Natak Samaysar (Gujarati). Gatha: 26-58 (Sarva Vishuddhi Dvar).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 15 of 24

 

Page 254 of 444
PDF/HTML Page 281 of 471
single page version

background image
૨પ૪ સમયસાર નાટક
भावकरम करतंव्यता, स्वयंसिद्ध नहि होइ।
जो जगकी करनी करै, जगवासी जियसोइ।। २३।।
जिय करता जिय भोगता, भावकरम जियचाल।
पुदगल करै न
भोगवै, दुविधा मिथ्याजाल।। २४।।
तातैं भावित करमकौं, करै मिथ्याती जीव।
सुख दुख
आपद संपदा, भुंजै सहज सदीव।। २५।।
શબ્દાર્થઃ– જુગલ (યુગલ) = બે. જિનાગમ (જિન+આગમ) =
જિનરાજનો ઉપદેશ. જથાવત = વાસ્તવમાં. કર્તવ્યતા = કાર્ય. સ્વયંસિદ્ધ = પોતાની
મેળે. જગવાસી જિય = સંસારી જીવ. જિય ચાલ = જીવની પરિણતિ. દુવિધા =
બન્ને તરફ ઝુકાવ હોવો. આપદ = ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, સંપદા = અનિષ્ટ
વિયોગ, ઇષ્ટ સંયોગ. ભુંજૈ = ભોગવે.
અર્થઃ– ક્રિયા એક અને કર્તા બે એવું કથન જિનરાજના આગમમાં નથી,
અથવા કોઈની ક્રિયા કોઈ કરે, એમ પણ બની શકતું નથી. ૨૧. ક્રિયા કોઈ કરે અને
ફળ કોઈ ભોગવે એવું જિન-વચનમાં નથી કેમકે જે કર્તા હોય છે, તે જ વાસ્તવમાં
ભોક્તા હોય છે. ૨૨. ભાવકર્મનો ઉત્પાદ પોતાની મેળે થતો નથી, જે સંસારની
ક્રિયા-હલન, ચલન, ચતુર્ગતિ ભ્રમણ આદિ કરે છે, તે જ સંસારી જીવ ભાવકર્મનો
કર્તા છે. ૨૩. ભાવકર્મોનો કર્તા જીવ છે, ભાવકર્મોનો ભોક્તા જીવ છે, ભાવકર્મ
જીવની વિભાવપરિણતિ છે. એનો કર્તા-ભોક્તા પુદ્ગલ નથી. પુદ્ગલ તથા જીવ
બન્નેને (કર્તા-ભોક્તા) માનવા તે મિથ્યા જંજાળ છે. ૨૪. તેથી સ્પષ્ટ છે કે
ભાવકર્મોનો કર્તા મિથ્યાત્વી જીવ છે અને તે જ તેના ફળ સુખ-દુઃખ અથવા
સંયોગ-વિયોગને સદા ભોગવે છે. ૨પ.
કર્મના કર્તા–ભોક્તા બાબતમાં એકાંત પક્ષ ઉપર વિચાર. (સવૈયા એકત્રીસા)
केई मूढ़ विकल एकंत पच्छ गहैं कहैं,
आतमा अकरतार पूरन परम है।
_________________________________________________________________
कर्मैव प्रवितर्क्य कर्तृ हतकैः क्षिप्त्वात्मनः कर्तृतां
कर्तात्मैष कथंचिदित्यचलिता कैश्चिच्छुतिः कोपिता।
तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्धये
स्याद्वादप्रतिबन्धलब्धविजया वस्तुस्थितिः स्तूयते।। १२।।

Page 255 of 444
PDF/HTML Page 282 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨પપ
तिन्हिसौं जु कोऊ कहै जीव करता है तासौं,
फेरि कहैं करमकौ करता करम है।।
ऐसै मिथ्यामगन मिथ्यातो ब्रह्मघाती जीव,
जिन्हिकैं हिए अनादि मोहकौ भरम है।
तिन्हिकौं मिथ्यात दूर करिबैकौं कहैं गुरु,
स्यादवाद परवांन आतम धरमहै।। २६।।
શબ્દાર્થઃ– વિકલ = દુઃખી, એકાંત પક્ષ = પદાર્થના એક ધર્મને તેનું સ્વરૂપ
માનવાની હઠ. બ્રહ્મઘાતી = પોતાના જીવનું અહિત કરનાર.
અર્થઃ– અજ્ઞાનથી દુઃખી અનેક એકાંતવાદી કહે છે કે આત્મા કર્મનો કર્તા
નથી, તે પૂર્ણ પરમાત્મા છે. અને તેમને કોઈ કહે કે કર્મોનો કર્તા જીવ છે, તો તે
એકાંતપક્ષી
કહે છે કે કર્મનો કર્તા કર્મ જ છે. આવા મિથ્યાત્વમાં લાગેલા મિથ્યાત્વી
જીવો આત્માના ઘાતક છે, તેમના હૃદયમાં અનાદિકાળથી મોહકર્મજનિત ભૂલ ભરેલી
છે. તેમનું મિથ્યાત્વ દૂર કરવાને માટે શ્રીગુરુએ સ્યાદ્વાદરૂપ આત્માના સ્વરૂપનું વર્ણન
કર્યું છે. ૨૬.
સ્યાદ્વાદમાં આત્માનું સ્વરૂપ. (દોહરા)
चेतन करता भोगता, मिथ्या मगन अजान।
नहि करता नहि भोगता, निहचै सम्यकवान।। २७।।
અર્થઃ– મિથ્યાત્વમાં લાગેલો અજ્ઞાની જીવ કર્મનો કર્તા-ભોક્તા છે, નિશ્ચયનું
અવલંબન લેનાર સમ્યગ્દ્રષ્ટિ કર્મનો ન કર્તા છે, ન ભોક્તા છે. ૨૭.
આ વિષયના એકાંતપક્ષનું ખંડન કરનાર સ્યાદ્વાદનો ઉપદેશ (સવૈયા એકત્રીસા)
जैसैं सांख्यमती कहैं अलख अकरता है,
सर्वथा प्रकार करता न होइ कबहीं।
_________________________________________________________________
૧. સાંખ્યમતી ઇત્યાદિ.
माऽकर्तारममी स्पृशन्तु पुरुषं सांख्या इवाप्यार्हताः
कर्तारं कलयन्तु तं किल सदा भेदावबोधादधः।
ऊर्ध्वं तूद्धतबोधधामनियतं प्रत्यक्षमेनं स्वयम्
पश्यन्तु च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परम्।। १३।।

Page 256 of 444
PDF/HTML Page 283 of 471
single page version

background image
૨પ૬ સમયસાર નાટક
तैसैं जिनमती गुरुमुख एक पक्ष सुनि,
याहि भांति मानै सौ एकंत तजौअबहीं।।
जौलौं दुरमती तौलौं करमकौ करता है,
सुमती सदाअकरतार कह्यौ सबहीं।
जाकै घटि ग्यायक सुभाउ जग्यौ जबहीसौं,
सो तौ जगजालसौं निरालौ भयौ तबहीं।। २८।।
શબ્દાર્થઃ– જિનમતી = જિનરાજ કથિત સ્યાદ્વાદ વિદ્યાના જ્ઞાતા.
અર્થઃ– જેવી રીતે સાંખ્યમતી કહે છે કે આત્મા અકર્તા છે, કોઈ પણ હાલતમાં
કદી કર્તા થઈ શકતો નથી. જૈનમતી પણ પોતાના ગુરુના મુખે એક નયનું કથન
સાંભળીને આ જ રીતે માને છે, પણ આ એકાંતવાદને અત્યારે જ છોડી દ્યો, સત્યાર્થ
વાત એ છે કે જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે,
સમ્યગ્જ્ઞાનની સર્વ હાલતોમાં સદૈવ અકર્તા કહ્યો છે. જેના હૃદયમાં જ્યારથી
જ્ઞાયકસ્વભાવ પ્રગટ થયો છે તે ત્યારથી જગતની જંજાળથી નિરાળો થયો છે-અર્થાત્
મોક્ષ સન્મુખ થયો છે. ૨૮.
આ વિષયમાં બૌદ્ધમત વાળાઓનો વિચાર (દોહરા)
बौध छिनकवादी कहै, छिनभंगुर तनमांहि।
प्रथम समय जो जीव है, दुतिय समय सो नांहि।। २९।।
तातैं मेरे मतविषैं, करै करम जो कोइ।
सो न भोगवै सरवथा,
और भोगता होइ।। ३०।।
અર્થઃ– ક્ષણિકવાદી બૌદ્ધમતવાળા કહે છે કે જીવ શરીરમાં ક્ષણભર રહે છે,
_________________________________________________________________
क्षणिकमिदमिहैकः कल्पयित्वात्मतत्त्वं
निजमनसि विधत्ते कर्तृभोक्त्रोर्विभेदम्
अपहरति विमोहं तस्य नित्यामृतौघैः
स्वयमयमभिषिञ्चंश्चिच्चमत्कार एव।। १४।।

Page 257 of 444
PDF/HTML Page 284 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨પ૭
સદૈવ રહેતો નથી. પ્રથમ સમયે જે જીવ છે તે બીજા સમયે રહેતો નથી. ૨૯. તેથી
મારા વિચાર પ્રમાણે જે કર્મ કરે છે તે કોઈ હાલતમાં પણ ભોક્તા થઈ શકતો નથી,
ભોગવનાર બીજો જ હોય છે. ૩૦.
બૌદ્ધમતવાળાઓનો એકાંત વિચાર દૂર કરવા માટે દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. (દોહરા)
यह एकंत मिथ्यात पख, दूर करनकै काज।
चिद्विलास अविचल कथा, भाषै श्री जिनराज।। ३१।।
बालापन काहू पुरुष, देख्यौ पुर एक कोइ।
तरुन भए फिरिकैं लख्यौ, कहै नगर यह सोइ।। ३२।।
जो दुहु पनमें एक थौ तौ तिनि सुमिरन कीय।
और पुरुषकौ अनुभव्यौ, और न जानैं जीय।। ३३।।
जब यह वचन प्रगट सुन्यौ, सुन्यौ जैनमत सुद्ध।
तब इकंतवादी पुरुष, जैन भयौ
प्रतिबुद्ध।। ३४।।
અર્થઃ– આ એકાંતવાદનો મિથ્યાપક્ષ દુર કરવા માટે શ્રીમદ્ જિનેન્દ્રદેવ
આત્માના નિત્ય સ્વરૂપનું કથન કરતાં કહે છે. ૩૧. કે કોઈ માણસે બાળપણમાં કોઈ
શહેર જોયું અને પછી કેટલાક દિવસો પછી યુવાન અવસ્થામાં તે જ શહેર જોયું તો
કહે છે કે આ તે જ શહેર છે જે પહેલાં જોયું હતું. ૩૨. બન્ને અવસ્થાઓમાં તે એક
જ જીવ હતો તેથી તો એણે યાદ કર્યું, કોઈ બીજા જીવનું જાણેલું તે જાણી શકતો
નહોતો. ૩૩. જ્યારે આ જાતનું સ્પષ્ટ કથન સાંભળ્‌યું અને સાચો જૈનમતનો ઉપદેશ
મળ્‌યો ત્યારે તે એકાંતવાદી મનુષ્ય જ્ઞાની થયો અને તેણે જૈનમત અંગીકાર કર્યો.
૩૪.
_________________________________________________________________
૧. એક સેકન્ડમાં અસંખ્ય સમય હોય છે.

Page 258 of 444
PDF/HTML Page 285 of 471
single page version

background image
૨પ૮ સમયસાર નાટક
બૌદ્ધો પણ જીવ દ્રવ્યને ક્ષણભંગુર કેવી રીતે માની બેઠા એનું કારણ બતાવે છે.
(સવૈયા એકત્રીસા)
एक परजाइ एक समैमैं विनसि जाइ,
दूजी परजाइ दूजै समैउपजति है।
ताकौ छल पकरिकैं बौध कहै समै समै,
नवौजीव उपजै पुरातनकी छति है।।
तातै मानै करमकौ करता है और जीव,
भोगता है और वाकै हिए ऐसी मति है।
परजौ प्रवांनकौं सरवथा दरब जानैं,
ऐसे दुरबुद्धिकौं अवसि दुरगति है।। ३५।।
શબ્દાર્થઃ– પરજાઈ = અવસ્થા. પુરાતન = પ્રાચીન. છતિ (ક્ષતિ) = નાશ.
મતિ = સમજણ. પરજૌ પ્રવાંન = અવસ્થાઓ પ્રમાણે. દુરબુદ્ધિ = મૂર્ખ.
અર્થઃ– જીવની એક પર્યાય એક સમયમાં નાશ પામે છે અને બીજા સમયે
બીજી પર્યાય ઉપજે છે એવો જૈનમતનો સિદ્ધાંત પણ છે તેથી તે જ વાત પકડીને
બૌદ્ધમત કહે છે કે ક્ષણે ક્ષણે નવો જીવ ઉપજે છે અને જૂનો નાશ પામે છે. તેથી
તેઓ માને છે કે કર્મનો કર્તા બીજો જીવ છે અને ભોક્તા બીજો જ છે. એમના
મનમાં આવી ઉલટી સમજણ બેસી ગઈ છે. શ્રી ગુરુ કહે છે કે જે પર્યાય પ્રમાણે જ
દ્રવ્યને સર્વથા અનિત્ય માને છે એવા મૂર્ખની અવશ્ય કુગતિ થાય છે.
વિશેષઃ– ક્ષણિકવાદી જાણે છે કે જે માંસ-ભક્ષણ આદિ અનાચારમાં વર્તનાર
જીવ છે તે નષ્ટ થઈ જશે, અનાચારમાં વર્તનારને તો કાંઈ ભોગવવું જ નહિ પડે,
તેથી મોજ કરે છે અને સ્વચ્છંદપણે વર્તે છે. પરંતુ કરેલું કર્મ ભોગવવું જ પડે છે.
તેથી નિયમથી તેઓ પોતાના આત્માને કુગતિમાં નાખે છે. ૩પ.
_________________________________________________________________
वृत्त्यंशभेदतोऽत्यन्तं वृत्तिमन्नाशकल्पनात्।
अन्यः करोति भुङ्क्तेऽन्य इत्येकान्तश्चकास्तु मा।। १५।।

