Page 32 of 380
PDF/HTML Page 61 of 409
single page version
सहजपरमपारिणामिकभावस्वभावस्य कारणसमयसारस्वरूपस्य निरावरणस्वभावस्य स्वस्वभाव- सत्तामात्रस्य परमचैतन्यसामान्यस्वरूपस्य अकृत्रिमपरमस्वस्वरूपाविचलस्थितिसनाथशुद्ध- चारित्रस्य नित्यशुद्धनिरंजनबोधस्य निखिलदुरघवीरवैरिसेनावैजयन्तीविध्वंसकारणस्य तस्य खलु स्वरूपश्रद्धानमात्रमेव
अन्या कार्यद्रष्टिः दर्शनज्ञानावरणीयप्रमुखघातिकर्मक्षयेण जातैव । अस्य खलु क्षायिकजीवस्य सकलविमलकेवलावबोधबुद्धभुवनत्रयस्य स्वात्मोत्थपरमवीतरागसुखसुधा- समुद्रस्य यथाख्याताभिधानकार्यशुद्धचारित्रस्य साद्यनिधनामूर्तातींद्रियस्वभावशुद्धसद्भूतव्यवहार- नयात्मकस्य त्रैलोक्यभव्यजनताप्रत्यक्षवंदनायोग्यस्य तीर्थकरपरमदेवस्य केवलज्ञानवदियमपि युगपल्लोकालोकव्यापिनी
પરભાવોને અગોચર એવો સહજ-પરમપારિણામિકભાવરૂપ જેનો સ્વભાવ છે, જે કારણસમયસારસ્વરૂપ છે, નિરાવરણ જેનો સ્વભાવ છે, જે નિજ સ્વભાવસત્તામાત્ર છે, જે પરમચૈતન્યસામાન્યસ્વરૂપ છે, જે અકૃત્રિમ પરમ સ્વ-સ્વરૂપમાં અવિચળસ્થિતિમય શુદ્ધચારિત્રસ્વરૂપ છે, જે નિત્ય-શુદ્ધ-નિરંજનજ્ઞાનસ્વરૂપ છે અને જે સમસ્ત દુષ્ટ પાપોરૂપ વીર દુશ્મનોની સેનાની ધજાના નાશનું કારણ છે એવા આત્માના ખરેખર છે).
બીજી કાર્યદ્રષ્ટિ દર્શનાવરણીય – જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે. આ ક્ષાયિક જીવને — જેણે સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન વડે ત્રણ ભુવનને જાણ્યા છે, નિજ આત્માથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતનો જે સમુદ્ર છે, જે યથાખ્યાત નામના કાર્યશુદ્ધચારિત્રસ્વરૂપ છે, જે સાદિ-અનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળા છે, એવા તીર્થંકરપરમદેવને — કેવળજ્ઞાનની માફક આ (કાર્યદ્રષ્ટિ) પણ યુગપદ્ લોકાલોકમાં વ્યાપનારી છે.
૩૨ ]
૧સ્વરૂપશ્રદ્ધાનમાત્ર જ છે (અર્થાત્ કારણદ્રષ્ટિ તો ખરેખર શુદ્ધાત્માની સ્વરૂપશ્રદ્ધામાત્ર જ
૨શુદ્ધસદ્ભૂતવ્યવહારનયાત્મક છે, અને જે ત્રિલોકના ભવ્ય જનોને પ્રત્યક્ષ વંદનાયોગ્ય
૧. સ્વરૂપશ્રદ્ધાન = સ્વરૂપ-અપેક્ષાએ શ્રદ્ધાન. [જેમ કારણસ્વભાવજ્ઞાન અર્થાત્ સહજજ્ઞાન સ્વરૂપપ્રત્યક્ષ છે, તેમ કારણસ્વભાવદ્રષ્ટિ અર્થાત્ સહજદર્શન સ્વરૂપશ્રદ્ધાનમાત્ર જ છે.]
૨. તીર્થંકરપરમદેવ શુદ્ધસદ્ભૂતવ્યવહારનયસ્વરૂપ છે, કે જે શુદ્ધસદ્ભૂતવ્યવહારનય સાદિ-અનંત, અમૂર્તિક અને અતીન્દ્રિયસ્વભાવવાળો છે.
Page 33 of 380
PDF/HTML Page 62 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
इति कार्यकारणरूपेण स्वभावदर्शनोपयोगः प्रोक्त : । विभावदर्शनोपयोगोऽप्युत्तर- सूत्रस्थितत्वात् तत्रैव द्रश्यत इति ।
रेतेन मार्गेण विना न मोक्षः ।।२३।।
अशुद्धद्रष्टिशुद्धाशुद्धपर्यायसूचनेयम् ।
આ રીતે કાર્યરૂપે અને કારણરૂપે સ્વભાવદર્શનોપયોગ કહ્યો. વિભાવદર્શનોપયોગ હવે પછીના સૂત્રમાં (૧૪મી ગાથામાં) હોવાથી ત્યાં જ દર્શાવવામાં આવશે.
[હવે ૧૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] દ્રશિ-જ્ઞપ્તિ-વૃત્તિસ્વરૂપ (દર્શનજ્ઞાનચારિત્રરૂપે પરિણમતું) એવું જે એક જ ચૈતન્યસામાન્યરૂપ નિજ આત્મતત્ત્વ, તે મોક્ષેચ્છુઓને (મોક્ષનો) પ્રસિદ્ધ માર્ગ છે; આ માર્ગ વિના મોક્ષ નથી. ૨૩.
અન્વયાર્થઃ — [चक्षुरचक्षुरवधयः] ચક્ષુ, અચક્ષુ અને અવધિ [तिस्रः अपि] એ ત્રણે [विभावद्रष्टयः] વિભાવદર્શન [इति भणिताः] કહેવામાં આવ્યાં છે. [पर्यायः द्विविकल्पः] પર્યાય દ્વિવિધ છેઃ [स्वपरापेक्षः] સ્વપરાપેક્ષ (સ્વ ને પરની અપેક્ષા યુક્ત) [च] અને [निरपेक्षः] નિરપેક્ષ.
ટીકાઃ — આ, અશુદ્ધ દર્શનની તથા શુદ્ધ ને અશુદ્ધ પર્યાયની સૂચના છે.
