Page 54 of 444
PDF/HTML Page 81 of 471
single page version
આદિથી બંધાયો છે, ભેદવિજ્ઞાનરૂપ સાબુ અને સમતારસરૂપ જળ દ્વારા તે સ્વચ્છ
થઈ શકે છે. તાત્પર્ય એ છે કે જીવને દેહથી ભિન્ન શુદ્ધ-બુદ્ધ જાણનાર નિશ્ચયનય છે
અને શરીરથી તન્મય, રાગ-દ્વેષ-મોહથી મલિન, કર્મને આધીન કહેવાવાળો
વ્યવહારનય છે. ત્યાં પ્રથમ અવસ્થામાં આ નયજ્ઞાન દ્વારા જીવની શુદ્ધ અને અશુદ્ધ
પરિણતિને સમજીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં લીન થવું એનું જ નામ અનુભવ છે.
અનુભવ પ્રાપ્ત થયા પછી નયોનો વિકલ્પ પણ રહેતો નથી તેથી કહેવું પડશે કે નય
પ્રથમ અવસ્થામાં સાધક છે અને આત્માનું સ્વરૂપ સમજયા પછી નયોનું કામ નથી.
અને પર્યાયો વિના દ્રવ્ય હોતું નથી અને દ્રવ્ય વિના ગુણ પર્યાય હોતા નથી, તેથી
દ્રવ્ય અને ગુણ-પર્યાયોમાં અવ્યતિરિક્ત ભાવ છે. જ્યારે પર્યાયને ગૌણ અને દ્રવ્યને
મુખ્ય કરીને કથન કરવામાં આવે છે ત્યારે નય દ્રવ્યાર્થિક કહેવાય છે અને જ્યારે
પર્યાયને મુખ્ય તથા દ્રવ્યને ગોણ કરીને કથન કરવામાં આવે છે ત્યારે નય
પર્યાયાર્થિક કહેવાય છે. દ્રવ્ય સામાન્ય હોય છે અને પર્યાય વિશેષ હોય છે, તેથી
દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના વિષયમાં સામાન્ય-વિશેષનું અંતર રહે છે. જીવનું
સ્વરૂપ નિશ્ચયનયથી આવું છે, વ્યવહારનયથી આવું છે, દ્રવ્યાર્થિકનયથી આવું છે,
પર્યાયાર્થિકનયથી આવું છે, અથવા નયોના ભેદો શુદ્ધ નિશ્ચયનય, અશુદ્ધ નિશ્ચયનય,
સદ્ભૂત વ્યવહારનય, અસદ્ભૂત વ્યવહારનય, ઉપચરિત વ્યવહારનય ઇત્યાદિ વિકલ્પ
ચિત્તમાં અનેક તરંગો ઉત્પન્ન કરે છે, એનાથી ચિત્તને વિશ્રામ નથી મળી શકતો,
તેથી કહેવું જોઈએ કે નયના કલ્લોલ અનુભવમાં બાધક છે પરંતુ પદાર્થનું યથાર્થ
સ્વરૂપ જાણવા અને સ્વભાવ-વિભાવને ઓળખવામાં સહાયક અવશ્ય છે. તેથી નય,
નિક્ષેપ અને પ્રમાણથી અથવા જેમ બને તેમ આત્મસ્વરૂપની ઓળખાણ કરીને સદૈવ
તેના વિચાર તથા ચિંતવનમાં લાગ્યા રહેવું જોઈએ.
Page 55 of 444
PDF/HTML Page 82 of 471
single page version
अब अधिकार अजीवकौ, सुनहु चतुर चित लाय।। १।।
વિલાસ=આનંદ.
Page 56 of 444
PDF/HTML Page 83 of 471
single page version
કરીને જીવ-અજીવનો નિર્ણય કર્યો, પછી અનુભવનો અભ્યાસ કરીને કર્મોનો નાશ
કર્યો તથા હૃદયમાં હર્ષિત થઈને પોતાની ઉત્કૃષ્ટતા સંભાળી, જેથી અંતરાયકર્મ નાશ
પામ્યું અને શુદ્ધ આત્માનો પ્રકાશ અર્થાત્ પૂર્ણજ્ઞાનનો આનંદ પ્રગટ થયો. તેને મારા
નમસ્કાર છે. ૨.
