Page 132 of 380
PDF/HTML Page 161 of 409
single page version
अत्र कायगुप्तिस्वरूपमुक्त म् ।
कस्यापि नरस्य तस्यान्तरंगनिमित्तं कर्म, बंधनस्य बहिरंगहेतुः कस्यापि कायव्यापारः । छेदनस्याप्यन्तरंगकारणं कर्मोदयः, बहिरंगकारणं प्रमत्तस्य कायक्रिया । मारणस्याप्यन्तरङ्गहेतुरांतर्यक्षयः, बहिरङ्गकारणं कस्यापि कायविकृतिः । आकुंचन- प्रसारणादिहेतुः संहरणविसर्पणादिहेतुसमुद्घातः । एतासां कायक्रियाणां निवृत्तिः काय- गुप्तिरिति ।
[कायक्रियानिवृत्तिः] કાયક્રિયાઓની નિવૃત્તિને [कायगुप्तिः इति निर्दिष्टा] કાયગુપ્તિ કહી છે.
ટીકાઃ — અહીં કાયગુપ્તિનું સ્વરૂપ કહ્યું છે.
કોઈ પુરુષને બંધનનું અંતરંગ નિમિત્ત કર્મ છે, બંધનનો બહિરંગ હેતુ કોઈનો કાયવ્યાપાર છે; છેદનનું પણ અંતરંગ કારણ કર્મોદય છે, બહિરંગ કારણ પ્રમત્ત જીવની કાયક્રિયા છે; મારણનો પણ અંતરંગ હેતુ આંતરિક (નિકટ) સંબંધનો (આયુષ્યનો) ક્ષય છે, બહિરંગ કારણ કોઈની કાયવિકૃતિ છે; આકુંચન, પ્રસારણ વગેરેનો હેતુ સંકોચ- વિસ્તારાદિકના હેતુભૂત સમુદ્ઘાત છે. — આ કાયક્રિયાઓની નિવૃત્તિ તે કાયગુપ્તિ છે.
[હવે ૬૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] કાયવિકારને છોડીને જે ફરીફરીને શુદ્ધાત્માની સંભાવના (સમ્યક્ ભાવના) કરે છે, તેનો જ જન્મ સંસારમાં સફળ છે. ૯૩.
૧૩૨ ]
Page 133 of 380
PDF/HTML Page 162 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
निश्चयनयेन मनोवाग्गुप्तिसूचनेयम् ।
सकलमोहरागद्वेषाभावादखंडाद्वैतपरमचिद्रूपे सम्यगवस्थितिरेव निश्चयमनोगुप्तिः । हे शिष्य त्वं तावदचलितां मनोगुप्तिमिति जानीहि । निखिलानृतभाषापरिहृतिर्वा मौनव्रतं च । मूर्तद्रव्यस्य चेतनाभावाद् अमूर्तद्रव्यस्येंद्रियज्ञानागोचरत्वादुभयत्र वाक्प्रवृत्तिर्न भवति । इति निश्चयवाग्गुप्तिस्वरूपमुक्त म् ।
शुद्धाशुद्धनयातिरिक्त मनघं चिन्मात्रचिन्तामणिम् ।
जीवन्मुक्ति मुपैति योगितिलकः पापाटवीपावकः ।।9४।।
અન્વયાર્થઃ — [मनसः] મનમાંથી [या] જે [रागादिनिवृत्तिः] રાગાદિની નિવૃત્તિ [ताम्] તેને [मनोगुप्तिम्] મનોગુપ્તિ [जानीहि] જાણ. [अलीकादिनिवृत्तिः] અસત્યાદિની નિવૃત્તિ [वा] અથવા [मौनं वा] મૌન [वाग्गुप्तिः भवति] તે વચનગુપ્તિ છે.
ટીકાઃ — આ, નિશ્ચયનયથી મનોગુપ્તિની અને વચનગુપ્તિની સૂચના છે.
સકળ મોહરાગદ્વેષના અભાવને લીધે અખંડ અદ્વૈત પરમચિદ્રૂપમાં સમ્યક્પણે અવસ્થિત રહેવું તે જ નિશ્ચયમનોગુપ્તિ છે. હે શિષ્ય! તું તેને ખરેખર અચલિત મનોગુપ્તિ જાણ.
સમસ્ત અસત્ય ભાષાનો પરિહાર અથવા મૌનવ્રત તે વચનગુપ્તિ છે. મૂર્તદ્રવ્યને ચેતનાનો અભાવ હોવાને લીધે અને અમૂર્તદ્રવ્ય ઇન્દ્રિયજ્ઞાનથી અગોચર હોવાને લીધે બન્ને પ્રત્યે વચનપ્રવૃત્તિ થતી નથી. આ રીતે નિશ્ચયવચનગુપ્તિનું સ્વરૂપ કહેવામાં આવ્યું.
[હવે ૬૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન એવો યોગિતિલક
Page 134 of 380
PDF/HTML Page 163 of 409
single page version
निश्चयशरीरगुप्तिस्वरूपाख्यानमेतत् ।
सर्वेषां जनानां कायेषु बह्वयः क्रिया विद्यन्ते, तासां निवृत्तिः कायोत्सर्गः, स एव गुप्तिर्भवति । पंचस्थावराणां त्रसानां च हिंसानिवृत्तिः कायगुप्तिर्वा । परमसंयमधरः परमजिनयोगीश्वरः यः स्वकीयं वपुः स्वस्य वपुषा विवेश तस्यापरिस्पंदमूर्तिरेव निश्चयकायगुप्तिरिति ।
तथा चोक्तं तत्त्वानुशासने — (મુનિશિરોમણિ) પ્રશસ્ત-અપ્રશસ્ત મનવાણીના સમુદાયને છોડીને આત્મનિષ્ઠામાં પરાયણ રહેતો થકો, શુદ્ધનય અને અશુદ્ધનયથી રહિત એવા અનઘ ( – નિર્દોષ) ચૈતન્યમાત્ર ચિંતામણિને પ્રાપ્ત કરીને, અનંતચતુષ્ટયાત્મકપણા સાથે સર્વદા સ્થિત એવી જીવન્મુક્તિને પામે છે. ૯૪.
