Niyamsar (Gujarati). Shlok: 77-92 ; Gatha: 58-68.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 21

 

Page 112 of 380
PDF/HTML Page 141 of 409
single page version

૧૧૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(शालिनी)
वक्ति व्यक्तं सत्यमुच्चैर्जनो यः
स्वर्गस्त्रीणां भूरिभोगैकभाक् स्यात
अस्मिन् पूज्यः सर्वदा सर्वसद्भिः
सत्यात्सत्यं चान्यदस्ति व्रतं किम्
।।७७।।
गामे वा णयरे वाऽरण्णे वा पेच्छिऊण परमत्थं
जो मुयदि गहणभावं तिदियवदं होदि तस्सेव ।।५८।।
ग्रामे वा नगरे वाऽरण्ये वा प्रेक्षयित्वा परमर्थम्
यो मुंचति ग्रहणभावं तृतीयव्रतं भवति तस्यैव ।।५८।।
तृतीयव्रतस्वरूपाख्यानमेतत
वृत्यावृत्तो ग्रामः तस्मिन् वा चतुर्भिर्गोपुरैर्भासुरं नगरं तस्मिन् वा मनुष्य-
संचारशून्यं वनस्पतिजातवल्लीगुल्मप्रभृतिभिः परिपूर्णमरण्यं तस्मिन् वा परेण विसृष्टं
[હવે ૫૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] જે પુરુષ અતિ સ્પષ્ટપણે સત્ય બોલે છે, તે સ્વર્ગની સ્ત્રીઓના પુષ્કળ
ભોગોનો એક ભાગી થાય છે (અર્થાત્ તે પરલોકમાં અનન્યપણે દેવાંગનાઓના બહુ ભોગોને
પામે છે) અને આ લોકમાં સર્વદા સર્વ સત્પુરુષોનો પૂજ્ય બને છે. ખરેખર સત્યથી શું બીજું
કોઈ (ચડિયાતું) વ્રત છે
? ૭૭.
નગરે, અરણ્યે, ગ્રામમાં કો વસ્તુ પરની દેખીને
છોડે ગ્રહણપરિણામ જે, તે પુરુષને વ્રત તૃતીય છે. ૫૮.
અન્વયાર્થઃ[ग्रामे वा] ગ્રામમાં, [नगरे वा] નગરમાં [अरण्ये वा] કે વનમાં [परम्
अर्थम्] પારકી વસ્તુને [प्रेक्षयित्वा] દેખીને [यः] જે (સાધુ) [ग्रहणभावं] તેને ગ્રહવાના ભાવને
[मुंचति] છોડે છે, [तस्य एव] તેને જ [तृतीयव्रतं] ત્રીજું વ્રત [भवति] છે.
ટીકાઃઆ, ત્રીજા વ્રતના સ્વરૂપનું કથન છે.
જેના ફરતી વાડ હોય તે ગ્રામ (ગામડું) છે; જે ચાર દરવાજાથી સુશોભિત હોય
તે નગર છે; જે મનુષ્યના સંચાર વિનાનું, વનસ્પતિસમૂહ, વેલીઓ અને ઝાડનાં ઝુંડ

Page 113 of 380
PDF/HTML Page 142 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૧૩
निहितं पतितं वा विस्मृतं वा परद्रव्यं द्रष्ट्वा स्वीकारपरिणामं यः परित्यजति, तस्य हि
तृतीयव्रतं भवति इति
(आर्या)
आकर्षति रत्नानां संचयमुच्चैरचौर्य्यमेतदिह
स्वर्गस्त्रीसुखमूलं क्रमेण मुक्त्यंगनायाश्च ।।७८।।
दट्ठूण इत्थिरूवं वांछाभावं णियत्तदे तासु
मेहुणसण्णविवज्जियपरिणामो अहव तुरियवदं ।।9।।
द्रष्ट्वा स्त्रीरूपं वांच्छाभावं निवर्तते तासु
मैथुनसंज्ञाविवर्जितपरिणामोऽथवा तुरीयव्रतम् ।।9।।
चतुर्थव्रतस्वरूपकथनमिदम्
વગેરેથી ગીચોગીચ ભરેલું હોય તે અરણ્ય છે. આવાં ગ્રામ, નગર કે અરણ્યમાં બીજાથી
તજાયેલી, મુકાયેલી, પડી ગયેલી અથવા ભુલાઈ ગયેલી પરવસ્તુને દેખીને તેના સ્વીકાર-
પરિણામને (અર્થાત
્ તેને પોતાની કરવાનાગ્રહવાના પરિણામને) જે પરિત્યજે છે, તેને
ખરેખર ત્રીજું વ્રત હોય છે.
[હવે ૫૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] આ ઉગ્ર અચૌર્ય આ લોકમાં રત્નોના સંચયને આકર્ષે છે અને
(પરલોકમાં) સ્વર્ગની સ્ત્રીઓના સુખનું કારણ છે તેમ જ ક્રમે કરીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું
કારણ છે. ૭૮.
સ્ત્રીરૂપ દેખી સ્ત્રી પ્રતિ અભિલાષભાવનિવૃત્તિ જે,
વા મિથુનસંજ્ઞારહિત જે પરિણામ તે વ્રત તુર્ય છે. ૫૯.
અન્વયાર્થઃ[स्त्रीरूपं द्रष्ट्वा] સ્ત્રીઓનું રૂપ દેખીને [तासु] તેમના પ્રત્યે [वांच्छाभावं
निवर्तते] વાંછાભાવની નિવૃત્તિ તે [अथवा] અથવા [मैथुनसंज्ञाविवर्जितपरिणामः] મૈથુનસંજ્ઞારહિત
જે પરિણામ તે [तुरीयव्रतम्] ચોથું વ્રત છે.
ટીકાઃઆ, ચોથા વ્રતના સ્વરૂપનું કથન છે.

Page 114 of 380
PDF/HTML Page 143 of 409
single page version

૧૧૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
कमनीयकामिनीनां तन्मनोहराङ्गनिरीक्षणद्वारेण समुपजनितकौतूहलचित्तवांच्छापरि-
त्यागेन, अथवा पुंवेदोदयाभिधाननोकषायतीव्रोदयेन संजातमैथुनसंज्ञापरित्यागलक्षण-
शुभपरिणामेन च ब्रह्मचर्यव्रतं भवति इति
(मालिनी)
भवति तनुविभूतिः कामिनीनां विभूतिं
स्मरसि मनसि कामिंस्त्वं तदा मद्वचः किम्
सहजपरमतत्त्वं स्वस्वरूपं विहाय
व्रजसि विपुलमोहं हेतुना केन चित्रम्
।।9।।
सव्वेसिं गंथाणं चागो णिरवेक्खभावणापुव्वं
पंचमवदमिदि भणिदं चारित्तभरं वहंतस्स ।।६०।।
सर्वेषां ग्रन्थानां त्यागो निरपेक्षभावनापूर्वम्
पंचमव्रतमिति भणितं चारित्रभरं वहतः ।।६०।।
સુંદર કામિનીઓનાં મનોહર અંગના નિરીક્ષણ દ્વારા ઊપજતી કુતૂહલતાના
ચિત્તવાંછાનાપરિત્યાગથી, અથવા પુરુષવેદોદય નામનો જે નોકષાયનો તીવ્ર ઉદય તેને
લીધે ઊપજતી મૈથુનસંજ્ઞાના પરિત્યાગસ્વરૂપ શુભ પરિણામથી, બ્રહ્મચર્યવ્રત હોય છે.
[હવે ૫૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] કામિનીઓની જે શરીરવિભૂતિ તે વિભૂતિને, હે કામી પુરુષ!
જો તું મનમાં સ્મરે છે, તો મારા વચનથી તને શો લાભ થશે? અહો! આશ્ચર્ય થાય
છે કે સહજ પરમતત્ત્વનેનિજ સ્વરૂપનેછોડીને તું શા કારણે વિપુલ મોહને પામે
છે! ૭૯.
નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ જે,
તે જાણવું વ્રત પાંચમું ચારિત્રભર વહનારને. ૬૦.
અન્વયાર્થઃ[निरपेक्षभावनापूर्वम्] નિરપેક્ષ ભાવનાપૂર્વક (અર્થાત્ જે ભાવનામાં
૧. મુનિને મુનિત્વોચિત નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) સર્વપરિગ્રહત્યાગસંબંધી

