Natak Samaysar (Gujarati). Gatha: 1-23,42-56 ; Baarma adhikaarno saar; Chaud Gunsthan Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 20 of 24

 

Page 354 of 444
PDF/HTML Page 381 of 471
single page version

background image
૩પ૪ સમયસાર નાટક
સમ્યગ્જ્ઞાનનો મહિમા (સવૈયા એકત્રીસા)
जाके हिरदैमैं स्याद्वाद साधना करत,
सुद्ध आतमाकौ अनुभौ प्रगट भयौ है।
जाके संकलप विकलपके विकार मिटि,
सदाकाल एकीभाव रस परिनयौ है।।
जिन बंध विधि परिहार मोख अंगीकार,
ऐसौ सुविचार पच्छ सोऊ छांड़ि दयौ है।
ताकौ ग्यान महिमा उदोत दिन दिन प्रति,
सोही भवसागरउलंघि पार गयौ है।। ४२।।
શબ્દાર્થઃ– પરિનયૌ = થયો. પરિહાર = નષ્ટ. અંગીકાર = સ્વીકાર. પાર =
કિનારે.
અર્થઃ– સ્યાદ્વાદના અભ્યાસથી જેના અંતઃકરણમાં શુદ્ધ આત્માનો અનુભવ
પ્રગટ થયો, જેના સંકલ્પ-વિકલ્પના વિકાર નષ્ટ થઈ ગયા અને સદૈવ જ્ઞાનભાવરૂપ
થયો, જેણે બંધવિધિના ત્યાગ અને મોક્ષના સ્વીકારનો સદ્વિચાર પણ છોડી દીધો છે,
જેના જ્ઞાનનો મહિમા દિવસે-દિવસે પ્રગટ થયો છે, તે જ સંસારસાગરથી પાર થઈને
તેના કિનારે પહોંચ્યો છે. ૪૨.
અનુભવમાં નયપક્ષ નથી. (સવૈયા એકત્રીસા)
अस्तिरूप नासति अनेक एक थिररूप,
अथिर इत्यादि नानारूप जीव कहियै।
_________________________________________________________________
स्याद्वाददीपितलसन्महसि प्रकाशे
शुद्धस्वभावमहिमन्युदिते मयीति।
किं बन्धमोक्षपथपातिभिरन्यभावै–
र्नित्योदयः परमयं स्फुरतु स्वभावः।। ६।।
चित्रात्मशक्तिसमुदायमयोऽयमात्मा
सद्यः प्रणश्यतिनयेक्षणखण्डयमानः।
तस्मादखण्डमनिराकृतखण्डमेक–
मेकान्तशान्तमचलं चिदहं महोऽस्मि।। ७।।

Page 355 of 444
PDF/HTML Page 382 of 471
single page version

background image
સાધ્ય-સાધક દ્વાર ૩પપ
दीसै एक नैकी प्रतिपच्छी न अपर दूजी,
नैकौ न दिखाइ वाद विवादमैं रहियै।।
थिरता न होइ विकलपकी तरंगनिमैं,
चंचलता बढ़ै अनुभौदसा न लहियै।
तातैं जीव अचल अबाधित अखंड एक,
ऐसौ पद साधिकै समाधि सुख गहियै।। ४३।।
શબ્દાર્થઃ– થિર = સ્થિર. અથિર = ચંચળ. પ્રતિપચ્છી = વિપરીત. અપર =
બીજું. થિરતા = શાંતિ. સમાધિ = અનુભવ.
અર્થઃ– જીવ પદાર્થ નયની અપેક્ષાએ અસ્તિ-નાસ્તિ, એક-અનેક, સ્થિર-
અસ્થિર આદિ અનેક રૂપે કહેવામાં આવ્યો છે. જો એક નયથી વિપરીત બીજો નય
ન બતાવવામાં આવે તો વિપરીતતા દેખાય છે અને વાદ-વિવાદ ઉપસ્થિત થાય છે.
એવી દશામાં અર્થાત્ નયની વિકલ્પજાળમાં પડવાથી ચિત્તને વિશ્રામ મળતો નથી
અને ચંચળતા વધવાથી અનુભવ ટકી શકતો નથી, તેથી જીવ પદાર્થને અચળ,
અબાધિત, અખંડિત અને એક સાધીને અનુભવનો આનંદ લેવો જોઈએ.
ભાવાર્થઃ– એક નય પદાર્થને અસ્તિરૂપ કહે છે તો બીજો નય તે જ પદાર્થને
નાસ્તિરૂપ કહે છે, એક નય તેને એકરૂપ કહે છે તો બીજો નય તેને અનેક કહે છે,
એક નય નિત્ય કહે છે તો બીજો નય તેને અનિત્ય કહે છે, એક નય શુદ્ધ કહે છે તો
બીજો નય તેને અશુદ્ધ કહે છે, એક નય જ્ઞાની કહે છે તો બીજો નય તેને અજ્ઞાની
કહે છે, એક નય સંબંધ કહે છે તો બીજો નય તેને અબંધ કહે છે, આવી રીતે
પરસ્પર વિરુદ્ધ અનેક ધર્મોની અપેક્ષાએ પદાર્થ અનેકરૂપ કહેવાય છે. જ્યારે પહેલો
નય કહેવામાં આવ્યો હોય ત્યારે તેનો વિરોધી બતાવવામાં ન આવે તો વિવાદ ઊભો
થાય છે અને નયોના ભેદ વધવાથી અનેક વિકલ્પો ઉત્પન્ન થાય છે જેનાથી ચિત્તમાં
ચંચળતા વધવાથી અનુભવ નષ્ટ થઈ જાય છે, તેથી પ્રથમ અવસ્થામાં તો નયોને
જાણવા આવશ્યક છે. પછી તેમના દ્વારા પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ નક્કી કર્યા પછી
એક શુદ્ધ બુદ્ધ આત્મા જ ઉપાદેય છે. ૪૩.

