Page -8 of 380
PDF/HTML Page 21 of 409
single page version
❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈ ❈
અંદરમાં તેમ જ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પૃષ્ટપણું વ્યક્ત કરતા હતા
( – અંદરમાં તેઓ રાગાદિક મળથી અસ્પૃષ્ટ હતા અને બહારમાં ધૂળથી અસ્પૃષ્ટ
તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?
કરું છું.
સીમંધર ભગવાનનાં સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓશ્રી આઠ દિવસ રહ્યા
હતા એ વિષે અણુમાત્ર શંકા નથી. એ વાત એમ જ છે; કલ્પના કરશો નહિ, ના
કહેશો નહિ; માનો તોપણ એમ જ છે, ન માનો તોપણ એમ જ છે. યથાતથ્ય વાત
છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે.
❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈
Page -7 of 380
PDF/HTML Page 22 of 409
single page version
એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જેમાં સાર-સમય શિરતાજ રે,
ગૂંથ્યું પ્રવચનસાર રે,
ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીનો ૐકારનાદ રે,
વંદું એ ૐકારનાદ રે,
મારા ધ્યાને હજો જિનવાણ રે,
વાજો મને દિનરાત રે,
Page -6 of 380
PDF/HTML Page 23 of 409
single page version
અધ્યાત્મમાં હંમેશાં નિશ્ચયનય જ મુખ્ય છે; તેના જ આશ્રયે ધર્મ થાય છે. શાસ્ત્રોમાં જ્યાં વિકારી પર્યાયોનું વ્યવહારનયથી કથન કરવામાં આવે ત્યાં પણ નિશ્ચયનયને જ મુખ્ય અને વ્યવહારનયને ગૌણ કરવાનો આશય છે — એમ સમજવું; કારણ કે પુરુષાર્થ વડે પોતામાં શુદ્ધપર્યાય પ્રગટ કરવા અર્થાત્ વિકારી પર્યાય ટાળવા માટે હંમેશાં નિશ્ચયનય જ આદરણીય છે; તે વખતે બંને નયોનું જ્ઞાન હોય છે પણ ધર્મ પ્રગટાવવા માટે બન્ને નયો કદી આદરણીય નથી. વ્યવહારનયના આશ્રયે કદી ધર્મ અંશે પણ થતો નથી, પરંતુ તેના આશ્રયે તો રાગ - દ્વેષના વિકલ્પો જ ઊઠે છે.
છયે દ્રવ્યો, તેમના ગુણો અને તેમના પર્યાયોના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને વ્યવહારનયની ગૌણતા રાખીને કથન કરવામાં આવે, અને કોઈ વખતે વ્યવહારનયને મુખ્ય કરીને તથા નિશ્ચયનયને ગૌણ રાખીને કથન કરવામાં આવે; પોતે વિચાર કરે તેમાં પણ કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને કોઈ વખતે વ્યવહારનયની મુખ્યતા કરવામાં આવે; અધ્યાત્મશાસ્ત્રમાં પણ જીવનો વિકારી પર્યાય જીવ સ્વયં કરે છે તેથી થાય છે અને તે જીવનો અનન્ય પરિણામ છે — એમ વ્યવહારનયે કહેવામાં – સમજાવવામાં આવે; પણ તે દરેક વખતે નિશ્ચયનય એક જ મુખ્ય અને આદરણીય છે એમ જ્ઞાનીઓનું કથન છે. શુદ્ધતા પ્રગટ કરવા માટે કોઈ વખતે નિશ્ચયનય આદરણીય છે અને કોઈ વખતે વ્યવહારનય આદરણીય છે — એમ માનવું તે ભૂલ છે. ત્રણે કાળે એકલા નિશ્ચયનયના આશ્રયે જ ધર્મ પ્રગટે છે એમ સમજવું.
સાધક જીવો શરૂઆતથી અંત સુધી નિશ્ચયની જ મુખ્યતા રાખીને વ્યવહારને ગૌણ જ કરતા જાય છે, તેથી સાધકદશામાં નિશ્ચયની મુખ્યતાના જોરે સાધકને શુદ્ધતાની વૃદ્ધિ જ થતી જાય છે અને અશુદ્ધતા ટળતી જ જાય છે. એ રીતે નિશ્ચયની મુખ્યતાના જોરે પૂર્ણ કેવળજ્ઞાન થતાં ત્યાં મુખ્ય - ગૌણપણું હોતું નથી અને નય પણ હોતા નથી.
