Niyamsar (Gujarati). Shlok: 283-297 ; Gatha: 168-178.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 19 of 21

 

Page 332 of 380
PDF/HTML Page 361 of 409
single page version

૩૩૨
]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
‘‘जं पेच्छदो अमुत्तं मुत्तेसु अदिंदियं च पच्छण्णं
सयलं सगं च इदरं तं णाणं हवदि पच्चक्खं ।।’’
तथा हि
(मंदाक्रांता)
सम्यग्वर्ती त्रिभुवनगुरुः शाश्वतानन्तधामा
लोकालोकौ स्वपरमखिलं चेतनाचेतनं च
तार्तीयं यन्नयनमपरं केवलज्ञानसंज्ञं
तेनैवायं विदितमहिमा तीर्थनाथो जिनेन्द्रः
।।२८३।।
पुव्वुत्तसयलदव्वं णाणागुणपज्जएण संजुत्तं
जो ण य पेच्छइ सम्मं परोक्खदिट्ठी हवे तस्स ।।१६८।।
पूर्वोक्त सकलद्रव्यं नानागुणपर्यायेण संयुक्त म्
यो न च पश्यति सम्यक् परोक्षद्रष्टिर्भवेत्तस्य ।।१६८।।
‘‘[ગાથાર્થઃ] દેખનારનું જે જ્ઞાન અમૂર્તને, મૂર્ત પદાર્થોમાં પણ અતીંદ્રિયને, અને
પ્રચ્છન્નને એ બધાંયનેસ્વને તેમ જ પરનેદેખે છે, તે જ્ઞાન પ્રત્યક્ષ છે.’’
વળી (આ ૧૬૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થ] કેવળજ્ઞાન નામનું જે ત્રીજું ઉત્કૃષ્ટ નેત્ર તેનાથી જ જેમનો પ્રસિદ્ધ
મહિમા છે, જેઓ ત્રણ લોકના ગુરુ છે અને શાશ્વત અનંત જેમનું *ધામ છેએવા આ
તીર્થનાથ જિનેંદ્ર લોકાલોકને અર્થાત્ સ્વ-પર એવાં સમસ્ત ચેતન-અચેતન પદાર્થોને સમ્યક્
પ્રકારે (બરાબર) જાણે છે. ૨૮૩.
વિધવિધ ગુણો ને પર્યયો સંયુક્ત દ્રવ્ય સમસ્તને
દેખે ન જે સમ્યક્ પ્રકાર, પરોક્ષ દ્રષ્ટિ તેહને. ૧૬૮.
અન્વયાર્થ[नानागुणपर्यायेण संयुक्त म्] વિધવિધ ગુણો અને પર્યાયોથી સંયુક્ત
[पूर्वोक्त सकलद्रव्यं] પૂર્વોક્ત સમસ્ત દ્રવ્યોને [यः] જે [सम्यक्] સમ્યક્ પ્રકારે (બરાબર)
[न च पश्यति] દેખતો નથી, [तस्य] તેને [परोक्षद्रष्टिः भवेत्] પરોક્ષ દર્શન છે.
*ધામ = (૧) ભવ્યતા; (૨) તેજ; (૩) બળ.

Page 333 of 380
PDF/HTML Page 362 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૩૩
अत्र केवलद्रष्टेरभावात् सकलज्ञत्वं न समस्तीत्युक्त म्
पूर्वसूत्रोपात्तमूर्तादिद्रव्यं समस्तगुणपर्यायात्मकं, मूर्तस्य मूर्तगुणाः, अचेतनस्या-
चेतनगुणाः, अमूर्तस्यामूर्तगुणाः, चेतनस्य चेतनगुणाः, षड्ढानिवृद्धिरूपाः सूक्ष्माः परमागम-
प्रामाण्यादभ्युपगम्याः अर्थपर्यायाः षण्णां द्रव्याणां साधारणाः, नरनारकादिव्यंजनपर्याया
जीवानां पंचसंसारप्रपंचानां, पुद्गलानां स्थूलस्थूलादिस्कन्धपर्यायाः, चतुर्णां धर्मादीनां
शुद्धपर्यायाश्चेति, एभिः संयुक्तं तद्द्रव्यजालं यः खलु न पश्यति, तस्य संसारिणामिव
परोक्ष
द्रष्टिरिति
(वसंततिलका)
यो नैव पश्यति जगत्त्रयमेकदैव
कालत्रयं च तरसा सकलज्ञमानी
प्रत्यक्षद्रष्टिरतुला न हि तस्य नित्यं
सर्वज्ञता कथमिहास्य जडात्मनः स्यात।।२८४।।
ટીકાઅહીં, કેવળદર્શનના અભાવે (અર્થાત્ પ્રત્યક્ષ દર્શનના અભાવમાં) સર્વજ્ઞપણું
હોતું નથી એમ કહ્યું છે.
સમસ્ત ગુણો અને પર્યાયોથી સંયુક્ત પૂર્વસૂત્રોક્ત (૧૬૭ મી ગાથામાં કહેલાં) મૂર્તાદિ
દ્રવ્યોને જે દેખતો નથી;અર્થાત્ મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણો હોય છે, અચેતનના અચેતન ગુણો
હોય છે, અમૂર્તના અમૂર્ત ગુણો હોય છે, ચેતનના ચેતન ગુણો હોય છે; ષટ્ (છ પ્રકારની)
હાનિવૃદ્ધિરૂપ, સૂક્ષ્મ, પરમાગમના પ્રમાણથી સ્વીકારવાયોગ્ય અર્થપર્યાયો છ દ્રવ્યોને સાધારણ
છે, નરનારકાદિ વ્યંજનપર્યાયો પાંચ પ્રકારના
*સંસારપ્રપંચવાળા જીવોને હોય છે, પુદ્ગલોને
સ્થૂલ-સ્થૂલ વગેરે સ્કંધપર્યાયો હોય છે અને ધર્માદિ ચાર દ્રવ્યોને શુદ્ધ પર્યાયો હોય છે; આ
ગુણપર્યાયોથી સંયુક્ત એવા તે દ્રવ્યસમૂહને જે ખરેખર દેખતો નથી;
તેને (ભલે તે
સર્વજ્ઞપણાના અભિમાનથી દગ્ધ હોય તોપણ) સંસારીઓની માફક પરોક્ષ દ્રષ્ટિ છે.
[હવે આ ૧૬૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
*સંસારપ્રપંચ = સંસારવિસ્તાર. (સંસારવિસ્તાર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવએવા પાંચ
પરાવર્તનરૂપ છે.)