અન્વયાર્થઃ — [कायक्रियानिवृत्तिः] કાયક્રિયાઓની નિવૃત્તિરૂપ [कायोत्सर्गः] કાયોત્સર્ગ [शरीरके गुप्तिः] શરીરસંબંધી ગુપ્તિ છે; [वा] અથવા [हिंसादिनिवृत्तिः] હિંસાદિની નિવૃત્તિને [शरीरगुप्तिः इति] શરીરગુપ્તિ [निर्दिष्टा] કહી છે.
ટીકાઃ — આ, નિશ્ચયશરીરગુપ્તિના સ્વરૂપનું કથન છે.
સર્વ જનોને કાયાસંબંધી બહુ ક્રિયાઓ હોય છે; તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ છે; તે જ ગુપ્તિ (અર્થાત્ કાયગુપ્તિ) છે. અથવા પાંચ સ્થાવરોની અને ત્રસોની હિંસાનિવૃત્તિ તે કાયગુપ્તિ છે. જે પરમસંયમધર પરમજિનયોગીશ્વર પોતાના (ચૈતન્યરૂપ) શરીરમાં પોતાના (ચૈતન્યરૂપ) શરીરથી પ્રવેશી ગયા, તેમની અપરિસ્પંદમૂર્તિ જ ( – અકંપા દશા જ) નિશ્ચયકાયગુપ્તિ છે.
એવી રીતે શ્રી તત્ત્વાનુશાસનમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
૧૩૪ ]
Page 135 of 380
PDF/HTML Page 164 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
तथा हि —
भगवतोऽर्हत्परमेश्वरस्य स्वरूपाख्यानमेतत् ।
आत्मगुणघातकानि घातिकर्माणि घनरूपाणि सान्द्रीभूतात्मकानि ज्ञानदर्शना-
‘‘[શ્લોકાર્થઃ — ] કાયક્રિયાઓને તથા ભવના કારણભૂત (વિકારી) ભાવને છોડીને અવ્યગ્રપણે નિજ આત્મામાં સ્થિત રહેવું, તે કાયોત્સર્ગ કહેવાય છે.’’
વળી (આ ૭૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] અપરિસ્પંદાત્મક એવા મને પરિસ્પંદાત્મક શરીર વ્યવહારથી છે; તેથી હું શરીરની વિકૃતિને તજું છું. ૯૫.
અન્વયાર્થઃ — [घनघातिकर्मरहिताः] ઘનઘાતીકર્મ રહિત, [केवलज्ञानादिपरमगुणसहिताः] કેવળજ્ઞાનાદિ પરમ ગુણો સહિત અને [चतुस्त्रिंशदतिशययुक्ताः] ચોત્રીશ અતિશય સંયુક્ત; — [ईद्रशाः] આવા, [अर्हन्तः] અર્હંતો [भवन्ति] હોય છે.
ટીકાઃ — આ, ભગવાન અર્હત્ પરમેશ્વરના સ્વરૂપનું કથન છે.
[ભગવંત અર્હંતો કેવા હોય છે?] (૧) જેઓ આત્મગુણોનાં ઘાતક ઘાતિકર્મો છે અને
Page 136 of 380
PDF/HTML Page 165 of 409
single page version
वरणान्तरायमोहनीयानि तैर्विरहितास्तथोक्ताः । प्रागुप्तघातिचतुष्कप्रध्वंसनासादितत्रैलोक्य- प्रक्षोभहेतुभूतसकलविमलकेवलज्ञानकेवलदर्शनकेवलशक्ति केवलसुखसहिताश्च । निःस्वेद- निर्मलादिचतुस्त्रिंशदतिशयगुणनिलयाः । ईद्रशा भवन्ति भगवन्तोऽर्हन्त इति ।
सुकृतनिलयगोत्रः पंडिताम्भोजमित्रः ।
सकलहितचरित्रः श्रीसुसीमासुपुत्रः ।।9६।।
सकलगुणसमाजः सर्वकल्पावनीजः ।
पदनुतसुरराजस्त्यक्त संसारभूजः ।।9७।।
જેઓ ઘન એટલે કે ઘાટાં છે — એવાં જે જ્ઞાનારવણ, દર્શનાવરણ, અંતરાય ને મોહનીય કર્મો તેમનાથી રહિત વર્ણવવામાં આવેલા; (૨) જે પૂર્વે વાવેલાં ચાર ઘાતિકર્મોના નાશથી પ્રાપ્ત થાય છે એવાં, ત્રણ લોકને *પ્રક્ષોભના હેતુભૂત સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળશક્તિ ને કેવળસુખ સહિત; તથા (૩) સ્વેદરહિત, મળરહિત ઇત્યાદિ ચોત્રીશ અતિશયગુણોના રહેઠાણરૂપ; — આવા, ભગવંત અર્હંતો હોય છે.
[હવે ૭૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોકો કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] પ્રખ્યાત (અર્થાત્ પરમૌદારિક) જેમનું શરીર છે, પ્રફુલ્લિત કમળ જેવાં જેમનાં નેત્ર છે, પુણ્યનું રહેઠાણ (અર્થાત્ તીર્થંકરપદ) જેમનું ગોત્ર છે, પંડિતરૂપી કમળોને (વિકસાવવા માટે) જેઓ સૂર્ય છે, મુનિજનરૂપી વનને જેઓ ચૈત્ર છે (અર્થાત્ મુનિજનરૂપી વનને ખિલવવામાં જેઓ વસંતૠતુ સમાન છે), કર્મની સેનાના જેઓ શત્રુ છે અને સર્વને હિતરૂપ જેમનું ચરિત્ર છે, તે શ્રી સુસીમા માતાના સુપુત્ર (શ્રી પદ્મપ્રભ તીર્થંકર) જયવંત છે. ૯૬.