Page -5 of 380
PDF/HTML Page 24 of 409
single page version
અસાધારણ મંગલ અને ભગવાન ગ્રન્થકર્તાની
મોક્ષમાર્ગ અને તેના ફ લના સ્વરૂપ
સ્વભાવરત્નત્રયનું સ્વરૂપ
રત્નત્રયના ભેદકારણ તથા લક્ષણ વિષે કથન
વ્યવહાર સમ્યક્ત્વનું સ્વરૂપ
અઢાર દોષનું સ્વરૂપ
તીર્થંકર પરમદેવનું સ્વરૂપ
પરમાગમનું સ્વરૂપ
છ દ્રવ્યોંના પૃથક્ પૃથક્ નામ
ઉપયોગનું લક્ષણ
જ્ઞાનના ભેદ
દર્શનોપયોગનું સ્વરૂપ
અશુદ્ધ દર્શનની તથા શુદ્ધ ને અશુદ્ધ
સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો
ચારગતિન્ાું સ્વરૂપનિરૂપણ
કર્તૃત્વ-ભોક્તૃત્વનાં પ્રકારનું કથન
બન્ને નયોનું સફ લપણું
એ વિષે કથન
પુદ્ગલદ્રવ્યના ભેદોનું કથન
વિભાવપુદ્ગલનું સ્વરૂપ
Page -4 of 380
PDF/HTML Page 25 of 409
single page version
શુદ્ધ જીવને સમસ્ત સંસારવિકાર નહીં
શુદ્ધ આત્માને સમસ્ત વિભાવોનો અભાવ
શુદ્ધ જીવનું સ્વરૂપ
કારણપરમાત્માને સમસ્ત પૌદ્ગલિક વિકાર
સંસારી અને ર્મુંત જીવોમાં અન્તર ન
કાર્યસમયસાર અને કારણસમયસારમાં અન્તર
નિશ્ચય અને વ્યવહારનયકી ઉપદેયતાનું
હેય-ઉપદેય અથવા ત્યાગ-ગ્રહણનું સ્વરૂપ
અહિંસાવ્રતનું સ્વરૂપ
સત્યવ્રતનું સ્વરૂપ
અચૌર્યવ્રતનું સ્વરૂપ
બ્રહ્મચર્યવ્રતનું સ્વરૂપ
પ્રિગ્રહ-પ્રિત્યાગવ્રતનું સ્વરૂપ
ઇર્ર્યાસમિતિનું સ્વરૂપ
ભાષાસમિતિનું સ્વરૂપ
ેએષણાસમિતિનું સ્વરૂપ
આદાનનિક્ષેપણસમિતિનું સ્વરૂપ
પ્રતિષ્ઠાપનસમિતિનું સ્વરૂપ
વ્યવહાર મનોગુપ્તિનું સ્વરૂપ
વચનગુપ્તિનું સ્વરૂપ
કાયગુપ્તિનું સ્વરૂપ
Page -3 of 380
PDF/HTML Page 26 of 409
single page version
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રનું સમ્પૂર્ણ સ્વીકાર કરવાથી
મુમુક્ષુને નિશ્ચયપ્રતિક્ર મણ થાય છે,
એ વિષે કથન
નિશ્ચય ઉત્તમાર્થપ્રતિક્ર મણનું સ્વરૂપ
ધ્યાન એક ઉપાદેય છે
વ્યવહાર પ્રતિક્ર મણનું સફ પણું ક્યારે કહેવાય
નિશ્ચયનયના પ્રત્યાખ્યાનનું સ્વરૂપ
અનન્તચતુષ્ટયાત્મક નિજ આત્માના
પરમ ભાવનાની સન્મુખ એવા જ્ઞાનીને
બન્ધરહિત આત્માને ભાવવા વિષે શિખામણ ૯૮ સકળ વિભાવના સંન્યાસની વિધિ
સર્વત્ર આત્મા ઉપાદેય છે
સંસારાવસ્થામાં અને મુક્તિમાં જીવ
એકત્વભાવનારૂપે પ્રિણમેલા સમ્યગ્જ્ઞાનીનું
કથન
આત્મગત દોષોથી મુકત થવાના ઉપાયનું
પરમ તપોધનની ભાવશુદ્ધિનું કથન
નિશ્ચયપ્રત્યાખ્યાનના યોગ્ય જીવનું સ્વરૂપ
નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકારનો ઉપસંહાર
નિશ્ચય-આલોચનાનું સ્વરૂપ
Page -2 of 380
PDF/HTML Page 27 of 409
single page version
સુકૃ ત-દૃષ્કૃ તરૂપ કર્મના સન્યાસની વિધિ
નવ કષાયના વિજય વડે પ્રાપ્ત થતા
એ વિષે કથન
પરમ સમાધિ અધિકારનું ઉપસંહાર
રત્નત્રયનું સ્વરૂપ
વ્યવહારનયપ્રધાન સિદ્ધભક્તિનું સ્વરૂપ
નિજા પરમાત્માકી ભક્તિનું સ્વરૂપ
નિશ્ચય યોગભક્તિનું સ્વરૂપ
વિપ્રીત અભિનિવેશ રહિત આત્મભાવ તે
ભક્તિ અધિકારનું ઉપસંહાર
નિરન્તર સ્વવશને નિશ્ચય-આવશ્યક હોવા