Page 334 of 380
PDF/HTML Page 363 of 409
single page version

૩૩
૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
लोयालोयं जाणइ अप्पाणं णेव केवली भगवं
जइ कोइ भणइ एवं तस्स य किं दूसणं होइ ।।१६9।।
लोकालोकौ जानात्यात्मानं नैव केवली भगवान्
यदि कोऽपि भणति एवं तस्य च किं दूषणं भवति ।।१६9।।
व्यवहारनयप्रादुर्भावकथनमिदम्
सकलविमलकेवलज्ञानत्रितयलोचनो भगवान् अपुनर्भवकमनीयकामिनीजीवितेशः
षड्द्रव्यसंकीर्णलोकत्रयं शुद्धाकाशमात्रालोकं च जानाति, पराश्रितो व्यवहार इति
मानात
् व्यवहारेण व्यवहारप्रधानत्वात्, निरुपरागशुद्धात्मस्वरूपं नैव जानाति, यदि
व्यवहारनयविवक्षया कोपि जिननाथतत्त्वविचारलब्धः (दक्षः) कदाचिदेवं वक्ति चेत्, तस्य
[શ્લોકાર્થ] સર્વજ્ઞતાના અભિમાનવાળો જે જીવ શીઘ્ર એક જ કાળે ત્રણ
જગતને અને ત્રણ કાળને દેખતો નથી, તેને સદા (અર્થાત્ કદાપિ) અતુલ પ્રત્યક્ષ દર્શન
નથી; તે જડ આત્માને સર્વજ્ઞતા કઈ રીતે હોય? ૨૮૪.
પ્રભુ કેવળી જાણે ત્રિલોક-અલોકને, નહિ આત્મને,
જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે? ૧૬૯.
અન્વયાર્થ[केवली भगवान्] (વ્યવહારથી) કેવળી ભગવાન [लोकालोकौ]
લોકાલોકને [जानाति] જાણે છે, [न एव आत्मानम्] આત્માને નહિ[एवं] એમ [यदि]
જો [कः अपि भणति] કોઈ કહે તો [तस्य च किं दूषणं भवति] તેને શો દોષ છે?
(અર્થાત્ કાંઈ દોષ નથી.)
ટીકાઆ, વ્યવહારનયની પ્રગટતાથી કથન છે.
‘पराश्रितो व्यवहारः (વ્યવહારનય પરાશ્રિત છે)’ એવા (શાસ્ત્રના) અભિપ્રાયને
લીધે, વ્યવહારે વ્યવહારનયની પ્રધાનતા દ્વારા (અર્થાત્ વ્યવહારે વ્યવહારનયને પ્રધાન
કરીને), ‘સકળ-વિમળ કેવળજ્ઞાન જેમનું ત્રીજું લોચન છે અને અપુનર્ભવરૂપી સુંદર
કામિનીના જેઓ જીવિતેશ છે (
મુક્તિસુંદરીના જેઓ પ્રાણનાથ છે) એવા ભગવાન છ
દ્રવ્યોથી વ્યાપ્ત ત્રણ લોકને અને શુદ્ધ-આકાશમાત્ર અલોકને જાણે છે, નિરુપરાગ
(નિર્વિકાર) શુદ્ધ આત્મસ્વરૂપને નથી જ જાણતા’
એમ જો વ્યવહારનયની વિવક્ષાથી

Page 335 of 380
PDF/HTML Page 364 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૩૫
न खलु दूषणमिति
तथा चोक्तं श्रीसमन्तभद्रस्वामिभिः
(अपरवक्त्र)
‘‘स्थितिजनननिरोधलक्षणं
चरमचरं च जगत्प्रतिक्षणम्
इति जिन सकलज्ञलांछनं
वचनमिदं वदतांवरस्य ते
।।’’
तथा हि
(वसंततिलका)
जानाति लोकमखिलं खलु तीर्थनाथः
स्वात्मानमेकमनघं निजसौख्यनिष्ठम्
नो वेत्ति सोऽयमिति तं व्यवहारमार्गाद्
वक्तीति कोऽपि मुनिपो न च तस्य दोषः
।।२८५।।
કોઈ જિનનાથના તત્ત્વવિચારમાં નિપુણ જીવ (જિનદેવે કહેલા તત્ત્વના વિચારમાં પ્રવીણ
જીવ) કદાચિત્ કહે, તો તેને ખરેખર દૂષણ નથી.
એવી રીતે (આચાર્યવર) શ્રી સમંતભદ્રસ્વામીએ (બૃહત્સ્વયંભૂસ્તોત્રમાં શ્રી મુનિસુવ્રત
ભગવાનની સ્તુતિ કરતાં ૧૧૪ મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થ] હે જિનેંદ્ર! તું વક્તાઓમાં શ્રેષ્ઠ છે; ‘ચરાચર (જંગમ તથા
સ્થાવર) જગત પ્રતિક્ષણ (પ્રત્યેક સમયે) ઉત્પાદવ્યયધ્રૌવ્યલક્ષણવાળું છે’ એવું આ તારું
વચન (તારી) સર્વજ્ઞતાનું ચિહ્ન છે.’’
વળી (આ ૧૬૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છે)ઃ
[શ્લોકાર્થ] તીર્થનાથ ખરેખર આખા લોકને જાણે છે અને તેઓ એક, અનઘ
(નિર્દોષ), નિજસૌખ્યનિષ્ઠ (નિજ સુખમાં લીન) સ્વાત્માને જાણતા નથીએમ કોઈ
મુનિવર વ્યવહારમાર્ગથી કહે તો તેને દોષ નથી. ૨૮૫.

Page 336 of 380
PDF/HTML Page 365 of 409
single page version

૩૩
૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
णाणं जीवसरूवं तम्हा जाणेइ अप्पगं अप्पा
अप्पाणं ण वि जाणदि अप्पादो होदि विदिरित्तं ।।१७०।।
ज्ञानं जीवस्वरूपं तस्माज्जानात्यात्मकं आत्मा
आत्मानं नापि जानात्यात्मनो भवति व्यतिरिक्त म् ।।१७०।।
अत्र ज्ञानस्वरूपो जीव इति वितर्केणोक्त :
इह हि ज्ञानं तावज्जीवस्वरूपं भवति, ततो हेतोरखंडाद्वैतस्वभावनिरतं
निरतिशयपरमभावनासनाथं मुक्ति सुंदरीनाथं बहिर्व्यावृत्तकौतूहलं निजपरमात्मानं जानाति
कश्चिदात्मा भव्यजीव इति अयं खलु स्वभाववादः
अस्य विपरीतो वितर्कः स खलु
विभाववादः प्राथमिकशिष्याभिप्रायः कथमिति चेत्, पूर्वोक्त स्वरूपमात्मानं खलु न
जानात्यात्मा, स्वरूपावस्थितः संतिष्ठति यथोष्णस्वरूपस्याग्नेः स्वरूपमग्निः किं जानाति,
છે જ્ઞાન જીવસ્વરૂપ, તેથી જીવ જાણે જીવને;
જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જુદું ઠરે! ૧૭૦.
અન્વયાર્થ[ज्ञानं] જ્ઞાન [जीवस्वरूपं] જીવનું સ્વરૂપ છે, [तस्मात्] તેથી [आत्मा]
આત્મા [आत्मकं] આત્માને [जानाति] જાણે છે; [आत्मानं न अपि जानाति] જો જ્ઞાન આત્માને
ન જાણે તો [आत्मनः] આત્માથી [व्यतिरिक्त म्] વ્યતિરિક્ત (જુદું) [भवति] ઠરે!
ટીકાઅહીં (આ ગાથામાં) ‘જીવ જ્ઞાનસ્વરૂપ છે’ એમ વિતર્કથી (દલીલથી) કહ્યું
છે.
પ્રથમ તો, જ્ઞાન ખરેખર જીવનું સ્વરૂપ છે; તે હેતુથી, જે અખંડ અદ્વૈત સ્વભાવમાં
લીન છે, જે નિરતિશય પરમ ભાવના સહિત છે, જે મુક્તિસુંદરીનો નાથ છે અને બહારમાં
જેણે કૌતૂહલ વ્યાવૃત્ત કર્યું છે (અર્થાત્ બાહ્ય પદાર્થો સંબંધી કુતૂહલનો જેણે અભાવ કર્યો
છે) એવા નિજ પરમાત્માને કોઈ આત્માભવ્ય જીવજાણે છે.આમ આ ખરેખર
સ્વભાવવાદ છે. આનાથી વિપરીત વિતર્ક (વિચાર) તે ખરેખર વિભાવવાદ છે, પ્રાથમિક
શિષ્યનો અભિપ્રાય છે.
૧. નિરતિશય = જેનાથી બીજું કોઈ ચડિયાતું નથી એવી; અનુત્તમ; શ્રેષ્ઠ; અજોડ.
૨. કૌતૂહલ = ઇન્તેજારી; ઉત્સુકતા; આશ્ચર્ય; કૌતુક.

