Niyamsar (Gujarati). Shlok: 230-254 ; Gatha: 140-147 ; Nishchay-Paramavshyak Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 16 of 21

 

Page 272 of 380
PDF/HTML Page 301 of 409
single page version

૨૭૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
विपरीताभिनिवेशं परित्यज्य जैनकथिततत्त्वेषु
यो युनक्ति आत्मानं निजभावः स भवेद्योगः ।।१३9।।
इह हि निखिलगुणधरगणधरदेवप्रभृतिजिनमुनिनाथकथिततत्त्वेषु विपरीताभिनिवेश-
विवर्जितात्मभाव एव निश्चयपरमयोग इत्युक्त :
अपरसमयतीर्थनाथाभिहिते विपरीते पदार्थे ह्यभिनिवेशो दुराग्रह एव विपरीताभि-
निवेशः अमुं परित्यज्य जैनकथिततत्त्वानि निश्चयव्यवहारनयाभ्यां बोद्धव्यानि सकलजिनस्य
भगवतस्तीर्थाधिनाथस्य पादपद्मोपजीविनो जैनाः, परमार्थतो गणधरदेवादय इत्यर्थः
तैरभिहितानि निखिलजीवादितत्त्वानि तेषु यः परमजिनयोगीश्वरः स्वात्मानं युनक्ति , तस्य च
निजभाव एव परमयोग इति
અન્વયાર્થ[विपरीताभिनिवेशं परित्यज्य] વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને
[यः] જે [जैनकथिततत्त्वेषु] જૈનકથિત તત્ત્વોમાં [आत्मानं] આત્માને [युनक्ति ] જોડે છે,
[निजभावः] તેનો નિજ ભાવ [सः योगः भवेत्] તે યોગ છે.
ટીકાઅહીં, સમસ્ત ગુણોના ધરનારા ગણધરદેવ વગેરે જિનમુનિનાથોએ
કહેલાં તત્ત્વોમાં વિપરીત અભિનિવેશ રહિત આત્મભાવ તે જ નિશ્ચય-પરમયોગ છે એમ
કહ્યું છે.
અન્ય સમયના તીર્થનાથે કહેલા (જૈન દર્શન સિવાય અન્ય દર્શનના તીર્થપ્રવર્તકે
કહેલા) વિપરીત પદાર્થમાં અભિનિવેશદુરાગ્રહ તે જ વિપરીત અભિનિવેશ છે. તેનો
પરિત્યાગ કરીને જૈનોએ કહેલાં તત્ત્વો નિશ્ચયવ્યવહારનયથી જાણવાયોગ્ય છે. સકલજિન
એવા ભગવાન તીર્થાધિનાથનાં ચરણકમળના ઉપજીવકો તે જૈનો છે; પરમાર્થે ગણધરદેવ
વગેરે એવો તેનો અર્થ છે. તેમણે (ગણધરદેવ વગેરે જૈનોએ) કહેલાં જે સમસ્ત
જીવાદિ તત્ત્વો તેમાં જે પરમ જિનયોગીશ્વર નિજ આત્માને જોડે છે, તેનો નિજભાવ જ
પરમ યોગ છે.
[હવે આ ૧૩૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
દેહ સહિત હોવા છતાં તીર્થંકરદેવે રાગદ્વેષ અને અજ્ઞાનને સંપૂર્ણ રીતે જીત્યા છે તેથી તેઓ
સકલજિન છે.
ઉપજીવક = સેવા કરનાર; સેવક; આશ્રિત; દાસ.

Page 273 of 380
PDF/HTML Page 302 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-ભક્તિ અધિકાર
[ ૨૭૩
[શ્લોકાર્થ] આ દુરાગ્રહને (ઉપરોક્ત વિપરીત અભિનિવેશને) છોડીને, જૈન-
મુનિનાથોના (ગણધરદેવાદિક જૈનમુનિનાથોના) મુખારવિંદથી પ્રગટ થયેલાં, ભવ્ય જનોના
ભવોનો નાશ કરનારાં તત્ત્વોમાં જે જિનયોગીનાથ (જૈન મુનિવર) નિજ ભાવને સાક્ષાત્ જોડે
છે, તેનો એ નિજ ભાવ તે યોગ છે. ૨૩૦.
વૃષભાદિ જિનવર એ રીતે કરી શ્રેષ્ઠ ભક્તિ યોગની,
શિવસૌખ્ય પામ્યા; તેથી કર તું ભક્તિ ઉત્તમ યોગની. ૧૪૦.
અન્વયાર્થ[वृषभादिजिनवरेन्द्राः] વૃષભાદિ જિનવરેન્દ્રો [एवम्] એ રીતે
[योगवरभक्ति म्] યોગની ઉત્તમ ભક્તિ [कृत्वा] કરીને [निर्वृतिसुखम्] નિર્વૃતિસુખને [आपन्नाः]
પામ્યા; [तस्मात्] તેથી [योगवरभक्ति म्] યોગની ઉત્તમ ભક્તિને [धारय] તું ધારણ કર.
ટીકાઆ, ભક્તિ અધિકારના ઉપસંહારનું કથન છે.
આ ભારતવર્ષમાં પૂર્વે શ્રી નાભિપુત્રથી માંડીને શ્રી વર્ધમાન સુધીના ચોવીશ તીર્થંકર-
પરમદેવોસર્વજ્ઞવીતરાગ, ત્રિલોકવર્તી કીર્તિવાળા મહાદેવાધિદેવ પરમેશ્વરોબધા, યથોક્ત
(वसंततिलका)
तत्त्वेषु जैनमुनिनाथमुखारविंद-
व्यक्तेषु भव्यजनताभवघातकेषु
त्यक्त्वा दुराग्रहममुं जिनयोगिनाथः
साक्षाद्युनक्ति निजभावमयं स योगः
।।२३०।।
उसहादिजिणवरिंदा एवं काऊण जोगवरभत्तिं
णिव्वुदिसुहमावण्णा तम्हा धरु जोगवरभत्तिं ।।१४०।।
वृषभादिजिनवरेन्द्रा एवं कृत्वा योगवरभक्ति म्
निर्वृतिसुखमापन्नास्तस्माद्धारय योगवरभक्ति म् ।।१४०।।
भक्त्यधिकारोपसंहारोपन्यासोयम्
अस्मिन् भारते वर्षे पुरा किल श्रीनाभेयादिश्रीवर्धमानचरमाः चतुर्विंशति-
तीर्थकरपरमदेवाः सर्वज्ञवीतरागाः त्रिभुवनवर्तिकीर्तयो महादेवाधिदेवाः परमेश्वराः सर्वे