[શ્લોકાર્થઃ — ] જેઓ કામદેવરૂપી હાથીને (મારવા) માટે સિંહ છે, જેઓ
૧૩૬ ]
*પ્રક્ષોભના અર્થ માટે ૮૩મા પાનાનું પદટિપ્પણ જુઓ.
Page 137 of 380
PDF/HTML Page 166 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
परिणतसुखरूपः पापकीनाशरूपः ।
स जयति जितकोपः प्रह्वविद्वत्कलापः ।।9८।।
प्रजितदुरितकक्षः प्रास्तकंदर्पपक्षः ।
कृतबुधजनशिक्षः प्रोक्त निर्वाणदीक्षः ।।9 9।।
પુણ્યરૂપી કમળને (વિકસાવવા) માટે ભાનુ છે, જેઓ સર્વ ગુણોના સમાજ ( – સમુદાય) છે, જેઓ સર્વ કલ્પિત ( – ચિંતિત) દેનાર કલ્પવૃક્ષ છે, જેમણે દુષ્ટ કર્મના બીજને નષ્ટ કર્યું છે, જેમનાં ચરણમાં સુરેંદ્રો નમે છે અને જેમણે સંસારરૂપી વૃક્ષનો ત્યાગ કર્યો છે, તે જિનરાજ (શ્રી પદ્મપ્રભ ભગવાન) જયવંત છે. ૯૭.
[શ્લોકાર્થઃ — ] કામદેવનાં બાણને જેમણે જીતી લીધાં છે, સર્વ વિદ્યાઓના જેઓ પ્રદીપ ( – પ્રકાશક) છે, સુખરૂપે જેમનું સ્વરૂપ પરિણમ્યું છે, પાપને (મારી નાખવા) માટે જેઓ યમરૂપ છે, ભવના પરિતાપનો જેમણે નાશ કર્યો છે, ભૂપતિઓ જેમના શ્રીપદમાં ( – મહિમાયુક્ત પુનિત ચરણોમાં) નમે છે, ક્રોધને જેમણે જીત્યો છે અને વિદ્વાનોનો સમુદાય જેમની આગળ ઢળી પડે છે, તે (શ્રી પદ્મપ્રભનાથ) જયવંત છે. ૯૮.
[શ્લોકાર્થઃ — ] પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે, પદ્મપત્ર ( – કમળનાં પાન) જેવાં દીર્ઘ જેમનાં નેત્ર છે, *પાપકક્ષાને જેમણે જીતી લીધી છે, કામદેવના પક્ષનો જેમણે નાશ કર્યો છે, યક્ષ જેમના ચરણયુગલમાં નમે છે, તત્ત્વવિજ્ઞાનમાં જેઓ દક્ષ (ચતુર) છે, બુધજનોને જેમણે શિક્ષા (શિખામણ) આપી છે અને નિર્વાણદીક્ષા જેઓ ઉચ્ચર્યા છે, તે (શ્રી પદ્મપ્રભ જિનેન્દ્ર) જયવંત છે. ૯૯.
*કક્ષા = ભૂમિકા; શ્રેણી; સ્થિતિ; પડખું.
Page 138 of 380
PDF/HTML Page 167 of 409
single page version
पदविनतयमीशः प्रास्तकीनाशपाशः ।
जयति जगदधीशः चारुपद्मप्रभेशः ।।१००।।
भगवतां सिद्धिपरंपराहेतुभूतानां सिद्धपरमेष्ठीनां स्वरूपमत्रोक्त म् ।
निरवशेषेणान्तर्मुखाकारध्यानध्येयविकल्पविरहितनिश्चयपरमशुक्लध्यानबलेन नष्टाष्ट-
[શ્લોકાર્થઃ — ] કામદેવરૂપી પર્વતને માટે (અર્થાત્ તેને તોડી નાખવામાં) જેઓ (વજ્રધર) ઇન્દ્ર સમાન છે, કાન્ત (મનોહર) જેમનો કાયપ્રદેશ છે, મુનિવરો જેમનાં ચરણમાં નમે છે, યમના પાશનો જેમણે નાશ કર્યો છે, દુષ્ટ પાપરૂપી વનને (બાળવા) માટે જેઓ અગ્નિ છે, સર્વ દિશાઓમાં જેમની કીર્તિ વ્યાપી ગઈ છે અને જગતના જેઓ અધીશ (નાથ) છે, તે સુંદર પદ્મપ્રભેશ જયવંત છે. ૧૦૦.
અન્વયાર્થઃ — [नष्टाष्टकर्मबन्धाः] આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા, [अष्टमहागुणसमन्विताः] આઠ મહાગુણો સહિત, [परमाः] પરમ, [लोकाग्रस्थिताः] લોકના અગ્રે સ્થિત અને [नित्याः] નિત્ય; — [ईद्रशाः] આવા, [ते सिद्धाः] તે સિદ્ધો [भवन्ति] હોય છે.
ટીકાઃ – સિદ્ધિના પરંપરાહેતુભૂત એવા ભગવંત સિદ્ધપરમેષ્ઠીઓનું સ્વરૂપ અહીં કહ્યું છે.
