Natak Samaysar (Gujarati). Gatha: 33-58 (Bandh Dvar),1,2,3 (Moksha Dvar); Aathma adhikaarno saar; Moksha Dvar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 12 of 24

 

Page 194 of 444
PDF/HTML Page 221 of 471
single page version

background image
૧૯૪ સમયસાર નાટક
निरविकलप निरुपाधि आतम समाधि,
साधि जे सुगुन मोख पंथकौ ढुकत हैं।
तेई जीव परम दसामैं थिररूप ह्वैकै,
धरममैं धुके न करमसौं रुकत हैं।। ३२।।
શબ્દાર્થઃ– અસંખ્યાત લોક પરવાંન= જેટલા લોકાલોકના પ્રદેશો છે.
ઉકત=કહેલા. નિયત=નિશ્ચયનય. મુક્ત=છૂટેલા.
અર્થઃ– જિનરાજનું કથન છે કે જીવને જે લોકાલોકના પ્રદેશો જેટલા
મિથ્યાત્વભાવના અધ્યવસાયો છે તે વ્યવહારનયથી છે. જે જીવને મિથ્યાત્વ નષ્ટ
થતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે તે વ્યવહાર છોડી નિશ્ચયમાં લીન થાય છે, તે
વિકલ્પ અને ઉપાધિરહિત આત્મ-અનુભવ ગ્રહણ કરીને દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ
મોક્ષમાર્ગમાં લાગે છે અને તે જ પરમધ્યાનમાં સ્થિર થઈને નિર્વાણ પ્રાપ્ત કરે છે,
કર્મોનો રોકયો રોકાતો નથી. ૩૨.
શિષ્યનો પ્રશ્ન (કવિત્ત)
जे जे मोह करमकी परनति,
बंध–निदान कहीतुम सब्ब।
संतत भिन्न सुद्ध चेतनसौं,
तिन्हकौ मूल हेतु कहु अब्ब।।
कै यह सहज जीवकौ कौतुक,
कै निमित्त है पुग्गलदब्ब।
सीस नवाइ शिष्य इम पूछत,
कहै सुगुरु उत्तरसुन भब्ब।। ३३।।
શબ્દાર્થઃ– પરનતિ=ચાલ. નિદાન=કારણ. સંતત=સદૈવ. મૂલ હેતુ=મુખ્ય
કારણ.
_________________________________________________________________
रागादयो बन्धनिदानमुक्तास्तेशुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः।
आत्मा परो वा किमु तन्निमित्तमिति प्रणुन्नाः पुनरेवमाहुः।। १२।।

Page 195 of 444
PDF/HTML Page 222 of 471
single page version

background image
બંધ દ્વાર ૧૯પ
કૌતુક=ખેલ.
અર્થઃ– શિષ્ય મસ્તક નમાવીને પ્રશ્ન કરેે છે કે હે ગુરુજી! આપે મોહકર્મની
સર્વ પરિણતિને બંધનું કારણ કહી છે તેથી તે શુદ્ધ ચૈતન્યભાવોથી સદા નિરાળી જ
છે. હવે કહો કે બંધનું મુખ્ય કારણ શું છે? બંધ જીવનો જ સ્વાભાવિક ધર્મ છે
અથવા એમાં પુદ્ગલ દ્રવ્યનું નિમિત્ત છે? ત્યાં શ્રીગુરુ ઉત્તર આપે છે કે હે ભવ્ય?
સાંભળો. ૩૩.
શિષ્યની શંકાનું સમાધાન (સવૈયા એકત્રીસા)
जैसैं नाना बरन पुरी बनाइ दीजै हेठ,
उज्जल विमल मनि सूरज–करांतिहै।
उज्जलता भासै जब वस्तुकौ विचार कीजै,
पुरीकी झलकसौं बरन भांति भांति है।।
तैसैं जीव दरबकौं पुग्गल निमित्तरूप,
ताकी ममतासौं मोह मदिराकीमांति है।।
भेदग्यान द्रिष्टिसौं सुभाव साधि लीजै तहां,
सांची शुद्ध चेतना अवाची सुख सांति है।। ३४।।
શબ્દાર્થઃ– નાના-બરન=અનેક રંગ. પુરી=ડંક. હેઠ=નીચે. કરાંતિ
(ક્રાંતિ)=ચમક. માંતિ = ઉન્મત્તપણું. અવાચી= વચન-અગોચર.
અર્થઃ– જેમ સ્વચ્છ અને સફેદ સૂર્યકાન્તમણિ અથવા સ્ફટિકમણિની નીચે
અનેક પ્રકારના ડંક મૂકવામાં આવે તો તે અનેક પ્રકારના રંગ-બેરંગી દેખાય છે અને
જો વસ્તુના અસલ સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો ઉજ્જવળતા જ જણાય છે,
તેવી જ રીતે જીવદ્રવ્યમાં પુદ્ગલના નિમિત્તે તેની મમતાના કારણે મોહ-મદિરાનું
ઉન્મત્તપણું થાય છે, પણ ભેદવિજ્ઞાન દ્વારા સ્વભાવ વિચારવામાં આવે તો સત્ય અને
શુદ્ધ ચૈતન્યની વચનાતીત સુખ-શાંતિ પ્રતીતમાં આવે છે. ૩૪.
_________________________________________________________________
न जातु रागादिनिमित्तभावमात्मात्मनो याति यथार्ककान्तः।
तस्मिन्निमित्तं परसंग एव
वस्तुस्वभावोऽयमुदेति तावत्।। १३।।

Page 196 of 444
PDF/HTML Page 223 of 471
single page version

background image
૧૯૬ સમયસાર નાટક
વળી–
जैसैं महिमंडलमैं नदीकौ प्रवाह एक,
ताहीमैं अनेक भांति नीरकीढरनि है।
पाथरकौ जोर तहां धारकी मरोर होति,
कांकरकी खांनि तहां झागकी झरनि है।।
पौंनकी झकोर तहां चंचल तरंग ऊठै,
भूमिकी निचांनि तहां भौरकी परनि है।
तैसैं एक आतमा अनंत–रस पुदगल,
दुहूंके संजोगमैं विभावकी भरनि है।। ३५।।
શબ્દાર્થઃ– પાથર=પત્થર. ઝાગ=ફીણ. પૌંન=પવન. નિચાંનિ=ઢાળ.
અર્થઃ– જેવી રીતે પૃથ્વી ઉપર જોકે નદીનો પ્રવાહ એકરૂપ હોય છે, તોપણ
પાણીની અનેક અવસ્થાઓ થાય છે, અર્થાત્ જ્યાં પત્થર સાથે અથડાય છે ત્યાં
પાણીનો પ્રવાહ વળાંક લે છે, જ્યાં રેતીનો સમૂહ હોય છે ત્યાં ફીણ પડી જાય છે,
જ્યાં પવનનો ઝપાટો લાગે છે ત્યાં તરંગો ઊઠે છે, જ્યાં જમીન ઢાળવાળી હોય છે
ત્યાં વમળ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે એક આત્મામાં જાતજાતના પુદ્ગલોના
સંયોગ થવાથી અનેક પ્રકારની વિભાવપરિણતિ થાય છે. ૩પ.
જડ અને ચૈતન્યનું પૃથક્પણું (દોહરા)
चेतन लच्छन आतमा, जड़ लच्छन तन–जाल।
तनकी ममता
त्यागिकै, लीजै चेतन–चाल।। ३६।।
અર્થઃ– આત્માનું લક્ષણ ચેતના છે અને શરીર આદિનું લક્ષણ જડ છે, તેથી
શરીર આદિનું મમત્વ છોડીને શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ કરવું ઉચિત છે. ૩૬.
_________________________________________________________________
इति वस्तुस्वभावं स्वं ज्ञानी जानाति तेन सः।
रागादीन्नात्मनः कुर्यान्नातो भवति
कारकः।। १४।।

