સ્વતંત્ર. ગરબ = અભિમાન.
અર્થઃ– કોઈ અજ્ઞાની (નૈયાયિક આદિ) જ્ઞાનને લોકાલોક વ્યાપી જાણીને
_________________________________________________________________
विश्वं ज्ञानमिति प्रतर्क्य सकलं द्रष्ट्वा स्वतत्त्वाशया
भूत्वा विश्वमयः पशुः पशुरिव स्वच्छन्दमाचेष्टते।
यत्तत्तत्पररूपतो न तदिति स्याद्वाददर्शी पुन–
र्विश्वाद् भिन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत्।। ३।।

Page 321 of 444
PDF/HTML Page 348 of 471
single page version

background image
સ્યાદ્વાદ દ્વાર ૩૨૧
આત્મ-પદાર્થને ત્રૈલોકય-પ્રમાણ સમજી બેઠા છે, તેથી પોતાને સર્વવ્યાપી સમજીને
સ્વતંત્ર વર્તે છે; અને અભિમાનમાં મસ્ત થઈને બીજાને મૂર્ખ સમજે છે, કોઈની સાથે
વાત પણ કરતા નથી અને કહે છે કે સંસારમાં અમારો જ સિદ્ધાંત સાચો છે. તેમને
સ્યાદ્વાદી કહે છે કે જીવ જગતથી જુદો છે, પરંતુ તેનું જ્ઞાન ત્રણ લોકમાં પ્રસારિત
થાય છે તેથી તને ઇશ્વરપણાનું અભિમાન છે, પરંતુ પદાર્થ પોતાના સિવાય અન્ય
પદાર્થોથી સદા નિરાળો રહે છે, તેથી નિશ્ચયનયથી સ્યાદ્વાદમાં સર્વ ગર્ભિત છે. ૧૪.
તૃતીયા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા)
कोऊ पसु ग्यानकी अनंत विचित्राई देखै,
ज्ञेयके अकार नानारूप विसतरयौ है।
ताहीको विचारि कहै ग्यानकी अनेक सत्ता,
गहिकै एकंत पच्छ लोकनिसौं लरयौ है।।
ताकौ भ्रम भंजिवेकौ ग्यानवंत कहै ग्यान,
अगम अगाध निराबाध रस भरयौ है।
ज्ञायक सुभाइ परजायसौं अनेक भयौ,
जद्यपि तथापि एकतासौं नहिं टरयौ है।। १५।।
શબ્દાર્થઃ– પસુ = મૂર્ખ. વિસતરયૌ = ફેલાયો. લરયૌ = ઝગડે છે. ભંજિવેકૌ
= નષ્ટ કરવા માટે.
અર્થઃ– અનંત જ્ઞેયના આકારરૂપ પરિણમન કરવાથી જ્ઞાનમાં અનેક
વિચિત્રતાઓ દેખાય છે, તેનો વિચાર કરીને કોઈ કોઈ પશુવત્ અજ્ઞાની કહે છે
_________________________________________________________________
बाह्यार्थग्रहणस्वभावभरतो विष्वग्विचित्रोल्लसद्–
ज्ञेयाकारविशीर्णशक्तिरभितस्त्रुटयन्पशुर्नश्यति।
एकद्रव्यतया सदा व्युदितया भेदभ्रमं ध्वंसय–
न्नेकं ज्ञानमबाधितानुभवनं पश्यत्यनेकान्तवित्।। ४।।

