Natak Samaysar (Gujarati). Gatha: 1-10 ,19-51 (Jiv Dvar); Jiv Dvar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 24

 

Page 14 of 444
PDF/HTML Page 41 of 471
single page version

background image
૧૪ સમયસાર નાટક
સવૈયા (મનહર)
अनुभौके रसकौं रसायन कहत जग,
अनुभौ अभ्यास यहु तीरथकी ठौर है।
अनुभौकी जो रसा कहावै सोई पोरसा सु,
अनुभौ अधोरसासौं ऊरधकी दौर है।।
अनुभौकी केलि यहै कामधेनु चित्रावेलि,
अनुभौकौ स्वाद पंच अमृतकौ कौर है।
अनुभौ करम तोरै परमसौं प्रीति जोरै,
अनुभौ समान न धरम कोऊ और है।। १९।।
શબ્દાર્થઃ– રસા=પૃથ્વી. અધોરસા=નરક. પોરસા=ફળદ્રૂપ જમીન.
ચિત્રાવેલિ=જાતની જડીબુટ્ટીનું નામ.
અર્થઃ– અનુભવના રસને જગતના જ્ઞાનીઓ રસાયણ કહે છે, અનુભવનો
અભ્યાસ એક તીર્થભૂમિ છે, અનુભવની ભૂમિ બધા પદાર્થોને ઉત્પન્ન કરનાર છે.
અનુભવ નરકમાંથી કાઢીને સ્વર્ગ-મોક્ષમાં લઈ જાય છે, એનો આનંદ કામધેનુ અને
ચિત્રાવેલી સમાન છે, એનો સ્વાદ પંચામૃતના ભોજન જેવો છે, એ કર્મોનો ક્ષય કરે
છે અને પરમપદમાં પ્રેમ જોડે છે, એના જેવો બીજો કોઈ ધર્મ નથી. ૧૯.
છ દ્રવ્યોનું જ્ઞાન અનુભવનું કારણ છે તેથી તેમનું વિવેચન કરવામાં આવે છે.
જીવ દ્રવ્યનું સ્વરૂપ (દોહરા)
चेतनवंत अनंत गुन, परजै सकतिअनंत।
अलख अखंडित सर्वगत, जीव दरव विरतंत।। २०।।
શબ્દાર્થઃ– અલખ=ઈન્દ્રિયગોચર નથી. સર્વગત=સર્વલોકમાં.
_________________________________________________________________
નોટઃ– સંસારમાં પંચામૃત, રસાયણ, કામધેનુ, ચિત્રાવેલી આદિ સુખદાયક પદાર્થ પ્રસિદ્ધ છે તેથી
એમનાં દ્રષ્ટાંત આપ્યાં છે પરંતુ અનુભવ એ બધાથી નિરાળો અને અનુપમ છે.

Page 15 of 444
PDF/HTML Page 42 of 471
single page version

background image
ઉત્થાનિકા ૧પ
અર્થઃ– ચૈતન્યરૂપ છે, અનંત ગુણ, અનંત પર્યાય અને અનંત શક્તિ સહિત છે, અમૂર્તિક છે,
અખંડિત છે. *સર્વવ્યાપી છે, આ જીવદ્રવ્યનું સ્વરૂપ કહ્યું છે. ૨૦.
પુદ્ગલ દ્રવ્યનું લક્ષણ. (દોહરા)
फरस–वरन–रस–गन्ध मय, नरद–पास–संठान।
अनुरूपी
पुदगल दरव, नभ–प्रदेश–परवान।। २१।।
શબ્દાર્થઃ– ફરસ=સ્પર્શ. નરદ-પાસ=ચોપાટના પાસા. સંઠાન=આકાર. પરવાન
(પ્રમાન)=બરાબર.
અર્થઃ– પુદ્ગલ દ્રવ્ય પરમાણુરૂપ, આકાશના પ્રદેશ જેવડું, ચોપાટના પાસાના
*આકારનું, સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળું છે. ૨૧.
ધર્મ દ્રવ્યનું લક્ષણ (દોહરા)
जैसैं सलिल समूहमैं, करै मीन गति–कर्म।
तैसैं पुदगल जीवकौं, चलनसहाई
धर्म।। २२।।
શબ્દાર્થઃ– સલિલ=પાણી. મીન=માછલી. ગતિ-કર્મ=ગમનક્રિયા.
અર્થઃ– જેવી રીતે માછલીની ગમનક્રિયામાં પાણી સહાયક થાય છે, તેવી જ
રીતે જીવ-પુદ્ગલની ગતિમાં *સહકારી ધર્મ દ્રવ્ય છે. ૨૨.
અધર્મદ્રવ્યનું લક્ષણ(દોહરા)
ज्यौं पंथी ग्रीषमसमै, बैठै छायामाँहि।
त्यौं अधर्मकी भूमिमैं, जड़ चेतन ठहराँहि।। २३।।
શબ્દાર્થઃ– પંથી=મુસાફર. ગ્રીષમસમૈ=ગ્રીષ્મકાળમાં.
અર્થઃ– જેવી રીતે ગ્રીષ્મઋતુમાં મુસાફર છાયાનું નિમિત પામીને બેસે છે તેવી
જ રીતે અધર્મ દ્રવ્ય જીવ-પુદ્ગલની સ્થિતિમાં નિમિત્તકારણ છે. ૨૩.
_________________________________________________________________
* લોક-અલોક પ્રતિબિમ્બિત થવાથી પૂર્ણજ્ઞાનની અપેક્ષાએ સર્વવ્યાપી છે.
* છ પાસાદાર જેવું ચોરસ હોય છે. *ઉદાસીન નિમિત્તકારણ છે, પ્રેરક નથી.

Page 16 of 444
PDF/HTML Page 43 of 471
single page version

background image
૧૬ સમયસાર નાટક
આકાશદ્રવ્યનું લક્ષણ (દોહરા)
संतत जाके उदरमैं, सकल पदारथवास।
जो भाजन सब जगतकौ, सोइ दरव अकास।। २४।।
શબ્દાર્થઃ– સંતત= સદા. ભાજન=પાત્ર.
અર્થઃ– જેના પેટમાં સદૈવ, સર્વ પદાર્થો રહે છે, જે સર્વ દ્રવ્યોને પાત્રની જેમ
આધારભૂત છે, તે જ આકાશદ્રવ્ય છે. ૨૪.
નોટઃ– અવગાહના આકાશનો પરમ ધર્મ છે, તેથી તે આકાશદ્રવ્ય બીજા
દ્રવ્યોને અવકાશ આપી રહ્યું છે તેમ જ પોતાને પણ અવકાશ આપી રહ્યું છે. જેમઃ-
જ્ઞાન જીવનો પરમ ધર્મ છે, તેથી તે જીવ અન્ય દ્રવ્યોને જાણે છે તેમ જ પોતાને પણ
જાણે છે.
કાળદ્રવ્યનું લક્ષણ (દોહરા)
जो नवकरि जीरन, करै, सकल वस्तुथिति ठानि।
परावर्त वर्तन धरै,
काल दरव सो जानि।। २५।।
શબ્દાર્થઃ– નવ=નવીન. જીરન (જીર્ણ)=જૂનું.
અર્થઃ– જે વસ્તુનો નાશ ન કરતાં, સર્વ પદાર્થોની નવીન હાલતો પ્રગટ
થવામાં અને પૂર્વ પર્યાયોના નાશ પામવામાં નિમિત્તકારણ છે, એવા વર્તના લક્ષણનું
ધારક કાળદ્રવ્ય છે. ૨પ.
નોટઃ– કાળદ્રવ્યનો પરમ ધર્મ વર્તના છે, તેથી તે અન્ય દ્રવ્યોની પર્યાયોનું
(પરિ) વર્તન કરે છે અને પોતાની પર્યાયો પણ પલટે છે.
નવ પદાર્થોનું જ્ઞાન અનુભવનું કારણ છે તેથી તેમનું વિવેચન કરવામાં આવે છે.
જીવનું વર્ણન (દોહરા)
समता रमता उरधता, ग्यायकता सुखभास।
वेदकता चैतन्यता, ए सब
जीवविलास।। २६।।
શબ્દાર્થઃ– સમતા = રાગ-દ્વેષ રહિત વીતરાગભાવ. રમતા = લીન રહેવું તે.
ઉરધતા (ઊર્ધ્વતા) = ઉપર જવાનો સ્વભાવ. ગ્યાયકતા = જાણપણું. વેદકતા =
સ્વાદ લેવા તે.

Page 17 of 444
PDF/HTML Page 44 of 471
single page version

background image
ઉત્થાનિકા ૧૭
અર્થઃ– વીતરાગભાવમાં લીન થવું, ઊર્ધ્વગમન, જ્ઞાયકસ્વભાવ, સહજ સુખનો
સંભોગ, સુખદુઃખનો સ્વાદ અને ચૈતન્યપણું -એ બધા જીવના પોતાના ગુણ છે.
૨૬.
અજીવનું વર્ણન (દોહરા)
तनता मनता वचनता, जड़ता जड़सम्मेल।
लघुता गुरुता गमनता, ये अजीवके खेल।। २७।।
શબ્દાર્થઃ– સમ્મેલ=બંધ. લઘુતા= હલકાપણું. ગુરુતા=ભારેપણું. ગમનતા =
ગતિ કરવી તે.
અર્થઃ– તન, મન, વચન, અચેતનપણું, એકબીજાની સાથે મળવું, હલકા અને
ભારેપણું તથા ગતિ કરવી-એ બધી પુદ્ગલ નામના અજીવ દ્રવ્યની પરિણતિ છે.
૨૭.
પુણ્યનું વર્ણન (દોહરા)
जो विशुद्धभावनि बंधै, अरु ऊरधमुख होइ।
जो सुखदायक जगतमैं, पुन्य पदारथ सोइ।। २८।।
અર્થઃ– જે શુભભાવોથી બંધાય છે, સ્વર્ગાદિની સન્મુખ થાય છે અને લૌકિક
સુખ આપનાર છે તે પુણ્ય પદાર્થ છે. ૨૮.
પાપનું વર્ણન (દોહરા)
संकलेश भावनि बँधै, सहज अधोमुख होइ।
दुखदायक संसारमैं, पाप
पदारथ सोइ।। २९।।
અર્થઃ– જે અશુભ ભાવોથી બંધાય છે અને પોતાની મેળે નીચ ગતિમાં પડે
છે તથા સંસારમાં દુઃખ આપનાર છે, તે પાપ પદાર્થ છે. ૨૯.
આસ્રવનું વર્ણન (દોહરા)
जोई करमउदोत धरि, होइ क्रिया रसरत्त।
करषै नूतन करमकौं, सोई आस्रव तत्त।। ३०।।

Page 18 of 444
PDF/HTML Page 45 of 471
single page version

background image
૧૮ સમયસાર નાટક
શબ્દાર્થઃ– કરમઉદોત=કર્મનો ઉદય થવો તે. ક્રિયા =યોગોની પ્રવૃતિ.
રસરત્ત=રાગ સહિત. રત્ત= મગ્ન થવું. તત્ત=તત્ત્વ.
અર્થઃ– કર્મના ઉદયમાં યોગોની જે *રાગ સહિત પ્રવૃત્તિ થાય છે, તે નવીન
કર્મોને ખેંચે છે, તેને આસ્રવ -પદાર્થ કહે છે. ૩૦.
સંવરનું વર્ણન (દોહરા)
जो उपयोग स्वरूप धरि, वरतै, जोग विरत्त।
रोकै आवत करमकौं, सो है संवर तत्त।। ३१।।
શબ્દાર્થઃ– વિરત્ત= અલગ થવું તે.
અર્થઃ– જે જ્ઞાન-દર્શન ઉપયોગને પ્રાપ્ત કરીને યોગોની ક્રિયાથી વિરક્ત થાય
છે અને આસ્રવને રોકી દે છે, તે સંવર પદાર્થ છે. ૩૧.
નિર્જરાનું વર્ણન (દોહરા)
जो पूरव सत्ता करम, करि थिति पूरन आउ।
खिरबेकौं उद्यत भयौ, सो निर्जरा लखाउ।। ३२।।
શબ્દાર્થઃ– થિતિ=સ્થિતિ. સત્તા=અસ્તિત્વ. ખિરવેકૌં=ખરવાને માટે. ઉદ્યત =
તૈયાર-તત્પર.
અર્થઃ– જે પૂર્વસ્થિત કર્મ પોતાની અવધિ પૂરી કરીને ખરવાને તત્પર થાય
છે, તેને નિર્જરા પદાર્થ જાણો. ૩૨.
*બંધનું વર્ણન (દોહરા)
जो नवकरम पुरानसौं, मिलैं गांठि दिढ़ होइ।
सकति बढ़वै बंसकी, बंध पदारथ सोइ।। ३३।।
_________________________________________________________________
*અહીં સાંપરાયિક આસ્રવનું મુખ્યતા અને ઐર્યાપથિક આસ્રવનું ગૌણતાપૂર્વક કથન છે.
*બંધ નષ્ટ થવાથી મોક્ષ અવસ્થા પ્રાપ્ત થાય છે તેથી અહીં મોક્ષની પૂર્વે બંધ તત્ત્વનું કથન કર્યું છે
અને આસ્રવના નિરોધપૂર્વક સંવર થાય છે તેથી સંવર પહેલાં આસ્રવ તત્ત્વનું કથન કર્યું છે.

Page 19 of 444
PDF/HTML Page 46 of 471
single page version

background image
ઉત્થાનિકા ૧૯
શબ્દાર્થઃ– ગાંઠિ=ગાંઠ. દિઢ (દ્રઢ)= પાકી. સકતિ=શક્તિ.
અર્થઃ– જે નવાં કર્મ જૂનાં કર્મ સાથે પરસ્પર મળીને મજબૂતપણે બંધાઈ જાય
છે અને કર્મશક્તિની પરંપરાને વધારે છે-તે બંધ પદાર્થ છે. ૩૩.
મોક્ષનું વર્ણન (દોહરા)
थिति पूरन करि जो करम, खिरै बंधपद भानि।
हंस अंस उज्जल करै, मोक्ष तत्त्व सो जानि।। ३४।।
શબ્દાર્થઃ– ભાનિ=નષ્ટ કરીને. હંસ અંસ=આત્માના ગુણ.
અર્થઃ– જે કર્મ પોતાની સ્થિતિ પૂર્ણ કરીને બંધદશાનો નાશ કરી નાખે છે
અને આત્મગુણોને નિર્મળ કરે છે તેને મોક્ષ પદાર્થ જાણો. ૩૪.
વસ્તુનાં નામ (દોહરા)
भाव पदारथ समय धन, तत्त्व चित्त वसु दर्व।
द्रविन अरथ इत्यादि बहु, वस्तु नाम ये सर्व।। ३५।।
અર્થઃ– ભાવ, પદાર્થ, સમય, ધન, તત્ત્વ, વસુ, દ્રવ્ય, દ્રવિણ, અર્થ આદિ સર્વ
વસ્તુના નામ છે. ૩પ.
શુદ્ધ જીવદ્રવ્યનાં નામ (સવૈયા એકત્રીસા)
परमपुरुष परमेसुर परमज्योति,
परब्रह्म पूरन परम परधान है।
अनादि अनंत अविगत अविनाशी अज,
निरदुंद मुक्त मुकुंद अमलान है।।
निराबाध निगम निरंजन निरविकार,
निराकार संसारसिरोमनि सुजान है।
सरवदरसी सरवज्ञ सिद्ध स्वामी सिव,
धनी नाथ ईसजगदीस भगवान है।। ३६।।

Page 20 of 444
PDF/HTML Page 47 of 471
single page version

background image
૨૦ સમયસાર નાટક
સામાન્યપણે જીવદ્રવ્યનાં નામ
चिदानंद चेतन अलख जीव समैसार,
बुद्धरूप अबुद्ध अशुद्ध उपजोगी है।
चिद्रूप स्वयंभू चिनमूरति धरमवंत,
प्रानवंत प्रानी जंतु भूत भवभोगी है।।
गुनधारी कलाधारी भेषधारी विद्याधारी,
अंगधारी संगधारी जोगधारी जोगी है।
चिन्मय अखंड हंस अक्षर आतमराम,
करमकौ करतार परम विजोगी है।। ३७।।
અર્થઃ– પરમપુરુષ, પરમેશ્વર, પરમજ્યોતિ, પરબ્રહ્મ, પૂર્ણ, પરમ, પ્રધાન,
અનાદિ, અનંત, અવ્યક્ત, અવિનાશી, અજ, નિદ્વઁદ્વ, મુક્ત, મુકુન્દ, અમલાન,
નિરાબાધ, નિગમ, નિરંજન, નિર્વિકાર, નિરાકાર સંસારશિરોમણિ, સુજ્ઞાન, સર્વદર્શી,
સર્વજ્ઞ, સિદ્ધ, સ્વામી, શિવ, ધણી, નાથ, ઈશ, જગદીશ, ભગવાન. ૩૬.
અર્થઃ– ચિદાનંદ, ચેતન, અલક્ષ, જીવ, સમયસાર, બુદ્ધરૂપ, અબુદ્ધ, અશુદ્ધ,
ઉપયોગી, ચિદ્રૂપ, સ્વયંભૂ, ચિન્મૂર્તિ, ધર્મવાન, પ્રાણવાન, પ્રાણી, જંતુ, ભૂત,
ભવયોગી, ગુણધારી, કળાધારી, વેશધારી, અંગધારી, સંગધારી, યોગધારી, યોગી,
ચિન્મય, અખંડ, હંસ અક્ષર, આત્મારામ, કર્મકર્તા, પરમવિયોગી-આ બધાં જીવદ્રવ્યનાં
નામ છે. ૩૭
આકાશનાં નામ (દોહરા)
खं विहाय अंबर गगन अंतरिच्छ जगधाम।
व्योम वियत नभ मेघपथ, ये अकाशके नाम।। ३८।।
અર્થઃ– ખં, વિહાય, અંબર, ગગન, અંતરિક્ષ, જગધામ, વ્યોમ, વિયત, નભ,
મેઘપથ- આ આકાશનાં નામ છે. ૩૮.

Page 21 of 444
PDF/HTML Page 48 of 471
single page version

background image
ઉત્થાનિકા ૨૧
કાળનાં નામ (દોહરા)
जम कृतांत अंतक त्रिदस, आवर्ती मृतथान।
प्रानहरन
आदिततनय, काल नाम परवान।। ३९।।
અર્થઃ– યમ, કૃત્તાંત, અંતક, ત્રિદ્રશ, આવર્તી, મૃત્યુસ્થાન, પ્રાણહરણ,
આદિત્યતનય- એ કાળનાં નામ છે. ૩૯.
પુણ્યનાં નામ (દોહરા)
पुन्य सुकृत ऊरधवदन, अकररोग शुभकर्म।
सुखदायक संसारफल,
भाग बहिर्मुख धर्म।। ४०।।
અર્થઃ– પુણ્ય, સૃકૃત ઊર્ધ્વવદન, અકરરોગ, શુભકર્મ, સુખદાયક, સંસારફળ,
ભાગ્ય, બહિર્મુખ, ધર્મ-એ પુણ્યનાં નામ છે. ૪૦.
પાપનાં નામ (દોહરા)
पाप अधोमुख एन अघ, कंप रोग दुखधाम।
कलिल कलुस किल्विस दुरित, असुभ करमके नाम।। ४१।।
અર્થઃ– પાપ, અધોમુખ, એન, અઘ, કંપ, રોગ, દુઃખધામ, કલિલ, કલુષ
કિલ્વિષ અને દુરિત -એ અશુભ કર્મનાં નામ છે. ૪૧.
મોક્ષનાં નામ (દોહરા)
सिद्धक्षेत्र त्रिभुवनमुकुट, शिवथल अविचलथान।
मोख मुकति
वैकुंठ सिव, पंचमगति निरवान।। ४२।।
અર્થઃ– સિદ્ધક્ષેત્ર, ત્રિભુવનમુકુટ, શિવથલ, અવિચળસ્થાન, મોક્ષ, મુક્તિ વૈકુંઠ,
શિવ, પરમગતિ, નિર્વાણ-એ મોક્ષનાં નામ છે. ૪૨.
બુદ્ધિનાં નામ (દોહરા)
प्रज्ञा धिसना सेमुसी, धी मेधा मति बुद्धि।
सुरति मनीषा चेतना, आसय अंश विसुद्धि।। ४३।।

Page 22 of 444
PDF/HTML Page 49 of 471
single page version

background image
૨૨ સમયસાર નાટક
અર્થઃ– પ્રજ્ઞા, ધિષણા, સેમુષી, ધી, મેધા, મતિ, બુદ્ધિ, સુરતી, મનીષા ચેતના,
આશય, અંશ અને વિશુદ્ધિ-એ બુદ્ધિનાં નામ છે. ૪૩.
વિચક્ષણ પુરુષનાં નામ (દોહરા)
निपुन विचच्छन विबुध बुध, विद्याधरविद्वान।
पटु प्रवीन पंडित चतुर, सुधी सुजन मतिमान।। ४४।।
कलावंत कोविद कुसल, सुमन दच्छ धीमंत।
ज्ञाता सज्जन ब्रह्मविद, तज्ञ गुनीजन संत।। ४५।।
અર્થઃ– નિપુણ, વિચક્ષણ, વિબુધ, બુદ્ધ, વિદ્યાધર, વિદ્વાન, પટુ, પ્રવીણ, પંડિત,
ચતુર, સુધી, સુજન, મતિમાન. ૪૪.
કળાવંત, કોવિદ, કુશળ, સુમન, દક્ષ, ધીમંત, જ્ઞાતા, સજ્જન, બ્રહ્મવિત્, તજ્ઞ,
ગુણીજન, સંત-એ વિદ્વાન પુરુષનાં નામ છે. ૪પ.
મુનીશ્વરનાં નામ (દોહરા)
मुनि महंत तापस तपी, भिच्छुक चारितधाम।
जती तपोधन संयमी, व्रती साधु ऋषि नाम।। ४६।।
અર્થઃ– મુની, મહંત, તાપસ, તપી, ભિક્ષુક, ચારિત્રધામ, યતી, તપોધન,
સંયમી, વ્રતી, સાધુ અને ઋષિ-એ મુનિનાં નામ છે. ૪૬.
દર્શનનાં નામ (દોહરા)
दरस विलोकनि देखनौं, अवलोकनि द्रगचाल।
लखन द्रष्टि निरखनि जुवनि, चितवनि चाहनि भाल।। ४७।।
અર્થઃ– દર્શન, વિલોકન, દેખવું, અવલોકન, દ્રગચાલ, લખન, દ્રષ્ટિ, નિરીક્ષણ,
જોવું, ચિતવન, ચાહન, ભાળવું -એ દર્શનનાં નામ છે. ૪૭.

Page 23 of 444
PDF/HTML Page 50 of 471
single page version

background image
ઉત્થાનિકા ૨૩
જ્ઞાન અને ચારિત્રનાં નામ (દોહરા)
ग्यान बोध अवगम मनन, जगतभान जगजान।
संजम
चारित आचरन, चरन वृत्ति थिरवान।। ४८।।
અર્થઃ– જ્ઞાન, બોધ, અવગમ, મનન, જગત્ભાનુ, જગત્જ્ઞાન, -એ જ્ઞાનનાં
નામ છે. સંયમ, ચારિત્ર, આચરણ, ચરણ, વૃત્ત, સ્થિરવાન-એ ચારિત્રનાં નામ છે.
૪૮.
સત્યનાં નામ (દોહરા)
सम्यक सत्य अमोघ सत, निसंदेह निरधार।
ठीक जथारथ उचित तथ्य, मिथ्या आदि अकार।। ४९।।
અર્થઃ– સમ્યક્, સત્ય, અમોઘ, સત્, નિઃસંદેહ, નિરધાર, ઠીક, યથાર્થ, ઉચિત,
તથ્ય-એ સત્યનાં નામ છે. આ શબ્દોની આદિમાં અકાર લગાડવાથી જૂઠનાં નામ
થાય છે. ૪૯.
જૂઠનાં નામ (દોહરા)
अजथारथ मिथ्या मृषा, वृथा असत्त अलीक।
मुधा मोघ निःफल, वितथ, अनुचित असत अठीक।। ५०।।
અર્થઃ– અયથાર્થ, મિથ્યા, મૃષા, વૃથા, અસત્ય, અલીક, મુધા, મોઘ, નિષ્ફળ,
વિતથ, અનુચિત, અસત્ય, અઠીક-એ જૂઠનાં નામ છે. પ૦.
નાટક સમયસારના બાર અધિકાર (સવૈયા એકત્રીસા)
जीव निरजीव करता करम पुन्न पाप,
आस्रव संवर निरजराबंध मोष है।
सरव विशुद्धि स्यादवाद साध्य साधक,
दुवादस दुवार धरै समैसार कोष है।।

Page 24 of 444
PDF/HTML Page 51 of 471
single page version

background image
૨૪ સમયસાર નાટક
दरवानुयोग दरवानुजोग दूरि करै,
निगमकौ नाटक परमरसपोष है।
सौ परमागम बनारसी बखानै जामैं,
ग्यानको निदान सुद्ध चारितकी चोष है।। ५१।।
શબ્દાર્થઃ– નિરજીવ=અજીવ. કરતા=કર્તા. દુવાદસ=દ્વાદશ(બાર).
દુવાર=અધિકાર. કોષ=ભંડાર. દરવાનુજોગ=દ્રવ્યોનો સંયોગ. નિગમકૌ=આત્માનો.
અર્થઃ– સમયસારજીના ભંડારમાં જીવ, અજીવ, કર્તાકર્મ, પુણ્યપાપ, આસ્રવ,
સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, સર્વવિશુદ્ધિ, સ્યાદ્વાદ અને સાધ્યસાધક-એ બાર અધિકાર
છે. આ ઉત્કૃષ્ટ ગ્રંથ દ્રવ્યાનુયોગરૂપ છે, આત્માને પરદ્રવ્યોના સંયોગથી જુદો કરે છે
અર્થાત્ મોક્ષમાર્ગમાં લગાડે છે, આ આત્માનું નાટક પરમ શાંતરસને પુષ્ટ કરનાર છે,
સમ્યગ્જ્ઞાન અને શુદ્ધચારિત્રનું કારણ છે, એને પંડિત બનારસીદાસજી પદ્ય-રચનામાં
વર્ણવે છે. પ૧.

Page 25 of 444
PDF/HTML Page 52 of 471
single page version

background image


સમયસાર નાટક
જીવદ્વાર
(૧)
ચિદાનંદ ભગવાનની સ્તુતિ (દોહરા)
शोभित निज अनुभूति जुत चिदानंद भगवान।
सार पदारथ आतमा, सकल पदारथ जान।। १।।
શબ્દાર્થઃ– નિજ અનુભૂતિ=પોતાના આત્માનું સ્વસંવેદન જ્ઞાન. ચિદાનંદ
(ચિત્+આનંદ) =જેને આત્મિક આનંદ હોય.
અર્થઃ– તે ચિદાનંદ પ્રભુ પોતાના સ્વાનુભવથી સુશોભિત છે. સર્વ પદાર્થોમાં
સારભૂત આત્મપદાર્થ છે અને સર્વ પદાર્થોનો જ્ઞાતા છે. ૧.
સિદ્ધ ભગવાનની સ્તુતિ, જેમાં શુદ્ધ આત્માનું વર્ણન છે.
(સવૈયા એકત્રીસા)
जो अपनी दुति आप विराजत,
है परधान पदारथ नामी।
चेतन अंक सदा निकलंक,
महा सुख सागरकौ विसरामी।।
_________________________________________________________________
* નીચે ટિપ્પણીમાં જે શ્લોક આપવામાં આવ્યા છે તે શ્રીમદ્ અમૃતચન્દ્રાચાર્ય રચિત નાટક સમયસાર
કળશના શ્લોકો છે. આ શ્લોકોનો પં. બનારસીદાસજીએ પદ્યાનુવાદ કર્યો છે.
नमः समयसाराय स्वानुभूत्या चकासते।
चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे।। १।।

Page 26 of 444
PDF/HTML Page 53 of 471
single page version

background image
૨૬ સમયસાર નાટક
जीव अजीव जिते जगमैं,
तिनकौ गुन ज्ञायक अंतरजामी।
सो शिवरुप बसै सिव थानक,
ताहि विलोकि नमैंसिवगामी।। २।।
શબ્દાર્થઃ– દુતિ (દ્યુતિ)=જ્યોત. વિરાજત=પ્રકાશિત. પરધાન=પ્રધાન.
વિસરામી (વિશ્રામી)=શાંતરસનો ભોક્તા. શિવગામી=મોક્ષે જનાર સમ્યગ્દ્રષ્ટિ,
શ્રાવક, સાધુ, તીર્થંકર આદિ.
અર્થઃ– જે પોતાના આત્મજ્ઞાનની જ્યોતિથી પ્રકાશિત છે, સર્વ પદાર્થોમાં મુખ્ય
છે, જેમનું ચૈતન્ય ચિહ્ન છે, જે નિર્વિકાર છે, બહુ મોટા સુખસમુદ્રમાં આનંદ કરે છે,
સંસારમાં જેટલા ચેતન-અચેતન પદાર્થ છે તેમના ગુણોના જ્ઞાતા, ઘટઘટને જાણનાર
છે, તે સિદ્ધભગવાન મોક્ષરૂપ છે, મોક્ષપુરીના નિવાસી છે, તેમને મોક્ષગામી જીવ
જ્ઞાનદ્રષ્ટિથી જોઈને નમસ્કાર કરે છે. ૨.
જિનવાણીની સ્તુતિ (સવૈયા તેવીસા)
जोग धरै रहे जगसौं भिन्न,
अनंत गुनातम केवलज्ञानी।
तासु हृदै–द्रहसौं निकसी,
सरितासम व्है श्रुत–सिंधु समानी।।
याते अनंत नयातम लच्छन,
सत्य स्वरूप सिधंत बखानी।
बुद्ध लखै न लखै दुरबुद्ध,
सदा जगमाँहिजगै जिनवानी।। ३।।
_________________________________________________________________
अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ती प्रत्यगात्मनः।
अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम्।। २।।

Page 27 of 444
PDF/HTML Page 54 of 471
single page version

background image
જીવદ્વાર ૨૭
શબ્દાર્થઃ– હૃદૈ-દ્રહસૌં = હૃદયરૂપી સરોવરમાંથી. બુદ્ધ=પવિત્ર જૈનધર્મના
વિદ્વાન. દુરબુદ્ધ=મિથ્યાદ્રષ્ટિ, કોરા વ્યાકરણ, કોષ આદિના જ્ઞાતા પરંતુ નયજ્ઞાનથી
રહિત
*.
અર્થઃ– અનંત ગુણોના ધારક કેવળજ્ઞાની ભગવાન જોકે *સયોગી છે તોપણ
યોગોથી પૃથક્ છે. તેમના હૃદયરૂપ સરોવરમાંથી નદીરૂપ જિનવાણી નીકળીને
શાસ્ત્રરૂપ સમુદ્રમાં પ્રવેશી ગઈ છે, તેથી સિદ્ધાન્તમાં એને સત્યસ્વરૂપ અને
અનંતનયાત્મક કહેલ છે. એને જૈનધર્મના મર્મી સમ્યગ્દ્રષ્ટિ જીવ ઓળખે છે, મૂર્ખ
મિથ્યાદ્રષ્ટિ જીવો સમજતા નથી. આવી જિનવાણી જગતમાં સદા જયવંત હો! ૩.
કવિ વ્યવસ્થા (છન્દ છપ્પા)
हौं निहचै तिहुंकाल, सुद्धचेतनमय मूरति।
पर परनति संजोग, भई जड़ता विसफूरति।।
मोहकर्म पर हेतु पाइ, चेतन पर रच्चइ।
ज्यौं धतूर–रस पान करत, नर बहुविध नच्चइ।।
अब समयसार वरनन करत, परम सुद्धता होहु मुझ।
अनयास बनारसिदास कहि, मिटहु सहज भ्रमकी अरुझ।।
४।।
શબ્દાર્થઃ– પર પરણતિ=પોતાના આત્મા સિવાય અન્ય ચેતન-અચેતન
પદાર્થમાં અહંબુદ્ધિ અને રાગ-દ્વેષ. વિસફૂરતિ (વિસ્ફૂર્તિ)=જાગ્રત. તિહુંકાળ=ત્રણે
કાળ (ભૂત, વર્તમાન, ભવિષ્ય). રચ્ચઈ=રાગ કરવો. નચ્ચઈ=નાચવું.
અનયાસ=ગ્રંથ ભણવા વગેરેનો પ્રયત્ન કર્યા વિના. અરુઝ=ગૂંચવણ.
_________________________________________________________________
* આવા લોકને આદિપુરાણમાં અક્ષર-મ્લેચ્છ કહ્યા છે. *તેરમા ગુણસ્થાનમાં મન, વચન, કાયાના
સાત યોગ કહ્યા છે પરંતુ યોગો દ્વારા જ્ઞાનનો અનુભવ કરતા નથી.
परपरिणतिहेतोर्मोहनाम्नोऽनुभावा–
दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः।
मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्ते–
र्भवतु समयसारव्याख्ययैवानुभूतेः।। ३।।

Page 28 of 444
PDF/HTML Page 55 of 471
single page version

background image
૨૮ સમયસાર નાટક
અર્થઃ– હું નિશ્ચયનયથી સદાકાળ શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું, પરંતુ પર પરિણતિના
સમાગમથી અજ્ઞાનદશા પ્રાપ્ત થઈ છે. મોહકર્મનું પર નિમિત્ત પામીને આત્મા પર
પદાર્થોમાં અનુરાગ કરે છે, એથી ધતુરાનો રસ પીને નાચનાર મનુષ્ય જેવી દશા થઈ
રહી છે. પં. બનારસીદાસજી કહે છે કે હવે સમયસારનું વર્ણન કરવાથી મને પરમ
વિશુદ્ધિ પ્રાપ્ત થાઓ વિના પ્રયત્ને મિથ્યાત્વની ગૂંચવણ પોતાની મેળે મટી જાઓ. ૪.
શાસ્ત્રનું માહાત્મ્ય (સવૈયા એકત્રીસા)
निहचैमैं रूप एक विवहारमैं अनेक,
याही नै – विरोधमैं जगत भरमायौ है।
जगके विवाद नासिबेकौ जिन आगम है,
जामैं स्याद्वादनाम लच्छन सुहायौ है।।
दरसनमोह जाकौ गयौ है सहजरूप,
आगम प्रमान ताके हिरदैमें आयौहै।
अनैसौं अखंडित अनूतन अनंत तेज,
ऐसो पद पूरन तुरंत तिनि पायौहै।। ५।।
શબ્દાર્થઃ– નૈ=નય. દરસનમોહ (દર્શનમોહ)=જેના ઉદયમાં જીવ તત્ત્વ -
શ્રદ્ધાનથી પડી જાય છે. પદ પૂરન(પૂર્ણપદ)=મોક્ષ.
અર્થઃ– નિશ્ચયનયમાં પદાર્થ એકરૂપ છે અને વ્યવહારનયમાં અનેકરૂપ છે. આ
નય-વિરોધમાં સંસાર ભૂલી રહ્યો છે, તેથી આ વિવાદને નષ્ટ કરનાર જિનાગમ છે
જેમાં સ્યાદ્વાદનું શુભ
* ચિહ્ન છે. જે જીવને દર્શનમોહનો ઉદય હોતો નથી તેના
_________________________________________________________________
* મહોર-છાપ લાગી છે -સ્યાદ્વાદથી જ ઓળખવામાં આવે છે કે આ જિનાગમ છે.
उभयनयविरोधध्वंसिनि स्यात्पदाइके
जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः।
सपदि समयसारं ते परं ज्योतिरुच्चै–
रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव।। ४।।

Page 29 of 444
PDF/HTML Page 56 of 471
single page version

background image
જીવદ્વાર ૨૯
હૃદયમાં સહજ સ્વભાવથી આ પ્રામાણિક જિનાગમ પ્રવેશ કરે છે અને તેને તત્કાળ
જ નિત્ય, અનાદિ અને અનંત પ્રકાશવાન મોક્ષપદ પ્રાપ્ત થાય છે. પ.
નિશ્ચયનયની પ્રધાનતા (સવૈયા તેવીસા)
ज्यौं नर कौइ गिरै गिरिसौं तिहि,
सोइ हितू जो गहैदिढ़बाहीं।
त्यौं बुधकौ विवहार भलौ,
तबलौं जबलौं शिव प्रापति नाहीं।।
यद्यपि यौं परवान तथापि,
सधै परमारथ चेतनमाहीं।
जीव अव्यापक है परसौं,
विवहारसौं तो परकी परछाहीं।। ६।।
શબ્દાર્થઃ– ગિરિસૌં=પર્વત પરથી. બાહીં=હાથ. બુદ્ધ=જ્ઞાની. પ્રાપતિ=પ્રાપ્તિ.
અર્થઃ– જેમ કોઈ મનુષ્ય પહાડ ઉપરથી લપસી જાય અને કોઈ હિતકારી
બનીને તેનો હાથ મજબૂતાઈથી પકડી લે તેવી જ રીતે જ્ઞાનીઓને જ્યાં સુધી મોક્ષ
પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી વ્યવહારનું અવલંબન છે, જો કે આ વાત સાચી છે તોપણ
નિશ્ચયનય ચૈતન્યને સિદ્ધ કરે છે તથા જીવને પરથી ભિન્ન દર્શાવે છે અને
વ્યવહારનય તો જીવને પરને આશ્રિત કરે છે.
ભાવાર્થઃ– જોકે ચોથા ગુણસ્થાનથી ચૌદમાં ગુણસ્થાન સુધી વ્યવહાર હોય છે,
પરંતુ ઉપાદેય તો નિશ્ચયનય જ છે, કારણ કે તેનાથી પદાર્થનું અસલી સ્વરૂપ
જાણવામાં આવે છે અને વ્યવહારનય અભૂતાર્થ હોવાથી પરમાર્થમાં પ્રયોજનભૂત
નથી. ૬.
_________________________________________________________________
व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्या–
मिह निहितपदानां हन्त हस्ताबलम्बः।
तदपि परममर्थं चिच्चमत्कारमात्रं
परविरहितमन्तः पश्यतां नैष किञ्चित्।। ५।।

Page 30 of 444
PDF/HTML Page 57 of 471
single page version

background image
૩૦ સમયસાર નાટક
સમ્યગ્દર્શનનું સ્વરૂપ(સવૈયા એકત્રીસા)
शुद्धनय निहचै अकेलौ आपु चिदानंद,
अपनैंही गुन परजायकौं गहतु है।
पूरन विग्यानघन सो है विवहारमाहिं,
नव तत्त्वरुपी पंच दर्वमैं रहतु है।।
पंच दर्व नव तत्त्व न्यारे जीव न्यारो लखै,
सम्यकदरस यहै और न गहतु है।
सम्यकदरस जोई आतम सरूप सोई,
मेरे घट प्रगटोबनारसी कहतु है।।
શબ્દાર્થઃ– *લખૈ=શ્રદ્ધા કરે. ઘટ=હૃદય. ગહતુ હૈ=ધારણ કરે છે.
અર્થઃ– શુદ્ધ નિશ્ચયનયથી ચિદાનંદ એકલો જ છે અને પોતાના ગુણપર્યાયોમાં
પરિણમન કરે છે. તે પૂર્ણજ્ઞાનનો પિંડ *પાંચ દ્રવ્ય, નવ તત્ત્વમાં રહ્યો છે એમ
વ્યવહારથી કહેવાય છે. પાંચ દ્રવ્ય અને નવ તત્ત્વોથી ચેતયિતા ચેતન નિરાળો છે,
એવું શ્રદ્ધાન કરવું અને એના સિવાય બીજી રીતે શ્રદ્ધાન ન કરવું તે સમ્યગ્દર્શન છે;
અને સમ્યગ્દર્શન જ આત્માનું સ્વરૂપ છે. પં. બનારસીદાસજી કહે છે કે તે સમ્યગ્દર્શન
અર્થાત્ આત્માનું સ્વરૂપ મારા હૃદયમાં પ્રગટ થાવ. ૭.
_________________________________________________________________
* લખન, દર્શન, અવલોકન આદિ શબ્દોનો અર્થ જૈનાગમમાં કયાંય તો ‘જોવું’ થાય છે જે
દર્શનાવરણી કર્મના ક્ષયોપશમની અપેક્ષા રાખે છે. અને કયાંક આ શબ્દોનો અર્થ ‘શ્રદ્ધાન કરવું’
લેવામાં આવે છે જે દર્શનમોહના અનુદયની અપેક્ષાએ છે , અહીં દર્શનમોહના અનુદયનું જ
પ્રયોજન છે.
* જૈનાગમમાં છ દ્રવ્ય કહ્યાં છે; પણ અહીં કાળ દ્રવ્યને ગૌણ કરીને પંચાસ્તિકાયને જ દ્રવ્ય કહેલ છે.
एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः
पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक्।
सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयम्
तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः।। ६।।

Page 31 of 444
PDF/HTML Page 58 of 471
single page version

background image
જીવદ્વાર ૩૧
જીવની દશા પર અગ્નિનું દ્રષ્ટાંત (સવૈયા એકત્રીસા)
जैसैं तृण काठ वांस आरने इत्यादि और,
ईंधन अनेक विधि पावकमैं दहिये।
आकृति विलोकित कहावै आग नानारूप,
दीसै एक दाहक सुभाव जब गहिये।।
तैसैं नव तत्वमें भयौ हैं बहु भेषी जीव,
सुद्धरूप मिश्रित असुद्ध रूप कहिये।
जाही छिन चेतना सकतिकौ विचार कीजै,
ताहीं छिन अलखअभेदरूप लहिये।। ८।।
શબ્દાર્થઃ– આરને=જંગલના. દાહક=બાળનાર. અલખ=અરૂપી.
અભેદ=ભેદવ્યવહારથી રહિત.
અર્થઃ– જેવી રીતે ઘાસ, લાકડા, વાંસ અથવા જંગલનાં અનેક ઈંધન આદિ
અગ્નિમાં બળે છે, તેમના આકાર ઉપર ધ્યાન દેવાથી અગ્નિ અનેકરૂપ દેખાય છે, પરંતુ
જો માત્ર દાહક સ્વભાવ ઉપર દ્રષ્ટિ મૂકવામાં આવે તો સર્વ અગ્નિ એકરૂપ જ છે;
તેવી જ રીતે જીવ (વ્યવહારનયથી) નવ તત્ત્વોમાં શુદ્ધ, અશુદ્ધ મિશ્ર આદિ અનેકરૂપ
થઈ રહ્યો છે; પરંતુ જ્યારે તેની ચૈતન્યશક્તિ પર વિચાર કરવામાં આવે છે ત્યારે તે
(શુદ્ધનયથી) અરૂપી અને અભેદરૂપ ગ્રહણ થાય છે. ૮.
જીવની દશા પર સોનાનું દ્રષ્ટાંત (સવૈયા એકત્રીસા)
जैसैं बनवारीमें कुधातके मिलाप हेम,
नानाभांति भयौ पै तथापि एक नाम है।
_________________________________________________________________
अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत्।
नवतत्त्वगतत्वेऽपि यदेकत्वं
मुंचति।। ७।।

Page 32 of 444
PDF/HTML Page 59 of 471
single page version

background image
૩૨ સમયસાર નાટક
कसिकैं कसोटी लीकु निरखै सराफ ताहि,
बानके प्रवान करि लेतु देतु दाम है।।
तैसैं ही अनादि पुद्गलसौं संजोगी जीव,
नव तत्त्वरूपमैं अरूपी महा धाम है।
दीसै उनमानसौं उदोतवान ठौर ठौर,
दूसरौ न और एक आतमाही राम है।। ९।।
શબ્દાર્થઃ– બનવારી=કુલડી. લીકુ=રેખા. નિરખૈ=જુએ છે. બાન=ચમક.
પ્રવાન=અનુસાર, પ્રમાણે. ઉનમાન (અનુમાન)=સાધનમાં સાધ્યના જ્ઞાનને અનુમાન
કહે છે, જેમ કે ઘૂમાડાને જોઈને અગ્નિનું જ્ઞાન કરવું તે.
અર્થઃ– જેમ સોનુ કુધાતુના સંયોગથી અગ્નિના તાપમાં અનેકરૂપ થાય છે,
પરંતુ તોપણ તેનું નામ એક સોનું જ રહે છે તથા શરાફ કસોટી ઉપર કસીને તેની
રેખા જુએ છે અને તેની ચમક પ્રમાણે કિંમત દે-લે છે; તેવી જ રીતે અરૂપી મહા
દીપ્તિવાળો જીવ અનાદિકાળથી પુદ્ગલના સમાગમમાં નવ તત્ત્વરૂપ દેખાય છે, પરંતુ
અનુમાન પ્રમાણથી સર્વ અવસ્થાઓમાં જ્ઞાનસ્વરૂપ એક આત્મરામ સિવાય બીજું
કાંઈ નથી.
ભાવાર્થઃ– જ્યારે આત્મા અશુભભાવમાં વર્તે છે ત્યારે પાપતત્ત્વરૂપ હોય છે,
જ્યારે શુભભાવમાં વર્તે છે ત્યારે પુણ્યતત્ત્વરૂપ હોય છે અને જ્યારે શમ, દમ,
સંયમભાવમાં વર્તે છે ત્યારે સંવરરૂપ હોય છે, એવી જ રીતે ભાવાસ્રવ, ભાવબંધ
આદિમાં વર્તતો તે આસ્રવ-બંધાદિરૂપ હોય છે તથા જ્યારે શરીરાદિ જડ પદાર્થોમાં
અહંબુદ્ધિ કરે છે ત્યારે જડસ્વરૂપ હોય છે. પરંતુ વાસ્તવમાં આ સર્વ અવસ્થાઓમાં
તે શુદ્ધ સુવર્ણ સમાન નિર્વિકાર છે. ૯.
_________________________________________________________________
चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं
कनकमिव निमग्नं वर्णमालाकलापे।
अथ सततविविक्तं द्रश्यतामेकरूपं
प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम्।। ८।।

Page 33 of 444
PDF/HTML Page 60 of 471
single page version

background image
જીવદ્વાર ૩૩
અનુભવની દશામાં સૂર્યનું દ્રષ્ટાંત (સવૈયા એકત્રીસા)
जैसैं रति–मंडलकै उदै महि–मंडलमैं,
आतप अटल तम पटल विलातु है।।
तैसैं परमातमाकौ अनुभौ रहत जौलौं,
तौलौं कहूँ दुविधा न कहूँ पच्छपातु है।।
नयकौ न लेस परवानकौ न परवेस,
निच्छेपके वंसकौ विधुंस होत जातु है।।
जे जे वस्तु साधक हैं तेऊ तहां बाधक हैं,
बाकी राग दोषकी दसाकी कौन बातुहै।। १०।।
શબ્દાર્થઃ– મહિ-મંડળ=પૃથ્વીતળ. વિલાતુ હૈ=નાશ પામી જાય છે.
પરવાન=પ્રમાણ. વંસકો=સમુદાયનું. પરવેસ (પ્રવેશ)=પહોંચ.
અર્થઃ– જેવી રીતે સૂર્યના ઉદયમાં પૃથ્વી ઉપર તડકો ફેલાઈ જાય છે અને
અંધકારનો નાશ થઈ જાય છે, તેવી જ રીતે જ્યાંસુધી શુદ્ધ આત્માનો અનુભવ રહે
છે ત્યાંસુધી કોઈ વિકલ્પ અથવા નય આદિનો પક્ષ રહેતો નથી. ત્યાં નય-વિચારનો
લેશ પણ નથી, પ્રમાણની પહોંચ નથી અને નિક્ષેપોનો સમુદાય નષ્ટ થઈ જાય છે.
પહેલાની દશામાં જે જે વાતો સહાયક હતી તે જ અનુભવની દશામાં બાધક થાય છે
અને રાગ-દ્વેષ તો બાધક છે જ.
ભાવાર્થઃ– નય તો વસ્તુનો ગુણ સિદ્ધ કરે છે અને અનુભવ સિદ્ધ વસ્તુનો
હોય છે, તેથી અનુભવમાં નયનું કામ નથી; પ્રત્યક્ષ-પરોક્ષ આદિ પ્રમાણ અસિદ્ધ
વસ્તુને સિદ્ધ કરે છે ત્યાં અનુભવમાં વસ્તુ સિદ્ધ જ છે માટે પ્રમાણ પણ અનાવશ્યક
છે, નિક્ષેપથી વસ્તુની સ્થિતિ સમજવામાં આવે છે ત્યાં અનુભવમાં શુદ્ધ આત્મ-
પદાર્થનું ભાન રહે છે
_________________________________________________________________
उदयति न नयश्रीरस्तमेति प्रमाणं।
क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रं।।
किमपरमभिदध्मो धाम्नि सर्वंकषे ऽस्मि
न्ननुभवमुपयाते भाति न द्वैतमेव।। ९।।