દ્રવ્યોને જે દેખતો નથી; — અર્થાત્ મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણો હોય છે, અચેતનના અચેતન ગુણો
હોય છે, અમૂર્તના અમૂર્ત ગુણો હોય છે, ચેતનના ચેતન ગુણો હોય છે; ષટ્ (છ પ્રકારની) હાનિવૃદ્ધિરૂપ, સૂક્ષ્મ, પરમાગમના પ્રમાણથી સ્વીકારવાયોગ્ય અર્થપર્યાયો છ દ્રવ્યોને સાધારણ છે, નરનારકાદિ વ્યંજનપર્યાયો પાંચ પ્રકારના *સંસારપ્રપંચવાળા જીવોને હોય છે, પુદ્ગલોને
સ્થૂલ-સ્થૂલ વગેરે સ્કંધપર્યાયો હોય છે અને ધર્માદિ ચાર દ્રવ્યોને શુદ્ધ પર્યાયો હોય છે; આ ગુણપર્યાયોથી સંયુક્ત એવા તે દ્રવ્યસમૂહને જે ખરેખર દેખતો નથી; — તેને (ભલે તે
સર્વજ્ઞપણાના અભિમાનથી દગ્ધ હોય તોપણ) સંસારીઓની માફક પરોક્ષ દ્રષ્ટિ છે.
[હવે આ ૧૬૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
*સંસારપ્રપંચ = સંસારવિસ્તાર. (સંસારવિસ્તાર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ — એવા પાંચ
सकलविमलकेवलज्ञानत्रितयलोचनो भगवान् अपुनर्भवकमनीयकामिनीजीवितेशः
षड्द्रव्यसंकीर्णलोकत्रयं शुद्धाकाशमात्रालोकं च जानाति, पराश्रितो व्यवहार इति मानात् व्यवहारेण व्यवहारप्रधानत्वात्, निरुपरागशुद्धात्मस्वरूपं नैव जानाति, यदि
સ્વરૂપમાં અવસ્થિત રહે છે ( – આત્મામાં માત્ર સ્થિત રહે છે). જેવી રીતે ઉષ્ણતાસ્વરૂપ
અગ્નિના સ્વરૂપને (અર્થાત્ અગ્નિને) શું અગ્નિ જાણે છે? (નથી જ જાણતો.) તેવી જ
રીતે જ્ઞાનજ્ઞેય સંબંધી વિકલ્પના અભાવથી આ આત્મા આત્મામાં (માત્ર) સ્થિત રહે છે ( – આત્માને જાણતો નથી).’
(ઉપરોક્ત વિતર્કનો ઉત્તરઃ — ) ‘હે પ્રાથમિક શિષ્ય! અગ્નિની માફક શું આ
આત્મા અચેતન છે (કે જેથી તે પોતાને ન જાણે)? વધારે શું કહેવું? (સંક્ષેપમાં,) જો તે આત્માને જ્ઞાન ન જાણે તો તે જ્ઞાન, દેવદત્ત વિનાની કુહાડીની માફક, *અર્થક્રિયાકારી ન
ઠરે, અને તેથી તે આત્માથી ભિન્ન ઠરે! તે તો (અર્થાત્ જ્ઞાન ને આત્માની સર્વથા ભિન્નતા
તો) ખરેખર સ્વભાવવાદીઓને સંમત નથી. (માટે નક્કી કર કે જ્ઞાન આત્માને જાણે છે.)’
એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૧૭૪મા શ્લોક
[શ્લોકાર્થઃ — ] જ્ઞાન તો બરાબર શુદ્ધજીવનું સ્વરૂપ છે; તેથી (અમારો) નિજ આત્મા
હમણાં (સાધક દશામાં) એક (પોતાના) આત્માને નિયમથી (નિશ્ચયથી) જાણે છે. અને, જો તે જ્ઞાન પ્રગટ થયેલી સહજ અવસ્થા વડે સીધું (પ્રત્યક્ષપણે) આત્માને ન જાણે તો તે જ્ઞાન અવિચળ આત્મસ્વરૂપથી અવશ્ય ભિન્ન ઠરે! ૨૮૬.
વળી એવી રીતે (અન્યત્ર ગાથા દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[ગાથાર્થઃ — ] જ્ઞાન જીવથી અભિન્ન છે તેથી તે આત્માને જાણે છે; જો જ્ઞાન
ટીકાઃ — અહીં, સર્વજ્ઞ વીતરાગને વાંછાનો અભાવ હોય છે એમ કહ્યું છે.
ભગવાન અર્હંત પરમેષ્ઠી સાદિ-અનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્ભૂત-
વ્યવહારથી કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણોના આધારભૂત હોવાને લીધે વિશ્વને નિરંતર જાણતા હોવા છતાં અને દેખતા હોવા છતાં, તે પરમ ભટ્ટારક કેવળીને મનપ્રવૃત્તિનો (મનની પ્રવૃત્તિનો, ભાવમનપરિણતિનો) અભાવ હોવાથી ઇચ્છાપૂર્વક વર્તન હોતું નથી; તેથી તે ભગવાન ‘કેવળજ્ઞાની’ તરીકે પ્રસિદ્ધ છે; વળી તે કારણથી તે ભગવાન અબંધક છે.
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૫૨મી ગાથા
દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[ગાથાર્થઃ — ] (કેવળજ્ઞાની) આત્મા પદાર્થોને જાણતો હોવા છતાં તે-રૂપે
પરિણમતો નથી, તેમને ગ્રહતો નથી અને તે પદાર્થોરૂપે ઉત્પન્ન થતો નથી તેથી તેને અબંધક કહ્યો છે.’’
વળી (આ ૧૭૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
સર્વ પદાર્થોને જાણતા હોવા છતાં, તેમ જ દેખતા હોવા છતાં, મોહના અભાવને લીધે સમસ્ત પરને ( – કોઈ પણ પર પદાર્થને) નિત્ય ( – કદાપિ) ગ્રહતા નથી જ; (પરંતુ) જેમણે
જ્ઞાનજ્યોતિ વડે મળરૂપ ક્લેશનો નાશ કર્યો છે એવા તે જિનેશ સર્વ લોકના એક સાક્ષી ( – કેવળ જ્ઞાતાદ્રષ્ટા) છે. ૨૮૮.
પરિણામપૂર્વક વચન બોલતો નથી. કેમ? ‘अमनस्काः केवलिनः (કેવળીઓ મનરહિત છે)’
એવું (શાસ્ત્રનું) વચન હોવાથી. આ કારણથી (એમ સમજવું કે) — જીવને મનપરિણતિપૂર્વક
વચન બંધનું કારણ છે એવો અર્થ છે અને મનપરિણતિપૂર્વક વચન તો કેવળીને હોતું નથી; (વળી) ઇચ્છાપૂર્વક વચન જ *સાભિલાષસ્વરૂપ જીવને બંધનું કારણ છે અને
કેવળીના મુખારવિંદમાંથી નીકળતો, સમસ્ત જનોનાં હૃદયને આહ્લાદના કારણભૂત દિવ્યધ્વનિ તો અનિચ્છાત્મક (ઇચ્છારહિત) હોય છે; માટે સમ્યગ્જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) બંધનો અભાવ છે.
[હવે આ ૧૭૩-૧૭૪મી ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ
શ્લોક કહે છેઃ]
*સાભિલાષસ્વરૂપ = જેનું સ્વરૂપ સાભિલાષ (ઇચ્છાયુક્ત) હોય એવા
નથી જ; તેથી તેઓ પ્રગટ-મહિમાવંત છે અને સમસ્ત લોકના એક (અનન્ય) નાથ છે. તેમને દ્રવ્યભાવસ્વરૂપ એવો આ બંધ કઈ રીતે થાય? (કારણ કે) મોહના અભાવને લીધે તેમને ખરેખર સમસ્ત રાગદ્વેષાદિ સમૂહ તો છે નહિ. ૨૮૯.
[શ્લોકાર્થઃ — ] ત્રણ લોકના જેઓ ગુરુ છે, ચાર કર્મનો જેમણે નાશ કર્યો છે અને
આખો લોક તથા તેમાં રહેલો પદાર્થસમૂહ જેમના સદ્જ્ઞાનમાં સ્થિત છે, તે (જિન ભગવાન) એક જ દેવ છે. તે નિકટ (સાક્ષાત્) જિન ભગવાનને વિષે નથી બંધ કે નથી મોક્ષ, તેમ
જ તેમનામાં નથી કોઈ ૧મૂર્છા કે નથી કોઈ ૨ચેતના (કારણ કે દ્રવ્યસામાન્યનો પૂર્ણ આશ્રય
છે.) ૨૯૦.
[શ્લોકાર્થઃ — ] આ જિન ભગવાનમાં ખરેખર ધર્મ અને કર્મનો પ્રપંચ નથી (અર્થાત્
न किमपि वर्तनम्; अतः स भगवान् न चेहते मनःप्रवृत्तेरभावात्; अमनस्काः
केवलिनः इति वचनाद्वा न तिष्ठति नोपविशति न चेहापूर्वं श्रीविहारादिकं करोति ।
સાધકદશામાં જે શુદ્ધિ અને અશુદ્ધિના ભેદપ્રભેદો વર્તતા હોય છે તે જિન ભગવાનમાં નથી); રાગના અભાવને લીધે અતુલ-મહિમાવંત એવા તે (ભગવાન) વીતરાગપણે વિરાજે છે. તે શ્રીમાન (શોભાવંત ભગવાન) નિજસુખમાં લીન છે, મુક્તિરૂપી સ્ત્રીના નાથ છે અને જ્ઞાનજ્યોતિ વડે તેમણે લોકના વિસ્તારને સર્વતઃ છાઈ દીધો છે. ૨૯૧.
અભિલાષપૂર્વ વિહાર, આસન, સ્થાન નહિ જિનદેવને,
તેથી નથી ત્યાં બંધ; બંધન મોહવશ સાક્ષાર્થને.૧૭૫.
અન્વયાર્થઃ — [केवलिनः] કેવળીને [स्थाननिषप्णविहाराः] ઊભા રહેવું, બેસવું અને
વિહાર [ईहापूर्वं] ઇચ્છાપૂર્વક [न भवन्ति] હોતાં નથી, [तस्मात्] તેથી [बंधः न भवति]
તેમને બંધ નથી; [मोहनीयस्य] મોહનીયવશ જીવને [साक्षार्थम्] ઇન્દ્રિયવિષયસહિતપણે બંધ
થાય છે.
ટીકાઃ — આ, કેવળીભટ્ટારકને મનરહિતપણાનું પ્રકાશન છે (અર્થાત્ અહીં કેવળી-
ઇચ્છાપૂર્વક કાંઈ પણ વર્તન હોતું નથી; તેથી તે ભગવાન (કાંઈ) ઇચ્છતા નથી, કારણ કે મનપ્રવૃત્તિનો અભાવ છે; અથવા, તેઓ ઇચ્છાપૂર્વક ઊભા રહેતા નથી, બેસતા નથી કે શ્રીવિહારાદિક કરતા નથી, કારણ કે ‘अमनस्काः केवलिनः (કેવળીઓ મનરહિત છે)’ એવું
શાસ્ત્રનું વચન છે. માટે તે તીર્થંકર-પરમદેવને દ્રવ્યભાવસ્વરૂપ ચતુર્વિધ બંધ (પ્રકૃતિબંધ,
देवेन्द्रासनकंपकारणमहत्कैवल्यबोधोदये मुक्ति श्रीललनामुखाम्बुजरवेः सद्धर्मरक्षामणेः ।
सर्वं वर्तनमस्ति चेन्न च मनः सर्वं पुराणस्य तत्
सोऽयं नन्वपरिप्रमेयमहिमा पापाटवीपावकः ।।२9२।।
પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ) થતો નથી.
વળી, તે બંધ (૧) કયા કારણે થાય છે અને (૨) કોને થાય છે? (૧) બંધ
મોહનીયકર્મના વિલાસથી ઉત્પન્ન થાય છે. (૨) ‘અક્ષાર્થ’ એટલે ઇન્દ્રિયાર્થ (ઇન્દ્રિયવિષય); અક્ષાર્થ સહિત હોય તે ‘સાક્ષાર્થ’; મોહનીયને વશ થયેલા, સાક્ષાર્થપ્રયોજન ( – ઇન્દ્રિયવિષયરૂપ પ્રયોજનવાળા) સંસારીઓને જ બંધ થાય છે.
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૪૪મી ગાથા
દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[ગાથાર્થઃ — ] તે અર્હંતભગવંતોને તે કાળે ઊભા રહેવું, બેસવું, વિહાર અને
ધર્મોપદેશ, સ્ત્રીઓને માયાચારની માફક, સ્વાભાવિક જ — પ્રયત્ન વિના જ — હોય
છે.’’
[હવે આ ૧૭૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
ध्यानध्येयध्यातृतत्फलप्राप्तिप्रयोजनविकल्पशून्येन स्वस्वरूपाविचलस्थितिरूपेण परमशुक्लध्यानेन आयुःकर्मक्षये जाते वेदनीयनामगोत्राभिधानशेषप्रकृतीनां निर्नाशो भवति । शुद्धनिश्चयनयेन
ઉદય થતાં, જે મુક્તિલક્ષ્મીરૂપી સ્ત્રીના મુખકમળના સૂર્ય છે અને સદ્ધર્મના *રક્ષામણિ છે
એવા પુરાણ પુરુષને બધું વર્તન ભલે હોય તોપણ મન સઘળુંય હોતું નથી; તેથી તેઓ (કેવળજ્ઞાની પુરાણપુરુષ) ખરેખર અગમ્ય મહિમાવંત છે અને પાપરૂપી વનને બાળનાર અગ્નિ સમાન છે. ૨૯૨.
શુક્લધ્યાન વડે — કે જે (શુક્લધ્યાન) ધ્યાન-ધ્યેય-ધ્યાતા સંબંધી, તેની ફળપ્રાપ્તિ સંબંધી અને
તેના પ્રયોજન સંબંધી વિકલ્પો વિનાનું છે અને નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ છે તેના
*રક્ષામણિ = આપત્તિઓથી અથવા પિશાચ વગેરેથી પોતાની જાતને બચાવવા માટે પહેરવામાં આવતો મણિ. (કેવળીભગવાન સદ્ધર્મના રક્ષણ માટે — અસદ્ધર્મથી બચવા માટે — રક્ષામણિ છે.)
+સંસારી જીવને અન્ય ભવમાં જતાં ‘છ દિશાઓમાં ગમન’ થાય છે તેને ‘છ અપક્રમ’ કહેવામાં આવે છે.
વડે — આયુકર્મનો ક્ષય થતાં, વેદનીય, નામ ને ગોત્ર નામની શેષ પ્રકૃતિઓનો સંપૂર્ણ નાશ
થાય છે (અર્થાત્ ભગવાનને શુક્લધ્યાન વડે આયુકર્મનો ક્ષય થતાં બાકીનાં ત્રણ કર્મોનો પણ
ક્ષય થાય છે અને સિદ્ધક્ષેત્ર તરફ સ્વભાવગતિક્રિયા થાય છે). શુદ્ધનિશ્ચયનયથી સહજ- મહિમાવાળા નિજ સ્વરૂપમાં લીન હોવા છતાં વ્યવહારે તે ભગવાન અર્ધ ક્ષણમાં (સમયમાત્રમાં) લોકાગ્રે પહોંચે છે.
[હવે આ ૧૭૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] જેઓ છ અપક્રમ સહિત છે એવા ભવવાળા જીવોના
( – સંસારીઓના) લક્ષણથી સિદ્ધોનું લક્ષણ ભિન્ન છે, તેથી તે સિદ્ધો ઊર્ધ્વગામી છે અને સદા
શિવ (નિરંતર સુખી) છે. ૨૯૩.
[શ્લોકાર્થઃ — ] બંધનો છેદ થવાથી જેમનો અતુલ મહિમા છે એવા (અશરીરી અને
લોકાગ્રસ્થિત) સિદ્ધભગવાન હવે દેવો અને વિદ્યાધરોના પ્રત્યક્ષ સ્તવનનો વિષય નથી જ એમ પ્રસિદ્ધ છે. તે દેવાધિદેવ વ્યવહારથી લોકના અગ્રે સુસ્થિત છે અને નિશ્ચયથી નિજ આત્મામાં એમ ને એમ અત્યંત અવિચળપણે રહે છે. ૨૯૪.
[શ્લોકાર્થઃ — ] (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ ને ભાવ — એવાં પાંચ પરાવર્તનરૂપ) પાંચ
પ્રકારના સંસારથી મુક્ત, પાંચ પ્રકારના મોક્ષરૂપી ફળને દેનારા (અર્થાત્ દ્રવ્યપરાવર્તન,
ક્ષેત્રપરાવર્તન, કાળપરાવર્તન, ભવપરાવર્તન ને ભાવપરાવર્તનથી મુક્ત કરનારા), પંચપ્રકાર સિદ્ધોને (અર્થાત્ પાંચ પ્રકારની મુક્તિને — સિદ્ધિને — પ્રાપ્ત સિદ્ધભગવંતોને) હું પાંચ પ્રકારના
સંસારથી મુક્ત થવા માટે વંદું છું. ૨૯૫.
કર્માષ્ટવર્જિત, પરમ, જન્મજરામરણહીન, શુદ્ધ છે,
જ્ઞાનાદિ ચાર સ્વભાવ છે, અક્ષય, અનાશ, અછેદ્ય છે.૧૭૭.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ
નામની ટીકામાં ૧૩૮મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
૧. અધ્યાત્મશાસ્ત્રોમાં ઘણાં સ્થળે પાપ તેમ જ પુણ્ય બન્નેને ‘અઘ’ અથવા ‘પાપ’ કહેવામાં આવે છે. ૨. પુનરાગમન = (ચાર ગતિમાંની કોઈ ગતિમાં) પાછા આવવું તે; ફરીને જન્મવું તે. ૩. નિત્ય મરણ = સમયે સમયે થતો આયુકર્મના નિષેકોનો ક્ષય
પ્રાણીઓ! અનાદિ સંસારથી માંડીને પર્યાયે પર્યાયે આ રાગી જીવો સદાય મત્ત વર્તતા થકા જે પદમાં સૂતા છે — ઊંઘે છે તે પદ અર્થાત્ સ્થાન અપદ છે — અપદ છે, (તમારું સ્થાન
નથી,) એમ તમે સમજો. (બે વાર કહેવાથી અતિ કરુણાભાવ સૂચિત થાય છે.) આ તરફ આવો — આ તરફ આવો, (અહીં નિવાસ કરો,) તમારું પદ આ છે — આ છે જ્યાં શુદ્ધ-
શુદ્ધ ચૈતન્યધાતુ નિજ રસની અતિશયતાને લીધે સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે અર્થાત્ સ્થિર
છે — અવિનાશી છે. (અહીં ‘શુદ્ધ’ શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ બન્નેની શુદ્ધતા
સૂચવે છે. સર્વ અન્યદ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્યે શુદ્ધ છે અને પરના નિમિત્તે થતા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે.)’’
વળી (આ ૧૭૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] ભાવો પાંચ છે, જેમાં આ પરમ પંચમ ભાવ (પરમ પારિણામિક
ભાવ) નિરંતર સ્થાયી છે, સંસારના નાશનું કારણ છે અને સમ્યગ્દ્રષ્ટિઓને ગોચર છે. બુદ્ધિમાન પુરુષ સમસ્ત રાગદ્વેષના સમૂહને છોડીને તેમ જ તે પરમ પંચમ ભાવને જાણીને, એકલો, કળિયુગમાં પાપવનના અગ્નિરૂપ મુનિવર તરીકે શોભે છે (અર્થાત્ જે બુદ્ધિમાન
પુરુષ પરમ પારિણામિક ભાવનો ઉગ્રપણે આશ્રય કરે છે, તે જ એક પુરુષ પાપવનને બાળવામાં અગ્નિ સમાન મુનિવર છે). ૨૯૭.