Natak Samaysar (Gujarati). Gatha: 59-105.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 16 of 24

 

Page 274 of 444
PDF/HTML Page 301 of 471
single page version

background image
૨૭૪ સમયસાર નાટક
આત્મપદાર્થનું યથાર્થ સ્વરૂપ (સવૈયા તેવીસા)
राग विरोध उदै जबलौं तबलौं,
यह जीव मृषा मग धावै।
ग्यान जग्यौ जब चेतनकौ तब,
कर्म दसा पर रूपकहावै।।
कर्म विलेछि करै अनुभौ तहां,
मोह मिथ्यात प्रवेश न पावै।
मोह गयें उपजै सुख केवल,
सिद्ध भयौ जगमांहि न आवै।। ५९।।
શબ્દાર્થઃ– વિરોધ = દ્વેષ. મૃષા મગ = મિથ્યામાર્ગ. ધાવૈ = દોડે છે.
અર્થઃ– જ્યાં સુધી આ જીવને મિથ્યાજ્ઞાનનો ઉદય રહે છે, ત્યાં સુધી તે રાગ-
દ્વેષમાં વર્તે છે, પરંતુ જ્યારે તેને જ્ઞાનનો ઉદય થઈ જાય છે, ત્યારે તે કર્મપરિણતિને
પોતાનાથી ભિન્ન ગણે છે અને જ્યારે કર્મપરિણતિ તથા આત્મપરિણતિનું પૃથક્કરણ
કરીને આત્મ-અનુભવ કરે છે, ત્યારે મિથ્યામોહનીયને સ્થાન મળતું નથી. અને મોહ
પૂર્ણપણે નષ્ટ થતાં કેવળજ્ઞાન તથા અનંતસુખ પ્રગટ થાય છે, જેથી સિદ્ધપદની
પ્રાપ્તિ થાય છે અને પછી જન્મ-મરણરૂપ સંસારમાં આવવું પડતું નથી. પ૯.
પરમાત્મપદની પ્રાપ્તિનો માર્ગ (છપ્પા છંદ)
जीव करम संजोग, सहज मिथ्यातरूप धर।
राग दोष परनति प्रभाव, जानै न आप पर।।
_________________________________________________________________
रागद्वेषद्वयमुदयते तावदेतन्न यावत्
ज्ञानं ज्ञानं भवति न पुनर्बोधतां याति बोध्यम्।
ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यक्कृताज्ञानभावं
भावाभावौ भवतितिरयन् येन पूर्णस्वभावः।। २४।।
रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात्
तौ वस्तुत्वप्रणिहितद्रशा द्रश्यमानौ न किञ्चित्।
सम्यग्द्रष्टिः क्षपयतु ततस्तत्त्वद्रष्टया स्फुटन्तौ
ज्ञानज्योतिर्ज्वलति सहजं येनपूर्णाचलार्चिः।। २५।।

Page 275 of 444
PDF/HTML Page 302 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૭પ
तम मिथ्यात मिटि गयौ, हुवो समकित उदोत ससि।
राग दोष कछु वस्तु नांहि, छिन मांहि
गये नसि।।
अनुभौ अभ्यास सुख रासि रमि,
भयौ निपुन तारन तरन।
पूरन प्रकास निहचल निरखि,
बानारसि वंदत चरन।। ६०।।
શબ્દાર્થઃ– ઉદોત = ઉદય. સસિ = શશિ (ચંદ્રમા). નિપુન = પૂર્ણ જ્ઞાતા.
તરન તારન = સંસાર સાગરથી સ્વયં તરનાર અને બીજાઓને તારનાર.
અર્થઃ– જીવાત્માનો અનાદિકાળથી કર્મોની સાથે સંબંધ છે, તેથી તે સહજ જ
મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે અને રાગ-દ્વેષ પરિણતિને કારણે સ્વ-પર સ્વરૂપને
જાણતો નથી. પણ મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ અને સમ્યક્ત્વશશિનો ઉદય થતાં
રાગ-દ્વેષનું અસ્તિત્વ રહેતું નથી-ક્ષણવારમાં નાશ પામી જાય છે, જેથી આત્મ-
અનુભવના અભ્યાસરૂપ સુખમાં લીન થઈને તારણતરણ પૂર્ણ પરમાત્મા થાય છે.
એવા પૂર્ણ પરમાત્માના નિશ્ચય-સ્વરૂપનું અવલોકન કરીને પં. બનારસીદાસજી
ચરણવંદના કરે છે. ૬૦.
રાગ–દ્વેષનું કારણ મિથ્યાત્વ છે (સવૈયા એકત્રીસા)
कोऊ सिष्य कहै स्वामी राग दोष परिनाम,
ताकौ मूल प्रेरक कहहु तुम कौनहै।
पुग्गल करम जोग किंधौं इंद्रिनिकौ भोग,
किंधौं धन किंधौं परिजन किंधौं भौन है।।
गुरु कहै छहौं दर्व अपने अपने रूप,
सबनिकौ सदा असहाई परिनौन है।
_________________________________________________________________
रागद्वेषोत्पादकं तत्त्वद्रष्टया नान्यद्द्रव्यं वीक्ष्यतेकिञ्चनापि।
सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात्।। २६।।

Page 276 of 444
PDF/HTML Page 303 of 471
single page version

background image
૨૭૬ સમયસાર નાટક
कोऊ दरब काहूकौ न प्रेरक कदाचि तातैं,
राग दोष मोह मृषा मदिरा अचौन है।। ६१।।
શબ્દાર્થઃ– મૂલ = અસલી. પ્રેરક = પ્રેરણા કરનાર. પરિજન = ઘરના
માણસો. ભૌન (ભવન) = મકાન. પરિનૌન = પરિણમન. મદિરા = શરાબ.
અચૌન (અચવન) = પીવું તે.
અર્થઃ– શિષ્ય પ્રશ્ન કરે છે કે હે સ્વામી, રાગ-દ્વેષ પરિણામોનું મુખ્ય કારણ શું
છે? પૌદ્ગલિક કર્મ છે? કે ઇન્દ્રિયોના ભોગ છે? કે ધન છે? કે ઘરના માણસો છે?
કે ઘર છે? તે આપ કહો. ત્યાં શ્રીગુરુ સમાધાન કરે છે કે છયે દ્રવ્ય પોતપોતાના
સ્વરૂપમાં સદા નિજાશ્રિત પરિણમન કરે છે, કોઈ એક દ્રવ્ય કોઈ દ્રવ્યની પરિણતિને
કદી પણ પ્રેરક થતું નથી, માટે રાગ-દ્વેષનું મૂળ કારણ મોહ મિથ્યાત્વનું મદિરાપાન
છે. ૬૧.
અજ્ઞાનીઓના વિચારમાં રાગ–દ્વેષનું કારણ (દોહરા)
कोऊ मूरख यौंकहै, राग दोष परिनाम।
पुग्गलकी जोरावरी, वरतै, आतमराम।। ६२।।
ज्यौं ज्यौं पुग्गल बल करै, धरिधरि कर्मज भेष।
रागदोषकौ परिनमन, त्यौं त्यौं होइ
विशेष।। ६३।।
શબ્દાર્થઃ– પરિનામ = ભાવ. જોરાવરી = જબરદસ્તી. ભેષ (વેષ) = રૂપ.
વિશેષ = વધારે.
અર્થઃ– કોઈ કોઈ મૂર્ખ એમ કહે છે કે આત્મામાં રાગ-દ્વેષભાવ પુદ્ગલની
જબરદસ્તીથી થાય છે. ૬૨. તેઓ કહે છે કે પુદ્ગલ કર્મરૂપ પરિણમનના ઉદયમાં જેમ
જેમ જોર કરે છે, તેમ તેમ અતિશયપણે રાગ-દ્વેષ પરિણામ થાય છે. ૬૩.
_________________________________________________________________
यदिह भवति रागद्वेषदोषप्रसूतिः
कतरदपि परेषां दूषणं नास्ति तत्र।
स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो
भवतु विदितमस्तं यात्वबोधोऽस्मि बोधः।। २७।।