Page 337 of 380
PDF/HTML Page 366 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૩૭
तथैव ज्ञानज्ञेयविकल्पाभावात् सोऽयमात्मात्मनि तिष्ठति हंहो प्राथमिकशिष्य
अग्निवदयमात्मा किमचेतनः किं बहुना तमात्मानं ज्ञानं न जानाति चेद् देवदत्त-
रहितपरशुवत् इदं हि नार्थक्रियाकारि, अत एव आत्मनः सकाशाद् व्यतिरिक्तं भवति तन्न
खलु सम्मतं स्वभाववादिनामिति
तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः
(अनुष्टुभ्)
‘‘ज्ञानस्वभावः स्यादात्मा स्वभावावाप्तिरच्युतिः
तस्मादच्युतिमाकांक्षन् भावयेज्ज्ञानभावनाम् ।।’’
તે (વિપરીત વિતર્કપ્રાથમિક શિષ્યનો અભિપ્રાય) કયા પ્રકારે છે? (તે આ
પ્રકારે છેઃ) ‘પૂર્વોક્તસ્વરૂપ (જ્ઞાનસ્વરૂપ) આત્માને આત્મા ખરેખર જાણતો નથી,
સ્વરૂપમાં અવસ્થિત રહે છે (આત્મામાં માત્ર સ્થિત રહે છે). જેવી રીતે ઉષ્ણતાસ્વરૂપ
અગ્નિના સ્વરૂપને (અર્થાત્ અગ્નિને) શું અગ્નિ જાણે છે? (નથી જ જાણતો.) તેવી જ
રીતે જ્ઞાનજ્ઞેય સંબંધી વિકલ્પના અભાવથી આ આત્મા આત્મામાં (માત્ર) સ્થિત રહે છે
(
આત્માને જાણતો નથી).’
(ઉપરોક્ત વિતર્કનો ઉત્તરઃ) ‘હે પ્રાથમિક શિષ્ય! અગ્નિની માફક શું આ
આત્મા અચેતન છે (કે જેથી તે પોતાને ન જાણે)? વધારે શું કહેવું? (સંક્ષેપમાં,) જો તે
આત્માને જ્ઞાન ન જાણે તો તે જ્ઞાન, દેવદત્ત વિનાની કુહાડીની માફક,
*અર્થક્રિયાકારી ન
ઠરે, અને તેથી તે આત્માથી ભિન્ન ઠરે! તે તો (અર્થાત્ જ્ઞાન ને આત્માની સર્વથા ભિન્નતા
તો) ખરેખર સ્વભાવવાદીઓને સંમત નથી. (માટે નક્કી કર કે જ્ઞાન આત્માને જાણે છે.)’
એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૧૭૪મા શ્લોક
દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થ] આત્મા જ્ઞાનસ્વભાવ છે; સ્વભાવની પ્રાપ્તિ તે અચ્યુતિ (અવિનાશી
*અર્થક્રિયાકારી = પ્રયોજનભૂત ક્રિયા કરનારું. (જેમ દેવદત્ત વગરની એકલી કુહાડી અર્થક્રિયા
કાપવાની ક્રિયાકરતી નથી, તેમ જો જ્ઞાન આત્માને જાણતું ન હોય તો જ્ઞાને પણ અર્થક્રિયા
જાણવાની ક્રિયાન કરી; તેથી જેમ અર્થક્રિયાશૂન્ય કુહાડી દેવદત્તથી ભિન્ન છે તેમ અર્થક્રિયાશૂન્ય
જ્ઞાન આત્માથી ભિન્ન હોવું જોઈએ! પરંતુ તે તો સ્પષ્ટપણે વિરુદ્ધ છે. માટે જ્ઞાન આત્માને જાણે
જ છે.)

Page 338 of 380
PDF/HTML Page 367 of 409
single page version

૩૩
૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
तथा हि
(मंदाक्रांता)
ज्ञानं तावद्भवति सुतरां शुद्धजीवस्वरूपं
स्वात्मात्मानं नियतमधुना तेन जानाति चैकम्
तच्च ज्ञानं स्फु टितसहजावस्थयात्मानमारात
नो जानाति स्फु टमविचलाद्भिन्नमात्मस्वरूपात।।२८६।।
तथा चोक्त म्
‘‘णाणं अव्विदिरित्तं जीवादो तेण अप्पगं मुणइ
जदि अप्पगं ण जाणइ भिण्णं तं होदि जीवादो ।।’’
अप्पाणं विणु णाणं णाणं विणु अप्पगो ण संदेहो
तम्हा सपरपयासं णाणं तह दंसणं होदि ।।१७१।।
आत्मानं विद्धि ज्ञानं ज्ञानं विद्धयात्मको न संदेहः
तस्मात्स्वपरप्रकाशं ज्ञानं तथा दर्शनं भवति ।।१७१।।
દશા) છે; માટે અચ્યુતિને (અવિનાશીપણાને, શાશ્વત અવસ્થાને) ઇચ્છનાર જીવે જ્ઞાનની
ભાવના ભાવવી.’’
વળી (આ ૧૭૦ મી ગાથાની ટીકાના કળશરૂપે ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થ] જ્ઞાન તો બરાબર શુદ્ધજીવનું સ્વરૂપ છે; તેથી (અમારો) નિજ આત્મા
હમણાં (સાધક દશામાં) એક (પોતાના) આત્માને નિયમથી (નિશ્ચયથી) જાણે છે. અને, જો
તે જ્ઞાન પ્રગટ થયેલી સહજ અવસ્થા વડે સીધું (પ્રત્યક્ષપણે) આત્માને ન જાણે તો તે જ્ઞાન
અવિચળ આત્મસ્વરૂપથી અવશ્ય ભિન્ન ઠરે! ૨૮૬.
વળી એવી રીતે (અન્યત્ર ગાથા દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[ગાથાર્થઃ] જ્ઞાન જીવથી અભિન્ન છે તેથી તે આત્માને જાણે છે; જો જ્ઞાન
આત્માને ન જાણે તો તે જીવથી ભિન્ન ઠરે!’’
રે! જીવ છે તે જ્ઞાન છે, ને જ્ઞાન છે તે જીવ છે;
તે કારણે નિજપરપ્રકાશક જ્ઞાન તેમ જ દ્રષ્ટિ છે. ૧૭૧.
અન્વયાર્થ[आत्मानं ज्ञानं विद्धि] આત્માને જ્ઞાન જાણ, અને [ज्ञानम् आत्मकः