અવશ પરમ જિનયોગીશ્વરને પરમ આવશ્યક-
અન્યવશનું સ્વરૂપ
નિશ્ચયનયથી સ્વરૂપનું કથન
કે વલજ્ઞાનનું સ્વરૂપ
Page -1 of 380
PDF/HTML Page 28 of 409
single page version
કે વલજ્ઞાનના અભાવે સર્વજ્ઞપણું હોતું નથી
વ્યવહારનયની પ્રગટતાથી કથન
‘‘જીવ જ્ઞાનસ્વરૂપ છે’’ એમ વિતર્કપૂર્વક
ગુણ-ગુણીમાં ભેદનો અભાવ હોવા વિષે
સર્વજ્ઞ વીતરાગને વાંછાનું અભાવ હોય છે,
કે વલજ્ઞાનીને બંધના અભાવના સ્વરૂપ
કે વલી ભટ્ટારકના મનરહિતપણા વિષે
શુદ્ધ જીવને સ્વભાવગતિની પ્રાપ્તિ થવાના
Page 0 of 380
PDF/HTML Page 29 of 409
single page version
पुण्यप्रकाशकं, पापप्रणाशकमिदं शास्त्रं श्रीसमयसारनामधेयं, अस्य मूलग्रन्थकर्तारः
श्रीसर्वज्ञदेवास्तदुत्तरग्रन्थकर्तारः श्रीगणधरदेवाः प्रतिगणधरदेवास्तेषां वचनानुसारमासाद्य
आचार्यश्रीकुन्दकुन्दाचार्यदेवविरचितं, श्रोतारः सावधानतया शृण्वन्तु
Page 1 of 380
PDF/HTML Page 30 of 409
single page version
जितभवमभिवन्दे भासुरं श्रीजिनं वा ।।१।।
[પ્રથમ, ગ્રંથના આદિમાં શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવવિરચિત પ્રાકૃતગાથાબદ્ધ આ ‘નિયમસાર’ નામના શાસ્ત્રની ‘તાત્પર્યવૃત્તિ’ નામની સંસ્કૃત ટીકા રચનાર મુનિ શ્રી પદ્મપ્રભમલધારિદેવ સાત શ્લોકો દ્વારા મંગળાચરણ વગેરે કરે છેઃ]
[શ્લોકાર્થઃ — ] હે પરમાત્મા! તું હોતાં હું મારા જેવા (સંસારીઓ જેવા) મોહમુગ્ધ
૧
Page 2 of 380
PDF/HTML Page 31 of 409
single page version
तर्काब्जार्कं भट्टपूर्वाकलंकम् ।
तद्विद्याढयं वीरनन्दिं व्रतीन्द्रम् ।।३।।
અને કામવશ બુદ્ધને તથા બ્રહ્મા-વિષ્ણુ-મહેશને કેમ પૂજું? (ન જ પૂજું.) જેણે ભવોને જીત્યા છે તેને હું વંદું છું — તેને પ્રકાશમાન એવા શ્રી જિન કહો, ૧સુગત કહો, ૨ગિરિધર કહો,
[શ્લોકાર્થઃ — ] ૫વાચંયમીંદ્રોનું ( – જિનદેવોનું) મુખકમળ જેનું વાહન છે અને બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે તે વાણીને ( – જિનભગવંતોની સ્યાદ્વાદમુદ્રિત વાણીને) હું વંદું છું. ૨.
[શ્લોકાર્થઃ — ] ઉત્તમ સિદ્ધાંતરૂપી શ્રીના પતિ સિદ્ધસેન મુનીન્દ્રને, ૬તર્કકમળના સૂર્ય ભટ્ટ અકલંક મુનીન્દ્રને, ૭શબ્દસિંધુના ચંદ્ર પૂજ્યપાદ મુનીન્દ્રને અને તદ્દવિદ્યાથી (સિદ્ધાન્તાદિ ત્રણેના જ્ઞાનથી) સમૃદ્ધ વીરનંદિ મુનીંદ્રને હું વંદું છું. ૩.
૨ ]
૩વાગીશ્વર કહો કે ૪શિવ કહો. ૧.
૧.બુદ્ધને સુગત કહેવામાં આવે છે. સુગત એટલે (૧) શોભનીકતાને પ્રાપ્ત, અથવા (૨) સંપૂર્ણતાને પ્રાપ્ત.
શ્રી જિનભગવાન (૧) મોહરાગદ્વેષના અભાવને લીધે શોભનીકતાને પ્રાપ્ત છે, અને (૨) કેવળજ્ઞાનાદિકને
પામ્યા હોવાને લીધે સંપૂર્ણતાને પ્રાપ્ત છે; તેથી તેમને અહીં સુગત કહ્યા છે.
૨.કૃષ્ણને ગિરિધર (અર્થાત્ પર્વતને ધરી રાખનાર) કહેવામાં આવ્યા છે. શ્રી જિનભગવાન અનંતવીર્યવાન હોવાથી તેમને અહીં ગિરિધર કહ્યા છે.