Page 274 of 380
PDF/HTML Page 303 of 409
single page version

૨૭૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
પ્રકારે નિજ આત્મા સાથે સંબંધ રાખનારી શુદ્ધનિશ્ચયયોગની ઉત્તમ ભક્તિ કરીને, પરમ-
નિર્વાણવધૂના અતિ પુષ્ટ સ્તનના ગાઢ આલિંગનથી સર્વ આત્મપ્રદેશે અત્યંત-આનંદરૂપી
પરમસુધારસના પૂરથી પરિતૃપ્ત થયા; માટે
સ્ફુટિતભવ્યત્વગુણવાળા હે મહાજનો! તમે નિજ
આત્માને પરમ વીતરાગ સુખની દેનારી એવી તે યોગભક્તિ કરો.
[હવે આ પરમ-ભક્તિ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર
મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ સાત શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થ] ગુણમાં જેઓ મોટા છે, જેઓ ત્રિલોકનાં પુણ્યના રાશિ છે (અર્થાત
જેમનામાં જાણે કે ત્રણ લોકનાં પુણ્ય એકઠાં થયાં છે), દેવેંદ્રોના મુગટની કિનારી પર પ્રકાશતી
માણેકપંક્તિથી જેઓ પૂજિત છે (અર્થાત
્ જેમનાં ચરણારવિંદમાં દેવેંદ્રોના મુગટ ઝૂકે છે),
(જેમની આગળ) શચી આદિ પ્રસિદ્ધ ઇન્દ્રાણીઓના સાથમાં શક્રેંદ્ર વડે કરવામાં આવતાં નૃત્ય,
ગાન અને આનંદથી જેઓ શોભે છે, અને
શ્રી તથા કીર્તિના જેઓ સ્વામી છે, તે શ્રી
નાભિપુત્રાદિ જિનેશ્વરોને હું સ્તવું છું. ૨૩૧.
[શ્લોકાર્થ] શ્રી વૃષભથી માંડીને શ્રી વીર સુધીના જિનપતિઓ પણ યથોક્ત માર્ગે
एवमुक्त प्रकारस्वात्मसंबन्धिनीं शुद्धनिश्चययोगवरभक्तिं कृत्वा परमनिर्वाणवधूटिकापीवरस्तन-
भरगाढोपगूढनिर्भरानंदपरमसुधारसपूरपरितृप्तसर्वात्मप्रदेशा जाताः, ततो यूयं महाजनाः
स्फु टितभव्यत्वगुणास्तां स्वात्मार्थपरमवीतरागसुखप्रदां योगभक्तिं कुरुतेति
(शार्दूलविक्रीडित)
नाभेयादिजिनेश्वरान् गुणगुरून् त्रैलोक्यपुण्योत्करान्
श्रीदेवेन्द्रकिरीटकोटिविलसन्माणिक्यमालार्चितान्
पौलोमीप्रभृतिप्रसिद्धदिविजाधीशांगनासंहतेः
शक्रेणोद्भवभोगहासविमलान् श्रीकीर्तिनाथान् स्तुवे
।।२३१।।
(आर्या)
वृषभादिवीरपश्चिमजिनपतयोप्येवमुक्त मार्गेण
कृत्वा तु योगभक्तिं निर्वाणवधूटिकासुखं यान्ति ।।२३२।।
૧. સ્ફુટિત = પ્રકટિત; પ્રગટ થયેલ; પ્રગટ.
૨. શ્રી = શોભા; સૌંદર્ય; ભવ્યતા.

Page 275 of 380
PDF/HTML Page 304 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-ભક્તિ અધિકાર
[ ૨૭૫
(પૂર્વોક્ત પ્રકારે) યોગભક્તિ કરીને નિર્વાણવધૂના સુખને પામ્યા છે. ૨૩૨.
[શ્લોકાર્થ] અપુનર્ભવસુખની (મુક્તિસુખની) સિદ્ધિ અર્થે હું શુદ્ધ યોગની ઉત્તમ
ભક્તિ કરું છું; સંસારની ઘોર ભીતિથી સર્વ જીવો નિત્ય તે ઉત્તમ ભક્તિ કરો. ૨૩૩.
[શ્લોકાર્થ] ગુરુના સાન્નિધ્યમાં નિર્મળસુખકારી ધર્મને પ્રાપ્ત કરીને, જ્ઞાન વડે
જેણે સમસ્ત મોહનો મહિમા નષ્ટ કર્યો છે એવો હું, હવે રાગદ્વેષની પરંપરારૂપે પરિણત
ચિત્તને છોડીને, શુદ્ધ ધ્યાન વડે સમાહિત (
એકાગ્ર, શાંત) કરેલા મનથી આનંદાત્મક
તત્ત્વમાં સ્થિત રહેતો થકો, પરબ્રહ્મમાં (પરમાત્મામાં) લીન થાઉં છું. ૨૩૪.
[શ્લોકાર્થ] ઇન્દ્રિયલોલુપતા જેમને નિવૃત્ત થઈ છે અને તત્ત્વલોલુપ
(તત્ત્વપ્રાપ્તિ માટે અતિ ઉત્સુક) જેમનું ચિત્ત છે, તેમને સુંદર-આનંદઝરતું ઉત્તમ તત્ત્વ
પ્રગટે છે. ૨૩૫.
[શ્લોકાર્થ] અતિ અપૂર્વ નિજાત્મજનિત ભાવનાથી ઉત્પન્ન થતા સુખ માટે
(आर्या)
अपुनर्भवसुखसिद्धयै कुर्वेहं शुद्धयोगवरभक्ति म्
संसारघोरभीत्या सर्वे कुर्वन्तु जन्तवो नित्यम् ।।२३३।।
(शार्दूलविक्रीडित)
रागद्वेषपरंपरापरिणतं चेतो विहायाधुना
शुद्धध्यानसमाहितेन मनसानंदात्मतत्त्वस्थितः
धर्मं निर्मलशर्मकारिणमहं लब्ध्वा गुरोः सन्निधौ
ज्ञानापास्तसमस्तमोहमहिमा लीये परब्रह्मणि
।।२३४।।
(अनुष्टुभ्)
निर्वृतेन्द्रियलौल्यानां तत्त्वलोलुपचेतसाम्
सुन्दरानन्दनिष्यन्दं जायते तत्त्वमुत्तमम् ।।२३५।।
(अनुष्टुभ्)
अत्यपूर्वनिजात्मोत्थभावनाजातशर्मणे
यतन्ते यतयो ये ते जीवन्मुक्ता हि नापरे ।।२३६।।

Page 276 of 380
PDF/HTML Page 305 of 409
single page version

(वसंततिलका)
अद्वन्द्वनिष्ठमनघं परमात्मतत्त्वं
संभावयामि तदहं पुनरेकमेकम्
किं तैश्च मे फलमिहान्यपदार्थसार्थैः
मुक्ति स्पृहस्य भवशर्मणि निःस्पृहस्य
।।२३७।।
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां
नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ परमभक्त्यधिकारो दशमः श्रुतस्कन्धः ।।
૨૭૬ ]નિયમસાર
જે યતિઓ યત્ન કરે છે, તેઓ ખરેખર જીવન્મુક્ત થાય છે, બીજાઓ નહિ. ૨૩૬.
[શ્લોકાર્થ] જે પરમાત્મતત્ત્વ (રાગદ્વેષાદિ) દ્વંદ્વમાં રહેલું નથી અને અનઘ
(નિર્દોષ, મળ રહિત) છે, તે કેવળ એકની હું ફરીફરીને સંભાવના (સમ્યક્ ભાવના) કરું
છું. મુક્તિની સ્પૃહાવાળા અને ભવના સુખ પ્રત્યે નિઃસ્પૃહ એવા મને આ લોકમાં પેલા
અન્યપદાર્થસમૂહોથી શું ફળ છે? ૨૩૭.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના
ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી
નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત
્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી
નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની
ટીકામાં)
પરમ-ભક્તિ અધિકાર નામનો દશમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.

Page 277 of 380
PDF/HTML Page 306 of 409
single page version

૨૭૭
૧૧
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
अथ सांप्रतं व्यवहारषडावश्यकप्रतिपक्षशुद्धनिश्चयाधिकार उच्यते
जो ण हवदि अण्णवसो तस्स दु कम्मं भणंति आवासं
कम्मविणासणजोगो णिव्वुदिमग्गो त्ति पिज्जुत्तो ।।१४१।।
यो न भवत्यन्यवशः तस्य तु कर्म भणन्त्यावश्यकम्
कर्मविनाशनयोगो निर्वृतिमार्ग इति प्ररूपितः ।।१४१।।
अत्रानवरतस्ववशस्य निश्चयावश्यककर्म भवतीत्युक्त म्
હવે વ્યવહાર છ આવશ્યકોથી પ્રતિપક્ષ શુદ્ધનિશ્ચયનો (શુદ્ધનિશ્ચય-આવશ્યકનો)
અધિકાર કહેવામાં આવે છે.
નથી અન્યવશ જે જીવ, આવશ્યક કરમ છે તેહને;
આ કર્મનાશનયોગને નિર્વાણમાર્ગ કહેલ છે. ૧૪૧.
અન્વયાર્થ[यः अन्यवशः न भवति] જે અન્યવશ નથી (અર્થાત્ જે જીવ અન્યને
વશ નથી) [तस्य तु आवश्यकम् कर्म भणन्ति] તેને આવશ્યક કર્મ કહે છે (અર્થાત્ તે
જીવને આવશ્યક કર્મ છે એમ પરમ યોગીશ્વરો કહે છે). [कर्मविनाशनयोगः] કર્મનો વિનાશ
કરનારો યોગ (એવું જે આ આવશ્યક કર્મ) [निर्वृतिमार्गः] તે નિર્વાણનો માર્ગ છે [इति
प्ररूपितः] એમ કહ્યું છે.
ટીકાઅહીં (આ ગાથામાં), નિરંતર સ્વવશને નિશ્ચય-આવશ્યક-કર્મ છે એમ
કહ્યું છે.

