Page 212 of 380
PDF/HTML Page 241 of 409
single page version
विमुक्त सकलेन्द्रियप्रकरजातकोलाहलम् ।
सदा शिवमयं परं परमदूरमज्ञानिनाम् ।।१५६।।
बुद्ध्वा भव्यः परमगुरुतः शाश्वतं शं प्रयाति ।
भेदाभावे किमपि सहजं सिद्धिभूसौख्यशुद्धम् ।।१५७।।
પુરાણ ( – સનાતન) છે એવો આત્મા પરમસંયમીઓના ચિત્તકમળમાં સ્પષ્ટ છે. તે આત્મા સંસારી જીવોના વચન-મનોમાર્ગથી અતિક્રાંત ( – વચન અને મનના માર્ગથી અગોચર) છે. આ નિકટ પરમપુરુષમાં વિધિ શો અને નિષેધ શો? ૧૫૫.
આમ આ પદ્ય વડે પરમ જિનયોગીશ્વરે ખરેખર વ્યવહાર-આલોચનાના પ્રપંચનો
[શ્લોકાર્થઃ — ] જે સકળ ઇન્દ્રિયોના સમૂહથી ઉત્પન્ન થતા કોલાહલથી વિમુક્ત છે, જે નય અને અનયના સમૂહથી દૂર હોવા છતાં યોગીઓને ગોચર છે, જે સદા શિવમય છે, ઉત્કૃષ્ટ છે અને જે અજ્ઞાનીઓને પરમ દૂર છે, એવું આ ૨અનઘચૈતન્યમય સહજતત્ત્વ અત્યંત જયવંત છે. ૧૫૬.
[શ્લોકાર્થઃ — ] નિજ સુખરૂપી સુધાના સાગરમાં ડૂબતા આ શુદ્ધાત્માને જાણીને ભવ્ય જીવ પરમ ગુરુ દ્વારા શાશ્વત સુખને પામે છે; તેથી, ભેદના અભાવની દ્રષ્ટિએ જે સિદ્ધિથી ઉત્પન્ન થતા સૌખ્ય વડે શુદ્ધ છે એવા કોઈ (અદ્ભુત) સહજ તત્ત્વને હું પણ સદા અતિ- અપૂર્વ રીતે અત્યંત ભાવું છું. ૧૫૭.
૨૧૨ ]
૧ઉપહાસ કર્યો છે.
૧ઉપહાસ = મશ્કરી; ઠેકડી; હાંસી; તિરસ્કાર.
૨અનઘ = નિર્દોષ; મળ રહિત; શુદ્ધ.
Page 213 of 380
PDF/HTML Page 242 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
निर्मोहरूपमनघं परभावमुक्त म् ।
निर्वाणयोषिदतनूद्भवसंमदाय ।।१५८।।
चिन्मात्रमेकममलं परिभावयामि ।
निर्मुक्ति मार्गमपि नौम्यविभेदमुक्त म् ।।१५9।।
परमभावस्वरूपाख्यानमेतत् ।
[શ્લોકાર્થઃ — ] સર્વ સંગથી નિર્મુક્ત, નિર્મોહરૂપ, અનઘ અને પરભાવથી મુક્ત એવા આ પરમાત્મતત્ત્વને હું નિર્વાણરૂપી સ્ત્રીથી ઉત્પન્ન થતા અનંગ સુખને માટે નિત્ય સંભાવું છું ( – સમ્યક્પણે ભાવું છું) અને પ્રણમું છું. ૧૫૮.
[શ્લોકાર્થઃ — ] નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડીને એક નિર્મળ ચિન્માત્રને હું ભાવું છું. સંસારસાગરને તરી જવા માટે, અભેદ કહેલા ( – જેને જિનેંદ્રોએ ભેદ રહિત કહ્યો છે એવા) મુક્તિના માર્ગને પણ હું નિત્ય નમું છું. ૧૫૯.
અન્વયાર્થઃ — [कर्ममहीरुहमूलछेदसमर्थः] કર્મરૂપી વૃક્ષનું મૂળ છેદવામાં સમર્થ એવો જે [समभावः] સમભાવરૂપ [स्वाधीनः] સ્વાધીન [स्वकीयपरिणामः] નિજ પરિણામ [आलुंछनम् इति समुद्दिष्टम्] તેને આલુંછન કહેલ છે.
ટીકાઃ — આ, પરમભાવના સ્વરૂપનું કથન છે.