૩.બ્રહ્માને અથવા બૃહસ્પતિને વાગીશ્વર (અર્થાત્ વાણીના અધિપતિ) કહેવામાં આવે છે. શ્રી જિનભગવાન દિવ્ય વાણીના પ્રકાશક હોવાથી તેમને અહીં વાગીશ્વર કહ્યા છે.
૪.મહેશને (શંકરને) શિવ કહેવામાં આવે છે. શ્રી જિનભગવાન કલ્યાણસ્વરૂપ હોવાથી તેમને અહીં શિવ
કહેવામાં આવ્યા છે.
૫.વાચંયમીંદ્રો=મુનિઓમાં પ્રધાન અર્થાત્ જિનદેવો; મૌન સેવનારાઓમાં શ્રેષ્ઠ અર્થાત્ જિનદેવો; વાક્- સંયમીઓમાં ઇન્દ્ર સમાન અર્થાત્ જિનદેવો. [વાચંયમી=મુનિ; મૌન સેવનાર; વાણીના સંયમી.]
૬.તર્કકમળના સૂર્ય=તર્કરૂપી કમળને પ્રફુલ્લિત કરવામાં સૂર્ય સમાન
૭.શબ્દસિંધુના ચંદ્ર=શબ્દરૂપી સમુદ્રને ઉછાળવામાં ચંદ્ર સમાન
Page 3 of 380
PDF/HTML Page 32 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
किंच —
अपि च —
अलमलमतिविस्तरेण । स्वस्ति साक्षादस्मै विवरणाय ।
[શ્લોકાર્થઃ — ] ભવ્યોના મોક્ષને માટે તેમ જ નિજ આત્માની શુદ્ધિને અર્થે નિયમસારની ‘તાત્પર્યવૃત્તિ’ નામની ટીકા હું કહીશ. ૪.
વળી —
[શ્લોકાર્થઃ — ] ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ પરમાગમના અર્થસમૂહનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ? ૫.
તથાપિ —
[શ્લોકાર્થઃ — ] હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. [એ રુચિથી પ્રેરિત થવાને લીધે ‘તાત્પર્યવૃત્તિ’ નામની આ ટીકા રચાય છે.] ૬.
[શ્લોકાર્થઃ — ] સૂત્રકારે પૂર્વે પાંચ અસ્તિકાય, છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થ તેમ જ પ્રત્યાખ્યાનાદિ સત્ક્રિયા કહેલ છે (અર્થાત્ ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્રમાં પ્રથમ પાંચ અસ્તિકાય વગેરે અને પછી પ્રત્યાખ્યાનાદિ સત્ક્રિયા કહેલ છે). ૭.
અતિ વિસ્તારથી બસ થાઓ, બસ થાઓ. સાક્ષાત્ આ વિવરણ જયવંત વર્તો.
Page 4 of 380
PDF/HTML Page 33 of 409
single page version
अथ सूत्रावतार : —
अथात्र जिनं नत्वेत्यनेन शास्त्रस्यादावसाधारणं मङ्गलमभिहितम् ।
नत्वेत्यादि — अनेकजन्माटवीप्रापणहेतून् समस्तमोहरागद्वेषादीन् जयतीति जिनः । वीरो विक्रान्तः; वीरयते शूरयते विक्रामति कर्मारातीन् विजयत इति वीरः — श्रीवर्धमान-सन्मतिनाथ-महतिमहावीराभिधानैः सनाथः परमेश्वरो महादेवाधिदेवः
હવે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવવિરચિત) ગાથાસૂત્રનું અવતરણ કરવામાં આવે છેઃ
અન્વયાર્થઃ — [अनन्तवरज्ञानदर्शनस्वभावं] અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાનદર્શન જેમનો સ્વભાવ છે એવા ( – કેવળજ્ઞાની અને કેવળદર્શની) [जिनं वीरं] જિન વીરને [नत्वा] નમીને [केवलिश्रुतकेवलिभणितम्] કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું [नियमसारं] નિયમસાર [वक्ष्यामि] હું કહીશ.
ટીકાઃ — અહીં ‘जिनं नत्वा’એ ગાથાથી શાસ્ત્રના આદિમાં અસાધારણ મંગળ કહ્યું છે.