Page 339 of 380
PDF/HTML Page 368 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૩૯
गुणगुणिनोः भेदाभावस्वरूपाख्यानमेतत
सकलपरद्रव्यपराङ्मुखमात्मानं स्वस्वरूपपरिच्छित्तिसमर्थसहजज्ञानस्वरूपमिति हे शिष्य
त्वं विद्धि जानीहि तथा विज्ञानमात्मेति जानीहि तत्त्वं स्वपरप्रकाशं ज्ञानदर्शनद्वितयमित्यत्र
संदेहो नास्ति
(अनुष्टुभ्)
आत्मानं ज्ञानद्रग्रूपं विद्धि द्रग्ज्ञानमात्मकं
स्वं परं चेति यत्तत्त्वमात्मा द्योतयति स्फु टम् ।।२८७।।
जाणंतो पस्संतो ईहापुव्वं ण होइ केवलिणो
केवलिणाणी तम्हा तेण दु सोऽबंधगो भणिदो ।।१७२।।
जानन् पश्यन्नीहापूर्वं न भवति केवलिनः
केवलज्ञानी तस्मात् तेन तु सोऽबन्धको भणितः ।।१७२।।
विद्धि] જ્ઞાન આત્મા છે એમ જાણ;[न संदेहः] આમાં સંદેહ નથી. [तस्मात्] તેથી
[ज्ञानं] જ્ઞાન [तथा] તેમ જ [दर्शनं] દર્શન [स्वपरप्रकाशं] સ્વપરપ્રકાશક [भवति] છે.
ટીકાઆ, ગુણ-ગુણીમાં ભેદનો અભાવ હોવારૂપ સ્વરૂપનું કથન છે.
હે શિષ્ય! સર્વ પરદ્રવ્યથી પરાઙ્મુખ આત્માને તું નિજ સ્વરૂપને જાણવામાં સમર્થ
સહજજ્ઞાનસ્વરૂપ જાણ, તથા જ્ઞાન આત્મા છે એમ જાણ. માટે તત્ત્વ (સ્વરૂપ) એમ
છે કે જ્ઞાન તથા દર્શન બન્ને સ્વપરપ્રકાશક છે. આમાં સંદેહ નથી.
[હવે આ ૧૭૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છેઃ]
[શ્લોકાર્થ] આત્માને જ્ઞાનદર્શનરૂપ જાણ અને જ્ઞાનદર્શનને આત્મા જાણ; સ્વ
અને પર એવા તત્ત્વને (સમસ્ત પદાર્થોને) આત્મા સ્પષ્ટપણે પ્રકાશે છે. ૨૮૭.
જાણે અને દેખે છતાં ઇચ્છા ન કેવળીજિનને;
ને તેથી ‘કેવળજ્ઞાની’ તેમ ‘અબંધ’ ભાખ્યા તેમને. ૧૭૨.
અન્વયાર્થ[जानन् पश्यन्] જાણતા અને દેખતા હોવા છતાં, [केवलिनः]

Page 340 of 380
PDF/HTML Page 369 of 409
single page version

૩૪
૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
सर्वज्ञवीतरागस्य वांछाभावत्वमत्रोक्त म्
भगवानर्हत्परमेष्ठी साद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारेण केवलज्ञानादि-
शुद्धगुणानामाधारभूतत्वात् विश्वमश्रान्तं जानन्नपि पश्यन्नपि वा मनःप्रवृत्तेरभावादीहापूर्वकं
वर्तनं न भवति तस्य केवलिनः परमभट्टारकस्य, तस्मात् स भगवान् केवलज्ञानीति प्रसिद्धः,
पुनस्तेन कारणेन स भगवान् अबन्धक इति
तथा चोक्तं श्रीप्रवचनसारे
‘‘ण वि परिणमदि ण गेण्हदि उप्पज्जदि णेव तेसु अट्ठेसु
जाणण्णवि ते आदा अबंधगो तेण पण्णत्तो ।।’’
तथा हि
કેવળીને [ईहापूर्वं] ઇચ્છાપૂર્વક (વર્તન) [न भवति] હોતું નથી; [तस्मात्] તેથી તેમને
[केवलज्ञानी] ‘કેવળજ્ઞાની’ કહ્યા છે; [तेन तु] વળી તેથી [सः अबन्धकः भणितः] અબંધક
કહ્યા છે.
ટીકાઅહીં, સર્વજ્ઞ વીતરાગને વાંછાનો અભાવ હોય છે એમ કહ્યું છે.
ભગવાન અર્હંત પરમેષ્ઠી સાદિ-અનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્ભૂત-
વ્યવહારથી કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણોના આધારભૂત હોવાને લીધે વિશ્વને નિરંતર જાણતા
હોવા છતાં અને દેખતા હોવા છતાં, તે પરમ ભટ્ટારક કેવળીને મનપ્રવૃત્તિનો (મનની
પ્રવૃત્તિનો, ભાવમનપરિણતિનો) અભાવ હોવાથી ઇચ્છાપૂર્વક વર્તન હોતું નથી; તેથી તે
ભગવાન ‘કેવળજ્ઞાની’ તરીકે પ્રસિદ્ધ છે; વળી તે કારણથી તે ભગવાન અબંધક છે.
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૫૨મી ગાથા
દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[ગાથાર્થઃ] (કેવળજ્ઞાની) આત્મા પદાર્થોને જાણતો હોવા છતાં તે-રૂપે
પરિણમતો નથી, તેમને ગ્રહતો નથી અને તે પદાર્થોરૂપે ઉત્પન્ન થતો નથી તેથી તેને
અબંધક કહ્યો છે.’’
વળી (આ ૧૭૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છે)ઃ

Page 341 of 380
PDF/HTML Page 370 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૪૧
(मंदाक्रांता)
जानन् सर्वं भुवनभवनाभ्यन्तरस्थं पदार्थं
पश्यन् तद्वत
् सहजमहिमा देवदेवो जिनेशः
मोहाभावादपरमखिलं नैव गृह्णाति नित्यं
ज्ञानज्योतिर्हतमलकलिः सर्वलोकैकसाक्षी
।।२८८।।
परिणामपुव्ववयणं जीवस्स य बंधकारणं होइ
परिणामरहियवयणं तम्हा णाणिस्स ण हि बंधो ।।१७३।।
ईहापुव्वं वयणं जीवस्स य बंधकारणं होइ
ईहारहियं वयणं तम्हा णाणिस्स ण हि बंधो ।।१७४।।
परिणामपूर्ववचनं जीवस्य च बंधकारणं भवति
परिणामरहितवचनं तस्माज्ज्ञानिनो न हि बंधः ।।१७३।।
ईहापूर्वं वचनं जीवस्य च बंधकारणं भवति
ईहारहितं वचनं तस्माज्ज्ञानिनो न हि बंधः ।।१७४।।
[શ્લોકાર્થ] સહજમહિમાવંત દેવાધિદેવ જિનેશ લોકરૂપી ભવનની અંદર રહેલા
સર્વ પદાર્થોને જાણતા હોવા છતાં, તેમ જ દેખતા હોવા છતાં, મોહના અભાવને લીધે સમસ્ત
પરને (
કોઈ પણ પર પદાર્થને) નિત્ય (કદાપિ) ગ્રહતા નથી જ; (પરંતુ) જેમણે
જ્ઞાનજ્યોતિ વડે મળરૂપ ક્લેશનો નાશ કર્યો છે એવા તે જિનેશ સર્વ લોકના એક સાક્ષી
(
કેવળ જ્ઞાતાદ્રષ્ટા) છે. ૨૮૮.
પરિણામપૂર્વક વચન જીવને બંધકારણ થાય છે;
પરિણામ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭૩.
અભિલાષપૂર્વક વચન જીવને બંધકારણ થાય છે;
અભિલાષ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭૪.
અન્વયાર્થ[परिणामपूर्ववचनं] પરિણામપૂર્વક (મનપરિણામપૂર્વક) વચન [जीवस्य
च] જીવને [बंधकारणं] બંધનું કારણ [भवति] છે; [परिणामरहितवचनं] (જ્ઞાનીને)

