Niyamsar (Gujarati). Shlok: 255-271 ; Gatha: 148-158.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 17 of 21

 

Page 292 of 380
PDF/HTML Page 321 of 409
single page version

૨૯૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
निष्क्रियेण अपुनर्भवपुरन्ध्रिकासंभोगहासप्रवीणेन जीवस्य सामायिकचारित्रं सम्पूर्णं भवतीति
तथा चोक्तं श्रीयोगीन्द्रदेवैः
(मालिनी)
‘‘यदि चलति कथञ्चिन्मानसं स्वस्वरूपाद्
भ्रमति बहिरतस्ते सर्वदोषप्रसङ्गः
तदनवरतमंतर्मग्नसंविग्नचित्तो
भव भवसि भवान्तस्थायिधामाधिपस्त्वम्
।।’’
तथा हि
(शार्दूलविक्रीडित)
यद्येवं चरणं निजात्मनियतं संसारदुःखापहं
मुक्ति श्रीललनासमुद्भवसुखस्योच्चैरिदं कारणम्
बुद्ध्वेत्थं समयस्य सारमनघं जानाति यः सर्वदा
सोयं त्यक्त बहिःक्रियो मुनिपतिः पापाटवीपावकः
।।२५५।।
અનુપાદેય ફળ ઊપજ્યું એવો અર્થ છે. માટે અપુનર્ભવરૂપી (મુક્તિરૂપી) સ્ત્રીનાં સંભોગ
અને હાસ્ય પ્રાપ્ત કરવામાં પ્રવીણ એવા નિષ્ક્રિય પરમ-આવશ્યકથી જીવને સામાયિકચારિત્ર
સંપૂર્ણ થાય છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી યોગીન્દ્રદેવે (અમૃતાશીતિમાં ૬૪ મા શ્લોક દ્વારા) કહ્યું
છે કેઃ
‘‘[શ્લોકાર્થ] જો કોઈ પ્રકારે મન નિજ સ્વરૂપથી ચલિત થાય અને તેનાથી
બહાર ભમે તો તને સર્વ દોષનો પ્રસંગ આવે છે, માટે તું સતત અંતર્મગ્ન અને સંવિગ્ન
ચિત્તવાળો થા કે જેથી તું મોક્ષરૂપી સ્થાયી ધામનો અધિપતિ થશે.’’
વળી (આ ૧૪૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થ] જો એ રીતે (જીવને) સંસારદુઃખનાશક નિજાત્મનિયત ચારિત્ર
અનુપાદેય = હેય; નાપસંદ કરવા જેવું; નહિ વખાણવા જેવું.
સંવિગ્ન = સંવેગી; વૈરાગી; વિરક્ત.
નિજાત્મનિયત = નિજ આત્માને વળગેલું; નિજ આત્માને અવલંબતું; નિજાત્માશ્રિત; નિજ આત્મામાં
એકાગ્ર.

Page 293 of 380
PDF/HTML Page 322 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૯૩
आवासएण हीणो पब्भट्ठो होदि चरणदो समणो
पुव्वुत्तकमेण पुणो तम्हा आवासयं कुज्जा ।।१४८।।
आवश्यकेन हीनः प्रभ्रष्टो भवति चरणतः श्रमणः
पूर्वोक्त क्रमेण पुनः तस्मादावश्यकं कुर्यात।।१४८।।
अत्र शुद्धोपयोगाभिमुखस्य शिक्षणमुक्त म्
अत्र व्यवहारनयेनापि समतास्तुतिवंदनाप्रत्याख्यानादिषडावश्यकपरिहीणः
श्रमणश्चारित्रपरिभ्रष्ट इति यावत्, शुद्धनिश्चयेन परमाध्यात्मभाषयोक्त निर्विकल्प-
समाधिस्वरूपपरमावश्यकक्रियापरिहीणश्रमणो निश्चयचारित्रभ्रष्ट इत्यर्थः पूर्वोक्त स्ववशस्य
परमजिनयोगीश्वरस्य निश्चयावश्यकक्रमेण स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यान-
હોય, તો તે ચારિત્ર મુક્તિશ્રીરૂપી (મુક્તિલક્ષ્મીરૂપી) સુંદરીથી ઉત્પન્ન થતા સુખનું
અતિશયપણે કારણ થાય છે;
આમ જાણીને જે (મુનિવર) નિર્દોષ સમયના સારને સર્વદા
જાણે છે, તે આ મુનિપતિકે જેણે બાહ્ય ક્રિયા છોડી છે તેપાપરૂપી અટવીને
બાળનારો અગ્નિ છે. ૨૫૫.
આવશ્યકે વિરહિત શ્રમણ ચારિત્રથી પ્રભ્રષ્ટ છે;
તેથી યથોક્ત પ્રકાર આવશ્યક કરમ કર્તવ્ય છે. ૧૪૮.
અન્વયાર્થ[आवश्यकेन हीनः] આવશ્યક રહિત [श्रमणः] શ્રમણ [चरणतः]
ચરણથી [प्रभ्रष्टः भवति] પ્રભ્રષ્ટ (અતિ ભ્રષ્ટ) છે; [तस्मात् पुनः] અને તેથી [पूर्वोक्त क्रम्*ोण]
પૂર્વોક્ત ક્રમથી (પૂર્વે કહેલી વિધિથી) [आवश्यकं कुर्यात्] આવશ્યક કરવું.
ટીકાઅહીં (આ ગાથામાં) શુદ્ધોપયોગસંમુખ જીવને શિખામણ કહી છે.
અહીં (આ લોકમાં) વ્યવહારનયે પણ, સમતા, સ્તુતિ, વંદના, પ્રત્યાખ્યાન વગેરે
છ આવશ્યકથી રહિત શ્રમણ ચારિત્રપરિભ્રષ્ટ (ચારિત્રથી સર્વથા ભ્રષ્ટ) છે; શુદ્ધનિશ્ચયે,
પરમ-અધ્યાત્મભાષાથી જેને નિર્વિકલ્પ-સમાધિસ્વરૂપ કહેવામાં આવે છે એવી પરમ
આવશ્યક ક્રિયાથી રહિત શ્રમણ નિશ્ચયચારિત્રભ્રષ્ટ છે;
આમ અર્થ છે. (માટે) સ્વવશ
પરમજિનયોગીશ્વરના નિશ્ચય-આવશ્યકનો જે ક્રમ પૂર્વે કહેવામાં આવ્યો છે તે ક્રમથી
(
તે વિધિથી), સ્વાત્માશ્રિત એવાં નિશ્ચય-ધર્મધ્યાન અને નિશ્ચય-શુક્લધ્યાનસ્વરૂપે, પરમ