Page 214 of 380
PDF/HTML Page 243 of 409
single page version
भव्यस्य पारिणामिकभावस्वभावेन परमस्वभावः । औदयिकादिचतुर्णां विभाव- स्वभावानामगोचरः स पंचमभावः । अत एवोदयोदीरणक्षयक्षयोपशमविविधविकारविवर्जितः । अतः कारणादस्यैकस्य परमत्वम्, इतरेषां चतुर्णां विभावानामपरमत्वम् । निखिल- कर्मविषवृक्षमूलनिर्मूलनसमर्थः त्रिकालनिरावरणनिजकारणपरमात्मस्वरूपश्रद्धानप्रतिपक्ष- तीव्रमिथ्यात्वकर्मोदयबलेन कुद्रष्टेरयं परमभावः सदा निश्चयतो विद्यमानोऽप्यविद्यमान एव । नित्यनिगोदक्षेत्रज्ञानामपि शुद्धनिश्चयनयेन स परमभावः अभव्यत्वपारिणामिक इत्यनेनाभिधानेन न संभवति । यथा मेरोरधोभागस्थितसुवर्णराशेरपि सुवर्णत्वं, अभव्यानामपि तथा परमस्वभावत्वं; वस्तुनिष्ठं, न व्यवहारयोग्यम् । सुद्रशामत्यासन्नभव्यजीवानां सफलीभूतोऽयं परमभावः सदा निरंजनत्वात्; यतः सकलकर्मविषमविषद्रुमपृथुमूल- निर्मूलनसमर्थत्वात् निश्चयपरमालोचनाविकल्पसंभवालुंछनाभिधानम् अनेन परमपंचमभावेन अत्यासन्नभव्यजीवस्य सिध्यतीति ।
ભવ્યને પારિણામિકભાવરૂપ સ્વભાવ હોવાને લીધે પરમ સ્વભાવ છે. તે પંચમ ભાવ ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવોને અગોચર છે. તેથી જ તે પંચમ ભાવ ઉદય, ઉદીરણા, ક્ષય, ક્ષયોપશમ એવા વિવિધ વિકારો વિનાનો છે. આ કારણથી આ એકને પરમપણું છે, બાકીના ચાર વિભાવોને અપરમપણું છે. સમસ્ત કર્મરૂપી વિષવૃક્ષના મૂળને ઉખેડી નાખવામાં સમર્થ એવો આ પરમભાવ, ત્રિકાળ-નિરાવરણ નિજ કારણપરમાત્માના સ્વરૂપની શ્રદ્ધાથી પ્રતિપક્ષ તીવ્ર મિથ્યાત્વકર્મના ઉદયને લીધે કુદ્રષ્ટિને, સદા નિશ્ચયથી વિદ્યમાન હોવા છતાં, અવિદ્યમાન જ છે (કારણ કે મિથ્યાદ્રષ્ટિને તે પરમભાવના વિદ્યમાનપણાની શ્રદ્ધા નથી). નિત્યનિગોદના જીવોને પણ શુદ્ધનિશ્ચયનયથી તે પરમભાવ ‘અભવ્યત્વપારિણામિક’ એવા નામ સહિત નથી (પરંતુ શુદ્ધપણે જ છે). જેમ મેરુના અધોભાગમાં રહેલા સુવર્ણરાશિને પણ સુવર્ણપણું છે, તેમ અભવ્યોને પણ પરમસ્વભાવપણું છે; તે વસ્તુનિષ્ઠ છે, વ્યવહારયોગ્ય નથી (અર્થાત્ જેમ મેરુની નીચેના સુવર્ણરાશિનું સુવર્ણપણું સુવર્ણરાશિમાં રહેલું છે પણ તે વપરાશમાં – ઉપયોગમાં આવતું નથી, તેમ અભવ્યોનું પરમસ્વભાવપણું આત્મવસ્તુમાં રહેલું છે પણ તે કામમાં આવતું નથી કારણ કે અભવ્ય જીવો પરમસ્વભાવનો આશ્રય કરવાને અયોગ્ય છે). સુદ્રષ્ટિઓને — અતિ આસન્નભવ્ય જીવોને — આ પરમભાવ સદા નિરંજનપણાને લીધે (અર્થાત્ સદા નિરંજનપણે પ્રતિભાસ્યો હોવાને લીધે) સફળ થયો છે; જેથી, આ પરમ પંચમભાવ વડે અતિ-આસન્નભવ્ય જીવને નિશ્ચય-પરમ-આલોચનાના ભેદરૂપે ઉત્પન્ન થતું ‘આલુંછન’ નામ સિદ્ધ થાય છે, કારણ કે તે પરમભાવ સમસ્ત કર્મરૂપી વિષમ-વિષવૃક્ષના વિશાળ મૂળને ઉખેડી નાખવામાં સમર્થ છે.
૨૧૪ ]
Page 215 of 380
PDF/HTML Page 244 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
कर्मारातिस्फु टितसहजावस्थया संस्थितो यः ।
एकाकारः स्वरसविसरापूर्णपुण्यः पुराणः ।।१६०।।
मत्ता नित्यं स्मरवशगता स्वात्मकार्यप्रमुग्धा ।
मोहाभावात्स्फु टितसहजावस्थमेषा प्रयाति ।।१६१।।
[હવે આ ૧૧૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] જે કર્મના દૂરપણાને લીધે પ્રગટ સહજાવસ્થાપૂર્વક રહેલો છે, જે આત્મનિષ્ઠાપરાયણ (આત્મસ્થિત) સમસ્ત મુનિઓને મુક્તિનું મૂળ છે, જે એકાકાર છે (અર્થાત્ સદા એકરૂપ છે), જે નિજ રસના ફેલાવથી ભરપૂર હોવાને લીધે પવિત્ર છે અને જે પુરાણ (સનાતન) છે, તે શુદ્ધ-શુદ્ધ એક પંચમ ભાવ સદા જયવંત છે. ૧૬૦.
[શ્લોકાર્થઃ — ] અનાદિ સંસારથી સમસ્ત જનતાને ( – જનસમૂહને) તીવ્ર મોહના ઉદયને લીધે જ્ઞાનજ્યોતિ સદા મત્ત છે, કામને વશ છે અને નિજ આત્મકાર્યમાં મૂઢ છે. મોહના અભાવથી આ જ્ઞાનજ્યોતિ શુદ્ધભાવને પામે છે — કે જે શુદ્ધભાવે દિશામંડળને ધવલિત ( – ઉજ્જ્વળ) કર્યું છે અને સહજ અવસ્થાને પ્રગટ કરી છે. ૧૬૧.
Page 216 of 380
PDF/HTML Page 245 of 409
single page version
यः पापाटवीपावको द्रव्यभावनोकर्मभ्यः सकाशाद् भिन्नमात्मानं सहजगुण-[निलयं मध्यस्थभावनायां भावयति तस्याविकृतिकरण-] अभिधानपरमालोचनायाः स्वरूपमस्त्येवेति ।
रन्तःशुद्धः शमदमगुणाम्भोजिनीराजहंसः ।
नित्यानंदाद्यनुपमगुणश्चिच्चमत्कारमूर्तिः ।।१६२।।
અન્વયાર્થઃ — [मध्यस्थभावनायाम्] જે મધ્યસ્થભાવનામાં [कर्मणः भिन्नम्] કર્મથી ભિન્ન [आत्मानं] આત્માને — [विमलगुणनिलयं] કે જે વિમળ ગુણોનું રહેઠાણ છે તેને — [भावयति] ભાવે છે, [अविकृतिकरणम् इति विज्ञेयम्] તે જીવને અવિકૃતિકરણ જાણવું.