Page 342 of 380
PDF/HTML Page 371 of 409
single page version

૩૪૨
]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
इह हि ज्ञानिनो बंधाभावस्वरूपमुक्त म्
सम्यग्ज्ञानी जीवः क्वचित् कदाचिदपि स्वबुद्धिपूर्वकं वचनं न वक्ति
स्वमनःपरिणामपूर्वकमिति यावत कुतः ? अमनस्काः केवलिनः इति वचनात अतः
कारणाज्जीवस्य मनःपरिणतिपूर्वकं वचनं बंधकारणमित्यर्थः, मनःपरिणामपूर्वकं वचनं केवलिनो
न भवति; ईहापूर्वं वचनमेव साभिलाषात्मकजीवस्य बंधकारणं भवति, केवलि-
मुखारविन्दविनिर्गतो दिव्यध्वनिरनीहात्मकः समस्तजनहृदयाह्लादकारणम्; ततः सम्यग्ज्ञानिनो
बंधाभाव इति
પરિણામરહિત વચન હોય છે [तस्मात्] તેથી [ज्ञानिनः] જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) [हि]
ખરેખર [बंधः न] બંધ નથી.
[ईहापूर्वं] ઇચ્છાપૂર્વક [वचनं] વચન [जीवस्य च] જીવને [बंधकारणं] બંધનું કારણ
[भवति] છે; [ईहारहितं वचनं] (જ્ઞાનીને) ઇચ્છારહિત વચન હોય છે [तस्मात्] તેથી
[ज्ञानिनः] જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) [हि] ખરેખર [बंधः न] બંધ નથી.
ટીકાઅહીં ખરેખર જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) બંધના અભાવનું સ્વરૂપ કહ્યું
છે.
સમ્યગ્જ્ઞાની (કેવળજ્ઞાની) જીવ ક્યાંય ક્યારેય સ્વબુદ્ધિપૂર્વક અર્થાત્ સ્વમન-
પરિણામપૂર્વક વચન બોલતો નથી. કેમ? ‘अमनस्काः केवलिनः (કેવળીઓ મનરહિત છે)’
એવું (શાસ્ત્રનું) વચન હોવાથી. આ કારણથી (એમ સમજવું કે)જીવને મનપરિણતિપૂર્વક
વચન બંધનું કારણ છે એવો અર્થ છે અને મનપરિણતિપૂર્વક વચન તો કેવળીને હોતું
નથી; (વળી) ઇચ્છાપૂર્વક વચન જ
*સાભિલાષસ્વરૂપ જીવને બંધનું કારણ છે અને
કેવળીના મુખારવિંદમાંથી નીકળતો, સમસ્ત જનોનાં હૃદયને આહ્લાદના કારણભૂત
દિવ્યધ્વનિ તો અનિચ્છાત્મક (ઇચ્છારહિત) હોય છે; માટે સમ્યગ્જ્ઞાનીને (કેવળજ્ઞાનીને)
બંધનો અભાવ છે.
[હવે આ ૧૭૩-૧૭૪મી ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ
શ્લોક કહે છેઃ]
*સાભિલાષસ્વરૂપ = જેનું સ્વરૂપ સાભિલાષ (ઇચ્છાયુક્ત) હોય એવા

Page 343 of 380
PDF/HTML Page 372 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૪૩
(मंदाक्रांता)
ईहापूर्वं वचनरचनारूपमत्रास्ति नैव
तस्मादेषः प्रकटमहिमा विश्वलोकैकभर्ता
अस्मिन् बंधः कथमिव भवेद्द्रव्यभावात्मकोऽयं
मोहाभावान्न खलु निखिलं रागरोषादिजालम् ।।२८9।।
(मंदाक्रांता)
एको देवस्त्रिभुवनगुरुर्नष्टकर्माष्टकार्धः
सद्बोधस्थं भुवनमखिलं तद्गतं वस्तुजालम्
आरातीये भगवति जिने नैव बंधो न मोक्षः
तस्मिन् काचिन्न भवति पुनर्मूर्च्छना चेतना च
।।9।।
(मंदाक्रांता)
न ह्येतस्मिन् भगवति जिने धर्मकर्मप्रपंचो
रागाभावादतुलमहिमा राजते वीतरागः
एषः श्रीमान् स्वसुखनिरतः सिद्धिसीमन्तिनीशो
ज्ञानज्योतिश्छुरितभुवनाभोगभागः समन्तात
।।9।।
[શ્લોકાર્થ] આમનામાં (કેવળી ભગવાનમાં) ઇચ્છાપૂર્વક વચનરચનાનું સ્વરૂપ
નથી જ; તેથી તેઓ પ્રગટ-મહિમાવંત છે અને સમસ્ત લોકના એક (અનન્ય) નાથ છે. તેમને
દ્રવ્યભાવસ્વરૂપ એવો આ બંધ કઈ રીતે થાય? (કારણ કે) મોહના અભાવને લીધે તેમને
ખરેખર સમસ્ત રાગદ્વેષાદિ સમૂહ તો છે નહિ. ૨૮૯.
[શ્લોકાર્થ] ત્રણ લોકના જેઓ ગુરુ છે, ચાર કર્મનો જેમણે નાશ કર્યો છે અને
આખો લોક તથા તેમાં રહેલો પદાર્થસમૂહ જેમના સદ્જ્ઞાનમાં સ્થિત છે, તે (જિન ભગવાન)
એક જ દેવ છે. તે નિકટ (સાક્ષાત
્) જિન ભગવાનને વિષે નથી બંધ કે નથી મોક્ષ, તેમ
જ તેમનામાં નથી કોઈ મૂર્છા કે નથી કોઈ ચેતના (કારણ કે દ્રવ્યસામાન્યનો પૂર્ણ આશ્રય
છે.) ૨૯૦.
[શ્લોકાર્થ] આ જિન ભગવાનમાં ખરેખર ધર્મ અને કર્મનો પ્રપંચ નથી (અર્થાત
૧. મૂર્છા = બેભાનપણું; બેશુદ્ધિ; અજ્ઞાનદશા.
૨. ચેતના = ભાનવાળી દશા; શુદ્ધિ; જ્ઞાનદશા.

Page 344 of 380
PDF/HTML Page 373 of 409
single page version

૩૪
૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ठाणणिसेज्जविहारा ईहापुव्वं ण होइ केवलिणो
तम्हा ण होइ बंधो साक्खट्ठं मोहणीयस्स ।।१७५।।
स्थाननिषण्णविहारा ईहापूर्वं न भवन्ति केवलिनः
तस्मान्न भवति बंधः साक्षार्थं मोहनीयस्य ।।१७५।।
केवलिभट्टारकस्यामनस्कत्वप्रद्योतनमेतत
भगवतः परमार्हन्त्यलक्ष्मीविराजमानस्य केवलिनः परमवीतरागसर्वज्ञस्य ईहापूर्वकं
न किमपि वर्तनम्; अतः स भगवान् न चेहते मनःप्रवृत्तेरभावात्; अमनस्काः
केवलिनः इति वचनाद्वा न तिष्ठति नोपविशति न चेहापूर्वं श्रीविहारादिकं करोति
સાધકદશામાં જે શુદ્ધિ અને અશુદ્ધિના ભેદપ્રભેદો વર્તતા હોય છે તે જિન ભગવાનમાં નથી);
રાગના અભાવને લીધે અતુલ-મહિમાવંત એવા તે (ભગવાન) વીતરાગપણે વિરાજે છે. તે
શ્રીમાન (શોભાવંત ભગવાન) નિજસુખમાં લીન છે, મુક્તિરૂપી સ્ત્રીના નાથ છે અને
જ્ઞાનજ્યોતિ વડે તેમણે લોકના વિસ્તારને સર્વતઃ છાઈ દીધો છે. ૨૯૧.
અભિલાષપૂર્વ વિહાર, આસન, સ્થાન નહિ જિનદેવને,
તેથી નથી ત્યાં બંધ; બંધન મોહવશ સાક્ષાર્થને. ૧૭૫.
અન્વયાર્થ[केवलिनः] કેવળીને [स्थाननिषप्णविहाराः] ઊભા રહેવું, બેસવું અને
વિહાર [ईहापूर्वं] ઇચ્છાપૂર્વક [न भवन्ति] હોતાં નથી, [तस्मात्] તેથી [बंधः न भवति]
તેમને બંધ નથી; [मोहनीयस्य] મોહનીયવશ જીવને [साक्षार्थम्] ઇન્દ્રિયવિષયસહિતપણે બંધ
થાય છે.
ટીકાઆ, કેવળીભટ્ટારકને મનરહિતપણાનું પ્રકાશન છે (અર્થાત્ અહીં કેવળી-
ભગવાનનું મનરહિતપણું દર્શાવ્યું છે).
અર્હંતયોગ્ય પરમ લક્ષ્મીથી વિરાજમાન, પરમવીતરાગ સર્વજ્ઞ કેવળીભગવાનને
ઇચ્છાપૂર્વક કાંઈ પણ વર્તન હોતું નથી; તેથી તે ભગવાન (કાંઈ) ઇચ્છતા નથી, કારણ કે
મનપ્રવૃત્તિનો અભાવ છે; અથવા, તેઓ ઇચ્છાપૂર્વક ઊભા રહેતા નથી, બેસતા નથી કે
શ્રીવિહારાદિક કરતા નથી, કારણ કે
‘अमनस्काः केवलिनः (કેવળીઓ મનરહિત છે)’ એવું
શાસ્ત્રનું વચન છે. માટે તે તીર્થંકર-પરમદેવને દ્રવ્યભાવસ્વરૂપ ચતુર્વિધ બંધ (પ્રકૃતિબંધ,