‘नत्वा’ ઇત્યાદિ પદોનું તાત્પર્ય કહેવામાં આવે છેઃ
અનેક જન્મરૂપ અટવીને પ્રાપ્ત કરાવવાના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષાદિકને જે જીતે છે તે ‘જિન’ છે. ‘વીર’ એટલે વિક્રાંત ( – પરાક્રમી); વીરતા ફોરવે, શૌર્ય ફોરવે, વિક્રમ (પરાક્રમ) ફોરવે, કર્મશત્રુઓ પર વિજય મેળવે, તે ‘વીર’ છે. એવા વીરને — કે જે શ્રી વર્ધમાન, શ્રી સન્મતિનાથ, શ્રી અતિવીર અને શ્રી મહાવીર એ નામોથી યુક્ત છે, જે પરમેશ્વર છે, મહાદેવાધિદેવ છે, છેલ્લા તીર્થનાથ છે, જે ત્રણ ભુવનના સચરાચર દ્રવ્ય-ગુણ-પર્યાયોને
૪ ]
Page 5 of 380
PDF/HTML Page 34 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
पश्चिमतीर्थनाथः त्रिभुवनसचराचरद्रव्यगुणपर्यायैकसमयपरिच्छित्तिसमर्थसकलविमलकेवल- ज्ञानदर्शनाभ्यां युक्तो यस्तं प्रणम्य वक्ष्यामि कथयामीत्यर्थः । कं, नियमसारम् । नियमशब्दस्तावत् सम्यग्दर्शनज्ञानचारित्रेषु वर्तते, नियमसार इत्यनेन शुद्धरत्नत्रय- स्वरूपमुक्त म् । किंविशिष्टं, केवलिश्रुतकेवलिभणितं — केवलिनः सकलप्रत्यक्षज्ञानधराः, श्रुतकेवलिनः सकलद्रव्यश्रुतधरास्तैः केवलिभिः श्रुतकेवलिभिश्च भणितं — सकलभव्य- निकुरम्बहितकरं नियमसाराभिधानं परमागमं वक्ष्यामीति विशिष्टेष्टदेवतास्तवनानन्तरं सूत्रकृता पूर्वसूरिणा श्रीकुन्दकुन्दाचार्यदेवगुरुणा प्रतिज्ञातम् । इति सर्वपदानां तात्पर्यमुक्त म् ।
त्रिभुवनजनपूज्यः पूर्णबोधैकराज्यः ।
समवसृतिनिवासः केवलश्रीनिवासः ।।८।।
એક સમયે જાણવા-દેખવામાં સમર્થ એવા સકળવિમળ ( – સર્વથા નિર્મળ) કેવળજ્ઞાનદર્શનથી સંયુક્ત છે તેને — પ્રણમીને કહું છું. શું કહું છું? ‘નિયમસાર’ કહું છું. ‘નિયમ’ શબ્દ, પ્રથમ તો, સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર માટે છે. ‘નિયમસાર’ (‘નિયમનો સાર’) એમ કહેતાં શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે. કેવું છે તે? કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું છે. ‘કેવળીઓ’ તે સકલપ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા અને ‘શ્રુતકેવળીઓ’ તે સકળ દ્રવ્યશ્રુતના ધરનારા; એવા કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું, સકળ ભવ્યસમૂહને હિતકર, ‘નિયમસાર’ નામનું પરમાગમ હું કહું છું. આમ, વિશિષ્ટ ઇષ્ટદેવતાના સ્તવન પછી, સૂત્રકાર પૂર્વાચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદેવગુરુએ પ્રતિજ્ઞા કરી.
— આ પ્રમાણે સર્વ પદોનું તાત્પર્ય કહેવામાં આવ્યું.
[હવે પહેલી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] શુદ્ધભાવ વડે ✽મારનો (કામનો) જેણે નાશ કર્યો છે, ત્રણ
✽ માર = (૧) કામદેવ; (૨) હિંસા; (૩) મરણ.
Page 6 of 380
PDF/HTML Page 35 of 409
single page version
मग्गो मग्गफलं ति य दुविहं जिणसासणे समक्खादं ।
मोक्षमार्गतत्फलस्वरूपनिरूपणोपन्यासोऽयम् ।
‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’ इति वचनात् मार्गस्तावच्छुद्धरत्नत्रयं, मार्गफलमपुनर्भवपुरन्ध्रिकास्थूलभालस्थललीलालंकारतिलकता । द्विविधं किलैवं परम- वीतरागसर्वज्ञशासने चतुर्थज्ञानधारिभिः पूर्वसूरिभिः समाख्यातम् । परमनिरपेक्षतया निजपरमात्मतत्त्वसम्यक्श्रद्धानपरिज्ञानानुष्ठानशुद्धरत्नत्रयात्मकमार्गो मोक्षोपायः, तस्य शुद्ध- ભુવનના જનોને જે પૂજ્ય છે, પૂર્ણ જ્ઞાન જેનું એક રાજ્ય છે, દેવોનો સમાજ જેને નમે છે, જન્મવૃક્ષનું બીજ જેણે નષ્ટ કર્યું છે, સમવસરણમાં જેનો નિવાસ છે અને કેવળશ્રી ( – કેવળજ્ઞાનદર્શનરૂપી લક્ષ્મી) જેનામાં વસે છે, તે વીર જગતમાં જયવંત વર્તે છે. ૮.
અન્વયાર્થઃ — [मार्गः मार्गफलम्] માર્ગ અને માર્ગફળ [इति च द्विविधं] એમ બે પ્રકારનું [जिनशासने] જિનશાસનમાં [समाख्यातम्] કથન કરવામાં આવ્યું છે; [मार्गः मोक्षोपायः] માર્ગ મોક્ષોપાય છે અને [तस्य फलं] તેનું ફળ [निर्वाणं भवति] નિર્વાણ છે.
ટીકાઃ — આ, મોક્ષમાર્ગ અને તેના ફળના સ્વરૂપનિરૂપણની સૂચના ( – તે બંનેના સ્વરૂપના નિરૂપણની પ્રસ્તાવના) છે.
‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः (સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર મોક્ષમાર્ગ છે)’ એવું (શાસ્ત્રનું) વચન હોવાથી, માર્ગ તો શુદ્ધરત્નત્રય છે અને માર્ગફળ મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ ભાલપ્રદેશે શોભા-અલંકારરૂપ તિલકપણું છે (અર્થાત્ માર્ગફળ મુક્તિરૂપી સ્ત્રીને વરવું તે છે). આ રીતે ખરેખર (માર્ગ અને માર્ગફળ એમ) બે પ્રકારનું, ચતુર્થજ્ઞાનધારી ( – મનઃપર્યયજ્ઞાનના ધરનારા) પૂર્વાચાર્યોએ પરમવીતરાગ સર્વજ્ઞના શાસનમાં
૬ ]
Page 7 of 380
PDF/HTML Page 36 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
रत्नत्रयस्य फलं स्वात्मोपलब्धिरिति ।
क्वचिद् द्रविणरक्षणे मतिमिमां च चक्रे पुनः ।
निजात्मनि रतो भवेद् व्रजति मुक्ति मेतां हि सः ।।9।।
કથન કર્યું છે. નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ ✽શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધરત્નત્રયનું ફલ સ્વાત્મોપલબ્ધિ ( – નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ) છે.
[હવે બીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] મનુષ્ય ક્યારેક કામિની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ ગતિ કરે છે અને વળી ક્યારેક ધનરક્ષાની બુદ્ધિ કરે છે. જે પંડિત ક્યારેક જિનવરના માર્ગને પામીને નિજ આત્મામાં રત થાય છે, તે ખરેખર આ મુક્તિને પામે છે. ૯.
અન્વયાર્થઃ — [सः नियमः] નિયમ એટલે [नियमेन च] નિયમથી (નક્કી) [यत् कार्यं] જે કરવાયોગ્ય હોય તે અર્થાત્ [ज्ञानदर्शनचारित्रम्] જ્ઞાનદર્શનચારિત્ર. [विपरीतपरिहारार्थं] વિપરીતના પરિહાર અર્થે ( – જ્ઞાનદર્શનચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે) [खलु] ખરેખર
✽શુદ્ધરત્નત્રય અર્થાત્ નિજ પરમાત્મતત્ત્વની સમ્યક્ શ્રદ્ધા, તેનું સમ્યક્ જ્ઞાન અને તેનું સમ્યક્ આચરણ
પરની તેમ જ ભેદોની લેશ પણ અપેક્ષા રહિત હોવાથી તે શુદ્ધરત્નત્રય મોક્ષનો ઉપાય છે; તે
શુદ્ધરત્નત્રયનું ફળ શુદ્ધ આત્માની પૂર્ણ પ્રાપ્તિ અર્થાત્ મોક્ષ છે.
Page 8 of 380
PDF/HTML Page 37 of 409
single page version
अत्र नियमशब्दस्य सारत्वप्रतिपादनद्वारेण स्वभावरत्नत्रयस्वरूपमुक्त म् ।
यः सहजपरमपारिणामिकभावस्थितः स्वभावानन्तचतुष्टयात्मकः शुद्धज्ञानचेतना- परिणामः स नियमः । नियमेन च निश्चयेन यत्कार्यं प्रयोजनस्वरूपं ज्ञानदर्शनचारित्रम् । ज्ञानं तावत् तेषु त्रिषु परद्रव्यनिरवलंबत्वेन निःशेषतोन्तर्मुखयोगशक्ते : सकाशात् निजपरमतत्त्वपरिज्ञानम् उपादेयं भवति । दर्शनमपि भगवत्परमात्मसुखाभिलाषिणो जीवस्य शुद्धान्तस्तत्त्वविलासजन्मभूमिस्थाननिजशुद्धजीवास्तिकायसमुपजनितपरमश्रद्धानमेव भवति । [सारम् इति वचनं] ‘સાર’ એવું વચન [भणितम्] કહ્યું છે.
ટીકાઃ — અહીં આ (ગાથામાં), ‘નિયમ’ શબ્દને ‘સાર’ શબ્દ કેમ લગાડ્યો છે તેના પ્રતિપાદન દ્વારા સ્વભાવરત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે.
જે સહજ ૧પરમ પારિણામિક ભાવે સ્થિત, સ્વભાવ-અનંતચતુષ્ટયાત્મક ૨શુદ્ધજ્ઞાન- ચેતનાપરિણામ તે ૩નિયમ ( – કારણનિયમ) છે. નિયમ (-કાર્યનિયમ) એટલે નિશ્ચયથી (નક્કી) જે કરવાયોગ્ય — પ્રયોજનસ્વરૂપ — હોય તે અર્થાત્ જ્ઞાનદર્શનચારિત્ર. તે ત્રણમાંના દરેકનું સ્વરૂપ કહેવામાં આવે છેઃ(૧) પરદ્રવ્યને અવલંબ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગશક્તિમાંથી ઉપાદેય ( – ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવાયોગ્ય) એવું જે નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન ( – જાણવું) તે જ્ઞાન છે. (૨) ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધ અંતઃતત્ત્વના ૪વિલાસનું જન્મભૂમિસ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઊપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. (૩) નિશ્ચયજ્ઞાનદર્શનાત્મક કારણ-
૮ ]
૧. આ પરમ પારિણામિક ભાવમાં ‘પારિણામિક’ શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને
સૂચવવા માટે નથી અને પર્યાયાર્થિક નયનો વિષય નથી; આ પરમ પારિણામિક ભાવ તો
ઉત્પાદવ્યયનિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. [વિશેષ માટે સમયસારની ૩૨૦મી
ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકા જુઓ અને બૃહદ્દ્રવ્યસંગ્રહની ૧૩મી ગાથાની
ટીકા જુઓ.]
૨. આ શુદ્ધજ્ઞાનચેતનાપરિણામમાં ‘પરિણામ’ શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને સૂચવવા
માટે નથી અને પર્યાયાર્થિક નયનો વિષય નથી; આ શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ તો ઉત્પાદવ્યયનિરપેક્ષ
એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે.
૩. આ નિયમ તે કારણનિયમ છે, કેમકે તે સમ્યગ્જ્ઞાનદર્શનચારિત્રરૂપ કાર્યનિયમનું કારણ છે. [કારણનિયમના આશ્રયે કાર્યનિયમ પ્રગટે છે.]
૪. વિલાસ=ક્રીડા; મોજ; આનંદ.
Page 9 of 380
PDF/HTML Page 38 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
चारित्रमपि निश्चयज्ञानदर्शनात्मककारणपरमात्मनि अविचलस्थितिरेव । अस्य तु नियम- शब्दस्य निर्वाणकारणस्य विपरीतपरिहारार्थत्वेन सारमिति भणितं भवति ।
પરમાત્મામાં અવિચળ સ્થિતિ ( – નિશ્ચળપણે લીન રહેવું) તે જ ચારિત્ર છે. આ જ્ઞાન- દર્શનચારિત્રસ્વરૂપ નિયમ નિર્વાણનું ૧કારણ છે. તે ‘નિયમ’ શબ્દને ૨વિપરીતના પરિહાર અર્થે ‘સાર’ શબ્દ જોડવામાં આવ્યો છે.
[હવે ત્રીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છેઃ] [શ્લોકાર્થઃ — ] એ રીતે હું વિપરીત વિનાના ( – વિકલ્પરહિત) ૩અનુત્તમ રત્નત્રયનો આશ્રય કરીને મુક્તિરૂપી સ્ત્રીથી ઉદ્ભવતા અનંગ ( – અશરીરી, અતીન્દ્રિય, આત્મિક) સુખને પ્રાપ્ત કરું છું. ૧૦.
અન્વયાર્થઃ — [नियमः] (રત્નત્રયરૂપ) નિયમ [मोक्षोपायः] મોક્ષનો ઉપાય છે; [तस्य
૧. કારણના જેવું જ કાર્ય થાય છે; તેથી સ્વરૂપમાં સ્થિરતા કરવાનો અભ્યાસ જ ખરેખર અનંત કાળ સુધી સ્વરૂપમાં સ્થિર રહી જવાનો ઉપાય છે.
૨. વિપરીત=વિરુદ્ધ. [વ્યવહારરત્નત્રયરૂપ વિકલ્પોને — પરાશ્રિત ભાવોને — બાતલ કરીને માત્ર નિર્વિકલ્પ જ્ઞાનદર્શનચારિત્રનો જ — શુદ્ધરત્નત્રયનો જ — સ્વીકાર કરવા અર્થે ‘નિયમ’ સાથે ‘સાર’ શબ્દ જોડ્યો છે.]
૩. અનુત્તમ=જેનાથી બીજું કાંઈ ઉત્તમ નથી એવું; સર્વોત્તમ; સર્વશ્રેષ્ઠ.