Page 115 of 380
PDF/HTML Page 144 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૧૫
इह हि पंचमव्रतस्वरूपमुक्त म्
सकलपरिग्रहपरित्यागलक्षणनिजकारणपरमात्मस्वरूपावस्थितानां परमसंयमिनां परम-
जिनयोगीश्वराणां सदैव निश्चयव्यवहारात्मकचारुचारित्रभरं वहतां, बाह्याभ्यन्तरचतुर्विंशति-
परिग्रहपरित्याग एव परंपरया पंचमगतिहेतुभूतं पंचमव्रतमिति
तथा चोक्तं समयसारे
પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત) [सर्वेषां ग्रन्थानां त्यागः] સર્વ
પરિગ્રહોનો ત્યાગ (સર્વપરિગ્રહત્યાગસંબંધી શુભભાવ) તે, [चारित्रभरं वहतः] ચારિત્રભર
વહનારને [पंचमव्रतम् इति भणितम्] પાંચમું વ્રત કહ્યું છે.
ટીકાઃઅહીં (આ ગાથામાં) પાંચમા વ્રતનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે.
સકળ પરિગ્રહના પરિત્યાગસ્વરૂપ નિજ કારણપરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત (સ્થિર
રહેલા) પરમસંયમીઓનેપરમ જિનયોગીશ્વરોનેસદાય નિશ્ચયવ્યવહારાત્મક સુંદર
ચારિત્રભર વહનારાઓને, બાહ્ય-અભ્યંતર ચોવીશ પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ જ
પરંપરાએ પંચમગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત છે.
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૨૦૮મી ગાથા
દ્વારા) કહ્યું છે કેઃ
શુભોપયોગ તે વ્યવહાર અપરિગ્રહવ્રત કહેવાય છે. શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ
સહિત હોય છે; તે શુભોપયોગ તો વ્યવહાર-વ્રત પણ કહેવાતો નથી. [આ પાંચમા વ્રતની માફક
અન્ય વ્રતોનું પણ સમજી લેવું.]
૧. ચારિત્રભર = ચારિત્રનો ભાર; ચારિત્રસમૂહ; ચારિત્રની અતિશયતા.
૨. શુભોપયોગરૂપ વ્યવહારવ્રત શુદ્ધોપયોગનો હેતુ છે અને શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ છે એમ ગણીને
અહીં ઉપચારથી વ્યવહારવ્રતને મોક્ષનો પરંપરાહેતુ કહેલ છે. ખરેખર તો શુભોપયોગી મુનિને
મુનિયોગ્ય શુદ્ધપરિણતિ જ (શુદ્ધાત્મદ્રવ્યને અવલંબતી હોવાથી) વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધોપયોગનો હેતુ
થાય છે અને તે શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ થાય છે. આ રીતે આ શુદ્ધપરિણતિમાં રહેલા મોક્ષના
પરંપરાહેતુપણાનો આરોપ તેની સાથે રહેલા શુભોપયોગમાં કરીને વ્યવહારવ્રતને મોક્ષનો
પરંપરાહેતુ કહેવામાં આવે છે. જ્યાં શુદ્ધપરિણતિ જ ન હોય ત્યાં વર્તતા શુભોપયોગમાં મોક્ષના
પરંપરાહેતુપણાનો આરોપ પણ કરી શકાતો નથી, કેમ કે જ્યાં મોક્ષનો યથાર્થ પરંપરાહેતુ
પ્રગટ્યો જ નથી
વિદ્યમાન જ નથી ત્યાં શુભોપયોગમાં આરોપ કોનો કરવો?

Page 116 of 380
PDF/HTML Page 145 of 409
single page version

૧૧૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
‘‘मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज्ज
णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ ।।’’
तथा हि
(हरिणी)
त्यजतु भवभीरुत्वाद्भव्यः परिग्रहविग्रहं
निरुपमसुखावासप्राप्त्यै करोतु निजात्मनि
स्थितिमविचलां शर्माकारां जगज्जनदुर्लभां
न च भवति महच्चित्रं चित्रं सतामसतामिदम्
।।८०।।
पासुगमग्गेण दिवा अवलोगंतो जुगप्पमाणं हि
गच्छइ पुरदो समणो इरियासमिदी हवे तस्स ।।६१।।
प्रासुकमार्गेण दिवा अवलोकयन् युगप्रमाणं खलु
गच्छति पुरतः श्रमणः ईर्यासमितिर्भवेत्तस्य ।।६१।।
‘‘[ગાથાર્થઃ] જો પરદ્રવ્ય-પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું. હું તો
જ્ઞાતા જ છું તેથી (પરદ્રવ્યરૂપ) પરિગ્રહ મારો નથી.’’
વળી (૬૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] ભવ્ય જીવ ભવભીરુપણાને લીધે પરિગ્રહવિસ્તારને છોડો અને
નિરુપમ સુખના *આવાસની પ્રાપ્તિ અર્થે નિજ આત્મામાં અવિચળ, સુખાકાર (સુખમયી)
તથા જગતજનોને દુર્લભ એવી સ્થિતિ (સ્થિરતા) કરો. અને આ (નિજાત્મામાં અચળ
સુખાત્મક સ્થિતિ કરવાનું કાર્ય) સત્પુરુષોને કાંઈ મહા આશ્ચર્યની વાત નથી, અસત્પુરુષોને
આશ્ચર્યની વાત છે. ૮૦.
અવલોકી માર્ગ ધુરાપ્રમાણ કરે ગમન મુનિરાજ જે
દિવસે જ પ્રાસુક માર્ગમાં, ઈર્યાસમિતિ તેહને. ૬૧.
અન્વયાર્થઃ[श्रमणः] જે શ્રમણ [प्रासुकमार्गेण] પ્રાસુક માર્ગે [दिवा] દિવસે
[युगप्रमाणं] ધુરાપ્રમાણ [पुरतः] આગળ [खलु अवलोकयन्] જોઈને [गच्छति] ચાલે છે,
*આવાસ = નિવાસસ્થાન; ઘર; રહેઠાણ; આયતન.

