Niyamsar (Gujarati). Shlok: 66-76 ; Gatha: 44-57 ; Vyavahar Charitra Adhikar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 21

 

Page 92 of 380
PDF/HTML Page 121 of 409
single page version

થયેલા હે યતિ! તું ભવહેતુનો વિનાશ કરનારા એવા આ (ધ્રુવ) પદને ભજ; અધ્રુવ વસ્તુની
ચિંતાથી તારે શું પ્રયોજન છે? ૬૫.
[શ્લોકાર્થઃ] જે અનાકુળ છે, *અચ્યુત છે, જન્મ-મૃત્યુ-રોગાદિ રહિત છે, સહજ
નિર્મળ સુખામૃતમય છે, તે સમયસારને હું સમરસ (સમતાભાવ) વડે સદા પૂજું છું. ૬૬.
[શ્લોકાર્થઃ] એ રીતે પૂર્વે નિજજ્ઞ સૂત્રકારે (આત્મજ્ઞાની સૂત્રકર્તા
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવે) જે વિશુદ્ધ નિજાત્મતત્ત્વનું વર્ણન કર્યું અને જેને જાણીને ભવ્ય
જીવ મુક્તિને પામે છે, તે નિજાત્મતત્ત્વને ઉત્તમ સુખની પ્રાપ્તિ અર્થે હું ભાવું છું. ૬૭.
[શ્લોકાર્થઃ] પરમાત્મતત્ત્વ આદિ-અંત વિનાનું છે, દોષ રહિત છે, નિર્દ્વંદ્વ છે અને
અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાનસ્વરૂપ છે. જગતમાં જે ભવ્ય જનો તેની ભાવનારૂપે પરિણમે છે,
તેઓ ભવજનિત દુઃખોથી દૂર એવી સિદ્ધિને પામે છે. ૬૮.
(द्रुतविलंबित)
समयसारमनाकुलमच्युतं
जननमृत्युरुजादिविवर्जितम्
सहजनिर्मलशर्मसुधामयं
समरसेन सदा परिपूजये
।।६६।।
(इंद्रवज्रा)
इत्थं निजज्ञेन निजात्मतत्त्व-
मुक्तं पुरा सूत्रकृता विशुद्धम्
बुद्ध्वा च यन्मुक्ति मुपैति भव्य-
स्तद्भावयाम्युत्तमशर्मणेऽहम्
।।६७।।
(वसन्ततिलका)
आद्यन्तमुक्त मनघं परमात्मतत्त्वं
निर्द्वन्द्वमक्षयविशालवरप्रबोधम्
तद्भावनापरिणतो भुवि भव्यलोकः
सिद्धिं प्रयाति भवसंभवदुःखदूराम्
।।६८।।
*અચ્યુત = અસ્ખલિત; નિજ સ્વરૂપથી નહિ ખસેલું.
૯૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 93 of 380
PDF/HTML Page 122 of 409
single page version

णिग्गंथो णीरागो णिस्सल्लो सयलदोसणिम्मुक्को
णिक्कामो णिक्कोहो णिम्माणो णिम्मदो अप्पा ।।४४।।
निर्ग्रन्थो नीरागो निःशल्यः सकलदोषनिर्मुक्त :
निःकामो निःक्रोधो निर्मानो निर्मदः आत्मा ।।४४।।
अत्रापि शुद्धजीवस्वरूपमुक्त म्
बाह्याभ्यन्तरचतुर्विंशतिपरिग्रहपरित्यागलक्षणत्वान्निर्ग्रन्थः सकलमोहरागद्वेषात्मक-
चेतनकर्माभावान्नीरागः निदानमायामिथ्याशल्यत्रयाभावान्निःशल्यः शुद्धनिश्चयनयेन
शुद्धजीवास्तिकायस्य द्रव्यभावनोकर्माभावात् सकलदोषनिर्मुक्त : शुद्धनिश्चयनयेन निज-
परमतत्त्वेऽपि वांछाभावान्निःकामः निश्चयनयेन प्रशस्ताप्रशस्तसमस्तपरद्रव्यपरिणतेरभावान्निः-
*ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસી, દાસ, કપડાં અને વાસણ એમ દસ પ્રકારનો
બાહ્ય પરિગ્રહ છે; એક મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય એમ ચૌદ પ્રકારનો અભ્યંતર
પરિગ્રહ છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
[ ૯૩
નિર્ગ્રંથ છે, નિષ્કામ છે, નિઃક્રોધ, જીવ નિર્માન છે,
નિઃશલ્ય તેમ નીરાગ, નિર્મદ, સર્વદોષવિમુક્ત છે. ૪૪.
અન્વયાર્થઃ[आत्मा] આત્મા [निर्ग्रन्थः] નિર્ગ્રંથ, [नीरागः] નીરાગ, [निःशल्यः]
નિઃશલ્ય, [सकलदोषनिर्मुक्त :] સર્વદોષવિમુક્ત, [निःकामः] નિષ્કામ, [निःक्रोधः] નિઃક્રોધ,
[निर्मानः] નિર્માન અને [निर्मदः] નિર્મદ છે.
ટીકાઃઅહીં (આ ગાથામાં) પણ શુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું છે.
શુદ્ધ જીવાસ્તિકાય બાહ્ય-અભ્યંતર *ચોવીશ પરિગ્રહના પરિત્યાગસ્વરૂપ હોવાથી
નિર્ગ્રંથ છે; સકળ મોહ-રાગ-દ્વેષાત્મક ચેતન કર્મના અભાવને લીધે નીરાગ છે; નિદાન, માયા
અને મિથ્યાત્વ
એ ત્રણ શલ્યોના અભાવને લીધે નિઃશલ્ય છે; શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ
જીવાસ્તિકાયને દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મનો અભાવ હોવાને લીધે સર્વદોષવિમુક્ત છે;
શુદ્ધ નિશ્ચયનયથી નિજ પરમ તત્ત્વની પણ વાંછા નહિ હોવાથી નિષ્કામ છે; નિશ્ચયનયથી
પ્રશસ્ત
અપ્રશસ્ત સમસ્ત પરદ્રવ્યપરિણતિનો અભાવ હોવાને લીધે નિઃક્રોધ છે; નિશ્ચયનયથી
સદા પરમ સમરસીભાવસ્વરૂપ હોવાને લીધે નિર્માન છે; નિશ્ચયનયથી નિઃશેષપણે અંતર્મુખ

Page 94 of 380
PDF/HTML Page 123 of 409
single page version

હોવાને લીધે નિર્મદ છે. ઉક્ત પ્રકારનું (ઉપર કહેલા પ્રકારનું), વિશુદ્ધ સહજસિદ્ધ નિત્ય-
નિરાવરણ નિજ કારણસમયસારનું સ્વરૂપ ઉપાદેય છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી પ્રવચનસારની ટીકામાં ૮મા
શ્લોક દ્વારા) કહ્યું છે કે
‘‘[શ્લોકાર્થઃ] એ રીતે પરપરિણતિના ઉચ્છેદ દ્વારા (અર્થાત્ પરદ્રવ્યરૂપ
પરિણમનના નાશ દ્વારા) તેમ જ કર્તા, કર્મ વગેરે ભેદો હોવાની જે ભ્રાંતિ તેના પણ નાશ
દ્વારા આખરે જેણે શુદ્ધ આત્મતત્ત્વને ઉપલબ્ધ કર્યું છે
એવો આ આત્મા, ચૈતન્યમાત્રરૂપ
વિશદ (નિર્મળ) તેજમાં લીન રહ્યો થકો, પોતાના સહજ (સ્વાભાવિક) મહિમાના
પ્રકાશમાનપણે સર્વદા મુક્ત જ રહેશે.’’
વળી (૪૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] જેણે જ્ઞાનજ્યોતિ વડે પાપરૂપી અંધકારસમૂહનો નાશ કર્યો છે, જે
क्रोधः निश्चयनयेन सदा परमसमरसीभावात्मकत्वान्निर्मानः निश्चयनयेन निःशेषतो-
ऽन्तर्मुखत्वान्निर्मदः उक्त प्रकारविशुद्धसहजसिद्धनित्यनिरावरणनिजकारणसमयसारस्वरूप-
मुपादेयमिति
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
(मन्दाक्रांता)
‘‘इत्युच्छेदात्परपरिणतेः कर्तृकर्मादिभेद-
भ्रान्तिध्वंसादपि च सुचिराल्लब्धशुद्धात्मतत्त्वः
सञ्चिन्मात्रे महसि विशदे मूर्छितश्चेतनोऽयं
स्थास्यत्युद्यत्सहजमहिमा सर्वदा मुक्त एव
।।’’
तथा हि
(मन्दाक्रांता)
ज्ञानज्योतिःप्रहतदुरितध्वान्तसंघातकात्मा
नित्यानन्दाद्यतुलमहिमा सर्वदा मूर्तिमुक्त :
स्वस्मिन्नुच्चैरविचलतया जातशीलस्य मूलं
यस्तं वन्दे भवभयहरं मोक्षलक्ष्मीशमीशम्
।।9।।
૯૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 95 of 380
PDF/HTML Page 124 of 409
single page version

નિત્ય આનંદ આદિ અતુલ મહિમાનો ધરનાર છે, જે સર્વદા અમૂર્ત છે, જે પોતામાં અત્યંત
અવિચળપણા વડે ઉત્તમ શીલનું મૂળ છે, તે ભવભયને હરનારા મોક્ષલક્ષ્મીના ઐશ્વર્યવાન
સ્વામીને હું વંદું છું. ૬૯.
સ્ત્રી-પુરુષ આદિક પર્યયો, રસવર્ણગંધસ્પર્શ ને
સંસ્થાન તેમ જ સંહનન સૌ છે નહીં જીવદ્રવ્યને. ૪૫.
જીવ ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે,
વળી લિંગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાખ્યું ન તેહને. ૪૬.
અન્વયાર્થઃ[वर्णरसगंधस्पर्शाः] વર્ણ-રસ-ગંધ-સ્પર્શ, [स्त्रीपुंनपुंसकादिपर्यायाः] સ્ત્રી-
પુરુષ-નપુંસકાદિ પર્યાયો, [संस्थानानि] સંસ્થાનો અને [संहननानि] સંહનનો[सर्वे] એ બધાં
[जीवस्य] જીવને [नो सन्ति] નથી.
[जीवम्] જીવને [अरसम्] અરસ, [अरूपम्] અરૂપ, [अगंधम्] અગંધ, [अव्यक्त म्]
અવ્યક્ત, [चेतनागुणम्] ચેતનાગુણવાળો, [अशब्दम्] અશબ્દ, [अलिंगग्रहणम्] અલિંગગ્રહણ
(લિંગથી અગ્રાહ્ય) અને [अनिर्दिष्टसंस्थानम्] જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો [जानीहि] જાણ.
ટીકાઃઅહીં (આ બે ગાથાઓમાં) પરમસ્વભાવભૂત એવું જે કારણપરમાત્માનું
સ્વરૂપ તેને સમસ્ત પૌદ્ગલિક વિકારસમૂહ નથી એમ કહ્યું છે.
वण्णरसगंधफासा थीपुंसणउंसयादिपज्जाया
संठाणा संहणणा सव्वे जीवस्स णो संति ।।४५।।
अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसद्दं
जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं ।।४६।।
वर्णरसगंधस्पर्शाः स्त्रीपुंनपुंसकादिपर्यायाः
संस्थानानि संहननानि सर्वे जीवस्य नो सन्ति ।।४५।।
अरसमरूपमगंधमव्यक्तं चेतनागुणमशब्दम्
जानीह्यलिंगग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम् ।।४६।।
इह हि परमस्वभावस्य कारणपरमात्मस्वरूपस्य समस्तपौद्गलिकविकारजातं न
समस्तीत्युक्त म्
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
[ ૯૫

Page 96 of 380
PDF/HTML Page 125 of 409
single page version

નિશ્ચયથી પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શ, સ્ત્રી-પુરુષ-નપુંસકાદિ વિજાતીય
વિભાવવ્યંજનપર્યાયો, કુબ્જાદિ સંસ્થાનો, વજ્રર્ષભનારાચાદિ સંહનનો પુદ્ગલોને જ છે, જીવોને
નથી. સંસાર-અવસ્થામાં સ્થાવરનામકર્મયુક્ત સંસારી જીવને કર્મફળચેતના હોય છે,
ત્રસનામકર્મયુક્ત સંસારી જીવને કાર્ય સહિત કર્મફળચેતના હોય છે. કાર્યપરમાત્માને અને
કારણપરમાત્માને શુદ્ધજ્ઞાનચેતના હોય છે. તેથી જ કાર્યસમયસારને કે કારણસમયસારને
સહજફળરૂપ શુદ્ધજ્ઞાનચેતના હોય છે. આથી, સહજશુદ્ધ-જ્ઞાનચેતનાસ્વરૂપ નિજ કારણ-
પરમાત્મા સંસારાવસ્થામાં કે મુક્તાવસ્થામાં સર્વદા એકરૂપ હોવાથી ઉપાદેય છે એમ, હે
શિષ્ય! તું જાણ.
એવી રીતે એકત્વસપ્તતિમાં (શ્રીપદ્મનંદી-આચાર્યદેવકૃત પદ્મનંદિપંચવિંશતિકા નામના
શાસ્ત્રને વિષે એકત્વસપ્તતિ નામના અધિકારમાં ૭૯મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] મારું એમ મંતવ્ય છે કેઆત્મા જુદો છે અને તેની પાછળ
પાછળ જનારું કર્મ જુદું છે; આત્મા અને કર્મની અતિ નિકટતાથી જે વિકૃતિ થાય છે
તે પણ તેવી જ રીતે (આત્માથી) જુદી છે; વળી કાળ-ક્ષેત્રાદિક જે છે તે પણ
(આત્માથી) જુદાં છે. નિજ નિજ ગુણકળાથી અલંકૃત આ બધુંય જુદે જુદું છે (અર્થાત
निश्चयेन वर्णपंचकं, रसपंचकं, गन्धद्वितयं, स्पर्शाष्टकं, स्त्रीपुंनपुंसकादिविजातीय-
विभावव्यंजनपर्यायाः, कुब्जादिसंस्थानानि, वज्रर्षभनाराचादिसंहननानि विद्यन्ते पुद्गलानामेव,
न जीवानाम्
संसारावस्थायां संसारिणो जीवस्य स्थावरनामकर्मसंयुक्त स्य कर्मफलचेतना
भवति, त्रसनामकर्मसनाथस्य कार्ययुतकर्मफलचेतना भवति कार्यपरमात्मनः कारण-
परमात्मनश्च शुद्धज्ञानचेतना भवति अत एव कार्यसमयसारस्य वा कारणसमयसारस्य वा
शुद्धज्ञानचेतना सहजफलरूपा भवति अतः सहजशुद्धज्ञानचेतनात्मानं निजकारणपरमात्मानं
संसारावस्थायां मुक्तावस्थायां वा सर्वदैकरूपत्वादुपादेयमिति हे शिष्य त्वं जानीहि इति
तथा चोक्त मेकत्वसप्ततौ
(मन्दाक्रांता)
‘‘आत्मा भिन्नस्तदनुगतिमत्कर्म भिन्नं तयोर्या
प्रत्यासत्तेर्भवति विकृतिः साऽपि भिन्ना तथैव
कालक्षेत्रप्रमुखमपि यत्तच्च भिन्नं मतं मे
भिन्नं भिन्नं निजगुणकलालंकृतं सर्वमेतत
।।’’
૯૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 97 of 380
PDF/HTML Page 126 of 409
single page version

પોતપોતાના ગુણો અને પર્યાયોથી યુક્ત સર્વ દ્રવ્યો અત્યંત જુદે જુદાં છે).’’
વળી (આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] ‘‘બંધ હો કે ન હો (અર્થાત્ બંધાવસ્થામાં કે મોક્ષાવસ્થામાં), સમસ્ત
વિચિત્ર મૂર્તદ્રવ્યજાળ (અનેકવિધ મૂર્તદ્રવ્યોનો સમૂહ) શુદ્ધ જીવના રૂપથી વ્યતિરિક્ત છે’’
એમ જિનદેવનું શુદ્ધ વચન બુધપુરુષોને કહે છે. આ ભુવનવિદિતને (
આ જગતપ્રસિદ્ધ
સત્યને), હે ભવ્ય! તું સદા જાણ. ૭૦.
જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે,
જેથી જનમમરણાદિહીન ને અષ્ટગુણસંયુક્ત છે. ૪૭.
અન્વયાર્થઃ[याद्रशाः] જેવા [सिद्धात्मानः] સિદ્ધ આત્માઓ છે [ताद्रशाः] તેવા [भवम्
आलीनाः जीवाः] ભવલીન (સંસારી) જીવો [भवन्ति] છે, [येन] જેથી (તે સંસારી જીવો
સિદ્ધાત્માઓની માફક) [जरामरणजन्ममुक्ताः] જન્મ-જરા-મરણથી રહિત અને [अष्टगुणालंकृताः]
આઠ ગુણોથી અલંકૃત છે.
ટીકાઃશુદ્ધદ્રવ્યાર્થિક નયના અભિપ્રાયે સંસારી જીવોમાં અને મુક્ત જીવોમાં તફાવત
નહિ હોવાનું આ કથન છે.
तथा हि
(मालिनी)
असति च सति बन्धे शुद्धजीवस्य रूपाद्
रहितमखिलमूर्तद्रव्यजालं विचित्रम्
इति जिनपतिवाक्यं वक्ति शुद्धं बुधानां
भुवनविदितमेतद्भव्य जानीहि नित्यम्
।।७०।।
जारिसिया सिद्धप्पा भवमल्लिय जीव तारिसा होंति
जरमरणजम्ममुक्का अट्ठगुणालंकिया जेण ।।४७।।
याद्रशाः सिद्धात्मानो भवमालीना जीवास्ताद्रशा भवन्ति
जरामरणजन्ममुक्ता अष्टगुणालंकृता येन ।।४७।।
शुद्धद्रव्यार्थिकनयाभिप्रायेण संसारिजीवानां मुक्त जीवानां विशेषाभावोपन्यासोयम्
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
[ ૯૭
૧૩

Page 98 of 380
PDF/HTML Page 127 of 409
single page version

જે કોઈ અતિ-આસન્ન-ભવ્ય જીવો થયા, તેઓ પૂર્વે સંસારાવસ્થામાં સંસારક્લેશથી
થાકેલા ચિત્તવાળા થયા થકા સહજવૈરાગ્યપરાયણ થવાથી દ્રવ્ય-ભાવ લિંગને ધારણ કરીને
પરમગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરેલા પરમાગમના અભ્યાસ વડે સિદ્ધક્ષેત્રને પામીને અવ્યાબાધ
(બાધા રહિત) સકળ-વિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન-કેવળદર્શન-કેવળસુખ-કેવળવીર્યયુક્ત
સિદ્ધાત્માઓ થઈ ગયા
કે જે સિદ્ધાત્માઓ કાર્યસમયસારરૂપ છે, *કાર્યશુદ્ધ છે. જેવા તે
સિદ્ધાત્માઓ છે તેવા જ શુદ્ધનિશ્ચયનયથી ભવવાળા (સંસારી) જીવો છે. જે કારણે તે સંસારી
જીવો સિદ્ધાત્માઓ જેવા છે, તે કારણે તે સંસારી જીવો જન્મજરામરણથી રહિત અને સમ્યક્ત્વાદિ
આઠ ગુણોની પુષ્ટિથી તુષ્ટ છે (
સમ્યક્ત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ,
અવગાહન, અગુરુલઘુ અને અવ્યાબાધ એ આઠ ગુણોની સમૃદ્ધિથી આનંદમય છે).
[હવે ૪૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] જે સુબુદ્ધિઓને તેમ જ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે, તેમનામાં કાંઈ
પણ ભેદ હું કયા નયથી જાણું? (તેમનામાં ખરેખર કાંઈ પણ ભેદ અર્થાત્ તફાવત નથી.) ૭૧.
અશરીર ને અવિનાશ છે, નિર્મળ, અતીંદ્રિય, શુદ્ધ છે,
જ્યમ લોક-અગ્રે સિદ્ધ, તે રીત જાણ સૌ સંસારીને. ૪૮.
ये केचिद् अत्यासन्नभव्यजीवाः ते पूर्वं संसारावस्थायां संसारक्लेशायासचित्ताः सन्तः
सहजवैराग्यपरायणाः द्रव्यभावलिंगधराः परमगुरुप्रसादासादितपरमागमाभ्यासेन सिद्धक्षेत्रं
परिप्राप्य निर्व्याबाधसकलविमलकेवलज्ञानकेवलदर्शनकेवलसुखकेवलशक्ति युक्ताः सिद्धात्मानः
कार्यसमयसाररूपाः कार्यशुद्धाः
ते याद्रशास्ताद्रशा एव भविनः शुद्धनिश्चयनयेन येन
कारणेन ताद्रशास्तेन जरामरणजन्ममुक्ताः सम्यक्त्वाद्यष्टगुणपुष्टितुष्टाश्चेति
(अनुष्टुभ्)
प्रागेव शुद्धता येषां सुधियां कुधियामपि
नयेन केनचित्तेषां भिदां कामपि वेद्म्यहम् ।।७१।।
असरीरा अविणासा अणिंदिया णिम्मला विसुद्धप्पा
जह लोयग्गे सिद्धा तह जीवा संसिदी णेया ।।४८।।
*કાર્યશુદ્ધ = કાર્ય-અપેક્ષાએ શુદ્ધ.
૯૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 99 of 380
PDF/HTML Page 128 of 409
single page version

અન્વયાર્થઃ[यथा] જેમ [लोकाग्रे] લોકાગ્રે [सिद्धाः] સિદ્ધભગવંતો [अशरीराः]
અશરીરી, [अविनाशाः] અવિનાશી, [अतीन्द्रियाः] અતીંદ્રિય, [निर्मलाः] નિર્મળ અને
[विशुद्धात्मानः] વિશુદ્ધાત્મા (વિશુદ્ધસ્વરૂપી) છે, [तथा] તેમ [संसृतौ] સંસારમાં [जीवाः] (સર્વ)
જીવો [ज्ञेयाः] જાણવા.
ટીકાઃવળી આ, કાર્યસમયસારમાં અને કારણસમયસારમાં તફાવત નહિ હોવાનું
કથન છે.
જેવી રીતે લોકાગ્રે સિદ્ધપરમેષ્ઠી ભગવંતો નિશ્ચયથી પાંચ શરીરના પ્રપંચના
અભાવને લીધે ‘અશરીરી’ છે, નિશ્ચયથી નર-નારકાદિ પર્યાયોના ત્યાગગ્રહણના અભાવને
લીધે ‘અવિનાશી’ છે, પરમ તત્ત્વમાં સ્થિત સહજદર્શનાદિરૂપ કારણશુદ્ધસ્વરૂપને યુગપદ્
જાણવામાં સમર્થ એવી સહજજ્ઞાનજ્યોતિ વડે જેમાંથી સમસ્ત સંશયો દૂર કરવામાં આવ્યા
છે એવા સ્વરૂપવાળા હોવાને લીધે ‘અતીન્દ્રિય’ છે, મળજનક ક્ષાયોપશમિકાદિ
વિભાવસ્વભાવોના અભાવને લીધે ‘નિર્મળ’ છે અને દ્રવ્યકર્મો તથા ભાવકર્મોના અભાવને
લીધે ‘વિશુદ્ધાત્મા’ છે, તેવી જ રીતે સંસારમાં પણ આ સંસારી જીવો કોઈ નયના બળે
(કોઈ નયથી) શુદ્ધ છે.
[હવે ૪૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
अशरीरा अविनाशा अतीन्द्रिया निर्मला विशुद्धात्मानः
यथा लोकाग्रे सिद्धास्तथा जीवाः संसृतौ ज्ञेयाः ।।४८।।
अयं च कार्यकारणसमयसारयोर्विशेषाभावोपन्यासः
निश्चयेन पंचशरीरप्रपंचाभावादशरीराः, निश्चयेन नरनारकादिपर्यायपरित्याग-
स्वीकाराभावादविनाशाः, युगपत्परमतत्त्वस्थितसहजदर्शनादिकारणशुद्धस्वरूपपरिच्छित्ति-
समर्थसहजज्ञानज्योतिरपहस्तितसमस्तसंशयस्वरूपत्वादतीन्द्रियाः, मलजनकक्षायोपशमिकादि-
विभावस्वभावानामभावान्निर्मलाः, द्रव्यभावकर्माभावाद् विशुद्धात्मानः यथैव लोकाग्रे
भगवन्तः सिद्धपरमेष्ठिनस्तिष्ठन्ति, तथैव संसृतावपि अमी केनचिन्नयबलेन संसारिजीवाः
शुद्धा इति
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
[ ૯૯

Page 100 of 380
PDF/HTML Page 129 of 409
single page version

[શ્લોકાર્થઃ] શુદ્ધ-અશુદ્ધની જે વિકલ્પના તે મિથ્યાદ્રષ્ટિને હંમેશાં હોય છે;
સમ્યગ્દ્રષ્ટિને તો હંમેશાં (એવી માન્યતા હોય છે કે) કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ
છે. આ રીતે પરમાગમના અતુલ અર્થને સારાસારના વિચારવાળી સુંદર બુદ્ધિ વડે જે
સમ્યગ્દ્રષ્ટિ સ્વયં જાણે છે, તેને અમે વંદન કરીએ છીએ. ૭૨.
આ સર્વ ભાવ કહેલ છે વ્યવહારનયના આશ્રયે;
સંસારી જીવ સમસ્ત સિદ્ધસ્વભાવી શુદ્ધનયાશ્રયે. ૪૯.
અન્વયાર્થઃ[एते] આ (પૂર્વોક્ત) [सर्वे भावाः] બધા ભાવો [खलु] ખરેખર
[व्यवहारनयं प्रतीत्य] વ્યવહારનયનો આશ્રય કરીને [भणिताः] (સંસારી જીવોમાં વિદ્યમાન)
કહેવામાં આવ્યા છે; [शुद्धनयात्] શુદ્ધનયથી [संसृतौ] સંસારમાં રહેલા [सर्वे जीवाः] સર્વ જીવો
[सिद्धस्वभावाः] સિદ્ધસ્વભાવી છે.
ટીકાઃઆ, નિશ્ચયનય અને વ્યવહારનયના ઉપાદેયપણાનું પ્રકાશન (-કથન) છે.
(शार्दूलविक्रीडित)
शुद्धाशुद्धविकल्पना भवति सा मिथ्याद्रशि प्रत्यहं
शुद्धं कारणकार्यतत्त्वयुगलं सम्यग्द्रशि प्रत्यहम्
इत्थं यः परमागमार्थमतुलं जानाति सद्द्रक् स्वयं
सारासारविचारचारुधिषणा वन्दामहे तं वयम् ।।७२।।
एदे सव्वे भावा ववहारणयं पडुच्च भणिदा हु
सव्वे सिद्धसहावा सुद्धणया संसिदी जीवा ।।9।।
एते सर्वे भावाः व्यवहारनयं प्रतीत्य भणिताः खलु
सर्वे सिद्धस्वभावाः शुद्धनयात् संसृतौ जीवाः ।।9।।
निश्चयव्यवहारनययोरुपादेयत्वप्रद्योतनमेतत
વિકલ્પના = વિપરીત કલ્પના; ખોટી માન્યતા; અનિશ્ચય; શંકા; ભેદ પાડવા.
પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મદ્રવ્યનું તેમ જ તેના પર્યાયોનું બન્નેનું સમ્યક્ જ્ઞાન હોવું જોઈએ. ‘પોતાને
કથંચિત
્ વિભાવપર્યાયો વિદ્યમાન છે’ એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મદ્રવ્યનું
પણ સાચું જ્ઞાન હોઈ શકે નહિ. માટે ‘વ્યવહારનયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય
૧૦૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 101 of 380
PDF/HTML Page 130 of 409
single page version

પૂર્વે જે વિભાવપર્યાયો ‘વિદ્યમાન નથી’ એમ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે તે
બધા વિભાવપર્યાયો ખરેખર વ્યવહારનયના કથનથી વિદ્યમાન છે. વળી જેઓ
(વ્યવહારનયના કથનથી) ચાર વિભાવભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે તે
બધા શુદ્ધનયના કથનથી શુદ્ધગુણપર્યાયો વડે સિદ્ધભગવંતો સમાન છે (અર્થાત
્ જે જીવો
વ્યવહારનયના કથનથી ઔદયિકાદિ વિભાવભાવોવાળા હોવાથી સંસારી છે તેઓ બધા
શુદ્ધનયના કથનથી શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયોવાળા હોવાથી સિદ્ધ સદ્રશ છે).
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ
નામની ટીકામાં પાંચમા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] જોકે વ્યવહારનય આ પ્રથમ ભૂમિકામાં જેમણે પગ મૂક્યો છે
એવા જીવોને, અરેરે! હસ્તાવલંબરૂપ ભલે હોય, તોપણ જે જીવો ચૈતન્યચમત્કારમાત્ર,
પરથી રહિત એવા પરમ પદાર્થને અંતરંગમાં દેખે છે તેમને એ વ્યવહારનય કાંઈ
નથી.’’
ये पूर्वं न विद्यन्ते इति प्रतिपादितास्ते सर्वे विभावपर्यायाः खलु व्यवहारनयादेशेन
विद्यन्ते संसृतावपि ये विभावभावैश्चतुर्भिः परिणताः सन्तस्तिष्ठन्ति अपि च ते सर्वे भगवतां
सिद्धानां शुद्धगुणपर्यायैः सद्रशाः शुद्धनयादेशादिति
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
(मालिनी)
‘‘व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्या-
मिह निहितपदानां हंत हस्तावलम्बः
तदपि परममर्थं चिच्चमत्कारमात्रं
परविरहितमन्तः पश्यतां नैष किंचित
।।’’
છે’ એવી વિવક્ષાથી જ અહીં વ્યવહારનયને ઉપાદેય કહ્યો છે, ‘તેમનો આશ્રય ગ્રહણ કરવા
યોગ્ય છે’ એવી વિવક્ષાથી નહિ. વ્યવહારનયના વિષયોનો આશ્રય (
આલંબન, વલણ, સંમુખતા,
ભાવના) તો છોડવાયોગ્ય જ છે એમ સમજાવવા ૫૦મી ગાથામાં વ્યવહારનયને સ્પષ્ટપણે હેય
કહેવામાં આવશે. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના
આશ્રયનો ત્યાગ હોય, તે જ જીવને દ્રવ્યનું તેમ જ પર્યાયોનું જ્ઞાન સમ્યક્ છે એમ સમજવું,
અન્યને નહિ.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
[ ૧૦૧

Page 102 of 380
PDF/HTML Page 131 of 409
single page version

વળી (આ ૪૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] ‘શુદ્ધનિશ્ચયનયથી મુક્તિમાં તેમ જ સંસારમાં તફાવત નથી;’ આમ
જ ખરેખર, તત્ત્વ વિચારતાં (પરમાર્થ વસ્તુસ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ કરતાં), શુદ્ધ
તત્ત્વના રસિક પુરુષો કહે છે. ૭૩.
પૂર્વોક્ત ભાવો પર-દરવ પરભાવ, તેથી હેય છે;
આત્મા જ છે આદેય, અંતઃતત્ત્વરૂપ નિજદ્રવ્ય જે. ૫૦.
અન્વયાર્થઃ[पूर्वोक्त सकलभावाः] પૂર્વોક્ત સર્વ ભાવો [परस्वभावाः] પરસ્વભાવો છે,
[परद्रव्यम्] પરદ્રવ્ય છે, [इति] તેથી [हेयाः] હેય છે; [अन्तस्तत्त्वं] અંતઃતત્ત્વ [स्वकद्रव्यम्]
એવું સ્વદ્રવ્ય[आत्मा] આત્મા[उपादेयम्] ઉપાદેય [भवेत्] છે.
ટીકાઃઆ, હેય-ઉપાદેય અથવા ત્યાગ-ગ્રહણના સ્વરૂપનું કથન છે.
જે કોઈ વિભાવગુણપર્યાયો છે તેઓ પૂર્વે (૪૯મી ગાથામાં) વ્યવહારનયના કથન
तथा हि
(स्वागता)
शुद्धनिश्चयनयेन विमुक्तौ
संसृतावपि च नास्ति विशेषः
एवमेव खलु तत्त्वविचारे
शुद्धतत्त्वरसिकाः प्रवदन्ति
।।७३।।
पुव्वुत्तसयलभावा परदव्वं परसहावमिदि हेयं
सगदव्वमुवादेयं अंतरतच्चं हवे अप्पा ।।५०।।
पूर्वोक्त सकलभावाः परद्रव्यं परस्वभावा इति हेयाः
स्वकद्रव्यमुपादेयं अन्तस्तत्त्वं भवेदात्मा ।।५०।।
हेयोपादेयत्यागोपादानलक्षणकथनमिदम्
ये केचिद् विभावगुणपर्यायास्ते पूर्वं व्यवहारनयादेशादुपादेयत्वेनोक्ताः शुद्ध-
૧૦૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 103 of 380
PDF/HTML Page 132 of 409
single page version

દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે (શુદ્ધનિશ્ચયનયે) તેઓ
હેય છે. શા કારણથી? કારણ કે તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પરદ્રવ્ય છે. સર્વ
વિભાવગુણપર્યાયોથી રહિત શુદ્ધ-અંતઃતત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ખરેખર સહજજ્ઞાન-
સહજદર્શન-સહજચારિત્ર-સહજપરમવીતરાગ-સુખાત્મક શુદ્ધઅંતઃતત્ત્વસ્વરૂપ આ સ્વદ્રવ્યનો
આધાર સહજપરમપારિણામિકભાવલક્ષણ (
સહજ પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે
એવો) કારણસમયસાર છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ
નામની ટીકામાં ૧૮૫મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત (ઉદાર, ઉચ્ચ, ઉજ્જ્વળ) છે
એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો કે‘હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ
જ સદાય છું; અને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે
હું નથી, કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે.’ ’’
વળી (આ ૫૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છે)
निश्चयनयबलेन हेया भवन्ति कुतः ? परस्वभावत्वात्, अत एव परद्रव्यं भवति
सकलविभावगुणपर्यायनिर्मुक्तं शुद्धान्तस्तत्त्वस्वरूपं स्वद्रव्यमुपादेयम् अस्य खलु सहज-
ज्ञानसहजदर्शनसहजचारित्रसहजपरमवीतरागसुखात्मकस्य शुद्धान्तस्तत्त्वस्वरूपस्याधारः सहज-
परमपारिणामिकभावलक्षणकारणसमयसार इति
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
(शार्दूलविक्रीडित)
‘‘सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां
शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम्
एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणा-
स्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि
।।’’
तथा हि
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
[ ૧૦૩

Page 104 of 380
PDF/HTML Page 133 of 409
single page version

[શ્લોકાર્થઃ] ‘શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એવા જે બધા પુદ્ગલદ્રવ્યના ભાવો
તે ખરેખર અમારા નથી’આમ જે તત્ત્વવેદી સ્પષ્ટપણે કહે છે તે અતિ અપૂર્વ સિદ્ધિને
પામે છે. ૭૪.
શ્રદ્ધાન વિપરીત-અભિનિવેશવિહીન તે સમ્યક્ત્વ છે;
સંશય-વિમોહ-વિભ્રાંતિ વિરહિત જ્ઞાન સમ્યગ્જ્ઞાન છે. ૫૧.
ચલ મલ-અગાઢપણા રહિત શ્રદ્ધાન તે સમ્યક્ત્વ છે;
આદેય-હેય પદાર્થનો અવબોધ સમ્યગ્જ્ઞાન છે. ૫૨.
જિનસૂત્ર સમકિતહેતુ છે, ને સૂત્રજ્ઞાતા પુરુષ જે
તે જાણ અંતર્હેતુ, દ્રગ્મોહક્ષયાદિક જેમને. ૫૩.
સમ્યક્ત્વ, સમ્યગ્જ્ઞાન તેમ જ ચરણ મુક્તિપંથ છે;
તેથી કહીશ હું ચરણને વ્યવહાર ને નિશ્ચય વડે. ૫૪.
(शालिनी)
न ह्यस्माकं शुद्धजीवास्तिकाया-
दन्ये सर्वे पुद्गलद्रव्यभावाः
इत्थं व्यक्तं वक्ति यस्तत्त्ववेदी
सिद्धिं सोऽयं याति तामत्यपूर्वाम्
।।७४।।
विवरीयाभिणिवेसविवज्जियसद्दहणमेव सम्मत्तं
संसयविमोहविब्भमविवज्जियं होदि सण्णाणं ।।५१।।
चलमलिणमगाढत्तविवज्जियसद्दहणमेव सम्मत्तं
अधिगमभावो णाणं हेयोवादेयतच्चाणं ।।५२।।
सम्मत्तस्स णिमित्तं जिणसुत्तं तस्स जाणया पुरिसा
अंतरहेऊ भणिदा दंसणमोहस्स खयपहुदी ।।५३।।
सम्मत्तं सण्णाणं विज्जदि मोक्खस्स होदि सुण चरणं
ववहारणिच्छएण दु तम्हा चरणं पवक्खामि ।।५४।।
૧૦૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 105 of 380
PDF/HTML Page 134 of 409
single page version

વ્યવહારનયચારિત્રમાં વ્યવહારનું તપ હોય છે;
તપ હોય છે નિશ્ચય થકી, ચારિત્ર જ્યાં નિશ્ચયનયે. ૫૫.
અન્વયાર્થઃ[विपरीताभिनिवेशविवर्जितश्रद्धानम् एव] વિપરીત *અભિનિવેશ રહિત
શ્રદ્ધાન તે જ [सम्यक्त्वम्] સમ્યક્ત્વ છે; [संशयविमोहविभ्रमविवर्जितम्] સંશય, વિમોહ ને વિભ્રમ
રહિત (જ્ઞાન) તે [संज्ञानम् भवति] સમ્યગ્જ્ઞાન છે.
[चलमलिनमगाढत्वविवर्जितश्रद्धानम् एव] ચળતા, મલિનતા અને અગાઢતા રહિત
શ્રદ્ધાન તે જ [सम्यक्त्वम्] સમ્યક્ત્વ છે; [हेयोपादेयतत्त्वानाम्] હેય અને ઉપાદેય તત્ત્વોને
[अधिगमभावः] જાણવારૂપ ભાવ તે [ज्ञानम्] (સમ્યક્) જ્ઞાન છે.
[सम्यक्त्वस्य निमित्तं] સમ્યક્ત્વનું નિમિત્ત [जिनसूत्रं] જિનસૂત્ર છે; [तस्य ज्ञायकाः
पुरुषाः] જિનસૂત્રના જાણનારા પુરુષોને [अन्तर्हेतवः] (સમ્યક્ત્વના) અંતરંગ હેતુઓ
[भणिताः] કહ્યા છે, [दर्शनमोहस्य क्षयप्रभृतेः] કારણ કે તેમને દર્શનમોહના ક્ષયાદિક છે.
[शृणु] સાંભળ, [मोक्षस्य] મોક્ષને માટે [सम्यक्त्वं] સમ્યક્ત્વ હોય છે, [संज्ञानं]
ववहारणयचरित्ते ववहारणयस्स होदि तवचरणं
णिच्छयणयचारित्ते तवचरणं होदि णिच्छयदो ।।५५।।
विपरीताभिनिवेशविवर्जितश्रद्धानमेव सम्यक्त्वम्
संशयविमोहविभ्रमविवर्जितं भवति संज्ञानम् ।।५१।।
चलमलिनमगाढत्वविवर्जितश्रद्धानमेव सम्यक्त्वम्
अधिगमभावो ज्ञानं हेयोपादेयतत्त्वानाम् ।।५२।।
सम्यक्त्वस्य निमित्तं जिनसूत्रं तस्य ज्ञायकाः पुरुषाः
अन्तर्हेतवो भणिताः दर्शनमोहस्य क्षयप्रभृतेः ।।५३।।
सम्यक्त्वं संज्ञानं विद्यते मोक्षस्य भवति शृणु चरणम्
व्यवहारनिश्चयेन तु तस्माच्चरणं प्रवक्ष्यामि ।।५४।।
व्यवहारनयचरित्रे व्यवहारनयस्य भवति तपश्चरणम्
निश्चयनयचारित्रे तपश्चरणं भवति निश्चयतः ।।५५।।
*અભિનિવેશ = અભિપ્રાય; આગ્રહ.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
[ ૧૦૫
૧૪

Page 106 of 380
PDF/HTML Page 135 of 409
single page version

સમ્યગ્જ્ઞાન [विद्यते] હોય છે, [चरणम्] ચારિત્ર (પણ) [भवति] હોય છે; [तस्मात्] તેથી
[व्यवहारनिश्चयेन तु] હું વ્યવહાર અને નિશ્ચયથી [चरणं प्रवक्ष्यामि] ચારિત્ર કહીશ.
[व्यवहारनयचरित्रे] વ્યવહારનયના ચારિત્રમાં [व्यवहारनयस्य] વ્યવહારનયનું
[तपश्चरणम्] તપશ્ચરણ [भवति] હોય છે; [निश्चयनयचारित्रे] નિશ્ચયનયના ચારિત્રમાં
[निश्चयतः] નિશ્ચયથી [तपश्चरणम्] તપશ્ચરણ [भवति] હોય છે.
ટીકાઃઆ, રત્નત્રયના સ્વરૂપનું કથન છે.
પ્રથમ, ભેદોપચાર-રત્નત્રય આ પ્રમાણે છેઃવિપરીત અભિનિવેશ રહિત
શ્રદ્ધાનરૂપ એવું જે સિદ્ધિના પરંપરાહેતુભૂત ભગવંત પંચપરમેષ્ઠી પ્રત્યેનું ચળતા-મલિનતા-
અગાઢતા રહિત ઊપજેલું નિશ્ચળ ભક્તિયુક્તપણું તે જ સમ્યક્ત્વ છે. વિષ્ણુબ્રહ્માદિકથિત
વિપરીત પદાર્થસમૂહ પ્રત્યેના અભિનિવેશનો અભાવ તે જ સમ્યક્ત્વ છે
એવો અર્થ છે.
સંશય, વિમોહ ને વિભ્રમ રહિત (જ્ઞાન) તે જ સમ્યગ્જ્ઞાન છે. ત્યાં, જિન દેવ હશે કે
શિવ દેવ હશે (
એવો શંકારૂપભાવ) તે સંશય છે; શાક્યાદિકથિત વસ્તુમાં નિશ્ચય
(અર્થાત્ બુદ્ધાદિએ કહેલા પદાર્થનો નિર્ણય) તે વિમોહ છે; અજ્ઞાનપણું (અર્થાત્ વસ્તુ શું
છે તે સંબંધી અજાણપણું) તે જ વિભ્રમ છે. પાપક્રિયાથી નિવૃત્તિરૂપ પરિણામ તે ચારિત્ર
છે. આમ ભેદોપચાર-રત્નત્રયપરિણતિ છે. તેમાં, જિનપ્રણીત હેય-ઉપાદેય તત્ત્વોનું જ્ઞાન તે
જ સમ્યગ્જ્ઞાન છે. આ સમ્યક્ત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ વીતરાગ-સર્વજ્ઞના
મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રુતરૂપ તત્ત્વજ્ઞાન
છે. જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થનિર્ણયના હેતુપણાને લીધે
रत्नत्रयस्वरूपाख्यानमेतत
भेदोपचाररत्नत्रयमपि तावद् विपरीताभिनिवेशविवर्जितश्रद्धानरूपं भगवतां सिद्धि-
परंपराहेतुभूतानां पंचपरमेष्ठिनां चलमलिनागाढविवर्जितसमुपजनितनिश्चलभक्ति युक्त त्वमेव
विपरीते हरिहिरण्यगर्भादिप्रणीते पदार्थसार्थे ह्यभिनिवेशाभाव इत्यर्थः संज्ञानमपि च
संशयविमोहविभ्रमविवर्जितमेव तत्र संशयः तावत् जिनो वा शिवो वा देव इति विमोहः
शाक्यादिप्रोक्ते वस्तुनि निश्चयः विभ्रमो ह्यज्ञानत्वमेव पापक्रियानिवृत्तिपरिणामश्चारित्रम्
इति भेदोपचाररत्नत्रयपरिणतिः तत्र जिनप्रणीतहेयोपादेयतत्त्वपरिच्छित्तिरेव सम्यग्ज्ञानम्
अस्य सम्यक्त्वपरिणामस्य बाह्यसहकारिकारणं वीतरागसर्वज्ञमुखकमलविनिर्गतसमस्तवस्तु-
प्रतिपादनसमर्थद्रव्यश्रुतमेव तत्त्वज्ञानमिति
ये मुमुक्षवः तेऽप्युपचारतः पदार्थनिर्णयहेतुत्वात
૧૦૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 107 of 380
PDF/HTML Page 136 of 409
single page version

(સમ્યક્ત્વપરિણામના) અંતરંગ હેતુઓ કહ્યા છે, કારણ કે તેમને દર્શનમોહનીયકર્મના
ક્ષયાદિક છે.
અભેદ-અનુપચાર-રત્નત્રયપરિણતિવાળા જીવને, ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ
છે એવા નિજ પરમ તત્ત્વની શ્રદ્ધા વડે, તદ્જ્ઞાનમાત્ર (તે નિજ પરમ તત્ત્વના
જ્ઞાનમાત્રસ્વરૂપ) એવા અંતર્મુખ પરમબોધ વડે અને તે-રૂપે (અર્થાત્ નિજ પરમ તત્ત્વરૂપે)
અવિચળપણે સ્થિત થવારૂપ સહજચારિત્ર વડે *અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે. જે
પરમજિનયોગીશ્વર પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે, તેને
ખરેખર વ્યવહારનયગોચર તપશ્ચરણ હોય છે. સહજનિશ્ચયનયાત્મક પરમસ્વભાવસ્વરૂપ
પરમાત્મામાં પ્રતપન તે તપ છે; નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજનિશ્ચયચારિત્ર આ
તપથી હોય છે.
એવી રીતે એકત્વસપ્તતિમાં (શ્રી પદ્મનંદી-આચાર્યદેવકૃત પદ્મનંદિપંચવિંશતિકા
નામના શાસ્ત્રને વિષે એકત્વસપ્તતિ નામના અધિકારમાં ૧૪મા શ્લોક દ્વારા) કહ્યું છે
કેઃ
‘‘[શ્લોકાર્થઃ] આત્માનો નિશ્ચય તે દર્શન છે, આત્માનો બોધ તે જ્ઞાન છે,
આત્મામાં જ સ્થિતિ તે ચારિત્ર છે;આવો યોગ (અર્થાત્ આ ત્રણેની એકતા) શિવપદનું
કારણ છે.’’
अंतरंगहेतव इत्युक्ताः दर्शनमोहनीयकर्मक्षयप्रभृतेः सकाशादिति अभेदानुपचाररत्नत्रय-
परिणतेर्जीवस्य टंकोत्कीर्णज्ञायकैकस्वभावनिजपरमतत्त्वश्रद्धानेन, तत्परिच्छित्तिमात्रांतर्मुखपरम-
बोधेन, तद्रूपाविचलस्थितिरूपसहजचारित्रेण अभूतपूर्वः सिद्धपर्यायो भवति
यः परमजिन-
योगीश्वरः प्रथमं पापक्रियानिवृत्तिरूपव्यवहारनयचारित्रे तिष्ठति, तस्य खलु व्यवहारनय-
गोचरतपश्चरणं भवति
सहजनिश्चयनयात्मकपरमस्वभावात्मकपरमात्मनि प्रतपनं तपः
स्वस्वरूपाविचलस्थितिरूपं सहजनिश्चयचारित्रम् अनेन तपसा भवतीति
तथा चोक्त मेकत्वसप्ततौ
(अनुष्टुभ्)
‘‘दर्शनं निश्चयः पुंसि बोधस्तद्बोध इष्यते
स्थितिरत्रैव चारित्रमिति योगः शिवाश्रयः ।।’’
* અભૂતપૂર્વ = પૂર્વે કદી નહિ થયેલો એવો; અપૂર્વ.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
[ ૧૦૭

Page 108 of 380
PDF/HTML Page 137 of 409
single page version

વળી (આ શુદ્ધભાવ અધિકારની છેલ્લી પાંચ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર
મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] સહજ જ્ઞાન સદા જયવંત છે, તેવી (-સહજ) આ દ્રષ્ટિ સદા જયવંત
છે, તેવું જ (-સહજ) વિશુદ્ધ ચારિત્ર પણ સદા જયવંત છે; પાપસમૂહરૂપી મળની અથવા
કાદવની પંક્તિથી રહિત જેનું સ્વરૂપ છે એવી સહજપરમતત્ત્વમાં સંસ્થિત ચેતના પણ સદા
જયવંત છે. ૭૫.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના
ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી
નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત
્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી
નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રીપદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની
ટીકામાં)
શુદ્ધભાવ અધિકાર નામનો ત્રીજો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
तथा च
(मालिनी)
जयति सहजबोधस्ताद्रशी द्रष्टिरेषा
चरणमपि विशुद्धं तद्विधं चैव नित्यम्
अघकुलमलपंकानीकनिर्मुक्त मूर्तिः
सहजपरमतत्त्वे संस्थिता चेतना च
।।७५।।
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां
नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ शुद्धभावाधिकारः तृतीयः श्रुतस्कन्धः ।।
૧૦૮ ]નિયમસાર

Page 109 of 380
PDF/HTML Page 138 of 409
single page version

વ્યવહારચારિત્ર અધિકાર
अथेदानीं व्यवहारचारित्राधिकार उच्यते
कुलजोणिजीवमग्गणठाणाइसु जाणिऊण जीवाणं
तस्सारंभणियत्तणपरिणामो होइ पढमवदं ।।५६।।
कुलयोनिजीवमार्गणास्थानादिषु ज्ञात्वा जीवानाम्
तस्यारम्भनिवृत्तिपरिणामो भवति प्रथमव्रतम् ।।५६।।
अहिंसाव्रतस्वरूपाख्यानमेतत
कुलविकल्पो योनिविकल्पश्च जीवमार्गणास्थानविकल्पाश्च प्रागेव प्रतिपादिताः अत्र
पुनरुक्ति दोषभयान्न प्रतिपादिताः तत्रैव तेषां भेदान् बुद्ध्वा तद्रक्षापरिणतिरेव
હવે વ્યવહારચારિત્ર અધિકાર કહેવામાં આવે છે.
જીવસ્થાન, માર્ગણસ્થાન, યોનિ, કુલાદિ જીવનાં જાણીને,
આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે વ્રત પ્રથમ છે. ૫૬.
અન્વયાર્થઃ[जीवानाम्] જીવોનાં [कुलयोनिजीवमार्गणास्थानादिषु] કુળ, યોનિ,
જીવસ્થાન, માર્ગણાસ્થાન વગેરે [ज्ञात्वा] જાણીને [तस्य] તેમના [आरम्भनिवृत्तिपरिणामः]
આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે [प्रथमव्रतम्] પહેલું વ્રત [भवति] છે.
ટીકાઃઆ, અહિંસાવ્રતના સ્વરૂપનું કથન છે.
કુળભેદ, યોનિભેદ, જીવસ્થાનના ભેદ અને માર્ગણાસ્થાનના ભેદ પહેલાં જ (૪૨મી
ગાથાની ટીકામાં જ) પ્રતિપાદિત કરવામાં આવ્યા છે; અહીં પુનરુક્તિદોષના ભયથી
પ્રતિપાદિત કર્યા નથી. ત્યાં કહેલા તેમના ભેદોને જાણીને તેમની રક્ષારૂપ પરિણતિ તે જ

Page 110 of 380
PDF/HTML Page 139 of 409
single page version

૧૧૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
भवत्यहिंसा तेषां मृतिर्भवतु वा न वा, प्रयत्नपरिणाममन्तरेण सावद्यपरिहारो न भवति
अत एव प्रयत्नपरे हिंसापरिणतेरभावादहिंसाव्रतं भवतीति
तथा चोक्तं श्रीसमन्तभद्रस्वामिभिः
(शिखरिणी)
‘‘अहिंसा भूतानां जगति विदितं ब्रह्म परमं
न सा तत्रारम्भोऽस्त्यणुरपि च यत्राश्रमविधौ
ततस्तत्सिद्धयर्थं परमकरुणो ग्रन्थमुभयं
भवानेवात्याक्षीन्न च विकृतवेषोपधिरतः
।।’’
तथा हि
અહિંસા છે. તેમનું મરણ થાઓ કે ન થાઓ, *પ્રયત્નરૂપ પરિણામ વિના સાવદ્યપરિહાર
(દોષનો ત્યાગ) થતો નથી. આથી જ, પ્રયત્નપરાયણને હિંસાપરિણતિનો અભાવ હોવાથી
અહિંસાવ્રત હોય છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી સમંતભદ્રસ્વામીએ (બૃહત્સ્વયંભૂસ્તોત્રમાં શ્રી નમિનાથ
ભગવાનની સ્તુતિ કરતાં ૧૧૯મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] જગતમાં વિદિત છે કે જીવોની અહિંસા પરમ બ્રહ્મ છે. જે
આશ્રમની વિધિમાં લેશ પણ આરંભ છે ત્યાં (તે આશ્રમમાં અર્થાત્ સગ્રંથપણામાં) તે
અહિંસા હોતી નથી. માટે તેની સિદ્ધિને અર્થે, (હે નમિનાથ પ્રભુ!) પરમ કરુણાવંત એવા
આપશ્રીએ બન્ને ગ્રંથને છોડ્યા (દ્રવ્ય તેમ જ ભાવ બન્ને પ્રકારના પરિગ્રહને તજી
નિર્ગ્રંથપણું અંગીકૃત કર્યું), વિકૃત વેશ તથા પરિગ્રહમાં રત ન થયા.’’
વળી (૫૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ
શ્લોક કહે છે)ઃ
*મુનિને (મુનિત્વોચિત) શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) દેહચેષ્ટાદિકસંબંધી શુભોપયોગ
તે વ્યવહાર-પ્રયત્ન છે. [શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ
તો વ્યવહાર-પ્રયત્ન પણ કહેવાતો નથી.]

Page 111 of 380
PDF/HTML Page 140 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૧૧
(मालिनी)
त्रसहतिपरिणामध्वांतविध्वंसहेतुः
सकलभुवनजीवग्रामसौख्यप्रदो यः
स जयति जिनधर्मः स्थावरैकेन्द्रियाणां
विविधवधविदूरश्चारुशर्माब्धिपूरः
।।७६।।
रागेण व दोसेण व मोहेण व मोसभासपरिणामं
जो पजहदि साहु सया बिदियवदं होइ तस्सेव ।।५७।।
रागेण वा द्वेषेण वा मोहेन वा मृषाभाषापरिणामं
यः प्रजहाति साधुः सदा द्वितीयव्रतं भवति तस्यैव ।।५७।।
सत्यव्रतस्वरूपाख्यानमेतत
अत्र मृषापरिणामः सत्यप्रतिपक्षः, स च रागेण वा द्वेषेण वा मोहेन वा जायते
सदा यः साधुः आसन्नभव्यजीवः तं परिणामं परित्यजति तस्य द्वितीयव्रतं भवति इति
[શ્લોકાર્થઃ] ત્રસઘાતના પરિણામરૂપ અંધકારના નાશનો જે હેતુ છે, સકળ
લોકના જીવસમૂહને જે સુખપ્રદ છે, સ્થાવર એકેંદ્રિય જીવોના વિવિધ વધથી જે બહુ દૂર છે
અને સુંદર સુખસાગરનું જે પૂર છે, તે જિનધર્મ જયવંત વર્તે છે. ૭૬.
વિદ્વેષ-રાગ-વિમોહજનિત મૃષા તણા પરિણામને
જે છોડતા મુનિરાજ, તેને સર્વદા વ્રત દ્વિતીય છે. ૫૭.
અન્વયાર્થઃ[रागेण वा] રાગથી, [द्वेषेण वा] દ્વેષથી [मोहेन वा] અથવા મોહથી થતા
[मृषाभाषापरिणामं] મૃષા ભાષાના પરિણામને [यः साधुः] જે સાધુ [प्रजहाति] છોડે છે, [तस्य
एव] તેને જ [सदा] સદા [द्वितीयव्रतं] બીજું વ્રત [भवति] છે.
ટીકાઃઆ, સત્યવ્રતના સ્વરૂપનું કથન છે.
અહીં (એમ કહ્યું છે કે), સત્યનો પ્રતિપક્ષ (અર્થાત્ સત્યથી વિરુદ્ધ પરિણામ) તે
મૃષાપરિણામ છે; તે (અસત્ય બોલવાના પરિણામ) રાગથી, દ્વેષથી અથવા મોહથી થાય છે;
જે સાધુ
આસન્નભવ્ય જીવતે પરિણામને પરિત્યજે છે (-સમસ્ત પ્રકારે છોડે છે), તેને
બીજું વ્રત હોય છે.