Natak Samaysar (Gujarati). Gatha: 39-61 (Nirjara Dvar),1,2,3 (Bandh Dvar); Saatma adhikaarno saar; Bandh Dvar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 10 of 24

 

Page 154 of 444
PDF/HTML Page 181 of 471
single page version

background image
૧પ૪ સમયસાર નાટક
જ્ઞાનની નિર્મળતા પર દ્રષ્ટાંત. (સવૈયા એકત્રીસા)
जैसो जो दरव तामैं तैसोई सुभाउ सधै,
कोऊ दर्व काहूकौ सुभाउ न गहतु है।
जैसैं संख उज्जल विविध वर्न माटी भखै,
माटीसौ न दीसैनित उज्जल रहतु है।।
तैसैं ग्यानवंत नाना भोग परिग्रह–जोग,
करतविलास न अग्यानता लहतु है।
ग्यानकला दूनी होइ दुंददसा सूनी होइ,
ऊनी होइ भौ–थिति बनारसी कहतु है।। ३९।।
શબ્દાર્થઃ– દર્વ (દ્રવ્ય)=પદાર્થ. ભખૈ=ખાય છે. દુંદદસા=ભ્રાન્તિ. સૂની
(શૂન્ય)=અભાવ. ઊની=ઓછી. ભૌ-થિતિ=ભવસ્થિતિ.
અર્થઃ– પં. બનારસીદાસજી કહે છે કે જે પદાર્થ જેવો હોય છે તેનો તેવો જ
સ્વભાવ હોય છે, કોઈ પદાર્થ કોઈ અન્ય પદાર્થના સ્વભાવનું ગ્રહણ કરી શકતો
નથી, જેમ કે શંખ સફેદ હોય છે અને માટી ખાય છે પણ તે માટી જેવો થઈ જતો
નથી-હંમેશા ઊજળો જ રહે છે, તેવી જ રીતે જ્ઞાનીઓ પરિગ્રહના સંયોગથી અનેક
ભોગ ભોગવે છે પણ તે અજ્ઞાની થઈ જતા નથી. તેમના જ્ઞાનના કિરણો દિવસે
દિવસે વધતાં જાય છે, ભ્રમદશા મટી જાય છે અને ભવ-સ્થિતિ ઘટી જાય છે. ૩૯.
_________________________________________________________________
याद्रक् ताद्रगिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि यः
कर्त्तुं नैष कंथचनापि हि परैरन्याद्रशः शक्यते।
अज्ञानं न कदाचनापि हि भवेज्ज्ञानं भवत्सन्ततम्
ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव।। १८।।

Page 155 of 444
PDF/HTML Page 182 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧પપ
વિષયવાસનાઓથી વિરક્ત રહેવાનો ઉપદેશ (સવૈયા એકત્રીસા)
जौलौं ग्यानकौ उदोत तौलौं नहि बंध होत,
बरतै मिथ्यात तब नाना बंधहोहि है।
ऐसौ भेद सुनिकै लग्यौ तू विषै भौगनिसौं,
जोगनिसौं उद्दमकी रीतितैं बिछोहि है।।
सुनु भैया संत तू कहै मैं समकितवंत,
यहु तौ एकंत भगवंतकौ दिरोहि है।
विषैसौं विमुख होहि अनुभौ दसा अरोहि,
मोख सुख टोहि तोहि ऐसी मति सोहि है।। ४०।।
શબ્દાર્થઃ– ઉદોત (ઉદ્યોત)=અજવાળું. જોગ=સંયમ. બિછોહિ હૈ=છોડી દીધી
છે. ઉદ્દમ=પ્રયત્ન. દિરોહિ (દ્રોહી)=વેરી (અહિત કરનાર). અરોહિ=ગ્રહણ કરીને.
ટોહિ=જોઈને. સોહિ હૈ=શોભા આપે છે.
અર્થઃ– હે ભાઈ ભવ્ય! સાંભળો. જ્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ રહે છે ત્યાં સુધી
બંધ થતો નથી અને મિથ્યાત્વના ઉદયમાં અનેક બંધ થાય છે, એવી ચર્ચા સાંભળીને
તમે વિષયભોગમાં લાગી જાવ, તથા સંયમ, ધ્યાન, ચારિત્રને છોડી દો અને પોતાને
સમ્યકત્વી કહો તો તમારું આ કહેવું એકાંત મિથ્યાત્વ છે અને આત્માનું અહિત કરે
છે. વિષયસુખથી વિરક્ત થઈને આત્મ-અનુભવ ગ્રહણ કરીને મોક્ષસુખ સન્મુખ
જુઓ એવી બુદ્ધિમત્તા તમને શોભા આપશે.
ભાવાર્થઃ– જ્ઞાનીને બંધ થતો નથી એવો એકાંતપક્ષ ગ્રહણ કરીને
વિષયસુખમાં નિરંકુશ ન થઈ જવું જોઈએ, મોક્ષસુખ સન્મુખ જોવું જોઈએ. ૪૦.
_________________________________________________________________
ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किञ्चित्तथाप्युच्यते
भुंक्षे हन्त न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः।
बन्धः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते
ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाद्ध्रुवम्।। १९।।

Page 156 of 444
PDF/HTML Page 183 of 471
single page version

background image
૧પ૬ સમયસાર નાટક
જ્ઞાની જીવ વિષયોમાં નિરંકુશ રહેતા નથી. (ચોપાઈ)
ग्यानकला जिनके घट जागी।
ते जगमांहि सहजवैरागी।
ग्यानीमगन विषैसुख मांही।
यह विपरीति संभवै नांही।। ४१।।
અર્થઃ– જેમના ચિત્તમાં સમ્યગ્જ્ઞાનનાં કિરણો પ્રકાશિત થયાં છે તેઓ
સંસારમાં સ્વભાવથી જ વીતરાગી રહે છે, જ્ઞાની થઈને વિષયસુખમાં આસક્ત હોય
એ ઊલટી રીતે અસંભવ છે. ૪૧.
જ્ઞાન અને વૈરાગ્ય એક સાથે જ હોય છે. (દોહરા)
ग्यान सकति वैराग्य बल, सिव साधैं समकाल।
ज्यौं
लोचन न्यारे रहैं, निरखैं दोउ नाल।। ४२।।
શબ્દાર્થઃ– નિરખૈં=દેખે. નાલ=એક સાથે.
અર્થઃ– જ્ઞાન અને વૈરાગ્ય એક સાથે ઊપજવાથી સમ્યગ્દ્રષ્ટિ જીવ મોક્ષમાર્ગને
સાધે છે, જેમ કે આંખ જુદી જુદી રહે છે પણ જોવાનું કામ એક સાથે કરે છે.
ભાવાર્થઃ– જેવી રીતે આંખ જુદી જુદી હોવા છતાં પણ જોવાની ક્રિયા એક
સાથે કરે છે, તેવી જ રીતે જ્ઞાન અને વૈરાગ્ય એક જ સાથે કર્મની નિર્જરા કરે છે.
જ્ઞાન વિનાનો વૈરાગ્ય અને વૈરાગ્ય વિનાનું જ્ઞાન મોક્ષમાર્ગ સાધવામાં અસમર્થ છે.
૪૨.
અજ્ઞાની જીવોની ક્રિયા બંધનું કારણ અને જ્ઞાની જીવોની ક્રિયા નિર્જરાનું કારણ છે.
(ચોપાઈ)
मूढ़ करमकौ करता होवै।
फल अभिलाष धरै फल जोवै।।
_________________________________________________________________
कर्तारं स्वफलेन यत्किल बलात्कर्मैव नो योजयेत्
कुर्वाणः फललिप्सुरेव हि फलंप्राप्नोति यत्कर्मणः।
ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा
कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः।। २०।।

Page 157 of 444
PDF/HTML Page 184 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧પ૭
ग्यानी क्रिया करै फल–सूनी।
लगै न लेप निर्जरा दूनी।। ४३।।
શબ્દાર્થઃ– જોવૈ=દેખે. સૂની (શૂન્ય)=રહિત. લેપ=બંધ.
અર્થઃ– મિથ્યાદ્રષ્ટિ જીવ ક્રિયાના ફળની (ભોગોની) અભિલાષા કરે છે અને
તેનું ફળ ચાહે છે તેથી તે કર્મબંધનો કર્તા છે. સમ્યગ્જ્ઞાની જીવોની ભોગ આદિ
શુભાશુભ ક્રિયા ઉદાસીનતાપૂવર્ક હોય છે તેથી તેમને કર્મનો બંધ થતો નથી અને
પ્રતિદિન બમણી નિર્જરા જ થાય છે.
વિશેષઃ– અહીં ‘નિર્જરા દૂની’ એ પદ કાવ્યનો પ્રાસ મેળવવાની દ્રષ્ટિથી
આપ્યું છે, સમ્યગ્દર્શન થયા પછી સમયે સમયે અસંખ્યાતગુણી નિર્જરા થાય છે. ૪૩.
જ્ઞાનીના અબંધ અને અજ્ઞાનીના બંધ પર કીડાનું દ્રષ્ટાંત (દોહરા)
बंधै करमसौं मूढ़ ज्यौं, पाट–कीट तन पेम।
खुलै करमसौं समकिती,
गोरख धंधा जेम।। ४४।।
શબ્દાર્થઃ– પાટ=રેશમ. કીટ=કીડો. પેમ =જાલ. જેમ=જેવી રીતે.
અર્થઃ– જેવી રીતે રેશમનો કીડો પોતાના શરીર ઉપર પોતે જ જાળ વીટે છે
તેવી જ રીતે મિથ્યાદ્રષ્ટિ જીવ કર્મબંધનને પ્રાપ્ત થાય છે અને જેવી રીતે ગોરખધંધા
નામનો કીડો જાળમાંથી નીકળે છે તેવી જ રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવ કર્મબંધનથી મુક્ત
થાય છે. ૪૪.
જ્ઞાની જીવ કર્મના કર્તા નથી. (સવૈયા એકત્રીસા)
जे निज पूरब कर्म उदै,
सुख भुंजत भोग उदास रहैंगे।
_________________________________________________________________
त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं
किन्त्वस्यापि कुतोऽपि किञ्चिदपि तत्कर्मावशेनापतेत्।
तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो
ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः।। २१।।

Page 158 of 444
PDF/HTML Page 185 of 471
single page version

background image
૧પ૮ સમયસાર નાટક
जे दुखमैं न विलाप करैं,
निरबैर हियैं तन ताप सहैंगे।।
है जिन्हकै दिढ़ आतम ग्यान,
क्रिया करिकैं फलकौं न चहैंगे।
ते सु विचच्छन ग्यायक हैं,
तिन्हकौं करता हम तौ न कहैंगे।। ४५।।
શબ્દાર્થઃ– ભુંજત=ભોગવતા. ઉદાસ=વિરક્ત. વિલાપ=હાયહાય કરવી.
નિરબૈર=દ્વેષરહિત. તાપ=કષ્ટ.
અર્થઃ– જે પૂર્વે બાંધેલાં પુણ્યકર્મના ઉદય-જનિત સુખ ભોગવવામાં આસક્ત
થતા નથી અને પાપકર્મના ઉદય-જનિત દુઃખ ભોગવતાં દુઃખી થતા નથી-દુઃખદેનાર
પ્રત્યે દ્વેષભાવ કરતા નથી પણ સાહસપૂર્વક શારીરિક કષ્ટ સહન કરે છે, જેમનું ભેદ-
વિજ્ઞાન અત્યંત દ્રઢ છે, જે શુભક્રિયા કરીને તેનું ફળ સ્વર્ગ આદિ ઈચ્છતા નથી, તે
વિદ્વાન સમ્યગ્જ્ઞાનીછે. તેઓ જોકે સાંસારિક સુખ ભોગવે છે તોપણ તેમને કર્મના
કર્તા તો અમે નહિ કહીએ. ૪પ.
સમ્યગ્જ્ઞાનીનો વિચાર (સવૈયા એકત્રીસા)
जिन्हकी सुद्रष्टिमैं अनिष्ट इष्ट दोऊ सम,
जिन्हकौ अचार सु विचार सुभ ध्यान है।
स्वारथकौं त्यागि जे लगे हैं परमारथकौं,
जिन्हकै बनिजमैं न नफा है न ज्यान है।।
जिन्हकी समुझिमैं सरीर ऐसौ मानियत,
धानकौसौ छीलककृपानकौसौ म्यान है।।

Page 159 of 444
PDF/HTML Page 186 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧પ૯
पारखी पदारथके साखी भ्रम भारथके,
तेई साधु तिनहीकौ जथारथ ग्यान है।। ४६।।
શબ્દાર્થઃ– બનિજ=વ્યાપાર. જ્યાન=જવું. તે=નુકસાન. છીલક=ફોતરા.
કૃપાન=તલવાર. પારખી=પરીક્ષક. ભારથ (ભારત)=લડાઈ.
અર્થઃ– જેમની જ્ઞાનદ્રષ્ટિમાં ઈષ્ટ-અનિષ્ટ બન્ને સમાન છે, જેમની પ્રવૃત્તિ
અને વિચાર શુભધ્યાનનું કારણ છે, જે લૌકિક પ્રયોજન છોડીને સત્યમાર્ગમાં ચાલે
છે, જેમના વચનનો વ્યવહાર કોઈને નુકસાનકારક અથવા કોઈને લાભકારક નથી,
જેમની સુબુદ્ધિમાં શરીરને કમોદનાં ફોતરાની જેમ અને તલવારની મ્યાનની જેમ
આત્માથી જુદું ગણવામાં આવે છે, જે જીવ-અજીવ પદાર્થોના પરીક્ષક છે, સંશય
આદિ મિથ્યાત્વની ખેંચતાણના જે માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છે તે જ સાધુ છે અને તેમને જ
સાચું જ્ઞાન છે. ૪૬.
જ્ઞાનની નિર્ભયતા (સવૈયા એકત્રીસા)
जमकौसौ भ्राता दुखदाता है असाता कर्म,
ताकै उदै मूरख न साहस गहतुहै।
सुरगनिवासी भूमिवासी औ पतालवासी,
सबहीकौ तन मन कंपितु रहतुहै।।
उरकौ उजारौ न्यारौ देखिये सपत भैसौं,
डोलत निसंक भयौ आनंद लहतु है।।
सहज सुवीर जाकौ सासतौ सरीर ऐसौ,
ग्यानी जीव आरज आचारज कहतु है।। ४७।।
શબ્દાર્થઃ– ભ્રાતા=ભાઈ. સાહસ=હિંમત. સુરગનિવાસી=દેવ. ભૂમિવાસી=
_________________________________________________________________
सम्यग्द्रष्टय एव साहसमिदं कर्तुं क्षमन्ते परं
यद्वज्रेऽपि पतत्यमी भयचलत्त्रेलोक्यमुक्ताध्वनि।
सर्वामेव निसर्गनिर्भियतया शङ्कां विहाय स्वयं
जानन्तःस्वमबध्यबोधवपुषं बोधोच्च्यवन्ते न हि।। २२।।

Page 160 of 444
PDF/HTML Page 187 of 471
single page version

background image
૧૬૦ સમયસાર નાટક
મનુષ્ય, પશુ આદિ. પતાલવાસી=વ્યંતર, ભવનવાસી, નારકી આદિ. સપત
(સપ્ત)=સાત. ભૈ(ભય)=ડર. સાસ્વત=કદી નાશ ન પામનાર. આરજ=પવિત્ર.
અર્થઃ– આચાર્ય કહે છે કે જે અત્યંત દુઃખદાયક છે, જાણે જમનો ભાઈ છે,
જેનાથી સ્વર્ગ, મધ્ય અને પાતાળ-ત્રણલોકના જીવોનાં તન-મન કાંપ્યા કરે છે, એવા
અસાતા-કર્મના ઉદયમાં અજ્ઞાની જીવ નિરાશ થઈ જાય છે. પરંતુ જ્ઞાની જીવના
હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ છે, તે આત્મબળથી બળવાન છે, તેનું જ્ઞાનરૂપી શરીર
અવિનાશી છે, તે પરમ પવિત્ર છે અને સાત ભયથી રહિત નિઃશંકપણે વર્તે છે. ૪૭.
સાત ભયનાં નામ, (દોહરા)
इहभव–भय परलोक–भय, मरन–वेदना–जात।
अनरच्छा
अनगुप्त–भय, अकस्मात–भय सात।। ४८।।
અર્થઃ– આ લોક-ભય, પરલોક-ભય, મરણ-ભય, વેદના-ભય, અરક્ષા-ભય,
અગુપ્તિ-ભય અને અકસ્માત-ભય- આ સાત ભય છે. ૪૮.
સાત ભયનું પૃથક્ પૃથક્ સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
दसधा परिग्रह–वियोग–चिंता इह भव,
दुर्गति–गमनभय परलोक मानिये।
प्राननिकौ हरन मरन–भै कहावै सोइ,
रोगादिक कष्ट यह वेदनाबखानिये।।
रच्छक हमारौ कोऊ नांही अनरच्छा–भय,
चोर–भै विचारअनगुप्त मन आनिये।
अनचिंत्यौ अबही अचानक कहाधौं होइ,
ऐसौ भय अकस्मात जगतमैं जानिये।। ४९।।
શબ્દાર્થઃ– દસધા=દસ પ્રકારનો. વિયોગ=છૂટવું તે. ચિંતા=ફિકર.
દુર્ગતિ=ખોટી ગતિ. અનગુપ્ત=ચોર.
_________________________________________________________________
૧. ગુપ્ત=શાહુકાર, અનગુપ્ત=ચોર.

Page 161 of 444
PDF/HTML Page 188 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧૬૧
અર્થઃ– ક્ષેત્ર, વાસ્તુ આદિ દસ પ્રકારના પરિગ્રહનો વિયોગ થવાની ચિંતા
કરવી તે આ લોકનો ભય છે, કુગતિમાં જન્મ થવાનો ડર લાગવો તે પરલોકભય છે,
દસ પ્રકારના પ્રાણોનો વિયોગ થઈ જવાનો ડર રહેવો તે મરણભય છે, રોગ આદિ
દુઃખ થવાનો ડર માનવો તે વેદનાભય છે, કોઈ મારો રક્ષક નથી એવી ચિંતા કરવી
તે અરક્ષાભય છે, ચોર અને દુશ્મન આવે તો કેવી રીતે બચીશું એવી ચિંતા કરી તે
અગુપ્તિભય છે. , અચાનક જ કાંઈક વિપત્તિ આવી ન પડે એવી ચિંતા કરવી તે
અકસ્માતભય છે. સંસારમાં આવા આ સાત ભય છે. ૪૯.
આ ભવ–ભય મટાડવાનો ઉપાય. (છપ્પા)
नख सिखमित परवांन, ग्यान अवगाह निरक्खत।
आतम अंग अभंग संग, पर धन इम अक्खत।।
छिनभंगुर संसारविभव, परिवार–भार जसु।
जहां उतपति तहां प्रलय, जासु संजोग विरह तसु।।
परिग्रह प्रपंच परगट परखि,
इहभव भय उपजै न चित।
ग्यानी निसंक निकलंक निज,
ग्यानरूप निरखंत नित।। ५०।।
શબ્દાર્થઃ– નખ સિખ મિત=પગથી માથા સુધી. અવગાહ=વ્યાપ્ત.
નિરકખત=દેખે છે. અકખત=જાણે છે. વિભવ=ધન, સંપત્તિ. પ્રલય=નાશ.
પ્રપંચ=જાળ. પરખિ=જોઈને.
અર્થઃ– આત્મા પગથી માથા સુધી જ્ઞાનમય છે, નિત્ય છે, શરીર આદિ પર
પદાર્થ છે, સંસારનો સર્વ વૈભવ અને કુટુંબીઓનો સમાગમ ક્ષણભંગુર છે,
_________________________________________________________________
लोकः शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मन–
श्चिल्लोकं स्वयमेव केवलमयं यं लोकयत्येककः।
लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तद्भीः कुतो
निःशङ्क सततं स सहजं ज्ञानं सदा विन्दति।। २३।।

Page 162 of 444
PDF/HTML Page 189 of 471
single page version

background image
૧૬૨ સમયસાર નાટક
જેની ઉત્પત્તિ છે તેનો નાશ છે, જેનો સંયોગ છે તેનો વિયોગ છે અને પરિગ્રહ-
સમૂહ જંજાળ સમાન છે. આ રીતે ચિંતવન કરવાથી ચિત્તમાં આ ભવનો ભય
ઊપજતો નથી. જ્ઞાનીઓ પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે તેથી
નિઃશંક રહે છે. પ૦.
પરભવ–ભય મટાડવાનો ઉપાય. (છપ્પા)
ग्यानचक्र मम लोक, जासु अवलोकमोख–सुख।
इतर लोक मम नाहिं, नाहिं जिसमाहिं दोख दुख।।
पुन्न सुगतिदातार, पाप दुरगति पद–दायक।
दोऊ खंडित खानि, मैं
अखंडित सिवनायक।।
इहविधि विचार परलोक–भय,
नहि व्यापत वरतै सुखित।
ग्यानी निसंक निकलंक निज,
ग्यानरूप निरखंत नित।। ५१।।
શબ્દાર્થઃ– જાસુ=જેને. ઇતર=બીજા. ખંડિત=નાશવંત. અખંડિત=અવિનાશી.
સિવનાયક=મોક્ષનો રાજા.
અર્થઃ– જ્ઞાનનો પિંડ આત્મા જ અમારો લોક છે, જેમાં મોક્ષનું સુખ મળે છે.
જેમાં દોષ અને દુઃખ છે એવા સ્વર્ગ આદિ અન્ય લોક મારા નથી! નથી! નથી!
સુગતિ આપનાર પુણ્ય અને દુઃખદાયક દુર્ગતિનું પદ આપનાર પાપ છે, તે બન્ને ય
નાશવંત છે અને હું અવિનાશી છું-મોક્ષપુરીનો બાદશાહ છું. એવો વિચાર કરવાથી
પરલોકનો ભય સતાવતો નથી. જ્ઞાની મનુષ્ય પોતાના આત્માને સદા નિષ્કલંક અને
જ્ઞાનરૂપ દેખે છે તેથી નિઃશંક રહે છે. પ૧.
મરણનો ભય મટાડવાનો ઉપાય. (છપ્પા)
फरस जीभ नासिका, नैन अरु श्रवन अच्छ इति।
मन वच तन बल तीन, स्वास उस्वास आउ–थिति।।

Page 163 of 444
PDF/HTML Page 190 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧૬૩
ये दस प्रान–विनास, ताहि जग मरन कहिज्जइ।
ग्यान–प्रान संजुगत, जीव तिहुं काल न छिज्जइ।।
यह चिंत करत नहि मरन भय,
नय–प्रवांन जिनवरकथित।
ग्यानी निसंक निकलंक निज,
ग्यानरूप निरखंत नित।। ५२।।
શબ્દાર્થઃ– ફરસ=સ્પર્શ. નાસિકા=નાક. નૈન=આંખ. શ્રવન=કાન. અચ્છ
(અક્ષ)=ઈન્દ્રિય. સંજુગત=સહિત. કથિત=કહેલું.
અર્થઃ– સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન-એ પાંચ ઈન્દ્રિયો; મન, વચન,
કાયા-એ ત્રણ બળ; શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય-આ દસ પ્રાણોના વિયોગને લોકમાં
લોકો મરણ કહે છે; પરંતુ આત્મા જ્ઞાનપ્રાણ સંયુક્ત છે તે ત્રણ કાળમાં કદી પણ
નાશ પામનાર નથી. આ રીતે જિનરાજના કહેલા નય-પ્રમાણ સહિત તત્ત્વસ્વરૂપનું
ચિંતવન કરવાથી મરણનો ભય ઊપજતો નથી. જ્ઞાની મનુષ્ય પોતાના આત્માને સદા
નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે તેથી નિઃશંક રહે છે.પ૨.
વેદનાનો ભય મટાડવાનો ઉપાય (છપ્પા)
वेदनवारौ जीव, जाहि वेदत सोऊ जिय।
यह वेदना अभंग, सु तौ मम अंग नांहि बिय।।
_________________________________________________________________
प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणाः किलास्यात्मनो
ज्ञानं तत्स्वयमेवशाश्वततया नोच्छिद्यते जातुचित्।
तस्यातो मरणं न किञ्चन भेवत्तद् भीः कुतो ज्ञानिनो
निःशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। २३।।
एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते
निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदाऽनाकुलैः।
नैवान्यागतवेदनैव हि भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निःशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। २४।।

Page 164 of 444
PDF/HTML Page 191 of 471
single page version

background image
૧૬૪ સમયસાર નાટક
करम वेदना दुविध, एक सुखमय दुतीय दुख।
दोऊ मोह
विकार, पुग्गलाकार बहिरमुख।।
जब यह विवेक मनमहिं धरत,
तब न वेदनामय विदित।
ग्यानी निसंक निकलंक निज,
ग्यानरूप निरखंत नित।। ५३।।
શબ્દાર્થઃ– વેદનવારૌ=જાણનાર. જાહિ=જેને. અભંગ=અખંડ. બિય=વ્યાપતી.
બહિરમુખ=બાહ્ય.
અર્થઃ– જીવ જ્ઞાની છે અને જ્ઞાન જીવનું અભંગ અંગ છે, મારા જ્ઞાનરૂપ
શરીરમાં જડ કર્મોની વેદનાનો પ્રવેશ જ થઈ શકતો નથી. બન્ને પ્રકારનો સુખ-
દુઃખરૂપ કર્મ-અનુભવ મોહનો વિકાર છે, પૌદ્ગલિક છે અને આત્માથી બાહ્ય છે. આ
પ્રકારનો વિવેક જ્યારે મનમાં આવે છે ત્યારે વેદના-જનિત ભય જણાતો નથી.
જ્ઞાની પુરુષ પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે તેથી નિઃશંક રહે
છે. પ૩.
અરક્ષાનો ભય મટાડવાનો ઉપાય (છપ્પા)
जो स्ववस्तु सत्तासरूप जगमहिं त्रिकालगत।
तासु विनास न होइ, सहज निहचै प्रवांन मत।।
सो मम आतम दरब, सरवथा नहिं सहाय धर।
तिहि कारन रच्छक न होइ, भच्छक न कोइ पर।।
_________________________________________________________________
यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थिति–
र्ज्ञानं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः।
अस्यात्राणमतो न किञ्चन भवेत्तद् भीः कुतो ज्ञानिनो
निःशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। २५।।

Page 165 of 444
PDF/HTML Page 192 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧૬પ
जब इहि प्रकार निरधार किय,
तब अनरच्छा–भय नसित।
ग्यानी निसंक निकलंक निज,
ग्यानरूप निरखंत नित।। ५४।।
શબ્દાર્થઃ– સ્વવસ્તુ=આત્મપદાર્થ. તાસુ=તેનો. રચ્છક(રક્ષક)=બચાવનાર.
ભચ્છક (ભક્ષક)=નાશ કરનાર. નિરધાર=નિશ્ચય.
અર્થઃ– સત્સ્વરૂપ આત્મવસ્તુ જગતમાં સદા નિત્ય છે, તેનો કદી નાશ થઈ
શકતો નથી, એ વાત નિશ્ચયનયથી નિશ્ચિત છે, તેથી મારો આત્મપદાર્થ કદી કોઈની
મદદની અપેક્ષા રાખતો નથી, તેથી આત્માનો ન કોઈ રક્ષક છે, ન કોઈ ભક્ષક છે.
આ રીતે જ્યારે નિશ્ચય થઈ જાય છે ત્યારે અરક્ષાભયનો અભાવ દૂર થઈ જાય છે.
જ્ઞાનીઓ પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે તેથી નિઃશંક રહે છે.
પ૪.
ચોર–ભય મટાડવાનો ઉપાય. (છપ્પા)
परम रूप परतच्छ, जासु लच्छन चिन्मंडित।
पर प्रवेश तहां नाहिं, माहिं महि अगम अखंडित।।
सो ममरूप अनूप,
अकृत, अनमित अटूट धन।
ताहि चोर किम गहै, ठौर नहि लहै और जन।।
चितवंत एम धरि ध्यान जब,
तब अगुप्त भय उपसमित।
ग्यानी निसंक निकलंक निज,
ग्यानरूप निरखंत नित।। ५५।।
_________________________________________________________________
स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न यत्
शक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः।
अस्यागुप्तिरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निःशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। २६।।

Page 166 of 444
PDF/HTML Page 193 of 471
single page version

background image
૧૬૬ સમયસાર નાટક
શબ્દાર્થઃ– પરતચ્છ (પ્રત્યક્ષ)=સાક્ષાત્. પ્રવેસ=પહોચ. મહિ=પૃથ્વી.
અકૃત=સ્વયંસિદ્ધ. અનમિત=અપાર. અટૂટ=અક્ષય. ડૌર=સ્થાન. અગુપ્ત=ચોર.
ઉપસમિત=રહેતો નથી, દૂર થાય છે.
અર્થઃ– આત્મા સાક્ષાત્ પરમાત્મારૂપ છે, જ્ઞાનલક્ષણથી વિભૂષિત છે, તેની
અગમ્ય અને નિત્ય ભૂમિમાં પરદ્રવ્યનો પ્રવેશ નથી. તેથી મારું ધન અનુપમ,
સ્વયંસિદ્ધ, અપરંપાર અને અક્ષય છે, તેને ચોર કેવી રીતે લઈ શકે? બીજા
મનુષ્યોને પહોંચવાનું તેમાં સ્થાન જ નથી. જ્યારે આવું ચિંતવન કરવામાં આવે છે
ત્યારે ચોર-ભય રહેતો નથી. જ્ઞાનીઓ પોતાના આત્માને સદા નિષ્કલંક અને
જ્ઞાનરૂપ દેખે છે તેથી નિઃશંક રહે છે. પપ.
અકસ્માત–ભય મટાડવાનો ઉપાય. (છપ્પા)
सुद्ध बुद्ध अविरुद्ध, सहज सुसमृद्ध सिद्ध सम।
अलखअनादि अनंत, अतुल अविचल सरूप मम।।
चिदविलास परगास, वीत–विलकप सुखथानक।
जहां दुविधा नहि कोइ, होइ तहां कछु न अचानक।।
जब यह विचार उपजंत तब,
अकस्मात भय नहि उदित।
ग्यानी निसंक निकलंक निज,
ग्यानरूप निरखंत नित।। ५६।।
_________________________________________________________________
૧. ઈન્દ્રિય અને મનથી અગોચર.
एकं ज्ञानमनाद्यनन्तमचलं सिद्धं किलैतत्स्वतो
यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः।
तन्नाकस्मिकमत्र किञ्चन भवेत्तद् भीः कुतो ज्ञानिनो
निःशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। २८।।

Page 167 of 444
PDF/HTML Page 194 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧૬૭
શબ્દાર્થઃ– સુદ્ધ=કર્મકલંક રહિત. બુદ્ધ=કેવળજ્ઞાની. અવિરુદ્ધ=વીતરાગ.
સમૃદ્ધ=વૈભવશાળી. અલખ=અરૂપી. અતુલ=ઉપમા રહિત. વીત-વિકલપ=નિર્વિકલ્પ.
અર્થઃ– મારો આત્મા શુદ્ધ જ્ઞાન તથા વીતરાગભાવમય છે અને સિદ્ધ
ભગવાન જેવો સમૃદ્ધિવાન છે. મારું સ્વરૂપ અરૂપી, અનાદિ, અનંત, અનુપમ, નિત્ય,
ચૈતન્યજ્યોતિ, નિર્વિકલ્પ, આનંદકંદ અને દ્વંદ્વરહિત છે. તેનામાં કોઈ આકસ્મિક ઘટના
બની શકતી નથી, જ્યારે આ જાતનો ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે અકસ્માતભય
પ્રગટ થતો નથી. જ્ઞાની મનુષ્ય પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે
છે તેથી નિઃશંક રહે છે. પ૬.
સમ્યગ્જ્ઞાની જીવોને નમસ્કાર. (છપ્પા)
जो परगुनत्यागंत,सुद्ध निज गुन गहंत धुव।
विमल ग्यान अंकूर, जासु घटमहिं प्रकास हुव।।
जो पूरबकृत कर्म,
निरजरा–धार बहावत।
जो नव बंध निरोध,मोख–मारग–मुख धावत।।
निःसंकतादि जस अष्ट गुन,
अष्ट कर्म अरि संहरत।
सो पुरुष विचच्छन तासु पद,
बानारसि वंदनकरत।। ५७।।
શબ્દાર્થઃ– ધુવ (ધ્રુવ)=નિત્ય. ધાર=પ્રવાહ. નિરોધ=રોકીને. મોખ-મારગ-
મુખ=મોક્ષમાર્ગ તરફ. ધાવત=દોડે છે. સંહરત=નષ્ટ કરે છે.
અર્થઃ– જે પરદ્રવ્યમાંથી આત્મબુદ્ધિ છોડીને નિજસ્વરૂપનું ગ્રહણ કરે છે,
જેમના હૃદયમાં નિર્મળ જ્ઞાનનો અંકુર પ્રગટ થયો છે, જે નિર્જરાના પ્રવાહમાં પૂર્વે
_________________________________________________________________
टङ्कोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः
सम्यग्द्रष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म।
तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्म्मणो नास्ति बन्धः
पूर्वेपात्तं तदनुभवतो निश्चितं निर्जरैव।। २९।।

Page 168 of 444
PDF/HTML Page 195 of 471
single page version

background image
૧૬૮ સમયસાર નાટક
કરેલાં કર્મો વહેવડાવી દે છે અને નવીન કર્મબંધનો સંવર કરીને મોક્ષમાર્ગ સન્મુખ
થયા છે, જેમના નિશંકિતાદિ ગુણો આઠ કર્મરૂપ શત્રુઓના નાશ કરે છે, તે
સમ્યગ્જ્ઞાની પુરુષ છે. તેમને પં. બનારસીદાસજી નમસ્કાર કરે છે. પ૭.
સમ્યગ્દર્શનનાં આઠ અંગોનાં નામ. (સોરઠા)
प्रथम निसंसै जानि, दुतिय अवंछित परिनमन।
तृतिय अंग अगिलानि, निर्मल दिष्टि चतुर्थ गुन।। ५८।।
पंच
अकथ परदोष, थिरीकरन छट्ठम सहज।
सत्तम वच्छल पोष, अष्टम अंग प्रभावना।। ५९।।
શબ્દાર્થઃ– નિસંસૈ (નિઃસંશય)=નિઃશંક્તિ. અવંછિત=વાંછા રહિત,
નિઃકાંક્ષિત. અગિલાનિ=ગ્લાનિ રહિત, નિર્વિચિકિત્સિત. નિર્મળ દિષ્ટિ= યથાર્થ વિવેક,
અમૂઢદ્રષ્ટિ. અકથ પરદોષ=બીજાના દોષ ન કહેવા, ઉપગૂહન. થિરીકરન=સ્થિર કરવું,
સ્થિતિકરણ. વત્સલ=વાત્સલ્ય, પ્રેમ.
અર્થઃ– નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સિત, અમૂઢદ્રષ્ટિ, ઉપગૂહન,
સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના-આ સમ્યગ્દર્શનનાં આઠ અંગ છે. પ૯.
સમ્યકત્વનાં આઠ અંગોનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
धर्ममैं संसै सुभकर्म फलकी न इच्छा,
असुभकौ देखि न गिलानि आनै चितमैं।
सांची दिष्टि राखै काहू प्रानीकौ न दोष भाखै,
चंचलता भानि थिति ठानै बोध वितमैं।।
प्यार निज रूपसौं उछाहकी तरंग उठै,
एई आठौं अंग जब जागैसमकितमैं।
ताहि समकितकौं धरै सो समकितवंत,
वहै मोख पावै जौ न आवै फिरि इतमैं।। ६०।।

Page 169 of 444
PDF/HTML Page 196 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧૬૯
શબ્દાર્થઃ– સંસૈ (સંશય) = સંદેહ. ભાનિ=નાશ કરીને. થિતિ ઠાનૈ=સ્થિર
કરે. બોધ=રત્નત્રય. તરંગ=લહેર. ઉછાહ=ઉત્સાહ. ઈતમેં=અહીં (સંસારમાં).
અર્થઃ– સ્વરૂપમાં સંદેહ ન કરવો એ નિઃશંકિત અંગ છે, શુભ ક્રિયા કરીને
તેના ફળની અભિલાષા ન કરવી એ નિઃકાંક્ષિત અંગ છે, દુઃખદાયક પદાર્થ જોઈને
ગ્લાનિ ન કરવી એ નિર્વિચિકિત્સા અંગ છે, મૂર્ખાઈ છોડીને તત્ત્વોનો યથાર્થ નિર્ણય
કરવો એ અમૂઢદ્રષ્ટિ અંગ છે, બીજાઓના દોષ પ્રગટ ન કરવા એ ઉપગૂહન અંગ
છે, ચિત્તની ચંચળતા દૂર કરીને રત્નત્રયમાં સ્થિર થવું તે સ્થિતિકરણ અંગ છે,
આત્મસ્વરૂપમાં અનુરાગ રાખવો તે વાત્સલ્ય અંગ છે, આત્માની ઉન્નતિ માટે
ઉત્સાહિત રહેવું એ પ્રભાવના અંગ છે, આ આઠ અંગોનું પ્રગટ થવું તે સમ્યકત્વ છે,
તે સમ્યકત્વને જે ધારણ કરે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. સમ્યગ્દ્રષ્ટિ જ મોક્ષ પામે છે અને
પછી આ સંસારમાં આવતો નથી.
વિશેષઃ– જેવી રીતે શરીરના આઠ અંગ* હોય છે અને તે પોતાના અંગી
અર્થાત્ શરીરથી પૃથક્ થતાં નથી અને શરીર તે અંગોથી પૃથક્ થતું નથી. તેવી જ
રીતે સમ્યગ્દર્શનનાં નિઃશંકિત આદિ આઠ અંગ હોય છે અને તે પોતાના અંગી
અર્થાત્ સમ્યગ્દર્શનથી પૃથક્ થતાં નથી અને સમ્યગ્દર્શન આઠ અંગોથી જુદું હોતું
નથી-આઠ અંગોનો સમુદાય જ સમ્યગ્દર્શન છે.૬૦.
ચૈતન્ય નટનું નાટક (સવૈયા એકત્રીસા)
पूर्व बंध नासै सो तो संगीत कला प्रकासै,
नव बंध रुंधि ताल तोरत उछरिकै।
निसंकित आदि अष्ट अंग संग सखा जोरि,
समता अलाप चारी करै सुर भरिकै।।
_________________________________________________________________
* સિર નિતંબ ઉર પીઠ કર, જુગલ જુગલ પદ ટેક; આઠ અંગ યે તન વિષૈં, ઔર ઉપંગ અનેક.
रुन्धन् बन्धं नवमिति निजैः सङ्गतोऽष्टाभिरङ्गैः
प्राग्बद्धं तु क्षयमुपनयन् निर्जरोजृम्भणेन।
सम्यग्द्रष्टिः स्वयमतिरसादादिमध्यान्तमुक्तं
ज्ञानं भूत्वा नटति गगनाभोगरङ्गं विगाह्य।। ३०।।

Page 170 of 444
PDF/HTML Page 197 of 471
single page version

background image
૧૭૦ સમયસાર નાટક
निरजरा नाद गाजै ध्यान मिरदंग बाजै,
छक्यौ महानंदमैं समाधि रीझि करिकै।
सत्ता रंगभूमिमैं मुक्त भयौ तिहूं काल,
नाचै सुद्धदिष्टि नट ग्यान स्वांग धरिकै।। ६१।।
શબ્દાર્થઃ– સંગીત=ગાયન. સખા= સાથી. નાદ=ધ્વનિ. છકયૌ=લીન થયો.
મહાનંદ=મહાન હર્ષ. રંગભૂમિ=નાટયશાળા.
અર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ રૂપી નટ, જ્ઞાનનો સ્વાંગ ધારણ કરીને સત્તારૂપ
રંગભૂમિમાં મોક્ષ થવાને માટે સદા નૃત્ય કરે છે; પૂર્વબંધનો નાશ તેની ગાયનવિદ્યા
છે, નવીન બંધનો સંવર જાણે કે તેના તાલની મેળવણી છે, નિઃશંકિત આદિ આઠ
અંગ તેના સહચારી છે, સમતાનો આલાપ સ્વરોનું ઉચ્ચારણ છે, નિર્જરાની ધ્વનિ
થઈ રહી છે, ધ્યાનનું મૃદંગ વાગે છે, સમાધિરૂપ ગાયનમાં લીન થઈને ખૂબ
આનંદમાં મસ્ત છે. ૬૧.
સાતમા અધિકારનો સાર
સંસારી જીવ અનાદિકાળથી પોતાનું સ્વરૂપ ભૂલેલા છે, એ કારણે પ્રથમ તો
તેમને આત્મહિત કરવાની ભાવના જ થતી નથી, જો કોઈવાર આ વિષયમાં પ્રયત્ન
પણ કરે છે તો સત્યમાર્ગ નહિ મળવાથી ઘણું કરીને વ્યવહારમાં લીન થઈને સંસારને
જ વધારે છે અને અનંત કર્મોનો બંધ કરે છે પરંતુ સમ્યગ્જ્ઞાનરૂપી ખીલાનો સહારો
મળતાં ગૃહસ્થ માર્ગ અને પરિગ્રહ-સંગ્રહની ઉપાધિ હોવા છતાં પણ જીવ સંસારની
ચક્કીમાં પીસાતો નથી અને બીજાઓને જગતની જાળમાંથી છૂટવાનો રસ્તો બતાવે
છે. તેથી મુક્તિનો ઉપાય જ્ઞાન છે, બાહ્ય આડંબર નથી. અને જ્ઞાન વિના બધી ક્રિયા
ભાર જ છે, કર્મનો બંધ અજ્ઞાનની દશામાં જ થાય છે. જેવી રીતે રેશમનો કીડો
પોતાની જાતે જ પોતાની ઉપર જાળ વીંટે છે તેવી જ રીતે અજ્ઞાની પોતાની જાતે જ
શરીર આદિમાં અહંબુદ્ધિ કરીને પોતાની ઉપર અનંત કર્મોનો બંધ કરે છે, પણ
જ્ઞાનીઓ સંપત્તિમાં હર્ષ કરતા નથી, વિપત્તિમાં વિષાદ કરતા નથી, સંપત્તિ અને
વિપત્તિને કર્મજનિત જાણે છે તેથી તેમને સંસારમાં ન કોઈ પદાર્થ સંપત્તિ છે ન કોઈ
પદાર્થ વિપત્તિ છે, તેઓ તો જ્ઞાન- વૈરાગ્યમાં મસ્ત રહે છે. તેમને માટે

Page 171 of 444
PDF/HTML Page 198 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧૭૧
સંસારમાં પોતાના આત્મા સિવાય બીજો કોઈ પણ પદાર્થ એવો નથી કે જેના પર તે
રાગ કરે અને સંસારમાં કોઇ એવો પદાર્થ નથી જેના ઉપર તે દ્વેષ કરે. તેમની ક્રિયા
ફળની ઈચ્છારહિત હોય છે તેનાથી તેમને કર્મબંધ થતો નથી, ક્ષણેક્ષણે
અસંખ્યાતગુણી નિર્જરા થાય છે. તેમને શુભ-અશુભ, ઇષ્ટ-અનિષ્ટ, બન્ને એક
સરખા છે અથવા સંસારમાં તેમને કોઈ પદાર્થ ન તો ઇષ્ટ છે કે ન અનિષ્ટ છે. તો
પછી રાગ-દ્વેષ કોના ઉપર કરે? કઈ ચીજના સંયોગ-વિયોગમાં લાભ-હાનિ ગણે?
તેથી વિવેકી જીવ લોકોની નજરમાં ચાહે ધનવાન હોય કે નિર્ધન હોય, તેઓ તો
આનંદમાં જ રહે છે. જ્યારે તેમણે પદાર્થનું સ્વરૂપ સમજી લીધું અને પોતાના
આત્માને નિત્ય અને નિરાબાધ જાણી લીધો તો તેમના ચિત્તમાં સાત પ્રકારનો ભય
ઊપજતો નથી અને તેમને અષ્ટાંગ સમ્યગ્દર્શન નિર્મળ હોય છે, જેથી અનંત કર્મોની
નિર્જરા થાય છે.

Page 172 of 444
PDF/HTML Page 199 of 471
single page version

background image

બંધ દ્વાર
(૮)
પ્રતિજ્ઞા (દોહરા)
कही निरजराकी कथा, सिवपथ साधनहार।
अब कछू बंध प्रबंधकौ,
कहूँ अलप विस्तार।। १।।
શબ્દાર્થઃ– સિવપથ=મોક્ષમાર્ગ. અલપ = થોડા.
અર્થઃ– મોક્ષમાર્ગની સિદ્ધિ કરનાર નિર્જરા તત્ત્વનું કથન કર્યું, હવે બંધનું
વ્યાખ્યાન કાંઈક વિસ્તાર કરીને કહું છું. ૧.
મંગળાચરણ (સવૈયા એકત્રીસા)
मोह मद पाइ जिनि संसारी विकल कीनें,
याहीतैं अजानुबाहुबिरद बिहतु है।
ऐसौ बंध–वीर विकराल महा जाल सम,
ग्यान मंद करै चंद राहू ज्यौं गहतु है।।
ताकौ बल भंजिवेकौं घटमैं प्रगट भयौ,
उद्धत उदार जाकौ उद्दिम महतुहै।
सो है समकित सूर आनंद–अंकूर ताहि,
निरखि बनारसीनमो नमो कहतु है।। २।।
શબ્દાર્થઃ– પાઈ = પિવડાવીને. વિકલ = દુઃખી. બિરદ = નામના.
અજાનુબાહુ (આજાનુબાહુ)= ઘુંટણ સુધી પહોંચે તેવા લાંબા હાથવાળા. ભંજિવેકૌં =
નષ્ટ કરવાને માટે. ઉદ્ધત = બળવાન. ઉદાર = મહાન. નમો નમો (નમઃ નમઃ)
નમસ્કાર નમસ્કાર.
_________________________________________________________________
रागोद्गारमहारसेन सकलं कृत्वा प्रमत्तं जगत्
क्रीडन्त्तं रसभावनिर्भरमहानाटयेनबन्धं धुनत्।
आनन्दामृतनित्यभोजि सहजावस्थां स्फुटन्नाटयद्
धीरोदारमनाकुलं निरुपधि ज्ञानं समुन्मज्जति।। १।।

Page 173 of 444
PDF/HTML Page 200 of 471
single page version

background image
બંધ દ્વાર ૧૭૩
અર્થઃ– જેણે મોહનો દારૂ પાઈને સંસારી જીવોને વ્યાકુળ કરી નાખ્યાં છે, જેના
હાથ ઘુંટણ સુધી લાંબા છે એવી સંસારમાં પ્રસિદ્ધિ છે, જે મહા જાળ સમાન છે અને
જે જ્ઞાનરૂપી ચંદ્રમાને તેજરહિત કરવા માટે રાહુ સમાન છે એવા બંધરૂપ ભયંકર
યોદ્ધાનું બળ નષ્ટ કરવાને માટે જે હૃદયમાં ઉત્પન્ન થયો છે, જે બહુ બળવાન, મહાન
અને પુરુષાર્થી છેઃ એવા આનંદમય સમ્યકત્વરૂપી યોદ્ધાને પંડિત બનારસીદાસજી
વારંવાર નમસ્કાર કરે છે. ૨.
જ્ઞાનચેતના અને કર્મચેતનાનું વર્ણન (સવૈયા એકત્રીસા)
जहां परमातम कलाकौ परकास तहां,
धरम धरामैंसत्य सूरजकी धूप है।
जहां सुभ असुभ करमकौ गढ़ास तहां,
मोहके बिलासमैं महा अंधेर कूप है।
फैली फिरै घटासी छटासी घन–घटा बीचि,
चेतनकी चेतना दुहूंधा गुपचूपहै।
बुद्धिसौं न गही जाइ बैनसौं न कही जाइ,
पानीकी तरंग जैसैं पानीमैं गुडूप है।। ३।।
શબ્દાર્થઃ– ધરા=ભૂમિ. ગઢાસ = ગાઢપણું. છટા = વીજળી. ઘન= વાદળું.
દુહૂંધા = બન્ને તરફ, બન્ને અવસ્થાઓમાં. બૈન= વચન. ગુડૂપ= ડૂબી.
અર્થઃ– જ્યાં આત્મામાં જ્ઞાનની જ્યોતિ પ્રકાશિત છે ત્યાં ધર્મરૂપી ધરતી પર
સત્યરૂપ સૂર્યનું અજવાળું છે અને જ્યાં શુભ-અશુભ કર્મોની સઘનતા છે ત્યાં મોહના
ફેલાવાનો ઘોર અંધકારમય કૂવો જ છે. આ રીતે જીવની ચેતના બન્ને અવસ્થાઓમાં
ગુપચૂપ થઈને શરીર રૂપી વાદળાની ઘટામાં વીજળીની જેમ ફેલાઈ રહી છે. તે
બુદ્ધિગ્રાહ્ય નથી અને ન વચનગોચર છે, તે તો પાણીનાં તરંગની જેમ પાણીમાં જ
સમાઈ જાય છે. ૩.