૨
Page 10 of 380
PDF/HTML Page 39 of 409
single page version
रत्नत्रयस्य भेदकरणलक्षणकथनमिदम् ।
मोक्षः साक्षादखिलकर्मप्रध्वंसनेनासादितमहानन्दलाभः । पूर्वोक्त निरुपचाररत्नत्रय- परिणतिस्तस्य महानन्दस्योपायः । अपि चैषां ज्ञानदर्शनचारित्राणां त्रयाणां प्रत्येकप्ररूपणा भवति । कथम्, इदं ज्ञानमिदं दर्शनमिदं चारित्रमित्यनेन विकल्पेन । दर्शनज्ञानचारित्राणां लक्षणं वक्ष्यमाणसूत्रेषु ज्ञातव्यं भवति ।
ह्यात्मा ज्ञानं न पुनरपरं द्रष्टिरन्याऽपि नैव ।
बुद्ध्वा जन्तुर्न पुनरुदरं याति मातुः स भव्यः ।।११।।
फलं] તેનું ફળ [परमनिर्वाणं भवति] પરમ નિર્વાણ છે. [अपि च] વળી (ભેદકથન દ્વારા અભેદ સમજાવવા અર્થે) [एतेषां त्रयाणां] આ ત્રણનું [प्रत्येकप्ररूपणा] ભેદ પાડીને જુદું જુદું નિરૂપણ [भवति] હોય છે.
ટીકાઃ — રત્નત્રયના ભેદો પાડવા વિષે અને તેમનાં લક્ષણ વિષે આ કથન છે.
સમસ્ત કર્મના નાશથી સાક્ષાત્ મેળવાતો મહા આનંદનો લાભ તે મોક્ષ છે. તે મહા આનંદનો ઉપાય પૂર્વોક્ત નિરુપચાર રત્નત્રયરૂપ પરિણતિ છે. વળી (નિરુપચાર રત્નત્રયરૂપ અભેદપરિણતિમાં અંતર્ભૂત રહેલાં) આ ત્રણનું — જ્ઞાન, દર્શન અને ચારિત્રનું — જુદું જુદું નિરૂપણ હોય છે. કઈ રીતે? આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છે — એમ ભેદ પાડીને. (આ શાસ્ત્રમાં) જે ગાથાસૂત્રો આગળ કહેવાશે તેમાં દર્શન-જ્ઞાન-ચારિત્રનાં લક્ષણ જણાશે.
[હવે ચોથી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છેઃ] [શ્લોકાર્થઃ — ] મુનિઓને મોક્ષનો ઉપાય શુદ્ધરત્નત્રયાત્મક (શુદ્ધરત્નત્રય- પરિણતિએ પરિણમેલો) આત્મા છે. જ્ઞાન આનાથી કોઈ બીજું નથી, દર્શન પણ આનાથી બીજું નથી જ અને શીલ (ચારિત્ર) પણ બીજું નથી. — આ, મોક્ષને પામનારાઓએ (અર્હંતભગવંતોએ) કહ્યું છે. આ જાણીને જે જીવ માતાના ઉદરમાં ફરીને આવતો નથી, તે ભવ્ય છે. ૧૧.
૧૦ ]
Page 11 of 380
PDF/HTML Page 40 of 409
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
व्यवहारसम्यक्त्वस्वरूपाख्यानमेतत् ।
आप्तः शंकारहितः । शंका हि सकलमोहरागद्वेषादयः । आगमः तन्मुखारविन्द- विनिर्गतसमस्तवस्तुविस्तारसमर्थनदक्षः चतुरवचनसंदर्भः । तत्त्वानि च बहिस्तत्त्वान्तस्तत्त्व- परमात्मतत्त्वभेदभिन्नानि अथवा जीवाजीवास्रवसंवरनिर्जराबन्धमोक्षाणां भेदात्सप्तधा भवन्ति । तेषां सम्यक्श्रद्धानं व्यवहारसम्यक्त्वमिति ।
અન્વયાર્થઃ — [आप्तागमतत्त्वानां] આપ્ત, આગમ અને તત્ત્વોની [श्रद्धानात्] શ્રદ્ધાથી [सम्यक्त्वम्] સમ્યક્ત્વ [भवति] હોય છે; [व्यपगताशेषदोषः] જેના અશેષ (સમસ્ત) દોષો દૂર થયા છે એવો જે [सकलगुणात्मा] સકળગુણમય પુરુષ [आप्तः भवेत्] તે આપ્ત છે.
ટીકાઃ — આ, વ્યવહારસમ્યક્ત્વના સ્વરૂપનું કથન છે.
આપ્ત એટલે શંકારહિત. શંકા એટલે સકળ મોહરાગદ્વેષાદિક (દોષો). આગમ એટલે આપ્તના મુખારવિંદમાંથી નીકળેલી, સમસ્ત વસ્તુવિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ એવી ચતુર વચનરચના. તત્ત્વો બહિઃતત્ત્વ અને અંતઃતત્ત્વરૂપ પરમાત્મતત્ત્વ એવા (બે) ભેદોવાળાં છે અથવા જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એવા ભેદોને લીધે સાત પ્રકારનાં છે. તેમનું ( – આપ્તનું, આગમનું અને તત્ત્વનું) સમ્યક્ શ્રદ્ધાન તે વ્યવહારસમ્યક્ત્વ છે.
[હવે પાંચમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છેઃ] [શ્લોકાર્થઃ — ] ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી?