Niyamsar (Gujarati). Shlok: 109-122 ; Gatha: 82-92.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 10 of 21

 

Page 152 of 380
PDF/HTML Page 181 of 409
single page version

૧૫૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
मेकेन्द्रियादिजीवस्थानभेदं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये
नाहं शरीरगतबालाद्यवस्थानभेदं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये
नाहं रागादिभेदभावकर्मभेदं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये
नाहं भावकर्मात्मकषायचतुष्कं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये
इति पंचरत्नांचितोपन्यासप्रपंचनसकलविभावपर्यायसंन्यासविधानमुक्तं भवतीति
(वसंततिलका)
भव्यः समस्तविषयाग्रहमुक्त चिन्तः
स्वद्रव्यपर्ययगुणात्मनि दत्तचित्तः
मुक्त्वा विभावमखिलं निजभावभिन्नं
प्राप्नोति मुक्ति मचिरादिति पंचरत्नात
।।१०9।।
જ ભાવું છું. હું મિથ્યાદ્રષ્ટિ આદિ ગુણસ્થાનભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ
આત્માને જ ભાવું છું. હું એકેંદ્રિયાદિ જીવસ્થાનભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના
વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
હું શરીરસંબંધી બાલાદિ અવસ્થાભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ
આત્માને જ ભાવું છું.
હું રાગાદિભેદરૂપ ભાવકર્મના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ
આત્માને જ ભાવું છું.
હું ભાવકર્માત્મક ચાર કષાયોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને
જ ભાવું છું.
(અહીં ટીકામાં જેમ કર્તા વિષે વર્ણન કર્યું, તેમ કારયિતા અને અનુમંતા
અનુમોદકવિષે પણ સમજી લેવું.)
આ રીતે પાંચ રત્નોના શોભિત કથનવિસ્તાર દ્વારા સકળ વિભાવપર્યાયોના સંન્યાસનું
(ત્યાગનું) વિધાન કહ્યું છે.
[હવે આ પાંચ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી
પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ] આ પ્રમાણે પંચરત્નો દ્વારા જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને

Page 153 of 380
PDF/HTML Page 182 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૫૩
एरिसभेदब्भासे मज्झत्थो होदि तेण चारित्तं
तं दिढकरणणिमित्तं पडिक्कमणादी पवक्खामि ।।८२।।
द्रग्भेदाभ्यासे मध्यस्थो भवति तेन चारित्रम्
तद्दृढीकरणनिमित्तं प्रतिक्रमणादिं प्रवक्ष्यामि ।।८२।।
अत्र भेदविज्ञानात् क्रमेण निश्चयचारित्रं भवतीत्युक्त म्
पूर्वोक्त पंचरत्नांचितार्थपरिज्ञानेन पंचमगतिप्राप्तिहेतुभूते जीवकर्मपुद्गलयोर्भेदाभ्यासे
सति, तस्मिन्नेव च ये मुमुक्षवः सर्वदा संस्थितास्ते ह्यत एव मध्यस्थाः, तेन कारणेन तेषां
परमसंयमिनां वास्तवं चारित्रं भवति
तस्य चारित्राविचलस्थितिहेतोः प्रतिक्रमणादि-
निश्चयक्रिया निगद्यते अतीतदोषपरिहारार्थं यत्प्रायश्चित्तं क्रियते तत्प्रतिक्रमणम्
आदिशब्देन प्रत्याख्यानादीनां संभवश्चोच्यत इति
છોડી છે અને નિજ દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે, તે ભવ્ય જીવ નિજ
ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડી અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. ૧૦૯.
આ ભેદના અભ્યાસથી માધ્યસ્થ થઈ ચારિત બને;
પ્રતિક્રમણ આદિ કહીશ હું ચારિત્રદ્રઢતા કારણે. ૮૨.
અન્વયાર્થઃ[ईद्रग्भेदाभ्यासे] આવો ભેદ-અભ્યાસ થતાં [मध्यस्थः] જીવ મધ્યસ્થ
થાય છે, [तेन चारित्रम् भवति] તેથી ચારિત્ર થાય છે. [तद्दृढीकरणनिमित्तं] તેને (ચારિત્રને) દ્રઢ
કરવા નિમિત્તે [प्रतिक्रमणादिं प्रवक्ष्यामि] હું પ્રતિક્રમણાદિ કહીશ.
ટીકાઃઅહીં, ભેદવિજ્ઞાન દ્વારા ક્રમે નિશ્ચય-ચારિત્ર થાય છે એમ કહ્યું છે.
પૂર્વોક્ત પંચરત્નોથી શોભિત અર્થપરિજ્ઞાન (પદાર્થોના જ્ઞાન) વડે પંચમ ગતિની
પ્રાપ્તિના હેતુભૂત એવો જીવનો અને કર્મપુદ્ગલનો ભેદ-અભ્યાસ થતાં, તેમાં જ જે મુમુક્ષુઓ
સર્વદા સંસ્થિત રહે છે, તેઓ તે (સતત ભેદાભ્યાસ) દ્વારા મધ્યસ્થ થાય છે અને તે કારણથી
તે પરમ સંયમીઓને વાસ્તવિક ચારિત્ર થાય છે. તે ચારિત્રની અવિચળ સ્થિતિના હેતુએ
પ્રતિક્રમણાદિ નિશ્ચયક્રિયા કહેવામાં આવે છે. અતીત (
ભૂતકાળના) દોષોના પરિહાર અર્થે
જે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે તે પ્રતિક્રમણ છે. ‘આદિ’ શબ્દથી પ્રત્યાખ્યાનાદિનો સંભવ
કહેવામાં આવે છે (અર્થાત
્ પ્રતિક્રમણાદિમાં જે ‘આદિ’ શબ્દ છે તે પ્રત્યાખ્યાન વગેરેનો પણ
સમાવેશ કરવા માટે છે).

Page 154 of 380
PDF/HTML Page 183 of 409
single page version

૧૫૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
(अनुष्टुभ्)
‘‘भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ।।’’
तथा हि
(मालिनी)
इति सति मुनिनाथस्योच्चकैर्भेदभावे
स्वयमयमुपयोगाद्राजते मुक्त मोहः
शमजलनिधिपूरक्षालितांहःकलंकः
स खलु समयसारस्यास्य भेदः क एषः
।।११०।।
मोत्तूण वयणरयणं रागादीभाववारणं किच्चा
अप्पाणं जो झायदि तस्स दु होदि त्ति पडिकमणं ।।८३।।
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ
નામની ટીકામાં ૧૩૧મા શ્લોક દ્વારા) કહ્યું છે કે
‘‘[શ્લોકાર્થઃ] જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; જે કોઈ
બંધાયા છે તે તેના જ (ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે.’’
વળી (આ ૮૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી
પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] એ રીતે જ્યારે મુનિનાથને અત્યંત ભેદભાવ (ભેદવિજ્ઞાનપરિણામ)
થાય છે, ત્યારે આ (સમયસાર) સ્વયં ઉપયોગ હોવાથી, મુક્તમોહ (મોહ રહિત) થયો થકો,
શમજલનિધિના પૂરથી (ઉપશમસમુદ્રની ભરતીથી) પાપકલંકને ધોઈ નાખીને, વિરાજે
(
શોભે) છે;તે આ ખરેખર, આ સમયસારનો કેવો ભેદ છે! ૧૧૦.
રચના વચનની છોડીને, રાગાદિભાવ નિવારીને,
જે જીવ ધ્યાવે આત્મને, તે જીવને પ્રતિક્રમણ છે. ૮૩.