Page 356 of 444
PDF/HTML Page 383 of 471
single page version

background image
૩પ૬ સમયસાર નાટક
આત્મા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અખંડિત છે (સવૈયા એકત્રીસા)
जैसैं एक पाकौ आंबफल ताके चार अंस,
रस जाली गुठलीछीलक जब मानियै।
यौंतौ न बनै पै ऐसे बनै जैसै वहै फल,
रूप रस गंध फास अखंड प्रमानियै।।
तैसै एक जीवकौ दरव खेत काल भाव,
अंस भेद करि भिन्न भिन्न न बखानियै।
दर्वरूप खेतरूप कालरूप भावरूप,
चारौंरूप अलख अखंड सत्ता मानियै।। ४४।।
શબ્દાર્થઃ– આંબફળ = કેરી. ફાસ = સ્પર્શ. અખંડ = અભિન્ન. અલખ =
આત્મા.
અર્થઃ– કોઈ એમ સમજે કે જેવી રીતે પાકા આમ્રફળમાં રસ, જાળી, ગોટલી
અને છાલ એવી રીતે ચાર અંશ છે, તેવી જ રીતે પદાર્થમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ
એ ચાર અંશ છે-એમ નથી. આ રીતે છે કે જેવી રીતે આમ્રફળ છે અને તેના
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, તેનાથી અભિન્ન છે, તેવી જ રીતે જીવપદાર્થના દ્રવ્ય, ક્ષેત્ર,
કાળ, ભાવ તેનાથી અભિન્ન છે અને આત્મસત્તા પોતાના સ્વચતુષ્ટયથી સદા
અખંડિત છે.
ભાવાર્થઃ– જો કોઈ ઇચ્છે કે અગ્નિથી ઉષ્ણતા ભિન્ન કરવામાં આવે, અર્થાત્
કોઈ તો અગ્નિ પોતાની પાસે રાખે અને બીજાની પાસે ઉષ્ણતા સોંપે તો તેમ બની
શકતું નથી, તેવી જ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને પદાર્થથી અભિન્ન જાણવા
જોઈએ. ૪૪.
જ્ઞાન અને જ્ઞેયનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
कोऊ ग्यानवान कहै ग्यान तौ हमारो रूप,
ज्ञेय षट दर्व सो हमारौ रूप नाहीं है।
_________________________________________________________________
न द्रव्येण खण्डयामि, न क्षेत्रेण खण्डयामि न कालेन खण्डयामि, न भावेन खण्डयामि; सुविशुद्ध
एको ज्ञानमात्रभावोऽस्मि।।
-આ સંસ્કૃત અંશ મુદ્રિત બન્ને પ્રતિઓમાં નથી, પણ ઈડરની પ્રતિમાં છે.
योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव।
ज्ञेयो
ज्ञेयज्ञानकल्लोलवल्गन् ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रः।। ८।।

Page 357 of 444
PDF/HTML Page 384 of 471
single page version

background image
સાધ્ય-સાધક દ્વાર ૩પ૭
एक नै प्रवांन ऐसे दूजी अब कहूं जैसै,
सरस्वती अक्खर अरथ एक ठाहींहै।।
तैसै ग्याता मेरौ नाम ग्यान चेतना विराम,
ज्ञेयरूप सकति अनंत मुझ पांही है।
आ कारन वचनके भेद भेद कहै कोऊ,
ग्याता ग्यान ज्ञेयकौ विलास सत्ता मांही है।। ४५।।
અર્થઃ– કોઈ જ્ઞાની કહે છે કે જ્ઞાન મારું રૂપ છે અને જ્ઞેય-છ દ્રવ્ય મારું
સ્વરૂપ નથી. ત્યાં શ્રીગુરુ સંબોધન કરે છે કે એક નય અર્થાત્ વ્યવહાર નયથી
તમારું કહેવું સત્ય છે અને બીજો નિશ્ચયનય હું કહું છું તે આ રીતે છે કે જેવી રીતે
વિદ્યા, અક્ષર અને અર્થ એક જ સ્થાનમાં છે, ભિન્ન નથી; તેવી જ રીતે જ્ઞાતા
આત્માનું નામ છે અને જ્ઞાન
ચેતનનો પ્રકાર છે તથા તે જ્ઞાન જ્ઞેયરૂપ પરિણમન
કરે છે તે જ્ઞેયરૂપ પરિણમન કરવાની અનંતશક્તિ આત્મામાં જ છે, તેથી વચનના
ભેદથી ભલે ભેદ કહો, પણ નિશ્ચયથી જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયનો વિલાસ એક
આત્મસત્તામાં જ છે. ૪પ.
(ચોપાઈ)
स्वपर प्रकासक सकति हमारी।
तातैं वचन भेद भ्रम भारी।।
ज्ञेय दशा दुविधा परगासी।
निजरूपा पररूपा भासी।। ४६।।
અર્થઃ– આત્માની જ્ઞાન શક્તિ પોતાનું સ્વરૂપ જાણે છે અને પોતાના સિવાય
અન્ય પદાર્થોને પણ જાણે છે, તેથી જ્ઞાન અને જ્ઞેયનો વચન-ભેદ મૂર્ખાઓને મોટો
ભ્રમ ઉત્પન્ન કરે છે. જ્ઞેય અવસ્થા બે પ્રકારની છે-એક તો સ્વજ્ઞેય અને બીજી
પરજ્ઞેય. ૪૬.
_________________________________________________________________
૧. ચેતના બે પ્રકારની છે-જ્ઞાનચેતના અને દર્શનચેતના.

Page 358 of 444
PDF/HTML Page 385 of 471
single page version

background image
૩પ૮ સમયસાર નાટક
(દોહરા)
निजरूपा आतम सकति, पररूपा पर वस्त।
जिन लखि लीनौं पेंच यह, तिन लखि लियौ समस्त।। ४७।।
અર્થઃ– સ્વજ્ઞેય આત્મા છે અને પરજ્ઞેય આત્મા સિવાયના જગતના સર્વ
પદાર્થો છે, જેણે આ સ્વજ્ઞેય અને પરજ્ઞેયની ગૂંચવણ (કોયડો) સમજી લીધી છે તેણે
બધું જ જાણી લીધું છે એમ સમજો. ૪૭.
સ્યાદ્વાદમાં જીવનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
करम अवस्थामैं असुद्धसौ विलोकियत,
करम कलंकसौं रहित सुद्ध अंगहै।
उभै नै प्रवांन समकाल सुद्धासुद्ध रूप,
ऐसौ परजाइ धारी जीव नाना रंग है।
एक ही समैमैं त्रिधारूप पै तथापि याकी,
अखंडित चेतना सकति सरवंगहै।।
यहै स्यादवाद याकौ भेद स्यादवादी जानै,
मूरख न मानै जाकौहियौ द्रगभंग है।। ४८।।
શબ્દાર્થઃ– અવસ્થા = દશા. વિલોકિયત = દેખાય છે. ઉભૈ (ઉભય) = બે.
નૈ = નય. પરજાઈ ધારી = શરીર સહિત, સંસારી. રંગ = ધર્મ. ત્રિધા = ત્રણ. દ્રગ
ભંગ = આંધળો.
અર્થઃ– જો જીવની કર્મસહિત અવસ્થા ઉપર દ્રષ્ટિ દેવામાં આવે તો તે
વ્યવહારનયથી અશુદ્ધ દેખાય છે, જો નિશ્ચયનયથી કર્મમળ રહિત અવસ્થાનો વિચાર
કરવામાં આવે તો તે નિર્દોષ છે, અને જો એ બન્ને નયોનો એકસાથે વિચાર
કરવામાં આવે તો શુદ્ધાશુદ્ધરૂપ જણાય છે, -આ રીતે સંસારી જીવની વિચિત્ર ગતિ
_________________________________________________________________
क्वचिल्लसति मेचकं क्वचिन्मेचकामेचकं
क्वचित्पुनरमेचकं सहजमेव तत्त्वं मम।
तथापि न विमोहयत्यमलमेधसां तन्मनः
परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फुरत्।। ९।।

Page 359 of 444
PDF/HTML Page 386 of 471
single page version

background image
સાધ્ય-સાધક દ્વાર ૩પ૯
છે. જોકે તે એક ક્ષણમાં શુદ્ધ, અશુદ્ધ અને શુદ્ધાશુદ્ધ એવા ત્રણરૂપે છે તોપણ આ
ત્રણે રૂપોમાં તે અખંડ ચૈતન્યશક્તિથી સર્વાંગ સમ્પન્ન છે. આ જ સ્યાદ્વાદ છે, આ
સ્યાદ્વાદનો મર્મ સ્યાદ્વાદી જ જાણે છે, જે મૂર્ખ હૃદયના આંધળા છે તે આ અર્થ
સમજતા નથી.
निहचै दरवद्रिष्टि दीजै तब एक रूप,
गुन परजाइ भेद भावसौं बहुत है।
असंख्य परदेस संजुगत सत्ता परमान,
ग्यानकी प्रभासौं लोका लोक मानयुत है।।
परजै तरंगनिके अंग छिनभंगुर है,
चेतना सकतिसौं अखंडित अचुत है।
सो है जीव जगत विनायक जगतसार,
जाकी मौज महिमा अपार अदभुत है।। ४९।।
શબ્દાર્થઃ– ભેદભાવ = વ્યવહારનય. સંજુગત (સંયુક્ત) = સહિત. જુત
(યુક્ત) = સહિત. અચુત = અચળ. વિનાયક = શિરોમણિ. મૌજ = સુખ.
અર્થઃ– આત્મા નિશ્ચયનય અને દ્રવ્યદ્રષ્ટિથી એકરૂપ છે, ગુણપર્યાયોના ભેદ
અર્થાત્ વ્યવહારનયથી અભેદરૂપ છે. અસ્તિત્વની દ્રષ્ટિથી નિજ ક્ષેત્રાવગાહમાં સ્થિત
છે, પ્રદેશોની દ્રષ્ટિએ લોક-પ્રમાણ અસંખ્યપ્રદેશી છે, જ્ઞાયકદ્રષ્ટિએ
લોકાલોક પ્રમાણ
છે. પર્યાયોની દ્રષ્ટિએ ક્ષણભંગુર છે, અવિનાશી ચેતનાશક્તિની દ્રષ્ટિએ નિત્ય છે. તે
જીવ જગતમાં શ્રેષ્ઠ અને સાર પદાર્થ છે, તેના સુખગુણનો મહિમા અપરંપાર અને
અદ્ભુત છે. ૪૯.
_________________________________________________________________
૧. લોક અને અલોકમાં તેના જ્ઞાનની પહોંચ છે.
इतो गतमनेकतां दधदितः सदाप्येकता–
मितः क्षणविभङ्गुरं ध्रुवमितः सदैवोदयात्।
इतः परमविस्तृतं धृतमितः प्रदेशैर्निजै–
रहो सहजमात्मनस्तदिदमद्भुतं वैभवम्।। १०।।

Page 360 of 444
PDF/HTML Page 387 of 471
single page version

background image
૩૬૦ સમયસાર નાટક
विभाव सकति परनतिसौं विकल दीसै,
सुद्ध चेतना विचारतैं सहज संतहै।।
करम संजोगसौं कहावै गति जोनि वासी,
निहचै सुरूप सदा मुक्त महंत है।।
ज्ञायक सुभाउ धरै लोकालोक परगासी,
सत्ता परवांन सत्ता परगासवंत है।
सो है जीव जानत जहान कौतुक महान,
जाकी किरति कहां न अनादि अनंत है।। ५०।।
શબ્દાર્થઃ– વિકલ = દુઃખી. સહજ સંત = સ્વાભાવિક શાંત. વાસી =
રહેનાર. જહાન = લોક. કીરતિ (કીર્તિ) = યશ. કહાં ન = ક્યાં નથી.
અર્થઃ– આત્મા વિભાવ-પરિણતિથી દુઃખી દેખાય છે, પણ તેની શુદ્ધ
ચૈતન્યશક્તિનો વિચાર કરો તો તે સાહજિક શાંતિમય જ છે. તે કર્મના સંયોગથી
ગતિ યોનિનો પ્રવાસી કહેવાય છે, પણ તેનું નિશ્ચય સ્વરૂપ જુઓ તો કર્મબંધનથી
મુક્ત પરમેશ્વર જ છે. તેની જ્ઞાયક શક્તિ ઉપર દ્રષ્ટિ મૂકો તો તે લોકાલોકનો
જ્ઞાતાદ્રષ્ટા છે, જો તેના અસ્તિત્વ ઉપર ધ્યાન આપો તો નિજ ક્ષેત્રાવગાહ-પ્રમાણ
જ્ઞાનનો પિંડ છે. આવો જીવ જગતનો જ્ઞાતા છે. તેની લીલા વિશાળ છે, તેની કીર્તિ
કયાં નથી? અનાદિકાળથી ચાલી આવે છે અને અનંતકાળ સુધી ચાલશે. પ૦.
_________________________________________________________________
૧. ‘કહાન’ એવો પણ પાઠ છે. કહાન = કહાણી-વાર્તા.
कषायकलिरेकतः स्खलति शान्तिरस्त्येकतो
भवोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः।
जगत्त्रितयमेकतः स्फुरति चिच्चकास्त्येकतः
स्वभावमहिमात्मनो विजयतेऽद्भुतादद्भुतः।। ११।।

