Natak Samaysar (Gujarati). Gatha: 8,9,10,11,12,13,14,15 (Asrav Adhikar),1,2,3 (Samvar Dvar),4 (Samvar Dvar),5 (Samvar Dvar),6 (Samvar Dvar),7,10 (Samvar Dvar),11 (Samvar Dvar),3,4,5 (Nirjara Dvar),6 ; Paanchma adhikaarno saar; Samvar Dvar; Chhattha adhikaarno saar; Nirjara Dvar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 24

 

Page 114 of 444
PDF/HTML Page 141 of 471
single page version

background image
૧૧૪ સમયસાર નાટક
તેના ફળની આશા નથી કરતા, સંસારી હોવા છતાં પણ મુક્ત કહેવાય છે, કારણ કે
સિદ્ધોની જેમ દેહ આદિથી અલિપ્ત છે, તેઓ મિથ્યાત્વથી રહિત અનુભવ સહિત છે,
તેથી જ્ઞાનીઓને કોઈ આસ્રવ સહિત કહેતું નથી. ૭.
રાગ–દ્વેષ–મોહ અને જ્ઞાનનું લક્ષણ (દોહરા)
जो हितभाव सु राग है, अनहितभाव विरोध।
भ्रामिक भाव विमोह हे, निरमल भाव सु बोध।। ८।।
શબ્દાર્થઃ– ભ્રામિક=પરદ્રવ્યમાં અહંબુદ્ધિ. નિર્મળ=વિકાર રહિત. બોધ=જ્ઞાન.
અર્થઃ– પ્રેમનો ભાવ રાગ, ઘૃણાનો ભાવ દ્વેષ, પરદ્રવ્યમાં અહંબુદ્ધિનો ભાવ
મોહ અને ત્રણેથી રહિત નિર્વિકારભાવ સમ્યગ્જ્ઞાન છે. ૮.
રાગ–દ્વેષ–મોહ જ આસ્રવ છે. (દોહરા)
राग विरोध विमोह मल, एई आस्रवमूल।
एई
करम बढाईकैं, करैं धरमकी भूल।। ९।।
અર્થઃ– રાગ-દ્વેષ-મોહ એ ત્રણે આત્માના વિકાર છે, આસ્રવનાં કારણ છે
અને કર્મબંધકરીને આત્માનું સ્વરૂપ ભુલાવનાર છે. ૯.
સમ્યગ્દ્રષ્ટિ જીવ નિરાસ્રવ છે. (દોહરા)
जहां न रागादिक दसा, सो सम्यक परिनाम।
यातें सम्यकवंतकौ, कह्यौ निरास्रव नाम।। १०।।
અર્થઃ– જ્યાં રાગ-દ્વેષ-મોહ નથી તે સમ્યકત્વભાવ છે, તેથી જ સમ્યગ્દ્રષ્ટિને
આસ્રવરહિત કહ્યો છે. ૧૦.
_________________________________________________________________
रागद्वेषविमोहानां ज्ञानिनो यदसंभवः।
तत एव न बन्धोऽस्य ते हि बन्धस्य कारणम्।। ७।।

Page 115 of 444
PDF/HTML Page 142 of 471
single page version

background image
આસ્રવ અધિકાર ૧૧પ
નિરાસ્રવી જીવોનો આનંદ (સવૈયા એકત્રીસા)
जे केई निकटभव्यरासी जगवासी जीव,
मिथ्यामतभेदि ग्यानभाव परिनए हैं।
जिन्हिकी सुद्रष्टिमैं न राग द्वेष मोह कहूं,
विमल विलोकनिमैं तीनौं जीति लए हैं।।
तजि परमाद घट सोधि जे निरोधि जोग,
सुद्ध उपयोगकी दसामैं मिलिगए हैं।
तेई बंधपद्धति विदारि परसंग डारि,
आपमैं भगत ह्वैकै आपरूप भए हैं।। ११।।
શબ્દાર્થઃ– સુદ્રષ્ટિ=સાચું શ્રદ્ધાન. વિમલ=ઉજ્જવળ. વિલોકનિ=શ્રદ્ધાન.
પરમાદ=અસાવધાની. ઘટ=હૃદય. સોધિ=શુદ્ધ કરીને. સુદ્ધ ઉપયોગ=વીતરાગપરિણતિ.
વિદારિ=દૂર કરીને.
અર્થઃ– જે કોઈ નિકટ ભવ્યરાશિ સંસારી જીવ મિથ્યાત્વ છોડીને સમ્યગ્ભાવ
ગ્રહણ કરે છે, જેમણે નિર્મળ શ્રદ્ધાનથી રાગ-દ્વેષ-મોહ ત્રણેને જીતી લીધા છે અને જે
પ્રમાદને દૂર કરી, ચિત્તને શુદ્ધ કરી, યોગોનો નિગ્રહ કરી શુદ્ધ ઉપયોગમાં લીન થઈ
જાય છે, તે જ બંધ-પરંપરાનો નાશ કરીને, પરવસ્તુનો સંબંધ છોડીને, પોતાના
રૂપમાં મગ્ન થઈને નિજસ્વરૂપને પ્રાપ્ત થાય છે અર્થાત્ સિદ્ધ થાય છે. ૧૧.
_________________________________________________________________
अध्यास्य शुद्धनयमुद्धतबोधचिह्न–
मैकाग्य्रमेव कलयन्तिसदैव ये ते।
रागादिमुक्तमनसः सततं भवन्तः–
पश्यन्ति बन्धविधुरं समयस्य सारम्।। ८।।

