Page 312 of 380
PDF/HTML Page 341 of 409
single page version
અન્વયાર્થઃ — [व्यवहारनयेन] વ્યવહારનયથી [केवली भगवान्] કેવળી ભગવાન [सर्वं] બધું [जानाति पश्यति] જાણે છે અને દેખે છે; [नियमेन] નિશ્ચયથી [केवलज्ञानी] કેવળજ્ઞાની [आत्मानम्] આત્માને (પોતાને) [जानाति पश्यति] જાણે છે અને દેખે છે.
ટીકાઃ — અહીં, જ્ઞાનીને સ્વ-પર સ્વરૂપનું પ્રકાશકપણું કથંચિત્ કહ્યું છે.
‘पराश्रितो व्यवहारः (વ્યવહાર પરાશ્રિત છે)’ એવું (શાસ્ત્રનું) વચન હોવાથી,
૩૧૨
Page 313 of 380
PDF/HTML Page 342 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
नयेन जगत्त्रयकालत्रयवर्तिसचराचरद्रव्यगुणपर्यायान् एकस्मिन् समये जानाति पश्यति च स भगवान् परमेश्वरः परमभट्टारकः, पराश्रितो व्यवहारः इति वचनात् । शुद्धनिश्चयतः परमेश्वरस्य महादेवाधिदेवस्य सर्वज्ञवीतरागस्य परद्रव्यग्राहकत्वदर्शकत्व- ज्ञायकत्वादिविविधविकल्पवाहिनीसमुद्भूतमूलध्यानाषादः“ (?) स भगवान् त्रिकाल- निरुपाधिनिरवधिनित्यशुद्धसहजज्ञानसहजदर्शनाभ्यां निजकारणपरमात्मानं स्वयं कार्य- परमात्मापि जानाति पश्यति च । किं कृत्वा ? ज्ञानस्य धर्मोऽयं तावत् स्वपरप्रकाशकत्वं प्रदीपवत् । घटादिप्रमितेः प्रकाशो दीपस्तावद्भिन्नोऽपि स्वयं प्रकाशस्वरूपत्वात् स्वं परं च प्रकाशयति; आत्मापि व्यवहारेण जगत्त्रयं कालत्रयं च परं ज्योतिःस्वरूपत्वात् स्वयंप्रकाशात्मकमात्मानं च प्रकाशयति ।
उक्तं च षण्णवतिपाषंडिविजयोपार्जितविशालकीर्तिभिर्महासेनपण्डितदेवैः — વ્યવહારનયથી તે ભગવાન પરમેશ્વર પરમભટ્ટારક આત્મગુણોનો ઘાત કરનારાં ઘાતિકર્મોના નાશ વડે પ્રાપ્ત સકળ-વિમળ કેવળજ્ઞાન અને કેવળદર્શન વડે ત્રિલોકવર્તી તથા ત્રિકાળવર્તી સચરાચર દ્રવ્યગુણપર્યાયોને એક સમયે જાણે છે અને દેખે છે. શુદ્ધનિશ્ચયથી પરમેશ્વર મહાદેવાધિદેવ સર્વજ્ઞવીતરાગને, પરદ્રવ્યનાં ગ્રાહકત્વ, દર્શકત્વ, જ્ઞાયકત્વ વગેરેના વિવિધ વિકલ્પોની સેનાની ઉત્પત્તિ મૂળધ્યાનમાં અભાવરૂપ હોવાથી (?), તે ભગવાન ત્રિકાળ-નિરુપાધિ, નિરવધિ (અમર્યાદિત), નિત્યશુદ્ધ એવાં સહજજ્ઞાન અને સહજદર્શન વડે નિજ કારણપરમાત્માને, પોતે કાર્યપરમાત્મા હોવા છતાં પણ, જાણે છે અને દેખે છે. કઈ રીતે? આ જ્ઞાનનો ધર્મ તો, દીવાની માફક, સ્વપર- પ્રકાશકપણું છે. ઘટાદિની પ્રમિતિથી પ્રકાશ – દીવો (કથંચિત્) ભિન્ન હોવા છતાં સ્વયં પ્રકાશસ્વરૂપ હોવાથી સ્વ અને પરને પ્રકાશે છે; આત્મા પણ જ્યોતિસ્વરૂપ હોવાથી વ્યવહારથી ત્રિલોક અને ત્રિકાળરૂપ પરને તથા સ્વયં પ્રકાશસ્વરૂપ આત્માને (પોતાને) પ્રકાશે છે.
૯૬ પાખંડીઓ પર વિજય મેળવવાથી જેમણે વિશાળ કીર્તિ પ્રાપ્ત કરી છે એવા મહાસેનપંડિતદેવે પણ (શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
*અહીં સંસ્કૃત ટીકામાં અશુદ્ધિ લાગે છે તેથી સંસ્કૃત ટીકામાં તથા તેના અનુવાદમાં શંકાને સૂચવવા
પ્રશ્નાર્થનું ચિહ્ન કર્યું છે.
Page 314 of 380
PDF/HTML Page 343 of 409
single page version
अथ निश्चयपक्षेऽपि स्वपरप्रकाशकत्वमस्त्येवेति सततनिरुपरागनिरंजनस्वभाव- निरतत्वात्, स्वाश्रितो निश्चयः इति वचनात् । सहजज्ञानं तावत् आत्मनः सकाशात् संज्ञालक्षणप्रयोजनेन भिन्नाभिधानलक्षणलक्षितमपि भिन्नं भवति न वस्तुवृत्त्या चेति, अतःकारणात् एतदात्मगतदर्शनसुखचारित्रादिकं जानाति स्वात्मानं कारणपरमात्मस्वरूपमपि जानातीति ।
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः —
‘‘[શ્લોકાર્થઃ — ] વસ્તુનો યથાર્થ નિર્ણય તે સમ્યગ્જ્ઞાન છે. તે સમ્યગ્જ્ઞાન, દીવાની માફક, સ્વના અને (પર) પદાર્થોના નિર્ણયાત્મક છે તથા પ્રમિતિથી (જ્ઞપ્તિથી) કથંચિત્ ભિન્ન છે.’’
હવે ‘स्वाश्रितो निश्चयः (નિશ્ચય સ્વાશ્રિત છે)’ એવું (શાસ્ત્રનું) વચન હોવાથી, (જ્ઞાનને) સતત *નિરુપરાગ નિરંજન સ્વભાવમાં લીનપણાને લીધે નિશ્ચયપક્ષે પણ સ્વપરપ્રકાશકપણું છે જ. (તે આ પ્રમાણેઃ) સહજજ્ઞાન આત્માથી સંજ્ઞા, લક્ષણ અને પ્રયોજનની અપેક્ષાએ ભિન્ન નામ અને ભિન્ન લક્ષણથી (તેમ જ ભિન્ન પ્રયોજનથી) ઓળખાતું હોવા છતાં વસ્તુવૃત્તિએ (અખંડ વસ્તુની અપેક્ષાએ) ભિન્ન નથી; આ કારણને લીધે આ (સહજજ્ઞાન) આત્મગત (આત્મામાં રહેલાં) દર્શન, સુખ, ચારિત્ર વગેરેને જાણે છે અને સ્વાત્માને — કારણપરમાત્માના સ્વરૂપને — પણ જાણે છે.