Page 345 of 380
PDF/HTML Page 374 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૪૫
ततस्तस्य तीर्थकरपरमदेवस्य द्रव्यभावात्मकचतुर्विधबंधो न भवति स च बंधः
पुनः किमर्थं जातः कस्य संबंधश्च ? मोहनीयकर्मविलासविजृंभितः, अक्षार्थमिन्द्रियार्थं तेन
सह यः वर्तत इति साक्षार्थं मोहनीयस्य वशगतानां साक्षार्थप्रयोजनानां संसारिणामेव
बंध इति
तथा चोक्तं श्रीप्रवचनसारे
‘‘ठाणणिसेज्जविहारा धम्मुवदेसो य णियदयो तेसिं
अरहंताणं काले मायाचारो व्व इत्थीणं ।।’’
(शार्दूलविक्रीडित)
देवेन्द्रासनकंपकारणमहत्कैवल्यबोधोदये
मुक्ति श्रीललनामुखाम्बुजरवेः सद्धर्मरक्षामणेः
सर्वं वर्तनमस्ति चेन्न च मनः सर्वं पुराणस्य तत
सोऽयं नन्वपरिप्रमेयमहिमा पापाटवीपावकः ।।9।।
પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ) થતો નથી.
વળી, તે બંધ (૧) કયા કારણે થાય છે અને (૨) કોને થાય છે? (૧) બંધ
મોહનીયકર્મના વિલાસથી ઉત્પન્ન થાય છે. (૨) ‘અક્ષાર્થ’ એટલે ઇન્દ્રિયાર્થ
(ઇન્દ્રિયવિષય); અક્ષાર્થ સહિત હોય તે ‘સાક્ષાર્થ’; મોહનીયને વશ થયેલા, સાક્ષાર્થપ્રયોજન
(
ઇન્દ્રિયવિષયરૂપ પ્રયોજનવાળા) સંસારીઓને જ બંધ થાય છે.
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૪૪મી ગાથા
દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[ગાથાર્થઃ] તે અર્હંતભગવંતોને તે કાળે ઊભા રહેવું, બેસવું, વિહાર અને
ધર્મોપદેશ, સ્ત્રીઓને માયાચારની માફક, સ્વાભાવિક જપ્રયત્ન વિના જહોય
છે.’’
[હવે આ ૧૭૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છેઃ]
[શ્લોકાર્થ] દેવેંદ્રોનાં આસન કંપાયમાન થવાના કારણભૂત મહા કેવળજ્ઞાનનો

Page 346 of 380
PDF/HTML Page 375 of 409
single page version

૩૪
૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
आउस्स खयेण पुणो णिण्णासो होइ सेसपयडीणं
पच्छा पावइ सिग्घं लोयग्गं समयमेत्तेण ।।१७६।।
आयुषः क्षयेण पुनः निर्नाशो भवति शेषप्रकृतीनाम्
पश्चात्प्राप्नोति शीघ्रं लोकाग्रं समयमात्रेण ।।१७६।।
शुद्धजीवस्य स्वभावगतिप्राप्त्युपायोपन्यासोऽयम्
स्वभावगतिक्रियापरिणतस्य षटकापक्रमविहीनस्य भगवतः सिद्धक्षेत्राभिमुखस्य
ध्यानध्येयध्यातृतत्फलप्राप्तिप्रयोजनविकल्पशून्येन स्वस्वरूपाविचलस्थितिरूपेण परमशुक्लध्यानेन
आयुःकर्मक्षये जाते वेदनीयनामगोत्राभिधानशेषप्रकृतीनां निर्नाशो भवति
शुद्धनिश्चयनयेन
ઉદય થતાં, જે મુક્તિલક્ષ્મીરૂપી સ્ત્રીના મુખકમળના સૂર્ય છે અને સદ્ધર્મના *રક્ષામણિ છે
એવા પુરાણ પુરુષને બધું વર્તન ભલે હોય તોપણ મન સઘળુંય હોતું નથી; તેથી તેઓ
(કેવળજ્ઞાની પુરાણપુરુષ) ખરેખર અગમ્ય મહિમાવંત છે અને પાપરૂપી વનને બાળનાર
અગ્નિ સમાન છે. ૨૯૨.
આયુક્ષયે ત્યાં શેષ સર્વે કર્મનો ક્ષય થાય છે;
પછી સમયમાત્રે શીઘ્ર તે લોકાગ્ર પહોંચી જાય છે. ૧૭૬.
અન્વયાર્થ[पुनः] વળી (કેવળીને) [आयुषः क्षयेण] આયુના ક્ષયથી [शेषप्रकृतीनाम्]
શેષ પ્રકૃતિઓનો [निर्नाशः] સંપૂર્ણ નાશ [भवति] થાય છે; [पश्चात्] પછી તે [शीघ्रं] શીઘ્ર
[समयमात्रेण] સમયમાત્રમાં [लोकाग्रं] લોકાગ્રે [प्राप्नोति] પહોંચે છે.
ટીકાઆ, શુદ્ધ જીવને સ્વભાવગતિની પ્રાપ્તિ થવાના ઉપાયનું કથન છે.
સ્વભાવગતિક્રિયારૂપે પરિણત, છ +અપક્રમથી રહિત, સિદ્ધક્ષેત્રસંમુખ ભગવાનને પરમ
શુક્લધ્યાન વડેકે જે (શુક્લધ્યાન) ધ્યાન-ધ્યેય-ધ્યાતા સંબંધી, તેની ફળપ્રાપ્તિ સંબંધી અને
તેના પ્રયોજન સંબંધી વિકલ્પો વિનાનું છે અને નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ છે તેના
*રક્ષામણિ = આપત્તિઓથી અથવા પિશાચ વગેરેથી પોતાની જાતને બચાવવા માટે પહેરવામાં આવતો
મણિ. (કેવળીભગવાન સદ્ધર્મના રક્ષણ માટે
અસદ્ધર્મથી બચવા માટેરક્ષામણિ છે.)
+સંસારી જીવને અન્ય ભવમાં જતાં ‘છ દિશાઓમાં ગમન’ થાય છે તેને ‘છ અપક્રમ’ કહેવામાં
આવે છે.

