Natak Samaysar (Gujarati). Gatha: 4-36.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 13 of 24

 

Page 214 of 444
PDF/HTML Page 241 of 471
single page version

background image
૨૧૪ સમયસાર નાટક
અર્થઃ– જૈનશાસ્ત્રના જ્ઞાતા એક જૈને ઘણા સાવધાન થઈને વિવેકરૂપી તીક્ષ્ણ
છીણી પોતાના હૃદયમાં નાખી દીધી, જેણે પ્રવેશ કરતાં જ નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ
અને નિજસ્વભાવનું જુદાપણું કરી નાખ્યું. ત્યાં તે જ્ઞાતાએ વચ્ચે પડીને એક
અજ્ઞાનમય અને એક જ્ઞાનસુધારસમય એવી બે ધારા દેખી. ત્યારે તે અજ્ઞાનધારા
છોડીને જ્ઞાનરૂપ અમૃતસાગરમાં મગ્ન થયો. આટલી બધી ક્રિયા તેણે માત્ર એક
સમયમાં જ કરી. ૩.
વળી–
जैसै छैनीलोहकी, करै एकसौं दोइ।
जड़ चेतनकी भिन्नता, त्यौं सुबुद्धिसौं होई।। ४।।
અર્થઃ– જેવી રીતે લોઢાની છીણી કાષ્ઠ આદિ વસ્તુના બે ટુકડા કરી નાખે છે
તેવી જ રીતે ચેતન-અચેતનનું પૃથક્કરણ ભેદવિજ્ઞાનથી થાય છે. ૪.
સુબુદ્ધિનો વિલાસ. (સર્વ વર્ણ લઘુ. ચિત્રકાવ્ય ઘનાક્ષરી)
धरति धरम फल हरति करम मल,
मन वच तन बल करति समरपन।
भखति असन सित चखति रसन रित,
लखति अमित वित करि चित दरपन।।
कहति मरम धुर दहति भरम पुर,
गहति परम गुर उर उपसरपन।
रहति जगति हित लहति भगति रति,
चहति अगति गति यह मति परपन।। ५।।
શબ્દાર્થઃ– ભખતિ = ખાય છે. અસન = ભોજન. સિત = ઉજ્જ્વળ.
અમિત = અપ્રમાણ. દહતિ = બાળી છે. પુર = નગર. ઉપસરપન = સ્થિર. અગતિ
ગતિ = મોક્ષ
અર્થઃ– સુબુદ્ધિ ધર્મરૂપ ફળ ધારણ કરે છે, કર્મમળ હરે છે, મન, વચન, કાય
ત્રણે બળોને મોક્ષમાર્ગમાં લગાવે છે, જીભથી સ્વાદ લીધા વિના ઉજ્જ્વળ

Page 215 of 444
PDF/HTML Page 242 of 471
single page version

background image
મોક્ષ દ્વાર ૨૧પ
જ્ઞાનનું ભોજન ખાય છે, પોતાની અનંત જ્ઞાનરૂપ સંપત્તિ ચિત્ત-રૂપ દર્પણમાં દેખે છે,
મર્મની વાત અર્થાત્ આત્માનું સ્વરૂપ બતાવે છે, મિથ્યાત્વરૂપ નગર ભસ્મ કરે છે,
સદ્ગુરુની વાણીનું ગ્રહણ કરે છે, ચિત્તમાં સ્થિરતા લાવે છે, જગતની હિતકારી
બનીને રહે છે, ત્રિલોકનાથની ભક્તિમાં અનુરાગ કરે છે, મુક્તિની અભિલાષા
ઉત્પન્ન કરે છે; એવો સુબુદ્ધિનો વિલાસ છે. પ.
સમ્યગ્જ્ઞાનીનું મહત્ત્વ. (સર્વ વર્ણ ગુરુ સવૈયા એકત્રીસા)
राणाकौसौ बाना लीनै आप साधै थाना चीनै,
दानाअंगी नानारंगी खाना जंगी जोधा है।
मायाबेली जेती तेती रेतेमैं धारेती सेती,
फंदाहीकौ कंदा खौदै खेतीकौसौ लोधा है।।
बाधासेती हांता लोरै राधासेती तांता जोरै,
बांदीसेती नाता तोरै चांदीकौसौ सोधा है।
जानै जाही ताही नीकै मानै राही पाही पीकै,
ठानै बातैं डाही ऐसौ धाराबाही बोधा है।। ६।।
શબ્દાર્થઃ– રાણા = બાદશાહ. બાના = વેશ. થાના = સ્થાન. ચીનૈ =
ઓળખે. દાનાઅંગી = પ્રતાપી. ખાના જંગી જોધા = યુદ્ધમાં મહા શૂરવીર. કંદા =
કાંસના મૂળિયા. ખેતીકૌસૌ લોધા = ખેડૂત જેવો. બાધા = ક્લેશ. હાંતા લોરૈ =
અલગ કરે છે. તાંતા = દોર. બાંદી = દાસી. નાતા= સંબંધ. ડાહી = હોશિયારી.
બોધા = જ્ઞાની.
અર્થઃ– ભેદવિજ્ઞાની જ્ઞાતાએ રાજા જેવું રૂપ બનાવેલું છે, તે પોતાના
આત્મરૂપ સ્વદેશની રક્ષા માટે પરિણામોની સંભાળ રાખે છે અને આત્મસત્તા
ભૂમિરૂપ સ્થાનને ઓળખે છે. પ્રશમ, સંવેગ, અનુકંપા આદિની સેના સંભાળવામાં
દાના અર્થાત્ પ્રવીણ હોય છે, શામ, દામ, દંડ, ભેદ આદિ કળાઓમાં શુકળ રાજાની
સમાન છે, તપ, સમિતિ, ગુપ્તિ, પરિષહ-જય, ધર્મ, અનુપ્રેક્ષા આદિ અનેક રંગ
ધારણ કરે છે, કર્મરૂપી શત્રુઓને જીતવામાં ઘણો બહાદુર છે, માયારૂપી જેટલું લોઢું

Page 216 of 444
PDF/HTML Page 243 of 471
single page version

background image
૨૧૬ સમયસાર નાટક
છે તે બધાનો નાશ કરવા માટે રેતી સમાન છે, કર્મના ફંદારૂપ કાંસને મૂળમાંથી
ઉખેડવા માટે કિસાન સમાન છે, કર્મબંધના દુઃખોથી બચાવનાર છે, સુમતિ રાધિકા
સાથે પ્રીતિ જોડે છે, કુમતિરૂપ દાસી સાથે સંબંધ તોડે છે, આત્મપદાર્થરૂપ ચાંદીનું
ગ્રહણ કરવામાં અને પરપદાર્થરૂપ ધૂળને છોડવામાં સોની સમાન છે. પદાર્થને જેવો
જાણે છે તેવો જ માને છે, ભાવ એ છે કે હેયને હેય જાણે છે અને હેય માને છે.
ઉપાદેયને ઉપાદેય જાણે છે અને ઉપાદેય માને છે
, એવી ઉત્તમ વાતોના આરાધક
ધારા પ્રવાહી જ્ઞાતા છે. ૬.
જ્ઞાની જીવ જ ચક્રવર્તી છે (સવૈયા એકત્રીસા)
जिन्हकै दरब मिति साधन छखंड थिति,
बिनसैविभाव अरि पंकति पतन हैं।
जिन्हकै भगतिको विधान एई नौ निधान,
त्रिगुनके भेद मानौ चौदह रतन हैं।।
जिन्हकै सुबुद्धिरानी चूरै महा मोह वज्र,
पूरै मंगलीक जे जे मोखके जतन हैं।
जिन्हके प्रमान अंग सौहै चमू चतुरंग,
तेई चक्रवर्ती तनु धरैं पै अतन हैं।। ७।।
શબ્દાર્થઃ– અરિ પંકતિ = શત્રુઓનો સમૂહ. પતન = નષ્ટ થવું. નવ નિધાન
= નવ નિધિ. મંગલીક = મંડળ, ચોક. ચમૂ = સેના. ચતુરંગ = સેનાના ચાર
અંગ-હાથી, ઘોડા, રથ, પાયદળ. અતન = શરીરરહિત.
અર્થઃ– જ્ઞાની જીવ ચક્રવર્તી સમાન છે કારણ કે ચક્રવર્તી છ ખંડ પૃથ્વી જીતે
છે, જ્ઞાની છ દ્રવ્યોને સાધે છે, ચક્રવર્તી શત્રુઓનો નાશ કરે છે, જ્ઞાની જીવ વિભાવ
_________________________________________________________________
૧. આત્મા અડદના માવા (અંદરનો ભાગ) મગજ સમાન આદિ ઉપાદેય છે અને ફોતરા વગેરે સમાન
શરીરાદિ હેય છે.

Page 217 of 444
PDF/HTML Page 244 of 471
single page version

background image
મોક્ષ દ્વાર ૨૧૭
પરિણતિનો વિનાશ કરે છે, ચક્રવર્તીને નવનિધિ હોય છે, જ્ઞાની નવભક્તિ ધારણ
કરે છે, ચક્રવર્તીને ચૌદ રત્ન હોય છે, જ્ઞાનીઓને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના
ભેદરૂપ ચૌદ રત્ન હોય છે; ચક્રવર્તીની પટરાણી દિગ્વિજય માટે જવાને સમયે
ચપટીથી વજ્રરત્નોનો ભૂકો કરીને ચોક પૂરે છે; જ્ઞાની જીવોની સુબુદ્ધિરૂપ પટરાણી
મોક્ષમાં જવાના શુકન કરવા માટે મહામોહરૂપ વજ્રનું ચૂર્ણ કરે છે; ચક્રવર્તીને હાથી,
ઘોડા, રથ, પાયદળ એવી ચતુરંગિણી સેના હોય છે, જ્ઞાની જીવોને પ્રત્યક્ષ, પરોક્ષ,
નય, પ્રમાણ અને નિક્ષેપ હોય છે. વિશેષ એ છે કે ચક્રવર્તીને શરીર હોય છે પણ
જ્ઞાની જીવ દેહથી વિરક્ત હોવાને કારણે શરીરરહિત હોય છે તેથી જ્ઞાની જીવોનું
પરાક્રમ ચક્રવર્તી સમાન છે. ૭.
નવ ભક્તિના નામ (દોહરા)
श्रवन कीरतन चिंतवन, सेवन बंदन ध्यान।
लघुता समता
एकता, नौधा भक्ति प्रवान।। ८।।
શબ્દાર્થઃ– શ્રવણ = ઉપાદેય ગુણોનું સાંભળવું. કીરતન (કીર્તન) = ગુણોનું
વ્યાખ્યાન
_________________________________________________________________
૧. મહાકાલ અસિ મસિકે સાધન,દેત કાલનિધિ ગ્રંથ મહાન;
માનવ આયુધ ભાંડ નસરપ, સુભગ પિંગલા ભૂષન ખાન.
પાંડુક
નિધિ સબ ધાન્ય દેત હૈ, કરૈ શંખ વાજિંત્ર પ્રદાન;
સર્વ રતન રત્નોંકી દાતા, વસ્ત્ર દેત નિધિ પદ્મ મહાન.
૨. નવ ભક્તિના નામ આગળના દોહામાં છે.
૩. ચક્રવર્તીને ચૌદ રત્નોમાં સાત સજીવ રત્ન હોય છે, અને સાત અજીવ હોય છે. તે આ પ્રકારે છેઃ-
દોહરા–સેનાપતિ ગ્રહપતિ થપિત, પ્રોહિત નાગ તુરંગ,
બનિતા મિલિ સાતૌં રતન, હૈં સજીવ સરવંગ. ૧.
ચક્ર છત્ર અસિ દંડ મણિ, ચર્મ કાંકણી નામ;
યે અજીવ સાતૌં રતન, ચક્રવર્તી કે ધામ. ૨.
૪. કવિએ ચૌદ રત્નોની સંખ્યા ત્રણ ગુણના ભેદોમાં ગણાવેલ છે. તે સમ્યગ્દર્શનના ઉપશમ,
ક્ષયોપશમ, ક્ષાયિક એ ત્રણ, જ્ઞાનના મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય, કેવળ એ પાંચ; અને
ચારિત્રના સામાયિક, છેદોપસ્થાપના, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસાંપરાય અને સંયમાસંયમ એ છ, -
આવી રીતે બધા મળીને ચૌદ જણાય છે.

Page 218 of 444
PDF/HTML Page 245 of 471
single page version

background image
૨૧૮ સમયસાર નાટક
કરવું. ચિંતવન = ગુણોનો વિચાર કરવો. સેવન = ગુણોનું અધ્યયન કરવું.
વંદન = ગુણોની સ્તુતિ કરવી. ધ્યાન = ગુણોનું સ્મરણ કરવું. લઘુતા = ગુણોનો
ગર્વ ન કરવો. સમતા = બધા ઉપર એકસરખી દ્રષ્ટિ રાખવી. એકતા = એક
આત્માને જ પોતાનો માનવો, શરીરાદિને પર માનવા.
અર્થઃ– શ્રવણ, કીર્તન, ચિંતવન, સેવન, વંદન, ધ્યાન, લઘુતા, સમતા,
એકતા-આ નવ પ્રકારની ભક્તિ છે, જે જ્ઞાની જીવ કરે છે. ૮.
જ્ઞાની જીવોનું મંતવ્ય (સવૈયા એકત્રીસા)
कोऊ अनुभवी जीव कहै मेरे अनुभौमैं,
लक्षन विभेद भिन्न करमकौ जाल है।
जानै आपा आपुकौं जु आपुकरि आपुविषैं,
उतपति नास ध्रुव धारा असराल है।।
सारे विकलप मोसौं–न्यारे सरवथा मेरौ,
निहचै सुभाव यह विवहार चाल है।
मैं तौ सुद्ध चेतन अनंत चिनमुद्रा धारी,
प्रभुता हमारी एकरूप तिहूं काल है।। ९।।
અર્થઃ– આત્માનુભવી જીવ કહે છે કે અમારા અનુભવમાં આત્મસ્વભાવથી
વિરુદ્ધ ચિહ્નોની ધારક કર્મોની જાળ અમારાથી ભિન્ન છે, તેઓ પોતે પોતાને પોતા
દ્વારા પોતાનામાં જાણે છે. દ્રવ્યની ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રિગુણ ધારા જે
મારામાં વહે છે, તે વિકલ્પો વ્યવહારનયથી છે, મારાથી સર્વથા ભિન્ન છે; હું તો
નિશ્ચયનયના વિષયભૂત શુદ્ધ અને અનંત ચૈતન્યમૂર્તિનો ધારક છું, મારું આ સામર્થ્ય
સદા એકસરખું રહે છે-કદી ઘટતું-વધતું નથી. ૯.
_________________________________________________________________
૧. આ કર્તારૂપ છે. ૨. આ કર્મરૂપ છે. ૩. આ કરણરૂપ છે. ૪. આ અધિકરણ છે.
भित्त्वा सर्वमपि स्वलक्षणबलाद्भेत्तुं हि यच्छक्यते
चिन्मुद्रांकितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम्।
भिद्यन्ते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि
भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति।। ३।।