Page 277 of 444
PDF/HTML Page 304 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૭૭
અજ્ઞાનીઓને સત્યમાર્ગનો ઉપદેશ (દોહરા)
इहिविधि जो विपरीत पख, गहै सद्दहै कोइ।
सो नर राग विरोधसौं, कबहूं भिन्न न होइ।। ६४।।
सुगुरु कहैजगमैं रहै, पुग्गल संग सदीव।
सहज सुद्ध परिनमनिकौ, औसर लहै न जीव।। ६५।।
तातैं चिदभावनि विषै, समरथ
चेतन राउ।
राग विरोध मिथ्यातमैं, समकितमैंसिव भाउ।। ६६।।
શબ્દાર્થઃ– વિપરીત પખ = ઉલટી હઠ. પરિણામ = ભાવ. ઔસર = તક.
ચિદ્ભાવનિ વિષૈ = ચૈતન્યભાવોમાં. અશુદ્ધદશામાં રાગ-દ્વેષ જ્ઞાનાવરણીય આદિ
અને શુદ્ધ દશામાં પૂર્ણજ્ઞાન, પૂર્ણ આનંદ આદિ. સમરથ (સમર્થ) = બળવાન. ચેતન
રાઉ = ચૈતન્ય રાજા. સિવ ભાઉ = મોક્ષના ભાવ-પૂર્ણજ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ
આનંદ, સમ્યક્ત્વ, સિદ્ધત્વ આદિ.
અર્થઃ– શ્રી ગુરુ કહે છે કે જે કોઈ આ રીતે ઉલટી હઠ પકડીને શ્રદ્ધાન કરે છે
તેઓ કદી પણ રાગ-દ્વેષ-મોહથી છૂટી શકતા નથી. ૬૪. અને જો જગતમાં જીવોને
પુદ્ગલ સાથે હંમેશાં જ સંબંધ રહે, તો તેને શુદ્ધ ભાવોની પ્રાપ્તિનો કોઈ પણ
અવસર નથી-અર્થાત્ તે શુદ્ધ થઈ જ નથી શકતો. ૬પ. તેથી ચૈતન્યભાવ
ઉપજાવવામાં ચૈતન્યરાજા જ સમર્થ છે, મિથ્યાત્વની દશામાં રાગ-દ્વેષભાવ ઉપજે છે
અને સમ્યક્ત્વદશામાં શિવભાવ અર્થાત્ જ્ઞાન, દર્શન, સુખ આદિ ઊપજે છે. ૬૬.
જ્ઞાનનું માહાત્મ્ય (દોહરા)
ज्यौं दीपक रजनी समै, चहुं दिसि करै उदोत।
प्रगटै घटपटरूपमैं, घटपटरूप
न होत।। ६७।।
_________________________________________________________________
रागजन्मनि निमित्ततां परद्रव्यमेव कलयन्ति ये तु ते।
उत्तरन्ति न हि मोहवाहिनींशुद्धबोधविधुरान्धबुद्धयः।। २८।।
पूर्णैकाच्युतशुद्धबोधमहिमा बोधा न बोध्यादयं
यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव।
तद्वस्तुस्थितिबोधबन्धधिषणा एते किमज्ञानिनो
रागद्वेषमयीभवन्ति सहजां मुञ्चन्त्युदासीनताम्।। २९।।

Page 278 of 444
PDF/HTML Page 305 of 471
single page version

background image
૨૭૮ સમયસાર નાટક
त्यौं सुग्यानजानै सकल, ज्ञेय वस्तुकौ मर्म।
ज्ञेयाकृति परिनवै पै, तजैन आतम–धर्म।। ६८।।
ग्यानधर्म अविचल सदा, गहै विकार न कोइ।
राग विरोध
विमोहमय, कबहूं भूलि न होइ।। ६९।।
ऐसी महिमाग्यानकी, निहचै है घट मांहि।
मूरखमिथ्याद्रिष्टिसौं, सहज विलोकै नांहि।। ७०।।
અર્થઃ– જેવી રીતે રાત્રે દીપક ચારે તરફ પ્રકાશ પહોંચાડે છે અને ઘટ, પટ
પદાર્થોને પ્રકાશિત કરે છે, પણ ઘટ-પટરૂપ થઈ જતો નથી. ૬૭. તેવી જ રીતે જ્ઞાન
સર્વ જ્ઞેય પદાર્થોને જાણે છે અને જ્ઞેયાકાર પરિણમન કરે છે તોપણ પોતાના
નિજસ્વભાવને છોડતું નથી. ૬૮. જ્ઞાનનો જાણવાનો સ્વભાવ સદા અચળ રહે છે,
તેમાં કદી કોઈ પણ પ્રકારનો વિકાર થતો નથી અને ન તે કદી ભૂલથી પણ રાગ-
દ્વેષ-મોહરૂપ થાય છે. ૬૯. નિશ્ચયનયથી આત્મામાં જ્ઞાનનો એવો મહિમા છે, પરંતુ
અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ આત્મસ્વરૂપ તરફ દેખતા પણ નથી. ૭૦.
અજ્ઞાની જીવ પરદ્રવ્યમાં જ લીન રહે છે (દોહરા)
पर सुभावमैं मगन ह्वै, ठानै राग विरोध।
धरै परिग्रह धारना, करै न आतम सोध।। ७१।।
શબ્દાર્થઃ– પર સુભાવ = આત્મસ્વભાવ વિનાના સર્વ અચેતન ભાવ. ઠાનૈ
= કરે. રાગ વિરોધ = રાગ દ્વેષ. સોધ = ખોજ.
અર્થઃ– અજ્ઞાની જીવ પરદ્રવ્યોમાં મસ્ત રહે છે, રાગ-દ્વેષ કરે છે અને
પરિગ્રહની ઇચ્છા કરે છે પરંતુ આત્મસ્વભાવની ખોજ કરતા નથી. ૭૧.
અજ્ઞાનીને કુમતિ અને જ્ઞાનીને સુમતિ ઊપજે છે (ચોપાઈ)
मूरखकै घट दुरमति भासी।
पंडित हियें सुमति परगासी।।

