Niyamsar (Gujarati). Shlok: 123,125-136 ; Gatha: 93-101,124 ; Nishchay-Pratyakhyan Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 11 of 21

 

Page 172 of 380
PDF/HTML Page 201 of 409
single page version

૧૭૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
અન્વયાર્થઃ[उत्तमार्थः] ઉત્તમાર્થ (ઉત્તમ પદાર્થ) [आत्मा] આત્મા છે. [तस्मिन्
स्थिताः] તેમાં સ્થિત [मुनिवराः] મુનિવરો [कर्म घ्नन्ति] કર્મને હણે છે. [तस्मात् तु] તેથી
[ध्यानम् एव] ધ્યાન જ [हि] ખરેખર [उत्तमार्थस्य] ઉત્તમાર્થનું [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ છે.
ટીકાઃઅહીં (આ ગાથામાં), નિશ્ચય-ઉત્તમાર્થપ્રતિક્રમણનું સ્વરૂપ કહ્યું છે.
જિનેશ્વરના માર્ગમાં મુનિઓની સલ્લેખનાના વખતે, બેંતાલીસ આચાર્યો વડે, જેનું
નામ ઉત્તમાર્થપ્રતિક્રમણ છે તે આપવામાં આવતું હોવાને લીધે, દેહત્યાગ વ્યવહારથી ધર્મ
છે. નિશ્ચયથી
નવ અર્થોમાં ઉત્તમ અર્થ આત્મા છે; સચ્ચિદાનંદમય કારણસમયસારસ્વરૂપ
એવા તે આત્મામાં જે તપોધનો સ્થિત રહે છે, તે તપોધનો નિત્ય મરણભીરુ છે; તેથી જ
તેઓ કર્મનો વિનાશ કરે છે. માટે અધ્યાત્મભાષાએ, પૂર્વોક્ત
*ભેદકરણ વિનાનું, ધ્યાન અને
ધ્યેયના વિકલ્પો રહિત, નિરવશેષપણે અંતર્મુખ જેનો આકાર છે એવું અને સકળ ઇન્દ્રિયોથી
અગોચર નિશ્ચય-પરમશુક્લધ્યાન જ નિશ્ચય-ઉત્તમાર્થપ્રતિક્રમણ છે એમ જાણવું.
વળી, નિશ્ચય-ઉત્તમાર્થપ્રતિક્રમણ સ્વાત્માશ્રિત એવાં નિશ્ચયધર્મધ્યાન અને નિશ્ચય-
શુક્લધ્યાનમય હોવાથી અમૃતકુંભસ્વરૂપ છે; વ્યવહાર-ઉત્તમાર્થપ્રતિક્રમણ વ્યવહારધર્મધ્યાનમય
હોવાથી વિષકુંભસ્વરૂપ છે.
उत्तमार्थ आत्मा तस्मिन् स्थिता घ्नन्ति मुनिवराः कर्म
तस्मात्तु ध्यानमेव हि उत्तमार्थस्य प्रतिक्रमणम् ।।9।।
अत्र निश्चयोत्तमार्थप्रतिक्रमणस्वरूपमुक्त म्
इह हि जिनेश्वरमार्गे मुनीनां सल्लेखनासमये हि द्विचत्वारिंशद्भिराचार्यैर्दत्तोत्तमार्थ-
प्रतिक्रमणाभिधानेन देहत्यागो धर्मो व्यवहारेण निश्चयेन नवार्थेषूत्तमार्थो ह्यात्मा तस्मिन्
सच्चिदानंदमयकारणसमयसारस्वरूपे तिष्ठन्ति ये तपोधनास्ते नित्यमरणभीरवः, अत एव
कर्मविनाशं कुर्वन्ति
तस्मादध्यात्मभाषयोक्त भेदकरणध्यानध्येयविकल्पविरहितनिरव-
शेषेणान्तर्मुखाकारसकलेन्द्रियागोचरनिश्चयपरमशुक्लध्यानमेव निश्चयोत्तमार्थप्रतिक्रमण-
मित्यवबोद्धव्यम्
किं च, निश्चयोत्तमार्थप्रतिक्रमणं स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यान-
मयत्वादमृतकुंभस्वरूपं भवति, व्यवहारोत्तमार्थप्रतिक्रमणं व्यवहारधर्मध्यानमयत्वाद्विष-
कुंभस्वरूपं भवति
*ભેદકરણ = ભેદ કરવા તે; ભેદ પાડવા તે.

Page 173 of 380
PDF/HTML Page 202 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૭૩
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૩૦૬મી ગાથા
દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[ગાથાર્થઃ] પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા,
ગર્હા અને શુદ્ધિએ આઠ પ્રકારનો વિષકુંભ છે.’’
વળી એવી રીતે શ્રી સમયસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત આત્મખ્યાતિ નામની)
ટીકામાં (૧૮૯મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] (અરે! ભાઈ,) જ્યાં પ્રતિક્રમણને જ વિષ કહ્યું છે, ત્યાં
અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી હોય? (અર્થાત્ ન જ હોય.) તો પછી માણસો નીચે નીચે પડતા
થકા પ્રમાદી કાં થાય છે? નિષ્પ્રમાદી થયા થકા ઊંચે ઊંચે કાં ચડતા નથી?’’
तथा चोक्तं समयसारे
‘‘पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य
णिंदा गरहा सोही अट्ठविहो होइ विसकुंभो ।।’’
तथा चोक्तं समयसारव्याख्यायाम्
(वसंततिलका)
‘‘यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं
तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात
तत्किं प्रमाद्यति जनः प्रपतन्नधोऽधः
किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः
।।’’
૧. પ્રતિક્રમણ = કરેલા દોષોનું નિરાકરણ કરવું તે
૨. પ્રતિસરણ = સમ્યક્ત્વાદિ ગુણોમાં પ્રેરણા
૩. પરિહાર = મિથ્યાત્વરાગાદિ દોષોનું નિવારણ
૪. ધારણા = પંચનમસ્કારાદિ મંત્ર, પ્રતિમા વગેરે બાહ્ય દ્રવ્યોના આલંબન વડે ચિત્તને સ્થિર કરવું તે
૫. નિવૃત્તિ = બાહ્ય વિષયકષાયાદિ ઇચ્છામાં વર્તતા ચિત્તને પાછું વાળવું તે
૬. નિંદા = આત્મસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે
૭. ગર્હા = ગુરુસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે
૮. શુદ્ધિ = દોષ થતાં પ્રાયશ્ચિત્ત લઈને વિશુદ્ધિ કરવી તે

Page 174 of 380
PDF/HTML Page 203 of 409
single page version

૧૭૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
વળી (આ ૯૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છે)ઃ
[શ્લોકાર્થઃ] આત્મધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ છે, (અને)
ધ્યાન-ધ્યેયાદિક સુતપ (અર્થાત્ ધ્યાન, ધ્યેય વગેરેના વિકલ્પવાળું શુભ તપ પણ)
કલ્પનામાત્ર રમ્ય છે;આવું જાણીને ધીમાન (બુદ્ધિમાન પુરુષ) સહજ પરમાનંદરૂપી
પીયૂષના પૂરમાં ડૂબતા (લીન થતા) એવા સહજ પરમાત્માનો એકનો આશ્રય કરે
છે. ૧૨૩.
રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દોષ સમસ્તને;
તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. ૯૩.
અન્વયાર્થઃ[ध्याननिलीनः] ધ્યાનમાં લીન [साधुः] સાધુ [सर्वदोषाणाम्] સર્વ
દોષોનો [परित्यागं] પરિત્યાગ [करोति] કરે છે; [तस्मात् तु] તેથી [ध्यानम् एव] ધ્યાન
[हि] ખરેખર [सर्वातिचारस्य] સર્વ અતિચારનું [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ છે.
ટીકાઃઅહીં (આ ગાથામાં), ધ્યાન એક ઉપાદેય છે એમ કહ્યું છે.
तथा हि
(मंदाक्रांता)
आत्मध्यानादपरमखिलं घोरसंसारमूलं
ध्यानध्येयप्रमुखसुतपःकल्पनामात्ररम्यम्
बुद्धवा धीमान् सहजपरमानन्दपीयूषपूरे
निर्मज्जन्तं सहजपरमात्मानमेकं प्रपेदे
।।१२३।।
झाणणिलीणो साहू परिचागं कुणइ सव्वदोसाणं
तम्हा दु झाणमेव हि सव्वदिचारस्स पडिकमणं ।।9।।
ध्याननिलीनः साधुः परित्यागं करोति सर्वदोषाणाम्
तस्मात्तु ध्यानमेव हि सर्वातिचारस्य प्रतिक्रमणम् ।।9।।
अत्र ध्यानमेकमुपादेयमित्युक्त म्

Page 175 of 380
PDF/HTML Page 204 of 409
single page version

જે કોઈ પરમજિનયોગીશ્વર સાધુઅતિ-આસન્નભવ્ય જીવ, અધ્યાત્મભાષાએ
પૂર્વોક્ત સ્વાત્માશ્રિત નિશ્ચયધર્મધ્યાનમાં લીન થયો થકો અભેદરૂપે સ્થિત રહે છે, અથવા
સકળ ક્રિયાકાંડના આડંબર વિનાનું અને વ્યવહારનયાત્મક
ભેદકરણ તથા ધ્યાન-ધ્યેયના
વિકલ્પ વિનાનું, સમસ્ત ઇન્દ્રિયસમૂહથી અગોચર એવું જે પરમ તત્ત્વશુદ્ધ અંતઃતત્ત્વ,
તે સંબંધી ભેદકલ્પનાથી નિરપેક્ષ નિશ્ચયશુક્લધ્યાનસ્વરૂપે સ્થિત રહે છે, તે (સાધુ)
નિરવશેષપણે અંતર્મુખ હોવાથી પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત મોહરાગદ્વેષનો પરિત્યાગ કરે છે;
તેથી (એમ સિદ્ધ થયું કે) સ્વાત્માશ્રિત એવાં જે નિશ્ચયધર્મધ્યાન અને નિશ્ચયશુક્લધ્યાન,
તે બે ધ્યાન જ સર્વ અતિચારોનું પ્રતિક્રમણ છે.
[હવે આ ૯૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છેઃ]
[શ્લોકાર્થઃ] આ શુક્લધ્યાનરૂપી દીપક જેના મનોમંદિરમાં પ્રકાશ્યો, તે યોગી
છે; તેને શુદ્ધ આત્મા સ્વયં પ્રત્યક્ષ હોય છે. ૧૨૪.
कश्चित् परमजिनयोगीश्वरः साधुः अत्यासन्नभव्यजीवः अध्यात्मभाषयोक्त -
स्वात्माश्रितनिश्चयधर्मध्याननिलीनः निर्भेदरूपेण स्थितः, अथवा सकलक्रियाकांडाडंबर-
व्यवहारनयात्मकभेदकरणध्यानध्येयविकल्पनिर्मुक्त निखिलकरणग्रामागोचरपरमतत्त्वशुद्धान्तस्तत्त्व-
विषयभेदकल्पनानिरपेक्षनिश्चयशुक्लध्यानस्वरूपे तिष्ठति च, स च निरवशेषेणान्तर्मुखतया
प्रशस्ताप्रशस्तसमस्तमोहरागद्वेषाणां परित्यागं करोति, तस्मात
् स्वात्माश्रितनिश्चयधर्म-
शुक्लध्यानद्वितयमेव सर्वातिचाराणां प्रतिक्रमणमिति
(अनुष्टुभ्)
शुक्लध्यानप्रदीपोऽयं यस्य चित्तालये बभौ
स योगी तस्य शुद्धात्मा प्रत्यक्षो भवति स्वयम् ।।१२४।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૭૫
૧. ભેદકરણ = ભેદ કરવા તે; ભેદ પાડવા તે. [સમસ્ત ભેદકરણધ્યાન-ધ્યેયના વિકલ્પ સુદ્ધાં
વ્યવહારનયસ્વરૂપ છે.]
૨. નિરપેક્ષ = ઉદાસીન; નિઃસ્પૃહ; અપેક્ષા વિનાનું. [નિશ્ચયશુક્લધ્યાન શુદ્ધ અંતઃતત્ત્વ સંબંધી ભેદોની
કલ્પનાથી પણ નિરપેક્ષ છે.]

Page 176 of 380
PDF/HTML Page 205 of 409
single page version

પ્રતિક્રમણનામક સૂત્રમાં જ્યમ વર્ણવ્યું પ્રતિક્રમણને
ત્યમ જાણી ભાવે ભાવના, તેને તદા પ્રતિક્રમણ છે. ૯૪.
અન્વયાર્થઃ[प्रतिक्रमणनामधेये] પ્રતિક્રમણ નામના [सूत्रे] સૂત્રમાં [यथा] જે
પ્રમાણે [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ [वर्णितं] વર્ણવવામાં આવ્યું છે [तथा ज्ञात्वा] તે પ્રમાણે
જાણીને [यः] જે [भावयति] ભાવે છે, [तस्य] તેને [तदा] ત્યારે [प्रतिक्रमणम् भवति]
પ્રતિક્રમણ છે.
ટીકાઃઅહીં, વ્યવહારપ્રતિક્રમણનું સફળપણું કહ્યું છે (અર્થાત્ દ્રવ્યશ્રુતાત્મક
પ્રતિક્રમણસૂત્રમાં વર્ણવેલા પ્રતિક્રમણને સાંભળીનેજાણીને, સકળ સંયમની ભાવના
કરવી તે જ વ્યવહારપ્રતિક્રમણનું સફળપણુંસાર્થકપણું છે એમ આ ગાથામાં કહ્યું છે).
સમસ્ત આગમના સારાસારનો વિચાર કરવામાં સુંદર ચાતુર્ય તેમ જ ગુણસમૂહના
ધરનાર નિર્યાપક આચાર્યોએ જે પ્રમાણે દ્રવ્યશ્રુતરૂપ પ્રતિક્રમણનામક સૂત્રમાં પ્રતિક્રમણને અતિ
વિસ્તારથી વર્ણવ્યું છે, તે પ્રમાણે જાણીને જિનનીતિને અણઉલ્લંઘતો થકો જે સુંદરચારિત્રમૂર્તિ
મહામુનિ સકળ સંયમની ભાવના કરે છે, તે મહામુનિને
કે જે (મહામુનિ) બાહ્ય પ્રપંચથી
વિમુખ છે, પંચેન્દ્રિયના ફેલાવ રહિત દેહમાત્ર જેને પરિગ્રહ છે અને પરમ ગુરુનાં ચરણોના
સ્મરણમાં આસક્ત જેનું ચિત્ત છે, તેને
ત્યારે (તે કાળે) પ્રતિક્રમણ છે.
पडिकमणणामधेये सुत्ते जह वण्णिदं पडिक्कमणं
तह णच्चा जो भावइ तस्स तदा होदि पडिक्कमणं ।।9।।
प्रतिक्रमणनामधेये सूत्रे यथा वर्णितं प्रतिक्रमणम्
तथा ज्ञात्वा यो भावयति तस्य तदा भवति प्रतिक्रमणम् ।।9।।
अत्र व्यवहारप्रतिक्रमणस्य सफलत्वमुक्त म्
यथा हि निर्यापकाचार्यैः समस्तागमसारासारविचारचारुचातुर्यगुणकदम्बकैः
प्रतिक्रमणाभिधानसूत्रे द्रव्यश्रुतरूपे व्यावर्णितमतिविस्तरेण प्रतिक्रमणं, तथा ज्ञात्वा
जिननीतिमलंघयन् चारुचरित्रमूर्तिः सकलसंयमभावनां करोति, तस्य महामुनेर्बाह्यप्रपंच-
विमुखस्य पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहस्य परमगुरुचरणस्मरणासक्त चित्तस्य तदा
प्रतिक्रमणं भवतीति
૧૭૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 177 of 380
PDF/HTML Page 206 of 409
single page version

[હવે આ પરમાર્થ-પ્રતિક્રમણ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર
મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ બે શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ] નિર્યાપક આચાર્યોની નિરુક્તિ (વ્યાખ્યા) સહિત (પ્રતિક્રમણાદિ
સંબંધી) કથન સદા સાંભળીને જેનું ચિત્ત સમસ્ત ચારિત્રનું નિકેતન (ધામ) બને છે, તે
આ સંયમધારીને નમસ્કાર હો. ૧૨૫.
[શ્લોકાર્થઃ] મુમુક્ષુ એવા જેમને (મોક્ષાર્થી એવા જે વીરનંદી મુનિને) સદા
પ્રતિક્રમણ જ છે અને અણુમાત્ર પણ અપ્રતિક્રમણ બિલકુલ નથી, તે સકળસંયમરૂપી ભૂષણના
ધરનાર શ્રી વીરનંદી નામના મુનિને નિત્ય નમસ્કાર હો. ૧૨૬.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના
ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી
નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત
્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી
નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની
ટીકામાં)
નિશ્ચય-પ્રતિક્રમણ અધિકાર નામનો પાંચમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
❑ ❑ ❑
(इन्द्रवज्रा)
निर्यापकाचार्यनिरुक्ति युक्ता-
मुक्तिं सदाकर्ण्य च यस्य चित्तम्
समस्तचारित्रनिकेतनं स्यात
तस्मै नमः संयमधारिणेऽस्मै ।।१२५।।
(वसंततिलका)
यस्य प्रतिक्रमणमेव सदा मुमुक्षो-
र्नास्त्यप्रतिक्रमणमप्यणुमात्रमुच्चैः
तस्मै नमः सकलसंयमभूषणाय
श्रीवीरनन्दिमुनिनामधराय नित्यम्
।।१२६।।
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां
नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ निश्चयप्रतिक्रमणाधिकारः पंचमः श्रुतस्कन्धः ।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૭૭

Page 178 of 380
PDF/HTML Page 207 of 409
single page version

નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકાર
अथेदानीं सकलप्रव्रज्यासाम्राज्यविजयवैजयन्तीपृथुलदंडमंडनायमानसकलकर्मनिर्जराहेतु-
भूतनिःश्रेयसनिश्रेणीभूतमुक्ति भामिनीप्रथमदर्शनोपायनीभूतनिश्चयप्रत्याख्यानाधिकारः कथ्यते
तद्यथा
अत्र सूत्रावतारः
मोत्तूण सयलजप्पमणागयसुहमसुहवारणं किच्चा
अप्पाणं जो झायदि पच्चक्खाणं हवे तस्स ।।9।।
मुक्त्वा सकलजल्पमनागतशुभाशुभनिवारणं कृत्वा
आत्मानं यो ध्यायति प्रत्याख्यानं भवेत्तस्य ।।9।।
હવે નીચે પ્રમાણે નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર કહેવામાં આવે છેકે જે નિશ્ચય-
પ્રત્યાખ્યાન સકળ પ્રવ્રજ્યારૂપ સામ્રાજ્યની વિજય-ધજાના વિશાળ દંડની શોભા સમાન છે,
સમસ્ત કર્મોની નિર્જરાના હેતુભૂત છે, મોક્ષની સીડી છે અને મુક્તિરૂપી સ્ત્રીના પ્રથમ
દર્શનની ભેટ છે.
અહીં ગાથાસૂત્રનું અવતરણ કરવામાં આવે છે.
પરિત્યાગી જલ્પ સમસ્તને, ભાવી શુભાશુભ વારીને,
જે જીવ ધ્યાવે આત્મને, પચખાણ છે તે જીવને. ૯૫.
અન્વયાર્થઃ[सकलजल्पम्] સમસ્ત જલ્પને (વચનવિસ્તારને) [मुक्त्वा] છોડીને
અને
[अनागतशुभाशुभनिवारणं] અનાગત શુભ-અશુભનું નિવારણ [कृत्वा] કરીને [यः]

Page 179 of 380
PDF/HTML Page 208 of 409
single page version

નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર[ ૧૭૯
निश्चयनयप्रत्याख्यानस्वरूपाख्यानमेतत
अत्र व्यवहारनयादेशात् मुनयो भुक्त्वा दैनं दैनं पुनर्योग्यकालपर्यन्तं
प्रत्यादिष्टान्नपानखाद्यलेह्यरुचयः, एतद् व्यवहारप्रत्याख्यानस्वरूपम् निश्चयनयतः प्रशस्ता-
प्रशस्तसमस्तवचनरचनाप्रपंचपरिहारेण शुद्धज्ञानभावनासेवाप्रसादादभिनवशुभाशुभद्रव्यभाव-
कर्मणां संवरः प्रत्याख्यानम्
यः सदान्तर्मुखपरिणत्या परमकलाधारमत्यपूर्वमात्मानं ध्यायति
तस्य नित्यं प्रत्याख्यानं भवतीति
तथा चोक्तं समयसारे
‘‘सव्वे भावे जम्हा पच्चक्खाई परे त्ति णादूणं
तम्हा पच्चक्खाणं णाणं णियमा मुणेयव्वं ।।’’
જે [आत्मानं] આત્માને [ध्यायति] ધ્યાવે છે, [तस्य] તેને [प्रत्याख्यानं] પ્રત્યાખ્યાન
[भवेत] છે.
ટીકાઃઆ, નિશ્ચયનયના પ્રત્યાખ્યાનના સ્વરૂપનું કથન છે.
અહીં એમ કહ્યું છે કેવ્યવહારનયના કથનથી, મુનિઓ દિને દિને ભોજન
કરીને પછી યોગ્ય કાળ પર્યંત અન્ન, પાન, ખાદ્ય અને લેહ્યની રુચિ છોડે છે; આ
વ્યવહાર-પ્રત્યાખ્યાનનું સ્વરૂપ છે. નિશ્ચયનયથી, પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત વચનરચનાના
*પ્રપંચના પરિહાર વડે શુદ્ધજ્ઞાનભાવનાની સેવાના પ્રસાદ દ્વારા જે નવાં શુભાશુભ
દ્રવ્યકર્મોનો તેમ જ ભાવકર્મોનો સંવર થવો તે પ્રત્યાખ્યાન છે. જે સદા અંતર્મુખ
પરિણમનથી પરમ કળાના આધારરૂપ અતિ-અપૂર્વ આત્માને ધ્યાવે છે, તેને નિત્ય
પ્રત્યાખ્યાન છે.
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૩૪મી ગાથા
દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[ગાથાર્થઃ] ‘પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે’ એમ જાણીને
પ્રત્યાખ્યાન કરે છેત્યાગે છે, તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે (અર્થાત્ પોતાના જ્ઞાનમાં
ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે) એમ નિયમથી જાણવું.’’
*
પ્રપંચ = વિસ્તાર. (અનેક પ્રકારની સમસ્ત વચનરચનાને છોડીને શુદ્ધ જ્ઞાનને ભાવવાથીતે
ભાવનાના સેવનની કૃપાથીભાવકર્મોનો અને દ્રવ્યકર્મોનો સંવર થાય છે.)

Page 180 of 380
PDF/HTML Page 209 of 409
single page version

૧૮૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
तथा समयसारव्याख्यायां च
(आर्या)
‘‘प्रत्याख्याय भविष्यत्कर्म समस्तं निरस्तसंमोहः
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ।।’’
तथा हि
(मंदाक्रांता)
सम्यग्द्रष्टिस्त्यजति सकलं कर्मनोकर्मजातं
प्रत्याख्यानं भवति नियतं तस्य संज्ञानमूर्तेः
सच्चारित्राण्यघकुलहराण्यस्य तानि स्युरुच्चैः
तं वंदेहं भवपरिभवक्लेशनाशाय नित्यम्
।।१२७।।
केवलणाणसहावो केवलदंसणसहावसुहमइओ
केवलसत्तिसहावो सो हं इदि चिंतए णाणी ।।9।।
એવી રીતે સમયસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત આત્મખ્યાતિ નામની) ટીકામાં પણ
(૨૨૮મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] (પ્રત્યાખ્યાન કરનાર જ્ઞાની કહે છે કે) ભવિષ્યના સમસ્ત
કર્મને પચખીને (ત્યાગીને), જેનો મોહ નષ્ટ થયો છે એવો હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી
રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (પોતાથી જ) નિરંતર વર્તું છું.’’
વળી (આ ૯૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભ-
મલધારિદેવ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] જે સમ્યગ્દ્રષ્ટિ સમસ્ત કર્મ-નોકર્મના સમૂહને છોડે છે, તે
સમ્યગ્જ્ઞાનની મૂર્તિને હંમેશાં પ્રત્યાખ્યાન છે અને તેને પાપસમૂહનો નાશ કરનારાં એવાં સત્-
ચારિત્રો અતિશયપણે છે. ભવ-ભવના ક્લેશનો નાશ કરવા માટે તેને હું નિત્ય વંદું છું. ૧૨૭.
કેવલદરશ, કેવલવીરજ, કૈવલ્યજ્ઞાનસ્વભાવી છે,
વળી સૌખ્યમય છે જેહ તે હુંએમ જ્ઞાની ચિંતવે. ૯૬.

Page 181 of 380
PDF/HTML Page 210 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૮૧
केवलज्ञानस्वभावः केवलदर्शनस्वभावः सुखमयः
केवलशक्ति स्वभावः सोहमिति चिंतयेत् ज्ञानी ।।9।।
अनन्तचतुष्टयात्मकनिजात्मध्यानोपदेशोपन्यासोयम्
समस्तबाह्यप्रपंचवासनाविनिर्मुक्त स्य निरवशेषेणान्तर्मुखस्य परमतत्त्वज्ञानिनो जीवस्य
शिक्षा प्रोक्ता कथंकारम् ? साद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारेण, शुद्ध-
स्पर्शरसगंधवर्णानामाधारभूतशुद्धपुद्गलपरमाणुवत्केवलज्ञानकेवलदर्शनकेवलसुखकेवलशक्ति -
युक्त परमात्मा यः सोहमिति भावना कर्तव्या ज्ञानिनेति; निश्चयेन सहजज्ञानस्वरूपोहम्,
सहजदर्शनस्वरूपोहम्, सहजचारित्रस्वरूपोहम्, सहजच्छिक्ति स्वरूपोहम्, इति भावना कर्तव्या
चेति
तथा चोक्त मेकत्वसप्ततौ
અન્વયાર્થઃ[केवलज्ञानस्वभावः] કેવળજ્ઞાનસ્વભાવી, [केवलदर्शनस्वभावः] કેવળ-
દર્શનસ્વભાવી, [सुखमयः] સુખમય અને [केवलशक्ति स्वभावः] કેવળશક્તિસ્વભાવી [सः
अहम्] તે હું છું[इति] એમ [ज्ञानी] જ્ઞાની [चिंतयेत] ચિંતવે છે.
ટીકાઃઆ, અનંતચતુષ્ટયાત્મક નિજ આત્માના ધ્યાનના ઉપદેશનું કથન
છે.
સમસ્ત બાહ્ય પ્રપંચની વાસનાથી વિમુક્ત, નિરવશેષપણે અંતર્મુખ પરમતત્ત્વજ્ઞાની
જીવને શિખામણ દેવામાં આવી છે. કયા પ્રકારે? આ પ્રકારેઃસાદિ-અનંત અમૂર્ત
અતીન્દ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્ભૂતવ્યવહારથી, શુદ્ધ સ્પર્શ-રસ-ગંધ-વર્ણના આધારભૂત શુદ્ધ
પુદ્ગલ-પરમાણુની માફક, જે કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળસુખ અને કેવળશક્તિયુક્ત
પરમાત્મા તે હું છું એમ જ્ઞાનીએ ભાવના કરવી; અને નિશ્ચયથી, હું સહજજ્ઞાનસ્વરૂપ
છું, હું સહજદર્શનસ્વરૂપ છું, હું સહજચારિત્રસ્વરૂપ છું અને હું સહજચિત્શક્તિસ્વરૂપ છું
એમ ભાવના કરવી.
એવી રીતે એકત્વસપ્તતિમાં (શ્રી પદ્મનંદી-આચાર્યવરકૃત પદ્મનંદિપંચવિંશતિના
એકત્વસપ્તતિ નામના અધિકારમાં ૨૦મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ

Page 182 of 380
PDF/HTML Page 211 of 409
single page version

૧૮૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(अनुष्टुभ्)
‘‘केवलज्ञानद्रक्सौख्यस्वभावं तत्परं महः
तत्र ज्ञाते न किं ज्ञातं द्रष्टे द्रष्टं श्रुते श्रुतम् ।।’’
तथा हि
(मालिनी)
जयति स परमात्मा केवलज्ञानमूर्तिः
सकलविमल
द्रष्टिः शाश्वतानंदरूपः
सहजपरमचिच्छक्त्यात्मकः शाश्वतोयं
निखिलमुनिजनानां चित्तपंकेजहंसः
।।१२८।।
णियभावं णवि मुच्चइ परभावं णेव गेण्हए केइं
जाणदि पस्सदि सव्वं सो हं इदि चिंतए णाणी ।।9।।
निजभावं नापि मुंचति परभावं नैव गृह्णाति कमपि
जानाति पश्यति सर्वं सोहमिति चिंतयेद् ज्ञानी ।।9।।
‘‘[શ્લોકાર્થઃ] તે પરમ તેજ કેવળજ્ઞાન, કેવળદર્શન અને કેવળસૌખ્યસ્વભાવી છે.
તે જાણતાં શું ન જાણ્યું? તે દેખતાં શું ન દેખ્યું? તેનું શ્રવણ કરતાં શું ન શ્રવણ કર્યું?’’
વળી (આ ૯૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભ-
મલધારિદેવ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] સમસ્ત મુનિજનોના હૃદયકમળનો હંસ એવો જે આ શાશ્વત,
કેવળજ્ઞાનની મૂર્તિરૂપ, સકળવિમળ દ્રષ્ટિમય (સર્વથા નિર્મળ દર્શનમય), શાશ્વત આનંદરૂપ,
સહજ પરમ ચૈતન્યશક્તિમય પરમાત્મા તે જયવંત છે. ૧૨૮.
નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે,
જાણે-જુએ જે સર્વ, તે હુંએમ જ્ઞાની ચિંતવે. ૯૭.
અન્વયાર્થઃ[निजभावं] જે નિજભાવને [न अपि मुंचति] છોડતો નથી, [कम्
अपि परभावं] કાંઈ પણ પરભાવને [न एव गृह्णाति] ગ્રહતો નથી, [सर्वं] સર્વને [जानाति

Page 183 of 380
PDF/HTML Page 212 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૮૩
अत्र परमभावनाभिमुखस्य ज्ञानिनः शिक्षणमुक्त म्
यस्तु कारणपरमात्मा सकलदुरितवीरवैरिसेनाविजयवैजयन्तीलुंटाकं त्रिकाल-
निरावरणनिरंजननिजपरमभावं क्वचिदपि नापि मुंचति, पंचविधसंसारप्रवृद्धिकारणं
विभावपुद्गलद्रव्यसंयोगसंजातं रागादिपरभावं नैव गृह्णाति, निश्चयेन निजनिरावरणपरम-
बोधेन निरंजनसहजज्ञानसहज
द्रष्टिसहजशीलादिस्वभावधर्माणामाधाराधेयविकल्पनिर्मुक्त मपि
सदामुक्तं सहजमुक्ति भामिनीसंभोगसंभवपरतानिलयं कारणपरमात्मानं जानाति, तथाविध-
सहजावलोकेन पश्यति च, स च कारणसमयसारोहमिति भावना सदा कर्तव्या
सम्यग्ज्ञानिभिरिति
तथा चोक्तं श्रीपूज्यपादस्वामिभिः
पश्यति] જાણે-દેખે છે, [सः अहम्] તે હું છું[इति] એમ [ज्ञानी] જ્ઞાની [चिंतयेत]
ચિંતવે છે.
ટીકાઃઅહીં, પરમ ભાવનાની સંમુખ એવા જ્ઞાનીને શિખામણ દીધી છે.
જે કારણપરમાત્મા (૧) સમસ્ત પાપરૂપી બહાદુર શત્રુસેનાની વિજય-ધજાને
લૂંટનારા, ત્રિકાળ-નિરાવરણ, નિરંજન, નિજ પરમભાવને ક્યારેય છોડતો નથી; (૨)
પંચવિધ (
પાંચ પરાવર્તનરૂપ) સંસારની વૃદ્ધિના કારણભૂત, વિભાવપુદ્ગલદ્રવ્યના
સંયોગથી જનિત રાગાદિપરભાવને ગ્રહતો નથી; અને (૩) નિરંજન સહજજ્ઞાન-
સહજદ્રષ્ટિ-સહજચારિત્રાદિ સ્વભાવધર્મોના આધાર-આધેય સંબંધી વિકલ્પો રહિત, સદા
મુક્ત તથા સહજ મુક્તિરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન થતા સૌખ્યના સ્થાનભૂત
એવા
કારણપરમાત્માને નિશ્ચયથી નિજ નિરાવરણ પરમજ્ઞાન વડે જાણે છે અને તે પ્રકારના
સહજ અવલોકન વડે (સહજ નિજ નિરાવરણ પરમદર્શન વડે) દેખે છે; તે
કારણસમયસાર હું છુંએમ સમ્યગ્જ્ઞાનીઓએ સદા ભાવના કરવી.
એવી રીતે શ્રી પૂજ્યપાદસ્વામીએ (સમાધિતંત્રમાં ૨૦મા શ્લોક દ્વારા) કહ્યું છે
કેઃ
૧. રાગાદિપરભાવની ઉત્પત્તિમાં પુદ્ગલકર્મ નિમિત્ત બને છે.
૨. કારણપરમાત્મા ‘પોતે આધાર છે અને સ્વભાવધર્મો આધેય છે’ એવા વિકલ્પો વિનાનો છે, સદા
મુક્ત છે અને મુક્તિસુખનું રહેઠાણ છે.

Page 184 of 380
PDF/HTML Page 213 of 409
single page version

૧૮૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(अनुष्टुभ्)
‘‘यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुंचति
जानाति सर्वथा सर्वं तत्स्वसंवेद्यमस्म्यहम् ।।’’
तथा हि
(वसंततिलका)
आत्मानमात्मनि निजात्मगुणाढयमात्मा
जानाति पश्यति च पंचमभावमेकम्
तत्याज नैव सहजं परभावमन्यं
गृह्णाति नैव खलु पौद्गलिकं विकारम्
।।१२9।।
(शार्दूलविक्रीडित)
मत्स्वान्तं मयि लग्नमेतदनिशं चिन्मात्रचिंतामणा-
वन्यद्रव्यकृताग्रहोद्भवमिमं मुक्त्वाधुना विग्रहम्
तच्चित्रं न विशुद्धपूर्णसहजज्ञानात्मने शर्मणे
देवानाममृताशनोद्भवरुचिं ज्ञात्वा किमन्याशने
।।१३०।।
‘‘[શ્લોકાર્થઃ] જે અગ્રાહ્યને (નહિ ગ્રહવાયોગ્યને) ગ્રહતું નથી તેમ જ ગૃહીતને
(ગ્રહેલાને, શાશ્વત સ્વભાવને) છોડતું નથી, સર્વને સર્વ પ્રકારે જાણે છે, તે સ્વસંવેદ્ય (તત્ત્વ)
હું છું.’’
વળી (આ ૯૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે
છે)ઃ
[શ્લોકાર્થઃ] આત્મા આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માનેએક
પંચમભાવનેજાણે છે અને દેખે છે; તે સહજ એક પંચમભાવને એણે છોડ્યો નથી જ
અને અન્ય એવા પરભાવનેકે જે ખરેખર પૌદ્ગલિક વિકાર છે તેનેએ ગ્રહતો નથી
જ. ૧૨૯.
[શ્લોકાર્થઃ] અન્ય દ્રવ્યનો આગ્રહ કરવાથી ઉત્પન્ન થતા આ વિગ્રહને હવે
છોડીને, વિશુદ્ધ-પૂર્ણ-સહજજ્ઞાનાત્મક સૌખ્યની પ્રાપ્તિ અર્થે, મારું આ નિજ અંતર
આગ્રહ = પકડ; લાગ્યા રહેવું તે; ગ્રહણ.
વિગ્રહ = (૧) રાગદ્વેષાદિ કલહ; (૨) શરીર.

Page 185 of 380
PDF/HTML Page 214 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૮૫
(शार्दूलविक्रीडित)
निर्द्वन्द्वं निरुपद्रवं निरुपमं नित्यं निजात्मोद्भवं
नान्यद्रव्यविभावनोद्भवमिदं शर्मामृतं निर्मलम्
पीत्वा यः सुकृतात्मकः सुकृतमप्येतद्विहायाधुना
प्राप्नोति स्फु टमद्वितीयमतुलं चिन्मात्रचिंतामणिम्
।।१३१।।
(आर्या)
को नाम वक्ति विद्वान् मम च परद्रव्यमेतदेव स्यात
निजमहिमानं जानन् गुरुचरणसमर्च्चनासमुद्भूतम् ।।१३२।।
पयडिट्ठिदिअणुभागप्पदेसबंधेहिं वज्जिदो अप्पा
सो हं इदि चिंतिज्जो तत्थेव य कुणदि थिरभावं ।।9।।
મારામાંચૈતન્યમાત્ર-ચિંતામણિમાંનિરંતર લાગ્યું છે તેમાં આશ્ચર્ય નથી, કારણ કે
અમૃતભોજનજનિત સ્વાદને જાણીને દેવોને અન્ય ભોજનથી શું પ્રયોજન છે? (જેમ
અમૃતભોજનના સ્વાદને જાણીને દેવોનું દિલ અન્ય ભોજનમાં લાગતું નથી, તેમ જ્ઞાનાત્મક
સૌખ્યને જાણીને અમારું દિલ તે સૌખ્યના નિધાન ચૈતન્યમાત્ર-ચિંતામણિ સિવાય બીજે
ક્યાંય લાગતું નથી.) ૧૩૦.
[શ્લોકાર્થઃ] દ્વંદ્વ રહિત, ઉપદ્રવ રહિત, ઉપમા રહિત, નિત્ય, નિજ આત્માથી
ઉત્પન્ન થતા, અન્ય દ્રવ્યની વિભાવનાથી (અન્ય દ્રવ્યો સંબંધી વિકલ્પો કરવાથી) નહિ
ઉત્પન્ન થતાએવા આ નિર્મળ સુખામૃતને પીને (એ સુખામૃતના સ્વાદ પાસે સુકૃત પણ
દુઃખરૂપ લાગવાથી), જે જીવ સુકૃતાત્મક છે તે હવે એ સુકૃતને પણ છોડીને અદ્વિતીય અતુલ
ચૈતન્યમાત્ર-ચિંતામણિને સ્ફુટપણે (પ્રગટપણે) પ્રાપ્ત કરે છે. ૧૩૧.
[શ્લોકાર્થઃ] ગુરુચરણોના સમર્ચનથી ઉત્પન્ન થયેલા નિજ મહિમાને જાણતો
કોણ વિદ્વાન ‘આ પરદ્રવ્ય મારું છે’ એમ કહે? ૧૩૨.
પ્રકૃતિ-સ્થિતિ-પરદેશ-અનુભાગબંધ વિરહિત જીવ જે
છું તે જ હુંત્યમ ભાવતો, તેમાં જ તે સ્થિરતા કરે. ૯૮.
સુકૃતાત્મક = સુકૃતવાળો; શુભકૃત્યવાળો; પુણ્યકર્મવાળો; શુભ ભાવવાળો.
સમર્ચન = સમ્યક્ અર્ચન; સમ્યક્ પૂજન; સમ્યક્ ભક્તિ.

Page 186 of 380
PDF/HTML Page 215 of 409
single page version

૧૮૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
प्रकृतिस्थित्यनुभागप्रदेशबंधैर्विवर्जित आत्मा
सोहमिति चिंतयन् तत्रैव च करोति स्थिरभावम् ।।9।।
अत्र बन्धनिर्मुक्त मात्मानं भावयेदिति भव्यस्य शिक्षणमुक्त म्
शुभाशुभमनोवाक्कायकर्मभिः प्रकृतिप्रदेशबंधौ स्याताम्; चतुर्भिः कषायैः
स्थित्यनुभागबन्धौ स्तः; एभिश्चतुर्भिर्बन्धैर्निर्मुक्त : सदानिरुपाधिस्वरूपो ह्यात्मा सोहमिति
सम्यग्ज्ञानिना निरन्तरं भावना कर्तव्येति
(मंदाक्रांता)
प्रेक्षावद्भिः सहजपरमानंदचिद्रूपमेकं
संग्राह्यं तैर्निरुपममिदं मुक्ति साम्राज्यमूलम्
तस्मादुच्चैस्त्वमपि च सखे मद्वचःसारमस्मिन्
श्रुत्वा शीघ्रं कुरु तव मतिं चिच्चमत्कारमात्रे
।।१३३।।
અન્વયાર્થઃ[प्रकृतिस्थित्यनुभागप्रदेशबंधैः विवर्जितः] પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુ-
ભાગબંધ અને પ્રદેશબંધ રહિત [आत्मा] જે આત્મા [सः अहम्] તે હું છું[इति]
એમ [चिंतयन्] ચિંતવતો થકો, (જ્ઞાની) [तत्र एव च] તેમાં જ [स्थिरभावं करोति]
સ્થિરભાવ કરે છે.
ટીકાઃઅહીં (આ ગાથામાં), બંધરહિત આત્માને ભાવવોએમ ભવ્યને
શિખામણ દીધી છે.
શુભાશુભ મનવચનકાયસંબંધી કર્મોથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે; ચાર
કષાયોથી સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે; આ ચાર બંધો રહિત સદા
નિરુપાધિસ્વરૂપ જે આત્મા તે હું છું
એમ સમ્યગ્જ્ઞાનીએ નિરંતર ભાવના કરવી.
[હવે આ ૯૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] જે મુક્તિસામ્રાજ્યનું મૂળ છે એવા આ નિરુપમ, સહજ-
પરમાનંદવાળા ચિદ્રૂપને (ચૈતન્યના સ્વરૂપને) એકને ડાહ્યા પુરુષોએ સમ્યક્ પ્રકારે ગ્રહવું
યોગ્ય છે; તેથી, હે મિત્ર! તું પણ મારા ઉપદેશના સારને સાંભળીને, તુરત જ ઉગ્રપણે
આ ચૈતન્યચમત્કારમાત્ર પ્રત્યે તારું વલણ કર. ૧૩૩.

Page 187 of 380
PDF/HTML Page 216 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૮૭
ममत्तिं परिवज्जामि णिम्ममत्तिमुवट्ठिदो
आलंबणं च मे आदा अवसेसं च वोसरे ।।9 9।।
ममत्वं परिवर्जयामि निर्ममत्वमुपस्थितः
आलम्बनं च मे आत्मा अवशेषं च विसृजामि ।।9 9।।
अत्र सकलविभावसंन्यासविधिः प्रोक्त :
कमनीयकामिनीकांचनप्रभृतिसमस्तपरद्रव्यगुणपर्यायेषु ममकारं संत्यजामि परमो-
पेक्षालक्षणलक्षिते निर्ममकारात्मनि आत्मनि स्थित्वा ह्यात्मानमवलम्ब्य च संसृति-
पुरंध्रिकासंभोगसंभवसुखदुःखाद्यनेकविभावपरिणतिं परिहरामि
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
પરિવર્જું છું હું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું;
અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહરું. ૯૯.
અન્વયાર્થઃ[ममत्वं] હું મમત્વને [परिवर्जयामि] પરિવર્જું છું અને [निर्ममत्वम्]
નિર્મમત્વમાં [उपस्थितः] સ્થિત રહું છું; [आत्मा] આત્મા [मे] મારું [आलम्बनं च] આલંબન
છે [अवशेषं च] અને બાકીનું [विसृजामि] હું તજું છું.
ટીકાઃઅહીં સકળ વિભાવના સંન્યાસની (ત્યાગની) વિધિ કહી છે.
સુંદર કામિની, કાંચન વગેરે સમસ્ત પરદ્રવ્ય-ગુણ-પર્યાયો પ્રત્યે મમકારને હું તજું
છું. પરમોપેક્ષાલક્ષણથી લક્ષિત નિર્મમકારાત્મક આત્મામાં સ્થિત રહીને અને આત્માને
અવલંબીને, સંસૃતિરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન સુખદુઃખાદિ અનેક વિભાવરૂપ પરિણતિને
હું પરિહરું છું.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ
નામની ટીકામાં ૧૦૪મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
૧. કાંચન = સુવર્ણ; ધન.
૨. નિર્મમકારાત્મક = નિર્મમત્વમય; નિર્મમત્વસ્વરૂપ. (નિર્મમત્વનું લક્ષણ પરમ ઉપેક્ષા છે.)
૩. સંસૃતિ = સંસાર.

Page 188 of 380
PDF/HTML Page 217 of 409
single page version

૧૮૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(शिखरिणी)
‘‘निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल
प्रवृत्ते नैष्कर्म्ये न खलु मुनयः संत्यशरणाः
तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं
स्वयं विंदंत्येते परमममृतं तत्र निरताः
।।’’
तथा हि
(मालिनी)
अथ नियतमनोवाक्कायकृत्स्नेन्द्रियेच्छो
भववनधिसमुत्थं मोहयादःसमूहम्
कनकयुवतिवांच्छामप्यहं सर्वशक्त्या
प्रबलतरविशुद्धध्यानमय्या त्यजामि
।।१३४।।
आदा खु मज्झ णाणे आदा मे दंसणे चरित्ते य
आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे ।।१००।।
‘‘[શ્લોકાર્થઃ] શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ કર્મએવા
સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતાં અને એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં, મુનિઓ કાંઈ
અશરણ નથી; (કારણ કે) જ્યારે નિષ્કર્મ અવસ્થા (નિવૃત્તિ-અવસ્થા) પ્રવર્તે છે ત્યારે જ્ઞાનમાં
આચરણ કરતું
રમણ કરતુંપરિણમતું જ્ઞાન જ તે મુનિઓને શરણ છે; તેઓ તે જ્ઞાનમાં
લીન થયા થકા પરમ અમૃતને પોતે અનુભવે છેઆસ્વાદે છે.’’
વળી (આ ૯૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] મન-વચન-કાયા સંબંધી અને સમસ્ત ઇન્દ્રિયો સંબંધી ઇચ્છાનું જેણે
*નિયંત્રણ કર્યું છે એવો હું હવે ભવસાગરમાં ઉત્પન્ન થતા મોહરૂપી જળચર પ્રાણીઓના સમૂહને
તેમ જ કનક અને યુવતીની વાંછાને અતિપ્રબળ-વિશુદ્ધધ્યાનમયી સર્વ શક્તિથી તજું છું. ૧૩૪.
મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આતમા,
પચખાણમાં આત્મા જ, સંવર-યોગમાં પણ આતમા. ૧૦૦.
* નિયંત્રણ કરવું = સંયમન કરવું; કાબૂ મેળવવો.

Page 189 of 380
PDF/HTML Page 218 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૮૯
आत्मा खलु मम ज्ञाने आत्मा मे दर्शने चरित्रे च
आत्मा प्रत्याख्याने आत्मा मे संवरे योगे ।।१००।।
अत्र सर्वत्रात्मोपादेय इत्युक्त :
अनाद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसहजसौख्यात्मा ह्यात्मा स खलु सहज-
शुद्धज्ञानचेतनापरिणतस्य मम सम्यग्ज्ञाने च, स च प्रांचितपरमपंचमगतिप्राप्तिहेतुभूतपंचम-
भावभावनापरिणतस्य मम सहजसम्यग्दर्शनविषये च, साक्षान्निर्वाणप्राप्त्युपायस्वस्वरूपा-
विचलस्थितिरूपसहजपरमचारित्रपरिणतेर्मम सहजचारित्रेऽपि स परमात्मा सदा संनिहितश्च, स
चात्मा सदासन्नस्थः शुभाशुभपुण्यपापसुखदुःखानां षण्णां सकलसंन्यासात्मकनिश्चयप्रत्याख्याने
च मम भेदविज्ञानिनः परद्रव्यपराङ्मुखस्य पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहस्य, मम
सहजवैराग्यप्रासादशिखरशिखामणेः स्वरूपगुप्तस्य पापाटवीपावकस्य शुभाशुभसंवरयोश्च,
અન્વયાર્થઃ[खलु] ખરેખર [मम ज्ञाने] મારા જ્ઞાનમાં [आत्मा] આત્મા છે, [मे
दर्शने] મારા દર્શનમાં [च] તથા [चरित्रे] ચારિત્રમાં [आत्मा] આત્મા છે, [प्रत्याख्याने] મારા
પ્રત્યાખ્યાનમાં [आत्मा] આત્મા છે, [मे संवरे योगे] મારા સંવરમાં તથા યોગમાં
(શુદ્ધોપયોગમાં) [आत्मा] આત્મા છે.
ટીકાઃઅહીં (આ ગાથામાં), સર્વત્ર આત્મા ઉપાદેય (ગ્રહણ કરવાયોગ્ય) છે
એમ કહ્યું છે.
આત્મા ખરેખર અનાદિ-અનંત, અમૂર્ત, અતીંદ્રિયસ્વભાવવાળો, શુદ્ધ, સહજસૌખ્યાત્મક
છે. સહજ શુદ્ધ જ્ઞાનચેતનારૂપે પરિણમેલો જે હું તેના (અર્થાત્ મારા) સમ્યગ્જ્ઞાનમાં ખરેખર
તે (આત્મા) છે; પૂજિત પરમ પંચમગતિની પ્રાપ્તિના હેતુભૂત પંચમભાવની ભાવનારૂપે
પરિણમેલો જે હું તેના સહજ સમ્યગ્દર્શનવિષયે (અર્થાત
્ મારા સહજ સમ્યગ્દર્શનમાં) તે
(આત્મા) છે; સાક્ષાત્ નિર્વાણપ્રાપ્તિના ઉપાયભૂત, નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ-
પરમચારિત્રપરિણતિવાળો જે હું તેના (અર્થાત્ મારા) સહજ ચારિત્રમાં પણ તે પરમાત્મા
સદા સંનિહિત (-નિકટ) છે; ભેદવિજ્ઞાની, પરદ્રવ્યથી પરાઙ્મુખ અને પંચેંદ્રિયના ફેલાવ રહિત
દેહમાત્રપરિગ્રહવાળો જે હું તેના નિશ્ચયપ્રત્યાખ્યાનમાં
કે જે (નિશ્ચયપ્રત્યાખ્યાન) શુભ,
અશુભ, પુણ્ય, પાપ, સુખ અને દુઃખ એ છના સકળસંન્યાસસ્વરૂપ છે (અર્થાત્ એ છ
વસ્તુઓના સંપૂર્ણ ત્યાગસ્વરૂપ છે) તેમાંતે આત્મા સદા આસન્ન (-નિકટ) રહેલો છે;
સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણિ, સ્વરૂપગુપ્ત અને પાપરૂપી અટવીને બાળવા

Page 190 of 380
PDF/HTML Page 219 of 409
single page version

૧૯૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अशुभोपयोगपराङ्मुखस्य शुभोपयोगेऽप्युदासीनपरस्य साक्षाच्छुद्धोपयोगाभिमुखस्य मम
परमागममकरंदनिष्यन्दिमुखपद्मप्रभस्य शुद्धोपयोगेऽपि च स परमात्मा सनातनस्वभाव-
त्वात्तिष्ठति
तथा चोक्त मेकत्वसप्ततौ
(अनुष्टुभ्)
‘‘तदेकं परमं ज्ञानं तदेकं शुचि दर्शनम्
चारित्रं च तदेकं स्यात् तदेकं निर्मलं तपः ।।
(अनुष्टुभ्)
नमस्यं च तदेवैकं तदेवैकं च मंगलम्
उत्तमं च तदेवैकं तदेव शरणं सताम् ।।
(अनुष्टुभ्)
आचारश्च तदेवैकं तदेवावश्यकक्रिया
स्वाध्यायस्तु तदेवैकमप्रमत्तस्य योगिनः ।।’’
માટે પાવક સમાન જે હું તેના શુભાશુભસંવરમાં (તે પરમાત્મા છે), તથા અશુભોપયોગથી
પરાઙ્મુખ, શુભોપયોગ પ્રત્યે પણ ઉદાસીનતાવાળો અને સાક્ષાત
્ શુદ્ધોપયોગની સંમુખ જે
હુંપરમાગમરૂપી પુષ્પરસ જેના મુખમાંથી ઝરે છે એવો પદ્મપ્રભતેના શુદ્ધોપયોગમાં પણ
તે પરમાત્મા રહેલો છે કારણ કે તે (પરમાત્મા) સનાતન સ્વભાવવાળો છે.
એવી રીતે એકત્વસપ્તતિમાં (શ્રી પદ્મનંદી-આચાર્યવરકૃત પદ્મનંદિપંચવિંશતિકાના
એકત્વસપ્તતિ નામના અધિકારમાં ૩૯, ૪૦ ને ૪૧મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] તે જ એક (તે ચૈતન્યજ્યોતિ જ એક) પરમ જ્ઞાન છે, તે જ
એક પવિત્ર દર્શન છે, તે જ એક ચારિત્ર છે અને તે જ એક નિર્મળ તપ છે.
[શ્લોકાર્થઃ] સત્પુરુષોને તે જ એક નમસ્કારયોગ્ય છે, તે જ એક મંગળ છે,
તે જ એક ઉત્તમ છે અને તે જ એક શરણ છે.
[શ્લોકાર્થઃ] અપ્રમત્ત યોગીને તે જ એક આચાર છે, તે જ એક આવશ્યક ક્રિયા
છે અને તે જ એક સ્વાધ્યાય છે.’’

Page 191 of 380
PDF/HTML Page 220 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૯૧
तथा हि
(मालिनी)
मम सहजसुद्रष्टौ शुद्धबोधे चरित्रे
सुकृतदुरितकर्मद्वन्दसंन्यासकाले
भवति स परमात्मा संवरे शुद्धयोगे
न च न च भुवि कोऽप्यन्योस्ति मुक्त्यै पदार्थः
।।१३५।।
(पृथ्वी)
क्वचिल्लसति निर्मलं क्वचन निर्मलानिर्मलं
क्वचित्पुनरनिर्मलं गहनमेवमज्ञस्य यत
तदेव निजबोधदीपनिहताघभूछायकं
सतां हृदयपद्मसद्मनि च संस्थितं निश्चलम्
।।१३६।।
एगो य मरदि जीवो एगो य जीवदि सयं
एगस्स जादि मरणं एगो सिज्झदि णीरओ ।।१०१।।
વળી (આ ૧૦૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે
છે)ઃ
[શ્લોકાર્થઃ] મારા સહજ સમ્યગ્દર્શનમાં, શુદ્ધ જ્ઞાનમાં, ચારિત્રમાં, સુકૃત અને
દુષ્કૃતરૂપી કર્મદ્વંદ્વના સંન્યાસકાળમાં (અર્થાત્ પ્રત્યાખ્યાનમાં), સંવરમાં અને શુદ્ધ યોગમાં
(શુદ્ધોપયોગમાં) તે પરમાત્મા જ છે (અર્થાત્ સમ્યગ્દર્શનાદિ બધાંયનો આશ્રયઅવલંબન
શુદ્ધાત્મા જ છે); મુક્તિની પ્રાપ્તિ માટે જગતમાં બીજો કોઈ પણ પદાર્થ નથી, નથી. ૧૩૫.
[શ્લોકાર્થઃ] જે ક્યારેક નિર્મળ દેખાય છે, ક્યારેક નિર્મળ તેમ જ અનિર્મળ દેખાય
છે, વળી ક્યારેક અનિર્મળ દેખાય છે અને તેથી અજ્ઞાનીને માટે જે ગહન છે, તે જકે
જેણે નિજજ્ઞાનરૂપી દીપક વડે પાપતિમિરને નષ્ટ કર્યું છે તે (આત્મતત્ત્વ) જસત્પુરુષોના
હૃદયકમળરૂપી ઘરમાં નિશ્ચળપણે સંસ્થિત છે. ૧૩૬.
જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મે અરે!
જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે. ૧૦૧.