Page 278 of 380
PDF/HTML Page 307 of 409
single page version

૨૭૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
यः खलु यथाविधि परमजिनमार्गाचरणकुशलः सर्वदैवान्तर्मुखत्वादनन्यवशो भवति
किन्तु साक्षात्स्ववश इत्यर्थः तस्य किल व्यावहारिकक्रियाप्रपंचपराङ्मुखस्य स्वात्माश्रय-
निश्चयधर्मध्यानप्रधानपरमावश्यककर्मास्तीत्यनवरतं परमतपश्चरणनिरतपरमजिनयोगीश्वरा
वदन्ति
किं च यस्त्रिगुप्तिगुप्तपरमसमाधिलक्षणपरमयोगः सकलकर्मविनाशहेतुः स एव
साक्षान्मोक्षकारणत्वान्निर्वृतिमार्ग इति निरुक्ति र्व्युत्पत्तिरिति
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
(मंदाक्रांता)
‘‘आत्मा धर्मः स्वयमिति भवन् प्राप्य शुद्धोपयोगं
नित्यानन्दप्रसरसरसे ज्ञानतत्त्वे निलीय
प्राप्स्यत्युच्चैरविचलतया निःप्रकम्पप्रकाशां
स्फू र्जज्ज्योतिःसहजविलसद्रत्नदीपस्य लक्ष्मीम्
।।’’
વિધિ અનુસાર પરમજિનમાર્ગના આચરણમાં કુશળ એવો જે જીવ સદાય
અંતર્મુખપણાને લીધે અન્યવશ નથી પરંતુ સાક્ષાત્ સ્વવશ છે એવો અર્થ છે, તે વ્યાવહારિક
ક્રિયાપ્રપંચથી પરાઙ્મુખ જીવને સ્વાત્માશ્રિત-નિશ્ચયધર્મધ્યાનપ્રધાન પરમ આવશ્યક કર્મ છે
એમ નિરંતર પરમતપશ્ચરણમાં લીન પરમજિનયોગીશ્વરો કહે છે. વળી, સકળ કર્મના
વિનાશનો હેતુ એવો જે
ત્રિગુપ્તિગુપ્ત-પરમસમાધિલક્ષણ પરમ યોગ તે જ સાક્ષાત્ મોક્ષનું
કારણ હોવાને લીધે નિર્વાણનો માર્ગ છે. આમ નિરુક્તિ અર્થાત્ વ્યુત્પત્તિ છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી પ્રવચનસારની તત્ત્વદીપિકા
નામની ટીકામાં પાંચમા શ્લોક દ્વારા) કહ્યું છે કે
‘‘[શ્લોકાર્થ] એ રીતે શુદ્ધોપયોગને પ્રાપ્ત કરીને આત્મા સ્વયં ધર્મ થતો
અર્થાત્ પોતે ધર્મપણે પરિણમતો થકો નિત્ય આનંદના ફેલાવથી સરસ (અર્થાત્ જે શાશ્વત
આનંદના ફેલાવથી રસયુક્ત છે) એવા જ્ઞાનતત્ત્વમાં લીન થઈને, અત્યંત અવિચળપણાને
લીધે, દેદીપ્યમાન જ્યોતિવાળા અને સહજપણે વિલસતા (
સ્વભાવથી જ પ્રકાશતા)
૧. ‘અન્યવશ નથી’ એ કથનનો ‘સાક્ષાત્ સ્વવશ છે’ એવો અર્થ છે.
૨. નિજ આત્મા જેનો આશ્રય છે એવું નિશ્ચયધર્મધ્યાન પરમ આવશ્યક કર્મમાં પ્રધાન છે.
૩. પરમ યોગનું લક્ષણ ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત (
અંતર્મુખ) એવી પરમ સમાધિ છે. [પરમ આવશ્યક
કર્મ તે જ પરમ યોગ છે અને પરમ યોગ તે નિર્વાણનો માર્ગ છે.]

Page 279 of 380
PDF/HTML Page 308 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૭૯
तथा हि
(मंदाक्रांता)
आत्मन्युच्चैर्भवति नियतं सच्चिदानन्दमूर्तौ
धर्मः साक्षात
् स्ववशजनितावश्यकर्मात्मकोऽयम्
सोऽयं कर्मक्षयकरपटुर्निर्वृतेरेकमार्गः
तेनैवाहं किमपि तरसा यामि शं निर्विकल्पम्
।।२३८।।
ण वसो अवसो अवसस्स कम्म वावस्सयं ति बोद्धव्वं
जुत्ति त्ति उवाअं ति य णिरवयवो होदि णिज्जुत्ती ।।१४२।।
न वशो अवशः अवशस्य कर्म वाऽवश्यकमिति बोद्धव्यम्
युक्ति रिति उपाय इति च निरवयवो भवति निरुक्ति : ।।१४२।।
રત્નદીપકની નિષ્કંપ-પ્રકાશવાળી શોભાને પામે છે (અર્થાત્ રત્નદીપકની માફક સ્વભાવથી
જ નિષ્કંપપણે અત્યંત પ્રકાશ્યાજાણ્યા કરે છે).’’
વળી (આ ૧૪૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી
પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે)
[શ્લોકાર્થ] સ્વવશતાથી ઉત્પન્ન આવશ્યક-કર્મસ્વરૂપ આ સાક્ષાત્ ધર્મ નિયમથી
(ચોક્કસ) સચ્ચિદાનંદમૂર્તિ આત્મામાં (સત્-ચિદ્-આનંદસ્વરૂપ આત્મામાં) અતિશયપણે હોય
છે. તે આ (આત્મસ્થિત ધર્મ), કર્મક્ષય કરવામાં કુશળ એવો નિર્વાણનો એક માર્ગ છે. તેનાથી
જ હું શીઘ્ર કોઈ (
અદ્ભુત) નિર્વિકલ્પ સુખને પ્રાપ્ત કરું છું. ૨૩૮.
વશ જે નહીં તે ‘અવશ’, ‘આવશ્યક’ અવશનું કર્મ છે;
તે યુક્તિ અગર ઉપાય છે, અશરીર તેથી થાય છે. ૧૪૨.
અન્વયાર્થ[न वशः अवशः] જે (અન્યને) વશ નથી તે ‘અવશ’ છે [वा] અને
[अवशस्य कर्म] અવશનું કર્મ તે [आवश्यकम्] ‘આવશ્યક’ છે [इति बोद्धव्यम्] એમ જાણવું;
[युक्ति : इति] તે (અશરીર થવાની) યુક્તિ છે, [उपायः इति च] તે (અશરીર થવાનો)
ઉપાય છે, [निरवयवः भवति] તેનાથી જીવ નિરવયવ (અર્થાત્ અશરીર) થાય છે.
[निरुक्ति :] આમ નિરુક્તિ છે.

