Niyamsar (Gujarati). Gatha: 6-13 ; Shlok: 13-22.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 21

 

Page 12 of 380
PDF/HTML Page 41 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

छुहतण्हभीरुरोसो रागो मोहो चिंता जरा रुजा मिच्चू

सेदं खेद मदो रइ विम्हियणिद्दा जणुव्वेगो ।।।।
क्षुधा तृष्णा भयं रोषो रागो मोहश्चिन्ता जरा रुजा मृत्युः
स्वेदः खेदो मदो रतिः विस्मयनिद्रे जन्मोद्वेगौ ।।।।

अष्टादशदोषस्वरूपाख्यानमेतत

असातावेदनीयतीव्रमंदक्लेशकरी क्षुधा असातावेदनीयतीव्रतीव्रतरमंदमंदतरपीडया समुपजाता तृषा इहलोकपरलोकात्राणागुप्तिमरणवेदनाकस्मिकभेदात् सप्तधा भवति भयम् क्रोधनस्य पुंसस्तीव्रपरिणामो रोषः रागः प्रशस्तोऽप्रशस्तश्च; दान-


તો તું ભવસમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છે. ૧૨.

ભય, રોષ, રાગ, ક્ષુધા, તૃષા, મદ, મોહ, ચિંતા, જન્મ ને
રતિ, રોગ, નિદ્રા, સ્વેદ, ખેદ, જરાદિ દોષ અઢાર છે. ૬.

અન્વયાર્થઃ[क्षुधा] ક્ષુધા, [तृष्णा] તૃષા, [भयं] ભય, [रोषः] રોષ (ક્રોધ), [रागः] રાગ, [मोहः] મોહ, [चिन्ता] ચિંતા, [जरा] જરા, [रुजा] રોગ, [मृत्युः] મૃત્યુ, [स्वेदः] સ્વેદ (પરસેવો), [खेदः] ખેદ, [मदः] મદ, [रतिः] રતિ, [विस्मयनिद्रे] વિસ્મય, નિદ્રા, [जन्मोद्वेगौ] જન્મ અને ઉદ્વેગ (આ અઢાર દોષ છે).

ટીકાઃઆ, અઢાર દોષના સ્વરૂપનું કથન છે.

(૧) અશાતાવેદનીય સંબંધી તીવ્ર અથવા મંદ ક્લેશની કરનારી તે ક્ષુધા છે (અર્થાત્ વિશિષ્ટખાસ પ્રકારનાઅશાતાવેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર- અવસ્થા તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે ખાવાની ઇચ્છારૂપ દુઃખ તે ક્ષુધા છે). (૨) અશાતાવેદનીય સંબંધી તીવ્ર, તીવ્રતર (વધારે તીવ્ર), મંદ અથવા મંદતર પીડાથી ઊપજતી તે તૃષા છે (અર્થાત્ વિશિષ્ટ અશાતાવેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર-અવસ્થા તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે પીવાની ઇચ્છારૂપ દુઃખ તે તૃષા છે). (૩) આ લોકનો ભય, પરલોકનો ભય, અરક્ષાભય, અગુપ્તિભય, મરણભય, વેદનાભય અને અકસ્માતભય એમ ભય સાત પ્રકારે છે. (૪) ક્રોધી પુરુષનો તીવ્ર પરિણામ તે રોષ છે. (૫) રાગ પ્રશસ્ત અને અપ્રશસ્ત

૧૨ ]


Page 13 of 380
PDF/HTML Page 42 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

જીવ અધિકાર
[ ૧૩

शीलोपवासगुरुजनवैयावृत्त्यादिसमुद्भवः प्रशस्तरागः, स्त्रीराजचौरभक्त विकथालापाकर्णन- कौतूहलपरिणामो ह्यप्रशस्तरागः चातुर्वर्ण्यश्रमणसंघवात्सल्यगतो मोहः प्रशस्त इतरो- ऽप्रशस्त एव चिन्तनं धर्मशुक्लरूपं प्रशस्तमितरदप्रशस्तमेव तिर्यङ्मानवानां वयःकृत- देहविकार एव जरा वातपित्तश्लेष्मणां वैषम्यसंजातकलेवरविपीडैव रुजा सादिसनिधन- मूर्तेन्द्रियविजातीयनरनारकादिविभावव्यंजनपर्यायविनाश एव मृत्युरित्युक्त : अशुभकर्म- विपाकजनितशरीरायाससमुपजातपूतिगंधसम्बन्धवासनावासितवार्बिन्दुसंदोहः स्वेदः अनिष्ट- लाभः खेदः सहजचतुरकवित्वनिखिलजनताकर्णामृतस्यंदिसहजशरीरकुल- बलैश्वर्यैरात्माहंकारजननो मदः मनोज्ञेषु वस्तुषु परमा प्रीतिरेव रतिः परमसमरसीभाव-


હોય છે; દાન, શીલ, ઉપવાસ તથા ગુરુજનોની વૈયાવૃત્ત્ય વગેરેમાં ઉત્પન્ન થતો તે પ્રશસ્ત રાગ છે અને સ્ત્રી સંબંધી, રાજા સંબંધી, ચોર સંબંધી તથા ભોજન સંબંધી વિકથા કહેવાના ને સાંભળવાના કૌતૂહલપરિણામ તે અપ્રશસ્ત રાગ છે. (૬) *ચાર પ્રકારના શ્રમણસંઘ પ્રત્યે વાત્સલ્ય સંબંધી મોહ તે પ્રશસ્ત છે અને તે સિવાયનો મોહ અપ્રશસ્ત જ છે. (૭) ધર્મરૂપ તથા શુકલરૂપ ચિંતન (ચિંતા, વિચાર) પ્રશસ્ત છે અને તે સિવાયનું (આર્તરૂપ તથા રૌદ્રરૂપ ચિંતન) અપ્રશસ્ત જ છે. (૮) તિર્યંચો તથા મનુષ્યોને વયકૃત દેહવિકાર (વયને લીધે થતી શરીરની જીર્ણ અવસ્થા) તે જ જરા છે. (૯) વાત, પિત્ત અને કફની વિષમતાથી ઉત્પન્ન થતી કલેવર (શરીર) સંબંધી પીડા તે જ રોગ છે. (૧૦) સાદિ-સનિધન, મૂર્ત ઇન્દ્રિયોવાળા, વિજાતીય નરનારકાદિ વિભાવવ્યંજનપર્યાયનો જે વિનાશ તેને જ મૃત્યુ કહેવામાં આવ્યું છે. (૧૧) અશુભ કર્મના વિપાકથી જનિત, શારીરિક શ્રમથી ઉત્પન્ન થતો, જે દુર્ગંધના સંબંધને લીધે ખરાબ વાસવાળા જળબિંદુઓનો સમૂહ તે સ્વેદ છે. (૧૨) અનિષ્ટની પ્રાપ્તિ (અર્થાત કોઈ વસ્તુ અનિષ્ટ લાગવી) તે ખેદ છે. (૧૩) સર્વ જનતાના (જનસમાજના) કર્ણમાં અમૃત રેડતા સહજ ચતુર કવિત્વને લીધે, સહજ (સુંદર) શરીરને લીધે, સહજ (ઉત્તમ) કુળને લીધે, સહજ બળને લીધે તથા સહજ ઐશ્વર્યને લીધે આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે. (૧૪) મનોજ્ઞ (મનપસંદ) વસ્તુઓમાં પરમ પ્રીતિ તે જ રતિ છે.

*શ્રમણના ચાર પ્રકાર આ પ્રમાણે છેઃ (૧) ૠષિ, (૨) મુનિ, (૩) યતિ અને (૪) અણગાર.
ૠદ્ધિવાળા શ્રમણ તે ૠષિ છે; અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અથવા કેવળજ્ઞાનવાળા શ્રમણ તે
મુનિ છે; ઉપશમક અથવા ક્ષપક શ્રેણિમાં આરૂઢ શ્રમણ તે યતિ છે; અને સામાન્ય સાધુ તે
અણગાર છે. આ પ્રમાણે ચાર પ્રકારનો શ્રમણસંઘ છે.