Page 117 of 380
PDF/HTML Page 146 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૧૭
अत्रेर्यासमितिस्वरूपमुक्त म्
यः परमसंयमी गुरुदेवयात्रादिप्रशस्तप्रयोजनमुद्दिश्यैकयुगप्रमाणं मार्गम् अवलोकयन्
स्थावरजंगमप्राणिपरिरक्षार्थं दिवैव गच्छति, तस्य खलु परमश्रमणस्येर्यासमितिर्भवति
व्यवहारसमितिस्वरूपमुक्त म् इदानीं निश्चयसमितिस्वरूपमुच्यते अभेदानुपचाररत्नत्रयमार्गेण
परमधर्मिणमात्मानं सम्यग् इता परिणतिः समितिः अथवा निजपरमतत्त्वनिरतसहज-
परमबोधादिपरमधर्माणां संहतिः समितिः इति निश्चयव्यवहारसमितिभेदं बुद्ध्वा तत्र
परमनिश्चयसमितिमुपयातु भव्य इति
[तस्य] તેને [ईर्यासमितिः] ઈર્યાસમિતિ [भवेत] હોય છે.
ટીકાઃઅહીં (આ ગાથામાં) ઈર્યાસમિતિનું સ્વરૂપ કહ્યું છે.
જે *પરમસંયમી ગુરુયાત્રા (ગુરુ પાસે જવું), દેવયાત્રા (દેવ પાસે જવું) વગેરે
પ્રશસ્ત પ્રયોજનનો ઉદ્દેશ રાખીને એક ધોંસરા જેટલો માર્ગ જોતો જોતો સ્થાવર તથા
જંગમ પ્રાણીઓની પરિરક્ષા (સમસ્ત પ્રકારે રક્ષા) અર્થે દિવસે જ ચાલે છે, તે
પરમશ્રમણને ઈર્યાસમિતિ હોય છે. (આ પ્રમાણે) વ્યવહારસમિતિનું સ્વરૂપ કહેવામાં
આવ્યું.
હવે નિશ્ચયસમિતિનું સ્વરૂપ કહેવામાં આવે છેઃ અભેદ-અનુપચાર-રત્નત્રયરૂપી
માર્ગે પરમધર્મી એવા (પોતાના) આત્મા પ્રત્યે સમ્યક્ ‘ઇતિ’ (-ગતિ) અર્થાત્ પરિણતિ
તે સમિતિ છે; અથવા, નિજ પરમતત્ત્વમાં લીન સહજ પરમજ્ઞાનાદિક પરમધર્મોની સંહતિ
(-મિલન, સંગઠન) તે સમિતિ છે.
આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહારરૂપ સમિતિભેદો જાણીને તેમાં (-તે બેમાંથી)
પરમનિશ્ચયસમિતિને ભવ્ય જીવ પ્રાપ્ત કરો.
[હવે ૬૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે
છેઃ]
*પરમસંયમી મુનિને (અર્થાત્ મુનિયોગ્ય શુદ્ધપરિણતિવાળા મુનિને) શુદ્ધપરિણતિની સાથે વર્તતો
જે (હઠ વગરનો) ઈર્યાસંબંધી (-ગમનસંબંધી, ચાલવાસંબંધી) શુભોપયોગ તે વ્યવહાર
ઈર્યાસમિતિ છે. શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ
તો વ્યવહાર સમિતિ પણ કહેવાતો નથી. [આ ઈર્યાસમિતિની માફક અન્ય સમિતિઓનું પણ
સમજી લેવું.]

Page 118 of 380
PDF/HTML Page 147 of 409
single page version

૧૧૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(मन्दाक्रांता)
इत्थं बुद्ध्वा परमसमितिं मुक्ति कान्तासखीं यो
मुक्त्वा संगं भवभयकरं हेमरामात्मकं च
स्थित्वाऽपूर्वे सहजविलसच्चिच्चमत्कारमात्रे
भेदाभावे समयति च यः सर्वदा मुक्त एव
।।८१।।
(मालिनी)
जयति समितिरेषा शीलमूलं मुनीनां
त्रसहतिपरिदूरा स्थावरणां हतेर्वा
भवदवपरितापक्लेशजीमूतमाला
सकलसुकृतसीत्यानीकसन्तोषदायी
।।८२।।
(मालिनी)
नियतमिह जनानां जन्म जन्मार्णवेऽस्मिन्
समितिविरहितानां कामरोगातुराणाम्
मुनिप कुरु ततस्त्वं त्वन्मनोगेहमध्ये
ह्यपवरकममुष्याश्चारुयोषित्सुमुक्ते :
।।८३।।
[શ્લોકાર્થઃ] આ રીતે મુક્તિકાન્તાની (મુક્તિસુંદરીની) સખી પરમસમિતિને
જાણીને જે જીવ ભવભયના કરનારા કંચનકામિનીના સંગને છોડીને, અપૂર્વ, સહજ-વિલસતા
(સ્વભાવથી પ્રકાશતા), અભેદ ચૈતન્યચમત્કારમાત્રમાં સ્થિત રહી (તેમાં) સમ્યક્ ‘ઇતિ’
(-ગતિ) કરે છે અર્થાત
્ સમ્યક્પણે પરિણમે છે, તે સર્વદા મુક્ત જ છે. ૮૧.
[શ્લોકાર્થઃ] જે (સમિતિ) મુનિઓને શીલનું (-ચારિત્રનું) મૂળ છે, જે ત્રસ
જીવોના ઘાતથી તેમ જ સ્થાવર જીવોના ઘાતથી સમસ્ત પ્રકારે દૂર છે, જે ભવદાવાનળના
પરિતાપરૂપી ક્લેશને શાંત કરનારી તથા સમસ્ત સુકૃતરૂપી ધાન્યના રાશિને (પોષણ આપીને)
સંતોષ દેનારી મેઘમાળા છે, તે આ સમિતિ જયવંત છે. ૮૨.
[શ્લોકાર્થઃ] અહીં (વિશ્વમાં) એ નક્કી છે કે આ જન્માર્ણવમાં (ભવસાગરમાં)
સમિતિરહિત કામરોગાતુર (ઇચ્છારૂપી રોગથી પીડિત) જનોનો જન્મ થાય છે. તેથી હે
મુનિ! તું તારા મનરૂપી ઘરમાં આ સુમુક્તિરૂપી સુંદર સ્ત્રી માટે નિવાસગૃહ (ઓરડો) રાખ
(અર્થાત્ તું મુક્તિનું ચિંતવન કર). ૮૩.

Page 119 of 380
PDF/HTML Page 148 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૧૯
(आर्या)
निश्चयरूपां समितिं सूते यदि मुक्ति भाग्भवेन्मोक्षः
वत न च लभतेऽपायात् संसारमहार्णवे भ्रमति ।।८४।।
पेसुण्णहासकक्कसपरणिंदप्पप्पसंसियं वयणं
परिचत्ता सपरहिदं भासासमिदी वदंतस्स ।।६२।।
पैशून्यहास्यकर्कशपरनिन्दात्मप्रशंसितं वचनम्
परित्यज्य स्वपरहितं भाषासमितिर्वदतः ।।६२।।
अत्र भाषासमितिस्वरूपमुक्त म्
कर्णेजपमुखविनिर्गतं नृपतिकर्णाभ्यर्णगतं चैकपुरुषस्य एककुटुम्बस्य एकग्रामस्य वा
महद्विपत्कारणं वचः पैशून्यम् क्वचित् कदाचित् किंचित् परजनविकाररूपमवलोक्य
त्वाकर्ण्य च हास्याभिधाननोकषायसमुपजनितम् ईषच्छुभमिश्रितमप्यशुभकर्मकारणं
[શ્લોકાર્થઃ] જો જીવ નિશ્ચયરૂપ સમિતિને ઉત્પન્ન કરે, તો તે મુક્તિને પામે
છેમોક્ષરૂપ થાય છે. પરંતુ સમિતિના નાશથી (-અભાવથી), અરેરે! તે મોક્ષ પામતો નથી,
પણ સંસારરૂપી મહાસાગરમાં ભમે છે. ૮૪.
નિજસ્તવન, પરનિંદા, પિશુનતા, હાસ્ય, કર્કશ વચનને
છોડી સ્વપરહિત જે વદે, ભાષાસમિતિ તેહને. ૬૨.
અન્વયાર્થઃ[पैशून्यहास्यकर्कशपरनिन्दात्मप्रशंसितं वचनम्] પૈશૂન્ય (ચાડી), હાસ્ય,
કર્કશ ભાષા, પરનિંદા અને આત્મપ્રશંસારૂપ વચનો [परित्यज्य] પરિત્યાગીને [स्वपरहितं
वदतः] જે સ્વપરહિતરૂપ વચનો બોલે છે, તેને [भाषासमितिः] ભાષાસમિતિ હોય છે.
ટીકાઃઅહીં ભાષાસમિતિનું સ્વરૂપ કહ્યું છે.
ચાડીખોર માણસના મુખમાંથી નીકળેલાં અને રાજાના કાનની નિકટ પહોંચેલાં,
કોઈ એક પુરુષ, કોઈ એક કુટુંબ કે કોઈ એક ગામને મહા વિપત્તિના કારણભૂત એવાં
વચનો તે પૈશૂન્ય છે. ક્યાંક ક્યારેક કાંઈક પરજનોના વિકૃત રૂપને અવલોકીને અથવા
સાંભળીને હાસ્ય નામના નોકષાયથી ઉત્પન્ન થતું, જરાક શુભ સાથે મિશ્રિત હોવા છતાં