ટીકાઃ — અહીં શુદ્ધોપયોગી જીવની પરિણતિવિશેષનું (ખાસ પરિણતિનું) કથન છે.
પાપરૂપી અટવીને બાળવા માટે અગ્નિ સમાન એવો જે જીવ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન આત્માને — કે જે સહજ ગુણોનું નિધાન છે તેને — મધ્યસ્થભાવનામાં ભાવે છે, તેને અવિકૃતિકરણ-નામક પરમ-આલોચનાનું સ્વરૂપ વર્તે છે જ.
[હવે આ ૧૧૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ નવ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] આત્મા નિરંતર દ્રવ્યકર્મ અને નોકર્મના સમૂહથી ભિન્ન છે, અંતરંગમાં શુદ્ધ છે અને શમ-દમગુણરૂપી કમળોનો રાજહંસ છે (અર્થાત્ જેમ રાજહંસ કમળોમાં કેલિ કરે છે તેમ આત્મા શાંતભાવ અને જિતેંદ્રિયતારૂપી ગુણોમાં રમે છે). સદા આનંદાદિ અનુપમ ગુણવાળો અને ચૈતન્યચમત્કારની મૂર્તિ એવો તે આત્મા મોહના અભાવને લીધે સમસ્ત પરને ( – સમસ્ત પરદ્રવ્યભાવોને) ગ્રહતો નથી જ. ૧૬૨.
૨૧૬ ]
Page 217 of 380
PDF/HTML Page 246 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
राशौ नित्यं विशदविशदे क्षालितांहःकलंकः ।
ज्ञानज्योतिःप्रतिहततमोवृत्तिरुच्चैश्चकास्ति ।।१६३।।
र्दुःखादिभिः प्रतिदिनं परितप्यमाने ।
यायादयं मुनिपतिः समताप्रसादात् ।।१६४।।
तद्धेतुभूतसुकृतासुकृतप्रणाशात् ।
मुक्त्वा मुमुक्षुपथमेकमिह व्रजामि ।।१६५।।
[શ્લોકાર્થઃ — ] જે અક્ષય અંતરંગ ગુણમણિઓનો સમૂહ છે, જેણે સદા વિશદ-વિશદ (અત્યંત નિર્મળ) શુદ્ધભાવરૂપી અમૃતના સમુદ્રમાં પાપકલંકને ધોઈ નાખ્યાં છે અને જેણે ઇન્દ્રિયસમૂહના કોલાહલને હણી નાખ્યો છે, તે શુદ્ધ આત્મા જ્ઞાનજ્યોતિ વડે અંધકારદશાનો નાશ કરીને અત્યંત પ્રકાશે છે. ૧૬૩.
[શ્લોકાર્થઃ — ] સંસારનાં ઘોર, *સહજ ઇત્યાદિ રૌદ્ર દુઃખાદિકથી પ્રતિદિન પરિતપ્ત થતા આ લોકમાં આ મુનિવર સમતાના પ્રસાદથી શમામૃતમય જે હિમ-રાશિ (બરફનો ઢગલો) તેને પામે છે. ૧૬૪.
[શ્લોકાર્થઃ — ] મુક્ત જીવ વિભાવસમૂહને કદાપિ પામતો નથી કારણ કે તેણે તેના હેતુભૂત સુકૃત અને દુષ્કૃતનો નાશ કર્યો છે. તેથી હવે હું સુકૃત અને દુષ્કૃતરૂપી કર્મજાળને
*સહજ = સાથે જન્મેલ અર્થાત્ સ્વાભાવિક. [નિરંતર વર્તતી આકુળતારૂપી દુઃખ તો સંસારમાં સ્વાભાવિક જ છે. અર્થાત્ સંસાર સ્વભાવથી જ દુઃખમય છે. તે ઉપરાંત તીવ્ર અશાતા વગેરેનો આશ્રય કરનારાં ઘોર દુઃખોથી પણ સંસાર ભરેલો છે.]
Page 218 of 380
PDF/HTML Page 247 of 409
single page version
शुभमशुभसुकर्म प्रस्फु टं तद्विदित्वा ।
तमहमभिनमामि प्रत्यहं भावयामि ।।१६८।।
न विषयमिदमात्मज्योतिराद्यन्तशून्यम् ।
છોડીને એક મુમુક્ષુમાર્ગે જાઉં છું (અર્થાત્ મુમુક્ષુઓ જે માર્ગે ચાલ્યા છે તે જ એક માર્ગે ચાલું છું). ૧૬૫.
[શ્લોકાર્થઃ — ] પુદ્ગલસ્કંધો વડે જે અસ્થિર છે (અર્થાત્ પુદ્ગલસ્કંધોના આવવા- જવાથી જે એકસરખી રહેતી નથી) એવી આ ભવમૂર્તિને ( – ભવની મૂર્તિરૂપ કાયાને) છોડીને હું સદાશુદ્ધ એવો જે જ્ઞાનશરીરી આત્મા તેનો આશ્રય કરું છું. ૧૬૬.
[શ્લોકાર્થઃ — ] શુભ અને અશુભથી રહિત શુદ્ધચૈતન્યની ભાવના મારા અનાદિ સંસારરોગનું ઉત્તમ ઔષધ છે. ૧૬૭.
[શ્લોકાર્થઃ — ] પાંચ પ્રકારના (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ ને ભાવના પરાવર્તનરૂપ) સંસારનું મૂળ વિવિધ ભેદવાળું શુભાશુભ કર્મ છે એમ સ્પષ્ટ જાણીને, જે જન્મમરણ રહિત છે અને પાંચ પ્રકારની મુક્તિ દેનાર છે તેને ( – શુદ્ધાત્માને) હું નમું છું અને પ્રતિદિન ભાવું છું. ૧૬૮.