Page 155 of 380
PDF/HTML Page 184 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૫૫
मुक्त्वा वचनरचनां रागादिभाववारणं कृत्वा
आत्मानं यो ध्यायति तस्य तु भवतीति प्रतिक्रमणम् ।।८३।।
दैनं दैनं मुमुक्षुजनसंस्तूयमानवाङ्मयप्रतिक्रमणनामधेयसमस्तपापक्षयहेतुभूतसूत्र-
समुदयनिरासोऽयम्
यो हि परमतपश्चरणकारणसहजवैराग्यसुधासिन्धुनाथस्य राकानिशीथिनीनाथः
अप्रशस्तवचनरचनापरिमुक्तोऽपि प्रतिक्रमणसूत्रविषमवचनरचनां मुक्त्वा संसारलतामूल-
कंदानां निखिलमोहरागद्वेषभावानां निवारणं कृत्वाऽखंडानंदमयं निजकारणपरमात्मानं
ध्यायति, तस्य खलु परमतत्त्वश्रद्धानावबोधानुष्ठानाभिमुखस्य सकलवाग्विषयव्यापारविरहित-
निश्चयप्रतिक्रमणं भवतीति
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
અન્વયાર્થઃ[वचनरचनां] વચનરચનાને [मुक्त्वा] છોડીને, [रागादिभाववारणं]
રાગાદિભાવોનું નિવારણ [कृत्वा] કરીને, [यः] જે [आत्मानं] આત્માને [ध्यायति] ધ્યાવે છે,
[तस्य तु] તેને [प्रतिक्रमणं] પ્રતિક્રમણ [भवति इति] હોય છે.
ટીકાઃદિને દિને મુમુક્ષુ જનો વડે ઉચ્ચારવામાં આવતો જે વચનમય પ્રતિક્રમણ
નામનો સમસ્ત પાપક્ષયના હેતુભૂત સૂત્રસમુદાય તેનો આ નિરાસ છે (અર્થાત્ તેનું આમાં
નિરાકરણખંડન કર્યું છે).
પરમ તપશ્ચરણના કારણભૂત સહજવૈરાગ્યસુધાસાગરને માટે પૂર્ણિમાનો ચંદ્ર એવો જે
જીવ (પરમ તપનું કારણ એવો જે સહજ વૈરાગ્યરૂપી અમૃતનો સાગર તેને ઉછાળવા માટે
અર્થાત્ તેમાં ભરતી લાવવા માટે જે પૂર્ણ ચંદ્ર સમાન છે એવો જે જીવ) અપ્રશસ્ત
વચનરચનાથી પરિમુક્ત (સર્વ તરફથી છૂટેલો) હોવા છતાં પ્રતિક્રમણસૂત્રની વિષમ
(વિવિધ) વચનરચનાને (પણ) છોડીને સંસારલતાનાં મૂળ-કંદભૂત સમસ્ત મોહરાગદ્વેષભાવોનું
નિવારણ કરીને અખંડ-આનંદમય નિજ કારણપરમાત્માને ધ્યાવે છે, તે જીવને
કે જે ખરેખર
પરમતત્ત્વનાં શ્રદ્ધાન, જ્ઞાન અને અનુષ્ઠાનની સંમુખ છે તેનેવચનસંબંધી સર્વ વ્યાપાર
વિનાનું નિશ્ચયપ્રતિક્રમણ હોય છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ
નામની ટીકામાં ૨૪૪મા શ્લોક દ્વારા) કહ્યું છે કે

Page 156 of 380
PDF/HTML Page 185 of 409
single page version

૧૫૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(मालिनी)
‘‘अलमलमतिजल्पैर्दुर्विकल्पैरनल्पै-
रयमिह परमार्थश्चेत्यतां नित्यमेकः
स्वरसविसरपूर्णज्ञानविस्फू र्तिमात्रा-
न्न खलु समयसारादुत्तरं किंचिदस्ति
।।’’
तथा हि
(आर्या)
अतितीव्रमोहसंभवपूर्वार्जितं तत्प्रतिक्रम्य
आत्मनि सद्बोधात्मनि नित्यं वर्तेऽहमात्मना तस्मिन् ।।१११।।
आराहणाइ वट्टइ मोत्तूण विराहणं विसेसेण
सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ।।८४।।
आराधनायां वर्तते मुक्त्वा विराधनं विशेषेण
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात।।८४।।
‘‘[શ્લોકાર્થઃ] બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ, બસ થાઓ;
અહીં એટલું જ કહેવાનું છે કે આ પરમ અર્થને એકને જ નિરંતર અનુભવો; કારણ કે નિજ
રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર (
પરમાત્મા) તેનાથી
ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી (સમયસાર સિવાય બીજું કાંઈ પણ સારભૂત નથી).’’
વળી (આ ૮૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] અતિ તીવ્ર મોહની ઉત્પત્તિથી જે પૂર્વે ઉપાર્જેલું (કર્મ) તેને
પ્રતિક્રમીને, હું સદ્બોધાત્મક (સમ્યગ્જ્ઞાનસ્વરૂપ) એવા તે આત્મામાં આત્માથી નિત્ય વર્તું
છું. ૧૧૧.
છોડી સમસ્ત વિરાધના આરાધનામાં જે રહે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૪.
અન્વયાર્થઃ[विराधनं] જે (જીવ) વિરાધનને [विशेषेण] વિશેષતઃ [मुक्त्वा]

Page 157 of 380
PDF/HTML Page 186 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૫૭
अत्रात्माराधनायां वर्तमानस्य जन्तोरेव प्रतिक्रमणस्वरूपमुक्त म्
यस्तु परमतत्त्वज्ञानी जीवः निरन्तराभिमुखतया ह्यत्रुटयत्परिणामसंतत्या साक्षात
स्वभावस्थितावात्माराधनायां वर्तते अयं निरपराधः विगतात्माराधनः सापराधः, अत एव
निरवशेषेण विराधनं मुक्त्वा विगतो राधो यस्य परिणामस्य स विराधनः
यस्मान्निश्चयप्रतिक्रमणमयः स जीवस्तत एव प्रतिक्रमणस्वरूप इत्युच्यते
तथा चोक्तं समयसारे
‘‘संसिद्धिराधसिद्धं साधियमाराधियं च एयट्ठं
अवगदराधो जो खलु चेदा सो होदि अवराधो ।।’’
उक्तं हि समयसारव्याख्यायां च
છોડીને [आराधनायां] આરાધનામાં [वर्तते] વર્તે છે, [सः] તે (જીવ) [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ
[उच्यते] કહેવાય છે, [यस्मात्] કારણ કે તે [प्रतिक्रमणमयः भवेत्] પ્રતિક્રમણમય છે.
ટીકાઃઅહીં આત્માની આરાધનામાં વર્તતા જીવને જ પ્રતિક્રમણસ્વરૂપ કહેલ છે.
જે પરમતત્ત્વજ્ઞાની જીવ નિરંતર અભિમુખપણે (આત્મસંમુખપણે) અતૂટ
(ધારાવાહી) પરિણામસંતતિ વડે સાક્ષાત્ સ્વભાવસ્થિતિમાંઆત્માની આરાધનામાંવર્તે
છે તે નિરપરાધ છે. જે આત્માના આરાધન રહિત છે તે સાપરાધ છે; તેથી જ, નિરવશેષપણે
વિરાધન છોડીને
એમ કહ્યું છે. જે પરિણામ ‘વિગતરાધ’ અર્થાત*રાધ રહિત છે તે
વિરાધન છે. તે (વિરાધન વિનાનો-નિરપરાધ) જીવ નિશ્ચયપ્રતિક્રમણમય છે, તેથી જ તેને
પ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે.
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૩૦૪મી ગાથા
દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[ગાથાર્થઃ] સંસિદ્ધિ, રાધ, સિદ્ધ, સાધિત અને આરાધિતએ શબ્દો એકાર્થ
છે; જે આત્મા ‘અપગતરાધ’ અર્થાત્ રાધથી રહિત છે તે આત્મા અપરાધ છે.’’
શ્રી સમયસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત આત્મખ્યાતિ નામની) ટીકામાં પણ (૧૮૭મા
શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
*રાધ = આરાધના; પ્રસન્નતા; કૃપા; સિદ્ધિ; પૂર્ણતા; સિદ્ધ કરવું તે; પૂર્ણ કરવું તે.

