Page 1 of 256
PDF/HTML Page 41 of 296
single page version
[પ્રથમ, ગ્રંથના આદિમાં શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત પ્રાકૃતગાથાબદ્ધ આ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ નામના શાસ્ત્રની ‘સમયવ્યાખ્યા’ નામની સંસ્કૃત ટીકા રચનાર આચાર્ય શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ શ્લોક દ્વારા મંગળ અર્થે પરમાત્માને નમસ્કાર કરે છેઃ]
[શ્લોકાર્થઃ – ] સહજ આનંદ અને સહજ ચૈતન્યપ્રકાશમય હોવાથી જે અતિ મહાન છે અને અનેકાંતમાં સ્થિત જેનો મહિમા છે, તે પરમાત્માને નમસ્કાર હો. [૧] પં. ૧
Page 2 of 256
PDF/HTML Page 42 of 296
single page version
૨
સિદ્ધાંતપદ્ધતિ — કે જે ૨દુર્નિવાર નયસમૂહના ૩વિરોધનો નાશ કરનારી ઔષધિ છે તે — જયવંત હો. [૨]
[હવે ટીકાકાર આચાર્યદેવ શ્લોક દ્વારા આ પંચાસ્તિકાયસંગ્રહ નામના શાસ્ત્રની ટીકા રચવાની પ્રતિજ્ઞા કરે છેઃ]
[શ્લોકાર્થઃ – ] હવે અહીંથી, જે સમ્યગ્જ્ઞાનરૂપી નિર્મળ જ્યોતિની જનની છે એવી દ્વિનયાશ્રિત (બે નયોનો આશ્રય કરનારી) ૪સમયવ્યાખ્યા (પંચાસ્તિકાયસંગ્રહ નામના શાસ્ત્રની સમયવ્યાખ્યા નામની ટીકા) સંક્ષેપથી કહેવામાં આવે છે. [૩]
[હવે ત્રણ શ્લોકો દ્વારા ટીકાકાર આચાર્યદેવ આ પંચાસ્તિકાયસંગ્રહ નામના શાસ્ત્રમાં કયા કયા વિષયોનું નિરૂપણ છે તે અતિ સંક્ષેપથી કહે છેઃ] ૧. ‘સ્યાત્’ પદ જિનદેવની સિદ્ધાંતપદ્ધતિનું જીવન છે. (સ્યાત્ = કથંચિત્; કોઈ અપેક્ષાથી; કોઈ
પ્રકારે.) ૨. દુર્નિવાર = નિવારવો મુશ્કેલ; ટાળવો મુશ્કેલ. ૩. દરેક વસ્તુ નિત્યત્વ, અનિત્યત્વ વગેરે અનેક અંતમય (ધર્મમય) છે. વસ્તુની સર્વથા નિત્યતા તેમ
વડે (અપેક્ષાકથનથી) વસ્તુનું પરમ યથાર્થ નિરૂપણ કરીને, નિત્યત્વ-અનિત્યત્વાદિ ધર્મોમાં (અને
૪. સમયવ્યાખ્યા=સમયની વ્યાખ્યા; પંચાસ્તિકાયની વ્યાખ્યા; દ્રવ્યની વ્યાખ્યા; પદાર્થની વ્યાખ્યા.
Page 3 of 256
PDF/HTML Page 43 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
[શ્લોકાર્થઃ – ] અહીં પહેલાં *સૂત્રકર્તાએ મૂળ પદાર્થોનું પંચાસ્તિકાય અને ષડ્દ્રવ્યના પ્રકારથી પ્રરૂપણ કર્યું છે (અર્થાત્ આ શાસ્ત્રમાં પ્રથમ અધિકારને વિષે શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવે વિશ્વના મૂળ પદાર્થોનું પાંચ અસ્તિકાય અને છ દ્રવ્યની પદ્ધતિથી નિરૂપણ કર્યું છે). [૪]
[શ્લોકાર્થઃ – ] પછી (બીજા અધિકારમાં), જીવ અને અજીવ એ બેના પર્યાયોરૂપ નવ પદાર્થોની — કે જેમના માર્ગ અર્થાત્ કાર્ય ભિન્નભિન્ન પ્રકારના છે તેમની — વ્યવસ્થા પ્રતિપાદિત કરી છે. [૫]
[શ્લોકાર્થઃ – ] પછી (બીજા અધિકારના અંતમાં) તત્ત્વના પરિજ્ઞાનપૂર્વક (પંચાસ્તિકાય, ષડ્દ્રવ્ય અને નવ પદાર્થના યથાર્થ જ્ઞાનપૂર્વક) ત્રયાત્મક માર્ગથી (સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાત્મક માર્ગથી) કલ્યાણસ્વરૂપ ઉત્તમ મોક્ષપ્રાપ્તિ કહી છે. [૬] *આ શાસ્ત્રના કર્તા શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ છે. તેમનાં બીજાં નામો પદ્મનંદી, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય અને ગૃધ્રપિચ્છાચાર્ય છે. શ્રી જયસેનાચાર્યદેવ આ શાસ્ત્રની તાત્પર્યવૃત્તિ નામની ટીકાનો પ્રારંભ કરતાં લખે છે કેઃ ‘હવે શ્રી કુમારનંદી-સિદ્ધાંતિદેવના શિષ્ય શ્રીમત્કુંદકુંદાચાર્યદેવે — જેમનાં
શ્રવણ વડે અવધારિત પદાર્થ દ્વારા શુદ્ધાત્મતત્ત્વાદિ સારભૂત અર્થને ગ્રહીને, ત્યાંથી પાછા આવી
અંતઃતત્ત્વ અને બહિઃતત્ત્વના ગૌણ-મુખ્ય પ્રતિપાદન અર્થે અથવા શિવકુમારમહારાજાદિ સંક્ષેપરુચિ
શિષ્યના પ્રતિબોધન અર્થે રચેલા પંચાસ્તિકાય-પ્રાભૃતશાસ્ત્રનું યથાક્રમે અધિકારશુદ્ધિપૂર્વક
તાત્પર્યાર્થરૂપ વ્યાખ્યાન કરવામાં આવે છે.’
Page 4 of 256
PDF/HTML Page 44 of 296
single page version
૪
अथात्र ‘नमो जिनेभ्यः’ इत्यनेन जिनभावनमस्काररूपमसाधारणं शास्त्रस्यादौ मङ्गलमुपात्तम् । अनादिना सन्तानेन प्रवर्तमाना अनादिनैव सन्तानेन प्रवर्तमानैरिन्द्राणां शतैर्वन्दिता ये इत्यनेन सर्वदैव देवाधिदेवत्वात्तेषामेवासाधारणनमस्कारार्हत्वमुक्तम् ।
હવે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવવિરચિત) ગાથાસૂત્રનું અવતરણ કરવામાં આવે છેઃ
અન્વયાર્થઃ — [इन्द्रशतवन्दितेभ्यः] સો ઇન્દ્રોથી જે વંદિત છે, [त्रिभुवनहित- मधुरविशदवाक्येभ्यः] ત્રણ લોકને હિતકર, મધુર અને વિશદ (નિર્મળ, સ્પષ્ટ) જેમની વાણી છે, [अन्तातीतगुणेभ्यः] (ચૈતન્યના અનંત વિલાસસ્વરૂપ) અનંત ગુણ જેમને વર્તે છે અને [जितभवेभ्यः] ભવ ઉપર જેમણે જય મેળવ્યો છે, [जिनेभ्यः] તે જિનોને [नमः] નમસ્કાર હો.
ટીકાઃ — અહીં (આ ગાથામાં) ‘જિનોને નમસ્કાર હો’ એમ કહીને શાસ્ત્રના આદિમાં જિનને ભાવનમસ્કારરૂપ અસાધારણ ૧મંગળ કહ્યું. ‘જેઓ અનાદિ પ્રવાહથી પ્રવર્તતા (-ચાલ્યા આવતા) થકા અનાદિ પ્રવાહથી જ પ્રવર્તતા (-ચાલ્યા આવતા) ૨સો સો ઇંદ્રોથી વંદિત છે’ એમ કહીને સદાય દેવાધિદેવપણાને લીધે તેઓ જ (જિનો જ) અસાધારણ નમસ્કારને યોગ્ય છે એમ કહ્યું. ‘જેમની વાણી અર્થાત્ દિવ્ય ધ્વનિ ત્રણ ૧. મળને અર્થાત્ પાપને ગાળે — નષ્ટ કરે તે મંગળ છે, અથવા સુખને પ્રાપ્ત કરે — લાવે તે મંગળ છે. ૨. ભવનવાસી દેવોના ૪૦ ઇન્દ્રો, વ્યંતર દેવોના ૩૨, કલ્પવાસી દેવોના ૨૪, જ્યોતિષ્ક દેવોના ૨,
Page 5 of 256
PDF/HTML Page 45 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
त्रिभुवनमूर्ध्वाधोमध्यलोकवर्ती समस्त एव जीवलोकस्तस्मै निर्व्याबाधविशुद्धात्म- तत्त्वोपलम्भोपायाभिधायित्वाद्धितं, परमार्थरसिकजनमनोहारित्वान्मधुरं, निरस्तसमस्त- शंकादिदोषास्पदत्वाद्विशदं वाक्यं दिव्यो ध्वनिर्येषामित्यनेन समस्तवस्तुयाथात्म्योप- देशित्वात्प्रेक्षावत्प्रतीक्ष्यत्वमाख्यातम् । अन्तमतीतः क्षेत्रानवच्छिन्नः कालानवच्छिन्नश्च परमचैतन्यशक्तिविलासलक्षणो गुणो येषामित्यनेन तु परमाद्भुतज्ञानातिशयप्रकाश- नादवाप्तज्ञानातिशयानामपि योगीन्द्राणां वन्द्यत्वमुदितम् । जितो भव आजवंजवो यैरित्यनेन तु कृतकृत्यत्वप्रकटनात्त एवान्येषामकृतकृत्यानां शरणमित्युपदिष्टम् । — इति सर्वपदानां तात्पर्यम् ।।१।। લોકને — ઊર્ધ્વ-અધો-મધ્ય લોકવર્તી સઘળાય જીવસમૂહને — નિર્બાધ વિશુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિનો ઉપાય કહેનાર હોવાથી હિતકર છે, પરમાર્થરસિક જનોનાં મનને હરનાર હોવાથી મધુર છે અને સમસ્ત શંકાદિ દોષોનાં સ્થાન દૂર કરવામાં આવ્યાં હોવાથી વિશદ (નિર્મળ, સ્પષ્ટ) છે’ એમ કહીને (જિનો) સમસ્ત વસ્તુના યથાર્થ સ્વરૂપનો ઉપદેશ કરનારા હોવાથી વિચારવંત ડાહ્યા પુરુષોના બહુમાનને યોગ્ય છે (અર્થાત્ જેમનો ઉપદેશ વિચારવંત ડાહ્યા પુરુષોએ બહુમાનપૂર્વક વિચારવો જોઈએ એવા છે) એમ કહ્યું. ‘અનંત — ક્ષેત્રથી અંત રહિત અને કાળથી અંત રહિત — પરમચૈતન્યશક્તિના વિલાસસ્વરૂપ ગુણ જેમને વર્તે છે’ એમ કહીને (જિનોને) પરમ અદ્ભુત જ્ઞાનાતિશય પ્રગટ થયો હોવાથી જ્ઞાનાતિશયને પામેલા યોગીંદ્રોથી પણ વંદ્ય છે એમ કહ્યું. ‘ભવ અર્થાત્ સંસાર ઉપર જેમણે જય મેળવ્યો છે’ એમ કહીને કૃતકૃત્યપણું પ્રગટ થયું હોવાથી તેઓ જ (જિનો જ) બીજા અકૃતકૃત્ય જીવોનું શરણ છે એમ ઉપદેશ્યું. — આ પ્રમાણે સર્વ પદોનું તાત્પર્ય છે.
ભાવાર્થઃ — અહીં જિનભગવંતોનાં ચાર વિશેષણો વર્ણવીને તેમને ભાવનમસ્કાર કર્યો છે. (૧) પ્રથમ તો, જિનભગવંતો સો ઇન્દ્રોથી વંદ્ય છે. આવા અસાધારણ નમસ્કારને યોગ્ય બીજું કોઈ નથી, કારણ કે દેવોને અને અસુરોને યુદ્ધ થતું હોવાથી (દેવાધિદેવ જિનભગવાન સિવાય) અન્ય કોઈ પણ દેવ સો ઇન્દ્રોથી વંદિત નથી. (૨) બીજું, જિનભગવાનની વાણી ત્રણ લોકને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય દર્શાવતી હોવાથી હિતકર છે; વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન સહજ-અપૂર્વ- પરમાનંદરૂપ પારમાર્થિકસુખરસાસ્વાદના રસિક જનોનાં મનને હરતી હોવાથી (અર્થાત્ પરમ સમરસીભાવના રસિક જીવોને મુદિત કરતી હોવાથી) મધુર છે; શુદ્ધ
Page 6 of 256
PDF/HTML Page 46 of 296
single page version
૬
જીવાસ્તિકાયાદિ સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય અને પાંચ અસ્તિકાયનું સંશય-વિમોહ- વિભ્રમ રહિત નિરૂપણ કરતી હોવાથી અથવા પૂર્વાપરવિરોધાદિ દોષ રહિત હોવાથી અથવા યુગપદ્ સર્વ જીવોને પોતપોતાની ભાષામાં સ્પષ્ટ અર્થનું પ્રતિપાદન કરતી હોવાથી વિશદ-સ્પષ્ટ-વ્યક્ત છે. આ રીતે જિનભગવાનની વાણી જ પ્રમાણભૂત છે; એકાંતે અપૌરુષેય વચન કે વિચિત્ર કથારૂપ કલ્પિત પુરાણવચનો પ્રમાણભૂત નથી. (૩) ત્રીજું, અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જાણનારો અનંત કેવળજ્ઞાનગુણ જિનભગવંતોને વર્તે છે. આ રીતે બુદ્ધિ આદિ સાત ૠદ્ધિ તેમ જ મતિજ્ઞાનાદિ ચતુર્વિધ જ્ઞાનથી સંપન્ન ગણધરદેવાદિ યોગીંદ્રોને પણ તેઓ વંદ્ય છે. (૪) ચોથું, પાંચ પ્રકારના સંસારને જિનભગવંતોએ જીત્યો છે. આ રીતે કૃતકૃત્યપણાને લીધે તેઓ જ બીજા અકૃતકૃત્ય જીવોનું શરણ છે, અન્ય કોઈ નહિ. — આ પ્રમાણે ચાર વિશેષણોથી યુક્ત જિનભગવંતોને ગ્રંથના આદિમાં ભાવ- નમસ્કાર કરીને મંગળ કર્યું.
પ્રશ્નઃ — જે શાસ્ત્ર પોતે જ મંગળ છે, તેનું મંગળ શા માટે કરવામાં આવે છે?
ઉત્તરઃ — ભક્તિ અર્થે મંગળનું પણ *મંગળ કરવામાં આવે છે. સૂર્યને દીપકથી, મહાસાગરને જળથી, વાગીશ્વરીને (સરસ્વતીને) વાણીથી અને મંગળને મંગળથી અર્ચવામાં આવે છે. ૧.
* આ ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં, શાસ્ત્રનું મંગળ, શાસ્ત્રનું નિમિત્ત, શાસ્ત્રનો હેતુ (ફળ), શાસ્ત્રનું પરિમાણ, શાસ્ત્રનું નામ અને શાસ્ત્રના કર્તા — એ છ બાબતોનું વિસ્તૃત વિવેચન કર્યું છે.
વળી શ્રી જયસેનાચાર્યદેવે આ ગાથાના શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ સમજાવીને, ‘એ રીતે વ્યાખ્યાનકાળે સર્વત્ર શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ યોજવાયોગ્ય છે’ એમ કહ્યું છે.
Page 7 of 256
PDF/HTML Page 47 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
समयो ह्यागमः । तस्य प्रणामपूर्वकमात्मनाभिधानमत्र प्रतिज्ञातम् । युज्यते हि स प्रणन्तुमभिधातुं चाप्तोपदिष्टत्वे सति सफलत्वात् । तत्राप्तोपदिष्टत्वमस्य श्रमणमुखोद्- गतार्थत्वात् । श्रमणा हि महाश्रमणाः सर्वज्ञवीतरागाः । अर्थः पुनरनेकशब्दसम्बन्धे- नाभिधीयमानो वस्तुतयैकोऽभिधेयः । सफलत्वं तु चतसृणां नारकतिर्यग्मनुष्यदेवत्वलक्षणानां गतीनां निवारणत्वात् पारतंत्र्यनिवृत्तिलक्षणस्य निर्वाणस्य शुद्धात्मतत्त्वोपलम्भरूपस्य परम्परया कारणत्वात् स्वातंत्र्यप्राप्तिलक्षणस्य च फलस्य सद्भावादिति ।।२।।
અન્વયાર્થઃ — [श्रमणमुखोद्गतार्थं] શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય ( – સર્વજ્ઞ મહામુનિના મુખથી કહેવાયેલા પદાર્થોને કહેનાર), [चतुर्गतिनिवारणं] ચાર ગતિનું નિવારણ કરનાર અને [सनिर्वाणम्] નિર્વાણ સહિત (-નિર્વાણના કારણભૂત) — [इमं समयं] એવા આ સમયને [शिरसा प्रणम्य] શિરસા પ્રણમીને [एष वक्ष्यामि] હું તેનું કથન કરું છું; [शृणुत] તે શ્રવણ કરો.
ટીકાઃ — સમય એટલે આગમ; તેને પ્રણામ કરીને પોતે તેનું કથન કરશે એમ અહીં (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવે) પ્રતિજ્ઞા કરી છે. તે (સમય) પ્રણામ કરવાને અને કથન કરવાને યોગ્ય છે, કારણ કે તે *આપ્ત વડે ઉપદિષ્ટ હોવાથી સફળ છે. ત્યાં, તેનું આપ્ત વડે ઉપદિષ્ટપણું એટલા માટે છે કે જેથી તે ‘શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય’ છે. ‘શ્રમણો’ એટલે મહાશ્રમણો — સર્વજ્ઞવીતરાગદેવો; અને ‘અર્થ’ એટલે અનેક શબ્દોના સંબંધથી કહેવામાં આવતો, વસ્તુપણે એક એવો પદાર્થ. વળી તેનું (-સમયનું) સફળપણું એટલા માટે છે કે જેથી તે સમય (૧) ‘નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ અને દેવત્વસ્વરૂપ ચાર ગતિઓનું નિવારણ’ કરવાને લીધે અને (૨) શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ ‘નિર્વાણનું પરંપરાએ કારણ’ હોવાને લીધે (૧) પરતંત્રતાનિવૃત્તિ જેનું લક્ષણ છે અને (૨) સ્વતંત્રતાપ્રાપ્તિ જેનું *આપ્ત = વિશ્વાસપાત્ર; પ્રમાણભૂત; યથાર્થ વક્તા. [સર્વજ્ઞદેવ સમસ્ત વિશ્વને પ્રત્યેક સમયે સંપૂર્ણપણે
ઉપદેશવામાં આવ્યું હોવાથી તે (આગમ) સફળ છે.]
Page 8 of 256
PDF/HTML Page 48 of 296
single page version
૮
स च एव भवति लोकस्ततोऽमितोऽलोकः खम् ।।३।।
अत्र शब्दज्ञानार्थरूपेण त्रिविधाऽभिधेयता समयशब्दस्य लोकालोकविभाग- श्चाभिहितः । લક્ષણ છે એવા +ફળથી સહિત છે.
ભાવાર્થઃ — વીતરાગસર્વજ્ઞ મહાશ્રમણના મુખથી નીકળેલા શબ્દસમયને કોઈ આસન્નભવ્ય પુરુષ સાંભળીને, તે શબ્દસમયના વાચ્યભૂત પંચાસ્તિકાયસ્વરૂપ અર્થસમયને જાણે છે અને તેની અંદર આવી જતા શુદ્ધજીવાસ્તિકાયસ્વરૂપ અર્થમાં (પદાર્થમાં) વીતરાગ નિર્વિકલ્પ સમાધિ વડે સ્થિત રહીને ચાર ગતિનું નિવારણ કરી, નિર્વાણને પામી, સ્વાત્મોત્પન્ન, અનાકુળતાલક્ષણ, અનંત સુખને પ્રાપ્ત કરે છે. આ કારણથી દ્રવ્યાગમરૂપ શબ્દસમય નમસ્કાર કરવાને અને વ્યાખ્યાન કરવાને યોગ્ય છે. ૨.
અન્વયાર્થઃ — [पंचानां समवादः] પાંચ અસ્તિકાયનું સમભાવપૂર્વક નિરૂપણ [वा] અથવા [समवायः] તેમનો સમવાય (-પંચાસ્તિકાયનો સમ્યક્ બોધ અથવા સમૂહ) [समयः] તે સમય છે [इति] એમ [जिनोत्तमैः प्रज्ञप्तम्] જિનવરોએ કહ્યું છે. [सः च एव लोक : भवति] તે જ લોક છે (-પાંચ અસ્તિકાયના સમૂહ જેવડો જ લોક છે); [ततः] તેનાથી આગળ [अमितः अलोकः] અમાપ અલોક [खम्] આકાશસ્વરૂપ છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં) શબ્દરૂપે, જ્ઞાનરૂપે અને અર્થરૂપે ( – શબ્દસમય, *મૂળ ગાથામાં समवाओ શબ્દ છે; સંસ્કૃત ભાષામાં તેનો અર્થ समवादः પણ થાય અને समवायः
પણ થાય. +ચાર ગતિનું નિવારણ (અર્થાત્ પરતંત્રતાની નિવૃત્તિ) અને નિર્વાણની ઉત્પત્તિ (અર્થાત્ સ્વતંત્રતાની
Page 9 of 256
PDF/HTML Page 49 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
तत्र च पञ्चानामस्तिकायानां समो मध्यस्थो रागद्वेषाभ्यामनुपहतो वर्णपद- वाक्यसन्निवेशविशिष्टः पाठो वादः शब्दसमयः शब्दागम इति यावत् । तेषामेव मिथ्यादर्शनोदयोच्छेदे सति सम्यगवायः परिच्छेदो ज्ञानसमयो ज्ञानागम इति यावत् । तेषामेवाभिधानप्रत्ययपरिच्छिन्नानां वस्तुरूपेण समवायः संघातोऽर्थसमयः सर्वपदार्थसार्थ इति यावत् । तदत्र ज्ञानसमयप्रसिद्धयर्थं शब्दसमयसम्बन्धेनार्थसमयोऽभिधातुमभिप्रेतः । अथ तस्यैवार्थसमयस्य द्वैविध्यं लोकालोकविकल्पात् । स एव पञ्चास्तिकायसमवायो यावांस्तावाँल्लोकस्ततः परममितोऽनन्तो ह्यलोकः, स तु नाभावमात्रं किन्तु જ્ઞાનસમય અને અર્થસમય) — એમ ત્રણ પ્રકારનો ‘સમય’શબ્દનો અર્થ કહ્યો છે તથા લોક-અલોકરૂપ વિભાગ કહ્યો છે.
ત્યાં, (૧) ‘સમ’ એટલે મધ્યસ્થ અર્થાત્ રાગદ્વેષથી વિકૃત નહિ બનેલો; ‘વાદ’ એટલે વર્ણ (અક્ષર), પદ (શબ્દ) અને વાક્યના સમૂહવાળો પાઠ. પાંચ અસ્તિકાયનો ‘સમવાદ’ અર્થાત્ મધ્યસ્થ (-રાગદ્વેષથી વિકૃત નહિ બનેલો) પાઠ (-મૌખિક કે શાસ્ત્રારૂઢ નિરૂપણ) તે શબ્દસમય છે, એટલે કે શબ્દાગમ તે શબ્દસમય છે. (૨) મિથ્યાદર્શનના ઉદયનો નાશ હોતાં, તે પંચાસ્તિકાયનો જ *સમ્યક્ અવાય અર્થાત સમ્યક્ સમ્યક્ જ્ઞાન તે જ્ઞાનસમય છે, એટલે કે જ્ઞાનાગમ તે જ્ઞાનસમય છે. (૩) કથનના નિમિત્તે જણાયેલા તે પંચાસ્તિકાયનો જ વસ્તુરૂપે *સમવાય અર્થાત જથ્થો તે અર્થસમય છે, એટલે કે સર્વપદાર્થસમૂહ તે અર્થસમય છે. તેમાં, અહીં જ્ઞાનસમયની પ્રસિદ્ધિ અર્થે શબ્દસમયના સંબંધથી અર્થસમય કહેવાનો (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવનો) ઇરાદો છે.
હવે, તે જ અર્થસમયનું, ❀લોક અને અલોકના ભેદને લીધે દ્વિવિધપણું છે. તે જ પંચાસ્તિકાયસમૂહ જેવડો છે, તેવડો લોક છે. તેનાથી આગળ અમાપ અર્થાત્ અનંત અલોક છે. તે અલોક અભાવમાત્ર નથી પરંતુ પંચાસ્તિકાયસમૂહ જેટલું ક્ષેત્ર બાદ કરીને ✽સમવાય=(૧) સમ્+અવાય; સમ્યક્ અવાય; સમ્યક્ જ્ઞાન. (૨) જથ્થો; સમૂહ. [આ પંચાસ્તિકાય-
‘પંચાસ્તિકાયનો સમવાય તે સમય છે’ એમ કહ્યું છે; માટે ‘છ દ્રવ્યનો સમવાય તે સમય છે’
સમજવું. વળી એ જ પ્રમાણે અન્ય સ્થળે પણ વિવક્ષા સમજી અવિરુદ્ધ અર્થ સમજી લેવો].
❀लोक्यन्ते दृश्यन्ते जीवादिपदार्था यत्र स लोकः અર્થાત્ જ્યાં જીવાદિપદાર્થો જોવામાં આવે છે તે
લોક છે. પં. ૨
Page 10 of 256
PDF/HTML Page 50 of 296
single page version
૧૦
तत्समवायातिरिक्त परिमाणमनन्तक्षेत्रं खमाकाशमिति ।।३।।
प्रत्येयाः । सामान्यविशेषास्तित्वञ्च तेषामुत्पादव्ययध्रौव्यमय्यां सामान्यविशेषसत्तायां नियत- બાકીના અનંત ક્ષેત્રવાળું આકાશ છે (અર્થાત્ અલોક શૂન્યરૂપ નથી પરંતુ શુદ્ધ આકાશદ્રવ્યરૂપ છે). ૩.
અન્વયાર્થઃ — [जीवाः] જીવો, [पुद्गलकायाः] પુદ્ગલકાયો, [धर्माधर्मौ] ધર્મ, અધર્મ [तथा एव] તેમ જ [आकाशम्] આકાશ [अस्तित्वे नियताः] અસ્તિત્વમાં નિયત, [अनन्यमयाः] (અસ્તિત્વથી) અનન્યમય [च] અને [अणुमहान्तः] *અણુમહાન (પ્રદેશે મોટાં) છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં) પાંચ અસ્તિકાયોની વિશેષસંજ્ઞા, સામાન્યવિશેષ- અસ્તિત્વ તથા કાયત્વ કહેલ છે.
ત્યાં, જીવો, પુદ્ગલો, ધર્મ, અધર્મ અને આકાશ — એ તેમની વિશેષસંજ્ઞાઓ +અન્વર્થ જાણવી.
તેઓ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સામાન્યવિશેષસત્તામાં નિયત — વ્યવસ્થિત (નિશ્ચિત *અણુમહાન=(૧) પ્રદેશે મોટાં અર્થાત્ અનેકપ્રદેશી; (૨) એકપ્રદેશી (વ્યક્તિ-અપેક્ષાએ) તેમ જ
અનેકપ્રદેશી (શક્તિ-અપેક્ષાએ). +અન્વર્થ=અર્થને અનુસરતી; અર્થ પ્રમાણે. (પાંચ અસ્તિકાયોનાં નામો તેમના અર્થ અનુસાર છે.)
Page 11 of 256
PDF/HTML Page 51 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
त्वाद्वयवस्थितत्वादवसेयम् । अस्तित्वे नियतानामपि न तेषामन्यमयत्वम्, यतस्ते सर्व- दैवानन्यमया आत्मनिर्वृत्ताः । अनन्यमयत्वेऽपि तेषामस्तित्वनियतत्वं नयप्रयोगात् । द्वौ हि नयौ भगवता प्रणीतौ — द्रव्यार्थिकः पर्यायार्थिकश्च । तत्र न खल्वेकनयायत्ता देशना किन्तु तदुभयायत्ता । ततः पर्यायार्थादेशादस्तित्वे स्वतः कथंचिद्भिन्नेऽपि व्यवस्थिताः द्रव्यार्थादेशात्स्वयमेव सन्तः सतोऽनन्यमया भवन्तीति । कायत्वमपि तेषामणु- महत्त्वात् । अणवोऽत्र प्रदेशा मूर्ताऽमूर्ताश्च निर्विभागांशास्तैः महान्तोऽणुमहान्तः प्रदेशप्रचयात्मका इति सिद्धं तेषां कायत्वम् । अणुभ्यां महान्त इति व्युत्पत्त्या રહેલાં) હોવાથી તેમને સામાન્યવિશેષ-અસ્તિત્વ પણ છે એમ નક્કી કરવું. તેઓ અસ્તિત્વમાં નિયત હોવા છતાં (જેમ વાસણમાં રહેલું ઘી વાસણથી અન્યમય છે તેમ) અસ્તિત્વથી અન્યમય નથી; કારણ કે તેઓ સદાય પોતાથી નિષ્પન્ન (અર્થાત્ પોતાથી સત્) હોવાને લીધે (અસ્તિત્વથી) અનન્યમય છે (જેમ અગ્નિ ઉષ્ણતાથી અનન્યમય છે તેમ). ‘અસ્તિત્વથી અનન્યમય’ હોવા છતાં તેમનું ‘અસ્તિત્વમાં નિયતપણું’ નયપ્રયોગથી છે. બે નયો ભગવાને કહ્યા છે — દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. ત્યાં કથન એક નયને આધીન હોતું નથી પરંતુ તે બન્ને નયોને આધીન હોય છે. માટે તેઓ પર્યાયાર્થિક કથનથી જે પોતાથી કથંચિત્ ભિન્ન પણ છે એવા અસ્તિત્વમાં વ્યવસ્થિત (નિશ્ચિત રહેલાં) છે અને દ્રવ્યાર્થિક કથનથી સ્વયમેવ સત્ (-વિદ્યમાન, હયાત) હોવાને લીધે અસ્તિત્વથી અનન્યમય છે.
તેમને કાયપણું પણ છે કારણ કે તેઓ અણુમહાન છે. અહીં અણુઓ એટલે પ્રદેશો — મૂર્ત અને અમૂર્ત નિર્વિભાગ (નાનામાં નાના) અંશો; ‘તેમના વડે (-બહુ પ્રદેશો વડે) મહાન હોય’ તે અણુમહાન; એટલે કે પ્રદેશપ્રચયાત્મક (-પ્રદેશોના સમૂહમય) હોય તે અણુમહાન. આ રીતે તેમને (ઉપર્યુક્ત પાંચ દ્રવ્યોને) કાયત્વ સિદ્ધ થયું. (ઉપર જે અણુમહાનની વ્યુત્પત્તિ કરી તેમાં અણુઓને અર્થાત્ પ્રદેશોને માટે બહુવચન વાપર્યું છે અને સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે બહુવચનમાં દ્વિવચન સમાતું નથી તેથી હવે વ્યુત્પત્તિમાં જરા ભાષાનો ફેર કરીને દ્વિ-અણુક સ્કંધોને પણ અણુમહાન બતાવીને તેમનું કાયત્વ સિદ્ધ કરવામાં આવે છેઃ) ‘બે અણુઓ (-બે પ્રદેશો) વડે મહાન હોય’ તે અણુમહાન — એવી વ્યુત્પત્તિથી દ્વિ-અણુક પુદ્ગલસ્કંધોને પણ (અણુ- મહાનપણું હોવાથી) કાયત્વ છે. (હવે પરમાણુઓને અણુમહાનપણું કઈ રીતે છે તે બતાવીને પરમાણુઓનું પણ કાયત્વ સિદ્ધ કરવામાં આવે છેઃ) વ્યક્તિ અને શક્તિરૂપે
Page 12 of 256
PDF/HTML Page 52 of 296
single page version
૧૨
द्वयणुकपुद्गलस्कन्धानामपि तथाविधत्वम् । अणवश्च महान्तश्च व्यक्तिशक्तिरूपाभ्या- मिति परमाणूनामेकप्रदेशात्मकत्वेऽपि तत्सिद्धिः । व्यक्त्यपेक्षया शक्त्यपेक्षया च प्रदेश- प्रचयात्मकस्य महत्त्वस्याभावात्कालाणूनामस्तित्वनियतत्वेऽप्यकायत्वमनेनैव साधितम् । अत एव तेषामस्तिकायप्रकरणे सतामप्यनुपादानमिति ।।४।। ‘અણુ તેમ જ મહાન’ હોવાથી (અર્થાત્ પરમાણુઓ વ્યક્તિરૂપે એકપ્રદેશી અને શક્તિરૂપે અનેકપ્રદેશી હોવાથી) પરમાણુઓને પણ, તેમને એકપ્રદેશાત્મકપણું હોવા છતાં પણ, (અણુમહાનપણું સિદ્ધ થવાથી) કાયત્વ સિદ્ધ થાય છે. કાળાણુઓને વ્યક્તિ- અપેક્ષાએ તેમ જ શક્તિ-અપેક્ષાએ પ્રદેશપ્રચયાત્મક મહાનપણાનો અભાવ હોવાથી, જોકે તેઓ અસ્તિત્વમાં નિયત છે તોપણ, તેમને અકાયત્વ છે એમ આનાથી જ (-આ કથનથી જ) સિદ્ધ થયું. માટે જ, જોકે તેઓ સત્ (વિદ્યમાન) છે તોપણ, તેમને અસ્તિકાયના પ્રકરણમાં લીધા નથી.
ભાવાર્થઃ — પાંચ અસ્તિકાયોનાં નામ જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ છે. આ નામો તેમના અર્થ પ્રમાણે છે.
આ પાંચે દ્રવ્યો પર્યાયાર્થિક નયે પોતાથી કથંચિત્ ભિન્ન એવા અસ્તિત્વમાં રહેલાં છે અને દ્રવ્યાર્થિક નયે અસ્તિત્વથી અનન્ય છે.
વળી આ પાંચે દ્રવ્યો કાયત્વવાળાં છે કારણ કે તેઓ અણુમહાન છે. તેઓ અણુમહાન કઈ રીતે છે તે બતાવવામાં આવે છેઃ — ‘अणुमहान्तः’ની વ્યુત્પત્તિ ત્રણ પ્રકારે છેઃ(૧) अणुभिः महान्तः अणुमहान्तः અર્થાત્ જેઓ બહુ પ્રદેશો વડે (-બેથી વધારે પ્રદેશો વડે) મોટા હોય તેઓ અણુમહાન છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે જીવો, ધર્મ અને અધર્મ અસંખ્યપ્રદેશી હોવાથી અણુમહાન છે; આકાશ અનંતપ્રદેશી હોવાથી અણુમહાન છે; અને ત્રિ-અણુક સ્કંધથી માંડીને અનંતાણુક સ્કંધ સુધીના બધા સ્કંધો બહુપ્રદેશી હોવાથી અણુમહાન છે. (૨) अणुभ्याम् महान्तः अणुमहान्तः અર્થાત્ જેઓ બે પ્રદેશો વડે મોટા હોય તેઓ અણુમહાન છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે દ્વિ-અણુક સ્કંધો અણુમહાન છે. (૩) अणवश्च महान्तश्च अणुमहान्तः અર્થાત્ જેઓ અણુરૂપ (-એકપ્રદેશી) પણ હોય અને મહાન (-અનેકપ્રદેશી) પણ હોય તેઓ અણુમહાન છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે પરમાણુઓ અણુમહાન છે, કારણ કે વ્યક્તિ-અપેક્ષાએ તેઓ એકપ્રદેશી છે અને શક્તિ-અપેક્ષાએ અનેકપ્રદેશી પણ (ઉપચારથી) છે. આ રીતે ઉપર્યુક્ત પાંચે દ્રવ્યો અણુમહાન હોવાથી કાયત્વવાળાં છે એમ સિદ્ધ થયું.
Page 13 of 256
PDF/HTML Page 53 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
अस्ति ह्यस्तिकायानां गुणैः पर्यायैश्च विविधैः सह स्वभावो आत्मभावोऽ नन्यत्वम् । वस्तुनो विशेषा हि व्यतिरेकिणः पर्याया गुणास्तु त एवान्वयिनः । तत
કાળાણુને અસ્તિત્વ છે પરંતુ કોઈ પ્રકારે પણ કાયત્વ નથી, તેથી તે દ્રવ્ય છે પણ અસ્તિકાય નથી. ૪.
અન્વયાર્થઃ — [येषाम्] જેમને [विविधैः] વિવિધ [गुणैः] ગુણો અને [पर्ययैः] *પર્યાયો (-પ્રવાહક્રમના તેમ જ વિસ્તારક્રમના અંશો) [सह] સાથે [ स्वभावः ] પોતાપણું [अस्ति] છે [ते] તે [अस्तिकायाः भवन्ति] અસ્તિકાયો છે [यैः] કે જેમનાથી [त्रैलोक्यम्] ત્રણ લોક [निष्पन्नम्] નિષ્પન્ન છે.
ટીકાઃ — અહીં, પાંચ અસ્તિકાયોને અસ્તિત્વ કયા પ્રકારે છે અને કાયત્વ કયા પ્રકારે છે તે કહ્યું છે.
ખરેખર અસ્તિકાયોને વિવિધ ગુણો અને પર્યાયો સાથે સ્વપણું — પોતાપણું — અનન્યપણું છે. વસ્તુના ૧વ્યતિરેકી વિશેષો તે પર્યાયો છે અને ૨અન્વયી વિશેષો તે *પર્યાયો =(પ્રવાહક્રમના તેમ જ વિસ્તારક્રમના ) નિર્વિભાગ અંશો. [ પ્રવાહક્રમના અંશો તો દરેક
દ્રવ્યને હોય છે, પરંતુ વિસ્તારક્રમના અંશો અસ્તિકાયને જ હોય છે.] ૧. વ્યતિરેક=ભેદ; એકનું બીજારૂપ નહિ હોવું તે; ‘આ તે નથી’ એવા જ્ઞાનના નિમિત્તભૂત
૨. અન્વય=એકરૂપતા; સદ્રશતા; ‘આ તે જ છે’ એવા જ્ઞાનના કારણભૂત એકરૂપપણું. [ગુણોમાં
Page 14 of 256
PDF/HTML Page 54 of 296
single page version
૧૪
एकेन पर्यायेण प्रलीयमानस्यान्येनोपजायमानस्यान्वयिना गुणेन ध्रौव्यं बिभ्राणस्यै- कस्याऽपि वस्तुनः समुच्छेदोत्पादध्रौव्यलक्षणमस्तित्वमुपपद्यत एव । गुणपर्यायैः सह सर्वथान्यत्वे त्वन्यो विनश्यत्यन्यः प्रादुर्भवत्यन्यो ध्रुवत्वमालम्बत इति सर्वं विप्लवते । ततः साध्वस्तित्वसंभवप्रकारकथनम् । कायत्वसंभवप्रकारस्त्वयमुपदिश्यते । अवयविनो हि जीव- पुद्गलधर्माधर्माकाशपदार्थास्तेषामवयवा अपि प्रदेशाख्याः परस्परव्यतिरेकित्वात्पर्यायाः उच्यन्ते । तेषां तैः सहानन्यत्वे कायत्वसिद्धिरुपपत्तिमती । निरवयवस्यापि परमाणोः सावयवत्वशक्तिसद्भावात् कायत्वसिद्धिरनपवादा । न चैतदाशङ्कयम् पुद्गलादन्येषाम- ગુણો છે. તેથી એક પર્યાયથી પ્રલય પામતી, અન્ય પર્યાયથી ઊપજતી અને અન્વયી ગુણથી ધ્રુવ રહેતી એક જ વસ્તુને ૧વ્યય-ઉત્પાદ-ધ્રૌવ્યલક્ષણ અસ્તિત્વ ઘટે છે જ. અને જો ગુણો ને પર્યાયો સાથે (વસ્તુને) સર્વથા અન્યત્વ હોય તો તો અન્ય કોઈ વિનાશ પામે, અન્ય કોઈ પ્રાદુર્ભાવ (ઉત્પાદ) પામે અને વળી અન્ય કોઈ ધ્રુવ રહે — એ રીતે બધું ૨વિપ્લવ પામે. તેથી (પાંચ અસ્તિકાયોને) અસ્તિત્વ કયા પ્રકારે છે તે સંબંધી આ (ઉપર્યુક્ત) કથન સાચું – યોગ્ય – ન્યાયયુક્ત છે.
હવે (તેમને) કાયત્વ કયા પ્રકારે છે તે ઉપદેશવામાં આવે છેઃ — જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, અને આકાશ એ પદાર્થો ૩અવયવી છે. પ્રદેશો નામના તેમના જે અવયવો છે તેઓ પણ પરસ્પર વ્યતિરેકવાળા હોવાથી ૪પર્યાયો કહેવાય છે. તેમની સાથે તે (પાંચ) પદાર્થોને અનન્યપણું હોવાથી કાયત્વસિદ્ધિ ઘટે છે. પરમાણુ (વ્યક્તિ-અપેક્ષાએ) ૫નિરવયવ હોવા છતાં તેને સાવયવપણાની શક્તિનો સદ્ભાવ હોવાથી કાયત્વસિદ્ધિ ૬નિરપવાદ છે. ત્યાં
સદાય સદ્રશતા રહેતી હોવાથી તેમનામાં સદાય અન્વય છે, તેથી ગુણો દ્રવ્યના અન્વયી વિશેષો (અન્વયવાળા ભેદો) છે.] ૧. અસ્તિત્વનું લક્ષણ અથવા સ્વરૂપ વ્યય-ઉત્પાદ-ધ્રૌવ્ય છે. ૨. વિપ્લવ=અંધાધૂંધી; ઊથલપાથલ; ગોટાળો; વિરોધ. ૩. અવયવી=અવયવવાળા; સાવયવ; અંશવાળા; અંશી; જેમને અવયવો (અર્થાત્ એકથી વધારે
પ્રદેશો) હોય એવા. ૪. પર્યાયનું લક્ષણ પરસ્પર વ્યતિરેક છે. આ લક્ષણ પ્રદેશોમાં પણ વ્યાપે છે, કારણ કે એક પ્રદેશ
બીજા પ્રદેશરૂપ નહિ હોવાથી પ્રદેશોમાં પરસ્પર વ્યતિરેક છે; તેથી પ્રદેશો પણ પર્યાયો કહેવાય છે. ૫. નિરવયવ=અવયવ વગરનો; અંશ વગરનો; નિરંશ; એકથી વધારે પ્રદેશ વિનાનો. ૬. નિરપવાદ=અપવાદ રહિત. [પાંચ અસ્તિકાયોને કાયપણું હોવામાં એક પણ અપવાદ નથી, કારણ
Page 15 of 256
PDF/HTML Page 55 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
मूर्तत्वादविभाज्यानां सावयवत्वकल्पनमन्याय्यम् । दृश्यत एवाविभाज्येऽपि विहायसीदं घटाकाशमिदमघटाकाशमिति विभागकल्पनम् । यदि तत्र विभागो न कल्पेत तदा यदेव घटाकाशं तदेवाघटाकाशं स्यात् । न च तदिष्टम् । ततः कालाणुभ्योऽन्यत्र सर्वेषां कायत्वाख्यं सावयवत्वमवसेयम् । त्रैलोक्यरूपेण निष्पन्नत्वमपि तेषामस्ति- कायत्वसाधनपरमुपन्यस्तम् । तथाच — त्रयाणामूर्ध्वाऽधोमध्यलोकानामुत्पादव्ययध्रौव्यवन्त- स्तद्विशेषात्मका भावा भवन्तस्तेषां मूलपदार्थानां गुणपर्याययोगपूर्वकमस्तित्वं साधयन्ति । अनुमीयते च धर्माधर्माकाशानां प्रत्येकमूर्ध्वाऽधोमध्यलोकविभागरूपेण परिणमनात्कायत्वाख्यं सावयवत्वम् । जीवानामपि प्रत्येकमूर्ध्वाधोमध्यलोकविभागरूपेण એવી આશંકા કરવી યોગ્ય નથી કે પુદ્ગલ સિવાયના પદાર્થો અમૂર્તપણાને લીધે ૧અવિભાજ્ય હોવાથી તેમના સાવયવપણાની કલ્પના ન્યાયવિરુદ્ધ (ગેરવાજબી) છે. આકાશ અવિભાજ્ય હોવા છતાં તેમાં ‘આ ઘટાકાશ છે, આ અઘટાકાશ (અથવા પટાકાશ) છે’ એવી વિભાગકલ્પના જોવામાં આવે છે જ. જો ત્યાં (કથંચિત્) વિભાગ ન કલ્પવામાં આવે તો જે ઘટાકાશ છે તે જ (સર્વથા) અઘટાકાશ થાય; અને તે તો ઇષ્ટ (માન્ય) નથી. માટે કાળાણુઓ સિવાય બીજા બધાને વિષે કાયત્વ નામનું સાવયવપણું નક્કી કરવું.
તેમનું જે ત્રણ લોકરૂપે નિષ્પન્નપણું (-રચાવું) કહ્યું તે પણ તેમનું અસ્તિકાયપણું (-અસ્તિપણું તથા કાયપણું) સિદ્ધ કરવાના સાધન તરીકે કહ્યું છે. તે આ પ્રમાણેઃ —
(૧) ઊર્ધ્વ-અધો-મધ્ય ત્રણ લોકના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવાળા ભાવો — કે જેઓ ત્રણ લોકના વિશેષસ્વરૂપ છે તેઓ — ભવતા થકા (પરિણમતા થકા) તેમના મૂળ પદાર્થોનું ગુણપર્યાયયુક્ત અસ્તિત્વ સિદ્ધ કરે છે. (ત્રણ લોકના ભાવો સદાય કથંચિત્ સદ્રશ રહે છે અને કથંચિત્ પલટાયા કરે છે તે એમ સિદ્ધ કરે છે કે ત્રણ લોકના મૂળ પદાર્થો કથંચિત્ સદ્રશ રહે છે અને કથંચિત્ પલટાયા કરે છે અર્થાત્ તે મૂળ પદાર્થોને ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્યવાળું અથવા ગુણપર્યાયવાળું અસ્તિત્વ છે.)
(૨) વળી ધર્મ, અધર્મ અને આકાશ — એ પ્રત્યેક પદાર્થ ઊર્ધ્વ-અધો-મધ્ય એવા લોકના (ત્રણ) ૨વિભાગરૂપે પરિણત હોવાથી તેમને કાયત્વ નામનું સાવયવપણું છે એમ અનુમાન કરી શકાય છે. દરેક જીવને પણ ઊર્ધ્વ-અધો-મધ્ય એવા લોકના (ત્રણ) ૧. અવિભાજ્ય=જેના વિભાગ ન કરી શકાય એવા. ૨. જો લોકના ઊર્ધ્વ, અધઃ અને મધ્ય એવા ત્રણ ભાગ છે તો પછી ‘આ ઊર્ધ્વલોકનો આકાશભાગ
Page 16 of 256
PDF/HTML Page 56 of 296
single page version
૧૬
परिणमनाल्लोकपूरणावस्थाव्यवस्थितव्यक्तेस्सदा सन्निहितशक्तेस्तदनुमीयत एव । पुद्गला- नामप्यूर्ध्वाधोमध्यलोकविभागरूपपरिणतमहास्कन्धत्वप्राप्तिव्यक्तिशक्ति योगित्वात्तथाविधा सावयव- त्वसिद्धिरस्त्येवेति ।।५।।
अत्र पञ्चास्तिकायानां कालस्य च द्रव्यत्वमुक्त म् । વિભાગરૂપે પરિણત +લોકપૂરણ અવસ્થારૂપ વ્યક્તિની શક્તિનો સદા સદ્ભાવ હોવાથી જીવોને પણ કાયત્વ નામનું સાવયવપણું છે એમ અનુમાન કરી જ શકાય છે. પુદ્ગલો પણ ઊર્ધ્વ-અધો-મધ્ય એવા લોકના (ત્રણ) વિભાગરૂપે પરિણત મહાસ્કંધપણાની પ્રાપ્તિની વ્યક્તિવાળાં અથવા શક્તિવાળાં હોવાથી તેમને પણ તેવી (કાયત્વ નામની) સાવયવપણાની સિદ્ધિ છે જ. ૫.
અન્વયાર્થઃ — [त्रैकालिकभावपरिणताः] જે ત્રણ કાળના ભાવરૂપે પરિણમે છે તેમ જ [नित्याः] નિત્ય છે [ते च एव अस्तिकायाः] એવા તે જ અસ્તિકાયો, [परिवर्तनलिङ्गसंयुक्ताः] પરિવર્તનલિંગ (કાળ) સહિત, [द्रव्यभावं गच्छन्ति] દ્રવ્યપણાને પામે છે (અર્થાત્ તે છયે દ્રવ્યો છે).
+લોકપૂરણ=લોકવ્યાપી. [કેવળસમુદ્ઘાત વખતે જીવને ત્રિલોકવ્યાપી અવસ્થા થાય છે. તે વખતે ‘આ
એમ વિભાગ કરી શકાય છે. આવી ત્રિલોકવ્યાપી અવસ્થાની શક્તિ તો જીવોમાં સદાય છે તેથી
જીવો સદા સાવયવ અર્થાત્ કાયત્વવાળા છે એમ સિદ્ધ થાય છે.]
Page 17 of 256
PDF/HTML Page 57 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
द्रव्याणि हि सहक्रमभुवां गुणपर्यायाणामनन्यतयाधारभूतानि भवन्ति । ततो वृत्तवर्तमानवर्तिष्यमाणानां भावानां पर्यायाणां स्वरूपेण परिणतत्वादस्तिकायानां परिवर्तन- लिङ्गस्य कालस्य चास्ति द्रव्यत्वम् । न च तेषां भूतभवद्भविष्यद्भावात्मना परिणममाना- नामनित्यत्वम्, यतस्ते भूतभवद्भविष्यद्भावावस्थास्वपि प्रतिनियतस्वरूपापरित्यागान्नित्या एव । अत्र कालः पुद्गलादिपरिवर्तनहेतुत्वात्पुद्गलादिपरिवर्तनगम्यमानपर्यायत्वाच्चास्तिकायेष्वन्तर्भावार्थं स परिवर्तनलिङ्ग इत्युक्त इति ।।६।।
દ્રવ્યો ખરેખર સહભાવી ગુણોને તથા ક્રમભાવી પર્યાયોને ૧અનન્યપણે આધારભૂત છે. તેથી વર્તી ચૂકેલા, વર્તતા અને ભવિષ્યમાં વર્તનારા ભાવોના — પર્યાયોના સ્વરૂપે પરિણમતા હોવાને લીધે (પાંચ) અસ્તિકાયો અને ૨પરિવર્તનલિંગ કાળ (તે છયે) દ્રવ્યો છે. ભૂત, વર્તમાન ને ભાવી ભાવોસ્વરૂપે પરિણમતા હોવાથી તેઓ કાંઈ અનિત્ય નથી, કારણ કે ભૂત, વર્તમાન ને ભાવી ભાવરૂપ અવસ્થાઓમાં પણ પ્રતિનિયત (-પોતપોતાના નિશ્ચિત) સ્વરૂપને નહિ છોડતા હોવાથી તેઓ નિત્ય જ છે.
અહીં કાળ પુદ્ગલાદિના પરિવર્તનનો હેતુ હોવાથી તેમ જ પુદ્ગલાદિના પરિવર્તન દ્વારા તેના પર્યાયો ગમ્ય થતા (જણાતા) હોવાથી, તેનો અસ્તિકાયોમાં સમાવેશ કરવા અર્થે, તેને ‘૩પરિવર્તનલિંગ’ કહ્યો છે. [પુદ્ગલાદિ અસ્તિકાયોનું વર્ણન કરતાં તેમનું પરિવર્તન (પરિણમન) વર્ણવવું જોઈએ અને તેમનું પરિવર્તન વર્ણવતાં તે પરિવર્તનમાં નિમિત્તભૂત પદાર્થને (કાળને) અથવા તે પરિવર્તન દ્વારા જેના પર્યાયો વ્યક્ત થાય છે તે પદાર્થને (કાળને) વર્ણવવો અસ્થાને ન ગણાય. આ રીતે પંચાસ્તિકાયના વર્ણનની અંદર કાળના વર્ણનનો સમાવેશ કરવો અનુચિત નથી એમ દર્શાવવા અર્થે આ ગાથાસૂત્રમાં કાળ માટે ‘પરિવર્તનલિંગ’ શબ્દ વાપર્યો છે.] ૬. ૧. અનન્યપણે=અભિન્નપણે. [જેમ અગ્નિ આધાર છે અને ઉષ્ણતા આધેય છે છતાં તેઓ અભિન્ન
છે, તેમ દ્રવ્ય આધાર છે અને ગુણપર્યાયો આધેય છે છતાં તેઓ અભિન્ન છે.] ૨. પરિવર્તનલિંગ=પુદ્ગલાદિનું પરિવર્તન જેનું લિંગ છે તે; પુદ્ગલાદિના પરિણમન દ્વારા જે જણાય
છે તે. (લિંગ=ચિહ્ન; સૂચક; ગમક; ગમ્ય કરાવનાર; જણાવનાર; ઓળખાવનાર.) ૩. (૧) જો પુદ્ગલાદિનું પરિવર્તન થાય છે તો તેનું કોઈ નિમિત્ત હોવું જોઈએ — એમ પરિવર્તનરૂપી ચિહ્ન
કાળ ‘પરિવર્તનલિંગ’ છે. (૨) વળી પુદ્ગલાદિના પરિવર્તન દ્વારા કાળના પર્યાયો ( – ‘થોડો વખત’,
‘ઘણો વખત’ એવી કાળની અવસ્થાઓ) ગમ્ય થાય છે તેથી પણ કાળ ‘પરિવર્તનલિંગ’ છે. પં. ૩
Page 18 of 256
PDF/HTML Page 58 of 296
single page version
૧૮
च जीवकर्मणोर्व्यवहारनयादेशादेकत्वेऽपि परस्परस्वरूपोपादानमिति ।।७।।
અન્વયાર્થઃ — [अन्योऽन्यं प्रविशन्ति] તેઓ એકબીજામાં પ્રવેશ કરે છે, [अन्योऽन्यस्य] અન્યોન્ય [अवकाशम् ददन्ति] અવકાશ આપે છે, [मिलन्ति] પરસ્પર (ક્ષીરનીરવત્) મળી જાય છે, [अपि च] તોપણ [नित्यं] સદા [स्वकं स्वभावं] પોતપોતાના સ્વભાવને [न विजहन्ति] છોડતાં નથી.
ટીકાઃ — અહીં છ દ્રવ્યોને પરસ્પર અત્યંત *સંકર હોવા છતાં તેઓ પ્રતિનિયત (-પોતપોતાના નિશ્ચિત) સ્વરૂપથી ચ્યુત થતાં નથી એમ કહ્યું છે.
તેથી જ (-પોતપોતાના સ્વભાવથી ચ્યુત નહિ થતાં હોવાથી જ), પરિણામવાળાં હોવા છતાં પણ, તેઓ નિત્ય છે એમ પૂર્વે (છઠ્ઠી ગાથામાં) કહ્યું હતું; અને તેથી જ તેઓ એકપણું પામતાં નથી, અને જોકે જીવ તથા કર્મને વ્યવહારનયના કથનથી એકપણું (કહેવામાં આવે) છે તોપણ તેઓ (જીવ તથા કર્મ) એકબીજાના સ્વરૂપને ગ્રહતાં નથી. ૭.
Page 19 of 256
PDF/HTML Page 59 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
वा विद्यमानमात्रं वस्तु । सर्वथा नित्यस्य वस्तुनस्तत्त्वतः क्रमभुवां भावानामभावात्कुतो विकारवत्त्वम् । सर्वथा क्षणिकस्य च तत्त्वतः प्रत्यभिज्ञानाभावात् कुत एकसन्तानत्वम् । ततः प्रत्यभिज्ञानहेतुभूतेन केनचित्स्वरूपेण ध्रौव्यमालम्ब्यमानं काभ्यांचित्क्रमप्रवृत्ताभ्यां स्वरूपाभ्यां प्रलीयमानमुपजायमानं चैककालमेव परमार्थतस्त्रितयीमवस्थां बिभ्राणं वस्तु सदवबोध्यम् । अत एव सत्ताप्युत्पादव्ययध्रौव्यात्मिकाऽवबोद्धव्या, भावभाववतोः कथञ्चिदेकस्वरूपत्वात् । सा च
અન્વયાર્થઃ — [सत्ता] સત્તા [भङ्गोत्पादध्रौव्यात्मिका] ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક, [एका] એક, [सर्वपदार्था] સર્વપદાર્થસ્થિત, [सविश्वरूपा] સવિશ્વરૂપ, [अनन्तपर्याया] અનંતપર્યાયમય અને [सप्रतिपक्षा] સપ્રતિપક્ષ [भवति] છે.
સર્વથા નિત્ય વસ્તુને ખરેખર ક્રમભાવી ભાવોનો અભાવ થવાથી વિકાર (-ફેરફાર, પરિણામ) ક્યાંથી થાય? અને સર્વથા ક્ષણિક વસ્તુને વિષે ખરેખર ૨પ્રત્યભિજ્ઞાનનો અભાવ થવાથી એકપ્રવાહપણું ક્યાંથી રહે? માટે પ્રત્યભિજ્ઞાનના હેતુભૂત કોઈ સ્વરૂપથી ધ્રુવ રહેતી અને કોઈ બે ક્રમવર્તી સ્વરૂપોથી નષ્ટ થતી ને ઊપજતી — એ રીતે એક જ કાળે પરમાર્થે ત્રેવડી (ત્રણ અંશવાળી) અવસ્થાને ધરતી વસ્તુ સત્ જાણવી. તેથી જ ‘સત્તા’ પણ ‘ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક (ત્રિલક્ષણા) જાણવી, કારણ કે ૩ભાવ અને ભાવવાનનું કથંચિત્ એક સ્વરૂપ હોય છે. વળી તે (સત્તા) ‘એક’ છે, કારણ કે તે ૧. સત્ત્વ=સત્પણું; હયાતપણું; વિદ્યમાનપણું; હયાતનો ભાવ; ‘છે’ એવો ભાવ. ૨. વસ્તુ સર્વથા ક્ષણિક હોય તો ‘જે પૂર્વે જોવામાં (-જાણવામાં) આવી હતી તે જ આ વસ્તુ છે’
એવું જ્ઞાન ન થઈ શકે. ૩. સત્તા ભાવ છે અને વસ્તુ ભાવવાન છે.
Page 20 of 256
PDF/HTML Page 60 of 296
single page version
૨૦
त्रिलक्षणस्य समस्तस्यापि वस्तुविस्तारस्य साद्रश्यसूचकत्वादेका । सर्वपदार्थस्थिता च त्रिलक्षणस्य सदित्यभिधानस्य सदिति प्रत्ययस्य च सर्वपदार्थेषु तन्मूलस्यैवोपलम्भात् । सविश्वरूपा च विश्वस्य समस्तवस्तुविस्तारस्यापि रूपैस्त्रिलक्षणैः स्वभावैः सह वर्तमानत्वात् । अनन्तपर्याया चानन्ताभिर्द्रव्यपर्यायव्यक्ति भिस्त्रिलक्षणाभिः परिगम्यमानत्वात् । एवंभूतापि सा न खलु निरंकुशा किन्तु सप्रतिपक्षा । प्रतिपक्षो ह्यसत्ता सत्तायाः, अत्रिलक्षणत्वं त्रिलक्षणायाः, अनेकत्वमेकस्याः, एकपदार्थस्थितत्वं सर्वपदार्थस्थितायाः, एकरूपत्वं सविश्वरूपायाः, एकपर्यायत्वमनन्तपर्यायाया इति । द्विविधा हि सत्ता — महासत्ता- ત્રિલક્ષણવાળા સમસ્ત વસ્તુવિસ્તારનું સાદ્રશ્ય સૂચવે છે. વળી તે (સત્તા) ‘સર્વપદાર્થસ્થિત’ છે, કારણ કે તેના કારણે જ (-સત્તાને લીધે જ) સર્વ પદાર્થોમાં ત્રિલક્ષણની (-ઉત્પાદવ્યયધ્રૌવ્યની), ‘સત્’ એવા કથનની અને ‘સત્’ એવી પ્રતીતિની ઉપલબ્ધિ થાય છે. વળી તે (સત્તા) ‘સવિશ્વરૂપ’ છે, કારણ કે તે વિશ્વનાં રૂપો સહિત અર્થાત્ સમસ્ત વસ્તુવિસ્તારના ત્રિલક્ષણવાળા સ્વભાવો સહિત વર્તે છે. વળી તે (સત્તા) ‘અનંતપર્યાયમય’ છે, કારણ કે તે ત્રિલક્ષણવાળી અનંત દ્રવ્યપર્યાયરૂપ વ્યક્તિઓથી વ્યાપ્ત છે. (આ પ્રમાણે ૧સામાન્ય-વિશેષાત્મક સત્તાનું તેના સામાન્ય પડખાની અપેક્ષાએ અર્થાત્ મહાસત્તારૂપ પડખાની અપેક્ષાએ વર્ણન થયું.)
આવી હોવા છતાં તે ખરેખર ૨નિરંકુશ નથી પરંતુ ૩સપ્રતિપક્ષ છે. (૧) સત્તાને અસત્તા પ્રતિપક્ષ છે; (૨) ત્રિલક્ષણાને અત્રિલક્ષણપણું પ્રતિપક્ષ છે; (૩) એકને અનેકપણું પ્રતિપક્ષ છે; (૪) સર્વપદાર્થસ્થિતને એકપદાર્થસ્થિતપણું પ્રતિપક્ષ છે; (૫) સવિશ્વરૂપને એકરૂપપણું પ્રતિપક્ષ છે; (૬) અનંતપર્યાયમયને એકપર્યાયમયપણું પ્રતિપક્ષ છે.
(ઉપર્યુક્ત સપ્રતિપક્ષપણું સ્પષ્ટ સમજાવવામાં આવે છેઃ – ) સત્તા દ્વિવિધ છેઃ મહાસત્તા અને અવાન્તરસત્તા. તેમાં, સર્વપદાર્થસમૂહમાં વ્યાપનારી, સાદ્રશ્યઅસ્તિત્વને ૧. અહીં ‘સામાન્યાત્મક’નો અર્થ ‘મહા’ સમજવો અને ‘વિશેષાત્મક’નો અર્થ ‘અવાન્તર’ સમજવો.
સામાન્ય-વિશેષના બીજા અર્થો અહીં ન સમજવા. ૨. નિરંકુશ=અંકુશ વિનાની; વિરુદ્ધ પક્ષ વિનાની; નિઃપ્રતિપક્ષ. [સામાન્યવિશેષાત્મક સત્તા ઉપર વર્ણવી
૩. સપ્રતિપક્ષ=પ્રતિપક્ષ સહિત; વિપક્ષ સહિત; વિરુદ્ધ પક્ષ સહિત.