Page 116 of 444
PDF/HTML Page 143 of 471
single page version

background image
૧૧૬ સમયસાર નાટક
ઉપશમ અને ક્ષયોપશમભાવોની અસ્થિરતા. (સવૈયા એકત્રીસા)
जेते जीव पंडित खयोपसमी उपसमी,
तिन्हकी अवस्था ज्यौं लुहारकी संडासी है।
खिन आगमांहि खिन पानीमांहि तैसैं एऊ,
खिनमैं मिथ्यात खिन ग्यानकला भासी है।।
जौलौं ग्यान रहैं तौलौं सिथिल चरन मोह,
जैसैं कीले नागकी सकतिगति नासी है।
आवत मिथ्यात तब नानारूप बंध करै,
ज्यौं उकीलै नागकी सकति परगासी है।। १२।।
શબ્દાર્થઃ– પંડિત=સમ્યગ્દ્રષ્ટિ. ખયોપશમી=ક્ષયોપશમ સમ્યગ્દ્રષ્ટિ.
ઉપસમી=ઉપશમ સમ્યગ્દ્રષ્ટિ. એઊ =તે. ખિન (ક્ષણ)=અહીં ક્ષણનો અર્થ અંતર્મુહૂર્ત
છે. સિથિલ=નબળા. કીલે=મંત્ર અથવા જડીબુટ્ટીથી બાંધી રાખેલ. નાગ=સર્પ.
ઉકીલે=મંત્ર-બંધનથી મુક્ત. સકતિ(શક્તિ)=બળ. પરગાસી (પ્રકાશી)=પ્રગટ કરી.
અર્થઃ– જેવી રીતે લુહારની સાણસી કોઈ વાર અગ્નિમાં તપેલી અને કોઈ
વાર પાણીમાં ઠંડી હોય છે, તેવી જ રીતે ક્ષાયોપશમિક અને ઔપશમિક સમ્યગ્દ્રષ્ટિ
જીવોની દશા છે અર્થાત્ કોઈ વાર મિથ્યાત્વભાવ પ્રગટ થાય છે અને કોઈવાર
જ્ઞાનની જ્યોત ઝગમગે છે. જ્યાં સુધી જ્ઞાન રહે છે ત્યાં સુધી ચારિત્રમોહનીયની
શક્તિ અને ગતિ મંત્રથી બાંધેલ સાપની જેમ શિથિલ રહે છે અને જ્યારે
મિથ્યાત્વરસ આપે છે ત્યારે મંત્રના બંધનથી મુક્ત સાપની પ્રગટ થયેલી શક્તિ અને
ગતિની જેમ અનંત કર્મોનો બંધ વધારે છે.
_________________________________________________________________
*અનંતાનુબંધીની ચાર અને દર્શનમોહનીયની ત્રણ, એ સાત પ્રકૃતિઓનો ઉપશમ થવાથી ઉપશમ-
प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु
रागादियोगमुपयान्ति विमुक्तबोधाः।
ते कर्मबन्धमिह बिभ्रति पूर्वबद्ध–
द्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम्।। ९।।

Page 117 of 444
PDF/HTML Page 144 of 471
single page version

background image
આસ્રવ અધિકાર ૧૧૭
વિશેષઃ– *ઉપશમ સમ્યકત્વનો ઉત્કૃષ્ટને જઘન્ય કાળ અંત-ર્મુહૂર્ત અને
*ક્ષયોપશમ સમ્યકત્વનો ઉત્કૃષ્ટકાળ +છાસઠ સાગર અને જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે.
આ બન્ને સમ્યકત્વ નિયમથી નષ્ટ થાય જ છે તેથી જ્યાં સુધી સમ્યકત્વભાવ રહે છે
ત્યાં સુધી આત્મા એક વિલક્ષણ શાંતિ અને આનંદનો અનુભવ કરે છે અને જ્યારે
સમ્યકત્વભાવ નાશ પામવાથી મિથ્યાત્વનો ઉદય થાય છે ત્યારે આત્મા પોતાના
સ્વરૂપથી ભ્રષ્ટ થઈને કર્મ-પરંપરા વધારે છે.૧૨.
અશુદ્ધનયથી બંધ અને શુદ્ધનયથી મોક્ષ છે. (દોહરા)
यह निचोर या ग्रंथकौ, यहै परम रसपोख।
तजै सुद्धनय बंध है, गहै सुद्धनय मोख।। १३।।
શબ્દાર્થઃ– નિચોર=સાર. પોખ=પોષક. ગહૈ=ગ્રહણ કરવાથી. મોખ=મોક્ષ.
અર્થઃ– આ શાસ્ત્રમાં સાર વાત એ જ છે અને એ જ પરમ તત્ત્વની પોષક
છે કે શુદ્ધનયની રીત છોડવાથી બંધ અને શુદ્ધનયની રીત ગ્રહણ કરવાથી મોક્ષ થાય
છે. ૧૩.
જીવની બાહ્ય અને અંતરંગ અવસ્થા (સવૈયા એકત્રીસા)
करमके चक्रमैं फिरत जगवासी जीव,
ह्वै रह्यौ बहिरमुख व्यापत विषमता।
अंतर सुमति आई विमल बड़ाई पाई,
पुद्गलसौं प्रीति टूटी छूटी माया ममता।।
_________________________________________________________________
સમ્યકત્વ થાય છે. *અનંતાનુબંધીની ચોકડી અને મિથ્યાત્વ તથા સમ્યક્ મિથ્યાત્વ એ છ
પ્રકૃતિઓનો અનુદય અને સમ્યક્ પ્રકૃતિનો ઉદય રહેતાં ક્ષયોપશમ સમ્યક્ત્વ થાય છે.
* અનંત સંસારની અપેક્ષાએ આ કાળ પણ થોડો છે.
इदमेवात्र तात्पर्य्य हेयः शुद्धनयो न हि।
नास्ति बन्धस्तदत्यागात्तत्त्यागाद् बन्ध एव हि।। १०।।
धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबध्नन्धृतिम्
त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वंकषः कर्मणाम्।
तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संहृत्य निर्यद्वहिः
पूर्णं ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः।। ११।।

Page 118 of 444
PDF/HTML Page 145 of 471
single page version

background image
૧૧૮ સમયસાર નાટક
सुद्धनै निवास कीनौ अनुभौ अभ्यास लीनौ,
भ्रमभाव छांड़ि दीनौ भीनौ चित्त समता।
अनादि अनंत अविकलप अचल ऐसौ,
पद अवलंबि अवलोकै राम रमता।। १४।।
શબ્દાર્થઃ– બહિરમુખ=શરીર, વિષયભોગ આદિ બાહ્ય વસ્તુઓનો ગ્રાહક.
વિષમતા=અશુદ્ધતા. સુમતિ =સમ્યગ્જ્ઞાન. ભીનૌ=લીન.
અર્થઃ– સંસારી જીવ કર્મના ચક્કરમાં ભટકતો મિથ્યાદ્રષ્ટિ થઈ રહ્યો છે અને
તેને અશુદ્ધતાએ ઘેરી લીધો છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન ઊપજ્યું, નિર્મળ પ્રભુતા પ્રાપ્ત
થઈ, શરીર આદિથી સ્નેહ છૂટયો, રાગ-દ્વેષ-મોહ છૂટયા, સમતા-રસનો સ્વાદ મળ્‌યો,
શુદ્ધનયનો સહારો લીધો, અનુભવનો અભ્યાસ થયો, પર્યાયમાં અહંબુદ્ધિ નાશ પામી
ત્યારે પોતાના આત્માના અનાદિ અનંત, નિર્વિકલ્પ, નિત્યપદનું અવલંબન કરીને
આત્મસ્વરૂપને દેખે છે. ૧૪.
શુદ્ધ આત્મા જ સમ્યદર્શન છે. (સવૈયા એકત્રીસા)
जाके परगासमैं न दीसैं राग द्वेष मोह,
आस्रव मिटत नहि बंधकौ तरस है।
तिहूं काल जामै प्रतिबिंबित अनंतरूप,
आपहूं अनंत सत्ता नंततैं सरसहै।।
भावश्रुत ग्यान परवान जो विचारि वस्तु,
अनुभौ करै न जहां बानीकौ परस है।
अतुल अखंड अविचल अविनासी धाम,
चिदानंद नाम ऐसौसम्यक दरस है।। १५।।
_________________________________________________________________
रागादीनां झगिति विगमात् सर्वतोऽप्यास्रवाणां
नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः।
स्फारस्फारैः स्वरसविसरैः प्लावयत्सर्वभावा–
नालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत्।। १२।।

Page 119 of 444
PDF/HTML Page 146 of 471
single page version

background image
આસ્રવ અધિકાર ૧૧૯
શબ્દાર્થઃ– પરગાસ=પ્રકાશ. તરસ (ત્રાસ)=કષ્ટ. પ્રતિબિંબિત=ઝળકે છે.
વાની=વચન પરસ=પ્રવેશ=પહોંચ. અતુલ=અનુપમ.
અર્થઃ– જેના પ્રકાશમાં રાગ-દ્વેષ-મોહ રહેતા નથી, આસ્રવનો અભાવ થાય
છે, બંધનો ત્રાસ મટી જાય છે, જેમાં સમસ્ત પદાર્થોના ત્રિકાળવર્તી અનંત ગુણ-
પર્યાય ઝળકે છે અને જે પોતે સ્વયં અનંતાનંત ગુણપર્યાયની સત્તા સહિત છે, એવો
અનુપમ, અખંડ, અચળ, નિત્ય, જ્ઞાનનું નિધાન ચિદાનંદ જ સમ્યગ્દર્શન છે.
ભાવશ્રુતજ્ઞાન-પ્રમાણથી પદાર્થનો વિચાર કરવામાં આવે તો તે અનુભવગમ્ય છે અને
દ્રવ્યશ્રુત અર્થાત્ શબ્દશાસ્ત્રથી વિચારવામાં આવે તો વચનથી કહી શકાતું નથી. ૧પ.
એ પ્રમાણે આસ્રવ અધિકાર પૂર્ણ થયો. પ.
પાંચમા અધિકારનો સાર
રાગ-દ્વેષ-મોહ તો ભાવાસ્રવ છે અને અશુદ્ધ આત્મા દ્વારા કાર્મણવર્ગણારૂપ
પુદ્ગલપ્રદેશોનું આકર્ષિત થવું તે દ્રવ્યાસ્રવ છે. આ દ્રવ્યાસ્રવ અને ભાવાસ્રવથી રહિત
સમ્યગ્જ્ઞાન છે. સમ્યગ્દર્શનનો ઉદય થતાં જ જીવનું વર્તમાન જ્ઞાન સમ્યગ્જ્ઞાન કહેવાય
છે, આ સમ્યગ્જ્ઞાનની દશામાં આસ્રવનો અભાવ છે. સમ્યગ્જ્ઞાની અવ્રતી પણ કેમ ન
હોય, તોપણ તેમને આસ્રવ નથી થતો, એનું કારણ એ છે કે અંતરંગમાં
સમ્યગ્દર્શનનો ઉદય થવાથી તેઓ શરીર આદિમાં અહંબુદ્ધિ રાખતા નથી અને વિષય
આદિમાં તલ્લીન થતા નથી. જોકે બાહ્યદ્રષ્ટિથી લોકોના જોવામાં મિથ્યાદ્રષ્ટિ જીવો
અને અવ્રતી સમ્યગ્દ્રષ્ટિઓના વિષય-ભોગ, પરિગ્રહ-સંગ્રહ આદિની પ્રવૃત્તિ
એકસરખી દેખાય છે પરંતુ બન્નેના પરિણામોમાં મોટો તફાવત હોય છે,
અજ્ઞાનીઓની શુભ-અશુભ ક્રિયા ફળની અભિલાષા સહિત હોય છે અને જ્ઞાની
જીવોની શુભાશુભ ક્રિયા ફળની અભિલાષાથી રહિત હોય છે, તેથી અજ્ઞાનીઓની
ક્રિયા આસ્રવનું કારણ અને જ્ઞાનીઓની ક્રિયા નિર્જરાનું કારણ થાય છે. જ્ઞાન-
વૈરાગ્યનો એવો જ મહિમા છે. જેવી રીતે રોગી અભિરુચિ ન હોવા છતાં પણ
ઔષધિનું સેવન કરે છે અને ઘણા લોકો શોખ માટે શરબત, મુરબ્બા વગેરે ચાખે
છે, તેવી જ રીતે જ્ઞાનીઓના ઉદયની બળજોરીથી આસક્તિ રહિત ભોગવેલ
ભોગોમાં અને મોજ માટે ગૃદ્ધિ-સહિત અજ્ઞાનીઓના ભોગોમાં

Page 120 of 444
PDF/HTML Page 147 of 471
single page version

background image
૧૨૦ સમયસાર નાટક
મોટો તફાવત છે.
આસ્રવનું થવું તેરમા ગુણસ્થાન સુધી યોગોની પ્રવૃત્તિ હોવાથી રહે છે અને
ચોથા ગુણસ્થાનમાં તો સિત્તેર પ્રકૃતિઓનો બંધ કહ્યો છે, વળી સમ્યગ્દ્રષ્ટિ જીવોને
અવ્રતની દશામાં જે નિરાસ્રવ કહ્યા છે તેનો અભિપ્રાય એ છે કે અનંત સંસારનું મૂળ
કારણ મિથ્યાત્વ અને તેની સાથે અનુબંધ કરનારી અનંતાનુબંધી ચોકડીનો ઉદય
સમ્યકત્વની દશામાં રહેતો નથી તેથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી જનિત
એકતાળીસ પ્રકૃતિઓનો તો સંવર જ રહે છે, બાકીની પ્રકૃતિઓનો બહુ જ ઓછા
અનુભાગ અથવા સ્થિતિવાળો બંધ થાય છે અને ગુણશ્રેણિ નિર્જરા શરૂ થાય છે
તેથી અજ્ઞાનીના સિત્તેર ક્રોડાક્રોડી સાગર-પ્રમાણ અને તીવ્રતમ અનુભાગની સામે
જ્ઞાનીનો આ બંધ કોઈ ગણતરીમાં નથી, તેથી જ્ઞાનીઓને નિરાસ્રવ કહ્યા છે.
વાસ્તવમાં મિથ્યાત્વ જ આસ્રવ છે અને તે સમ્યકત્વના ઉદયમાં નથી રહેતું. આસ્રવ
વિભાવ-પરિણતિ છે, પુદ્ગલમય છે, પુદ્ગલજનિત છે, આત્માનો નિજ-સ્વભાવ
નથી, એમ જાણીને જ્ઞાનીઓ પોતાના સ્વરૂપમાં વિશ્રામ લે છે અને અતુલ, અખંડ,
અવિચળ, અવિનાશી, ચિદાનંદરૂપ સમ્યગ્દર્શનને નિર્મળ કરે છે.

Page 121 of 444
PDF/HTML Page 148 of 471
single page version

background image


સંવર દ્વાર
(૬)
પ્રતિજ્ઞા (દોહરા)
आस्रवकौ अधिकार यह, कह्यौ जथावत जेम।
अब संवर वरनन करौं, सुनहु भविक धरि प्रेम।। १।।
શબ્દાર્થઃ– આસ્રવ=બંધનું કારણ. જથાવત=જેવું જોઈએ તેવું સંવર=આસ્રવનો
નિરોધ. વરનન=કથન.
અર્થઃ– આસ્રવના અધિકારનું યથાર્થ વર્ણન કર્યું, હવે સંવરનું સ્વરૂપ કહું છું,
તે હે ભવ્યો! તમે પ્રેમપૂર્વક સાંભળો. ૧.
જ્ઞાનરૂપ સંવરને નમસ્કાર (સવૈયા એકત્રીસા)
आतमकौ अहित अध्यातमरहित ऐसौ,
आस्रव महातम अखंडअंडवत है।
ताकौ विसतार गिलिबेकौं परगट भयौ,
ब्रहमंडकौ विकासी ब्रहमंडवत है।।
जामैं सब रूप जो सबमैं सबरूपसौ पै,
सबनिसौं अलिप्त आकास–खंडवतहै।
सोहै ग्यानभान सुद्ध संवरकौ भेष धरै,
ताकी रुचि–रेखकौ हमारी दंडवत है।। २।।
શબ્દાર્થઃ– અહિત=બૂરું કરનાર. અધ્યાતમ=આત્મ-અનુભવ. મહાતમ=ઘોર
_________________________________________________________________
आसंसारविरोधिसंवरजयैकान्तावलिप्तास्रव–
न्यक्कारात्प्रतिलब्धनित्यविजयं सम्पादयत्संवरम्।
व्यावृत्तं पररूपतो नियमितं सम्यक्स्वरूपे स्फुर–
ज्ज्योतिश्चिन्मयमुज्ज्वलं निजरसप्राग्भारमुज्जृन्म्भते।। १।।

Page 122 of 444
PDF/HTML Page 149 of 471
single page version

background image
૧૨૨ સમયસાર નાટક
અંધકાર. અખંડ=પૂર્ણ. અંડવત=અંડાકાર. વિસતાર=ફેલાવો. ગિલિવેકૌં=ગળી જવાને
માટે. બ્રહમંડ (બ્રહ્માંડ)=ત્રણ લોક. વિકાસ=અજવાળું. અલિપ્ત=અલગ. આકાસ-
ખંડ=આકાશનો પ્રદેશ. ભાન (ભાનુ)=સૂર્ય. રુચિ-રેખ=કિરણરેખા, પ્રકાશ.
દંડવત=પ્રમાણ.
અર્થઃ– જે આત્માનો ઘાતક છે અને આત્મ-અનુભવથી રહિત છે એવો
આસ્રવરૂપ મહા અંધકાર અખંડ ઈંડાની જેમ જગતના બધા જીવોને ઘેરી રહેલ છે.
તેનો નાશ કરવાને માટે ત્રણ લોકમાં ફેલાતા સૂર્ય જેવો જેનો પ્રકાશ છે અને જેમાં
સર્વ પદાર્થો પ્રતિબિંબિત થાય છે અને પોતે તે બધા પદાર્થોના આકારરૂપ થાય છે
*,
તોપણ આકાશના પ્રદેશની જેમ તેમનાથી અલિપ્ત રહે છે, તે જ્ઞાનરૂપી સૂર્ય શુદ્ધ
સંવરના વેશમાં છે, તેના પ્રકાશને અમારા પ્રણામ છે. ૨.
ભેદવિજ્ઞાનનું મહત્ત્વ (સવૈયા એકત્રીસા)
सुद्ध सुछंद अभेद अबाधित,
भेद–विग्यान सुतीछन आरा।
अंतरभेद सुभाव विभाऊ,
करै जड़–चेतनरूप दुफारा।।
सो जिन्हके उरमैं उपज्यौ,
न रुचै तिन्हकौं परसंग–सहारा।
आतमकौ अनुभौ करि ते,
हरखैं परखैं परमातम–धारा।। ३।।
શબ્દાર્થઃ– સુદ્ધ (શુદ્ધ)=નિર્વિકાર. સુછંદ (સ્વચ્છંદ)=સ્વતંત્ર. અભેદ=ભેદ
રહિત-એક. અબાધિત=બાધા રહિત. સુતીછન (સુતીક્ષ્ણ)=અતિશય તીક્ષ્ણ.
આરા=કરવત. દુફારા=બેભાગ.
_________________________________________________________________
* ‘જ્ઞાયક જ્ઞેયાકાર’ અથવા ‘જ્ઞેયાકાર જ્ઞાનની પરિણતિ’ એ વ્યવહાર-વચન છે.
चैद्रूप्यं जडरूपतां च दधतोः कृत्वा विभागं द्वयो–
रन्तर्दारुणदारुणेन परितो ज्ञानस्य रागस्य च।
भेदज्ञानमुदेत्ति निर्मलमिदं मोदध्वमध्यासिताः
शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः।। २।।

Page 123 of 444
PDF/HTML Page 150 of 471
single page version

background image
સંવર દ્વાર ૧૨૩
અર્થઃ– શુદ્ધ, સ્વતંત્ર, એકરૂપ, નિરાબાધ, ભેદવિજ્ઞાનરૂપ તીક્ષ્ણ કરવત અંદર
પ્રવેશીને સ્વભાવ-વિભાવ અને જડ-ચેતનને જુદા જુદા કરી નાખે છે. તે
ભેદવિજ્ઞાન જેમના હૃદયમાં ઉત્પન્ન થયું છે તેમને શરીર આદિ પર વસ્તુનો આશ્રય
રુચતો નથી, તેઓ આત્મ-અનુભવ કરીને પ્રસન્ન થાય છે અને પરમાત્માનું સ્વરૂપ
ઓળખે છે.
ભાવાર્થઃ– જ્ઞાન પરભાવથી રહિત છે તેથી શુદ્ધ છે, નિજ-પરનું સ્વરૂપ
બતાવે છે તેથી સ્વતંત્ર છે, એમાં કોઈ પર વસ્તુનો મેલ નથી તેથી એક છે, નય-
પ્રમાણની એમાં બાધા નથી. તેથી અબાધિત છે. આ ભેદવિજ્ઞાનની તીક્ષ્ણ કરવત
જ્યારે અંદર પ્રવેશ કરે છે ત્યારે સ્વભાવ-વિભાવનું પૃથ્થકરણ કરી નાખે છે અને
જડ-ચેતનનો ભેદ બતાવે છે. તેથી ભેદ-વિજ્ઞાનીઓની રુચિ પરદ્રવ્યમાંથી ખસી જાય
છે. તેઓ ધન, પરિગ્રહ, આદિમાં રહે તોપણ ખૂબ આનંદથી પરમતત્ત્વની પરીક્ષા
કરીને આત્મિક રસનો આનંદ લે છે. ૩.
સમ્યકત્વથી સમ્યગ્જ્ઞાન અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ (સવૈયા તેવીસા)
जो कबहुं यह जीव पदारथ,
औसर पाइ मिथ्यात मिटावे।
सम्यक धार प्रबाह बहै गुन,
ज्ञान उदै मुख ऊरध धावै।।
तो अभिअंतर दर्वित भावित,
कर्मकलेस प्रवेस न पावै।
आतम साधि अध्यातमके पथ,
पूरन ह्वै परब्रह्म कहावै।। ४।।
શબ્દાર્થઃ– કબહૂં=કોઈવાર. ઔસર (અવસર)=મોકો. પ્રબાહ=વહેણ. ઊરધ=
_________________________________________________________________
यदि कथमपि धारावाहिना बोधनेन
ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते।
तदयमुदयदात्माराममात्मानमात्मा
परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति।। ३।।