Page 158 of 380
PDF/HTML Page 187 of 409
single page version

૧૫૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(मालिनी)
‘‘अनवरतमनंतैर्बध्यते सापराधः
स्पृशति निरपराधो बंधनं नैव जातु
नियतमयमशुद्धं स्वं भजन्सापराधो
भवति निरपराधः साधु शुद्धात्मसेवी
।।’’
तथा हि
(मालिनी)
अपगतपरमात्मध्यानसंभावनात्मा
नियतमिह भवार्तः सापराधः स्मृतः सः
अनवरतमखंडाद्वैतचिद्भावयुक्तो
भवति निरपराधः कर्मसंन्यासदक्षः
।।११२।।
मोत्तूण अणायारं आयारे जो दु कुणदि थिरभावं
सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ।।८५।।
‘‘[શ્લોકાર્થઃ] સાપરાધ આત્મા નિરંતર અનંત (પુદ્ગલપરમાણુરૂપ) કર્મોથી
બંધાય છે; નિરપરાધ આત્મા બંધનને કદાપિ સ્પર્શતો નથી જ. જે સાપરાધ આત્મા છે તે
તો નિયમથી પોતાને અશુદ્ધ સેવતો થકો સાપરાધ છે; નિરપરાધ આત્મા તો ભલી રીતે
શુદ્ધ આત્માનો સેવનાર હોય છે.’’
વળી (આ ૮૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છે)ઃ
[શ્લોકાર્થઃ] આ લોકમાં જે જીવ પરમાત્મધ્યાનની સંભાવના રહિત છે (અર્થાત
જે જીવ પરમાત્માના ધ્યાનરૂપ પરિણમનથી રહિત છેપરમાત્મધ્યાને પરિણમ્યો નથી) તે
ભવાર્ત જીવ નિયમથી સાપરાધ ગણવામાં આવ્યો છે; જે જીવ નિરંતર અખંડ-અદ્વૈત-
ચૈતન્યભાવથી યુક્ત છે તે કર્મસંન્યાસદક્ષ (
કર્મત્યાગમાં નિપુણ) જીવ નિરપરાધ છે. ૧૧૨.
જે છોડી અણ-આચારને આચારમાં સ્થિરતા કરે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૫.

Page 159 of 380
PDF/HTML Page 188 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૫૯
मुक्त्वानाचारमाचारे यस्तु करोति स्थिरभावम्
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात।।८५।।
अत्र निश्चयचरणात्मकस्य परमोपेक्षासंयमधरस्य निश्चयप्रतिक्रमणस्वरूपं च
भवतीत्युक्त म्
नियतं परमोपेक्षासंयमिनः शुद्धात्माराधनाव्यतिरिक्त : सर्वोऽप्यनाचारः, अत एव
सर्वमनाचारं मुक्त्वा ह्याचारे सहजचिद्विलासलक्षणनिरंजने निजपरमात्मतत्त्वभावना-
स्वरूपे यः सहजवैराग्यभावनापरिणतः स्थिरभावं करोति, स परमतपोधन एव
प्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मात
् परमसमरसीभावनापरिणतः सहजनिश्चयप्रतिक्रमणमयो
भवतीति
અન્વયાર્થઃ[यः तु] જે (જીવ) [अनाचारं] અનાચાર [मुक्त्वा] છોડીને
[आचारे] આચારમાં [स्थिरभावम्] સ્થિરભાવ [करोति] કરે છે, [सः] તે (જીવ)
[प्रतिक्रमणम्] પ્રતિક્રમણ [उच्यते] કહેવાય છે, [यस्मात] કારણ કે તે [प्रतिक्रमणमयः
भवेत] પ્રતિક્રમણમય છે.
ટીકાઃઅહીં (આ ગાથામાં) નિશ્ચયચરણાત્મક પરમોપેક્ષાસંયમના ધરનારને
નિશ્ચયપ્રતિક્રમણનું સ્વરૂપ હોય છે એમ કહ્યું છે.
નિયમથી પરમોપેક્ષાસંયમવાળાને શુદ્ધ આત્માની આરાધના સિવાયનું બધુંય
અનાચાર છે; તેથી જ સઘળો અનાચાર છોડીને સહજચિદ્દવિલાસલક્ષણ નિરંજન નિજ
પરમાત્મતત્ત્વની ભાવનાસ્વરૂપ
*આચારમાં જે (પરમ તપોધન) સહજવૈરાગ્ય-
ભાવનારૂપે પરિણમ્યો થકો સ્થિરભાવ કરે છે, તે પરમ તપોધન જ પ્રતિક્રમણસ્વરૂપ
કહેવાય છે, કારણ કે તે પરમ સમરસીભાવનારૂપે પરિણમ્યો થકો સહજ નિશ્ચય-
પ્રતિક્રમણમય છે.
[હવે આ ૮૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે
છેઃ]
*સહજચૈતન્યવિલાસાત્મક નિર્મળ નિજ પરમાત્મતત્ત્વને ભાવવુંઅનુભવવું તે જ આચારનું સ્વરૂપ છે;
એવા આચારમાં જે પરમ તપોધન સ્થિરતા કરે છે તે પોતે જ પ્રતિક્રમણ છે.