Page 14 of 380
PDF/HTML Page 43 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

भावनापरित्यक्तानां क्वचिदपूर्वदर्शनाद्विस्मयः केवलेन शुभकर्मणा, केवलेनाशुभकर्मणा, मायया, शुभाशुभमिश्रेण देवनारकतिर्यङ्मनुष्यपर्यायेषूत्पत्तिर्जन्म दर्शनावरणीयकर्मोदयेन प्रत्यस्तमितज्ञानज्योतिरेव निद्रा इष्टवियोगेषु विक्लवभाव एवोद्वेगः एभिर्महा- दोषैर्व्याप्तास्त्रयो लोकाः एतैर्विनिर्मुक्तो वीतरागसर्वज्ञ इति (૧૫) પરમ સમરસીભાવની ભાવના રહિત જીવોને (પરમ સમતાભાવના અનુભવ રહિત જીવોને) ક્યારેક પૂર્વે નહિ જોયેલું જોવાને લીધે થતો ભાવ તે વિસ્મય છે. (૧૬) કેવળ શુભ કર્મથી દેવપર્યાયમાં જે ઉત્પત્તિ, કેવળ અશુભ કર્મથી નારકપર્યાયમાં જે ઉત્પત્તિ, માયાથી તિર્યંચપર્યાયમાં જે ઉત્પત્તિ અને શુભાશુભ મિશ્ર કર્મથી મનુષ્યપર્યાયમાં જે ઉત્પત્તિ, તે જન્મ છે. (૧૭) દર્શનાવરણીય કર્મના ઉદયથી જેમાં જ્ઞાનજ્યોતિ અસ્ત થઈ જાય છે તે જ નિદ્રા છે. (૧૮) ઇષ્ટના વિયોગમાં વિક્લવભાવ (ગભરાટ) તે જ ઉદ્વેગ છે.


આ (અઢાર) મહા દોષોથી ત્રણ લોક વ્યાપ્ત છે. વીતરાગ સર્વજ્ઞ આ દોષોથી વિમુક્ત છે.

[વીતરાગ સર્વજ્ઞને દ્રવ્ય-ભાવ ઘાતિકર્મોનો અભાવ હોવાથી તેમને ભય, રોષ, રાગ, મોહ, શુભાશુભ ચિંતા, ખેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા તથા ઉદ્વેગ ક્યાંથી હોય?

વળી તેમને સમુદ્ર જેટલા શાતાવેદનીયકર્મોદય મધ્યે બિંદુ જેટલો અશાતા- વેદનીયકર્મોદય વર્તે છે તે, મોહનીયકર્મના તદ્દન અભાવમાં, લેશમાત્ર પણ ક્ષુધા કે તૃષાનું નિમિત્ત ક્યાંથી થાય? ન જ થાય; કારણ કે ગમે તેટલું અશાતાવેદનીયકર્મ હોય તોપણ મોહનીયકર્મના અભાવમાં દુઃખની લાગણી હોઈ શકે નહિ, તો પછી અહીં તો જ્યાં અનંતગુણા શાતાવેદનીયકર્મ મધ્યે અલ્પમાત્ર (અવિદ્યમાન જેવું) અશાતાવેદનીયકર્મ વર્તે છે ત્યાં ક્ષુધાતૃષાની લાગણી ક્યાંથી હોય? ક્ષુધાતૃષાના સદ્ભાવમાં અનંત સુખ, અનંત વીર્ય વગેરે ક્યાંથી સંભવે? આમ વીતરાગ સર્વજ્ઞને ક્ષુધા (તથા તૃષા) નહિ હોવાથી તેમને કવલાહાર પણ હોતો નથી. કવલાહાર વિના પણ તેમને (અન્ય મનુષ્યોને અસંભવિત એવાં,) સુગંધિત, સુરસવાળાં, સપ્તધાતુરહિત પરમૌદારિક શરીરરૂપ નોકર્માહારને યોગ્ય, સૂક્ષ્મ પુદ્ગલો પ્રતિક્ષણ આવે છે અને તેથી શરીરસ્થિતિ રહે છે.

વળી પવિત્રતાને અને પુણ્યને એવો સંબંધ હોય છે અર્થાત્ ઘાતિકર્મોના અભાવને અને બાકી રહેલાં અઘાતિકર્મોને એવો સહજ સંબંધ હોય છે કે વીતરાગ સર્વજ્ઞને તે બાકી રહેલાં અઘાતિકર્મોના ફળરૂપ પરમૌદારિક શરીરમાં જરા, રોગ અને પરસેવો હોતાં નથી.

૧૪ ]


Page 15 of 380
PDF/HTML Page 44 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

જીવ અધિકાર
[ ૧૫

तथा चोक्त म्

‘‘सो धम्मो जत्थ दया सो वि तवो विसयणिग्गहो जत्थ
दसअठ्ठदोसरहिओ सो देवो णत्थि संदेहो ।।’’

तथा चोक्तं श्रीविद्यानंदस्वामिभिः

(मालिनी)
‘‘अभिमतफलसिद्धेरभ्युपायः सुबोधः
स च भवति सुशास्त्रात्तस्य चोत्पत्तिराप्तात
इति भवति स पूज्यस्तत्प्रसादात्प्रबुद्धैः
न हि कृतमुपकारं साधवो विस्मरन्ति
।।’’
तथा हि

વળી કેવળી ભગવાનને ભવાંતરમાં ઉત્પત્તિના નિમિત્તભૂત શુભાશુભ ભાવો નહિ હોવાથી તેમને જન્મ હોતો નથી; અને જે દેહવિયોગ પછી ભવાંતરપ્રાપ્તિરૂપ જન્મ થતો નથી તે દેહવિયોગને મરણ કહેવાતું નથી.

આ રીતે વીતરાગ સર્વજ્ઞ અઢાર દોષ રહિત છે.] એ જ રીતે (અન્ય શાસ્ત્રમાં ગાથા દ્વારા) કહ્યું છે કેઃ

‘‘[ગાથાર્થઃ] તે ધર્મ છે જ્યાં દયા છે, તે તપ છે જ્યાં વિષયોનો નિગ્રહ છે, તે દેવ છે જે અઢાર દોષ રહિત છે; આ બાબતમાં સંશય નથી.’’

વળી શ્રી વિદ્યાનંદસ્વામીએ (શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ

‘‘[શ્લોકાર્થઃ] ઇષ્ટ ફળની સિદ્ધિનો ઉપાય સુબોધ છે (અર્થાત્ મુક્તિની પ્રાપ્તિનો ઉપાય સમ્યગ્જ્ઞાન છે), સુબોધ સુશાસ્ત્રથી થાય છે, સુશાસ્ત્રની ઉત્પત્તિ આપ્તથી થાય છે; માટે તેમના પ્રસાદને લીધે આપ્ત પુરુષ બુધજનો વડે પૂજવાયોગ્ય છે (અર્થાત મુક્તિ સર્વજ્ઞદેવની કૃપાનું ફળ હોવાથી સર્વજ્ઞદેવ જ્ઞાનીઓ વડે પૂજનીય છે), કેમ કે કરેલા ઉપકારને સાધુ પુરુષો (સજ્જનો) ભૂલતા નથી.’’

વળી (છઠ્ઠી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક દ્વારા સર્વજ્ઞ ભગવાન શ્રી નેમિનાથની સ્તુતિ કરે છે)ઃ


Page 16 of 380
PDF/HTML Page 45 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(मालिनी)
शतमखशतपूज्यः प्राज्यसद्बोधराज्यः
स्मरतिरसुरनाथः प्रास्तदुष्टाघयूथः
पदनतवनमाली भव्यपद्मांशुमाली
दिशतु शमनिशं नो नेमिरानन्दभूमिः
।।१३।।
णिस्सेसदोसरहिओ केवलणाणाइपरमविभवजुदो
सो परमप्पा उच्चइ तव्विवरीओ ण परमप्पा ।।।।
निःशेषदोषरहितः केवलज्ञानादिपरमविभवयुतः
स परमात्मोच्यते तद्विपरीतो न परमात्मा ।।।।

तीर्थंकरपरमदेवस्वरूपाख्यानमेतत

आत्मगुणघातकानि घातिकर्माणि ज्ञानदर्शनावरणान्तरायमोहनीयकर्माणि, तेषां

[શ્લોકાર્થઃ] જે સો ઇન્દ્રોથી પૂજ્ય છે, જેમનું સદ્બોધરૂપી (સમ્યગ્જ્ઞાનરૂપી) રાજ્ય વિશાળ છે, કામવિજયી (લૌકાંતિક) દેવોના જે નાથ છે, દુષ્ટ પાપોના સમૂહનો જેમણે નાશ કર્યો છે, શ્રી કૃષ્ણ જેમનાં ચરણોમાં નમ્યા છે, ભવ્યકમળના જે સૂર્ય છે (અર્થાત્ ભવ્યોરૂપી કમળોને વિકસાવવામાં જે સૂર્ય સમાન છે), તે આનંદભૂમિ નેમિનાથ (આનંદના સ્થાનરૂપ નેમિનાથ ભગવાન) અમને શાશ્વત સુખ આપો. ૧૩.

સૌ દોષ રહિત, અનંતજ્ઞાનદ્રગાદિ વૈભવયુક્ત જે,
પરમાત્મ તે કહેવાય, તદ્દવિપરીત નહિ પરમાત્મ છે. ૭.

અન્વયાર્થઃ[निःशेषदोषरहितः] (એવા) નિઃશેષ દોષથી જે રહિત છે અને [केवलज्ञानादिपरमविभवयुतः] કેવળજ્ઞાનાદિ પરમ વૈભવથી જે સંયુક્ત છે, [सः] તે [परमात्मा उच्यते] પરમાત્મા કહેવાય છે; [तद्विपरीतः] તેનાથી વિપરીત [परमात्मा न] તે પરમાત્મા નથી.

ટીકાઃઆ, તીર્થંકર પરમદેવના સ્વરૂપનું કથન છે.

આત્માના ગુણોનો ઘાત કરનારાં ઘાતિકર્મોજ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, અંતરાયકર્મ અને મોહનીયકર્મછે; તેમનો નિરવશેષપણે પ્રધ્વંસ કર્યો હોવાથી (કાંઈ બાકી

૧૬ ]


Page 17 of 380
PDF/HTML Page 46 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

જીવ અધિકાર
[ ૧૭

निरवशेषेण प्रध्वंसनान्निःशेषदोषरहितः अथवा पूर्वसूत्रोपात्ताष्टादशमहादोषनिर्मूलनान्निः- शेषदोषनिर्मुक्त इत्युक्त : सकलविमलकेवलबोधकेवलद्रष्टिपरमवीतरागात्मकानन्दाद्यनेक- विभवसमृद्धः यस्त्वेवंविधः त्रिकालनिरावरणनित्यानन्दैकस्वरूपनिजकारणपरमात्मभावनोत्पन्न- कार्यपरमात्मा स एव भगवान् अर्हन् परमेश्वरः अस्य भगवतः परमेश्वरस्य विपरीतगुणात्मकाः सर्वे देवाभिमानदग्धा अपि संसारिण इत्यर्थः

तथा चोक्तं श्रीकुन्दकुन्दाचार्यदेवैः

‘‘तेजो दिट्ठी णाणं इड्ढी सोक्खं तहेव ईसरियं
तिहुवणपहाणदइयं माहप्पं जस्स सो अरिहो ।।’’

રાખ્યા વિના નાશ કર્યો હોવાથી) જે ‘નિઃશેષદોષરહિત’ છે અથવા પૂર્વ સૂત્રમાં (છઠ્ઠી ગાથામાં) કહેલા અઢાર મહાદોષોને નિર્મૂળ કર્યા હોવાથી જે ‘નિઃશેષદોષરહિત’ કહેવામાં આવ્યા છે અને જે ‘સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન-કેવળદર્શન, પરમવીતરાગાત્મક આનંદ ઇત્યાદિ અનેક વૈભવથી સમૃદ્ધ’ છે, એવા જે પરમાત્માએટલે કે ત્રિકાળનિરાવરણ, નિત્યાનંદ-એકસ્વરૂપ નિજ કારણપરમાત્માની ભાવનાથી ઉત્પન્ન કાર્યપરમાત્મા, તે જ ભગવાન અર્હત્ પરમેશ્વર છે. આ ભગવાન પરમેશ્વરના ગુણોથી વિપરીત ગુણોવાળા બધા (દેવાભાસો), ભલે દેવપણાના અભિમાનથી દગ્ધ હોય તોપણ, સંસારી છે.આમ (આ ગાથાનો) અર્થ છે.

એવી જ રીતે (ભગવાન) શ્રી કુંદકુંદાચાર્યદેવે (પ્રવચનસારની ગાથામાં) કહ્યું છે કેઃ

‘‘[ગાથાર્થઃ] તેજ (ભામંડળ), દર્શન (કેવળદર્શન), જ્ઞાન (કેવળજ્ઞાન), ૠદ્ધિ (સમવસરણાદિ વિભૂતિ), સૌખ્ય (અનંત અતીન્દ્રિય સુખ), (ઇન્દ્રાદિક પણ દાસપણે વર્તે એવું) ઐશ્વર્ય, અને (ત્રણ લોકના અધિપતિઓના વલ્લભ હોવારૂપ) ત્રિભુવન- પ્રધાનવલ્લભપણુંઆવું જેમનું માહાત્મ્ય છે, તે અર્હંત છે.’’

૧. નિત્યાનંદ-એકસ્વરૂપ=નિત્ય આનંદ જ જેનું એક સ્વરૂપ છે એવા. [કારણપરમાત્મા ત્રણે કાળે આવરણરહિત છે અને નિત્ય આનંદ જ તેનું એક સ્વરૂપ છે. દરેક આત્મા શક્તિ-અપેક્ષાએ નિરાવરણ
અને આનંદમય જ છે તેથી દરેક આત્મા કારણપરમાત્મા છે; જે કારણપરમાત્માને ભાવે છે
તેનો જ આશ્રય કરે છે, તે વ્યક્તિ-અપેક્ષાએ નિરાવરણ અને આનંદમય થાય છે અર્થાત્ કાર્યપરમાત્મા થાય છે. શક્તિમાંથી વ્યક્તિ થાય છે, માટે શક્તિ કારણ છે અને વ્યક્તિ કાર્ય છે. આમ હોવાથી
શક્તિરૂપ પરમાત્માને કારણપરમાત્મા કહેવાય છે અને વ્યક્ત પરમાત્માને કાર્યપરમાત્મા કહેવાય છે.]

૨. જુઓ શ્રી પ્રવચનસાર, દ્વિતીય આવૃત્તિ, પાનું ૧૧૯.


Page 18 of 380
PDF/HTML Page 47 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः

(शार्दूलविक्रीडित)
‘‘कान्त्यैव स्नपयन्ति ये दशदिशो धाम्ना निरुन्धन्ति ये
धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रूपेण ये
दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरन्तोऽमृतं
वन्द्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः
।।’’

तथा हि

(मालिनी)
जगदिदमजगच्च ज्ञाननीरेरुहान्त-
र्भ्रमरवदवभाति प्रस्फु टं यस्य नित्यम्
तमपि किल यजेऽहं नेमितीर्थंकरेशं
जलनिधिमपि दोर्भ्यामुत्तराम्यूर्ध्ववीचिम्
।।१४।।

વળી એ જ રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (આત્મખ્યાતિના ૨૪મા શ્લોકમાંકળશમાં) કહ્યું છે કેઃ

‘‘[શ્લોકાર્થઃ] જેઓ કાન્તિથી દશે દિશાઓને ધુએ છેનિર્મળ કરે છે, જેઓ તેજ વડે અત્યંત તેજસ્વી સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે, જેઓ રૂપથી જનોનાં મન હરી લે છે, જેઓ દિવ્યધ્વનિ વડે (ભવ્યોના) કાનોમાં જાણે કે સાક્ષાત્ અમૃત વરસાવતા હોય એવું સુખ ઉત્પન્ન કરે છે અને જેઓ એક હજાર ને આઠ લક્ષણોને ધારણ કરે છે, તે તીર્થંકરસૂરિઓ વંદ્ય છે.’’

વળી (સાતમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક દ્વારા શ્રી નેમિનાથ તીર્થંકરની સ્તુતિ કરે છે)ઃ

[શ્લોકાર્થઃ] જેમ કમળની અંદર ભ્રમર સમાઈ જાય છે તેમ જેમના જ્ઞાનકમળમાં આ જગત તેમ જ અજગત (લોક તેમ જ અલોક) સદા સ્પષ્ટપણે સમાઈ જાય છેજણાય છે, તે નેમિનાથ તીર્થંકરભગવાનને હું ખરેખર પૂજું છું કે જેથી ઊંચા તરંગોવાળા સમુદ્રને પણ (દુસ્તર સંસારસમુદ્રને પણ) બે ભુજાઓથી તરી જાઉં. ૧૪.

૧૮ ]


Page 19 of 380
PDF/HTML Page 48 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

જીવ અધિકાર
[ ૧૯

तस्स मुहुग्गदवयणं पुव्वावरदोसविरहियं सुद्धं

आगममिदि परिकहियं तेण दु कहिया हवंति तच्चत्था ।।।।
तस्य मुखोद्गतवचनं पूर्वापरदोषविरहितं शुद्धम्
आगममिति परिकथितं तेन तु कथिता भवन्ति तत्त्वार्थाः ।।।।

परमागमस्वरूपाख्यानमेतत

तस्य खलु परमेश्वरस्य वदनवनजविनिर्गतचतुरवचनरचनाप्रपञ्चः पूर्वापरदोषरहितः, तस्य भगवतो रागाभावात् पापसूत्रवद्धिंसादिपापक्रियाभावाच्छुद्धः परमागम इति परिकथितः तेन परमागमामृतेन भव्यैः श्रवणाञ्जलिपुटपेयेन मुक्ति सुन्दरीमुखदर्पणेन संसरणवारिनिधिमहावर्तनिमग्नसमस्तभव्यजनतादत्तहस्तावलम्बनेन सहजवैराग्यप्रासाद- शिखरशिखामणिना अक्षुण्णमोक्षप्रासादप्रथमसोपानेन स्मरभोगसमुद्भूताप्रशस्तरागाङ्गारैः

પરમાત્મવાણી શુદ્ધ ને પૂર્વાપરે નિર્દોષ જે,
તે વાણીને આગમ કહી; તેણે કહ્યા તત્ત્વાર્થને. ૮.

અન્વયાર્થઃ[तस्य मुखोद्गतवचनं] તેમના મુખમાંથી નીકળેલી વાણી કે જે [पूर्वापरदोषविरहितं शुद्धम्] પૂર્વાપર દોષ રહિત (આગળપાછળ વિરોધ રહિત) અને શુદ્ધ છે, તેને [आगमम् इति परिकथितं] આગમ કહેલ છે; [तेन तु] અને તેણે [तत्त्वार्थाः] તત્ત્વાર્થો [कथिताः भवन्ति] કહ્યા છે.

ટીકાઃઆ, પરમાગમના સ્વરૂપનું કથન છે.

તે (પૂર્વોક્ત) પરમેશ્વરના મુખકમળમાંથી નીકળેલ ચતુર વચનરચનાનો વિસ્તારકે જે ‘પૂર્વાપર દોષ રહિત’ છે અને તે ભગવાનને રાગનો અભાવ હોવાથી પાપસૂત્રની માફક હિંસાદિ પાપક્રિયાશૂન્ય હોવાથી ‘શુદ્ધ’ છે તેપરમાગમ કહેવામાં આવેલ છે. તે પરમાગમે કે જે (પરમાગમ) ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી (ખોબાથી) પીવાયોગ્ય અમૃત છે, જે મુક્તિસુંદરીના મુખનું દર્પણ છે (અર્થાત્ જે પરમાગમ મુક્તિનું સ્વરૂપ દર્શાવે છે), જે સંસારસમુદ્રના મહા વમળમાં નિમગ્ન સમસ્ત ભવ્ય જનોને હસ્તાવલંબન (હાથનો ટેકો) આપે છે, જે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો *શિખામણિ છે, જે કદી નહિ જોયેલા

*શિખામણિ = ટોચ ઉપરનું રત્ન; ચૂડામણિ; કલગીનું રત્ન. (પરમાગમ સહજ વૈરાગ્યરૂપી મહેલના
શિખામણિ સમાન છે, કારણ કે પરમાગમનું તાત્પર્ય સહજ વૈરાગ્યની ઉત્કૃષ્ટતા છે.)


Page 20 of 380
PDF/HTML Page 49 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

पच्यमानसमस्तदीनजनतामहत्क्लेशनिर्नाशनसमर्थसजलजलदेन कथिताः खलु सप्त तत्त्वानि नव पदार्थाश्चेति

तथा चोक्तं श्रीसमन्तभद्रस्वामिभिः

(आर्या)
‘‘अन्यूनमनतिरिक्तं याथातथ्यं विना च विपरीतात
निःसन्देहं वेद यदाहुस्तज्ज्ञानमागमिनः ।।’’
(हरिणी)
ललितललितं शुद्धं निर्वाणकारणकारणं
निखिलभविनामेतत्कर्णामृतं जिनसद्वचः
भवपरिभवारण्यज्वालित्विषां प्रशमे जलं
प्रतिदिनमहं वन्दे वन्द्यं सदा जिनयोगिभिः
।।१५।।

(અજાણ્યા, અનનુભૂત, જેના ઉપર પોતે પૂર્વે કદી ગયેલો નથી એવા) મોક્ષ-મહેલનું પ્રથમ પગથિયું છે અને જે કામભોગથી ઉત્પન્ન થતા અપ્રશસ્ત રાગરૂપ અંગારાઓ વડે શેકાતા સમસ્ત દીન જનોના મહાક્લેશનો નાશ કરવામાં સમર્થ સજળ મેઘ (પાણીભરેલું વાદળું) છે, તેણેખરેખર સાત તત્ત્વો તથા નવ પદાર્થો કહ્યાં છે.

એવી જ રીતે (આચાર્યદેવ) શ્રી સમંતભદ્રસ્વામીએ (રત્નકરંડશ્રાવકાચારમાં ૪૨મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ

‘‘[શ્લોકાર્થઃ] જે ન્યૂનતા વિના, અધિકતા વિના, વિપરીતતા વિના યથાતથ વસ્તુસ્વરૂપને નિઃસંદેહપણે જાણે છે તેને આગમીઓ જ્ઞાન (સમ્યગ્જ્ઞાન) કહે છે.’’

[હવે આઠમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા જિનવાણીને જિનાગમને વંદન કરે છેઃ]

[શ્લોકાર્થઃ] જે (જિનવચન) લલિતમાં લલિત છે, જે શુદ્ધ છે, જે નિર્વાણના કારણનું કારણ છે, જે સર્વ જીવોના કર્ણોને અમૃત છે, જે ભવભવરૂપી અરણ્યના ઉગ્ર દાવાનળને શમાવવામાં જળ છે અને જે જૈન યોગીઓ વડે સદા વંદ્ય છે, તે આ જિનભગવાનનાં સદ્વચનને (સમ્યક્ જિનાગમને) હું પ્રતિદિન વંદું છું. ૧૫.

૧. આગમીઓ = આગમવંતો; આગમના જાણનારાઓ.
૨. લલિતમાં લલિત = અત્યંત પ્રસન્નતા ઉપજાવે એવાં; અતિશય મનોહર.

૨૦ ]


Page 21 of 380
PDF/HTML Page 50 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

જીવ અધિકાર
[ ૨૧
जीवा पोग्गलकाया धम्माधम्मा य काल आयासं
तच्चत्था इदि भणिदा णाणागुणपज्जएहिं संजुत्ता ।।9।।
जीवाः पुद्गलकाया धर्माधर्मौ च काल आकाशम्
तत्त्वार्था इति भणिताः नानागुणपर्यायैः संयुक्ताः ।।9।।

अत्र षण्णां द्रव्याणां पृथक्पृथक् नामधेयमुक्त म्

स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्रमनोवाक्कायायुरुच्छ्वासनिःश्वासाभिधानैर्दशभिः प्राणैः जीवति जीविष्यति जीवितपूर्वो वा जीवः संग्रहनयोऽयमुक्त : निश्चयेन भावप्राण- धारणाज्जीवः व्यवहारेण द्रव्यप्राणधारणाज्जीवः शुद्धसद्भूतव्यवहारेण केवलज्ञानादि- शुद्धगुणानामाधारभूतत्वात्कार्यशुद्धजीवः अशुद्धसद्भूतव्यवहारेण मतिज्ञानादिविभावगुणा- नामाधारभूतत्वादशुद्धजीवः शुद्धनिश्चयेन सहजज्ञानादिपरमस्वभावगुणानामाधारभूतत्वात्-

જીવદ્રવ્ય, પુદ્ગલ, કાળ તેમ જ આભ, ધર્મ, અધર્મ
ભાખ્યા જિને તત્ત્વાર્થ, ગુણપર્યાય વિધવિધ યુક્ત જે. ૯.

અન્વયાર્થઃ[जीवाः] જીવો, [पुद्गलकायाः] પુદ્ગલકાયો, [धर्माधर्मौ] ધર્મ, અધર્મ, [कालः] કાળ, [च] અને [आकाशम्] આકાશ[तत्त्वार्थाः इति भणिताः]તત્ત્વાર્થો કહ્યા છે, કે જેઓ [नानागुणपर्यायैः संयुक्ताः] વિવિધ ગુણપર્યાયોથી સંયુક્ત છે.

ટીકાઃઅહીં (આ ગાથામાં), છ દ્રવ્યોનાં પૃથક્ પૃથક્ નામ કહેવામાં આવ્યાં છે.

સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન, વચન, કાય, આયુ અને શ્વાસોચ્છ્વાસ નામના દશ પ્રાણોથી (સંસારદશામાં) જે જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે ‘જીવ’ છે.આ સંગ્રહનય કહ્યો. નિશ્ચયથી ભાવપ્રાણ ધારણ કરવાને લીધે ‘જીવ’ છે. વ્યવહારથી દ્રવ્યપ્રાણ ધારણ કરવાને લીધે ‘જીવ’ છે. શુદ્ધ-સદ્ભૂત-વ્યવહારથી કેવળજ્ઞાનાદિ શુદ્ધગુણોનો આધાર હોવાને લીધે ‘*કાર્યશુદ્ધ જીવ’ છે. અશુદ્ધ-સદ્ભૂત-વ્યવહારથી મતિજ્ઞાનાદિ વિભાવગુણોનો આધાર હોવાને લીધે ‘અશુદ્ધ જીવ’ છે. શુદ્ધનિશ્ચયથી સહજજ્ઞાનાદિ પરમસ્વભાવગુણોનો આધાર હોવાને લીધે ‘*કારણશુદ્ધ જીવ’ છે. આ

* દરેક જીવ શક્તિ-અપેક્ષાએ શુદ્ધ છે અર્થાત્ સહજજ્ઞાનાદિક સહિત છે તેથી દરેક જીવ ‘કારણશુદ્ધ જીવ’ છે; જે કારણશુદ્ધ જીવને ભાવે છેતેનો જ આશ્રય કરે છે, તે વ્યક્તિ-અપેક્ષાએ


Page 22 of 380
PDF/HTML Page 51 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

कारणशुद्धजीवः अयं चेतनः अस्य चेतनगुणाः अयममूर्तः अस्यामूर्तगुणाः अयं शुद्धः अस्य शुद्धगुणाः अयमशुद्धः अस्याशुद्धगुणाः पर्यायश्च तथा गलनपूरण- स्वभावसनाथः पुद्गलः श्वेतादिवर्णाधारो मूर्तः अस्य हि मूर्तगुणाः अयमचेतनः अस्याचेतनगुणाः स्वभावविभावगतिक्रियापरिणतानां जीवपुद्गलानां स्वभावविभावगतिहेतुः धर्मः स्वभावविभावस्थितिक्रियापरिणतानां तेषां स्थितिहेतुरधर्मः पंचानामवकाशदान- (જીવ) ચેતન છે; આના (


જીવના) ચેતન ગુણો છે. આ અમૂર્ત છે; આના અમૂર્ત ગુણો છે. આ શુદ્ધ છે; આના શુદ્ધ ગુણો છે. આ અશુદ્ધ છે; આના અશુદ્ધ ગુણો છે. પર્યાય પણ એ પ્રમાણે છે.

વળી, જે ગલન-પૂરણસ્વભાવ સહિત છે (અર્થાત્ છૂટા પડવાના અને ભેગા થવાના સ્વભાવવાળું છે) તે પુદ્ગલ છે. આ (પુદ્ગલ) શ્વેતાદિ વર્ણોના આધારભૂત મૂર્ત છે; આના મૂર્ત ગુણો છે. આ અચેતન છે; આના અચેતન ગુણો છે.

સ્વભાવગતિક્રિયારૂપે અને વિભાવગતિક્રિયારૂપે પરિણત જીવ-પુદ્ગલોને સ્વભાવગતિનું અને વિભાવગતિનું નિમિત્ત તે ધર્મ છે.

સ્વભાવસ્થિતિક્રિયારૂપે અને વિભાવસ્થિતિક્રિયારૂપે પરિણત જીવ-પુદ્ગલોને સ્થિતિનું (સ્વભાવસ્થિતિનું અને વિભાવસ્થિતિનું) નિમિત્ત તે અધર્મ છે.

શુદ્ધ (કેવળજ્ઞાનાદિ સહિત) થાય છે અર્થાત્ ‘કાર્યશુદ્ધ જીવ’ થાય છે. શક્તિમાંથી વ્યક્તિ થાય
છે, માટે શક્તિ કારણ છે અને વ્યક્તિ કાર્ય છે. આમ હોવાથી શક્તિરૂપ શુદ્ધતાવાળા જીવને
કારણશુદ્ધ જીવ કહેવાય છે અને વ્યક્ત શુદ્ધતાવાળા જીવને કાર્યશુદ્ધ જીવ કહેવાય છે. [કારણશુદ્ધ
એટલે કારણ-અપેક્ષાએ શુદ્ધ અર્થાત
્ શક્તિ-અપેક્ષાએ શુદ્ધ. કાર્યશુદ્ધ એટલે કાર્ય-અપેક્ષાએ શુદ્ધ

અર્થાત્ વ્યક્તિ-અપેક્ષાએ શુદ્ધ.]

૨૨ ]

૧. ચૌદમા ગુણસ્થાનના અંતે જીવ ઊર્ધ્વગમનસ્વભાવથી લોકાંતે જાય તે જીવની સ્વભાવગતિક્રિયા છે અને સંસારાવસ્થામાં કર્મના નિમિત્તે ગમન કરે તે જીવની વિભાવગતિક્રિયા છે. એક છૂટો પરમાણુ
ગતિ કરે તે પુદ્ગલની સ્વભાવગતિક્રિયા છે અને પુદ્ગલસ્કંધ ગમન કરે તે પુદ્ગલની (સ્કંધમાંના
દરેક પરમાણુની) વિભાવગતિક્રિયા છે. આ સ્વાભાવિક તેમ જ વૈભાવિક ગતિક્રિયામાં ધર્મદ્રવ્ય
નિમિત્તમાત્ર છે.

૨. સિદ્ધદશામાં જીવ સ્થિર રહે તે જીવની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે અને સંસારદશામાં સ્થિર રહે તે જીવની વૈભાવિક સ્થિતિક્રિયા છે. એકલો પરમાણુ સ્થિર રહે તે પુદ્ગલની સ્વાભાવિક
સ્થિતિક્રિયા છે અને સ્કંધ સ્થિર રહે તે પુદ્ગલની (
સ્કંધમાંના દરેક પરમાણુની) વૈભાવિક સ્થિતિક્રિયા છે. આ જીવ-પુદ્ગલની સ્વાભાવિક તેમ જ વૈભાવિક સ્થિતિક્રિયામાં અધર્મદ્રવ્ય
નિમિત્તમાત્ર છે.


Page 23 of 380
PDF/HTML Page 52 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

જીવ અધિકાર
[ ૨૩

लक्षणमाकाशम् पंचानां वर्तनाहेतुः कालः चतुर्णाममूर्तानां शुद्धगुणाः, पर्यायाश्चैतेषां तथाविधाश्च

(मालिनी)
इति जिनपतिमार्गाम्भोधिमध्यस्थरत्नं
द्युतिपटलजटालं तद्धि षड्द्रव्यजातम्
हृदि सुनिशितबुद्धिर्भूषणार्थं विधत्ते
स भवति परमश्रीकामिनीकामरूपः
।।१६।।

जीवो उवओगमओ उवओगो णाणदंसणो होइ णाणुवओगो दुविहो सहावणाणं विहावणाणं ति ।।१०।।

(બાકીનાં) પાંચ દ્રવ્યોને અવકાશદાન (અવકાશ દેવો તે) જેનું લક્ષણ છે તે આકાશ છે.

(બાકીનાં) પાંચ દ્રવ્યોને વર્તનાનું નિમિત્ત તે કાળ છે. (જીવ સિવાયનાં) ચાર અમૂર્ત દ્રવ્યોના શુદ્ધ ગુણો છે; તેમના પર્યાયો પણ તેવા (શુદ્ધ જ) છે.

[હવે નવમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા છ દ્રવ્યની શ્રદ્ધાનું ફળ વર્ણવે છેઃ]

[શ્લોકાર્થઃ] એ રીતે તે ષટ્દ્રવ્યસમૂહરૂપી રત્નનેકે જે (રત્ન) તેજના અંબારને લીધે કિરણોવાળું છે અને જે જિનપતિના માર્ગરૂપી સમુદ્રના મધ્યમાં રહેલું છે તેનેજે તીક્ષ્ણ બુદ્ધિવાળો પુરુષ હૃદયમાં ભૂષણાર્થે (શોભા માટે) ધારણ કરે છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ જે પુરુષ અંતરંગમાં છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા કરે છે, તે મુક્તિલક્ષ્મીને વરે છે). ૧૬.

ઉપયોગમય છે જીવ ને ઉપયોગ દર્શન-જ્ઞાન છે;
જ્ઞાનોપયોગ સ્વભાવ તેમ વિભાવરૂપ દ્વિવિધ છે. ૧૦.

અન્વયાર્થઃ[जीवः] જીવ [उपयोगमयः] ઉપયોગમય છે. [उपयोगः] ઉપયોગ


Page 24 of 380
PDF/HTML Page 53 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
जीव उपयोगमयः उपयोगो ज्ञानदर्शनं भवति
ज्ञानोपयोगो द्विविधः स्वभावज्ञानं विभावज्ञानमिति ।।१०।।

अत्रोपयोगलक्षणमुक्त म्

आत्मनश्चैतन्यानुवर्ती परिणामः स उपयोगः अयं धर्मः जीवो धर्मी अनयोः सम्बन्धः प्रदीपप्रकाशवत ज्ञानदर्शनविकल्पेनासौ द्विविधः अत्र ज्ञानोपयोगोऽपि स्वभावविभावभेदाद् द्विविधो भवति इह हि स्वभावज्ञानम् अमूर्तम् अव्याबाधम् अतीन्द्रियम् अविनश्वरम् तच्च कार्यकारणरूपेण द्विविधं भवति कार्यं तावत सकलविमलकेवलज्ञानम् तस्य कारणं परमपारिणामिकभावस्थितत्रिकालनिरुपाधिरूपं सहजज्ञानं स्यात केवलं विभावरूपाणि ज्ञानानि त्रीणि कुमतिकुश्रुतविभङ्गभाञ्जि भवन्ति एतेषाम् उपयोगभेदानां ज्ञानानां भेदो वक्ष्यमाणसूत्रयोर्द्वयोर्बोद्धव्य इति [ज्ञानदर्शनं भवति] જ્ઞાન અને દર્શન છે. [ज्ञानोपयोगः द्विविधः] જ્ઞાનોપયોગ બે પ્રકારનો


છેઃ [स्वभावज्ञानं] સ્વભાવજ્ઞાન અને [विभावज्ञानम् इति] વિભાવજ્ઞાન.

ટીકાઃઅહીં (આ ગાથામાં) ઉપયોગનું લક્ષણ કહ્યું છે.

આત્માનો ચૈતન્ય-અનુવર્તી (ચૈતન્યને અનુસરીને વર્તનારો) પરિણામ તે ઉપયોગ છે. ઉપયોગ ધર્મ છે, જીવ ધર્મી છે. દીપક અને પ્રકાશના જેવો એમનો સંબંધ છે. જ્ઞાન અને દર્શનના ભેદથી આ ઉપયોગ બે પ્રકારનો છે (અર્થાત્ ઉપયોગના બે પ્રકાર છેઃ જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ). આમાં જ્ઞાનોપયોગ પણ સ્વભાવ અને વિભાવના ભેદને લીધે બે પ્રકારનો છે (અર્થાત્ જ્ઞાનોપયોગના પણ બે પ્રકાર છેઃ સ્વભાવ- જ્ઞાનોપયોગ અને વિભાવજ્ઞાનોપયોગ). તેમાં સ્વભાવજ્ઞાન અમૂર્ત, અવ્યાબાધ, અતીન્દ્રિય અને અવિનાશી છે; તે પણ કાર્ય અને કારણરૂપે બે પ્રકારનું છે (અર્થાત સ્વભાવજ્ઞાનના પણ બે પ્રકાર છેઃ કાર્યસ્વભાવજ્ઞાન અને કારણસ્વભાવજ્ઞાન). કાર્ય તો સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન છે અને તેનું કારણ પરમ પારિણામિકભાવે રહેલું ત્રિકાળનિરુપાધિરૂપ સહજજ્ઞાન છે. કેવળ વિભાવરૂપ જ્ઞાનો ત્રણ છેઃ કુમતિ, કુશ્રુત અને વિભંગ.

આ ઉપયોગના ભેદરૂપ જ્ઞાનના ભેદો, હવે કહેવામાં આવતાં બે સૂત્રો દ્વારા (૧૧ ને ૧૨મી ગાથા દ્વારા) જાણવા.

૨૪ ]


Page 25 of 380
PDF/HTML Page 54 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

જીવ અધિકાર
[ ૨૫
(मालिनी)
अथ सकलजिनोक्त ज्ञानभेदं प्रबुद्ध्वा
परिहृतपरभावः स्वस्वरूपे स्थितो यः
सपदि विशति यत्तच्चिच्चमत्कारमात्रं
स भवति परमश्रीकामिनीकामरूपः
।।१७।।

केवलमिंदियरहियं असहायं तं सहावणाणं ति

सण्णाणिदरवियप्पे विहावणाणं हवे दुविहं ।।११।।

[ભાવાર્થઃચૈતન્યાનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. ઉપયોગ બે પ્રકારનો છેઃ (૧) જ્ઞાનોપયોગ અને (૨) દર્શનોપયોગ. જ્ઞાનોપયોગના પણ બે પ્રકાર છેઃ (૧) સ્વભાવજ્ઞાનોપયોગ અને (૨) વિભાવજ્ઞાનોપયોગ. સ્વભાવજ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છેઃ (૧) કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ કેવળજ્ઞાનોપયોગ) અને (૨) કારણસ્વભાવ- જ્ઞાનોપયોગ (અર્થાત*સહજજ્ઞાનોપયોગ). વિભાવજ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છેઃ (૧) સમ્યક્ વિભાવજ્ઞાનોપયોગ અને (૨) મિથ્યા વિભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ કેવળ વિભાવજ્ઞાનોપયોગ). સમ્યક્ વિભાવજ્ઞાનોપયોગના ચાર ભેદો (સુમતિજ્ઞાનોપયોગ, સુશ્રુત- જ્ઞાનોપયોગ, સુઅવધિજ્ઞાનોપયોગ અને મનઃપર્યયજ્ઞાનોપયોગ) હવેની બે ગાથાઓમાં કહેશે. મિથ્યા વિભાવજ્ઞાનોપયોગના અર્થાત્ કેવળ વિભાવજ્ઞાનોપયોગના ત્રણ ભેદો છે (૧) કુમતિજ્ઞાનોપયોગ, (૨) કુશ્રુતજ્ઞાનોપયોગ અને (૩) વિભંગજ્ઞાનોપયોગ અર્થાત કુઅવધિજ્ઞાનોપયોગ.]

[હવે દસમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ] જિનેંદ્રકથિત સમસ્ત જ્ઞાનના ભેદોને જાણીને જે પુરુષ પરભાવોને પરિહરી નિજ સ્વરૂપમાં સ્થિત રહ્યો થકો શીઘ્ર ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વમાં પેસી જાય છે ઊંડો ઊતરી જાય છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત મુક્તિસુંદરીનો પતિ થાય છે). ૧૭.

અસહાય, ઇન્દ્રિવિહીન, કેવળ, તે સ્વભાવિક જ્ઞાન છે;
સુજ્ઞાન ને અજ્ઞાનએમ વિભાવજ્ઞાન દ્વિવિધ છે. ૧૧.

*સહજજ્ઞાનોપયોગ પરમ પારિણામિકભાવે સ્થિત છે તેમ જ ત્રણે કાળે ઉપાધિ રહિત છે; તેમાંથી


Page 26 of 380
PDF/HTML Page 55 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

सण्णाणं चउभेयं मदिसुदओही तहेव मणपज्जं

अण्णाणं तिवियप्पं मदियाई भेददो चेव ।।१२।।
केवलमिन्द्रियरहितं असहायं तत्स्वभावज्ञानमिति
संज्ञानेतरविकल्पे विभावज्ञानं भवेद् द्विविधम् ।।११।।
संज्ञानं चतुर्भेदं मतिश्रुतावधयस्तथैव मनःपर्ययम्
अज्ञानं त्रिविकल्पं मत्यादेर्भेदतश्चैव ।।१२।।

अत्र च ज्ञानभेदमुक्त म्

निरुपाधिस्वरूपत्वात् केवलम्, निरावरणस्वरूपत्वात् क्रमकरणव्यवधानापोढम्,

મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યયભેદ છે સુજ્ઞાનના;
કુમતિ, કુઅવધિ, કુશ્રુતએ ત્રણ ભેદ છે અજ્ઞાનના. ૧૨.

અન્વયાર્થઃ[केवलम्] જે (જ્ઞાન) કેવળ, [इन्द्रियरहितम्] ઇન્દ્રિયરહિત અને [असहायं] અસહાય છે, [तत्] તે [स्वभावज्ञानम् इति] સ્વભાવજ્ઞાન છે; [संज्ञानेतरविकल्पे] સમ્યગ્જ્ઞાન અને મિથ્યાજ્ઞાનરૂપ ભેદ પાડવામાં આવતાં, [विभावज्ञानं] વિભાવજ્ઞાન [द्विविधं भवेत्] બે પ્રકારનું છે.

[संज्ञानं] સમ્યગ્જ્ઞાન [चतुर्भेदं] ચાર ભેદવાળું છેઃ [मतिश्रुतावधयः तथा एव मनःपर्ययम्] મતિ, શ્રુત, અવધિ તથા મનઃપર્યય; [अज्ञानं च एव] અને અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) [मत्यादेः भेदतः] મતિ આદિના ભેદથી [त्रिविकल्पम्] ત્રણ ભેદવાળું છે.

ટીકાઃઅહીં (આ ગાથાઓમાં) જ્ઞાનના ભેદ કહ્યા છે.

જે ઉપાધિ વિનાના સ્વરૂપવાળું હોવાથી કેવળ છે, આવરણ વિનાના સ્વરૂપવાળું હોવાથી ક્રમ, ઇન્દ્રિય અને (દેશ-કાળાદિ) વ્યવધાન રહિત છે, એક એક

(સર્વને જાણનારો) કેવળજ્ઞાનોપયોગ પ્રગટે છે. માટે સહજજ્ઞાનોપયોગ કારણ છે અને કેવળજ્ઞાનોપયોગ કાર્ય છે. આમ હોવાથી સહજજ્ઞાનોપયોગને કારણસ્વભાવજ્ઞાનોપયોગ કહેવાય છે અને કેવળ- જ્ઞાનોપયોગને કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ કહેવાય છે.

૨૬ ]

કેવળ = એકલું; નિર્ભેળ; શુદ્ધ.

વ્યવધાન = આડ; પડદો; અંતર; આંતરું; વિઘ્ન.


Page 27 of 380
PDF/HTML Page 56 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

જીવ અધિકાર
[ ૨૭

अप्रतिवस्तुव्यापकत्वात् असहायम्, तत्कार्यस्वभावज्ञानं भवति कारणज्ञानमपि ताद्रशं भवति कुतः, निजपरमात्मस्थितसहजदर्शनसहजचारित्रसहजसुखसहजपरमचिच्छक्ति - निजकारणसमयसारस्वरूपाणि च युगपत् परिच्छेत्तुं समर्थत्वात् तथाविधमेव इति शुद्धज्ञानस्वरूपमुक्त म्

इदानीं शुद्धाशुद्धज्ञानस्वरूपभेदस्त्वयमुच्यते अनेकविकल्पसनाथं मतिज्ञानम् उपलब्धिभावनोपयोगाच्च अवग्रहादिभेदाच्च बहुबहुविधादिभेदाद्वा लब्धिभावना- भेदाच्छ्रुतज्ञानं द्विविधम् देशसर्वपरमभेदादवधिज्ञानं त्रिविधम् ऋजुविपुलमति- विकल्पान्मनःपर्ययज्ञानं च द्विविधम् परमभावस्थितस्य सम्यग्द्रष्टेरेतत्संज्ञानचतुष्कं भवति


વસ્તુમાં નહિ વ્યાપતું હોવાથી (સમસ્ત વસ્તુઓમાં વ્યાપતું હોવાથી) અસહાય છે, તે કાર્યસ્વભાવજ્ઞાન છે. કારણજ્ઞાન પણ તેવું જ છે. શાથી? નિજ પરમાત્મામાં રહેલાં સહજદર્શન, સહજચારિત્ર, સહજસુખ અને સહજપરમચિત્શક્તિરૂપ નિજ કારણ- સમયસારનાં સ્વરૂપોને યુગપદ્ જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે. આમ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું.

હવે આ (નીચે પ્રમાણે), શુદ્ધાશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ અને ભેદ કહેવામાં આવે છેઃ બહુવિધ વગેરે ભેદથી મતિજ્ઞાન અનેક ભેદવાળું છે. લબ્ધિ અને ભાવનાના ભેદથી શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે. દેશ, સર્વ અને પરમના ભેદથી (અર્થાત્ દેશાવધિ, સર્વાવધિ અને પરમાવધિ એવા ત્રણ ભેદોને લીધે) અવધિજ્ઞાન ત્રણ પ્રકારનું છે. ૠજુમતિ અને વિપુલમતિના ભેદને લીધે મનઃપર્યયજ્ઞાન બે પ્રકારનું છે. પરમભાવમાં સ્થિત

ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગથી તથા અવગ્રહાદિ ભેદથી અથવા બહુ,

૧. મતિજ્ઞાન ત્રણ પ્રકારનું છેઃ ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ. મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ જેમાં નિમિત્ત છે એવી અર્થગ્રહણશક્તિ (પદાર્થને જાણવાની શક્તિ) તે ઉપલબ્ધિ છે; જાણેલા પદાર્થ પ્રત્યે ફરીફરીને ચિંતન તે ભાવના છે; ‘આ કાળું છે’, ‘આ પીળું છે’ ઇત્યાદિરૂપે
અર્થગ્રહણવ્યાપાર (
પદાર્થને જાણવાનો વ્યાપાર) તે ઉપયોગ છે.

૨. મતિજ્ઞાન ચાર ભેદવાળું છેઃ અવગ્રહ, ઈહા (-વિચારણા), અવાય (-નિર્ણય) અને ધારણા. [વિશેષ માટે મોક્ષશાસ્ત્ર (ટીકા સહિત) જુઓ.]

૩. મતિજ્ઞાન બાર ભેદવાળું છેઃ બહુ, એક, બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, અનિઃસૃત, નિઃસૃત, અનુક્ત, ઉક્ત, ધ્રુવ અને અધ્રુવ. [વિશેષ માટે મોક્ષશાસ્ત્ર (ટીકા સહિત) જુઓ.]


Page 28 of 380
PDF/HTML Page 57 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

मतिश्रुतावधिज्ञानानि मिथ्याद्रष्टिं परिप्राप्य कुमतिकुश्रुतविभंगज्ञानानीति नामान्तराणि प्रपेदिरे

अत्र सहजज्ञानं शुद्धान्तस्तत्त्वपरमतत्त्वव्यापकत्वात् स्वरूपप्रत्यक्षम् केवलज्ञानं सकलप्रत्यक्षम् ‘रूपिष्ववधेः’ इति वचनादवधिज्ञानं विकलप्रत्यक्षम् तदनन्तभागवस्त्वंश- ग्राहकत्वान्मनःपर्ययज्ञानं च विकलप्रत्यक्षम् मतिश्रुतज्ञानद्वितयमपि परमार्थतः परोक्षं व्यवहारतः प्रत्यक्षं च भवति

किं च उक्ते षु ज्ञानेषु साक्षान्मोक्षमूलमेकं निजपरमतत्त्वनिष्ठसहजज्ञानमेव अपि च पारिणामिकभावस्वभावेन भव्यस्य परमस्वभावत्वात् सहजज्ञानादपरमुपादेयं न समस्ति

अनेन सहजचिद्विलासरूपेण सदा सहजपरमवीतरागशर्मामृतेन अप्रतिहतनिरा- वरणपरमचिच्छक्ति रूपेण सदान्तर्मुखे स्वस्वरूपाविचलस्थितिरूपसहजपरमचारित्रेण त्रिकालेष्व-


સમ્યગ્દ્રષ્ટિને આ ચાર સમ્યગ્જ્ઞાનો હોય છે. મિથ્યાદર્શન હોય ત્યાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન ‘કુમતિજ્ઞાન’, ‘કુશ્રુતજ્ઞાન’ અને ‘વિભંગજ્ઞાન’એવાં નામાંતરોને (અન્ય નામોને) પામે છે.

અહીં (ઉપર કહેલાં જ્ઞાનોને વિષે) સહજજ્ઞાન, શુદ્ધ અંતઃતત્ત્વરૂપ પરમતત્ત્વમાં વ્યાપક હોવાથી, સ્વરૂપપ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન સકલપ્રત્યક્ષ (સંપૂર્ણપ્રત્યક્ષ) છે. ‘रूपिष्ववधेः (અવધિજ્ઞાનનો વિષયસંબંધ રૂપી દ્રવ્યોમાં છે)’ એવું (આગમનું) વચન હોવાથી અવધિજ્ઞાન વિકલપ્રત્યક્ષ (એકદેશપ્રત્યક્ષ) છે. તેના અનંતમા ભાગે વસ્તુના અંશનું ગ્રાહક (જાણનારું) હોવાથી મનઃપર્યયજ્ઞાન પણ વિકલપ્રત્યક્ષ છે. મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન બન્ને પરમાર્થથી પરોક્ષ છે અને વ્યવહારથી પ્રત્યક્ષ છે.

વળી વિશેષ એ કેઉક્ત (ઉપર કહેલાં) જ્ઞાનોમાં સાક્ષાત્ મોક્ષનું મૂળ નિજપરમતત્ત્વમાં સ્થિત એવું એક સહજજ્ઞાન જ છે; તેમ જ સહજજ્ઞાન (તેના) પારિણામિક- ભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો પરમસ્વભાવ હોવાથી, સહજજ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી.

આ સહજચિદ્વિલાસરૂપે (૧) સદા સહજ પરમ વીતરાગ સુખામૃત, (૨) અપ્રતિહત નિરાવરણ પરમ ચિત્શક્તિનું રૂપ, (૩) સદા અંતર્મુખ એવું સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ

૨૮ ]

૧. સુમતિજ્ઞાન ને સુશ્રુતજ્ઞાન સર્વ સમ્યગ્દ્રષ્ટિ જીવોને હોય છે. સુઅવધિજ્ઞાન કોઈ કોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવોને હોય છે. મનઃપર્યયજ્ઞાન કોઈ કોઈ મુનિવરોનેવિશિષ્ટસંયમધરોનેહોય છે.

૨. સ્વરૂપપ્રત્યક્ષ = સ્વરૂપે પ્રત્યક્ષ; સ્વરૂપ-અપેક્ષાએ પ્રત્યક્ષ; સ્વભાવે પ્રત્યક્ષ.


Page 29 of 380
PDF/HTML Page 58 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

જીવ અધિકાર
[ ૨૯

व्युच्छिन्नतया सदा सन्निहितपरमचिद्रूपश्रद्धानेन अनेन स्वभावानंतचतुष्टयेन सनाथम् अनाथमुक्ति सुन्दरीनाथम् आत्मानं भावयेत

इत्यनेनोपन्यासेन संसारव्रततिमूललवित्रेण ब्रह्मोपदेशः कृत इति

(मालिनी)
इति निगदितभेदज्ञानमासाद्य भव्यः
परिहरतु समस्तं घोरसंसारमूलम्
सुकृतमसुकृतं वा दुःखमुच्चैः सुखं वा
तत उपरि समग्रं शाश्वतं शं प्रयाति
।।१८।।
(अनुष्टुभ्)
परिग्रहाग्रहं मुक्त्वा कृत्वोपेक्षां च विग्रहे
निर्व्यग्रप्रायचिन्मात्रविग्रहं भावयेद् बुधः ।।9।।

સહજ પરમ ચારિત્ર, અને (૪) ત્રણે કાળે અવિચ્છિન્ન (અતૂટક) હોવાથી સદા નિકટ એવી પરમ ચૈતન્યરૂપની શ્રદ્ધાએ સ્વભાવ-અનંતચતુષ્ટયથી જે સનાથ (સહિત) છે એવા આત્માનેઅનાથ મુક્તિસુંદરીના નાથનેભાવવો (અર્થાત્ સહજજ્ઞાનવિલાસરૂપે સ્વભાવ- અનંતચતુષ્ટયયુક્ત આત્માને ભાવવોઅનુભવવો).