(સહજજ્ઞાન સ્વાત્માને તો સ્વાશ્રિત નિશ્ચયનયથી જાણે જ છે અને એ રીતે સ્વાત્માને જાણતાં તેના બધા ગુણો પણ જણાઈ જ જાય છે. હવે સહજજ્ઞાને જે આ જાણ્યું તેમાં ભેદ- અપેક્ષાએ જોઈએ તો સહજજ્ઞાનને માટે જ્ઞાન જ સ્વ છે અને તે સિવાયનું બીજું બધું — દર્શન, સુખ વગેરે — પર છે; તેથી આ અપેક્ષાએ એમ સિદ્ધ થયું કે નિશ્ચયપક્ષે પણ જ્ઞાન સ્વને તેમ જ પરને જાણે છે.)
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૯૨મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
૩૧
*નિરુપરાગ = ઉપરાગ રહિત; નિર્વિકાર.
Page 315 of 380
PDF/HTML Page 344 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
न्नित्योद्योतस्फु टितसहजावस्थमेकान्तशुद्धम् ।
पूर्णं ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि ।।’’
तथा हि —
मुक्ति श्रीकामिनीकोमलमुखकमले कामपीडां तनोति ।
तेनोच्चैर्निश्चयेन प्रहतमलकलिः स्वस्वरूपं स वेत्ति ।।२७२।।
‘‘[શ્લોકાર્થઃ — ] કર્મબંધના છેદથી અતુલ અક્ષય (અવિનાશી) મોક્ષને અનુભવતું, નિત્ય ઉદ્યોતવાળી (જેનો પ્રકાશ નિત્ય છે એવી) સહજ અવસ્થા જેની ખીલી નીકળી છે એવું, એકાંતશુદ્ધ ( – કર્મનો મેલ નહિ રહેવાથી જે અત્યંત શુદ્ધ થયું છે એવું), અને એકાકાર (એક જ્ઞાનમાત્ર આકારે પરિણમેલા) નિજરસની અતિશયતાથી જે અત્યંત ગંભીર અને ધીર છે એવું આ પૂર્ણ જ્ઞાન ઝળહળી ઊઠ્યું ( – સર્વથા શુદ્ધ આત્મદ્રવ્ય જાજ્વલ્યમાન પ્રગટ થયું), પોતાના અચળ મહિમામાં લીન થયું.’’
વળી (આ ૧૫૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] વ્યવહારનયથી આ કેવળજ્ઞાનમૂર્તિ આત્મા નિરંતર વિશ્વને ખરેખર જાણે છે અને મુક્તિલક્ષ્મીરૂપી કામિનીના કોમળ મુખકમળ પર કામપીડાને અને સૌભાગ્યચિહ્નવાળી શોભાને ફેલાવે છે. નિશ્ચયથી તો, જેમણે મળ અને ક્લેશને નષ્ટ કરેલ છે એવા તે દેવાધિદેવ જિનેશ નિજ સ્વરૂપને અત્યંત જાણે છે. ૨૭૨.
Page 316 of 380
PDF/HTML Page 345 of 409
single page version
इह हि केवलज्ञानकेवलदर्शनयोर्युगपद्वर्तनं द्रष्टान्तमुखेनोक्त म् ।
अत्र द्रष्टान्तपक्षे क्वचित्काले बलाहकप्रक्षोभाभावे विद्यमाने नभस्स्थलस्य मध्यगतस्य सहस्रकिरणस्य प्रकाशतापौ यथा युगपद् वर्तेते, तथैव च भगवतः परमेश्वरस्य तीर्थाधिनाथस्य जगत्त्रयकालत्रयवर्तिषु स्थावरजंगमद्रव्यगुणपर्यायात्मकेषु ज्ञेयेषु सकलविमलकेवलज्ञानकेवलदर्शने च युगपद् वर्तेते । किं च संसारिणां दर्शनपूर्वमेव ज्ञानं भवति इति ।
तथा चोक्तं प्रवचनसारे —
અન્વયાર્થઃ — [केवलज्ञानिनः] કેવળજ્ઞાનીને [ज्ञानं] જ્ઞાન [तथा च] તેમ જ [दर्शनं] દર્શન [युगपद्] યુગપદ્ [वर्तते] વર્તે છે. [दिनकरप्रकाशतापौ] સૂર્યના પ્રકાશ અને તાપ [यथा] જેવી રીતે [वर्तेते] (યુગપદ્) વર્તે છે [तथा ज्ञातव्यम्] તેવી રીતે જાણવું.
ટીકાઃ — અહીં ખરેખર કેવળજ્ઞાન અને કેવળદર્શનનું યુગપદ્ વર્તવાપણું દ્રષ્ટાંત દ્વારા કહ્યું છે.
અહીં દ્રષ્ટાંતપક્ષે કોઈ વખતે વાદળાંની ખલેલ ન હોય ત્યારે આકાશના મધ્યમાં રહેલા સૂર્યના પ્રકાશ અને તાપ જેવી રીતે યુગપદ્ વર્તે છે, તેવી જ રીતે ભગવાન પરમેશ્વર તીર્થાધિનાથને ત્રિલોકવર્તી અને ત્રિકાળવર્તી, સ્થાવર-જંગમ દ્રવ્યગુણપર્યાયાત્મક જ્ઞેયોમાં સકળ-વિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન અને કેવળદર્શન યુગપદ્ વર્તે છે. વળી (વિશેષ એટલું સમજવું કે), સંસારીઓને દર્શનપૂર્વક જ જ્ઞાન હોય છે (અર્થાત્ પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે, યુગપદ્ થતાં નથી).
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૬૧મી ગાથા દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[ગાથાર્થઃ — ] જ્ઞાન પદાર્થોના પારને પામેલું છે અને દર્શન લોકાલોકમાં વિસ્તૃત
૩૧
Page 317 of 380
PDF/HTML Page 346 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
अन्यच्च —
तथा हि —
तेजोराशौ दिनेशे हतनिखिलतमस्तोमके ते तथैवम् ।।२७३।।
છે; સર્વ અનિષ્ટ નાશ પામ્યું છે અને જે ઇષ્ટ છે તે સર્વ પ્રાપ્ત થયું છે.’’
વળી બીજું પણ (શ્રી નેમિચંદ્રસિદ્ધાંતિદેવવિરચિત બૃહદ્દ્રવ્યસંગ્રહમાં ૪૪ મી ગાથા દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[ગાથાર્થઃ — ] છદ્મસ્થોને દર્શનપૂર્વક જ્ઞાન હોય છે (અર્થાત્ પહેલાં દર્શન અને પછી જ્ઞાન થાય છે), કારણ કે તેમને બન્ને ઉપયોગો યુગપદ્ હોતા નથી; કેવળીનાથને તે બન્ને યુગપદ્ હોય છે.’’
વળી (આ ૧૬૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] જે ધર્મતીર્થના અધિનાથ (નાયક) છે, જે અસદ્રશ છે (અર્થાત્ જેના સમાન અન્ય કોઈ નથી) અને જે સકળ લોકના એક નાથ છે એવા આ સર્વજ્ઞ ભગવાનમાં નિરંતર સર્વતઃ જ્ઞાન અને દર્શન યુગપદ્ વર્તે છે. જેણે સમસ્ત તિમિરસમૂહનો નાશ કર્યો છે એવા આ તેજરાશિરૂપ સૂર્યમાં જેવી રીતે આ ઉષ્ણતા અને પ્રકાશ (યુગપદ્) વર્તે છે અને વળી જગતના જીવોને નેત્ર પ્રાપ્ત થાય છે (અર્થાત્ સૂર્યના નિમિત્તે જીવોનાં નેત્ર દેખવા લાગે છે), તેવી જ રીતે જ્ઞાન અને દર્શન (યુગપદ્) હોય છે (અર્થાત્ તેવી જ રીતે સર્વજ્ઞ ભગવાનને જ્ઞાન અને દર્શન એકીસાથે હોય છે અને વળી સર્વજ્ઞ ભગવાનના નિમિત્તે જગતના જીવોને જ્ઞાન પ્રગટ થાય છે). ૨૭૩.
Page 318 of 380
PDF/HTML Page 347 of 409
single page version
मुल्लंघ्य शाश्वतपुरी सहसा त्वयाप्ता ।
याम्यन्यदस्ति शरणं किमिहोत्तमानाम् ।।२७४।।
कामं कान्तिं वदनकमले संतनोत्येव कांचित् ।
को नालं शं दिशतुमनिशं प्रेमभूमेः प्रियायाः ।।२७५।।
[શ્લોકાર્થઃ — ] (હે જિનનાથ!) સદ્જ્ઞાનરૂપી નાવમાં આરોહણ કરી ભવસાગરને ઓળંગી જઈને, તું ઝડપથી શાશ્વતપુરીએ પહોંચ્યો. હવે હું જિનનાથના તે માર્ગે ( – જે માર્ગે જિનનાથ ગયા તે જ માર્ગે) તે જ શાશ્વતપુરીમાં જાઉં છું; (કારણ કે) આ લોકમાં ઉત્તમ પુરુષોને (તે માર્ગ સિવાય) બીજું શું શરણ છે? ૨૭૪.
[શ્લોકાર્થઃ — ] કેવળજ્ઞાનભાનુ ( – કેવળજ્ઞાનરૂપી પ્રકાશના ધરનારા સૂર્ય) એવા તે એક જિનદેવ જ જયવંત છે. તે જિનદેવ સમરસમય અનંગ ( – અશરીરી, અતીંદ્રિય) સૌખ્યની દેનારી એવી તે મુક્તિના મુખકમળ પર ખરેખર કોઈ અવર્ણનીય કાન્તિને ફેલાવે છે; (કારણ કે) કોણ (પોતાની) સ્નેહાળ પ્રિયાને નિરંતર સુખોત્પત્તિનું કારણ થતું નથી? ૨૭૫.
[શ્લોકાર્થઃ — ] તે જિનેંદ્રદેવે મુક્તિકામિનીના મુખકમળ પ્રત્યે ભ્રમરલીલાને ધારણ કરી (અર્થાત્ તેઓ તેમાં ભ્રમરની જેમ લીન થયા) અને ખરેખર અદ્વિતીય અનંગ (આત્મિક) સુખને પ્રાપ્ત કર્યું. ૨૭૬.
૩૧
Page 319 of 380
PDF/HTML Page 348 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
आत्मनः स्वपरप्रकाशकत्वविरोधोपन्यासोऽयम् ।
इह हि तावदात्मनः स्वपरप्रकाशकत्वं कथमिति चेत् । ज्ञानदर्शनादि- विशेषगुणसमृद्धो ह्यात्मा, तस्य ज्ञानं शुद्धात्मप्रकाशकासमर्थत्वात् परप्रकाशकमेव, यद्येवं द्रष्टिर्निरंकुशा केवलमभ्यन्तरे ह्यात्मानं प्रकाशयति चेत् अनेन विधिना स्वपरप्रकाशको ह्यात्मेति हंहो जडमते प्राथमिकशिष्य, दर्शनशुद्धेरभावात् एवं मन्यसे, न खलु जडस्त्वत्तस्सकाशादपरः कश्चिज्जनः । अथ ह्यविरुद्धा स्याद्वादविद्यादेवता समभ्यर्चनीया सद्भिरनवरतम् । तत्रैकान्ततो ज्ञानस्य परप्रकाशकत्वं न समस्ति; न केवलं स्यान्मते
અન્વયાર્થઃ — [ज्ञानं परप्रकाशं] જ્ઞાન પરપ્રકાશક જ છે [च] અને [द्रष्टिः आत्मप्रकाशिका एव] દર્શન સ્વપ્રકાશક જ છે [आत्मा स्वपरप्रकाशः भवति] તથા આત્મા સ્વપરપ્રકાશક છે [इति हि यदि खलु मन्यसे] એમ જો ખરેખર તું માનતો હોય તો તેમાં વિરોધ આવે છે.
ટીકાઃ — આ, આત્માના સ્વપરપ્રકાશકપણા સંબંધી વિરોધકથન છે.
પ્રથમ તો, આત્માને સ્વપરપ્રકાશકપણું કઈ રીતે છે? (તે વિચારવામાં આવે છે.) ‘આત્મા જ્ઞાનદર્શનાદિ વિશેષ ગુણોથી સમૃદ્ધ છે; તેનું જ્ઞાન શુદ્ધ આત્માને પ્રકાશવામાં અસમર્થ હોવાથી પરપ્રકાશક જ છે; એ રીતે નિરંકુશ દર્શન પણ કેવળ અભ્યંતરમાં આત્માને પ્રકાશે છે (અર્થાત્ સ્વપ્રકાશક જ છે). આ વિધિથી આત્મા સ્વપરપ્રકાશક છે.’ — આમ હે જડમતિ પ્રાથમિક શિષ્ય! જો તું દર્શનશુદ્ધિના અભાવને લીધે માનતો હોય, તો ખરેખર તારાથી અન્ય કોઈ પુરુષ જડ (મૂર્ખ) નથી.
Page 320 of 380
PDF/HTML Page 349 of 409
single page version
दर्शनमपि शुद्धात्मानं पश्यति । दर्शनज्ञानप्रभृत्यनेकधर्माणामाधारो ह्यात्मा । व्यवहार- पक्षेऽपि केवलं परप्रकाशकस्य ज्ञानस्य न चात्मसम्बन्धः सदा बहिरवस्थितत्वात्, आत्मप्रतिपत्तेरभावात् न सर्वगतत्वम्; अतःकारणादिदं ज्ञानं न भवति, मृगतृष्णाजलवत् प्रतिभासमात्रमेव । दर्शनपक्षेऽपि तथा न केवलमभ्यन्तरप्रतिपत्तिकारणं दर्शनं भवति । सदैव सर्वं पश्यति हि चक्षुः स्वस्याभ्यन्तरस्थितां कनीनिकां न पश्यत्येव । अतः स्वपरप्रकाशकत्वं ज्ञानदर्शनयोरविरुद्धमेव । ततः स्वपरप्रकाशको ह्यात्मा ज्ञानदर्शनलक्षण इति ।
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः —
માટે અવિરુદ્ધ એવી સ્યાદ્વાદવિદ્યારૂપી દેવી સજ્જનો વડે સમ્યક્ પ્રકારે નિરંતર આરાધવાયોગ્ય છે. ત્યાં (સ્યાદ્વાદમતમાં), એકાન્તે જ્ઞાનને પરપ્રકાશકપણું જ નથી; સ્યાદ્વાદમતમાં દર્શન પણ કેવળ શુદ્ધાત્માને જ દેખતું નથી (અર્થાત્ માત્ર સ્વપ્રકાશક જ નથી). આત્મા દર્શન, જ્ઞાન વગેરે અનેક ધર્મોનો આધાર છે. (ત્યાં) વ્યવહારપક્ષે પણ જ્ઞાન કેવળ પરપ્રકાશક હોય તો, સદા બાહ્યસ્થિતપણાને લીધે, (જ્ઞાનને) આત્મા સાથે સંબંધ રહે નહિ અને (તેથી) *આત્મપ્રતિપત્તિના અભાવને લીધે સર્વગતપણું (પણ) બને નહિ. આ કારણને લીધે, આ જ્ઞાન હોય જ નહિ (અર્થાત્ જ્ઞાનનું અસ્તિત્વ જ ન હોય), મૃગતૃષ્ણાના જળની માફક આભાસમાત્ર જ હોય. એવી રીતે દર્શનપક્ષે પણ, દર્શન કેવળ +અભ્યંતરપ્રતિપત્તિનું જ કારણ નથી, (સર્વપ્રકાશનનું કારણ છે); (કેમ કે) ચક્ષુ સદૈવ સર્વને દેખે છે, પોતાના અભ્યંતરમાં રહેલી કીકીને દેખતું નથી (માટે ચક્ષુની વાતથી એમ સમજાય છે કે દર્શન અભ્યંતરને દેખે અને બાહ્યસ્થિત પદાર્થોને ન દેખે એવો કોઈ નિયમ ઘટતો નથી). આથી, જ્ઞાન અને દર્શનને (બન્નેને) સ્વપરપ્રકાશકપણું અવિરુદ્ધ જ છે. માટે (એ રીતે) જ્ઞાનદર્શનલક્ષણવાળો આત્મા સ્વપરપ્રકાશક છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી પ્રવચનસારની ટીકામાં ચોથા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
૩૨
*આત્મપ્રતિપત્તિ = આત્માનું જ્ઞાન; સ્વને જાણવું તે.
+અભ્યંતરપ્રતિપત્તિ = અંતરંગનું પ્રકાશન; સ્વને પ્રકાશવું તે.
Page 321 of 380
PDF/HTML Page 350 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
मोहाभावाद्यदात्मा परिणमति परं नैव निर्लूनकर्मा ।
ज्ञेयाकारां त्रिलोकीं पृथगपृथगथ द्योतयन् ज्ञानमूर्तिः ।।’’
तथा हि —
‘‘[શ્લોકાર્થઃ — ] જેણે કર્મોને છેદી નાખ્યાં છે એવો આ આત્મા ભૂત, વર્તમાન અને ભાવિ સમસ્ત વિશ્વને (અર્થાત્ ત્રણે કાળના પર્યાયો સહિત સમસ્ત પદાર્થોને) યુગપદ્ જાણતો હોવા છતાં મોહના અભાવને લીધે પરરૂપે પરિણમતો નથી, તેથી હવે, જેના સમસ્ત જ્ઞેયાકારોને અત્યંત વિકસિત જ્ઞપ્તિના વિસ્તાર વડે પોતે પી ગયો છે એવા ત્રણે લોકના પદાર્થોને પૃથક્ અને અપૃથક્ પ્રકાશતો તે જ્ઞાનમૂર્તિ મુક્ત જ રહે છે.’’
વળી (આ ૧૬૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] જ્ઞાન એક સહજપરમાત્માને જાણીને લોકાલોકને અર્થાત્ લોકાલોક- સંબંધી (સમસ્ત) જ્ઞેયસમૂહને પ્રગટ કરે છે ( – જાણે છે). નિત્ય-શુદ્ધ એવું ક્ષાયિક દર્શન (પણ) સાક્ષાત્ સ્વપરવિષયક છે (અર્થાત્ તે પણ સ્વપરને સાક્ષાત્ પ્રકાશે છે). તે બન્ને (જ્ઞાન તેમ જ દર્શન) વડે આત્મદેવ સ્વપરસંબંધી જ્ઞેયરાશિને જાણે છે (અર્થાત્ આત્મદેવ સ્વપર સમસ્ત પ્રકાશ્ય પદાર્થોને પ્રકાશે છે). ૨૭૭.
Page 322 of 380
PDF/HTML Page 351 of 409
single page version
पूर्वसूत्रोपात्तपूर्वपक्षस्य सिद्धान्तोक्ति रियम् ।
केवलं परप्रकाशकं यदि चेत् ज्ञानं तदा परप्रकाशकप्रधानेनानेन ज्ञानेन दर्शनं भिन्नमेव । परप्रकाशकस्य ज्ञानस्य चात्मप्रकाशकस्य दर्शनस्य च कथं सम्बन्ध इति चेत् सह्यविंध्ययोरिव अथवा भागीरथीश्रीपर्वतवत् । आत्मनिष्ठं यत् तद् दर्शनमस्त्येव, निराधारत्वात् तस्य ज्ञानस्य शून्यतापत्तिरेव, अथवा यत्र तत्र गतं ज्ञानं तत्तद्द्रव्यं सर्वं चेतनत्वमापद्यते, अतस्त्रिभुवने न कश्चिदचेतनः पदार्थः इति महतो दूषणस्यावतारः । तदेव ज्ञानं केवलं न परप्रकाशकम् इत्युच्यते हे शिष्य तर्हि दर्शनमपि न केवलमात्मगतमित्यभिहितम् । ततः खल्विदमेव समाधानं सिद्धान्तहृदयं ज्ञान-
અન્વયાર્થઃ — [ज्ञानं परप्रकाशं] જો જ્ઞાન (કેવળ) પરપ્રકાશક હોય [तदा] તો [ज्ञानेन] જ્ઞાનથી [दर्शनं] દર્શન [भिन्नम्] ભિન્ન ઠરે, [दर्शनम् परद्रव्यगतं न भवति इति वर्णितं तस्मात्] કારણ કે દર્શન પરદ્રવ્યગત (પરપ્રકાશક) નથી એમ (પૂર્વ સૂત્રમાં તારું મન્તવ્ય) વર્ણવવામાં આવ્યું છે.
