Natak Samaysar (Gujarati). Sadhya Sadhak Dvar; Gatha: 1-41 (Sadhya Sadhak Dvar).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 19 of 24

 

Page 334 of 444
PDF/HTML Page 361 of 471
single page version

background image
૩૩૪ સમયસાર નાટક
અર્થઃ– તે જ જીવ ઉપજે છે કે જે મરણને પ્રાપ્ત થાય છે, સ્વભાવથી તે જીવ
ન વિનાશ પામ્યો છે અને નિશ્ચયથી ન ઊપજ્યો છે, સદા એકરૂપ છે. ત્યારે કોણ
ઊપજ્યું અને વિણસ્યું છે? પર્યાય જ ઊપજી છે અને પર્યાય જ વિણસી છે. જેમ કે
દેવ પર્યાય ઉત્પન્ન થઈ છે, મનુષ્ય પર્યાય નાશ પામી છે, એ પર્યાયનો ઉત્પાદ-વ્યય
છે. જીવને ધ્રૌવ્ય જાણવો.
एवं भावमभावं भावाभावं अभावभावं च।
गुणपज्जयेहिं सहिदो संसरमाणो कुणदि जीवो।। २१।।
(પંચાસ્તિકાય પૃ. ૪પ)
અર્થઃ– પર્યાયાર્થિક નયની વિવક્ષાથી પંચપરાવર્તનરૂપ સંસારમાં ભ્રમણ કરતો
આ આત્મા દેવાદિ પર્યાયોને ઉત્પન્ન કરે છે, મનુષ્યાદિ પર્યાયોનો નાશ કરે છે, તથા
વિદ્યમાન દેવાદિ પર્યાયોના નાશનો આરંભ કરે છે અને જે વિદ્યમાન નથી તે
મનુષ્યાદિ પર્યાયના ઉત્પાદનો આરંભ કરે છે.
ખૂબ યાદ રાખવું કે નયનું કથન અપેક્ષિત હોય છે અને ત્યારે જ તે સુનય
કહેવાય છે, જો અપેક્ષારહિત કથન કરવામાં આવે તો તે નય નથી, કુનય છે.
ते साविक्खा सुणया णिरविक्खा ते वि दुण्णया होंति।
सयलववहारसिद्धी सुणयादो होदि
णियमेण।।
અર્થઃ– આ નય પરસ્પર અપેક્ષા સહિત હોય ત્યારે તો સુનય છે અને તે જ
જ્યારે અપેક્ષારહિત લેવામાં આવે ત્યારે દુર્નય છે. સુનયથી સર્વ વ્યવહારની સિદ્ધિ
થાય છે.
અન્ય મતાવલંબી પણ જીવ પદાર્થના એક જ ધર્મ ઉપર દ્રષ્ટિ રાખીને મસ્ત
થઈ ગયા છે, તેથી જૈનમતમાં તેમને ‘મતવાળા’ કહ્યા છે. આ અધિકારમાં ચૌદ
મતવાળાઓને સંબોધન કર્યું છે અને એમના માનેલા પ્રત્યેક ધર્મનું સમર્થન કરતાં
સ્યાદ્વાદને પુષ્ટ કરેલ છે.
_________________________________________________________________
૧. પાગલ.

Page 335 of 444
PDF/HTML Page 362 of 471
single page version

background image

સાધ્ય–સાધક દ્વાર
(૧૨)
પ્રતિજ્ઞા (દોહરા)
स्याद्वाद अधिकार यह, कह्यौ अलप विसतार।
अमृतचंद मुनिवर कहै,
साधक साध्य दुवार।। १।।
શબ્દાર્થઃ– સાધ્ય = જે સિદ્ધ કરવા યોગ્ય છે તે ઇષ્ટ. સાધક = જે સાધ્યને
સિદ્ધ કરે છે તે.
અર્થઃ– આ સ્યાદ્વાદ અધિકારનું સંક્ષિપ્ત વર્ણન કર્યું; હવે શ્રી અમૃતચંદ્ર
મુનિરાજ સાધ્ય-સાધક દ્વારનું વર્ણન કરે છે. ૧.
(સવૈયા એકત્રીસા)
जोई जीव वस्तु अस्ति प्रमेय अगुरुलघु,
अभोगी अमूरतीक परदेसवंत है।
उतपतिरूप नासरूप अविचलरूप,
रतनत्रयादि गुनभेदसौं अनंत है।।
सोई जीव दरब प्रमान सदा एकरूप,
ऐसौ सुद्ध निहचै सुभाउ निरतंत है।
स्यादवाद मांहि साध्य पद अधिकार कह्यौ,
अब आगै कहिवैकौं साधक सिद्धंत है।। २।।
શબ્દાર્થઃ– અસ્તિ = હતું, છે અને રહેશે. પ્રમેય = પ્રમાણમાં આવવા યોગ્ય.
અગુરુલઘુ
_________________________________________________________________
. सम्यग्ज्ञानं प्रमाणं।
इत्याद्यनेकनिजशक्तिसुनिर्भरोऽपि
यो ज्ञानमात्रमयतां न जहाति भावः।
एवं क्रमाक्रमविवर्तिविवर्तचित्रं
तद्द्रव्यपर्ययमयं चिदिहास्ति वस्तु।। १।।

Page 336 of 444
PDF/HTML Page 363 of 471
single page version

background image
૩૩૬ સમયસાર નાટક
= ન ભારે ન હલકું. ઉતપતિ = નવી પર્યાયનું પ્રગટ થવું. નાસ = પૂર્વ પર્યાયોનો
અભાવ. અવિચલ = ધ્રૌવ્ય.
અર્થઃ– આ જીવ પદાર્થ અસ્તિત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, અભોક્તૃત્વ,
અમૂર્તિકત્વ, પ્રદેશત્વ સહિત છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અથવા દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ
ગુણોથી અનંતરૂપ છે, નિશ્ચયનયમાં તે જીવ પદાર્થોનો સ્વાભાવિક ધર્મ સદા સત્ય
અને એકરૂપ છે. તેને સ્યાદ્વાદ અધિકારમાં સાધ્ય-સ્વરૂપ કહ્યો, હવે આગળ એને
સાધકરૂપ કહે છે. ૨.
જીવની સાધ્ય–સાધક અવસ્થાઓનું વર્ણન (દોહરા)
साध्य सुद्ध केवल दशा, अथवा सिद्ध महंत।
साधक अविरत आदि बुध, छीन मोह परजंत।। ३।।
શબ્દાર્થઃ– સુદ્ધ કેવલ દશા = તેરમા અને ચૌદમા ગુણસ્થાનવર્તી અરિહંત.
સિદ્ધ મહંત = જીવની આઠ કર્મ રહિત શુદ્ધ અવસ્થા. અવિરત બુધ = ચોથા
ગુણસ્થાનવર્તી અવ્રત સમ્યગ્દ્રષ્ટિ. ખીનમોહ (ક્ષીણમોહ) = બારમા ગુણસ્થાનવર્તી
સર્વથા નિર્મોહી.
અર્થઃ– કેવળજ્ઞાની અરિહંત અથવા સિદ્ધ પરમાત્મપદ સાધ્ય છે અને અવ્રત
સમ્યગ્દ્રષ્ટિ અર્થાત્ ચોથા ગુણસ્થાનથી માંડીને ક્ષીણમોહ અર્થાત્ બારમા ગુણસ્થાન
સુધી નવ ગુણસ્થાનોમાંથી કોઈ પણ ગુણસ્થાનના ધારક જ્ઞાની જીવ સાધક છે. ૩.
સાધક અવસ્થાનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
जाकौ अधो अपूरब अनिवृति करनकौ,
भयौ लाभ भई गुरुवचनकी बोहनी।
जाकै अनंतानुबंधी क्रोध मान माया लोभ,
अनादि मिथ्यातमिश्र समकित मोहनी।।
सातौं परकिति खपीं किंवा उपसमी जाके,
जगी उर मांहि समकित कला सोहनी।
सोई मोख साधक कहायौ ताकै सरवंग,
प्रगटी सकति गुन थानक अरोहनी।। ४।।