Page 197 of 444
PDF/HTML Page 224 of 471
single page version

background image
બંધ દ્વાર ૧૯૭
આત્માની શુદ્ધ પરિણતિ (સવૈયા એકત્રીસા)
जो जगकी करनी सब ठानत,
जो जग जानत जोवत जोई।
देह प्रवांन पै देहसौं दूसरौ,
देह अचेतन चेतन सोई।।
देह धरै प्रभु देहसौं भिन्न,
रहैपरछ लखै नहि कोई।
लच्छन वेदि विचच्छन बूझत,
अच्छनसौं परतच्छ न होई।। ३७।।
શબ્દાર્થઃ– જોવત=દેખે છે. પ્રવાંન=બરાબર. પરછન્ન (પ્રચ્છન્ન)= ગુપ્ત,
ઢાંકેલ. વેદિ=જાણીને. વિચચ્છન=જ્ઞાની. બૂઝત=સમજે છે. અચ્છનસૌં=ઈન્દ્રિયોથી.
પરતચ્છ (પ્રત્યક્ષ)=પ્રગટ.
અર્થઃ– જે સંસારમાં સર્વ ક્રિયાઓ* કરે છે, જે જગતને જાણનાર, દેખનાર
છે, જે શરીર પ્રમાણ રહે છે, પણ શરીરથી ભિન્ન છે, કેમ કે શરીર જડ છે અને તે
ચૈતન્ય છે, તે પ્રભુ (આત્મા) જોકે દેહમાં છે પણ દેહથી નિરાળો છે, તે ઢંકાઈને રહે
છે, બધાને દેખાતો નથી, જ્ઞાનીઓ લક્ષણ આદિથી તેને ઓળખે છે, તે ઈન્દ્રિયગોચર
નથી. ૩૭.
શરીરની અવસ્થા (સવૈયા તેવીસા)
देह अचेतन प्रेत–दरी रज–
रेत–भरी मल–खेतकी क्यारी।
व्याधिकी पोट अराधिकी ओट,
उपाधिकी जोट समाधिसौं न्यारी।।
_________________________________________________________________
* ચતુર્ગતિ ગમન, રાગ-દ્વેષ આદિ.
इति वस्तुस्वभावं स्वं नाज्ञानी वेत्ति तेन सः।
रागादीनात्मनः कुर्यादतो भवति
कारकः।। १५।।

Page 198 of 444
PDF/HTML Page 225 of 471
single page version

background image
૧૯૮ સમયસાર નાટક
रे जिय! देह करै सुख हानि,
इते पर तौ तोहि लागत प्यारी।
देह तौ तोहि तजेगी निदान पै,
तूही तजै किन देहकी यारी।। ३८।।
શબ્દાર્થઃ– પ્રેત-દરી = મૃત શરીર રાખવાનું સ્થાન. રજ=રક્ત. રેત=વીર્ય.
કયારી=વાડી. પોટ = ગાંસડી. અરાધિ = આત્મસ્વરૂપ. ઉપાધિ = કલેશ. જોટ =
સમૂહ.
અર્થઃ– દેહ જડ છે જાણે એક મડદાનું સ્થાન જ છે. તે રજ અને વીર્યથી
ભરેલું છે, મળ-મૂત્રરૂપી ખેતરોનો કયારો છે, રોગોનું પોટલું છે, આત્માનું સ્વરૂપ
ઢાંકનાર છે, કષ્ટોનો સમૂહ છે અને આત્મધ્યાનથી ભિન્ન છે. હે જીવ! આ દેહ
સુખનો ઘાત કરે છે, તોપણ તને પ્રિય લાગે છે, છેવટે એ તને છોડશે જ તો પછી તું
જ એનો સ્નેહ કેમ છોડી દેતો નથી? ૩૮.
વળી–(દોહરા)
सुन प्रानी सदगुरु कहै, देह खेहकी खांनि।
धरै सहज दुख दोषकौं, करै मोखकी हांनि।। ३९।।
શબ્દાર્થઃ– ખેહ = માટી. સહજ =સ્વભાવથી.
અર્થઃ– શ્રીગુરુ ઉપદેશ આપે છે કે હે જીવ! શરીર માટીની ખાણ છે,
સ્વભાવથી જ દુઃખ અને દોષમય છે તથા મોક્ષસુખમાં બાધક છે. ૩૯.
વળી– (સવૈયા એકત્રીસા)
रेतकीसी गढ़ी किधाैं मढ़ी है मसानकीसी,
अंदर अंधेरी जैसी कंदरा है सैलकी।
ऊपरकी चमक दमक पट भूषनकी,
धोखै लागै भली जैसी कली है कनैलकी।।
औगुनकी औंडी महा भौंडी मोहकी कनौडी,
मायाकी मसूरति है मूरति है मैलकी।

Page 199 of 444
PDF/HTML Page 226 of 471
single page version

background image
બંધ દ્વાર ૧૯૯
ऐसी देह याहीके सनेह याकी संगतिसौं,
ह्वै रही हमारी मति कोल्हूकेसे बैलकी।। ४०।।
શબ્દાર્થઃ– ગઢી=નાનો ગઢ કે કિલ્લો. મઢી = નાનું મંદિર-દેરી. કંદરા =
ગુફા. સૈલ= પહાડ. કલી હૈ કનૈલકી = કનૈરના ફૂલની કળી. ઔંડી = ઊંડી. ભાંડી.
= ખરાબ. કનૌડી = કાણી આંખ. મસૂરતિ=આધાર.
અર્થઃ– આ દેહ રેતીના ગઢ સમાન અથવા સ્મશાનની દેરી સમાન છે અને
અંદર પર્વતની ગુફા સમાન અંધકારમય છે, ઉપરના ઠાઠમાઠ અને વસ્ત્રાભૂષણોથી
સારો દેખાય છે પરંતુ કનૈરની કળી સમાન દુર્ગંધવાળો છે, અવગુણોથી ભરેલો,
અત્યંત ખરાબ અને કાણી આંખ સમાન નકામો છે, માયાનો સમૂહ અને મેલની
મૂર્તિ જ છે, એના જ પ્રેમ અને સંગથી આપણી બુદ્ધિ ઘાણીના બળદ જેવી થઈ ગઈ
છે જેથી સંસારમાં સદા ભ્રમણ કરવું પડે છે. ૪૦.
વળી–
ठौर ठौर रकतके कुंड केसनिके झुंड,
हाड़निसौ भरी जैसे थरीहै चुरैलकी।
नैकुसे धकाके लगै ऐसै फटिजाय मानौ,
कागदकी पूरी किधौं चादरि है चैलकी।।
सूचै भ्रम वांनि ठानि मूढ़निसौं पहचांनि,
करै सुख हानि अरु खांनि बदफैलकी।
ऐसी देह याहीके सनेह याकी संगतिसौं,
ह्वै रही हमारीमति कोल्हूकेसे बैलकी।। ४१।।
શબ્દાર્થઃ– ઠૌર-ઠૌર= ઠેકઠેકાણે. કેસનિકે = વાળના. ઝુંડ = સમૂહ. થરી
(સ્થલ) = સ્થાન. ચુરૈલ = ચુડેલ. પૂરી = પડીકું. વાંનિ = ટેવ. ચૈલ = કપડાં.
બદફૈલ = બૂરા કામ.
અર્થઃ– આ દેહમાં ઠેકઠેકાણે લોહીના કુંડ અને વાળના ઝુંડ છે, એ
_________________________________________________________________
૧. ‘થોરસે’ પણ પાઠ છે. ૨. ‘ગતિ’ પણ પાઠ છે.

Page 200 of 444
PDF/HTML Page 227 of 471
single page version

background image
૨૦૦ સમયસાર નાટક
હાડકાંઓથી ભરેલો છે જાણે ચુડેલોનું નિવાસસ્થાન જ છે. જરાક ધક્કો લાગતાં એવી
રીતે ફાટી જાય છે જાણે કાગળનું પડીકું અથવા કપડાની જૂની ચાદર. એ પોતાનો
અસ્થિર સ્વભાવ પ્રગટ કરે છે પણ મૂર્ખાઓ એના પ્રત્યે સ્નેહ કરે છે. એ સુખનો
ઘાતક અને બુરાઈઓની ખાણ છે. એના જ પ્રેમ અને સંગથી આપણી બુદ્ધિ ઘાણીના
બળદ જેવી સંસારમાં ભટકનાર થઈ ગઈ છે.૪૧.
સંસારી જીવોની દશા ઘાણીના બળદ જેવી છે. (સવૈયા એકત્રીસા)
पाटी बांधी लोचनिसौं सकुचै दबोचनिसौं
कोचनिके सोचसौं न बेदै खेद तनकौ।
धायबो ही धंधा अरु कंधामांहि लग्यौ जोत,
बार बार आर सहै कायर है मनकौ।।
भूख सहै प्यास सहै दुर्जनको त्रास सहै,
थिरता न गहै न उसास लहै छनकौ।
पराधीन घूमै जैसौ कोल्हूकौ कमेरौ बैल,
तैसौईस्वभाव या जगतवासी जनकौ।। ४२।।
શબ્દાર્થઃ– પાટી = પટ્ટી. લોચનિસૌં = આંખોથી. સુકચૈ= સંકોચાઈ છે.
કોચનિકૈ = ચાબુકોના. ધાયબૌ = દોડવું. આર = એક પ્રકારની અણી. કાયર =
સાહસહીન. ત્રાસ = દુઃખ. ઉસાસ = વિસામો. કમેરૌ (કમાઉ) = નિરંતર
જોડાનારો.
અર્થઃ– સંસારી જીવોની દશા* ઘાણીના બળદ જેવી જ થઈ રહી છે. તે આ
રીતે છે- નેત્રો ઉપર પાટો બાંધેલો છે, જગ્યા સાંકડી હોવાથી દબાઈ- સંકડાઈને રહે
છે, ચાબુકના મારની બીકથી કષ્ટની જરા પણ દરકાર કરતો નથી,
_________________________________________________________________
* સંસારી જીવોની આંખો પર અજ્ઞાનની પટ્ટી બાંધેલી છે, તેઓ મર્યાદિત ક્ષેત્રથી આગળ જઈ શકતા
નથી એ તેમને માટે દબાવનાર છે, સ્ત્રી આદિના તીખા વચન ચાબુક છે, વિષય-સામગ્રીને માટે
ભટકવું તે તેમનો ધંધો છે, ગૃહસ્થપણું છોડીને નીકળી નથી શકતા એ તેમના ઉપર જોતરું છે,
કષાય, ચિંતા વગેરે આર છે, પરિગ્રહનો સંગ્રહ કરવા માટે ભૂખ-તરસ સહન કરે છે, શેઠ, રાજા
વગેરેનો ત્રાસ સહન કરવો પડે છે, કર્મોની પરાધીનતા છે, ભ્રમણા કરતાં અનંતકાળ વીતી ગયો
પણ એક ક્ષણ માટેય સાચું પ્રાપ્ત કર્યું નહિ.

Page 201 of 444
PDF/HTML Page 228 of 471
single page version

background image
બંધ દ્વાર ૨૦૧
દોડવું એ જ તેનું કામ છે, તેના ગળા ઉપર જોતર લાગેલું છે (જેથી નીકળી શકતો
નથી,) દરેક ક્ષણે આરનો માર સહન કરતો મનમાં નાહિંમત થઈ ગયો છે, ભૂખ-
તરસ અને નિર્દય પુરુષો દ્વારા પ્રાપ્ત કષ્ટ ભોગવે છે, ક્ષણમાત્ર પણ વિસામો લેવાની
સ્થિરતા પામતો નથી અને પરાધીન થઈને ચક્કર ફરે છે. ૪૨.
સંસારી જીવોની હાલત. (સવૈયા એકત્રીસા)
जगतमैं डोलैं जगवासी नररूप धरैं,
प्रेतकेसे दीप किधौं रेतकेसे थूहे हैं।
दीसैं पट भूषन आडंबरसौं नीके फिरि,
फीके छिनमांझ सांझ–अंबर ज्यौं सूहे हैं।।
मोहके अनल दगे मायाकी मनीसौं पगे,
डाभकी अनीसौं लगे ओसकेसे फूहे हैं।
धरमकी बूझ नांहि उरझे भरममांहि,
नाचि नाचि मरि जांहि मरीकेसे चूहे हैं।। ४३।।
શબ્દાર્થઃ– ડોલૈ=ફરે. પ્રેતકેસે દીપ=સ્મશાનમાં જે દીવો સળગાવવામાં આવે છે
તે. રેતકેસે થૂહે=રેતીના ઢગલા. નીકે=સારા. ફીકે=મલિન. સાંઝ-અંબર=સંધ્યાનું
આકાશ. અનલ=અગ્નિ. દગે=બળે. ડાભકી=ઘાસની. અની=અણી. ફૂહે=ટીપા.
બૂઝ=ઓળખાણ. મરી=પ્લેગ.
અર્થઃ– સંસારી જીવ મનુષ્ય આદિનું શરીર ધારણ કરીને ભટકી રહ્યા છે તે
સ્મશાનના દીવા અને રેતીના ટીંબાજેવા ક્ષણભંગુર છે. વસ્ત્ર-આભૂષણ આદિથી
સારા દેખાય છે પરંતુ સંધ્યાના આકાશ જેવા ક્ષણવારમાં મલિન થઈ જાય છે. તેઓ
મોહની અગ્નિથી બળે છે છતાં પણ માયાની મમતામાં લીન થાય છે અને ઘાસ પર
પડેલ ઝાકળના ટીપાની જેમ ક્ષણમાત્રમાં નાશ પામી જાય છે. તેમને પોતાના
સ્વરૂપની ઓળખાણ નથી, ભ્રમમાં ભૂલી રહ્યા છે અને પ્લેગના
_________________________________________________________________
૧. જલદી ઓલવાઈ જાય છે, કોઇ રોકનાર નથી.
૨. મારવાડમાં પવનના નિમિત્તે રેતીના ટીંબા બને છે અને પાછા મટી જાય છે.

Page 202 of 444
PDF/HTML Page 229 of 471
single page version

background image
૨૦૨ સમયસાર નાટક
ઉંદરોની* જેમ નાચી નાચીને તરત જ મરી જાય છે. ૪૩.
ધનસંપત્તિનો મોહ દૂર કરવાનો ઉપદેશ. (સવૈયા એકત્રીસા)
जासौं तू कहत यह संपदा हमारी सो तौ,
साधनि अडारी ऐसैं जैसै नाकसिनकी।
ताहि तू कहत याहि पुन्नजोग पाई सो तौ,
नरककी साई है बड़ाई डेढ़ दिनकी।।
घेरा मांहि परयौ तू विचारै सुख आंखिनकौ,
माखिनके चूटत मिठाई जैसैभिनकी।
एते परि होहि न उदासी जगवासी जीव,
जगमैं असाता हैं न साता एक छिनकी।। ४४।।
શબ્દાર્થઃ– અડારી = છોડી દીધું. સાઈ = નાખનાર. ઘેરા = ચક્કર.
અર્થઃ– હે સંસારી જીવો! જેને તમે કહો છો કે આ અમારું ધન છે, તેને
સજ્જનો, જેવી રીતે નાકનો મેલ ખંખેરી નાખવામાં આવે તેમ છોડી દે છે અને
પછી ગ્રહણ કરતા નથી. જે ધન તમે પુણ્યના નિમિત્તે મેળવ્યું કહો છો તે દોઢ
દિવસની મોટાઈ છે અને પછી નરકમાં નાખનાર છે અર્થાત્ પાપરૂપ છે. તમને
એનાથી આંખોનું સુખ દેખાય છે તેથી તમે કુટુંબીજનો વગેરેથી એવા ઘેરાઈ રહો છો
જેવી રીતે મિઠાઈ ઉપર માખીઓ ગણગણે છે. આશ્ચર્યની વાત છે કે આટલું હોવા
છતાં પણ સંસારી જીવો સંસારથી વિરક્ત થતા નથી. સાચું પૂછો તો સંસારમાં
એકલી અશાતા જ છે, ક્ષણમાત્ર પણ શાતા નથી. ૪૪.
લૌકિકજનોનો મોહ દૂર કરવાનો ઉપદેશ. (દોહરા)
ए जगवासी यह जगत्, इन्हसौं तोहि न काज।
तेरै
घटमैं जग बसै, तामैं तेरौ राज।। ४५।।
_________________________________________________________________
* જ્યારે ઉંદર ઉપર પ્લેગનું આક્રમણ થાય છે ત્યારે તે દરમાંથી નીકળીને જમીન ઉપર પડે છે અને
ખૂબ આકુળતાથી બેએક વાર પટકાઈને તરત જ મરી જાય છે.

Page 203 of 444
PDF/HTML Page 230 of 471
single page version

background image
બંધ દ્વાર ૨૦૩
અર્થઃ– હે ભવ્ય! આ સંસારી જીવો અને આ સંસાર સાથે તમારે કાંઈ સંબંધ
નથી, તમારા જ્ઞાનઘટમાં સમસ્ત સંસારનો સમાવેશ છે અને તેમાં તમારું જ રાજ્ય
છે. ૪પ.
શરીરમાં ત્રણલોકનો વિલાસ ગર્ભિત છે. (સવૈયા એકત્રીસા)
याही नर–पिंडमैं विराजै त्रिभुवन थिति,
याहीमैं त्रिविधि–परिनामरूप सृष्टि है।
याहीमैं करमकी उपाधि दुख दावानल,
याहीमैं समाधिसुख वारिदकी वृष्टि है।।
याहीमैं करतार करतूतिहीमैं विभूति,
यामैं भोग याहीमैं वियोग यामैं घृष्टि है।
याहीमैं विलास सब गर्भित गुपतरूप,
ताहीकौं प्रगटजाके अंतर सुद्रष्टि है।। ४६।।
શબ્દાર્થઃ– નર-પિંડ = મનુષ્ય શરીર. ત્રિવિધ = ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ.
વારિદ = વાદળું. ઘૃષ્ટિ = ઘર્ષણ. ગર્ભિત = સમાવેશ.
અર્થઃ– આ જ મનુષ્ય શરીરમાં ત્રણ લોક મોજૂદ છે, એમાં જ ત્રણે પ્રકારના
પરિણામ છે, એમાં જ કર્મ-ઉપાધિજનિત દુઃખરૂપ અગ્નિ છે, એમાં જ આત્મધ્યાનરૂપ
સુખની મેઘવૃષ્ટિ છે, એમાં કર્મનો કર્તા આત્મા છે, એમાં જ તેની ક્રિયા છે, એમાં જ
જ્ઞાન-સંપદા છે, એમાં જ કર્મનો ભોગ અથવા વિયોગ છે, એમાં જ સારા કે ખરાબ
ગુણોનું સંઘર્ષણ છે અને આ જ શરીરમાં સર્વ વિલાસ ગુપ્ત રીતે સમાયેલા છે. પરંતુ
જેના અંતરંગમાં સમ્યગ્જ્ઞાન છે તેને જ સર્વ વિલાસ જણાય છે. ૪૬.
_________________________________________________________________
૧. નિર્મળ જ્ઞાનમાં સમસ્ત લોક અલોક ઝળકે છે.
૨. કેડની નીચે પાતાળ લોક, નાભિ તે મધ્યલોક અને નાભિની ઉપર ઊર્ધ્વલોક.
૩. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય.