આમ સંસારરૂપી લતાનું મૂળ છેદવાને દાતરડારૂપ આ ઉપન્યાસથી બ્રહ્મોપદેશ કર્યો.

[હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોકો કહે છેઃ] [શ્લોકાર્થઃ] એ રીતે કહેવામાં આવેલા ભેદોના જ્ઞાનને પામીને ભવ્ય જીવ ઘોર સંસારના મૂળરૂપ સમસ્ત સુકૃત કે દુષ્કૃતને, સુખ કે દુઃખને અત્યંત પરિહરો. તેનાથી ઉપર (અર્થાત્ તેને ઓળંગી જતાં), જીવ સમગ્ર (પરિપૂર્ણ) શાશ્વત સુખને પામે છે. ૧૮.

[શ્લોકાર્થઃ] પરિગ્રહનું ગ્રહણ છોડીને તેમ જ શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને બુધ પુરુષે અવ્યગ્રતાથી (નિરાકુળતાથી) ભરેલું ચૈતન્ય માત્ર જેનું શરીર છે તેને (આત્માને) ભાવવો. ૧૯.

૧. ઉપન્યાસ = કથન; સૂચન; લખાણ; પ્રારંભિક કથન; પ્રસ્તાવના.
૨. સુકૃત કે દુષ્કૃત = શુભ કે અશુભ.


Page 30 of 380
PDF/HTML Page 59 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(शार्दूलविक्रीडित)
शस्ताशस्तसमस्तरागविलयान्मोहस्य निर्मूलनाद्
द्वेषाम्भःपरिपूर्णमानसघटप्रध्वंसनात
् पावनम्
ज्ञानज्योतिरनुत्तमं निरुपधि प्रव्यक्ति नित्योदितं
भेदज्ञानमहीजसत्फलमिदं वन्द्यं जगन्मंगलम्
।।२०।।
(मन्दाक्रांता)
मोक्षे मोक्षे जयति सहजज्ञानमानन्दतानं
निर्व्याबाधं स्फु टितसहजावस्थमन्तर्मुखं च
लीनं स्वस्मिन्सहजविलसच्चिच्चमत्कारमात्रे
स्वस्य ज्योतिःप्रतिहततमोवृत्ति नित्याभिरामम्
।।२१।।
(अनुष्टुभ्)
सहजज्ञानसाम्राज्यसर्वस्वं शुद्धचिन्मयम्
ममात्मानमयं ज्ञात्वा निर्विकल्पो भवाम्यहम् ।।२२।।

[શ્લોકાર્થઃ] મોહને નિર્મૂળ કરવાથી, પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત રાગનો વિલય કરવાથી અને દ્વેષરૂપી જળથી ભરેલા મનરૂપી ઘડાનો નાશ કરવાથી, પવિત્ર, અનુત્તમ, જ્ઞાનરૂપી વૃક્ષનું આ સત્ફળ વંદ્ય છે, જગતને મંગળરૂપ છે. ૨૦.

[શ્લોકાર્થઃ] આનંદમાં જેનો ફેલાવ છે, જે અવ્યાબાધ (બાધા રહિત) છે, જેની સહજ અવસ્થા ખીલી નીકળી છે, જે અંતર્મુખ છે, જે પોતામાંસહજ વિલસતા (ખેલતા, પરિણમતા) ચિત્ચમત્કારમાત્રમાંલીન છે, જેણે નિજ જ્યોતિથી તમોવૃત્તિને (અંધકારદશાને, અજ્ઞાનપરિણતિને) નષ્ટ કરી છે અને જે નિત્ય અભિરામ (સદા સુંદર) છે, એવું સહજજ્ઞાન સંપૂર્ણ મોક્ષમાં જયવંત વર્તે છે. ૨૧.

[શ્લોકાર્થઃ] સહજજ્ઞાનરૂપી સામ્રાજ્ય જેનું સર્વસ્વ છે એવો શુદ્ધચૈતન્યમય મારા આત્માને જાણીને, હું આ નિર્વિકલ્પ થાઉં. ૨૨.

૩૦ ]

નિરુપધિ અને નિત્ય-ઉદિત (સદા પ્રકાશમાન) એવી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. ભેદ-

૧. અનુત્તમ = જેનાથી બીજું કાંઈ ઉત્તમ નથી એવી; સર્વશ્રેષ્ઠ.
૨. નિરુપધિ = ઉપધિ વિનાની; પરિગ્રહ રહિત; બાહ્ય સામગ્રી રહિત; ઉપાધિ રહિત; છળકપટ રહિત
સરળ.

૩. સત્ફળ = સુંદર ફળ; સારું ફળ; ઉત્તમ ફળ; સાચું ફળ.


Page 31 of 380
PDF/HTML Page 60 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

જીવ અધિકાર
[ ૩૧

तह दंसणउवओगो ससहावेदरवियप्पदो दुविहो

केवलमिंदियरहियं असहायं तं सहावमिदि भणिदं ।।१३।।
तथा दर्शनोपयोगः स्वस्वभावेतरविकल्पतो द्विविधः
केवलमिन्द्रियरहितं असहायं तत् स्वभाव इति भणितः ।।१३।।

दर्शनोपयोगस्वरूपाख्यानमेतत

यथा ज्ञानोपयोगो बहुविधविकल्पसनाथः दर्शनोपयोगश्च तथा स्वभावदर्शनोपयोगो विभावदर्शनोपयोगश्च स्वभावोऽपि द्विविधः, कारणस्वभावः कार्यस्वभावश्चेति तत्र कारणद्रष्टिः सदा पावनरूपस्य औदयिकादिचतुर्णां विभावस्वभावपरभावानामगोचरस्य

ઉપયોગ દર્શનનો સ્વભાવ-વિભાવરૂપ દ્વિવિધ છે;
અસહાય, ઇન્દ્રિવિહીન, કેવળ, તે સ્વભાવ કહેલ છે. ૧૩.

અન્વયાર્થઃ[तथा] તેવી રીતે [दर्शनोपयोगः] દર્શનોપયોગ [स्वस्वभावेतरविकल्पतः] સ્વભાવ અને વિભાવના ભેદથી [द्विविधः] બે પ્રકારનો છે. [केवलम्] જે કેવળ, [इन्द्रियरहितम्] ઇન્દ્રિયરહિત અને [असहायं] અસહાય છે, [तत्] તે [स्वभावः इति भणितः] સ્વભાવ- દર્શનોપયોગ કહ્યો છે.

ટીકાઃઆ, દર્શનોપયોગના સ્વરૂપનું કથન છે.

જેમ જ્ઞાનોપયોગ બહુવિધ ભેદોવાળો છે, તેમ દર્શનોપયોગ પણ તેવો છે. (ત્યાં પ્રથમ, તેના બે ભેદ છેઃ ) સ્વભાવદર્શનોપયોગ અને વિભાવદર્શનોપયોગ. સ્વભાવદર્શનોપયોગ પણ બે પ્રકારનો છેઃ કારણસ્વભાવદર્શનોપયોગ અને કાર્યસ્વભાવદર્શનોપયોગ.

ત્યાં કારણદ્રષ્ટિ તો, સદા પાવનરૂપ અને ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવ

૧. દ્રષ્ટિ = દર્શન. [દર્શન અથવા દ્રષ્ટિના બે અર્થ છેઃ (૧) સામાન્ય પ્રતિભાસ, અને (૨) શ્રદ્ધા. જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો. બન્ને અર્થો ગર્ભિત હોય ત્યાં બન્ને સમજવા.]

૨. વિભાવ = વિશેષ ભાવ; અપેક્ષિત ભાવ. [ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક એ ચાર ભાવો અપેક્ષિત ભાવો હોવાથી તેમને વિભાવસ્વભાવ પરભાવો કહ્યા છે. એક
સહજપરમપારિણામિક ભાવને જ સદા-પાવનરૂપ નિજ સ્વભાવ કહ્યો છે. ચાર વિભાવભાવોનો આશ્રય
કરવાથી પરમપારિણામિકભાવનો આશ્રય થતો નથી. પરમપારિણામિકભાવનો આશ્રય કરવાથી જ
સમ્યક્ત્વથી માંડીને મોક્ષદશા સુધીની દશાઓ પ્રાપ્ત થાય છે.]