Page 279 of 444
PDF/HTML Page 306 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૭૯
दुरमति कुबिजा करम कमावै।
सुमति राधिकाराम रमावै।। ७२।।
(દોહરા)
कुबिजा कारी कूबरी, करै जगतमैं खेद।
अलख अराधै राधिका, जानै निज पर भेद।। ७३।।
અર્થઃ– મૂર્ખના હૃદયમાં કુમતિ ઉત્પન્ન થાય છે અને જ્ઞાનીઓના હૃદયમાં
સુમતિનો પ્રકાશ રહે છે. દુર્બુદ્ધિ કુબ્જા સમાન છે, નવા કર્મોનો બંધ કરે છે અને
સુબુદ્ધિ રાધિકા છે, આત્મરામમાં રમણ કરાવે છે. ૭૨. કુબુદ્ધિ કાળી કૂબડી કુબ્જા
સમાન છે, સંસારમાં સંતાપ ઉપજાવે છે અને સુબુદ્ધિ રાધિકા સમાન છે,
નિજઆત્માની ઉપાસના કરાવે છે તથા સ્વપરનો ભેદ જાણે છે. ૭૩.
દુર્મતિ અને કુબ્જાની સમાનતા (સવૈયા)
कुटिल कुरूप अंग लगी है पराये संग,
अपुनौ प्रवांन करि आपुही बिकाईहै।
गहै गति अंधकीसी सकति कबंधकीसी,
बंधकौ बढ़ाउ करै धंधहीमैं धाई है।
रांडकीसी रीत लियें मांडकीसी मतवारी,
सांड ज्यौं सुछंद डोलै भांडकीसी जाई है।
घरको न जानै भेद करै पराधीन खेद,
यातैं दुरबुद्धि दासी कुबजा कहाई है।। ७४।।
શબ્દાર્થઃ– કુટિલ = કપટી. પરાયે =બીજાના. સંગ = સાથે. કબંધ = એક
રાક્ષસનું નામ. માંડ (મણ્ડ) = શરાબ. સુછંદ = સ્વતંત્ર. જાઈ =પેદા થઈ. યાતૈં =
એથી.
અર્થઃ– કુબુદ્ધિ માયાનો ઉદય રહેતાં થાય છે તેથી તે કુટિલા છે, અને કુબ્જા
_________________________________________________________________
૧. હિન્દુ ધર્મમાં દેવી-ભાગવત આદિ ગ્રંથોનું કથન છે કે કુબ્જા કંસની દાસી હતી. તેનું શરીર કુરૂપ,
કાંતિહીન હતું. રાજા શ્રીકૃષ્ણચંદ્ર પોતાની સ્ત્રી રાધિકાથી અલગ થઈને તેનામાં ફસાઈ ગયા હતા.
રાધિકાએ ઘણા પ્રયત્નો કરતાં તેઓ સન્માર્ગે આવ્યા. તેનું અહીં દ્રષ્ટાંત માત્ર લીધું છે.

Page 280 of 444
PDF/HTML Page 307 of 471
single page version

background image
૨૮૦ સમયસાર નાટક
માયાચારિણી હતી, તેણે બીજાના પતિને વશ કરી રાખ્યો હતો. કુબુદ્ધિ જગતને
અણગમતી લાગે છે તેથી કુરૂપા છે, કુબ્જા કાળી, કાંતિહીન જ હતી તેથી કુરૂપા હતી.
કુબુદ્ધિ પરદ્રવ્યોને અપનાવે છે; કુબ્જા બીજાના પતિ સાથે સંબંધ રાખતી હતી તેથી
બન્ને વ્યભિચારિણી થઈ. કુબુદ્ધિ પોતાની અશુદ્ધતાથી વિષયોને આધીન થાય છે
તેથી વેચાઈ ગયેલા જેવી છે, કુબ્જા પરવશ પડી હતી તેથી બીજાના હાથે વેચાઈ
ગઈ હતી. દુર્બુદ્ધિને અથવા કુબ્જાને પોતાનું ભલું-બૂરૂં દેખાતું નથી તેથી બન્નેની દશા
આંધળા જેવી થઈ. કુબુદ્ધિ પરપદાર્થોમાં અહંબુદ્ધિ કરવામાં સમર્થ છે, કુબ્જા પણ
કૃષ્ણને કબજામાં રાખવા માટે સમર્થ હતી તેથી બન્ને કબંધ
સમાન બળવાન છે.
બન્ને કર્મોનો બંધ વધારે છે. બન્નેની પ્રવૃત્તિ ઉપદ્રવ તરફ રહે છે. કુબુદ્ધિ પોતાના
પતિ આત્મા તરફ નથી જોતી, કુબ્જા પણ પોતાના પતિ તરફ જોતી ન હતી, તેથી
બન્નેની રાંડ જેવી રીત છે. બન્નેય શરાબી સમાન પાગલ થઈ રહી છે. દુર્બુદ્ધિમાં
કોઈ ધાર્મિક નિયમ આદિનું બંધન નથી, કુબ્જા પણ પોતાના પતિ આદિની આજ્ઞામાં
રહેતી નહોતી, તેથી બન્ને સાંઢ સમાન સ્વતંત્ર છે, બન્ને ભાંડની સંતતિ સમાન
નિર્લજ્જ છે. દુર્બુદ્ધિ પોતાના આત્મક્ષેત્રરૂપ ઘરનો મર્મ જાણતી નથી, કુબ્જા પણ
દુરાચારમાં રત રહેતી હતી, ઘરની દશા જોતી ન હતી. દુર્બુદ્ધિ કર્મને આધીન છે,
કુબ્જા પરપતિને આધીન, તેથી બન્ને પરાધીનતાના કલેશમાં છે. આ રીતે દુર્બુદ્ધિને
કુબ્જા
દાસીની ઉપમા આપી છે. ૭૪.
_________________________________________________________________
૧. વ્યભિચારિણી સ્ત્રીઓ પોતાના મોઢે પોતાના શરીરનું મૂલ્ય કરે છે-અર્થાત્ પોતાનું અમૂલ્ય શીલ
વેચી દે છે, આ વાત ધ્યાનમાં રાખીને કવિએ કહ્યું છે કે, ‘અપુનો પ્રવાંન કરિ આપુહી બિકાઈ હૈ.’
૨. આ પણ હિન્દુ-ધર્મશાસ્ત્રોનું દ્રષ્ટાંત માત્ર લીધું છે કે કબંધ પૂર્વ જન્મમાં ગંધર્વ હતો, તેણે દુર્વાસા
ઋષિને ગીત સંભળાવ્યું, પણ તેઓ કાંઈ પ્રસન્ન ન થયા, ત્યારે તેણે મુનિની મશ્કરી કરી, તેથી
દુર્વાસાએ ક્રોધે ભરાઈને શાપ આપ્યો કે તું રાક્ષસ થઈ જા. બસ પછી શું થાય? તે રાક્ષસ થઈ
ગયો. તેને એક એક યોજનના હાથ હતા અને તે ખૂબ જ બળવાન હતો. તે પોતાના હાથથી એક
યોજન દૂરના જીવોને પણ ખાઈ જતો હતો અને ખૂબ ઉપદ્રવ કરતો હતો, તેથી ઇન્દ્રે તેને વજ્ર માર્યું
તેથી તેનું માથું તેના જ પેટમાં ઘૂસી ગયું પણ તે શાપને કારણે મર્યો નહિ ત્યારથી તેનું નામ કબંધ
પડયું. એક દિવસ વનમાં ફરતા રામ-લક્ષ્મણ બન્ને ભાઈ એના સપાટામાં આવી ગયા અને તેમને
પણ ખાવાની તેણે ઇચ્છા કરી ત્યારે રામચંદ્રજીએ તેના હાથ કાપી નાખ્યા અને તેને સ્વર્ગમાં
પહોંચાડી દીધો.
૩. દાસી = વિવાહ-વિધિ વિના જ ધર્મવિરુદ્ધ રાખેલી સ્ત્રી.

Page 281 of 444
PDF/HTML Page 308 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૮૧
સુબુદ્ધિ સાથે રાધિકાની તુલના (સવૈયા એકત્રીસા)
रूपकी रसीली भ्रम कुलफकी कीली सील,
सुधाके समुद्र झीलीसीली सुखदाई है।
प्राची ग्यानभानकी, अजाची है निदानकी,
सुराची निरवाची ढौर साची ठकुराई है।।
धामकी खबरदारि रामकी रमनहारि,
राधा रस–पंथनिके ग्रंथनिमैं गाईहै।
संतनकी मानी निरबानी नूरकी निसानी,
यातैं सदबुद्धि रानी राधिकाकहाई है।। ७५।।
શબ્દાર્થઃ– કુલફ = તાળું. કીલી = ચાવી. ઝીલી = સ્નાન કરેલી. સીલી =
ભીંજાયેલી. પ્રાચી = પૂર્વ દિશા. અજાચી = ન માગનારી. નિદાન = આગામી
વિષયોની અભિલાષા. નિરવાચી (નિરવાચ્ય) = વચન-અગોચર. ઠકુરાઈ =
સ્વામીપણું. ધામ = ઘર. રમનહારિ = મોજ કરનારી. રસ-પંથનિકે ગ્રંથનિમૈં =
રસ-માર્ગના શાસ્ત્રોમાં. નિરબાની = ગંભીર. નૂરકી નિસાની = સૌંદર્યનું ચિહ્ન.
અર્થઃ– સુબુદ્ધિ આત્મસ્વરૂપમાં સરસ છે, રાધિકા પણ રૂપવતી છે. સુબુદ્ધિ
અજ્ઞાનનું તાળું ખોલવાની ચાવી છે, રાધિકા પણ પોતાના પતિને શુભ-સંમતિ આપે
છે. સુબુદ્ધિ અને રાધિકા બન્ને શીલરૂપી સુધાના સમુદ્રમાં સ્નાન કરેલી છે, બન્ને
શાંતસ્વભાવવાળી સુખ આપનારી છે. જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય કરવામાં બન્ને પૂર્વ
દિશા સમાન છે, સુબુદ્ધિ આગામી વિષયભોગોની વાંછા રહિત છે, રાધિકા પણ
આગામી ભોગોની યાચના કરતી નથી. સુબુદ્ધિ આત્મસ્વરૂપમાં સારી રીતે રાચે છે,
રાધિકા પણ પતિ પ્રેમમાં લાગે છે. સુબુદ્ધિ અને રાધિકા રાણી બન્નેના સ્થાનનો
મહિમા વચન-અગોચર અર્થાત્ મહાન છે, સુબુદ્ધિનું આત્મા ઉપર સાચું સ્વામિત્વ છે,
રાધિકાની પણ પોતાના ઘર ઉપર માલિકી છે. સુબુદ્ધિ પોતાના ઘર અર્થાત્ આત્માની
સાવધાની રાખે છે, રાધિકા પણ ઘરની દેખરેખ રાખે છે. સુબુદ્ધિ પોતાના
આત્મરામમાં રમણ કરે છે, રાધિકા પોતાના પતિ કૃષ્ણની સાથે રમણ કરે છે.

Page 282 of 444
PDF/HTML Page 309 of 471
single page version

background image
૨૮૨ સમયસાર નાટક
સુબુદ્ધિનો મહિમા અધ્યાત્મરસના ગ્રંથોમાં વખાણવામાં આવ્યો છે અને રાધિકાનો
મહિમા શૃંગારરસ આદિ ગ્રંથોમાં કહેવામાં આવ્યો છે. સુબુદ્ધિ સાધુજનો દ્વારા
આદરણીય છે, રાધિકા જ્ઞાનીઓ દ્વારા માન્ય છે. સુબુદ્ધિ અને રાધિકા બન્ને
ક્ષોભરહિત અર્થાત્ ગંભીર છે. સુબુદ્ધિ શોભાસંપન્ન છે, રાધિકા પણ કાંતિવાન છે.
આ રીતે સુબુદ્ધિને રાધિકા રાનીની ઉપમા આપવામાં આવી છે. ૭પ.
કુમતિ અને સુમતિનું કાર્ય (દોહરા)
वह कुबिजा वह राधिका, दोऊ गति मतिवानि।
वह अधिकारनि करमकी,
वह विवेककी खानि।। ७६।।
અર્થઃ– કુબુદ્ધિ કુબ્જા છે, સુબુદ્ધિ રાધિકા છે, કુબુદ્ધિ સંસારમાં ભ્રમણ
કરાવનારી છે અને સુબુદ્ધિ વિવેકવાળી છે. દુર્બુદ્ધિ કર્મબંધને યોગ્ય છે અને સુબુદ્ધિ
સ્વ-પર વિવેકની ખાણ છે.૭૬.
દ્રવ્યકર્મ, ભાવકર્મ અને વિવેકનો નિર્ણય (દોહરા)
दरबकरम पुग्गल दसा, भावकरम मति वक्र।
जो सुग्यानकौ परिनमन, सो विवेक गुरु चक्र।। ७७।।
શબ્દાર્થઃ– દરબકર્મ (દ્રવ્યકર્મ) = જ્ઞાનાવરણીય આદિ. ભાવકર્મ = રાગ-દ્વેષ
આદિ. મતિ વક્ર = આત્માનો વિભાવ. ગુરુ ચક્ર = મોટો સમૂહ.
અર્થઃ– જ્ઞાનાવરણીય આદિ દ્રવ્યકર્મ પુદ્ગલની પર્યાયો છે, રાગ-દ્વેષ આદિ
ભાવકર્મ આત્માના વિભાવ છે અને સ્વ-પર વિવેકની પરિણતિ જ્ઞાનનો મોટો સમૂહ
છે. ૭૭.
કર્મના ઉદય ઉપર ચોપાટનું દ્રષ્ટાંત (કવિત્ત)
जैसैं नर खिलार चौपरिकौ,
लाभ विचारि करै चितचाउ।
धरै संवारि सारि बुधिबलसौं,
पासा जो कुछ परै सु दाउ।।

Page 283 of 444
PDF/HTML Page 310 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૮૩
तैसैं जगत जीव स्वारथकौ,
करि उद्दिम चिंतवै उपाउ।
लिख्यौ ललाट होई सोई फल,
करम चक्रकौ यही सुभाउ।। ७८।।
શબ્દાર્થઃ– ચિતચાઉ = ઉત્સાહ. સારિ = સોગઠી. ઉપાઉ (ઉપાય) = પ્રયત્ન.
લિખ્યૌ લલાટ = કપાળે લખ્યું હોય તે-પ્રારબ્ધ.
અર્થઃ– જેવી રીતે ચોપાટ રમનારો મનમાં જીતવાનો ઉત્સાહ રાખીને પોતાની
બુદ્ધિના બળે સંભાળપૂર્વક બરાબર રીતે સોગઠી ગોઠવે છે, પણ દાવ તો પાસાને
આધીન છે. તેવી જ રીતે જગતના જીવ પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે પ્રયત્ન
વિચારે છે પણ જેવો કર્મનો ઉદય હોય તેવું જ થાય છે, કર્મપરિણતિની એવી જ
રીત છે. ઉદયાવળીમાં આવેલું કર્મ ફળ આપ્યા વિના અટકતું નથી. ૭૮.
વિવેક–ચક્રના સ્વભાવ ઉપર શેતરંજનું દ્રષ્ટાંત (કવિત્ત)
जैसे नर खिलार सतरंजकौ,
समुझै सब सतरंजकी घात।
चलै चाल निरखै दोऊ दल,
मौंहरा गिनै विचारै मात।।
तैसैं साधु निपुन सिवपथमैं,
लच्छन लखै तजै उतपात।
साधै गुन चिंतवै अभयपद,
यह सुविवेक चक्रकी बात।। ७९।।
શબ્દાર્થઃ– ઘાત = દાવ પેચ. નિરખૈ = જુએ. મૌંહરા = હાથી, ઘોડા વગેરે.
માત = ચાલ બંધ કરવી-હરાવવું.
અર્થઃ– જેવી રીતે શેતરંજનો ખેલાડી શેતરંજના સર્વ દાવ-પેચ સમજે છે અને
બન્ને દળ ઉપર નજર રાખીને ચાલે છે, અથવા હાથી, ઘોડા, વજીર, પ્યાદા,

Page 284 of 444
PDF/HTML Page 311 of 471
single page version

background image
૨૮૪ સમયસાર નાટક
આદિની ચાલ ધ્યાનમાં રાખતો થકો જીતવાનો વિચાર કરે છે, તેવી જ રીતે
મોક્ષમાર્ગમાં પ્રવીણ જ્ઞાની પુરુષ સ્વરૂપની ઓળખાણ કરે છે અને બાધક કારણોથી
બચે છે. તે આત્મગુણોને નિર્મળ કરે છે અને જીવ અર્થાત્ નિર્ભયપદનું ચિંતવન કરે
છે. આ જ્ઞાનપરિણતિના હાલ છે. ૭૯.
કુમતિ કુબ્જા અને સુમતિ રાધિકાનું કાર્ય (દોહરા)
सतरंग खेलै राधिका, कुबिजा खेलै सारि।
याकै निसिदिन जीतवौ, वाकै निसिदिन हारि।। ८०।।
जाके उर कुबिजा बसै, सोई अलख
अजान।
जाकै हिरदेराधिका, सो बुध सम्यकवान।। ८१।।
શબ્દાર્થઃ– નિસિદિન = સદા. સારિ = ચોપાટ. અલખ = જે દેખાય નહિ તે
આત્મા.
અર્થઃ– રાધિકા અર્થાત્ સુબુદ્ધિ શેતરંજ ખેલે છે તેથી તેની સદા જીત રહે છે
અને કુબ્જા અર્થાત્ દુર્બુદ્ધિ ચોપાટ રમે છે તેથી તેની હંમેશા હાર રહે છે. ૮૦. જેના
હૃદયમાં કુબ્જા અર્થાત્ દુર્બુદ્ધિનો વાસ છે, તે જીવ અજ્ઞાની છે, અને જેના હૃદયમાં
રાધિકા અર્થાત્ સુબુદ્ધિ છે, તે જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ છે. ૮૧.
ભાવાર્થઃ– અજ્ઞાની જીવ કર્મચક્ર ઉપર ચાલે છે; તેથી હારે છે-અર્થાત્
સંસારમાં ભટકે છે અને પંડિતો વિવેકપૂર્વક ચાલેછે તેથી વિજય પામે છે અર્થાત્
મુક્ત થાય છે.
જ્યાં શુદ્ધજ્ઞાન છે ત્યાં ચારિત્ર છે. (સવૈયા એકત્રીસા)
जहाँ सुद्ध ग्यानकी कला उदोत दीसै तहाँ,
सुद्धता प्रवांन सुद्ध चारितकौ अंस है।
_________________________________________________________________
रागद्वेषविभावमुक्तमहसो नित्यं स्वभावस्पृशः
पूर्वागामिसमस्तकर्मविकला भिन्नास्तदात्वोदयात्।
दूरारूढचरित्रवैभवबलाच्चञ्चच्चिदर्चिर्मयीं
विन्दन्ति स्वरसाभिषिक्तभुवनां ज्ञानस्य संचेतनां।। ३०।।

Page 285 of 444
PDF/HTML Page 312 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૮પ
ता कारन ग्यानी सब जानै ज्ञेय वस्तु मर्म,
वैराग विलास धर्म वाकौ सरवंसहै।।
राग दोष मोहकी दसासौं भिन्न रहै यातैं,
सर्वथा त्रिकाल कर्म जालकौ विधुंस है।
निरुपाधि आतम समाधिमैं बिराजै तातैं,
कहिए प्रगट पूरन परम हंस है।। ८२।।
શબ્દાર્થઃ– સરવંસ (સર્વસ્વ) = પૂર્ણ સંપત્તિ. જાનૈ જ્ઞેય વસ્તુ મર્મ =
ત્યાગવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય પદાર્થોને જાણે છે.
અર્થઃ– જ્યાં શુદ્ધ જ્ઞાનની કળાનો પ્રકાશ દેખાય છે ત્યાં તે પ્રમાણે ચારિત્રનો
અંશ રહે છે તેથી જ્ઞાની જીવ સર્વ હેય-ઉપાદેયને સમજે છે, તેમનું સર્વસ્વ
વૈરાગ્યભાવ જ રહે છે, તેઓ રાગ-દ્વેષ-મોહથી ભિન્ન રહે છે, તેથી તેમના પહેલાનાં
બાંધેલા કર્મ ખરે છે અને વર્તમાન અને ભવિષ્યમાં કર્મબંધ થતો નથી. તેઓ શુદ્ધ
આત્માની ભાવનામાં સ્થિર થાય છે, તેથી સાક્ષાત્ પૂર્ણ પરમાત્મા જ છે. ૮૨.
વળી–(દોહરા)
ग्यायक भावजहाँ तहाँ, सुद्ध चरनकी चाल।
तातैं ग्यान विराग मिलि, सिव साधै समकाल।। ८३।।
શબ્દાર્થઃ– જ્ઞાયકભાવ = આત્મસ્વરૂપનું જ્ઞાન. ચરન = ચારિત્ર. સમકાલ =
એક જ સમયમાં.
અર્થઃ– જ્યાં જ્ઞાનભાવ છે ત્યાં શુદ્ધ ચારિત્ર રહે છે, તેથી જ્ઞાન અને વૈરાગ્ય
એકસાથે મળીને મોક્ષ સાધે છે. ૮૩.
_________________________________________________________________
ज्ञानस्य संचेतनयैव नित्यं प्रकाशते ज्ञानमतीव शुद्धं।
अज्ञानसंचेतनया तु धावन् बोधस्य शुद्धिं निरुणद्धि बन्धः।। ३१।।

Page 286 of 444
PDF/HTML Page 313 of 471
single page version

background image
૨૮૬ સમયસાર નાટક
જ્ઞાન અને ચારિત્ર ઉપર પાંગળા અને આંધળાનું દ્રષ્ટાંત (દોહરા)
जथा अंधके कंधपर, चढे पंगु नर कोइ।
वाके द्रगवाके चरन, होंहि पथिक मिलि दोइ।। ८४।।
जहाँ ग्यान किरिया मिलै, तहाँ मोख–मग सोइ।
वह जानै पदकौ
मरम, वह पदमै थिर होइ।। ८५।।
શબ્દાર્થઃ– પંગુ = લંગડો. વાકે = તેના. દ્રગ = આંખ. ચરન = પગ. પથિક
= રસ્તે ચાલનાર. ક્રિયા = ચારિત્ર. પદકૌ મરમ = આત્માનું સ્વરૂપ. પદમૈં થિર
હોઈ = આત્મામાં સ્થિર થાય.
અર્થઃ– જેવી રીતે કોઈ લંગડો મનુષ્ય આંધળાના ખભા ઉપર બેસે, તો
લંગડાની આંખો અને આંધળાના પગના સહકારથી બન્નેનું ગમન થાય છે. ૮૪.
તેવી જ રીતે જ્યાં જ્ઞાન અને ચારિત્રની એકતા છે ત્યાં મોક્ષમાર્ગ છે; જ્ઞાન આત્માનું
સ્વરૂપ જાણે છે અને ચારિત્ર આત્મામાં સ્થિર થાય છે. ૮પ.
જ્ઞાન અને ક્રિયાની પરિણતિ (દોહરા)
ग्यान जीवकी सजगता, करम जीवकी भूल।
ग्यान मोख अंकूर है, करम जगतकौ मूल।। ८६।।
ग्यान चेतनाके जगै, प्रगटै केवलराम।
कर्म चेतनामैं बसै, कर्मबंध परिनाम।। ८७।।
શબ્દાર્થઃ– સજગતા = સાવધાની. અંકૂર = છોડ. કેવલરામ = આત્માનું શુદ્ધ
સ્વરૂપ. કર્મચેતના = જ્ઞાનરહિત ભાવ. પરિનામ = ભાવ.
અર્થઃ– જ્ઞાન જીવની સાવધાનતા છે અને શુભાશુભ પરિણતિ તેને ભૂલાવે
છે. જ્ઞાન મોક્ષનું ઉત્પાદક છે અને કર્મ જન્મ-મરણરૂપ સંસારનું કારણ છે. ૮૬.
જ્ઞાનચેતનાનો ઉદય થવાથી શુદ્ધ પરમાત્મા પ્રગટ થાય છે. અને શુભાશુભ
પરિણતિથી બંધ યોગ્ય ભાવ ઉત્પન્ન થાય છે.૮૭.
_________________________________________________________________
૧. ‘સહજગતિ’ એવો પણ પાઠ છે.

Page 287 of 444
PDF/HTML Page 314 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૮૭
કર્મ અને જ્ઞાનનો ભિન્ન ભિન્ન પ્રભાવ (ચોપાઈ)
जबलग ग्यानचेतना न्यारी
तबलग जीवविकल संसारी।।
जब घट ग्यानचेतना जागी।
तब समकिती सहज वैरागी।। ८८।।
सिद्ध समान रूप निज जानै।
पर संजोग भाव परमानै।।
सुद्धातम अनुभौ अभ्यासै।
त्रिविधि कर्मकी ममता नासै।। ८९।।
અર્થઃ– જ્યાંસુધી જ્ઞાનચેતના પોતાથી ભિન્ન છે અર્થાત્ જ્ઞાન-ચેતનાનો ઉદય
થયો નથી ત્યાં સુધી જીવ દુઃખી અને સંસારી રહે છે અને જ્યારે હૃદયમાં જ્ઞાનચેતના
જાગે છે ત્યારે તે પોતાની મેળે જ જ્ઞાની વૈરાગી થાય છે. ૮૮. તે પોતાનું સ્વરૂપ
સિદ્ધ સમાન શુદ્ધ જાણે છે અને પરના નિમિત્તે ઉત્પન્ન ભાવોને પર-સ્વરૂપ માને છે.
તે શુદ્ધ આત્માના અનુભવનો અભ્યાસ કરે છે અને ભાવકર્મ, દ્રવ્યકર્મ તથા નોકર્મને
પોતાના માનતો નથી. ૮૯.
જ્ઞાનીની આલોચના (દોહરા)
ग्यानवंत अपनी कथा, कहै आपसौं आप।
मैं
मिथ्यात दसाविषैं कीने बहुविधि पाप।। ९०।।
અર્થઃ– જ્ઞાની જીવ પોતાની કથા પોતાને કહે છે, કે મેં મિથ્યાત્વની દશામાં
અનેક પ્રકારના પાપ કર્યા. ૯૦.
_________________________________________________________________
૧. ‘જારી’ એવો પણ પાઠ આવે છે.
कृतकारितानुमननैस्त्रिकालविषयं मनोवचनकायैः।
परिहृत्य कर्म सर्वं परमं नैष्कर्म्यमवलम्बे।। ३२।।
यदहमकार्षं यदहमचीकरं यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं, मनसा च वाचा च कायेन च तन्मिथ्या
मे दुष्कृतमिति।