Page 124 of 444
PDF/HTML Page 151 of 471
single page version

background image
૧૨૪ સમયસાર નાટક
ઊંચે. ધાવૈ=દોડે. અભિઅંતર=(અભ્યંતર)=અંતરંગમાં. દર્વિતકર્મ=જ્ઞાનાવરણીય
આદિ દ્રવ્યકર્મ. ભાવિત કર્મ=રાગ-દ્વેષ-મોહ આદિ ભાવકર્મ. કલેશ=દુઃખ.
પ્રવેસ=પહોંચ. પથ=માર્ગ. પૂરન=પૂર્ણ. પરબ્રહ્મ=પરમાત્મા.
અર્થઃ– જ્યારે કોઈ વાર આ જીવપદાર્થ અવસર પામીને મિથ્યાત્વનો નાશ
કરે છે અને સમ્યકત્વ જળના પ્રવાહમાં વહીને જ્ઞાનગુણના પ્રકાશમાં ઊંચે ચઢે છે
ત્યારે તેના અંતરંગમાં દ્રવ્યકર્મ અને ભાવકર્મનું દુઃખ કાંઈ અસર કરતું નથી. તે
આત્મશુદ્ધિના સાધન એવા અનુભવના માર્ગમાં લાગીને પરિપૂર્ણ અવસ્થાને પ્રાપ્ત
થાય છે. તેને જ પરમાત્મા કહે છે.
ભાવાર્થઃ– અનંત સંસારમાં પરિભ્રમણ કરતો જીવ કોઈવાર કાળલબ્ધિ,
દર્શનમોહનીયનો અનુદય અને ગુરુ-ઉપદેશ આદિનો અવસર પામીને તત્ત્વશ્રદ્ધાન કરે
છે ત્યારે દ્રવ્યકર્મો અથવા ભાવકર્મોની શક્તિ શિથિલ થઈ જાય છે અને અનુભવના
અભ્યાસથી ઉન્નતિ કરતાં કરતાં કર્મબંધનથી મુક્ત થઈને ઊર્ધ્વગમન કરે છે અર્થાત્
સિદ્ધગતિને પામે છે. ૪.
સમ્યગ્દ્રષ્ટિનો મહિમા (સવૈયા તેવીસા)
भेदि मिथ्यात सु वेदि महारस,
भेद–विज्ञान कला जिन्ह पाई।
जो अपनी महिमा अवधारत,
त्याग करैं उरसौंज पराई।
उद्धत रीति फुरी जिन्हके घट,
होत निरंतर जोति सवाई।
ते मतिमान सुवर्न समान,
लगै तिन्हकौं न सुभासुभ काई।। ५।।
_________________________________________________________________
निजमहिमरतानां भेदविज्ञानशक्त्या
भवति नियतमेेषां शुद्धतत्त्वोपलम्भः।
अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां
भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः।। ४।।

Page 125 of 444
PDF/HTML Page 152 of 471
single page version

background image
સંવર દ્વાર ૧૨પ
શબ્દાર્થઃ– ભેદિ=નષ્ટ કરીને. વેદિ=જાણીને. મહારસ=આત્માનુભવનું અમૃત
અવધારત=ગ્રહણ કરતો. ઉદ્ધત=ચઢતી. ફુરી (સ્કુરિત)=પ્રગટ. સુવર્ન=સોનું.
કાઈ=મળ.
અર્થઃ– જેમણે મિથ્યાત્વનો વિનાશ કરીને અને સમ્યકત્વનો અમૃત રસ
ચાખીને જ્ઞાનજ્યોતિ પ્રગટ કરી છે, પોતાના નિજગુણ-દર્શન. જ્ઞાન, ચારિત્ર ગ્રહણ
કર્યા છે, હૃદયમાંથી પરદ્રવ્યોની મમતા છોડી દીધી છે અને દેશવ્રત, મહાવ્રતાદિ ઊંચી
ક્રિયાઓનું ગ્રહણ કરીને જ્ઞાનજ્યોતિની સવાઈ વૃદ્ધિ કરી છે, તે વિદ્વાનો સુવર્ણ
સમાન છે; તેમને શુભાશુભ કર્મમળ લાગતો નથી. પ.
ભેદજ્ઞાન, સંવર–નિર્જરા અને મોક્ષનું કારણ છે. (અડિલ્લ છંદ)
भेदग्यान संवर–निदान निरदोष है।
संवरसौं निरजरा, अनुक्रम मोषहै।।
भेदग्यान सिवमूल, जगतमहि मानिये।
जदपि हेय है तदपि, उपादेय जानिये।। ६।।
શબ્દાર્થઃ– નિદાન=કારણ. નિરદોષ=શુદ્ધ. નિરજરા=કર્મોનું એકદેશ ખરવુેં
અનુક્રમ=ક્રમે ક્રમે. સિવ=મોક્ષ. મૂલ=મૂળિયું. હેય=છોડવા યોગ્ય. ઉપાદેય=ગ્રહણ
કરવા યોગ્ય.
અર્થઃ– લોકમાં ભેદવિજ્ઞાન નિર્દોષ છે, સંવરનું કારણ છે; સંવર નિર્જરાનું
કારણ છે અને નિર્જરા મોક્ષનું કારણ છે. તેથી ઉન્નતિના ક્રમમાં ભેદવિજ્ઞાન જ
પરંપરાએ મોક્ષનું કારણ છે. જોકે તે ત્યાજ્ય છે તોપણ ઉપાદેય છે.
ભાવાર્થઃ– ભેદવિજ્ઞાન આત્માનું નિજસ્વરૂપ નથી તેથી મોક્ષનું પરંપરા કારણ
છે, મૂળ કારણ નથી. પરંતુ તેના વિના મોક્ષના અસલ કારણ સમ્યકત્વ, સંવર,
નિર્જરા થતાં નથી તેથી પ્રથમ અવસ્થામાં ઉપાદેય છે અને કાર્ય થતાં કારણ-કલાપ
પ્રપંચ જ હોય છે તેથી શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતાં હેય છે. ૬.
_________________________________________________________________
सम्पद्यते संवर एव साक्षाच्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात्।
स भेदविज्ञानत एव तस्मात्तद्भेदविज्ञानमतीव
भाव्यम्।। ५।।