ટીકાઃ — આ, પૂર્વ સૂત્રમાં (૧૬૧મી ગાથામાં) કહેલા પૂર્વપક્ષના સિદ્ધાંત સંબંધી કથન છે.
જો જ્ઞાન કેવળ પરપ્રકાશક હોય તો આ પરપ્રકાશનપ્રધાન (પરપ્રકાશક) જ્ઞાનથી દર્શન ભિન્ન જ ઠરે; (કારણ કે) સહ્યાચલ અને વિંધ્યાચલની માફક અથવા ગંગા અને શ્રીપર્વતની માફક, પરપ્રકાશક જ્ઞાનને અને આત્મપ્રકાશક દર્શનને સંબંધ કઈ રીતે હોય? જે આત્મનિષ્ઠ ( – આત્મામાં રહેલું) છે તે તો દર્શન જ છે. અને પેલા જ્ઞાનને તો, નિરાધારપણાને લીધે (અર્થાત્ આત્મારૂપી આધાર નહિ રહેવાથી), શૂન્યતાની આપત્તિ જ આવે; અથવા તો જ્યાં જ્યાં જ્ઞાન પહોંચે (અર્થાત્ જે જે દ્રવ્યને જ્ઞાન પહોંચે) તે તે સર્વ દ્રવ્ય ચેતનપણાને પામે, તેથી ત્રણ લોકમાં કોઈ અચેતન પદાર્થ ન ઠરે એ મોટો દોષ પ્રાપ્ત થાય. માટે જ (ઉપર કહેલા દોષના ભયથી), હે શિષ્ય! જ્ઞાન કેવળ પરપ્રકાશક નથી એમ જો તું કહે, તો દર્શન પણ કેવળ આત્મગત (સ્વપ્રકાશક) નથી એમ પણ (તેમાં સાથે જ) કહેવાઈ ગયું. તેથી ખરેખર સિદ્ધાંતના હાર્દરૂપ એવું આ જ
૩૨૨ ]
Page 323 of 380
PDF/HTML Page 352 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
दर्शनयोः कथंचित् स्वपरप्रकाशत्वमस्त्येवेति ।
तथा चोक्तं श्रीमहासेनपंडितदेवैः —
तथा हि —
સમાધાન છે કે જ્ઞાન અને દર્શનને કથંચિત્ સ્વપરપ્રકાશકપણું છે જ.
એવી રીતે શ્રી મહાસેનપંડિતદેવે (શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] આત્મા જ્ઞાનથી (સર્વથા) ભિન્ન નથી, (સર્વથા) અભિન્ન નથી, કથંચિત્ ભિન્નાભિન્ન છે; *પૂર્વાપરભૂત જે જ્ઞાન તે આ આત્મા છે એમ કહ્યું છે.’’
વળી (આ ૧૬૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] આત્મા (સર્વથા) જ્ઞાન નથી, તેવી રીતે (સર્વથા) દર્શન પણ નથી જ; તે ઉભયયુક્ત (જ્ઞાનદર્શનયુક્ત) આત્મા સ્વપર વિષયને અવશ્ય જાણે છે અને દેખે છે. અઘસમૂહના (પાપસમૂહના) નાશક આત્મામાં અને જ્ઞાનદર્શનમાં સંજ્ઞાભેદે ભેદ ઊપજે છે (અર્થાત્ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજનની અપેક્ષાએ તેમનામાં ઉપર કહ્યા પ્રમાણે ભેદ છે), પરમાર્થે અગ્નિ અને ઉષ્ણતાની માફક તેમનામાં ( – આત્મામાં અને જ્ઞાનદર્શનમાં) ખરેખર ભેદ નથી ( – અભેદતા છે). ૨૭૮.
*પૂર્વાપર = પૂર્વ અને અપર; પહેલાંનું અને પછીનું.
Page 324 of 380
PDF/HTML Page 353 of 409
single page version
एकान्तेनात्मनः परप्रकाशकत्वनिरासोऽयम् ।
यथैकान्तेन ज्ञानस्य परप्रकाशकत्वं पुरा निराकृतम्, इदानीमात्मा केवलं परप्रकाशश्चेत् तत्तथैव प्रत्यादिष्टं, भावभाववतोरेकास्तित्वनिर्वृत्तत्वात् । पुरा किल ज्ञानस्य परप्रकाशकत्वे सति तद्दर्शनस्य भिन्नत्वं ज्ञातम् । अत्रात्मनः परप्रकाशकत्वे सति तेनैव दर्शनं भिन्नमित्यवसेयम् । अपि चात्मा न परद्रव्यगत इति चेत् तद्दर्शनमप्यभिन्नमित्यवसेयम् । ततः खल्वात्मा स्वपरप्रकाशक इति यावत् । यथा
અન્વયાર્થઃ — [आत्मा परप्रकाशः] જો આત્મા (કેવળ) પરપ્રકાશક હોય [तदा] તો [आत्मना] આત્માથી [दर्शनं] દર્શન [भिन्नम्] ભિન્ન ઠરે, [दर्शनं परद्रव्यगतं न भवति इति वर्णितं तस्मात्] કારણ કે દર્શન પરદ્રવ્યગત (પરપ્રકાશક) નથી એમ (પૂર્વે તારું મન્તવ્ય) વર્ણવવામાં આવ્યું છે.
ટીકાઃ — આ, એકાંતે આત્માને પરપ્રકાશકપણું હોવાની વાતનું ખંડન છે.