Page 160 of 380
PDF/HTML Page 189 of 409
single page version

૧૬૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(मालिनी)
अथ निजपरमानन्दैकपीयूषसान्द्रं
स्फु रितसहजबोधात्मानमात्मानमात्मा
निजशममयवार्भिर्निर्भरानंदभक्त्या
स्नपयतु बहुभिः किं लौकिकालापजालैः
।।११३।।
(स्रग्धरा)
मुक्त्वानाचारमुच्चैर्जननमृतकरं सर्वदोषप्रसंगं
स्थित्वात्मन्यात्मनात्मा निरुपमसहजानंद
द्रग्ज्ञप्तिशक्तौ
बाह्याचारप्रमुक्त : शमजलनिधिवार्बिन्दुसंदोहपूतः
सोऽयं पुण्यः पुराणः क्षपितमलकलिर्भाति लोकोद्घसाक्षी
।।११४।।
उम्मग्गं परिचत्ता जिणमग्गे जो दु कुणदि थिरभावं
सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ।।८६।।
[શ્લોકાર્થઃ] આત્મા નિજ પરમાનંદરૂપી અદ્વિતીય અમૃતથી ગાઢ ભરેલા,
સ્ફુરિત-સહજ-જ્ઞાનસ્વરૂપ આત્માને નિર્ભર (ભરચક) આનંદ-ભક્તિપૂર્વક નિજ શમમય
જળ વડે સ્નાન કરાવો; બહુ લૌકિક આલાપજાળોથી શું પ્રયોજન છે (અર્થાત્ બીજા અનેક
લૌકિક કથનસમૂહોથી શું કાર્ય સરે એમ છે)? ૧૧૩.
[શ્લોકાર્થઃ] જે આત્મા જન્મ-મરણને કરનારા, સર્વ દોષોના પ્રસંગવાળા
અનાચારને અત્યંત છોડીને, નિરુપમ સહજ આનંદ-દર્શન-જ્ઞાન-વીર્યવાળા આત્મામાં
આત્માથી સ્થિત થઈને, બાહ્ય આચારથી મુક્ત થયો થકો, શમરૂપી સમુદ્રના જલબિંદુઓના
સમૂહથી પવિત્ર થાય છે, તે આ પવિત્ર પુરાણ (
સનાતન) આત્મા મળરૂપી ક્લેશનો ક્ષય
કરીને લોકનો ઉત્કૃષ્ટ સાક્ષી થાય છે. ૧૧૪.
પરિત્યાગી જે ઉન્માર્ગને જિનમાર્ગમાં સ્થિરતા કરે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૬.
૧. સ્ફુરિત = પ્રગટ.
૨. પ્રસંગ = સંગ; સહવાસ; સંબંધ; જોડાણ.

Page 161 of 380
PDF/HTML Page 190 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૬૧
उन्मार्गं परित्यज्य जिनमार्गे यस्तु करोति स्थिरभावम्
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात।।८६।।
अत्र उन्मार्गपरित्यागः सर्वज्ञवीतरागमार्गस्वीकारश्चोक्त :
यस्तु शंकाकांक्षाविचिकित्साऽन्यद्रष्टिप्रशंसासंस्तवमलकलंकपंकनिर्मुक्त : शुद्ध-
निश्चयसद्दृष्टिः बुद्धादिप्रणीतमिथ्यादर्शनज्ञानचारित्रात्मकं मार्गाभासमुन्मार्गं परित्यज्य व्यवहारेण
महादेवाधिदेवपरमेश्वरसर्वज्ञवीतरागमार्गे पंचमहाव्रतपंचसमितित्रिगुप्तिपंचेन्द्रियनिरोध-
षडावश्यकाद्यष्टाविंशतिमूलगुणात्मके स्थिरपरिणामं करोति, शुद्धनिश्चयनयेन सहज-
बोधादिशुद्धगुणालंकृते सहजपरमचित्सामान्यविशेषभासिनि निजपरमात्मद्रव्ये स्थिरभावं
शुद्धचारित्रमयं करोति, स मुनिर्निश्चयप्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मान्निश्चयप्रतिक्रमणं
અન્વયાર્થઃ[यः तु] જે (જીવ) [उन्मार्गं] ઉન્માર્ગને [परित्यज्य] પરિત્યાગીને
[जिनमार्गे] જિનમાર્ગમાં [स्थिरभावम्] સ્થિરભાવ [करोति] કરે છે, [सः] તે (જીવ)
[प्रतिक्रमणम्] પ્રતિક્રમણ [उच्यते] કહેવાય છે, [यस्मात] કારણ કે તે [प्रतिक्रमणमयः
भवेत] પ્રતિક્રમણમય છે.
ટીકાઃ
અહીં ઉન્માર્ગનો પરિત્યાગ અને સર્વજ્ઞવીતરાગ-માર્ગનો સ્વીકાર વર્ણવવામાં
આવેલ છે.
જે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદ્રષ્ટિપ્રશંસા અને *અન્યદ્રષ્ટિસંસ્તવરૂપ
મળકલંકપંકથી વિમુક્ત (મળકલંકરૂપી કાદવથી રહિત) શુદ્ધનિશ્ચયસમ્યગ્દ્રષ્ટિ (જીવ)
બુદ્ધાદિપ્રણીત મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રાત્મક માર્ગાભાસરૂપ ઉન્માર્ગને પરિત્યાગીને, વ્યવહારે
પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પાંચ ઇન્દ્રિયોનો નિરોધ, છ આવશ્યક ઇત્યાદિ
અઠ્યાવીશ મૂળગુણસ્વરૂપ મહાદેવાધિદેવ-પરમેશ્વર-સર્વજ્ઞ-વીતરાગના માર્ગમાં સ્થિર પરિણામ
કરે છે, અને શુદ્ધનિશ્ચયનયે સહજજ્ઞાનાદિ શુદ્ધગુણોથી અલંકૃત, સહજ પરમ ચૈતન્યસામાન્ય
અને (સહજ પરમ) ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ છે એવા નિજ પરમાત્મદ્રવ્યમાં
શુદ્ધચારિત્રમય સ્થિરભાવ કરે છે, (અર્થાત
્ જે શુદ્ધનિશ્ચય-સમ્યગ્દ્રષ્ટિ જીવ વ્યવહારે અઠ્યાવીશ
મૂળગુણાત્મક માર્ગમાં અને નિશ્ચયે શુદ્ધ ગુણોથી શોભિત દર્શનજ્ઞાનાત્મક પરમાત્મદ્રવ્યમાં સ્થિર
*અન્યદ્રષ્ટિસંસ્તવ = (૧) મિથ્યાદ્રષ્ટિનો પરિચય; (૨) મિથ્યાદ્રષ્ટિની સ્તુતિ. (મનથી મિથ્યાદ્રષ્ટિનો
મહિમા કરવો તે અન્યદ્રષ્ટિપ્રશંસા છે અને મિથ્યાદ્રષ્ટિના મહિમાનાં વચનો બોલવાં તે
અન્યદ્રષ્ટિસંસ્તવ છે.)