[શ્લોકાર્થઃ — ] આ રીતે આદિ-અંત રહિત એવી આ આત્મજ્યોતિ સુલલિત
૨૧૮ ]
Page 219 of 380
PDF/HTML Page 248 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
मनसि मुनिवराणां गोचरः शुद्धशुद्धः ।
परमसुखसमुद्रः शुद्धबोधोऽस्तनिद्रः ।।१७०।।
भावशुद्धयभिधानपरमालोचनास्वरूपप्रतिपादनद्वारेण शुद्धनिश्चयालोचनाधिकारोप- संहारोपन्यासोऽयम् । (સુમધુર) વાણીનો કે સત્ય વાણીનો પણ વિષય નથી; તોપણ ગુરુનાં વચનો વડે તેને પામીને જે શુદ્ધ દ્રષ્ટિવાળો થાય છે, તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ મુક્તિસુંદરીનો પતિ થાય છે). ૧૬૯.
[શ્લોકાર્થઃ — ] જેણે સહજ તેજથી રાગરૂપી અંધકારનો નાશ કર્યો છે, જે મુનિવરોના મનમાં વસે છે, જે શુદ્ધ-શુદ્ધ છે, જે વિષયસુખમાં રત જીવોને સર્વદા દુર્લભ છે, જે પરમ સુખનો સમુદ્ર છે, જે શુદ્ધ જ્ઞાન છે અને જેણે નિદ્રાનો નાશ કર્યો છે, તે આ (શુદ્ધ આત્મા) જયવંત છે. ૧૭૦.
અન્વયાર્થઃ — [मदमानमायालोभविवर्जितभावः तु] મદ (મદન), માન, માયા અને લોભ રહિત ભાવ તે [भावशुद्धिः] ભાવશુદ્ધિ છે [इति] એમ [भव्यानाम्] ભવ્યોને [लोकालोकप्रदर्शिभिः] લોકાલોકના દ્રષ્ટાઓએ [परिकथितः] કહ્યું છે.
ટીકાઃ — આ, ભાવશુદ્ધિનામક પરમ-આલોચનાના સ્વરૂપના પ્રતિપાદન દ્વારા શુદ્ધ- નિશ્ચય-આલોચના અધિકારના ઉપસંહારનું કથન છે.
Page 220 of 380
PDF/HTML Page 249 of 409
single page version
तीव्रचारित्रमोहोदयबलेन पुंवेदाभिधाननोकषायविलासो मदः । अत्र मदशब्देन मदनः कामपरिणाम इत्यर्थः । चतुरसंदर्भगर्भीकृतवैदर्भकवित्वेन आदेयनामकर्मोदये सति सकलजनपूज्यतया, मातृपितृसम्बन्धकुलजातिविशुद्धया वा, शतसहस्रकोटिभटाभिधान- प्रधानब्रह्मचर्यव्रतोपार्जितनिरुपमबलेन च, दानादिशुभकर्मोपार्जितसंपद्वृद्धिविलासेन, अथवा बुद्धितपोवैकुर्वणौषधरसबलाक्षीणर्द्धिभिः सप्तभिर्वा, कमनीयकामिनीलोचनानन्देन वपुर्लावण्यरसविसरेण वा आत्माहंकारो मानः । गुप्तपापतो माया । युक्त स्थले धनव्ययाभावो लोभः; निश्चयेन निखिलपरिग्रहपरित्यागलक्षणनिरंजननिजपरमात्मतत्त्वपरिग्रहात् अन्यत् परमाणुमात्रद्रव्यस्वीकारो लोभः । एभिश्चतुर्भिर्वा भावैः परिमुक्त : शुद्धभाव एव भावशुद्धिरिति भव्यप्राणिनां लोकालोकप्रदर्शिभिः परमवीतरागसुखामृतपानपरितृप्तै- र्भगवद्भिरर्हद्भिरभिहित इति ।
તીવ્ર ચારિત્રમોહના ઉદયને લીધે પુરુષવેદ નામના નોકષાયનો વિલાસ તે મદ છે. અહીં ‘મદ’ શબ્દનો ‘મદન’ એટલે કે કામપરિણામ એવો અર્થ છે. (૧) ચતુર વચનરચનાવાળા *વૈદર્ભકવિત્વને લીધે, આદેયનામકર્મનો ઉદય હોતાં સમસ્ત જનો વડે પૂજનીયપણાથી, (૨) માતા-પિતા સંબંધી કુળ-જાતિની વિશુદ્ધિથી, (૩) પ્રધાન બ્રહ્મચર્યવ્રત વડે ઉપાર્જિત લક્ષકોટિ સુભટ સમાન નિરુપમ બળથી, (૪) દાનાદિ શુભ કર્મ વડે ઉપાર્જિત સંપત્તિની વૃદ્ધિના વિલાસથી, (૫) બુદ્ધિ, તપ, વિક્રિયા, ઔષધ, રસ, બળ અને અક્ષીણ — એ સાત ૠદ્ધિઓથી, અથવા (૬) સુંદર કામિનીઓનાં લોચનને આનંદ પમાડનારા શરીરલાવણ્યરસના વિસ્તારથી થતો જે આત્મ-અહંકાર (આત્માનો અહંકારભાવ) તે માન છે. ગુપ્ત પાપથી માયા હોય છે. યોગ્ય સ્થળે ધનવ્યયનો અભાવ તે લોભ છે; નિશ્ચયથી સમસ્ત પરિગ્રહનો પરિત્યાગ જેનું લક્ષણ (સ્વરૂપ) છે એવા નિરંજન નિજ પરમાત્મતત્ત્વના પરિગ્રહથી અન્ય પરમાણુમાત્ર દ્રવ્યનો સ્વીકાર તે લોભ છે. — આ ચારેય ભાવોથી પરિમુક્ત (રહિત) શુદ્ધભાવ તે જ ભાવશુદ્ધિ છે એમ ભવ્ય જીવોને લોકાલોકદર્શી, પરમવીતરાગ સુખામૃતના પાનથી પરિતૃપ્ત અર્હંતભગવંતોએ કહ્યું છે.