[ભગવંત સિદ્ધો કેવા હોય છે?] (૧) ૧નિરવશેષપણે અંતર્મુખાકાર, ધ્યાનધ્યેયના વિકલ્પ રહિત નિશ્ચય-પરમશુક્લધ્યાનના બળથી જેમણે આઠ કર્મના બંધને નષ્ટ કરેલ છે એવા;
૧૩૮ ]
૧. નિરવશેષપણે = અશેષતઃ; કાંઈ બાકી રાખ્યા વિના; સંપૂર્ણપણે; સર્વથા. [પરમ-શુક્લધ્યાનનો આકાર
Page 139 of 380
PDF/HTML Page 168 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
कर्मबंधाः । क्षायिकसम्यक्त्वाद्यष्टगुणपुष्टितुष्टाश्च । त्रितत्त्वस्वरूपेषु विशिष्टगुणाधारत्वात् परमाः । त्रिभुवनशिखरात्परतो गतिहेतोरभावात् लोकाग्रस्थिताः । व्यवहारतोऽभूतपूर्वपर्याय प्रच्यवनाभावान्नित्याः । ईद्रशास्ते भगवन्तः सिद्धपरमेष्ठिन इति ।
त्रिभुवनशिखराग्रग्रावचूडामणिः स्यात् ।
निवसति निजरूपे निश्चयेनैव देवः ।।१०१।।
तान् सर्वान् सिद्धिसिद्धयै निरुपमविशदज्ञानद्रक्शक्ति युक्तान् ।
अव्याबाधान्नमामि त्रिभुवनतिलकान् सिद्धिसीमन्तिनीशान् ।।१०२।।
(૨) ૧ક્ષાયિક સમ્યક્ત્વાદિ અષ્ટ ગુણોની પુષ્ટિથી તુષ્ટ; (૩) વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી તત્ત્વનાં ત્રણ સ્વરૂપોમાં ૨પરમ; (૪) ત્રણ લોકના શિખરથી આગળ ગતિહેતુનો અભાવ હોવાથી લોકના અગ્રે સ્થિત; (૫) વ્યવહારથી અભૂતપૂર્વ પર્યાયમાંથી ( – પૂર્વે કદી નહિ થયેલા એવા સિદ્ધપર્યાયમાંથી) ચ્યુત થવાનો અભાવ હોવાને લીધે નિત્ય; — આવા, તે ભગવંત સિદ્ધપરમેષ્ઠીઓ હોય છે.
[હવે ૭૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] વ્યવહારનયથી જ્ઞાનપુંજ એવા તે સિદ્ધભગવાન ત્રિભુવનશિખરની ટોચના (ચૈતન્યઘનરૂપ) નક્કર ૩ચૂડામણિ છે; નિશ્ચયથી તે દેવ સહજપરમચૈતન્યચિંતામણિ- સ્વરૂપ નિત્યશુદ્ધ નિજ રૂપમાં જ વસે છે. ૧૦૧.
[શ્લોકાર્થઃ — ] જેઓ સર્વ દોષોને નષ્ટ કરીને દેહમુક્ત થઈને ત્રિભુવનશિખરે સ્થિત
અર્થાત્ સ્વરૂપ સંપૂર્ણપણે અંતર્મુખ હોય છે.]
૧. સિદ્ધભગવંતો ક્ષાયિક સમ્યક્ત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહન, અગુરુલઘુ અને અવ્યાબાધ એ આઠ ગુણોની પુષ્ટિથી સંતુષ્ટ — આનંદમય હોય છે.
૨. સિદ્ધભગવંતો વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી બહિઃતત્ત્વ, અંતઃતત્ત્વ અને પરમતત્ત્વ એવા ત્રણ તત્ત્વસ્વરૂપોમાંથી પરમતત્ત્વસ્વરૂપ છે.
૩. ચૂડામણિ = શિખામણિ; કલગીનું રત્ન; ટોચ ઉપરનું રત્ન.
Page 140 of 380
PDF/HTML Page 169 of 409
single page version
अत्राचार्यस्वरूपमुक्त म् ।
ज्ञानदर्शनचारित्रतपोवीर्याभिधानैः पंचभिः आचारैः समग्राः । स्पर्शनरसन- છે, જેઓ નિરુપમ વિશદ ( – નિર્મળ) જ્ઞાનદર્શનશક્તિથી યુક્ત છે, જેમણે આઠ કર્મની પ્રકૃતિના સમુદાયને નષ્ટ કર્યો છે, જેઓ નિત્યશુદ્ધ છે, જેઓ અનંત છે, અવ્યાબાધ છે, ત્રણ લોકમાં પ્રધાન છે અને મુક્તિસુંદરીના સ્વામી છે, તે સર્વ સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ અર્થે હું નમું છું. ૧૦૨.
[શ્લોકાર્થઃ — ] જેઓ નિજ સ્વરૂપમાં સ્થિત છે, જેઓ શુદ્ધ છે, જેમણે આઠ ગુણરૂપી સંપદા પ્રાપ્ત કરી છે અને જેમણે આઠ કર્મોનો સમૂહ નષ્ટ કર્યો છે, તે સિદ્ધોને હું ફરીફરીને વંદું છું. ૧૦૩.
અન્વયાર્થઃ — [पंचाचारसमग्राः] પંચાચારોથી પરિપૂર્ણ, [पंचेन्द्रियदंतिदर्पनिर्दलनाः] પંચેંદ્રિયરૂપી હાથીના મદનું દલન કરનારા, [धीराः] ધીર અને [गुणगंभीराः] ગુણગંભીર; — [ईद्रशाः] આવા, [आचार्याः] આચાર્યો [भवन्ति] હોય છે.
ટીકાઃ — અહીં આચાર્યનું સ્વરૂપ કહ્યું છે.
