Natak Samaysar (Gujarati). Gatha: 37,38,39,40,41,42,43,44,45,46,47,48,49,50,51,52,53 (Moksha Dvar),1,2,3,4,5,6,7 (Sarva Vishuddhi Dvar),8 (Sarva Vishuddhi Dvar),9,10,11,12,13 (Sarva Vishuddhi Dvar),14,15,16,17,18,19,20,21,22,23,24,25 ; Nuvma adhikaarno saar; Sarva Vishuddhi Dvar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 14 of 24

 

Page 234 of 444
PDF/HTML Page 261 of 471
single page version

background image
૨૩૪ સમયસાર નાટક
અર્થઃ– ગ્રંથકાર કહે છે કે આ રીતે પદાર્થનું જેવું સ્વરૂપ જિન-રાજે કહ્યું છે
તેવું અમે વર્ણવ્યું. જે મુનિરાજ પ્રમાદદશામાં રહે છે, તેમને શુભ ક્રિયાનું અવલંબન
લેવું જ પડે છે. ૩૬.
जहां प्रमाद दसा नहि व्यापै।
तहां अवलंब आपनौ आपै।।
ता कारन प्रमाद उतपाती।
प्रगट मोख मारगकौ घाती।। ३७।।
શબ્દાર્થઃ– અવલંબ = આધાર.
અર્થઃ– જ્યાં શુભ-અશુભ પ્રવૃત્તિરૂપ પ્રમાદ નથી રહેતો, ત્યાં પોતાને પોતાનું
જ અવલંબન અર્થાત્ શુદ્ધોપયોગ હોય છે, તેથી સ્પષ્ટ છે કે પ્રમાદની ઉત્પત્તિ
મોક્ષમાર્ગમાં બાધક છે. ૩૭.
जे प्रमाद संजुगत गुसांई।
उठहिं गिरहिं गिंदुककी नांई।।
जे प्रमाद तजि उद्धत हौंहीं।
तिनकौं मोख निकट द्रिग सौंही।। ३८।।
શબ્દાર્થઃ– ગુસાંઈ = સાધુ. ગિંદુક = દડો. નાંઈ = જેમ. દ્રિગ = આંખ.
અર્થઃ– જે મુનિ પ્રમાદ સહિત હોય છે તેઓ દડાની પેઠે નીચેથી ઉપર ચડે છે
અને પાછા નીચે પડે છે અને જે પ્રમાદ છોડીને સ્વરૂપમાં સાવધાન હોય છે, તેમની
દ્રષ્ટિમાં મોક્ષ બિલકુલ પાસે જ દેખાય છે.
વિશેષઃ– સાધુદશામાં છઠ્ઠું ગુણસ્થાનક પ્રમત્ત મુનિનું છે, તે છઠ્ઠામાંથી
સાતમામાં અને સાતમામાંથી છઠ્ઠામાં અસંખ્યાત વાર ચડે-ઉતરે છે. ૩૮.
घटमैं है प्रमाद जब तांई।
पराधीन प्रानी तब तांई।।
जब प्रमादकी प्रभुता नासै।
तब प्रधान अनुभौ परगासै।। ३९।।

Page 235 of 444
PDF/HTML Page 262 of 471
single page version

background image
મોક્ષ દ્વાર ૨૩પ
શબ્દાર્થઃ– જબ તાંઇ = જ્યાં સુધી. તબ તાંઇ = ત્યાં સુધી. પ્રભુતા = બળ.
નાસૈ (નાશૈ) = નષ્ટ થાય પ્રધાન = મુખ્ય. પરગાસૈ (પ્રકાશૈ) = પ્રગટ થાય.
અર્થઃ– જ્યાં સુધી હૃદયમાં પ્રમાદ રહે છે ત્યાં સુધી જીવ પરાધીન રહે છે
અને જ્યારે પ્રમાદની શક્તિ નષ્ટ થઈ જાય છે ત્યારે શુદ્ધ અનુભવનો ઉદય થાય છે.
૩૯.
વળી–(દોહરા)
ता कारन जगपंथ इत, उत सिव मारग जोर।
परमादी जगकौं धुकै, अपरमादि
सिव ओर।। ४०।।
શબ્દાર્થઃ– જગપંથ = સંસારભ્રમણનો ઉપાય. ઇત = અહીં. ઉત = ત્યાં.
સિવમારગ (શિવમાર્ગ) = મોક્ષનો ઉપાય. ધુકૈ = દેખે. અપરમાદિ (અપ્રમાદી) =
પ્રમાદ રહિત.
અર્થઃ– તેથી પ્રમાદ સંસારનું કારણ છે અને અનુભવ મોક્ષનું કારણ છે.
પ્રમાદી જીવ સંસાર તરફ દેખે છે અને અપ્રમાદી જીવ મોક્ષ તરફ દેખે છે. ૪૦.
जे परमादी आलसी, जिन्हकैं विकलप भूरि।
होइ सिथल अनुभौविषै, तिन्हकौं सिवपथ दूरि।। ४१।।
શબ્દાર્થઃ– આલસી = નિરુદ્યમી. વિકલપ (વિકલ્પ) = રાગ-દ્વેષની લહેરો.
ભૂરિ = ઘણી. સિથલ (શિથિલ) = અસમર્થ. સિવપથ = સ્વરૂપાચરણ.
અર્થઃ– જે જીવ પ્રમાદી અને આળસુ છે, જેમના ચિત્તમાં અનેક વિકલ્પો થાય
છે અને જે આત્મ-અનુભવમાં શિથિલ છે, તેમનાથી સ્વરૂપાચરણ દૂર જ રહે છે.
૪૧.
जे परमादी आलसी, ते अभिमानी जीव।
जे अविकलपी अनुभवी, ते समरसी सदीव।। ४२।।
_________________________________________________________________
प्रमादकलितः कथं भवति शुद्धभावोऽलसः
कषायभरगौरवादलसत्ता प्रमादो यतः।
अतः स्वरसनिर्भरे नियमितः स्वभावे भवन्
मुनिः परमशुद्धतां व्रजति मुच्यते वाऽचिरात्।। ११।।

Page 236 of 444
PDF/HTML Page 263 of 471
single page version

background image
૨૩૬ સમયસાર નાટક
શબ્દાર્થઃ– અભિમાની = અહંકાર સહિત. અવિકલપી (અવિકલ્પી) = રાગ-
દ્વેષ રહિત.
અર્થઃ– જે જીવ પ્રમાદ સહિત અને અનુભવમાં શિથિલ છે, તેઓ શરીર
આદિમાં અહંબુદ્ધિ કરે છે અને જે નિર્વિકલ્પ અનુભવમાં રહે છે તેમના ચિત્તમાં સદા
સમતા-રસ રહે છે.૪૨.
जे अविकलपी अनुभवी, सुद्ध चेतना युक्त।
ते मुनिवर लघुकालमैं, हौंहि करमसौं मुक्त।। ४३।।
શબ્દાર્થઃ– સુદ્ધ ચેતના = શુદ્ધ જ્ઞાન-દર્શન.
અર્થઃ– જે મુનિરાજ વિકલ્પ રહિત છે. અનુભવ અને શુદ્ધ જ્ઞાન-દર્શન સહિત
છે, તેઓ થોડા જ સમયમાં કર્મરહિત થાય છે અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરે છે. ૪૩.
જ્ઞાનમાં સર્વ જીવ એકસરખા ભાસે છે. (કવિત્ત)
जैसैं पुरुष लखै परवत चढ़ि,
भूचर–पुरुष ताहि लघु लग्गै।
भूचर–पुरुष लखै ताकौं लघु,
उतरि मिलैं दुहुकौ भ्रम भग्गै।।
तैसैं अभिमानी उन्नत लग,
और जीवकौ लघुपद दग्गै।
अभिमानीकौं कहैं तुच्छ सब,
ग्यानजगै समता रस जग्गै।। ४४।।
શબ્દાર્થઃ– ભૂચર = ધરતી પર રહેનાર. લઘુ = નાનો. ઉન્નત લગ = ઊંચું
મસ્તક રાખનાર.
અર્થઃ– જેવી રીતે પર્વત ઉપર ચડેલા મનુષ્યને નીચેનો મનુષ્ય નાનો દેખાય
છે અને નીચેના મનુષ્યને પર્વત ઉપર ચડેલો મનુષ્ય નાનો દેખાય છે, પણ જ્યારે તે
નીચે આવે છે ત્યારે બન્નેનો ભ્રમ દૂર થઈ જાય છે અને વિષમતા મટી જાય છે,
તેવી જ રીતે ઊંચું મસ્તક રાખનાર અભિમાની મનુષ્યને બધા મનુષ્યો તુચ્છ

Page 237 of 444
PDF/HTML Page 264 of 471
single page version

background image
મોક્ષ દ્વાર ૨૩૭
દેખાય છે અને બધાને તે અભિમાની તુચ્છ દેખાય છે, પરંતુ જ્યારે જ્ઞાનનો ઉદય
થાય છે ત્યારે માન-કષાય ગળી જવાથી સમતા પ્રગટ થાય છે. જ્ઞાનમાં કોઈ નાનું-
મોટું દેખાતું નથી, સર્વ જીવો એકસરખા ભાસે છે. ૪૪.
અભિમાની જીવોની દશા (સવૈયા એકત્રીસા)
करमके भारी समुझैं न गुनकौ मरम,
परम अनीति अधरम रीति गहे हैं।
हौहिं न नरम चित्त गरम घरमहूतैं,
चरमकी द्रिष्टिसौं भरम भूलि रहे हैं।।
आसन न खोलैं मुख वचन न बोलैं,
सिर नाये हू न डोलैं मानौं पाथरके चहे हैं।
देखनेके हाऊ भव पंथके बढ़ाऊ ऐसे,
मायाके खटाऊ अभिमानी जीव कहे हैं।। ४५।।
શબ્દાર્થઃ– કરમકે ભારી = અત્યંત કર્મબંધન વાળા. મરમ = રહસ્ય. અધરમ
(અધર્મ) = પાપ. નરમ = કોમળ. ધરમ = તડકો. ચરમ દ્રિષ્ટિ (ચર્મદ્રષ્ટિ) =
ઇન્દ્રિયજનિત જ્ઞાન. ચહે (ચય) = જડેલા. હાઉ = ભયંકર. બઢાઉ = વધારનાર.
ખટાઉ = મજબૂત.
અર્થઃ– જેમણે કર્મોના તીવ્ર બંધ બાંધ્યા છે, જેઓ ગુણોનું રહસ્ય જાણતા
નથી, અત્યંત અયોગ્ય અને પાપમય માર્ગનું ગ્રહણ કરે છે, કોમળ ચિત્તવાળા હોતા
નથી, તડકાથી પણ અધિક ગરમ રહે છે અને ઇન્દ્રિય-જ્ઞાનમાં જ ભૂલી રહ્યા
છે,
દેખાડવા માટે એક આસને બેસી રહે છે અથવા ઊભા રહે છે, મૌન રહે છે, મહંત
સમજીને કોઈ નમસ્કાર કરે તો ઉત્તરમાં અંગ પણ હલાવતા નથી જાણે પત્થર જ
ખોડયો હોય, દેખવામાં ભયંકર છે, સંસારમાર્ગને વધારનાર છે, માયાચારમાં પાકા
છે, એવા અભિમાની જીવ હોય છે. ૪પ.
_________________________________________________________________
૧. દોષને જ ગુણ સમજી જાય છે.
૨. આત્મજ્ઞાન થતું નથી.

Page 238 of 444
PDF/HTML Page 265 of 471
single page version

background image
૨૩૮ સમયસાર નાટક
જ્ઞાની જીવોની દશા (સવૈયા એકત્રીસા)
धीरके धरैया भव नीरके तरैया भय,
भीरकै हरैया बरबीरज्यौं उमहे हैं।
मारके मरैया सुविचारके करैया सुख,
ढारके ढरैयागुन लौसाैं लहलहे हैं।।
रूपके रिझैया सब नैके समझैया सब, –
हीके लघु भैया सबके कुबोलसहे हैं।
बामके बमैय दुख दामके दमैया ऐसे,
रामके रमैया नर ग्यानी जीव कहे हैं।। ४६।।
શબ્દાર્થઃ– ભવનીર = સંસાર-સમુદ્ર. ભીર = સમૂહ. બરબીર = મહાન
યોદ્ધો. ઉમહે = ઉમંગ સહિત-ઉત્સાહિત. માર = કામની વાસના. લહલહે =
લીલાછમ. રૂપકે રિઝૈયા = આત્મસ્વરૂપની રુચિવાળા. લઘુ ભૈયા = નાના બનીને
નમ્રતાપૂર્વક ચાલનાર. કુબોલ = કઠોર વચન. બામ = વક્રતા. દુખ દામકે દમૈયા =
દુઃખોની પરંપરાનો નાશ કરનાર. રામકે રમૈયા = આત્મસ્વરૂપમાં સ્થિર થનાર.
અર્થઃ– જે ધૈર્ય ધારણ કરનાર છે, સંસાર-સમુદ્રને તરનાર છે, સર્વ પ્રકારના
ભયોનો નાશ કરનાર છે, મહાયોદ્ધા સમાન ધર્મમાં ઉત્સાહી રહે છે, વિષય-
વાસનાઓને બાળી નાખે છે, આત્મહિતનું ચિંતવન કર્યા કરે છે, સુખ-શાંતિની ચાલ
ચાલે છે, સદ્ગુણોના પ્રકાશથી ઝગમગે છે, આત્મસ્વરૂપમાં રુચિ રાખે છે, બધા
નયોનું રહસ્ય જાણે છે, એવા ક્ષમા શીલ છે કે બધાના નાના ભાઈ બનીને રહે છે
અથવા તેમની સારી-નરસી વાતો સહન કરે છે, હૃદયની કુટિલતા છોડીને સરળ
ચિત્તવાળા થયા છે, દુઃખ-સંતાપના માર્ગે ચાલતા નથી, આત્મસ્વરૂપમાં વિશ્રામ કર્યા
કરે છે, એવા મહાનુભાવ જ્ઞાની કહેવાય છે. ૪૬.

Page 239 of 444
PDF/HTML Page 266 of 471
single page version

background image
મોક્ષ દ્વાર ૨૩૯
સમ્યક્ત્વી જીવોનો મહિમા (ચોપાઈ)
जे समकिती जीव समचेती।
तिनकी कथा कहौं तुमसेती।।
जहां प्रमाद क्रिया नहि कोई।
निरविकलप अनुभौ पद सोई।। ४७।।
परिग्रह त्याग जोग थिरतीनौं।
करम बंध नहि होय नवीनौं।।
जहां न राग दोष रस मोहै।
प्रगट मोख मारग मुखसोहै।। ४८।।
पूरव बंध उदय नहि व्यापै।
जहां न भेद पुन्न अरु पापै।।
दरव भाव गुन निरमल धारा।
बोध विधान विविधविस्तारा।। ४९।।
जिन्हकी सहज अवस्था ऐसी।
तिन्हकै हिरदै दुविधा कैसी।।
जे मुनि छपकश्रेणि चढ़ि धाये।
ते केवलि भगवान कहाये।। ५०।।
શબ્દાર્થઃ– સમચેતી = સમતા ભાવવાળા. કથા = વાર્તા. તુમસેતી =
તમારાથી. પ્રમાદક્રિયા = શુભાચાર. જોગ થિર તીનોં = મન-વચન-કાયાના યોગોનો
નિગ્રહ. નવીનૌં = નવો. પુન્ન (પુણ્ય) = શુભોપયોગ. દ્રવ્યભાવ = બાહ્ય અને
અંતરંગ. બોધિ = રત્નત્રય. છપકશ્રેણી = મોહકર્મનો નાશ કરવાની સીડી. ધાયે =
ચડે.
_________________________________________________________________
त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं
स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः।
बन्धध्वंसमुपेत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्छल–
च्चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते।। १२।।

Page 240 of 444
PDF/HTML Page 267 of 471
single page version

background image
૨૪૦ સમયસાર નાટક
અર્થઃ– હે ભવ્ય જીવો! સમતા સ્વભાવના ધારક સમ્યગ્દ્રષ્ટિ જીવોની દશા
તમને કહું છું, જ્યાં શુભાચારની પ્રવૃત્તિ નથી ત્યાં નિર્વિકલ્પ અનુભવપદ રહે છે.
૪૭. જે સર્વ પરિગ્રહ છોડીને મન-વચન-કાયાના ત્રણે યોગોનો નિગ્રહ કરીને બંધ-
પરંપરાનો સંવર કરે છે, જેમને રાગ-દ્વેષ-મોહ રહેતા નથી તેઓ સાક્ષાત્
મોક્ષમાર્ગની સન્મુખ રહે છે. ૪૮. જે પૂર્વબંધના ઉદયમાં મમત્વ કરતા નથી, પુણ્ય-
પાપને એકસરખા જાણે છે, અંતરંગ અને બાહ્યમાં નિર્વિકાર રહે છે.
જેમના
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણ ઉન્નતિ પર છે. ૪૯. આવી જેમની સ્વાભાવિક દશા
છે, તેમને આત્મસ્વરૂપની દુવિધા કેવી રીતે હોઈ શકે? તે મુનિઓ ક્ષપકશ્રેણી ઉપર
ચડે છે અને કેવળી ભગવાન બને છે. પ૦.
સમ્યગ્દ્રષ્ટિ જીવોને વંદન. (દોહરા)
इहि विधि जे पूरन भये, अष्टकरम बन दाहि।
तिन्हकी महिमा जो लखै, नमै बनारसि ताहि।। ५१।।
શબ્દાર્થઃ– પૂરન ભયે = પરિપૂર્ણ ઉન્નતિને પ્રાપ્ત થયા. દાહિ = બાળીને.
લખૈ = જાણે.
અર્થઃ– જે આ રીતે આઠ કર્મનું વન બાળીને પરિપૂર્ણ થયા છે, તેમનો
મહિમા જે જાણે છે તેને પંડિત બનારસીદાસજી નમસ્કાર કરે છે. પ૧.
મોક્ષપ્રાપ્તિનો ક્રમ (છપ્પા છંદ)
भयौ सुद्ध अंकूर, गयौ मिथ्यात मूर नसि।
क्रम क्रम होत उदोत,
सहज जिम सुकल पक्ष ससि।।
_________________________________________________________________
૧. દેખાવમાં નેત્રોની લાલાશ અથવા ચહેરાની વક્રતા રહિત શરીરની મુદ્રા રહે છે અને અંતરંગમાં
ક્રોધાદિ વિકાર હોતા નથી.
बन्धच्छेदात्कलयदतुलं मोक्षमक्षप्यमेत–
न्नित्योद्योतस्फुटितसहजावस्थमेकान्तशुद्धम्।
एकाकारस्वरसभरतोऽत्यन्तगम्भीरधीरं
पूर्णं ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि।। १३।।
इति मोक्षो निष्क्रान्तः।। ९।।

Page 241 of 444
PDF/HTML Page 268 of 471
single page version

background image
મોક્ષ દ્વાર ૨૪૧
केवल रूप प्रकासि,
भासि सुख रासि धरम धुव।
करि पूरन थिति आऊ,
त्यागि गत लाभ परम हुव।।
इह विधि अनन्य प्रभुता धरत,
प्रगटि बूंदि सागर थयौ।
अविचल अखंड अनुभय अखय,
जीव दरव जग मंहि जयौ।। ५२।।
શબ્દાર્થઃ– અંકૂર (અંકુર) = છોડ. મૂર (મૂલ) = મૂળમાંથી. સુકલ પક્ષ
સસિ (શુકલ પક્ષ શશિ) = અજવાળિયાનો ચંદ્ર. અનન્ય = જેના સમાન બીજું ન
હોય તે-સર્વશ્રેષ્ઠ.
અર્થઃ– શુદ્ધતાનો અંકુર પ્રગટ થયો, મિથ્યાત્વ મૂળમાંથી દૂર થયું, શુકલ
પક્ષના ચંદ્રમા સમાન ક્રમેક્રમે જ્ઞાનનો ઉદય વધ્યો, કેવળજ્ઞાનનો પ્રકાશ થયો,
આત્માનો નિત્ય અને પૂર્ણ આનંદમય સ્વભાવ ભાસવા લાગ્યો, મનુષ્યના આયુષ્ય
અને કર્મની સ્થિતિ પૂરી થઈ, મનુષ્ય ગતિનો અભાવ થયો અને પૂર્ણ પરમાત્મા
બન્યા. આ રીતે સર્વશ્રેષ્ઠ મહિમા પ્રાપ્ત કરીને પાણીના ટીપામાંથી સમુદ્ર થવા સમાન
અવિચળ, અખંડ, નિર્ભય અને અક્ષય જીવ પદાર્થ, સંસારમાં જયવંત થયો. પર.
આઠ કર્મો નાશ પામવાથી આઠ ગુણોનું પ્રગટ થવું.
(સવૈયા એકત્રીસા)
ग्यानावरनीकै गयैं जानियै जु है सु सब,
दर्सनावरनकै गयैतैं सब देखियै।
वेदनी करमके गयैतैं निराबाध सुख,
मोहनीके गयैं सुद्ध चारित विसेखियै।।

Page 242 of 444
PDF/HTML Page 269 of 471
single page version

background image
૨૪૨ સમયસાર નાટક
आउकर्म गयैं अवगाहना अटल होइ,
नामकर्म गयैतैं अमूरतीक पेखियै।
अगुरु अलघुरूप होत गोत्रकर्म गयैं,
अंतराय गयैतैं अनंत बल लेखियै।। ५३।।
શબ્દાર્થઃ– નિરાબાધ રસ = શાતા-અશાતાના ક્ષોભનો અભાવ. અટલ
અવગાહના = ચારે ગતિના ભ્રમણનો અભાવ. અમૂરતીક = ચર્મચક્ષુઓથી
અગોચર. અગુરુ અલઘુ = ન ઉંચ, ન નીચ.
અર્થઃ– જ્ઞાનાવરણીય કર્મના અભાવથી કેવળજ્ઞાન, દર્શનાવરણીય કર્મના
અભાવથી કેવળદર્શન, વેદનીય કર્મના અભાવથી નિરાબાધતા, મોહનીય કર્મના
અભાવથી શુદ્ધ ચારિત્ર, આયુષ્ય કર્મના અભાવથી અટળ અવગાહના, નામકર્મના
અભાવથી અમૂર્તિકપણું, ગોત્રકર્મના અભાવથી અગુરુલઘુત્વ અને અંતરાયકર્મનો
નાશ થવાથી અનંતવીર્ય પ્રગટ થાય છે. આ રીતે સિદ્ધ ભગવાનમાં અષ્ટ કર્મ રહિત
હોવાથી અષ્ટ ગુણ હોય છે. પ૩.
નવમા અધિકારનો સાર
પ્રસિદ્ધ છે કે મિથ્યાત્વ જ આસ્રવ બંધ છે અને મિથ્યાત્વનો અભાવ અર્થાત્
સમ્યક્ત્વ તે સંવર, નિર્જરા તથા મોક્ષ છે અને મોક્ષ આત્માનો નિજસ્વભાવ અર્થાત્
જીવની કર્મમળ રહિત અવસ્થા છે. વાસ્તવમાં વિચારવામાં આવે તો મોક્ષ થતો જ
નથી, કેમકે નિશ્ચયનયમાં જીવ બંધાયો નથી-અબંધ છે, અને જ્યારે અબંધ છે ત્યારે
છૂટશે શું? જીવનો મોક્ષ થયો એ કથન વ્યવહાર માત્ર છે, નહિ તો તે હમેશાં
મોક્ષરૂપ જ છે.
આ વાત જગપ્રસિદ્ધ છે કે જે મનુષ્ય બીજાના ધન ઉપર પોતાનો અધિકાર
જમાવે છે, તે મૂર્ખને લોકો અન્યાયી કહે છે. જો તે પોતાની જ સંપત્તિનો ઉપયોગ
કરે છે તો લોકો તેને ન્યાયશીલ કહે છે. એવી જ રીતે જ્યારે આત્મા પરદ્રવ્યોમાં
અહંકાર કરે છે, ત્યારે તે અજ્ઞાની, મિથ્યાત્વી થાય છે અને જ્યારે આવી ટેવ છોડીને
તે આધ્યાત્મિક વિદ્યાનો અભ્યાસ કરે છે તથા આત્મિકરસનો સ્વાદ લે છે ત્યારે
પ્રમાદનું પતન કરીને પુણ્ય-પાપનો ભેદ

Page 243 of 444
PDF/HTML Page 270 of 471
single page version

background image
મોક્ષ દ્વાર ૨૪૩
મટાડી દે છે અને ક્ષપકશ્રેણી ચડીને કેવળી ભગવાન બને છે. પછી થોડા જ સમયમાં
આઠ કર્મ રહિત અને આઠ ગુણ સહિત સિદ્ધપદને પામે છે.
મુખ્ય અભિપ્રાય મમતા દૂર કરવાનો અને સમતા લાવવાનો છે. જેવી રીતે
સોનીના સંગે સોનાની જુદી જુદી અવસ્થાઓ થાય છે પરંતુ તેનું સુવર્ણપણું ચાલ્યું
જતું નથી, ગાળવાથી પાછું સોનાનું સોનું જ બન્યું રહે છે; તેવી જ રીતે આ
જીવાત્મા અનાત્માના સંસર્ગથી અનેક વેશ ધારણ કરે છે, પરંતુ તેનું ચૈતન્યપણું
કયાંય ચાલ્યું જતું નથી-તે તો બ્રહ્મનું બ્રહ્મ જ બન્યું રહે છે. તેથી શરીરનું મિથ્યા
અભિમાન છોડીને આત્મસત્તા અને અનાત્મસત્તાનું પૃથક્કરણ કરવું જોઈએ, એમ
કરવાથી થોડા જ સમયમાં આધુનિક બુંદ માત્ર જ્ઞાન અલ્પકાળમાં જ સમુદ્રરૂપ
પરિણમન કરે છે અને અવિચળ, અખંડ, અક્ષય, અનભય અને શુદ્ધસ્વરૂપ થાય છે.

Page 244 of 444
PDF/HTML Page 271 of 471
single page version

background image


સર્વવિશુદ્ધિ દ્વાર
(૧૦)
પ્રતિજ્ઞા (દોહરા)
इति श्री नाटक ग्रंथमैं, कहौ मोख अधिकार।
अब बरनौं संछेपसौं, सर्व
विसुद्धी द्वार।। १।।
અર્થઃ– નાટક સમયસાર ગ્રંથના મોક્ષ અધિકારની પૂર્ણતા કરી. હવે
સર્વવિશુદ્ધિ દ્વાર સંક્ષેપમાં કહીએ છીએ. ૧.
સર્વ ઉપાધિ રહિત શુદ્ધ આત્માનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
कर्मनिकौ करता है भोगनिकौ भोगता है,
जाकी प्रभुतामैं ऐसौ कथन अहित है।
जामैं एक इंद्री आदि पंचधा कथन नांहि,
सदा निरदोष बंध मोखसौं रहित है।।
ग्यानकौ समूह ग्यानगम्य है सुभाव जाकौ,
लोक व्यापी लोकातीत लोकमैं महित है।
सुद्ध बंस सुद्ध चेतनाकै रस अंस भरयौ,
ऐसौ हंस परम पुनीतता सहित है।। २।।
શબ્દાર્થઃ– પ્રભુતા = સામર્થ્ય. અહિત = બુરું કરનાર. પંચધા = પાંચ
પ્રકારની. લોકાતીત = લોકથી પર. મહિત = પૂજનીય. પરમ પુનીત = અત્યંત
પવિત્ર.
_________________________________________________________________
नीत्वा सम्यक् प्रलयमखिलान् कर्तृभोक्त्रादिभावान्
दूरीभूतः प्रतिपदमयं बन्धमोक्षप्रक्लृप्तेः।
शुद्धः शुद्धः स्वरसविसरापूर्णपुण्याचलार्चि–
ष्टंकोत्कीर्णप्रकटमहिमा स्फूर्जति ज्ञानपुंजः।। १।।

Page 245 of 444
PDF/HTML Page 272 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૪પ
અર્થઃ– જેના સામર્થ્યમાં (તે) કર્મનો કર્તા છે અને કર્મનો ભોક્તા છે એમ
કહેવું હાનિકારક છે, પંચેન્દ્રિય ભેદનું કથન જેમાં નથી, જે સર્વ દોષ રહિત છે, જે ન
કર્મથી બંધાય છે ન છૂટે છે, જે જ્ઞાનનો પિંડ અને જ્ઞાનગોચર છે, જે લોકવ્યાપી છે,
લોકથી પર છે, સંસારમાં પૂજનીય અર્થાત્ ઉપાદેય છે, જેની જાતિ શુદ્ધ છે, જેમાં
ચૈતન્યરસ ભર્યો છે, એવો હંસ અર્થાત્ આત્મા પરમ પવિત્ર છે. ૨.
વળી (દોહરા)
जो निहचै निरमल सदा, आदि मध्य अरु अंत।
सो चिद्रूप बनारसी, जगत मांहि
जयवंत।। ३।।
શબ્દાર્થઃ– નિહચૈ = નિશ્ચયનયથી. નિર્મલ = પવિત્ર. ચિદ્રૂપ = ચૈતન્યરૂપ.
અર્થઃ– જે નિશ્ચયનયથી આદિ, મધ્ય અને અંતમાં સદૈવ નિર્મળ છે, પં.
બનારસીદાસજી કહે છે કે તે ચૈતન્યપિંડ આત્મા જગતમાં સદા જયવંત રહે. ૩.
વાસ્તવમાં જીવ કર્મનો કર્તા–ભોક્તા નથી (ચોપાઈ)
जीव करम करता नहि ऐसैं।
रसभोगता सुभाव न तैसैं।।
मिथ्यामतिसौं करता होई।
गएं अग्यान अकरतासोई।। ४।।
અર્થઃ– જીવ પદાર્થ વાસ્તવમાં કર્મનો કર્તા નથી અને ન કર્મરસનો ભોક્તા
છે, મિથ્યામતિથી કર્મનો કર્તા-ભોક્તા થાય છે, અજ્ઞાન દૂર થતાં કર્મનો અકર્તા-
અભોક્તા જ થાય છે. ૪.
_________________________________________________________________
૧. વ્યવહારનય જીવને કર્મનો કર્તા-ભોક્તા કહે છે, પરંતુ વાસ્તવમાં જીવ કર્મનો કર્તા-ભોક્તા નથી,
પોતાના જ્ઞાન-દર્શન સ્વભાવનો કર્તા-ભોક્તા છે.
कर्त्तृत्वं न स्वभावोऽस्य चितो वेदयितृत्ववत्।
अज्ञानादेव कर्तायं
तदभावादकारकः।। २।।

Page 246 of 444
PDF/HTML Page 273 of 471
single page version

background image
૨૪૬ સમયસાર નાટક
અજ્ઞાનમાં જીવ કર્મનો કર્તા છે (સવૈયા એકત્રીસા)
निहचै निहारत सुभाव याहि आतमाकौ,
आतमीक धरम परम परकासना।
अतीत अनागत बरतमान काल जाकौ,
केवल स्वरूप गुन लोकालोक भासना।।
सोई जीव संसार अवस्था मांहि करमकौ,
करतासौ दीसै लीए भरम उपासना।
यहै महा मोहकौ पसार यहै मिथ्याचार,
यहै भौ विकार यह विवहार वासना।। ५।।
શબ્દાર્થઃ– નિહારત = જોવાથી. ઉપાસના = સેવા. પસાર = વિસ્તાર.
મિથ્યાચાર = નિજસ્વભાવથી વિપરીત આચરણ. ભૌ = જન્મ-મરણ-રૂપ સંસાર.
વ્યવહાર = કોઈ નિમિત્તના વશે એક પદાર્થને બીજા પદાર્થરૂપ જાણનાર જ્ઞાનને
વ્યવહારનય કહે છે, જેમ કે-માટીના ઘડાને ઘીના નિમિત્તે ઘીનો ઘડો કહેવો.
અર્થઃ– નિશ્ચયનયથી જુઓ તો આ આત્માનો નિજસ્વભાવ પરમ પ્રકાશરૂપ
છે અને જેમાં લોકાલોકના છએ દ્રવ્યોના ભૂત, ભવિષ્ય, વર્તમાનના ત્રિકાળવર્તી
અનંત ગુણ-પર્યાયો પ્રતિભાસિત થાય છે. તે જ જીવ સંસારી દશામાં મિથ્યાત્વની
સેવા કરવાથી કર્મનો કર્તા દેખાય છે, આ મિથ્યાત્વની સેવા મોહનો વિસ્તાર છે,
મિથ્યાચરણ છે, જન્મ-મરણરૂપ સંસારનો વિકાર છે, વ્યવહારના વિષયભૂત આત્માનો
અશુદ્ધ સ્વભાવ છે. પ.
જેમ જીવ કર્મનો અકર્તા છે તેમ અભોક્તા પણ છે (ચોપાઈ)
यथा जीव करता न कहावै।
तथा भोगता नाम न पावै।
_________________________________________________________________
अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः
स्फुरच्चिज्ज्योतिर्भिश्छुरितभुवनाभोगभवनः।
तथाप्यस्यासौ स्याद्यदिह किल बन्धः प्रकृतिभिः
स खल्वज्ञानस्य स्फुरति महिमा कोऽपि गहनः।। ३।।

Page 247 of 444
PDF/HTML Page 274 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૪૭
है भोगी मिथ्यामति मांही।
गयैं मिथ्यात भोगता नांही।। ६।।
અર્થઃ– જેવી રીતે જીવ કર્મનો કર્તા નથી તેવી જ રીતે ભોક્તા પણ નથી,
મિથ્યાત્વના ઉદયમાં કર્મનો ભોક્તા છે, મિથ્યાત્વના અભાવમાં ભોક્તા નથી. ૬.
અજ્ઞાની જીવ વિષયનો ભોક્તા છે જ્ઞાની નથી, (સવૈયા એકત્રીસા)
जगवासी अग्यानी त्रिकाल परजाइ बुद्धी,
सो तौ विषै भोगनिकौ भोगता कहायौ है।
समकिती जीव जोग भोगसौं उदासी तातैं,
सहज अभोगता गरंथनिमैं गायौ है।।
याही भांति वस्तुकी व्यवस्था अवधारि बुध,
परभाउ त्यागि अपनौ सुभाउआयौ है।
निरविकलप निरुपाधि आतम अराधि,
साधि जोगजुगति समाधिमैं समायौ है।। ७।।
શબ્દાર્થઃ– જગવાસી = સંસારી, વિષૈ (વિષય) = પાંચ ઇન્દ્રિય અને મનના
ભોગ. ગરંથનિમૈં = શાસ્ત્રોમાં. અવધારિ = નિર્ણય કરીને. બુધ = જ્ઞાની. જોગ
જુગતિ = યોગ નિગ્રહનો ઉપાય.
અર્થઃ– શાસ્ત્રોમાં મનુષ્ય આદિ પર્યાયોમાં હંમેશાં અહંબુદ્ધિ રાખનાર અજ્ઞાની
સંસારી જીવને પોતાના સ્વરૂપનો જ્ઞાતા ન હોવાથી વિષયભોગોનો ભોક્તા કહ્યો છે
અને જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ જીવને ભોગોથી વિરક્તભાવ રાખવાને કારણે વિષય
ભોગવવા છતાં પણ અભોક્તા કહ્યો છે. જ્ઞાનીઓ આ રીતે વસ્તુસ્વરૂપનો નિર્ણય
કરીને વિભાવભાવ છોડી સ્વભાવનું ગ્રહણ કરે છે, અને વિકલ્પ તથા ઉપાધિ રહિત
_________________________________________________________________
भोक्तृत्वं न स्वभावोऽस्य स्मृतः कर्तृत्ववच्चितः।
अज्ञानादेव भोक्ताऽयं
तदभावादवेदकः।। ४।।

Page 248 of 444
PDF/HTML Page 275 of 471
single page version

background image
૨૪૮ સમયસાર નાટક
આત્માની આરાધના અથવા યોગ-નિગ્રહ માર્ગનું ગ્રહણ કરીને નિજ-સ્વરૂપમાં લીન
થાય છે.૭.
જ્ઞાની કર્મના કર્તા–ભોક્તા નથી એનું કારણ. (સવૈયા એકત્રીસા)
चिनमुद्राधारी ध्रुव धर्म अधिकारी गुन,
रतन भंडारी अपहारीकर्म रोगकौ।
प्यारौ पंडितनकौ हुस्यारौ मोख मारगमैं,
न्यारौ पुदगलसौं उज्यारौ उपयोगकौ।
जानै निज पर तत्त रहै जगमैं विरत्त,
गहै न ममत्त मन वच कायजोगकौ।
ता कारन ग्यानी ग्यानावरनादि करमकौ,
करता न होइ भोगता न होई भोगकौ।। ८।।
શબ્દાર્થઃ– ચિન્મુદ્રા = ચૈતન્ય, ચિહ્ન. ધ્રુવ = નિત્ય. અપહારી કર્મરોગકૌં =
કર્મરૂપી રોગનો નાશ કરનાર. હુસ્યારૌ (હોશ્યાર) = પ્રવીણ. ઉજ્યારૌ = પ્રકાશ.
ઉપયોગ = જ્ઞાનદર્શન. તત્ત (તત્ત્વ) = નિજસ્વરૂપ. વિરત (વિરક્ત) = વૈરાગી.
મમત્ત (મમત્વ) = પોતાપણું.
અર્થઃ– ચૈતન્ય-ચિહ્નનો ધારક, પોતાના નિત્ય સ્વભાવનો સ્વામી, જ્ઞાન આદિ
ગુણરૂપ રત્નોનો ભંડાર, કર્મરૂપ રોગોનો નાશ કરનાર, જ્ઞાનીઓને પ્રિય, મોક્ષમાર્ગમાં
કુશળ, શરીર આદિ પુદ્ગલોથી ભિન્ન, જ્ઞાનદર્શનનો પ્રકાશક, નિજ-પર તત્ત્વનો
જ્ઞાતા, સંસારથી વિરક્ત, મન-વચન-કાયાના યોગોના મમત્વ રહિત હોવાને કારણે
જ્ઞાની જીવ જ્ઞાનાવરણાદિ કર્મોનો કર્તા અને ભોગોનો ભોક્તા થતો નથી. ૮.
_________________________________________________________________
अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद्वेदको
ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः।
इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां
शुद्धैकात्ममये महस्यचलितैरासैव्यतां ज्ञानिता।। ५।।

Page 249 of 444
PDF/HTML Page 276 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૪૯
(દોહા)
निरभिलाष करनी करै, भोग अरुचि घट मांहि।
तातैं साधक
सिद्धसम, करता भुगता नांहि।। ९।।
શબ્દાર્થઃ– નિરભિલાષ = ઇચ્છા રહિત. અરુચિ = અનુરાગનો અભાવ.
સાધક = મોક્ષનો સાધક સમ્યગ્દ્રષ્ટિ જીવ. ભુગતા (ભોક્તા) = ભોગવનાર.
અર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવ ઇચ્છા રહિત ક્રિયા કરે છે અને અંતરંગ ભોગોથી
વિરક્ત રહે છે, તેથી તેઓ સિદ્ધ ભગવાન સમાન માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છે, કર્તા-ભોક્તા
નથી. ૯.
અજ્ઞાની જીવ કર્મનો કર્તા–ભોક્તા છે એનું કારણ. (કવિત્ત)
ज्यौं हिय अंध विकल मिथ्यात धर,
मृषा सकल विकलप उपजावत।
गहि एकंत पक्ष आतमकौ,
करता मानि अधोमुख धावत।।
त्यौं जिनमती दरबचारित्री,
कर करनी करतार कहावत।
वंछित मुकति तथापि मूढ़मति,
विन समकित भव पार न पावत।। १०।।
અર્થઃ– હૃદયનો અંધ અજ્ઞાની જીવ મિથ્યાત્વથી વ્યાકુળ થઈને મનમાં અનેક
પ્રકારના જૂઠા વિકલ્પો ઉત્પન્ન કરે છે અને એકાંત પક્ષનું ગ્રહણ કરીને આત્માને
_________________________________________________________________
ज्ञानी करोति न न वेदयते च कर्म
जानाति केवलमयं किल तत्स्वभावम्।
जानन्परं करणवेदनयोरभावा–
च्छुद्धस्वभावनियतः स हि मुक्त एव।। ६।।
ये तु कर्तारमात्मानं पश्यन्ति तमसा तताः।
सामान्यजनवत्तेषां न मोक्षोऽपि मुमुक्षताम्।। ७।।

Page 250 of 444
PDF/HTML Page 277 of 471
single page version

background image
૨પ૦ સમયસાર નાટક
કર્મનો કર્તા માની નીચ ગતિનો પંથ પકડે છે. તે વ્યવહાર સમ્યક્ત્વી ભાવચારિત્ર
વિના બાહ્ય ચારિત્રનો સ્વીકાર કરીને શુભ ક્રિયાથી કર્મનો કર્તા કહેવાય છે. તે મૂર્ખ
મોક્ષ તો ચાહે છે પરંતુ નિશ્ચય સમ્યક્ત્વ વિના સંસાર-સમુદ્રને તરી શકતો નથી.
૧૦.
વાસ્તવમાં જીવ કર્મનો અકર્તા છે એનું કારણ.
(ચોપાઈ)
चेतन अंकजीव लखि लीन्हा।
पुदगल कर्म अचेतन चीन्हा।।
बासी एक खेतके दोऊ।
जदपि तथापि मिलैं नहिं कोऊ।। ११।।
અર્થઃ– જીવનું ચૈતન્યચિહ્ન જાણી લીધું અને પુદ્ગલ કર્મને અચેતન ઓળખી
લીધું. જો કે એ બન્ને એકક્ષેત્રાવગાહી છે તો પણ એકબીજાને મળતા નથી.
વળી–(દોહરા)
निज निज भाव क्रियासहित, व्यापक व्यापि न कोइ।
कर्त्ता पुदगल करमकौ,
जीव कहांसौं होइ।। १२।।
શબ્દાર્થઃ– વ્યાપક = જે વ્યાપે, પ્રવેશ કરે. વ્યાપિ = જેમાં વ્યાપે, જેમાં પ્રવેશ
કરે.
અર્થઃ– બન્ને દ્રવ્યો પોતપોતાના ગુણ-પર્યાયમાં રહે છે, કોઈ કોઈનું વ્યાપ્ય-
વ્યાપક નથી, અર્થાત્ જીવમાં ન તો પુદ્ગલનો પ્રવેશ થાય છે અને ન પુદ્ગલમાં
જીવનો પ્રવેશ થાય છે. તેથી જીવ પદાર્થ પૌદ્ગલિક કર્મોનો કર્તા કેવી રીતે હોઈ
શકે? ૧૨.
_________________________________________________________________
नास्ति सर्वोऽपि सम्बन्धः परद्रव्यात्मतत्त्वयोः।
कर्तृकर्मत्वसम्बन्धाभावे
तत्कर्तृता कुतः।। ८।।

Page 251 of 444
PDF/HTML Page 278 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨પ૧
અજ્ઞાનમાં જીવ કર્મનો કર્તા અને જ્ઞાનમાં અકર્તા છે. (સવૈયા એકત્રીસા)
जीव अरु पुदगल करम रहैं एक खेत,
जदपि तथापि सत्ता न्यारीन्यारी कही है।
लक्षन स्वरूप गुन परजै प्रकृति भेद,
दुहूंमै अनादिहीकी दुविधा ह्वै रही है।।
एतेपर भिन्नता न भासै जीव करमकी,
जौलौं मिथ्याभाव तौलौं ओंधि बाउ बही है।
ग्यानकै उदोत होत ऐसी सूधी द्रिष्टि भई,
जीव कर्म पिंडकौ अकरतार सही है।। १३।।
શબ્દાર્થઃ– સત્તા = અસ્તિત્વ. દુવિધા = ભેદભાવ. ઓંધિ = ઉલટી. સૂધી
દ્રિષ્ટિ = સાચી શ્રદ્ધા. સહી = ખરેખર.
અર્થઃ– જો કે જીવ અને પૌદ્ગલિક કર્મ એકક્ષેત્રાવગાહ સ્થિત છે તોપણ
બન્નેની સત્તા જુદી જુદી છે. તેમના લક્ષણ, સ્વરૂપ, ગુણ, પર્યાય, સ્વભાવમાં
અનાદિનો જ ભેદ છે. આટલું હોવા છતાં પણ જ્યાં સુધી મિથ્યાભાવનો ઉલટો
વિચાર ચાલે છે ત્યાં સુધી જીવ-પુદ્ગલની ભિન્નતા ભાસતી નથી, તેથી અજ્ઞાની
જીવ પોતાને કર્મનો કર્તા માને છે, પણ જ્ઞાનનો ઉદય થતાં જ એવું સત્ય શ્રદ્ધાન થયું
કે ખરેખર જીવ કર્મનો કર્તા નથી.
વિશેષઃ– જીવનું લક્ષણ ઉપયોગ છે, પુદ્ગલનું લક્ષણ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ
છે. જીવ અમૂર્તિક છે, પુદ્ગલ મૂર્તિક છે. જીવના ગુણ દર્શન, જ્ઞાન, સુખ આદિ છે,
પુદ્ગલના ગુણ, સ્પર્શ, રસ, ગંધ વર્ણ આદિ છે. જીવની પર્યાયો નર-નારક આદિ છે,
પુદ્ગલની પર્યાયો ઇંટ, પત્થર, પૃથ્વી આદિ છે. જીવ અબંધ અને અખંડ દ્રવ્ય છે,
પુદ્ગલમાં સ્નિગ્ધ-રુક્ષપણું છે. તેથી તેના પરમાણુ મળે છે અને છૂટા પડે છે. ભાવ
એ છે કે બન્નેના દ્રવ્ય,
_________________________________________________________________
एकस्य वस्तुन इहान्यतरेण सार्धं
सम्बन्ध एव सकलोऽपि यतो निषिद्धः।
तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे
पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम्।। ९।।

Page 252 of 444
PDF/HTML Page 279 of 471
single page version

background image
૨પ૨ સમયસાર નાટક
ક્ષેત્ર, કાળ, અને ભાવના ચતુષ્ટય જુદા જુદા છે અને જુદી જુદી સત્તા છે. બન્નેય
પોતાના જ ગુણ-પર્યાયોના કર્તા-ભોક્તા છે, કોઈ કોઈ બીજાના કર્તા-ભોક્તા નથી.
૧૩.
વળી–(દોહરા)
एक वस्तु जैसी जु है,तासौं मिलै न आन।
जीव अकरता करमकौ, यह अनुभौ परवांन।। १४।।
અર્થઃ– જે પદાર્થ જેવો છે તે તેવો જ છે, તેમાં અન્ય પદાર્થ મળી શકતો
નથી, તેથી જીવ કર્મનો અકર્તા છે, એ વિજ્ઞાનથી સર્વથા સત્ય છે. ૧૪.
અજ્ઞાની જીવ–અશુભ ભાવોનો કર્તા હોવાથી ભાવકર્મનો કર્તા છે. (ચોપાઈ)
जो दुरमती विकल अग्यानी।
जिन्हि सु रीति पर रीति न जानी।।
माया मगन भरमके भरता।
ते जिय भाव करमके करता।। १५।।
અર્થઃ– જે દુર્બુદ્ધિથી વ્યાકુળ અને અજ્ઞાની છે તેઓ નિજ-પરિણતિ અને પર-
પરિણતિને જાણતા નથી, માયામાં મગ્ન છે અને ભ્રમમાં ભૂલેલા છે તેથી તેઓ
ભાવકર્મના કર્તા છે. ૧પ.
जे मिथ्यामति तिमिरसौं, लखै न जीव अजीव।
तेई भावित
करमके, करता होंहि सदीव।। १६।।
जे असुद्ध परनति धरैं, करैं अहं परवांन।
ते असुद्ध परिनामके, करता होंहिं अजान।। १७।।
અર્થઃ– જે મિથ્યાજ્ઞાનના અંધકારથી જીવ-અજીવને જાણતા નથી તેઓ જ
_________________________________________________________________
ये तु स्वभावनियमं कलयन्ति नेम–
मज्ञानमग्नमहसो बत तेवराकाः।
कुर्वन्ति कर्म तत एव हि भावकर्म–
कर्ता स्वयं भवति चेतन एव नान्यः।। १०।।

Page 253 of 444
PDF/HTML Page 280 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨પ૩
હંમેશાં ભાવકર્મના કર્તા છે. ૧૬. જેઓ વિભાવપરિણતિને કારણે પરપદાર્થોમાં
અહંબુદ્ધિ કરે છે તે અજ્ઞાની અશુદ્ધ ભાવોના કર્તા હોવાથી ભાવકર્મોના કર્તા છે. ૧૭.
આ વિષયમાં શિષ્યનો પ્રશ્ન (દોહરા)
शिष्य कहै प्रभु तुम कह्यौ, दुबिधि करमकौ रूप।
दरब कर्म पुदगल मई, भावकर्म
चिद्रूप।। १८।।
करतादरवित करमकौ, जीव न होइ त्रिकाल।
अब यह भावित करम तुम,कहौ कौनकी चाल।। १९।।
करता याकौ कौन है, कौन करै फल भोग।
कै पुदगलकै आतमा, कै दुहुंकौ संजोग?।। २०।।
અર્થઃ– શિષ્ય પ્રશ્ન કરે છે કે હે સ્વામી! આપે કહ્યું કે કર્મનું સ્વરૂપ બે
પ્રકારનું છે, એક પુદ્ગલમય દ્રવ્યકર્મ છે અને બીજું ચૈતન્યના વિકારરૂપ ભાવકર્મ છે.
૧૮. આપે એમ પણ કહ્યું કે જીવ, દ્રવ્યકર્મોનો કર્તા કદી ત્રણ કાળમાં પણ થઈ શકતો
નથી, તો હવે આપ કહો કે ભાવકર્મ કોની પરિણતિ છે? ૧૯. આ ભાવકર્મોનો કર્તા
કોણ છે? અને તેમના ફળનો ભોક્તા કોણ છે? ભાવકર્મોનો કર્તા-ભોક્તા પુદ્ગલ છે
અથવા જીવ છે અથવા બન્નેના સંયોગથી કર્તા-ભોક્તા છે? ૨૦.
આ વિષયમાં શ્રીગુરુ સમાધાન કરે છે. (દોહરા)
क्रिया एक करता जुगल, यौं न जिनागम मांहि।
अथवा करनी औरकी, और
करै यौं नांहि।। २१।।
करै और फल भोगवै, और बनै नहि एम।
जो करता सो भोगता, यहै
जथावत जेम।। २२।।
_________________________________________________________________
कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयो–
रज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषंगात्कृतिः।
नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो
जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः।। ११।।