Niyamsar (Gujarati). Shlok: 137-155 ; Gatha: 102-109 ; Param-Alochna Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 12 of 21

 

Page 192 of 380
PDF/HTML Page 221 of 409
single page version

૧૯૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
एकश्च म्रियते जीवः एकश्च जीवति स्वयम्
एकस्य जायते मरणं एकः सिध्यति नीरजाः ।।१०१।।
इह हि संसारावस्थायां मुक्तौ च निःसहायो जीव इत्युक्त :
नित्यमरणे तद्भवमरणे च सहायमन्तरेण व्यवहारतश्चैक एव म्रियते; सादि-
सनिधनमूर्तिविजातीयविभावव्यंजननरनारकादिपर्यायोत्पत्तौ चासन्नगतानुपचरितासद्भूतव्यवहार-
नयादेशेन स्वयमेवोज्जीवत्येव
सर्वैर्बंधुभिः परिरक्ष्यमाणस्यापि महाबलपराक्रमस्यैकस्य
जीवस्याप्रार्थितमपि स्वयमेव जायते मरणम्; एक एव परमगुरुप्रसादासादितस्वात्माश्रय-
निश्चयशुक्लध्यानबलेन स्वात्मानं ध्यात्वा नीरजाः सन् सद्यो निर्वाति
तथा चोक्त म्
અન્વયાર્થઃ[जीवः एकः च] જીવ એકલો [म्रियते] મરે છે [] અને
[स्वयम् एकः] સ્વયં એકલો [जीवति] જન્મે છે; [एकस्य] એકલાનું [मरणं जायते]
મરણ થાય છે અને [एकः] એકલો [नीरजाः] રજ રહિત થયો થકો [सिध्यति] સિદ્ધ
થાય છે.
ટીકાઃઅહીં (આ ગાથામાં), સંસારાવસ્થામાં અને મુક્તિમાં જીવ નિઃસહાય
છે એમ કહ્યું છે.
નિત્ય મરણમાં (અર્થાત્ સમયે સમયે થતાં આયુકર્મના નિષેકોના ક્ષયમાં) અને તે
ભવ સંબંધી મરણમાં, (બીજા કોઈની) સહાય વિના વ્યવહારથી (જીવ) એકલો જ મરે
છે; તથા સાદિ-સાંત મૂર્તિક વિજાતીયવિભાવવ્યંજનપર્યાયરૂપ નરનારકાદિપર્યાયોની
ઉત્પત્તિમાં, આસન્ન-અનુપચરિત-અસદ્ભૂત-વ્યવહારનયના કથનથી (જીવ એકલો જ)
સ્વયમેવ જન્મે છે. સર્વ બંધુજનોથી રક્ષણ કરવામાં આવતું હોવા છતાં પણ, મહાબળ-
પરાક્રમવાળા જીવનું એકલાનું જ, અનિચ્છિત હોવા છતાં, સ્વયમેવ મરણ થાય છે;
(જીવ) એકલો જ પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત સ્વાત્માશ્રિત નિશ્ચયશુક્લધ્યાનના બળે
નિજ આત્માને ધ્યાઈને રજ રહિત થયો થકો શીઘ્ર નિર્વાણ પામે છે.
એવી રીતે (અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ

Page 193 of 380
PDF/HTML Page 222 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૯૩
(अनुष्टुभ्)
‘‘स्वयं कर्म करोत्यात्मा स्वयं तत्फलमश्नुते
स्वयं भ्रमति संसारे स्वयं तस्माद्विमुच्यते ।।’’
उक्तं च श्रीसोमदेवपंडितदेवैः
(वसंततिलका)
‘‘एकस्त्वमाविशसि जन्मनि संक्षये च
भोक्तुं स्वयं स्वकृतकर्मफलानुबन्धम्
अन्यो न जातु सुखदुःखविधौ सहायः
स्वाजीवनाय मिलितं विटपेटकं ते
।।’’
तथा हि
(मंदाक्रांता)
एको याति प्रबलदुरघाज्जन्म मृत्युं च जीवः
कर्मद्वन्द्वोद्भवफलमयं चारुसौख्यं च दुःखम्
भूयो भुंक्ते स्वसुखविमुखः सन् सदा तीव्रमोहा-
देकं तत्त्वं किमपि गुरुतः प्राप्य तिष्ठत्यमुष्मिन्
।।१३७।।
‘‘[શ્લોકાર્થઃ] આત્મા સ્વયં કર્મ કરે છે, સ્વયં તેનું ફળ ભોગવે છે, સ્વયં
સંસારમાં ભમે છે અને સ્વયં સંસારથી મુક્ત થાય છે.’’
વળી શ્રી સોમદેવપંડિતદેવે (યશસ્તિલકચંપૂકાવ્યમાં બીજા અધિકારની અંદર
એકત્વાનુપ્રેક્ષા વર્ણવતાં ૧૧૯મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] પોતે કરેલા કર્મના ફળાનુબંધને સ્વયં ભોગવવા માટે તું એકલો
જન્મમાં તેમ જ મૃત્યુમાં પ્રવેશે છે, બીજું કોઈ (સ્ત્રીપુત્રમિત્રાદિક) સુખદુઃખના પ્રકારોમાં
બિલકુલ સહાયભૂત થતું નથી; પોતાની આજીવિકા માટે (માત્ર પોતાના સ્વાર્થ માટે
સ્ત્રીપુત્રમિત્રાદિક) ધુતારાઓની ટોળી તને મળી છે.’’
વળી (આ ૧૦૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] જીવ એકલો પ્રબળ દુષ્કૃતથી જન્મ અને મૃત્યુને પામે છે; જીવ
એકલો સદા તીવ્ર મોહને લીધે સ્વસુખથી વિમુખ થયો થકો કર્મદ્વંદ્વજનિત ફળમય (શુભ

Page 194 of 380
PDF/HTML Page 223 of 409
single page version

૧૯૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
एगो मे सासदो अप्पा णाणदंसणलक्खणो
सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा ।।१०२।।
एको मे शाश्वत आत्मा ज्ञानदर्शनलक्षणः
शेषा मे बाह्या भावाः सर्वे संयोगलक्षणाः ।।१०२।।
एकत्वभावनापरिणतस्य सम्यग्ज्ञानिनो लक्षणकथनमिदम्
अखिलसंसृतिनन्दनतरुमूलालवालांभःपूरपरिपूर्णप्रणालिकावत्संस्थितकलेवरसंभवहेतु-
भूतद्रव्यभावकर्माभावादेकः, स एव निखिलक्रियाकांडाडंबरविविधविकल्पकोला-
हलनिर्मुक्त सहजशुद्धज्ञानचेतनामतीन्द्रियं भुंजानः सन् शाश्वतो भूत्वा ममोपादेय-
रूपेण तिष्ठति, यस्त्रिकालनिरुपाधिस्वभावत्वात
् निरावरणज्ञानदर्शनलक्षणलक्षितः
कारणपरमात्मा; ये शुभाशुभकर्मसंयोगसंभवाः शेषा बाह्याभ्यन्तरपरिग्रहाः, स्वस्वरूपा-
અને અશુભ કર્મનાં ફળરૂપ) સુંદર સુખ અને દુઃખને વારંવાર ભોગવે છે; જીવ એકલો
ગુરુ દ્વારા કોઈ એવા એક તત્ત્વને (
અવર્ણનીય પરમ ચૈતન્યતત્ત્વને) પામીને તેમાં સ્થિત
રહે છે. ૧૩૭.
મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ૧૦૨.
અન્વયાર્થઃ[ज्ञानदर्शनलक्षणः] જ્ઞાનદર્શનલક્ષણવાળો [शाश्वतः] શાશ્વત [एकः]
એક [आत्मा] આત્મા [मे] મારો છે; [शेषाः सर्वे] બાકીના બધા [संयोगलक्षणाः भावाः]
સંયોગલક્ષણવાળા ભાવો [मे बाह्याः] મારાથી બાહ્ય છે.
ટીકાઃએકત્વભાવનારૂપે પરિણમેલા સમ્યગ્જ્ઞાનીના લક્ષણનું આ કથન છે.
ત્રણે કાળે નિરુપાધિક સ્વભાવવાળો હોવાથી નિરાવરણ-જ્ઞાનદર્શનલક્ષણથી લક્ષિત
એવો જે કારણપરમાત્મા તે, સમસ્ત સંસારરૂપી નંદનવનનાં વૃક્ષોના મૂળ ફરતા
ક્યારાઓમાં પાણી ભરવા માટે જળપ્રવાહથી પરિપૂર્ણ ધોરિયા સમાન વર્તતું જે શરીર તેની
ઉત્પત્તિમાં હેતુભૂત દ્રવ્યકર્મ-ભાવકર્મ વિનાનો હોવાથી એક છે, અને તે જ
(કારણપરમાત્મા) સમસ્ત ક્રિયાકાંડના આડંબરના વિવિધ વિકલ્પરૂપ કોલાહલથી રહિત
સહજશુદ્ધ-જ્ઞાનચેતનાને અતીંદ્રિયપણે ભોગવતો થકો શાશ્વત રહીને મારા માટે ઉપાદેયપણે

Page 195 of 380
PDF/HTML Page 224 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૯૫
द्वाह्यास्ते सर्वे; इति मम निश्चयः
(मालिनी)
अथ मम परमात्मा शाश्वतः कश्चिदेकः
सहजपरमचिच्चिन्तामणिर्नित्यशुद्धः
निरवधिनिजदिव्यज्ञानद्रग्भ्यां समृद्धः
किमिह बहुविकल्पैर्मे फलं बाह्यभावैः ।।१३८।।
जं किंचि मे दुच्चरित्तं सव्वं तिविहेण वोसरे
सामाइयं तु तिविहं करेमि सव्वं णिरायारं ।।१०३।।
यत्किंचिन्मे दुश्चरित्रं सर्वं त्रिविधेन विसृजामि
सामायिकं तु त्रिविधं करोमि सर्वं निराकारम् ।।१०३।।
आत्मगतदोषनिर्मुक्त्युपायकथनमिदम्
રહે છે; જે શુભાશુભ કર્મના સંયોગથી ઉત્પન્ન થતા બાકીના બાહ્ય-અભ્યંતર પરિગ્રહો, તે
બધા નિજ સ્વરૂપથી બાહ્ય છે.
આમ મારો નિશ્ચય છે.
[હવે આ ૧૦૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] અહો! મારો પરમાત્મા શાશ્વત છે, એક છે, સહજ પરમ
ચૈતન્યચિંતામણિ છે, સદા શુદ્ધ છે અને અનંત નિજ દિવ્ય જ્ઞાનદર્શનથી સમૃદ્ધ છે. આમ
છે તો પછી બહુ પ્રકારના બાહ્ય ભાવોથી મને શું ફળ છે
? ૧૩૮.
જે કાંઈ પણ દુશ્ચરિત મુજ તે સર્વ હું ત્રિવિધે તજું;
કરું છું નિરાકાર જ સમસ્ત ચરિત્ર જે ત્રયવિધનું. ૧૦૩.
અન્વયાર્થઃ[मे] મારું [यत् किंचित] જે કાંઈ પણ [दुश्चरित्रं] દુઃચારિત્ર [सर्वं]
તે સર્વને હું
[त्रिविधेन] ત્રિવિધે (મન-વચન-કાયાથી) [विसृजामि] તજું છું [तु] અને
[त्रिविधं सामायिकं] ત્રિવિધ જે સામાયિક (ચારિત્ર) [सर्वं] તે સર્વને [निराकारं करोमि]
નિરાકાર (નિર્વિકલ્પ) કરું છું.
ટીકાઃઆત્મગત દોષોથી મુક્ત થવાના ઉપાયનું આ કથન છે.

Page 196 of 380
PDF/HTML Page 225 of 409
single page version

૧૯૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
भेदविज्ञानिनोऽपि मम परमतपोधनस्य पूर्वसंचितकर्मोदयबलाच्चारित्रमोहोदये
सति यत्किंचिदपि दुश्चरित्रं भवति चेत्तत् सर्वं मनोवाक्कायसंशुद्धया संत्यजामि
सामायिकशब्देन तावच्चारित्रमुक्तं सामायिकछेदोपस्थापनपरिहारविशुद्धयभिधानभेदात्त्रि-
विधम्
अथवा जघन्यरत्नत्रयमुत्कृष्टं करोमि; नवपदार्थपरद्रव्यश्रद्धानपरिज्ञानाचरण-
स्वरूपं रत्नत्रयं साकारं, तत् स्वस्वरूपश्रद्धानपरिज्ञानानुष्ठानरूपस्वभावरत्नत्रय-
स्वीकारेण निराकारं शुद्धं करोमि इत्यर्थः किं च, भेदोपचारचारित्रम् अभेदोपचारं
करोमि, अभेदोपचारम् अभेदानुपचारं करोमि इति त्रिविधं सामायिकमुत्तरोत्तर-
स्वीकारेण सहजपरमतत्त्वाविचलस्थितिरूपसहजनिश्चयचारित्रं, निराकारतत्त्वनिरतत्वान्निराकार-
चारित्रमिति
तथा चोक्तं प्रवचनसारव्याख्यायाम्
મને પરમ-તપોધનને, ભેદવિજ્ઞાની હોવા છતાં, પૂર્વસંચિત કર્મના ઉદયને લીધે
ચારિત્રમોહનો ઉદય હોતાં જો કાંઈ પણ દુઃચારિત્ર હોય, તો તે સર્વને મન-વચન-
કાયાની સંશુદ્ધિથી હું સમ્યક્ પ્રકારે તજું છું. ‘સામાયિક’ શબ્દથી ચારિત્ર કહ્યું છે
કે જે (ચારિત્ર) સામાયિક, છેદોપસ્થાપન અને પરિહારવિશુદ્ધિ નામના ત્રણ ભેદોને
લીધે ત્રણ પ્રકારનું છે. (હું તે ચારિત્રને નિરાકાર કરું છું.) અથવા હું જઘન્ય
રત્નત્રયને ઉત્કૃષ્ટ કરું છું; નવ પદાર્થરૂપ પરદ્રવ્યનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણસ્વરૂપ
રત્નત્રય સાકાર (
સવિકલ્પ) છે, તેને નિજ સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ
સ્વભાવરત્નત્રયના સ્વીકાર (અંગીકાર) વડે નિરાકારશુદ્ધ કરું છું, એમ અર્થ છે.
વળી (બીજી રીતે કહીએ તો), હું ભેદોપચાર ચારિત્રને અભેદોપચાર કરું છું અને
અભેદોપચાર ચારિત્રને અભેદાનુપચાર કરું છું
એમ ત્રિવિધ સામાયિકને (ચારિત્રને)
ઉત્તરોત્તર સ્વીકૃત (અંગીકૃત) કરવાથી સહજ પરમ તત્ત્વમાં અવિચળ સ્થિતિરૂપ સહજ
નિશ્ચયચારિત્ર હોય છે
કે જે (નિશ્ચયચારિત્ર) નિરાકાર તત્ત્વમાં લીન હોવાથી
નિરાકાર ચારિત્ર છે.
એવી રીતે શ્રી પ્રવચનસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત તત્ત્વદીપિકા નામની)
ટીકામાં (૧૨મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ

Page 197 of 380
PDF/HTML Page 226 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૯૭
(वसंततिलका)
‘‘द्रव्यानुसारि चरणं चरणानुसारि
द्रव्यं मिथो द्वयमिदं ननु सव्यपेक्षम्
तस्मान्मुमुक्षुरधिरोहतु मोक्षमार्गं
द्रव्यं प्रतीत्य यदि वा चरणं प्रतीत्य
।।’’
तथा हि
(अनुष्टुभ्)
चित्तत्त्वभावनासक्त मतयो यतयो यमम्
यतंते यातनाशीलयमनाशनकारणम् ।।१३9।।
सम्मं मे सव्वभूदेसु वेरं मज्झं ण केणवि
आसाए वोसरित्ता णं समाहि पडिवज्जए ।।१०४।।
साम्यं मे सर्वभूतेषु वैरं मह्यं न केनचित
आशाम् उत्सृज्य नूनं समाधिः प्रतिपद्यते ।।१०४।।
‘‘[શ્લોકાર્થઃ] ચરણ દ્રવ્યાનુસાર હોય છે અને દ્રવ્ય ચરણાનુસાર હોય
છેએ રીતે તે બન્ને પરસ્પર અપેક્ષાસહિત છે; તેથી કાં તો દ્રવ્યનો આશ્રય કરીને
અથવા તો ચરણનો આશ્રય કરીને મુમુક્ષુ (જ્ઞાની, મુનિ) મોક્ષમાર્ગમાં આરોહણ કરો.’’
વળી (આ ૧૦૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છે)ઃ
[શ્લોકાર્થઃ] જેમની બુદ્ધિ ચૈતન્યતત્ત્વની ભાવનામાં આસક્ત (રત, લીન) છે
એવા યતિઓ યમમાં પ્રયત્નશીલ રહે છે (અર્થાત્ સંયમમાં સાવધાન રહે છે)કે જે
યમ (સંયમ) યાતનાશીલ યમના (દુઃખમય મરણના) નાશનું કારણ છે. ૧૩૯.
સૌ ભૂતમાં સમતા મને, કો સાથ વેર મને નહીં;
આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. ૧૦૪.
અન્વયાર્થઃ[सर्वभूतेषु] સર્વ જીવો પ્રત્યે [मे] મને [साम्यं] સમતા છે, [मह्यं]

Page 198 of 380
PDF/HTML Page 227 of 409
single page version

૧૯૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
इहान्तर्मुखस्य परमतपोधनस्य भावशुद्धिरुक्ता
विमुक्त सकलेन्द्रियव्यापारस्य मम भेदविज्ञानिष्वज्ञानिषु च समता; मित्रामित्र-
परिणतेरभावान्न मे केनचिज्जनेन सह वैरम्; सहजवैराग्यपरिणतेः न मे काप्याशा विद्यते;
परमसमरसीभावसनाथपरमसमाधिं प्रपद्येऽहमिति
तथा चोक्तं श्रीयोगीन्द्रदेवैः
(वसंततिलका)
‘‘मुक्त्वालसत्वमधिसत्त्वबलोपपन्नः
स्मृत्वा परां च समतां कुलदेवतां त्वम्
संज्ञानचक्रमिदमङ्ग गृहाण तूर्ण-
मज्ञानमन्त्रियुतमोहरिपूपमर्दि
।।’’
तथा हि
મારે [केनचित] કોઈ સાથે [वैरं न] વેર નથી; [नूनम्] ખરેખર [आशाम् उत्सृज्य]
આશાને છોડીને [समाधिः प्रतिपद्यते] હું સમાધિને પ્રાપ્ત કરું છું.
ટીકાઃઅહીં (આ ગાથામાં) અંતર્મુખ પરમ-તપોધનની ભાવશુદ્ધિનું કથન
છે.
જેણે સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારને છોડ્યો છે એવા મને ભેદવિજ્ઞાનીઓ તેમ જ
અજ્ઞાનીઓ પ્રત્યે સમતા છે; મિત્ર-અમિત્રરૂપ (મિત્રરૂપ કે શત્રુરૂપ) પરિણતિના અભાવને
લીધે મને કોઈ પ્રાણી સાથે વેર નથી; સહજ વૈરાગ્યપરિણતિને લીધે મને કોઈ પણ
આશા વર્તતી નથી; પરમ સમરસીભાવસંયુક્ત પરમ સમાધિનો હું આશ્રય કરું છું
(અર્થાત
્ પરમ સમાધિને પ્રાપ્ત કરું છું).
એવી રીતે શ્રી યોગીંદ્રદેવે (અમૃતાશીતિમાં ૨૧મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] હે ભાઈ! સ્વાભાવિક બળસંપન્ન એવો તું આળસ તજીને,
ઉત્કૃષ્ટ સમતારૂપી કુળદેવીને સ્મરીને, અજ્ઞાનમંત્રી સહિત મોહશત્રુનો નાશ કરનારા આ
સમ્યગ્જ્ઞાનરૂપી ચક્રને શીઘ્ર ગ્રહણ કર.’’
વળી (આ ૧૦૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે
છે)ઃ