Page 162 of 380
PDF/HTML Page 191 of 409
single page version

૧૬૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
परमतत्त्वगतं तत एव स तपोधनः सदा शुद्ध इति
तथा चोक्तं प्रवचनसारव्याख्यायाम्
(शार्दूलविक्रीडित)
‘‘इत्येवं चरणं पुराणपुरुषैर्जुष्टं विशिष्टादरै-
रुत्सर्गादपवादतश्च विचरद्बह्वीः पृथग्भूमिकाः
आक्रम्य क्रमतो निवृत्तिमतुलां कृत्वा यतिः सर्वत-
श्चित्सामान्यविशेषभासिनि निजद्रव्ये करोतु स्थितिम्
।।’’
तथा हि
(मालिनी)
विषयसुखविरक्ताः शुद्धतत्त्वानुरक्ताः
तपसि निरतचित्ताः शास्त्रसंघातमत्ताः
गुणमणिगणयुक्ताः सर्वसंकल्पमुक्ताः
कथममृतवधूटीवल्लभा न स्युरेते
।।११५।।
ભાવ કરે છે,) તે મુનિ નિશ્ચય પ્રતિક્રમણસ્વરૂપ કહેવાય છે, કારણ કે તેને પરમતત્ત્વગત
(
પરમાત્મતત્ત્વ સાથે સંબંધવાળું) નિશ્ચયપ્રતિક્રમણ છે તેથી જ તે તપોધન સદા શુદ્ધ છે.
એવી રીતે શ્રી પ્રવચનસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત તત્ત્વદીપિકા નામની) ટીકામાં
(૧૫મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] એ પ્રમાણે વિશિષ્ટ આદરવાળા પુરાણ પુરુષોએ સેવેલું, ઉત્સર્ગ
અને અપવાદ દ્વારા ઘણી પૃથક્ પૃથક્ ભૂમિકાઓમાં વ્યાપતું જે ચરણ (ચારિત્ર) તેને યતિ
પ્રાપ્ત કરીને, ક્રમશઃ અતુલ નિવૃત્તિ કરીને, ચૈતન્યસામાન્ય અને ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ
છે એવા નિજદ્રવ્યમાં સર્વતઃ સ્થિતિ કરો.’’
વળી (આ ૮૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] જેઓ વિષયસુખથી વિરક્ત છે, શુદ્ધ તત્ત્વમાં અનુરક્ત છે, તપમાં
લીન જેમનું ચિત્ત છે, શાસ્ત્રસમૂહમાં જેઓ મત્ત છે, ગુણરૂપી મણિઓના સમુદાયથી યુક્ત
૧. આદર = કાળજી, સાવધાની; પ્રયત્ન; બહુમાન.
૨. મત્ત = મસ્ત; ઘેલા; અતિશય પ્રીતિવંત; અતિ આનંદિત.

Page 163 of 380
PDF/HTML Page 192 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૬૩
मोत्तूण सल्लभावं णिस्सल्ले जो दु साहु परिणमदि
सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ।।८७।।
मुक्त्वा शल्यभावं निःशल्ये यस्तु साधुः परिणमति
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात।।८७।।
इह हि निःशल्यभावपरिणतमहातपोधन एव निश्चयप्रतिक्रमणस्वरूप इत्युक्त :
निश्चयतो निःशल्यस्वरूपस्य परमात्मनस्तावद् व्यवहारनयबलेन कर्मपंकयुक्त त्वात
निदानमायामिथ्याशल्यत्रयं विद्यत इत्युपचारतः अत एव शल्यत्रयं परित्यज्य परम-
निःशल्यस्वरूपे तिष्ठति यो हि परमयोगी स निश्चयप्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मात
स्वरूपगतवास्तवप्रतिक्रमणमस्त्येवेति
છે અને સર્વ સંકલ્પોથી મુક્ત છે, તેઓ મુક્તિસુંદરીના વલ્લભ કેમ ન થાય? (અવશ્ય
થાય જ.) ૧૧૫.
જે સાધુ છોડી શલ્યને નિઃશલ્યભાવે પરિણમે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૭.
અન્વયાર્થ[यः तु साधुः] જે સાધુ [शल्यभावं] શલ્યભાવ [मुक्त्वा] છોડીને
[निःशल्ये] નિઃશલ્યભાવે [परिणमति] પરિણમે છે, [सः] તે (સાધુ) [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ
[उच्यते] કહેવાય છે, [यस्मात] કારણ કે તે [प्रतिक्रमणमयः भवेत] પ્રતિક્રમણમય છે.
ટીકાઃઅહીં નિઃશલ્યભાવે પરિણત મહાતપોધનને જ નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ
કહેલ છે.
પ્રથમ તો, નિશ્ચયથી નિઃશલ્યસ્વરૂપ પરમાત્માને, વ્યવહારનયના બળે કર્મપંકથી
યુક્તપણું હોવાને લીધે (વ્યવહારનયે કર્મરૂપી કાદવ સાથે સંબંધ હોવાને લીધે) ‘તેને
નિદાન, માયા અને મિથ્યાત્વરૂપી ત્રણ શલ્યો વર્તે છે’ એમ ઉપચારથી કહેવાય છે. આમ
હોવાથી જ ત્રણ શલ્યો પરિત્યાગીને જે પરમ યોગી પરમ નિઃશલ્ય સ્વરૂપમાં રહે છે
તેને નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે, કારણ કે તેને સ્વરૂપગત (
નિજ સ્વરૂપ
સાથે સંબંધવાળું) વાસ્તવિક પ્રતિક્રમણ છે જ.
[હવે આ ૮૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ]

Page 164 of 380
PDF/HTML Page 193 of 409
single page version

૧૬૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(अनुष्टुभ्)
शल्यत्रयं परित्यज्य निःशल्ये परमात्मनि
स्थित्वा विद्वान्सदा शुद्धमात्मानं भावयेत्स्फु टम् ।।११६।।
(पृथ्वी)
कषायकलिरंजितं त्यजतु चित्तमुच्चैर्भवान्
भवभ्रमणकारणं स्मरशराग्निदग्धं मुहुः
स्वभावनियतं सुखं विधिवशादनासादितं
भज त्वमलिनं यते प्रबलसंसृतेर्भीतितः
।।११७।।
चत्ता अगुत्तिभावं तिगुत्तिगुत्तो हवेइ जो साहू
सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ।।८८।।
त्यक्त्वा अगुप्तिभावं त्रिगुप्तिगुप्तो भवेद्यः साधुः
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात।।८८।।
[શ્લોકાર્થ] ત્રણ શલ્યને પરિત્યાગી, નિઃશલ્ય પરમાત્મામાં સ્થિત રહી, વિદ્વાને
સદા શુદ્ધ આત્માને સ્ફુટપણે ભાવવો. ૧૧૬.
[શ્લોકાર્થ] હે યતિ! જે (ચિત્ત) ભવભ્રમણનું કારણ છે અને વારંવાર
કામબાણના અગ્નિથી દગ્ધ છેએવા કષાયક્લેશથી રંગાયેલા ચિત્તને તું અત્યંત છોડ; જે
વિધિવશાત્ (કર્મવશપણાને લીધે) અપ્રાપ્ત છે એવા નિર્મળ *સ્વભાવનિયત સુખને તું
પ્રબળ સંસારની ભીતિથી ડરીને ભજ. ૧૧૭.
જે સાધુ છોડી અગુપ્તિભાવ ત્રિગુપ્તિગુપ્તપણે રહે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૮.
અન્વયાર્થ[यः साधुः] જે સાધુ [अगुप्तिभावं] અગુપ્તિભાવ [त्यक्त्वा] તજીને
[त्रिगुप्तिगुप्तः भवेत] ત્રિગુપ્તિગુપ્ત રહે છે, [सः] તે (સાધુ) [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ [उच्यते]
કહેવાય છે, [यस्मात] કારણ કે તે [प्रतिक्रमणमयः भवेत] પ્રતિક્રમણમય છે.
*સ્વભાવનિયત = સ્વભાવમાં નિશ્ચિત રહેલ; સ્વભાવમાં નિયમથી રહેલ.

Page 165 of 380
PDF/HTML Page 194 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૬૫
त्रिगुप्तिगुप्तलक्षणपरमतपोधनस्य निश्चयचारित्राख्यानमेतत
यः परमतपश्चरणसरःसरसिरुहाकरचंडचंडरश्मिरत्यासन्नभव्यो मुनीश्वरः बाह्यप्रपंचरूपम्
अगुप्तिभावं त्यक्त्वा त्रिगुप्तिगुप्तनिर्विकल्पपरमसमाधिलक्षणलक्षितम् अत्यपूर्वमात्मानं ध्यायति,
यस्मात
् प्रतिक्रमणमयः परमसंयमी अत एव स च निश्चयप्रतिक्रमणस्वरूपो भवतीति
(हरिणी)
अथ तनुमनोवाचां त्यक्त्वा सदा विकृतिं मुनिः
सहजपरमां गुप्तिं संज्ञानपुंजमयीमिमाम्
भजतु परमां भव्यः शुद्धात्मभावनया समं
भवति विशदं शीलं तस्य त्रिगुप्तिमयस्य तत
।।११८।।
मोत्तूण अट्टरुद्दं झाणं जो झादि धम्मसुक्कं वा
सो पडिकमणं उच्चइ जिणवरणिद्दिट्ठसुत्तेसु ।।9।।
मुक्त्वार्तरौद्रं ध्यानं यो ध्यायति धर्मशुक्लं वा
स प्रतिक्रमणमुच्यते जिनवरनिर्दिष्टसूत्रेषु ।।9।।
ટીકાઃત્રિગુપ્તિગુપ્તપણું (ત્રણ ગુપ્તિ વડે ગુપ્તપણું) જેનું લક્ષણ છે એવા પરમ
તપોધનને નિશ્ચયચારિત્ર હોવાનું આ કથન છે.
પરમ તપશ્ચરણરૂપી સરોવરના કમળસમૂહ માટે પ્રચંડ સૂર્ય સમાન એવા જે અતિ-
આસન્નભવ્ય મુનીશ્વર બાહ્ય પ્રપંચરૂપ અગુપ્તિભાવ તજીને, ત્રિગુપ્તિગુપ્ત-નિર્વિકલ્પ-
પરમસમાધિલક્ષણથી લક્ષિત અતિ-અપૂર્વ આત્માને ધ્યાવે છે, તે મુનીશ્વર પ્રતિક્રમણમય
પરમસંયમી હોવાથી જ નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છે.
[હવે આ ૮૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થ
] મન-વચન-કાયની વિકૃતિને સદા તજીને, ભવ્ય મુનિ સમ્યગ્જ્ઞાનના
પુંજમયી આ સહજ પરમ ગુપ્તિને શુદ્ધાત્માની ભાવના સહિત ઉત્કૃષ્ટપણે ભજો. ત્રિગુપ્તિમય
એવા તે મુનિનું તે ચારિત્ર નિર્મળ છે. ૧૧૮.
તજી આર્ત તેમ જ રૌદ્રને, ધ્યાવે ધરમને, શુક્લને,
તે પ્રતિક્રમણ કહેવાય છે જિનવરકથિત સૂત્રો વિષે. ૮૯.
અન્વયાર્થ[यः] જે (જીવ) [आर्तरौद्रं ध्यानं] આર્ત અને રૌદ્ર ધ્યાન [मुक्त्वा]

Page 166 of 380
PDF/HTML Page 195 of 409
single page version

૧૬૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ध्यानविकल्पस्वरूपाख्यानमेतत
स्वदेशत्यागात् द्रव्यनाशात् मित्रजनविदेशगमनात् कमनीयकामिनीवियोगात
अनिष्टसंयोगाद्वा समुपजातमार्तध्यानम्, चौरजारशात्रवजनवधबंधननिबद्धमहद्द्वेषजनित-
रौद्रध्यानं च, एतद्द्वितयम् अपरिमितस्वर्गापवर्गसुखप्रतिपक्षं संसारदुःखमूलत्वान्निरवशेषेण
त्यक्त्वा, स्वर्गापवर्गनिःसीमसुखमूलस्वात्माश्रितनिश्चयपरमधर्मध्यानम्, ध्यानध्येयविविध-
विकल्पविरहितान्तर्मुखाकारसकलकरणग्रामातीतनिर्भेदपरमकलासनाथनिश्चयशुक्लध्यानं च
ध्यात्वा यः परमभावभावनापरिणतः भव्यवरपुंडरीकः निश्चयप्रतिक्रमणस्वरूपो भवति,
परमजिनेन्द्रवदनारविन्दविनिर्गतद्रव्यश्रुतेषु विदितमिति
ध्यानेषु च चतुर्षु हेयमाद्यं
ध्यानद्वितयं, त्रितयं तावदुपादेयं, सर्वदोपादेयं च चतुर्थमिति
છોડીને [धर्मशुक्लं वा] ધર્મ અથવા શુક્લ ધ્યાનને [ध्यायति] ધ્યાવે છે, [सः] તે
(જીવ) [जिनवरनिर्दिष्टसूत्रेषु] જિનવરકથિત સૂત્રોમાં [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ [उच्यते]
કહેવાય છે.
ટીકાઃઆ, ધ્યાનના ભેદોના સ્વરૂપનું કથન છે.
(૧) સ્વદેશના ત્યાગથી, દ્રવ્યના નાશથી, મિત્રજનના વિદેશગમનથી, કમનીય
(ઇષ્ટ, સુંદર) કામિનીના વિયોગથી અથવા અનિષ્ટના સંયોગથી ઊપજતું જે આર્તધ્યાન,
તથા (૨) ચોર-જાર-શત્રુજનોનાં વધ-બંધન સંબંધી મહા દ્વેષથી ઊપજતું જે રૌદ્રધ્યાન,
તે બન્ને ધ્યાનો સ્વર્ગ અને મોક્ષના અપરિમિત સુખથી પ્રતિપક્ષ સંસારદુઃખનાં મૂળ
હોવાને લીધે તે બન્નેને નિરવશેષપણે (સર્વથા) છોડીને, (૩) સ્વર્ગ અને મોક્ષના
નિઃસીમ (-બેહદ) સુખનું મૂળ એવું જે સ્વાત્માશ્રિત નિશ્ચય-પરમધર્મધ્યાન, તથા
(૪) ધ્યાન ને ધ્યેયના વિવિધ વિકલ્પો રહિત,
*અંતર્મુખાકાર, સકળ ઇન્દ્રિયોના
સમૂહથી અતીત (-સમસ્ત ઇન્દ્રિયાતીત) અને નિર્ભેદ પરમ કળા સહિત એવું જે
નિશ્ચય-શુક્લધ્યાન, તેમને ધ્યાઈને, જે ભવ્યવરપુંડરીક (
ભવ્યોત્તમ) પરમભાવની
(પારિણામિક ભાવની) ભાવનારૂપે પરિણમ્યો છે, તે નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છેએમ
પરમ જિનેંદ્રના મુખારવિંદથી નીકળેલાં દ્રવ્યશ્રુતમાં કહ્યું છે.
ચાર ધ્યાનોમાં પહેલાં બે ધ્યાન હેય છે, ત્રીજું પ્રથમ તો ઉપાદેય છે અને ચોથું સર્વદા
ઉપાદેય છે.
*
અંતર્મુખાકાર = અંતર્મુખ જેનો આકાર અર્થાત્ સ્વરૂપ છે એવું.

Page 167 of 380
PDF/HTML Page 196 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૬૭
तथा चोक्त म्
(अनुष्टुभ्)
‘‘निष्क्रियं करणातीतं ध्यानध्येयविवर्जितम्
अन्तर्मुखं तु यद्धयानं तच्छुक्लं योगिनो विदुः ।।’’
(वसंततिलका)
ध्यानावलीमपि च शुद्धनयो न वक्ति
व्यक्तं सदाशिवमये परमात्मतत्त्वे
सास्तीत्युवाच सततं व्यवहारमार्ग-
स्तत्त्वं जिनेन्द्र तदहो महदिन्द्रजालम्
।।११9।।
(वसंततिलका)
सद्बोधमंडनमिदं परमात्मतत्त्वं
मुक्तं विकल्पनिकरैरखिलैः समन्तात
नास्त्येष सर्वनयजातगतप्रपंचो
ध्यानावली कथय सा कथमत्र जाता
।।१२०।।
એવી રીતે (અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] જે ધ્યાન નિષ્ક્રિય છે, ઇન્દ્રિયાતીત છે, ધ્યાનધ્યેયવિવર્જિત
(અર્થાત્ ધ્યાન ને ધ્યેયના વિકલ્પો રહિત) છે અને અંતર્મુખ છે, તે ધ્યાનને યોગીઓ
શુક્લધ્યાન કહે છે.’’
[હવે આ ૮૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] પ્રગટપણે સદાશિવમય (નિરંતર કલ્યાણમય) એવા પરમાત્મતત્ત્વને
વિષે *ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધનય કહેતો નથી. ‘તે છે (અર્થાત્ ધ્યાનાવલી આત્મામાં
છે)’ એમ (માત્ર) વ્યવહારમાર્ગે સતત કહ્યું છે. હે જિનેંદ્ર! આવું તે તત્ત્વ (તેં નય દ્વારા
કહેલું વસ્તુસ્વરૂપ), અહો! મહા ઇન્દ્રજાળ છે. ૧૧૯.
[શ્લોકાર્થઃ] સમ્યગ્જ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મતત્ત્વ સમસ્ત વિકલ્પ-
સમૂહોથી સર્વતઃ મુક્ત (સર્વ તરફથી રહિત) છે. (આમ) સર્વનયસમૂહ સંબંધી આ પ્રપંચ
*ધ્યાનાવલિ = ધ્યાનપંક્તિ; ધ્યાનપરંપરા.

Page 168 of 380
PDF/HTML Page 197 of 409
single page version

૧૬૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
मिच्छत्तपहुदिभावा पुव्वं जीवेण भाविया सुइरं
सम्मत्तपहुदिभावा अभाविया होंति जीवेण ।।9।।
मिथ्यात्वप्रभृतिभावाः पूर्वं जीवेन भाविताः सुचिरम्
सम्यक्त्वप्रभृतिभावाः अभाविता भवन्ति जीवेन ।।9।।
आसन्नानासन्नभव्यजीवपूर्वापरपरिणामस्वरूपोपन्यासोऽयम्
मिथ्यात्वाव्रतकषाययोगपरिणामास्सामान्यप्रत्ययाः, तेषां विकल्पास्त्रयोदश भवन्ति
‘मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं’ इति वचनात्, मिथ्याद्रष्टिगुणस्थानादिसयोगि-
गुणस्थानचरमसमयपर्यंतस्थिता इत्यर्थः
अनासन्नभव्यजीवेन निरंजननिजपरमात्मतत्त्वश्रद्धानविकलेन पूर्वं सुचिरं भाविताः खलु
પરમાત્મતત્ત્વમાં નથી તો પછી તે ધ્યાનાવલી આમાં કઈ રીતે ઊપજી (અર્થાત્ ધ્યાનાવલી
પરમાત્મતત્ત્વમાં કેમ હોઈ શકે) તે કહો. ૧૨૦.
મિથ્યાત્વ-આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે;
સમ્યક્ત્વ-આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે. ૯૦.
અન્વયાર્થઃ[मिथ्यात्वप्रभृतिभावाः] મિથ્યાત્વાદિ ભાવો [जीवेन] જીવે [पूर्वं] પૂર્વે
[सुचिरम्] સુચિર કાળ (બહુ દીર્ઘ કાળ) [भाविताः] ભાવ્યા છે; [सम्यक्त्वप्रभृतिभावाः]
સમ્યક્ત્વાદિ ભાવો [जीवेन] જીવે [अभाविताः भवन्ति] ભાવ્યા નથી.
ટીકાઃઆ, આસન્નભવ્ય અને અનાસન્નભવ્ય જીવના પૂર્વાપર (પહેલાંના અને
પછીના) પરિણામના સ્વરૂપનું કથન છે.
મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગરૂપ પરિણામો સામાન્ય પ્રત્યયો (આસ્રવો) છે;
તેમના ભેદ તેર છે, કારણ કે मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं’ એવું (શાસ્ત્રનું) વચન
છે; મિથ્યાદ્રષ્ટિગુણસ્થાનથી માંડીને સયોગીગુણસ્થાનના છેલ્લા સમય સુધી પ્રત્યયો હોય છે
એવો અર્થ છે.
નિરંજન નિજ પરમાત્મતત્ત્વના શ્રદ્ધાન રહિત અનાસન્નભવ્ય જીવે ખરેખર સામાન્ય
*અર્થઃ(પ્રત્યયોનો, તેર પ્રકારનો ભેદ કહેવામાં આવ્યો છે) મિથ્યાદ્રષ્ટિગુણસ્થાનથી માંડીને
સયોગકેવળીગુણસ્થાનના ચરમ સમય સુધીનો.

Page 169 of 380
PDF/HTML Page 198 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૬૯
सामान्यप्रत्ययाः, तेन स्वरूपविकलेन बहिरात्मजीवेनानासादितपरमनैष्कर्म्यचरित्रेण
सम्यग्दर्शनज्ञानचारित्राणि न भावितानि भवन्तीति
अस्य मिथ्याद्रष्टेर्विपरीतगुणनिचय-
संपन्नोऽत्यासन्नभव्यजीवः अस्य सम्यग्ज्ञानभावना कथमिति चेत
तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः
(अनुष्टुभ्)
‘‘भावयामि भवावर्ते भावनाः प्रागभाविताः
भावये भाविता नेति भवाभावाय भावनाः ।।’’
तथा हि
(मालिनी)
अथ भवजलराशौ मग्नजीवेन पूर्वं
किमपि वचनमात्रं निर्वृतेः कारणं यत
तदपि भवभवेषु श्रूयते वाह्यते वा
न च न च बत कष्टं सर्वदा ज्ञानमेकम्
।।१२१।।
પ્રત્યયોને પૂર્વે સુચિર કાળ ભાવ્યા છે; જેણે પરમ નૈષ્કર્મ્યરૂપ ચારિત્ર પ્રાપ્ત કર્યું નથી એવા
તે સ્વરૂપશૂન્ય બહિરાત્મ-જીવે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર ભાવ્યાં નથી. આ
મિથ્યાદ્રષ્ટિ જીવથી વિપરીત ગુણસમુદાયવાળો અતિ-આસન્નભવ્ય જીવ હોય છે.
આ (અતિનિકટભવ્ય) જીવને સમ્યગ્જ્ઞાનની ભાવના કયા પ્રકારે હોય છે એમ પ્રશ્ન
કરવામાં આવે તો (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૨૩૮મા શ્લોક
દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] *ભવાવર્તમાં પૂર્વે નહિ ભાવેલી ભાવનાઓ (હવે) હું ભાવું છું.
તે ભાવનાઓ (પૂર્વે) નહિ ભાવી હોવાથી હું ભવના અભાવ માટે તેમને ભાવું છું (કારણ
કે ભવનો અભાવ તો ભવભ્રમણના કારણભૂત ભાવનાઓથી વિરુદ્ધ પ્રકારની, પૂર્વે નહિ
ભાવેલી એવી અપૂર્વ ભાવનાઓથી જ થાય).’’
વળી (આ ૯૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] જે મોક્ષનું કાંઈક કથનમાત્ર (કહેવામાત્ર) કારણ છે તેને પણ
*ભવાવર્ત = ભવ-આવર્ત; ભવનો ચકરાવો; ભવનું વમળ; ભવ-પરાવર્ત.

Page 170 of 380
PDF/HTML Page 199 of 409
single page version

૧૭૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(અર્થાત્ વ્યવહાર-રત્નત્રયને પણ) ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવભવમાં (ઘણા
ભવોમાં) સાંભળ્યું છે અને આચર્યું (અમલમાં મૂક્યું) છે; પરંતુ અરેરે! ખેદ છે કે જે સર્વદા
એક જ્ઞાન છે તેને (અર્થાત્ જે સદા એક જ્ઞાનસ્વરૂપ જ છે એવા પરમાત્મતત્ત્વને) જીવે
સાંભળ્યું-આચર્યું નથી, નથી. ૧૨૧.
નિઃશેષ મિથ્યાજ્ઞાન-દર્શન-ચરણને પરિત્યાગીને
સુજ્ઞાન-દર્શન-ચરણ ભાવે, જીવ તે પ્રતિક્રમણ છે. ૯૧.
અન્વયાર્થઃ[मिथ्यादर्शनज्ञानचरित्रं] મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને
[निरवशेषेण] નિરવશેષપણે [त्यक्त्वा] છોડીને [सम्यक्त्वज्ञानचरणं] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન
અને સમ્યક્ચારિત્રને [यः] જે (જીવ) [भावयति] ભાવે છે, [सः] તે (જીવ) [प्रतिक्रमणम्]
પ્રતિક્રમણ છે.
ટીકાઃઅહીં (આ ગાથામાં), સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રનો નિરવશેષ (સંપૂર્ણ)
સ્વીકાર કરવાથી અને મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રનો નિરવશેષ ત્યાગ કરવાથી પરમ મુમુક્ષુને
નિશ્ચયપ્રતિક્રમણ હોય છે એમ કહ્યું છે.
ભગવાન અર્હત્ પરમેશ્વરના માર્ગથી પ્રતિકૂળ માર્ગાભાસમાં માર્ગનું શ્રદ્ધાન તે
મિથ્યાદર્શન છે, તેમાં જ કહેલી અવસ્તુમાં વસ્તુબુદ્ધિ તે મિથ્યાજ્ઞાન છે અને તે માર્ગનું
આચરણ તે મિથ્યાચારિત્ર છે;
આ ત્રણેને નિરવશેષપણે છોડીને. અથવા, નિજ આત્માનાં
मिच्छादंसणणाणचरित्तं चइऊण णिरवसेसेण
सम्मत्तणाणचरणं जो भावइ सो पडिक्कमणं ।।9।।
मिथ्यादर्शनज्ञानचरित्रं त्यक्त्वा निरवशेषेण
सम्यक्त्वज्ञानचरणं यो भावयति स प्रतिक्रमणम् ।।9।।
अत्र सम्यग्दर्शनज्ञानचारित्राणां निरवशेषस्वीकारेण मिथ्यादर्शनज्ञानचारित्राणां
निरवशेषत्यागेन च परममुमुक्षोर्निश्चयप्रतिक्रमणं च भवति इत्युक्त म्
भगवदर्हत्परमेश्वरमार्गप्रतिकूलमार्गाभासमार्गश्रद्धानं मिथ्यादर्शनं, तत्रैवावस्तुनि
वस्तुबुद्धिर्मिथ्याज्ञानं, तन्मार्गाचरणं मिथ्याचारित्रं च, एतत्र्रितयमपि निरवशेषं त्यक्त्वा, अथवा
स्वात्मश्रद्धानपरिज्ञानानुष्ठानरूपविमुखत्वमेव मिथ्यादर्शनज्ञानचारित्रात्मकरत्नत्रयम्, एतदपि

Page 171 of 380
PDF/HTML Page 200 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૭૧
શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનના રૂપથી વિમુખપણું તે જ મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક (મિથ્યા)
રત્નત્રય છે;
આને પણ (નિરવશેષપણે) છોડીને. ત્રિકાળ-નિરાવરણ, નિત્ય આનંદ જેનું
એક લક્ષણ છે એવો, નિરંજન નિજ પરમપારિણામિકભાવસ્વરૂપ કારણપરમાત્મા તે આત્મા
છે; તેના સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણનું રૂપ તે ખરેખર નિશ્ચયરત્નત્રય છે;
આમ
ભગવાન પરમાત્માના સુખનો અભિલાષી એવો જે પરમપુરુષાર્થપરાયણ (પરમ તપોધન)
શુદ્ધરત્નત્રયાત્મક આત્માને ભાવે છે, તે પરમ તપોધનને જ (શાસ્ત્રમાં) નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ
કહ્યો છે.
[હવે આ ૯૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] સમસ્ત વિભાવને તથા વ્યવહારમાર્ગના રત્નત્રયને છોડીને નિજ-
તત્ત્વવેદી (નિજ આત્મતત્ત્વને જાણનારઅનુભવનાર) મતિમાન પુરુષ શુદ્ધ આત્મતત્ત્વમાં
નિયત (શુદ્ધાત્મતત્ત્વપરાયણ) એવું જે એક નિજજ્ઞાન, બીજું શ્રદ્ધાન અને વળી બીજું ચારિત્ર
તેનો આશ્રય કરે છે. ૧૨૨.
આત્મા જ ઉત્તમ-અર્થ છે, તત્રસ્થ મુનિ કર્મો હણે;
તે કારણે બસ ધ્યાન ઉત્તમ-અર્થનું પ્રતિક્રમણ છે. ૯૨.
त्यक्त्वा त्रिकालनिरावरणनित्यानंदैकलक्षणनिरंजननिजपरमपारिणामिकभावात्मककारण-
परमात्मा ह्यात्मा, तत्स्वरूपश्रद्धानपरिज्ञानाचरणस्वरूपं हि निश्चयरत्नत्रयम्; एवं भगवत्पर-
मात्मसुखाभिलाषी यः परमपुरुषार्थपरायणः शुद्धरत्नत्रयात्मकम् आत्मानं भावयति स
परमतपोधन एव निश्चयप्रतिक्रमणस्वरूप इत्युक्त :
(वसंततिलका)
त्यक्त्वा विभावमखिलं व्यवहारमार्ग-
रत्नत्रयं च मतिमान्निजतत्त्ववेदी
शुद्धात्मतत्त्वनियतं निजबोधमेकं
श्रद्धानमन्यदपरं चरणं प्रपेदे
।।१२२।।
उत्तमअट्ठं आदा तम्हि ठिदा हणदि मुणिवरा कम्मं
तम्हा दु झाणमेव हि उत्तमअट्ठस्स पडिकमणं ।।9।।