Niyamsar (Gujarati). Shlok: 52-65 ; Gatha: 37-43 ; Shuddh Bhav Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 21

 

Page 72 of 380
PDF/HTML Page 101 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

शुद्धपुद्गलपरमाणुना गृहीतं नभःस्थलमेव प्रदेशः एवंविधाः पुद्गलद्रव्यस्य प्रदेशाः संख्याता असंख्याता अनन्ताश्च लोकाकाशधर्माधर्मैकजीवानामसंख्यातप्रदेशा भवन्ति इतरस्यालोकाकाशस्यानन्ताः प्रदेशा भवन्ति कालस्यैकप्रदेशो भवति, अतः कारणादस्य कायत्वं न भवति अपि तु द्रव्यत्वमस्त्येवेति

(उपेन्द्रवज्रा)
पदार्थरत्नाभरणं मुमुक्षोः
कृतं मया कंठविभूषणार्थम्
अनेन धीमान् व्यवहारमार्गं
बुद्ध्वा पुनर्बोधति शुद्धमार्गम्
।।५२।।
पोग्गलदव्वं मुत्तं मुत्तिविरहिया हवंति सेसाणि
चेदणभावो जीवो चेदणगुणवज्जिया सेसा ।।३७।।

શુદ્ધપુદ્ગલપરમાણુ વડે રોકાયેલું આકાશસ્થળ જ પ્રદેશ છે (અર્થાત્ શુદ્ધ પુદ્ગલરૂપ પરમાણુ આકાશના જેટલા ભાગને રોકે તેટલો ભાગ તે આકાશનો પ્રદેશ છે). પુદ્ગલદ્રવ્યને એક જીવને અસંખ્યાત પ્રદેશો છે. બાકીનું જે અલોકાકાશ તેને અનંત પ્રદેશો છે. કાળને એક પ્રદેશ છે, તે કારણથી તેને કાયપણું નથી પરંતુ દ્રવ્યપણું છે જ.

[હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]

[શ્લોકાર્થઃ] પદાર્થોરૂપી (છ દ્રવ્યોરૂપી) રત્નોનું આભરણ મેં મુમુક્ષુના કંઠની શોભા અર્થે બનાવ્યું છે; એના વડે ધીમાન પુરુષ વ્યવહારમાર્ગને જાણીને, શુદ્ધમાર્ગને પણ જાણે છે. ૫૨.

છે મૂર્ત પુદ્ગલદ્રવ્ય, શેષ પદાર્થ મૂર્તિવિહીન છે;
ચૈતન્યયુત છે જીવ ને ચૈતન્યવર્જિત શેષ છે. ૩૭.

૭૨ ]

*એવા પ્રદેશો સંખ્યાત, અસંખ્યાત અને અનંત હોય છે. લોકાકાશને, ધર્મને, અધર્મને તથા

*આકાશના પ્રદેશની માફક, કોઈ પણ દ્રવ્યનો એક પરમાણુ વડે વ્યપાવાયોગ્ય જે અંશ તેને તે
દ્રવ્યનો પ્રદેશ કહેવામાં આવે છે. દ્રવ્યે પુદ્ગલ એકપ્રદેશી હોવા છતાં પર્યાયે સ્કંધપણાની
અપેક્ષાએ પુદ્ગલને બે પ્રદેશોથી માંડીને અનંત પ્રદેશો પણ સંભવે છે.


Page 73 of 380
PDF/HTML Page 102 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

અજીવ અધિકાર
[ ૭૩
पुद्गलद्रव्यं मूर्तं मूर्तिविरहितानि भवन्ति शेषाणि
चैतन्यभावो जीवः चैतन्यगुणवर्जितानि शेषाणि ।।३७।।

अजीवद्रव्यव्याख्यानोपसंहारोयम्

तेषु मूलपदार्थेषु पुद्गलस्य मूर्तत्वम्, इतरेषाममूर्तत्वम् जीवस्य चेतनत्वम्, इतरेषामचेतनत्वम् स्वजातीयविजातीयबन्धापेक्षया जीवपुद्गलयोरशुद्धत्वम्, धर्मादीनां चतुर्णां विशेषगुणापेक्षया शुद्धत्वमेवेति

(मालिनी)
इति ललितपदानामावलिर्भाति नित्यं
वदनसरसिजाते यस्य भव्योत्तमस्य
सपदि समयसारस्तस्य हृत्पुण्डरीके
लसति निशितबुद्धेः किं पुनश्चित्रमेतत
।।५३।।

અન્વયાર્થઃ[पुद्गलद्रव्यं] પુદ્ગલદ્રવ્ય [मूर्तं] મૂર્ત છે, [शेषाणि] બાકીનાં દ્રવ્યો [मूर्तिविरहितानि] મૂર્તત્વ રહિત [भवन्ति] છે; [जीवः] જીવ [चैतन्यभावः] ચૈતન્યભાવવાળો છે, [शेषाणि] બાકીનાં દ્રવ્યો [चैतन्यगुणवर्जितानि] ચૈતન્યગુણ રહિત છે.

ટીકાઃઆ, અજીવદ્રવ્ય સંબંધી કથનનો ઉપસંહાર છે.

તે (પૂર્વોક્ત) મૂળ પદાર્થોમાં, પુદ્ગલ મૂર્ત છે, બાકીના અમૂર્ત છે; જીવ ચેતન છે, બાકીના અચેતન છે; સ્વજાતીય અને વિજાતીય બંધની અપેક્ષાથી જીવ તથા પુદ્ગલને (બંધ- અવસ્થામાં) અશુદ્ધપણું હોય છે, ધર્માદિ ચાર પદાર્થોને વિશેષગુણની અપેક્ષાથી (સદા) શુદ્ધપણું જ છે.

[હવે આ અજીવ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ]

[શ્લોકાર્થઃ] એ રીતે લલિત પદોની પંક્તિ જે ભવ્યોત્તમના વદનારવિંદમાં સદા શોભે છે, તે તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદયકમળમાં શીઘ્ર સમયસાર (શુદ્ધ આત્મા) પ્રકાશે છે. અને એમાં શું આશ્ચર્ય છે? ૫૩.

૧૦


Page 74 of 380
PDF/HTML Page 103 of 409
single page version

इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ अजीवाधिकारो द्वितीयः श्रुतस्कन्धः ।।

આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) અજીવ અધિકાર નામનો બીજો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.

૭૪ ]નિયમસાર


Page 75 of 380
PDF/HTML Page 104 of 409
single page version

૭૫
શુદ્ધભાવ અધિકાર

अथेदानीं शुद्धभावाधिकार उच्यते

जीवादिबहित्तच्चं हेयमुवादेयमप्पणो अप्पा
कम्मोपाधिसमुब्भवगुणपज्जाएहिं वदिरित्तो ।।३८।।
जीवादिबहिस्तत्त्वं हेयमुपादेयमात्मनः आत्मा
कर्मोपाधिसमुद्भवगुणपर्यायैर्व्यतिरिक्त : ।।३८।।

हेयोपादेयतत्त्वस्वरूपाख्यानमेतत

जीवादिसप्ततत्त्वजातं परद्रव्यत्वान्न ह्युपादेयम् आत्मनः सहजवैराग्यप्रासाद-

હવે શુદ્ધભાવ અધિકાર કહેવામાં આવે છે.

છે બાહ્યતત્ત્વ જીવાદિ સર્વે હેય, આત્મા ગ્રાહ્ય છે, જે કર્મથી ઉત્પન્ન ગુણપર્યાયથી વ્યતિરિક્ત છે. ૩૮.

અન્વયાર્થઃ[जीवादिबहिस्तत्त्वं] જીવાદિ બાહ્યતત્ત્વ [हेयम्] હેય છે; [कर्मोपाधि- समुद्भवगुणपर्यायैः] કર્મોપાધિજનિત ગુણપર્યાયોથી [व्यतिरिक्त :] વ્યતિરિક્ત [आत्मा] આત્મા [आत्मनः] આત્માને [उपादेयम्] ઉપાદેય છે.

ટીકાઃઆ, હેય અને ઉપાદેય તત્ત્વના સ્વરૂપનું કથન છે.

જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. સહજ


Page 76 of 380
PDF/HTML Page 105 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

शिखरशिखामणेः परद्रव्यपराङ्मुखस्य पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहस्य परमजिन- योगीश्वरस्य स्वद्रव्यनिशितमतेरुपादेयो ह्यात्मा औदयिकादिचतुर्णां भावान्तराणामगोचरत्वाद् द्रव्यभावनोकर्मोपाधिसमुपजनितविभावगुणपर्यायरहितः, अनादिनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्ध- सहजपरमपारिणामिकभावस्वभावकारणपरमात्मा ह्यात्मा अत्यासन्नभव्यजीवानामेवंभूतं निजपरमात्मानमन्तरेण न किंचिदुपादेयमस्तीति

(मालिनी)
जयति समयसारः सर्वतत्त्वैकसारः
सकलविलयदूरः प्रास्तदुर्वारमारः
दुरिततरुकुठारः शुद्धबोधावतारः
सुखजलनिधिपूरः क्लेशवाराशिपारः
।।५४।।

વૈરાગ્યરૂપી મહેલના શિખરનો જે શિખામણિ છે, પરદ્રવ્યથી જે પરાઙ્મુખ છે, પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેને પરિગ્રહ છે, જે પરમ જિનયોગીશ્વર છે, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છેએવા આત્માને ‘આત્મા’ ખરેખર ઉપાદેય છે. ઔદયિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી જે (કારણપરમાત્મા) દ્રવ્યકર્મ, ભાવકર્મ, અને નોકર્મરૂપ ઉપાધિથી જનિત વિભાવગુણપર્યાયો વિનાનો છે, તથા અનાદિ-અનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળો શુદ્ધ-સહજ- પરમ-પારિણામિકભાવ જેનો સ્વભાવ છેએવો કારણપરમાત્મા તે ખરેખર ‘આત્મા’ છે. અતિ-આસન્ન ભવ્યજીવોને એવા નિજ પરમાત્મા સિવાય (બીજું) કાંઈ ઉપાદેય નથી.

[હવે ૩૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ]

[શ્લોકાર્થઃ] સર્વ તત્ત્વોમાં જે એક સાર છે, જે સમસ્ત નાશ પામવાયોગ્ય ભાવોથી દૂર છે, જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે, જે પાપરૂપ વૃક્ષને છેદનાર કુહાડો છે, જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે, જે સુખસાગરનું પૂર છે અને જે ક્લેશોદધિનો કિનારો છે, તે સમયસાર (શુદ્ધ આત્મા) જયવંત વર્તે છે. ૫૪.

૭૬ ]

૧. શિખામણિ = ટોચ ઉપરનું રત્ન; ચૂડામણિ; કલગીનું રત્ન.
૨. ભાવાંતરો = અન્ય ભાવો. [ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક
એ ચાર ભાવો પરમપારિણામિકભાવથી અન્ય હોવાને લીધે તેમને ભાવાંતરો કહ્યા છે. પરમપારિણામિકભાવ જેનો
સ્વભાવ છે એવો કારણપરમાત્મા આ ચાર ભાવાંતરોને અગોચર છે.]


Page 77 of 380
PDF/HTML Page 106 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

શુદ્ધભાવ અધિકાર
[ ૭૭
णो खलु सहावठाणा णो माणवमाणभावठाणा वा
णो हरिसभावठाणा णो जीवस्साहरिस्सठाणा वा ।।9।।
न खलु स्वभावस्थानानि न मानापमानभावस्थानानि वा
न हर्षभावस्थानानि न जीवस्याहर्षस्थानानि वा ।।9।।

निर्विकल्पतत्त्वस्वरूपाख्यानमेतत

त्रिकालनिरुपाधिस्वरूपस्य शुद्धजीवास्तिकायस्य न खलु विभावस्वभावस्थानानि प्रशस्ताप्रशस्तसमस्तमोहरागद्वेषाभावान्न च मानापमानहेतुभूतकर्मोदयस्थानानि न खलु शुभपरिणतेरभावाच्छुभकर्म, शुभकर्माभावान्न संसारसुखं, संसारसुखस्याभावान्न हर्षस्थानानि न चाशुभपरिणतेरभावादशुभकर्म, अशुभकर्माभावान्न दुःखं, दुःखाभावान्न चाहर्षस्थानानि चेति

જીવને ન સ્થાન સ્વભાવનાં, માનાપમાન તણાં નહીં,
જીવને ન સ્થાનો હર્ષનાં, સ્થાનો અહર્ષ તણાં નહીં. ૩૯.

અન્વયાર્થઃ[जीवस्य] જીવને [खलु] ખરેખર [न स्वभावस्थानानि] સ્વભાવસ્થાનો (વિભાવસ્વભાવનાં સ્થાનો) નથી, [न मानापमानभावस्थानानि वा] માનાપમાનભાવનાં સ્થાનો નથી, [न हर्षभावस्थानानि] હર્ષભાવનાં સ્થાનો નથી [वा] કે [न अहर्षस्थानानि] અહર્ષનાં સ્થાનો નથી.

ટીકાઃઆ, નિર્વિકલ્પ તત્ત્વના સ્વરૂપનું કથન છે.

ત્રિકાળ-નિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાસ્તિકાયને ખરેખર વિભાવ- સ્વભાવસ્થાનો (વિભાવરૂપ સ્વભાવનાં સ્થાનો) નથી; (શુદ્ધ જીવાસ્તિકાયને) પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત મોહ-રાગ-દ્વેષનો અભાવ હોવાથી માન-અપમાનના હેતુભૂત કર્મોદયનાં સ્થાનો નથી; (શુદ્ધ જીવાસ્તિકાયને) શુભ પરિણતિનો અભાવ હોવાથી શુભ કર્મ નથી, શુભ કર્મનો અભાવ હોવાથી સંસારસુખ નથી, સંસારસુખનો અભાવ હોવાથી હર્ષસ્થાનો નથી; વળી (શુદ્ધ જીવાસ્તિકાયને) અશુભ પરિણતિનો અભાવ હોવાથી અશુભ કર્મ નથી, અશુભ કર્મનો અભાવ હોવાથી દુઃખ નથી, દુઃખનો અભાવ હોવાથી અહર્ષસ્થાનો નથી.

[હવે ૩૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]


Page 78 of 380
PDF/HTML Page 107 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(शार्दूलविक्रीडित)
प्रीत्यप्रीतिविमुक्त शाश्वतपदे निःशेषतोऽन्तर्मुख-
निर्भेदोदितशर्मनिर्मितवियद्बिम्बाकृतावात्मनि
चैतन्यामृतपूरपूर्णवपुषे प्रेक्षावतां गोचरे
बुद्धिं किं न करोषि वाञ्छसि सुखं त्वं संसृतेर्दुष्कृतेः
।।५५।।
णो ठिदिबंधट्ठाणा पयडिट्ठाणा पदेसठाणा वा
णो अणुभागट्ठाणा जीवस्स ण उदयठाणा वा ।।४०।।
न स्थितिबंधस्थानानि प्रकृतिस्थानानि प्रदेशस्थानानि वा
नानुभागस्थानानि जीवस्य नोदयस्थानानि वा ।।४०।।

अत्र प्रकृतिस्थित्यनुभागप्रदेशबन्धोदयस्थाननिचयो जीवस्य न समस्तीत्युक्त म्

नित्यनिरुपरागस्वरूपस्य निरंजननिजपरमात्मतत्त्वस्य न खलु जघन्यमध्यमोत्कृष्टद्रव्य-

[શ્લોકાર્થઃ] જે પ્રીતિ-અપ્રીતિ રહિત શાશ્વત પદ છે, જે નિઃશેષપણે અંતર્મુખ અને નિર્ભેદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો છે, જે નભમંડળ સમાન આકૃતિવાળો (અર્થાત નિરાકારઅરૂપી) છે, ચૈતન્યામૃતના પૂરથી ભરેલું જેનું સ્વરૂપ છે, જે વિચારવંત ડાહ્યા પુરુષોને ગોચર છેએવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી અને દુષ્કૃતરૂપ સંસારના સુખને કેમ વાંછે છે? ૫૫.

સ્થિતિબંધસ્થાનો, પ્રકૃતિસ્થાન, પ્રદેશનાં સ્થાનો નહીં,
અનુભાગનાં નહિ સ્થાન જીવને, ઉદયનાં સ્થાનો નહીં. ૪૦.

અન્વયાર્થઃ[जीवस्य] જીવને [न स्थितिबंधस्थानानि] સ્થિતિબંધસ્થાનો નથી, [प्रकृतिस्थानानि] પ્રકૃતિસ્થાનો નથી, [प्रदेशस्थानानि वा] પ્રદેશસ્થાનો નથી, [न अनुभागस्थानानि] અનુભાગસ્થાનો નથી [वा] કે [न उदयस्थानानि] ઉદયસ્થાનો નથી.

ટીકાઃઅહીં (આ ગાથામાં) પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધનાં સ્થાનોનો તથા ઉદયનાં સ્થાનોનો સમૂહ જીવને નથી એમ કહ્યું છે.

સદા *નિરુપરાગ જેનું સ્વરૂપ છે એવા નિરંજન (નિર્દોષ) નિજ પરમાત્મતત્ત્વને

૭૮ ]

*નિરુપરાગ = ઉપરાગ વિનાનું. [ઉપરાગ = કોઈ પદાર્થમાં, અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો
ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ; ઔપાધિક ભાવ; વિકાર; મલિનતા.]


Page 79 of 380
PDF/HTML Page 108 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

શુદ્ધભાવ અધિકાર
[ ૭૯

कर्मस्थितिबंधस्थानानि ज्ञानावरणाद्यष्टविधकर्मणां तत्तद्योग्यपुद्गलद्रव्यस्वाकारः प्रकृतिबन्धः, तस्य स्थानानि न भवन्ति अशुद्धान्तस्तत्त्वकर्मपुद्गलयोः परस्परप्रदेशानुप्रवेशः प्रदेशबन्धः, अस्य बंधस्य स्थानानि वा न भवन्ति शुभाशुभकर्मणां निर्जरासमये सुखदुःखफल- प्रदानशक्ति युक्तो ह्यनुभागबन्धः, अस्य स्थानानां वा न चावकाशः न च द्रव्यभावकर्मोदय- स्थानानामप्यवकाशोऽस्ति इति

तथा चोक्तं श्रीअमृतचन्द्रसूरिभिः

(मालिनी)
‘‘न हि विदधति बद्धस्पृष्टभावादयोऽमी
स्फु टमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम्
अनुभवतु तमेव द्योतमानं समन्तात
जगदपगतमोहीभूय सम्यक्स्वभावम् ।।’’

तथा हि ખરેખર દ્રવ્યકર્મના જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધનાં સ્થાનો નથી. જ્ઞાનાવરણાદિ અષ્ટવિધ કર્મોમાંના તે તે કર્મને યોગ્ય એવો જે પુદ્ગલદ્રવ્યનો સ્વ-આકાર તે પ્રકૃતિબંધ છે; તેનાં સ્થાનો (નિરંજન નિજ પરમાત્મતત્ત્વને) નથી. અશુદ્ધ અંતઃતત્ત્વના (-અશુદ્ધ આત્માના) અને કર્મપુદ્ગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ તે પ્રદેશબંધ છે; આ બંધનાં સ્થાનો પણ (નિરંજન નિજ પરમાત્મતત્ત્વને) નથી. શુભાશુભ કર્મની નિર્જરાના સમયે સુખદુઃખરૂપ ફળ દેવાની શક્તિવાળો તે અનુભાગબંધ છે; આનાં સ્થાનોનો પણ અવકાશ (નિરંજન નિજ પરમાત્મતત્ત્વને વિષે) નથી. વળી દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ઉદયનાં સ્થાનોનો પણ અવકાશ (નિરંજન નિજ પરમાત્મતત્ત્વને વિષે) નથી.

એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૧મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ

‘‘[શ્લોકાર્થઃ] જગત મોહરહિત થઈને સર્વ તરફથી પ્રકાશમાન એવા તે સમ્યક્ સ્વભાવને જ અનુભવો કે જેમાં આ બદ્ધસ્પૃષ્ટત્વ આદિ ભાવો ઉત્પન્ન થઈને સ્પષ્ટપણે ઉપર તરતા હોવા છતાં ખરેખર સ્થિતિ પામતા નથી.’’

વળી (૪૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે)ઃ


Page 80 of 380
PDF/HTML Page 109 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(अनुष्टुभ्)
नित्यशुद्धचिदानन्दसंपदामाकरं परम्
विपदामिदमेवोच्चैरपदं चेतये पदम् ।।५६।।
(वसन्ततिलका)
यः सर्वकर्मविषभूरुहसंभवानि
मुक्त्वा फलानि निजरूपविलक्षणानि
भुंक्ते ऽधुना सहजचिन्मयमात्मतत्त्वं
प्राप्नोति मुक्ति मचिरादिति संशयः कः
।।५७।।
णो खइयभावठाणा णो खयउवसमसहावठाणा वा
ओदइयभावठाणा णो उवसमणे सहावठाणा वा ।।४१।।
न क्षायिकभावस्थानानि न क्षयोपशमस्वभावस्थानानि वा
औदयिकभावस्थानानि नोपशमस्वभावस्थानानि वा ।।४१।।

[શ્લોકાર્થઃ] જે નિત્ય-શુદ્ધ ચિદાનંદરૂપી સંપદાઓની ઉત્કૃષ્ટ ખાણ છે અને જે વિપદાઓનું અત્યંતપણે અપદ છે (અર્થાત્ જ્યાં વિપદા બિલકુલ નથી) એવા આ જ પદને હું અનુભવું છું. ૫૬.

[શ્લોકાર્થઃ] (અશુભ તેમ જ શુભ) સર્વ કર્મરૂપી વિષવૃક્ષોથી ઉત્પન્ન થતાં, નિજરૂપથી વિલક્ષણ એવાં ફળોને છોડીને જે જીવ હમણાં સહજચૈતન્યમય આત્મતત્ત્વને ભોગવે છે, તે જીવ અલ્પ કાળમાં મુક્તિને પામે છેએમાં શો સંશય છે? ૫૭.

સ્થાનો ન ક્ષાયિકભાવનાં, ક્ષાયોપશમિક તણાં નહીં;
સ્થાનો ન ઉપશમભાવનાં કે ઉદયભાવ તણાં નહીં. ૪૧.

અન્વયાર્થઃ[न क्षायिकभावस्थानानि] જીવને ક્ષાયિકભાવનાં સ્થાનો નથી, [न क्षयोपशमस्वभावस्थानानि वा] ક્ષયોપશમસ્વભાવનાં સ્થાનો નથી, [औदयिकभावस्थानानि] ઔદયિકભાવનાં સ્થાનો નથી [वा] કે [न उपशमस्वभावस्थानानि] ઉપશમસ્વભાવનાં સ્થાનો નથી.

૮૦ ]


Page 81 of 380
PDF/HTML Page 110 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

શુદ્ધભાવ અધિકાર
[ ૮૧

चतुर्णां विभावस्वभावानां स्वरूपकथनद्वारेण पंचमभावस्वरूपाख्यानमेतत

कर्मणां क्षये भवः क्षायिकभावः कर्मणां क्षयोपशमे भवः क्षायोपशमिकभावः कर्मणामुदये भवः औदयिकभावः कर्मणामुपशमे भवः औपशमिक भावः सकल- कर्मोपाधिविनिर्मुक्त : परिणामे भवः पारिणामिकभावः एषु पंचसु तावदौपशमिकभावो द्विविधः, क्षायिकभावश्च नवविधः, क्षायोपशमिकभावोऽष्टादशभेदः, औदयिकभाव एक- विंशतिभेदः, पारिणामिकभावस्त्रिभेदः अथौपशमिकभावस्य उपशमसम्यक्त्वम् उपशम- चारित्रम् च क्षायिकभावस्य क्षायिकसम्यक्त्वं, यथाख्यातचारित्रं, केवलज्ञानं केवलदर्शनं च, अन्तरायकर्मक्षयसमुपजनितदानलाभभोगोपभोगवीर्याणि चेति क्षायोपशमिकभावस्य मतिश्रुतावधिमनःपर्ययज्ञानानि चत्वारि, कुमतिकुश्रुतविभंगभेदादज्ञानानि त्रीणि,

ટીકાઃચાર વિભાવસ્વભાવોના સ્વરૂપકથન દ્વારા પંચમભાવના સ્વરૂપનું આ કથન છે.

*કર્મોના ક્ષયે જે ભાવ હોય તે ક્ષાયિકભાવ છે. કર્મોના ક્ષયોપશમે જે ભાવ હોય તે ક્ષાયોપશમિકભાવ છે. કર્મોના ઉદયે જે ભાવ હોય તે ઔદયિકભાવ છે. કર્મોના ઉપશમે જે ભાવ હોય તે ઔપશમિકભાવ છે. સકળ કર્મોપાધિથી વિમુક્ત એવો, પરિણામે જે ભાવ હોય તે પારિણામિકભાવ છે.

આ પાંચ ભાવોમાં, ઔપશમિકભાવના બે ભેદ છે, ક્ષાયિકભાવના નવ ભેદ છે, ક્ષાયોપશમિકભાવના અઢાર ભેદ છે, ઔદયિકભાવના એકવીશ ભેદ છે, પારિણામિકભાવના ત્રણ ભેદ છે.

હવે, ઔપશમિકભાવના બે ભેદ આ પ્રમાણે છેઃ ઉપશમસમ્યક્ત્વ અને ઉપશમચારિત્ર.

ક્ષાયિકભાવના નવ ભેદ આ પ્રમાણે છેઃ ક્ષાયિકસમ્યક્ત્વ, યથાખ્યાતચારિત્ર, કેવળજ્ઞાન ને કેવળદર્શન, તથા અંતરાયકર્મના ક્ષયજનિત દાન, લાભ, ભોગ, ઉપભોગ ને વીર્ય.

ક્ષાયોપશમિકભાવના અઢાર ભેદ આ પ્રમાણે છેઃ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ને મનઃપર્યયજ્ઞાન એમ જ્ઞાન ચાર; કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન ને વિભંગજ્ઞાન

*કર્મોના ક્ષયે = કર્મોના ક્ષયમાં; કર્મોના ક્ષયના સદ્ભાવમાં. [વ્યવહારે કર્મોના ક્ષયની અપેક્ષા જીવના
જે ભાવમાં આવે તે ક્ષાયિકભાવ છે.]

૧૧


Page 82 of 380
PDF/HTML Page 111 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

चक्षुरचक्षुरवधिदर्शनभेदाद्दर्शनानि त्रीणि, कालकरणोपदेशोपशमप्रायोग्यताभेदाल्लब्धयः पञ्च, वेदकसम्यक्त्वं, वेदकचारित्रं, संयमासंयमपरिणतिश्चेति औदयिकभावस्य नारकतिर्यङ्- मनुष्यदेवभेदाद् गतयश्चतस्रः, क्रोधमानमायालोभभेदात् कषायाश्चत्वारः, स्त्रीपुं- नपुंसकभेदाल्लिङ्गानि त्रीणि, सामान्यसंग्रहनयापेक्षया मिथ्यादर्शनमेकम्, अज्ञानं चैकम्, असंयमता चैका, असिद्धत्वं चैकम्, शुक्लपद्मपीतकापोतनीलकृष्णभेदाल्लेश्याः षट् च भवन्ति पारिणामिकस्य जीवत्वपारिणामिकः, भव्यत्वपारिणामिकः, अभव्यत्वपारिणामिकः इति त्रिभेदाः अथायं जीवत्वपारिणामिकभावो भव्याभव्यानां सद्रशः, भव्यत्व- पारिणामिकभावो भव्यानामेव भवति, अभव्यत्वपारिणामिकभावोऽभव्यानामेव भवति इति पंचभावप्रपंचः

पंचानां भावानां मध्ये क्षायिकभावः कार्यसमयसारस्वरूपः स त्रैलोक्यप्रक्षोभ- हेतुभूततीर्थकरत्वोपार्जितसकलविमलकेवलावबोधसनाथतीर्थनाथस्य भगवतः सिद्धस्य वा


એવા ભેદને લીધે અજ્ઞાન ત્રણ; ચક્ષુદર્શન, અચક્ષુદર્શન ને અવધિદર્શન એવા ભેદને લીધે દર્શન ત્રણ; કાળલબ્ધિ, કરણલબ્ધિ, ઉપદેશલબ્ધિ, ઉપશમલબ્ધિ ને પ્રાયોગ્યતાલબ્ધિ એવા ભેદને લીધે લબ્ધિ પાંચ; વેદકસમ્યક્ત્વ; વેદકચારિત્ર; અને સંયમાસંયમપરિણતિ.

ઔદયિકભાવના એકવીશ ભેદ આ પ્રમાણે છેઃ નારકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ ને દેવગતિ એવા ભેદને લીધે ગતિ ચાર; ક્રોધકષાય, માનકષાય, માયાકષાય ને લોભકષાય એવા ભેદને લીધે કષાય ચાર; સ્ત્રીલિંગ, પુંલિંગ અને નપુંસકલિંગ એવા ભેદને લીધે લિંગ ત્રણ; સામાન્યસંગ્રહનયની અપેક્ષાએ મિથ્યાદર્શન એક, અજ્ઞાન એક ને અસંયમતા એક; અસિદ્ધત્વ એક; શુક્લલેશ્યા, પદ્મલેશ્યા, પીતલેશ્યા, કાપોતલેશ્યા, નીલલેશ્યા ને કૃષ્ણલેશ્યા એવા ભેદને લીધે લેશ્યા છ.

પારિણામિકભાવના ત્રણ ભેદ આ પ્રમાણે છેઃ જીવત્વપારિણામિક, ભવ્યત્વ- પારિણામિક અને અભવ્યત્વપારિણામિક. આ જીવત્વપારિણામિકભાવ ભવ્યોને તેમ જ અભવ્યોને સમાન હોય છે; ભવ્યત્વપારિણામિકભાવ ભવ્યોને જ હોય છે; અભવ્યત્વ- પારિણામિકભાવ અભવ્યોને જ હોય છે.

આ રીતે પાંચ ભાવોનું કથન કર્યું. પાંચ ભાવો મધ્યે ક્ષાયિકભાવ કાર્યસમયસારસ્વરૂપ છે; તે (ક્ષાયિકભાવ) ત્રિલોકમાં

૮૨ ]


Page 83 of 380
PDF/HTML Page 112 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

શુદ્ધભાવ અધિકાર
[ ૮૩

भवति औदयिकौपशमिकक्षायोपशमिकभावाः संसारिणामेव भवन्ति, न मुक्तानाम् पूर्वोक्त भावचतुष्टयमावरणसंयुक्त त्वात् न मुक्ति कारणम् त्रिकालनिरुपाधिस्वरूपनिरंजन- निजपरमपंचमभावभावनया पंचमगतिं मुमुक्षवो यान्ति यास्यन्ति गताश्चेति

(आर्या)
अंचितपंचमगतये पंचमभावं स्मरन्ति विद्वान्सः
संचितपंचाचाराः किंचनभावप्रपंचपरिहीणाः ।।५८।।
(मालिनी)
सुकृतमपि समस्तं भोगिनां भोगमूलं
त्यजतु परमतत्त्वाभ्यासनिष्णातचित्तः
उभयसमयसारं सारतत्त्वस्वरूपं
भजतु भवविमुक्त्यै कोऽत्र दोषो मुनीशः
।।9।।

તીર્થનાથને (તેમ જ ઉપલક્ષણથી સામાન્ય કેવળીને) અથવા સિદ્ધભગવાનને હોય છે. ઔદયિક, ઔપશમિક અને ક્ષાયોપશમિક ભાવો સંસારીઓને જ હોય છે, મુક્ત જીવોને નહિ.

પૂર્વોક્ત ચાર ભાવો આવરણસંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી. ત્રિકાળનિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિજ પરમ પંચમભાવની (પારિણામિકભાવની) ભાવનાથી પંચમગતિએ મુમુક્ષુઓ (વર્તમાન કાળે) જાય છે, (ભવિષ્ય કાળે) જશે અને (ભૂત કાળે) જતા.

[હવે ૪૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોકો કહે છેઃ] [શ્લોકાર્થઃ] (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યરૂપ) પાંચ આચારોથી યુક્ત અને કાંઈ પણ પરિગ્રહપ્રપંચથી સર્વથા રહિત એવા વિદ્વાનો પૂજનીય પંચમગતિને પ્રાપ્ત કરવા માટે પંચમભાવને સ્મરે છે. ૫૮.

[શ્લોકાર્થઃ] સઘળુંય સુકૃત (શુભ કર્મ) ભોગીઓના ભોગનું મૂળ છે; પરમ

*પ્રક્ષોભના હેતુભૂત તીર્થંકરપણા વડે પ્રાપ્ત થતા સકળ-વિમળ કેવળજ્ઞાનથી યુક્ત

*પ્રક્ષોભ = ખળભળાટ [તીર્થંકરના જન્મકલ્યાણકાદિ પ્રસંગે ત્રણ લોકમાં આનંદમય ખળભળાટ થાય
છે.]


Page 84 of 380
PDF/HTML Page 113 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
चउगइभवसंभमणं जाइजरामरणरोगसोगा य
कुलजोणिजीवमग्गणठाणा जीवस्स णो संति ।।४२।।
चतुर्गतिभवसंभ्रमणं जातिजरामरणरोगशोकाश्च
कुलयोनिजीवमार्गणस्थानानि जीवस्य नो सन्ति ।।४२।।

इह हि शुद्धनिश्चयनयेन शुद्धजीवस्य समस्तसंसारविकारसमुदयो न समस्ती- त्युक्त म्

द्रव्यभावकर्मस्वीकाराभावाच्चतसृणां नारकतिर्यङ्मनुष्यदेवत्वलक्षणानां गतीनां परिभ्रमणं न भवति नित्यशुद्धचिदानन्दरूपस्य कारणपरमात्मस्वरूपस्य द्रव्यभाव- कर्मग्रहणयोग्यविभावपरिणतेरभावान्न जातिजरामरणरोगशोकाश्च चतुर्गतिजीवानां कुल-


તત્ત્વના અભ્યાસમાં નિષ્ણાત ચિત્તવાળા મુનીશ્વર ભવથી વિમુક્ત થવા અર્થે તે સઘળાય શુભ કર્મને છોડો અને *સારતત્ત્વસ્વરૂપ એવા ઉભય સમયસારને ભજો. એમાં શો દોષ છે? ૫૯.

ચઉગતિભ્રમણ નહિ, જન્મ મરણ ન, રોગ શોક જરા નહીં,
કુળ, યોનિ કે જીવસ્થાન માર્ગણસ્થાન જીવને છે નહીં. ૪૨.

અન્વયાર્થઃ[जीवस्य] જીવને [चतुर्गतिभवसंभ्रमणं] ચાર ગતિના ભવોમાં પરિભ્રમણ [जातिजरामरणरोगशोकाः] જન્મ, જરા, મરણ, રોગ, શોક, [कुलयोनिजीवमार्गणस्थानानि च] કુળ, યોનિ, જીવસ્થાનો અને માર્ગણાસ્થાનો [नो सन्ति] નથી.

ટીકાઃશુદ્ધ નિશ્ચયનયે શુદ્ધ જીવને સમસ્ત સંસારવિકારનો સમુદાય નથી એમ અહીં (આ ગાથામાં) કહ્યું છે.

દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો સ્વીકાર નહિ હોવાથી જીવને નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ અને દેવત્વસ્વરૂપ ચાર ગતિઓનું પરિભ્રમણ નથી.

નિત્યશુદ્ધ ચિદાનંદરૂપ કારણપરમાત્મસ્વરૂપ જીવને દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ગ્રહણને યોગ્ય વિભાવપરિણતિનો અભાવ હોવાથી જન્મ, જરા, મરણ, રોગ અને શોક નથી.

* સમયસાર સારભૂત તત્ત્વ છે.

૮૪ ]


Page 85 of 380
PDF/HTML Page 114 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

શુદ્ધભાવ અધિકાર
[ ૮૫

योनिविकल्प इह नास्ति इत्युच्यते तद्यथापृथ्वीकायिकजीवानां द्वाविंशति- लक्षकोटिकुलानि, अप्कायिकजीवानां सप्तलक्षकोटिकुलानि, तेजस्कायिकजीवानां त्रिलक्ष- कोटिकुलानि, वायुकायिकजीवानां सप्तलक्षकोटिकुलानि, वनस्पतिकायिकजीवानाम् अष्टोत्तरविंशतिलक्षकोटिकुलानि, द्वीन्द्रियजीवानां सप्तलक्षकोटिकुलानि, त्रीन्द्रियजीवानाम् अष्टलक्षकोटिकुलानि, चतुरिन्द्रियजीवानां नवलक्षकोटिकुलानि, पंचेन्द्रियेषु जलचराणां सार्धद्वादशलक्षकोटिकुलानि, आकाशचरजीवानां द्वादशलक्षकोटिकुलानि, चतुष्पदजीवानां दशलक्षकोटिकुलानि, सरीसृपानां नवलक्षकोटिकुलानि, नारकाणां पंचविंशतिलक्ष- कोटिकुलानि, मनुष्याणां द्वादशलक्षकोटिकुलानि, देवानां षड्विंशतिलक्षकोटिकुलानि

सर्वाणि सार्धसप्तनवत्यग्रशतकोटिलक्षाणि १9७५०००००००००००

पृथ्वीकायिकजीवानां सप्तलक्षयोनिमुखानि, अप्कायिकजीवानां सप्तलक्षयोनिमुखानि, तेजस्कायिकजीवानां सप्तलक्षयोनिमुखानि, वायुकायिकजीवानां सप्तलक्षयोनिमुखानि, नित्यनिगोदिजीवानां सप्तलक्षयोनिमुखानि, चतुर्गतिनिगोदिजीवानां सप्तलक्षयोनिमुखानि,

ચતુર્ગતિ (ચાર ગતિના) જીવોનાં કુળ તથા યોનિના ભેદ જીવમાં નથી એમ (હવે) કહેવામાં આવે છે. તે આ પ્રમાણેઃ

પૃથ્વીકાયિક જીવોનાં બાવીશ લાખ કરોડ કુળ છેઃ અપ્કાયિક જીવોનાં સાત લાખ કરોડ કુળ છેઃ તેજકાયિક જીવોનાં ત્રણ લાખ કરોડ કુળ છેઃ વાયુકાયિક જીવોનાં સાત લાખ કરોડ કુળ છે; વનસ્પતિકાયિક જીવોનાં અઠ્યાવીશ લાખ કરોડ કુળ છે; દ્વીંદ્રિય જીવોનાં સાત લાખ કરોડ કુળ છે; ત્રીંદ્રિય જીવોનાં આઠ લાખ કરોડ કુળ છે; ચતુરિંદ્રિય જીવોનાં નવ લાખ કરોડ કુળ છે; પંચેન્દ્રિય જીવોને વિષે જળચર જીવોનાં સાડા બાર લાખ કરોડ કુળ છે; ખેચર જીવોનાં બાર લાખ કરોડ કુળ છે; ચાર પગવાળા જીવોનાં દશ લાખ કરોડ કુળ છે; સર્પાદિક પેટે ચાલનારા જીવોનાં નવ લાખ કરોડ કુળ છે; નારકોનાં પચીશ લાખ કરોડ કુળ છે; મનુષ્યોનાં બાર લાખ કરોડ કુળ છે અને દેવોનાં છવ્વીશ લાખ કરોડ કુળ છે. બધાં થઈને એક સો સાડી સત્તાણું લાખ કરોડ (૧૯૭૫૦૦૦૦૦૦૦૦૦૦૦) કુળ છે.

પૃથ્વીકાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; અપ્કાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; તેજકાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; વાયુકાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; નિત્ય નિગોદી જીવોનાં સાત લાખ યોનિમુખ છે; ચતુર્ગતિ (ચાર


Page 86 of 380
PDF/HTML Page 115 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

वनस्पतिकायिकजीवानां दशलक्षयोनिमुखानि, द्वीन्द्रियजीवानां द्विलक्षयोनिमुखानि, त्रीन्द्रियजीवानां द्विलक्षयोनिमुखानि, चतुरिन्द्रियजीवानां द्विलक्षयोनिमुखानि, देवानां चतुर्लक्षयोनिमुखानि, नारकाणां चतुर्लक्षयोनिमुखानि, तिर्यग्जीवानां चतुर्लक्षयोनिमुखानि, मनुष्याणां चतुर्दशलक्षयोनिमुखानि

स्थूलसूक्ष्मैकेन्द्रियसंज्ञ्यसंज्ञिपंचेन्द्रियद्वीन्द्रियत्रींद्रियचतुरिन्द्रियपर्याप्तापर्याप्तकभेदसनाथ- चतुर्दशजीवस्थानानि गतीन्द्रियकाययोगवेदकषायज्ञानसंयमदर्शनलेश्याभव्यसम्यक्त्वसंज्ञ्या- हारविकल्पलक्षणानि मार्गणास्थानानि एतानि सर्वाणि च तस्य भगवतः परमात्मनः शुद्धनिश्चयनयबलेन न सन्तीति भगवतां सूत्रकृतामभिप्रायः

तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः ગતિમાં પરિભ્રમણ કરનારા અર્થાત્ ઇતર) નિગોદી જીવોનાં સાત લાખ યોનિમુખ છે; વનસ્પતિકાયિક જીવોનાં દશ લાખ યોનિમુખ છે; દ્વીંદ્રિય જીવોનાં બે લાખ યોનિમુખ છે; ત્રીંદ્રિય જીવોનાં બે લાખ યોનિમુખ છે; ચતુરિંદ્રિય જીવોનાં બે લાખ યોનિમુખ છે; દેવોનાં ચાર લાખ યોનિમુખ છે; નારકોનાં ચાર લાખ યોનિમુખ છે; તિર્યંચ જીવોનાં ચાર લાખ યોનિમુખ છે; મનુષ્યોનાં ચૌદ લાખ યોનિમુખ છે. (બધાં થઈને ૮૪૦૦૦૦૦ યોનિમુખ છે.)

સૂક્ષ્મ એકેંદ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, સ્થૂલ એકેંદ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, દ્વીંદ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, ત્રીંદ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, ચતુરિંદ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, અસંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્તએવા ભેદોવાળાં ચૌદ જીવસ્થાનો છે.

ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંજ્ઞિત્વ અને આહારએવા ભેદસ્વરૂપ (ચૌદ) માર્ગણાસ્થાનો છે.

આ બધાં, તે ભગવાન પરમાત્માને શુદ્ધનિશ્ચયનયના બળે (શુદ્ધનિશ્ચયનયે) નથી એમ ભગવાન સૂત્રકર્તાનો (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવનો) અભિપ્રાય છે.

એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૩૫-૩૬મા બે શ્લોકો દ્વારા) કહ્યું છે કેઃ

૮૬ ]


Page 87 of 380
PDF/HTML Page 116 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

શુદ્ધભાવ અધિકાર
[ ૮૭
(मालिनी)
‘‘सकलमपि विहायाह्नाय चिच्छक्ति रिक्तं
स्फु टतरमवगाह्य स्वं च चिच्छक्ति मात्रम्
इममुपरि चरंतं चारु विश्वस्य साक्षात
कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम् ।।’’
(अनुष्टुभ्)
‘‘चिच्छक्ति व्याप्तसर्वस्वसारो जीव इयानयम्
अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी ।।’’

तथा हि

(मालिनी)
अनवरतमखण्डज्ञानसद्भावनात्मा
व्रजति न च विकल्पं संसृतेर्घोररूपम्
अतुलमनघमात्मा निर्विकल्पः समाधिः
परपरिणतिदूरं याति चिन्मात्रमेषः
।।६०।।

‘‘[શ્લોકાર્થઃ] ચિત્શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને અને ચિત્શક્તિમાત્ર એવા નિજ આત્માનું અતિ સ્ફુટપણે અવગાહન કરીને, આત્મા સમસ્ત વિશ્વના ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ કેવળ (એક) અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો.’’

‘‘[શ્લોકાર્થઃ] ચૈતન્યશક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ-સાર છે એવો આ જીવ એટલો જ માત્ર છે; આ ચિત્શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધાય પૌદ્ગલિક છે.’’

વળી (૪૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે)ઃ

[શ્લોકાર્થઃ] સતતપણે અખંડ જ્ઞાનની સદ્ભાવનાવાળો આત્મા (અર્થાત્ ‘હું અખંડ જ્ઞાન છું’ એવી સાચી ભાવના જેને નિરંતર વર્તે છે તે આત્મા) સંસારના ઘોર વિકલ્પને પામતો નથી, પરંતુ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો પરપરિણતિથી દૂર, અનુપમ, અનઘ ચિન્માત્રને (ચૈતન્યમાત્ર આત્માને) પામે છે. ૬૦.

૧. અનઘ = દોષ રહિત; નિષ્પાપ; મળ રહિત.

Page 88 of 380
PDF/HTML Page 117 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(स्रग्धरा)
इत्थं बुद्ध्वोपदेशं जननमृतिहरं यं जरानाशहेतुं
भक्ति प्रह्वामरेन्द्रप्रकटमुकुटसद्रत्नमालार्चितांघ्रेः
वीरात्तीर्थाधिनाथाद्दुरितमलकुलध्वांतविध्वंसदक्षं
एते संतो भवाब्धेरपरतटममी यांति सच्छीलपोताः
।।६१।।
णिद्दंडो णिद्दंद्दो णिम्ममो णिक्कलो णिरालंबो
णीरागो णिद्दोसो णिम्मूढो णिब्भयो अप्पा ।।४३।।
निर्दण्डः निर्द्वन्द्वः निर्ममः निःकलः निरालंबः
नीरागः निर्दोषः निर्मूढः निर्भयः आत्मा ।।४३।।

इह हि शुद्धात्मनः समस्तविभावाभावत्वमुक्त म्

[શ્લોકાર્થઃ] ભક્તિથી નમેલા દેવેંદ્રો મુગટની સુંદર રત્નમાળા વડે જેમનાં ચરણોને પ્રગટ રીતે પૂજે છે એવા મહાવીર તીર્થાધિનાથ દ્વારા આ સંતો જન્મ-જરા- મૃત્યુનો નાશક અને દુષ્ટ મળસમૂહરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર એવો આ પ્રકારનો (પૂર્વોક્ત) ઉપદેશ સમજીને, સત્શીલરૂપી નૌકા વડે ભવાબ્ધિના સામા કિનારે પહોંચી જાય છે. ૬૧.

નિર્દંડ ને નિર્દ્વંદ્વ, નિર્મમ, નિઃશરીર, નીરાગ છે,
નિર્દોષ, નિર્ભય, નિરવલંબન, આતમા નિર્મૂઢ છે. ૪૩.

અન્વયાર્થઃ[आत्मा] આત્મા [निर्दण्डः] નિર્દંડ, [निर्द्वन्द्वः] નિર્દ્વંદ્વ, [निर्ममः] નિર્મમ, [निःकलः] નિઃશરીર, [निरालंबः] નિરાલંબ, [नीरागः] નીરાગ, [निर्दोषः] નિર્દોષ, [निर्मूढः] નિર્મૂઢ અને [निर्भयः] નિર્ભય છે.

ટીકાઃઅહીં (આ ગાથામાં) ખરેખર શુદ્ધ આત્માને સમસ્ત વિભાવનો અભાવ છે એમ કહ્યું છે.

૮૮ ]

૧. નિર્દંડ = દંડ રહિત. (જે મનવચનકાયાશ્રિત પ્રવર્તનથી આત્મા દંડાય છે તે પ્રવર્તનને દંડ કહેવામાં આવે છે.)


Page 89 of 380
PDF/HTML Page 118 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

શુદ્ધભાવ અધિકાર
[ ૮૯

मनोदण्डो वचनदण्डः कायदण्डश्चेत्येतेषां योग्यद्रव्यभावकर्मणामभावान्निर्दण्डः निश्चयेन परमपदार्थव्यतिरिक्त समस्तपदार्थसार्थाभावान्निर्द्वन्द्वः प्रशस्ताप्रशस्तसमस्तमोह- रागद्वेषाभावान्निर्ममः निश्चयेनौदारिकवैक्रियिकाहारकतैजसकार्मणाभिधानपंचशरीरप्रपंचा- भावान्निःकलः निश्चयेन परमात्मनः परद्रव्यनिरवलम्बत्वान्निरालम्बः मिथ्यात्ववेद- रागद्वेषहास्यरत्यरतिशोकभयजुगुप्साक्रोधमानमायालोभाभिधानाभ्यन्तरचतुर्दशपरिग्रहाभावान्- नीरागः निश्चयेन निखिलदुरितमलकलंकपंकनिर्न्निक्त समर्थसहजपरमवीतरागसुखसमुद्रमध्य- निर्मग्नस्फु टितसहजावस्थात्मसहजज्ञानगात्रपवित्रत्वान्निर्दोषः सहजनिश्चयनयबलेन सहज- ज्ञानसहजदर्शनसहजचारित्रसहजपरमवीतरागसुखाद्यनेकपरमधर्माधारनिजपरमतत्त्वपरिच्छेदन- समर्थत्वान्निर्मूढः, अथवा साद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारनयबलेन त्रिकाल- त्रिलोकवर्तिस्थावरजंगमात्मकनिखिलद्रव्यगुणपर्यायैकसमयपरिच्छित्तिसमर्थसकलविमलकेवल-

મનદંડ, વચનદંડ અને કાયદંડને યોગ્ય દ્રવ્યકર્મો તથા ભાવકર્મોનો અભાવ હોવાથી આત્મા નિર્દંડ છે. નિશ્ચયથી પરમ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થસમૂહનો (આત્મામાં) અભાવ હોવાથી આત્મા નિર્દ્વંદ્વ (દ્વૈત રહિત) છે. પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત મોહ-રાગ-દ્વેષનો અભાવ હોવાથી આત્મા નિર્મમ (મમતા રહિત) છે. નિશ્ચયથી ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ અને કાર્મણ નામનાં પાંચ શરીરોના સમૂહનો અભાવ હોવાથી આત્મા નિઃશરીર છે. નિશ્ચયથી પરમાત્માને પરદ્રવ્યનું અવલંબન નહિ હોવાથી આત્મા નિરાલંબ છે. મિથ્યાત્વ, વેદ, રાગ, દ્વેષ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ નામનાં ચૌદ અભ્યંતર પરિગ્રહોનો અભાવ હોવાથી આત્મા નીરાગ છે. નિશ્ચયથી સમસ્ત પાપમળકલંકરૂપી કાદવને ધોઈ નાખવામાં સમર્થ, સહજ-પરમવીતરાગ-સુખસમુદ્રમાં મગ્ન (ડૂબેલી, લીન) પ્રગટ સહજાવસ્થાસ્વરૂપ જે સહજજ્ઞાનશરીર તેના વડે પવિત્ર હોવાને લીધે આત્મા નિર્દોષ છે. સહજ નિશ્ચયનયથી સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમવીતરાગ સુખ વગેરે અનેક પરમ ધર્મોના આધારભૂત નિજ પરમતત્ત્વને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂઢ (મૂઢતા રહિત) છે; અથવા, સાદિ-અનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્ભૂત વ્યવહારનયથી ત્રણ કાળના અને ત્રણ લોકના સ્થાવર-જંગમસ્વરૂપ સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયોને એક સમયે જાણવામાં સમર્થ સકળ-વિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાનરૂપે અવસ્થિત થવાથી આત્મા નિર્મૂઢ છે. સમસ્ત પાપરૂપી શૂરવીર શત્રુઓની સેના જેમાં પ્રવેશી શકતી નથી

૧૨


Page 90 of 380
PDF/HTML Page 119 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

ज्ञानावस्थत्वान्निर्मूढश्च निखिलदुरितवीरवैरिवाहिनीदुःप्रवेशनिजशुद्धान्तस्तत्त्वमहादुर्गनिलय- त्वान्निर्भयः अयमात्मा ह्युपादेयः इति

तथा चोक्त ममृताशीतौ

(मालिनी)
‘‘स्वरनिकरविसर्गव्यंजनाद्यक्षरैर्यद्
रहितमहितहीनं शाश्वतं मुक्त संख्यम्
अरसतिमिररूपस्पर्शगंधाम्बुवायु-
क्षितिपवनसखाणुस्थूलदिक्चक्रवालम्
।।’’

तथा हि

(मालिनी)
दुरघवनकुठारः प्राप्तदुष्कर्मपारः
परपरिणतिदूरः प्रास्तरागाब्धिपूरः
हतविविधविकारः सत्यशर्माब्धिनीरः
सपदि समयसारः पातु मामस्तमारः
।।६२।।

એવા નિજ શુદ્ધ અંતઃતત્ત્વરૂપ મહા દુર્ગમાં (કિલ્લામાં) વસતો હોવાથી આત્મા નિર્ભય છે. આવો આ આત્મા ખરેખર ઉપાદેય છે.

એવી રીતે (શ્રી યોગીંદ્રદેવકૃત) અમૃતાશીતિમાં (૫૭મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ

‘‘[શ્લોકાર્થઃ] આત્મતત્ત્વ સ્વરસમૂહ, વિસર્ગ ને વ્યંજનાદિ અક્ષરો રહિત તથા સંખ્યા રહિત છે (અર્થાત્ અક્ષર અને અંકનો આત્મતત્ત્વમાં પ્રવેશ નથી), અહિત વિનાનું છે, શાશ્વત છે, અંધકાર તેમ જ સ્પર્શ, રસ, ગંધ અને રૂપ વિનાનું છે, પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના અણુઓ રહિત છે તથા સ્થૂલ દિક્ચક્ર (દિશાઓના સમૂહ) રહિત છે.’’

વળી (૪૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ સાત શ્લોક કહે છે)

[શ્લોકાર્થઃ] જે (સમયસાર) દુષ્ટ પાપોના વનને છેદવાનો કુહાડો છે, જે દુષ્ટ કર્મોના પારને પહોંચ્યો છે (અર્થાત્ જેણે કર્મોનો અંત આણ્યો છે), જે પરપરિણતિથી દૂર

૯૦ ]


Page 91 of 380
PDF/HTML Page 120 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

શુદ્ધભાવ અધિકાર
[ ૯૧
(मालिनी)
जयति परमतत्त्वं तत्त्वनिष्णातपद्म-
प्रभमुनिहृदयाब्जे संस्थितं निर्विकारम्
हतविविधविकल्पं कल्पनामात्ररम्याद्
भवभवसुखदुःखान्मुक्त मुक्तं बुधैर्यत
।।६३।।
(मालिनी)
अनिशमतुलबोधाधीनमात्मानमात्मा
सहजगुणमणीनामाकरं तत्त्वसारम्
निजपरिणतिशर्माम्भोधिमज्जन्तमेनं
भजतु भवविमुक्त्यै भव्यताप्रेरितो यः
।।६४।।
(द्रुतविलंबित)
भवभोगपराङ्मुख हे यते
पदमिदं भवहेतुविनाशनम्
भज निजात्मनिमग्नमते पुन-
स्तव किमध्रुववस्तुनि चिन्तया
।।६५।।

છે, જેણે રાગરૂપી સમુદ્રના પૂરને નષ્ટ કર્યું છે, જેણે વિવિધ વિકારોને હણી નાખ્યા છે, જે સાચા સુખસાગરનું નીર છે અને જેણે કામને અસ્ત કર્યો છે, તે સમયસાર મારું શીઘ્ર રક્ષણ કરો. ૬૨.

[શ્લોકાર્થઃ] જે તત્ત્વનિષ્ણાત (વસ્તુસ્વરૂપમાં નિપુણ) પદ્મપ્રભમુનિના હૃદયકમળમાં સુસ્થિત છે, જે નિર્વિકાર છે, જેણે વિવિધ વિકલ્પોને હણી નાખ્યા છે, અને જેને બુધપુરુષોએ કલ્પનામાત્ર-રમ્ય એવાં ભવભવનાં સુખોથી તેમ જ દુઃખોથી મુક્ત (રહિત) કહ્યું છે, તે પરમતત્ત્વ જયવંત છે. ૬૩.

[શ્લોકાર્થઃ] જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત હોય, તે આત્મા ભવથી વિમુક્ત થવા અર્થે નિરંતર આ આત્માને ભજોકે જે (આત્મા) અનુપમ જ્ઞાનને આધીન છે, જે સહજગુણમણિની ખાણ છે, જે (સર્વ) તત્ત્વોમાં સાર છે અને જે નિજ પરિણતિના સુખસાગરમાં મગ્ન થાય છે. ૬૪.

[શ્લોકાર્થઃ] નિજ આત્મામાં લીન બુદ્ધિવાળા તથા ભવથી ને ભોગથી પરાઙ્મુખ