[ભગવંત આચાર્યો કેવા હોય છે?] (૧) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય નામના પાંચ આચારોથી પરિપૂર્ણ; (૨) સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર નામની પાંચ
૧૪૦ ]
Page 141 of 380
PDF/HTML Page 170 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
घ्राणचक्षुःश्रोत्राभिधानपंचेन्द्रियमदान्धसिंधुरदर्पनिर्दलनदक्षाः । निखिलघोरोपसर्गविजयो- पार्जितधीरगुणगंभीराः । एवंलक्षणलक्षितास्ते भगवन्तो ह्याचार्या इति ।
तथा चोक्तं श्रीवादिराजदेवैः —
चंचज्ज्ञानबलप्रपंचितमहापंचास्तिकायस्थितीन् ।
अंचामो भवदुःखसंचयभिदे भक्ति क्रियाचंचवः ।।’’
तथा हि —
स्वहितनिरतं शुद्धं निर्वाणकारणकारणम् ।
निरुपममिदं वंद्यं श्रीचन्द्रकीर्तिमुनेर्मनः ।।१०४।।
ઇન્દ્રિયોરૂપી મદાંધ હાથીના દર્પનું દલન કરવામાં દક્ષ ( – પંચેંદ્રિયરૂપી મદમત્ત હાથીના મદના ચૂરેચૂરા કરવામાં નિપુણ); (૩-૪) સમસ્ત ઘોર ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરતા હોવાથી ધીર અને ગુણગંભીર; — આવાં લક્ષણોથી લક્ષિત, તે ભગવંત આચાર્યો હોય છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી વાદિરાજદેવે કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] જેઓ પંચાચારપરાયણ છે, જેઓ અકિંચનતાના સ્વામી છે, જેમણે કષાયસ્થાનોને નષ્ટ કર્યાં છે, પરિણમતા જ્ઞાનના બળ વડે જેઓ મહા પંચાસ્તિકાયની સ્થિતિને સમજાવે છે, વિપુલ અચંચળ યોગમાં ( – વિકસિત સ્થિર સમાધિમાં) જેમની બુદ્ધિ નિપુણ છે અને જેમને ગુણો ઊછળે છે, તે આચાર્યોને ભક્તિક્રિયામાં કુશળ એવા અમે ભવદુઃખરાશિને ભેદવા માટે પૂજીએ છીએ.’’
વળી (આ ૭૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] સકળ ઇન્દ્રિયસમૂહના આલંબન વિનાનું, અનાકુળ, સ્વહિતમાં લીન, શુદ્ધ, નિર્વાણના કારણનું કારણ ( – મુક્તિના કારણભૂત શુક્લધ્યાનનું કારણ),
Page 142 of 380
PDF/HTML Page 171 of 409
single page version
अध्यापकाभिधानपरमगुरुस्वरूपाख्यानमेतद् ।
अविचलिताखंडाद्वैतपरमचिद्रूपश्रद्धानपरिज्ञानानुष्ठानशुद्धनिश्चयस्वभावरत्नत्रयसंयुक्ताः ।
जिनेन्द्रवदनारविंदविनिर्गतजीवादिसमस्तपदार्थसार्थोपदेशशूराः । निखिलपरिग्रहपरित्यागलक्षण-
निरंजननिजपरमात्मतत्त्वभावनोत्पन्नपरमवीतरागसुखामृतपानोन्मुखास्तत एव निष्कांक्षाभावना- सनाथाः । एवंभूतलक्षणलक्षितास्ते जैनानामुपाध्याया इति ।
મુનિનું નિરુપમ મન (ચૈતન્યપરિણમન) વંદ્ય છે. ૧૦૪.
અન્વયાર્થઃ — [रत्नत्रयसंयुक्ताः] રત્નત્રયથી સંયુક્ત, [शूराः जिनकथितपदार्थदेशकाः] જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને [निःकांक्षभावसहिताः] નિઃકાંક્ષભાવ સહિત; — [ईद्रशाः] આવા, [उपाध्यायाः] ઉપાધ્યાયો [भवन्ति] હોય છે.
ટીકાઃ — આ, અધ્યાપક (અર્થાત્ ઉપાધ્યાય) નામના પરમગુરુના સ્વરૂપનું કથન છે.
[ઉપાધ્યાયો કેવા હોય છે?] (૧) અવિચલિત અખંડ અદ્વૈત પરમ ચિદ્રૂપનાં શ્રદ્ધાન, જ્ઞાન અને ૨અનુષ્ઠાનરૂપ શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા; (૨) જિનેંદ્રના મુખારવિંદથી નીકળેલા જીવાદિ સમસ્ત પદાર્થસમૂહને ઉપદેશવામાં શૂરવીર; (૩) સમસ્ત પરિગ્રહના પરિત્યાગસ્વરૂપ જે નિરંજન નિજ પરમાત્મતત્ત્વ તેની ભાવનાથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતના પાનમાં સન્મુખ હોવાથી જ નિષ્કાંક્ષભાવના સહિત; — આવાં લક્ષણથી લક્ષિત, તે જૈનોના ઉપાધ્યાયો હોય છે.
[હવે ૭૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
૧૪૨ ]
૧શમ-દમ-યમનું નિવાસસ્થાન, મૈત્રી-દયા-દમનું મંદિર (ઘર) — એવું આ શ્રી ચંદ્રકીર્તિ-
૧. શમ = શાંતિ; ઉપશમ. દમ = ઇન્દ્રિયાદિનું દમન; જિતેંદ્રિયતા. યમ = સંયમ.
૨. અનુષ્ઠાન = આચરણ; ચારિત્ર; વિધાન; અમલમાં મૂકવું તે.