Page 120 of 380
PDF/HTML Page 149 of 409
single page version

૧૨૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पुरुषमुखविकारगतं हास्यकर्म कर्णशष्कुलीविवराभ्यर्णगोचरमात्रेण परेषामप्रीतिजननं हि
कर्कशवचः परेषां भूताभूतदूषणपुरस्सरवाक्यं परनिन्दा स्वस्य भूताभूतगुणस्तुतिरात्म-
प्रशंसा एतत्सर्वमप्रशस्तवचः परित्यज्य स्वस्य च परस्य च शुभशुद्धपरिणतिकारणं वचो
भाषासमितिरिति
तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः
(मालिनी)
‘‘समधिगतसमस्ताः सर्वसावद्यदूराः
स्वहितनिहितचित्ताः शांतसर्वप्रचाराः
स्वपरसफलजल्पाः सर्वसंकल्पमुक्ताः
कथमिह न विमुक्ते र्भाजनं ते विमुक्ताः
।।’’
तथा च
અશુભ કર્મનું કારણ, પુરુષના મુખના વિકાર સાથે સંબંધવાળું, તે હાસ્યકર્મ છે. કાનના
છિદ્રની નજીક પહોંચવામાત્રથી જે બીજાઓને અપ્રીતિ ઉપજાવે છે તે કર્કશ વચનો છે.
બીજાનાં વિદ્યમાન-અવિદ્યમાન દૂષણપૂર્વકનાં વચનો (અર્થાત
્ પરના સાચા તેમ જ જૂઠા
દોષો કહેનારાં વચનો) તે પરનિંદા છે. પોતાના વિદ્યમાન-અવિદ્યમાન ગુણોની સ્તુતિ તે
આત્મપ્રશંસા છે.
આ બધાં અપ્રશસ્ત વચનો પરિત્યાગીને સ્વ તેમ જ પરને શુભ અને
શુદ્ધ પરિણતિના કારણભૂત વચનો તે ભાષાસમિતિ છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૨૨૬મા શ્લોક
દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] જેમણે બધું (વસ્તુસ્વરૂપ) જાણી લીધું છે, જેઓ સર્વ સાવદ્યથી
દૂર છે, જેમણે સ્વહિતમાં ચિત્તને સ્થાપ્યું છે, જેમને સર્વ *પ્રચાર શાંત થયો છે, જેમની
ભાષા સ્વપરને સફળ (હિતરૂપ) છે, જેઓ સર્વ સંકલ્પ રહિત છે, તે વિમુક્ત પુરુષો
આ લોકમાં વિમુક્તિનું ભાજન કેમ ન હોય
? (અર્થાત્ આવા મુનિજનો અવશ્ય મોક્ષનાં
પાત્ર છે.)’’
વળી (૬૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
*પ્રચાર = વહીવટ; કામ માથે લેવું તે; આરંભ; બાહ્ય પ્રવૃત્તિ.

Page 121 of 380
PDF/HTML Page 150 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૨૧
(अनुष्टुभ्)
परब्रह्मण्यनुष्ठाननिरतानां मनीषिणाम्
अन्तरैरप्यलं जल्पैः बहिर्जल्पैश्च किं पुनः ।।८५।।
कदकारिदाणुमोदणरहिदं तह पासुगं पसत्थं च
दिण्णं परेण भत्तं समभुत्ती एसणासमिदी ।।६३।।
कृतकारितानुमोदनरहितं तथा प्रासुकं प्रशस्तं च
दत्तं परेण भक्तं संभुक्ति : एषणासमितिः ।।६३।।
अत्रैषणासमितिस्वरूपमुक्त म् तद्यथा
मनोवाक्कायानां प्रत्येकं कृतकारितानुमोदनैः कृत्वा नव विकल्पा भवन्ति, न तैः
संयुक्त मन्नं नवकोटिविशुद्धमित्युक्त म्; अतिप्रशस्तं मनोहरम्; हरितकायात्मकसूक्ष्मप्राणि-
[શ્લોકાર્થઃ] પરબ્રહ્મના અનુષ્ઠાનમાં નિરત (અર્થાત્ પરમાત્માના આચરણમાં
લીન) એવા ડાહ્યા પુરુષોનેમુનિજનોને અંતર્જલ્પથી (વિકલ્પરૂપ અંતરંગ ઉત્થાનથી) પણ
બસ થાઓ, બહિર્જલ્પની (ભાષા બોલવાની) તો વાત જ શી? ૮૫.
અનુમનન-કૃત-કારિતવિહીન, પ્રશસ્ત, પ્રાસુક અશનને
પરદત્તને મુનિ જે ગ્રહે, એષણસમિતિ તેહને. ૬૩.
અન્વયાર્થઃ[परेण दत्तं] પર વડે દેવામાં આવેલું, [कृतकारितानुमोदनरहितं] કૃત-
કારિત-અનુમોદન રહિત, [तथा प्रासुकं] પ્રાસુક [प्रशस्तं च] અને *પ્રશસ્ત [भक्तं ] ભોજન
કરવારૂપ [संभुक्ति :] જે સમ્યક્ આહારગ્રહણ [एषणासमितिः] તે એષણાસમિતિ છે.
ટીકાઃઅહીં એષણાસમિતિનું સ્વરૂપ કહ્યું છે. તે આ પ્રમાણે
મન, વચન અને કાયામાંના પ્રત્યેકને કૃત, કારિત અને અનુમોદના સહિત ગણીને
તેમના નવ ભેદો થાય છે; તેમનાથી સંયુક્ત અન્ન નવ કોટિએ વિશુદ્ધ નથી એમ
(શાસ્ત્રમાં) કહ્યું છે; અતિપ્રશસ્ત એટલે મનોહર (અન્ન); હરિતકાયમય સૂક્ષ્મ પ્રાણીઓના
*પ્રશસ્ત = સારું; શાસ્ત્રમાં પ્રશંસેલું; જે વ્યવહારે પ્રમાદાદિનું કે રોગાદિનું નિમિત્ત ન હોય
એવું.

Page 122 of 380
PDF/HTML Page 151 of 409
single page version

૧૨૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
संचारागोचरं प्रासुकमित्यभिहितम्; प्रतिग्रहोच्चस्थानपादक्षालनार्चनप्रणामयोगशुद्धिभिक्षा-
शुद्धिनामधेयैर्नवविधपुण्यैः प्रतिपत्तिं कृत्वा श्रद्धाशक्त्यलुब्धताभक्ति ज्ञानदयाक्षमाऽभिधान-
सप्तगुणसमाहितेन शुद्धेन योग्याचारेणोपासकेन दत्तं भक्तं भुंजानः तिष्ठति यः परम-
तपोधनः तस्यैषणासमितिर्भवति
इति व्यवहारसमितिक्रमः अथ निश्चयतो जीवस्याशनं
नास्ति परमार्थतः, षट्प्रकारमशनं व्यवहारतः संसारिणामेव भवति
तथा चोक्तं समयसारे (?)
‘‘णोकम्मकम्महारो लेप्पाहारो य कवलमाहारो
उज्ज मणो वि य कमसो आहारो छव्विहो णेयो ।।’’
સંચારને અગોચર તે પ્રાસુક (અન્ન)એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. +પ્રતિગ્રહ, ઉચ્ચ સ્થાન,
પાદપ્રક્ષાલન, અર્ચન, પ્રણામ, યોગશુદ્ધિ (મન-વચન-કાયાની શુદ્ધિ) અને ભિક્ષાશુદ્ધિ
નવવિધ પુણ્યથી (નવધા ભક્તિથી) આદર કરીને, શ્રદ્ધા, શક્તિ, અલુબ્ધતા, ભક્તિ,
જ્ઞાન, દયા અને ક્ષમા
એ (દાતાના) સાત ગુણો સહિત શુદ્ધ યોગ્ય-આચારવાળા
ઉપાસક વડે દેવામાં આવેલું (નવ કોટિએ શુદ્ધ, પ્રશસ્ત અને પ્રાસુક) ભોજન જે પરમ
તપોધન લે છે, તેને એષણાસમિતિ હોય છે. આમ વ્યવહારસમિતિનો ક્રમ છે.
હવે નિશ્ચયથી એમ છે કેજીવને પરમાર્થે અશન નથી; છ પ્રકારનું અશન
વ્યવહારથી સંસારીઓને જ હોય છે.
એવી રીતે શ્રી *સમયસારમાં (?) કહ્યું છે કેઃ
‘‘[ગાથાર્થઃ] નોકર્મ-આહાર, કર્મ-આહાર, લેપ-આહાર, કવલ-આહાર, ઓજ-
આહાર અને મન-આહારએમ આહાર ક્રમશઃ છ પ્રકારનો જાણવો.’’
+પ્રતિગ્રહ = ‘આહારપાણી શુદ્ધ છે, તિષ્ઠ, તિષ્ઠ, તિષ્ઠ, (-ઊભા રહો, ઊભા રહો, ઊભા
રહો,)’ એમ કહીને આહારગ્રહણની વિનતિ કરવી તે; કૃપા કરવા માટે વિનતિ;
આદરસન્માન. [આમ પ્રતિગ્રહ કરવામાં આવતાં, જો મુનિ કૃપા કરી ઊભા રહે તો દાતાના
સાત ગુણોથી યુક્ત શ્રાવક તેમને પોતાના ઘરમાં લઈ જઈ, ઉચ્ચ સ્થાને બિરાજમાન કરી,
પગ ધોઈને, પૂજન કરે છે અને પ્રણામ કરે છે. પછી મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક શુદ્ધ
ભિક્ષા દે છે.]
*અહીં ઉદ્ધૃત કરેલી ગાથા સમયસારમાં નથી પરંતુ પ્રવચનસારમાં (પ્રથમ અધિકારની ૨૦મી
ગાથાની તાત્પર્યવૃત્તિ-ટીકામાં) અવતરણરૂપે છે.

Page 123 of 380
PDF/HTML Page 152 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૨૩
अशुद्धजीवानां विभावधर्मं प्रति व्यवहारनयस्योदाहरणमिदम्
इदानीं निश्चयस्योदाहृतिरुच्यते तद्यथा
‘‘जस्स अणेसणमप्पा तं पि तवो तप्पडिच्छगा समणा
अण्णं भिक्खमणेसणमध ते समणा अणाहारा ।।’’
तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः
(मालिनी)
‘‘यमनियमनितान्तः शान्तबाह्यान्तरात्मा
परिणमितसमाधिः सर्वसत्त्वानुकम्पी
विहितहितमिताशी क्लेशजालं समूलं
दहति निहतनिद्रो निश्चिताध्यात्मसारः
।।’’
અશુદ્ધ જીવોના વિભાવધર્મ વિષે વ્યવહારનયનું આ (અવતરણ કરેલી
ગાથામાં) ઉદાહરણ છે.
હવે (શ્રી પ્રવચનસારની ૨૨૭મી ગાથા દ્વારા) નિશ્ચયનું ઉદાહરણ કહેવામાં આવે
છે. તે આ પ્રમાણે
‘‘[ગાથાર્થઃ] જેનો આત્મા એષણારહિત છે (અર્થાત્ જે અનશનસ્વભાવી
આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઇચ્છા રહિત છે) તેને તે પણ તપ
છે; (વળી) તેને પ્રાપ્ત કરવા માટે (
અનશનસ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા
માટે) પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો તેમને અન્ય (સ્વરૂપથી જુદી એવી) ભિક્ષા
એષણા વિના (-એષણાદોષ રહિત) હોય છે; તેથી તે શ્રમણો અનાહારી છે.’’
એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૨૨૫મા શ્લોક
દ્વારા) કહ્યું છે કેઃ
‘‘
[શ્લોકાર્થઃ] જેણે અધ્યાત્મના સારનો નિશ્ચય કર્યો છે, જે અત્યંત
યમનિયમ સહિત છે, જેનો આત્મા બહારથી અને અંદરથી શાંત થયો છે, જેને સમાધિ
પરિણમી છે, જેને સર્વ જીવો પ્રત્યે અનુકંપા છે, જે વિહિત (
શાસ્ત્રાજ્ઞા મુજબનું)

Page 124 of 380
PDF/HTML Page 153 of 409
single page version

૧૨૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
तथा हि
(शालिनी)
भुक्त्वा भक्तं भक्त हस्ताग्रदत्तं
ध्यात्वात्मानं पूर्णबोधप्रकाशम्
तप्त्वा चैवं सत्तपः सत्तपस्वी
प्राप्नोतीद्धां मुक्ति वारांगनां सः
।।८६।।
पोत्थइकमंडलाइं गहणविसग्गेसु पयतपरिणामो
आदावणणिक्खेवणसमिदी होदि त्ति णिद्दिट्ठा ।।६४।।
पुस्तककमण्डलादिग्रहणविसर्गयोः प्रयत्नपरिणामः
आदाननिक्षेपणसमितिर्भवतीति निर्दिष्टा ।।६४।।
अत्रादाननिक्षेपणसमितिस्वरूपमुक्त म्
*હિત-મિત ભોજન કરનાર છે, જેણે નિદ્રાનો નાશ કર્યો છે, તે (મુનિ) કલેશજાળને
સમૂળગી બાળી નાખે છે.’’
વળી (૬૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] ભક્તના હસ્તાગ્રથી (હાથની આંગળીઓથી) દેવામાં આવેલું
ભોજન લઈને, પૂર્ણ જ્ઞાનપ્રકાશવાળા આત્માનું ધ્યાન કરીને, એ રીતે સત્ તપને (-સમ્યક્
તપને) તપીને, તે સત્ તપસ્વી (સાચો તપસ્વી) દેદીપ્યમાન મુક્તિવારાંગનાને (મુક્તિરૂપી
સ્ત્રીને) પ્રાપ્ત કરે છે. ૮૬.
શાસ્ત્રાદિ ગ્રહતાંમૂકતાં મુનિના પ્રયત પરિણામને
આદાનનિક્ષેપણ સમિતિ કહેલ છે આગમ વિષે. ૬૪.
અન્વયાર્થઃ[पुस्तककमण्डलादिग्रहणविसर्गयोः] પુસ્તક, કમંડળ વગેરે લેવા-મૂકવા
સંબંધી [प्रयत्नपरिणामः] પ્રયત્નપરિણામ તે [आदाननिक्षेपणसमितिः] આદાનનિક્ષેપણસમિતિ
[भवति] છે [इति निर्दिष्टा] એમ કહ્યું છે.
ટીકાઃઅહીં આદાનનિક્ષેપણસમિતિનું સ્વરૂપ કહ્યું છે.
*હિત-મિત = હિતકર અને માપસર

Page 125 of 380
PDF/HTML Page 154 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૨૫
अपहृतसंयमिनां संयमज्ञानाद्युपकरणग्रहणविसर्गसमयसमुद्भवसमितिप्रकारोक्ति रियम्
उपेक्षासंयमिनां न पुस्तककमण्डलुप्रभृतयः, अतस्ते परमजिनमुनयः एकान्ततो निस्पृहाः, अत
एव बाह्योपकरणनिर्मुक्ताः
अभ्यन्तरोपकरणं निजपरमतत्त्वप्रकाशदक्षं निरुपाधिस्वरूपसहज-
ज्ञानमन्तरेण न किमप्युपादेयमस्ति अपहृतसंयमधराणां परमागमार्थस्य पुनः पुनः
प्रत्यभिज्ञानकारणं पुस्तकं ज्ञानोपकरणमिति यावत्, शौचोपकरणं च कायविशुद्धिहेतुः
कमण्डलुः, संयमोपकरणहेतुः पिच्छः एतेषां ग्रहणविसर्गयोः समयसमुद्भवप्रयत्नपरिणाम-
विशुद्धिरेव हि आदाननिक्षेपणसमितिरिति निर्दिष्टेति
(मालिनी)
समितिषु समितीयं राजते सोत्तमानां
परमजिनमुनीनां संहतौ क्षांतिमैत्री
त्वमपि कुरु मनःपंकेरुहे भव्य नित्यं
भवसि हि परमश्रीकामिनीकांतकांतः
।।८७।।
આ, અપહૃતસંયમીઓને સંયમજ્ઞાનાદિકના ઉપકરણો લેતી-મૂકતી વખતે ઉત્પન્ન
થતી સમિતિનો પ્રકાર કહ્યો છે. ઉપેક્ષાસંયમીઓને પુસ્તક, કમંડળ વગેરે હોતાં નથી; તે
પરમજિનમુનિઓ એકાંતે (-સર્વથા) નિસ્પૃહ હોય છે તેથી જ તેઓ બાહ્ય ઉપકરણ રહિત
હોય છે. અભ્યંતર ઉપકરણભૂત, નિજ પરમતત્ત્વને પ્રકાશવામાં ચતુર એવું જે
નિરુપાધિસ્વરૂપ સહજ જ્ઞાન તેના સિવાય બીજું કંઈ તેમને ઉપાદેય નથી. અપહૃતસંયમધરોને
પરમાગમના અર્થનું ફરીફરીને પ્રત્યભિજ્ઞાન થવામાં કારણભૂત એવું પુસ્તક તે જ્ઞાનનું
ઉપકરણ છે; શૌચનું ઉપકરણ કાયવિશુદ્ધિના હેતુભૂત કમંડળ છે; સંયમનું ઉપકરણ
હેતુ
પીંછી છે. આ ઉપકરણોને લેતી-મૂકતી વખતે ઉદ્ભવતી પ્રયત્નપરિણામરૂપ વિશુદ્ધિ તે જ
આદાનનિક્ષેપણસમિતિ છે એમ (શાસ્ત્રમાં) કહ્યું છે.
[હવે ૬૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] ઉત્તમ પરમજિનમુનિઓની આ સમિતિ સમિતિઓમાં શોભે છે.
૧. અપહૃતસંયમી = અપહૃતસંયમવાળા મુનિ. [અપવાદ, વ્યવહારનય, એકદેશપરિત્યાગ, અપહૃતસંયમ
(હીણો-ઓછપવાળો સંયમ), સરાગચારિત્ર અને શુભોપયોગએ બધાં એકાર્થ છે.]
૨. ઉપેક્ષાસંયમી = ઉપેક્ષાસંયમવાળા મુનિ. [ઉત્સર્ગ, નિશ્ચયનય, સર્વપરિત્યાગ, ઉપેક્ષાસંયમ, વીતરાગ-
ચારિત્ર અને શુદ્ધોપયોગએ બધાં એકાર્થ છે.]

Page 126 of 380
PDF/HTML Page 155 of 409
single page version

૧૨૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पासुगभूमिपदेसे गूढे रहिए परोपरोहेण
उच्चारादिच्चागो पइट्ठासमिदी हवे तस्स ।।६५।।
प्रासुकभूमिप्रदेशे गूढे रहिते परोपरोधेन
उच्चारादित्यागः प्रतिष्ठासमितिर्भवेत्तस्य ।।६५।।
मुनीनां कायमलादित्यागस्थानशुद्धिकथनमिदम्
शुद्धनिश्चयतो जीवस्य देहाभावान्न चान्नग्रहणपरिणतिः व्यवहारतो देहः विद्यते;
तस्यैव हि देहे सति ह्याहारग्रहणं भवति; आहारग्रहणान्मलमूत्रादयः संभवन्त्येव अत
एव संयमिनां मलमूत्रविसर्गस्थानं निर्जन्तुकं परेषामुपरोधेन विरहितम् तत्र स्थाने
शरीरधर्मं कृत्वा पश्चात्तस्मात्स्थानादुत्तरेण कतिचित् पदानि गत्वा ह्युदङ्मुखः स्थित्वा
તેના સંગમાં ક્ષાંતિ અને મૈત્રી હોય છે (અર્થાત્ આ સમિતિયુક્ત મુનિને ધીરજ
સહનશીલતાક્ષમા અને મૈત્રીભાવ હોય છે). હે ભવ્ય! તું પણ મન-કમળમાં સદા તે
સમિતિ ધારણ કર, કે જેથી તું પરમશ્રીરૂપી કામિનીનો પ્રિય કાન્ત થઈશ (અર્થાત
મુક્તિલક્ષ્મીને વરીશ). ૮૭.
જે ભૂમિ પ્રાસુક, ગૂઢ ને ઉપરોધ જ્યાં પરનો નહીં,
મળત્યાગ ત્યાં કરનારને સમિતિ પ્રતિષ્ઠાપન તણી. ૬૫.
અન્વયાર્થઃ[परोपरोधेन रहिते] જેને પરના ઉપરોધ વિનાના (બીજાથી
રોકવામાં ન આવે એવા), [गूढे] ગૂઢ અને [प्रासुकभूमिप्रदेशे] પ્રાસુક ભૂમિપ્રદેશમાં
[उच्चारादित्यागः] મળાદિનો ત્યાગ હોય, [तस्य] તેને [प्रतिष्ठासमितिः] પ્રતિષ્ઠાપન સમિતિ
[भवेत्] હોય છે.
ટીકાઃઆ, મુનિઓને કાયમળાદિત્યાગના સ્થાનની શુદ્ધિનું કથન છે.
શુદ્ધનિશ્ચયથી જીવને દેહનો અભાવ હોવાથી અન્નગ્રહણરૂપ પરિણતિ નથી.
વ્યવહારથી (જીવને) દેહ છે; તેથી તેને જ દેહ હોતાં આહારગ્રહણ છે; આહારગ્રહણને
લીધે મળમૂત્રાદિક સંભવે છે જ. તેથી જ સંયમીઓને મળમૂત્રાદિકના ઉત્સર્ગનું (
ત્યાગનું)
સ્થાન જંતુરહિત અને પરના ઉપરોધ રહિત હોય છે. તે સ્થાને શરીરધર્મ કરીને પછી જે
પરમસંયમી તે સ્થાનથી ઉત્તર દિશામાં કેટલાંક પગલાં જઈને ઉત્તરમુખે ઊભા રહીને,

Page 127 of 380
PDF/HTML Page 156 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૨૭
चोत्सृज्य कायकर्माणि संसारकारणं परिणामं मनश्च संसृतेर्निमित्तं, स्वात्मानमव्यग्रो भूत्वा
ध्यायति यः परमसंयमी मुहुर्मुहुः कलेवरस्याप्यशुचित्वं वा परिभावयति, तस्य खलु
प्रतिष्ठापनसमितिरिति
नान्येषां स्वैरवृत्तीनां यतिनामधारिणां काचित् समितिरिति
(मालिनी)
समितिरिह यतीनां मुक्ति साम्राज्यमूलं
जिनमतकुशलानां स्वात्मचिंतापराणाम्
मधुसखनिशितास्त्रव्रातसंभिन्नचेतः
सहितमुनिगणानां नैव सा गोचरा स्यात
।।८८।।
(हरिणी)
समितिसमितिं बुद्ध्वा मुक्त्यङ्गनाभिमतामिमां
भवभवभयध्वान्तप्रध्वंसपूर्णशशिप्रभाम्
मुनिप तव सद्दीक्षाकान्तासखीमधुना मुदा
जिनमततपःसिद्धं यायाः फलं किमपि ध्रुवम्
।।9।।
કાયકર્મોનો (શરીરની ક્રિયાઓનો), સંસારના કારણભૂત હોય એવા પરિણામનો તથા
સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને, નિજ આત્માને અવ્યગ્ર (એકાગ્ર) થઈને ધ્યાવે
છે અથવા ફરીફરીને કલેવરનું (શરીરનું) પણ અશુચિપણું સર્વ તરફથી ભાવે છે, તેને
ખરેખર પ્રતિષ્ઠાપનસમિતિ હોય છે. બીજા સ્વચ્છંદવૃત્તિવાળા યતિનામધારીઓને કોઈ
સમિતિ હોતી નથી.
[હવે ૬૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] જિનમતમાં કુશળ અને સ્વાત્મચિંતનમાં પરાયણ એવા યતિઓને આ
સમિતિ મુક્તિસામ્રાજ્યનું મૂળ છે. કામદેવના તીક્ષ્ણ અસ્ત્રસમૂહથી ભેદાયેલા હૃદયવાળા
મુનિગણોને તે (સમિતિ) ગોચર નથી જ હોતી. ૮૮.
[શ્લોકાર્થઃ] હે મુનિ! સમિતિઓમાંની આ સમિતિનેકે જે મુક્તિરૂપી સ્ત્રીને
વહાલી છે, જે ભવભવના ભયરૂપી અંધકારને નષ્ટ કરવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા સમાન
છે તથા તારી સત
્-દીક્ષારૂપી કાન્તાની (સાચી દીક્ષારૂપી પ્રિય સ્ત્રીની) સખી છે તેને
હવે પ્રમોદથી જાણીને, જિનમતકથિત તપથી સિદ્ધ થતા એવા કોઈ (અનુપમ) ધ્રુવ ફળને
તું પામીશ. ૮૯.

Page 128 of 380
PDF/HTML Page 157 of 409
single page version

૧૨૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(द्रुतविलंबित)
समितिसंहतितः फलमुत्तमं
सपदि याति मुनिः परमार्थतः
न च मनोवचसामपि गोचरं
किमपि केवलसौख्यसुधामयम्
।।9।।
कालुस्समोहसण्णारागद्दोसाइअसुहभावाणं
परिहारो मणुगुत्ती ववहारणयेण परिकहियं ।।६६।।
कालुष्यमोहसंज्ञारागद्वेषाद्यशुभभावनाम्
परिहारो मनोगुप्तिः व्यवहारनयेन परिकथिता ।।६६।।
व्यवहारमनोगुप्तिस्वरूपाख्यानमेतत
क्रोधमानमायालोभाभिधानैश्चतुर्भिः कषायैः क्षुभितं चित्तं कालुष्यम् मोहो
[શ્લોકાર્થઃ] સમિતિની સંગતિ દ્વારા ખરેખર મુનિ મન-વાણીને પણ અગોચર
(-મનથી અચિંત્ય અને વાણીથી અકથ્ય) એવું કોઈ કેવળસુખામૃતમય ઉત્તમ ફળ શીઘ્ર પામે
છે. ૯૦.
કાલુષ્ય, સંજ્ઞા, મોહ, રાગ, દ્વેષ આદિ અશુભના
પરિહારને મનગુપ્તિ છે ભાખેલ નય વ્યવહારમાં. ૬૬.
અન્વયાર્થઃ[कालुष्यमोहसंज्ञारागद्वेषाद्यशुभभावानाम्] કલુષતા, મોહ, સંજ્ઞા, રાગ, દ્વેષ
વગેરે અશુભ ભાવોના [परिहारः] પરિહારને [व्यवहारनयेन] વ્યવહારનયથી [मनोगुप्तिः]
મનોગુપ્તિ [परिकथिता] કહેલ છે.
ટીકાઃઆ, વ્યવહાર *મનોગુપ્તિના સ્વરૂપનું કથન છે.
ક્રોધ, માન, માયા અને લોભ નામના ચાર કષાયોથી ક્ષુબ્ધ થયેલું ચિત્ત તે કલુષતા
*મુનિને મુનિત્વોચિત શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) મન-આશ્રિત, વચન-આશ્રિત
કે કાય-આશ્રિત શુભોપયોગ તેને વ્યવહાર ગુપ્તિ કહેવામાં આવે છે, કારણ કે શુભોપયોગમાં મન,
વચન કે કાય સાથે અશુભોપયોગરૂપ જોડાણ નથી. શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ
સહિત હોય છે. તે શુભોપયોગ તો વ્યવહારગુપ્તિ પણ કહેવાતો નથી.

Page 129 of 380
PDF/HTML Page 158 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૨૯
दर्शनचारित्रभेदाद् द्विधा संज्ञा आहारभयमैथुनपरिग्रहाणां भेदाच्चतुर्धा रागः
प्रशस्ताप्रशस्तभेदेन द्विविधः असह्यजनेषु वापि चासह्यपदार्थसार्थेषु वा वैरस्य परिणामो
द्वेषः इत्याद्यशुभपरिणामप्रत्ययानां परिहार एव व्यवहारनयाभिप्रायेण मनोगुप्तिरिति
(वसंततिलका)
गुप्तिर्भविष्यति सदा परमागमार्थ-
चिंतासनाथमनसो विजितेन्द्रियस्य
बाह्यान्तरङ्गपरिषङ्गविवर्जितस्य
श्रीमज्जिनेन्द्रचरणस्मरणान्वितस्य
।।9।।
थीराजचोरभत्तकहादिवयणस्स पावहेउस्स
परिहारो वयगुत्ती अलियादिणियत्तिवयणं वा ।।६७।।
છે. દર્શનમોહ અને ચારિત્રમોહ એવા (બે) ભેદોને લીધે મોહ બે પ્રકારે છે. આહારસંજ્ઞા,
ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એવા (ચાર) ભેદોને લીધે સંજ્ઞા ચાર પ્રકારે છે.
પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ એવા (બે) ભેદને લીધે રાગ બે પ્રકારનો છે. અસહ્ય
જનો પ્રત્યે અથવા અસહ્ય પદાર્થસમૂહો પ્રત્યે વૈરનો પરિણામ તે દ્વેષ છે.
ઇત્યાદિ
*અશુભપરિણામપ્રત્યયોનો પરિહાર જ (અર્થાત્ અશુભપરિણામરૂપ ભાવપાપાસ્રવોનો ત્યાગ
જ) વ્યવહારનયના અભિપ્રાયથી મનોગુપ્તિ છે.
[હવે ૬૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ] જેનું મન પરમાગમના અર્થોના ચિંતનયુક્ત છે, જે વિજિતેંદ્રિય
છે (અર્થાત્ જેણે ઇન્દ્રિયોને વિશેષપણે જીતી છે), જે બાહ્ય તેમ જ અભ્યંતર સંગ રહિત
છે અને જે શ્રીજિનેંદ્રચરણના સ્મરણથી સંયુક્ત છે, તેને સદા ગુપ્તિ હોય છે. ૯૧.
સ્ત્રી-રાજ-ભોજન-ચોરકથની હેતુ છે જે પાપની
તસુ ત્યાગ, વા અલીકાદિનો જે ત્યાગ, ગુપ્તિ વચનની. ૬૭.
*પ્રત્યયો = આસ્રવો; કારણો. (સંસારનાં કારણોથી આત્માનું ગોપનરક્ષણ કરવું તે ગુપ્તિ છે.
ભાવપાપાસ્રવો તેમ જ ભાવપુણ્યાસ્રવો સંસારનાં કારણો છે.)

Page 130 of 380
PDF/HTML Page 159 of 409
single page version

૧૩૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
स्त्रीराजचौरभक्त कथादिवचनस्य पापहेतोः
परिहारो वाग्गुप्तिरलीकादिनिवृत्तिवचनं वा ।।६७।।
इह वाग्गुप्तिस्वरूपमुक्त म्
अतिप्रवृद्धकामैः कामुकजनैः स्त्रीणां संयोगविप्रलंभजनितविविधवचनरचना कर्तव्या
श्रोतव्या च सैव स्त्रीकथा राज्ञां युद्धहेतूपन्यासो राजकथाप्रपंचः चौराणां चौरप्रयोगकथनं
चौरकथाविधानम् अतिप्रवृद्धभोजनप्रीत्या विचित्रमंडकावलीखंडदधिखंडसिताशनपानप्रशंसा
भक्त कथा आसामपि कथानां परिहारो वाग्गुप्तिः अलीकनिवृत्तिश्च वाग्गुप्तिः अन्येषां
अप्रशस्तवचसां निवृत्तिरेव वा वाग्गुप्तिः इति
तथा चोक्तं श्रीपूज्यपादस्वामिभिः
અન્વયાર્થઃ[पापहेतोः] પાપનાં હેતુભૂત એવાં [स्त्रीराजचौरभक्त कथादिवचनस्य]
સ્ત્રીકથા, રાજકથા, ચોરકથા, ભક્તકથા ઇત્યાદિરૂપ વચનોનો [परिहारः] પરિહાર [वा]
અથવા [अलीकादिनिवृत्तिवचनं] અસત્યાદિકની નિવૃત્તિવાળાં વચનો [वाग्गुप्तिः] તે વચન-
ગુપ્તિ છે.
ટીકાઃઅહીં વચનગુપ્તિનું સ્વરૂપ કહ્યું છે.
જેમને કામ અતિ વૃદ્ધિ પામ્યો હોય એવા કામી જનો વડે કરવામાં આવતી અને
સાંભળવામાં આવતી એવી જે સ્ત્રીઓની સંયોગવિયોગજનિત વિવિધ વચનરચના
(
સ્ત્રીઓ સંબંધી વાત) તે જ સ્ત્રીકથા છે; રાજાઓનું યુદ્ધહેતુક કથન (અર્થાત્ રાજાઓ
વડે કરવામાં આવતાં યુદ્ધાદિકનું કથન) તે રાજકથાપ્રપંચ છે; ચોરોનું ચોરપ્રયોગકથન તે
ચોરકથાવિધાન છે (અર્થાત
્ ચોરો વડે કરવામાં આવતા ચોરીના પ્રયોગોની વાત તે
ચોરકથા છે); અતિ વૃદ્ધિ પામેલી ભોજનની પ્રીતિ વડે મેંદાની પુરી ને ખાંડ, દહીં-ખાંડ,
સાકર ઇત્યાદિ અનેક પ્રકારનાં અશન-પાનની પ્રશંસા તે ભક્તકથા (ભોજનકથા) છે.
આ બધી કથાઓનો પરિહાર તે વચનગુપ્તિ છે. અસત્યની નિવૃત્તિ પણ વચનગુપ્તિ
છે. અથવા (અસત્ય ઉપરાંત) બીજાં અપ્રશસ્ત વચનોની નિવૃત્તિ તે જ વચનગુપ્તિ છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી પૂજ્યપાદસ્વામીએ (સમાધિતંત્રમાં ૧૭મા શ્લોક
દ્વારા) કહ્યું છે કેઃ

Page 131 of 380
PDF/HTML Page 160 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૩૧
(अनुष्टुभ्)
‘‘एवं त्यक्त्वा बहिर्वाचं त्यजेदन्तरशेषतः
एष योगः समासेन प्रदीपः परमात्मनः ।।’’
तथा हि
(मंदाक्रांता)
त्यक्त्वा वाचं भवभयकरीं भव्यजीवः समस्तां
ध्यात्वा शुद्धं सहजविलसच्चिच्चमत्कारमेकम्
पश्चान्मुक्तिं सहजमहिमानन्दसौख्याकरीं तां
प्राप्नोत्युच्चैः प्रहतदुरितध्वांतसंघातरूपः
।।9।।
बंधणछेदणमारणआकुंचण तह पसारणादीया
कायकिरियाणियत्ती णिद्दिट्ठा कायगुत्ति त्ति ।।६८।।
बंधनछेदनमारणाकुंचनानि तथा प्रसारणादीनि
कायक्रियानिवृत्तिः निर्दिष्टा कायगुप्तिरिति ।।६८।।
‘‘[શ્લોકાર્થઃ] એ રીતે બહિર્વચનોને ત્યાગીને અંતર્વચનોને અશેષતઃ (સંપૂર્ણપણે)
ત્યાગવાં.આ, સંક્ષેપથી યોગ (અર્થાત્ સમાધિ) છેકે જે યોગ પરમાત્માનો પ્રદીપ છે
(અર્થાત્ પરમાત્માને પ્રકાશનાર દીવો છે).’’
વળી (આ ૬૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] ભવ્યજીવ ભવભયની કરનારી સમસ્ત વાણીને છોડી શુદ્ધ સહજ-
વિલસતા ચૈતન્યચમત્કારનું એકનું ધ્યાન કરીને, પછી, પાપરૂપી તિમિરસમૂહને નષ્ટ કરીને
સહજમહિમાવંત આનંદસૌખ્યની ખાણરૂપ એવી તે મુક્તિને અતિશયપણે પ્રાપ્ત કરે છે. ૯૨.
વધ, બંધ ને છેદનમયી, વિસ્તરણ-સંકોચનમયી
ઇત્યાદિ કાયક્રિયા તણી નિવૃત્તિ તનગુપ્તિ કહી. ૬૮.
અન્વયાર્થઃ[बंधनछेदनमारणाकुंचनानि] બંધન, છેદન, મારણ (મારી નાખવું),
આકુંચન (સંકોચવું) [तथा] તથા [प्रसारणादीनि]
પ્રસારણ (વિસ્તારવું) ઇત્યાદિ