Page 347 of 380
PDF/HTML Page 376 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૪૭
स्वस्वरूपे सहजमहिम्नि लीनोऽपि व्यवहारेण स भगवान् क्षणार्धेन लोकाग्रं प्राप्नोतीति
(अनुष्टुभ्)
षटकापक्रमयुक्तानां भविनां लक्षणात् पृथक्
सिद्धानां लक्षणं यस्मादूर्ध्वगास्ते सदा शिवाः ।।9।।
(मंदाक्रांता)
बन्धच्छेदादतुलमहिमा देवविद्याधराणां
प्रत्यक्षोऽद्य स्तवनविषयो नैव सिद्धः प्रसिद्धः
लोकस्याग्रे व्यवहरणतः संस्थितो देवदेवः
स्वात्मन्युच्चैरविचलतया निश्चयेनैवमास्ते
।।9।।
(अनुष्टुभ्)
पंचसंसारनिर्मुक्तान् पंचसंसारमुक्त ये
पंचसिद्धानहं वंदे पंचमोक्षफलप्रदान् ।।9।।
વડેઆયુકર્મનો ક્ષય થતાં, વેદનીય, નામ ને ગોત્ર નામની શેષ પ્રકૃતિઓનો સંપૂર્ણ નાશ
થાય છે (અર્થાત્ ભગવાનને શુક્લધ્યાન વડે આયુકર્મનો ક્ષય થતાં બાકીનાં ત્રણ કર્મોનો પણ
ક્ષય થાય છે અને સિદ્ધક્ષેત્ર તરફ સ્વભાવગતિક્રિયા થાય છે). શુદ્ધનિશ્ચયનયથી સહજ-
મહિમાવાળા નિજ સ્વરૂપમાં લીન હોવા છતાં વ્યવહારે તે ભગવાન અર્ધ ક્ષણમાં
(સમયમાત્રમાં) લોકાગ્રે પહોંચે છે.
[હવે આ ૧૭૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થ
] જેઓ છ અપક્રમ સહિત છે એવા ભવવાળા જીવોના
(સંસારીઓના) લક્ષણથી સિદ્ધોનું લક્ષણ ભિન્ન છે, તેથી તે સિદ્ધો ઊર્ધ્વગામી છે અને સદા
શિવ (નિરંતર સુખી) છે. ૨૯૩.
[શ્લોકાર્થ] બંધનો છેદ થવાથી જેમનો અતુલ મહિમા છે એવા (અશરીરી અને
લોકાગ્રસ્થિત) સિદ્ધભગવાન હવે દેવો અને વિદ્યાધરોના પ્રત્યક્ષ સ્તવનનો વિષય નથી જ
એમ પ્રસિદ્ધ છે. તે દેવાધિદેવ વ્યવહારથી લોકના અગ્રે સુસ્થિત છે અને નિશ્ચયથી નિજ
આત્મામાં એમ ને એમ અત્યંત અવિચળપણે રહે છે. ૨૯૪.
[શ્લોકાર્થ] (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ ને ભાવએવાં પાંચ પરાવર્તનરૂપ) પાંચ

Page 348 of 380
PDF/HTML Page 377 of 409
single page version

૩૪
૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
जाइजरमरणरहियं परमं कम्मट्ठवज्जियं सुद्धं
णाणाइचउसहावं अक्खयमविणासमच्छेयं ।।१७७।।
जातिजरामरणरहितं परमं कर्माष्टवर्जितं शुद्धम्
ज्ञानादिचतुःस्वभावं अक्षयमविनाशमच्छेद्यम् ।।१७७।।
कारणपरमतत्त्वस्वरूपाख्यानमेतत
निसर्गतः संसृतेरभावाज्जातिजरामरणरहितम्, परमपारिणामिकभावेन परमस्वभाव-
त्वात्परमम्, त्रिकालनिरुपाधिस्वरूपत्वात् कर्माष्टकवर्जितम्, द्रव्यभावकर्मरहितत्वाच्छुद्धम्,
सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजचिच्छक्ति मयत्वाज्ज्ञानादिचतुःस्वभावम्, सादिसनिधन-
પ્રકારના સંસારથી મુક્ત, પાંચ પ્રકારના મોક્ષરૂપી ફળને દેનારા (અર્થાત્ દ્રવ્યપરાવર્તન,
ક્ષેત્રપરાવર્તન, કાળપરાવર્તન, ભવપરાવર્તન ને ભાવપરાવર્તનથી મુક્ત કરનારા), પંચપ્રકાર
સિદ્ધોને (અર્થાત
્ પાંચ પ્રકારની મુક્તિનેસિદ્ધિનેપ્રાપ્ત સિદ્ધભગવંતોને) હું પાંચ પ્રકારના
સંસારથી મુક્ત થવા માટે વંદું છું. ૨૯૫.
કર્માષ્ટવર્જિત, પરમ, જન્મજરામરણહીન, શુદ્ધ છે,
જ્ઞાનાદિ ચાર સ્વભાવ છે, અક્ષય, અનાશ, અછેદ્ય છે. ૧૭૭.
અન્વયાર્થ(પરમાત્મતત્ત્વ) [जातिजरामरणरहितम्] જન્મ-જરા-મરણ રહિત, [परमम्]
પરમ, [कर्माष्टवर्जितम्] આઠ કર્મ વિનાનું, [शुद्धम्] શુદ્ધ, [ज्ञानादिचतुःस्वभावम्] જ્ઞાનાદિક ચાર
સ્વભાવવાળું, [अक्षयम्] અક્ષય, [अविनाशम्] અવિનાશી અને [अच्छेद्यम्] અચ્છેદ્ય છે.
ટીકા(જેનો સંપૂર્ણ આશ્રય કરવાથી સિદ્ધ થવાય છે એવા) કારણપરમતત્ત્વના
સ્વરૂપનું આ કથન છે.
(કારણપરમતત્ત્વ આવું છેઃ) નિસર્ગથી (સ્વભાવથી) સંસારનો અભાવ હોવાને
લીધે જન્મ-જરા-મરણ રહિત છે; પરમ-પારિણામિકભાવ વડે પરમસ્વભાવવાળું હોવાને લીધે
પરમ છે; ત્રણે કાળે નિરુપાધિ-સ્વરૂપવાળું હોવાને લીધે આઠ કર્મ વિનાનું છે; દ્રવ્યકર્મ અને
ભાવકર્મ રહિત હોવાને લીધે શુદ્ધ છે; સહજજ્ઞાન, સહજદર્શન, સહજચારિત્ર અને
સહજચિત્શક્તિમય હોવાને લીધે જ્ઞાનાદિક ચાર સ્વભાવવાળું છે; સાદિ-સાંત, મૂર્ત
ઇન્દ્રિયાત્મક વિજાતીય-વિભાવવ્યંજનપર્યાય રહિત હોવાને લીધે અક્ષય છે; પ્રશસ્ત-અપ્રશસ્ત

Page 349 of 380
PDF/HTML Page 378 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૪૯
मूर्तेन्द्रियात्मकविजातीयविभावव्यंजनपर्यायवीतत्वादक्षयम्, प्रशस्ताप्रशस्तगतिहेतुभूतपुण्यपाप-
कर्मद्वन्द्वाभावादविनाशम्, वधबंधच्छेदयोग्यमूर्तिमुक्त त्वादच्छेद्यमिति
(मालिनी)
अविचलितमखंडज्ञानमद्वन्द्वनिष्ठं
निखिलदुरितदुर्गव्रातदावाग्निरूपम्
भज भजसि निजोत्थं दिव्यशर्मामृतं त्वं
सकलविमलबोधस्ते भवत्येव तस्मात
।।9।।
अव्वाबाहमणिंदियमणोवमं पुण्णपावणिम्मुक्कं
पुणरागमणविरहियं णिच्चं अचलं अणालंबं ।।१७८।।
अव्याबाधमतीन्द्रियमनुपमं पुण्यपापनिर्मुक्त म्
पुनरागमनविरहितं नित्यमचलमनालंबम् ।।१७८।।
ગતિના હેતુભૂત પુણ્ય-પાપકર્મરૂપ દ્વંદ્વનો અભાવ હોવાને લીધે અવિનાશી છે; વધ, બંધ અને
છેદને યોગ્ય મૂર્તિથી (મૂર્તિકતાથી) રહિત હોવાને લીધે અચ્છેદ્ય છે.
[હવે આ ૧૭૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છેઃ]
[શ્લોકાર્થ] અવિચળ, અખંડજ્ઞાનરૂપ, અદ્વંદ્વનિષ્ઠ (રાગદ્વેષાદિ દ્વંદ્વમાં નહિ
રહેલ) અને સમસ્ત પાપના દુસ્તર સમૂહને બાળવામાં દાવાનળ સમાનએવા સ્વોત્પન્ન
(પોતાથી ઉત્પન્ન થતા) દિવ્યસુખામૃતને (દિવ્યસુખામૃતસ્વભાવી આત્મતત્ત્વને)કે જેને
તું ભજી રહ્યો છે તેનેભજ; તેથી તને સકળ-વિમળ જ્ઞાન (કેવળજ્ઞાન) થશે
જ. ૨૯૬.
અનુપમ, અતીંદ્રિય, પુણ્યપાપવિમુક્ત, અવ્યાબાધ છે,
પુનરાગમન વિરહિત, નિરાલંબન, સુનિશ્ચળ, નિત્ય છે. ૧૭૮.
અન્વયાર્થ(પરમાત્મતત્ત્વ) [अव्याबाधम्] અવ્યાબાધ, [अतीन्द्रियम्] અતીંદ્રિય,
[अनुपमम्] અનુપમ, [पुण्यपापनिर्मुक्त म्] પુણ્યપાપ વિનાનું, [पुनरागमनविरहितम्] પુનરાગમન

Page 350 of 380
PDF/HTML Page 379 of 409
single page version

૩૫
૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अत्रापि निरुपाधिस्वरूपलक्षणपरमात्मतत्त्वमुक्त म्
अखिलदुरघवीरवैरिवरूथिनीसंभ्रमागोचरसहजज्ञानदुर्गनिलयत्वादव्याबाधम्, सर्वात्म-
प्रदेशभरितचिदानन्दमयत्वादतीन्द्रियम्, त्रिषु तत्त्वेषु विशिष्टत्वादनौपम्यम्, संसृति-
पुरंध्रिकासंभोगसंभवसुखदुःखाभावात्पुण्यपापनिर्मुक्त म्, पुनरागमनहेतुभूतप्रशस्ताप्रशस्तमोह-
रागद्वेषाभावात्पुनरागमनविरहितम्, नित्यमरणतद्भवमरणकारणकलेवरसंबन्धाभावान्नित्यम्,
निजगुणपर्यायप्रच्यवनाभावादचलम्, परद्रव्यावलम्बनाभावादनालम्बमिति
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
રહિત, [नित्यम्] નિત્ય, [अचलम्] અચળ અને [अनालंबम्] નિરાલંબ છે.
ટીકાઅહીં પણ, નિરુપાધિ સ્વરૂપ જેનું લક્ષણ છે એવું પરમાત્મતત્ત્વ કહ્યું
છે.
(પરમાત્મતત્ત્વ આવું છેઃ) સમસ્ત દુષ્ટ અઘરૂપી વીર શત્રુઓની સેનાના
ધાંધલને અગોચર એવા સહજજ્ઞાનરૂપી કિલ્લામાં રહેઠાણ હોવાને લીધે અવ્યાબાધ
(નિર્વિઘ્ન) છે; સર્વ આત્મપ્રદેશે ભરેલા ચિદાનંદમયપણાને લીધે અતીંદ્રિય છે; ત્રણ
તત્ત્વોમાં વિશિષ્ટ હોવાને લીધે (બહિરાત્મતત્ત્વ, અંતરાત્મતત્ત્વ અને પરમાત્મતત્ત્વ
ત્રણેમાં વિશિષ્ટ
ખાસ પ્રકારનુંઉત્તમ હોવાને લીધે) અનુપમ છે; સંસારરૂપી સ્ત્રીના
સંભોગથી ઉત્પન્ન થતાં સુખદુઃખનો અભાવ હોવાને લીધે પુણ્યપાપ વિનાનું છે;
પુનરાગમનના હેતુભૂત પ્રશસ્ત-અપ્રશસ્ત મોહરાગદ્વેષનો અભાવ હોવાને લીધે
પુનરાગમન રહિત છે; નિત્ય મરણના અને તે ભવ સંબંધી મરણના કારણભૂત
કલેવરના (શરીરના) સંબંધનો અભાવ હોવાને લીધે નિત્ય છે; નિજ ગુણો અને
પર્યાયોથી ચ્યુત નહિ થતું હોવાને લીધે અચળ છે; પરદ્રવ્યના અવલંબનનો અભાવ
હોવાને લીધે નિરાલંબ છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ
નામની ટીકામાં ૧૩૮મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
૧. અધ્યાત્મશાસ્ત્રોમાં ઘણાં સ્થળે પાપ તેમ જ પુણ્ય બન્નેને ‘અઘ’ અથવા ‘પાપ’ કહેવામાં આવે છે.
૨. પુનરાગમન = (ચાર ગતિમાંની કોઈ ગતિમાં) પાછા આવવું તે; ફરીને જન્મવું તે.
૩. નિત્ય મરણ = સમયે સમયે થતો આયુકર્મના નિષેકોનો ક્ષય

Page 351 of 380
PDF/HTML Page 380 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૫૧
(मंदाक्रांता)
‘‘आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः
सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमंधाः
एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातुः
शुद्धः शुद्धः स्वरसभरतः स्थायिभावत्वमेति
।।’’
तथा हि
(शार्दूलविक्रीडित)
भावाः पंच भवन्ति येषु सततं भावः परः पंचमः
स्थायी संसृतिनाशकारणमयं सम्यग्
द्रशां गोचरः
तं मुक्त्वाखिलरागरोषनिकरं बुद्ध्वा पुनर्बुद्धिमान्
एको भाति कलौ युगे मुनिपतिः पापाटवीपावकः
।।9।।
‘‘[શ્લોકાર્થ] (શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કેઃ) હે અંધ
પ્રાણીઓ! અનાદિ સંસારથી માંડીને પર્યાયે પર્યાયે આ રાગી જીવો સદાય મત્ત વર્તતા થકા
જે પદમાં સૂતા છે
ઊંઘે છે તે પદ અર્થાત્ સ્થાન અપદ છેઅપદ છે, (તમારું સ્થાન
નથી,) એમ તમે સમજો. (બે વાર કહેવાથી અતિ કરુણાભાવ સૂચિત થાય છે.) આ તરફ
આવો
આ તરફ આવો, (અહીં નિવાસ કરો,) તમારું પદ આ છેઆ છે જ્યાં શુદ્ધ-
શુદ્ધ ચૈતન્યધાતુ નિજ રસની અતિશયતાને લીધે સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે અર્થાત્ સ્થિર
છેઅવિનાશી છે. (અહીં ‘શુદ્ધ’ શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ બન્નેની શુદ્ધતા
સૂચવે છે. સર્વ અન્યદ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્યે શુદ્ધ છે અને પરના નિમિત્તે
થતા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે.)’’
વળી (આ ૧૭૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થ] ભાવો પાંચ છે, જેમાં આ પરમ પંચમ ભાવ (પરમ પારિણામિક
ભાવ) નિરંતર સ્થાયી છે, સંસારના નાશનું કારણ છે અને સમ્યગ્દ્રષ્ટિઓને ગોચર છે.
બુદ્ધિમાન પુરુષ સમસ્ત રાગદ્વેષના સમૂહને છોડીને તેમ જ તે પરમ પંચમ ભાવને જાણીને,
એકલો, કળિયુગમાં પાપવનના અગ્નિરૂપ મુનિવર તરીકે શોભે છે (અર્થાત
્ જે બુદ્ધિમાન
પુરુષ પરમ પારિણામિક ભાવનો ઉગ્રપણે આશ્રય કરે છે, તે જ એક પુરુષ પાપવનને
બાળવામાં અગ્નિ સમાન મુનિવર છે). ૨૯૭.