૫
Page 34 of 380
PDF/HTML Page 63 of 409
single page version
मतिज्ञानावरणीयकर्मक्षयोपशमेन यथा मूर्तं वस्तु जानाति तथा चक्षुर्दर्शनावरणीय- कर्मक्षयोपशमेन मूर्तं वस्तु पश्यति च । यथा श्रुतज्ञानावरणीयकर्मक्षयोपशमेन श्रुतद्वारेण द्रव्यश्रुतनिगदितमूर्तामूर्तसमस्तं वस्तुजातं परोक्षवृत्त्या जानाति तथैवाचक्षुर्दर्शनावरणीय- कर्मक्षयोपशमेन स्पर्शनरसनघ्राणश्रोत्रद्वारेण तत्तद्योग्यविषयान् पश्यति च । यथा अवधिज्ञानावरणीयकर्मक्षयोपशमेन शुद्धपुद्गलपर्यंतं मूर्तद्रव्यं जानाति तथा अवधि- दर्शनावरणीयकर्मक्षयोपशमेन समस्तमूर्तपदार्थं पश्यति च ।
अत्रोपयोगव्याख्यानानन्तरं पर्यायस्वरूपमुच्यते । परि समन्तात् भेदमेति गच्छतीति पर्यायः । अत्र स्वभावपर्यायः षड्द्रव्यसाधारणः अर्थपर्यायः अवाङ्मनसगोचरः अतिसूक्ष्मः आगमप्रामाण्यादभ्युपगम्योऽपि च षड्ढानिवृद्धिविकल्पयुतः । अनंतभागवृद्धिः असंख्यात- भागवृद्धिः संख्यातभागवृद्धिः संख्यातगुणवृद्धिः असंख्यातगुणवृद्धिः अनंतगुणवृद्धिः, तथा
જેમ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) મૂર્ત વસ્તુને જાણે છે, તેમ ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) મૂર્ત વસ્તુને *દેખે છે. જેમ શ્રુત- જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) શ્રુત દ્વારા દ્રવ્યશ્રુતે કહેલા મૂર્ત-અમૂર્ત સમસ્ત વસ્તુસમૂહને પરોક્ષ રીતે જાણે છે, તેમ અચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) સ્પર્શન, રસન, ઘ્રાણ અને શ્રોત્ર દ્વારા તેને તેને યોગ્ય વિષયોને દેખે છે. જેમ અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) શુદ્ધપુદ્ગલપર્યંત ( – પરમાણુ સુધીના) મૂર્તદ્રવ્યને જાણે છે, તેમ અવધિદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) સમસ્ત મૂર્ત પદાર્થને દેખે છે.
(ઉપર પ્રમાણે) ઉપયોગનું વ્યાખ્યાન કર્યા પછી અહીં પર્યાયનું સ્વરૂપ કહેવામાં આવે છેઃ
परि समन्तात् भेदमेति गच्छतीति पर्यायः । અર્થાત્ જે સર્વ તરફથી ભેદને પામે તે પર્યાય છે.
તેમાં, સ્વભાવપર્યાય છ દ્રવ્યને સાધારણ છે, અર્થપર્યાય છે, વાણી અને મનને અગોચર છે, અતિ સૂક્ષ્મ છે, આગમપ્રમાણથી સ્વીકારવાયોગ્ય તેમ જ છ હાનિવૃદ્ધિના ભેદો સહિત છે અર્થાત્ અનંતભાગ વૃદ્ધિ, અસંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતગુણ વૃદ્ધિ, અસંખ્યાતગુણ વૃદ્ધિ અને અનંતગુણ વૃદ્ધિ સહિત હોય છે અને એવી
૩૪ ]
*દેખવું = સામાન્યપણે અવલોકવું; સામાન્ય પ્રતિભાસ થવો.
Page 35 of 380
PDF/HTML Page 64 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
हानिश्च नीयते । अशुद्धपर्यायो नरनारकादिव्यंजनपर्याय इति ।
सहजगुणमणीनामाकरं पूर्णबोधम् ।
हृदयसरसिजाते राजते कारणात्मा ।
भज भजसि निजोत्थं भव्यशार्दूल स त्वम् ।।२५।।
क्वचित्सहजपर्ययैः क्वचिदशुद्धपर्यायकैः ।
રીતે (વૃદ્ધિની જેમ) હાનિ પણ ઉતારાય છે.
અશુદ્ધપર્યાય નર-નારકાદિ વ્યંજનપર્યાય છે. [હવે ૧૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોકો કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] પરભાવ હોવા છતાં, સહજગુણમણિની ખાણરૂપ અને પૂર્ણજ્ઞાનવાળા શુદ્ધ આત્માને એકને જે તીક્ષ્ણબુદ્ધિવાળો શુદ્ધદ્રષ્ટિ પુરુષ ભજે છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો) વલ્લભ બને છે. ૨૪.
[શ્લોકાર્થઃ — ] એ રીતે પર ગુણપર્યાયો હોવા છતાં, ઉત્તમ પુરુષોના હૃદયકમળમાં કારણ-આત્મા વિરાજે છે. પોતાથી ઉત્પન્ન એવા તે પરમબ્રહ્મરૂપ સમયસારને — કે જેને તું ભજી રહ્યો છે તેને — , હે ભવ્યશાર્દૂલ (ભવ્યોત્તમ), તું શીઘ્ર ભજ; તું તે છે. ૨૫.
[શ્લોકાર્થઃ — ] જીવતત્ત્વ કવચિત્ સદ્ગુણો સહિત *વિલસે છે — દેખાય છે,
Page 36 of 380
PDF/HTML Page 65 of 409
single page version
नमामि परिभावयामि सकलार्थसिद्धयै सदा ।।२६।।
स्वभावविभावपर्यायसंक्षेपोक्ति रियम् ।
तत्र स्वभावविभावपर्यायाणां मध्ये स्वभावपर्यायस्तावद् द्विप्रकारेणोच्यते । कारण-
शुद्धपर्यायः कार्यशुद्धपर्यायश्चेति । इह हि सहजशुद्धनिश्चयेन अनाद्यनिधनामूर्तातीन्द्रिय-
स्वभावशुद्धसहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजपरमवीतरागसुखात्मकशुद्धान्तस्तत्त्वस्वरूपस्व-
ક્વચિત્ અશુદ્ધરૂપ ગુણો સહિત વિલસે છે, કવચિત્ સહજ પર્યાયો સહિત વિલસે છે અને ક્વચિત્ અશુદ્ધ પર્યાયો સહિત વિલસે છે. આ બધાથી સહિત હોવા છતાં પણ જે એ બધાથી રહિત છે એવા આ જીવતત્ત્વને હું સકળ અર્થની સિદ્ધિને માટે સદા નમું છું, ભાવું છું. ૨૬.
અન્વયાર્થઃ — [नरनारकतिर्यक्सुराः पर्यायाः] મનુષ્ય, નારક, તિર્યંચ ને દેવરૂપ પર્યાયો [ते] તે [विभावाः] વિભાવપર્યાયો [इति भणिताः] કહેવામાં આવ્યા છે; [कर्मोपाधि- विवर्जितपर्यायाः] કર્મોપાધિ રહિત પર્યાયો [ते] તે [स्वभावाः] સ્વભાવપર્યાયો [इति भणिताः] કહેવામાં આવ્યા છે.