Page 143 of 380
PDF/HTML Page 172 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
निरन्तराखंडितपरमतपश्चरणनिरतसर्वसाधुस्वरूपाख्यानमेतत् ।
ये महान्तः परमसंयमिनः त्रिकालनिरावरणनिरंजनपरमपंचमभावभावनापरिणताः अत एव समस्तबाह्यव्यापारविप्रमुक्ताः । ज्ञानदर्शनचारित्रपरमतपश्चरणाभिधानचतुर्विधा- राधनासदानुरक्ताः । बाह्याभ्यन्तरसमस्तपरिग्रहाग्रहविनिर्मुक्त त्वान्निर्ग्रन्थाः । सदा निरञ्जन-
[શ્લોકાર્થઃ — ] રત્નત્રયમય, શુદ્ધ, ભવ્યકમળના સૂર્ય અને (જિનકથિત પદાર્થોના) ઉપદેશક – એવા ઉપાધ્યાયોને હું નિત્ય ફરીફરીને વંદું છું. ૧૦૫.
અન્વયાર્થઃ — [व्यापारविप्रमुक्ताः] વ્યાપારથી વિમુક્ત ( – સમસ્ત વ્યાપાર રહિત), [चतुर्विधाराधनासदारक्ताः] ચતુર્વિધ આરાધનામાં સદા રક્ત, [निर्ग्रन्थाः] નિર્ગ્રંથ અને [निर्मोहाः] નિર્મોહ; — [ईद्रशाः] આવા, [साधवः] સાધુઓ [भवन्ति] હોય છે.
ટીકાઃ — આ, નિરંતર અખંડિત પરમ તપશ્ચરણમાં નિરત ( – લીન) એવા સર્વ સાધુઓના સ્વરૂપનું કથન છે.
[સાધુઓ કેવા હોય છે?] (૧) પરમસંયમી મહાપુરુષો હોવાથી ત્રિકાલનિરાવરણ નિરંજન પરમ પંચમભાવની ભાવનામાં પરિણમેલા હોવાને લીધે જ સમસ્ત બાહ્યવ્યાપારથી વિમુક્ત; (૨) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરમ તપ નામની ચતુર્વિધ આરાધનામાં સદા અનુરક્ત; (૩) બાહ્ય-અભ્યંતર સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહિત હોવાને લીધે નિર્ગ્રંથ; તથા (૪) સદા નિરંજન નિજ કારણસમયસારના સ્વરૂપનાં સમ્યક્ શ્રદ્ધાન,
Page 144 of 380
PDF/HTML Page 173 of 409
single page version
निजकारणसमयसारस्वरूपसम्यक्श्रद्धानपरिज्ञानाचरणप्रतिपक्षमिथ्यादर्शनज्ञानचारित्राभावान्नि- र्मोहाः च । इत्थंभूतपरमनिर्वाणसीमंतिनीचारुसीमंतसीमाशोभामसृणघुसृणरजःपुंजपिंजरित- वर्णालंकारावलोकनकौतूहलबुद्धयोऽपि ते सर्वेऽपि साधवः इति ।
સમ્યક્ પરિજ્ઞાન અને સમ્યક્ આચરણથી પ્રતિપક્ષ એવાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો અભાવ હોવાને લીધે નિર્મોહ; — આવા, પરમનિર્વાણસુંદરીની સુંદર સેંથીની શોભારૂપ કોમળ કેસરના રજ-પુંજના સુવર્ણરંગી અલંકારને (કેસર-રજની કનકરંગી શોભાને) અવલોકવામાં કૌતૂહલબુદ્ધિવાળા તે બધાય સાધુઓ હોય છે (અર્થાત્ પૂર્વોક્ત લક્ષણવાળા, મુક્તિસુંદરીની અનુપમતા અવલોકવામાં આતુર બુદ્ધિવાળા બધાય સાધુઓ હોય છે).
[હવે ૭૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] ભવવાળા જીવોના ભવસુખથી જે વિમુખ છે અને સર્વ સંગના સંબંધથી જે મુક્ત છે, એવું તે સાધુનું મન અમને વંદ્ય છે. હે સાધુ! તે મનને શીઘ્ર નિજાત્મામાં મગ્ન કરો. ૧૦૬.
અન્વયાર્થઃ — [ईद्रग्भावनायाम्] આવી (પૂર્વોક્ત) ભાવનામાં [व्यवहारनयस्य] વ્યવહારનયના અભિપ્રાયે [चारित्रम्] ચારિત્ર [भवति] છે; [निश्चयनयस्य] નિશ્ચયનયના અભિપ્રાયે [चरणम्] ચારિત્ર [एतदूर्ध्वम्] આના પછી [प्रवक्ष्यामि] કહીશ.
૧૪૪ ]
Page 145 of 380
PDF/HTML Page 174 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
व्यवहारचारित्राधिकारव्याख्यानोपसंहारनिश्चयचारित्रसूचनोपन्यासोऽयम् ।
इत्थंभूतायां प्रागुक्त पंचमहाव्रतपंचसमितिनिश्चयव्यवहारत्रिगुप्तिपंचपरमेष्ठिध्यान- संयुक्तायाम् अतिप्रशस्तशुभभावनायां व्यवहारनयाभिप्रायेण परमचारित्रं भवति, वक्ष्य- माणपंचमाधिकारे परमपंचमभावनिरतपंचमगतिहेतुभूतशुद्धनिश्चयनयात्मपरमचारित्रं द्रष्टव्यं भवतीति ।
तथा चोक्तं मार्गप्रकाशे —
भवेद्विना येन सुद्रष्टिबोधनम् ।
नमामि जैनं चरणं पुनः पुनः ।।’’
तथा हि —
ટીકાઃ — આ, વ્યવહારચારિત્ર-અધિકારનું જે વ્યાખ્યાન તેના ઉપસંહારનું અને નિશ્ચયચારિત્રની સૂચનાનું કથન છે.