Page 361 of 444
PDF/HTML Page 388 of 471
single page version

background image
સાધ્ય-સાધક દ્વાર ૩૬૧
સાધ્યસ્વરૂપ કેવળજ્ઞાનનું વર્ણન (સવૈયા એકત્રીસા)
पंच परकार ग्यानावरनकौ नास करि,
प्रगटी प्रसिद्ध जग मांहि जगमगी है।
ज्ञायक प्रभामैं नाना ज्ञेयकी अवस्था धरि,
अनेक भई पै एकताके रस पगी है।।
याही भांति रहेगी अनंत काल परजंत,
अनंत सकति फोरि अनंतसौं लगी है।
नरदेह देवलमैं केवल सरूप सुद्ध,
ऐसी ग्यानज्योतिकी सिखा समाधि जगी है।। ५१।।
શબ્દાર્થઃ– ફોરિ = સ્ફુરિત કરીને. દેવલ = મંદિર. સિખા (શિખા) =
જ્વાળા. સમાધિ = અનુભવ.
અર્થઃ– જગતમાં જે જ્ઞાયક જ્યોતિ પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મોનો નાશ
કરીને ચમકતી પ્રગટ થઈ છે અને અનેક પ્રકારે જ્ઞેયાકારે પરિણમન કરવા છતાં પણ
જે એકરૂપ થઈ રહી છે તે જ્ઞાયકશક્તિ આવી જ રીતે અનંતકાળ સુધી રહેશે અને
અનંત વીર્યની સ્ફુરણા કરીને અક્ષયપદ પ્રાપ્ત કરશે. તે શુદ્ધ કેવળજ્ઞાનરૂપ પ્રભા
મનુષ્ય-દેહરૂપ મંદિરમાં પરમ શાંતિમય પ્રગટ થઈ છે. પ૧.
અમૃતચંદ્ર કળાના ત્રણ અર્થ (સવૈયા એકત્રીસા)
अच्छर अरथमैं मगन रहै सदा काल,
महासुख देवा जैसी सेवा कामगविकी।
_________________________________________________________________
जयति सहजतेजःपुञ्जमज्जत्त्रिलोकी–
स्खलदखिलविकल्पोऽप्येक एकस्वरूपः।
स्वरसविसरपूर्णाच्छिन्नतत्त्वोपलम्भः
प्रसभनियमितार्च्चिश्चिच्चमत्कार एषः।। १२।।
अविचलितचिदात्मन्यात्मनात्मानमात्म–
न्यनवरतनिमग्नं धारयद् ध्वस्तमोहः।
उदितममृतचन्द्रज्योतिरेतत्समन्ता–
ज्ज्वलतु विमलपूर्णंनिःसपत्नस्वभावम्।। १३।।

Page 362 of 444
PDF/HTML Page 389 of 471
single page version

background image
૩૬૨ સમયસાર નાટક
अमल अबाधित अलख गुन गावना है,
पावनापरम सुद्ध भावना है भविकी।।
मिथ्यात तिमिर अपहारा वर्धमान धारा,
जैसी उभै जामलौं किरण दीपैं रविकी।
ऐसी है अमृतचन्द्र कला त्रिधारूप धरै,
अनुभौ दसा गरंथ टीका बुद्धि कविकी।। ५२।।
શબ્દાર્થઃ– કામગવિ = કામધેનુ. અલખ = આત્મા. પાવના = પવિત્ર.
અપહારા = નાશ કરનારી. વર્ધમાન = ઉન્નતિરૂપ. ઉભૈ જામ = બે પહોર. ત્રિધારૂપ
= ત્રણ પ્રકારની.
અર્થઃ– અમૃતચંદ્રસ્વામીની ચંદ્રકળા અનુભવની, ટીકાની અને કવિતાની-એમ
ત્રણ રૂપે છે તે સદાકાળ અક્ષર અર્થ અર્થાત્ મોક્ષપદાર્થથી ભરપૂર છે, સેવા કરવાથી
કામધેનુ સમાન મહાસુખદાયક છે, એમાં નિર્મળ અને શુદ્ધ પરમાત્માના ગુણસમૂહનું
વર્ણન છે, પરમ પવિત્ર છે, નિર્મળ છે અને ભવ્યજીવોને ચિંતવન કરવા યોગ્ય છે,
મિથ્યાત્વનો અંધકાર નષ્ટ કરનાર છે, બપોરના સૂર્ય સમાન ઉન્નતિશીલ છે. પ૨.
(દોહરા)
नाम साध्य साधक कह्यौ, द्वार द्वादसम ठीक।
समयसार नाटक सकल,
पूरन भयौ सटीक।। ५३।।
અર્થઃ– સાધ્ય-સાધક નામના બારમા અધિકારનું વર્ણન કર્યું અને શ્રી
અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસારજી સમાપ્ત થયું. પ૩.
ગ્રંથના અંતમાં ગ્રંથકારની આલોચના (દોહરા)
अब कवि निज पूरब दसा, कहैं आपसौं आप।
सहज हरख मनमैं धरै, करै न पश्चाताप।। ५४।।
અર્થઃ– સ્વરૂપનું જ્ઞાન થવાથી પ્રસન્નતા પ્રગટ થઈ છે અને સંતાપનો
અભાવ થયો છે તેથી હવે કાવ્યકર્તા પોતે જ પોતાની પૂર્વદશાની આલોચના કરે છે.
પ૪.

Page 363 of 444
PDF/HTML Page 390 of 471
single page version

background image
સાધ્ય-સાધક દ્વાર ૩૬૩
(સવૈયા એકત્રીસા)
जो मैं आपा छांड़ि दीनौ पररूप गहि लीनौ,
कीनौ न बसेरौ तहां जहां मेरौ थल है।
भोगनिकौ भोगी ह्वै करमकौ करता भयौ,
हिरदै हमारे राग द्वेष मोह मलहै।।
ऐसी विपरीत चाल भई जो अतीत काल,
सो तो मेरे क्रियाकी ममताहीकौ फल है।
ग्यान द्रष्टि भासी भयौ क्रियासौं उदासी वह,
मिथ्या मोह निद्रामैं सुपनकोसौ छलहै।। ५५।।
શબ્દાર્થઃ– બસેરૌ = નિવાસ. થલ = સ્થાન. અતીત કાલ = પૂર્વ સમય.
અર્થઃ– મેં પૂર્વે મારા સ્વરૂપનું ગ્રહણ કર્યું નહોતું, પરપદાર્થોને પોતાના માન્યા
અને પરમ સમાધિમાં લીન ન થયો, ભોગોનો ભોક્તા થઈને કર્મોનો કર્તા થયો અને
હૃદય રાગ-દ્વેષ-મોહના મળથી મલિન રહ્યું. આવી વિભાવ પરિણતિમાં અમે
મમત્વભાવ રાખ્યો અર્થાત્ વિભાવપરિણતિને આત્મપરિણતિ સમજ્યા, તેના ફળથી
અમારી આ દશા થઈ. હવે જ્ઞાનનો ઉદય થવાથી ક્રિયાથી વિરક્ત થયો છું, આગળ
કહેલું જે કાંઈ થયું તે મિથ્યાત્વની મોહનિદ્રામાં સ્વપ્ન જેવું છળ થયું છે, હવે નિદ્રા
ઊડી ગઈ. પપ.
(દોહરા)
अमृतचंद्र मुनिराजकृत, पूरन भयौ गिरंथ।
समयसार नाटक प्रगट, पंचम गतिको पंथ।। ५६।।
_________________________________________________________________
यस्माद्द्वैतमभूत्पुरा स्वपरयोर्भूतं यतोऽत्रान्तरं
रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः।
भुञ्जाना च यतोऽनुभूतिरखिलं खिन्नं क्रियायाः फलं
तद्विज्ञानघनौघमग्नमधुना किञ्चिन्न किञ्चित्किल।। १४।।
स्वशक्तिसंसूचितवस्तुतत्त्वैर्व्याख्या कृतेयं समयस्य शब्दैः।
स्वरूपगुप्तस्य न किञ्चिदस्ति कर्तव्यमेवामृतचन्द्रसूरेः।। १५।।
इती समयसारकलशाः समाप्ताः।।

Page 364 of 444
PDF/HTML Page 391 of 471
single page version

background image
૩૬૪ સમયસાર નાટક
અર્થઃ– સાક્ષાત્ મોક્ષનો માર્ગ બતાવનાર શ્રી અમૃતચંદ્ર મુનિરાજકૃત નાટક
‘સમયસાર ગ્રંથ’ સંપૂર્ણ થયો. પ૬.
બારમા અધિકારનો સાર
-જે સાધે તે સાધક, જેને સાધવામાં આવે તે સાધ્ય છે. મોક્ષમાર્ગમાં “મૈં
સાધ્ય સાધક મૈં અબાધક”ની નીતિથી આત્મા જ સાધ્ય છે અને આત્મા જ સાધક
છે, ભેદ એટલો જ છે કે ઊંચી અવસ્થા સાધ્ય અને નીચલી અવસ્થા સાધક છે,
તેથી કેવળજ્ઞાની અર્હંત સિદ્ધ પર્યાય સાધ્ય અને સમ્યગ્દ્રષ્ટિ શ્રાવક સાધુ (વગેરે)
અવસ્થાઓ સાધક છે.
અનંતાનુબંધીની ચોકડી અને દર્શનમોહનીયત્રયનો અનુદય થવાથી સમ્યગ્દર્શન
થાય છે અને સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ જીવ ઉપદેશનો વાસ્તવિક પાત્ર થાય છે,
તેથી મુખ્ય ઉપદેશ તન, ધન, જન આદિ તરફથી રાગ દૂર કરવાનો અને વ્યસન
તથા વિષય-વાસનાઓથી વિરક્ત થવાનો છે. જ્યારે લૌકિક સંપત્તિ અને વિષય-
વાસનાઓથી ચિત્ત વિરક્ત થઈ જાય છે ત્યારે ઇન્દ્ર, અહમિંદ્રની સમ્પદા પણ વિરસ
અને નિસ્સાર જણાવા લાગે છે તેથી જ્ઞાનીઓ સ્વર્ગાદિની અભિલાષા કરતા નથી
કારણ કે જ્યાંસુધી (ઉપર) ચડીને ‘દેવ ઇક ઇન્દ્રી ભયા’ની ઉક્તિ અનુસાર ફરી
નીચે પડે છે તેને ઉન્નતિ જ કહેતા નથી અને જે સુખમાં દુઃખનો સમાવેશ છે તે
સુખ નથી દુઃખ જ છે, તેથી વિવેકી જીવ સ્વર્ગ અને નરક બન્નેને એક સરખા ગણે
જ છે.
આ સર્વથા અનિત્ય સંસારમાં કોઈ પણ વસ્તુ એવી નથી જેના પ્રત્યે
અનુરાગ કરવામાં આવે; કારણ કે ભોગોમાં રોગ, સંયોગમાં વિયોગ, વિદ્યામાં વિવાદ,
શુચિમાં ગ્લાનિ, જયમાં હાર પ્રાપ્ત થાય છે. ભાવએ છે કે સંસારની જેટલી સુખ
સામગ્રી છે તે દુઃખમય જ છે, તેથી સુખની સહેલી એકલી ઉદાસીનતા જાણીને તેની
જ ઉપાસના કરવી જોઈએ.

Page 365 of 444
PDF/HTML Page 392 of 471
single page version

background image

સ્વ. કવિવર પં. બનારસીદાસજી વિરચિત
ચૌદ ગુણસ્થાનાધિકાર
(૧૩)
મંગળાચરણ (દોહરા)
जिन–प्रतिमा जिन–सारखी, नमै बनारसि ताहि।
जाकी भक्ति प्रभावसौं, कीनौ
ग्रन्थ निवाहि।। १।।
શબ્દાર્થઃ– સારખી = જેવી. નિવાહિ = નિર્વાહ.
અર્થઃ– જેની ભક્તિના પ્રસાદથી આ ગ્રંથ નિર્વિઘ્ન સમાપ્ત થયો એવી
જિનરાજ-સમાન જિન-પ્રતિમાને પં. બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૧.
જિન–પ્રતિબિંબનું માહાત્મ્ય (સવૈયા એકત્રીસા)
जाके मुख दरससौं भगतके नैननिकौं,
थिरताकी बानी बढ़ै चंचलताविनसी।
मुद्रा देखि केवलीकी मुद्रा याद आवै जहां,
जाके आगै इंद्रकी विभूति दीसै तिनसी।।
जाकौ जस जपत प्रकास जगै हिरदेमैं,
सोइ सुद्धमति होइ हुती जु मलिनसी।
कहत बनारसी सुमहिमा प्रगट जाकी,
सोहै जिनकी छबि सुविद्यमान जिनसी।। २।।
શબ્દાર્થઃ– બાનિ = આદત. વિનસી = નષ્ટ થઈ. વિભૂતિ = સમ્પત્તિ.
તિનસી (તૃણસી) = તણખલા સમાન. મલિનસી (મલીનસી) = મેલા જેવી.
જિનસી = જિનદેવ જેવી.
અર્થઃ– જેમના મુખનું દર્શન કરવાથી ભક્તજનોના નેત્રોની ચંચળતા નષ્ટ
_________________________________________________________________
૧. ‘કુમતિ મલિનસી’ એવો પણ પાઠ છે.