Page 126 of 444
PDF/HTML Page 153 of 471
single page version

background image
૧૨૬ સમયસાર નાટક
આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતાં ભેદજ્ઞાન હેય છે (દોહરો)
भेदग्यान तबलौं भलौ, जबलौं मुकति न होइ।
परम जोति परगट जहां, तहां न विकलप कोइ।। ७।।
શબ્દાર્થઃ– તબલૌ= ત્યાં સુધી. ભલૌ=સારું. પરમ જોતિ=ઉત્કૃષ્ટ જ્ઞાન. પરગટ
(પ્રગટ)=પ્રકાશિત.
અર્થઃ– ભેદવિજ્ઞાન ત્યાં સુધી જ પ્રશંસનીય છે જ્યાં સુધી મોક્ષ અર્થાત્
શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ ન થાય અને જ્યાં જ્ઞાનની ઉત્કૃષ્ટ જ્યોતિ પ્રકાશમાન છે ત્યાં
કોઈ પણ વિકલ્પ નથી. (ભેદવિજ્ઞાન તો રહેશે જ કેવી રીતે?) ૭.
ભેદજ્ઞાન પરંપરા મોક્ષનું કારણ છે. (ચોપાઈ)
भेदज्ञान संवर जिन्ह पायौ।
सो चेतन सिवरूप कहायौ।।
भेदग्यान जिन्हके घट नांही।
ते जड़ जीव बंधैं घट मांही।। ८।।
શબ્દાર્થઃ– ચેતન=આત્મા. સિવરૂપ=મોક્ષરૂપ. ઘટ=હૃદય.
અર્થઃ– જે જીવોએ ભેદવિજ્ઞાનરૂપ સંવર પ્રાપ્ત કર્યો છે તેઓ મોક્ષરૂપ જ
કહેવાય છે, અને જેના હૃદયમાં ભેદવિજ્ઞાન નથી તે મૂર્ખ જીવો શરીર આદિથી બંધાય
છે. ૮.
ભેદજ્ઞાનથી આત્મા ઉજ્જવળ થાય છે. (દોહરા)
भेदग्यान साबू भयौ, समरस निरमल नीर।
धोबी
अंतर आतमा, धोवै निजगुन चीर।। ९।।
શબ્દાર્થઃ– સમરસ=સમતાભાવ. નીર=પાણી. અંતર આતમા=સમ્યગ્દ્રષ્ટિ.
ચીર=કપડાં.
_________________________________________________________________
भावयेद्भेदविज्ञानमिदमच्छिन्नधारया।
तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।। ६।।
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
अस्येवाभावतो बद्धा बद्धा ये किलकेचन।। ७।।

Page 127 of 444
PDF/HTML Page 154 of 471
single page version

background image
સંવર દ્વાર ૧૨૭
અર્થઃ– સમ્યગ્દ્રષ્ટિરૂપ ધોબી, ભેદવિજ્ઞાનરૂપ સાબુ અને સમતારૂપ નિર્મળ
જળથી આત્મગુણરૂપ વસ્ત્રને સાફ કરે છે. ૯.
ભેદવિજ્ઞાનની ક્રિયામાં દ્રષ્ટાંત (સવૈયા એકત્રીસા)
जैसे रजसोधा रज सोधिकैं दरब काढ़ै,
पावक कनक काढ़ि दाहत उपलकौं।
पंकके गरभमैं ज्यौं डारिये कतक फल,
नीर करैउज्जल नितारि डारै मलकौं।।
दधिकौ मथैया मथि काढ़ै जैसे माखनकौं
राजहंस जैसैं दूध पीवै त्यागि जलकौं।
तैसैं ग्यानवंत भेदग्यानकी सकति साधि,
वेदै निजसंपति उछेदै पर–दलकौं।। १०।।
શબ્દાર્થઃ– રજ=ધૂળ. દ્રરબ (દ્રવ્ય)=સોનું, ચાંદી. પાવક=અગ્નિ. કનક =સોનું.
દાહત=બાળે છે. ઉપલ=પત્થર. પંક=કાદવ. ગરભ=અંદર. કતક ફલ=નિર્મળી.
વેદૈ=અનુભવ કરે. ઉછેદૈ (ઉચ્છેદૈ)=ત્યાગ કરે. પર-દલ=આત્મા સિવાય ના બીજા
પદાર્થો.
અર્થઃ– જેવી રીતે ધૂળધોયો ધૂળ શોધીને સોનું-ચાંદી ગ્રહણ કરે છે, અગ્નિ
ધાતુને ગાળીને સોનું જુદું પડે છે, કાદવમાં નિર્મળી નાખવાથી તે પાણીને સાફ કરીને
મેલ દૂર કરી દે છે, દહીંનું મંથન કરનાર દહીં મથીને માખણ કાઢી લે છે, હંસ દૂધ
પી લે છે અને પાણી છોડી દે છે; તેવી જ રીતે જ્ઞાનીઓ ભેદવિજ્ઞાનના બળથી
આત્મ-સંપદા ગ્રહણ કરે છે અને રાગ-દ્વેષ આદિ અથવા પુદ્ગલાદિ
_________________________________________________________________
भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भा–
द्रागग्रामप्रलयकरणात्कर्म्मणां संवरेण।
बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं
ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्चतोद्योतमेतत्।। ८।।
इति संबराधिकारः।। ६।।

Page 128 of 444
PDF/HTML Page 155 of 471
single page version

background image
૧૨૮ સમયસાર નાટક
પરપદાર્થોને ત્યાગી દે છે. ૧૦.
મોક્ષનું મૂળ ભેદવિજ્ઞાન છે. (છપ્પા છંદ)
प्रगटि भेदविग्यान, आपगुन परगुन जानै।
पर परनति परित्याग,सुद्ध अनुभौ थिति ठानै।।
करि अनुभौ अभ्यास, सहज संवर परगासै।
आस्रव द्वार निरोधि, करमघन–तिमिर विनासै।।
छय करि विभाव समभाव भजि,
निरविकलप निज पद गहै।
निर्मल विसुद्धि सासुत सुथिर
परम अतींद्रिय सुखलहै।। ११।।
શબ્દાર્થઃ– પરિત્યાગ=છોડીને. થિતિ ઠાનૈ=સ્થિર કરે. પરગાસૈ
(પ્રકાશૈ)=પ્રગટ કરે. નિરોધિ=રોકીને. તિમિર=અંધકાર. સમભાવ=સમતાભાવ.
ભજિ=ગ્રહણ કરીને. સાસુત (શાશ્વત)=સ્વયંસિદ્ધ. સુથિર=અચળ. અતીન્દ્રિય=જે
ઈન્દ્રિય-ગોચર ન હોય તે.
અર્થઃ– ભેદવિજ્ઞાન આત્માના અને પરદ્રવ્યોના ગુણોને સ્પષ્ટ જાણે છે,
પરદ્રવ્યોમાંથી પોતાપણું છોડીને શુદ્ધ અનુભવમાં સ્થિર થાય છે અને તેનો અભ્યાસ
કરીને સંવરને પ્રગટ કરે છે, આસ્રવદ્વારનો નિગ્રહ કરીને કર્મજનિત મહા અંધકાર
નષ્ટ કરે છે, રાગ-દ્વેષ આદિ વિભાવ છોડીને સમતાભાવ ગ્રહે છે અને વિકલ્પરહિત
પોતાનું પદ પ્રાપ્ત કરે છે તથા નિર્મળ, શુદ્ધ, અનંત, અચળ અને પરમ અતીન્દ્રિય
સુખ પ્રાપ્ત કરે છે. ૧૧.

Page 129 of 444
PDF/HTML Page 156 of 471
single page version

background image
સંવર દ્વાર ૧૨૯
છઠ્ઠા અધિકારનો સાર
પૂર્વ અધિકારમાં કહેતા આવ્યા છીએ કે મિથ્યાત્વ જ આસ્રવ છે, તેથી
આસ્રવનો નિરોધ અર્થાત્ સમ્યકત્વ તે સંવર છે. આ સંવર નિર્જરાનું અને અનુક્રમે
મોક્ષનું કારણ છે. જ્યારે આત્મા સ્વયંબુદ્ધિથી અથવા શ્રીગુરુના ઉપદેશ આદિથી
આત્મા-અનાત્માનું ભેદવિજ્ઞાન અથવા સ્વભાવ-વિભાવની ઓળખાણ કરે છે ત્યારે
સમ્યગ્દર્શનગુણ પ્રગટ થાય છે. સ્વને સ્વ અને પરને પર જાણવું એનું જ નામ
ભેદવિજ્ઞાન છે, એને જ સ્વ- પરનો વિવેક કહે છે. ‘તાસુ જ્ઞાનકૌ કારન સ્વ-પર
વિવેક બખાનૌ’ અર્થાત્ ભેદવિજ્ઞાન સમ્યગ્દર્શનનું કારણ છે. જેવી રીતે કપડાં સાફ
કરવામાં સાબુ સહાયક બને છે તેવી જ રીતે સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં ભેદવિજ્ઞાન
સહાયક થાય છે અને જ્યારે કપડાં સાફ થઈ જાય ત્યારે સાબુનું કાંઈ કામ રહેતું
નથી અને સાબુ હોય તો એક ભાર જ લાગે છે; તેવી જ રીતે સમ્યગ્દર્શન થયા
પછી જ્યારે સ્વ-પરના વિકલ્પની આવશ્યકતા નથી રહેતી ત્યારે ભેદવિજ્ઞાન હેય જ
હોય છે. ભાવ એ છે કે ભેદવિજ્ઞાન પ્રથમ અવસ્થામાં ઉપાદેય છે અને સમ્યગ્દર્શન
નિર્મળ થયા પછી તેનું કાંઈ કામ નથી, હેય છે. ભેદવિજ્ઞાન જોકે હેય છે તોપણ
સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ હોવાથી ઉપાદેય છે, તેથી સ્વગુણ અને પરગુણની
ઓળખાણ કરીને પર-પરિણતિથી વિરક્ત થવું જોઈએ અને શુદ્ધ અનુભવનો
અભ્યાસ કરીને સમતાભાવ ગ્રહણ કરવો જોઈએ.

Page 130 of 444
PDF/HTML Page 157 of 471
single page version

background image

નિર્જરા દ્વાર
(૭)
પ્રતિજ્ઞા (દોહરા)
वरनी संवरकी दसा, जथा जुगति परवांन।
मुकति वितरनी निरजरा, सुनहु भविक धरि कान।। १।।
શબ્દાર્થઃ– જથા જુગતિ પરવાંન=જેવું આગમમાં કહ્યું છે તેવું.
વિતરની=આપનારી.
અર્થઃ– જેવું આગમમાં સંવરનું કથન છે તેવું વર્ણન કર્યું. હે ભવ્યો! હવે મોક્ષ
આપનાર નિર્જરાનું કથન કાન દઈને સાંભળો. ૧.
મંગળાચરણ (ચોપાઈ)
जो संवरपद पाइ अनंदै।
सो पूरवकृत कर्म निकंदै।।
जो अफंद ह्वै बहुरि न फंदै।
सो निरजरा बनारसि बंदै।। २।।
શબ્દાર્થઃ– અનંદૈ=પ્રસન્ન થાય. નિકંદૈ=નષ્ટ કરે. બહુરિ=વળી. ફંદે=ગુંચવાય.
અર્થઃ– જે સંવરની અવસ્થા પ્રાપ્ત કરીને આનંદ કરે છે, જે પૂર્વે બાંધેલાં
કર્મોનો નાશ કરે છે, જે કર્મની જાળમાંથી છૂટીને ફરી ફસાતો નથી, તે નિર્જરાભાવને
પંડિત બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૨.
_________________________________________________________________
रागाद्यास्रवरोधतो निजधुरां धृत्वा परः संवरः
कर्मागामि समस्तमेव भरतो दूरान्निरुन्धन्, स्थितः।
प्राग्बद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा
ज्ञानज्योतिरपावृतं न हि यतोरागादिभिर्मूर्च्छति।। १।।

Page 131 of 444
PDF/HTML Page 158 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧૩૧
જ્ઞાન–વૈરાગ્યના બળથી શુભાશુભ ક્રિયાઓથી પણ બંધ થતો નથી.
(દોહરા)
महिमा सम्यकज्ञानकी, अरु विरागबल जोइ।
क्रिया करत फल भुंजतैं, करम बंध नहि होइ।। ३।।
શબ્દાર્થઃ– મહિમા=પ્રભાવ. અરુ=અને. ભુંજતૈં=ભોગવતા.
અર્થઃ– સમ્યગ્જ્ઞાનના પ્રભાવથી અને વૈરાગ્યના બળથી શુભાશુભ ક્રિયા કરવા
છતાં અને તેનું ફળ ભોગવવા છતાં પણ કર્મબંધ થતો નથી. ૩.
ભોગ ભોગવવા છતાં પણ જ્ઞાનીઓને કર્મકાલિમા લાગતી નથી.
(સવૈયા એકત્રીસા)
जैसैं भूप कौतुक सरूप करै नीच कर्म,
कौतुकी कहावै तासौं कौन कहै रंकहै।
जैसैं विभचारिनी विचारै विभचार वाकौ,
जारहीसौं प्रेम भरतासौं चित्त बंकहै।।
जैसैं धाइ बालक चुँघाइ करै लालिपालि,
जानै ताहि औरकौ जदपि वाकै अंक है।
तैसैं ग्यानवंत नाना भांति करतूति ठानै,
किरियाकौं भिन्न मानैयाते निकलंक है।। ४।।
શબ્દાર્થઃ– ભૂપ=રાજા. કૌતુક=ખેલ. નીચ કર્મ=હલકું કામ. રંક=કંગાલ.
વાકૌ=તેનું. જાર (યાર) મિત્ર. ભરતા =પતિ. બંક=વિમુખ. ચુંઘાઈ=પિવડાવીને.
લાલિપાલિ=લાલનપાલન. અંક=ગોદ. નિકલંક=નિર્દોષ.
અર્થઃ– જેવી રીતે રાજા ખેલરૂપ હલકું કામ*કરે તો પણ તે ખેલાડી પુરુષ
કહેવાય છે, તેને કોઈ ગરીબ નથી કહેતું અથવા જેવી રીતે વ્યભિચારિણી સ્ત્રી
_________________________________________________________________
* ગધેડા ઉપર ચઢવું વગેરે.
तज्ज्ञानस्यैव सामर्थ्यंविरागस्यैव वा किल।
यत्कोऽपि कर्मभिः कर्म भुञ्जानोऽपि न बध्यते।। २।।

Page 132 of 444
PDF/HTML Page 159 of 471
single page version

background image
૧૩૨ સમયસાર નાટક
પતિની પાસે રહે તોપણ તેનું ચિત્ત યારમાં જ રહે છે-પતિ ઉપર પ્રેમ રહેતો નથી
અથવા જેવી રીતે ધાવ બાળકને દૂધ પીવડાવે, લાલન-પાલન કરે, અને ગોદમાં લે
છે તોપણ તેને બીજાનો જાણે છે, તેવી જ રીતે જ્ઞાની જીવ ઉદયની પ્રેરણાથી
*
જાતજાતની શુભાશુભ ક્રિયા કરે છે પરંતુ તે ક્રિયાને આત્મસ્વભાવથી ભિન્ન
કર્મજનિત માને છે, તેથી સમ્યગ્જ્ઞાની જીવને કર્મકાલિમા લાગતી નથી. ૪. વળી,
जैसैं निसि वासर कमल रहै पंकहीमैं,
पंकज कहावै पै न वाकै ढिग पंकहै।
जैसैं मंत्रवादी विषधरसौं गहावै गात,
मंत्रकी सकति वाकै विना–विष डंक है।।
जैसैं जीभ गहै चिकनाई रहै रूखे अंग,
पानीमैं कनक जैसैं काईसौंअटंकहै।
तैसैं ग्यानवंत नानभांति करतूति ठानै,
किरियाकौ भिन्न मानै यातै निकलंकहै।। ५।।
શબ્દાર્થઃ– નિસિ (નિશિ)=રાત્રિ. વાસર=દિવસ. પંક=કાદવ. પંકજ=કમળ.
વિષધર=સાપ. ગાત=શરીર. કાઈ= કાટ.અટંક=રહિત.
અર્થઃ– જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે અને રાત-દિવસ કાદવમાં રહે છે
પરંતુ તેના ઉપર કાદવ ચોંટતો નથી અથવા જેમ મંત્રવાદી પોતાના શરીર ઉપર સાપ
દ્વારા ડંખ દેવડાવે છે પણ મંત્રની શક્તિથી તેના ઉપર વિષ ચડતું નથી અથવા જેમ
જીભ ચીકણા પદાર્થ ખાય છે પણ ચીકણી થતી નથી, લૂખી રહે છે અથવા જેમ
સોનું પાણીમાં પડયું રહે તોપણ તેના પર કાટ લાગતો નથી; તેવી જ રીતે જ્ઞાની
જીવ ઉદયની પ્રેરણાથી જાતજાતની શુભાશુભ ક્રિયાઓ કરે છે. પરંતુ તેને
આત્મસ્વભાવથી ભિન્ન કર્મજનિત માને છે તેથી સમ્યગ્જ્ઞાની જીવને કર્મકાલિમા
લાગતી નથી. પ.
_________________________________________________________________
* ગૃહવાસી તીર્થંકર, ભરત ચક્રવર્તી, રાજા શ્રેણિક વગેરેની જેમ.

Page 133 of 444
PDF/HTML Page 160 of 471
single page version

background image
નિર્જરા દ્વાર ૧૩૩
વૈરાગ્યશક્તિનું વર્ણન (સોરઠા)
पूर्व उदै सनबंध, विषै भोगवै समकिती।
करै न नूतन बन्ध, महिमा ग्यान विरागकी।। ६।।
અર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવ પૂર્વે બાંધેલા કર્મોના ઉદયથી વિષય આદિ ભોગવે છે
પણ કર્મબંધ થતો નથી, એ જ્ઞાન અને વૈરાગ્યનો પ્રભાવ છે. ૬.
જ્ઞાન–વૈરાગ્યથી મોક્ષની પ્રાપ્તિ છે. (સવૈયા એકત્રીસા)
सम्यकवंत सदा उर अंतर,
ग्यान विराग उभै गुन धारै।।
जासु प्रभाव लखै निज लच्छन,
जीव अजीव दसा निखारै।।
आतमकौ अनुभौ करि ह्वै थिर,
आप तरै अर औरनि तारै।
साधि सुदर्व लहै सिव सर्म,
सु कर्म–उपाधि विथा वमि डारै।। ७।।
શબ્દાર્થઃ– ઉર=હૃદય. પ્રભાવ=પ્રતાપથી. નિરવારૈ=નિર્ણય કરે.
ઔરનિ=બીજાઓને. સુદ્રવ્ય (સ્વદ્રવ્ય)=આત્મતત્ત્વ. સર્મ(શર્મ)=આનંદ.
ઉપાધિ=દ્વંદ્વ-ફંદ. વ્યથા=કષ્ટ. વમિ ડારૈ=કાઢી નાખે છે.
અર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવ સદૈવ અંતઃકરણમાં જ્ઞાન અને વૈરાગ્ય બન્ને ગુણ
ધારણ કરે છે જેના પ્રતાપથી નિજ આત્મસ્વરૂપને દેખે છે અને જીવ-અજીવ તત્ત્વોનો
_________________________________________________________________
नाश्नुते विषयसेवनेऽपि यत्स्वं फलं विषयसेवनस्य ना।
ज्ञानवैभवविरागताबलात्सेवकोऽपि तदसावसेवकः।। ३।।
सम्यग्द्रष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः
स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या।
यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च
स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात्।। ४।।