આવી જે પૂર્વોક્ત પંચમહાવ્રત, પંચસમિતિ, નિશ્ચય-વ્યવહાર ત્રિગુપ્તિ અને પંચપરમેષ્ઠીના ધ્યાનથી સંયુક્ત, અતિપ્રશસ્ત શુભ ભાવના તેમાં વ્યવહારનયના અભિપ્રાયે પરમ ચારિત્ર છે; હવે કહેવામાં આવનારા પાંચમા અધિકારને વિષે, પરમ પંચમભાવમાં લીન, પંચમગતિના હેતુભૂત, શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર દ્રષ્ટવ્ય ( – દેખવાયોગ્ય) છે.
એવી રીતે માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] જેના વિના ( – જે ચારિત્ર વિના) સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કોઠારની અંદર પડી રહેલાં બીજ ( – અનાજ) જેવાં છે, તે જ દેવ-અસુર-માનવથી સ્તવવામાં આવેલા જૈન ચરણને ( – એવું જે સુર-અસુર-મનુષ્યોથી સ્તવવામાં આવેલું જિનોક્ત ચારિત્ર તેને) હું ફરીફરીને નમું છું.’’
વળી (આ વ્યવહારચારિત્ર અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે)ઃ —
Page 146 of 380
PDF/HTML Page 175 of 409
single page version
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ व्यवहारचारित्राधिकारः चतुर्थः श्रुतस्कन्धः ।।
[શ્લોકાર્થઃ — ] આચાર્યોએ શીલને ( – નિશ્ચયચારિત્રને) મુક્તિસુંદરીના અનંગ ( – અશરીરી) સુખનું મૂળ કહ્યું છે; વ્યવહારાત્મક ચારિત્ર પણ તેનું પરંપરા કારણ છે. ૧૦૭.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) વ્યવહારચારિત્ર અધિકાર નામનો ચોથો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
૧૪૬ ]નિયમસાર
Page 147 of 380
PDF/HTML Page 176 of 409
single page version
स्मरेभकुंभस्थलभेदनाय वै ।
विराजते माधवसेनसूरये ।।१०८।।
अथ सकलव्यावहारिकचारित्रतत्फलप्राप्तिप्रतिपक्षशुद्धनिश्चयनयात्मकपरमचारित्र- प्रतिपादनपरायणपरमार्थप्रतिक्रमणाधिकारः कथ्यते । तत्रादौ तावत् पंचरत्नस्वरूपमुच्यते । तद्यथा —
अथ पंचरत्नावतारः ।
[અધિકારના પ્રારંભમાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્રી માધવસેન આચાર્યદેવને શ્લોક દ્વારા નમસ્કાર કરે છેઃ]
[શ્લોકાર્થઃ — ] સંયમ અને જ્ઞાનની મૂર્તિ, કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનાર અને શિષ્યરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન — એવા હે વિરાજમાન (શોભાયમાન) માધવસેનસૂરિ! તમને નમસ્કાર હો. ૧૦૮.
હવે, સકળ વ્યાવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ એવું જે શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર તેનું પ્રતિપાદન કરનારો પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે. ત્યાં શરૂઆતમાં પંચરત્નનું સ્વરૂપ કહેવામાં આવે છે. તે આ પ્રમાણેઃ
હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છેઃ —
Page 148 of 380
PDF/HTML Page 177 of 409
single page version
Page 149 of 380
PDF/HTML Page 178 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અન્વયાર્થઃ — [अहं] હું [नारकभावः] નારકપર્યાય, [तिर्यङ्मानुषदेवपर्यायः] તિર્યંચપર્યાય, મનુષ્યપર્યાય કે દેવપર્યાય [न] નથી; [कर्ता न हि कारयिता] તેમનો (હું) કર્તા નથી, કારયિતા ( – કરાવનાર) નથી, [कर्तॄणाम् अनुमंता न एव] કર્તાનો અનુમોદક નથી.
[अहं मार्गणास्थानानि न] હું માર્ગણાસ્થાનો નથી, [अहं] હું [गुणस्थानानि न] ગુણસ્થાનો નથી, [जीवस्थानानि न] જીવસ્થાનો નથી; [कर्ता न हि कारयिता] તેમનો હું કર્તા નથી, કારયિતા નથી, [कर्तॄणाम् अनुमंता न एव] કર્તાનો અનુમોદક નથી.
[न अहं बालः वृद्धः] હું બાળ નથી, વૃદ્ધ નથી, [न च एव तरुणः] તેમ જ તરુણ નથી; [तेषां कारणं न] તેમનું (હું) કારણ નથી; [कर्ता न हि कारयिता] તેમનો (હું) કર્તા નથી, કારયિતા નથી, [कर्तॄणाम् अनुमंता न एव] કર્તાનો અનુમોદક નથી.
[न अहं रागः द्वेषः] હું રાગ નથી, દ્વેષ નથી, [न च एव मोहः] તેમ જ મોહ નથી; [तेषां कारणं न] તેમનું (હું) કારણ નથી; [कर्ता न हि कारयिता] તેમનો (હું) કર્તા નથી, કારયિતા નથી, [कर्तॄणाम् अनुमंता न एव] કર્તાનો અનુમોદક નથી.
[न अहं क्रोधः मानः] હું ક્રોધ નથી, માન નથી, [न च एव अहं माया] તેમ જ હું માયા નથી, [लोभः न भवामि] લોભ નથી; [कर्ता न हि कारयिता] તેમનો (હું) કર્તા નથી, કારયિતા નથી, [कर्तॄणाम् अनुमंता न एव] કર્તાનો અનુમોદક નથી.
Page 150 of 380
PDF/HTML Page 179 of 409
single page version
अत्र शुद्धात्मनः सकलकर्तृत्वाभावं दर्शयति ।
बह्वारंभपरिग्रहाभावादहं तावन्नारकपर्यायो न भवामि । संसारिणो जीवस्य बह्वारंभपरिग्रहत्वं व्यवहारतो भवति अत एव तस्य नारकायुष्कहेतुभूतनिखिलमोहरागद्वेषा विद्यन्ते, न च मम शुद्धनिश्चयबलेन शुद्धजीवास्तिकायस्य । तिर्यक्पर्यायप्रायोग्यमायामिश्रा- शुभकर्माभावात्सदा तिर्यक्पर्यायकर्तृत्वविहीनोऽहम् । मनुष्यनामकर्मप्रायोग्यद्रव्यभावकर्माभावान्न मे मनुष्यपर्यायः शुद्धनिश्चयतो समस्तीति । निश्चयेन देवनामधेयाधारदेवपर्याययोग्यसुरस- सुगंधस्वभावात्मकपुद्गलद्रव्यसम्बन्धाभावान्न मे देवपर्यायः इति ।
चतुर्दशभेदभिन्नानि मार्गणास्थानानि तथाविधभेदविभिन्नानि जीवस्थानानि गुण- स्थानानि वा शुद्धनिश्चयनयतः परमभावस्वभावस्य न विद्यन्ते ।
मनुष्यतिर्यक्पर्यायकायवयःकृतविकारसमुपजनितबालयौवनस्थविरवृद्धावस्थाद्यनेक - स्थूलकृशविविधभेदाः शुद्धनिश्चयनयाभिप्रायेण न मे सन्ति ।
ટીકાઃ — અહીં શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે.
બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નારકપર્યાય નથી. સંસારી જીવને બહુ આરંભ-પરિગ્રહ વ્યવહારથી હોય છે અને તેથી જ તેને નારક-આયુના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષ હોય છે, પરંતુ મને — શુદ્ધનિશ્ચયના બળે શુદ્ધજીવાસ્તિકાયને — તેઓ નથી. તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચપર્યાયના કર્તૃત્વ વિહીન છું. મનુષ્યનામકર્મને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચયથી નથી. ‘દેવ’ એવા નામનો આધાર જે દેવપર્યાય તેને યોગ્ય સુરસ-સુગંધસ્વભાવવાળાં પુદ્ગલદ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે નિશ્ચયથી મારે દેવપર્યાય નથી.
ચૌદ ભેદવાળાં માર્ગણાસ્થાનો તથા તેટલા (ચૌદ) ભેદવાળાં જીવસ્થાનો કે ગુણસ્થાનો શુદ્ધનિશ્ચયનયથી પરમભાવસ્વભાવવાળાને ( – પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને) નથી.
મનુષ્ય અને તિર્યંચપર્યાયની કાયાના, વયકૃત વિકારથી ( – ફેરફારથી) ઉત્પન્ન થતા બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધાવસ્થાદિરૂપ અનેક સ્થૂલ-કૃશ વિવિધ ભેદો શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાયે મારે નથી.
૧૫૦ ]
Page 151 of 380
PDF/HTML Page 180 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
सत्तावबोधपरमचैतन्यसुखानुभूतिनिरतविशिष्टात्मतत्त्वग्राहकशुद्धद्रव्यार्थिकनयबलेन मे सकलमोहरागद्वेषा न विद्यन्ते ।
सहजनिश्चयनयतः सदा निरावरणात्मकस्य शुद्धावबोधरूपस्य सहजचिच्छक्ति मयस्य सहजद्रक्स्फू र्तिपरिपूर्णमूर्तेः स्वरूपाविचलस्थितिरूपसहजयथाख्यातचारित्रस्य न मे निखिल- संसृतिक्लेशहेतवः क्रोधमानमायालोभाः स्युः ।
अथामीषां विविधविकल्पाकुलानां विभावपर्यायाणां निश्चयतो नाहं कर्ता, न कारयिता वा भवामि, न चानुमंता वा कर्तॄणां पुद्गलकर्मणामिति ।
नाहं नारकपर्यायं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये । नाहं तिर्यक्पर्यायं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये । नाहं मनुष्यपर्यायं कुर्वे, सहजचिद्विलासा- त्मकमात्मानमेव संचिंतये । नाहं देवपर्यायं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये ।
नाहं चतुर्दशमार्गणास्थानभेदं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये । नाहं मिथ्याद्रष्टयादिगुणस्थानभेदं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये । नाह-
સત્તા, અવબોધ, પરમચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મ- તત્ત્વને ગ્રહનારા શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે મારે સકળ મોહરાગદ્વેષ નથી.
સહજ નિશ્ચયનયથી (૧) સદા નિરાવરણસ્વરૂપ, (૨) શુદ્ધજ્ઞાનરૂપ, (૩) સહજ ચિત્શક્તિમય, (૪) સહજ દર્શનના સ્ફૂરણથી પરિપૂર્ણ મૂર્તિ ( – જેની મૂર્તિ અર્થાત્ સ્વરૂપ સહજ દર્શનના સ્ફૂરણથી પરિપૂર્ણ છે એવા) અને (૫) સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા એવા મને સમસ્ત સંસારક્લેશના હેતુ ક્રોધ-માન-માયા-લોભ નથી.
હવે, આ (ઉપરોક્ત) વિવિધ વિકલ્પોથી (ભેદોથી) ભરેલા વિભાવપર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી, કારયિતા નથી અને પુદ્ગલકર્મરૂપ કર્તાનો ( – વિભાવપર્યાયોના કર્તા જે પુદ્ગલકર્મો તેમનો – ) અનુમોદક નથી (એમ વર્ણવવામાં આવે છે).
હું નારકપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું તિર્યંચપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું મનુષ્યપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું દેવપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
હું ચૌદ માર્ગણાસ્થાનના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને