Natak Samaysar (Gujarati). Gatha: 24-83.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 21 of 24

 

Page 374 of 444
PDF/HTML Page 401 of 471
single page version

background image
૩૭૪ સમયસાર નાટક
ચોથા ગુણસ્થાનનું વર્ણન (સવૈયા એકત્રીસા)
केई जीव समकित पाइ अर्ध पुदगल–
परावर्त काल तांई चोखे होइ चितके।
केई एक अंतरमुहूरतमैं गंठि भेदि,
मारग उलंघि सुख वेदै मोख वितके।।
तातैं अंतरमुहूरतसौं अर्धपुदगल लौं,
जेते समै होहिं तेते भेदसमकितके।
जाही समै जाकौं जब समकित होइ सोई,
तबहीसौं गुन गहै दोस दहै इतके।। २४।।
શબ્દાર્થઃ– ચોખે = સારા. વેદૈ = ભોગવે. દહૈ = બાળે. ઇતકે = સંસારના.
અર્થઃ– જે કોઈ જીવને સંસાર-ભ્રમણનો કાળ વધારેમાં વધારે
અર્દ્ધપુદ્ગલપરાવર્તન અને ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત બાકી રહે છે તે
નિશ્ચયસમ્યગ્દર્શન ગ્રહણ કરીને ચાર ગતિરૂપ સંસારને પાર કરનાર મોક્ષસુખની
વાનગી લે છે. અંતર્મુહૂર્તથી માંડીને અર્દ્ધ-પુદ્ગલપરાવર્તન કાળના જેટલા સમય છે
તેટલા જ સમ્યક્ત્વના ભેદ છે. જે વખતે જીવને સમ્યક્ત્વ પ્રગટ થાય છે ત્યારથી જ
આત્મગુણ પ્રગટ થવા માંડે છે અને સાંસારિક દોષ નષ્ટ થઈ જાય છે. ૨૪.
(દોહરા)
अध अपूव्व अनिवृत्ति त्रिक, करन करै जो कोइ।
मिथ्या गंठि
विदारि गुन, प्रगटै समकित सोइ।। २५।।
અર્થઃ– જે અધઃકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણપૂર્વક મિથ્યાત્વનો અનુદય
કરે છે તેને આત્માનુભવ ગુણ પ્રગટ થાય છે અને તે જ સમ્યક્ત્વ છે. ૨પ.

Page 375 of 444
PDF/HTML Page 402 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૭પ
સમ્યક્ત્વના આઠ વિવરણ (દોહરા)
समकित उतपति चिहन गुन, भूषन दोष विनास।
अतीचार जुत अष्ट विधि, बरनौं विवरन
तास।। २६।।
અર્થઃ– સમ્યક્ત્વનું સ્વરૂપ, ઉત્પત્તિ, ચિહ્ન, ગુણ, ભૂષણ, દોષ, નાશ અને
અતિચાર;- આ સમ્યક્ત્વના આઠ વિવરણ છે. ૨૬.
(૧) સમ્યક્ત્વનું સ્વરૂપ (ચોપાઈ)
सत्यप्रतीति अवस्था जाकी।
दिन दिन रीतिगहै समताकी।।
छिन छिन करै सत्यकौ साकौ।
समकित नाम कहावै ताकौ।। २७।।
અર્થઃ– આત્મસ્વરૂપની સત્ય પ્રતીતિ થવી, દિન-પ્રતિદિન સમતાભાવમાં
ઉન્નતિ થવી અને ક્ષણે-ક્ષણે પરિણામોની વિશુદ્ધિ થવી એનું જ નામ સમ્યગ્દર્શન છે.
૨૭.
(૨) સમ્યક્ત્વની ઉત્પત્તિ (દોહરા)
कै तौ सहज सुभाउ कै, उपदेसै गुरु कोइ।
चहुंगति सैनी जीउकौ,
सम्यकदरसन होइ।। २८।।
અર્થઃ– ચારેય ગતિમાં સંજ્ઞી જીવને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તે પોતાની
મેળે અર્થાત્ નિસર્ગજ અને ગુરુના ઉપદેશથી અર્થાત્ અધિગમજ થાય છે. ૨૮.
(૩) સમ્યક્ત્વના ચિહ્ન (દોહરા)
आपा परिचै निज विषै, उपजै नहिं संदेह।
सहज प्रपंच रहित दसा, समकित लच्छन एह।। २९।।
અર્થઃ– પોતામાં જ આત્મ-સ્વરૂપનો પરિચય થાય છે, કદી સંદેહ ઊપજતો
નથી અને છળ-કપટરહિત વૈરાગ્યભાવ રહે છે, એ જ સમ્યગ્દર્શનનું ચિહ્ન છે. ૨૯.

Page 376 of 444
PDF/HTML Page 403 of 471
single page version

background image
૩૭૬ સમયસાર નાટક
(૪) સમ્યગ્દર્શનના આઠ ગુણ (દોહરા)
करुना वच्छल सुजनता, आतम निंदा पाठ।
समता भगति विरागता, धरमराग गुन आठ।। ३०।।
અર્થઃ– કરુણા, મૈત્રી, સજ્જનતા, સ્વ-લઘુતા, સમતા, શ્રદ્ધા, ઉદાસીનતા અને
ધર્માનુરાગ-આ સમ્યક્ત્વના આઠ ગુણ છે. ૩૦.
(પ) સમ્યક્ત્વના પાંચ ભૂષણ (દોહરા)
चित प्रभावना भावजुत, हेय उपादै वानि।
धीरज हरख प्रवीनता, भूषन पंच बखानि।। ३१।।
અર્થઃ– જૈનધર્મની પ્રભાવના કરવાનો અભિપ્રાય, હેય-ઉપાદેયનો વિવેક,
ધીરજ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો હર્ષ અને તત્ત્વ-વિચારમાં ચતુરાઈ; આ પાંચ
સમ્યગ્દર્શનના ભૂષણ છે.૩૧.
(૬) સમ્યગ્દર્શન પચ્ચીસ દોષ વર્જિત હોય છે. (દોહરા)
अष्ट महामद अष्ट मल, षट आयतन विशेष।
तीन मूढ़ता संजुगत, दोष
पचीसौं एष।। ३२।।
અર્થઃ– આઠ મદ, આઠ મળ, છ અનાયતન અને ત્રણ મૂઢતા-આ બધા
મળીને પચ્ચીસ દોષ છે. ૩૨.
આઠ મહામદના નામ (દોહરા)
जाति लाभ कुल रूप तप, बल विद्या अधिकार।
इनकौ
गरब जु कीजिये, यह मद अष्ट प्रकार।। ३३।।
અર્થઃ– જાતિ, ધન, કુળ, રૂપ, તપ, બળ, વિદ્યા અને અધિકાર;-એનો ગર્વ
કરવો એ આઠ પ્રકારના મહામદ છે. ૩૩.
આઠ મળના નામ (ચોપાઈ)
आसंका अस्थिरता वांछा।
ममता द्रिष्टि दसा दुरगंछा।।

Page 377 of 444
PDF/HTML Page 404 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૭૭
वच्छल रहित दोष पर भाखै।
चित प्रभावनामांहि न राखै।। ३४।।
અર્થઃ– જિન-વચનમાં સંદેહ, આત્મ-સ્વરૂપમાંથી ડગવું, વિષયોની
અભિલાષા, શરીરાદિમાં મમત્વ, અશુચિમાં ગ્લાનિ, સહધર્મીઓ પ્રત્યે દ્વેષ,
બીજાઓની નિંદા, જ્ઞાનની વૃદ્ધિ આદિ ધર્મ-પ્રભાવનાઓમાં પ્રમાદ;-આ આઠ મળ
સમ્યગ્દર્શનને દૂષિત કરે છે. ૩૪.
છ અનાયતન (દોહરા)
कुगुरु कुदेव कुधर्म धर, कुगुरु कुदेव कुधर्म।
इनकी करै सराहना, यह षडायतन
कर्म।। ३५।।
અર્થઃ– કુગુરુ, કુદેવ, કુધર્મના ઉપાસકો અને કુગુરુ, કુદેવ, કુધર્મની પ્રશંસા
કરવી એ છ અનાયતન છે. ૩પ.
ત્રણ મૂઢતાના નામ અને પચ્ચીસ દોષોનો સરવાળો (દોહરા)
देवमूढ, गुरुमूढता, धर्ममूढता पोष।
आठ आठ षट तीन मिलि, ए पचीस सब दोष।। ३६।।
અર્થઃ– દેવમૂઢતા અર્થાત્ સાચા દેવનું સ્વરૂપ ન જાણવું તે, ગુરુમૂઢતા અર્થાત્
નિર્ગ્રન્થ મુનિનું સ્વરૂપ ન સમજવું અને ધર્મમૂઢતા અર્થાત્ જિનભાષિત ધર્મનું સ્વરૂપ
ન સમજવું; આ ત્રણ મૂઢતા છે. આઠ મદ, આઠ મળ, છ અનાયતન અને ત્રણ
મૂઢતા-આ બધા મળીને પચ્ચીસ દોષ થયા. ૩૬.
(૭) પાંચ કારણોથી સમ્યક્ત્વનો વિનાશ થાય છે. (દોહરા)
ग्यान गरब मति मंदता, निठुर वचन उदगार।
रुद्रभाव आलस दसा, नास पंच
परकार।। ३७।।
અર્થઃ– જ્ઞાનનું અભિમાન, બુદ્ધિની હીનતા, નિર્દય વચનો બોલવા, ક્રોધી
પરિણામ અને પ્રમાદ-આ પાંચ સમ્યક્ત્વના ઘાતક છે. ૩૭.

Page 378 of 444
PDF/HTML Page 405 of 471
single page version

background image
૩૭૮ સમયસાર નાટક
(૮) સમ્યગ્દર્શનના પાંચ અતિચાર (દોહરા)
लोक हास भय भोग रुचि, अग्र सोच थिति मेव।
मिथ्या आगमकी भगति,
मृषा दर्सनी सेव।। ३८।।
અર્થઃ– લોક-હાસ્યનો ભય, અર્થાત્ સમ્યક્ત્વરૂપ પ્રવૃત્તિ કરવામાં લોકોની
મશ્કરીનો ભય, ઇન્દ્રિયના વિષય ભોગવવામાં અનુરાગ, આગામીકાળની ચિંતા,
કુશાસ્ત્રોની ભક્તિ, અને કુદેવોની સેવા; આ સમ્યગ્દર્શનના પાંચ અતિચાર છે. ૩૮.
(ચોપાઈ)
अतीचार ए पंच परकारा।
समल करहिं समकितकी धारा।।
दूषन भूषन गति अनुसरनी।
दसा आठ समकितकी वरनी।। ३९।।
અર્થઃ– આ પાંચ પ્રકારના અતિચાર સમ્યગ્દર્શનની ઉજ્જવળ પરિણતિને
મલિન કરે છે. અહીં સુધી સમ્યગ્દર્શનને સદોષ અને નિર્દોષ દશા પ્રાપ્ત કરાવનાર
આઠ વિવેચનોનું વર્ણન કર્યું. ૩૯.
મોહનીય કર્મની સાત પ્રકૃતિઓના અનુદયથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. (દોહરા)
प्रकृति सात अब मोहकी, कहूं जिनागम जोइ।
जिनकौ उदै निवारिकै, सम्यग्दरसन होइ।। ४०।।
અર્થઃ– મોહનીય કર્મની જે સાત પ્રકૃતિઓના અનુદયથી સમ્યગ્દર્શન પ્રગટ
થાય છે, તેમનું જિનશાસન અનુસાર કથન કરું છું. ૪૦.
મોહનીય કર્મની સાત પ્રકૃતિઓના નામ (સવૈયા એકત્રીસા)
चारित मोहकी च्यारि मिथ्यातकी तीन तामैं,
प्रथम प्रकृति अनंतानुबंधी कोहनी।
_________________________________________________________________
૧. જોઈને.

Page 379 of 444
PDF/HTML Page 406 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૭૯
बीजी महा–मानरसभीजी मायामयी तीजी,
चौथी महालोभ दसापरिग्रह पोहनी।।
पाँचईं मिथ्यातमति छठ्ठी मिश्रपरनति,
सातईं समै प्रकृति समकित मोहनी।
एई षट विगवनितासी एक कुतियासी,
सातौं मोहप्रकृति कहावैं सत्ता रोहनी।। ४१।।
શબ્દાર્થઃ– ચારિત્રમોહ = જે આત્માના ચારિત્ર ગુણોનો ઘાત કરે.
અનંતાનુબંધી = જે આત્માના સ્વરૂપાચરણ ચારિત્રને ઘાતે-અનંત સંસારના
કારણભૂત મિથ્યાત્વની સાથે જેમનો બંધ થાય છે. કોહની = ક્રોધ. પોહની = પુષ્ટ
કરનારી. વિગવનિતા = વાઘણ. કુતિયા = કૂતરી અથવા કર્કશા સ્ત્રી. રોહની =
ઢાંકનારી.
અર્થઃ– સમ્યક્ત્વની ઘાતક ચારિત્રમોહનીયની ચાર, અને દર્શનમોહનીયની
ત્રણ એવી સાત પ્રકૃતિઓ છે. તેમાંથી પહેલી અનંતાનુબંધી ક્રોધ, બીજી અભિમાનના
રંગમાં રંગાયેલી અનંતાનુબંધી માન, ત્રીજી અનંતાનુબંધી માયા, ચોથી પરિગ્રહને
પુષ્ટ કરનારી અનંતાનુબંધી લોભ, પાંચમી મિથ્યાત્વ, છઠ્ઠી મિશ્રમિથ્યાત્વ અને
સાતમી સમ્યક્ત્વમોહનીય છે. આમાંથી છ પ્રકૃતિઓ વાઘણ સમાન સમ્યક્ત્વની
પાછળ પડીને ભક્ષણ કરનારી છે અને સાતમી કૂતરી અથવા કર્કશા સ્ત્રી સમાન
સમ્યક્ત્વને સકંપ અથવા મલિન કરનાર છે. આ રીતે આ સાતેય પ્રકૃતિઓ
સમ્યક્ત્વના સદ્ભાવ રોકે છે. ૪૧.
સમ્યક્ત્વોના નામ (છપ્પા)
सात प्रकृति उपसमहि, जासु सो उपसम मंडित।
सात प्रकृति छय करन–हार छायिकी अखंडित।।
सातमांहि कछु खपैं, कछुक उपसम करि रक्खै।
सो छय उपसमवंत, मिश्र समकित रस रक्खै।।
षट प्रकृति उपसमै वा खपैं, अथवा छय उपसम करै।
सातईं प्रकृति
जाके उदय, सो वेदक समकित धरै।। ४२।।

Page 380 of 444
PDF/HTML Page 407 of 471
single page version

background image
૩૮૦ સમયસાર નાટક
શબ્દાર્થઃ– અખંડિત = અવિનાશી, ચકખૈ = સ્વાદ લે. ખપૈં = ક્ષય કરે.
અર્થઃ– જે ઉપર કહેલી સાતેય પ્રકૃતિઓને ઉપશમાવે છે તે ઔપશમિક
સમ્યગ્દ્રષ્ટિ છે. સાતેય પ્રકૃતિઓનો ક્ષય કરનાર ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ છે, આ સમ્યક્ત્વ
કદી નષ્ટ થતું નથી. સાત પ્રકૃતિઓમાંથી કેટલીકનો ક્ષય થાય અને કેટલીકનો
ઉપશમ થાય તો તે ક્ષયોપશમ સમ્યગ્દ્રષ્ટિ છે, તેને સમ્યક્ત્વનો મિશ્રરૂપ સ્વાદ મળે
છે. છ પ્રકૃતિઓનો ઉપશમ હોય અથવા ક્ષય હોય અથવા કોઈનો ક્ષય અને કોઈનો
ઉપશમ હોય, કેવળ સાતમી પ્રકૃતિ સમ્યક્ત્વમોહનીયનો ઉદય હોય તો તે વેદક
સમ્યક્ત્વધારી હોય છે. ૪૨.
સમ્યક્ત્વના નવ ભેદોનું વર્ણન (દોહરા)
छयउपसम वरतै त्रिविधि, वेदक च्यारि प्रकार।
छायक उपसम जुगल जुत, नौधा समकित धार।। ४३।।
શબ્દાર્થઃ– ત્રિવિધિ = ત્રણ પ્રકારનું. જુગલ = બે. જુત = સહિત.
અર્થઃ– ક્ષયોપશમ સમ્યક્ત્વ ત્રણ પ્રકારનું છે, વેદક સમ્યક્ત્વ ચાર પ્રકારનું છે
અને ઉપશમ તથા ક્ષાયિક એ બે ભેદ બીજા મેળવવાથી સમ્યક્ત્વના નવ ભેદ થાય
છે. ૪૩.
ક્ષયોપશમ સમ્યક્ત્વના ત્રણ ભેદોનું વર્ણન (દોહરા)
च्यारि खिपै त्रय उपसमै, पन छै उपसम दोइ।
छै षट् उपसम एक यौं, छयउपसम त्रिक होइ।। ४४।।
અર્થઃ– (૧) ચારનો અને ત્રણનો ઉપશમ, (૨) પાંચનો ક્ષય બેનો
ઉપશમ, (૩) છનો ક્ષય એકનો ઉપશમ- આ રીતે ક્ષયોપશમ-સમ્યક્ત્વના ભેદ છે.
૪૪.
_________________________________________________________________
૧. અનંતાનુબંધીની ચોકડી. ૨. દર્શનમોહનીયનો ત્રિક.
૩. અનંતાનુબંધી ચોકડી અને મહામિથ્યાત્વ.
૪. મિશ્રમિથ્યાત્વ અને સમ્યક્પ્રકૃતિ.
પ. અનંતાનુબંધીની ચોકડી, મહામિથ્યાત્વ અને મિશ્ર.

Page 381 of 444
PDF/HTML Page 408 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૮૧
વેદક સમ્યક્ત્વના ચાર ભેદ (દોહરા)
जहां च्यारी परकिति खिपहिं, द्वै उपसम इक वेद।
छय–उपसम वेदक दसा, तासु प्रथम
यह भेद।। ४५।।
पंच खिपैं इक उपसमै, इक वेदै जिहि ठौर।
सो छय–उपसम वेदकी, दसा दुतिय यह और।। ४६।।
छै षट वेदै एक जौ,
छायक वेदक सोइ।
षट उपसम इक प्रकृति विद,उपसम वेदक होइ।। ४७।।
અર્થઃ– (૧) જ્યાં ચાર પ્રકૃતિઓનો ક્ષય બેનો ઉપશમ અને એકનો ઉદય
છે તે પ્રથમ ક્ષયોપશમવેદક સમ્યક્ત્વ છે, (૨) જ્યાં પાંચ પ્રકૃતિઓનો ક્ષય એકનો
ઉપશમ અને એકનો ઉદય છે તે બીજું ક્ષયોપશમવેદક સમ્યક્ત્વ છે, (૩) જ્યાં
પ્રકૃતિઓનો ક્ષય અને એકનો ઉદય છે તે ક્ષાયિકવેદક સમ્યક્ત્વ છે, (૪) જ્યાં
પ્રકૃતિઓનો ઉપશમ અને એકનો ઉદય છે તે ઉપશમવેદક સમ્યક્ત્વ છે. ૪પ. ૪૬.
૪૭.
અહીં ક્ષાયિક અને ઉપશમ સમ્યક્ત્વનું સ્વરૂપ ન કહેવાનું કારણ (દોહરા)
उपसम छायककी दसा, पूरव षटपदमांहि।
कही प्रगट अब पुनरुकति, कारन वरनी नांहि।। ४८।।
શબ્દાર્થઃ– પુનરુકતિ (પુનરુક્તિ) = વારંવાર કહેવું.
અર્થઃ– ક્ષાયિક અને ઉપશમ સમ્યક્ત્વનું સ્વરૂપ પહેલાં ૪૨મા છપ્પા છંદમાં
કહેલું છે, તેથી પુનરુક્તિ દોષના કારણે અહીં લખ્યું નથી. ૪૮.
નવ પ્રકારના સમ્યક્ત્વોનું વિવરણ (દોહરા)
छय–उपसम वेदक खिपक, उपसम समकित च्यारि।
तीन च्यारि
इक इक मिलत, सब नव भेद विचारि।। ४९।।
_________________________________________________________________
૧. અનંતાનુબંધીની ચોકડી. ૨. મહામિથ્યાત્વ અને મિશ્ર. ૩. સમ્યક્ પ્રકૃતિ.
૪. અનંતાનુબંધી ચોકડી અને મહામિથ્યાત્વ. પ. મિશ્ર. ૬. અનંતાનુબંધીની ચોકડી, મહામિથ્યાત્વ અને
મિશ્ર. ૭. અનંતાનુબંધીની ચોકડી, મહામિથ્યાત્વ અને મિશ્ર.

Page 382 of 444
PDF/HTML Page 409 of 471
single page version

background image
૩૮૨ સમયસાર નાટક
અર્થઃ– ક્ષયોપશમસમ્યક્ત્વ ત્રણ પ્રકારનું, વેદકસમ્યક્ત્વ ચાર પ્રકારનું અને
ઉપશમ સમ્યક્ત્વ એક તથા ક્ષાયિકસમ્યક્ત્વ એક, -આ રીતે સમ્યક્ત્વના મૂળ ભેદ
ચાર અને ઉત્તર ભેદ નવ છે. ૪૯.
પ્રતિજ્ઞા (સોરઠા)
अब निहचै विवहार, अरु सामान्य विशेष विधि।
कहौं च्यारि परकांर, रचना समकित
भूमिकी।। ५०।।
અર્થઃ– સમ્યક્ત્વ-સત્તાની નિશ્ચય, વ્યવહાર, સામાન્ય અને વિશેષ-એવી ચાર
વિધિ કહે છે. પ૦.
સમ્યક્ત્વના ચાર પ્રકાર (સવૈયા એકત્રીસા)
मिथ्यामति–गंठि–भेदि जगी निरमल जोति,
जोगसौं अतीत सो तो निहचै प्रमानियै।
वहै दुंद दसासौं कहावै जोग मुद्रा धरै,
मति श्रुतग्यान भेदविवहार मानियै।।
चेतना चिहन पहिचानि आपा पर वेदै,
पौरुष अलख तातैं सामान्य बखानियै।
करै भेदोभेदकौ विचार विसतार रूप,
हेय गेय उपादेयसौं विशेषजानियै।। ५१।।
શબ્દાર્થઃ– ગંઠિ (ગ્રંથિ) = ગાંઠ. ભેદિ = નષ્ટ કરીને. અતીત = રહિત.
દુંદદસા = સવિકલ્પપણું.
અર્થઃ– મિથ્યાત્વ નષ્ટ થવાથી મન વચન કાયથી અગોચર જે આત્માની
નિર્વિકાર શ્રદ્ધાનની જ્યોતિ પ્રકાશિત થાય છે, તેને નિશ્ચય-સમ્યક્ત્વ જાણવું જોઈએ.
જેમાં યોગ, મુદ્રા, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિના વિકલ્પ છે, તેને વ્યવહારસમ્યક્ત્વ
જાણવું. જ્ઞાનની અલ્પ શક્તિને કારણે ચેતના-ચિહ્નના ધારક આત્માને ઓળખીને
નિજ અને પરનું સ્વરૂપ જાણવું તે સામાન્ય સમ્યક્ત્વ છે અને હેય જ્ઞેય ઉપાદેયના
ભેદાભેદ સવિસ્તારપણે સમજવા તે વિશેષ સમ્યક્ત્વ છે.પ૧.

Page 383 of 444
PDF/HTML Page 410 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૮૩
ચોથા ગુણસ્થાનના વર્ણનનો ઉપસંહાર (સોરઠા)
थिति सागर तेतीस, अंतर्मुहूरत एक वा।
अविरतसमकित रीति, यह चतुर्थ गुनथान इति।। ५२।।
અર્થઃ– અવ્રત સમ્યગ્દ્રષ્ટિ ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસસાગર અને
જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. આ ચોથા ગુણસ્થાનનું કથન સમાપ્ત થયું. પ૨.
અણુવ્રત ગુણસ્થાનનું વર્ણન પ્રતિજ્ઞા (દોહરા)
अब वरनौं इकईस गुन, अरु बावीस अभक्ष।
जिनके
संग्रह त्यागसौं, सोभै श्रावक पक्ष।। ५३।।
અર્થઃ– જે ગુણોના ગ્રહણ કરવાથી અને અભક્ષ્યોના ત્યાગથી શ્રાવકને પાંચમું
ગુણસ્થાન સુશોભિત થાય છે, એવા એકવીસ ગુણો અને બાવીસ અભક્ષ્યોનું વર્ણન
કરું છું.પ૩.
શ્રાવકના એકવીસ ગુણ (સવૈયા એકત્રીસા)
लज्जावंत दयावंत प्रसंत प्रतीतवंत,
परदोषकौ ढकैया पर–उपगारी है।
सौमद्रष्टी गुनग्राही गरिष्ट सबकौं इष्ट,
शिष्टपक्षी मिष्टवादी दीरघ विचारीहै।।
विशेषग्य रसग्य कृतग्य तग्य धरमग्य,
न दीन न अभिमानी मध्य विवहारी है।
सहज विनीत पापक्रियासौं अतीत ऐसौ,
श्रावक पुनीत इकवीस गुनधारी है।। ५४।।
શબ્દાર્થઃ– પ્રસંત = મંદકષાયી. પ્રતીતવંત = શ્રદ્ધાળુ. ગરિષ્ટ = સહનશીલ.
ઇષ્ટ = પ્રિય. શિષ્ટ પક્ષી = સત્યપક્ષમાં સહમત. દીરઘ વિચારી = આગળથી
વિચારનાર. વિશેષજ્ઞ = અનુભવી. રસજ્ઞ = મર્મ જાણનાર. કૃતજ્ઞ = બીજાના
ઉપકારને નહિ ભૂલનાર. મધ્ય વ્યવહારી = દીનતા અને અભિમાન રહિત. વિનીત
= નમ્ર. અતીત = રહિત.

Page 384 of 444
PDF/HTML Page 411 of 471
single page version

background image
૩૮૪ સમયસાર નાટક
અર્થઃ– લજ્જા, દયા, મંદ કષાય, શ્રદ્ધા, બીજાના દોષ ઢાંકવા, પરોપકાર,
સૌમ્યદ્રષ્ટિ, ગુણગ્રાહકપણું, સહનશીલતા, સર્વપ્રિયતા, સત્યપક્ષ, મિષ્ટ વચન, દીર્ઘદ્રષ્ટિ,
વિશેષજ્ઞાન, શાસ્ત્રજ્ઞાનનું મર્મજ્ઞપણું, કૃતજ્ઞતા, તત્ત્વજ્ઞાનીપણું, ધર્માત્માપણું, ન દીન કે
ન અભિમાની મધ્યવ્યવહારી, સ્વાભાવિક વિનયવાન, પાપાચરણથી રહિતપણું, -
આવા એકવીસ પવિત્ર ગુણોનું શ્રાવકોએ ગ્રહણ કરવું જોઈએ. પ૪.
બાવીસ અભક્ષ્ય (કવિત્ત)
ओरा घोरबरा निसिभोजन,
बहुबीजा बैंगन संधान।
पीपर बर ऊमर कठूंबर,
पाकर जो फल होइ अजान।।
कंदमूल माटी विष आमिष,
मधु माखन अरु मदिरापान।
फल अति तुच्छ तुसार चलित रस,
जिनमत ए बाईसअखान।। ५५।।
શબ્દાર્થઃ– ઘોરબરા = દ્વિદળ. નિસિભોજન = રાત્રે આહાર કરવો. સંધાન =
અથાણું, મુરબ્બો. આમિષ = માંસ. મધુ = મધ. મદિરા = દારૂ. અતિ તુચ્છ = બહુ
ઝીણા. તુષાર = બરફ. ચલિત રસ = જેનો સ્વાદ બગડી ગયો હોય. અખાન =
અભક્ષ્ય.
અર્થઃ– (૧) કરા (૨) દ્વિદળ (૩) રાત્રિભોજન (૪) ઘણા બીજવાળી
વસ્તુ (પ) રીંગણા (૬) અથાણું, મુરબ્બા (૭) પેપા (૮) વડના ટેટા (૯)
ઊમરડાના ફળ (૧૦) કઠૂમર (૧૧) પાકરના ફળ (૧૨) અજાણ્યા ફળ (૧૩)
કંદમૂળ (૧૪) માટી (૧પ) વિષ (૧૬) માંસ (૧૭) મધ (૧૮) માખણ (૧૯)
દારૂ (૨૦) અતિસૂક્ષ્મ ફળ (૨૧) બરફ (૨૨) ઉતરી ગયેલા-બેસ્વાદ રસવાળી
વસ્તુ, -આ બાવીસ અભક્ષ્ય જૈનમતમાં કહ્યા છે. પપ.
_________________________________________________________________
૧. જે અનાજની બે દાળ થાય છે તેમાં ઠંડુ દૂધ, દહીં, છાશ વગેરે મેળવીને ખાવાથી અભક્ષ્ય થાય છે.
૨. ‘જિન બહુબીજનકે ઘર નાહિં, તે સબ બહુબીજા કહલાહિં’-ક્રિયાકોશ.
૩. જેને ઓળખતા ન હોય તે ફળ.

Page 385 of 444
PDF/HTML Page 412 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૮પ
પ્રતિજ્ઞા (દોહરા)
अब पंचम गुनथानकी, रचना बरनौं अल्प।
जामैं एकादस दसा,
प्रतिमा नाम विकल्प।। ५६।।
અર્થઃ– હવે પાંચમા ગુણસ્થાનનું થોડુંક વર્ણન કરીએ છીએ, જેમાં અગિયાર
પ્રતિમાઓના ભેદ છે. પ૬.
અગિયાર પ્રતિમાઓના નામ (સવૈયા એકત્રીસા)
दर्सनविसुद्धकारी बारह विरतधारी,
सामाइकचारी पर्वप्रोषध विधि वहै।
सचितकौ परहारी दिवा अपरस नारी,
आठौं जाम ब्रह्मचारी निरारंभी ह्वै रहै।।
पाप परिग्रह छंडै पापकी न शिक्षा मंडै,
कोऊ याके निमित्त करै सो वस्तु न गहै।
ऐते देसव्रतके धरैया समकिती जीव,
ग्यारह प्रतिमा तिन्है भगवंतजी कहै।। ५७।।
અર્થઃ– (૧) સમ્યગ્દર્શનમાં વિશુદ્ધિ ઉત્પન્ન કરનાર દર્શન પ્રતિમા છે, (૨)
બાર વ્રતોનું આચરણ વ્રત પ્રતિમા છે, (૩) સામાયિકની પ્રવૃત્તિ સામાયિક પ્રતિમા
છે, (૪) પર્વમાં ઉપવાસ-વિધિ કરવી તે પ્રોષધ પ્રતિમા છે, (પ) સચિત્તનો ત્યાગ
સચિત્તવિરતિ પ્રતિમા છે, (૬) દિવસે સ્ત્રીસ્પર્શનો ત્યાગ એ દિવા મૈથુનવ્રત પ્રતિમા
છે, (૭) આઠે પહોર સ્ત્રીમાત્રનો ત્યાગ બ્રહ્મચર્ય પ્રતિમા છે, (૮) સર્વ આરંભનો
ત્યાગ નિરારંભ પ્રતિમા છે, (૯) પાપના કારણભૂત પરિગ્રહનો ત્યાગ તે
પરિગ્રહત્યાગ પ્રતિમા છે, (૧૦) પાપની શિક્ષાનો ત્યાગ તે અનુમતિત્યાગ પ્રતિમા
છે, (૧૧) પોતાને માટે બનાવેલા ભોજનાદિનો ત્યાગ તે ઉદ્દેશવિરતિ પ્રતિમા છે. -
આ અગિયાર પ્રતિમા દેશવ્રતધારી સમ્યગ્દ્રષ્ટિ જીવોની જિનરાજે કહી છે. પ૭.

Page 386 of 444
PDF/HTML Page 413 of 471
single page version

background image
૩૮૬ સમયસાર નાટક
પ્રતિમાનું સ્વરૂપ (દોહરા)
संजम अंस जग्यौ जहां, भोग अरुचि परिनाम।
उदै प्रतिग्याकौ
भयौ, प्रतिमा ताकौ नाम।। ५८।।
અર્થઃ– ચારિત્ર ગુણનું પ્રગટ થવું, પરિણામોનું ભોગોથી વિરક્ત થવું અને
પ્રતિજ્ઞાનો ઉદય થવો એને પ્રતિમા કહે છે. પ૮.
દર્શન પ્રતિમાનું સ્વરૂપ (દોહરા)
आठमूलगुण संग्रहै कुविसन क्रिया न कोइ।
दरसन गुन निरमल करै, दरसन प्रतिमा सोइ।। ५९।।
અર્થઃ– દર્શન ગુણની નિર્મળતા, આઠ મૂળગુણોનું ગ્રહણ અને સાત
કુવ્યસનોનો ત્યાગ એને દર્શન પ્રતિમા કહે છે. પ૯.
વ્રત પ્રતિમાનું સ્વરૂપ (દોહરા)
पंच अनुव्रत आदरै, तीनौं गुनव्रत पाल।
सिच्छाव्रत चारौं धरै, यह व्रत प्रतिमा चाल।। ६०।।
અર્થઃ– પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત ધારણ કરવાને વ્રત
પ્રતિમા કહે છે.
વિશેષઃ– અહીં પાંચ અણુવ્રતનું નિરતિચાર પાલન હોય છે, પણ ગુણવ્રત
અને શિક્ષાવ્રતોના અતિચાર સર્વથા ટળતા નથી. ૬૦.
સામાયિક પ્રતિમાનું સ્વરૂપ (દોહરા)
दर्व भाव विधि संजुगत, हियै प्रतिग्या टेक।
तजि ममता समता ग्रहै, अंतरमुहूरत एक।। ६१।।
_________________________________________________________________
૧. પંચ પરમેષ્ઠીમાં ભક્તિ, જીવદયા, પાણી ગાળીને કામમાં લેવું, મદ્ય ત્યાગ, માંસ ત્યાગ, રાત્રિ
ભોજન ત્યાગ અને ઉદંબર ફળોનો ત્યાગ-એ આઠ મૂળ ગુણ છે, કયાંક કયાંક મદ્ય, માંસ, મધ
અને પાંચ પાપના ત્યાગને આઠ મૂલગુણ કહ્યા છે, કયાંક કયાંક પાંચ ઉદંબર ફળ અને મદ્ય, માંસ,
મધના ત્યાગને મૂળગુણ બતાવ્યા છે.
૨. ‘સર્વ’ એવો પણ પાઠ છે.

Page 387 of 444
PDF/HTML Page 414 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૮૭
(ચોપાઈ)
जो अरि मित्र समान विचारै।
आरत रौद्र कुध्याननिवारै।।
संयम सहित भावना भावै।
सो सामायिकवंत कहावै।। ६२।।
શબ્દાર્થઃ– દર્વવિધિ = બાહ્ય ક્રિયા-આસન, મુદ્રા, પાઠ, શરીર અને વચનની
સ્થિરતા આદિની સાવધાની. ભાવ વિધિ = મનની સ્થિરતા અને પરિણામોમાં
સમતાભાવ રાખવા. પ્રતિજ્ઞા = આખડી. અરિ = શત્રુ. કુધ્યાન = ખોટા વિચાર.
નિવારૈ = દૂર કરે.
અર્થઃ– મનમાં સમયની પ્રતિજ્ઞાપૂર્વક દ્રવ્ય અને ભાવવિધિ સહિત, એક મુહૂર્ત
અર્થાત્ બે ઘડી સુધી મમત્વભાવ રહિત સામ્યભાવનું ગ્રહણ કરવું, શત્રુ અને મિત્ર
પર એક સરખો ભાવ રાખવો, આર્ત અને રૌદ્ર બન્ને કુધ્યાનોનું નિવારણ કરવું અને
સંયમમાં સાવધાન રહેવું તે સામાયિક પ્રતિમા કહેવાય છે. ૬૧-૬૨.
ચોથી પ્રતિમાનું સ્વરૂપ (દોહરા)
सामायिककीसी दसा,च्यारि पहरलौं होइ।
अथवा आठ पहर रहै, प्रोसह प्रतिमा सोइ।। ६३।।
અર્થઃ– બાર કલાક અથવા ચોવીસ કલાક સુધી સામાયિક જેવી સ્થિતિ
અર્થાત્ સમતાભાવ રાખવાને પ્રોષધ પ્રતિમા કહે છે. ૬૩.
પાંચમી પ્રતિમાનું સ્વરૂપ (દોહરા)
जो सचित्त भोजन तजै, पीवै प्राशुक नीर।
सो सचित्त त्यागी पुरुष,
पंच प्रतिग्यागीर।। ६४।।
અર્થઃ– સચિત્ત ભોજનનો ત્યાગ કરવો અને પ્રાસુક જળ પીવું તેને
સચિત્તવિરતિ પ્રતિમા કહે છે. ૬૪.
વિશેષઃ– અહીં સચિત્ત વનસ્પતિનું મુખથી વિદારણ કરતા નથી. ૬૪.
_________________________________________________________________
૧. ચોવીસ મિનિટની ઘડી થાય છે. ૨. ગરમ કરેલું અથવા લવીંગ, એલચી, રાખ વગેરે નાખીને સ્વાદ
બદલી નાખવાથી પ્રાસુક પાણી થાય છે.

Page 388 of 444
PDF/HTML Page 415 of 471
single page version

background image
૩૮૮ સમયસાર નાટક
છઠ્ઠી પ્રતિમાનું સ્વરૂપ (ચોપાઈ)
जो दिन ब्रह्मचर्य व्रत पालै।
तिथि आये निसि दिवस संभालै।।
गहि नौ वाड़ि करै व्रत रख्या।
सो षट् प्रतिमा श्रावक अख्या।। ६५।।
અર્થઃ– નવ વાડ સહિત દિવસે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું અને પર્વની
તિથિએ દિવસે અને રાત્રે બ્રહ્મચર્ય પાળવું એ દિવામૈથુનવ્રત પ્રતિમા છે. ૬પ.
સાતમી પ્રતિમાનું સ્વરૂપ (ચોપાઈ)
जो नौ वाड़ि सहित विधि साधै।
निसि दिन ब्रह्मचर्य आराधै।।
सो सप्तम प्रतिमा घर ग्याता।
सील–सिरोमनिजग विख्याता।। ६६।।
અર્થઃ– જે નવ વાડ સહિત સદાકાળ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, તે
બ્રહ્મચર્ય નામની સાતમી પ્રતિમાનો ધારક જ્ઞાની જગત્વિખ્યાત શીલશિરોમણિ છે.
૬૬.
નવ વાડના નામ (કવિત્ત)
तियथल वास प्रेम रुचि निरखन,
दे परीछ भाखै मधु वैन।
पूरव भोग केलि रस चिंतन,
गुरुआहार लेत चित चैन।।
करि सुचि तन सिंगार बनावत,
तिय परजंक मध्य सुख सैन।
मनमथ–कथा उदर भरि भोजन,
ये नौवाड़ि कहै जिन बैन।। ६७।।
_________________________________________________________________
૧. ‘કહૈ મત જૈન’ -એવો પણ પાઠ છે.

Page 389 of 444
PDF/HTML Page 416 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૮૯
શબ્દાર્થઃ– તિયથલ વાસ = સ્ત્રીઓના સમુદાયમાં રહેવું. નિરખન = દેખવું.
પરીછ (પરોક્ષ) = અપ્રત્યક્ષ. ગુરુ આહાર = ગરિષ્ટ ભોજન. સુચિ = પવિત્ર.
પરજંક = પલંગ. મનમથ = કામ. ઉદર = પેટ.
અર્થઃ– સ્ત્રીઓના સમાગમમાં રહેવું, સ્ત્રીઓને રાગ ભરેલી દ્રષ્ટિએ જોવી,
સ્ત્રીઓ સાથે પરોક્ષપણે રાગસહિત વાતચીત કરવી, પૂર્વકાળમાં ભોગવેલા ભોગ-
વિલાસોનું સ્મરણ કરવું, આનંદદાયક ગરિષ્ટ ભોજન કરવું, સ્નાન, મંજન આદિ દ્વારા
શરીરને જરૂર કરતાં વધારે શણગારવું, સ્ત્રીઓના પલંગ, આસન ઉપર સૂવું કે
બેસવું. કામકથા અથવા કામોત્પાદક કથા, ગીતો સાંભળવાં, ભૂખ કરતાં વધારે
અથવા ખૂબ પેટ ભરીને ભોજન કરવું, એના ત્યાગને જૈનમતમાં બ્રહ્મચર્યની નવ
વાડ કહી છે. ૬૭.
આઠમી પ્રતિમાનું સ્વરૂપ (દોહરા)
जो विवेक विधि आदरै करै न पापारंभ।
सो अष्टम प्रतिमा धनी, कुगति विजै रनथंभ।। ६८।।
અર્થઃ– જે વિવેકપૂર્વક ધર્મમાં સાવધાન રહે છે અને સેવા, કૃષિ, વેપાર
આદિનો પાપારંભ કરતો નથી, તે કુગતિના રણથંભને જીતનાર આઠમી પ્રતિમાનો
સ્વામી છે. ૬૮.
નવમી પ્રતિમાનું સ્વરૂપ (ચોપાઈ)
जो दसधा परिग्रहकौत्यागी।
सुख संतोष सहितवैरागी।।
समरस संचित किंचित ग्राही।
सोश्रावक नौ प्रतिमा वाही।। ६९।।
અર્થઃ– જે વૈરાગ્ય અને સંતોષનો આનંદ પ્રાપ્ત કરે છે તથા દસ પ્રકારના
પરિગ્રહોમાંથી થોડાક વસ્ત્ર અને પાત્ર માત્ર રાખે છે, તે સામ્યભાવનો ધારક નવમી
પ્રતિમાનો સ્વામી છે. ૬૯.
_________________________________________________________________
૧. પડદા વગેરેની ઓથમાં રહીને, અથવા પત્ર વડે.

Page 390 of 444
PDF/HTML Page 417 of 471
single page version

background image
૩૯૦ સમયસાર નાટક
દસમી પ્રતિમાનું સ્વરૂપ (દોહરા)
परकौं पापारंभकौ, जो न देइ उपदेस।
सो दसमी प्रतिमा सहित, श्रावक विगत कलेस।। ७०।।
અર્થઃ– જે કુટુંબી અને અન્ય જનોને વિવાહ, વેપાર આદિ પાપારંભ કરવાનો
ઉપદેશ આપતા નથી, તે પાપરહિત દસમી પ્રતિમાનો ધારક છે. ૭૦.
અગિયારમી પ્રતિમાનું સ્વરૂપ (ચોપાઈ)
जो सुछंदवरतै तजि डेरा।
मठ मंडपमैं करै बसेरा।।
उचित आहार उदंड विहारी।
सो एकादश प्रतिमाधारी।। ७१।।
અર્થઃ– જે ઘર છોડીને મઠ, મંડપમાં નિવાસ કરે છે, અને સ્ત્રી, પુત્ર, કુટુંબ
આદિથી વિરક્ત થઈને સ્વતંત્રપણે રહે છે, તથા કૃત, કારિત, અનુમોદન રહિત યોગ્ય
આહાર લે છે, તે અગિયારમી પ્રતિમા ધારક છે. ૭૧.
પ્રતિમાઓ સંબંધી મુખ્ય ઉલ્લેખ (દોહરા)
एकादश प्रतिमा दसा, कहीं देसव्रत मांहि।
वही अनुक्रम मूलसौं, गहौ सु छूटै
नाहिं।। ७२।।
અર્થઃ– દેશવ્રત ગુણસ્થાનમાં અગિયાર પ્રતિમા ગ્રહણ કરવાનો ઉપદેશ છે, તે
શરૂઆતથી ઉત્તરોત્તર અંગીકાર કરવી જોઈએ અને નીચેની પ્રતિમાઓની ક્રિયાઓ
છોડવી ન જોઈએ. ૭૨.
પ્રતિમાઓની અપેક્ષાએ શ્રાવકોના ભેદ (દોહરા)
षट प्रतिमा तांई जघन,मध्यम नौ परजंत।
उत्तम दसमी ग्यारमी, इति प्रतिमा विरतंत।। ७३।।
અર્થઃ– છઠ્ઠી પ્રતિમા સુધી જઘન્ય શ્રાવક, નવમી પ્રતિમા સુધી મધ્યમ શ્રાવક
અને દસમી-અગિયારમી પ્રતિમા ધારણ કરનારાઓને ઉત્કૃષ્ટ શ્રાવક કહે છે. આ
પ્રતિમાઓનું વર્ણન પૂરું થયું. ૭૩.

Page 391 of 444
PDF/HTML Page 418 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૯૧
પાંચમા ગુણસ્થાનનો કાળ (ચોપાઈ)
एककोडि पूरव गिनि लीजै।
तामैं आठ बरसघटि कीजै।।
यह उत्कृष्ट काल थिति जाकी।
अंतरमुहूरत जघन दशाकी।। ७४।।
અર્થઃ– પાંચમા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ એક કરોડ પૂર્વેમાં આઠ વર્ષ ઓછા,
અને જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે. ૭૪.
એક પૂર્વનું માપ (દોહરા)
सत्तर लाख किरोर मित, छप्पन सहस किरोड़।
ऐते बरस मिलाइके, पूरव संख्या
जोड़।। ७५।।
અર્થઃ– સત્તર લાખ અને છપ્પન હજારને એક કરોડ વડે ગુણવાથી જે સંખ્યા
પ્રાપ્ત થાય છે, એટલા વર્ષનો એક પૂર્વ થાય છે. ૭પ.
અંતર્મુહૂર્તનું માપ (દોહરા)
अंतर्मुहूरत द्वै घरी, कछुक घाटि उतकिष्ट।
एक समय
एकावली, अंतरमुहूर्त कनिष्ट।। ७६।।
અર્થઃ– બે ઘડીમાં એક સમય ઓછો હોય તે અંતર્મુહૂર્તનો ઉત્કૃષ્ટ કાળ છે
અને એક આવળી કરતાં એક સમય વધારે હોય તે અંતર્મુહૂર્તનો જઘન્ય કાળ છે
તથા વચ્ચેના અસંખ્ય ભેદો છે. ૭૬.
છઠ્ઠા ગુણસ્થાનના વર્ણનની પ્રતિજ્ઞા (દોહરા)
यह पंचम गुनथानकी, रचना कही विचित्र।
अब छठ्ठे गुनथानकी दसा कहूं सुन
मित्र।। ७७।।
અર્થઃ– પાંચમા ગુણસ્થાનનું આ વિચિત્ર વર્ણન કર્યું; હવે હે મિત્ર, છઠ્ઠા
ગુણસ્થાનનું સ્વરૂપ સાંભળો. ૭૭.
_________________________________________________________________
૧. ચોરસી લાખ વર્ષનો એકપૂર્વાંગ થાય છે અને ચોરસી લાખ પૂર્વાંગનો એક પૂર્વ થાય છે
૨. અસંખ્યાત સમયની એક આવળી થાય છે.

Page 392 of 444
PDF/HTML Page 419 of 471
single page version

background image
૩૯૨ સમયસાર નાટક
છઠ્ઠા ગુણસ્થાનનું સ્વરૂપ (દોહરા)
पंच प्रमाद दशा धरै, अठ्ठइस गुनवान।
थविरकल्पि जिनकल्पि जुत, है प्रमत्त गुनथान।। ७८।।
અર્થઃ– જે મુનિ અઠ્ઠાવીસ મૂળગુણોનું પાલન કરે છે, પરંતુ પાંચ પ્રકારના
પ્રમાદોમાં કિંચિત્ વર્તે છે, તે મુનિ પ્રમત્ત ગુણસ્થાની છે. આ ગુણસ્થાનમાં
સ્થવિરકલ્પી અને જિનકલ્પી બન્ને પ્રકારના સાધુ રહે છે. ૭૮.
પાંચ પ્રમાદોના નામ (દોહરા)
धर्मराग विकथा वचन, निद्रा विषय कषाय।
पंच प्रमाद दसा सहित,
परमादी मुनिराय।। ७९।।
અર્થઃ– ધર્મમાં અનુરાગ, વિકથા વચન, નિદ્રા, વિષય, કષાય -એવા પ્રમાદ
સહિત સાધુ છઠ્ઠા ગુણસ્થાનવર્તી પ્રમત્ત મુનિ હોય છે. ૭૯
સાધુના અઠ્ઠાવીસ મૂળગુણ (સવૈયા એકત્રીસા)
पंच महाव्रत पालै पंच समिति संभालै,
पंच इंद्री जीति भयौ भोगी चित चैनकौ।
षट आवश्यक क्रिया दर्वित भावित साधै,
प्रासुक धरामैं एक आसन है सैनकौ।।
मंजन न करै केश लुंचै तन वस्त्र मुंचै,
त्यागै दंतवन पै सुगंधस्वास वैनकौ।
ठाडौ करसे आहार लघुभुंजी एक बार,
अठ्ठाइस मूलगुनधारी जती जैनकौ।। ८०।।
શબ્દાર્થઃ– પંચ મહાવ્રત = પાંચ પાપોનો સર્વથા ત્યાગ. પ્રાસુક = જીવ રહિત
સૈન (શયન) સૂવું. મંજન =સ્નાન. કેશ=વાળ. લુંચૈ. = ઉખાડે. મુંચૈ=છોડે. કરસે=
હાથથી. લઘુ= થોડું. જતી= સાધુ.
_________________________________________________________________
૧-૨. અહીં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન - આ ત્રણ ચોકડીના બાર કષાયોનો
અનુદય અને સંજવલન કષાયનો તીવ્ર ઉદય રહે છે, તેથી આ સાધુ કિંચિત્ પ્રમાદને વશ હોય છે
અને શુભાચારમાં વિશેષપણે વર્તે છે અહીં વિષય સેવન અથવા સ્થળરૂપે કષાયમાં વર્તવાનું
પ્રયોજન નથી. હા, શિષ્યોને ઠપકો આપવો વગેરે વિકલ્પ તો છે.

Page 393 of 444
PDF/HTML Page 420 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૯૩
અર્થઃ– પાંચ મહાવ્રત પાળે છે, પાંચે સમિતિપૂર્વક વર્તે છે, પાંચે ઈન્દ્રિયોના
વિષયોથી વિરક્ત થઈને પ્રસન્ન થાય છે, દ્રવ્ય અને ભાવ છ આવશ્યક સાધે છે,
ત્રસ જીવ રહિત ભૂમિ પર પડખું બદલ્યા વિના શયન કરે છે, જીવનભર સ્નાન
કરતા નથી, હાથથી કેશલોચ કરે છે, નગ્ન રહે છે, દાતણ કરતા નથી તો પણ વચન
અને શ્વાસમાં સુગંધ જ નીકળે છે, ઊભા રહીને ભોજન લે છે, થોડું ભોજન લે છે,
ભોજન દિવસમાં એક જ વાર લે છે, આવા અઠ્ઠાવીસ મૂળગુણોના ધારક જૈન સાધુ
હોય છે. ૮૦.
પંચ અણુવ્રત અને પંચ મહાવ્રતનું સ્વરૂપ (દોહરા)
हिंसा मृषाअदत्त धन, मैथुन परिगह साज।
किंचित त्यागी अनुव्रती, सब त्यागी मुनिराज।। ८१।।
શબ્દાર્થઃ– મૃષા= જૂઠ. અદત્ત= આપ્યા વિનાનું.
અર્થઃ– હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ - આ પાંચ પાપોના કિંચિત્
ત્યાગી અણુવ્રતી શ્રાવક અને સર્વથા ત્યાગી મહાવ્રતી સાધુ હોય છે. ૮૧.
પાંચ સમિતિનું સ્વરૂપ (દોહરા)
चलै निरखि भाखै उचित, भखै अदोष अहार।
लेइ निरखि डारै निरखि, समिति पंच परकार।। ८२।।
અર્થઃ– જીવજંતુની રક્ષા માટે જોઈને ચાલવું તે ઈર્યાસમિતિ છે, હિત, મિત
અને પ્રિય વચન બોલવા તે ભાષાસમિતિ છે, અંતરાય રહિત નિર્દોષ આહાર લેવો
તે એષણાસમિતિ છે, શરીર, પુસ્તક, પીંછી, કમંડળ આદિ જોઈ -તપાસીને લેવા
મૂકવા તે આદાન નિક્ષેપણસમિતિ છે, ત્રસ જીવ રહિત પ્રાસુક ભૂમિ ઉપર મળ-
મૂત્રાદિનો ત્યાગ કરવો તે પ્રતિષ્ઠાપનસમિતિ છે;- આવી આ પાંચ સમિતિ છે. ૮૨.
છ આવશ્યક (દોહરા)
समता वंदन थुति करन, पड़कौना सज्झाव।
काउसग्ग मुद्रा धरन, षडावसिक
ये भाव।। ८३।।