જેવી રીતે પૂર્વે (૧૬૨મી ગાથામાં) એકાંતે જ્ઞાનને પરપ્રકાશકપણું ખંડિત કરવામાં આવ્યું, તેવી રીતે હવે જો ‘આત્મા કેવળ પરપ્રકાશક છે’ એમ માનવામાં આવે તો તે વાત પણ તેવી જ રીતે ખંડન પામે છે, કારણ કે *ભાવ અને ભાવવાન એક અસ્તિત્વથી રચાયેલા હોય છે. પૂર્વે (૧૬૨મી ગાથામાં) એમ જણાયું હતું કે જો જ્ઞાન (કેવળ) પરપ્રકાશક હોય તો જ્ઞાનથી દર્શન ભિન્ન ઠરે! અહીં (આ ગાથામાં) એમ સમજવું કે જો આત્મા (કેવળ) પરપ્રકાશક હોય તો આત્માથી જ દર્શન ભિન્ન ઠરે! વળી જો ‘આત્મા
૩૨
*જ્ઞાન ભાવ છે અને આત્મા ભાવવાન છે.
Page 325 of 380
PDF/HTML Page 354 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
कथंचित्स्वपरप्रकाशकत्वं ज्ञानस्य साधितम् अस्यापि तथा, धर्मधर्मिणोरेकस्वरूपत्वात् पावकोष्णवदिति ।
પરદ્રવ્યગત નથી (અર્થાત્ આત્મા કેવળ પરપ્રકાશક નથી, સ્વપ્રકાશક પણ છે)’ એમ (હવે) માનવામાં આવે તો આત્માથી દર્શનનું (સમ્યક્ પ્રકારે) અભિન્નપણું સિદ્ધ થાય એમ સમજવું. માટે ખરેખર આત્મા સ્વપરપ્રકાશક છે. જેમ (૧૬૨મી ગાથામાં) જ્ઞાનનું કથંચિત્ સ્વપરપ્રકાશકપણું સિદ્ધ થયું તેમ આત્માનું પણ સમજવું, કારણ કે અગ્નિ અને ઉષ્ણતાની માફક ધર્મી અને ધર્મનું એક સ્વરૂપ હોય છે.
[હવે આ ૧૬૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] જ્ઞાનદર્શનધર્મોથી યુક્ત હોવાને લીધે આત્મા ખરેખર ધર્મી છે. સકળ ઇન્દ્રિયસમૂહરૂપી હિમને (નષ્ટ કરવા) માટે સૂર્ય સમાન એવો સમ્યગ્દ્રષ્ટિ જીવ તેમાં જ (જ્ઞાનદર્શનધર્મયુક્ત આત્મામાં જ) સદા અવિચળ સ્થિતિ પ્રાપ્ત કરીને મુક્તિને પામે છે — કે જે મુક્તિ પ્રગટ થયેલી સહજ અવસ્થારૂપે સુસ્થિત છે. ૨૭૯.
અન્વયાર્થઃ — [व्यवहारनयेन] વ્યવહારનયથી [ज्ञानं] જ્ઞાન [परप्रकाशं] પરપ્રકાશક છે; [तस्मात्] તેથી [दर्शनम्] દર્શન પરપ્રકાશક છે. [व्यवहारनयेन] વ્યવહારનયથી [आत्मा] આત્મા
Page 326 of 380
PDF/HTML Page 355 of 409
single page version
व्यवहारनयस्य सफलत्वप्रद्योतनकथनमाह ।
इह सकलकर्मक्षयप्रादुर्भावासादितसकलविमलकेवलज्ञानस्य पुद्गलादिमूर्तामूर्त- चेतनाचेतनपरद्रव्यगुणपर्यायप्रकरप्रकाशकत्वं कथमिति चेत्, पराश्रितो व्यवहारः इति वचनात् व्यवहारनयबलेनेति । ततो दर्शनमपि ताद्रशमेव । त्रैलोक्यप्रक्षोभहेतुभूततीर्थकरपरमदेवस्य शतमखशतप्रत्यक्षवंदनायोग्यस्य कार्यपरमात्मनश्च तद्वदेव परप्रकाशकत्वम् । तेन व्यवहार- नयबलेन च तस्य खलु भगवतः केवलदर्शनमपि ताद्रशमेवेति ।
तथा चोक्तं श्रुतबिन्दौ —
प्रविलसदुरुमालाभ्यर्चितांघ्रिर्जिनेन्द्रः ।
[परप्रकाशः] પરપ્રકાશક છે; [तस्मात्] તેથી [दर्शनम्] દર્શન પરપ્રકાશક છે.
ટીકાઃ — આ, વ્યવહારનયનું સફળપણું દર્શાવનારું કથન છે.
સમસ્ત (જ્ઞાનાવરણીય) કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થતું સકળ-વિમળ કેવળજ્ઞાન પુદ્ગલાદિ મૂર્ત-અમૂર્ત ચેતન-અચેતન પરદ્રવ્યગુણપર્યાયસમૂહનું પ્રકાશક કઈ રીતે છે — એવો અહીં પ્રશ્ન થાય, તો તેનો ઉત્તર એમ છે કે — ‘पराश्रितो व्यवहारः (વ્યવહાર પરાશ્રિત છે)’ એવું (શાસ્ત્રનું) વચન હોવાથી વ્યવહારનયના બળે એમ છે (અર્થાત્ પરપ્રકાશક છે); તેથી દર્શન પણ તેવું જ ( – વ્યવહારનયના બળે પરપ્રકાશક) છે. વળી ત્રણ લોકના *પ્રક્ષોભના હેતુભૂત તીર્થંકર-પરમદેવને — કે જેઓ સો ઇન્દ્રોની પ્રત્યક્ષ વંદનાને યોગ્ય છે અને કાર્યપરમાત્મા છે તેમને — જ્ઞાનની માફક જ (વ્યવહારનયના બળે) પરપ્રકાશકપણું છે; તેથી વ્યવહારનયના બળે તે ભગવાનનું કેવળદર્શન પણ તેવું જ છે.
એવી રીતે શ્રુતબિન્દુમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] જેમણે દોષોને જીત્યા છે, જેમનાં ચરણો દેવેંદ્રો તેમ જ નરેંદ્રોના
૩૨
*પ્રક્ષોભના અર્થ માટે ૮૩મા પાનાનું પદટિપ્પણ જુઓ.
Page 327 of 380
PDF/HTML Page 356 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
तथा हि —
प्रकटतरसुद्रष्टिः सर्वलोकप्रदर्शी ।
स भवति परमश्रीकामिनीकामरूपः ।।२८०।।
મુગટોમાં પ્રકાશતી કીમતી માળાઓથી પૂજાય છે (અર્થાત્ જેમનાં ચરણોમાં ઇન્દ્રો તથા ચક્રવર્તીઓનાં મણિમાળાયુક્ત મુગટવાળાં મસ્તકો અત્યંત ઝૂકે છે), અને (લોકાલોકના સમસ્ત) પદાર્થો એકબીજામાં પ્રવેશ ન પામે એવી રીતે ત્રણ લોક અને અલોક જેમનામાં એકી સાથે જ વ્યાપે છે (અર્થાત્ જે જિનેન્દ્રને યુગપદ્ જણાય છે), તે જિનેન્દ્ર જયવંત છે.’’