Page 366 of 444
PDF/HTML Page 393 of 471
single page version

background image
૩૬૬ સમયસાર નાટક
થાય છે અને સ્થિર થવાની આદત વધે છે અર્થાત્ એકદમ ટકટકી લગાવીને જોવા
લાગે છે; જે મુદ્રા જોવાથી કેવળી ભગવાનનું સ્મરણ થઈ જાય છે, જેની સામે
સુરેન્દ્રની સંપત્તિ પણ તણખલા સમાન તુચ્છ ભાસવા લાગે છે, જેના ગુણોનું ગાન
કરવાથી હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ થાય છે અને જે બુદ્ધિ મલિન હતી તે પવિત્ર થઈ
જાય છે. પં. બનારસીદાસજી કહે છે કે જિનરાજના પ્રતિબિંબનો પ્રત્યક્ષ મહિમા છે,
જિનેન્દ્રની મૂર્તિ સાક્ષાત્ જિનેન્દ્ર સમાન સુશોભિત થાય છે. ૨.
જિન–મૂર્તિપૂજકોની પ્રશંસા (સવૈયા એકત્રીસા)
जाके उर अंतर सुद्रिष्टिकी लहर लसी,
विनसी मिथ्यात मोहनिद्राकी ममारखी।
सैली जिनशासनकी फैली जाकै घट भयौ,
गरबकौत्यागी षट–दरवकौपारखी।।
आगमकै अच्छर परे हैं जाके श्रवनमैं,
हिरदै–भंडारमैं समानीवानी आरखी।
कहत बनारसी अलप भवथिति जाकी,
सोई जिन प्रतिमा प्रवांनै जिन सारखी।। ३।।
શબ્દાર્થઃ– સુદ્રિષ્ટિ = સમ્યગ્દર્શન. મમારખી = મૂર્છા-અચેતનપણું. સૈલી
(શૈલી) = પદ્ધતિ. ગરવ (ગર્વ) = અભિમાન. પારખી = પરીક્ષક. શ્રવન = કાન.
સમાની = પ્રવેશ કરી ગઈ. આરખી (આર્ષિત) ઋષિ પ્રણીત. અલપ (અલ્પ) =
થોડી.
અર્થઃ– પં. બનારસીદાસજી કહે છે કે જેના અંતરંગમાં સમ્યગ્દર્શનની લહેરો
ઉત્પન્ન થઈને મિથ્યાત્વમોહનીયજનિત નિદ્રાની અસાવધાની નષ્ટ થઈ ગઈ છે,
જેમના હૃદયમાં જૈનમતની પદ્ધતિ પ્રગટ થઈ છે, જેમણે મિથ્યાભિમાનનો ત્યાગ કર્યો
છે, જેમને છ દ્રવ્યોના સ્વરૂપની ઓળખાણ થઈ છે, જેમને અરહંત કથિત આગમનો
ઉપદેશ શ્રવણગોચર થયો છે, જેમના હૃદયરૂપ ભંડારમાં જૈનઋષિઓના વચનો પ્રવેશ
કરી ગયા છે, જેમનો સંસાર નિકટ આવ્યો છે, તેઓ જ જિન-પ્રતિમાને જિનરાજ
સમાન માને છે. ૩

Page 367 of 444
PDF/HTML Page 394 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૬૭
પ્રતિજ્ઞા (ચોપાઈ)
जिन–प्रतिमा जन दोष निकंदै।
सीस नमाइ बनारसि बंदै।।
फिरि मनमांहि विचारै ऐसा।
नाटक गरंथ परम पदजैसा।। ४।।
परम तत्त परचैइस मांही।
गुनथानककी रचना नांही।।
यामैं गुनथानक रस आवै।
तो गरंथ अति सोभा पावै।। ५।।
શબ્દાર્થઃ– નિકંદૈ = નષ્ટ કરે. ગુનથાનક (ગુણસ્થાન) = મોહ અને યોગના
નિમિત્તથી સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ આત્માના ગુણોની
તારતમ્યરૂપ અવસ્થા-વિશેષને ગુણસ્થાન કહે છે. યામૈં = આમાં.
અર્થઃ– જિનરાજની પ્રતિમા ભક્તોનું મિથ્યાત્વ દૂર કરે છે. તે જિનપ્રતિમાને
પં. બનારસીદાસજીએ નમસ્કાર કરીને મનમાં એવો વિચાર કર્યો કે નાટક સમયસાર
ગ્રંથ પરમપદરૂપ છે અને આમાં આત્મતત્ત્વનું વ્યાખ્યાન તો છે, પરંતુ ગુણસ્થાનોનું
વર્ણન નથી. જો આમાં ગુણસ્થાનોની ચર્ચા ઉમેરાય તો ગ્રંથ બહુ જ ઉપયોગી થઈ
શકે. ૪. પ.
(દોહરા)
इह विचारि संछेपसौं, गुनथानक रस चोज।
वरनन करै बनारसी, कारन सिव–पथ खोज।। ६।।
नियत एक विवहारसौं, जीव चतुर्दस भेद।
रंग जोग बहु विधि भयौ, ज्यौं पट सहज सुफेद।। ७।।
શબ્દાર્થઃ– સંછેપસૌં = થોડામાં. જોગ (યોગ) = સંયોગ. પટ = વસ્ત્ર.

Page 368 of 444
PDF/HTML Page 395 of 471
single page version

background image
૩૬૮ સમયસાર નાટક
અર્થઃ– આમ વિચારીને પંડિત બનારસીદાસજી મોક્ષમાર્ગને શોધવામાં
કારણભૂત ગુણસ્થાનોનું સંક્ષેપમાં વર્ણન કરે છે. ૬. જીવપદાર્થ નિશ્ચયનયથી એકરૂપ
છે અને વ્યવહારનયથી ગુણસ્થાનોના ભેદથી ચૌદ પ્રકારનો છે. જેવી રીતે શ્વેત વસ્ત્ર
રંગોના સંયોગથી અનેક રંગનું થઈ જાય છે, તેવી જ રીતે મોહ અને યોગના
સંયોગથી સંસારી જીવોમાં ચૌદ અવસ્થાઓ પ્રાપ્ત થાય છે. ૭.
ચૌદ ગુણસ્થાનોનાં નામ (સવૈયા એકત્રીસા)
प्रथम मिथ्यात दूजौ सासादान तीजौ मिश्र,
चतुर्थ अव्रत पंचमौ विरत रंच है।
छठ्ठौ परमत्त नाम सातमो अपरमत्त,
आठमो अपूरवकरन सुख संच है।।
नौमौ अनिवृत्तिभाव दशमो सूच्छम लोभ,
एकादशमो सु उपसांत मोह बंचहै।
द्वादशमो खीनमोह तेरहो सजोगी जिन,
चौदहो अजोगी जाकी थिति अंक पंच है।। ८।।
શબ્દાર્થઃ– રંચ = જરા પણ. સુખ સંચ = આનંદનો સંગ્રહ, વંચ (વંચકતા)
= ઠગાઈ-દગો. થિતિ = સ્થિતિ. અંક પંચ = પાંચ અક્ષર.
અર્થઃ– પહેલું મિથ્યાત્વ, બીજું સાસાદન, ત્રીજું મિશ્ર, ચોથું અવ્રતસમ્યગ્દ્રષ્ટિ,
પાંચમું દેશવ્રત, છઠ્ઠું પ્રમત્તમુનિ, સાતમું અપ્રમત્તમુનિ, આઠમું અપૂર્વકરણ, નવમું
અનિવૃત્તિકરણ, દશમું સૂક્ષ્મલોભ, અગિયારમું ઉપશાંતમોહ, બારમું ક્ષીણમોહ, તેરમું
સયોગી જિન અને ચૌદમું અયોગી જિન જેની સ્થિતિ અ, ઇ, ઉ, ઋ, લૃ-આ પાંચ
અક્ષરોના ઉચ્ચારણના સમય જેટલી છે. ૮.
મિથ્યાત્વ ગુણસ્થાનનું વર્ણન (દોહરા)
बरनै सब गुनथानके, नाम चतुर्दस सार।
अब बरनौं मिथ्यातके,
भेद पंच परकार।। ९।।

Page 369 of 444
PDF/HTML Page 396 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૬૯
અર્થઃ– ગુણસ્થાનોના ચૌદ મુખ્ય નામ બતાવ્યા, હવે પાંચ પ્રકારના
મિથ્યાત્વનું વર્ણન કરે છે. ૯.
મિથ્યાત્વ ગુણસ્થાનમાં પાંચ પ્રકારના મિથ્યાત્વનો ઉદય રહે છે. (સવૈયા એકત્રીસા)
प्रथम एकांत नाम मिथ्यात अभिग्रहीत,
दूजौ विपरीत अभिनिवेसिक गोतहै।
तीजौ विनै मिथ्यात अनाभिग्रह नाम जाकौ,
चौथौ संसै जहां चित्त भौंरकौसौ पोत है।।
पांचमौ अग्यान अनाभोगिक गहलरूप,
जाकै उदै चेतन अचेतसौ होत है।
एई पांचौं मिथ्यात जीवकौं जगमैं भ्रमावैं,
इनकौ विनास समकितकौ उदोतहै।। १०।।
શબ્દાર્થઃ– ગોત = નામ. ભૌંર = વમળ. પોત = વહાણ. ગહલ =
અચેતનપણું. ઉદોત = પ્રગટ થવું.
અર્થઃ– પહેલું અભિગ્રહીત અર્થાત્ એકાંત મિથ્યાત્વ છે, બીજું અભિનિવેશિક
અર્થાત્ વિપરીત મિથ્યાત્વ છે, ત્રીજું અનાભિગ્રહ અર્થાત્ વિનય મિથ્યાત્વ છે, ચોથું
ચિત્તને વમળમાં પડેલા વહાણની જેમ ડામાડોળ કરનાર સંશય મિથ્યાત્વ છે, પાંચમું
અનાભોગિક અર્થાત્ અજ્ઞાન મિથ્યાત્વ સર્વથા અસાવધાનીની મૂર્તિ છે. આ પાંચેય
મિથ્યાત્વ જીવને સંસારમાં ભ્રમણ કરાવે છે અને એનો નાશ થવાથી સમ્યગ્દર્શન
પ્રગટ થાય છે. ૧૦.
એકાંત મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા)
जो इकंत नय पच्छ गहि, छकै कहावै दच्छ।
सो इकंतवादी पुरुष,
मृषावंत परतच्छ।। ११।।
શબ્દાર્થઃ– મૃષાવંત = જૂઠો. પરતચ્છ (પ્રત્યક્ષ) = સાક્ષાત્.

Page 370 of 444
PDF/HTML Page 397 of 471
single page version

background image
૩૭૦ સમયસાર નાટક
અર્થઃ– જે કોઈ એક નયની હઠ પકડીને, તેમાં જ લીન થઈને પોતાને
તત્ત્વજ્ઞાની કહે છે. તે પુરુષ એકાંતવાદી સાક્ષાત્ મિથ્યાત્વી છે. ૧૧.
વિપરીત મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા)
ग्रंथ उकत पथ उथपि जो, थापै कुमत स्वकीउ।
सुजस हेतु गुरुता
गहै, सो विपरीती जीउ।। १२।।
શબ્દાર્થઃ– ઉક્ત = કહેલું. ઉથપિ = ખંડન કરીને. ગુરુતા = બડાઈ.
અર્થઃ– જે આગમકથિત માર્ગનું ખંડન કરીને સ્નાન, સ્પર્શ્ય, અસ્પર્શ્ય
આદિમાં ધર્મ બતાવીને પોતાનું કપોલકલ્પિત પાખંડ પુષ્ટ કરે છે અને પોતાની
પ્રસિદ્ધિ માટે મોટો બનીને ફરે છે તે જીવ વિપરીત મિથ્યાત્વી છે. ૧૨.
વિનય મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા)
देव कुदेव सुगुरु कुगुरु, ठानै समान जु कोइ।
नमै भगतिसौं
सबनिकौं, विनै मिथ्याती सोइ।। १३।।
અર્થઃ– જે સુદેવ-કુદેવ, સુગુરુ-કુગુરુ, સત્શાસ્ત્ર-કુશાસ્ત્ર, બધાને એક સરખા
ગણે છે અને વિવેક વિના બધાની ભક્તિ, વંદન કરે છે તે જીવ વિનય મિથ્યાત્વી
છે. ૧૩.
સંશય મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા)
जो नाना विकलप गहै, रहै हियै हैरान।
थिर ह्वै तत्त्व न सद्दहै, सो जिय संसयवान।। १४।।
અર્થઃ– જે જીવ અનેક પ્રકારનું અવલંબન કરીને ચંચળ ચિત્તવાળો રહે છે
અને સ્થિરચિત્ત થઈને પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન કરતો નથી તે સંશય મિથ્યાત્વી છે.
૧૪.
અજ્ઞાન મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા)
जाकौ तन दुख दहलसौं, सुरत होत नहि रंच।
गहल रूप
वरतै सदा, सो अग्यान तिरजंच।। १५।।

Page 371 of 444
PDF/HTML Page 398 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૭૧
શબ્દાર્થઃ– સુરત = ભાન, રંચ = જરાપણ. ગહલ = અચેતનપણું.
અર્થઃ– જેને શારીરિક કષ્ટના ઉદ્વેગથી જરાપણ ભાન (રહ્યું) નથી અને સદૈવ
તત્ત્વજ્ઞાનથી અજાણ રહે છે, તે જીવ અજ્ઞાની છે, પશુ સમાન છે. ૧પ.
મિથ્યાત્વના બે ભેદ (દોહરા)
पंच भेद मिथ्यातके, कहैजिनागम जोइ।
सादि अनादि सरूप अब, कहूं अवस्था दोइ।। १६।।
અર્થઃ– જૈનશાસ્ત્રોમાં જે પાંચ પ્રકારના મિથ્યાત્વનું વર્ણન કર્યું છે તેના સાદિ
અને અનાદિ બન્નેનું સ્વરૂપ કહું છું. ૧૬.
સાદિ મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા)
जो मिथ्या दल उपसमै, ग्रंथि भेदि बुध होइ।
फिर आवै मिथ्यातमैं, सादि मिथ्याती
सोइ।। १७।।
અર્થઃ– જે જીવ દર્શનમોહનીયના દળને અર્થાત્ મિથ્યાત્વ, સમ્યક્-મિથ્યાત્વ
અને સમ્યક્-પ્રકૃતિને ઉપશમ કરીને મિથ્યાત્વ ગુણસ્થાનથી ચઢીને સમ્યક્ત્વનો સ્વાદ
લે છે અને પછી મિથ્યાત્વમાં પડે છે તે સાદિ મિથ્યાત્વી છે. ૧૭.
અનાદિ મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા)
जिनि ग्रंथी भेदी नहीं, ममता मगन सदीव।
सो अनादि मिथ्यामती, विकल बहिर्मुख जीव।। १८।।
શબ્દાર્થઃ– વિકલ = મૂર્ખ. બહિર્મુખ = પર્યાયબુદ્ધિ.
અર્થઃ– જેણે મિથ્યાત્વનો કદી અનુદય નથી કર્યો, જે સદા શરીરાદિમાં
અહંબુદ્ધિ રાખતો આવ્યો છે તે મૂર્ખ આત્મજ્ઞાનથી શૂન્ય અનાદિ-મિથ્યાત્વી છે. ૧૮.
સાસાદન ગુણસ્થાનનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા (દોહરા)
कह्यौ प्रथम गुनथान यह, मिथ्यामत अभिधान।
करूं
अलपवरनन अबै, सासादन गुनथान।। १९।।
_________________________________________________________________
૧. ‘અલપરૂપ અબ બરનવૌ’ એવો પણ પાઠ છે.

Page 372 of 444
PDF/HTML Page 399 of 471
single page version

background image
૩૭૨ સમયસાર નાટક
અર્થઃ– આ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનનું સ્વરૂપ કહ્યું, હવે સંક્ષેપમાં સાસાદન
ગુણસ્થાનનું કથન કરું છું. ૧૯.
સાસાદન ગુણસ્થાનનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
जैसैं कोऊ छुधित पुरुष खाइ खीर खांड,
वौन करै पीछेकौलगार स्वाद पावै है।
तैसैं चढ़ि चौथै पांचए कै छठ्ठे गुनथान,
काहू उपसमीकौ कषाय उदै आवै है।।
ताही समै तहांसौं गिरै प्रधान दसा त्यागी,
मिथ्यात अवस्थाकौ अधोमुख ह्वै धावै है।
बीचि एक समै वा छ आवली प्रवांन रहै,
सोई सासादानगुणथानक कहावै है।। २०।।
શબ્દાર્થઃ– ખાંડ = સાકર. વૌન = વમન. પ્રધાન = ઊંચી. અધોમુખ =
નીચે. આવલી = અસંખ્ય સમયની એક આવલી થાય છે.
અર્થઃ– જેવી રીતે કોઈ ભૂખ્યો માણસ સાકરમિશ્રિત ખીર ખાય અને વમન
થયા પછી તેનો કિંચિત્માત્ર સ્વાદ લેતો રહે, તેવી જ રીતે ચોથા, પાંચમા, છઠ્ઠા
ગુણસ્થાન સુધી ચઢેલા કોઈ ઉપશમસમ્યક્ત્વીને કષાયનો ઉદય થાય છે તો તેજ
સમયે ત્યાંથી મિથ્યાત્વમાં પડે છે, તે પડતી દશામાં એક સમય અને અધિકમાં
અધિક છ આવલી સુધી જે સમ્યક્ત્વનો કિંચિત્ સ્વાદ મળે છે તે સાસાદન
ગુણસ્થાન છે.
વિશેષઃ– અહીં અનંતાનુબંધીની ચોકડીમાંથી કોઈ એકનો ઉદય રહે છે. ૨૦.
ત્રીજું ગુણસ્થાનક કહેવાની પ્રતિજ્ઞા (દોહરા)
सासादन गुणथान यह,भयौ समापत बीय।
मिश्रनाम गुणथान अब, वरनन करूं तृतीय।। २१।।

Page 373 of 444
PDF/HTML Page 400 of 471
single page version

background image
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૩૭૩
શબ્દાર્થઃ– બીય (બીજો) = બીજા.
અર્થઃ– આ બીજા સાસાદન ગુણસ્થાનનું સ્વરૂપ સમાપ્ત થયું. હવે ત્રીજા મિશ્ર
ગુણસ્થાનનું વર્ણન કરે છે. ૨૧.
ત્રીજા ગુણસ્થાનનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
उपसमी समकिती कै तो सादि मिथ्यामती,
दुहुंनिकौं मिश्रितमिथ्यात आइ गहै है।
अनंतानुबंधी चौकरीकौ उदै नाहि जामैं,
मिथ्यात समै प्रकृतिमिथ्यात न रहै है।।
जहां सद्दहन सत्यासत्यरूप समकाल,
ग्यानभाव मिथ्याभाव मिश्र धारा वहै है।
याकी थिति अंतर मुहूरत उभयरूप,
ऐसौ मिश्र गुनथान अचारजकहै है।। २२।।
અર્થઃ– આચાર્ય કહે છે કે ઉપશમ-સમ્યગ્દ્રષ્ટિ અથવા સાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને
જો મિશ્ર-મિથ્યાત્વ નામની કર્મપ્રકૃતિનો ઉદય આવી પડે અને અનંતાનુબંધીની
ચોકડી તથા મિથ્યાત્વ-મોહનીય અને સમ્યક્ત્વ-મોહનીય આ છ પ્રકૃતિઓનો ઉદય
ન હોય, ત્યાં એકસાથે સત્યાસત્ય શ્રદ્ધાનરૂપ જ્ઞાન અને મિથ્યાત્વમિશ્ર ભાવ રહે છે
તે મિશ્ર ગુણસ્થાનક છે, એનો કાળ અંતર્મુહૂર્ત છે.
ભાવાર્થઃ– અહીં ગોળ-મિશ્રિત દહીં સમાન સત્યાસત્ય-મિશ્રિત ભાવ રહે છે.
૨૨.
ચોથા ગુણસ્થાનકનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા (દોહરા)
मिश्र दसा पूरन भई, कही यथामति भाखि।
अब चतुर्थ गुनथान विधि, कहौं जिनागम साखि।।
२३।।
અર્થઃ– પોતાના ક્ષયોપશમ અનુસાર મિશ્ર ગુણસ્થાનનું કથન સમાપ્ત થયું,
હવે જિનાગમની સાક્ષીપૂર્વક ચોથા ગુણસ્થાનનું વર્ણન કરું છું. ૨૩.