Page 337 of 444
PDF/HTML Page 364 of 471
single page version

background image
સાધ્ય-સાધક દ્વાર ૩૩૭
શબ્દાર્થઃ– અધઃકરણ = જે કરણમાં (પરિણામ-સમૂહમાં)
ઉપરિતનસમયવર્તી તથા અધસ્તનસમયવર્તી જીવોના પરિણામ સદ્રશ તથા વિસદ્રશ
હોય.
અપૂર્વકરણ = જે કરણમાં ઉત્તરોત્તર અપૂર્વ અપૂર્વ પરિણામ થતા જાય, આ
કરણમાં ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદા વિસદ્રશ જ રહે છે અને એક
સમયવર્તી જીવોના પરિણામ સદ્રશ પણ રહે છે અને વિસદ્રશ પણ રહે છે.
અનિવૃત્તિકરણ = જે કરણમાં ભિન્નસમયવર્તી જીવોના પરિણામ વિસદ્રશ જ હોય
અને એકસમયવર્તી જીવોના પરિણામ સદ્રશ જ હોય. બોહની (બોધની) = ઉપદેશ.
ખપીં = સમૂળ નાશ પામી. કિંવા = અથવા. સોહની = શોભાયમાન. અરોહની =
ચડવાની.
અર્થઃ– જે જીવને અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણરૂપ
કરણલબ્ધિની પ્રાપ્તિ થઈ છે અને શ્રીગુરુનો સત્ય ઉપદેશ મળ્‌યો છે, જેની
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા મિથ્યાત્વ, મિશ્ર, સમ્યક્ત્વમોહનીય-
એવી સાત પ્રકૃતિઓનો સર્વથા ક્ષય અથવા ઉપશમ થયો છે અથવા અંતરંગમાં
સમ્યગ્દર્શનના સુંદર કિરણો જાગૃત થયા છે તે જ જીવ સમ્યગ્દ્રષ્ટિ-મોક્ષનો સાધક
કહેવાય છે. તેના અંતર અને બાહ્ય, સર્વ અંગમાં ગુણસ્થાન ચઢવાની શક્તિ પ્રગટ
થાય છે. ૪.
(સોરઠા)
जाके मुकति समीप, भई भवस्थिति घट गई।
ताकी
मनसा सीप, सुगुरु मेघ मुक्ता वचन।। ५।।
શબ્દાર્થઃ– ભવસ્થિતિ = ભવ-ભ્રમણનો કાળ. મુક્તા = મોતી.
અર્થઃ– જેની ભવસ્થિતિ ઘટી જવાથી અર્થાત્ કિંચિત્ ન્યૂન
અર્ધપુદ્ગલપરાવર્તનકાળ માત્ર શેષ રહેવાથી મોક્ષ અવસ્થા સમીપ આવી ગઈ છે,
તેના મનરૂપ છીપમાં સદ્ગુરુ મેઘરૂપ અને તેમના વચન મોતીરૂપ પરિણમન કરે છે.
ભાવ એ છે કે આવા જીવોને જ શ્રીગુરુના વચનો રુચિકર થાય છે. પ.
_________________________________________________________________
૧-૨-૩. એને વિશેષપણે સમજવા માટે ગોમ્મટસાર જીવકાંડનું અધ્યયન કરવું જોઈએ. અને સુશીલા
ઉપન્યાસના પૃ. ૨૪૭ થી ૨૬૩ સુધીના પૃષ્ઠોમાં એનું વિસ્તારથી વર્ણન છે.
૪. આ ત્રણે કરણોના પરિણામ પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધતા સહિત હોય છે.

Page 338 of 444
PDF/HTML Page 365 of 471
single page version

background image
૩૩૮ સમયસાર નાટક
સદ્ગુરુને મેઘની ઉષમા (દોહરા)
ज्यौं वरषै वरषा समै, मेघ अखंडित धार।
त्यौं सदगुरु वानी खिरै, जगत जीव हितकार।। ६।।
શબ્દાર્થઃ– અખંડિત ધાર = સતત. વાની (વાણી) = વચનો.
અર્થઃ– જેવી રીતે ચોમાસામાં વરસાદની ધારાપ્રવાહ વૃષ્ટિ થાય છે, તેવી જ
રીતે શ્રી ગુરુનો ઉપદેશ સંસારી જીવોને હિતકારી થાય છે.
ભાવાર્થઃ– જેવી રીતે જળવૃદ્ધિ જગતને હિતકારી છે તેવી જ રીતે સદ્ગુરુની
વાણી સર્વ જીવોને હિતકારી છે. ૬.
ધન–સંપત્તિથી મોહ દૂર કરવાનો ઉપાય (સવૈયા તેવીસા)
चेतनजी तुम जागि विलोकहु,
लागी रहे कहामायाके तांई।
आए कहींसौं कहीं तुम जाहुगे,
माया रमेगी जहांकी तहांई।।
माया तुम्हारी न जाति न पांति न,
वंसकी वेलि न अंसकीझांई।
दासी कियै विनु लातनि मारत,
ऐसी अनीति न कीजै गुसांई।। ७।।
શબ્દાર્થઃ– વિલોકહુ = જુઓ. માયા = ધન-સંપત્તિ. ઝાંઈ = પડછાયો-
પ્રતિબિંબ. દાસી = નોકરડી. ગુંસાઈ = મહંત.
અર્થઃ– હે આત્મન્! તમે મોહનિદ્રા છોડીને સાવધાન થાવ, અને જુઓ, તમે
ધન-સંપત્તિરૂપ માયામાં કેમ ભૂલી રહ્યા છો? તમે કયાંથી આવ્યા છો અને કયાં
ચાલ્યા જશો અને દોલત જ્યાંની ત્યાં પડી રહેશે. લક્ષ્મી તમારી નાત-જાતની નથી,
વંશ-પરંપરાની નથી, બીજું તો શું? તમારા એક પ્રદેશનું પણ પ્રતિરૂપ નથી. જો
એને તમે નોકરડી બનાવીને ન રાખી તો એ તમને લાત મારશે, માટે મહાન થઈને
તમારે આવો અન્યાય કરવો યોગ્ય નથી. ૭.

Page 339 of 444
PDF/HTML Page 366 of 471
single page version

background image
સાધ્ય-સાધક દ્વાર ૩૩૯
વળી–(દોહરા)
माया छाया एक है, घटै बढ़ै छिनमांहि।
इन्हकी संगति जे लगैं, तिन्हहिं कहूं सुख नांहि।। ८।।
અર્થઃ– લક્ષ્મી અને છાયા એકસરખી છે, ક્ષણમાં વધે છે અને ક્ષણમાં ઘટે છે,
જે એના સંગમાં જોડાય છે અર્થાત્ સ્નેહ કરે છે, તેમને કદી ચેન પડતું નથી. ૮.
કુટુંબી વગેરેનો મોહ દૂર કરવાનો ઉપદેશ (સવૈયા તેવીસા)
लोकनिसौं कछु नातौ न तेरौ न,
तोसौं कछु इह लोककौ नातौ।
ए तौ रहै रमि स्वारथके रस,
तू परमारथके रस मातौ।।
ये तनसौं तनमै तनसे जड़,
चेतन तू तिनसौं नित हांतौ।
होहु सुखी अपनौ बल फेरिकै,
तोरिकै राग विरोधकौतांतौ।। ९।।
શબ્દાર્થઃ– લોકનિસૌં = કુટુંબ આદિ માણસોથી. નાતૌ = સંબંધ. રહે રમિ =
લીન થયા. પરમારથ = આત્મહિત. માતૌ = મસ્ત. તનમૈ (તન્મય) = લીન. હાંતૌ
= ભિન્ન. ફેરિકૈ = પ્રગટ કરીને. તોરિકૈ = તોડીને. તાંતૌ (તંતુ) = દોરો.
અર્થઃ– હે જીવ! કુટુંબી આદિ લોકોનો તારી સાથે કાંઈ સંબંધ નથી, અને ન
તારું એમની સાથે કાંઈ આ લોક સંબંધી પ્રયોજન છે, એ તો પોતાના સ્વાર્થ માટે
તારા શરીર ઉપર પ્રેમ રાખે છે અને તું તારા આત્મહિતમાં મગ્ન થા. એ લોકો
શરીરમાં તન્મય થઈ રહ્યા છે, તેથી શરીરના જેવા જ જડબુદ્ધિ છે અને તું ચૈતન્ય
છો, એમનાથી જુદો છો તેથી રાગ-દ્વેષનો સંબંધ તોડીને પોતાનું આત્મબળ પ્રગટ કર
અને સુખી થા. ૯.

Page 340 of 444
PDF/HTML Page 367 of 471
single page version

background image
૩૪૦ સમયસાર નાટક
ઇન્દ્રાદિ ઊંચ પદની ઇચ્છા અજ્ઞાન છે (સોરઠા)
जे दुरबुद्धि जीव, तेउतंग पदवी चहैं।
जे समरसी सदीव, तिनकौं कछू न चाहिये।। १०।।
અર્થઃ– જે અજ્ઞાની જીવ છે તે ઇન્દ્રાદિ ઊંચ પદની અભિલાષા કરે છે, પરંતુ
જે સદા સમતારસના રસિયા છે, તે સંસાર સંબંધી કોઈ પણ વસ્તુ ઇચ્છતા નથી.
૧૦.
માત્ર સમતાભાવમાં જ સુખ છે (સવૈયા એકત્રીસા)
हांसीमैं विषाद बसै विद्यामैं विवाद बसै,
कायामैं मरन गुरु वर्तनमैं हीनता।
सुचिमैं गिलानि बसै प्रापतिमैं हानि बसै,
जैमैं हारि सुंदर दसामैं छबि छीनता।।
रोग बसै भोगमैं संजोगमैं वियोग बसै,
गुनमैं गरब बसै सेवा मांहीहीनता।
और जग रीति जेती गर्भित असाता सेती,
साताकी सहेली है अकेली उदासीनता।। ११।।
શબ્દાર્થઃ– વિષાદ = રંજ, ખેદ. વિવાદ = ઉત્તર-પ્રત્યુત્તર. છબિ = કાંતિ.
છીનતા = તંગી, ઓછપ. ગરબ = ઘમંડ. સાતા = સુખ. સહેલી = સાથ આપનાર.
અર્થઃ– જો હાસ્યમાં સુખ માનવામાં આવે તો હાસ્યમાં લડાઈ થવાનો સંભવ
છે, જો વિદ્યામાં સુખ માનવામાં આવે તો વિદ્યામાં વિવાદનો નિવાસ છે, જો શરીરમાં
સુખ માનવામાં આવે તો જે જન્મે છે તે અવશ્ય મરે છે, જો મોટાઈમાં સુખ
માનવામાં આવે તો તેમાં નીચપણાનો વાસ છે, જો
પવિત્રતામાં સુખ માનવામાં
આવે તો પવિત્રતામાં ગ્લાનિનો વાસ છે, જો લાભમાં સુખ માનવામાં આવે તો જ્યાં
નફો છે ત્યાં નુકસાન પણ છે, જો જીતમાં સુખ માનવામાં આવે
_________________________________________________________________
૧. ‘પ્રીતિમાં અપ્રીતિ’ એવો પાઠ પણ છે.
૨. લૌકિક પવિત્રતા નિત્ય નથી, તેનો નાશ થતાં મલિનતા આવી જાય છે.

Page 341 of 444
PDF/HTML Page 368 of 471
single page version

background image
સાધ્ય-સાધક દ્વાર ૩૪૧
તો જ્યાં જીત છે ત્યાં હાર પણ છે, જો સુંદરતામાં સુખ માનવામાં આવે તો તે સદા
એકસરખી રહેતી નથી-બગડે પણ છે, જો ભોગોમાં સુખ માનવામાં આવે તો તે
રોગના કારણ છે, જો ઇષ્ટ સંયોગમાં સુખ માનવામાં આવે તો જેનો સંયોગ થાય છે
તેનો વિયોગ પણ છે, જો ગુણોમાં સુખ માનવામાં આવે તો ગુણોમાં ઘમંડનો નિવાસ
છે, જો નોકરી-ચાકરીમાં સુખ માનવામાં આવે તો તે હીનતા (ગુલામી) જ છે. એ
સિવાય બીજા પણ જે લૌકિક કાર્યો છે તે બધા અશાતામય છે, તેથી સ્પષ્ટ છે કે
શાતાનો સંયોગ મેળવવા માટે ઉદાસીનતા સખી સમાન છે. ભાવ એ છે કે માત્ર
સમતાભાવ જ જગતમાં સુખદાયક છે. ૧૧.
જે ઉન્નતિની પછી અવનતિ (આવે) છે તે ઉન્નતિ નથી. (દોહરા)
जिहि उतंग चढ़ि फिर पतन, नहि उतंग वह कूप।
जिहि
सुखअंतर भय बसै, सो सुख है दुखरूप।। १२।।
जो विलसै सुख संपदा, गये तहां दुख होइ।
जो धरतीबहु तृनवती, जरै अगनिसौं सोइ।। १३।।
શબ્દાર્થઃ– ઉતંગ = ઊંચે. પતન = પડવું તે. કૂપ = કૂવો. વિલસૈ = ભોગવે.
તૃનવતી = ઘાસવાળી. જરૈ = બળે છે.
અર્થઃ– જે ઊંચા સ્થાન ઉપર પહોંચીને પછી પડવું પડે છે, તે ઊંચ પદ નથી,
ઊંડો કૂવો જ છે. તેવી જ રીતે જે સુખ પ્રાપ્ત થઈને તેના નષ્ટ થવાનો ભય છે તે
સુખ નથી, દુઃખરૂપ છે. ૧૨. કારણ કે લૌકિક સુખ-સંપત્તિનો વિલાસ નષ્ટ થતાં પછી
દુઃખ જ પ્રાપ્ત થાય છે, જેવી રીતે કે ગીચ ઘાસવાળી ધરતી જ અગ્નિથી બળી જાય
છે. ૧૩.
શ્રીગુરુના ઉપદેશમાં જ્ઞાનીજીવ રુચિ કરે છે અને મૂર્ખ સમજતા જ નથી. (દોહરા)
सबद मांहि सतगुरु कहै, प्रगट रूप निज धर्म।
सुनत विचच्छन सद्दहै, मूढ़ न
जानै मर्म।। १४।।
_________________________________________________________________
૧. ‘સુખમૈં ફિર દુઃખ બસૈ’ એવો પણ પાઠ છે.

Page 342 of 444
PDF/HTML Page 369 of 471
single page version

background image
૩૪૨ સમયસાર નાટક
અર્થઃ– શ્રીગુરુ આત્મ-પદાર્થના સ્વરૂપનું વર્ણન કરે છે, તે સાંભળીને
બુદ્ધિમાન માણસો ધારણ કરે છે અને મૂર્ખાઓ તેનો મર્મ જ સમજતા નથી. ૧૪.
ઉપરના દોહરાનું દ્રષ્ટાંત દ્વારા સમર્થન (સવૈયા એકત્રીસા)
जैसैं काहू नगरके वासी द्वै पुरुष भूले,
तामैंएक नर सुष्ट एक दुष्ट उरकौ।
दोउ फिरैं पुरके समीप परे ऊटवमैं,
काहू और पथिकसौं पूछैं पंथ पुरकौ।।
सो तौ कहै तुमारौ नगर है तुमारे ढिग,
मारग दिखावै समुझावै खोज पुरकौ।
एतेपर सुष्ट पहचानै पै न मानै दुष्ट,
हिरदै प्रवांन तैसे उपदेस गुरुकौ।। १५।।
શબ્દાર્થઃ– વાસી = રહેનાર. સુષ્ટ = સમજણો. દુષ્ટ = દુર્બુદ્ધિ. ઊટવ =
ઉલટો રસ્તો. ઢિગ = પાસે.
અર્થઃ– જેવી રીતે કોઈ શહેરના રહેવાસી બે પુરુષો વસ્તીની સમીપમાં રસ્તો
ભૂલી ગયા, તેમાં એક સજ્જન અને બીજો હૃદયનો દુર્જન હતો. રસ્તો ભૂલીને પાછા
ફર્યા અને કોઈ ત્રીજા મુસાફરને પોતાના નગરનો રસ્તો પૂછયો તથા તે મુસાફરે
તેમને રસ્તો સમજાવીને બતાવ્યો અને કહ્યું કે આ તમારું નગર તમારી નજીક જ છે.
ત્યાં તે બન્ને પુરુષોમાં જે સજ્જન છે તે તેની વાત સાચી માને છે અર્થાત્ પોતાનું
નગર ઓળખી લે છે અને મૂર્ખ તેને માનતો નથી; એવી રીતે જ્ઞાની શ્રીગુરુના
ઉપદેશને સત્ય માને છે પણ અજ્ઞાનીઓના સમજવામાં આવતું નથી. ભાવ એ છે કે
ઉપદેશની અસર શ્રોતાઓના પરિણામ-અનુસાર જ થાય છે.
૧પ.
जैसैं काहू जंगलमैं पासकौ समै पाइ,
अपनै सुभाव महामेघ बरषतु है।
_________________________________________________________________
૧. ચોપાઈ-સુગુરુ સિખાવહિં બારહિં બારા, સૂઝ પરૈ તઉં મતિ અનુસારા.

Page 343 of 444
PDF/HTML Page 370 of 471
single page version

background image
સાધ્ય-સાધક દ્વાર ૩૪૩
आमल कषाय कटु तीखन मधुर खार,
तैसौ रस बाढ़ै जहां जैसौ दरखतु है।।
तैसैं ग्यानवंत नर ग्यानकौ बखान करै,
रसकौ उमाहू है न काहू परखतु है।
वहै धूनि सुनि कोऊ गहै कोऊ रहै सोइ,
काहूकौ विखाद होइ कोऊ हरखतु है।। १६।।
શબ્દાર્થઃ– પાવસ = વરસાદ. આમલ = ખાટું. કષાય = કષાયેલું. કટુ =
કડવું. તીખન (તીક્ષ્ણ) = તીખું. મધુર = મિષ્ટ. ખાર (ક્ષાર) = ખારું. દરખતુ
(દરખ્ત) = વૃક્ષ. ઉમાહૂ = ઉત્સાહિત. ન પરખતુ હૈ = પરીક્ષા કરતો નથી. ધુનિ
(ધ્વનિ) = શબ્દ. વિખાદ (વિષાદ) = ખેદ. હરખતુ = હર્ષિત.
અર્થઃ– જેવી રીતે કોઈ વનમાં વરસાદના દિવસોમાં પોતાની મેળે પાણી પડે
છે તો ખાટું, કષાયેલું, કડવું, તીખું, મીઠું કે ખારું જે રસનું વૃક્ષ હોય છે તે પાણી
પણ તે જ રસરૂપ થઈ જાય છે, તેવી જ રીતે જ્ઞાનીઓ જ્ઞાનના વ્યાખ્યાનમાં પોતાના
અનુભવ પ્રગટ કરે છે, પાત્ર-અપાત્રની પરીક્ષા કરતા નથી, તે વાણી સાંભળી કોઈ
તો ગ્રહણ કરે છે, કોઈ ઊંઘે છે, કોઈ ખેદ પામે છે અને કોઈ આનંદિત થાય છે.
ભાવાર્થઃ– જેવી રીતે વરસાદ પોતાની મેળે વરસે છે અને તે લીમડાના વૃક્ષ
ઉપર પડવાથી કડવું, લીંબુના વૃક્ષ ઉપર પડવાથી ખાટું, શેરડી ઉપર પડવાથી મધુર,
મરચાના છોડ ઉપર પડવાથી તીખું, ચણાના છોડ પર પડવાથી ખારું અને બાવળના
વૃક્ષ પર પડવાથી કષાયેલું થઈ જાય છે. તેવી જ રીતે જ્ઞાનીઓ ખ્યાતિ, લાભાદિની
અપેક્ષા રહિત મધ્યસ્થભાવથી તત્ત્વના સ્વરૂપનું કથન કરે છે, તે સાંભળીને કોઈ
શ્રોતા પરમાર્થનું ગ્રહણ કરે છે, કોઈ સંસારથી ભયભીત થઈને યમ-નિયમ લે છે,
કોઈ ઝગડો કરે છે, કોઈ ઊંઘે છે, કોઈ કુતર્ક કરે છે, કોઈ નિંદા-સ્તુતિ કરે છે અને
કોઈ વ્યાખ્યાન પૂરું થવાની જ રાહ જોયા કરે છે. ૧૬.
(દોહરા)
गुरु उपदेश कहा करै, दुराराध्य संसार।
बसै सदा जाकै उदर, जीव पंच परकार।। १७।।

Page 344 of 444
PDF/HTML Page 371 of 471
single page version

background image
૩૪૪ સમયસાર નાટક
અર્થઃ– જેમાં પાંચ પ્રકારના જીવ નિવાસ કરે છે તે સંસાર જ ઘણો દુસ્તર છે,
તેમાં શ્રીગુરુનો ઉપદેશ શું કરે? ૧૭.
પાંચ પ્રકારના જીવ (દોહરા)
डूंघा प्रभु चूंघा चतुर, सूंघा रुंचक सुद्ध।
ऊंघा दुरबुद्धि विकल,
घूंघा घोर अबुद्ध।। १८।।
શબ્દાર્થઃ– રુંચક = રુચિવાળા. અબુદ્ધિ = અજ્ઞાની.
અર્થઃ– ડૂંઘા જીવ પ્રભુ છે, ચૂંઘા જીવ ચતુર છે, સૂંઘા જીવ શુદ્ધ રુચિવાળા છે,
ઊંધા જીવ દુર્બુદ્ધિ અને દુઃખી છે અને ઘૂંધા જીવ મહા અજ્ઞાની છે. ૧૮.
ડૂંઘા જીવનું લક્ષણ (દોહરા)
जाकी परम दसा विषै, करम कलंक न होइ।
डूंघा अगम अगाधपद, वचन अगोचर
सोइ।। १९।।
અર્થઃ– જેમને કર્મ-કાલિમા રહિત અગમ્ય, અગાધ અને વચન-અગોચર
ઉત્કૃષ્ટ પદ છે તે સિદ્ધ ભગવાન ડૂંઘા જીવ છે. ૧૯.
ચૂંઘા જીવનું લક્ષણ (દોહરા)
जो उदास ह्वै जगतसौं, गहै परम रस प्रेम।
सो चूंघा गुरुके वचन, चूंघै बालक
जेम।। २०।।
શબ્દાર્થઃ– ઉદાસ = વિરક્ત. પરમ રસ = આત્મ-અનુભવ. ચૂંઘૈ = ચૂસે.
અર્થઃ– જે સંસારથી વિરક્ત થઈને આત્મ-અનુભવનો રસ સપ્રેમ ગ્રહણ કરે
છે અને શ્રીગુરુના વચન બાળકની જેમ દૂધની પેઠે ચૂસે છે તે ચૂંઘા જીવ છે. ૨૦.
સૂંઘા જીવનું લક્ષણ (દોહરા)
जो सुवचन रुचिसौं सुनै, हियै दुष्टता नांहि।
परमारथ
समुझै नहीं, सो सूंघा जगमांहि।। २१।।
_________________________________________________________________
૧. આ કથન પં. બનારસીદાસજીએ પોતાની કલ્પનાથી કર્યું છે, કોઈ ગ્રંથના આધારે નહિ.

Page 345 of 444
PDF/HTML Page 372 of 471
single page version

background image
સાધ્ય-સાધક દ્વાર ૩૪પ
શબ્દાર્થઃ– રુચિસૌં = પ્રેમથી. પરમારથ = આત્મતત્ત્વ.
અર્થઃ– જે ગુરુના વચન પ્રેમપૂર્વક સાંભળે છે અને હૃદયમાં દુષ્ટતા નથી-ભદ્ર
છે, પણ આત્મસ્વરૂપને ઓળખતા નથી એવા મંદ કષાયી જીવ સૂંઘા છે. ૨૧.
ઊંઘા જીવનું લક્ષણ (દોહરા)
जाकौं विकथा हित लगै, आगम अंग अनिष्ट।
सो ऊंघा विषयी विकल, दुष्ट रुष्ट
पापिष्ट।। २२।।
શબ્દાર્થઃ– વિકથા = ખોટી વાર્તા. અનિષ્ટ = અપ્રિય. દુષ્ટ = દ્વેષી. રુષ્ટ =
ક્રોધી. પાપિષ્ટ = અધર્મી.
અર્થઃ– જેને સત્શાસ્ત્રનો ઉપદેશ તો અપ્રિય લાગે છે અને વિકથાઓ પ્રિય
લાગે છે તે વિષયાભિલાષી, દ્વેષી-ક્રોધી અને અધર્મી જીવ ઊંધા છે. ૨૨.
ઘૂંઘા જીવનું લક્ષણ (દોહરા)
जाकै वचन श्रवन नहीं, नहि मन सुरति विराम।
जड़तासौं जड़वत भयौ,
घूंघा ताकौ नाम।। २३।।
શબ્દાર્થઃ– સુરતિ = સ્મૃતિ. વિરામ = અવ્રતી.
અર્થઃ– વચન રહિત અર્થાત્ એકેન્દ્રિય, શ્રવણરહિત અર્થાત્ દ્વિ, ત્રિ,
ચતુરિન્દ્રિય, મનરહિત અર્થાત્ અસંજ્ઞી પંચેન્દ્રિય અને અવ્રતી અજ્ઞાની જીવ જે
જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર ઉદયથી જડ થઈ ગયા છે તે ઘૂંઘા છે. ૨૩.
ઉપર્યુક્ત પાંચ પ્રકારના જીવોનું વિશેષ વર્ણન (ચોપાઈ)
डूंघा सिद्ध कहै सब कोऊ।
सूंघा ऊंघा मूरखदोऊ।।
घूंघा घोर विकल संसारी।
चूंघा जीव मोख अधिकारी।। २४।।
અર્થઃ– ડૂંઘા જીવને સર્વ કોઈ સિદ્ધ કહે છે, સૂંઘા અને ઊંઘા બંને મૂર્ખ છે,
ઘૂંઘા ઘોર સંસારી છે અને ચૂંઘા જીવ મોક્ષના પાત્ર છે. ૨૪.

Page 346 of 444
PDF/HTML Page 373 of 471
single page version

background image
૩૪૬ સમયસાર નાટક
ચૂંઘા જીવનું વર્ણન (દોહરા)
चूंघा साधक मोखकौ, करै दोष दुख नास।
लहै मोख संतोषसौं, वरनौं लच्छन
तास।। २५।।
અર્થઃ– ચૂંઘા જીવ મોક્ષના સાધક છે, દોષ અને દુઃખોના નાશક છે, સંતોષથી
પરિપુર્ણ રહે છે, તેના ગુણોનું વર્ણન કરું છું. ૨પ.
(દોહરા)
कृपा प्रसम संवेग दम, अस्तिभाववैराग्य।
ये लच्छन जाके हियै, सप्त व्यसनकौ त्याग।। २६।।
શબ્દાર્થઃ– કૃપા = દયા. પ્રસમ (પ્રશમ) = કષાયોની મંદતા. સંવેગ =
સંસારથી ભયભીત. દમ = ઇન્દ્રિયોનું દમન. અસ્તિભાવ (આસ્તિકય) =
જિનવચનોમાં શ્રદ્ધા. વૈરાગ્ય = સંસારથી વિરક્તિ.
અર્થઃ– દયા, પ્રશમ, સંવેગ, ઇન્દ્રિયદમન, આસ્તિકય, વૈરાગ્ય અને સાત
વ્યસનોનો ત્યાગ-આ ચૂંઘા અર્થાત્ સાધક જીવના ચિહ્ન છે. ૨૬.
સાત વ્યસનના નામ (ચોપાઈ)
जूवा आमिषमदिरा दारी।
आखेटक चोरी परनारी।।
एई सात विसन दुखदाई।
दुरित मूल दुरगतिके भाई।। २७।।
શબ્દાર્થઃ– આમિષ = માંસ. મદિરા = શરાબ. દારી = વેશ્યા. આખેટક =
શિકાર. પરનારી = પરાઈ સ્ત્રી. દુરિત = પાપ. મૂલ = જડ.
અર્થઃ– જુગાર રમવો, માંસ ખાવું, દારૂ પીવો, વેશ્યા સેવન કરવું, શિકાર
કરવો, ચોરી અને પરસ્ત્રીનું સેવન કરવું-આ સાતે વ્યસન દુઃખદાયક છે, પાપનું મૂળ
છે અને કુગતિમાં લઈ જનાર છે. ૨૭.

Page 347 of 444
PDF/HTML Page 374 of 471
single page version

background image
સાધ્ય-સાધક દ્વાર ૩૪૭
વ્યસનોના દ્રવ્ય અને ભાવરૂપ ભેદ (દોહરા)
दरवित ये सातौं विसन, दुराचार दुखधाम।
भावित अंतर कलपना,
मृषा मोह परिनाम।। २८।।
અર્થઃ– આ સાતે વ્યસન જે શરીરથી સેવવામાં આવે છે તે દુરાચાર રૂપ
દ્રવ્ય-વ્યસન છે અને જૂઠા મોહ-પરિણામની અંતરંગ કલ્પના તે ભાવ-વ્યસન છે.
દ્રવ્ય અને ભાવ બન્નેય દુઃખોના ઘર છે. ૨૮.
સાત ભાવ–વ્યસનોનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
अशुभमैं हारि शुभजीति यहै दूत कर्म,
देहकी मगनताईयहै मांस भखिवौ।
मोहकी गहलसौं अजान यहै सुरापान,
कुमतिकी रीति गनिकाकौ रस चखिवौ।।
निरदै ह्वै प्रानघात करवौ यहै सिकार,
परनारी संग परबुद्धिकौ परखिवौ।
प्यारसौं पराई सौंज गहिवेकी चाह चोरी,
एई सातौं विसन बिडारैं ब्रह्म लखिवौ।। २९।।
શબ્દાર્થઃ– દૂત (દ્યૂત) = જુગાર. ગહલ = મૂર્છા. અજાન = અચેત. સુરા =
શરાબ. પાન = પીવું. ગનિકા = વેશ્યા. સૌંજ = વસ્તુ. બિડારૈં = વિદારણ કરે.
અર્થઃ– અશુભ કર્મના ઉદયમાં હાર અને શુભ કર્મના ઉદયમાં વિજય માનવો
એ ભાવ-જુગાર છે, શરીરમાં લીન થવું એ ભાવ-માંસભક્ષણ છે, મિથ્યાત્વથી
મૂર્ચ્છિત થઈને સ્વરૂપને ભૂલી જવું એ ભાવ-મદ્યપાન છે, કુબુદ્ધિના રસ્તે ચાલવું એ
ભાવ-વેશ્યાસેવન છે, કઠોર પરિણામ રાખીને પ્રાણીનો ઘાત કરવો એ ભાવશિકાર
છે, દેહાદિ પરવસ્તુમાં આત્મબુદ્ધિ રાખવી તે ભાવ-પરસ્ત્રીસંગ છે, અનુરાગપૂર્વક પર
પદાર્થોનું ગ્રહણ કરવાની અભિલાષા તે ભાવ-ચોરી છે. આ જ સાતે ભાવ-વ્યસન
આત્મજ્ઞાનનું વિદારણ કરે છે અર્થાત્ આત્મજ્ઞાન થવા દેતા નથી. ૨૯.

Page 348 of 444
PDF/HTML Page 375 of 471
single page version

background image
૩૪૮ સમયસાર નાટક
સાધક જીવનો પુરુષાર્થ (દોહરો)
विसन भाव जामैं नहीं, पौरुष अगम अपार।
किये प्रगट घट सिंधुमैं, चौदह रतन उदार।। ३०।।
શબ્દાર્થઃ– સિંધુ = સમુદ્ર. ઉદાર = મહાન.
અર્થઃ– જેમના ચિત્તમાં ભાવ-વ્યસનોનો લેશ પણ રહેતો નથી તે અતુલ્ય
અને અપરંપાર પુરુષાર્થના ધારક હૃદયરૂપ સમુદ્રમાં ચૌદ મહારત્ન પ્રગટ કરે છે. ૩૦.
ચૌદ ભાવરત્ન (સવૈયા એકત્રીસા)
लक्ष्मी सुबुद्धि अनुभूति कउस्तुभ मनि,
वैरागकलपवृच्छ संख सुवचन है।
ऐरावत उद्दिम प्रतीति रंभा उदै विष,
कामधेनु निर्जरा सुधा प्रमोद धन है।।
ध्यान चाप प्रेमरीति मदिरा विवेक वैद्य,
सुद्धभाव चन्द्रमा तुरंगरूप मन है।
चौदह रतन ये प्रगट होंहि जहां तहां,
ग्यानके उदोत घट सिंधुकौ मथन है।। ३१।।
શબ્દાર્થઃ– સુધા = અમૃત. પ્રમોદ = આનંદ. ચાપ = ધનુષ્ય. તુરંગ = ઘોડો.
અર્થઃ– જ્યાં જ્ઞાનના પ્રકાશમાં ચિત્તરૂપ સમુદ્રનું મંથન કરવામાં આવે છે ત્યાં
સુબુદ્ધિરૂપ લક્ષ્મી, અનુભૂતિરૂપ કૌસ્તુભમણિ, વૈરાગ્યરૂપ કલ્પવૃક્ષ, સત્ય વચનરૂપ
શંખ, ઐરાવત હાથીરૂપ ઉદ્યમ, શ્રદ્ધારૂપ રંભા, ઉદયરૂપ વિષ, નિર્જરારૂપ કામધેનુ,
આનંદરૂપ અમૃત, ધ્યાનરૂપ ધનુષ્ય, પ્રેમરૂપ મદિરા, વિવેકરૂપ વૈદ્ય, શુદ્ધભાવરૂપ
ચંદ્રમા અને મનરૂપ ઘોડો-આવી રીતે ચૌદ રત્ન પ્રગટ થાય છે. ૩૧.

Page 349 of 444
PDF/HTML Page 376 of 471
single page version

background image
સાધ્ય-સાધક દ્વાર ૩૪૯
ચૌદ રત્નોમાં કયું હેય અને કયું ઉપાદેય છે (દોહરા)
किये अवस्थामैं प्रगट, चौदह रतन रसाल।
कछुत्यागै कछु संग्रहै, विधिनिषेधकी चाल।। ३२।।
रमा संखविष धनु सुरा, वैद्य धेनु हय हेय।
मनि रंभा गज कलपतरु, सुधा सोम आदेय।। ३३।।
इह विधि जो परभाव विष, वमै रमै निजरूप।
सो साधक सिवपंथकौ, चिद वेदक
चिद्रूप।। ३४।।
શબ્દાર્થઃ– સંગ્રહૈ = ગ્રહણ કરે. વિધિ = ગ્રહણ કરવું. નિષેધ = છોડવું. રમા
= લક્ષ્મી. ધનુ = ધનુષ્ય. સુરા = શરાબ. ધેનુ = ગાય. હય = ઘોડો. રંભા =
અપ્સરા. સોમ = ચંદ્રમા. આદેય = ગ્રહણ કરવા યોગ્ય. વમૈ = છોડે.
અર્થઃ– સાધકદશામાં જે ચૌદ રત્નો પ્રગટ કર્યા તેમાંથી જ્ઞાની જીવ વિધિ-
નિષેધની રીત પર કેટલાકનો ત્યાગ કરે છે અને કેટલાકનું ગ્રહણ કરે છે. ૩૨.
અર્થાત્ સુબુદ્ધિરૂપ લક્ષ્મી,
સત્યવચનરૂપ શંખ, ઉદયરૂપ વિષ, ધ્યાનરૂપ ધનુષ્ય,
પ્રેમરૂપ મદિરા, વિવેકરૂપ ધન્વંતરિ, નિર્જરારૂપ કામધેનુ અને મનરૂપ ઘોડો-આ આઠ
અસ્થિર છે તેથી ત્યાગવા યોગ્ય છે, તથા અનુભૂતિરૂપ મણિ, પ્રતીતિરૂપ રંભા,
ઉદ્યમરૂપ હાથી, વૈરાગ્યરૂપ કલ્પવૃક્ષ, આનંદરૂપ અમૃત, શુદ્ધભાવરૂપ ચંદ્રમા-આ છ
રત્ન ઉપાદેય છે. ૩૩. આ રીતે જે પરભાવરૂપ વિષવિકારનો ત્યાગ કરીને નિજ-
સ્વરૂપમાં મગ્ન થાય છે તે નિજ-સ્વરૂપનો ભોક્તા ચૈતન્ય આત્મા મોક્ષમાર્ગનો
સાધક્ છે. ૩૪.
_________________________________________________________________
૧. સાધક દશા.
૨. સત્ય વચન પણ હેય છે, જૈનમતમાં તો મૌનની જ પ્રશંસા છે.
૩. સાત ભાવ-વ્યસન અને ચૌદ રત્નોની કવિતા પં. બનારસીદાસજીએ સ્વતંત્ર રચી છે.

Page 350 of 444
PDF/HTML Page 377 of 471
single page version

background image
૩પ૦ સમયસાર નાટક
મોક્ષમાર્ગના સાધક જીવોની અવસ્થા (કવિત્ત)
ग्यान द्रिष्टि जिन्हके घट अंतर,
निरखैं दरवसुगुन परजाइ।
जिन्हकैं सहजरूप दिन दिन प्रति,
स्यादवाद साधनअधिकाइ।।
जे केवलि प्रनीत मारग मुख,
चितैं चरन राखै ठहराइ।
ते प्रवीन करि खीन मोहमल,
अविचल होहिं परमपद पाइ।। ३५।।
શબ્દાર્થઃ– નિરખૈં = અવલોકન કરે. પ્રનીત (પ્રણીત) = રચિત.
અર્થઃ– જેમના અંતરંગમાં જ્ઞાનદ્રષ્ટિ દ્રવ્ય, ગુણ અને પર્યાયોનું અવલોકન કરે
છે, જેઓ સ્વયમેવ દિન-પ્રતિદિન સ્યાદ્વાદ દ્વારા પોતાનું સ્વરૂપ અધિકાધિક જાણે છે,
જે કેવળી-કથિત ધર્મમાર્ગમાં શ્રદ્ધા કરીને તે અનુસાર આચરણ કરે છે, તે જ્ઞાની
મનુષ્યો મોહકર્મનો મળ નષ્ટ કરે છે અને પરમ પદ પ્રાપ્ત કરીને સ્થિર થાય છે.
૩પ.
શુદ્ધ અનુભવથી મોક્ષ અને મિથ્યાત્વથી સંસાર છે. (સવૈયા એકત્રીસા)
चाकसौ फिरत जाकौ संसार निकट आयौ,
पायौ जिन सम्यक मिथ्यात नास करिकै।
_________________________________________________________________
नैकान्तसङ्गत्तद्रशा स्वयमेव वस्तु–
तत्त्वव्यवस्थितिमिति प्रविलोकयन्तः।
स्याद्वादशुद्धिमधिकामधिगम्य सन्तो
ज्ञानीभवन्ति जिननीतिमलंधयन्तः।। २।।
(આ શ્લોક ઈડરની પ્રતિમાં નથી.)
ये ज्ञानमात्रनिजभावमयीमकम्पां
भूमिं श्रयन्ति कथमप्यपनीतमोहाः।
ते साधकत्वमधिगम्य भवन्ति सिद्धा
मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमन्ति।। ३।।

Page 351 of 444
PDF/HTML Page 378 of 471
single page version

background image
સાધ્ય-સાધક દ્વાર ૩પ૧
निरदुंद मनसा सुभूमि साधि लीनी जिन,
कीनी मोखकारन अवस्था ध्यान धरिकै।।
सो ही सुद्ध अनुभौ अभ्यासी अविनासी भयौ,
गयौ ताकौ करम भरम रोग गरिकै।
मिथ्यामती अपनौ सरूप न पिछानै तातैं,
डोलै जगजालमैं अनंत कालभरिकै।। ३६।।
શબ્દાર્થઃ– ચાક = ચક્ર. નિરદુંદ (નિરદ્વંદ) = દુવિધા રહિત. ગરિકૈ (ગલિકે)
= ગળીને નાશ પામ્યું. પિછાનૈ = ઓળખે.
અર્થઃ– ચાકડાની જેમ ઘૂમતા ઘૂમતા જેને સંસારનો અંત નજીક આવી ગયો
છે, જેણે મિથ્યાત્વનો નાશ કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે, જેણે રાગ-દ્વેષ છોડીને
મનરૂપ ભૂમિને શુદ્ધ કરી છે અને ધ્યાન દ્વારા પોતાને મોક્ષને યોગ્ય બનાવેલ છે, તે
જ શુદ્ધ અનુભવનો અભ્યાસ કરનાર અવિચળ પદ પામે છે અને તેના કર્મ નાશ
પામે છે, તથા અજ્ઞાનરૂપી રોગ દૂર થઈ જાય છે. પરંતુ મિથ્યાદ્રષ્ટિ પોતાનું સ્વરૂપ
ઓળખતા નથી તેથી તેઓ અનંતકાળ સુધી જગતની જાળમાં ભટકે છે અને જન્મ-
મરણના ફેરા કરે છે. ૩૬.
આત્મ–અનુભવનું પરિણામ (સવૈયા એકત્રીસા)
जे जीव दरबरूप तथा परजायरूप,
दोऊ नै प्रवांन वस्तु सुद्धता गहतु हैं।
जे असुद्ध भावनिके त्यागी भये सरवथा,
विषैसौंविमुख ह्वै विरागता बहतु हैं।।
_________________________________________________________________
स्याद्वादकौशलसुनिश्चलसंयमाभ्यां
यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः।
ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्री–
पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः।। ४।।

Page 352 of 444
PDF/HTML Page 379 of 471
single page version

background image
૩પ૨ સમયસાર નાટક
जे जे ग्राह्यभाव त्यागभाव दोऊ भावनिकौं,
अनुभौ अभ्यास विषै एकता करतु हैं।
तेई ग्यान क्रियाके आराधक सहज मोख,
मारगके साधक अबाधकमहतु हैं।। ३७।।
અર્થઃ– જે જીવોએ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બન્ને નયો દ્વારા પદાર્થોનું
સ્વરૂપ સમજીને આત્માની શુદ્ધતા ગ્રહણ કરી છે, જે અશુદ્ધભાવોના સર્વથા ત્યાગી
છે, ઇન્દ્રિય-વિષયોથી પરાઙ્મુખ થઈને વીતરાગી થયા છે, જેમણે અનુભવના
અભ્યાસમાં ઉપાદેય અને હેય બન્ને પ્રકારના ભાવોને એકસરખા જાણ્યા છે, તે જ
જીવો જ્ઞાનક્રિયાના ઉપાસક છે, મોક્ષમાર્ગના સાધક છે, કર્મબાધા રહિત છે અને
મહાન છે. ૩૭.
જ્ઞાનક્રિયાનું સ્વરૂપ (દોહરા)
विनसि अनादि असुद्धता, होइ सुद्धता पोख।
ता परनतिको बुध कहैं, ग्यान क्रियासौं मोख।। ३८।।
શબ્દાર્થઃ– વિનસિ = નષ્ટ થઈને. પોખ = પુષ્ટ. પરનતિ = ચાલ.
અર્થઃ– જ્ઞાનીઓ કહે છે કે અનાદિકાળની અશુદ્ધતા નષ્ટ કરનાર અને
શુદ્ધતાને પુષ્ટ કરનાર પરિણતિ જ્ઞાનક્રિયા છે અને તેનાથી જ મોક્ષ થાય છે. ૩૮.
સમ્યક્ત્વથી ક્રમે ક્રમે જ્ઞાનની પૂર્ણતા થાય છે (દોહરા)
जगी सुद्ध समकित कला, बगी मोख मग जोइ।
वहै करम चूरन करै, क्रम क्रम
पूरन होइ।। ३९।।
जाके घट ऐसीदसा, साधक ताकौ नाम।
जैसै जो दीपक धरै, सो उजियारौ धाम।। ४०।।
શબ્દાર્થઃ– બગી = ચાલી.

Page 353 of 444
PDF/HTML Page 380 of 471
single page version

background image
સાધ્ય-સાધક દ્વાર ૩પ૩
અર્થઃ– સમ્યગ્દર્શનનું જે કિરણ પ્રગટ થાય છે અને મોક્ષનાં માર્ગમાં ચાલે છે
તે ધીરે ધીરે કર્મોનો નાશ કરતું પરમાત્મા બને છે. ૩૯. જેના ચિત્તમાં આવા
સમ્યગ્દર્શનના કિરણનો ઉદય થયો છે તેનું જ નામ સાધક છે, જેમ કે જે ઘરમાં
દીપક સળગાવવામાં આવે છે તે જ ઘરમાં અજવાળું થાય છે. ૪૦.
સમ્યક્ત્વનો મહિમા (સવૈયા એકત્રીસા)
जाके घट अंतर मिथ्यात अंधकार गयौ,
भयौ परगास सुद्ध समकित भानकौ।
जाकी मोहनिद्रा घटी ममता पलक फटी,
जान्यौ जिन मरनअवाची भगवानकौ।।
जाकौ ग्यान तेज बग्यौ उद्दिम उदार जग्यौ,
लगौ सुख पोख समरस सुधा पानकौ।
ताही सुविचच्छनकौ संसार निकट आयौ,
पायौ तिन मारगसुगम निरवानकौ।। ४१।।
શબ્દાર્થઃ– અવાચી = વચનાતીત. બગ્યૌ = વધ્યું.
અર્થઃ– જેના હૃદયમાં મિથ્યાત્વનો અંધકાર નષ્ટ થવાથી શુદ્ધ સમ્યગ્દર્શનનો
સૂર્ય પ્રકાશિત થયો, જેની મોહનિદ્રા દૂર થઈ ગઈ અને મમતાની પલકો ઊઘડી ગઈ,
જેણે વચનાતીત પોતાના પરમેશ્વરનું સ્વરૂપ ઓળખી લીધું છે, જેના જ્ઞાનનું તેજ
પ્રકાશિત થયું, જે મહાન ઉદ્યમમાં સાવધાન થયો, જે સામ્યભાવના અમૃતરસનું પાન
કરીને પુષ્ટ થયો, તે જ જ્ઞાનીને સંસારનો અંત સમીપ આવ્યો છે અને તેણે જ
નિર્વાણનો સુગમ માર્ગ પ્રાપ્ત કર્યો છે. ૪૧.
_________________________________________________________________
चित्पिण्डचण्डिमविलासिविकासहासः
शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः।
आनन्दसुस्थितसदास्खलितैकरूप–
स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा।। ५।।