વળી (આ ૧૬૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] જ્ઞાનપુંજ એવો આ આત્મા અત્યંત સ્પષ્ટ દર્શન થતાં (અર્થાત્ કેવળદર્શન પ્રગટ થતાં) વ્યવહારનયથી સર્વ લોકને દેખે છે તથા (સાથે વર્તતા કેવળજ્ઞાનને લીધે) સમસ્ત મૂર્ત-અમૂર્ત પદાર્થસમૂહને જાણે છે. તે (કેવળદર્શનજ્ઞાનયુક્ત) આત્મા પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો) વલ્લભ થાય છે. ૨૮૦.
અન્વયાર્થઃ — [निश्चयनयेन] નિશ્ચયનયથી [ज्ञानम्] જ્ઞાન [आत्मप्रकाशं] સ્વપ્રકાશક છે; [तस्मात्] તેથી [दर्शनम्] દર્શન સ્વપ્રકાશક છે. [निश्चयनयेन] નિશ્ચયનયથી [आत्मा] આત્મા [आत्मप्रकाशः] સ્વપ્રકાશક છે; [तस्मात्] તેથી [दर्शनम्] દર્શન સ્વપ્રકાશક છે.
Page 328 of 380
PDF/HTML Page 357 of 409
single page version
निश्चयनयेन स्वरूपाख्यानमेतत् ।
निश्चयनयेन स्वप्रकाशकत्वलक्षणं शुद्धज्ञानमिहाभिहितं तथा सकलावरण- प्रमुक्त शुद्धदर्शनमपि स्वप्रकाशकपरमेव । आत्मा हि विमुक्त सकलेन्द्रियव्यापारत्वात् स्वप्रकाशकत्वलक्षणलक्षित इति यावत् । दर्शनमपि विमुक्त बहिर्विषयत्वात् स्वप्रकाशकत्व- प्रधानमेव । इत्थं स्वरूपप्रत्यक्षलक्षणलक्षिताक्षुण्णसहजशुद्धज्ञानदर्शनमयत्वात् निश्चयेन जगत्त्रयकालत्रयवर्तिस्थावरजंगमात्मकसमस्तद्रव्यगुणपर्यायविषयेषु “आकाशाप्रकाशकादि- विकल्पविदूरस्सन् स्वस्वरूपे “संज्ञालक्षणप्रकाशतया निरवशेषेणान्तर्मुखत्वादनवरतम् अखंडाद्वैतचिच्चमत्कारमूर्तिरात्मा तिष्ठतीति ।
स्वस्मिन्नित्यं नियतवसतिर्निर्विकल्पे महिम्नि ।।२८१।।
ટીકાઃ — આ, નિશ્ચયનયથી સ્વરૂપનું કથન છે.
અહીં નિશ્ચયનયથી શુદ્ધ જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશકપણું કહ્યું છે; તેવી રીતે સર્વ આવરણથી મુક્ત શુદ્ધ દર્શન પણ સ્વપ્રકાશક જ છે. આત્મા ખરેખર, તેણે સર્વ ઇન્દ્રિય- વ્યાપારને છોડ્યો હોવાથી, સ્વપ્રકાશકસ્વરૂપ લક્ષણથી લક્ષિત છે; દર્શન પણ, તેણે બહિર્વિષયપણું છોડ્યું હોવાથી, સ્વપ્રકાશકત્વપ્રધાન જ છે. આ રીતે સ્વરૂપપ્રત્યક્ષ-લક્ષણથી લક્ષિત અખંડ-સહજ-શુદ્ધજ્ઞાનદર્શનમય હોવાને લીધે, નિશ્ચયથી, ત્રિલોક-ત્રિકાળવર્તી સ્થાવર-જંગમસ્વરૂપ સમસ્ત દ્રવ્યગુણપર્યાયરૂપ વિષયો સંબંધી પ્રકાશ્ય-પ્રકાશકાદિ વિકલ્પોથી અતિ દૂર વર્તતો થકો, સ્વસ્વરૂપસંચેતન જેનું લક્ષણ છે એવા પ્રકાશ વડે સર્વથા અંતર્મુખ હોવાને લીધે, આત્મા નિરંતર અખંડ-અદ્વૈત-ચૈતન્યચમત્કારમૂર્તિ રહે છે.
[હવે આ ૧૬૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] નિશ્ચયથી આત્મા સ્વપ્રકાશક જ્ઞાન છે; જેણે બાહ્ય આલંબન નષ્ટ કર્યું
૩૨
*અહીં કાંઈક અશુદ્ધિ હોય એમ લાગે છે.
Page 329 of 380
PDF/HTML Page 358 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
शुद्धनिश्चयनयविवक्षया परदर्शनत्वनिरासोऽयम् ।
व्यवहारेण पुद्गलादित्रिकालविषयद्रव्यगुणपर्यायैकसमयपरिच्छित्तिसमर्थसकल-
विमलकेवलावबोधमयत्वादिविविधमहिमाधारोऽपि स भगवान् केवलदर्शनतृतीय- लोचनोऽपि परमनिरपेक्षतया निःशेषतोऽन्तर्मुखत्वात् केवलस्वरूपप्रत्यक्षमात्रव्यापार- निरतनिरंजननिजसहजदर्शनेन सच्चिदानंदमयमात्मानं निश्चयतः पश्यतीति शुद्ध-
છે એવું (સ્વપ્રકાશક) જે સાક્ષાત્ દર્શન તે-રૂપ પણ આત્મા છે. એકાકાર નિજરસના ફેલાવથી પૂર્ણ હોવાને લીધે જે પવિત્ર છે અને જે પુરાણ (સનાતન) છે એવો આ આત્મા સદા પોતાના નિર્વિકલ્પ મહિમામાં નિશ્ચિતપણે વસે છે. ૨૮૧.
અન્વયાર્થઃ — [केवली भगवान्] (નિશ્ચયથી) કેવળી ભગવાન [आत्मस्वरूपं] આત્મસ્વરૂપને [पश्यति] દેખે છે, [न लोकालोकौ] લોકાલોકને નહિ — [एवं] એમ [यदि] જો [कः अपि भणति] કોઈ કહે તો [तस्य च किं दूषणं भवति] તેને શો દોષ છે? (અર્થાત્ કાંઈ દોષ નથી.)
ટીકાઃ — આ, શુદ્ધનિશ્ચયનયની વિવક્ષાથી પરદર્શનનું (પરને દેખવાનું) ખંડન છે.