ટીકાઃ — આ, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયોનું સંક્ષેપકથન છે.
ત્યાં, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો મધ્યે પ્રથમ સ્વભાવપર્યાય બે પ્રકારે કહેવામાં આવે છેઃ કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય.
અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી, અનાદિ-અનંત, અમૂર્ત, અતીંદ્રિયસ્વભાવવાળાં અને શુદ્ધ એવાં સહજજ્ઞાન-સહજદર્શન-સહજચારિત્ર-સહજપરમવીતરાગસુખાત્મક શુદ્ધ-અંતઃતત્ત્વસ્વરૂપ
૩૬ ]
Page 37 of 380
PDF/HTML Page 66 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
भावानन्तचतुष्टयस्वरूपेण सहांचितपंचमभावपरिणतिरेव कारणशुद्धपर्याय इत्यर्थः । साद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारेण केवलज्ञानकेवलदर्शनकेवलसुखकेवल- शक्ति युक्त फलरूपानंतचतुष्टयेन सार्धं परमोत्कृष्टक्षायिकभावस्य शुद्धपरिणतिरेव कार्यशुद्ध- पर्यायश्च । अथवा पूर्वसूत्रोपात्तसूक्ष्मऋजुसूत्रनयाभिप्रायेण षड्द्रव्यसाधारणाः सूक्ष्मास्ते हि अर्थपर्यायाः शुद्धा इति बोद्धव्याः । उक्त : समासतः शुद्धपर्यायविकल्पः ।
इदानीं व्यंजनपर्याय उच्यते । व्यज्यते प्रकटीक्रियते अनेनेति व्यञ्जनपर्यायः । कुतः ? लोचनगोचरत्वात् पटादिवत् । अथवा सादिसनिधनमूर्तविजातीयविभावस्वभावत्वात्, द्रश्यमानविनाशस्वरूपत्वात् ।
व्यंजनपर्यायश्च---पर्यायिनमात्मानमन्तरेण पर्यायस्वभावात् शुभाशुभमिश्रपरिणामेनात्मा જે સ્વભાવ-અનંતચતુષ્ટયનું સ્વરૂપ તેની સાથેની જે પૂજિત પંચમભાવપરિણતિ ( – તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજ્ય એવી પારિણામિકભાવની પરિણતિ) તે જ કારણશુદ્ધપર્યાય છે, એવો અર્થ છે.
સાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્ભૂતવ્યવહારથી, કેવળજ્ઞાન- કેવળદર્શન-કેવળસુખ-કેવળશક્તિયુક્ત ફળરૂપ અનંતચતુષ્ટયની સાથેની ( – અનંતચતુષ્ટયની સાથે તન્મયપણે રહેલી) જે પરમોત્કૃષ્ટ ક્ષાયિકભાવની શુદ્ધપરિણતિ તે જ *કાર્યશુદ્ધપર્યાય છે. અથવા, પૂર્વ સૂત્રમાં કહેલા સૂક્ષ્મ ૠજુસૂત્રનયના અભિપ્રાયથી, છ દ્રવ્યોને સાધારણ અને સૂક્ષ્મ એવા તે અર્થપર્યાયો શુદ્ધ જાણવા (અર્થાત્ તે અર્થપર્યાયો જ શુદ્ધપર્યાયો છે).
(એ રીતે) શુદ્ધપર્યાયના ભેદ સંક્ષેપથી કહ્યા. હવે વ્યંજનપર્યાય કહેવામાં આવે છેઃ જેનાથી વ્યક્ત થાય — પ્રગટ થાય તે વ્યંજનપર્યાય છે. શા કારણે? પટાદિની (વસ્ત્ર વગેરેની) માફક ચક્ષુગોચર હોવાથી (પ્રગટ થાય છે); અથવા, સાદિ-સાંત મૂર્ત વિજાતીયવિભાવસ્વભાવવાળો હોવાથી, દેખાઈને નાશ પામવાના સ્વરૂપવાળો હોવાથી (પ્રગટ થાય છે).
પર્યાયી આત્માના જ્ઞાન વિના આત્મા પર્યાયસ્વભાવવાળો હોય છે; તેથી
*સહજજ્ઞાનાદિ સ્વભાવ-અનંતચતુષ્ટયયુક્ત કારણશુદ્ધપર્યાયમાંથી કેવળજ્ઞાનાદિ અનંતચતુષ્ટયયુક્ત
કાર્યશુદ્ધપર્યાય પ્રગટે છે. પૂજનીય પરમપારિણામિકભાવપરિણતિ તે કારણશુદ્ધપર્યાય છે અને શુદ્ધ
ક્ષાયિકભાવપરિણતિ તે કાર્યશુદ્ધપર્યાય છે.
Page 38 of 380
PDF/HTML Page 67 of 409
single page version
व्यवहारेण नरो जातः, तस्य नराकारो नरपर्यायः; केवलेनाशुभकर्मणा व्यवहारेणात्मा नारको जातः, तस्य नारकाकारो नारकपर्यायः; किञ्चिच्छुभमिश्रमायापरिणामेन तिर्यक्कायजो व्यवहारेणात्मा, तस्याकारस्तिर्यक्पर्यायः; केवलेन शुभकर्मणा व्यवहारेणात्मा देवः, तस्याकारो देवपर्यायश्चेति ।
अस्य पर्यायस्य प्रपञ्चो ह्यागमान्तरे द्रष्टव्य इति ।
स भवति परमश्रीकामिनीकामरूपः ।।२७।।
શુભાશુભરૂપ મિશ્ર પરિણામથી આત્મા વ્યવહારે મનુષ્ય થાય છે, તેનો મનુષ્યાકાર તે મનુષ્યપર્યાય છે; કેવળ અશુભ કર્મથી વ્યવહારે આત્મા નારક થાય છે, તેનો નારક- આકાર તે નારકપર્યાય છે; કિંચિત્શુભમિશ્રિત માયાપરિણામથી આત્મા વ્યવહારે તિર્યંચકાયમાં જન્મે છે, તેનો આકાર તે તિર્યંચપર્યાય છે; અને કેવળ શુભ કર્મથી વ્યવહારે આત્મા દેવ થાય છે, તેનો આકાર તે દેવપર્યાય છે. — આ વ્યંજનપર્યાય છે. આ પર્યાયનો વિસ્તાર અન્ય આગમમાં જોઈ લેવો.
[હવે ૧૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] બહુ વિભાવ હોવા છતાં પણ, સહજ પરમ તત્ત્વના અભ્યાસમાં જેની બુદ્ધિ પ્રવીણ છે એવો આ શુદ્ધદ્રષ્ટિવાળો પુરુષ, ‘સમયસારથી અન્ય કાંઈ નથી’ એમ માનીને, શીઘ્ર પરમશ્રીરૂપી સુંદરીનો વલ્લભ થાય છે. ૨૭.
૩૮ ]
Page 39 of 380
PDF/HTML Page 68 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
चतुर्गतिस्वरूपनिरूपणाख्यानमेतत् ।
मनोरपत्यानि मनुष्याः । ते द्विविधाः, कर्मभूमिजा भोगभूमिजाश्चेति । तत्र कर्मभूमिजाश्च द्विविधाः, आर्या म्लेच्छाश्चेति । आर्याः पुण्यक्षेत्रवर्तिनः । म्लेच्छाः पापक्षेत्रवर्तिनः । भोगभूमिजाश्चार्यनामधेयधरा जघन्यमध्यमोत्तमक्षेत्रवर्तिनः एकद्वित्रि-
અન્વયાર્થઃ — [मानुषाः द्विविकल्पाः] મનુષ્યોના બે ભેદ છેઃ[कर्ममहीभोगभूमिसंजाताः] કર્મભૂમિમાં જન્મેલા અને ભોગભૂમિમાં જન્મેલા; [पृथ्वीभेदेन] પૃથ્વીના ભેદથી [नारकाः] નારકો [सप्तविधाः ज्ञातव्याः] સાત પ્રકારના જાણવા; [तिर्यञ्चः] તિર્યંચોના [चतुर्दशभेदाः] ચૌદ ભેદ [भणिताः] કહ્યા છે; [सुरगणाः] દેવસમૂહોના [चतुर्भेदाः] ચાર ભેદ છે. [एतेषां विस्तारः] આમનો વિસ્તાર [लोकविभागेषु ज्ञातव्यः] લોકવિભાગમાંથી જાણી લેવો.
ટીકાઃ — આ, ચાર ગતિના સ્વરૂપનિરૂપણરૂપ કથન છે.
*મનુનાં સંતાન તે મનુષ્યો છે. તેઓ બે પ્રકારના છેઃ કર્મભૂમિજ અને ભોગભૂમિજ. તેમાં કર્મભૂમિજ મનુષ્યો પણ બે પ્રકારના છેઃ આર્ય અને મ્લેચ્છ. પુણ્યક્ષેત્રમાં રહેનારા તે આર્ય છે અને પાપક્ષેત્રમાં રહેનારા તે મ્લેચ્છ છે. ભોગભૂમિજ મનુષ્યો આર્ય નામને ધારણ કરે છે, જઘન્ય, મધ્યમ અથવા ઉત્તમ ક્ષેત્રમાં રહેનારા છે
* ભોગભૂમિના અંતમાં અને કર્મભૂમિના આદિમાં થતા કુલકરો મનુષ્યોને આજીવિકાનાં સાધન શીખવીને લાલિત – પાલિત કરે છે તેથી તેઓ મનુષ્યોના પિતા સમાન છે. કુલકરને મનુ કહેવામાં આવે છે.
Page 40 of 380
PDF/HTML Page 69 of 409
single page version
पल्योपमायुषः । रत्नशर्करावालुकापंकधूमतमोमहातमःप्रभाभिधानसप्तपृथ्वीनां भेदान्नारकजीवाः
सप्तधा भवन्ति । प्रथमनरकस्य नारका ह्येकसागरोपमायुषः । द्वितीयनरकस्य नारकाः
त्रिसागरोपमायुषः । तृतीयस्य सप्त । चतुर्थस्य दश । पंचमस्य सप्तदश । षष्ठस्य द्वाविंशतिः ।
सप्तमस्य त्रयस्त्रिंशत् । अथ विस्तरभयात् संक्षेपेणोच्यते । तिर्यञ्चः सूक्ष्मैकेन्द्रियपर्याप्तका-
पर्याप्तकबादरैकेन्द्रियपर्याप्तकापर्याप्तकद्वींद्रियपर्याप्तकापर्याप्तकत्रीन्द्रियपर्याप्तकापर्याप्तक- चतुरिन्द्रियपर्याप्तकापर्याप्तकासंज्ञिपंचेन्द्रियपर्याप्तकापर्याप्तकसंज्ञिपंचेन्द्रियपर्याप्तकापर्याप्तकभेदा- च्चतुर्दशभेदा भवन्ति । भावनव्यंतरज्योतिःकल्पवासिकभेदाद्देवाश्चतुर्णिकायाः । एतेषां चतुर्गति- जीवभेदानां भेदो लोकविभागाभिधानपरमागमे द्रष्टव्यः । इहात्मस्वरूपप्ररूपणान्तरायहेतुरिति
पूर्वसूरिभिः सूत्रकृद्भिरनुक्त इति ।
અને એક પલ્યોપમ, બે પલ્યોપમ અથવા ત્રણ પલ્યોપમના આયુષવાળા છે.
રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને મહાતમઃપ્રભા નામની સાત પૃથ્વીના ભેદને લીધે નારક જીવો સાત પ્રકારે છે. પહેલી નરકના નારકો એક સાગરોપમના આયુષવાળા છે, બીજી નરકના નારકો ત્રણ સાગરોપમના આયુષવાળા છે, ત્રીજી નરકના નારકો સાત સાગરોપમના આયુષવાળા છે, ચોથી નરકના નારકો દસ સાગરોપમ, પાંચમી નરકના સત્તર સાગરોપમ, છઠ્ઠી નરકના બાવીશ સાગરોપમ અને સાતમી નરકના નારકો તેત્રીશ સાગરોપમના આયુષવાળા છે.
હવે વિસ્તારના ભયને લીધે સંક્ષેપથી કહેવામાં આવે છેઃ —
તિર્યંચોના ચૌદ ભેદ છેઃ (૧-૨) સૂક્ષ્મ એકેંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૩-૪) બાદર એકેંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૫-૬) દ્વીંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૭-૮) ત્રીંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૯-૧૦) ચતુરિંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૧૧-૧૨) અસંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૧૩-૧૪) સંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત.
દેવોના ચાર નિકાય (સમૂહ) છેઃ (૧) ભવનવાસી, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ્ક અને (૪) કલ્પવાસી.
આ ચાર ગતિના જીવોના ભેદોના ભેદ લોકવિભાગ નામના પરમાગમમાં જોઈ લેવા. અહીં (આ પરમાગમમાં) આત્મસ્વરૂપના નિરૂપણમાં અંતરાયનો હેતુ થાય તેથી સૂત્રકર્તા પૂર્વાચાર્યમહારાજે (તે વિશેષ ભેદો) કહ્યા નથી.
[હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોકો કહે છેઃ]
૪૦ ]
Page 41 of 380
PDF/HTML Page 70 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ज्ज्योतिर्लोके फणपतिपुरे नारकाणां निवासे ।
भूयो भूयो भवतु भवतः पादपङ्केजभक्ति : ।।२८।।
त्वं क्लिश्नासि मुधात्र किं जडमते पुण्यार्जितास्ते ननु ।
भक्ति स्ते यदि विद्यते बहुविधा भोगाः स्युरेते त्वयि ।।२9।।
कत्ता भोत्ता आदा पोग्गलकम्मस्स होदि ववहारा ।
[શ્લોકાર્થઃ — ] (હે જિનેંદ્ર!) દૈવયોગે હું સ્વર્ગમાં હોઉં, આ મનુષ્યલોકમાં હોઉં, વિદ્યાધરના સ્થાનમાં હોઉં, જ્યોતિષ્ક દેવોના લોકમાં હોઉં, નાગેંદ્રના નગરમાં હોઉં, નારકોના નિવાસમાં હોઉં, જિનપતિના ભવનમાં હોઉં કે અન્ય ગમે તે સ્થળે હોઉં, (પરંતુ) મને કર્મનો ઉદ્ભવ ન હો, ફરી ફરીને આપના પાદપંકજની ભક્તિ હો. ૨૮.
[શ્લોકાર્થઃ — ] નરાધિપતિઓના અનેકવિધ મહા વૈભવોને સાંભળીને તથા દેખીને, હે જડમતિ, તું અહીં ફોગટ ક્લેશ કેમ પામે છે! તે વૈભવો ખરેખર પુણ્યથી પ્રાપ્ત થાય છે. તે (પુણ્યોપાર્જનની) શક્તિ જિનનાથના પાદપદ્મયુગલની પૂજામાં છે; જો તને એ જિનપાદપદ્મની ભક્તિ હોય, તો તે બહુવિધ ભોગો તને (આપોઆપ) હશે. ૨૯.
અન્વયાર્થઃ — [आत्मा] આત્મા [पुद्गलकर्मणः] પુદ્ગલકર્મનો [कर्ता भोक्ता] કર્તા-
૬
Page 42 of 380
PDF/HTML Page 71 of 409
single page version
कर्तृत्वभोक्तृत्वप्रकारकथनमिदम् ।
आसन्नगतानुपचरितासद्भूतव्यवहारनयाद् द्रव्यकर्मणां कर्ता तत्फलरूपाणां सुखदुःखानां भोक्ता च, आत्मा हि अशुद्धनिश्चयनयेन सकलमोहरागद्वेषादिभावकर्मणां कर्ता भोक्ता च, अनुपचरितासद्भूतव्यवहारेण नोकर्मणां कर्ता, उपचरितासद्भूतव्यवहारेण घटपटशकटादीनां कर्ता । इत्यशुद्धजीवस्वरूपमुक्त म् ।
परमगुरुपदाब्जद्वन्द्वसेवाप्रसादात् ।
स भवति परमश्रीकामिनीकान्तकान्तः ।।३०।।
ભોક્તા [व्यवहारात्] વ્યવહારથી [भवति] છે [तु] અને [आत्मा] આત્મા [कर्मजभावेन] કર્મજનિત ભાવનો [कर्ता भोक्ता] કર્તા-ભોક્તા [निश्चयतः] (અશુદ્ધ) નિશ્ચયથી છે.
ટીકાઃ — આ, કર્તૃત્વ-ભોક્તૃત્વના પ્રકારનું કથન છે.
આત્મા નિકટવર્તી અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી દ્રવ્યકર્મનો કર્તા અને તેના ફળરૂપ સુખદુઃખનો ભોક્તા છે, અશુદ્ધ નિશ્ચયનયથી સમસ્ત મોહરાગદ્વેષાદિ ભાવકર્મનો કર્તા અને ભોક્તા છે, અનુપચરિત અસદ્ભૂત વ્યવહારથી (દેહાદિ) નોકર્મનો કર્તા છે, ઉપચરિત અસદ્ભૂત વ્યવહારથી ઘટ-પટ-શકટાદિનો (ઘડો, વસ્ત્ર, ગાડું ઇત્યાદિનો) કર્તા છે. આમ અશુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું.
[હવે ૧૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ છ શ્લોકો કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] સકળ મોહરાગદ્વેષવાળો જે કોઈ પુરુષ પરમ ગુરુના ચરણ- કમળયુગલની સેવાના પ્રસાદથી નિર્વિકલ્પ સહજ સમયસારને જાણે છે, તે પુરુષ પરમશ્રીરૂપી સુંદરીનો પ્રિય કાન્ત થાય છે. ૩૦.
[શ્લોકાર્થઃ — ] ભાવકર્મના નિરોધથી દ્રવ્યકર્મનો નિરોધ થાય છે; દ્રવ્યકર્મના નિરોધથી
૪૨ ]
Page 43 of 380
PDF/HTML Page 72 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
कुर्वन् शुभाशुभमनेकविधं स कर्म ।
जानाति तस्य शरणं न समस्ति लोके ।।३२।।
निष्कर्मशर्मनिकरामृतवारिपूरे ।
स्वं भावमद्वयममुं समुपैति भव्यः ।।३३।।
सततमनुभवामः शुद्धमात्मानमेकम् ।
न खलु न खलु मुक्ति र्नान्यथास्त्यस्ति तस्मात् ।।३४।।
સંસારનો નિરોધ થાય છે. ૩૧.
[શ્લોકાર્થઃ — ] જે જીવ સમ્યગ્જ્ઞાનભાવરહિત વિમુગ્ધ (મોહી, ભ્રાન્ત) છે, તે જીવ શુભાશુભ અનેકવિધ કર્મને કરતો થકો મોક્ષમાર્ગને લેશમાત્ર પણ વાંછવાનું જાણતો નથી; તેને લોકમાં (કોઈ) શરણ નથી. ૩૨.
[શ્લોકાર્થઃ — ] જે સમસ્ત કર્મજનિત સુખસમૂહને પરિહરે છે, તે ભવ્ય પુરુષ નિષ્કર્મ સુખસમૂહરૂપી અમૃતના સરોવરમાં મગ્ન થતા એવા આ અતિશયચૈતન્યમય, એકરૂપ, અદ્વિતીય નિજ ભાવને પામે છે. ૩૩.
[શ્લોકાર્થઃ — ] (અમારા આત્મસ્વભાવમાં) વિભાવ અસત્ હોવાથી તેની અમને ચિંતા નથી; અમે તો હૃદયકમળમાં સ્થિત, સર્વ કર્મથી વિમુક્ત, શુદ્ધ આત્માને એકને સતત અનુભવીએ છીએ, કારણ કે અન્ય કોઈ પ્રકારે મુક્તિ નથી, નથી, નથી જ. ૩૪.
Page 44 of 380
PDF/HTML Page 73 of 409
single page version
निजपरमगुणाः स्युः सिद्धिसिद्धाः समस्ताः ।
र्न च भवति भवो वा निर्णयोऽयं बुधानाम् ।।३५।।
इह हि नयद्वयस्य सफलत्वमुक्त म् ।
द्वौ हि नयौ भगवदर्हत्परमेश्वरेण प्रोक्तौ, द्रव्यार्थिकः पर्यायार्थिकश्चेति । द्रव्यमेवार्थः प्रयोजनमस्येति द्रव्यार्थिकः । पर्याय एवार्थः प्रयोजनमस्येति पर्यायार्थिकः । न खलु
[શ્લોકાર્થઃ — ] સંસારીમાં સાંસારિક ગુણો હોય છે અને સિદ્ધ જીવમાં સદા સમસ્ત સિદ્ધિસિદ્ધ (મોક્ષથી સિદ્ધ અર્થાત્ પરિપૂર્ણ થયેલા) નિજ પરમગુણો હોય છેઆ પ્રમાણે વ્યવહારનય છે. નિશ્ચયથી તો સિદ્ધિ પણ નથી જ અને સંસાર પણ નથી જ. આ બુધ પુરુષોનો નિર્ણય છે. ૩૫.
અન્વયાર્થઃ — [द्रव्यार्थिकेन] દ્રવ્યાર્થિક નયે [जीवाः] જીવો [पूर्वभणितपर्यायात्] પૂર્વકથિત પર્યાયથી [व्यतिरिक्ताः] *વ્યતિરિક્ત છે; [पर्यायनयेन] પર્યાયનયે [जीवाः] જીવો [संयुक्ताः भवन्ति] તે પર્યાયથી સંયુક્ત છે. [द्वाभ्याम्] આ રીતે જીવો બન્ને નયોથી સંયુક્ત છે.
ટીકાઃ — અહીં બન્ને નયોનું સફળપણું કહ્યું છે.
ભગવાન અર્હત્ પરમેશ્વરે બે નયો કહ્યા છેઃ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. દ્રવ્ય જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે તે દ્રવ્યાર્થિક છે અને પર્યાય જ જેનો અર્થ એટલે
૪૪ ]
Page 45 of 380
PDF/HTML Page 74 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
एकनयायत्तोपदेशो ग्राह्यः, किन्तु तदुभयनयायत्तोपदेशः । सत्ताग्राहकशुद्धद्रव्यार्थिकनयबलेन
पूर्वोक्त व्यञ्जनपर्यायेभ्यः सकाशान्मुक्तामुक्त समस्तजीवराशयः सर्वथा व्यतिरिक्ता एव । कुतः ?
‘‘सव्वे सुद्धा हु सुद्धणया’’ इति वचनात् । विभावव्यंजनपर्यायार्थिकनयबलेन ते सर्वे
जीवास्संयुक्ता भवन्ति । किंच सिद्धानामर्थपर्यायैः सह परिणतिः, न पुनर्व्यंजनपर्यायैः सह
परिणतिरिति । कुतः ? सदा निरंजनत्वात् । सिद्धानां सदा निरंजनत्वे सति तर्हि
द्रव्यार्थिकपर्यायार्थिकनयाभ्याम् द्वाभ्याम् संयुक्ताः सर्वे जीवा इति सूत्रार्थो व्यर्थः । निगमो
विकल्पः, तत्र भवो नैगमः । स च नैगमनयस्तावत् त्रिविधः, भूतनैगमः वर्तमाननैगमः
भाविनैगमश्चेति । अत्र भूतनैगमनयापेक्षया भगवतां सिद्धानामपि व्यंजनपर्यायत्वमशुद्धत्वं च
संभवति । पूर्वकाले ते भगवन्तः संसारिण इति व्यवहारात् । किं बहुना, सर्वे जीवा
કે પ્રયોજન છે તે પર્યાયાર્થિક છે. એક નયને અવલંબતો ઉપદેશ ગ્રહવાયોગ્ય નથી પણ તે બન્ને નયોને અવલંબતો ઉપદેશ ગ્રહવાયોગ્ય છે. સત્તાગ્રાહક (દ્રવ્યની સત્તાને જ ગ્રહણ કરનારા) શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી મુક્ત તેમ જ અમુક્ત (સિદ્ધ તેમ જ સંસારી) સમસ્ત જીવરાશિ સર્વથા વ્યતિરિક્ત જ છે. કેમ? ‘सव्वे सुद्धा हु सुद्धणया (શુદ્ધનયે સર્વ જીવ ખરેખર શુદ્ધ છે)’ એવું (શાસ્ત્રનું) વચન હોવાથી. વિભાવવ્યંજનપર્યાયાર્થિક નયના બળે તે સર્વ જીવો (પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી) સંયુક્ત છે. વિશેષ એટલું કેસિદ્ધ જીવોને અર્થપર્યાયો સહિત પરિણતિ છે, પરંતુ વ્યંજનપર્યાયો સહિત પરિણતિ નથી. કેમ? સિદ્ધ જીવો સદા નિરંજન હોવાથી. (પ્રશ્નઃ) જો સિદ્ધ જીવો સદા નિરંજન છે તો બધા જીવો દ્રવ્યાર્થિક તેમ જ પર્યાયાર્થિક બન્ને નયોથી સંયુક્ત છે (અર્થાત્ બધા જીવોને બન્ને નયો લાગુ પડે છે) એવો સૂત્રાર્થ (ગાથાનો અર્થ) વ્યર્થ ઠરે છે. (ઉત્તરઃવ્યર્થ નથી ઠરતો કારણ કે) નિગમ એટલે વિકલ્પ; તેમાં હોય તે *નૈગમ. તે નૈગમનય ત્રણ પ્રકારનો છેઃ ભૂત નૈગમ, વર્તમાન નૈગમ અને ભાવી નૈગમ. અહીં ભૂત નૈગમનયની અપેક્ષાએ ભગવંત સિદ્ધોને પણ વ્યંજનપર્યાયવાળાપણું અને અશુદ્ધપણું સંભવે છે, કેમ કે પૂર્વ કાળે તે ભગવંતો સંસારીઓ હતા એવો વ્યવહાર છે. બહુ કથનથી શું? સર્વ જીવો બે નયોના
*જે ભૂતકાળના પર્યાયને વર્તમાનવત્ સંકલ્પિત કરે (અથવા કહે), ભવિષ્યકાળના પર્યાયને વર્તમાનવત્ સંકલ્પિત કરે (અથવા કહે), અથવા કંઈક નિષ્પન્નતાયુક્ત અને કંઈક અનિષ્પન્નતા- યુક્ત વર્તમાન પર્યાયને સર્વનિષ્પન્નવત્ સંકલ્પિત કરે (અથવા કહે), તે જ્ઞાનને (અથવા વચનને) નૈગમનય કહે છે.
Page 46 of 380
PDF/HTML Page 75 of 409
single page version
नयद्वयबलेन शुद्धाशुद्धा इत्यर्थः ।
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः —
जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः ।
रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव ।’’
तथा हि —
परमजिनपदाब्जद्वन्द्वमत्तद्विरेफाः ।
क्षितिषु परमतोक्ते : किं फलं सज्जनानाम् ।।३६।।
બળે શુદ્ધ તેમ જ અશુદ્ધ છે એવો અર્થ છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ચોથા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ — ] બન્ને નયોના વિરોધને નષ્ટ કરનારા, સ્યાત્પદથી અંકિત જિનવચનમાં જે પુરુષો રમે છે, તેઓ સ્વયમેવ મોહને વમી નાખીને, અનૂતન (અનાદિ) અને કુનયના પક્ષથી નહિ ખંડિત થતી એવી ઉત્તમ પરમજ્યોતિનેસમયસારનેશીઘ્ર દેખે છે જ.’’
વળી (આ જીવ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ — ] જેઓ બે નયોના સંબંધને નહિ ઉલ્લંઘતા થકા પરમજિનના પાદપંકજયુગલમાં મત્ત થયેલા ભ્રમર સમાન છે એવા જે સત્પુરુષો તેઓ શીઘ્ર સમયસારને અવશ્ય પામે છે. પૃથ્વી ઉપર ૫૨ મતના કથનથી સજ્જનોને શું ફળ છે (અર્થાત્ જગતના જૈનેતર દર્શનોનાં મિથ્યા કથનોથી સજ્જનોને શો લાભ છે)? ૩૬.
૪૬ ]
Page 47 of 380
PDF/HTML Page 76 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ जीवाधिकारः प्रथमश्रुतस्कन्धः ।।
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) જીવ અધિકાર નામનો પહેલો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
Page 48 of 380
PDF/HTML Page 77 of 409
single page version
अथेदानीमजीवाधिकार उच्यते । अणुखंधवियप्पेण दु पोग्गलदव्वं हवेइ दुवियप्पं ।
पुद्गलद्रव्यविकल्पोपन्यासोऽयम् ।
पुद्गलद्रव्यं तावद् विकल्पद्वयसनाथम्, स्वभावपुद्गलो विभावपुद्गलश्चेति । तत्र स्वभावपुद्गलः परमाणुः, विभावपुद्गलः स्कन्धः । कार्यपरमाणुः कारणपरमाणुरिति
હવે અજીવ અધિકાર કહેવામાં આવે છે.
અન્વયાર્થઃ[अणुस्कंधविकल्पेन तु] પરમાણુ અને સ્કંધ એવા બે ભેદથી [पुद्गल- द्रव्यं] પુદ્ગલદ્રવ્ય [द्विविकल्पम् भवति] બે ભેદવાળું છે; [स्कंधाः] સ્કંધો [खलु] ખરેખર [षट्प्रकाराः] છ પ્રકારના છે [परमाणुः च एव द्विविकल्पः] અને પરમાણુના બે ભેદ છે.
ટીકાઃઆ, પુદ્ગલદ્રવ્યના ભેદોનું કથન છે.
પ્રથમ તો પુદ્ગલદ્રવ્યના બે ભેદ છેઃ સ્વભાવપુદ્ગલ અને વિભાવપુદ્ગલ. તેમાં, પરમાણુ તે સ્વભાવપુદ્ગલ છે અને સ્કંધ તે વિભાવપુદ્ગલ છે. સ્વભાવપુદ્ગલ કાર્યપરમાણુ અને કારણપરમાણુ એમ બે પ્રકારે છે. સ્કંધોના છ પ્રકાર છેઃ (૧) પૃથ્વી, (૨) જળ, (૩)
૪૮
Page 49 of 380
PDF/HTML Page 78 of 409
single page version
स्वभावपुद्गलो द्विधा भवति । स्कंधाः षट्प्रकाराः स्युः, पृथ्वीजलच्छायाचतुरक्षविषयकर्म- प्रायोग्याप्रायोग्यभेदाः । तेषां भेदो वक्ष्यमाणसूत्रेषूच्यते विस्तरेणेति ।
अइथूलथूल थूलं थूलसुहुमं च सुहुमथूलं च ।
सुहुमं अइसुहुमं इदि धरादियं होदि छब्भेयं ।।२१।।
भूपव्वदमादीया भणिदा अइथूलथूलमिदि खंधा ।
थूला इदि विण्णेया सप्पीजलतेल्लमादीया ।।२२।।
छायातवमादीया थूलेदरखंधमिदि वियाणाहि ।
सुहुमथूलेदि भणिया खंधा चउरक्खविसया य ।।२३।। છાયા, (૪) (ચક્ષુ સિવાયની) ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધો, (૫) કર્મયોગ્ય સ્કંધો અને (૬) કર્મને અયોગ્ય સ્કંધોઆવા છ ભેદ છે. સ્કંધોના ભેદ હવે કહેવામાં આવતાં સૂત્રોમાં (હવેની ચાર ગાથાઓમાં) વિસ્તારથી કહેવાશે.
[હવે ૨૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ ]
[શ્લોકાર્થઃ] (પુદ્ગલપદાર્થ) ગલન દ્વારા (અર્થાત્ ભિન્ન પડવાથી) ‘પરમાણુ’ કહેવાય છે અને પૂરણ દ્વારા (અર્થાત્ સંયુક્ત થવાથી) ‘સ્કંધ’ નામને પામે છે. આ પદાર્થ વિના લોકયાત્રા હોઈ શકે નહિ. ૩૭. અતિથૂલથૂલ, થૂલ, થૂલસૂક્ષમ, સૂક્ષ્મથૂલ, વળી સૂક્ષ્મ ને અતિસૂક્ષ્મએમ ધરાદિ પુદ્ગલસ્કંધના છ વિકલ્પ છે. ૨૧. ભૂપર્વતાદિક સ્કંધને અતિથૂલથૂલ જિને કહ્યા, ઘી-તેલ-જળ ઇત્યાદિને વળી થૂલ સ્કંધો જાણવા; ૨૨. આતપ અને છાયાદિને થૂલસૂક્ષ્મ સ્કંધો જાણજે,
ચતુરિંદ્રિયના જે વિષય તેને સૂક્ષ્મથૂલ કહ્યા જિને; ૨૩.
૭
Page 50 of 380
PDF/HTML Page 79 of 409
single page version
અન્વયાર્થઃ[अतिस्थूलस्थूलाः] અતિસ્થૂલસ્થૂલ, [स्थूलाः] સ્થૂલ, [स्थूलसूक्ष्माः च] સ્થૂલસૂક્ષ્મ, [सूक्ष्मस्थूलाः च] સૂક્ષ્મસ્થૂલ, [सूक्ष्माः] સૂક્ષ્મ અને [अतिसूक्ष्माः] અતિસૂક્ષ્મ [इति] એમ [धरादयः षड्भेदाः भवन्ति] પૃથ્વી વગેરે સ્કંધોના છ ભેદ છે.
[भूपर्वताद्याः] ભૂમિ, પર્વત વગેરે [अतिस्थूलस्थूलाः इति स्कंधाः] અતિસ્થૂલસ્થૂલ સ્કંધો [भणिताः] કહેવામાં આવ્યા છે; [सर्पिर्जलतैलाद्याः] ઘી, જળ, તેલ વગેરે [स्थूलाः इति विज्ञेयाः] સ્થૂલ સ્કંધો જાણવા.
[छायातपाद्याः] છાયા, આતપ (તડકો) વગેરે [स्थूलेतरस्कन्धाः इति] સ્થૂલસૂક્ષ્મ સ્કંધો [विजानीहि] જાણ [च] અને [चतुरक्षविषयाः स्कन्धाः] ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધોને [सूक्ष्मस्थूलाः इति] સૂક્ષ્મસ્થૂલ [भणिताः] કહેવામાં આવ્યા છે.
[पुनः] વળી [कर्मवर्गणस्य प्रायोग्याः] કર્મવર્ગણાને યોગ્ય [स्कन्धाः] સ્કંધો [सूक्ष्माः भवन्ति] સૂક્ષ્મ છે; [तद्विपरीताः] તેમનાથી વિપરીત (અર્થાત્ કર્મવર્ગણાને અયોગ્ય) [स्कन्धाः] સ્કંધો [अतिसूक्ष्माः इति] અતિસૂક્ષ્મ [प्ररूपयन्ति] કહેવામાં આવે છે.
૫૦ ]
Page 51 of 380
PDF/HTML Page 80 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
विभावपुद्गलस्वरूपाख्यानमेतत् ।
अतिस्थूलस्थूला हि ते खलु पुद्गलाः सुमेरुकुम्भिनीप्रभृतयः । घृततैलतक्रक्षीर- जलप्रभृतिसमस्तद्रव्याणि हि स्थूलपुद्गलाश्च । छायातपतमःप्रभृतयः स्थूलसूक्ष्मपुद्गलाः । स्पर्शनरसनघ्राणश्रोत्रेन्द्रियाणां विषयाः सूक्ष्मस्थूलपुद्गलाः शब्दस्पर्शरसगन्धाः । शुभाशुभ- परिणामद्वारेणागच्छतां शुभाशुभकर्मणां योग्याः सूक्ष्मपुद्गलाः । एतेषां विपरीताः सूक्ष्म- सूक्ष्मपुद्गलाः कर्मणामप्रायोग्या इत्यर्थः । अयं विभावपुद्गलक्रमः ।
तथा चोक्तं पंचास्तिकायसमये —
ટીકાઃઆ, વિભાવપુદ્ગલના સ્વરૂપનું કથન છે.
સુમેરુ, પૃથ્વી વગેરે (ઘન પદાર્થો) ખરેખર અતિસ્થૂલસ્થૂલ પુદ્ગલો છે. ઘી, તેલ, છાશ, દૂધ, જળ વગેરે સમસ્ત (પ્રવાહી) પદાર્થો સ્થૂલ પુદ્ગલો છે. છાયા, આતપ, અંધકાર વગેરે સ્થૂલસૂક્ષ્મ પુદ્ગલો છે. સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, ઘ્રાણેંદ્રિય અને શ્રોત્રેંદ્રિયના વિષયો સ્પર્શ, રસ, ગંધ અને શબ્દસૂક્ષ્મસ્થૂલ પુદ્ગલો છે. શુભાશુભ પરિણામ દ્વારા આવતાં એવાં શુભાશુભ કર્મોને યોગ્ય (સ્કંધો) તે સૂક્ષ્મ પુદ્ગલો છે. આમનાથી વિપરીત અર્થાત્ કર્મોને અયોગ્ય (સ્કંધો) તે સૂક્ષ્મસૂક્ષ્મ પુદ્ગલો છે.આમ (આ ગાથાઓનો) અર્થ છે. આ વિભાવપુદ્ગલનો ક્રમ છે.
[ભાવાર્થઃસ્કંધો છ પ્રકારના છેઃ (૧) કાષ્ઠપાષાણાદિક જે સ્કંધો છેદવામાં આવતાં સ્વયમેવ સંધાઈ શકતા નથી તે સ્કંધો અતિસ્થૂલસ્થૂલ છે. (૨) દૂધ, જળ આદિ જે સ્કંધો છેદવામાં આવતાં ફરીને સ્વયમેવ જોડાઈ જાય છે તે સ્કંધો સ્થૂલ છે. (૩) તડકો, છાંયો, ચાંદની, અંધકાર ઇત્યાદિ જે સ્કંધો સ્થૂલ જણાતા હોવા છતાં ભેદી શકાતા નથી કે હસ્તાદિકથી ગ્રહી શકાતા નથી તે સ્કંધો સ્થૂલસૂક્ષ્મ છે. (૪) આંખથી નહિ દેખાતા એવા જે ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધો સૂક્ષ્મ હોવા છતાં સ્થૂલ જણાય છે (સ્પર્શનેંદ્રિયથી સ્પર્શી શકાય છે, જીભથી આસ્વાદી શકાય છે, નાકથી સૂંઘી શકાય છે અથવા કાનથી સાંભળી શકાય છે) તે સ્કંધો સૂક્ષ્મસ્થૂલ છે. (૫) ઇન્દ્રિયજ્ઞાનને અગોચર એવા જે કર્મવર્ગણારૂપ સ્કંધો તે સ્કંધો સૂક્ષ્મ છે. (૬) કર્મવર્ગણાથી નીચેના (કર્મવર્ગણાતીત) જે અત્યંતસૂક્ષ્મ દ્વિ-અણુકપર્યંત સ્કંધો તે સ્કંધો સૂક્ષ્મસૂક્ષ્મ છે.]
એવી જ રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પંચાસ્તિકાયસમયમાં (*ગાથા દ્વારા) કહ્યું છે કેઃ
*જુઓ શ્રી પરમશ્રુતપ્રભાવકમંડળ દ્વારા પ્રકાશિત પંચાસ્તિકાય, દ્વિતીય આવૃત્તિ, પાનું ૧૩૦.