Page 288 of 444
PDF/HTML Page 315 of 471
single page version

background image
૨૮૮ સમયસાર નાટક
વળી–(સવૈયા એકત્રીસા)
हिरदै हमारे महा मोहकी विकलताई,
तातैं हम करुना न कीनीजीवघातकी।
आप पाप कीनैं औरनिकौं उपदेस दीनैं,
हुती अनुमोदनाहमारे याही बातकी।।
मन वच कायामैं मगन ह्वै कमाये कर्म,
धाये भ्रमजालमैं कहाये हम पातकी।
ग्यानके उदय भए हमारी दसा ऐसी भई,
जैसैं भानु भासत अवस्था होत प्रातकी।। ९१।।
અર્થઃ– અમારા હૃદયમાં મહામોહ-જનિત ભ્રમ હતો, તેથી અમે જીવો પર દયા
ન કરી. અમે પોતે પાપ કર્યા, બીજાઓને પાપનો ઉપદેશ આપ્યો અને કોઈને પાપ
કરતા જોયા તો તેનું સમર્થન કર્યું, મન, વચન, કાયાની પ્રવૃત્તિના નિજત્વમાં મગ્ન
થઈને કર્મબંધ કર્યા અને ભ્રમજાળમાં ભટકીને અમે પાપી કહેવાયા. પરંતુ જ્ઞાનનો
ઉદય થવાથી અમારી એવી અવસ્થા થઈ ગઈ, જેવી સૂર્યનો ઉદય થવાથી પ્રભાતની
થાય છે-અર્થાત્ પ્રકાશ ફેલાઈ જાય અને અંધકાર નષ્ટ થઈ જાય છે. ૯૧.
જ્ઞાનનો ઉદય થતાં અજ્ઞાનદશા દૂર થઈ જાય છે. (સવૈયા એકત્રીસા)
ग्यानभान भासत प्रवान ग्यानवान कहै,
करुना–निधान अमलान मेरौ रूपहै।
कालसौं अतीत कर्मजालसौं अजीत जोग–
जालसौं अभीत जाकी महिमा अनूप है।।
मोहकौ विलास यह जगतकौ वास मैं तौ,
जगतसौं सुन्न पाप पुन्नअंध कूप है।
_________________________________________________________________
मोहाद्यदहमकार्षं समस्तमपि कर्म तत्प्रतिक्रम्य।
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्त्ते।। ३३।।

Page 289 of 444
PDF/HTML Page 316 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૮૯
पाप किनि कियौ कौन करै करिहै सु कौन,
क्रियाकौ विचार सुपिनेकी दौर धूप है।। ९२।।
શબ્દાર્થઃ– અભીત = નિર્ભય. કિનિ = કોણે? સુપિને = સ્વપ્ન.
અર્થઃ– જ્ઞાનસૂર્યનો ઉદય થતાં જ જ્ઞાની એમ વિચારે છે કે મારું સ્વરૂપ
કરુણામય અને નિર્મળ છે; તેનામાં મૃત્યુની પહોંચ નથી, તે કર્મ-પરિણતિને જીતી લે
છે, તે યોગ-સમૂહથી
નિર્ભય છે, તેનો મહિમા અપરંપાર છે, આ જગતની જંજાળ
મોહજનિત છે, હું તો સંસાર અર્થાત્ જન્મ-મરણથી રહિત છું અને શુભાશુભ પ્રવૃત્તિ
અંધ-કૂપ સમાન છે. કોણે પાપ કર્યા? પાપ કોણ કરે છે? પાપ કોણ કરશે? આ
જાતની ક્રિયાનો વિચાર જ્ઞાનીને સ્વપ્નની જેમ મિથ્યા દેખાય છે.
કર્મ–પ્રપંચ મિથ્યા છે. (દોહરા)
मैं कीनौं मैं यौं करौं, अब यह मेरौ काम।
मन वच कायामैं बसै, एमिथ्या परिणाम।। ९३।।
मनवचकाया करमफल, करम–दसा जड़ अंग।
दरबित पुग्गल
पिंडमय, भावित भरम तरंग।। ९४।।
तातैं आतम धरमसौं, करम सुभाउ अपूठ।
कौनकरावै कौ करै, कोसल है सब झूठ।। ९५।।
શબ્દાર્થઃ– અપૂઠ = અજાણ. કોસલ (કૌશલ) = ચતુરાઈ.
અર્થઃ– મેં આ કર્યું, હવે આમ કરીશ, આ મારું કાર્ય છે, આ સર્વ મિથ્યાભાવ
મન-વચન-કાયમાં નિવાસ કરે છે. ૯૩. મન-વચન-કાયા કર્મ-જનિત છે, કર્મ-
પરિણતિ જડ છે, દ્રવ્યકર્મ પુદ્ગલના પિંડ છે અને ભાવકર્મ અજ્ઞાનની લહેર છે. ૯૪.
આત્માથી કર્મસ્વભાવ વિપરીત છે, તેથી કર્મ કોણ કરાવે? કોણ કરે? આ બધી
ચતુરાઈ મિથ્યા છે. ૯પ.
_________________________________________________________________
૧. એ જાણે છે કે મન, વચન, કાયાના યોગ પુદ્ગલના છે, મારા સ્વરૂપને બગાડી શકતા નથી.
न करोमि न कारयामि न कुर्वन्तमप्यन्यं समनुजानामि मनसा च वाचा च कायेन चेति।

Page 290 of 444
PDF/HTML Page 317 of 471
single page version

background image
૨૯૦ સમયસાર નાટક
મોક્ષમાર્ગમાં ક્રિયાનો નિષેધ (દોહરા)
करनी हित हरनी सदा, मुकति वितरनी नांहि।
गनी बंध–पद्धति
विषै, सनी महादुखमांहि।। ९६।।
અર્થઃ– ક્રિયા આત્માનું અહિત કરનાર છે, મોક્ષ આપનાર નથી, તેથી ક્રિયાની
ગણતરી બંધ-પદ્ધતિમાં કરવામાં આવી છે, એ મહા દુઃખથી લિપ્ત છે. ૯૬.
ક્રિયાની નિંદા (સવૈયા એકત્રીસા)
करनीकी धरनीमैं महा मोह राजा बसै,
करनी अग्यान भाव राकिसकी पुरी है।
करनी करम काया पुग्गलकी प्रतिछाया,
करनी प्रगट माया मिसरीकी छुरी है।।
करनीके जालमैं उरझि रह्यौ चिदानंद,
करनीकी वोटग्यानभान दुति दुरी है।
आचारज कहै करनीसौं विवहारी जीव,
करनी सदैव निहचै सुरूप बुरी है।। ९७।।
શબ્દાર્થઃ– રાકિસ = રાક્ષસ. વોટ (ઓટ) = આડે. દુરી હૈ = છુપાયેલી છે.
_________________________________________________________________
मोहविलासविजृभ्मितमिदमुदयत्कर्मसकलमालोच्य।
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्त्ते।। ३४।।
न करिष्यामि न कारयिष्यामि न कुर्वन्तमप्यन्यं समनुज्ञास्यामि मनसा च वाचा च कायेन चेति।
આ પ્રકારના ઉપર ત્રણ ઠેકાણે સંસ્કૃત ગદ્ય આપવામાં આવ્યા છે. આ ગદ્ય બન્ને મુદ્રિત પ્રતિઓમાં
નથી, પણ ઇડરની પ્રતિમાંથી ઉપલબ્ધ થયેલ છે. આ ગદ્યોના અર્થ સાથે કવિતાના અર્થનો બરાબર
મેળ થતો નથી. ઇડરની પ્રતિમા કયાંકથી ઉદ્ઘૃત કરવામાં આવેલ છે એમ લાગે છે.

Page 291 of 444
PDF/HTML Page 318 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૯૧
અર્થઃ– ક્રિયાની ભૂમિ ઉપર મોહ મહારાજાનો નિવાસ છે, ક્રિયા
અજ્ઞાનભાવરૂપ રાક્ષસનું નગર છે, ક્રિયા, કર્મ અને શરીર આદિ પુદ્ગલોની મૂર્તિ છે,
ક્રિયા સાક્ષાત્ માયારૂપ સાકર લપેટેલી છરી છે, ક્રિયાની જંજાળમાં આત્મા ફસાઈ
ગયો છે, ક્રિયાની આડ જ્ઞાન-સૂર્યના પ્રકાશને છુપાવી દે છે. શ્રી ગુરુ કહે છે કે
ક્રિયાથી જીવ કર્મનો કર્તા થાય છે, નિશ્ચય સ્વરૂપથી જુઓ તો ક્રિયા સદૈવ દુઃખદાયક
છે. ૯૭.
જ્ઞાનીઓનો વિચાર (ચોપાઈ)
मृषा मोहकी परनति फैलीं।
तातैं करम चेतना मैली।
ग्यान होत हम समझी एती।
जीव सदीव भिन्न परसेती।। ९८।।
(દોહા)
जीव अनादि सरूप मम, करम रहित निरुपाधि।
अविनासी असरन सदा,
सुखमय सिद्ध समाधि।। ९९।।
અર્થઃ– પહેલાં જૂઠા મોહનો ઉદય ફેલાઈ રહ્યો હતો, તેનાથી મારી ચેતના
કર્મસહિત હોવાથી મલિન થઈ રહી હતી, હવે જ્ઞાનનો ઉદય થવાથી અમે સમજી
ગયા કે આત્મા સદા પરપરિણતિથી ભિન્ન છે. ૯૮. અમારું સ્વરૂપ ચૈતન્ય છે,
અનાદિ છે, કર્મરહિત છે, શુદ્ધ છે, અવિનાશી છે, સ્વાધીન છે, નિર્વિકલ્પ અને સિદ્ધ
સમાન સુખમય છે. ૯૯.
_________________________________________________________________
प्रत्याख्याय भविष्यत्कर्म समस्तं निरस्तसम्मोहः।
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्त्ते।। ३५।।
समस्तमित्येवमपास्य कर्म त्रैकालिकं शुद्धनयावलम्बी।
विलीनमोहो रहितं
विकारैश्चिन्मात्रमात्मानमथावलम्बे।। ३६।।

Page 292 of 444
PDF/HTML Page 319 of 471
single page version

background image
૨૯૨ સમયસાર નાટક
વળી–(ચોપાઇ)
मैं त्रिकाल करनीसौं न्यारा।
चिदविलास पद जग उजयारा।।
राग विरोध मोह मम नांही।
मेरौ अवलंबन मुझमांही।। १००।।
અર્થઃ– હું સદૈવ કર્મથી ભિન્ન છું, મારો ચૈતન્ય પદાર્થ જગતનો પ્રકાશક છે,
રાગ-દ્વેષ-મોહ મારા નથી, મારું સ્વરૂપ મારામાં જ છે. ૧૦૦.
(સવૈયા તેવીસા)
सम्यकवंत कहै अपने गुन,
मैं नित राग विरोधसौं रीतौ।
मैं करतूति करूं निरवंछक,
मोहि विषैरस लागत तीतौ।।
सुद्ध सुचेतनकौ अनुभौ करि,
मैं जग मोह महा भट जीतौ।
मोख समीप भयौ अब मोकहुँ,
काल अनंत इहीं विधि बीतौ।। १०१।।
શબ્દાર્થઃ– રીતૌ = રહિત. મોહિ = મને. તીતૌ (તિક્ત) = તીખો.
અર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ વિચારે છે કે હું સદા રાગ-દ્વેષ-મોહથી
રહિત છું, હું લૌકિક ક્રિયાઓ ઇચ્છા વિના કરું છું, મને વિષયરસ તીખો લાગે છે, મેં
જગતમાં શુદ્ધ આત્માનો અનુભવ કરીને મોહરૂપી મહાયોદ્ધાને જીત્યો છે, મોક્ષ તદ્ન
મારી સમીપ થયો છે, હવે મારો અનંતકાળ આ જ રીતે પસાર થાવ. ૧૦૧.
_________________________________________________________________
૧. જો જ્ઞાન ઢંકાઈ જાય, તો સમસ્ત સંસાર અંધકારમય જ છે.
विगलन्तु कर्मविषतरुफलानि मम भुक्तिमन्तरेणैव।
संचेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानम्।। २७।।

Page 293 of 444
PDF/HTML Page 320 of 471
single page version

background image
સર્વવિશુદ્ધિ દ્વાર ૨૯૩
(દોહરા)
कहै विचच्छन मैं रह्यौ, सदा ग्यान रस राचि।
सुद्धातम
अनुभूतिसौं,खलित न होहुं कदाचि।। १०२।।
पुव्वकरम विषतरु भए, उदै भोगफलफूल।
मैं इनको नहि भोगता, सहज होहुनिरमूल।। १०३।।
શબ્દાર્થઃ– વિચચ્છન = જ્ઞાની પુરુષ. રાચિ = રમણ. ખલિત = ભ્રષ્ટ.
અર્થઃ– જ્ઞાની જીવ વિચારે છે કે હું હમેશાં જ્ઞાનરસમાં રમણ કરું છું અને
શુદ્ધ આત્મા-અનુભવથી કદી પણ છૂટતો નથી. ૧૦૨. પૂર્વકૃત કર્મ વિષવૃક્ષ સમાન
છે, તેમનો ઉદય ફળ-ફૂલ સમાન છે, હું એમને ભોગવતો નથી તેથી પોતાની મેળે જ
નષ્ટ થઈ જશે. ૧૦૩.
વૈરાગ્યનો મહિમા (દોહરા)
जो पूरवकृत करम–फल, रुचिसौं भुंजै नांहि।
मगन रहै आठौं पहर, सुद्धातम पद मांहि।। १०४।।
सो बुध करमदसा रहित, पावै मोख तुरंत।
भुंजै परम समाधि सुख, आगम काल अनंत।। १०५।।
શબ્દાર્થઃ– ભુંજૈ = ભોગવે. આગત કાલ = આગામી કાળ.
_________________________________________________________________
निःशेषकर्मफलसंन्यसनात्मनैवं
सर्वक्रियान्तरविहारनिवृत्तवृत्तेः।
चैतन्यलक्ष्म भजतो भृशमात्मतत्त्वं
कालावलीयमचलस्य वहत्वनन्ता।। ३८।।
यः पूर्वभावकृतकर्मविषद्रुमाणां
भुङ्क्ते फलानि न खलु स्वतः एव तृप्तः।
आपातकालरमणीयमुदर्करम्यं
निष्कर्मशर्ममयमेति दशान्तरं सः।। ३९।।