જોકે વ્યવહારથી એક સમયમાં ત્રણ કાળ સંબંધી પુદ્ગલાદિ દ્રવ્યગુણપર્યાયોને જાણવામાં સમર્થ સકળ-વિમળ કેવળજ્ઞાનમયત્વાદિ વિવિધ મહિમાઓનો ધરનાર છે, તોપણ તે ભગવાન, કેવળદર્શનરૂપ તૃતીય લોચનવાળો હોવા છતાં, પરમ નિરપેક્ષપણાને લીધે નિઃશેષપણે (સર્વથા) અંતર્મુખ હોવાથી કેવળ સ્વરૂપપ્રત્યક્ષમાત્ર વ્યાપારમાં લીન એવા નિરંજન નિજ સહજદર્શન વડે સચ્ચિદાનંદમય આત્માને નિશ્ચયથી દેખે છે (પરંતુ લોકાલોકને નહિ) — એમ જે કોઈ પણ શુદ્ધ અંતઃતત્ત્વનો વેદનાર (જાણનાર,
Page 330 of 380
PDF/HTML Page 359 of 409
single page version
निश्चयनयविवक्षया यः कोपि शुद्धान्तस्तत्त्ववेदी परमजिनयोगीश्वरो वक्ति तस्य च न खलु दूषणं भवतीति ।
स्वान्तःशुद्धयावसथमहिमाधारमत्यन्तधीरम् ।
तस्मिन्नैव प्रकृतिमहति व्यावहारप्रपंचः ।।२८२।।
અનુભવનાર) પરમ જિનયોગીશ્વર શુદ્ધનિશ્ચયનયની વિવક્ષાથી કહે છે, તેને ખરેખર દૂષણ નથી.
[હવે આ ૧૬૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] (*નિશ્ચયથી) આત્મા સહજ પરમાત્માને દેખે છે — કે જે પરમાત્મા એક છે, વિશુદ્ધ છે, નિજ અંતઃશુદ્ધિનું રહેઠાણ હોવાથી (કેવળજ્ઞાનદર્શનાદિ) મહિમાનો ધરનાર છે, અત્યંત ધીર છે અને નિજ આત્મામાં અત્યંત અવિચળ હોવાથી સર્વદા અંતર્મગ્ન છે; સ્વભાવથી મહાન એવા તે આત્મામાં *વ્યવહારપ્રપંચ નથી જ (અર્થાત્ નિશ્ચયથી આત્મામાં લોકાલોકને દેખવારૂપ વ્યવહારવિસ્તાર નથી જ). ૨૮૨.
૩૩
*અહીં નિશ્ચય-વ્યવહાર સંબંધી એમ સમજવું કે — જેમાં સ્વની જ અપેક્ષા હોય તે નિશ્ચયકથન
છે અને જેમાં પરની અપેક્ષા આવે તે વ્યવહારકથન છે; માટે કેવળી ભગવાન લોકાલોકને —
પરને જાણે-દેખે છે એમ કહેવું તે વ્યવહારકથન છે અને કેવળી ભગવાન સ્વાત્માને જાણે-દેખે
છે એમ કહેવું તે નિશ્ચયકથન છે. અહીં વ્યવહારકથનનો વાચ્યાર્થ એમ ન સમજવો કે જેમ
છદ્મસ્થ જીવ લોકાલોકને જાણતો-દેખતો જ નથી તેમ કેવળી ભગવાન લોકાલોકને જાણતા-
દેખતા જ નથી. છદ્મસ્થ જીવ સાથે સરખામણીની અપેક્ષાએ તો કેવળી ભગવાન લોકાલોકને
જાણે-દેખે છે તે બરાબર સત્ય છે — યથાર્થ છે, કારણ કે તેઓ ત્રિકાળ સંબંધી સર્વ
દ્રવ્યગુણપર્યાયોને યથાસ્થિત બરાબર પરિપૂર્ણપણે ખરેખર જાણે-દેખે છે, ‘કેવળી ભગવાન
લોકાલોકને જાણે-દેખે છે’ એમ કહેતાં પરની અપેક્ષા આવે છે એટલું જ સૂચવવા, તથા કેવળી
ભગવાન જેમ સ્વને તદ્રૂપ થઈને નિજસુખના સંવેદન સહિત જાણે-દેખે છે તેમ લોકાલોકને
(પરને) તદ્રૂપ થઈને પરસુખદુઃખાદિના સંવેદન સહિત જાણતા-દેખતા નથી, પરંતુ પરથી તદ્દન
ભિન્ન રહીને, પરના સુખદુઃખાદિનું સંવેદન કર્યા વિના જાણે-દેખે છે એટલું જ સૂચવવા તેને
વ્યવહાર કહેલ છે.
Page 331 of 380
PDF/HTML Page 360 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
केवलबोधस्वरूपाख्यानमेतत् ।
षण्णां द्रव्याणां मध्ये मूर्तत्वं पुद्गलस्य पंचानाम् अमूर्तत्वम्; चेतनत्वं जीवस्यैव पंचानामचेतनत्वम् । मूर्तामूर्तचेतनाचेतनस्वद्रव्यादिकमशेषं त्रिकालविषयम् अनवरतं पश्यतो भगवतः श्रीमदर्हत्परमेश्वरस्य क्रमकरणव्यवधानापोढं चातीन्द्रियं च सकलविमलकेवलज्ञानं सकलप्रत्यक्षं भवतीति ।
तथा चोक्तं प्रवचनसारे —
અન્વયાર્થઃ — [मूर्तम् अमूर्तम्] મૂર્ત-અમૂર્ત [चेतनम् इतरत्] ચેતન-અચેતન [द्रव्यं] દ્રવ્યોને — [स्वकं च सर्वं च] સ્વને તેમ જ સમસ્તને [पश्यतः तु] દેખનારનું (જાણનારનું) [ज्ञानम्] જ્ઞાન [अतीन्द्रियं] અતીંદ્રિય છે, [प्रत्यक्षम् भवति] પ્રત્યક્ષ છે.
ટીકાઃ — આ, કેવળજ્ઞાનના સ્વરૂપનું કથન છે.
છ દ્રવ્યોમાં પુદ્ગલને મૂર્તપણું છે, (બાકીનાં) પાંચને અમૂર્તપણું છે; જીવને જ ચેતનપણું છે, (બાકીનાં) પાંચને અચેતનપણું છે. ત્રિકાળ સંબંધી મૂર્ત-અમૂર્ત ચેતન-અચેતન સ્વદ્રવ્યાદિ અશેષને (સ્વ તેમ જ પર સમસ્ત દ્રવ્યોને) નિરંતર દેખનાર ભગવાન શ્રીમદ્ અર્હત્પરમેશ્વરનું જે ક્રમ, ઇન્દ્રિય અને *વ્યવધાન વિનાનું, અતીન્દ્રિય સકળ-વિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન તે સકલપ્રત્યક્ષ છે.
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૫૪ મી ગાથા દ્વારા) કહ્યું છે કેઃ —
*વ્યવધાનના અર્થ માટે ૨૬મા પાનાનું પદટિપ્પણ જુઓ.