Page 280 of 380
PDF/HTML Page 309 of 409
single page version

૨૮૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अवशस्य परमजिनयोगीश्वरस्य परमावश्यककर्मावश्यं भवतीत्यत्रोक्त म्
यो हि योगी स्वात्मपरिग्रहादन्येषां पदार्थानां वशं न गतः, अत एव अवश
इत्युक्त :, अवशस्य तस्य परमजिनयोगीश्वरस्य निश्चयधर्मध्यानात्मकपरमावश्यक-
कर्मावश्यं भवतीति बोद्धव्यम्
निरवयवस्योपायो युक्ति : अवयवः कायः,
अस्याभावात् अवयवाभावः अवशः परद्रव्याणां निरवयवो भवतीति निरुक्ति :
व्युत्पत्तिश्चेति
(मंदाक्रांता)
योगी कश्चित्स्वहितनिरतः शुद्धजीवास्तिकायाद्
अन्येषां यो न वश इति या संस्थितिः सा निरुक्ति :
तस्मादस्य प्रहतदुरितध्वान्तपुंजस्य नित्यं
स्फू र्जज्ज्योतिःस्फु टितसहजावस्थयाऽमूर्तता स्यात
।।२३9।।
ટીકાઅહીં, *અવશ પરમજિનયોગીશ્વરને પરમ આવશ્યક કર્મ જરૂર છે એમ
કહ્યું છે.
જે યોગી નિજ આત્માના પરિગ્રહ સિવાય અન્ય પદાર્થોને વશ થતો નથી અને
તેથી જ જેને ‘અવશ’ કહેવામાં આવે છે, તે અવશ પરમજિનયોગીશ્વરને નિશ્ચય-
ધર્મધ્યાનસ્વરૂપ પરમ-આવશ્યક-કર્મ જરૂર છે એમ જાણવું. (તે પરમ-આવશ્યક-કર્મ)
નિરવયવપણાનો ઉપાય છે, યુક્તિ છે. અવયવ એટલે કાય; તેનો (કાયનો) અભાવ તે
અવયવનો અભાવ (અર્થાત
્ નિરવયવપણું). પરદ્રવ્યોને અવશ જીવ નિરવયવ થાય છે
(અર્થાત્ જે જીવ પરદ્રવ્યોને વશ થતો નથી તે અકાય થાય છે). આ પ્રમાણે
નિરુક્તિવ્યુત્પત્તિછે.
[હવે આ ૧૪૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છેઃ]
[શ્લોકાર્થ] કોઈ યોગી સ્વહિતમાં લીન રહેતો થકો શુદ્ધજીવાસ્તિકાય
સિવાયના અન્ય પદાર્થોને વશ થતો નથી. આમ જે સુસ્થિત રહેવું તે નિરુક્તિ (અર્થાત
અવશપણાનો વ્યુત્પત્તિ-અર્થ) છે. એમ કરવાથી (પોતામાં લીન રહી પરને વશ નહિ
*અવશ = પરને વશ ન હોય એવા; સ્વવશ; સ્વાધીન; સ્વતંત્ર.

Page 281 of 380
PDF/HTML Page 310 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૮૧
वट्टदि जो सो समणो अण्णवसो होदि असुहभावेण
तम्हा तस्स दु कम्मं आवस्सयलक्खणं ण हवे ।।१४३।।
वर्तते यः स श्रमणोऽन्यवशो भवत्यशुभभावेन
तस्मात्तस्य तु कर्मावश्यकलक्षणं न भवेत।।१४३।।
इह हि भेदोपचाररत्नत्रयपरिणतेर्जीवस्यावशत्वं न समस्तीत्युक्त म्
अप्रशस्तरागाद्यशुभभावेन यः श्रमणाभासो द्रव्यलिङ्गी वर्तते स्वस्वरूपादन्येषां
परद्रव्याणां वशो भूत्वा, ततस्तस्य जघन्यरत्नत्रयपरिणतेर्जीवस्य स्वात्माश्रयनिश्चयधर्मध्यान-
लक्षणपरमावश्यककर्म न भवेदिति अशनार्थं द्रव्यलिङ्गं गृहीत्वा स्वात्मकार्यविमुखः सन्
परमतपश्चरणादिकमप्युदास्य जिनेन्द्रमन्दिरं वा तत्क्षेत्रवास्तुधनधान्यादिकं वा सर्वमस्मदीयमिति
मनश्चकारेति
થવાથી) *દુરિતરૂપી તિમિરપુંજનો જેણે નાશ કર્યો છે એવા તે યોગીને સદા પ્રકાશમાન
જ્યોતિ વડે સહજ અવસ્થા પ્રગટવાથી અમૂર્તપણું થાય છે. ૨૩૯.
વર્તે અશુભ પરિણામમાં, તે શ્રમણ છે વશ અન્યને;
તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૩.
અન્વયાર્થ[यः] જે [अशुभभावेन] અશુભ ભાવ સહિત [वर्तते] વર્તે છે, [सः
श्रमणः] તે શ્રમણ [अन्यवशः भवति] અન્યવશ છે; [तस्मात्] તેથી [तस्य तु] તેને
[आवश्यकलक्षणं कर्म] આવશ્યકસ્વરૂપ કર્મ [न भवेत्] નથી.
ટીકાઅહીં, ભેદોપચાર-રત્નત્રયપરિણતિવાળા જીવને અવશપણું નથી એમ કહ્યું છે.
જે શ્રમણાભાસદ્રવ્યલિંગી અપ્રશસ્ત રાગાદિરૂપ અશુભભાવ સહિત વર્તે છે, તે નિજ
સ્વરૂપથી અન્ય (ભિન્ન) એવાં પરદ્રવ્યોને વશ છે; તેથી તે જઘન્ય રત્નત્રયપરિણતિવાળા
જીવને સ્વાત્માશ્રિત નિશ્ચય-ધર્મધ્યાનસ્વરૂપ પરમ-આવશ્યક-કર્મ નથી. (તે શ્રમણાભાસ)
ભોજન અર્થે દ્રવ્યલિંગ ગ્રહીને સ્વાત્મકાર્યથી વિમુખ રહેતો થકો પરમ તપશ્ચરણાદિ પ્રત્યે પણ
ઉદાસીન (બેદરકાર) રહીને જિનેન્દ્રમંદિર અથવા તેનું ક્ષેત્ર, મકાન, ધન, ધાન્યાદિક બધું
અમારું છે એમ બુદ્ધિ કરે છે.
*દુરિત = દુષ્કૃત; દુષ્કર્મ. (પાપ તેમ જ પુણ્ય બન્ને ખરેખર દુરિત છે.)

Page 282 of 380
PDF/HTML Page 311 of 409
single page version

૨૮૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(मालिनी)
अभिनवमिदमुच्चैर्मोहनीयं मुनीनां
त्रिभुवनभुवनान्तर्ध्वांतपुंजायमानम्
तृणगृहमपि मुक्त्वा तीव्रवैराग्यभावाद्
वसतिमनुपमां तामस्मदीयां स्मरन्ति
।।२४०।।
(शार्दूलविक्रीडित)
कोपि क्वापि मुनिर्बभूव सुकृती काले कलावप्यलं
मिथ्यात्वादिकलंकपंकरहितः सद्धर्मरक्षामणिः
सोऽयं संप्रति भूतले दिवि पुनर्देवैश्च संपूज्यते
मुक्तानेकपरिग्रहव्यतिकरः पापाटवीपावकः
।।२४१।।
(शिखरिणी)
तपस्या लोकेस्मिन्निखिलसुधियां प्राणदयिता
नमस्या सा योग्या शतमखशतस्यापि सततम्
परिप्राप्यैतां यः स्मरतिमिरसंसारजनितं
सुखं रेमे कश्चिद्बत कलिहतोऽसौ जडमतिः
।।२४२।।
[હવે આ ૧૪૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થ
] ત્રિલોકરૂપી મકાનમાં રહેલા (મહા) તિમિરપુંજ જેવું મુનિઓનું આ
(કોઈ) નવું તીવ્ર મોહનીય છે કે (પહેલાં) તેઓ તીવ્ર વૈરાગ્યભાવથી ઘાસના ઘરને પણ
છોડીને (પછી) ‘અમારું તે અનુપમ ઘર!’ એમ સ્મરણ કરે છે! ૨૪૦.
[શ્લોકાર્થ] કળિકાળમાં પણ ક્યાંક કોઈક ભાગ્યશાળી જીવ મિથ્યાત્વાદિરૂપ
મળકાદવથી રહિત અને *સદ્ધર્મરક્ષામણિ એવો સમર્થ મુનિ થાય છે. જેણે અનેક પરિગ્રહોના
વિસ્તારને છોડ્યો છે અને જે પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ છે તે આ મુનિ આ કાળે
ભૂતળમાં તેમ જ દેવલોકમાં દેવોથી પણ સારી રીતે પૂજાય છે. ૨૪૧.
[શ્લોકાર્થ] આ લોકમાં તપશ્ચર્યા સમસ્ત સુબુદ્ધિઓને પ્રાણપ્યારી છે; તે યોગ્ય
*સદ્ધર્મરક્ષામણિ = સદ્ધર્મની રક્ષા કરનારો મણિ. (રક્ષામણિ = આપત્તિઓથી અથવા પિશાચ વગેરેથી
પોતાની જાતને બચાવવા માટે પહેરવામાં આવતો મણિ).

Page 283 of 380
PDF/HTML Page 312 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૮૩
(आर्या)
अन्यवशः संसारी मुनिवेषधरोपि दुःखभाङ्नित्यम्
स्ववशो जीवन्मुक्त : किंचिन्न्यूनो जिनेश्वरादेषः ।।२४३।।
(आर्या)
अत एव भाति नित्यं स्ववशो जिननाथमार्गमुनिवर्गे
अन्यवशो भात्येवं भृत्यप्रकरेषु राजवल्लभवत।।२४४।।
जो चरदि संजदो खलु सुहभावे सो हवेइ अण्णवसो
तम्हा तस्स दु कम्मं आवासयलक्खणं ण हवे ।।१४४।।
यश्चरति संयतः खलु शुभभावे स भवेदन्यवशः
तस्मात्तस्य तु कर्मावश्यकलक्षणं न भवेत।।१४४।।
તપશ્ચર્યા સો ઇન્દ્રોને પણ સતત વંદનીય છે. તેને પામીને જે કોઈ જીવ કામાન્ધકારયુક્ત
સંસારથી જનિત સુખમાં રમે છે, તે જડમતિ અરેરે! કળિથી હણાયેલો છે (
કળિકાળથી ઇજા
પામેલો છે). ૨૪૨.
[શ્લોકાર્થ] જે જીવ અન્યવશ છે તે ભલે મુનિવેશધારી હોય તોપણ સંસારી છે,
નિત્ય દુઃખનો ભોગવનાર છે; જે જીવ સ્વવશ છે તે જીવન્મુક્ત છે, જિનેશ્વરથી કિંચિત્ ન્યૂન
છે (અર્થાત્ તેનામાં જિનેશ્વરદેવ કરતાં જરાક જ ઊણપ છે). ૨૪૩.
[શ્લોકાર્થ] આમ હોવાથી જ જિનનાથના માર્ગને વિષે મુનિવર્ગમાં સ્વવશ મુનિ
સદા શોભે છે; અને અન્યવશ મુનિ નોકરના સમૂહોમાં *રાજવલ્લભ નોકર સમાન શોભે
છે (અર્થાત્ જેમ આવડત વિનાનો, ખુશામતિયો નોકર શોભતો નથી તેમ અન્યવશ મુનિ
શોભતો નથી). ૨૪૪.
સંયત રહી શુભમાં ચરે, તે શ્રમણ છે વશ અન્યને;
તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૪.
અન્વયાર્થ[यः] જે (જીવ) [संयतः] સંયત રહેતો થકો [खलु] ખરેખર
[शुभभावे] શુભ ભાવમાં [चरति] ચરેપ્રવર્તે છે, [सः] તે [अन्यवशः भवेत्] અન્યવશ
*રાજવલ્લભ = (ખુશામતથી) રાજાનો માનીતો થયેલો

Page 284 of 380
PDF/HTML Page 313 of 409
single page version

૨૮૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अत्राप्यन्यवशस्याशुद्धान्तरात्मजीवस्य लक्षणमभिहितम्
यः खलु जिनेन्द्रवदनारविन्दविनिर्गतपरमाचारशास्त्रक्रमेण सदा संयतः सन्
शुभोपयोगे चरति, व्यावहारिकधर्मध्यानपरिणतः अत एव चरणकरणप्रधानः,
स्वाध्यायकालमवलोकयन् स्वाध्यायक्रियां करोति, दैनं दैनं भुक्त्वा भुक्त्वा
चतुर्विधाहारप्रत्याख्यानं च करोति, तिसृषु संध्यासु भगवदर्हत्परमेश्वरस्तुतिशत-
सहस्रमुखरमुखारविन्दो भवति, त्रिकालेषु च नियमपरायणः इत्यहोरात्रेऽप्येकादशक्रिया-तत्परः,
पाक्षिकमासिकचातुर्मासिकसांवत्सरिकप्रतिक्रमणाकर्णनसमुपजनितपरितोषरोमांच-
कंचुकितधर्मशरीरः, अनशनावमौदर्यरसपरित्यागवृत्तिपरिसंख्यानविविक्त शयनासनकाय-
क्लेशाभिधानेषु षट्सु बाह्यतपस्सु च संततोत्साहपरायणः, स्वाध्यायध्यानशुभाचरणप्रच्युत-
प्रत्यवस्थापनात्मकप्रायश्चित्तविनयवैयावृत्त्यव्युत्सर्गनामधेयेषु चाभ्यन्तरतपोनुष्ठानेषु च
છે; [तस्मात्] તેથી [तस्य तु] તેને [आवश्यकलक्षणं कर्म] આવશ્યકસ્વરૂપ કર્મ [न भवेत्]
નથી.
ટીકાઅહીં પણ (આ ગાથામાં પણ), અન્યવશ એવા અશુદ્ધ-અંતરાત્મજીવનું
લક્ષણ કહ્યું છે.
જે (શ્રમણ) ખરેખર જિનેંદ્રના વદનારવિંદમાંથી નીકળેલા પરમ-આચારશાસ્ત્રના ક્રમથી
(રીતથી) સદા સંયત રહેતો થકો શુભોપયોગમાં ચરેપ્રવર્તે છે; વ્યાવહારિક ધર્મધ્યાનમાં
પરિણત રહે છે તેથી જ *ચરણકરણપ્રધાન છે; સ્વાધ્યાયકાળને અવલોકતો થકો
(સ્વાધ્યાયયોગ્ય કાળનું ધ્યાન રાખીને) સ્વાધ્યાયક્રિયા કરે છે, પ્રતિદિન ભોજન કરીને
ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરે છે, ત્રણ સંધ્યાઓ વખતે (સવારે, બપોરે ને સાંજે)
ભગવાન અર્હત્ પરમેશ્વરની લાખો સ્તુતિ મુખકમળથી બોલે છે, ત્રણે કાળે નિયમપરાયણ
રહે છે (અર્થાત્ ત્રણે વખતના નિયમોમાં તત્પર રહે છે),એ રીતે અહર્નિશ (દિવસ-રાત
થઈને) અગિયાર ક્રિયામાં તત્પર રહે છે; પાક્ષિક, માસિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક
પ્રતિક્રમણ સાંભળવાથી ઊપજેલા સંતોષથી જેનું ધર્મશરીર રોમાંચથી છવાઈ જાય છે;
અનશન, અવમૌદર્ય, રસપરિત્યાગ, વૃત્તિપરિસંખ્યાન, વિવિક્ત શય્યાસન અને કાયક્લેશ
નામનાં છ બાહ્ય તપમાં જે સતત ઉત્સાહપરાયણ રહે છે; સ્વાધ્યાય, ધ્યાન, શુભ આચરણથી
ચ્યુત થતાં ફરી તેમાં સ્થાપનસ્વરૂપ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્ય અને વ્યુત્સર્ગ નામનાં
*ચરણકરણપ્રધાન = શુભ આચરણના પરિણામ જેને મુખ્ય છે એવો

Page 285 of 380
PDF/HTML Page 314 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૮૫
कुशलबुद्धिः, किन्तु स निरपेक्षतपोधनः साक्षान्मोक्षकारणं स्वात्माश्रयावश्यककर्म
निश्चयतः परमात्मतत्त्वविश्रान्तिरूपं निश्चयधर्मध्यानं शुक्लध्यानं च न जानीते, अतः
परद्रव्यगतत्वादन्यवश इत्युक्त :
अस्य हि तपश्चरणनिरतचित्तस्यान्यवशस्य
नाकलोकादिक्लेशपरंपरया शुभोपयोगफलात्मभिः प्रशस्तरागांगारैः पच्यमानः सन्नासन्न-
भव्यतागुणोदये सति परमगुरुप्रसादासादितपरमतत्त्वश्रद्धानपरिज्ञानानुष्ठानात्मकशुद्ध-
निश्चयरत्नत्रयपरिणत्या निर्वाणमुपयातीति
(हरिणी)
त्यजतु सुरलोकादिक्लेशे रतिं मुनिपुंगवो
भजतु परमानन्दं निर्वाणकारणकारणम्
सकलविमलज्ञानावासं निरावरणात्मकं
सहजपरमात्मानं दूरं नयानयसंहतेः
।।२४५।।
અભ્યંતર તપના અનુષ્ઠાનમાં (આચરણમાં) જે કુશળબુદ્ધિવાળો છે; પરંતુ તે નિરપેક્ષ તપોધન
સાક્ષાત
્ મોક્ષના કારણભૂત સ્વાત્માશ્રિત આવશ્યક-કર્મનેનિશ્ચયથી પરમાત્મતત્ત્વમાં
વિશ્રાંતિરૂપ નિશ્ચયધર્મધ્યાનને તથા શુક્લધ્યાનનેજાણતો નથી; તેથી પરદ્રવ્યમાં પરિણત
હોવાથી તેને અન્યવશ કહેવામાં આવ્યો છે. જેનું ચિત્ત તપશ્ચરણમાં લીન છે એવો આ
અન્યવશ શ્રમણ દેવલોકાદિના ક્લેશની પરંપરા પામવાથી શુભોપયોગના ફળસ્વરૂપ પ્રશસ્ત
રાગરૂપી અંગારાઓથી શેકાતો થકો, આસન્નભવ્યતારૂપી ગુણનો ઉદય થતાં પરમગુરુના
પ્રસાદથી પ્રાપ્ત પરમતત્ત્વનાં શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનસ્વરૂપ શુદ્ધ-નિશ્ચય-રત્નત્રયપરિણતિ વડે
નિર્વાણને પામે છે (અર્થાત
્ ક્યારેક શુદ્ધ-નિશ્ચય-રત્નત્રયપરિણતિને પ્રાપ્ત કરે તો જ અને
ત્યારે જ નિર્વાણને પામે છે).
[હવે આ ૧૪૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છેઃ]
[શ્લોકાર્થ] મુનિવર દેવલોકાદિના ક્લેશ પ્રત્યે રતિ તજો અને *નિર્વાણના
કારણનું કારણ એવા સહજપરમાત્માને ભજોકે જે સહજપરમાત્મા પરમાનંદમય છે,
સર્વથા નિર્મળ જ્ઞાનનું રહેઠાણ છે, નિરાવરણસ્વરૂપ છે અને નય-અનયના સમૂહથી (સુનયો
તથા કુનયોના સમૂહથી) દૂર છે. ૨૪૫.
*નિર્વાણનું કારણ પરમશુદ્ધોપયોગ છે અને પરમશુદ્ધોપયોગનું કારણ સહજપરમાત્મા છે.

Page 286 of 380
PDF/HTML Page 315 of 409
single page version

૨૮૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
दव्वगुणपज्जयाणं चित्तं जो कुणइ सो वि अण्णवसो
मोहंधयारववगयसमणा कहयंति एरिसयं ।।१४५।।
द्रव्यगुणपर्यायाणां चित्तं यः करोति सोप्यन्यवशः
मोहान्धकारव्यपगतश्रमणाः कथयन्तीद्रशम् ।।१४५।।
अत्राप्यन्यवशस्य स्वरूपमुक्त म्
यः कश्चिद् द्रव्यलिङ्गधारी भगवदर्हन्मुखारविन्दविनिर्गतमूलोत्तरपदार्थसार्थप्रति-
पादनसमर्थः क्वचित् षण्णां द्रव्याणां मध्ये चित्तं धत्ते, क्वचित्तेषां मूर्तामूर्तचेतनाचेतनगुणानां
मध्ये मनश्चकार, पुनस्तेषामर्थव्यंजनपर्यायाणां मध्ये बुद्धिं करोति, अपि तु त्रिकाल-
निरावरणनित्यानंदलक्षणनिजकारणसमयसारस्वरूपनिरतसहजज्ञानादिशुद्धगुणपर्यायाणामाधार-
भूतनिजात्मतत्त्वे चित्तं कदाचिदपि न योजयति, अत एव स तपोधनोऽप्यन्यवश
इत्युक्त :
જે ચિત્ત જોડે દ્રવ્ય-ગુણ-પર્યાયની ચિંતા વિષે,
તેનેય મોહવિહીન શ્રમણો અન્યવશ ભાખે અરે! ૧૪૫.
અન્વયાર્થ[यः] જે [द्रव्यगुणपर्यायाणां] દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં (અર્થાત્ તેમના
વિકલ્પોમાં) [चित्तं करोति] મન જોડે છે, [सः अपि] તે પણ [अन्यवशः] અન્યવશ છે;
[मोहान्धकारव्यपगतश्रमणाः] મોહાન્ધકાર રહિત શ્રમણો [ईद्रशम्] આમ [कथयन्ति] કહે છે.
ટીકાઅહીં પણ અન્યવશનું સ્વરૂપ કહ્યું છે.
ભગવાન અર્હત્ના મુખારવિંદથી નીકળેલા (કહેવાયેલા) મૂળ અને ઉત્તર પદાર્થોનું
સાર્થ (અર્થ સહિત) પ્રતિપાદન કરવામાં સમર્થ એવો જે કોઈ દ્રવ્યલિંગધારી (મુનિ) ક્યારેક
છ દ્રવ્યોમાં ચિત્ત જોડે છે, ક્યારેક તેમના મૂર્ત-અમૂર્ત ચેતન-અચેતન ગુણોમાં મન જોડે છે
અને વળી ક્યારેક તેમના અર્થપર્યાયો અને વ્યંજનપર્યાયોમાં બુદ્ધિ જોડે છે, પરંતુ ત્રિકાળ-
નિરાવરણ, નિત્યાનંદ જેનું લક્ષણ છે એવા નિજકારણસમયસારના સ્વરૂપમાં લીન
સહજજ્ઞાનાદિ શુદ્ધગુણપર્યાયોના આધારભૂત નિજ આત્મતત્ત્વમાં ચિત્ત ક્યારેય જોડતો નથી,
તે તપોધનને પણ તે કારણે જ (અર્થાત
્ પર વિકલ્પોને વશ થતો હોવાના કારણે જ)
અન્યવશ કહેવામાં આવ્યો છે.

Page 287 of 380
PDF/HTML Page 316 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૮૭
प्रध्वस्तदर्शनचारित्रमोहनीयकर्मध्वांतसंघाताः परमात्मतत्त्वभावनोत्पन्नवीतराग-
सुखामृतपानोन्मुखाः श्रवणा हि महाश्रवणाः परमश्रुतकेवलिनः, ते खलु कथयन्तीद्रशम्
अन्यवशस्य स्वरूपमिति
तथा चोक्त म्
(अनुष्टुभ्)
‘‘आत्मकार्यं परित्यज्य द्रष्टाद्रष्टविरुद्धया
यतीनां ब्रह्मनिष्ठानां किं तया परिचिन्तया ।।’’
तथा हि
(अनुष्टुभ्)
यावच्चिन्तास्ति जन्तूनां तावद्भवति संसृतिः
यथेंधनसनाथस्य स्वाहानाथस्य वर्धनम् ।।२४६।।
જેમણે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મરૂપી તિમિરસમૂહનો નાશ કર્યો છે
અને પરમાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન વીતરાગસુખામૃતના પાનમાં જે ઉન્મુખ (તત્પર)
છે એવા શ્રમણો ખરેખર મહાશ્રમણો છે, પરમ શ્રુતકેવળીઓ છે; તેઓ ખરેખર
અન્યવશનું આવું (
ઉપર કહ્યા પ્રમાણે) સ્વરૂપ કહે છે.
એવી રીતે (અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થ] આત્મકાર્યને છોડીને દ્રષ્ટ તથા અદ્રષ્ટથી વિરુદ્ધ એવી તે
ચિંતાથી (પ્રત્યક્ષ તથા પરોક્ષથી વિરુદ્ધ એવા વિકલ્પોથી) બ્રહ્મનિષ્ઠ યતિઓને શું
પ્રયોજન છે?’’
વળી (આ ૧૪૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છે)
[શ્લોકાર્થ] જેમ ઇન્ધનયુક્ત અગ્નિ વૃદ્ધિ પામે છે (અર્થાત્ જ્યાં સુધી
ઇન્ધન છે ત્યાં સુધી અગ્નિની વૃદ્ધિ થાય છે), તેમ જ્યાં સુધી જીવોને ચિંતા (વિકલ્પો)
છે ત્યાં સુધી સંસાર છે. ૨૪૬.

Page 288 of 380
PDF/HTML Page 317 of 409
single page version

૨૮૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
परिचत्ता परभावं अप्पाणं झादि णिम्मलसहावं
अप्पवसो सो होदि हु तस्स दु कम्मं भणंति आवासं ।।१४६।।
परित्यज्य परभावं आत्मानं ध्यायति निर्मलस्वभावम्
आत्मवशः स भवति खलु तस्य तु कर्म भणन्त्यावश्यम् ।।१४६।।
अत्र हि साक्षात् स्ववशस्य परमजिनयोगीश्वरस्य स्वरूपमुक्त म्
यस्तु निरुपरागनिरंजनस्वभावत्वादौदयिकादिपरभावानां समुदयं परित्यज्य काय-
करणवाचामगोचरं सदा निरावरणत्वान्निर्मलस्वभावं निखिलदुरघवीरवैरिवाहिनीपताकालुंटाकं
निजकारणपरमात्मानं ध्यायति स एवात्मवश इत्युक्त :
तस्याभेदानुपचाररत्नत्रयात्मकस्य
निखिलबाह्यक्रियाकांडाडंबरविविधविकल्पमहाकोलाहलप्रतिपक्षमहानंदानंदप्रदनिश्चयधर्मशुक्ल-
ध्यानात्मकपरमावश्यककर्म भवतीति
પરભાવ છોડી, આત્મને ધ્યાવે વિશુદ્ધસ્વભાવને,
છે આત્મવશ તે સાધુ, આવશ્યક કરમ છે તેહને. ૧૪૬.
અન્વયાર્થ[परभावं परित्यज्य] જે પરભાવને પરિત્યાગીને [निर्मलस्वभावम्] નિર્મળ
સ્વભાવવાળા [आत्मानं] આત્માને [ध्यायति] ધ્યાવે છે, [सः खलु] તે ખરેખર [आत्मवशः
भवति] આત્મવશ છે [तस्य तु] અને તેને [आवश्यम् कर्म] આવશ્યક કર્મ [भणन्ति] (જિનો)
કહે છે.
ટીકાઅહીં ખરેખર સાક્ષાત્ સ્વવશ પરમજિનયોગીશ્વરનું સ્વરૂપ કહ્યું છે.
જે (શ્રમણ) નિરુપરાગ નિરંજન સ્વભાવવાળો હોવાને લીધે ઔદયિકાદિ પરભાવોના
સમુદાયને પરિત્યાગીને, નિજ કારણપરમાત્માનેકે જે (કારણપરમાત્મા) કાયા, ઇન્દ્રિય અને
વાણીને અગોચર છે, સદા નિરાવરણ હોવાથી નિર્મળ સ્વભાવવાળો છે અને સમસ્ત
*દુરઘરૂપી વીર શત્રુઓની સેનાના ધ્વજને લૂંટનારો છે તેનેધ્યાવે છે, તેને જ (તે શ્રમણને
જ) આત્મવશ કહેવામાં આવ્યો છે. તે અભેદ-અનુપચારરત્નત્રયાત્મક શ્રમણને સમસ્ત
બાહ્યક્રિયાકાંડ-આડંબરના વિવિધ વિકલ્પોના મહા કોલાહલથી પ્રતિપક્ષ
+મહા-આનંદાનંદપ્રદ
નિશ્ચયધર્મધ્યાન તથા નિશ્ચયશુક્લધ્યાનસ્વરૂપ પરમાવશ્યક-કર્મ છે.
*દુરઘ = દુષ્ટ અઘ; દુષ્ટ પાપ. (અશુભ તેમ જ શુભ કર્મ બંને દુરઘ છે.)
+પરમ આવશ્યક કર્મ નિશ્ચયધર્મધ્યાન તથા નિશ્ચયશુક્લધ્યાનસ્વરૂપ છેકે જે ધ્યાનો મહા આનંદ-
આનંદના દેનારાં છે. આ મહા આનંદ-આનંદ વિકલ્પોના મહા કોલાહલથી વિરુદ્ધ છે.

Page 289 of 380
PDF/HTML Page 318 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૮૯
(पृथ्वी)
जयत्ययमुदारधीः स्ववशयोगिवृन्दारकः
प्रनष्टभवकारणः प्रहतपूर्वकर्मावलिः
स्फु टोत्कटविवेकतः स्फु टितशुद्धबोधात्मिकां
सदाशिवमयां मुदा व्रजति सर्वथा निर्वृतिम्
।।२४७।।
(अनुष्टुभ्)
प्रध्वस्तपंचबाणस्य पंचाचारांचिताकृतेः
अवंचकगुरोर्वाक्यं कारणं मुक्ति संपदः ।।२४८।।
(अनुष्टुभ्)
इत्थं बुद्ध्वा जिनेन्द्रस्य मार्गं निर्वाणकारणम्
निर्वाणसंपदं याति यस्तं वंदे पुनः पुनः ।।२४9।।
(द्रुतविलंबित)
स्ववशयोगिनिकायविशेषक
प्रहतचारुवधूकनकस्पृह
त्वमसि नश्शरणं भवकानने
स्मरकिरातशरक्षतचेतसाम्
।।२५०।।
[હવે આ ૧૪૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ આઠ શ્લોકો કહે
છેઃ]
[શ્લોકાર્થ] ઉદાર જેની બુદ્ધિ છે, ભવનું કારણ જેણે નષ્ટ કર્યું છે, પૂર્વ કર્માવલિ
જેણે હણી નાખી છે અને સ્પષ્ટ ઉત્કટ વિવેક દ્વારા પ્રગટ-શુદ્ધબોધસ્વરૂપ સદાશિવમય સંપૂર્ણ
મુક્તિને જે પ્રમોદથી પામે છે, તે આ સ્વવશ મુનિશ્રેષ્ઠ જયવંત છે. ૨૪૭.
[શ્લોકાર્થ] કામદેવનો જેમણે નાશ કર્યો છે અને (જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-
વીર્યાત્મક) પંચાચારથી સુશોભિત જેમની આકૃતિ છેએવા અવંચક (માયાચાર રહિત)
ગુરુનું વાક્ય મુક્તિસંપદાનું કારણ છે. ૨૪૮.
[શ્લોકાર્થ] નિર્વાણનું કારણ એવો જે જિનેંદ્રનો માર્ગ તેને આ રીતે જાણીને જે
નિર્વાણસંપદાને પામે છે, તેને હું ફરીફરીને વંદું છું. ૨૪૯.
[શ્લોકાર્થ] જેણે સુંદર સ્ત્રીની અને સુવર્ણની સ્પૃહાને નષ્ટ કરી છે એવા હે