[હવે આ પરમ-આલોચના અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ નવ શ્લોક કહે છેઃ]
૨૨૦ ]
*વૈદર્ભકવિ = એક પ્રકારની સાહિત્યપ્રસિદ્ધ સુંદર કાવ્યરચનામાં કુશળ કવિ
Page 221 of 380
PDF/HTML Page 250 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
परिहृतपरभावो भव्यलोकः समन्तात् ।
स भवति परमश्रीकामिनीकामरूपः ।।१७१।।
निर्मुक्ति मार्गफलदा यमिनामजस्रम् ।
स्यात्संयतस्य मम सा किल कामधेनुः ।।१७२।।
बुद्ध्वा बुद्ध्वा निर्विकल्पं मुमुक्षुः ।
सिद्धिं यायात् सिद्धिसीमन्तिनीशः ।।१७३।।
[શ્લોકાર્થઃ — ] જે ભવ્ય લોક (ભવ્યજનસમૂહ) જિનપતિના માર્ગમાં કહેલ સમસ્ત આલોચનાની ભેદજાળને અવલોકીને તથા નિજ સ્વરૂપને જાણીને સર્વ તરફથી પરભાવને છોડે છે, તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ મુક્તિસુંદરીનો પતિ થાય છે). ૧૭૧.
[શ્લોકાર્થઃ — ] સંયમીઓને સદા મોક્ષમાર્ગનું ફળ દેનારી તથા શુદ્ધ આત્મતત્ત્વમાં ખરેખર કામધેનુરૂપ હો. ૧૭૨.
[શ્લોકાર્થઃ — ] મુમુક્ષુ જીવ ત્રણ લોકને જાણનારા નિર્વિકલ્પ શુદ્ધ તત્ત્વને બરાબર જાણીને તેની સિદ્ધિને અર્થે શુદ્ધ શીલને (ચારિત્રને) આચરીને, સિદ્ધિરૂપી સ્ત્રીનો સ્વામી થાય છે — સિદ્ધિને પામે છે. ૧૭૩.
*નિયત આચરણને અનુરૂપ એવી જે નિરંતર શુદ્ધનયાત્મક આલોચના તે મને સંયમીને
*નિયત = નિશ્ચિત; દ્રઢ; લીન; પરાયણ. [આચરણ શુદ્ધ આત્મતત્ત્વને આશ્રિત હોય છે.]
Page 222 of 380
PDF/HTML Page 251 of 409
single page version
निर्व्याबाधं विशुद्धं स्मरशरगहनानीकदावाग्निरूपम् ।
तद्वन्दे साधुवन्द्यं जननजलनिधौ लंघने यानपात्रम् ।।१७४।।
विदधति परं ब्रूमः किं ते तपस्विन एव हि ।
पदमिदमहो ज्ञात्वा भूयोऽपि यान्ति सरागताम् ।।१७५।।
सततसुलभं भास्वत्सम्यग्द्रशां समतालयम् ।
स्फु टितसहजावस्थं लीनं महिम्नि निजेऽनिशम् ।।१७६।।
[શ્લોકાર્થઃ — ] તત્ત્વમાં મગ્ન એવા જિનમુનિના હૃદયકમળના કેસરમાં જે આનંદ સહિત બિરાજમાન છે, જે બાધા રહિત છે, જે વિશુદ્ધ છે, જે કામદેવના બાણોની ગહન ( – દુર્ભેદ્ય) સેનાને બાળી નાખવા માટે દાવાનળ સમાન છે અને જેણે શુદ્ધજ્ઞાનરૂપ દીપક વડે મુનિઓના મનોગૃહના ઘોર અંધકારનો નાશ કર્યો છે, તેને — સાધુઓ વડે વંદ્ય અને જન્માર્ણવને ઓળંગી જવામાં નૌકારૂપ તે શુદ્ધ તત્ત્વને — હું વંદું છું. ૧૭૪.
[શ્લોકાર્થઃ — ] અમે પૂછીએ છીએ કે — જેઓ સમગ્ર બુદ્ધિવાળા હોવા છતાં બીજાને ‘આ નવું પાપ કર’ એમ ઉપદેશે છે, તેઓ શું ખરેખર તપસ્વી છે? અહો! ખેદ છે કે તેઓ હૃદયમાં વિલસિત શુદ્ધજ્ઞાનરૂપ અને સર્વોત્તમ *પિંડરૂપ આ પદને જાણીને ફરીને પણ સરાગતાને પામે છે! ૧૭૫.
[શ્લોકાર્થઃ — ] તત્ત્વોમાં તે સહજ તત્ત્વ જયવંત છે — કે જે સદા અનાકુળ છે, જે નિરંતર સુલભ છે, જે પ્રકાશવંત છે, જે સમ્યગ્દ્રષ્ટિઓને સમતાનું ઘર છે, જે પરમ કળા
૨૨૨ ]
*પિંડ = (૧) પદાર્થ; (૨) બળ.
Page 223 of 380
PDF/HTML Page 252 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
सकलविमलज्ञानावासं निरावरणं शिवम् ।
किमपि मनसां वाचां दूरं मुनेरपि तन्नुमः ।।१७७।।
प्रतिदिनोदयचारुहिमद्युतिः ।
प्रहतमोहतमस्समितिर्जिनः ।।१७८।।
प्रहतदारुणरागकदम्बकः ।
जयति यः परमात्मपदस्थितः ।।१७9।।
સહિત વિકસિત નિજ ગુણોથી વિકસેલું ( – ખીલેલું) છે, જેની સહજ અવસ્થા સ્ફુટિત ( – પ્રકટિત) છે અને જે નિરંતર નિજ મહિમામાં લીન છે. ૧૭૬.
[શ્લોકાર્થઃ — ] સાત તત્ત્વોમાં સહજ પરમ તત્ત્વ નિર્મળ છે, સકળ-વિમળ (સર્વથા વિમળ) જ્ઞાનનું રહેઠાણ છે, નિરાવરણ છે, શિવ (કલ્યાણમય) છે, સ્પષ્ટ-સ્પષ્ટ છે, નિત્ય છે, બાહ્ય પ્રપંચથી પરાઙ્મુખ છે અને મુનિને પણ મનથી તથા વાણીથી અતિ દૂર છે; તેને અમે નમીએ છીએ. ૧૭૭.