Page 204 of 444
PDF/HTML Page 231 of 471
single page version

background image
૨૦૪ સમયસાર નાટક
આત્મવિલાસ જાણવાનો ઉપદેશ. (સવૈયા તેવીસા)
रे रुचिवंत पचारि कहै गुरु,
तू अपनौ पद बूझत नांही।
खोजु हियें निज चेतन लच्छन,
है निजमैं निज गूझत नांही।।
सुद्ध सुछंद सदा अति उज्जल,
मायाके फंद अरूझतनांही।
तेरौ सरूप न दुंदकी दोहीमैं,
तोहीमैं है तोहि सूझत नांही।। ४७।।
શબ્દાર્થઃ– રુચિવંત = ભવ્ય. પચારિ = બોલાવીને. બૂઝત = ઓળખતો.
હિયેં = હૃદયમાં. ગૂઝત નાહીં = ગુંચવાતો નથી. સુછંદ = સ્વતંત્ર. ઉજ્જલ =
નિર્મળ. અરૂઝત નાહીં = છૂટતું નથી. દુંદ (દ્વંદ્વ) = ભ્રમજાળ. દોહી =દુવિધા.
અર્થઃ– શ્રીગુરુ બોલાવીને કહે છે કે હે ભવ્ય! તું તારા સ્વરૂપને ઓળખતો
નથી, પોતાના ઘટમાં ચૈતન્યનું લક્ષણ ગોતો, તે પોતાનામાં જ છે, પોતાથી ગુંચવાતો
નથી, તમે શુદ્ધ, સ્વાધીન અને અત્યંત નિર્વિકાર છો, તમારી આત્મસત્તામાં માયાનો
પ્રવેશ નથી. તમારું સ્વરૂપ ભ્રમજાળ અને દુવિધાથી રહિત છે જે તમને સૂઝતું નથી.
૪૭.
આત્મસ્વરૂપની ઓળખાણ જ્ઞાનથી થાય છે. (સવૈયા તેવીસા)
केई उदास रहैं प्रभु कारन,
केई कहैं उठि जांहि कहींकै।
केई प्रनाम करैं गढ़ि मूरति,
केई पहार चढैं चढ़िछींकै।।
केई कहैं असमानकै ऊपरि,
केई कहै प्रभु हेठि जमींकै।

Page 205 of 444
PDF/HTML Page 232 of 471
single page version

background image
બંધ દ્વાર ૨૦પ
मेरो धनी नहि दूर दिसन्तर,
मोहीमैं है मोहि सूझत नीकै।। ४८।।
શબ્દાર્થઃ– ઉદાસ = વિરક્ત. ગઢિ = બનાવીને. મૂરતિ (મૂર્તિ) = પ્રતિમા.
પહાર (પહાડ) = પર્વત. અસમાન (આસમાન) = ઊર્ધ્વલોક. હેઠિ = નીચે. જમીં
(જમીન) = ધરતી. દિસન્તર (દેશાન્તર) = અન્ય ક્ષેત્ર, વિદેશ.
અર્થઃ– આત્માને જાણવા માટે અર્થાત્ ઇશ્વરની ખોજ કરવા માટે કોઈ તો
ત્યાગી બની ગયા છે, કોઈ બીજા ક્ષેત્રમાં યાત્રા આદિ માટે જાય છે, કોઈ પ્રતિમા
બનાવીને નમસ્કાર, પૂજન કરે છે, કોઈ ડોળીમાં બેસીને પર્વત પર ચડે છે, કોઈ કહે
છે ઈશ્વર આકાશમાં છે અને કોઈ કહે છે કે પાતાળમાં છે, પરંતુ આપણા પ્રભુ દૂર
દેશમાં નથી-આપણામાં જ છે તે આપણને સારી રીતે અનુભવમાં આવે છે. ૪૮.
વળી–(દોહરા)
कहै सुगरु जो समकिती, परम उदासी होइ।
सुथिर चित्त अनुभौ करै,
प्रभुपद परसै सोइ।। ४९।।
શબ્દાર્થઃ– પરમ = અત્યંત. ઉદાસી = વીતરાગી. પરસૈ = પ્રાપ્ત કરે.
અર્થઃ– શ્રીગુરુ કહે છે કે જે સમ્યગ્દ્રષ્ટિ અત્યંત વીતરાગી થઈને મનને ખૂબ
સ્થિર કરીને આત્મ-અનુભવ કરે છે તે જ આત્મસ્વરૂપને પ્રાપ્ત થાય છે. ૪૯.
મનની ચંચળતા (સવૈયા એકત્રીસા)
छिनमैं प्रवीन छिनहीमैं मायासौं मलीन,
छिनकमैं दीन छिनमांहि जैसौ सक्र है।
लियैं दौर धूप छिन छिनमैं अनंतरूप,
कोलाहल ठानत मथानकौसौ तक्र है।।
नटकौसौ थार किधौं हार है रहटकौसौ,
धारकौसौ भौंर कि कुंभारकौसौ चक्र है।

Page 206 of 444
PDF/HTML Page 233 of 471
single page version

background image
૨૦૬ સમયસાર નાટક
ऐसौ मन भ्रामक सुथिरु आजु कैसै होई,
औरहीकौ चंचल अनादिहीकौ वक्र है।। ५०।।
શબ્દાર્થઃ– પ્રવીણ = ચતુર. સક્ર (શક્ર) = ઇન્દ્ર. ઠાનત = કરે છે. મથાન =
વલોણું. તક્ર = છાશ. થાર = થાળી. હાર = માળા. ચક્ર = ચાકડો. ભ્રામક =
ભ્રમણ કરનાર. ચંચળ = ચપળ. વક્ર = વાંકું.
અર્થઃ– આ મન ક્ષણમાત્રમાં પંડિત બની જાય છે, ક્ષણમાત્રમાં માયામાં
મલિન થઈ જાય છે, ક્ષણમાત્રમાં વિષયોને માટે દીન બને છે, ક્ષણમાત્રમાં ગર્વથી
ઇન્દ્ર જેવું બની જાય છે, ક્ષણમાત્રમાં જ્યાં-ત્યાં દોડે છે અને ક્ષણમાત્રમાં અનેક વેષ
કાઢે છે. જેમ દહીં વલોવતાં છાશની ઉથલ-પાથલ થાય છે તેવો કોલાહલ મચાવે છે;
નટનો થાળ, રહેંટચક્રની માળ, નદીના પ્રવાહનું વમળ અથવા કુંભારના ચાકડાની
જેમ ઘૂમ્યા જ કરે છે. આવું ભ્રમણ કરનારું મન આજે કેવી રીતે સ્થિર થઈ શકે કે
જે સ્વભાવથી જ ચંચળ અને અનાદિકાળથી વક્ર છે. પ૦.
મનની ચંચળતા ઉપર જ્ઞાનનો પ્રભાવ. (સવૈયા એકત્રીસા)
धायौ सदा काल पै न पायौ कहूं साचौ सुख,
रूपसौं विमुख दुखकूपवास बसाहै।
धरमकौ घाती अधरमकौ संघाती महा,
कुरापाती जाकी संनिपातकीसी दसा है।।
मायाकौं झपटि गहै कायासौं लपटि रहै,
भूल्यौ भ्रम–भीरमैं बहीरकौसौ ससाहै।
ऐसौ मन चंचल पताकासौ अंचल सु,
ग्यानके जगेसौं निरवाण पथ धसा है।। ५१।।
શબ્દાર્થઃ– ધાયૌ = દોડયો. વિમુખ = વિરુદ્ધ. સંઘાતી = સાથી. કુરાપાતી =
ઉપદ્રવી. ગહૈ = પકડે. બહીર = શિકારી. સસા (શશા) = સસલું. પતાકા = ધ્વજા.
અંચલ = કપડું.
અર્થઃ– આ મન સુખને માટે સદાય ભટકતું રહ્યું છે પણ કયાંય સાચું સુખ
મેળવ્યું નથી. પોતાના સ્વાનુભવના સુખથી વિરુદ્ધ થઈ દુઃખના કુવામાં પડી રહ્યો

Page 207 of 444
PDF/HTML Page 234 of 471
single page version

background image
બંધ દ્વાર ૨૦૭
છે. ધર્મનો ઘાતક, અધર્મનો સાથી, મહાઉપદ્રવી સનેપાતના રોગી જેવો અસાવધાન
થઈ રહ્યો છે. ધન-સંપત્તિ આદિનું સ્ફૂર્તિથી ગ્રહણ કરે છે અને શરીરમાં સ્નેહ કરે
છે, ભ્રમજાળમાં પડયો થકો એવો ભૂલી રહ્યો છે જેવો શિકારીના ઘેરામાં સસલું
ભટકી રહ્યું હોય. આ મન ધજાના વસ્ત્રની જેમ ચંચળ છે, તે જ્ઞાનનો ઉદય થવાથી
મોક્ષમાર્ગમાં પ્રવેશ કરે છે. પ૧.
મનની સ્થિરતાનો પ્રયત્ન (દોહરા)
जो मन विषै–कषायमैं, बरतै चंचल सोइ।
जो मन ध्यान विचारसौं, रुकै सु अविचल होइ।। ५२।।
શબ્દાર્થઃ– રુકૈ = રોકાય. અવિચલ = સ્થિર.
અર્થઃ– જે મન વિષય-કષાય આદિમાં વર્તે છે તે ચંચળ રહે છે અને જે
આત્મસ્વરૂપના ચિંતવનમાં લાગ્યું રહે છે તે સ્થિર થઈ જાય છે. પ૨.
વળી–(દોહરા)
तातैं विषै–कषायसौं, फेरि सु मनकी बांनि।
सुद्धातम अनुभौविषै,
कीजै अविचल आनि।। ५३।।
શબ્દાર્થઃ– બાંનિ = આદત-સ્વભાવ. અવિચલ = સ્થિર. આનિ = લાવીને.
અર્થઃ– માટે મનની પ્રવૃત્તિ વિષય-કષાયથી ખસેડીને તેને શુદ્ધ આત્માનુભવ
તરફ લાવો અને સ્થિર કરો. પ૩.
આત્માનુભવ કરવાનો ઉપદેશ. (સવૈયા એકત્રીસા)
अलख अमूरति अरूपी अविनासी अज,
निराधार निगम निरंजन निरंध है।
नानारूप भेस धरै भेसकौ न लेस धरै,
चेतन प्रदेस धरै चेतनकौ खंध है।।
मोह धरै मोहीसौ विराजै तोमैं तोहीसौ,
न तोहीसौ न मोहीसौ न रागी निरबंध है।

Page 208 of 444
PDF/HTML Page 235 of 471
single page version

background image
૨૦૮ સમયસાર નાટક
ऐसौ चिदानंद याही घटमें निकट तेरे,
ताहि तू विचारु मन और सब धंध है।। ५४।।
શબ્દાર્થઃ– અમૂરતિ (અમૂર્તિ) = આકાર રહિત. અવિનાસી = નિત્ય. અજ
= જન્મ રહિત. નિગમ = જ્ઞાની. નિરંધ = અખંડ. ખંધ (સ્કંધ) = પિંડ ધંધ
(દ્વંદ્વ) = દ્વિવિધા.
અર્થઃ– આ આત્મા અલખ, અમૂર્તિક, અરૂપી, નિત્ય, અજન્મ, નિજાધાર,
જ્ઞાની, નિર્વિકાર અને અખંડ છે. અનેક શરીર ધારણ કરે છે પણ તે શરીરોના કોઈ
અંશરૂપ થઈ જતો નથી, ચેતન પ્રદેશોને ધારણ કરેલ ચૈતન્યનો પિંડ જ છે. જ્યારે
આત્મા શરીર આદિ પ્રત્યે મોહ કરે છે ત્યારે મોહી થઈ જાય છે અને જ્યારે અન્ય
વસ્તુઓમાં રાગ કરે છે ત્યારે તે રૂપ થઈ જાય છે, વાસ્તવમાં ન શરીરરૂપ છે અને
ન અન્ય વસ્તુઓ રૂપ છે, તે સર્વથા વીતરાગ અને કર્મબંધથી રહિત છે. હે મન!
આવો ચિદાનંદ આ જ શરીરમાં તારી પાસે છે તેનો તું વિચાર કર, તે સિવાયની
બીજી બધી જંજાળ છે. પ૪.
આત્માનુભવ કરવાની વિધિ (સવૈયા એકત્રીસા)
प्रथम सुद्रिष्टिसौं सरीररूप कीजै भिन्न,
तामें और सूच्छम सरीर भिन्नमानिये।
अष्टकर्मभावकी उपाधि सोऊ कीजै भिन्न,
ताहूमें सुबुद्धिकौ विलास भिन्न जानिये।।
तामें प्रभु चेतन विराजत अखंडरूप,
वहै श्रुतग्यानके प्रवांन उर आनिये।
वाहीकौ विचार करि वाहीमैं मगन हूजै,
वाकौ पद साधिबेकौं ऐसी विधि ठानिये।। ५५।।
શબ્દાર્થઃ– શરીર = ઔદારિક, વૈક્રિયક, આહારક. સૂચ્છમ સરીર (સૂક્ષ્મ
શરીર) = તૈજસ, કાર્મણ. અષ્ટકર્મભાવકી ઉપાધિ = રાગ-દ્વેષ-મોહ. સુબુદ્ધિકૌ
વિલાસ = ભેદવિજ્ઞાન.
અર્થઃ– પહેલાં ભેદવિજ્ઞાનથી સ્થૂળ શરીરને આત્માથી ભિન્ન માનવું

Page 209 of 444
PDF/HTML Page 236 of 471
single page version

background image
બંધ દ્વાર ૨૦૯
જોઈએ, પછી તે સ્થૂળ શરીરમાં તૈજસ, કાર્માણ સૂક્ષ્મ શરીર છે, તેમને ભિન્ન જાણવા
યોગ્ય છે. પછી આઠ કર્મની ઉપાધિજનિત રાગ-દ્વેષને ભિન્ન કરવા અને પછી
ભેદવિજ્ઞાનને પણ ભિન્ન માનવું જોઈએ. તે ભેદવિજ્ઞાનમાં અખંડ આત્મા બિરાજમાન
છે, તેને શ્રુતજ્ઞાન-પ્રમાણ અથવા નય-નિક્ષેપ આદિથી નક્કી કરીને તેનો જ વિચાર
કરવો અને તેમાં જ લીન થવું જોઈએ. મોક્ષપદ પામવાની નિરંતર આવી જ રીત છે.
પપ.
આત્માનુભવથી કર્મબંધ થતો નથી. (ચોપાઈ)
इहि विधि वस्तु व्यवस्था जानै।
रागादिक निज रूप न मानै।।
तातैं ग्यानवंत जगमांही।
करम बंधकौ करता नांही।। ५६।।
અર્થઃ– સંસારમાં સમ્યગ્દ્રષ્ટિ જીવ ઉપર કહ્યા પ્રમાણે આત્માનું સ્વરૂપ જાણે છે
અને રાગ-દ્વેષ આદિને પોતાનું સ્વરૂપ માનતા નથી તેથી તે કર્મબંધનના કર્તા નથી.
પ૬.
ભેદજ્ઞાનીની ક્રિયા (સવૈયા એકત્રીસા)
ग्यानी भेदग्यानसौं विलेछि पुदगल कर्म,
आतमीक धर्मसौंनिरालो करि मानतौ।
ताकौ मूल कारन असुद्ध रागभाव ताके,
नासिबेकौं सुद्ध अनुभौ अभ्यास ठानतौ।।
याही अनुक्रम पररूप सनबंध त्यागि,
आपमांहि अपनौ सुभाव गहिआनतौ।
_________________________________________________________________
इत्यालोच्य विवेच्य तत्किल परद्रव्यं समग्रं बलात्
तन्मूलां बहुभावसन्ततिमिमामुद्धर्तुकामः समम्।
आत्मानं समुपैति निर्भरवहत्पूर्णैकसंविद्युतम्
येनोन्मूलितबन्ध एष भगवानात्मात्मनि स्फूर्जति।। १६।।

Page 210 of 444
PDF/HTML Page 237 of 471
single page version

background image
૨૧૦ સમયસાર નાટક
साधि सिवचाल निरबंध होत तिहूं काल,
केवल विलोक पाइ लोकालोक जानतौ।। ५७।।
શબ્દાર્થઃ– વિલેછિ = જુદો જાણવો. નિરાલૌ = ભિન્ન. અનુક્રમ = ક્રમ
પ્રમાણે. સાધિ = સિદ્ધ કરીને. સિવચાલ = મોક્ષમાર્ગ. નિરબંધ = બંધ રહિત.
વિલોક = જ્ઞાન.
અર્થઃ– જ્ઞાની જીવ ભેદવિજ્ઞાનના પ્રભાવથી પુદ્ગલ કર્મને જુદું જાણે છે અને
આત્મસ્વભાવથી ભિન્ન માને છે. તે પુદ્ગલ કર્મોનું મૂળ કારણ રાગ, દ્વેષ, મોહ આદિ
વિભાવો છે, તેનો નાશ કરવા માટે શુદ્ધ અનુભવનો અભ્યાસ કરે છે અને પ૪મા
કવિત્તમાં કહેલી રીતે આત્મસ્વભાવથી ભિન્ન અને પરરૂપ એવી બંધપદ્ધતિને દૂર
કરીને પોતામાં જ પોતાના જ્ઞાનસ્વભાવનું ગ્રહણ કરે છે. આ રીતે તે સદૈવ
મોક્ષમાર્ગનું સાધન કરીને બંધન રહિત થાય છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને
લોકાલોકનો જ્ઞાયક થાય છે. પ૭.
ભેદજ્ઞાનીનું પરાક્રમ (સવૈયા એકત્રીસા)
जैसैं कोऊ मनुष्य अजान महाबलवान,
खोदि मूल वृच्छकौ उखारै गहि बाहूसौं।
तैसैं मतिमान दर्वकर्म भावकर्म त्यागि,
ह्वै रहै अतीत मति ग्यानकी दशाहूसौं।।
याही क्रिया अनुसार मिटै मोह अंधकार,
जगै जोति केवल प्रधान सविताहूसौं।
चुकै न सकतीसौं लुकै न पुदगल मांहि,
धुकै मोख थलकौं रुकै न फिर काहूसौं।। ५८।।
_________________________________________________________________
रागादीनामुदयमदयं दारयत्कारणानां
कार्यं बन्धं विविधमधुना सद्य एव प्रणुद्य ।
ज्ञानज्योतिः क्षपिततिमिरं साधु सन्नद्धमेतत्
तद्वद्यद्वत्प्रसरमपरः कोऽपि नास्यावृणोति।। १७।।
ઇતિ બન્ધો નિષ્ક્રાન્તઃ।। ।।

Page 211 of 444
PDF/HTML Page 238 of 471
single page version

background image
બંધ દ્વાર ૨૧૧
શબ્દાર્થઃ– અતીત = ખાલી, શૂન્ય. સવિતાહૂ = સૂર્ય. લુકૈ = છુપાય. ધુકૈ =
ચાલે છે.
અર્થઃ– જેવી રીતે કોઈ અજાણ્યો મહા બળવાન મનુષ્ય પોતાના બાહુબળથી
કોઈ વૃક્ષને મૂળમાંથી ઉખાડી નાખે છે તેવી જ રીતે ભેદવિજ્ઞાની મનુષ્ય જ્ઞાનની
શક્તિથી દ્રવ્યકર્મ અને ભાવકર્મને દૂર કરીને હલકા થઈ જાય છે. આ રીતે મોહનો
અંધકાર નાશ પામે છે અને સૂર્યથી પણ શ્રેષ્ઠ કેવળજ્ઞાનની જ્યોત જાગે છે, પછી
કર્મ અને નોકર્મથી છુપાઈ ન શકવા યોગ્ય અનંતશક્તિ પ્રગટ થાય છે જેથી તે સીધા
મોક્ષમાં જાય છે અને કોઈના રોકયા રોકાતા નથી.પ૮.
આઠમા અધિકારનો સાર
જોકે સિદ્ધાલયમાં અનંત કાર્મણ વર્ગણાઓ ભરેલી છે તોપણ સિદ્ધ ભગવાનને
કર્મનો બંધ થતો નથી, અરિહંત ભગવાન યોગ સહિત હોવા છતાં અબંધ રહે છે,
પ્રમાદ વિના હિંસા થઈ જવા છતાં મુનિઓને બંધ થતો નથી, સમ્યગ્દ્રષ્ટિ જીવ
અસંયમી હોવા છતાં પણ બંધ રહિત છે. એથી સ્પષ્ટ છે કે કાર્મણ વર્ગણાઓ, યોગ,
હિંસા અને અસંયમથી બંધ થતો નથી, કેવળ શુભ-અશુભ અશુદ્ધોપયોગ જ બંધનું
કારણ છે. અશુદ્ધ ઉપયોગ રાગ-દ્વેષ-મોહરૂપ છે અને રાગ-દ્વેષ-મોહનો અભાવ
સમ્યગ્દર્શન છે, માટે બંધનો અભાવ કરવા માટે સમ્યગ્દર્શનની સંભાળ કરવી
જોઈએ. એમાં પ્રમાદ કરવો ઉચિત નથી કેમ કે સમ્યગ્દર્શન જ ધર્મ, અર્થ, કામ અને
મોક્ષ એ ચારે પુરુષાર્થોનો દાતા છે. આ સમ્યગ્દર્શન વિપરીત અભિનિવેશ રહિત હોય
છે. મેં કર્યું, મારું છે, હું ઇચ્છું તે કરીશ, એ મિથ્યાભાવ સમ્યગ્દર્શનમાં હોતો નથી.
એમાં શરીર, ધન, કુટુંબ અથવા વિષય-ભોગથી વિરક્તભાવ રહે છે અને ચંચળ
ચિત્તને વિશ્રામ મળે છે. સમ્યગ્દર્શન જાગૃત થતાં વ્યવહારની તલ્લીનતા રહેતી નથી,
નિશ્ચયનયના વિષયભૂત નિર્વિકલ્પ અને નિરુપાધિ આત્મરામનું સ્વરૂપ-ચિંતવન હોય
છે અને મિથ્યાત્વને આધીન થઈને સંસારી આત્મા જે અનાદિકાળથી ઘાણીના
બળદની જેમ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો હતો તેને વિલક્ષણ શાંતિ મળે છે.
સમ્યગ્જ્ઞાનીઓને પોતાનો ઇશ્વર પોતાનામાં જ દેખાય છે; અને બંધના કારણોનો
અભાવ થવાથી તેમને પરમેશ્વરપદ પ્રાપ્ત થાય છે.

Page 212 of 444
PDF/HTML Page 239 of 471
single page version

background image


મોક્ષ દ્વાર
(૯)
પ્રતિજ્ઞા (દોહરા)
बंधद्वार पूरौ भयौ, जो दुख दोष निदान।
अब बरनौं संक्षेपसौं,
मोखद्वार सुखथान।। १।।
શબ્દાર્થઃ– નિદાન = કારણ. વરનૌં = વર્ણન કરું છું. સંક્ષેપસૌં = થોડામાં.
અર્થઃ– દુઃખો અને દોષોના કારણભૂત બંધનો અધિકાર સમાપ્ત થયો. હવે
ટુંકામાં સુખના સ્થાનરૂપ મોક્ષ અધિકારનું વર્ણન કરું છું. ૧.
મંગળાચરણ (સવૈયા એકત્રીસા)
भेदग्यान आरासौं दुफारा करै ग्यानी जीव,
आतम करम धारा भिन्न भिन्नचरचै।
अनुभौ अभ्यास लहै परम धरम गहै,
करम भरमकौ खजानौ खोलि खरचै।।
यौही मोख मुख धावै केवल निकट आवै,
पूरन समाधि लहै परमकौ परचै।
भयौ निरदौर याहि करनौ न कछु और,
ऐसौ विश्वनाथ ताहि बनारसी अरचै।। २।।
_________________________________________________________________
द्विधाकृत्य प्रज्ञाक्रकचदलनाद्बन्धपुरुषौ
नयन्मोक्षं साक्षात्पुरुषमुपलम्भैकनियतम्।
इदानीमुन्मज्जत्सहजपरमानन्दसरसं
परं पूर्ण ज्ञानं कृतसकलकृत्यं विजयते।। १।।

Page 213 of 444
PDF/HTML Page 240 of 471
single page version

background image
મોક્ષ દ્વાર ૨૧૩
શબ્દાર્થઃ– ચરચૈ = જાણે. ખરચૈ = દૂર કરે. પરચૈ = ઓળખે. નિરદૌર =
સ્થિર. વિશ્વનાથ = સંસારનો સ્વામી. અરચૈ = વંદન કરે છે.
અર્થઃ– જ્ઞાની જીવ ભેદવિજ્ઞાનની કરવતથી આત્મપરિણતિ અને
કર્મપરિણતિને ભિન્ન કરીને તેમને જુદીજુદી જાણે છે અને અનુભવનો અભ્યાસ તથા
રત્નત્રયનું ગ્રહણ કરીને જ્ઞાનાવરણાદિ કર્મ અથવા રાગ-દ્વેષ આદિ વિભાવનો
ખજાનો ખાલી કરી નાખે છે. આ રીતે તે મોક્ષની સન્મુખ દોડે છે. જ્યારે કેવળજ્ઞાન
તેની સમીપ આવે છે ત્યારે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્મા બની જાય છે અને
સંસારનું ભટકવું મટી જાય છે તથા કરવાનું કાંઈ બાકી રહેતું નથી અર્થાત્ કૃતકૃત્ય
થઈ જાય છે. આવા ત્રિલોકીનાથને પંડિત બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૨.
સમ્યગ્જ્ઞાનથી આત્માની સિદ્ધિ થાય છે. (સવૈયા એકત્રીસા)
काहू एक जैनी सावधान ह्वै परम पैनी,
ऐसी बुद्धि छैनी घटमांहि डार दीनी है।
पैठी नो करम भेदि दरव करम छेदि,
सुभाउ विभाउताकी संधि सोधि लीनी है।।
तहां मध्यपाती होय लखी तिन धारा दोय,
एक मुधामई एक सुधारस–भीनी है।
मुधासौं विरचि सुधासिंधुमैं मगन भई,
ऐती सब क्रियाएक समै बीचि कीनी है।। ३।।
શબ્દાર્થઃ– સાવધાન = પ્રમાદ રહિત. પૈની = તીક્ષ્ણ. પૈઠી = ઘૂસી. સંધિ =
મિલનસ્થાન. મધ્યપાતી = વચ્ચે પડીને. મુધામઈ = અજ્ઞાનમય. સુધારસ =
અમૃતરસ. વિરચિ = છોડીને.
_________________________________________________________________
प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानैः
सूक्ष्मेऽन्तःसन्धिबन्धे निपतति रभसादात्मकर्मोभयस्य।
आत्मानं मग्नमन्तःस्थिरविशदलसद्धाम्नि चैतन्यपूरे
बन्धं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ।। २।।