Page 219 of 444
PDF/HTML Page 246 of 471
single page version

background image
મોક્ષ દ્વાર ૨૧૯
આત્માના ચેતન લક્ષણનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
निराकार चेतना कहावै दरसन गुन,
साकार चेतना सुद्धज्ञान गुनसार है।
चेतना अद्वैत दोऊ चेतन दरब मांहि,
सामान विशेष सत्ताहीकौविसतार है।।
कोऊ कहै चेतना चिहन नांही आतमामैं,
चेतनाके नास होत त्रिविध विकार है।
लक्षनकौ नास सत्ता नास मूल वस्तु नास,
तातै जीव दरबकौ चेतना आधार है।। १०।।
શબ્દાર્થઃ– નિરાકાર ચેતના = જીવનો દર્શનગુણ જે આકાર આદિને જાણતો
નથી. સાકાર ચેતના = જીવનો જ્ઞાનગુણ જે આકાર આદિ સહિત જાણે છે. અદ્વૈત =
એક. સામાન્ય = જેમાં આકાર આદિનો વિકલ્પ હોતો નથી. વિશેષ = જે આકાર
આદિ સહિત જાણે છે. ચિહન (ચિહ્ન) = લક્ષણ. ત્રિવિધ = ત્રણ પ્રકારના. વિકાર
= દોષ.
અર્થઃ– ચૈતન્યપદાર્થ એકરૂપ જ છે, પણ દર્શનગુણને નિરાકાર ચેતના અને
જ્ઞાનગુણને સાકાર ચેતના કહે છે. ત્યાં આ સામાન્ય અને વિશેષ બન્ને એક
ચૈતન્યના જ ભેદો છે, એક જ દ્રવ્યમાં રહે છે. વૈશેષિક આદિ મતવાદીઓ આત્મામાં
_________________________________________________________________
૧-૨. પદાર્થને જાણવા પહેલાં પદાર્થના અસ્તિત્વનું જે કિંચિત્ ભાન થાય છે તે દર્શન છે, દર્શન એ
નથી જાણતું કે પદાર્થ કેવા આકાર કે રંગનો છે, તે તો સામાન્ય અસ્તિત્વ માત્ર જાણે છે તેથી
જ દર્શનગુણ નિરાકાર અને સામાન્ય છે. એમાં મહાસત્તા અર્થાત્ સામાન્ય સત્તાનો પ્રતિભાસ
થાય છે. આકાર, રંગ આદિનું જાણવું તે જ્ઞાન છે, તેથી જ્ઞાન સાકાર છે, સવિકલ્પ છે, વિશેષ
જાણે છે. એમાં અવાંતર સત્તા અર્થાત્ વિશેષ સત્તાનો પ્રતિભાસ થાય છે. (વિશેષ સમજવા માટે
‘બૃહદ્ દ્રવ્યસંગ્રહ’ની
जं सामण्णं गह्णं,’ આદિ ગાથાઓનું અધ્યયન કરવું જોઈએ.)
अद्वैतापि हि चेतना जगति चेद् द्रग्ज्ञप्तिरूपं त्यजेत्
तत्सामान्यविशेषरूपविरहात्साऽस्तित्वमेव त्यजेत्।
तत्त्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापका–
दात्मा चान्तमुपैति तेन नियतं द्रग्ज्ञप्तिरूपास्तु चित्।। ४।।

Page 220 of 444
PDF/HTML Page 247 of 471
single page version

background image
૨૨૦ સમયસાર નાટક
ચૈતન્યગુણ માનતા નથી, તેથી તેમને જૈન મતવાદીઓનું કહેવું છે કે એ ચેતનાનો
અભાવ માનવાથી ત્રણ દોષ ઉત્પન્ન થાય છે. પ્રથમ તો લક્ષણનો નાશ થાય છે,
બીજું લક્ષણનો નાશ થવાથી સત્તાનો નાશ થાય છે, ત્રીજું સત્તાનો નાશ થવાથી
મૂળ વસ્તુનો જ નાશ થાય છે. તેથી જીવદ્રવ્યનું સ્વરૂપ જાણવા માટે ચૈતન્યનું જ
અવલંબન છે. ૧૦.
(દોહરા)
चेतन लक्षन आतमा, आतम सत्ता मांहि।
सत्तापरिमित वस्तु है,
भेद तिहूंमैं नांहि।। ११।।
અર્થઃ– આત્માનું લક્ષણ ચેતના છે અને આત્મા સત્તામાં છે, કારણ કે સત્તા-
ધર્મ વિના આત્મ-પદાર્થ સિદ્ધ થતો નથી, અને પોતાની સત્તા-પ્રમાણ વસ્તુ છે; દ્રવ્ય-
અપેક્ષાએ ત્રણેમાં ભેદ નથી એક જ છે. ૧૧.
આત્મા નિત્ય છે. (સવૈયા તેવીસા)
ज्यौं कलधौत सुनारकी संगति,
भूषन नाम कहै सब कोई।
कंचनता न मिटी तिहि हेतु,
वहै फिरि औटिकेकंचन होई।।
त्यौं यह जीव अजीव संजोग,
भयौ बहुरूपभयौनहि दोई।
चेतनता न गई कबहूं,
तिहि कारन ब्रह्म कहावत सोई।। १२।।
શબ્દાર્થઃ– કલધૌત = સોનું. ભૂષન = ઘરેણું. ઔંટત = ગાળવાથી. બ્રહ્મ =
નિત્ય આત્મા.
અર્થઃ– જેવી રીતે સોની દ્વારા ઘડવામાં આવતાં સોનું ઘરેણાંના રૂપમાં થઈ
જાય છે, પણ ગાળવાથી પાછું સોનું જ કહેવાય છે, તેવી જ રીતે આ જીવ અજીવરૂપ
કર્મના નિમિત્તે અનેક વેષ ધારણ કરે છે, પણ અન્યરૂપ થઈ જતો નથી કારણ કે
ચૈતન્યનો ગુણ કયાંય ચાલ્યો જતો નથી, એ જ કારણે જીવને સર્વ અવસ્થાઓમાં
બ્રહ્મ કહે છે. ૧૨.

Page 221 of 444
PDF/HTML Page 248 of 471
single page version

background image
મોક્ષ દ્વાર ૨૨૧
સુબુદ્ધિ સખીને બ્રહ્મનું સ્વરૂપ સમજાવે છે. (સવૈયા તેવીસા)
देखु सखी यह ब्रह्म विराजित,
याकी दसा सब याहीकौ सोहै।
एकमैं एक अनेक अनेकमैं,
दुंद लियैं दुविधामह दो है।।
आपु संभारि लखै अपनौ पद,
आपु विसारिकै आपुहि मोहै।
व्यापकरूप यहै घट अंतर,
ग्यानमैं कौन अग्यानमैं को है।। १३।।
શબ્દાર્થઃ– વિરાજિત = શોભાયમાન. દસા = પરિણતિ. વિસારિકૈં = ભૂલીને.
અર્થઃ– સુબુદ્ધિ સખીને કહે છે કે હે સખી! જો, આ પોતાનો ઇશ્વર સુશોભિત
છે, તેની સર્વ પરિણતિ તેને જ શોભા આપે છે, એવી વિચિત્રતા બીજા કોઈમાં
નથી. એને આત્મ-સત્તામાં જુઓ તો એકરૂપ છે, પરસત્તામાં જુઓ તો અનેકરૂપ છે;
જ્ઞાનદશામાં જુઓ તો જ્ઞાનરૂપ, અજ્ઞાનદશામાં જુઓ તો અજ્ઞાનરૂપ, આવી બધી
દુવિધાઓ એમાં છે. કોઈવાર તે સચેત થઈને પોતાની શક્તિની સંભાળ કરે છે અને
કોઈ વાર પ્રમાદમાં પડીને પોતાના સ્વરૂપને ભૂલી જાય છે, પણ એ ઇશ્વર નિજઘટમાં
વ્યાપક રહે છે, હવે વિચાર કરો કે જ્ઞાનરૂપ પરિણમન કરનાર કોણ છે અને
અજ્ઞાનદશામાં વર્તનાર કોણ છે? અર્થાત્ તે જ છે. ૧૩.
આત્મ–અનુભવનું દ્રષ્ટાંત (સવૈયા તેવીસા)
ज्यौं नट एक धरै बहु भेख,
कला प्रगटै बहु कौतुक देखै।
आपु लखै अपनी करतूति,
वहै नट भिन्न विलोकत भेखै।।

Page 222 of 444
PDF/HTML Page 249 of 471
single page version

background image
૨૨૨ સમયસાર નાટક
त्यौं घटमैं नट चेतन राव,
विभाउ दसा धरि रूप विसेखै।
खोलि सुद्रष्टि लखै अपनौं पद,
दुंद विचारि दसा नहि लेखै।। १४।।
અર્થઃ– જેવી રીતે નટ અનેક સ્વાંગ ધારે છે અને તે સ્વાંગના તમાશા જોઈને
લોકો કુતૂહલ સમજે છે, પણ તે નટ પોતાના અસલી રૂપથી કૃત્રિમ ધારણ કરેલા
વેષને ભિન્ન જાણે છે, તેવી જ રીતે આ નટરૂપ ચેતનરાજા પરદ્રવ્યના નિમિત્તે
અનેક વિભાવ પર્યાયોને પ્રાપ્ત થાય છે પરંતુ જ્યારે અંતરંગદ્રષ્ટિ ખોલીને પોતાનું રૂપ
દેખે છે ત્યારે અન્ય અવસ્થાઓને પોતાની માનતો નથી. ૧૪.
હેય–ઉપાદેય ભાવો ઉપર ઉપદેશ (છંદ અડિલ્લ)
जाके चेतन भाव, चिदानंद सोइ है।
और भाव जो धरै, सौ औरौ कोइ है।।
जो चिनमंडित भाउ, उपादे जाननैं
त्याग जोग परभाव, पराये माननैं।। १५।।
શબ્દાર્થઃ– ચિદાનંદ = ચેતનવંત આત્મા. ઉપાદે (ઉપાદેય) = ગ્રહણ કરવાને
યોગ્ય. હેય = ત્યાગવા યોગ્ય. પરાયે = બીજા. માનનૈં = શ્રદ્ધા કરવી જોઈએ.
અર્થઃ– જેમાં ચૈતન્યભાવ છે તે ચિદાત્મા છે અને જેમાં અન્ય ભાવ છે તે
બીજા જ અર્થાત્ અનાત્મા છે. ચૈતન્યભાવ ઉપાદેય છે, પરદ્રવ્યોના ભાવ પર છે-
ત્યાગવા યોગ્ય છે. ૧પ.
જ્ઞાની જીવ ચાહે ઘરમાં રહે, ચાહે વનમાં રહે, પણ મોક્ષમાર્ગ સાધે છે.
(સવૈયા એકત્રીસા)
जिन्हकैं सुमति जागी भोगसौं भये विरागी,
परसंग त्यागी जे पुरुष त्रिभुवनमैं।
_________________________________________________________________
एकश्चितश्चिन्मय एव भावो भावाः परे ये किल ते परेषाम्।
ग्राह्यस्ततश्चिन्मय एव भावो भावाः परे सर्वतएव हेयाः।। ५।।

Page 223 of 444
PDF/HTML Page 250 of 471
single page version

background image
મોક્ષ દ્વાર ૨૨૩
रागादिक भावनिसौं जिनिकी रहनि न्यारी,
कबहूं मगन ह्वै न रहै धाम धनमैं।।
जे सदैव आपकौं विचारैं सरवांग सुद्ध,
जिन्हकै विकलता न व्यापै कहूं मनमैं।
तेई मोख मारगके साधक कहावैं जीव,
भावै रहौ मंदिरमैं भावै रहौ वनमैं।। १६।।
શબ્દાર્થઃ– સુમતિ = સારી બુદ્ધિ. જાગી = પ્રગટી. પરસંગ ત્યાગી = દેહ
આદિથી મમત્વનો ત્યાગ કરવો. ત્રિભુવન = ત્રણ લોક-ઊર્ધ્વ, મધ્ય, પાતાળ.
સરવાંગ (સર્વાંગ) = પૂર્ણ રીતે. વિકલતા = ભ્રમ. ભાવૈ = ચાહે તો. મંદિરમૈં =
ઘરમાં.
અર્થઃ– જેમને સુબુદ્ધિનો ઉદય થયો છે, જે ભોગોથી વિરક્ત થયા છે, જેમણે
શરીર આદિ પરદ્રવ્યોનું મમત્વ દૂર કર્યું છે, જે રાગ-દ્વેષ આદિ ભાવોથી રહિત છે, જે
કદી ઘર અને ધન-સંપત્તિ આદિમાં લીન થતા નથી, જે સદા પોતાના આત્માને
સંપૂર્ણ રીતે શુદ્ધ વિચારે છે, જેમને મનમાં કદી આકુળતા વ્યાપતી નથી, તે જ જીવો
ત્રણલોકમાં
મોક્ષમાર્ગના સાધક છે, ભલે તેઓ ઘરમાં રહે કે જંગલમાં રહે. ૧૬.
મોક્ષમાર્ગી જીવોની પરિણતિ (સવૈયા તેવીસા)
चेतन मंडित अंग अखंडित,
सुद्ध पवित्र पदारथ मेरो।
राग विरोध विमोह दसा,
समुझै भ्रम नाटक पुदगल केरो।।
_________________________________________________________________
૧. ચાહે તેઓ ઊર્ધ્વલોક અથવા દેવગતિમાં હોય, મધ્યલોક અર્થાત્ મનુષ્ય-તિર્યંચ જાતિમાં હોય કે
પછી પાતાળલોક અર્થાત્ ભવનવાસી, વ્યંતર કે નરક ગતિમાં હોય.
सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां
शुद्धंचिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम्।
एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणा–
स्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि।। ६।।

Page 224 of 444
PDF/HTML Page 251 of 471
single page version

background image
૨૨૪ સમયસાર નાટક
भोग संयोग वियोग बिथा,
अवलोकि कहै यह कर्मज घेरौ।
है जिन्हकौ अनुभौ इह भांति,
सदा तिनकौं परमारथ नेरौ।। १७।।
શબ્દાર્થઃ– મંડિત = શોભિત. અખંડિત = જે છેદાતો-ભેદાતો નથી તે.
અર્થઃ– જેઓ વિચારે છે કે મારો આત્મપદાર્થ ચૈતન્યરૂપ છે, અછેદ્ય, અભેદ્ય,
શુદ્ધ અને પવિત્ર છે, જે રાગ-દ્વેષ-મોહને પુદ્ગલનું નાટક સમજે છે, જે ભોગ-
સામગ્રીના સંયોગ અને વિયોગની આપત્તિઓને જોઈને કહે છે કે આ કર્મજનિત છે-
એમાં આપણું કાંઈ નથી, એવો અનુભવ જેમને સદા રહે છે, તેમની સમીપ જ મોક્ષ
છે. ૧૭.
સમ્યગ્દ્રષ્ટિ જીવ સાધુ છે અને મિથ્યાદ્રષ્ટિ જીવ ચોર છે. (દોહરા)
जो पुमान परधन हरै, सो अपराधी अग्य।
जो अपनौ धन व्यौहरै, सो धनपति सरवग्य।। १८।।
परकी संगतिजौ रचै, बंध बढ़ावै सोइ।
जो निज सत्तामैं मगन, सहज मुक्त सो होइ।। १९।।
શબ્દાર્થઃ– પુમાન = મનુષ્ય. પરધન હરૈ = પરદ્રવ્યને અંગીકાર કરે છે.
અગ્ય = મૂર્ખ. ધનપતિ = શાહૂકાર. રચૈ = લીન થાય.
અર્થઃ– જે મનુષ્ય પરદ્રવ્યનું હરણ કરે છે તે મૂર્ખ છે, ચોર છે; જે પોતાના
ધનનો ઉપયોગ કરે છે તે સમજણો છે, શાહૂકાર છે. ૧૮. જે પરદ્રવ્યની સંગતિમાં મગ્ન
રહે છે તે બંધની પરંપરા વધારે છે અને જે નિજસત્તામાં લીન રહે છે તે સહજમાં
જ મોક્ષ પામે છે. ૧૯.
_________________________________________________________________
परद्रव्यग्रहं कुर्वन् बध्येतैवापराधवान्।
बध्येतानपराधो न स्वद्रव्ये संवृतो यतिः।। ७।।
अनवरतमनन्तैर्बध्यते सापराधः
स्पृशति निरपराधो बंधनं नैव जातु।
नियतमयमशुद्धं स्वं भजन्सापराधो
भवति निरपराधः साधु शुद्धात्मसेवी।। ८।।

Page 225 of 444
PDF/HTML Page 252 of 471
single page version

background image
મોક્ષ દ્વાર ૨૨પ
ભાવાર્થઃ– લોકમાં પ્રવૃત્તિ છે કે જે બીજાનું ધન લે છે તેને અજ્ઞાની, ચોર
અથવા ડાકૂ કહેવામાં આવે છે, તે ગુનેગાર અને દંડને પાત્ર થાય છે અને જે
પોતાના ધનનો ઉપયોગ કરે છે તે મહાજન અથવા સમજદાર કહેવાય છે, તેની
પ્રશંસા કરવામાં આવે છે. તેવી જ રીતે જે જીવ પરદ્રવ્ય અર્થાત્ શરીર કે શરીરના
સંબંધી ચેતન-અચેતન પદાર્થોને પોતાના માને છે અથવા તેમાં લીન થાય છે તે
મિથ્યાત્વી છે, સંસારનું દુઃખ ભોગવે છે. અને જે નિજાત્માને પોતાનો માને છે
અથવા તેનો જ અનુભવ કરે છે, તે જ્ઞાની છે, મોક્ષનો આનંદ પામે છે.૧૮.૧૯.
દ્રવ્ય અને સત્તાનું સ્વરૂપ (દોહરા)
उपजै विनसै थिर रहै, यह तो वस्तु वखान।
जो
मरजादा वस्तुकी, सो सत्ता परवांन।। २०।।
શબ્દાર્થઃ– ઉપજૈ = ઉત્પન્ન થાય. વિનસૈ = નષ્ટ થાય. વસ્તુ = દ્રવ્ય. મર્યાદા
= સીમા, ક્ષેત્રાવગાહ. પરવાંન (પ્રમાણ) = જાણવું.
અર્થઃ– જે પર્યાયોથી ઉત્પન્ન અને નષ્ટ થાય છે પણ સ્વરૂપે સ્થિર રહે છે તેને
દ્રવ્ય કહે છે, અને દ્રવ્યના ક્ષેત્રાવગાહને સત્તા કહે છે. ૨૦.
છ દ્રવ્યની સત્તાનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)
लोकालोक मान एक सत्ता है आकाश दर्व,
धर्म दर्व एक सत्ता लोक परमितिहै।
लोक परवान एक सत्ता है अधर्म दर्व,
कालके अनू असंखसत्ता अगनिति है।।
पुद्गल सुद्ध परवानुकी अनंत सत्ता,
जीवकी अनंत सत्ता न्यारी न्यारी छिति है।
कोऊ सत्ता काहूसौं न मिलि एकमेक होइ,
सबै असहाय यौं अनादिहीकी थिति है।। २१।।

Page 226 of 444
PDF/HTML Page 253 of 471
single page version

background image
૨૨૬ સમયસાર નાટક
શબ્દાર્થઃ– લોકાલોક = સર્વ આકાશ. પરમિતિ = બરાબર. પરવાન
(પ્રમાણ) = બરાબર. અગનિતિ = અસંખ્યાત. ન્યારી ન્યારી = જુદી જુદી. થિતિ
(સ્થિતિ) = હયાતી. અસહાય = સ્વાધીન.
અર્થઃ– આકાશદ્રવ્ય એક છે, તેની સત્તા લોક-અલોકમાં છે, ધર્મ-દ્રવ્ય એક છે,
તેની સત્તા લોક-પ્રમાણ છે, અધર્મદ્રવ્ય પણ એક છે, તેની સત્તા પણ લોક-પ્રમાણ
છે, કાળના અણુ અસંખ્યાત છે, તેની સત્તા અસંખ્યાત છે, પુદ્ગલ દ્રવ્ય અનંતાનંત
છે, તેની સત્તા અનંતાનંત છે, જીવદ્રવ્ય અનંતાનંત છે, તેની સત્તા અનંતાનંત છે,
આ છએ દ્રવ્યોની સત્તાઓ જુદી જુદી છે, કોઈ સત્તા કોઈની સાથે મળતી નથી અને
એક-મેક પણ થતી નથી. નિશ્ચયનયમાં કોઈ કોઈને આશ્રિત નથી સર્વ સ્વાધીન છે.
આ પ્રમાણે અનાદિકાળથી ચાલતું આવ્યું છે. ૨૧.
છ દ્રવ્યથી જ જગતની ઉત્પત્તિ છે. (સવૈયા એકત્રીસા)
एई छहौं दर्व इनहीकौ है जगतजाल,
तामैं पांच जड़ एक चेतन सुजान है।
काहूकी अनंत सत्ता काहूसौं न मिलै कोइ,
एक एक सत्तामैं अनंत गुन गानहै।।
एक एक सत्तामैं अनंत परजाइ फिरै,
एकमैं अनेक इहि भांतिपरवान है।
यहै स्यादवाद यहै संतनिकी मरजाद,
यहै सुख पोख यह मोखकौ निदान है।। २२।।
શબ્દાર્થઃ– જગતજાલ = સંસાર. સુજાન = જ્ઞાનમય. સંતનકી =
સત્પુરુષોની. મરજાદ = સીમા. પોખ = પુષ્ટિ કરનાર. નિદાન = કારણ.
અર્થઃ– ઉપર કહેલા જ છ દ્રવ્યો છે, એમનાથી જ જગત ઉત્પન્ન છે. આ છ
દ્રવ્યોમાં પાંચ અચેતન છે, એક ચેતનદ્રવ્ય જ્ઞાનમય છે. કોઈની અનંતસત્તા કોઈની
સાથે કદી મળતી નથી. પ્રત્યેક સત્તામાં અનંત ગુણસમૂહ છે અને અનંત અવસ્થાઓ
છે, આ રીતે એકમાં અનેક જાણવા. એ જ સ્યાદ્વાદ છે, એ જ સત્પુરુષોનું અખંડિત
કથન છે. એ જ આનંદ-વર્ધક છે અને એ જ જ્ઞાન મોક્ષનું કારણ છે. ૨૨.

Page 227 of 444
PDF/HTML Page 254 of 471
single page version

background image
મોક્ષ દ્વાર ૨૨૭
साधी दधि मंथमैं अराधी रस पंथनिमैं,
जहां तहां ग्रंथनिमैं सत्ताहीकौ सोर है।
ग्यान भान सत्तामैं सुधा निधान सत्ताहीमैं,
सत्ताकी दुरनि सांझ सत्ता मुख भोर है।।
सत्ताकौ सरूप मोख सत्ता भूल यहै दोष,
सत्ताके उलंघे धूमधाम चहूं वोरहै।
सत्ताकी समाधिमैं विराजि रहै सोई साहू,
सत्तातैं निकसि और गहै सोई चोर है।। २३।।
શબ્દાર્થઃ– દધિ = દહીં. મંથમૈં = વલોવવામાં. રસ પંથ = રસનો ઉપાય.
સોર (શોર) = આંદોલન. સત્તા = વસ્તુનું અસ્તિત્વ, મૌજૂદગી. ધૂમધામ ચહૂં વોર
= ચાર ગતિમાં ભ્રમણ. સમાધિ = અનુભવ. સાહૂ = ભલો માણસ. ગહૈ = ગ્રહણ
કરે.
અર્થઃ– દહીંના મંથનથી ઘીની સત્તા સાધવામાં આવે છે, ઔષધિઓની
ક્રિયામાં રસની સત્તા છે, શાસ્ત્રોમાં જ્યાં-ત્યાં સત્તાનું જ કથન છે, જ્ઞાનનો સૂર્ય
સત્તામાં છે, અમૃતનો પુંજ સત્તામાં છે, સત્તાને છૂપાવવી એ સાંજના
અંધકાર
સમાન છે અને સત્તાને મુખ્ય કરવી એ સવારના સૂર્યનો ઉદય કરવા સમાન છે.
સત્તાનું સ્વરૂપ જ મોક્ષ છે, સત્તાનું ભૂલવું તે જ જન્મ-મરણ આદિ દોષરૂપ સંસાર
છે, પોતાની આત્મસત્તાનું ઉલ્લંઘન કરવાથી ચાર ગતિમાં ભટકવું પડે છે. જે
આત્મસત્તાના અનુભવમાં વિરાજમાન છે તે જ ભલો માણસ છે અને જે આત્મસત્તા
છોડીને અન્યની સત્તાનું ગ્રહણ કરે છે તે જ ચોર છે. ૨૩.
આત્મસત્તાનો અનુભવ નિર્વિકલ્પ છે. (સવૈયા એકત્રીસા)
जामैं लोक–वेद नांहि थापना उछेद नांहि,
पाप पुन्न खेद नांहि क्रिया नांहि करनी।
जामैं राग दोष नांहि जामैं बंध मोख नांहि,
जामैं प्रभु दास न अकासनांहि धरनी।।
_________________________________________________________________
૧-૨. સાંજના અંધકારનો ભાવ એ જણાય છે કે અજ્ઞાનનો અંધકાર વધતો જાય. પ્રભાતના સૂર્યોદયનો
એ ભાવ જણાય છે કે જ્ઞાનનો પ્રકાશ વધતો જાય.

Page 228 of 444
PDF/HTML Page 255 of 471
single page version

background image
૨૨૮ સમયસાર નાટક
जामैं कुल रीत नांहि जामैं हारि जीत नांहि,
जामैं गुरु सीष नांहि वीष नांहि भरनी।
आश्रम बरन नांहि काहूकी सरन नांहि
ऐसी सुद्ध सत्ताकी समाधिभूमिबरनी।। २४।।
શબ્દાર્થઃ– લોકવેદ = લૌકિક જ્ઞાન. થાપના ઉછેદ = લૌકિક વાતોનું ખંડન.
(જેમ મૂર્તિને ઇશ્વર કહેવા એ લોકવ્યવહાર છે અને મૂર્તિપૂજાનું ખંડન કરવું તે
લોકસ્થાપનાનો ઉચ્છેદ કરવા બરાબર છે. સત્તામાં તે બન્ને નથી.) ખેદ = કષ્ટ. પ્રભુ
= સ્વામી. દાસ = સેવક. ધરની = પૃથ્વી. વીષ ભરની = યાત્રા પૂરી કરવી. બરન
આશ્રમ (વર્ણ આશ્રમ) = બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ ચાર.
અર્થઃ– જેમાં લૌકિક રીતરિવાજોની ન વિધિ છે કે ન નિષેધ છે, ન પાપ-
પુણ્યનો ક્લેશ છે, ન ક્રિયાની આજ્ઞા છે, ન રાગ-દ્વેષ છે, ન બંધ-મોક્ષ છે, ન
સ્વામી છે, ન સેવક છે, ન આકાશ
છે, ન ધરતી છે, ન કુળાચાર છે, ન હારજીત
છે, ન ગુરુ છે ન શિષ્ય છે, ન હાલવું-ચાલવું છે, ન વર્ણાશ્રમ છે, ન કોઈનું શરણ
છે. એવી શુદ્ધ સત્તા અનુભવરૂપ ભૂમિમાં પ્રાપ્ત થાય છે. ૨૪.
જે આત્મસત્તાને જાણતો નથી તે અપરાધી છે. (દોહરા)
जाकै घट समता नहीं, ममता मगन सदीव।
रमता
राम न जानई, सो अपराधी जीव।। २५।।
अपराधी मिथ्यामती, निरदै हिरदै अंध।
परकौं मानैआतमा, करै करमकौ बंध।। २६।।
झूठी करनी आचरै, झूठे सुखकी आस।
झूठी भगति हिए धरै, झूठे प्रभुकौदास।। २७।।
_________________________________________________________________
૧-૨. ઊંચ-નીચનો ભેદ નથી.
अतो हताः प्रमादिनो गताः सुखासीनतां
प्रलीनं चापलमुन्मूलितमालम्बनम्।
आत्मन्येवालानितं च चित्त–
मासंपूर्णविज्ञानघनोपलब्धेः।। ९।।

Page 229 of 444
PDF/HTML Page 256 of 471
single page version

background image
મોક્ષ દ્વાર ૨૨૯
શબ્દાર્થઃ– સમતા = રાગ-દ્વેષરહિત ભાવ. મમતા = પરદ્રવ્યોમાં અહંબુદ્ધિ.
રમતા રામ = પોતાના રૂપમાં આનંદ કરનાર આતમરામ. અપરાધી = દોષી. નિરદૈ
(નિર્દય) = દુષ્ટ. હિરદૈ (હૃદય) = મનમાં. આસ (આશા) = ઉમેદ. ભગતિ
(ભક્તિ) = સેવા, પૂજા. દાસ = સેવક.
અર્થઃ– જેના હૃદયમાં સમતા નથી, જે સદા શરીર આદિ પર-પદાર્થોમાં મગ્ન
રહે છે અને પોતાના આતમરામને જાણતો નથી તે જીવ અપરાધી છે. ૨પ. પોતાના
આત્મસ્વરૂપને નહીં જાણનાર અપરાધી જીવ મિથ્યાત્વી છે, પોતાના આત્માનો હિંસક
છે, હૃદયનો અંધ છે. તે શરીર આદિ પદાર્થોને આત્મા માને છે અને કર્મબંધને વધારે
છે. ૨૬. આત્મજ્ઞાન વિના તેનું તપાચરણ મિથ્યા છે, તેની મોક્ષસુખની આશા જૂઠી
છે, ઇશ્વરને જાણ્યા વિના ઇશ્વરની ભક્તિ અથવા દાસત્વ મિથ્યા છે. ૨૭.
મિથ્યાત્વની વિપરીત વૃત્તિ (સવૈયા એકત્રીસા)
माटी भूमि सैलकी सो संपदा बखानै निज,
कर्ममैं अमृत जानै ग्यानमैं जहर है।
अपनौ न रूप गहै औरहीसौं आपौ कहै,
साता तो समाधि जाकै असाता कहर है।।
कोपकौ कृपान लिए मान मद पान कियैं,
मायाकी मरोर हियैं लोभकी लहर है।
याही भांति चेतन अचेतनकी संगतिसौं,
सांचसौं विमुख भयौ झूठमैं बहरहै।। २८।।
શબ્દાર્થઃ– સૈલ (શૈલ) = પર્વત. જહર = વિષ. ઔરહીસૌં = પરદ્રવ્યથી.
કહર = આપત્તિ. કૃપાન = તલવાર. બહર હૈ = લાગી પડયો છે.
અર્થઃ– સોનું-ચાંદી જે પહાડોની માટી છે તેને પોતાની સંપત્તિ કહે છે,
શુભક્રિયાને અમૃત માને છે અને જ્ઞાનને ઝેર જાણે છે. પોતાના આત્મરૂપનું ગ્રહણ
કરતો નથી, શરીર આદિને આત્મા માને છે, શાતા-વેદનીયજનિત લૌકિક-સુખમાં
આનંદ માને છે અને અશાતાના ઉદયને આફત કહે છે, ક્રોધની તલવાર પકડી

Page 230 of 444
PDF/HTML Page 257 of 471
single page version

background image
૨૩૦ સમયસાર નાટક
રાખી છે, માનનો શરાબ પીને બેઠો છે, મનમાં માયાની વક્રતા છે અને લોભના
ચક્કરમાં પડેલો છે. આ રીતે અચેતનની સંગતિથી ચિદ્રૂપ આત્મા સત્યથી પરાઙ્મુખ
થઈને જૂઠમાં જ ગુંચવાઈ ગયો છે. ૨૮.
तीन काल अतीत अनागत वरतमान,
जगमैं अखंडित प्रवाहकौ डहर है।
तासौं कहै यह मेरौ दिन यह मेरी राति,
यह मेरी धरी यह मेरौही पहरहै।।
खेहकौ खजानौ जोरै तासौं कहै मेरो गेह,
जहां बसै तासौं कहै मेरौही सहर है।
याहि भांति चेतन अचेतनकी संगतिसौं,
सांचसौं विमुख भयौ झूठमैं बहरहै।। २९।।
અર્થઃ– અતીતકાલ = ભૂતકાળ. અનાગત = ભવિષ્ય. ખેહ = કચરો. ગેહ =
ઘર. સહર (શહર) = નગર.
અર્થઃ– સંસારમાં ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળનું ધારા-પ્રવાહ ચક્ર ચાલી
રહ્યું છે, તેને કહે છે કે મારો દિવસ, મારી રાત્રિ, મારી ઘડી, મારો પહોર છે.
કચરાનો ઢગલો ભેગો કરે છે અને કહે છે કે આ મારું મકાન છે, જે પૃથ્વીના
ભાગમાં રહે છે તેને પોતાનું નગર બતાવે છે. આ રીતે અચેતનની સંગતિથી ચિદ્રૂપ
આત્મા સત્યથી પરાઙ્મુખ થઈને જૂઠમાં મુંઝાઈ રહ્યો છે. ૨૯.
સમ્યગ્દ્રષ્ટિ જીવોનો સદ્દવિચાર (દોહરા)
जिन्हके मिथ्यामति नही, ग्यान कला घट मांहि।
परचै आतमरामसौं, ते अपराधी नांहि।। ३०।।
શબ્દાર્થઃ– મિથ્યામતિ = ખોટી બુદ્ધિ. પરચૈ (પરિચય) = ઓળખાણ.
અર્થઃ– જે જીવોની કુબુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે, જેમના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ
છે અને જેમને આત્મસ્વરૂપની ઓળખાણ છે તે ભલા માણસ છે. ૩૦.

Page 231 of 444
PDF/HTML Page 258 of 471
single page version

background image
મોક્ષ દ્વાર ૨૩૧
जिन्हकै धरम ध्यान पावक प्रगट भयौ,
संसै मोह विभ्रमबिरख तीनौं डढ़े हैं।
जिन्हकी चितौनि आगे उदै स्वान भूसि भागै,
लागै न करम रज ग्यान गज चढ़े हैं।।
जिन्हकी समुझिकी तरंग अंग आगममैं,
आगममैं निपुन अध्यातममैं कढ़े हैं।
तेई परमारथी पुनीत नर आठौं जाम,
राम रस गाढ़ करैं यहै पाठ पढ़े हैं।। ३१।।
શબ્દાર્થઃ– પાવક = અગ્નિ. બિરખ (વૃક્ષ) = ઝાડ. સ્વાન = કૂતરો. રજ =
ધૂળ. ગ્યાન ગજ = જ્ઞાનરૂપી હાથી. અધ્યાતમ = આત્માનું સ્વરૂપ બતાવનારી
વિદ્યા. પરમારથી (પરમાર્થી) = પરમ પદાર્થ અર્થાત્ મોક્ષના માર્ગમાં લાગેલા.
પુનીત = પવિત્ર. આઠૌં જામ = આઠેય પહોર-સદાકાળ.
અર્થઃ– જેમની ધર્મધ્યાનરૂપ અગ્નિમાં સંશય, વિમોહ અને વિભ્રમ એ ત્રણે
વૃક્ષ બળી ગયાં છે, જેમની સુદ્રષ્ટિ આગળ ઉદયરૂપી કૂતરા ભસતાં ભસતાં ભાગી
જાય છે, તેઓ જ્ઞાનરૂપી હાથી ઉપર બેઠેલા છે, તેથી કર્મરૂપી ધૂળ તેમના સુધી
પહોંચતી નથી. જેમના વિચારમાં શાસ્ત્રજ્ઞાનની લહેરો ઉઠે છે, જે સિદ્ધાંતમાં પ્રવીણ
છે, જે આધ્યાત્મિક વિદ્યામાં પારગામી છે, તેઓ જ મોક્ષમાર્ગી છે-તેઓ જ પવિત્ર
છે, સદા આત્મ-અનુભવનો રસ દ્રઢ કરે છે અને આત્મ-અનુભવનો જ પાઠ ભણે
છે. ૩૧.
जिन्हकी चिहुंटि चिमटासी गुन चूनिबेकौं,
कुकथाके सुनिबेकौं दोऊ कान मढ़े हैं।
जिन्हकौ सरल चित्त कोमल वचन बोलै,
सोमद्रष्टि लियैं डोलैंमोम कैसे गढ़े हैं।।
जिन्हकी सकति जगी अलख अराधिबेकौं,
परम समाधि साधिबेकौं मन बढ़े हैं।

Page 232 of 444
PDF/HTML Page 259 of 471
single page version

background image
૨૩૨ સમયસાર નાટક
तेई परमारथी पुनीत नर आठौं जाम,
राम रस गाढ़ करैं यहै पाठ पढ़े हैं।। ३२।।
શબ્દાર્થઃ– ચિહુંટિ = બુદ્ધિ. ચૂનિબેકૌં = પકડવાને-ગ્રહણ કરવાને. કુકથા =
ખોટી વાર્તા-સ્ત્રીકથા આદિ. સોમદ્રષ્ટિ = ક્રોધ આદિ રહિત. અલખ = આત્મા.
અર્થઃ– જેમની બુદ્ધિ ગુણ ગ્રહણ કરવામાં ચિપિયા જેવી છે, વિકથા
સાંભળવાને માટે જેમના કાન મઢેલા અર્થાત્ બહેરા છે, જેમનું ચિત્ત નિષ્કપટ છે, જે
મૃદુ ભાષણ કરે છે, જેમની ક્રોધાદિ રહિત સૌમ્યદ્રષ્ટિ છે, જે એવા કોમળ
સ્વભાવવાળા છે કે જાણે મીણના
જ બનેલા છે, જેમને આત્મધ્યાનની શક્તિ પ્રગટ
થઈ છે અને પરમ સમાધિ સાધવાને જેમનું ચિત્ત ઉત્સાહી રહે છે, તેઓ જ
મોક્ષમાર્ગી છે, તેઓ જ પવિત્ર છે, સદા આત્મ-અનુભવનો રસ દ્રઢ કરે છે અને
આત્મ-અનુભવનો જ પાઠ ભણે છે-અર્થાત્ આત્માનું જ રટણ લાગ્યું રહે છે. ૩૨.
સમાધિ વર્ણન (દોહરા)
राम–रसिक अर राम–रस, कहन सुननकौं दोइ।
जब समाधि परगट भई, तब दुबिधा नहि कोइ।। ३३।।
શબ્દાર્થઃ– રામ-રસિક = આત્મા. રામ-રસ = અનુભવ. સમાધિ =
આત્મામાં લીન થવું. દુવિધા = ભેદ.
અર્થઃ– આત્મા અને આત્મ-અનુભવ એ કહેવા-સાંભળવામાં બે છે, પણ
જ્યારે આત્મધ્યાન પ્રગટ થઈ જાય છે ત્યારે રસિક અને રસનો અથવા બીજો કોઈ
ભેદ રહેતો નથી.૩૩.
_________________________________________________________________
૧. જેમ ચિપિયો નાની વસ્તુ પણ ઉપાડી લે છે તે જ રીતે સૂક્ષ્મ તત્ત્વોનું પણ તેમની બુદ્ધિ ગ્રહણ કરે
છે.
૨. જેમ મીણ સહજમાં ઓગળી જાય છે અથવા વળી જાય છે તેમ તેઓ પણ થોડામાં જ કોમળ થઈ
જાય છે, તત્ત્વની વાત થોડામાં જ સમજી જાય છે, પછી હઠ કરતા નથી.
यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतम्
तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात्।
तत्किं प्रमाद्यति जनः प्रपतन्नधोऽधः
किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः।। १०।।

Page 233 of 444
PDF/HTML Page 260 of 471
single page version

background image
મોક્ષ દ્વાર ૨૩૩
શુભ ક્રિયાઓનું સ્પષ્ટીકરણ (દોહરા)
नंदन वंदनथुति करन, श्रवन चिंतवन जाप।
पढ़न पढ़ावन उपदिसन, बहुविधि क्रिया–कलाप।। ३४।।
શબ્દાર્થઃ– નંદન = રસિક અવસ્થાનો આનંદ. વંદન = નમસ્કાર કરવા. થુતિ
(સ્તુતિ) = ગુણગાન કરવા. શ્રવન (શ્રવણ) = આત્મસ્વરૂપનો ઉપદેશ આદિ
સાંભળવા. ચિંતવન = વિચાર કરવો. જાપ = વારંવાર નામનું ઉચ્ચારણ કરવું. પઢન
= ભણવું. પઢાવન = ભણાવવું. ઉપદિસન = વ્યાખ્યાન દેવું.
અર્થઃ– આનંદ માનવો, નમસ્કાર કરવા, સ્તવન કરવું, ઉપદેશ સાંભળવો,
ધ્યાન ધરવું, જાપ જપવો, ભણવું, ભણાવવું, વ્યાખ્યાન આપવું આદિ સર્વ શુભ
ક્રિયાઓ છે. ૩૪.
શુદ્ધોપયોગમાં શુભોપયોગનો નિષેધ (દોહરા)
सुद्धातम अनुभव जहां, सुभाचार तहांनांहि।
करम करम मारग विषैं, सिव मारग सिवमांहि।। ३५।।
શબ્દાર્થઃ– શુભાચાર = શુભ પ્રવૃત્તિ. કરમ મારગ (કર્મમાર્ગ) = બંધનું
કારણ. સિવ મારગ (શિવમાર્ગ) = મોક્ષનું કારણ. સિવમાંહિ = આત્મામાં.
અર્થઃ– ઉપર કહેલી ક્રિયાઓ કરતાં કરતાં જ્યાં આત્માનો શુદ્ધ અનુભવ થઈ
જાય છે ત્યાં શુભોપયોગ રહેતો નથી; શુભ ક્રિયા કર્મબંધનું કારણ છે અને મોક્ષની
પ્રાપ્તિ આત્મ-અનુભવમાં છે. ૩પ.
વળી–(ચોપાઈ)
इहि बिधि वस्तु–व्यवस्था जैसी।
कही जिनंद कही मैं तैसी।।
जे प्रमाद–संजुत मुनिराजा।
तिनके सुभाचारसौं काजा।। ३६।।
શબ્દાર્થઃ– વસ્તુવ્યવસ્થા = પદાર્થનું સ્વરૂપ. પ્રમાદસંજુત = આત્મ-
અનુભવમાં અસાવધાન, શુભોપયોગી.