Page 322 of 444
PDF/HTML Page 349 of 471
single page version

background image
૩૨૨ સમયસાર નાટક
કે જ્ઞાન અનેક છે અને એનો એકાંત પક્ષ ગ્રહણ કરીને લોકો સાથે ઝગડે છે. તેમનું
અજ્ઞાન દૂર કરવા માટે સ્યાદ્વાદી જ્ઞાની કહે છે કે જ્ઞાન અગમ્ય, ગંભીર અને
નિરાબાધ રસથી પરિપૂર્ણ છે. તેનો જ્ઞાયક સ્વભાવ છે, તે જોકે પર્યાયદ્રષ્ટિથી અનેક
છે, તોપણ દ્રવ્યદ્રષ્ટિથી એક જ છે. ૧પ.
ચતુર્થપક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા)
कोऊ कुधी कहै ग्यान मांहि ज्ञेयकौ अकार,
प्रतिभासि रह्यौ है कलंक ताहि धोइयै।
जब ध्यान जलसौं पखारिकै धवल कीजै,
तब निराकार सुद्ध ग्यानमय होइयै।।
तासौं स्यादवादी कहै ग्यानकौ सुभाउ यहै,
ज्ञेयकौ अकार वस्तु मांहि कहां खोइयै।
जैसे नानारूप प्रतिबिंबकी झलक दीखै,
जद्यपि तथापि आरसी विमल जोइयै।। १६।।
શબ્દાર્થઃ– કુધી = મૂર્ખ. પ્રતિભાસિ = ઝળકવું. કલંક = દોષ. પખારિકૈ =
ધોઈને. ધવલ = ઉજ્જ્વળ. આરસી = દર્પણ. જોઈયૈ = દેખીએ.
અર્થઃ– કોઈ અજ્ઞાની કહે છે કે જ્ઞાનમાં જ્ઞેયનો આકાર ઝળકે છે, એ જ્ઞાનનો
દોષ છે. જ્યારે ધ્યાનરૂપ જળથી જ્ઞાનનો આ દોષ ધોઈને સાફ કરવામાં આવે ત્યારે
શુદ્ધ જ્ઞાન નિરાકાર થાય છે. તેને સ્યાદ્વાદી જ્ઞાની કહે છે કે જ્ઞાનનો એવો જ
સ્વભાવ છે, જ્ઞેયનો આકાર જે જ્ઞાનમાં ઝળકે છે, તે કયાં કાઢી મુકાય? જેવી રીતે
દર્પણમાં જોકે અનેક પદાર્થો પ્રતિબિંબિંત થાય છે, તોપણ દર્પણ જેમનું તેમ
_________________________________________________________________
ज्ञेयाकारकलङ्कमेचकचिति प्रक्षालनं कल्पय–
न्नेकाकारचिकीर्षया स्फुटमपि ज्ञानं पशुर्नेच्छति।
वैचिक्र्यऽप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतः क्षालितं
पर्यायैस्तदनेकतां परिमृशन्पश्यत्यनेकान्तवित्।। ५।।

Page 323 of 444
PDF/HTML Page 350 of 471
single page version

background image
સ્યાદ્વાદ દ્વાર ૩૨૩
સ્વચ્છ જ બી રહે છે, તેમાં કાંઈ પણ વિકાર થતો નથી. ૧૬.
પંચમ પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા)
कोऊ अज्ञ कहै ज्ञेयाकार ग्यान परिनाम,
जौलौं विद्यमान तौलौं ग्यान परगट है।
ज्ञेयके विनास होत ग्यानकौ विनास होइ,
ऐसी वाकै हिरदै मिथ्यातकी अलट है।।
तासौं समकितवं कहै अनुभौ कहानि,
पर्जय प्रवांन ग्यान नानाकार नट है।
निरविकलप अविनस्वर दरबरूप,
ग्यान ज्ञेय वस्तुसौंअव्यापक अघट है।। १७।।
શબ્દાર્થઃ– અજ્ઞ = અજ્ઞાની. વિદ્યમાન = મૌજૂદ. કહાનિ = કથા. પર્જય
પ્રવાંન = પર્યાય જેવડું. નાનાકાર = અનેક આકૃતિ. અવ્યાપક = એકમેક નહિ
થનાર. અઘટ = ઘટતી નથી અર્થાત્ બેસતી નથી.
અર્થઃ– કોઈ કોઈ અજ્ઞાની કહે છે કે જ્ઞાનનું પરિણમન જ્ઞેયના આકારે થાય
છે, જ્યાં સુધી જ્ઞેય વિદ્યમાન રહે છે ત્યાં સુધી જ્ઞાન પ્રગટ રહે છે અને જ્ઞેયનો
વિનાશ થતાં જ જ્ઞાન નષ્ટ થઈ જાય છે, આ રીતે તેના હૃદયમાં મિથ્યાત્વનો દુરાગ્રહ
છે. તેથી ભેદવિજ્ઞાની અનુભવની વાત કહે છે કે જેવી રીતે એક નટ અનેક સ્વાંગ
બનાવે છે, તેવી જ રીતે એક જ જ્ઞાન પર્યાયો-અનુસાર અનેકરૂપ ધારણ કરે છે.
વાસ્તવમાં જ્ઞાન નિર્વિકલ્પ અને નિત્ય પદાર્થ છે, તે જ્ઞેયમાં પ્રવેશ નથી કરતું, તેથી
જ્ઞાન અને જ્ઞેયની એકતા ઘટતી નથી. ૧૭.
_________________________________________________________________
प्रत्यक्षालिखितस्फुटस्थिरपरद्रव्यास्तितावञ्चितः
स्वद्रव्यानवलोकनेन परितः शून्यः पशुर्नश्यति।
स्वद्रव्यास्तितया निरूप्य निपुणं सद्यः समुन्मज्जता
स्याद्वादी तु विशुद्धबोधमहसा पूर्णो भवन् जीवति।। ६।।