[શ્લોકાર્થઃ — ] જે (જિન) શાંત રસરૂપી અમૃતના સમુદ્રને (ઉછાળવા) માટે પ્રતિદિન ઉદયમાન સુંદર ચંદ્ર સમાન છે અને જેણે અતુલ જ્ઞાનરૂપી સૂર્યનાં કિરણોથી મોહતિમિરના સમૂહનો નાશ કર્યો છે, તે જિન જયવંત છે. ૧૭૮.
[શ્લોકાર્થઃ — ] જેણે જન્મ-જરા-મૃત્યુના સમૂહને જીતી લીધો છે, જેણે દારુણ રાગના સમૂહને હણી નાખ્યો છે, જે પાપરૂપી મહા અંધકારના સમૂહને માટે સૂર્ય સમાન છે અને જે પરમાત્મપદમાં સ્થિત છે, તે જયવંત છે. ૧૭૯.
Page 224 of 380
PDF/HTML Page 253 of 409
single page version
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ परमालोचनाधिकारः सप्तमः श्रुतस्कन्धः ।।
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) પરમ-આલોચના અધિકાર નામનો સાતમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
૨૨૪ ]નિયમસાર
Page 225 of 380
PDF/HTML Page 254 of 409
single page version
अथाखिलद्रव्यभावनोकर्मसंन्यासहेतुभूतशुद्धनिश्चयप्रायश्चित्ताधिकारः कथ्यते ।
निश्चयप्रायश्चित्तस्वरूपाख्यानमेतत् ।
पंचमहाव्रतपंचसमितिशीलसकलेन्द्रियवाङ्मनःकायसंयमपरिणामः पंचेन्द्रियनिरोधश्च स खलु परिणतिविशेषः, प्रायः प्राचुर्येण निर्विकारं चित्तं प्रायश्चित्तम्, अनवरतं
હવે સમસ્ત દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મના સંન્યાસના હેતુભૂત શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર કહેવામાં આવે છે.
અન્વયાર્થઃ — [व्रतसमितिशीलसंयमपरिणामः] વ્રત, સમિતિ, શીલ ને સંયમરૂપ પરિણામ તથા [करणनिग्रहः भावः] ઇન્દ્રિયનિગ્રહરૂપ ભાવ [सः] તે [प्रायश्चित्तम्] પ્રાયશ્ચિત્ત [भवति] છે [च एव] અને તે [अनवरतं] નિરંતર [कर्तव्यः] કર્તવ્ય છે.
ટીકાઃ — આ, નિશ્ચય-પ્રાયશ્ચિત્તના સ્વરૂપનું કથન છે.
પાંચ મહાવ્રતરૂપ, પાંચ સમિતિરૂપ, શીલરૂપ અને સર્વ ઇન્દ્રિયોના ને મનવચનકાયાના સંયમરૂપ પરિણામ તથા પાંચ ઇન્દ્રિયોનો નિરોધ — એ પરિણતિવિશેષ તે પ્રાયશ્ચિત્ત છે. પ્રાયશ્ચિત્ત એટલે પ્રાયઃ ચિત્ત — પ્રચુરપણે નિર્વિકાર ચિત્ત. અંતર્મુખાકાર પરમ-સમાધિથી યુક્ત,
Page 226 of 380
PDF/HTML Page 255 of 409
single page version
चान्तर्मुखाकारपरमसमाधियुक्तेन परमजिनयोगीश्वरेण पापाटवीपावकेन पंचेन्द्रियप्रसर- वर्जितगात्रमात्रपरिग्रहेण सहजवैराग्यप्रासादशिखरशिखामणिना परमागममकरंदनिष्यन्दि- मुखप्रद्मप्रभेण कर्तव्य इति ।
मुक्तिं यांति स्वसुखरतयस्तेन निर्धूतपापाः ।
पापाः पापं विदधति मुहुः किं पुनश्चित्रमेतत् ।।१८०।।
પરમ જિનયોગીશ્વર, પાપરૂપી અટવીને (બાળવા) માટે અગ્નિ સમાન, પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર પરિગ્રહના ધારી, સહજવૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણિ સમાન અને પરમાગમરૂપી પુષ્પરસ-ઝરતા મુખવાળા પદ્મપ્રભે આ પ્રાયશ્ચિત્ત નિરંતર કર્તવ્ય છે.
[હવે આ ૧૧૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] મુનિઓને સ્વાત્માનું ચિંતન તે નિરંતર પ્રાયશ્ચિત્ત છે; નિજ સુખમાં રતિવાળા તેઓ તે પ્રાયશ્ચિત્ત વડે પાપને ખંખેરી મુક્તિને પામે છે. જો મુનિઓને (સ્વાત્મા સિવાય) અન્ય ચિંતા હોય તો તે વિમૂઢ કામાર્ત પાપીઓ ફરી પાપને ઉત્પન્ન કરે છે. — આમાં શું આશ્ચર્ય છે? ૧૮૦.
અન્વયાર્થઃ — [क्रोधादिस्वकीयभावक्षयप्रभृतिभावनायां] ક્રોધ વગેરે સ્વકીય ભાવોના ( – પોતાના વિભાવભાવોના) ક્ષયાદિકની ભાવનામાં [निर्ग्रहणम्] રહેવું [च] અને [निजगुणचिंता]
૨૨૬ ]
Page 227 of 380
PDF/HTML Page 256 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
इह हि सकलकर्मनिर्मूलनसमर्थनिश्चयप्रायश्चित्तमुक्त म् ।
क्रोधादिनिखिलमोहरागद्वेषविभावस्वभावक्षयकारणनिजकारणपरमात्मस्वभावभावनायां सत्यां निसर्गवृत्त्या प्रायश्चित्तमभिहितम्, अथवा परमात्मगुणात्मकशुद्धान्तस्तत्वस्वरूप- सहजज्ञानादिसहजगुणचिंता प्रायश्चित्तं भवतीति ।
कामक्रोधाद्यन्यभावक्षये च ।
सन्तो जानन्त्येतदात्मप्रवादे ।।१८१।।
નિજ ગુણોનું ચિંતન કરવું તે [निश्चयतः] નિશ્ચયથી [प्रायश्चित्तं भणितम्] પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં) સકળ કર્મોને મૂળથી ઉખેડી નાખવામાં સમર્થ એવું નિશ્ચય-પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે.
ક્રોધાદિક સમસ્ત મોહરાગદ્વેષરૂપ વિભાવસ્વભાવોના ક્ષયના કારણભૂત નિજ કારણપરમાત્માના સ્વભાવની ભાવના હોતાં નિસર્ગવૃત્તિને લીધે (અર્થાત્ સ્વાભાવિક — સહજ પરિણતિ હોવાને લીધે) પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે; અથવા, પરમાત્માના ગુણાત્મક એવા જે શુદ્ધ-અંતઃતત્ત્વરૂપ (નિજ) સ્વરૂપના સહજજ્ઞાનાદિક સહજગુણો તેમનું ચિંતન કરવું તે પ્રાયશ્ચિત્ત છે.
[હવે આ ૧૧૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] મુનિઓને કામક્રોધાદિક અન્ય ભાવોના ક્ષયની જે સંભાવના અથવા તો પોતાના જ્ઞાનની જે સંભાવના ( – સમ્યક્ ભાવના) તે ઉગ્ર પ્રાયશ્ચિત્ત કહેલ છે. સંતોએ આત્મપ્રવાદમાં આમ જાણ્યું છે (અર્થાત્ જાણીને કહ્યું છે). ૧૮૧.
Page 228 of 380
PDF/HTML Page 257 of 409
single page version
चतुष्कषायविजयोपायस्वरूपाख्यानमेतत् ।
जघन्यमध्यमोत्तमभेदात्क्षमास्तिस्रो भवन्ति । अकारणादप्रियवादिनो मिथ्याद्रष्टेरकारणेन मां त्रासयितुमुद्योगो विद्यते, अयमपगतो मत्पुण्येनेति प्रथमा क्षमा । अकारणेन संत्रासकरस्य ताडनवधादिपरिणामोऽस्ति, अयं चापगतो मत्सुकृतेनेति द्वितीया क्षमा । वधे सत्यमूर्तस्य परमब्रह्मरूपिणो ममापकारहानिरिति परमसमरसीभावस्थितिरुत्तमा क्षमा । आभिः क्षमाभिः क्रोधकषायं जित्वा, मानकषायं मार्दवेन च, मायाकषायं चार्जवेण, परमतत्त्वलाभसन्तोषेण लोभकषायं चेति ।
અન્વયાર્થઃ — [क्रोधं क्षमया] ક્રોધને ક્ષમાથી, [मानं स्वमार्दवेन] માનને નિજ માર્દવથી, [मायां च आर्जवेन] માયાને આર્જવથી [च] તથા [लोभं संतोषेण] લોભને સંતોષથી — [चतुर्विधकषायान्] એમ ચતુર્વિધ કષાયોને [खलु जयति] (યોગી) ખરેખર જીતે છે.
ટીકાઃ — આ, ચાર કષાયો પર વિજય મેળવવાના ઉપાયના સ્વરૂપનું કથન છે.
જઘન્ય, મધ્યમ અને ઉત્તમ એવા (ત્રણ) ભેદોને લીધે ક્ષમા ત્રણ (પ્રકારની) છે. (૧) ‘વિના-કારણ અપ્રિય બોલનાર મિથ્યાદ્રષ્ટિને વિના-કારણ મને ત્રાસ દેવાનો ઉદ્યોગ વર્તે છે, તે મારા પુણ્યથી દૂર થયો;’ — આમ વિચારી ક્ષમા કરવી તે પ્રથમ ક્ષમા છે. (૨) (મારા પર) ‘વિના-કારણ ત્રાસ ગુજારનારને ૧તાડનનો અને ૨વધનો પરિણામ વર્તે છે, તે મારા સુકૃતથી દૂર થયો;’ — આમ વિચારી ક્ષમા કરવી તે દ્વિતીય ક્ષમા છે. (૩) વધ થતાં અમૂર્ત પરમબ્રહ્મરૂપ એવા મને નુકસાન થતું નથી — એમ સમજી પરમ સમરસીભાવમાં સ્થિત રહેવું તે ઉત્તમ ક્ષમા છે. આ (ત્રણ) ક્ષમાઓ વડે ક્રોધકષાયને જીતીને, ૩માર્દવ વડે માનકષાયને, ૪આર્જવ વડે માયાકષાયને તથા પરમતત્ત્વની પ્રાપ્તિરૂપ સંતોષથી લોભકષાયને (યોગી) જીતે છે.
૨૨૮ ]
૧. તાડન = માર મારવો તે
૨. વધ = મારી નાખવું તે
૩. માર્દવ = નરમાશ; કોમળતા; નિર્માનતા.
૪. આર્જવ = ૠજુતા; સરળતા.
Page 229 of 380
PDF/HTML Page 258 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः —
क्रोधोदयाद्भवति कस्य न कार्यहानिः ।।’’
यत्प्राव्रजन्ननु तदैव स तेन मुच्येत् ।
मानो मनागपि हतिं महतीं करोति ।।’’
એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૨૧૬, ૨૧૭,
‘‘[શ્લોકાર્થઃ — ] કામદેવ (પોતાના) ચિત્તમાં રહેલ હોવા છતાં (પોતાની) જડતાને લીધે તેને નહિ ઓળખીને, શંકરે ક્રોધી થઈને બહારમાં કોઈકને કામદેવ સમજી તેને બાળી નાખ્યો. (ચિત્તમાં રહેલો કામદેવ તો જીવતો હોવાને લીધે) તેણે કરેલી ઘોર અવસ્થાને ( – કામવિહ્વળ દશાને) શંકર પામ્યા. ક્રોધના ઉદયથી ( – ક્રોધ ઉત્પન્ન થવાથી) કોને કાર્યહાનિ થતી નથી?’’