એકંત (એકાન્ત)=એકલો, જ્યાં કોઈ અવાજ, ઉપદ્રવ વગેરે ન હોય ત્યાં.
ઠૌરુ=સ્થાન. ઘટ=હૃદય. સર=તળાવ. મધુકર=ભમરો. સુવાસ=પોતાની સુગંધ.
પ્રાપતિ (પ્રાપ્તિ)=મિલન. હ્નૈહૈ=થશે. સહી=ખરેખર. યૌંહી=એવું જ.
કહ્યું છે.
Page 57 of 444
PDF/HTML Page 84 of 471
single page version
તું જ ભમરો બનીને પોતાના સ્વભાવની સુગંધ લે. જો તું એમ વિચારે કે એનાથી
કાંઈ નહિ મળે, તો નિયમથી સ્વરૂપની પ્રાપ્તિ થશે; આત્મસિદ્ધિનો એ જ ઉપાય છે.
જ્ઞાનગુણ પ્રગટ થાય છે. ૩.
છાંયો, અંધકાર, શરીર, ભાષા, મન, શ્વાસોચ્છ્વાસ તથા કામ, ક્રોધ, લોભ, મોહ
માયા આદિ જે કાંઈ ઈન્દ્રિય અને મનગોચર છે તે બધુ પૌદ્ગલિક છે. ૪.
ન બતાવતાં છ મહિના માટે પ્રેરણા કરી છે. છ મહિનામાં સમ્યગ્દર્શન ઊપજે જ ઊપજે એવો
નિયમ નથી.
अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी।। ३।।
Page 58 of 444
PDF/HTML Page 85 of 471
single page version
રમૈ=લીન થાય. વમૈ= ઉલટી કરે (છોડી દે.) ઇહિ વિધિ= આ રીતે, મુકતિ
(મુક્તિ)=મોક્ષ. સમીપ= પાસે. સિવ (શિવ)=મોક્ષ. સર્મ=આનંદ.
અને લોકનો શિરોમણિ જાણે છે, તથા શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરીને પોતાના
સ્વભાવમાં લીન થઈને સંપૂર્ણ કર્મદળને દૂર કરે છે. આ પ્રયત્નથી મોક્ષમાર્ગ સિદ્ધ
થાય છે અને નિરાકુળતાનો આનંદ નિકટ આવે છે. પ.
एक ब्रह्म नहि दूसरौ, दीसै अनुभव मांहि।। ६।।
तेनैवास्तस्वत्त्वतः
Page 59 of 444
PDF/HTML Page 86 of 471
single page version
બીજું કાંઈ જ નથી ભાસતું. ૬.
न्यारौ निरखत म्यानसौं,
ત્યારે લોકો તેને લોઢાની જ કહે છે.
ભેદવિજ્ઞાનમાં તેમની ઓળખાણ કરવામાં આવે છે ત્યારે ચિચ્ચમત્કાર આત્મા જુદો
ભાસવા લાગે છે અને શરીરમાંથી આત્મબુદ્ધિ ખસી જાય છે. ૭.
वस्तु विचारत करमसौं, भिन्न एक
Page 60 of 444
PDF/HTML Page 87 of 471
single page version
ભિન્ન એક ચૈતન્યમૂર્તિ છે.
વિચાર કરવામાં આવે તો તે જીવની નથી, જીવ તો શુદ્ધ, બુદ્ધ, નિર્વિકાર, દેહાતીત
અને ચૈતન્યમૂર્તિ છે. ૮.
त्यौं वरनादिक नामसौं, जड़ता, लहै न जीव।। ९।।
કાળો, ધોળો વગેરે અનેક નામ મેળવે છે પણ તે શરીરની પેઠે અચેતન થઈ જતો
નથી.
अनाद्यनन्तमचलं
Page 61 of 444
PDF/HTML Page 88 of 471
single page version
પ્રગટ=સ્પષ્ટ.
સ્વભાવને પોતે જ જાણે છે એથી સ્વકીય છે, પોતાના જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી
એથી અચળ છે, આદિ રહિત છે એથી અનાદિ છે, અનંતગુણ સહિત છે એથી
અનંત છે, કદી નાશ પામતો નથી એથી નિત્ય છે. ૧૦.
Page 62 of 444
PDF/HTML Page 89 of 471
single page version
ભેદરૂપ છે; જીવ પણ અમૂર્તિક છે તેથી અમૂર્તિક વસ્તુનું ધ્યાન કરવું વ્યર્થ છે આત્મા
સ્વયંસિદ્ધ, સ્થિર, ચૈતન્યસ્વભાવી, જ્ઞાનામૃતસ્વરૂપ છે, આ સંસારમાં જેમને પરિપૂર્ણ
અમૃતરસનો સ્વાદ લેવાની અભિલાષા છે તે આવા જ આત્માનો અનુભવ કરે છે.
અધર્મ, આકાશ, કાળ-એ ચાર અમૂર્તિક છે. જીવ પણ અમૂર્તિક છે. જ્યારે જીવ
સિવાય અન્ય પણ અમૂર્તિક છે તો અમૂર્તિકનું ધ્યાન કરવાથી જીવનું ધ્યાન થઈ
શકતું નથી
ચૈતન્ય, નિત્ય, સ્થિર અને જ્ઞાનસ્વભાવી આત્માનું ધ્યાન કરવું જોઈએ.૧૧.
Page 63 of 444
PDF/HTML Page 90 of 471
single page version
મદ=શરાબ. મતવારે=પાગલ. ટેક=હઠ
નક્કી કરે છે, પરંતુ સંસારમાં જે મનુષ્ય અનાદિકાળથી દુર્નિવાર મોહની તીક્ષ્ણ
મદિરાથી ઉન્મત્ત થઈ રહ્યા છે તેઓ જીવ અને જડને એક જ કહે છે; તેમની આ
ખોટી હઠ ટાળવાથી પણ ટળતી નથી.
બતાવ્યું છે. ૧૨.
છે સૌંજિ=ભાગ. પસારૌ (પ્રસાર)=વિસ્તાર. કૌતુક=ખેલ.
Page 64 of 444
PDF/HTML Page 91 of 471
single page version
ઘણો મોટો નાચ કરી રહ્યું છે, તે અનેકરૂપ પલટે છે અને રૂપ આદિનો વિસ્તાર
કરીને જુદા જુદા ખેલ બતાવે છે; પરંતુ મોહ અને જડથી ભિન્ન સમ્યગ્દ્રષ્ટિ આત્મા
તે નાટકનો માત્ર જોનાર છે (હર્ષ-વિષાદ નથી કરતો). ૧૩.
અને પુદ્ગલને જુદા જુદા કરે છે. પછી એ ભેદવિજ્ઞાન ઉન્નતિ કરતાં કરતાં
અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને પરમાવધિજ્ઞાનની અવસ્થાને પ્રાપ્ત થાય છે. અને
એ રીતે વૃદ્ધિ કરીને પૂર્ણ સ્વરૂપના પ્રકાશ અર્થાત્ કેવળજ્ઞાનસ્વરૂપ થઈ જાયછે જેમાં
લોક-અલોકના સર્વ પદાર્થો પ્રતિબિંબિત થાય છે. ૧૪
Page 65 of 444
PDF/HTML Page 92 of 471
single page version
પિત્તળ આદિનું સ્વરૂપ સમજાવવું અથવા હીરાની ઓળખાણ કરાવવા માટે હીરા
સિવાય કાચની ઓળખાણ કરાવવી જરૂરી છે, તેવી જ રીતે જીવ પદાર્થનું સ્વરૂપ દ્રઢ
કરાવવાને માટે શ્રીગુરુએ અજીવ પદાર્થનું વર્ણન કર્યું છે. અજીવ તત્ત્વ જીવ તત્ત્વથી
સર્વથા ભિન્ન છે અર્થાત્ જીવનું લક્ષણ ચેતન અને અજીવનું લક્ષણ અચેતન છે. આ
અચેતન પદાર્થ પુદ્ગલ, આકાશ, ધર્મ, અધર્મ કાળ નામના પાંચ પ્રકારના છે.
તેમનામાંથી પાછળના ચાર અરૂપી અને પહેલો પુદ્ગલ રૂપી અર્થાત્ ઈન્દ્રિયગોચર
છે, પુદ્ગલ દ્રવ્ય સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળું છે. એ જીવ દ્રવ્યનાં ચિહ્નોથી સર્વથા
પ્રતિકૂળ છે, જીવ સચેતન છે તો પુદ્ગલ અચેતન છે, જીવ અરૂપી છે તો પુદ્ગલ
રૂપી છે, જીવ અખંડ છે તો પુદ્ગલ સખંડ છે (ખંડસહિત) છે મુખ્યપણે જીવને
સંસારમાં ભટકવામાં આ જ પુદ્ગલ નિમિત્ત કારણ છે, આ જ પુદ્ગલમય શરીરથી
તે સંબદ્ધ છે, આ જ પુદ્ગલમય કર્મોથી તે સર્વાત્મપ્રદેશોમાં જકડાયેલો છે, આજ
પુદ્ગલોના નિમિત્તથી તેની અનંત શક્તિઓ ઢંકાઈ રહી છે, આ જ પુદ્ગલોના
નિમિત્તથી તેમાં વિભાવ ઉત્પન્ન થાય છે, અજ્ઞાનના ઉદયમાં તે આ જ પુદ્ગલોને
લીધે રાગ-દ્વેષ કરે છે અથવા આ જ પુદ્ગલોમાં ઈષ્ટ-અનિષ્ટની કલ્પના કરે છે, જો
પુદ્ગલ ન હોત તો આત્મામાં અન્ય વસ્તુનો સંબંધ ન થાત, તેમાં વિકાર અથવા
રાગ-દ્વેષ ન થાત, સંસારમાં પરિભ્રમણ ન થાત, સંસારમાં જેટલું નાટક છે તે બધું
પુદ્ગલજનિત છે.
રાખનાર જીવ છે તે તમે જ છો, ચૈતન્ય છો, નિત્ય છો, આત્મા છો. આત્મા સિવાય
એક બીજો પદાર્થ જેને તમે ચિમટીથી દબાવ્યો છે તે નરમ જેવો કાંઈક મેલો કાળા
જેવો, ખારા જેવો, કાંઈક સુગંધ-દુર્ગંધવાળો જણાય છે તેને શરીર કહે છે. આ શરીર
જડ છે, અચેતન છે, નાશવાન છે, પરપદાર્થ છે, આત્મસ્વભાવથી ભિન્ન છે. આ
શરીરમાં અહંબુદ્ધિ કરવી અર્થાત્ શરીર અને શરીર સંબંધી ધન, સ્ત્રી, પુત્રાદિને
પોતાનાં માનવાં એ મિથ્યાજ્ઞાન છે. લક્ષણભેદ દ્વારા નિજ આત્માને સ્વ અને આત્મા
સિવાય બધા ચેતન-અચેતન
Page 66 of 444
PDF/HTML Page 93 of 471
single page version
રાજહંસ દૂધ અને પાણીને જુદા-જુદા કરી નાખે છે તેવી જ રીતે વિવેક વડે જીવ
અને પુદ્ગલને જુદા કરવા, પુદ્ગલોમાંથી અહંબુદ્ધિ અથવા રાગ-દ્વેષ હટાવીને
નિજસ્વરૂપમાં લીન થવું જોઈએ અને “તેરૌ ઘટ સર તામૈં તૂંહી હૈ કમલ તાકૈં, તૂંહી
મધુકર હૈ સ્વવાસ પહચાન રે”ની શિખામણનો હમેશાં અભ્યાસ કરવો જોઈએ.
Page 67 of 444
PDF/HTML Page 94 of 471
single page version
Page 68 of 444
PDF/HTML Page 95 of 471
single page version
ભેદ સમજ્યો ત્યારે સમ્યગ્જ્ઞાન પ્રગટ થયું, મોટી ભૂલ મટી ગઈ, છયે દ્રવ્યગુણ-
પર્યાય સહિત જણાવા લાગ્યાં, બધાં દુઃખો નાશ પામ્યાં અને પૂર્ણ પરમાત્માનું સ્વરૂપ
દેખાવા લાગ્યું, પુદ્ગલ પિંડને કર્મનો કર્તા માન્યો, પોતે સ્વભાવનો કર્તા થયો.
પૂર્ણ રસથી ભરેલા અનુભવના અભ્યાસથી પરમાત્માનો પ્રકાશ કરે છે ત્યારે સૂર્યના
Page 69 of 444
PDF/HTML Page 96 of 471
single page version
રહેતો. એવી દશા પ્રાપ્ત થતાં તે આત્મસ્વભાવનો સાધક થાય છે. ત્યારે પૌદ્ગલિક
કર્મોને કર્તા થઈને કેવી રીતે કરે? અર્થાત્ નહિ જ કરે. ૩.
કરનાર.
પર્યાયમાંથી અહંબુદ્ધિ છૂટી ગઈ, નિઃશંક નિજસ્વભાવ ગ્રહણ કર્યો, અનુભવમાં મગ્ન
થયો, વ્યવહારમાં છે તોપણ નિશ્ચય ઉપર શ્રદ્ધા થઈ, મિથ્યાત્વનું બંધન તૂટી ગયું,
આત્મધર્મનો ધારક થયો, મુક્તિમાં પ્રેમ કર્યો અને કર્મનો માત્ર જ્ઞાતા-દ્રષ્ટા થયો,
કર્તા ન રહ્યો. ૪.
Page 70 of 444
PDF/HTML Page 97 of 471
single page version
જાતિભેદ છે, તેથી મોતી અને કાનની જેમ તેમનામાં ભિન્નતા છે, આવું સમ્યગ્જ્ઞાન
જેના હૃદયમાં જાગ્રત થાય છે તેનું મિથ્યાત્વ, સૂર્યના ઉદયમાં અંધકારની જેમ દૂર થઈ
જાય છે. તે લોકોને કર્મનો કર્તા દેેખાય છે પરંતુ રાગ-દ્વેષ આદિ રહિત શુદ્ધ હોવાથી
તેને આગમમાં અકર્તા કહ્યો છે. પ.
Page 71 of 444
PDF/HTML Page 98 of 471
single page version
जीव अमूरति मूरतीक, पुदगल अंतर
જાણવાની શક્તિ નથી. જીવ ચેતન છે અને પુદ્ગલ અચેતન, જીવ અરૂપી છે અને
પુદ્ગલ રૂપી, આ રીતે બન્નેમાં મોટો તફાવત છે. જ્યાં સુધી ભેદવિજ્ઞાન થતું નથી
ત્યાંસુધી અજ્ઞાન રહે છે અને જીવ પોતાને કર્મનો કર્તા માને છે પરંતુ સુબુદ્ધિનો
પ્રકાશ થતાં આ ભ્રમ મટી જાય છે. ૬.
किरिया परजयकी फिरनि, वस्तु एक त्रय नाम।। ७।।
ઘડારૂપ થવું તે ક્રિયા છે, પણ આ ભેદ-વિવક્ષાનું કથન છે. અભેદ-વિવક્ષામાં ઘડાને
ઉત્પન્ન કરનારી
या
Page 72 of 444
PDF/HTML Page 99 of 471
single page version
પિંડરૂપ પર્યાય માટીની હતી અને ઘડારૂપ પર્યાય પણ માટી જ થઈ તેથી માટી જ
ક્રિયા છે. પરિણામી=અવસ્થાઓ બદલનાર. પરિનામ=અવસ્થા.
છે.
તેથી દ્રવ્ય જ કર્મ છે, દ્રવ્ય એક અવસ્થામાંથી બીજી અવસ્થારૂપે થાય છે અને તે
પોતાની બધી અવસ્થાઓથી અભિન્ન રહે છે તેથી દ્રવ્ય જ ક્રિયા છે. ભાવ એ છે કે
દ્રવ્ય જ કર્તા છે, દ્રવ્ય જ કર્મ છે અને દ્રવ્ય જ ક્રિયા છે; વસ્તુ એક જ છે. નામ ત્રણ
છે. ૭.
नाम–भेद बहु विधि भयौ,
उभयोर्न परिणतिः
Page 73 of 444
PDF/HTML Page 100 of 471
single page version
શકે ?
કરતું. જીવ અને પુદ્ગલ જોકે એક ક્ષેત્રાવગાહી છે તોપણ પોતપોતાના સ્વભાવને
નથી છોડતા. પુદ્ગલ જડ છે તેથી અચેતન પરિણામોનો કર્તા છે અને ચિદાનંદ
આત્મા ચૈતન્યભાવનો કર્તા છે. ૧૦.
नैकस्य च