Page 199 of 380
PDF/HTML Page 228 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૯૯
(वसंततिलका)
मुक्त्यङ्गनालिमपुनर्भवसौख्यमूलं
दुर्भावनातिमिरसंहतिचन्द्रकीर्तिम्
संभावयामि समतामहमुच्चकैस्तां
या संमता भवति संयमिनामजस्रम्
।।१४०।।
(हरिणी)
जयति समता नित्यं या योगिनामपि दुर्लभा
निजमुखसुखवार्धिप्रस्फारपूर्णशशिप्रभा
परमयमिनां प्रव्रज्यास्त्रीमनःप्रियमैत्रिका
मुनिवरगणस्योच्चैः सालंक्रिया जगतामपि
।।१४१।।
णिक्कसायस्स दंतस्स सूरस्स ववसायिणो
संसारभयभीदस्स पच्चक्खाणं सुहं हवे ।।१०५।।
निःकषायस्य दान्तस्य शूरस्य व्यवसायिनः
संसारभयभीतस्य प्रत्याख्यानं सुखं भवेत।।१०५।।
[શ્લોકાર્થઃ] જે (સમતા) મુક્તિસુંદરીની સખી છે, જે મોક્ષસૌખ્યનું મૂળ છે, જે
દુર્ભાવનારૂપી તિમિરસમૂહને (હણવા) માટે ચંદ્રના પ્રકાશ સમાન છે અને જે સંયમીઓને
નિરંતર સંમત છે, તે સમતાને હું અત્યંત ભાવું છું. ૧૪૦.
[શ્લોકાર્થઃ] જે યોગીઓને પણ દુર્લભ છે, જે નિજાભિમુખ સુખના સાગરમાં
ભરતી લાવવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા (સમાન) છે, જે પરમ સંયમીઓની દીક્ષારૂપી સ્ત્રીના
મનને વહાલી સખી છે અને જે મુનિવરોના સમૂહનું તેમ જ ત્રણ લોકનું પણ અતિશયપણે
આભૂષણ છે, તે સમતા સદા જયવંત છે. ૧૪૧.
અકષાય, ઉદ્યમી, દાન્ત છે, સંસારથી ભયભીત છે,
શૂરવીર છે, તે જીવને પચખાણ સુખમય હોય છે. ૧૦૫.
અન્વયાર્થઃ[निःकषायस्य] જે નિઃકષાય છે, [दान्तस्य] *દાન્ત છે, [शूरस्य]
શૂરવીર છે, [व्यवसायिनः] વ્યવસાયી (શુદ્ધતા પ્રત્યે ઉદ્યમવંત) છે અને [संसारभयभीतस्य]
*દાન્ત = જેણે ઇન્દ્રિયોનું દમન કર્યું હોય એવો; જેણે ઇન્દ્રિયોને વશ કરી હોય એવો; સંયમી.

Page 200 of 380
PDF/HTML Page 229 of 409
single page version

૨૦૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
निश्चयप्रत्याख्यानयोग्यजीवस्वरूपाख्यानमेतत
सकलकषायकलंकपंकविमुक्त स्य निखिलेन्द्रियव्यापारविजयोपार्जितपरमदान्त-
रूपस्य अखिलपरीषहमहाभटविजयोपार्जितनिजशूरगुणस्य निश्चयपरमतपश्चरणनिरत-
शुद्धभावस्य संसारदुःखभीतस्य व्यवहारेण चतुराहारविवर्जनप्रत्याख्यानम्
किं च
पुनः व्यवहारप्रत्याख्यानं कुद्रष्टेरपि पुरुषस्य चारित्रमोहोदयहेतुभूतद्रव्यभावकर्म-
क्षयोपशमेन क्वचित् कदाचित् संभवति अत एव निश्चयप्रत्याख्यानं हितम् अत्यासन्न-
भव्यजीवानाम्; यतः स्वर्णनामधेयधरस्य पाषाणस्योपादेयत्वं न तथांधपाषाणस्येति ततः
संसारशरीरभोगनिर्वेगता निश्चयप्रत्याख्यानस्य कारणं, पुनर्भाविकाले संभाविनां
निखिलमोहरागद्वेषादिविविधविभावानां परिहारः परमार्थप्रत्याख्यानम्, अथवानागतकालोद्भव-
સંસારથી ભયભીત છે, તેને [सुखं प्रत्याख्यानं] સુખમય પ્રત્યાખ્યાન (અર્થાત્ નિશ્ચય-
પ્રત્યાખ્યાન) [भवेत] હોય છે.
ટીકાઃજે જીવ નિશ્ચયપ્રત્યાખ્યાનને યોગ્ય હોય એવા જીવના સ્વરૂપનું આ
કથન છે.
જે સમસ્ત કષાયકલંકરૂપ કાદવથી વિમુક્ત છે, સર્વ ઇન્દ્રિયોના વ્યાપાર ઉપર
વિજય મેળવ્યો હોવાથી જેણે પરમ દાન્તરૂપતા પ્રાપ્ત કરી છે, સકળ પરિષહરૂપી મહા
સુભટોને જીત્યા હોવાથી જેણે નિજ શૂરગુણ પ્રાપ્ત કર્યો છે, નિશ્ચય-પરમ-તપશ્ચરણમાં
નિરત એવો શુદ્ધભાવ જેને વર્તે છે અને જે સંસારદુઃખથી ભયભીત છે, તેને (યથોચિત
શુદ્ધતા સહિત) વ્યવહારથી ચાર આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન છે. પરંતુ (શુદ્ધતા
વિનાનું
) વ્યવહારપ્રત્યાખ્યાન તો કુદ્રષ્ટિ (મિથ્યાત્વી) પુરુષને પણ ચારિત્રમોહના ઉદયના
હેતુભૂત દ્રવ્યકર્મ-ભાવકર્મના ક્ષયોપશમ વડે ક્વચિત્ કદાચિત્ સંભવે છે. તેથી જ
નિશ્ચયપ્રત્યાખ્યાન અતિ-આસન્નભવ્ય જીવોને હિતરૂપ છે; કારણ કે જેમ સુવર્ણપાષાણ
નામનો પાષાણ ઉપાદેય છે તેમ અંધપાષાણ નથી. માટે (યથોચિત્ શુદ્ધતા સહિત) સંસાર
અને શરીર સંબંધી ભોગની નિર્વેગતા નિશ્ચયપ્રત્યાખ્યાનનું કારણ છે અને ભવિષ્ય કાળે
થનારા સમસ્ત મોહરાગદ્વેષાદિ વિવિધ વિભાવોનો પરિહાર તે પરમાર્થ પ્રત્યાખ્યાન છે
૧. નિરત = રત; તત્પર; પરાયણ; લીન.
૨. જે પાષાણમાં સુવર્ણ હોય છે તેને સુવર્ણપાષાણ કહે છે અને જે પાષાણમાં સુવર્ણ હોતું નથી તેને
અંધપાષાણ કહે છે.

Page 201 of 380
PDF/HTML Page 230 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૨૦૧
विविधान्तर्जल्पपरित्यागः शुद्धनिश्चयप्रत्याख्यानम् इति
(हरिणी)
जयति सततं प्रत्याख्यानं जिनेन्द्रमतोद्भवं
परमयमिनामेतन्निर्वाणसौख्यकरं परम्
सहजसमतादेवीसत्कर्णभूषणमुच्चकैः
मुनिप शृणु ते दीक्षाकान्तातियौवनकारणम्
।।१४२।।
एवं भेदब्भासं जो कुव्वइ जीवकम्मणो णिच्चं
पच्चक्खाणं सक्कदि धरिदुं सो संजदो णियमा ।।१०६।।
एवं भेदाभ्यासं यः करोति जीवकर्मणोः नित्यम्
प्रत्याख्यानं शक्तो धर्तुं स संयतो नियमात।।१०६।।
निश्चयप्रत्याख्यानाध्यायोपसंहारोपन्यासोयम्
અથવા અનાગત કાળે ઉત્પન્ન થનારા વિવિધ અંતર્જલ્પોનો (વિકલ્પોનો) પરિત્યાગ તે
શુદ્ધ નિશ્ચયપ્રત્યાખ્યાન છે.
[હવે આ ૧૦૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] હે મુનિવર! સાંભળ; જિનેંદ્રના મતમાં ઉત્પન્ન થતું પ્રત્યાખ્યાન
સતત જયવંત છે. તે પ્રત્યાખ્યાન પરમ સંયમીઓને ઉત્કૃષ્ટપણે નિર્વાણસુખનું કરનારું છે,
સહજ સમતાદેવીના સુંદર કર્ણનું મહા આભૂષણ છે અને તારી દીક્ષારૂપી પ્રિય સ્ત્રીના અતિશય
યૌવનનું કારણ છે. ૧૪૨.
જીવ-કર્મ કેરા ભેદનો અભ્યાસ જે નિત્યે કરે,
તે સંયમી પચખાણ-ધારણમાં અવશ્ય સમર્થ છે. ૧૦૬.
અન્વયાર્થઃ[एवं] એ રીતે [यः] જે [नित्यम्] સદા [जीवकर्मणोः] જીવ અને
કર્મના [भेदाभ्यासं] ભેદનો અભ્યાસ [करोति] કરે છે, [सः संयतः] તે સંયત [नियमात]
નિયમથી
[प्रत्याख्यानं] પ્રત્યાખ્યાન [धर्तुं] ધારણ કરવાને [शक्त :] શક્તિમાન છે.
ટીકાઃઆ, નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકારના ઉપસંહારનું કથન છે.

Page 202 of 380
PDF/HTML Page 231 of 409
single page version

૨૦૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
यः श्रीमदर्हन्मुखारविन्दविनिर्गतपरमागमार्थविचारक्षमः अशुद्धान्तस्तत्त्वकर्मपुद्गलयो-
रनादिबन्धनसंबन्धयोर्भेदं भेदाभ्यासबलेन करोति, स परमसंयमी निश्चयव्यवहारप्रत्याख्यानं
स्वीकरोतीति
(स्वागता)
भाविकालभवभावनिवृत्तः
सोहमित्यनुदिनं मुनिनाथः
भावयेदखिलसौख्यनिधानं
स्वस्वरूपममलं मलमुक्त्यै
।।१४३।।
(स्वागता)
घोरसंसृतिमहार्णवभास्व-
द्यानपात्रमिदमाह जिनेन्द्रः
तत्त्वतः परमतत्त्वमजस्रं
भावयाम्यहमतो जितमोहः
।।१४४।।
શ્રીમદ્ અર્હંતના મુખારવિંદમાંથી નિકળેલાં પરમાગમના અર્થનો વિચાર કરવામાં
સમર્થ એવો જે પરમ સંયમી અનાદિ બંધનરૂપ સંબંધવાળાં અશુદ્ધ અંતઃતત્ત્વ અને કર્મ-
પુદ્ગલનો ભેદ ભેદાભ્યાસના બળથી કરે છે, તે પરમ સંયમી નિશ્ચયપ્રત્યાખ્યાન તથા
વ્યવહારપ્રત્યાખ્યાનને સ્વીકૃત (
અંગીકૃત) કરે છે.
[હવે આ નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર
મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ નવ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ] ‘જે ભાવિ કાળના ભવ-ભાવોથી (સંસારભાવોથી) નિવૃત્ત છે તે
હું છું’ એમ મુનીશ્વરે મળથી મુક્ત થવા માટે પરિપૂર્ણ સૌખ્યના નિધાનભૂત નિર્મળ નિજ
સ્વરૂપને પ્રતિદિન ભાવવું. ૧૪૩.
[શ્લોકાર્થઃ] ઘોર સંસારમહાર્ણવનું આ (પરમ તત્ત્વ) દેદીપ્યમાન નાવ છે એમ
જિનેંદ્રદેવે કહ્યું છે; તેથી હું મોહને જીતીને નિરંતર પરમ તત્ત્વને તત્ત્વતઃ (પારમાર્થિક
રીતે) ભાવું છું. ૧૪૪.

Page 203 of 380
PDF/HTML Page 232 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૨૦૩
(मंदाक्रांता)
प्रत्याख्यानं भवति सततं शुद्धचारित्रमूर्तेः
भ्रान्तिध्वंसात्सहजपरमानंदचिन्निष्टबुद्धेः
नास्त्यन्येषामपरसमये योगिनामास्पदानां
भूयो भूयो भवति भविनां संसृतिर्घोररूपा
।।१४५।।
(शिखरिणी)
महानंदानंदो जगति विदितः शाश्वतमयः
स सिद्धात्मन्युच्चैर्नियतवसतिर्निर्मलगुणे
अमी विद्वान्सोपि स्मरनिशितशस्त्रैरमिहताः
कथं कांक्षंत्येनं बत कलिहतास्ते जडधियः
।।१४६।।
(मंदाक्रांता)
प्रत्याख्यानाद्भवति यमिषु प्रस्फु टं शुद्धशुद्धं
सच्चारित्रं दुरघतरुसांद्राटवीवह्निरूपम्
तत्त्वं शीघ्रं कुरु तव मतौ भव्यशार्दूल नित्यं
यत्किंभूतं सहजसुखदं शीलमूलं मुनीनाम्
।।१४७।।
[શ્લોકાર્થઃ] ભ્રાંતિના નાશથી જેની બુદ્ધિ સહજ-પરમાનંદયુક્ત ચેતનમાં નિષ્ઠિત
(લીન, એકાગ્ર) છે એવા શુદ્ધચારિત્રમૂર્તિને સતત પ્રત્યાખ્યાન છે. પરસમયમાં
(અન્ય દર્શનમાં) જેમનું સ્થાન છે એવા અન્ય યોગીઓને પ્રત્યાખ્યાન હોતું નથી; તે
સંસારીઓને ફરીફરીને ઘોર સંસરણ (પરિભ્રમણ) થાય છે. ૧૪૫.
[શ્લોકાર્થઃ] જે શાશ્વત મહા આનંદાનંદ જગતમાં પ્રસિદ્ધ છે, તે નિર્મળ ગુણવાળા
સિદ્ધાત્મામાં અતિશયપણે અને નિયતપણે રહે છે. (તો પછી,) અરેરે! આ વિદ્વાનો પણ
કામનાં તીક્ષ્ણ શસ્ત્રોથી ઇજા પામ્યા થકા ક્લેશપીડિત થઈને તેને (કામને) કેમ ઇચ્છે છે!
તેઓ જડબુદ્ધિ છે. ૧૪૬.
[શ્લોકાર્થઃ] જે દુષ્ટ પાપરૂપી વૃક્ષોની ગીચ અટવીને બાળવાને અગ્નિરૂપ છે એવું
પ્રગટ શુદ્ધ-શુદ્ધ સત્ચારિત્ર સંયમીઓને પ્રત્યાખ્યાનથી થાય છે; (માટે) હે ભવ્યશાર્દૂલ!
(ભવ્યોત્તમ) તું શીઘ્ર તારી મતિમાં તત્ત્વને નિત્ય ધારણ કરકે જે તત્ત્વ સહજ સુખનું
દેનારું છે અને મુનિઓના ચારિત્રનું મૂળ છે. ૧૪૭.

Page 204 of 380
PDF/HTML Page 233 of 409
single page version

૨૦
૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(मालिनी)
जयति सहजतत्त्वं तत्त्वनिष्णातबुद्धेः
हृदयसरसिजाताभ्यन्तरे संस्थितं यत
तदपि सहजतेजः प्रास्तमोहान्धकारं
स्वरसविसरभास्वद्बोधविस्फू र्तिमात्रम्
।।१४८।।
(पृथ्वी)
अखंडितमनारतं सकलदोषदूरं परं
भवांबुनिधिमग्नजीवततियानपात्रोपमम्
अथ प्रबलदुर्गवर्गदववह्निकीलालकं
नमामि सततं पुनः सहजमेव तत्त्वं मुदा
।।१४9।।
(पृथ्वी)
जिनप्रभुमुखारविन्दविदितं स्वरूपस्थितं
मुनीश्वरमनोगृहान्तरसुरत्नदीपप्रभम्
नमस्यमिह योगिभिर्विजितद्रष्टिमोहादिभिः
नमामि सुखमन्दिरं सहजतत्त्वमुच्चैरदः ।।१५०।।
[શ્લોકાર્થઃ] તત્ત્વમાં નિષ્ણાત બુદ્ધિવાળા જીવના હૃદયકમળરૂપ અભ્યંતરમાં જે
સુસ્થિત છે, તે સહજ તત્ત્વ જયવંત છે. તે સહજ તેજે મોહાંધકારનો નાશ કર્યો છે અને
તે (સહજ તેજ) નિજ રસના ફેલાવથી પ્રકાશતા જ્ઞાનના પ્રકાશનમાત્ર છે. ૧૪૮.
[શ્લોકાર્થઃ] વળી, જે (સહજ તત્ત્વ) અખંડિત છે, શાશ્વત છે, સકળ દોષથી
દૂર છે, ઉત્કૃષ્ટ છે, ભવસાગરમાં ડૂબેલા જીવસમૂહને નૌકા સમાન છે અને પ્રબળ સંકટોના
સમૂહરૂપી દાવાનળને (શાંત કરવા) માટે જળ સમાન છે, તે સહજ તત્ત્વને હું પ્રમોદથી
સતત નમું છું. ૧૪૯.
[શ્લોકાર્થઃ] જે જિનપ્રભુના મુખારવિંદથી વિદિત (પ્રસિદ્ધ) છે, જે સ્વરૂપમાં
સ્થિત છે, જે મુનીશ્વરોના મનોગ્રહની અંદર સુંદર રત્નદીપની માફક પ્રકાશે છે, જે આ
લોકમાં દર્શનમોહાદિ પર વિજય મેળવેલા યોગીઓથી નમસ્કાર કરવાયોગ્ય છે અને જે
સુખનું મંદિર છે, તે સહજ તત્ત્વને હું સદા અત્યંત નમું છું. ૧૫૦.

Page 205 of 380
PDF/HTML Page 234 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૨૦૫
(पृथ्वी)
प्रणष्टदुरितोत्करं प्रहतपुण्यकर्मव्रजं
प्रधूतमदनादिकं प्रबलबोधसौधालयम्
प्रणामकृततत्त्ववित् प्रकरणप्रणाशात्मकं
प्रवृद्धगुणमंदिरं प्रहृतमोहरात्रिं नुमः ।।१५१।।
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां
नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ निश्चयप्रत्याख्यानाधिकारः षष्ठः श्रुतस्कन्धः ।।
[શ્લોકાર્થઃ] જેણે પાપના રાશિને નષ્ટ કર્યો છે, જેણે પુણ્યકર્મના સમૂહને હણ્યો
છે, જેણે મદન (કામ) વગેરેને ખંખેરી નાખ્યા છે, જે પ્રબળ જ્ઞાનનો મહેલ છે, જેને
તત્ત્વવેત્તાઓ પ્રણામ કરે છે, જે પ્રકરણના નાશસ્વરૂપ છે (અર્થાત્ જેને કોઈ કાર્ય કરવાનું
નથીજે કૃતકૃત્ય છે), જે પુષ્ટ ગુણોનું ધામ છે અને જેણે મોહરાત્રિનો નાશ કર્યો છે, તેને
(તે સહજ તત્ત્વને) અમે નમીએ છીએ. ૧૫૧.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના
ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી
નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત
્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી
નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની
ટીકામાં)
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર નામનો છઠ્ઠો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.

Page 206 of 380
PDF/HTML Page 235 of 409
single page version

૨૦૬
પરમ-આલોચના અધિકાર
आलोचनाधिकार उच्यते
णोकम्मकम्मरहियं विहावगुणपज्जएहिं वदिरित्तं
अप्पाणं जो झायदि समणस्सालोयणं होदि ।।१०७।।
नोकर्मकर्मरहितं विभावगुणपर्ययैर्व्यतिरिक्त म्
आत्मानं यो ध्यायति श्रमणस्यालोचना भवति ।।१०७।।
निश्चयालोचनास्वरूपाख्यानमेतत
औदारिकवैक्रियिकाहारकतैजसकार्मणानि शरीराणि हि नोकर्माणि, ज्ञानदर्शना-
वरणांतरायमोहनीयवेदनीयायुर्नामगोत्राभिधानानि हि द्रव्यकर्माणि कर्मोपाधिनिरपेक्ष-
હવે આલોચના અધિકાર કહેવામાં આવે છે.
તે શ્રમણને આલોચના, જે શ્રમણ ધ્યાવે આત્મને,
નોકર્મકર્મ-વિભાવગુણપર્યાયથી વ્યતિરિક્તને. ૧૦૭.
અન્વયાર્થઃ[नोकर्मकर्मरहितं] નોકર્મ ને કર્મથી રહિત તથા [विभावगुणपर्ययैः
व्यतिरिक्त म्] વિભાવગુણપર્યાયોથી *વ્યતિરિક્ત [आत्मानं] આત્માને [यः] જે [ध्यायति] ધ્યાવે
છે, [श्रमणस्य] તે શ્રમણને [आलोचना] આલોચના [भवति] છે.
ટીકાઃઆ, નિશ્ચય-આલોચનાના સ્વરૂપનું કથન છે.
ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ અને કાર્મણ શરીરો તે નોકર્મો છે; જ્ઞાનાવરણ,
* વ્યતિરિક્ત = રહિત; ભિન્ન.

Page 207 of 380
PDF/HTML Page 236 of 409
single page version

પરમ-આલોચના અધિકાર[ ૨૦૭
सत्ताग्राहकशुद्धनिश्चयद्रव्यार्थिकनयापेक्षया हि एभिर्नोकर्मभिर्द्रव्यकर्मभिश्च निर्मुक्त म्
मतिज्ञानादयो विभावगुणा नरनारकादिव्यंजनपर्यायाश्चैव विभावपर्यायाः सहभुवो गुणाः
क्रमभाविनः पर्यायाश्च एभिः समस्तैः व्यतिरिक्तं , स्वभावगुणपर्यायैः संयुक्तं, त्रिकाल-
निरावरणनिरंजनपरमात्मानं त्रिगुप्तिगुप्तपरमसमाधिना यः परमश्रमणो नित्यमनुष्ठानसमये
वचनरचनाप्रपंचपराङ्मुखः सन् ध्यायति, तस्य भावश्रमणस्य सततं निश्चयालोचना
भवतीति
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
(आर्या)
‘‘मोहविलासविजृंभितमिदमुदयत्कर्म सकलमालोच्य
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ।।’’
દર્શનાવરણ, અંતરાય, મોહનીય, વેદનીય, આયુ, નામ અને ગોત્ર નામનાં દ્રવ્યકર્મો છે.
*કર્મોપાધિનિરપેક્ષ સત્તાગ્રાહક શુદ્ધનિશ્ચયદ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ પરમાત્મા આ નોકર્મો
અને દ્રવ્યકર્મોથી રહિત છે. મતિજ્ઞાનાદિક તે વિભાવગુણો છે અને નર-નારકાદિ
વ્યંજનપર્યાયો તે જ વિભાવપર્યાયો છે; ગુણો સહભાવી હોય છે અને પર્યાયો ક્રમભાવી હોય
છે. પરમાત્મા આ બધાથી (
વિભાવગુણો અને વિભાવપર્યાયોથી) વ્યતિરિક્ત છે. ઉપરોક્ત
નોકર્મો અને દ્રવ્યકર્મોથી રહિત તથા ઉપરોક્ત સમસ્ત વિભાવગુણપર્યાયોથી વ્યતિરિક્ત તેમ
જ સ્વભાવગુણપર્યાયોથી સંયુક્ત, ત્રિકાળ-નિરાવરણ નિરંજન પરમાત્માને ત્રિગુપ્તિગુપ્ત
(
ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત એવી) પરમસમાધિ વડે જે પરમ શ્રમણ સદા અનુષ્ઠાનસમયે
વચનરચનાના પ્રપંચથી (વિસ્તારથી) પરાઙ્મુખ વર્તતો થકો ધ્યાવે છે, તે ભાવશ્રમણને
સતત નિશ્ચયઆલોચના છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ
નામની ટીકામાં ૨૨૭મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] મોહના વિલાસથી ફેલાયેલું જે આ ઉદયમાન (ઉદયમાં આવતું)
કર્મ તે સમસ્તને આલોચીને (તે સર્વ કર્મની આલોચના કરીને), હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ
* શુદ્ધનિશ્ચયદ્રવ્યાર્થિકનય કર્મોપાધિની અપેક્ષા રહિત સત્તાને જ ગ્રહે છે.

Page 208 of 380
PDF/HTML Page 237 of 409
single page version

૨૦૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
उक्तं चोपासकाध्ययने
(आर्या)
‘‘आलोच्य सर्वमेनः कृतकारितमनुमतं च निर्व्याजम्
आरोपयेन्महाव्रतमामरणस्थायि निःशेषम् ।।’’
तथा हि
आलोच्यालोच्य नित्यं सुकृतमसुकृतं घोरसंसारमूलं
शुद्धात्मानं निरुपधिगुणं चात्मनैवावलम्बे
पश्चादुच्चैः प्रकृतिमखिलां द्रव्यकर्मस्वरूपां
नीत्वा नाशं सहजविलसद्बोधलक्ष्मीं व्रजामि
।।१५२।।
आलोयणमालुंछण वियडीकरणं च भावसुद्धी य
चउविहमिह परिकहियं आलोयणलक्खणं समए ।।१०८।।
કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (પોતાથી જ) નિરંતર વર્તું છું.’’
વળી ઉપાસકાધ્યયનમાં (શ્રી સમંતભદ્રસ્વામીકૃત રત્નકરંડશ્રાવકાચારમાં ૧૨૫મા
શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] કરેલા, કરાવેલા અને અનુમોદેલા સર્વ પાપને કપટરહિતપણે
આલોચીને, મરણપર્યંત રહેનારું, નિઃશેષ (પરિપૂર્ણ) મહાવ્રત ધારણ કરવું.’’
વળી (આ ૧૦૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી
પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] ઘોર સંસારનાં મૂળ એવાં સુકૃત અને દુષ્કૃતને સદા આલોચી
આલોચીને હું નિરુપાધિક (-સ્વાભાવિક) ગુણવાળા શુદ્ધ આત્માને આત્માથી જ અવલંબું છું.
પછી દ્રવ્યકર્મસ્વરૂપ સમસ્ત પ્રકૃતિને અત્યંત નાશ પમાડીને સહજવિલસતી જ્ઞાનલક્ષ્મીને હું
પામીશ. ૧૫૨.
આલોચનાનું રૂપ ચઉવિધ વર્ણવ્યું છે શાસ્ત્રમાં,
આલોચના, આલુંછના, અવિકૃતિકરણ ને શુદ્ધતા. ૧૦૮.

Page 209 of 380
PDF/HTML Page 238 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-આલોચના અધિકાર
[ ૨૦૯
आलोचनमालुंछनमविकृतिकरणं च भावशुद्धिश्च
चतुर्विधमिह परिकथितं आलोचनलक्षणं समये ।।१०८।।
आलोचनालक्षणभेदकथनमेतत
भगवदर्हन्मुखारविन्दविनिर्गतसकलजनताश्रुतिसुभगसुन्दरानन्दनिष्यन्द्यनक्षरात्मकदिव्य-
ध्वनिपरिज्ञानकुशलचतुर्थज्ञानधरगौतममहर्षिमुखकमलविनिर्गतचतुरसन्दर्भगर्भीकृतराद्धान्तादि-
समस्तशास्त्रार्थसार्थसारसर्वस्वीभूतशुद्धनिश्चयपरमालोचनायाश्चत्वारो विकल्पा भवन्ति
ते
वक्ष्यमाणसूत्रचतुष्टये निगद्यन्त इति
અન્વયાર્થઃ[इह] હવે, [आलोचनलक्षणं] આલોચનાનું સ્વરૂપ [आलोचनम्]
આલોચન, [आलुंछनम्] આલુંછન, [अविकृतिकरणम्] અવિકૃતિકરણ [च] અને
[भावशुद्धिः च] ભાવશુદ્ધિ [चतुर्विधं] એમ ચાર પ્રકારનું [समये] શાસ્ત્રમાં [परिकथितम्]
કહ્યું છે.
ટીકાઃઆ, આલોચનાના સ્વરૂપના ભેદોનું કથન છે.
ભગવાન અર્હંતના મુખારવિંદથી નીકળેલો, (શ્રવણ માટે આવેલ) સકળ જનતાને
શ્રવણનું સૌભાગ્ય મળે એવો, સુંદર-આનંદસ્યંદી (સુંદર-આનંદઝરતો), અનક્ષરાત્મક જે
દિવ્યધ્વનિ, તેના પરિજ્ઞાનમાં કુશળ ચતુર્થજ્ઞાનધર (મનઃપર્યયજ્ઞાનધારી) ગૌતમમહર્ષિના
મુખકમળથી નીકળેલી જે ચતુર વચનરચના, તેના ગર્ભમાં રહેલાં રાદ્ધાંતાદિ (
સિદ્ધાંતાદિ)
સમસ્ત શાસ્ત્રોના અર્થસમૂહના સારસર્વસ્વરૂપ શુદ્ધ-નિશ્ચય-પરમ-આલોચનાના ચાર ભેદો છે.
તે ભેદો હવે પછી કહેવામાં આવતાં ચાર સૂત્રોમાં કહેવાશે.
[હવે આ ૧૦૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છેઃ]
૧. પોતે પોતાના દોષો સૂક્ષ્મતાથી જોઈ જવા અથવા ગુરુ પાસે પોતાના દોષોનું નિવેદન કરવું તે
વ્યવહાર-આલોચન છે. નિશ્ચય-આલોચનનું સ્વરૂપ ૧૦૯મી ગાથામાં કહેવામાં આવશે.
૨. આલુંછન = (દોષોનું) આલુંચન અર્થાત્ ઉખેડી નાખવું તે
૩. અવિકૃતિકરણ = વિકારરહિતતા કરવી તે
૪. ભાવશુદ્ધિ = ભાવોને શુદ્ધ કરવા તે

Page 210 of 380
PDF/HTML Page 239 of 409
single page version

૨૧૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(इंद्रवज्रा)
आलोचनाभेदममुं विदित्वा
मुक्त्यंगनासंगमहेतुभूतम्
स्वात्मस्थितिं याति हि भव्यजीवः
तस्मै नमः स्वात्मनि निष्ठिताय
।।१५३।।
जो पस्सदि अप्पाणं समभावे संठवित्तु परिणामं
आलोयणमिदि जाणह परमजिणंदस्स उवएसं ।।१०9।।
यः पश्यत्यात्मानं समभावे संस्थाप्य परिणामम्
आलोचनमिति जानीहि परमजिनेन्द्रस्योपदेशम् ।।१०9।।
इहालोचनास्वीकारमात्रेण परमसमताभावनोक्ता
यः सहजवैराग्यसुधासिन्धुनाथडिंडीरपिंडपरिपांडुरमंडनमंडलीप्रवृद्धिहेतुभूतराका-
निशीथिनीनाथः सदान्तर्मुखाकारमत्यपूर्वं निरंजननिजबोधनिलयं कारणपरमात्मानं निरव-
[શ્લોકાર્થઃ] મુક્તિરૂપી સ્ત્રીના સંગમના હેતુભૂત એવા આ આલોચનાના ભેદોને
જાણીને જે ભવ્ય જીવ ખરેખર નિજ આત્મામાં સ્થિતિ પામે છે, તે સ્વાત્મનિષ્ઠિતને (તે
નિજાત્મામાં લીન ભવ્ય જીવને) નમસ્કાર હો. ૧૫૩.
સમભાવમાં પરિણામ સ્થાપી દેખતો જે આત્મને,
તે જીવ છે આલોચનાજિનવરવૃષભ-ઉપદેશ છે. ૧૦૯.
અન્વયાર્થઃ[यः] જે (જીવ) [परिणामम्] પરિણામને [समभावे] સમભાવમાં
[संस्थाप्य] સ્થાપીને [आत्मानं] (નિજ) આત્માને [पश्यति] દેખે છે, [आलोचनम्] તે આલોચન
છે. [इति] એમ [परमजिनेन्द्रस्य] પરમ જિનેંદ્રનો [उपदेशम्] ઉપદેશ [जानीहि] જાણ.
ટીકાઃઅહીં, આલોચનાના સ્વીકારમાત્રથી પરમસમતાભાવના કહેવામાં આવી છે.
સહજવૈરાગ્યરૂપી અમૃતસાગરના ફીણ-સમૂહના શ્વેત શોભામંડળની વૃદ્ધિના હેતુભૂત
પૂર્ણ ચંદ્ર સમાન (અર્થાત્ સહજ વૈરાગ્યમાં ભરતી લાવીને તેની ઉજ્જ્વળતા વધારનાર)
જે જીવ સદા અંતર્મુખાકાર (સદા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવા), અતિ અપૂર્વ, નિરંજન
નિજબોધના સ્થાનભૂત કારણપરમાત્માને નિરવશેષપણે અંતર્મુખ નિજ સ્વભાવનિરત સહજ-

Page 211 of 380
PDF/HTML Page 240 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-આલોચના અધિકાર
[ ૨૧૧
शेषेणान्तर्मुखस्वस्वभावनिरतसहजावलोकनेन निरन्तरं पश्यति; किं कृत्वा ? पूर्वं निज-
परिणामं समतावलंबनं कृत्वा परमसंयमीभूत्वा तिष्ठति; तदेवालोचनास्वरूपमिति हे शिष्य
त्वं जानीहि परमजिननाथस्योपदेशात
् इत्यालोचनाविकल्पेषु प्रथमविकल्पोऽयमिति
(स्रग्धरा)
आत्मा ह्यात्मानमात्मन्यविचलनिलयं चात्मना पश्यतीत्थं
यो मुक्ति श्रीविलासानतनुसुखमयान् स्तोककालेन याति
सोऽयं वंद्यः सुरेशैर्यमधरततिभिः खेचरैर्भूचरैर्वा
तं वंदे सर्ववंद्यं सकलगुणनिधिं तद्गुणापेक्षयाहम्
।।१५४।।
(मंदाक्रांता)
आत्मा स्पष्टः परमयमिनां चित्तपंकेजमध्ये
ज्ञानज्योतिःप्रहतदुरितध्वान्तपुंजः पुराणः
सोऽतिक्रान्तो भवति भविनां वाङ्मनोमार्गमस्मि-
न्नारातीये परमपुरुषे को विधिः को निषेधः
।।१५५।।
અવલોકન વડે નિરંતર દેખે છે (અર્થાત્ જે જીવ કારણપરમાત્માને સર્વથા અંતર્મુખ એવું
જે નિજ સ્વભાવમાં લીન સહજ-અવલોકન તેના વડે નિરંતર દેખે છેઅનુભવે છે); શું
કરીને દેખે છે? પહેલાં નિજ પરિણામને સમતાવલંબી કરીને, પરમસંયમીભૂતપણે રહીને
દેખે છે; તે જ આલોચનાનું સ્વરૂપ છે એમ, હે શિષ્ય! તું પરમ જિનનાથના ઉપદેશ દ્વારા
જાણ.આમ આ, આલોચનાના ભેદોમાં પ્રથમ ભેદ થયો.
[હવે આ ૧૦૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ છ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ] આ પ્રમાણે જે આત્મા આત્માને આત્મા વડે આત્મામાં અવિચળ
રહેઠાણવાળો દેખે છે, તે અનંગ-સુખમય (અતીંદ્રિય આનંદમય) એવા મુક્તિલક્ષ્મીના
વિલાસોને અલ્પ કાળમાં પામે છે. તે આત્મા સુરેશોથી, સંયમધરોની પંક્તિઓથી, ખેચરોથી
(
વિદ્યાધરોથી) અને ભૂચરોથી (ભૂમિગોચરીઓથી) વંદ્ય છે. હું તે સર્વવંદ્ય સકળગુણનિધિને
(સર્વથી વંદ્ય એવા સમસ્ત ગુણોના ભંડારને) તેના ગુણોની અપેક્ષાથી (અભિલાષાથી)
વંદું છું. ૧૫૪.
[શ્લોકાર્થઃ] જેણે જ્ઞાનજ્યોતિ વડે પાપતિમિરના પુંજનો નાશ કર્યો છે અને જે