[શ્લોકાર્થઃ — ] (યુદ્ધમાં ભરતે બાહુબલી પર ચક્ર છોડ્યું પરંતુ તે ચક્ર બાહુબલીના જમણા હાથમાં આવીને સ્થિર થઈ ગયું.) પોતાના જમણા હાથમાં સ્થિત (તે) ચક્રને છોડીને જ્યારે બાહુબલીએ પ્રવ્રજ્યા લીધી ત્યારે જ (તુરત જ) તેઓ તે કારણે મુક્તિ પામત, પરંતુ તેઓ (માનને લીધે મુક્તિ નહિ પામતાં) ખરેખર લાંબા વખત સુધી પ્રસિદ્ધ (માનકૃત) ક્લેશને પામ્યા. થોડું પણ માન મહા હાનિ કરે છે!’’
‘‘[શ્લોકાર્થઃ — ] જેમાં ( – જે ખાડામાં) સંતાઈ રહેલા ક્રોધાદિક ભયંકર સર્પો દેખી
૨૨૧ તથા ૨૨૩ મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
Page 230 of 380
PDF/HTML Page 259 of 409
single page version
किल जडतया लोलो वालव्रजेऽविचलं स्थितः ।
परिणततृषां प्रायेणैवंविधा हि विपत्तयः ।।’’
तथा हि —
રહેવું યોગ્ય છે.’’
‘‘[શ્લોકાર્થઃ — ] *વનચરના ભયથી ભાગતી ચમરી ગાયનું પૂંછડું દૈવયોગે વેલમાં ગુંચવાઈ જતા જડતાને લીધે વાળના ગુચ્છા પ્રત્યે લોલુપતાવાળી તે ગાય (પોતાના સુંદર વાળને તૂટવા નહિ દેવાના લોભને લીધે) ત્યાં અવિચળપણે ઊભી રહી ગઈ, અને અરેરે! તે ગાયને વનચર વડે પ્રાણથી પણ વિમુક્ત કરવામાં આવી! (અર્થાત્ તે ગાયે વાળના લોભમાં પ્રાણ પણ ગુમાવ્યા!) જેમને તૃષ્ણા પરિણમી છે તેમને પ્રાયઃ આવી જ વિપત્તિઓ આવે છે.’’
વળી (આ ૧૧૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] ક્રોધકષાયને ક્ષમાથી, માનકષાયને માર્દવથી જ, માયાને આર્જવની પ્રાપ્તિથી અને લોભકષાયને શૌચથી ( – સંતોષથી) જીતો. ૧૮૨.
૨૩૦ ]
*વનચર = વનમાં રહેનાર, ભીલ વગેરે મનુષ્ય અથવા વાઘ વગેરે જંગલી પશુ.
Page 231 of 380
PDF/HTML Page 260 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
अत्र शुद्धज्ञानस्वीकारवतः प्रायश्चित्तमित्युक्त म् ।
उत्कृष्टो यो विशिष्टधर्मः स हि परमबोधः इत्यर्थः । बोधो ज्ञानं चित्तमित्यनर्थान्तरम् । अत एव तस्यैव परमधर्मिणो जीवस्य प्रायः प्रकर्षेण चित्तं । यः परमसंयमी नित्यं ताद्रशं चित्तं धत्ते, तस्य खलु निश्चयप्रायश्चित्तं भवतीति ।
प्रायश्चित्तमत्र चास्त्येव तस्य ।
वन्दे नित्यं तद्गुणप्राप्तयेऽहम् ।।१८३।।
અન્વયાર્થઃ — [तस्य एव आत्मनः] તે જ (અનંતધર્મવાળા) આત્માનો [यः] જે [उत्कृष्टः बोधः] ઉત્કૃષ્ટ બોધ, [ज्ञानम्] જ્ઞાન અથવા [चित्तम्] ચિત્ત તેને [यः मुनिः] જે મુનિ [नित्यं धरति] નિત્ય ધારણ કરે છે, [तस्य] તેને [प्रायश्चित्तम् भवेत्] પ્રાયશ્ચિત્ત છે.
ટીકાઃ — અહીં, ‘શુદ્ધ જ્ઞાનના સ્વીકારવાળાને પ્રાયશ્ચિત્ત છે’ એમ કહ્યું છે.
ઉત્કૃષ્ટ એવો જે વિશિષ્ટ ધર્મ તે ખરેખર પરમ બોધ છે — એવો અર્થ છે. બોધ, જ્ઞાન, અને ચિત્ત જુદા પદાર્થો નથી. આમ હોવાથી જ તે જ પરમધર્મી જીવને પ્રાયઃ ચિત્ત છે અર્થાત્ પ્રકૃષ્ટપણે ચિત્ત ( – જ્ઞાન) છે. જે પરમસંયમી એવા ચિત્તને નિત્ય ધારણ કરે છે, તેને ખરેખર નિશ્ચય-પ્રાયશ્ચિત્ત છે.
[ભાવાર્થઃ — જીવ ધર્મી છે અને જ્ઞાનાદિક તેના ધર્મો છે. પરમ ચિત્ત અથવા પરમ જ્ઞાનસ્વભાવ જીવનો ઉત્કૃષ્ટ વિશેષધર્મ છે. માટે સ્વભાવ-અપેક્ષાએ જીવદ્રવ્યને પ્રાયઃ ચિત્ત છે અર્થાત્ પ્રકૃષ્ટપણે જ્ઞાન છે. જે પરમસંયમી આવા ચિત્તને ( – પરમ જ્ઞાનસ્વભાવને) શ્રદ્ધે છે અને તેમાં લીન રહે છે, તેને નિશ્ચયપ્રાયશ્ચિત્ત છે.]
[હવે ૧૧૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] આ લોકમાં જે (મુનીંદ્ર) શુદ્ધાત્મજ્ઞાનની સમ્યક્ ભાવનાવંત છે, તેને પ્રાયશ્ચિત્ત છે જ. જેણે પાપસમૂહને ખંખેરી નાખ્યો છે એવા તે મુનીંદ્રને હું તેના ગુણોની પ્રાપ્તિ અર્થે નિત્ય વંદું છું. ૧૮૩.