Page 294 of 380
PDF/HTML Page 323 of 409
single page version

૨૯૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
स्वरूपेण सदावश्यकं करोतु परममुनिरिति
(मंदाक्रांता)
आत्मावश्यं सहजपरमावश्यकं चैकमेकं
कुर्यादुच्चैरघकुलहरं निर्वृतेर्मूलभूतम्
सोऽयं नित्यं स्वरसविसरापूर्णपुण्यः पुराणः
वाचां दूरं किमपि सहजं शाश्वतं शं प्रयाति
।।२५६।।
(अनुष्टुभ्)
स्ववशस्य मुनीन्द्रस्य स्वात्मचिन्तनमुत्तमम्
इदं चावश्यकं कर्म स्यान्मूलं मुक्ति शर्मणः ।।२५७।।
आवासएण जुत्तो समणो सो होदि अंतरंगप्पा
आवासयपरिहीणो समणो सो होदि बहिरप्पा ।।१४9।।
મુનિ સદા આવશ્યક કરો.
[હવે આ ૧૪૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે
છેઃ]
[શ્લોકાર્થ] આત્માએ અવશ્ય માત્ર સહજ-પરમ-આવશ્યકને એકને જકે
જે *અઘસમૂહનું નાશક છે અને મુક્તિનું મૂળ (કારણ) છે તેને જઅતિશયપણે
કરવું. (એમ કરવાથી,) સદા નિજ રસના ફેલાવથી પૂર્ણ ભરેલો હોવાને લીધે પવિત્ર
અને પુરાણ (સનાતન) એવો તે આત્મા વાણીથી દૂર (વચન-અગોચર) એવા કોઈ
સહજ શાશ્વત સુખને પામે છે. ૨૫૬.
[શ્લોકાર્થ] સ્વવશ મુનીંદ્રને ઉત્તમ સ્વાત્મચિંતન (નિજાત્માનુભવન) હોય છે;
અને આ (નિજાત્માનુભવનરૂપ) આવશ્યક કર્મ (તેને) મુક્તિસૌખ્યનું કારણ થાય છે. ૨૫૭.
આવશ્યકે સંયુક્ત યોગી અંતરાત્મા જાણવો;
આવશ્યકે વિરહિત શ્રમણ બહિરંગ આત્મા જાણવો. ૧૪૯.
*અઘ = દોષ; પાપ. (અશુભ તેમ જ શુભ બન્ને અઘ છે.)

Page 295 of 380
PDF/HTML Page 324 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૯૫
आवश्यकेन युक्त : श्रमणः स भवत्यंतरंगात्मा
आवश्यकपरिहीणः श्रमणः स भवति बहिरात्मा ।।१४9।।
अत्रावश्यककर्माभावे तपोधनो बहिरात्मा भवतीत्युक्त :
अभेदानुपचाररत्नत्रयात्मकस्वात्मानुष्ठाननियतपरमावश्यककर्मणानवरतसंयुक्त : स्व-
वशाभिधानपरमश्रमणः सर्वोत्कृष्टोऽन्तरात्मा, षोडशकषायाणामभावादयं क्षीणमोहपदवीं
परिप्राप्य स्थितो महात्मा
असंयतसम्यग्द्रष्टिर्जघन्यांतरात्मा अनयोर्मध्यमाः सर्वे
मध्यमान्तरात्मानः निश्चयव्यवहारनयद्वयप्रणीतपरमावश्यकक्रियाविहीनो बहिरात्मेति
उक्तं च मार्गप्रकाशे
(अनुष्टुभ्)
‘‘बहिरात्मान्तरात्मेति स्यादन्यसमयो द्विधा
बहिरात्मानयोर्देहकरणाद्युदितात्मधीः ।।’’
અન્વયાર્થ[आवश्यकेन युक्त :] આવશ્યક સહિત [श्रमणः] શ્રમણ [सः] તે
[अंतरंगात्मा] અંતરાત્મા [भवति] છે; [आवश्यकपरिहीणः] આવશ્યક રહિત [श्रमणः] શ્રમણ
[सः] તે [बहिरात्मा] બહિરાત્મા [भवति] છે.
ટીકાઅહીં, આવશ્યક કર્મના અભાવમાં તપોધન બહિરાત્મા હોય છે એમ કહ્યું છે.
અભેદ-અનુપચાર-રત્નત્રયાત્મક *સ્વાત્માનુષ્ઠાનમાં નિયત પરમાવશ્યક-કર્મથી નિરંતર
સંયુક્ત એવો જે ‘સ્વવશ’ નામનો પરમ શ્રમણ તે સર્વોત્કૃષ્ટ અંતરાત્મા છે; આ મહાત્મા સોળ
કષાયોના અભાવ દ્વારા ક્ષીણમોહપદવીને પ્રાપ્ત કરીને સ્થિત છે. અસંયત સમ્યગ્દ્રષ્ટિ જઘન્ય
અંતરાત્મા છે. આ બેની મધ્યમાં રહેલા સર્વે મધ્યમ અંતરાત્મા છે. નિશ્ચય અને વ્યવહાર એ
બે નયોથી પ્રણીત જે પરમ આવશ્યક ક્રિયા તેનાથી જે રહિત હોય તે બહિરાત્મા છે.
શ્રી માર્ગપ્રકાશમાં પણ (બે શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થ] અન્યસમય (અર્થાત્ પરમાત્મા સિવાયના જીવો) બહિરાત્મા અને
અંતરાત્મા એમ બે પ્રકારે છે; તેમાં બહિરાત્મા દેહ-ઇન્દ્રિય વગેરેમાં આત્મબુદ્ધિવાળો હોય
છે.’’
*
સ્વાત્માનુષ્ઠાન = નિજ આત્માનું આચરણ. (પરમ આવશ્યક કર્મ અભેદ-અનુપચાર-રત્નત્રયસ્વરૂપ
સ્વાત્માચરણમાં નિયમથી રહેલું છે અર્થાત
્ તે સ્વાત્માચરણ જ પરમ આવશ્યક કર્મ છે.)

Page 296 of 380
PDF/HTML Page 325 of 409
single page version

૨૯૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(अनुष्टुभ्)
‘‘जघन्यमध्यमोत्कृष्टभेदादविरतः सुद्रक्
प्रथमः क्षीणमोहोन्त्यो मध्यमो मध्यमस्तयोः ।।’’
तथा हि
(मंदाक्रांता)
योगी नित्यं सहजपरमावश्यकर्मप्रयुक्त :
संसारोत्थप्रबलसुखदुःखाटवीदूरवर्ती
तस्मात्सोऽयं भवति नितरामन्तरात्मात्मनिष्ठः
स्वात्मभ्रष्टो भवति बहिरात्मा बहिस्तत्त्वनिष्ठः
।।२५८।।
अंतरबाहिरजप्पे जो वट्टइ सो हवेइ बहिरप्पा
जप्पेसु जो ण वट्टइ सो उच्चइ अंतरंगप्पा ।।१५०।।
अन्तरबाह्यजल्पे यो वर्तते स भवति बहिरात्मा
जल्पेषु यो न वर्तते स उच्यतेऽन्तरंगात्मा ।।१५०।।
‘‘[શ્લોકાર્થ] અંતરાત્માના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા (ત્રણ) ભેદો છે;
અવિરત સમ્યગ્દ્રષ્ટિ તે પહેલો (જઘન્ય) અંતરાત્મા છે, ક્ષીણમોહ તે છેલ્લો (ઉત્કૃષ્ટ)
અંતરાત્મા છે અને તે બેની મધ્યમાં રહેલો તે મધ્યમ અંતરાત્મા છે.’’
વળી (આ ૧૪૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થ] યોગી સદા સહજ પરમ આવશ્યક કર્મથી યુક્ત રહેતો થકો
સંસારજનિત પ્રબળ સુખદુઃખરૂપી અટવીથી દૂરવર્તી હોય છે તેથી તે યોગી અત્યંત
આત્મનિષ્ઠ અંતરાત્મા છે; જે સ્વાત્માથી ભ્રષ્ટ હોય તે બહિઃતત્ત્વનિષ્ઠ (બાહ્ય તત્ત્વમાં લીન)
બહિરાત્મા છે. ૨૫૮.
જે બાહ્ય-અંતર જલ્પમાં વર્તે, અરે! બહિરાત્મ છે;
જલ્પો વિષે વર્તે નહીં, તે અંતરાત્મા જીવ છે. ૧૫૦.
અન્વયાર્થ[यः] જે [अन्तरबाह्यजल्पे] અંતર્બાહ્ય જલ્પમાં [वर्तते] વર્તે છે, [सः] તે
[बहिरात्मा] બહિરાત્મા [भवति] છે; [यः] જે [जल्पेषु] જલ્પોમાં [न वर्तते] વર્તતો નથી,
[सः] તે [अन्तरंगात्मा] અંતરાત્મા [उच्यते] કહેવાય છે.

Page 297 of 380
PDF/HTML Page 326 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૯૭
बाह्याभ्यन्तरजल्पनिरासोऽयम्
यस्तु जिनलिंगधारी तपोधनाभासः पुण्यकर्मकांक्षया स्वाध्यायप्रत्याख्यान-
स्तवनादिबहिर्जल्पं करोति, अशनशयनयानस्थानादिषु सत्कारादिलाभलोभस्सन्नन्तर्जल्पे
मनश्चकारेति स बहिरात्मा जीव इति
स्वात्मध्यानपरायणस्सन् निरवशेषेणान्तर्मुखः
प्रशस्ताप्रशस्तसमस्तविकल्पजालकेषु कदाचिदपि न वर्तते अत एव परमतपोधनः
साक्षादंतरात्मेति
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
(वसंततिलका)
‘‘स्वेच्छासमुच्छलदनल्पविकल्पजाला-
मेवं व्यतीत्य महतीं नयपक्षकक्षाम्
अन्तर्बहिः समरसैकरसस्वभावं
स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम्
।।’’
ટીકાઆ, બાહ્ય તથા અંતર જલ્પનો નિરાસ (નિરાકરણ, ખંડન) છે.
જે જિનલિંગધારી તપોધનાભાસ પુણ્યકર્મની કાંક્ષાથી સ્વાધ્યાય, પ્રત્યાખ્યાન,
સ્તવન વગેરે બહિર્જલ્પ કરે છે અને અશન, શયન, ગમન, સ્થિતિ વગેરેમાં (ખાવું,
સૂવું, ગમન કરવું, સ્થિર રહેવું ઇત્યાદિ કાર્યોમાં) સત્કારાદિની પ્રાપ્તિનો લોભી વર્તતો
થકો અંતર્જલ્પમાં મનને જોડે છે, તે બહિરાત્મા જીવ છે. નિજ આત્માના ધ્યાનમાં
પરાયણ વર્તતો થકો નિરવશેષપણે (સંપૂર્ણપણે) અંતર્મુખ રહીને (પરમ તપોધન)
પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત વિકલ્પજાળોમાં ક્યારેય વર્તતો નથી તેથી જ પરમ તપોધન
સાક્ષાત
્ અંતરાત્મા છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ
નામની ટીકામાં ૯૦ મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘
[શ્લોકાર્થ] એ પ્રમાણે જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે
એવી મોટી નયપક્ષકક્ષાને (નયપક્ષની ભૂમિને) ઓળંગી જઈને (તત્ત્વવેદી) અંદર અને
બહાર સમતા-રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા અનુભૂતિમાત્ર એક પોતાના
ભાવને (
સ્વરૂપને) પામે છે.’’

Page 298 of 380
PDF/HTML Page 327 of 409
single page version

૨૯૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
तथा हि
(मंदाक्रांता)
मुक्त्वा जल्पं भवभयकरं बाह्यमाभ्यन्तरं च
स्मृत्वा नित्यं समरसमयं चिच्चमत्कारमेकम्
ज्ञानज्योतिःप्रकटितनिजाभ्यन्तरांगान्तरात्मा
क्षीणे मोहे किमपि परमं तत्त्वमन्तर्ददर्श
।।२५9।।
जो धम्मसुक्कझाणम्हि परिणदो सो वि अंतरंगप्पा
झाणविहीणो समणो बहिरप्पा इदि विजाणीहि ।।१५१।।
यो धर्मशुक्लध्यानयोः परिणतः सोप्यन्तरंगात्मा
ध्यानविहीनः श्रमणो बहिरात्मेति विजानीहि ।।१५१।।
अत्र स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यानद्वितयमेवोपादेयमित्युक्त म्
વળી (આ ૧૫૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છે)ઃ
[શ્લોકાર્થ] ભવભયના કરનારા, બાહ્ય તેમ જ અભ્યંતર જલ્પને છોડીને,
સમરસમય (સમતારસમય) એક ચૈતન્યચમત્કારને સદા સ્મરીને, જ્ઞાનજ્યોતિ વડે જેણે નિજ
અભ્યંતર અંગ પ્રગટ કર્યું છે એવો અંતરાત્મા, મોહ ક્ષીણ થતાં, કોઈ (અદ્ભુત) પરમ તત્ત્વને
અંદરમાં દેખે છે. ૨૫૯.
વળી ધર્મશુક્લધ્યાનપરિણત અંતરાત્મા જાણજે;
ને ધ્યાનવિરહિત શ્રમણને બહિરંગ આત્મા જાણજે. ૧૫૧.
અન્વયાર્થ[यः] જે [धर्मशुक्लध्यानयोः] ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં [परिणतः]
પરિણત છે [सः अपि] તે પણ [अन्तरंगात्मा] અંતરાત્મા છે; [ध्यानविहीनः] ધ્યાનવિહીન
[श्रमणः] શ્રમણ [बहिरात्मा] બહિરાત્મા છે [इति विजानीहि] એમ જાણ.
ટીકાઅહીં (આ ગાથામાં), સ્વાત્માશ્રિત નિશ્ચય-ધર્મધ્યાન અને નિશ્ચય-શુક્લધ્યાન
એ બે ધ્યાનો જ ઉપાદેય છે એમ કહ્યું છે.

Page 299 of 380
PDF/HTML Page 328 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૯૯
इह हि साक्षादन्तरात्मा भगवान् क्षीणकषायः तस्य खलु भगवतः
क्षीणकषायस्य षोडशकषायाणामभावात् दर्शनचारित्रमोहनीयकर्मराजन्ये विलयं गते अत
एव सहजचिद्विलासलक्षणमत्यपूर्वमात्मानं शुद्धनिश्चयधर्मशुक्लध्यानद्वयेन नित्यं ध्यायति
आभ्यां ध्यानाभ्यां विहीनो द्रव्यलिंगधारी द्रव्यश्रमणो बहिरात्मेति हे शिष्य त्वं जानीहि
(वसंततिलका)
कश्चिन्मुनिः सततनिर्मलधर्मशुक्ल-
ध्यानामृते समरसे खलु वर्ततेऽसौ
ताभ्यां विहीनमुनिको बहिरात्मकोऽयं
पूर्वोक्त योगिनमहं शरणं प्रपद्ये
।।२६०।।
किं च केवलं शुद्धनिश्चयनयस्वरूपमुच्यते
(अनुष्टुभ्)
बहिरात्मान्तरात्मेति विकल्पः कुधियामयम्
सुधियां न समस्त्येष संसाररमणीप्रियः ।।२६१।।
અહીં (આ લોકમાં) ખરેખર સાક્ષાત્ અંતરાત્મા ભગવાન ક્ષીણકષાય છે. ખરેખર
તે ભગવાન ક્ષીણકષાયને સોળ કષાયોનો અભાવ હોવાને લીધે દર્શનમોહનીય અને
ચારિત્રમોહનીય કર્મરૂપી યોદ્ધાઓનાં દળ નાશ પામ્યાં છે તેથી તે (ભગવાન ક્ષીણકષાય)
*સહજચિદ્દવિલાસલક્ષણ અતિ-અપૂર્વ આત્માને શુદ્ધનિશ્ચય-ધર્મધ્યાન અને શુદ્ધનિશ્ચય-
શુક્લધ્યાન એ બે ધ્યાનો વડે નિત્ય ધ્યાવે છે. આ બે ધ્યાનો વિનાનો દ્રવ્યલિંગધારી દ્રવ્યશ્રમણ
બહિરાત્મા છે એમ હે શિષ્ય! તું જાણ.
[હવે અહીં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થ
] કોઈ મુનિ સતત-નિર્મળ ધર્મશુક્લ-ધ્યાનામૃતરૂપી સમરસમાં ખરેખર
વર્તે છે; (તે અંતરાત્મા છે;) એ બે ધ્યાનો વિનાનો તુચ્છ મુનિ તે બહિરાત્મા છે. હું પૂર્વોક્ત
(સમરસી) યોગીનું શરણ ગ્રહું છું. ૨૬૦.
વળી (આ ૧૫૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ વડે શ્લોક દ્વારા)
કેવળ શુદ્ધનિશ્ચયનયનું સ્વરૂપ કહેવામાં આવે છેઃ
[શ્લોકાર્થ] (શુદ્ધ આત્મતત્ત્વને વિષે) બહિરાત્મા અને અંતરાત્મા એવો આ
* સહજચિદ્દવિલાસલક્ષણ = જેનું લક્ષણ (ચિહ્ન અથવા સ્વરૂપ) સહજ ચૈતન્યનો વિલાસ છે એવા

Page 300 of 380
PDF/HTML Page 329 of 409
single page version

૩૦૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पडिकमणपहुदिकिरियं कुव्वंतो णिच्छयस्स चारित्तं
तेण दु विरागचरिए समणो अब्भुट्ठिदो होदि ।।१५२।।
प्रतिक्रमणप्रभृतिक्रियां कुर्वन् निश्चयस्य चारित्रम्
तेन तु विरागचरिते श्रमणोभ्युत्थितो भवति ।।१५२।।
परमवीतरागचारित्रस्थितस्य परमतपोधनस्य स्वरूपमत्रोक्त म्
यो हि विमुक्तैहिकव्यापारः साक्षादपुनर्भवकांक्षी महामुमुक्षुः परित्यक्त सकलेन्द्रिय-
व्यापारत्वान्निश्चयप्रतिक्रमणादिसत्क्रियां कुर्वन्नास्ते, तेन कारणेन स्वस्वरूपविश्रान्तिलक्षणे
परमवीतरागचारित्रे स परमतपोधनस्तिष्ठति इति
વિકલ્પ કુબુદ્ધિઓને હોય છે; સંસારરૂપી રમણીને પ્રિય એવો આ વિકલ્પ સુબુદ્ધિઓને હોતો
નથી. ૨૬૧.
પ્રતિક્રમણ આદિ ક્રિયાચરણ નિશ્ચય તણુંકરતો રહે,
તેથી શ્રમણ તે વીતરાગ ચરિત્રમાં આરૂઢ છે. ૧૫૨.
અન્વયાર્થ[प्रतिक्रमणप्रभृतिक्रियां] પ્રતિક્રમણાદિ ક્રિયાને[निश्चयस्य चारित्रम्]
નિશ્ચયના ચારિત્રને[कुर्वन्] (નિરંતર) કરતો રહે છે [तेन तु] તેથી [श्रमणः] તે શ્રમણ
[विरागचरिते] વીતરાગ ચારિત્રમાં [अभ्युत्थितः भवति] આરૂઢ છે.
ટીકાઅહીં પરમ વીતરાગ ચારિત્રમાં સ્થિત પરમ તપોધનનું સ્વરૂપ કહ્યું
છે.
જેણે ઐહિક વ્યાપાર (સાંસારિક કાર્યો) તજેલ છે એવો જે સાક્ષાત્ અપુનર્ભવનો
(મોક્ષનો) અભિલાષી મહામુમુક્ષુ સકળ ઇન્દ્રિયવ્યાપારને છોડ્યો હોવાથી નિશ્ચય-
પ્રતિક્રમણાદિ સત્ક્રિયાને કરતો સ્થિત છે (અર્થાત
્ નિરંતર કરે છે), તે પરમ તપોધન તે
કારણે નિજસ્વરૂપવિશ્રાંતિલક્ષણ પરમવીતરાગ-ચારિત્રમાં સ્થિત છે (અર્થાત્ તે પરમ
શ્રમણ, નિશ્ચયપ્રતિક્રમણાદિ નિશ્ચયચારિત્રમાં સ્થિત હોવાને લીધે, જેનું લક્ષણ નિજ
સ્વરૂપમાં વિશ્રાંતિ છે એવા પરમવીતરાગ ચારિત્રમાં સ્થિત છે).
[હવે આ ૧૫૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છેઃ]

Page 301 of 380
PDF/HTML Page 330 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૩૦૧
(मंदाक्रांता)
आत्मा तिष्ठत्यतुलमहिमा नष्टद्रक्शीलमोहो
यः संसारोद्भवसुखकरं कर्म मुक्त्वा विमुक्तेः
मूले शीले मलविरहिते सोऽयमाचारराशिः
तं वंदेऽहं समरससुधासिन्धुराकाशशांकम्
।।२६२।।
वयणमयं पडिकमणं वयणमयं पच्चखाण णियमं च
आलोयण वयणमयं तं सव्वं जाण सज्झायं ।।१५३।।
वचनमयं प्रतिक्रमणं वचनमयं प्रत्याख्यानं नियमश्च
आलोचनं वचनमयं तत्सर्वं जानीहि स्वाध्यायम् ।।१५३।।
सकलवाग्विषयव्यापारनिरासोऽयम्
पाक्षिकादिप्रतिक्रमणक्रियाकारणं निर्यापकाचार्यमुखोद्गतं समस्तपापक्षयहेतुभूतं
द्रव्यश्रुतमखिलं वाग्वर्गणायोग्यपुद्गलद्रव्यात्मकत्वान्न ग्राह्यं भवति, प्रत्याख्यान-
[શ્લોકાર્થ] દર્શનમોહ અને ચારિત્રમોહ જેના નષ્ટ થયા છે એવો જે અતુલ
મહિમાવાળો આત્મા સંસારજનિત સુખના કારણભૂત કર્મને છોડીને મુક્તિનું મૂળ એવા
મળરહિત ચારિત્રમાં સ્થિત છે, તે આત્મા ચારિત્રનો પુંજ છે. સમરસરૂપી સુધાના સાગરને
ઉછાળવામાં પૂર્ણ ચંદ્ર સમાન તે આત્માને હું વંદું છું. ૨૬૨.
રે! વચનમય પ્રતિક્રમણ, નિયમો, વચનમય પચખાણ જે,
જે વચનમય આલોચના, સઘળુંય તે સ્વાધ્યાય છે. ૧૫૩.
અન્વયાર્થ[वचनमयं प्रतिक्रमणं] વચનમય પ્રતિક્રમણ, [वचनमयं प्रत्याख्यानं]
વચનમય પ્રત્યાખ્યાન, [नियमः] (વચનમય) નિયમ [च] અને [वचनमयम् आलोचनं]
વચનમય આલોચના[तत् सर्वं] એ બધું [स्वाध्यायम्] (પ્રશસ્ત અધ્યવસાયરૂપ)
સ્વાધ્યાય [जानीहि] જાણ.
ટીકાઆ, સમસ્ત વચનસંબંધી વ્યાપારનો નિરાસ (નિરાકરણ, ખંડન) છે.
પાક્ષિક આદિ પ્રતિક્રમણક્રિયાનું કારણ એવું જે નિર્યાપક આચાર્યના મુખથી

Page 302 of 380
PDF/HTML Page 331 of 409
single page version

૩૦
૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
नियमालोचनाश्च पौद्गलिकवचनमयत्वात्तत्सर्वं स्वाध्यायमिति रे शिष्य त्वं जानीहि इति
(मंदाक्रांता)
मुक्त्वा भव्यो वचनरचनां सर्वदातः समस्तां
निर्वाणस्त्रीस्तनभरयुगाश्लेषसौख्यस्पृहाढयः
नित्यानंदाद्यतुलमहिमाधारके स्वस्वरूपे
स्थित्वा सर्वं तृणमिव जगज्जालमेको ददर्श
।।२६३।।
तथा चोक्त म्
‘‘परियट्टणं च वायण पुच्छण अणुपेक्खणा य धम्मकहा
थुदिमंगलसंजुत्तो पंचविहो होदि सज्झाउ ।।’’
નીકળેલું, સમસ્ત પાપક્ષયના હેતુભૂત, સઘળું દ્રવ્યશ્રુત તે વચનવર્ગણાયોગ્ય પુદ્ગલદ્રવ્યાત્મક
હોવાથી ગ્રાહ્ય નથી. પ્રત્યાખ્યાન, નિયમ અને આલોચના પણ (પુદ્ગલદ્રવ્યાત્મક હોવાથી)
ગ્રહણ કરવાયોગ્ય નથી. તે બધું પૌદ્ગલિક વચનમય હોવાથી સ્વાધ્યાય છે એમ હે
શિષ્ય! તું જાણ.
[હવે અહીં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થ
] આમ હોવાથી, મુક્તિરૂપી સ્ત્રીના પુષ્ટ સ્તનયુગલના આલિંગન-
સૌખ્યની સ્પૃહાવાળો ભવ્ય જીવ સમસ્ત વચનરચનાને સર્વદા છોડીને, નિત્યાનંદ આદિ
અતુલ મહિમાના ધારક નિજસ્વરૂપમાં સ્થિત રહીને, એકલો (નિરાલંબપણે) સર્વ
જગતજાળને (સમસ્ત લોકસમૂહને) તૃણ સમાન (તુચ્છ) દેખે છે. ૨૬૩.
એવી રીતે (શ્રી મૂલાચારમાં પંચાચાર અધિકારને વિષે ૨૧૯ મી ગાથા દ્વારા) કહ્યું
છે કેઃ
‘‘[ગાથાર્થઃ] પરિવર્તન (ભણેલું પાછું ફેરવી જવું તે), વાચના (શાસ્ત્ર-
વ્યાખ્યાન), પૃચ્છના (શાસ્ત્રશ્રવણ), અનુપ્રેક્ષા (અનિત્યત્વાદિ બાર અનુપ્રેક્ષા) અને ધર્મકથા
(૬૩ શલાકાપુરુષોનાં ચરિત્રો)
આમ પાંચ પ્રકારનો, *સ્તુતિ તથા મંગળ સહિત,
સ્વાધ્યાય છે.’’
*સ્તુતિ = દેવ અને મુનિને વંદન. (ધર્મકથા, સ્તુતિ અને મંગળ થઈને સ્વાધ્યાયનો પાંચમો પ્રકાર
ગણાય છે.)

Page 303 of 380
PDF/HTML Page 332 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૩૦૩
जदि सक्कदि कादुं जे पडिकमणादिं करेज्ज झाणमयं
सत्तिविहीणो जा जइ सद्दहणं चेव कायव्वं ।।१५४।।
यदि शक्यते कर्तुम् अहो प्रतिक्रमणादिकं करोषि ध्यानमयम्
शक्ति विहीनो यावद्यदि श्रद्धानं चैव कर्तव्यम् ।।१५४।।
अत्र शुद्धनिश्चयधर्मध्यानात्मकप्रतिक्रमणादिकमेव कर्तव्यमित्युक्त म्
मुक्ति सुंदरीप्रथमदर्शनप्राभृतात्मकनिश्चयप्रतिक्रमणप्रायश्चित्तप्रत्याख्यानप्रमुखशुद्धनिश्चय-
क्रियाश्चैव कर्तव्याः संहननशक्ति प्रादुर्भावे सति हंहो मुनिशार्दूल परमागममकरंदनिष्यन्दि-
मुखपद्मप्रभ सहजवैराग्यप्रासादशिखरशिखामणे परद्रव्यपराङ्मुखस्वद्रव्यनिष्णातबुद्धे पञ्चेन्द्रिय-
प्रसरवर्जितगात्रमात्रपरिग्रह
शक्ति हीनो यदि दग्धकालेऽकाले केवलं त्वया निजपरमात्म-
तत्त्वश्रद्धानमेव कर्तव्यमिति
કરી જો શકે, પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો!
કર્તવ્ય છે શ્રદ્ધા જ, શક્તિવિહીન જો તું હોય તો. ૧૫૪.
અન્વયાર્થ[यदि] જો [कर्तुम् शक्यते] કરી શકાય તો [अहो] અહો! [ध्यानमयम्]
ધ્યાનમય [प्रतिक्रमणादिकं] પ્રતિક્રમણાદિ [करोषि] કર; [यदि] જો [शक्ति विहीनः] તુ
શક્તિવિહીન હોય તો [यावत्] ત્યાં સુધી [श्रद्धानं च एव] શ્રદ્ધાન જ [कर्तव्यम्] કર્તવ્ય છે.
ટીકાઅહીં, શુદ્ધનિશ્ચયધર્મધ્યાનસ્વરૂપ પ્રતિક્રમણ વગેરે જ કરવાયોગ્ય છે એમ
કહ્યું છે.
સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણિ, પરદ્રવ્યથી પરાઙ્મુખ અને
સ્વદ્રવ્યમાં નિષ્ણાત બુદ્ધિવાળા, પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર પરિગ્રહના ધારી,
પરમાગમરૂપી
*મકરંદ ઝરતા મુખકમળથી શોભાયમાન હે મુનિશાર્દૂલ! (અથવા
પરમાગમરૂપી મકરંદ ઝરતા મુખવાળા હે પદ્મપ્રભ મુનિશાર્દૂલ!) સંહનન અને શક્તિનો
+પ્રાદુર્ભાવ હોય તો મુક્તિસુંદરીના પ્રથમ દર્શનની ભેટસ્વરૂપ નિશ્ચયપ્રતિક્રમણ,
નિશ્ચયપ્રાયશ્ચિત્ત, નિશ્ચયપ્રત્યાખ્યાન વગેરે શુદ્ધનિશ્ચયક્રિયાઓ જ કર્તવ્ય છે. જો આ
*મકરંદ = પુષ્પ-રસ; ફૂલનું મધ.
+પ્રાદુર્ભાવ = પેદા થવું તે; પ્રાકટ્ય; ઉત્પત્તિ.

Page 304 of 380
PDF/HTML Page 333 of 409
single page version

૩૦
૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(शिखरिणी)
असारे संसारे कलिविलसिते पापबहुले
न मुक्ति र्मार्गेऽस्मिन्ननघजिननाथस्य भवति
अतोऽध्यात्मं ध्यानं कथमिह भवेन्निर्मलधियां
निजात्मश्रद्धानं भवभयहरं स्वीकृतमिदम्
।।२६४।।
जिणकहियपरमसुत्ते पडिकमणादिय परीक्खऊण फु डं
मोणव्वएण जोई णियकज्जं साहए णिच्चं ।।१५५।।
जिनकथितपरमसूत्रे प्रतिक्रमणादिकं परीक्षयित्वा स्फु टम्
मौनव्रतेन योगी निजकार्यं साधयेन्नित्यम् ।।१५५।।
इह हि साक्षादन्तर्मुखस्य परमजिनयोगिनः शिक्षणमिदमुक्त म्
દગ્ધકાળરૂપ (હીનકાળરૂપ) અકાળમાં તું શક્તિહીન હો તો તારે કેવળ નિજ પરમાત્મતત્ત્વનું
શ્રદ્ધાન જ કર્તવ્ય છે.
[હવે આ ૧૫૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છેઃ]
[શ્લોકાર્થ] અસાર સંસારમાં, પાપથી ભરપૂર કળિકાળનો વિલાસ હોતાં, આ
નિર્દોષ જિનનાથના માર્ગને વિષે મુક્તિ નથી. માટે આ કાળમાં અધ્યાત્મધ્યાન કેમ થઈ
શકે? તેથી નિર્મળબુદ્ધિવાળાઓ ભવભયનો નાશ કરનારી એવી આ નિજાત્મશ્રદ્ધાને
અંગીકૃત કરે છે. ૨૬૪.
પ્રતિક્રમણ-આદિ સ્પષ્ટ પરખી જિન-પરમસૂત્રો વિષે,
મુનિએ નિરંતર મૌનવ્રત સહ સાધવું નિજ કાર્યને. ૧૫૫.
અન્વયાર્થ[जिनकथितपरमसूत्रे] જિનકથિત પરમ સૂત્રને વિષે [प्रतिक्रमणादिकं
स्फु टम् परीक्षयित्वा] પ્રતિક્રમણાદિકની સ્પષ્ટ પરીક્ષા કરીને [मौनव्रतेन] મૌનવ્રત સહિત [योगी]
યોગીએ [निजकार्यम्] નિજ કાર્યને [नित्यम्] નિત્ય
[साधयेत्] સાધવું.
ટીકાઅહીં સાક્ષાત્ અંતર્મુખ પરમજિનયોગીને આ શિખામણ દેવામાં આવી છે.

Page 305 of 380
PDF/HTML Page 334 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૩૦૫
श्रीमदर्हन्मुखारविन्दविनिर्गतसमस्तपदार्थगर्भीकृतचतुरसन्दर्भे द्रव्यश्रुते शुद्धनिश्चय-
नयात्मकपरमात्मध्यानात्मकप्रतिक्रमणप्रभृतिसत्क्रियां बुद्ध्वा केवलं स्वकार्यपरः
परमजिनयोगीश्वरः प्रशस्ताप्रशस्तसमस्तवचनरचनां परित्यज्य निखिलसंगव्यासंगं मुक्त्वा
चैकाकीभूय मौनव्रतेन सार्धं समस्तपशुजनैः निंद्यमानोऽप्यभिन्नः सन् निजकार्यं
निर्वाणवामलोचनासंभोगसौख्यमूलमनवरतं साधयेदिति
(मंदाक्रांता)
हित्वा भीतिं पशुजनकृतां लौकिकीमात्मवेदी
शस्ताशस्तां वचनरचनां घोरसंसारकर्त्रीम्
मुक्त्वा मोहं कनकरमणीगोचरं चात्मनात्मा
स्वात्मन्येव स्थितिमविचलां याति मुक्त्यै मुमुक्षुः
।।२६५।।
(वसंततिलका)
भीतिं विहाय पशुभिर्मनुजैः कृतां तं
मुक्त्वा मुनिः सकललौकिकजल्पजालम्
आत्मप्रवादकुशलः परमात्मवेदी
प्राप्नोति नित्यसुखदं निजतत्त्वमेकम्
।।२६६।।
શ્રીમદ્ અર્હત્ના મુખારવિંદથી નીકળેલ સમસ્ત પદાર્થો જેની અંદર સમાયેલ છે એવી
ચતુરશબ્દરચનારૂપ દ્રવ્યશ્રુતને વિષે શુદ્ધનિશ્ચયનયાત્મક પરમાત્મધ્યાનસ્વરૂપ પ્રતિક્રમણાદિ
સત્ક્રિયાને જાણીને, કેવળ સ્વકાર્યમાં પરાયણ પરમજિનયોગીશ્વરે પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત
વચનરચનાને પરિત્યાગીને, સર્વ સંગની આસક્તિને છોડી એકલો થઈને, મૌનવ્રત સહિત,
સમસ્ત પશુજનો (પશુ સમાન અજ્ઞાની મૂર્ખ મનુષ્યો) વડે નિંદવામાં આવતો હોવા છતાં
*અભિન્ન રહીને, નિજકાર્યનેકે જે નિજકાર્ય નિર્વાણરૂપી સુલોચનાના સંભોગસૌખ્યનું મૂળ
છે તેનેનિરંતર સાધવું.
[હવે આ ૧૫૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થ
] આત્મજ્ઞાની મુમુક્ષુ જીવ પશુજનકૃત લૌકિક ભયને તેમ જ ઘોર
સંસારની કરનારી પ્રશસ્ત-અપ્રશસ્ત વચનરચનાને છોડીને તથા કનક-કામિની સંબંધી મોહને
તજીને, મુક્તિને માટે પોતે પોતાનાથી પોતાનામાં જ અવિચળ સ્થિતિને પામે છે. ૨૬૫.
[શ્લોકાર્થ] આત્મપ્રવાદમાં (આત્મપ્રવાદ નામના શ્રુતમાં) કુશળ એવો
*અભિન્ન = છિન્નભિન્ન થયા વગરનો; અખંડિત; અચ્યુત.

Page 306 of 380
PDF/HTML Page 335 of 409
single page version

૩૦
૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
णाणाजीवा णाणाकम्मं णाणाविहं हवे लद्धी
तम्हा वयणविवादं सगपरसमएहिं वज्जिज्जो ।।१५६।।
नानाजीवा नानाकर्म नानाविधा भवेल्लब्धिः
तस्माद्वचनविवादः स्वपरसमयैर्वर्जनीयः ।।१५६।।
वाग्विषयव्यापारनिवृत्तिहेतूपन्यासोऽयम्
जीवा हि नानाविधाः मुक्ता अमुक्ताः, भव्या अभव्याश्च संसारिणः त्रसाः स्थावराः;
द्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियसंज्ञ्यसंज्ञिभेदात् पंच त्रसाः, पृथिव्यप्तेजोवायुवनस्पतयः स्थावराः
भाविकाले स्वभावानन्तचतुष्टयात्मसहजज्ञानादिगुणैः भवनयोग्या भव्याः, एतेषां विपरीता
પરમાત્મજ્ઞાની મુનિ પશુજનો વડે કરવામાં આવતા ભયને છોડીને અને પેલી (પ્રસિદ્ધ)
સકળ લૌકિક જલ્પજાળને (વચનસમૂહને) તજીને, શાશ્વતસુખદાયક એક નિજ તત્ત્વને પામે
છે. ૨૬૬.
છે જીવ વિધવિધ, કર્મ વિધવિધ, લબ્ધિ છે વિધવિધ અરે!
તે કારણે નિજપરસમય સહ વાદ પરિહર્તવ્ય છે. ૧૫૬.
અન્વયાર્થ[नानाजीवाः] નાના પ્રકારના જીવો છે, [नानाकर्म] નાના પ્રકારનું કર્મ
છે, [नानाविधा लब्धिः भवेत्] નાના પ્રકારની લબ્ધિ છે; [तस्मात्] તેથી [स्वपरसमयैः] સ્વસમયો
અને પરસમયો સાથે (સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે) [वचनविवादः] વચનવિવાદ
[वर्जनीयः] વર્જવાયોગ્ય છે.
ટીકાઆ, વચનસંબંધી વ્યાપારની નિવૃત્તિના હેતુનું કથન છે (અર્થાત
વચનવિવાદ શા માટે છોડવાયોગ્ય છે તેનું કારણ અહીં કહ્યું છે).
જીવો નાના પ્રકારના છેઃ મુક્ત અને અમુક્ત, ભવ્ય અને અભવ્ય, સંસારીઓ
ત્રસ અને સ્થાવર. દ્વીંદ્રિય, ત્રીંદ્રિય, ચતુરિંદ્રિય તથા (પંચેંદ્રિય) સંજ્ઞી ને (પંચેંદ્રિય) અસંજ્ઞી
એવા ભેદોને લીધે ત્રસ જીવો પાંચ પ્રકારના છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને વનસ્પતિ
એ (પાંચ પ્રકારના) સ્થાવર જીવો છે. ભવિષ્ય કાળે સ્વભાવ-અનંત-ચતુષ્ટયાત્મક સહજ-
જ્ઞાનાદિ ગુણોરૂપે
*ભવનને યોગ્ય (જીવો) તે ભવ્યો છે; આમનાથી વિપરીત (જીવો) તે
*ભવન = પરિણમન; થવું તે.

Page 307 of 380
PDF/HTML Page 336 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૩૦૭
ह्यभव्याः कर्म नानाविधं द्रव्यभावनोकर्मभेदात्, अथवा मूलोत्तरप्रकृतिभेदाच्च, अथ
तीव्रतरतीव्रमंदमंदतरोदयभेदाद्वा जीवानां सुखादिप्राप्तेर्लब्धिः कालकरणोपदेशोपशम-
प्रायोग्यताभेदात् पञ्चधा ततः परमार्थवेदिभिः स्वपरसमयेषु वादो न कर्तव्य इति
(शिखरिणी)
विकल्पो जीवानां भवति बहुधा संसृतिकरः
तथा कर्मानेकविधमपि सदा जन्मजनकम्
असौ लब्धिर्नाना विमलजिनमार्गे हि विदिता
ततः कर्तव्यं नो स्वपरसमयैर्वादवचनम्
।।२६७।।
लद्धूणं णिहि एक्को तस्स फलं अणुहवेइ सुजणत्ते
तह णाणी णाणणिहिं भुंजेइ चइत्तु परतत्तिं ।।१५७।।
ખરેખર અભવ્યો છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ એવા ભેદોને લીધે, અથવા (આઠ) મૂળ
પ્રકૃતિ અને (એક સો ને અડતાળીસ) ઉત્તર પ્રકૃતિરૂપ ભેદોને લીધે, અથવા તીવ્રતર, તીવ્ર,
મંદ ને મંદતર ઉદયભેદોને લીધે, કર્મ નાના પ્રકારનું છે. જીવોને સુખાદિની પ્રાપ્તિરૂપ લબ્ધિ
કાળ, કરણ, ઉપદેશ, ઉપશમ અને પ્રાયોગ્યતારૂપ ભેદોને લીધે પાંચ પ્રકારની છે. માટે
પરમાર્થના જાણનારાઓએ સ્વસમયો અને પરસમયો સાથે વાદ કરવાયોગ્ય નથી.
[ભાવાર્થઃજગતમાં જીવો, તેમનાં કર્મ, તેમની લબ્ધિઓ વગેરે અનેક પ્રકારનાં છે;
તેથી સર્વ જીવો સમાન વિચારના થાય તે બનવું અસંભવિત છે. માટે પર જીવોને સમજાવી
દેવાની આકુળતા કરવી યોગ્ય નથી. સ્વાત્માવલંબનરૂપ નિજ હિતમાં પ્રમાદ ન થાય એમ
રહેવું એ જ કર્તવ્ય છે.]
[હવે આ ૧૫૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થ
] જીવોના, સંસારના કારણભૂત એવા (ત્રસ, સ્થાવર વગેરે) બહુ
પ્રકારના ભેદો છે; એવી રીતે સદા જન્મનું ઉત્પન્ન કરનારું કર્મ પણ અનેક પ્રકારનું છે; આ
લબ્ધિ પણ વિમળ જિનમાર્ગમાં અનેક પ્રકારની પ્રસિદ્ધ છે; માટે સ્વસમયો અને પરસમયો
સાથે વચનવિવાદ કર્તવ્ય નથી. ૨૬૭.
નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે,
ત્યમ જ્ઞાની પરજનસંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે. ૧૫૭.

Page 308 of 380
PDF/HTML Page 337 of 409
single page version

૩૦
૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
અન્વયાર્થ[एकः] જેમ કોઈ એક (દરિદ્ર માણસ) [निधिम्] નિધિને [लब्ध्वा]
પામીને [सुजनत्वेन] પોતાના વતનમાં (ગુપ્તપણે) રહી [तस्य फलम्] તેના ફળને
[अनुभवति] ભોગવે છે, [तथा] તેમ [ज्ञानी] જ્ઞાની [परततिम्] પરજનોના સમૂહને [त्यक्त्वा]
છોડીને [ज्ञाननिधिम्] જ્ઞાનનિધિને [भुंक्ते ] ભોગવે છે.
ટીકાઅહીં દ્રષ્ટાંત દ્વારા સહજ તત્ત્વની આરાધનાનો વિધિ કહ્યો છે.
કોઈ એક દરિદ્ર મનુષ્ય ક્વચિત્ કદાચિત્ પુણ્યોદયથી નિધિને પામીને, તે નિધિના
ફળને સૌજન્ય અર્થાત્ જન્મભૂમિ એવું જે ગુપ્ત સ્થાન તેમાં રહીને અતિ ગુપ્તપણે ભોગવે
છે; આમ દ્રષ્ટાંતપક્ષ છે. દાર્ષ્ટાંતપક્ષે પણ (એમ છે કે)સહજપરમતત્ત્વજ્ઞાની જીવ
ક્વચિત્ આસન્નભવ્યના (આસન્નભવ્યતારૂપ) ગુણનો ઉદય થતાં સહજવૈરાગ્યસંપત્તિ
હોતાં, પરમ ગુરુના ચરણકમળયુગલની નિરતિશય (ઉત્તમ) ભક્તિ વડે મુક્તિસુંદરીના
મુખના
મકરંદ સમાન સહજજ્ઞાનનિધિને પામીને, સ્વરૂપવિકળ એવા પર જનોના સમૂહને
ધ્યાનમાં વિઘ્નનું કારણ સમજીને તજે છે.
[હવે આ ૧૫૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે
છેઃ]
लब्ध्वा निधिमेकस्तस्य फलमनुभवति सुजनत्वेन
तथा ज्ञानी ज्ञाननिधिं भुंक्ते त्यक्त्वा परततिम् ।।१५७।।
अत्र द्रष्टान्तमुखेन सहजतत्त्वाराधनाविधिरुक्त :
कश्चिदेको दरिद्रः क्वचित् कदाचित् सुकृतोदयेन निधिं लब्ध्वा तस्य निधेः फलं
हि सौजन्यं जन्मभूमिरिति रहस्ये स्थाने स्थित्वा अतिगूढवृत्त्यानुभवति इति द्रष्टान्तपक्षः
दार्ष्टान्तपक्षेऽपि सहजपरमतत्त्वज्ञानी जीवः क्वचिदासन्नभव्यस्य गुणोदये सति
सहजवैराग्यसम्पत्तौ सत्यां परमगुरुचरणनलिनयुगलनिरतिशयभक्त्या मुक्ति सुन्दरीमुख-
मकरन्दायमानं सहजज्ञाननिधिं परिप्राप्य परेषां जनानां स्वरूपविकलानां ततिं समूहं
ध्यानप्रत्यूहकारणमिति त्यजति
૧. દાર્ષ્ટાંત = દ્રષ્ટાંત વડે સમજાવવાની હોય તે વાત; ઉપમેય.
૨. મકરંદ = પુષ્પ-રસ; ફૂલનું મધ.
૩. સ્વરૂપવિકળ = સ્વરૂપપ્રાપ્તિ વગરના; અજ્ઞાની.

Page 309 of 380
PDF/HTML Page 338 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૩૦૯
[શ્લોકાર્થ] આ લોકમાં કોઈ એક લૌકિક જન પુણ્યને લીધે ધનના સમૂહને
પામીને, સંગને છોડી ગુપ્ત થઈને રહે છે; તેની માફક જ્ઞાની (પરના સંગને છોડી ગુપ્તપણે
રહી) જ્ઞાનની રક્ષા કરે છે. ૨૬૮.
[શ્લોકાર્થ] જન્મમરણરૂપ રોગના હેતુભૂત સમસ્ત સંગને છોડીને, હૃદયકમળમાં
બુદ્ધિપૂર્વક પૂર્ણવૈરાગ્યભાવ કરીને, સહજ પરમાનંદ વડે જે અવ્યગ્ર (અનાકુળ) છે એવા નિજ
રૂપમાં (પોતાની) શક્તિથી સ્થિત રહીને, મોહ ક્ષીણ હોતાં, અમે લોકને સદા તૃણવત
અવલોકીએ છીએ. ૨૬૯.
સર્વે પુરાણ જનો અહો એ રીત આવશ્યક કરી,
અપ્રમત્ત આદિ સ્થાનને પામી થયા પ્રભુ કેવળી. ૧૫૮.
અન્વયાર્થ[सर्वे] સર્વે [पुराणपुरुषाः] પુરાણ પુરુષો [एवम्] એ રીતે [आवश्यकं च]
(शालिनी)
अस्मिन् लोके लौकिकः कश्चिदेकः
लब्ध्वा पुण्यात्कांचनानां समूहम्
गूढो भूत्वा वर्तते त्यक्त संगो
ज्ञानी तद्वत
् ज्ञानरक्षां करोति ।।२६८।।
(मंदाक्रांता)
त्यक्त्वा संगं जननमरणातंकहेतुं समस्तं
कृत्वा बुद्धया हृदयकमले पूर्णवैराग्यभावम्
स्थित्वा शक्त्या सहजपरमानंदनिर्व्यग्ररूपे
क्षीणे मोहे तृणमिव सदा लोकमालोकयामः
।।२६9।।
सव्वे पुराणपुरिसा एवं आवासयं च काऊण
अपमत्तपहुदिठाणं पडिवज्ज य केवली जादा ।।१५८।।
सर्वे पुराणपुरुषा एवमावश्यकं च कृत्वा
अप्रमत्तप्रभृतिस्थानं प्रतिपद्य च केवलिनो जाताः ।।१५८।।
૧. બુદ્ધિપૂર્વક = સમજણપૂર્વક; વિવેકપૂર્વક; વિચારપૂર્વક.
૨. શક્તિ = સામર્થ્ય; બળ; વીર્ય; પુરુષાર્થ.

Page 310 of 380
PDF/HTML Page 339 of 409
single page version

૩૧
૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
આવશ્યક [कृत्वा] કરીને, [अप्रमत्तप्रभृतिस्थानं] અપ્રમત્તાદિ સ્થાનને [प्रतिपद्य च] પ્રાપ્ત કરી
[केवलिनः जाताः] કેવળી થયા.
ટીકાઆ, પરમાવશ્યક અધિકારના ઉપસંહારનું કથન છે.
સ્વાત્માશ્રિત નિશ્ચયધર્મધ્યાન અને નિશ્ચયશુક્લધ્યાનસ્વરૂપ એવું જે બાહ્ય-આવશ્યકાદિ
ક્રિયાથી પ્રતિપક્ષ શુદ્ધનિશ્ચય-પરમાવશ્યકસાક્ષાત્ અપુનર્ભવરૂપી (મુક્તિરૂપી) સ્ત્રીના અનંગ
(અશરીરી) સુખનું કારણતેને કરીને, સર્વે પુરાણ પુરુષોકે જેમાંથી તીર્થંકર-પરમદેવ
વગેરે સ્વયંબુદ્ધ થયા અને કેટલાક બોધિતબુદ્ધ થયા તેઓઅપ્રમત્તથી માંડીને સયોગીભટ્ટારક
સુધીના ગુણસ્થાનોની પંક્તિમાં આરૂઢ થયા થકા, પરમાવશ્યકરૂપ આત્મારાધનાના પ્રસાદથી
કેવળી
સકળપ્રત્યક્ષજ્ઞાનધારીથયા.
[હવે આ નિશ્ચય-પરમાવશ્યક અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર
મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ બે શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થ] પૂર્વે જે સર્વ પુરાણ પુરુષોયોગીઓનિજ આત્માની
આરાધનાથી સમસ્ત કર્મરૂપી રાક્ષસોના સમૂહનો નાશ કરીને *વિષ્ણુ અને જયવંત થયા
(અર્થાત્ સર્વવ્યાપી જ્ઞાનવાળા જિન થયા), તેમને જે મુક્તિની સ્પૃહાવાળો નિઃસ્પૃહ જીવ
અનન્ય મનથી નિત્ય પ્રણમે છે, તે જીવ પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન છે અને
તેનાં ચરણકમળને સર્વ જનો પૂજે છે. ૨૭૦.
परमावश्यकाधिकारोपसंहारोपन्यासोऽयम्
स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यानस्वरूपं बाह्यावश्यकादिक्रियाप्रतिपक्षशुद्धनिश्चयपरमा-
वश्यकं साक्षादपुनर्भववारांगनानङ्गसुखकारणं कृत्वा सर्वे पुराणपुरुषास्तीर्थकरपरमदेवादयः
स्वयंबुद्धाः केचिद् बोधितबुद्धाश्चाप्रमत्तादिसयोगिभट्टारकगुणस्थानपंक्ति मध्यारूढाः सन्तः
केवलिनः सकलप्रत्यक्षज्ञानधराः परमावश्यकात्माराधनाप्रसादात
् जाताश्चेति
(शार्दूलविक्रीडित)
स्वात्माराधनया पुराणपुरुषाः सर्वे पुरा योगिनः
प्रध्वस्ताखिलकर्मराक्षसगणा ये विष्णवो जिष्णवः
तान्नित्यं प्रणमत्यनन्यमनसा मुक्ति स्पृहो निस्पृहः
स स्यात
् सर्वजनार्चितांघ्रिकमलः पापाटवीपावकः ।।२७०।।
*વિષ્ણુ = વ્યાપક. (કેવળી ભગવાનનું જ્ઞાન સર્વને જાણતું હોવાથી તે અપેક્ષાએ તેમને સર્વવ્યાપક
કહેવામાં આવે છે.)

Page 311 of 380
PDF/HTML Page 340 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૩૧૧
[શ્લોકાર્થ] હેયરૂપ એવો જે કનક અને કામિની સંબંધી મોહ તેને છોડીને, હે
ચિત્ત! નિર્મળ સુખને અર્થે પરમ ગુરુ દ્વારા ધર્મને પ્રાપ્ત કરીને તું અવ્યગ્રરૂપ (શાંતસ્વરૂપી)
પરમાત્મામાં
કે જે (પરમાત્મા) નિત્ય આનંદવાળો છે, નિરુપમ ગુણોથી અલંકૃત છે અને
દિવ્ય જ્ઞાનવાળો છે તેમાંશીઘ્ર પ્રવેશ કર. ૨૭૧.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના
ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી
નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત
્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી
નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની
ટીકામાં)
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર નામનો અગિયારમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
(मंदाक्रांता)
मुक्त्वा मोहं कनकरमणीगोचरं हेयरूपं
नित्यानन्दं निरुपमगुणालंकृतं दिव्यबोधम्
चेतः शीघ्रं प्रविश परमात्मानमव्यग्ररूपं
लब्ध्वा धर्मं परमगुरुतः शर्मणे निर्मलाय
।।२७१।।
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां
नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ निश्चयपरमावश्यकाधिकार एकादशमः श्रुतस्कन्धः ।।