Page 259 of 444
PDF/HTML Page 286 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨પ૯
દુર્બુદ્ધિની દુર્ગતિ જ થાય છે. (દોહરા)
कहैअनातमकी कथा, चहै न आतम सुद्धि।
रहैअध्यातमसौं विमुख, दुराराधि दुरबुद्धि।। ३६।।
दुरबुद्धी मिथ्यामती, दुरगति मिथ्याचाल।
गहि एकंत दुरबुद्धिसौं, मुक्त न होइ त्रिकाल।। ३७।।
શબ્દાર્થઃ– અનાતમ = અજીવ. અધ્યાતમ = આત્મજ્ઞાન. વિમુખ = વિરુદ્ધ.
દુરારાધિ = કોઈ પણ રીતે ન સમજનાર. દુરબુદ્ધિ = મૂર્ખ.
અર્થઃ– મૂર્ખ મનુષ્ય અનાત્માની ચર્ચા કર્યા કરે છે, આત્માનો અભાવ કહે
છે-આત્મશુદ્ધિ ઇચ્છતો નથી. તે આત્મજ્ઞાનથી પરાઙ્મુખ રહે છે, બહુ પરિશ્રમપૂર્વક
સમજાવવા છતાં પણ સમજતો નથી. ૩૬. મિથ્યાદ્રષ્ટિ જીવ અજ્ઞાની છે અને તેની
મિથ્યા પ્રવૃત્તિ દુર્ગતિનું કારણ છે, તે એકાંતપક્ષનું ગ્રહણ કરે છે અને એવી મૂર્ખાઈથી
તે કદી પણ મુક્ત થઈ શકતો નથી. ૩૭.
દુર્બુદ્ધિની ભૂલ પર દ્રષ્ટાંત (સવૈયા એકત્રીસા)
कायासौं विचारै प्रीति मायाहीसौं हारि जीति,
लियै हठरीति जैसैं हारिलकी लकरी।
चंगुलकै जोर जैसैं गोह गहि रहै भूमि,
त्यौंही पाइ गाड़ै पै न छाड़ै टेक पकरी।।
मोहकी मरोरसौं भरमकौ न छोर पावै,
धावै चहुं वौर ज्यौं बढ़ावै जाल मकरी।
ऐसी दुरबुद्धि भूली झूठकै झरोखे झूली,
फूली फिरै ममता जंजीरनिसौं जकरी।। ३८।।
શબ્દાર્થઃ– કાયા = શરીર. હઠ = દુરાગ્રહ. ગહિ રહૈ = પકડી રાખે. લકરી
= લાઠી. ચંગુલ = પકડ. પાઈ ગાડૈ = દ્રઢતાથી ઊભો રહે છે. ટેક = હઠ. ધાવૈ =
ભટકે.
અર્થઃ– અજ્ઞાની જીવ શરીર ઉપર સ્નેહ કરે છે, ધન ઓછું થાય ત્યાં હાર
અને ધન વધે તેમાં જીત માને છે. હઠીલો તો એટલો છે કે જેવી રીતે હરિયલ

Page 260 of 444
PDF/HTML Page 287 of 471
single page version

background image
૨૬૦ સમયસાર નાટક
પક્ષી પોતાના પગથી લાકડી ખૂબ મજબૂત પકડે છે અથવા જેવી રીતે ઘો જમીન
અથવા દીવાલ પકડીને ચોંટી રહે છે, તેવી જ રીતે તે પોતાની કુટેવો છોડતો નથી.
તેમાં જ અડગ રહે છે. મોહની લહેરોથી તેના ભ્રમનો છેડો મળતો નથી અર્થાત્ તેનું
મિથ્યાત્વ અનંત હોય છે, તે ચાર ગતિમાં ભટકતો થકો કરોળિયાની જેમ જાળ
વિસ્તારે છે. આવી રીતે તેની મૂર્ખાઈ અજ્ઞાનથી જૂઠા માર્ગમાં લ્હેરાય છે અને
મમતાની સાંકળોથી જકડાયેલી વધી રહી છે. ૩૮.
દુર્બુદ્ધિની પરિણતિ (સવૈયા એકત્રીસા)
बात सुनि चौंकि उठै बातहीसौं भौंकि उठै,
बातसौं नरम होइबातहीसौं अकरी।
निंदा करै साधुकी प्रसंसा करै हिंसककी,
साता मानैं प्रभुता असाता मानैं फकरी।।
मोख न सुहाइ दोष देखै तहां पैठि जाइ,
कालसौं डराइ जैसैं नाहरसौं बकरी।
ऐसी दुरबद्धि भूली झूठकै झरोखे झूली,
फूली फिरै ममता जंजीरनिसौं जकरी।। ३९।।
શબ્દાર્થઃ– ચૌંકિ ઉઠે = ઉગ્ર બની જાય. ભૌંકિ ઉઠે = કૂતરાની જેમ ભસવા
લાગે. અકરી = અકડાઈ જાય. પ્રભુતા = મોટાઈ. ફકરી (ફકીરી) = ગરીબી. કાલ
= મૃત્યુ. નાહર = વાઘ, સિંહ.
અર્થઃ– અજ્ઞાની જીવ હિતાહિતનો વિચાર કરતો નથી, વાત સાંભળતાં જ
તપી જાય છે, વાત જ સાંભળીને કૂતરાની જેમ ભસવા માંડે છે, મનને રુચે તેવી
વાત સાંભળીને નરમ થઈ જાય છે અને અણગમતી વાત હોય તો અક્કડ બની
જાય છે. મોક્ષમાર્ગી સાધુઓની નિંદા કરે છે, હિંસક અધર્મીઓની પ્રશંસા કરે છે,
શાતાના ઉદયમાં પોતાને મહાન અને અશાતાના ઉદયમાં તુચ્છ ગણે છે.
_________________________________________________________________
૧. ઘો એક પ્રકારનું પ્રાણી છે. ચોર તેને પાસે રાખે છે, જ્યારે તેમને ઊંચે મકાનોમાં ઉપર ચડવું હોય
ત્યારે તેઓ ઘોની કેડે દોરી બાંધી તેને ઉપર ફેંકે છે ત્યારે તે ઉપરની જમીન અથવા ભીંતને ખૂબ
મજબૂત પકડી લે છે અને ચોર લટકતી દોરી પકડીને ઉપર ચઢી જાય છે.

Page 261 of 444
PDF/HTML Page 288 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૬૧
તેને મોક્ષ ગમતો નથી, કયાંય દુર્ગુણ દેખે તો તેને તરત જ અંગીકાર કરી લે છે.
શરીરમાં અહંબુદ્ધિ હોવાના કારણે મોતથી તો એવો ડરે છે જેમ વાઘથી બકરી ડરે
છે, આ રીતે તેની મૂર્ખાઈ અજ્ઞાનથી જૂઠા માર્ગમાં ઝૂલી રહી છે અને મમતાની
સાંકળોથી જકડાયેલી વધી રહી છે.૩૯.
અનેકાંતનો મહિમા (કવિત્ત)
केई कहैं जीव क्षनभंगुर,
केई कहैं करमकरतार।
केई करमरहित नित जंपहिं,
नय अनंत नानापरकार।।
जे एकांत गहैं ते मूरख,
पंडित अनेकांत पख धार।
जैसैं भिन्न भिन्न मुक्ताहल,
गुनसौं गहतकहावै हार।। ४०।।
શબ્દાર્થઃ– ક્ષનભંગુર = અનિત્ય. જંપહિં = કહે છે. એકાંત = એક જ નય.
અનેકાંત = અપેક્ષિત અનેક નય. પખ ધાર = પક્ષ ગ્રહણ કરવો. મુક્તાહલ
(મુક્તાફલ) = મોતી. ગુન = દોરો.
અર્થઃ– બૌદ્ધમતી જીવને અનિત્ય જ કહે છે, મીમાંસક મતવાળા જીવને કર્મનો
કર્તા જ કહે છે. સાંખ્યમતી જીવને કર્મરહિત જ કહે છે, આવા અનેક મતવાળા એક
એક ધર્મ ગ્રહણ કરીને અનેક પ્રકારના કહે છે, પણ જે એકાંતનું ગ્રહણ કરે છે તે
મૂર્ખ છે, વિદ્વાનો અનેકાંતનો સ્વીકાર કરે છે. જેવી રીતે મોતી જુદા જુદા હોય છે,
પણ દોરામાં ગુંથવાથી હાર બની જાય છે. તેવી જ રીતે અનેકાંતથી
_________________________________________________________________
आत्मानं परिशुद्धमीप्सुभिरतिव्याप्तिं प्रपद्यान्धकैः
कालोपाधिबलादशुद्धिमधिकांतत्रापि मत्वा परैः।
चैतन्यं क्षणिकं प्रकल्प्य पृथुकेः शुद्धर्जुसूत्रे रतैः
आत्मा व्युज्झित एष हारवदहो निःसूत्रमुक्तेक्षिभिः।। १६।।

Page 262 of 444
PDF/HTML Page 289 of 471
single page version

background image
૨૬૨ સમયસાર નાટક
પદાર્થની સિદ્ધિ થાય છે અને જેવી રીતે જુદા જુદા મોતી હારનું કામ આપતા નથી
તેવી જ રીતે એક નયથી પદાર્થનું સ્વરૂપ સ્પષ્ટ થતું નથી, બલ્કે વિપરીત થઈ જાય
છે. ૪૦.
વળી–(દોહરા)
यथा सूत संग्रह बिना, मुक्त माल नहि होइ।
तथा स्यादवादी बिना,
मोख न साधै कोइ।। ४१।।
શબ્દાર્થઃ– સંગ્રહ = એકઠા. મુક્ત માલ = મોતીની માળા.
અર્થઃ– જેવી રીતે સૂતરમાં પરોવ્યા વિના મોતીઓની માળા બનતી નથી
તેવી જ રીતે સ્યાદ્વાદી વિના કોઈ મોક્ષમાર્ગ સાધી શકતું નથી. ૪૧.
વળી–(દોહરા)
पद सुभाव पूरब उदै, निहचै उद्यमकाल।
पच्छपात मिथ्यात पथ, सरवंगी सिव चाल।। ४२।।
શબ્દાર્થઃ– પદ = પદાર્થ. સુભાવ (સ્વભાવ) = નિજધર્મ. ઉદ્યમ = પુરુષાર્થ.
કાલ = સમય. પક્ષપાત = એક જ નયનું ગ્રહણ. સરવંગી = અનેક નયનું ગ્રહણ.
અર્થઃ– કોઈ પદાર્થના સ્વભાવને જ, કોઈ પૂર્વકર્મના ઉદયને જ, કોઈ માત્ર
નિશ્ચયને, કોઈ પુરુષાર્થને અને કોઈ કાળને જ માને છે, પણ એક જ પક્ષની હઠ
લેવી તે મિથ્યાત્વ છે અને અપેક્ષાથી સર્વનો સ્વીકાર કરવો તે સત્યાર્થ છે. ૪૨.
ભાવાર્થઃ– કોઈ કહે છે કે જે કાંઈ થાય છે, તે સ્વભાવથી જ અર્થાત્
પ્રકૃતિથી જ થાય છે, કોઈ કહે છે કે જે કાંઈ થાય છે તે પ્રારબ્ધથી થાય છે; કોઈ કહે
છે કે એક બ્રહ્મ જ છે, ન કાંઈ ઉત્પન્ન થાય છે ન કાંઈ નષ્ટ થાય છે, કોઈ કહે છે
કે પુરુષાર્થ જ મુખ્ય છે, કોઈ કહે છે કે જે કાંઈ કરે છે તે કાળ જ કરે છે; પરંતુ આ
પાંચેમાંથી કોઈ એકને જ માનવું બાકીના ચારનો અભાવ કરવો એ એકાંત છે.
_________________________________________________________________
कर्तुर्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोऽपि वा
कर्त्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव सञ्चिन्त्यताम्।
प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भेत्तुं न शक्या क्वचि–
च्चिच्चिन्तामणिमालिकेयमभितोऽप्येकाचकास्त्वेव नः।। १७।।

Page 263 of 444
PDF/HTML Page 290 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૬૩
છ એ મતવાળાઓનો જીવપદાર્થ વિષે વિચાર (સવૈયા એકત્રીસા)
एक जीव वस्तुके अनेक गुन रूप नाम,
निजजोग सुद्ध परजोगसौं असुद्ध है।
वेदपाठी ब्रह्म कहैं मीमांसक कर्म कहैं,
सिवमती सिव कहैं बौद्ध कहैं बुद्ध है।।
जैनी कहैं जिन न्यायवादी करतार कहैं,
छहौं दरसनमें वचनकौ विरुद्ध है।
वस्तुकौ सुरूप पहिचानै सोई परवीन,
वचनकै भेद भेद मानै सोईमुद्ध है।। ४३।।
શબ્દાર્થઃ– નિજજોગ = નિજસ્વરૂપથી. પરજોગ = અન્ય પદાર્થના સંયોગથી.
દરસન (દર્શન) = મત. વસ્તુકૌ સુરૂપ = પદાર્થનો નિજસ્વભાવ. પરવીન (પ્રવીણ)
= પંડિત.
અર્થઃ– એક જીવ પદાર્થના અનેક ગુણ, અનેક રૂપ, અનેક નામ છે, તે
પરપદાર્થના સંયોગ વિના અર્થાત્ નિજસ્વરૂપથી શુદ્ધ છે અને પરદ્રવ્યના સંયોગથી
અશુદ્ધ છે. તેને વેદપાઠી અર્થાત્ વેદાંતી બ્રહ્મ કહે છે, મીમાંસક કર્મ કહે છે, શૈવ-
વૈશેષિક મતવાળા શિવ કહે છે, બૌદ્ધ મતવાળા બુદ્ધ કહે છે, જૈનો જિન કહે છે,
નૈયાયિક કર્તા કહે છે. આ રીતે છયે મતના કથનમાં વચનનો વિરોધ છે. પરંતુ જે
પદાર્થનું નિજ-સ્વરૂપ જાણે છે તે જ પંડિત છે અને જે વચનના ભેદથી પદાર્થમાં ભેદ
માને છે તે જ મૂર્ખ છે. ૪૩.
પાંચે મતવાળા એકાંતી અને જૈનો સ્યાદ્વાદી છે. (સવૈયા એકત્રીસા)
वेदपाठी ब्रह्म मांनि निहचै सुरूप गहैं,
मीमांसक कर्म मांनि उदैमैं रहत है।

Page 264 of 444
PDF/HTML Page 291 of 471
single page version

background image
૨૬૪ સમયસાર નાટક
बौद्धमती बुद्ध मांनि सूच्छम सुभाव साधै,
शिवमती शिवरूप कालकौं कहत है।।
न्याय ग्रंथके पढ़ैया थापैं करतार रूप,
उद्दिम उदीरि उर आनंदलहत है।
पांचौं दरसनि तेतौ पोषैं एक एक अंग,
जैनी जिनपंथीसरवंगी नै गहत है।। ४४।।
શબ્દાર્થઃ– ઉદ્મિ = ક્રિયા. આનંદ = હર્ષ. પૌષૈં = પુષ્ટ કરે. જિનપંથી =
જૈન મતના ઉપાસક. સરવંગી નૈ = સર્વનય-સ્યાદ્વાદ.
અર્થઃ– વેદાંતી જીવને નિશ્ચયનયની દ્રષ્ટિએ જોઈને તેને સર્વથા બ્રહ્મ કહે છે,
મીમાંસક જીવના કર્મ-ઉદય તરફ દ્રષ્ટિ આપીને તેને કર્મ કહે છે, બૌદ્ધમતી જીવને
બુદ્ધ માને છે અને તેનો ક્ષણભંગુર સૂક્ષ્મ સ્વભાવ સિદ્ધ કરે છે. શૈવ જીવને શિવ
માને છે અને શિવને કાળરૂપ કહે છે; નૈયાયિક જીવને ક્રિયાનો કર્તા જોઈને આનંદિત
થાય છે અને તેને કર્તા માને છે. આ રીતે પાંચે મતવાળા જીવના એક એક ધર્મની
પુષ્ટિ કરે છે, પરંતુ જૈનધર્મના અનુયાયી જૈનો સર્વ નયના વિષયભૂત આત્માને જાણે
છે અર્થાત્ જૈનમત જીવને અપેક્ષાએ બ્રહ્મ પણ માને છે, કર્મરૂપ પણ માને છે,
અનિત્ય પણ માને છે, શિવસ્વરૂપ પણ માને છે, કર્તા પણ માને છે, નિષ્કર્મ પણ
માને છે, પણ એકાન્તરૂપે નહિ. જૈનમત સિવાય બધા મત મતવાળા છે, સર્વથા એક
પક્ષના પક્ષપાતી હોવાથી તેમને સ્વરૂપની સમજણ નથી. ૪૪.
પાંચે મતોના એક–એક અંગનું જૈનમત સમર્થન કરે છે. (સવૈયા એકત્રીસા)
निहचै अभेद अंग उदै गुनकी तरंग,
उद्दिमकी रीति लिए उद्धता सकति है।
परजाइ रूपकौ प्रवान सूच्छम सुभाव,
कालकीसी ढाल परिनाम चक्र गति है।।

Page 265 of 444
PDF/HTML Page 292 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૬પ
याही भांति आतम दरबके अनेक अंग,
एक मानै एककौं न मानै सो कुमति है।
टेक डारि एकमैं अनेक खोजैं सो सुबुद्धि,
खोजी जीवै वादी भरे सांचि कहवति है।। ४५।।
શબ્દાર્થઃ– યાહી ભાંતિ = આ રીતે. કુમતિ = મિથ્યાજ્ઞાન. ખોજૈ = ગોતે.
સુબુદ્ધિ = સમ્યગ્જ્ઞાન. ખોજી = ઉદ્યોગી.
અર્થઃ– જીવ પદાર્થના લક્ષણમાં ભેદ નથી, સર્વ જીવ સમાન છે, તેથી
વેદાંતીનો માનેલો અદ્વૈતવાદ સત્ય છે. જીવના ઉદયમાં ગુણોના તરંગો ઉઠે છે, તેથી
મીમાંસકનો માનેલો ઉદય પણ સત્ય છે. જીવમાં અનંત શક્તિ હોવાથી સ્વભાવમાં
પ્રવર્તે છે, તેથી નૈયાયિકનું માનેલું, ઉદ્યમ અંગ પણ સત્ય છે. જીવની પર્યાયો ક્ષણે
ક્ષણે બદલે છે, તેથી બૌદ્ધમતીનો માનેલો ક્ષણિકભાવ પણ સત્ય છે. જીવના પરિણામ
કાળના ચક્રની જેમ ફરે છે અને તે પરિણામોના પરિણમનમાં કાળદ્રવ્ય સહાયક છે,
તેથી શૈવોનો માનેલો કાળ પણ સત્ય છે. આ રીતે આત્મપદાર્થના અનેક અંગ છે.
એકને માનવું અને એકને ન માનવું એ મિથ્યાજ્ઞાન છે અને દુરાગ્રહ છોડીને એકમાં
અનેક ધર્મો ગોતવા એ સમ્યગ્જ્ઞાન છે. તેથી સંસારમાં જે કહેવત છે કે, ‘ખોજી પાવે
વાદી મરે’ તે સત્ય છે. ૪પ.
સ્યાદ્વાદનું વ્યાખ્યાન (સવૈયા એકત્રીસા)
एकमैं अनेक है अनेकहीमैं एक है सो,
एक न अनेककछु कह्यो न परतु है।
करता अकरता है भोगता अभोगता है,
उपजै न उपजत मूएं न मरतु है।।
बोलत विचारत न बोलै न विचारै कछू,
भेखकौ न भाजन पै भेखसौ धरतु है।

Page 266 of 444
PDF/HTML Page 293 of 471
single page version

background image
૨૬૬ સમયસાર નાટક
ऐसौ प्रभु चेतन अचेतनकी संगतिसौं,
उलट पलट नटबाजीसी करतु है।। ४६।।
અર્થઃ– જીવમાં અનેક પર્યાયો થાય છે તેથી એકમાં અનેક છે, અનેક પર્યાયો
એક જ જીવદ્રવ્યની છે તેથી અનેકમાં એક છે, તેથી એક છે કે અનેક છે એમ કાંઈ
કહી જ શકાતું નથી. એક પણ નથી, અનેક પણ નથી, અપેક્ષિત એક છે, અપેક્ષિત
અનેક છે. તે વ્યવહારનયથી કર્તા છે નિશ્ચયથી અકર્તા છે, વ્યવહારનયથી કર્મોનો
ભોક્તા છે, નિશ્ચયથી કર્મોનો અભોક્તા છે, વ્યવહારનયથી ઊપજે છે, નિશ્ચયનયથી
ઊપજતો નથી-ઊપજતો નહોતો-અને ઊપજશે નહિ, વ્યવહારનયથી મરે છે
નિશ્ચયનયથી અમર છે, વ્યવહારનયથી બોલે છે, વિચારે છે, નિશ્ચયનયથી ન બોલે
છે, ન વિચારે છે, નિશ્ચયનયથી તેનું કોઈ રૂપ નથી, વ્યવહારનયથી અનેક રૂપોનો
ધારક છે. એવો ચૈતન્યપરમેશ્વર પૌદ્ગલિક કર્મોની સંગતિથી ઉલટ-પલટ થઈ રહ્યો
છે, જાણે નટ જેવો ખેલ ખેલી રહ્યો છે. ૪૬.
નિર્વિકલ્પ ઉપયોગ જ અનુભવવા યોગ્ય છે. (દોહરા)
नटबाजी विकलप दसा, नांही अनुभौ जोग।
केवल अनुभौ करनकौ, निरविकलप उपजोग।। ४७।।
શબ્દાર્થઃ– નટબાજી = નટનો ખેલ. જોગ = યોગ્ય.
અર્થઃ– જીવની નટની જેમ ઉલટી-સુલટી સવિકલ્પ અવસ્થા છે તે અનુભવવા
યોગ્ય નથી. અનુભવ કરવા યોગ્ય તો તેની ફક્ત નિર્વિકલ્પ અવસ્થા જ છે. ૪૭.
અનુભવમાં વિકલ્પ ત્યાગવાનું દ્રષ્ટાંત (સવૈયા એકત્રીસા)
जैसैं काहू चतुर संवारी है मुक्त माल,
मालाकीं क्रियामैं नाना भांतिकौ विग्यान है।
क्रियाकौ विकलप न देखै पहिरनवारौ,
मोतिनकी सोभामैं मगन सुखवान है।।
_________________________________________________________________
૧. ‘ઘટવાસી’ એવો પણ પાઠ છે.

Page 267 of 444
PDF/HTML Page 294 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૬૭
तैसैं न करै न भुंजै अथवा करै सो भुंजै,
और करै और भुंजै सब नय प्रवांन है।
जदपि तथापि विकलप विधि त्याग जोग,
निरविकलप अनुभौ अमृत पानहै।। ४८।।
શબ્દાર્થઃ– સંવારી = સજાવી. મુક્ત માલ = મોતીઓની માળા. વિગ્યાન =
ચતુરાઈ. મગન = મસ્ત. અમૃત પાન = અમૃત પીવું તે.
અર્થઃ– જેમ કોઈ ચતુર મનુષ્યે મોતીની માળા બનાવી, માળા બનાવવામાં
અનેક પ્રકારની ચતુરાઈ કરવામાં આવી, પરંતુ પહેરનાર માળા બનાવવાની
કારીગીરી ઉપર ધ્યાન દેતો નથી, મોતીની શોભામાં મસ્ત થઈને આનંદ માને છે;
તેવી જ રીતે જોકે જીવ ન કર્તા છે, ન ભોક્તા છે, જે કર્તા છે તે જ ભોક્તા છે, કર્તા
બીજો છે, ભોક્તા બીજો છે; આ બધા નય માન્ય છે તો પણ અનુભવમાં આ બધી
વિકલ્પ-જાળ ત્યાગવા યોગ્ય છે, કેવળ નિર્વિકલ્પ અનુભવનું જ અમૃતપાન કરવાનું
છે. ૪૮.
કયા નયથી આત્મા કર્મોનો કર્તા છે અને કયા નયથી નથી. (દોહરા)
दरब करम करता अलख, यह विवहार कहाउ।
निहचै जो
जैसौ दरब, तैसौ ताकौ भाउ।। ४९।।
શબ્દાર્થઃ– દરબ કરમ (દ્રવ્યકર્મ) = જ્ઞાનાવરણીય આદિ કર્મોની ધૂળ. અલખ
= આત્મા. તાકૌ = તેનો. ભાઉ = સ્વભાવ.
અર્થઃ– દ્રવ્યકર્મનો કર્તા આત્મા છે એમ વ્યવહારનય કહે છે, પણ
નિશ્ચયનયથી તો જે દ્રવ્ય જેવું છે તેનો તેવો જ સ્વભાવ હોય છે-અર્થાત્ અચેતન
દ્રવ્ય અચેતનનો કર્તા છે અને ચેતનભાવનો કર્તા ચૈતન્ય છે. ૪૯.
_________________________________________________________________
व्यावहारिकद्रशैव केवलं कर्तृ कर्म च विभिन्नमिष्यते।
निश्चयेन यदि वस्तु चिन्त्यते कर्तृ कर्म च सदैकमिष्यते।। १८।।

Page 268 of 444
PDF/HTML Page 295 of 471
single page version

background image
૨૬૮ સમયસાર નાટક
જ્ઞાનનું જ્ઞેયાકારરૂપ પરિણમન હોય છે પણ તે જ્ઞેયરૂપ થઈ જતું નથી.
(સવૈયા એકત્રીસા)
ग्यानकौ सहज ज्ञेयाकार रूप परिणवै,
यद्यपि तथापि ग्यान ग्यानरूप कह्यौ है।
ज्ञेय ज्ञेयरूप यौं अनादिहीकी मरजाद,
काहू वस्तु काहूकौ सुभाव नहि गह्यो है।।
एतेपर कोऊ मिथ्यामती कहै ज्ञेयाकार,
प्रतिभासनसौं ग्यान असुद्ध ह्वै रह्यौ है।
याही दुरबुद्धिसौं विकल भयौ डोलत है,
समुझै न धरम यौं भरम मांहि वह्यो है।। ५०।।
શબ્દાર્થઃ– જ્ઞેયાકાર = જ્ઞેયના આકાર. જ્ઞેય = જાણવા યોગ્ય ઘટ-પટાદિ
પદાર્થ. મરજાદ (મર્યાદા) = સીમા. પ્રતિભાસના = છાયા પડવી. ભરમ = ભ્રાન્તિ.
અર્થઃ– જો કે જ્ઞાનનો સ્વભાવ જ્ઞેયાકારરૂપ પરિણમન કરવાનો છે, તો પણ
જ્ઞાન, જ્ઞાન જ રહે છે અને જ્ઞેય જ્ઞેય જ રહે છે. આ મર્યાદા અનાદિકાળથી ચાલી
આવે છે, કોઈ કોઈના સ્વભાવનું ગ્રહણ કરતું નથી. અર્થાત્ જ્ઞાન જ્ઞેય થઈ જતું
_________________________________________________________________
ननु परिणाम एव किल कर्म विनिश्चयतः
स भवति नापरस्यपरिणामिन एव भवेत्।
न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया
स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः।।
આ શ્લોક કલકત્તાની છાપેલી પરમાધ્યાત્મતરંગિણીમાં છે. પરંતુ તેની સંસ્કૃત ટીકા પ્રકાશકને
ઉપલબ્ધ થઈ નથી. કાશીના છપાયેલા પ્રથમ ગુચ્છમાં આ શ્લોક નથી. ઇડર ભંડારની પ્રાચીન
હસ્તલિખિત પ્રતિમાં પણ આ શ્લોક નથી અને એની કવિતા ય નથી.
बहिर्लुठति यद्यपि स्फुटदनन्तशक्तिः स्वयं
तथाऽप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरं।
स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते
स्वभावचलनाकुलः किमिह मोहितः क्लिश्यते।। १९।।

Page 269 of 444
PDF/HTML Page 296 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૬૯
નથી અને જ્ઞેય જ્ઞાન થઈ જતું નથી. આમ છતાં કોઈ મિથ્યામતી-વૈશેષિક આદિ કહે
છે કે જ્ઞેયાકાર પરિણમનથી જ્ઞાન અશુદ્ધ થઈ રહ્યું છે, તેથી તેઓ આ જ મૂર્ખાઈથી
વ્યાકુળ થઈ ભટકે છે-વસ્તુસ્વભાવને ન સમજતાં ભ્રમમાં ભૂલેલા છે.
વિશેષઃ– વૈશેષિકોનો એકાંત સિદ્ધાંત છે કે જગતના પદાર્થો જ્ઞાનમાં
પ્રતિબિંબિત થાય છે, તેથી જ્ઞાન અશુદ્ધ થઈ જાય છે, જ્યાં સુધી અશુદ્ધતા નહિ મટે
ત્યાં સુધી મુક્ત નહિ થાય. પરંતુ એમ નથી. જ્ઞાન સ્વચ્છ આરસી સમાન છે, તેના
ઉપર પદાર્થોની છાયા પડે છે, તેથી વ્યવહારથી કહેવું પડે છે કે અમુક રંગનો પદાર્થ
ઝળકવાથી કાચ અમુક રંગનો દેખાય છે, પણ વાસ્તવમાં છાયા પડવાથી કાચમાં કાંઈ
પરિવર્તન થતું નથી, જેમનો તેમ બની રહે છે. પ૦.
જગતના પદાર્થ પરસ્પર અવ્યાપક છે (ચોપાઈ)
सकल वस्तु जगमैं असहाई।
वस्तु वस्तुसौंमिलै न काई।।
जीव वस्तु जानै जग जेती।
सोऊ भिन्न रहै सबसेती।। ५१।।
શબ્દાર્થઃ– અસહાઈ = સ્વાધીન. જેતી = જેટલી.
અર્થઃ– નિશ્ચયનયથી જગતમાં બધા પદાર્થો સ્વાધીન છે, કોઈ કોઈની અપેક્ષા
રાખતા નથી અને ન કોઈ પદાર્થ કોઈ પદાર્થમાં મળે છે. જીવાત્મા, જગતના જેટલા
પદાર્થો છે તેમને જાણે છે પણ તે બધા તેનાથી ભિન્ન રહે છે.
ભાવાર્થઃ– વ્યવહારનયથી જગતના દ્રવ્યો એકબીજાને મળે છે, એકબીજામાં
પ્રવેશ કરે છે અને એકબીજાને અવકાશ આપે છે પણ નિશ્ચયનયથી સર્વ નિજાશ્રિત
છે, કોઈ કોઈને મળતું નથી. જીવના પૂર્ણ જ્ઞાનમાં તે બધા અને અપૂર્ણ જ્ઞાનમાં
યથાસંભવ જગતના પદાર્થો પ્રતિભાસિત થાય છે, પણ જ્ઞાન તેમને મળતું નથી અને
ન તે પદાર્થો જ્ઞાનને મળે છે. પ૧.
_________________________________________________________________
वस्तु चैकमिह नान्यवस्तुनो येन तेन खलु वस्तु वस्तु तत्।
निश्चयोऽयमपरो
परस्य कः किं करोति हि बहिर्लुठन्नपि।। २०।।

Page 270 of 444
PDF/HTML Page 297 of 471
single page version

background image
૨૭૦ સમયસાર નાટક
કર્મ કરવું અને ફળ ભોગવવું એ જીવનું નિજસ્વરૂપ નથી. (દોહરા)
करम करै फल भोगवै, जीव अग्यानीकोइ।
यह कथनी विवहारकी, वस्तु स्वरूप न होइ।। ५२।।
શબ્દાર્થઃ– કથની = ચર્ચા. વસ્તુ = પદાર્થ.
અર્થઃ– અજ્ઞાની જીવ કર્મ કરે છે અને તેનું ફળ ભોગવે છે, આ કથન
વ્યવહારનયનું છે, પદાર્થનું નિજસ્વરૂપ નથી. પ૨.
જ્ઞાન અને જ્ઞેયની ભિન્નતા (કવિત્ત)
ज्ञेयाकार ग्यानकी परिणति,
पै वह ग्यान ज्ञेय नहि होइ।
ज्ञेय रूप षट दरब भिन्न पद,
ग्यानरूप आतम पद सोइ।।
जानै भेदभाउ सु विचच्छन,
गुन लच्छन सम्यक्द्रिग जोइ।
मूरख कहै ग्यानमय आकृति,
प्रगट कलंकलखै नहि कोइ।। ५३।।
શબ્દાર્થઃ– જ્ઞાન = જાણવું. જ્ઞેય = જાણવા યોગ્ય પદાર્થ.
અર્થઃ– જ્ઞાનની પરિણતિ જ્ઞેયના આકારે થયા કરે છે, પણ જ્ઞાન જ્ઞેયરૂપ થઈ
જતું નથી, છયે દ્રવ્ય જ્ઞેય છે અને તે આત્માના નિજસ્વભાવ-જ્ઞાનથી ભિન્ન છે, જે
જ્ઞેય-જ્ઞાયકનો ભેદભાવ ગુણ-લક્ષણથી જાણે છે તે ભેદવિજ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ
_________________________________________________________________
यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः किञ्चनापि परिणामिनः स्वयम्।
व्यावहारिकद्रशैव तन्मतं नान्यदस्ति किमपीह
निश्चयात्।। २१।।
शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो
नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यान्तरं जातुचित्।
ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदयः
किं द्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्वाच्च्यवन्ते जनाः।। २२।।

Page 271 of 444
PDF/HTML Page 298 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૭૧
છે. વૈશેષિક આદિ અજ્ઞાની જ્ઞાનમાં આકારનો વિકલ્પ જોઈને કહે છે કે જ્ઞાનમાં
જ્ઞેયની આકૃતિ છે, તેથી જ્ઞાન સ્પષ્ટપણે અશુદ્ધ થઈ જાય છે. લોકો આ અશુદ્ધતાને
દેખતા નથી.
વિશેષઃ– જીવ પદાર્થ જ્ઞાયક છે, જ્ઞાન તેનો ગુણ છે, તે પોતાના જ્ઞાનગુણથી
જગતના છયે દ્રવ્યોને જાણે છે અને પોતાને પણ જાણે છે, તેથી જગતના સર્વ જીવ-
અજીવ પદાર્થ ને પોતે આત્મા જ્ઞેય છે, અને આત્મા સ્વ-પરને જાણવાથી જ્ઞાયક છે,
ભાવ એ છે આત્મા જ્ઞેય પણ છે, જ્ઞાયક પણ છે અને આત્મા સિવાય સર્વ પદાર્થો
જ્ઞેય છે. તેથી જ્યારે કોઈ જ્ઞેય પદાર્થ જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે ત્યારે જ્ઞાનની
જ્ઞેયાકાર પરિણતિ થાય છે, પણ જ્ઞાન જ્ઞાન જ રહે છે જ્ઞેય થઈ જતું નથી અને જ્ઞેય
જ્ઞેય જ રહે છે, જ્ઞાન થઈ જતું નથી, ન કોઈ કોઈમાં મળે છે. જ્ઞેયના દ્રવ્ય, ક્ષેત્ર,
કાળ, ભાવ ચતુષ્ટય જુદા રહે છે અને જ્ઞાયકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચતુષ્ટય જુદા
રહે છે પરંતુ વિવેકશૂન્ય વૈશેષિક આદિ જ્ઞાનમાં જ્ઞેયની આકૃતિ જોઈને જ્ઞાનમાં
અશુદ્ધતા ઠરાવે છે. પ૩. તેઓ કહે છે કેઃ-
જ્ઞેય અને જ્ઞાન સંબંધમાં અજ્ઞાનીઓનો હેતુ (ચોપાઈ)
निराकार जोब्रह्म कहावै।
सो साकार नाम क्यौं पावै।।
ज्ञेयाकार ग्यान जबतांई।
पूरन ब्रह्म नांहि तब तांई।। ५४।।
શબ્દાર્થઃ– નિરાકાર = આકાર રહિત. બ્રહ્મ = આત્મા, ઇશ્વર. સાકાર
=આકાર સહિત. પૂરન (પૂર્ણ) = પૂરું. તાંઈ = ત્યાં સુધી.
અર્થઃ– જે નિરાકાર બ્રહ્મ છે તે સાકાર કેવી રીતે થઈ શકે? તેથી જ્યાં સુધી
જ્ઞાન જ્ઞેયાકાર રહે છે ત્યાં સુધી પૂર્ણ બ્રહ્મ થઈ શકતું નથી. પ૪.
આ વિષયમાં અજ્ઞાનીઓને સંબોધન (ચોપાઈ)
ज्ञेयाकार ब्रह्म मल मानै।
नास करनकौ उद्दिम ठानै।

Page 272 of 444
PDF/HTML Page 299 of 471
single page version

background image
૨૭૨ સમયસાર નાટક
वस्तु सुभाव मिटै नहि क्यौंही।
तातैं खेद करैं सठ यौंही।। ५५।।
શબ્દાર્થઃ– મલ = દોષ. ઉદ્દિમ = પ્રયત્ન કયૌંહી = કોઈ પ્રકારે
અર્થઃ– વૈશેષિક આદિ બ્રહ્મની જ્ઞેયાકાર પરિણતિને દોષ માને છે અને તેને
મટાડવાનો પ્રયત્ન કરે છે, ત્યાં કોઈ પણ પ્રયત્ને વસ્તુનો સ્વભાવ મટી શકતો નથી
તેથી તે મૂર્ખ નિરર્થક જ કષ્ટ કરે છે. પપ.
વળી–(દોહરા)
मूढ़ मरम जानैं नहीं, गहै एकंत कुपक्ष।
स्यादवाद सरवंग नै, मानै दक्ष
प्रतक्ष।। ५६।।
અર્થઃ– અજ્ઞાનીઓ પદાર્થનું વાસ્તવિકપણું જાણતા નથી અને એકાંત કુટેવ
પકડે છે, સ્યાદ્વાદી પદાર્થના સર્વ અંગોના જ્ઞાતા છે અને પદાર્થના સર્વ ધર્મોને
સાક્ષાત્ માને છે.
ભાવાર્થઃ– સ્યાદ્વાદ જ્ઞાનની નિરાકાર અને સાકાર બન્ને પરિણતિને માને છે.
સાકાર તો તેથી કે જ્ઞાનની જ્ઞેયાકાર પરિણતિ થાય છે અને નિરાકાર એટલા માટે કે
જ્ઞાનમાં જ્ઞેયજનિત કોઈ વિકાર થતો નથી. પ૬.
સ્યાદ્વાદી સમ્યગ્દ્રષ્ટિની પ્રશંસા (દોહરા)
सुद्ध दरब अनुभौ करै, सुद्धद्रिष्टि घटमांहि।
तातैं समकितवंत नर, सहज उछेदक नांहि।। ५७।।
શબ્દાર્થઃ– ઘટ = હૃદય ઉછેદક = લોપ કરનાર
અર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવ શુદ્ધ દ્રવ્યનો અનુભવ કરે છે અને શુદ્ધ વસ્તુ
જાણવાથી હૃદયમાં શુદ્ધ દ્રષ્ટિ રાખે છે, તેથી તેઓ સાહજિક સ્વભાવનો લોપ કરતા
નથી; અભિપ્રાય એ છે કે જ્ઞેયાકાર થવું એ જ્ઞાનનો સહજ સ્વભાવ છે. તેથી
સમ્યગ્દ્રષ્ટિ જીવના સ્વભાવનો લોપ કરતા નથી. પ૭.

Page 273 of 444
PDF/HTML Page 300 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૭૩
જ્ઞાન જ્ઞેયમાં અવ્યાપક છે એનું દ્રષ્ટાંત
(સવૈયા એકત્રીસા)
जैसैं चंद किरनि प्रगटि भूमि सेत करै,
भूमिसी न दीसै सदा जोतिसी रहति है।
तैसैं ग्यान सकति प्रकासै हेय उपादेय,
ज्ञेयाकार दीसै पै न ज्ञेयकौं गहति है।।
सुद्ध वस्तु सुद्ध परजाइरूप परिनवै,
सत्ता परवांन माहें ढाहें न ढहति है।
सो तौ औररूप कबहूं न होइ सरवथा,
निहचै अनादि जिनवानी यौं कहतिहै।। ५८।।
શબ્દાર્થઃ– પ્રગટિ = ઉદય થઈને. ભૂમિ = ધરતી. જોતિસી = કિરણરૂપ.
પ્રકાસૈ = પ્રકાશિત કરે. સત્તા પરવાંન = પોતાના ક્ષેત્રાવગાહ પ્રમાણે. ઢાહેં =
વિચલિત કરવાથી. ન ઢહતિ હૈ = વિચલિત થતી નથી. કબહૂં = કદી પણ. સર્વથા
= બધી હાલતમાં.
અર્થઃ– જેવી રીતે ચંદ્રના કિરણો પ્રકાશિત થઈને ધરતીને સફેદ કરી નાખે છે
પણ ધરતીરૂપ થઈ જતા નથી-જ્યોતિરૂપ જ રહે છે, તેવી જ રીતે જ્ઞાનશક્તિ હેય-
ઉપાદેયરૂપ જ્ઞેય પદાર્થોને પ્રકાશિત કરે છે, પણ જ્ઞેયરૂપ થઈ જતી નથી; શુદ્ધવસ્તુ
શુદ્ધપર્યાયરૂપ પરિણમન કરે છે અને નિજસત્તાપ્રમાણ રહે છે, તે કદી પણ કોઈ પણ
હાલતમાં અન્યરૂપ થતી નથી એ વાત નિશ્ચિત છે અને અનાદિકાળની જિનવાણી
એમ કહી રહી છે. પ૮.
_________________________________________________________________
शुद्धद्रव्यस्वरसभवनात्किं स्वभावस्य शेष–
मन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्वात्स्वभावः।
ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमि–
र्ज्ञानं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्तिनैव।। २३।।