Page 290 of 380
PDF/HTML Page 319 of 409
single page version

૨૯૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(द्रुतविलंबित)
अनशनादितपश्चरणैः फलं
तनुविशोषणमेव न चापरम्
तव पदांबुरुहद्वयचिंतया
स्ववश जन्म सदा सफलं मम
।।२५१।।
(मालिनी)
जयति सहजतेजोराशिनिर्मग्नलोकः
स्वरसविसरपूरक्षालितांहः समंतात
सहजसमरसेनापूर्णपुण्यः पुराणः
स्ववशमनसि नित्यं संस्थितः शुद्धसिद्धः
।।२५२।।
(अनुष्टुभ्)
सर्वज्ञवीतरागस्य स्ववशस्यास्य योगिनः
न कामपि भिदां क्वापि तां विद्मो हा जडा वयम् ।।२५३।।
(अनुष्टुभ्)
एक एव सदा धन्यो जन्मन्यस्मिन्महामुनिः
स्ववशः सर्वकर्मभ्यो बहिस्तिष्ठत्यनन्यधीः ।।२५४।।
યોગીસમૂહમાં શ્રેષ્ઠ સ્વવશ યોગી! તું અમારુંકામદેવરૂપી ભીલના તીરથી ઘવાયેલા
ચિત્તવાળાનુંભવરૂપી અરણ્યમાં શરણ છે. ૨૫૦.
[શ્લોકાર્થ] અનશનાદિ તપશ્ચરણોનું ફળ શરીરનું શોષણ (સુકાવું) જ છે, બીજું
નહિ. (પરંતુ) હે સ્વવશ! (હે આત્મવશ મુનિ!) તારા ચરણકમળયુગલના ચિંતનથી મારો
જન્મ સદા સફળ છે. ૨૫૧.
[શ્લોકાર્થ] જેણે નિજ રસના વિસ્તારરૂપી પૂર વડે પાપને સર્વ તરફથી ધોઈ
નાખ્યાં છે, જે સહજ સમતારસથી પૂર્ણ ભરેલો હોવાથી પવિત્ર છે, જે પુરાણ (સનાતન)
છે, જે સ્વવશ મનમાં સદા સુસ્થિત છે (અર્થાત
્ જે સદા મનનેભાવને સ્વવશ કરીને
બિરાજમાન છે) અને જે શુદ્ધ સિદ્ધ છે (અર્થાત્ જે શુદ્ધ સિદ્ધભગવાન સમાન છે)એવો
સહજ તેજરાશિમાં મગ્ન જીવ જયવંત છે. ૨૫૨.
[શ્લોકાર્થ] સર્વજ્ઞ-વીતરાગમાં અને આ સ્વવશ યોગીમાં ક્યારેય કાંઈ પણ ભેદ
નથી; છતાં અરેરે! આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. ૨૫૩.
[શ્લોકાર્થ] આ જન્મમાં સ્વવશ મહામુનિ એક જ સદા ધન્ય છે કે જે

Page 291 of 380
PDF/HTML Page 320 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૯૧
आवासं जइ इच्छसि अप्पसहावेसु कुणदि थिरभावं
तेण दु सामण्णगुणं संपुण्णं होदि जीवस्स ।।१४७।।
आवश्यकं यदीच्छसि आत्मस्वभावेषु करोषि स्थिरभावम्
तेन तु सामायिकगुणं सम्पूर्णं भवति जीवस्य ।।१४७।।
शुद्धनिश्चयावश्यकप्राप्त्युपायस्वरूपाख्यानमेतत
इह हि बाह्यषडावश्यकप्रपंचकल्लोलिनीकलकलध्वानश्रवणपराङ्मुख हे शिष्य शुद्ध-
निश्चयधर्मशुक्लध्यानात्मकस्वात्माश्रयावश्यकं संसारव्रततिमूललवित्रं यदीच्छसि, समस्त-
विकल्पजालविनिर्मुक्त निरंजननिजपरमात्मभावेषु सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजसुख-
प्रमुखेषु सततनिश्चलस्थिरभावं करोषि, तेन हेतुना निश्चयसामायिकगुणे जाते मुमुक्षोर्जीवस्य
बाह्यषडावश्यकक्रियाभिः किं जातम्, अप्यनुपादेयं फलमित्यर्थः
अतः परमावश्यकेन
અનન્યબુદ્ધિવાળો રહેતો થકો (નિજાત્મા સિવાય અન્ય પ્રત્યે લીન નહિ થતો થકો) સર્વ
કર્મોથી બહાર રહે છે. ૨૫૪.
આવશ્યકાર્થે તું નિજાત્મસ્વભાવમાં સ્થિરતા કરે;
તેનાથી સામાયિક તણો ગુણ પૂર્ણ થાયે જીવને. ૧૪૭.
અન્વયાર્થ[यदि] જો તું [आवश्यकम् इच्छसि] આવશ્યકને ઇચ્છે છે તો તું
[आत्मस्वभावेषु] આત્મસ્વભાવોમાં [स्थिरभावम्] સ્થિરભાવ [करोषि] કરે છે; [तेन तु] તેનાથી
[जीवस्य] જીવને [सामायिकगुणं] સામાયિકગુણ [सम्पूर्णं भवति] સંપૂર્ણ થાય છે.
ટીકાઆ, શુદ્ધનિશ્ચય-આવશ્યકની પ્રાપ્તિનો જે ઉપાય તેના સ્વરૂપનું કથન છે.
બાહ્ય ષટ્-આવશ્યકપ્રપંચરૂપી નદીના કોલાહલના શ્રવણથી (વ્યવહાર છ
આવશ્યકના વિસ્તારરૂપી નદીના કકળાટના શ્રવણથી) પરાઙ્મુખ હે શિષ્ય! શુદ્ધનિશ્ચય-
ધર્મધ્યાન તથા શુદ્ધનિશ્ચય-શુક્લધ્યાનસ્વરૂપ સ્વાત્માશ્રિત આવશ્યકને
કે જે સંસારરૂપી
લતાના મૂળને છેદવાનો કુહાડો છે તેનેજો તું ઇચ્છે છે, તો તું સમસ્ત વિકલ્પજાળ રહિત
નિરંજન નિજ પરમાત્માના ભાવોમાંસહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર અને સહજ
સુખ વગેરેમાંસતત-નિશ્ચળ સ્થિરભાવ કરે છે; તે હેતુથી (અર્થાત્ તે કારણ વડે)
નિશ્ચયસામાયિકગુણ ઊપજતાં, મુમુક્ષુ જીવને બાહ્ય છ આવશ્યકક્રિયાઓથી શું ઊપજ્યું?