Page 324 of 444
PDF/HTML Page 351 of 471
single page version

background image
૩૨૪ સમયસાર નાટક
છઠ્ઠા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા)
कोऊ मंद कहै धर्म अधर्म आकास काल,
पुदगल जीव सब मेरो रूप जगमैं।
जानै न मरम निज मानै आपा पर वस्तु,
बांधै द्रिढ़ करम धरम खोवैडगमैं।।
समकिती जीव सुद्ध अनुभौ अभ्यासै तातैं,
परकौ ममत्व त्याग करेपग पगमैं।
अपने सुभावमैं मगन रहै आठौं जाम,
धारावाही पंथक कहावै मोख मगमैं।। १८।।
શબ્દાર્થઃ– દ્રિઢ = પાકા. ધરમ = પદાર્થનો નિજસ્વભાવ. ડગ = કદમ. જામ
= પ્રહર. આઠૌં જામ = હંમેશાં. પંથક = મુસાફર.
અર્થઃ– કોઈ બ્રહ્મ અદ્વૈતવાદી મૂર્ખ કહે છે કે ધર્મ-અધર્મ-આકાશ-કાળ-
પુદ્ગલ અને જીવ આ સર્વ જગત જ મારું સ્વરૂપ છે, અર્થાત્ સર્વ દ્રવ્યમય બ્રહ્મ છે,
તેઓ પોતાનું નિજસ્વરૂપ જાણતા નથી અને પરપદાર્થોને નિજ-આત્મા માને છે, તેથી
તેઓ સમયે સમયે કર્મોનો દ્રઢ બંધન કરીને પોતાનું સ્વરૂપ મલિન કરે છે. પણ
સમ્યગ્જ્ઞાની જીવ શુદ્ધ આત્મ-અનુભવ કરે છે, તેથી ક્ષણે-ક્ષણે પર પદાર્થોમાંથી
મમત્વ દૂર કરે છે અને મોક્ષમાર્ગના ધારાપ્રવાહી પથિક કહેવાય છે. ૧૮.
સાતમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા)
कोऊ सठ कहै जेतौ ज्ञेयरूप परवांन,
तेतौ ग्यान तातैं कहूं अधिक न और है।
_________________________________________________________________
सर्वद्रव्यमयं प्रपद्य पुरुषं दुर्वासनावासितः
स्वद्रव्यभ्रमतःपशुः किल परद्रव्येषु विश्राम्यति।
स्याद्वादी तु समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां
जानन्निर्मलशुद्धबोधमहिमा स्वद्रव्यमेवाश्रयेत्।। ७।।
भिन्नक्षेत्रनिषण्णबोध्यनियतव्यापारनिष्ठः सदा
सीदत्येव बहिः पतन्तमभितः पश्यन्पुमांसं पशुः।
स्वक्षेत्रास्तितया निरुद्धरभसःस्याद्वादवेदी पुन–
स्तिष्ठत्यात्मनिखातबोध्यनियतव्यापारशक्तिर्भवन्।। ८।।

Page 325 of 444
PDF/HTML Page 352 of 471
single page version

background image
સ્યાદ્વાદ દ્વાર ૩૨પ
तिहूं काल परक्षेत्रव्यापी परनयौ मानै,
आपा न पिछानै ऐसी मिथ्याद्रग दौरहै।।
जैनमती कहै जीव सत्ता परवांन ग्यान,
ज्ञेयसौं अव्यापक जगत सिरमौर है।
ग्यानकी प्रभामैं प्रतिबिंबित विविध ज्ञेय,
जदपि तथापि थिति न्यारी न्यारी ठौर है।। १९।।
શબ્દાર્થઃ– દૌર = ભટકવું. સિરમૌર = પ્રધાન. થિતિ = સ્થિતિ.
અર્થઃ– કોઈ મૂર્ખ કહે છે કે જેટલું નાનું અથવા મોટું જ્ઞેયનું સ્વરૂપ હોય છે,
તેટલું જ જ્ઞાન હોય છે, તેનાથી વધતું-ઓછું નથી હોતું, આ રીતે તેઓ સદૈવ જ્ઞાનને
પરક્ષેત્ર વ્યાપી અને જ્ઞેય સાથે તન્મય માને છે, તેથી કહેવું જોઈએ કે તેઓ આત્માનું
સ્વરૂપ સમજી શકયા નથી, મિથ્યાત્વની એવી જ ગતિ છે. તેમને સ્યાદ્વાદી જૈની કહે
છે કે જ્ઞાન આત્મસત્તા બરાબર છે, તે ઘટ-પટાદિ જ્ઞેય સાથે તન્મય થતું નથી, જ્ઞાન
જગતનો ચૂડામણિ છે, તેની પ્રભામાં જોકે અનેક જ્ઞેય પ્રતિબિંબિત થાય છે તોપણ
બન્નેની સત્તાભૂમિ જુદી જુદી છે. ૧૯.
આઠમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા)
कोऊ सुंनवादी कहै ज्ञेयके विनास होत,
ग्यानकौ विनास होइ कहौ कैसे जीजिये।
तातैं जीवतव्यताकी थिरता निमित्त सब,
ज्ञेयाकार परिनामनिकौ नास कीजिये।।
सत्यवादी कहै भैया हूजे नांहि खेद खिन्न,
ज्ञेयसौ विरचि ग्यान भिन्नमानि लीजिये।
_________________________________________________________________
स्वक्षेत्रस्थितये पृथग्विघपरक्षेत्रस्थितार्थोज्झनात्
तुच्छीभूय पशुः प्रणश्यति चिदाकारान् सहार्थैर्वमन्।।
स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां
त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परान्।। ९।।

Page 326 of 444
PDF/HTML Page 353 of 471
single page version

background image
૩૨૬ સમયસાર નાટક
ग्यानकी सकती साधि अनुभौ दसा अराधि,
करमकौं त्यागिकै परम रस पीजिये।। २०।।
શબ્દાર્થઃ– જીજિયે = જીવવું? ખેદખિન્ન = દુઃખી. વિરચિ = વિરક્ત થઈને.
અરાધિ = આરાધના કરીને. સત્યવાદી = પદાર્થના યથાર્થ સ્વરૂપનું કથન કરનાર.
અર્થઃ– કોઈ કોઈ શૂન્યવાદી અર્થાત્ નાસ્તિક કહે છે, જ્ઞેયનો નાશ થવાથી
જ્ઞાનનો નાશ સંભવ છે અને જ્ઞાન જીવનું સ્વરૂપ છે, તેથી જ્ઞાનનો નાશ થવાથી
જીવનો નાશ થાય તે સ્પષ્ટ છે, તો પછી એવી દશામાં કેવી રીતે જીવન રહી શકે?
માટે જીવની નિત્યતા માટે જ્ઞાનમાં જ્ઞેયાકાર પરિણમનનો અભાવ માનવો જોઈએ.
ત્યાં સત્યવાદી જ્ઞાની કહે છે કે ભાઈ! તમે વ્યાકુળ ન થાવ, જ્ઞેયથી ઉદાસીન થઈને
જ્ઞાનને તેનાથી ભિન્ન માનો, તથા જ્ઞાનની જ્ઞાયકશક્તિ સિદ્ધ કરીને અનુભવનો
અભ્યાસ કરો અને કર્મબંધનથી મુક્ત થઈને પરમાનંદમય અમૃતરસનું પાન કરો.
૨૦.
નવમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા)
कोऊ क्रूर कहै काया जीव दोऊ एक पिंड,
जब देह नसैगी तबहीजीव मरैगौ।
छायाकौसौ छल किधौं मायाकौसौ परपंच,
कायामैं समाइ फिरि कायाकौ न धरैगौ।।
सुधी कहै देहसौं अव्यापक सदीव जीव,
समै पाइ परकौ ममत्व परिहरैगौ।
अपने सुभाई आइ धारना धरामैं धाइ,
आपमैं मगन ह्वैकैआप सुद्ध करैगौ।। २१।।
_________________________________________________________________
पूर्वालम्बितबोध्यनाशसमये ज्ञानस्य नाशं विदन्,
सीदत्येव न किञ्चनापि कलयन्नत्यन्ततुच्छः पशुः।
अस्तित्वं निजकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनः
पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि।। १०।।

Page 327 of 444
PDF/HTML Page 354 of 471
single page version

background image
સ્યાદ્વાદ દ્વાર ૩૨૭
શબ્દાર્થઃ– ક્રૂર = મૂર્ખ. પરપંચ = ઠગાઈ. સુધી = સમ્યગ્જ્ઞાની. પરિહરૈગૌ =
છોડશે. ધરા = ધરતી.
અર્થઃ– કોઈ કોઈ મૂર્ખ ચાર્વાક કહે છે કે શરીર અને જીવ બન્નેનો એક પિંડ
છે, એટલે જ્યારે શરીર નાશ પામશે ત્યારે જીવ પણ નાશ પામી જશે; જેવી રીતે
વૃક્ષનો નાશ થવાથી છાયાનો નાશ થઈ જાય છે, તેવી જ રીતે શરીરનો નાશ
થવાથી જીવનો પણ નાશ થઈ જશે. આ ઇન્દ્રજાળિયાની માયા સમાન કૌતુક થઈ
રહ્યું છે, જીવાત્મા દીપકની જ્યોતના પ્રકાશ સમાન શરીરમાં સમાઈ જશે. પછી શરીર
ધારણ નહીં કરે. આ બાબતમાં સમ્યગ્જ્ઞાની કહે છે કે જીવ પદાર્થ શરીરથી સદૈવ
ભિન્ન છે, તે કાળલબ્ધિ પામીને પરપદાર્થો પ્રત્યે મમત્વ છોડશે અને પોતાના
સ્વરૂપને પ્રાપ્ત થઈને નિજાત્મભૂમિમાં વિશ્રામ કરીને તેમાં જ લીન થઈને પોતાને
પોતે જ શુદ્ધ કરશે. ૨૧.
વળી–(દોહરા)
ज्यौं तन कंचुक त्यागसौं, विनसै नांहि भुजंग।
त्यौं सरीरके नासतैं, अलख अखंडित
अंग।। २२।।
શબ્દાર્થઃ– કંચુક = કાંચળી. ભુજંગ = સાપ. અખંડિત = અવિનાશી.
અર્થઃ– જેવી રીતે કાંચળીનો ત્યાગ કરવાથી સાપ નાશ પામતો નથી, તેવી જ
રીતે શરીરનો નાશ થવાથી જીવ પદાર્થ નાશ પામતો નથી. ૨૨.
દસમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા)
कोऊ दुरबुद्धी कहै पहले न हुतौ जीव,
देह उपजत अब उपज्यौ है आइकै।
_________________________________________________________________
अर्थालम्बनकाल एव कलयन् ज्ञानस्य सत्त्वं बहि–
र्ज्ञेयालम्बनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति।
नास्तित्वं परकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुन–
स्तिष्ठत्यात्मनिखातनित्यसहजज्ञानैकपुञ्जीभवन्।। ११।।

Page 328 of 444
PDF/HTML Page 355 of 471
single page version

background image
૩૨૮ સમયસાર નાટક
जौलौं देह तौलौं देहधारी फिर देह नसै,
रहैगौ अलख जोति जोतिमें समाइकै।।
सदबुद्धि कहै जीव अनादिकौ देहधारी,
जब ग्यानी होइगौ कबहूं काल पाइकै।
तबहीसौं पर तजि अपनौ सरूप भजि,
पावैगौ परमपद करम नसाइकै।। २३।।
અર્થઃ– કોઈ કોઈ મૂર્ખ કહે છે કે પહેલાં જીવ ન હતો, પૃથ્વી, જળ, અગ્નિ,
વાયુ અને આકાશ-આ પાંચ તત્ત્વમય શરીર ઉત્પન્ન થતાં જ્ઞાનશક્તિરૂપ જીવ ઉપજે
છે, જ્યાં સુધી શરીર રહે છે ત્યાં સુધી જીવ રહે છે અને શરીરનો નાશ થતાં
જીવાત્માનો પ્રકાશ પ્રકાશમાં સમાઈ જાય છે. આ વિષયમાં સમ્યગ્જ્ઞાની કહે છે કે
જીવ પદાર્થે અનાદિકાળથી દેહ ધારણ કરેલ છે, જીવ નવો ઉપજતો નથી અને ન
દેહનો નાશ થવાથી તે નાશ પામે છે. કોઈવાર અવસર પામીને જ્યારે શુદ્ધ જ્ઞાન
પ્રાપ્ત કરશે, ત્યારે પરપદાર્થોમાં અહંબુદ્ધિ છોડીને આત્મસ્વરૂપનું ગ્રહણ કરશે અને
આઠ કર્મોનો નાશ કરીને નિર્વાણપદ પામશે. ૨૩.
અગિયારમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા)
कोऊ पक्षपाती जीव कहै ज्ञेयकै अकार,
परिनयौ ग्यान तातैं चेतना असत है।
ज्ञेयके नसत चेतनाकौ नास ता कारन,
आतमा अचेतन त्रिकाल मेरे मत है।।
पंडित कहत ग्यान सहज अखंडित है,
ज्ञेयकौ आकारधरै ज्ञेयसौं विरत है।
_________________________________________________________________
विश्रान्तः परभावभावकलनान्नित्यं बहिर्वस्तुषु
नश्यत्येव पशुः स्वभावमहिमन्येकान्तनिश्चेतनः।
सर्वस्मान्नियतस्वभावभवनज्ञानाद्विभक्तो भवन्
स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः।। १२।।

Page 329 of 444
PDF/HTML Page 356 of 471
single page version

background image
સ્યાદ્વાદ દ્વાર ૩૨૯
चेतनाकौ नास होत सत्ताकौ विनास होइ,
यातैं ग्यान चेतना प्रवांन जीव तत है।। २४।।
શબ્દાર્થઃ– પક્ષપાતી = હઠાગ્રહી. અસત = સત્તા રહિત. સહજ =
સ્વાભાવિક. વિરત = વિરક્ત. તત = તત્ત્વ.
અર્થઃ– કોઈ કોઈ હઠાગ્રહી કહે છે કે જ્ઞેયના આકારે જ્ઞાનનું પરિણમન થાય
છે અને જ્ઞાનાકાર પરિણમન અસત્ છે, તેથી ચેતનાનો અભાવ થયો, જ્ઞેયનો નાશ
થવાથી ચેતનાનો નાશ થાય છે, તેથી મારા સિદ્ધાંતમાં આત્મા સદા અચેતન છે.
આમાં સ્યાદ્વાદી જ્ઞાની કહે છે કે જ્ઞાન સ્વભાવથી જ અવિનાશી છે, તે જ્ઞેયાકાર
પરિણમન કરે છે પરંતુ જ્ઞેયથી ભિન્ન છે, જો જ્ઞાનચેતનાનો નાશ માનશો તો
આત્મસત્તાનો નાશ થઈ જશે તેથી જીવતત્ત્વને જ્ઞાનચેતનાયુક્ત માનવું તે સમ્યગ્જ્ઞાન
છે. ૨૪.
બારમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા)
कोऊ महामूरख कहत एक पिंड मांहि,
जहांलौं अचित चितअंग लहलहै है।
जोगरूप भोगरूप नानाकार ज्ञेयरूप,
जेते भेद करमके तेते जीवकहै है।।
मतिमान कहै एक पिंड मांहि एक जीव,
ताहीके अनंत भाव अंस फैलि रहै है।
पुग्गलसौं भिन्न कर्म जोगसौं अखिन्न सदा,
उपजै विनसै थिरता सुभावगहै है।। २५।।
_________________________________________________________________
अध्यास्यात्मनि सर्वभावभवनं शुद्धस्वभावच्युतः
सर्वत्राप्यनिवारितो गतभयः स्वैरं पशुः क्रीडति।
स्याद्वादी तु विशुद्ध एव लसति स्वस्य स्वभावं भरा–
दारूढः परभावभावविरहव्यालोकनिष्कम्पितः।। १३।।

Page 330 of 444
PDF/HTML Page 357 of 471
single page version

background image
૩૩૦ સમયસાર નાટક
શબ્દાર્થઃ– અચિત = અચેતન-જડ. ચિત = ચેતન. મતિમાન = બુદ્ધિમાન-
સમ્યગ્જ્ઞાની.
અર્થઃ– કોઈ કોઈ મૂર્ખ કહે છે કે એક શરીરમાં જ્યાં સુધી ચેતન-અચેતન
પદાર્થોના તરંગ ઉઠે છે, ત્યાં સુધી જે જોગરૂપ પરિણમે તે જોગી જીવ અને જે
ભોગરૂપ પરિણમે તે ભોગી જીવ છે, આવી રીતે જ્ઞેયરૂપ ક્રિયાના જેટલા ભેદ થાય
છે, જીવના તેટલા ભેદ એક દેહમાં ઊપજે છે તેથી આત્મસત્તાના અનંત અંશ થાય
છે. તેમને સમ્યગ્જ્ઞાની કહે છે કે એક શરીરમાં એક જ જીવ છે, તેના જ્ઞાનગુણના
પરિણમનથી અનંત ભાવરૂપ અંશ પ્રગટ થાય છે. આ જીવ શરીરથી ભિન્ન છે,
કર્મસંયોગથી રહિત છે અને સદા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યગુણ-સમ્પન્ન છે. ૨પ.
તેરમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા)
कोऊ एक छिनवादी कहै एक पिंड मांहि,
एक जीव उपजत एक विनसत है।
जाही समै अंतर नवीन उतपति होइ,
ताही समै प्रथम पुरातन बसत है।।
सरवांगवादी कहै जैसै जल वस्तु एक,
सोई जल विविध तरंगनि लसत है।
तैसै एक आतम दरब गुन परजैसौं,
अनेक थयौ पै एकरूप दरसत है।। २६।।
શબ્દાર્થઃ– સરવાંગવાદી = અનેકાંતવાદી. તરંગનિ = લહેરો.
અર્થઃ– કોઈ કોઈ ક્ષણિકવાદી-બૌદ્ધ કહે છે કે એક શરીરમાં એક જીવ ઉપજે
છે અને એક નાશ પામે છે, જે ક્ષણે નવો જીવ ઉત્પન્ન થાય છે તેના પહેલાના
સમયમાં પ્રાચીન જીવ હતો. તેમને સ્યાદ્વાદી કહે છે કે જેવી રીતે પાણી એક પદાર્થ
_________________________________________________________________
प्रादुर्भावविराममुद्रितवहज्ज्ञानांशनानात्मना
निर्ज्ञानात्क्षणभङ्गसङ्गपतितः प्रायः पशुर्नश्यति।
स्याद्वादी तु चिदात्मना परिमृशंश्चिद्वस्तु नित्योदितं
टङ्कोत्कीर्णघनस्वभावमहिमज्ञानं भवत् जीवति।। १४।।

Page 331 of 444
PDF/HTML Page 358 of 471
single page version

background image
સ્યાદ્વાદ દ્વાર ૩૩૧
છે તે જ અનેક લહેરરૂપ થાય છે, તેવી જ રીતે આત્મદ્રવ્ય પોતાના ગુણ-પર્યાયોથી
અનેકરૂપ થાય છે, પણ નિશ્ચયનયથી એકરૂપ દેખાય છે. ૨૬.
ચૌદમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા)
कोऊ बालबुद्धी कहै ग्यायक सकति जौलौं,
तौलौं ग्यान असुद्ध जगत मध्य जानियै।
ज्ञायक सकति काल पाइ मिटि जाइ जब,
तब अविरोधबोध विमल बखानियै।।
परम प्रविन कहै ऐसी तौ न बनै बात,
जैसैं बिन परगास सूरज न मानिये।
तैसैं बिन ग्यायक सकति न कहावै ग्यान,
यह तौ न परोच्छ परतच्छ परवांनियै।। २७।।
શબ્દાર્થઃ– બાલબુદ્ધિ = અજ્ઞાની. પરમ પ્રવીન = સમ્યગ્જ્ઞાની. પરગાસ
(પ્રકાશ) = અજવાળું. પરતચ્છ = સાક્ષાત્.
અર્થઃ– કોઈ કોઈ અજ્ઞાની કહે છે કે જ્યાં સુધી જ્ઞાનમાં જ્ઞાયકશક્તિ છે
ત્યાંસુધી તે જ્ઞાન સંસારમાં અશુદ્ધ કહેવાય છે; ભાવ એ છે કે જ્ઞાયકશક્તિ જ્ઞાનનો
દોષ છે અને જ્યારે સમય પામીને જ્ઞાયકશક્તિ નષ્ટ થઈ જાય છે ત્યારે જ્ઞાન
નિર્વિકલ્પ અને નિર્મળ થઈ જાય છે. ત્યાં સમ્યગ્જ્ઞાની કહે છે કે આ વાત
અનુભવમાં આવતી નથી, કેમકે જેવી રીતે પ્રકાશ વિના સૂર્ય હોતો નથી તેવી જ
રીતે જ્ઞાયકશક્તિ વિના જ્ઞાન હોઈ શકતું નથી, તેથી તમારો પક્ષ પ્રત્યક્ષ પ્રમાણથી
બાધિત છે. ૨૭.
_________________________________________________________________
टङ्कोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया
वाञ्छत्युच्छलदच्छचित्परिणतेर्भिन्नं पशुः किञ्चन।
ज्ञानं नित्यमनित्यतापरिगमेऽप्यासादयत्युज्ज्वलं
स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात्।। १५।।

Page 332 of 444
PDF/HTML Page 359 of 471
single page version

background image
૩૩૨ સમયસાર નાટક
સ્યાદ્વાદની પ્રશંસા (દોહરા)
इहि विधि आतम ग्यान हित, स्यादवाद परवांन।
जाके वचन विचारसौं, मूरख होइ
सुजान।। २८।।
स्यादवाद आतम दशा, ताकारन बलवान।
सिवसाधक बाधा रहित, अखै अखंडितआन।। २९।।
અર્થઃ– આ રીતે આત્મજ્ઞાન માટે સ્યાદ્વાદ જ સમર્થ છે, એના વચનો
સાંભળવાથી અને એનું અધ્યયન કરવાથી અજ્ઞાનીઓ પંડિત બની જાય છે. ૨૮.
સ્યાદ્વાદથી આત્માનું સ્વરૂપ ઓળખાય છે, તેથી આ જ્ઞાન બહુ બળવાન છે, મોક્ષનું
સાધક છે, અનુમાન-પ્રમાણની બાધારહિત છે, અક્ષય છે, એને આજ્ઞાવાદી પ્રતિવાદી
ખંડિત કરી શકતા નથી. ૨૯.
અગિયારમા અધિકારનો સાર
જૈનધર્મના મહત્ત્વપૂર્ણ અનેક સિદ્ધાંતોમાં સ્યાદ્વાદ મુખ્ય છે, જૈનધર્મનું જે કાંઈ
ગૌરવ છે, તે સ્યાદ્વાદનું છે. આ સ્યાદ્વાદ અન્ય ધર્મોને નિર્મૂળ કરવા માટે સુદર્શન-
ચક્ર સમાન છે. આ સ્યાદ્વાદનું રહસ્ય સમજવું કઠિન નથી. પરંતુ ગૂઢ અવશ્ય છે
અને એટલું ગૂઢ છે કે એને સ્વામી શંકરાચાર્ય અથવા સ્વામી દયાનંદ સરસ્વતી જેવા
અજૈન વિદ્વાનો સમજી શકયા નહિ અને સ્યાદ્વાદનું ઉલટું ખંડન કરીને જૈનધર્મને
મોટો ધક્કો પહોંચાડી ગયા. એટલું જ નહીં, કેટલાક આધુનિક વિદ્વાનો આ ધર્મ ઉપર
નાસ્તિકપણાનું લાંછન લગાડે છે.
પદાર્થમાં જે અનેક ધર્મો હોય છે, તે બધા એક સાથે કહી શકાતા નથી, કેમકે
શબ્દમાં એટલી શક્તિ નથી કે જે અનેક ધર્મોને એકસાથે કહી શકે, તેથી કોઈ એક
ધર્મને મુખ્ય અને બાકીનાને ગૌણ કરીને કથન કરવામાં આવે છે.
‘સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા’માં
_________________________________________________________________
इत्यज्ञानविमूढानां ज्ञानमात्रं प्रसाधयन्
आत्मतत्त्वमनेकान्तः स्वयमेवानुभूयते।। १६।।
एवं तत्त्वव्यवस्थित्या स्वं व्यवस्थापयन्स्वयम्।
अलंध्यं शासनं जैनमनेकान्तो व्यवस्थितः।। १७।।
इति स्याद्वादाधिकारः।

Page 333 of 444
PDF/HTML Page 360 of 471
single page version

background image
સ્યાદ્વાદ દ્વાર ૩૩૩
કહ્યું છેઃ-
णाणाधम्मजुदं पि य एंव धम्मं पि वच्चदे अत्थं।
तस्सेयविक्खादो णत्थि
विवक्खाहु सेसाणं।। २६४।।
અર્થઃ– તેથી જે ધર્મનું જે અપેક્ષાએ કથન કરવામાં આવ્યું હોય તે ધર્મ, જે
શબ્દથી કથન કરવામાં આવ્યું હોય તે શબ્દ, અને તેને જાણનાર જ્ઞાન-એ ત્રણે નય
છે. કહ્યું પણ છે કેઃ-
सो चिय इक्को धम्मो वाचयसद्दो वि तस्स धमस्स।
तं जाणदि तं णाणं ते तिण्णि विणय विसेसा य।।
અર્થઃ– આપણી નિત્યની વાતચીત પણ નય-ગર્ભિત હોય છે, જેમકે જ્યારે
કોઈ મરણ-સન્મુખ હોય છે ત્યારે તેને હિંમત આપવામાં આવે છે કે જીવ નિત્ય છે,
જીવ તો મરતો નથી, શરીરરૂપ વસ્ત્રનો તેની સાથે સંબંધ છે, તેથી વસ્ત્ર સમાન
શરીર બદલવું પડે છે. ન તો જીવ જન્મે છે, ન મરે છે અને ન ધન, સંતાન, કુટુંબ
આદિ સાથે તેમનો સંબંધ છે. આ જે કાંઈ કહેવામાં આવ્યું છે તે જીવ પદાર્થના
નિત્યધર્મ તરફ દ્રષ્ટિ રાખીને કહેવામાં આવ્યું છે. પછી જ્યારે તે મરી જાય છે અને
એના સંબંધીઓને સંબોધન કરે છે ત્યારે કહે છે કે સંસાર અનિત્ય છે, જે જન્મે છે
તે મરે જ છે, પર્યાયોનું પલટવું એ જીવનો સ્વભાવ જ છે, આ કથન પદાર્થના
અનિત્ય ધર્મ તરફ દ્રષ્ટિ રાખીને કહ્યું છે. કુંદકુંદસ્વામીએ પંચાસ્તિકાયમાં આ વિષયને
ખૂબ સ્પષ્ટ કરેલ છે. સ્વામીજીએ કહ્યું છે કે જીવના ચેતના, ઉપયોગ આદિ ગુણ છે,
નર, નારક આદિ પર્યાયો છે, જ્યારે કોઈ જીવ મનુષ્ય પર્યાયમાંથી દેવ પર્યાયમાં જાય
છે ત્યારે મનુષ્ય પર્યાયનો અભાવ (વ્યય) અને દેવ પર્યાયનો સદ્ભાવ (ઉત્પાદ)
થાય છે, પરંતુ જીવ ન ઊપજ્યો છે કે ન મર્યો છે, આ તેનો ધ્રુવધર્મ છે. બસ! આનું
જ નામ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે.
सो चेव जादि मरणं जादि ण णठ्ठो ण चेव उप्पण्णो।
उप्पण्णो य विणठ्ठो
देवो मणुसुत्ति पज्जाओ।। १८।।
(પંચાસ્તિકાય પૃ. ૩૮)