Panchastikay Sangrah (Gujarati). Gatha: 110-130 ; Ajiv Padarth Vyakhyan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 11 of 15

 

Page 161 of 256
PDF/HTML Page 201 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૬૧
पुढवी य उदगमगणी वाउ वणप्फ दि जीवसंसिदा काया
देंति खलु मोहबहुलं फासं बहुगा वि ते तेसिं ।।११०।।
पृथिवी चोदकमग्निर्वायुर्वनस्पतिः जीवसंश्रिताः कायाः
ददति खलु मोहबहुलं स्पर्शं बहुका अपि ते तेषाम् ।।११०।।
पृथिवीकायिकादिपञ्चभेदोद्देशोऽयम्
पृथिवीकायाः, अप्कायाः, तेजःकायाः, वायुकायाः, वनस्पतिकायाः इत्येते
पुद्गलपरिणामा बन्धवशाज्जीवानुसंश्रिताः, अवान्तरजातिभेदाद्बहुका अपि स्पर्शनेन्द्रिया-
वरणक्षयोपशमभाजां जीवानां बहिरङ्गस्पर्शनेन्द्रियनिर्वृत्तिभूताः कर्मफलचेतनाप्रधान-
ભૂ-જલ-અનલ-વાયુ-વનસ્પતિકાય જીવસહિત છે;
બહુ કાય તે અતિમોહસંયુત સ્પર્શ આપે જીવને. ૧૧૦.
અન્વયાર્થ[ पृथिवी ] પૃથ્વીકાય, [ उदकम् ] અપ્કાય, [ अग्निः ] અગ્નિકાય,
[ वायुः ] વાયુકાય [ च ] અને [ वनस्पतिः ] વનસ્પતિકાય[ कायाः ] એ કાયો [ जीवसंश्रिताः ]
જીવસહિત છે. [ बहुकाः अपि ते ] (અવાંતર જાતિઓની અપેક્ષાએ) તેમની ઘણી સંખ્યા
હોવા છતાં તેઓ બધીયે [ तेषाम् ] તેમાં રહેલા જીવોને [ खलु ] ખરેખર [ मोहबहुलं ] પુષ્કળ
મોહથી સંયુક્ત [ स्पर्शं ददति ] સ્પર્શ આપે છે (અર્થાત્ સ્પર્શજ્ઞાનમાં નિમિત્ત થાય છે).
ટીકાઆ, (સંસારી જીવોના ભેદોમાંથી) પૃથ્વીકાયિક વગેરે પાંચ ભેદોનું કથન
છે.
પૃથ્વીકાય, અપ્કાય, તેજઃકાય, વાયુકાય અને વનસ્પતિકાયએવા આ પુદ્ગલ-
પરિણામો બંધવશાત્ (બંધને લીધે) જીવસહિત છે. અવાંતર જાતિરૂપ ભેદો પાડતાં
તેઓ ઘણા હોવા છતાં તે બધાય (પુદ્ગલપરિણામો), સ્પર્શનેંદ્રિયાવરણના ક્ષયોપશમવાળા
જીવોને બહિરંગ સ્પર્શનેંદ્રિયની રચનાભૂત વર્તતા થકા, કર્મફળચેતનાપ્રધાનપણાને લીધે
૧. કાય=શરીર. (પૃથ્વીકાય વગેરે કાયો પુદ્ગલપરિણામો છે; તેમનો જીવ સાથે બંધ હોવાને લીધે તેઓ
જીવસહિત હોય છે.)
૨. અવાંતર જાતિ=પેટા-જાતિ. (પૃથ્વીકાય, અપ્કાય, તેજઃકાય અને વાયુકાયએ ચારમાંના દરેકના
સાત લાખ પેટા-જાતિરૂપ ભેદો છે; વનસ્પતિકાયના દસ લાખ ભેદો છે.)
પં. ૨૧

Page 162 of 256
PDF/HTML Page 202 of 296
single page version

૧૬૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
त्वान्मोहबहुलमेव स्पर्शोपलम्भं सम्पादयन्तीति ।।११०।।
ति त्थावरतणुजोगा अणिलाणलकाइया य तेसु तसा
मणपरिणामविरहिदा जीवा एइंदिया णेया ।।१११।।
त्रयः स्थावरतनुयोगा अनिलानलकायिकाश्च तेषु त्रसाः
मनःपरिणामविरहिता जीवा एकेन्द्रिया ज्ञेयाः ।।१११।।
एदे जीवणिकाया पंचविधा पुढविकाइयादीया
मणपरिणामविरहिदा जीवा एगेंदिया भणिया ।।११२।।
પુષ્કળ મોહ સહિત જ સ્પર્શોપલબ્ધિ સંપ્રાપ્ત કરાવે છે. ૧૧૦.
ત્યાં જીવ ત્રણ સ્થાવરતનુ, ત્રસ જીવ અગ્નિ-સમીરના;
એ સર્વ મનપરિણામવિરહિત એક-ઇન્દ્રિય જાણવા. ૧૧૧.
અન્વયાર્થ[ तेषु ] તેમાં, [ त्रयः ] ત્રણ (પૃથ્વીકાયિક, અપ્કાયિક ને વનસ્પતિ-
કાયિક) જીવો [ स्थावरतनुयोगाः ] સ્થાવર શરીરના સંયોગવાળા છે [ च ] તથા
[ अनिलानलकायिकाः ] વાયુકાયિક ને અગ્નિકાયિક જીવો [ त्रसाः ] ત્રસ છે;
[ मनःपरिणामविरहिताः ] તે બધા મનપરિણામરહિત [ एकेन्द्रियाः जीवाः ] એકેંદ્રિય જીવો
[ ज्ञेयाः ] જાણવા. ૧૧૧.
આ પૃથ્વીકાયિક આદિ જીવનિકાય પાંચ પ્રકારના,
સઘળાય મનપરિણામવિરહિત જીવ એકેંદ્રિય કહ્યા. ૧૧૨.
૧. સ્પર્શોપલબ્ધિ=સ્પર્શની ઉપલબ્ધિ; સ્પર્શનું જ્ઞાન; સ્પર્શનો અનુભવ. [પૃથ્વીકાયિક વગેરે જીવોને
સ્પર્શનેંદ્રિયાવરણનો (ભાવસ્પર્શનેંદ્રિયના આવરણનો) ક્ષયોપશમ હોય છે અને તે તે કાયો બાહ્ય
સ્પર્શનેંદ્રિયની રચનારૂપ હોય છે, તેથી તે તે કાયો તે તે જીવોને સ્પર્શની ઉપલબ્ધિમાં નિમિત્તભૂત
થાય છે. તે જીવોને થતી તે સ્પર્શોપલબ્ધિ પ્રબળ મોહ સહિત જ હોય છે, કારણ કે તે જીવો
કર્મફળચેતનાપ્રધાન હોય છે.
]
૨. વાયુકાયિક અને અગ્નિકાયિક જીવોને ચલનક્રિયા દેખીને વ્યવહારથી ત્રસ કહેવામાં આવે છે; નિશ્ચયથી
તો તેઓ પણ સ્થાવરનામકર્માધીનપણાને લીધેજોકે તેમને વ્યવહારથી ચલન છે તોપણસ્થાવર
જ છે.

Page 163 of 256
PDF/HTML Page 203 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૬૩
एते जीवनिकायाः पञ्चविधाः पृथिवीकायिकाद्याः
मनःपरिणामविरहिता जीवा एकेन्द्रिया भणिताः ।।११२।।
पृथिवीकायिकादीनां पञ्चानामेकेन्द्रियत्वनियमोऽयम्
पृथिवीकायिकादयो हि जीवाः स्पर्शनेन्द्रियावरणक्षयोपशमात् शेषेन्द्रियावरणोदये
नोइन्द्रियावरणोदये च सत्येकेन्द्रिया अमनसो भवन्तीति ।।११२।।
अण्डेसु पवड्ढंता गब्भत्था माणुसा य मुच्छगया
जारिसया तारिसया जीवा एगेंदिया णेया ।।११३।।
अंडेषु प्रवर्धमाना गर्भस्था मानुषाश्च मूर्च्छां गताः
याद्रशास्ताद्रशा जीवा एकेन्द्रिया ज्ञेयाः ।।११३।।
एकेन्द्रियाणां चैतन्यास्तित्वे द्रष्टान्तोपन्यासोऽयम्
અન્વયાર્થ[ एते ] [ पृथिवीकायिकाद्याः ] પૃથ્વીકાયિક વગેરે [ पञ्चविधाः ]
પાંચ પ્રકારના [ जीवनिकायाः ] જીવનિકાયોને [ मनःपरिणामविरहिताः ] મનપરિણામરહિત
[ एकेन्द्रियाः जीवाः ] એકેંદ્રિય જીવો [ भणिताः ] (સર્વજ્ઞે) કહ્યા છે.
ટીકાઆ, પૃથ્વીકાયિક વગેરે પાંચ (પંચવિધ) જીવોના એકેંદ્રિયપણાનો નિયમ છે.
પૃથ્વીકાયિક વગેરે જીવો, સ્પર્શનેંદ્રિયના (ભાવસ્પર્શનેંદ્રિયના) આવરણના
ક્ષયોપશમને લીધે તથા બાકીની ઇન્દ્રિયોના (ચાર ભાવેંદ્રિયોના) આવરણનો ઉદય તેમ
જ મનના (ભાવમનના) આવરણનો ઉદય હોવાથી, મનરહિત એકેંદ્રિય છે. ૧૧૨.
જેવા જીવો અંડસ્થ, મૂર્છાવસ્થ વા ગર્ભસ્થ છે;
તેવા બધા આ પંચવિધ એકેંદ્રિ જીવો જાણજે. ૧૧૩.
અન્વયાર્થ[ अण्डेषु प्रवर्धमानाः ] ઇંડાંમાં વૃદ્ધિ પામતાં પ્રાણીઓ, [ गर्भस्थाः ]
ગર્ભમાં રહેલાં પ્રાણીઓ [ च ] અને [ मूर्च्छां गताः मानुषाः ] મૂર્છા પામેલા મનુષ્યો, [ याद्रशाः ]
જેવાં (બુદ્ધિપૂર્વક વ્યાપાર વિનાનાં) છે, [ ताद्रशाः ] તેવા [ एकेन्द्रियाः जीवाः ] એકેંદ્રિય જીવો
[ ज्ञेयाः ] જાણવા.
ટીકાઆ, એકેંદ્રિયોને ચૈતન્યનું અસ્તિત્વ હોવા સંબંધી દ્રષ્ટાંતનું કથન છે.

Page 164 of 256
PDF/HTML Page 204 of 296
single page version

૧૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अण्डान्तर्लीनानां, गर्भस्थानां, मूर्च्छितानां च बुद्धिपूर्वकव्यापारादर्शनेऽपि येन प्रकारेण
जीवत्वं निश्चीयते, तेन प्रकारेणैकेन्द्रियाणामपि, उभयेषामपि बुद्धिपूर्वकव्यापारा-
दर्शनस्य समानत्वादिति
।।११३।।
संबुक्कमादुवाहा संखा सिप्पी अपादगा य किमी
जाणंति रसं फासं जे ते बेइंदिया जीवा ।।११४।।
शम्बूकमातृवाहाः शङ्खाः शुक्त योऽपादकाः च कृमयः
जानन्ति रसं स्पर्शं ये ते द्वीन्द्रियाः जीवाः ।।११४।।
द्वीन्द्रियप्रकारसूचनेयम्
ઇંડાંની અંદર રહેલાં, ગર્ભમાં રહેલાં અને મૂર્છા પામેલાં (પ્રાણીઓ)ના જીવત્વનો,
તેમને બુદ્ધિપૂર્વક વ્યાપાર નહિ જોવામાં આવતો હોવા છતાં, જે પ્રકારે નિશ્ચય કરાય છે,
તે પ્રકારે એકેન્દ્રિયોના જીવત્વનો પણ નિશ્ચય કરાય છે; કારણ કે બંનેમાં બુદ્ધિપૂર્વક વ્યાપારનું
*અદર્શન સમાન છે.
ભાવાર્થજેમ ગર્ભસ્થાદિ પ્રાણીઓમાં, ઈહાપૂર્વક વ્યવહારનો અભાવ હોવા
છતાં, જીવત્વ છે જ, તેમ એકેન્દ્રિયોમાં પણ, ઈહાપૂર્વક વ્યવહારનો અભાવ હોવા છતાં,
જીવત્વ છે જ એમ આગમ, અનુમાન ઇત્યાદિથી નક્કી કરી શકાય છે.
અહીં એમ તાત્પર્ય ગ્રહવું કેજીવ પરમાર્થે સ્વાધીન અનંત જ્ઞાન અને સૌખ્ય
સહિત હોવા છતાં અજ્ઞાન વડે પરાધીન ઇન્દ્રિયસુખમાં આસક્ત થઈને જે કર્મ બાંધે છે
તેના નિમિત્તે પોતાને એકેન્દ્રિય અને દુઃખી કરે છે. ૧૧૩.
શંબૂક, છીપો, માતૃવાહો, શંખ, કૃમિ પગ-વગરના
જે જાણતા રસસ્પર્શને, તે જીવ દ્વીંદ્રિય જાણવા. ૧૧૪.
અન્વયાર્થ[ शम्बूकमातृवाहाः ] શંબૂક, માતૃવાહ, [ शङ्खाः ] શંખ, [ शुक्तयः ] છીપ
[ च ] અને [ अपादकाः कृमयः ] પગ વગરના કૃમિ[ ये ] કે જેઓ [ रसं स्पर्शं ] રસ અને
સ્પર્શને [ जानन्ति ] જાણે છે [ ते ] તેઓ[ द्वीन्द्रियाः जीवाः ] દ્વીન્દ્રિય જીવો છે.
ટીકાઆ, દ્વીન્દ્રિય જીવોના પ્રકારની સૂચના છે.
*
અદર્શન=નહિ જોવામાં આવવું તે

Page 165 of 256
PDF/HTML Page 205 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૬૫
एते स्पर्शनरसनेन्द्रियावरणक्षयोपशमात् शेषेन्द्रियावरणोदये नोइन्द्रियावरणोदये च सति
स्पर्शरसयोः परिच्छेत्तारो द्वीन्द्रिया अमनसो भवन्तीति ।।११४।।
जूगागुंभीमक्कणपिपीलिया विच्छुयादिया कीडा
जाणंति रसं फासं गंधं तेइंदिया जीवा ।।११५।।
यूकाकुम्भीमत्कुणपिपीलिका वृश्चिकादयः कीटाः
जानन्ति रसं स्पर्शं गन्धं त्रीन्द्रियाः जीवाः ।।११५।।
त्रीन्द्रियप्रकारसूचनेयम्
एते स्पर्शनरसनघ्राणेन्द्रियावरणक्षयोपशमात् शेषेन्द्रियावरणोदये नोइन्द्रियावरणोदये च
सति स्पर्शरसगन्धानां परिच्छेत्तारस्त्रीन्द्रिया अमनसो भवन्तीति ।।११५।।
સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિયના (એ બે ભાવેન્દ્રિયોના) આવરણના ક્ષયોપશમને
લીધે તથા બાકીની ઇન્દ્રિયોના (ત્રણ ભાવેન્દ્રિયોના) આવરણનો ઉદય તેમ જ મનના
(ભાવમનના) આવરણનો ઉદય હોવાથી સ્પર્શ અને રસને જાણનારા આ (શંબૂક
વગેરે) જીવો મનરહિત દ્વીન્દ્રિય જીવો છે. ૧૧૪.
જૂ, કુંભી, માકડ, કીડી તેમ જ વૃશ્ચિકાદિક જંતુ જે
રસ, ગંધ તેમ જ સ્પર્શ જાણે, જીવ ત્રીન્દ્રિય તેહ છે. ૧૧૫.
અન્વયાર્થ[ यूकाकुम्भीमत्कुणपिपीलिकाः ] જૂ, કુંભી, માકડ, કીડી અને
[ वृश्चिकादयः ] વીંછી વગેરે [ कीटाः ] જંતુઓ [ रसं स्पर्शं गंधं ] રસ, સ્પર્શ અને ગંધને
[ जानन्ति ] જાણે છે; [ त्रीन्द्रियाः जीवाः ] તે ત્રીન્દ્રિય જીવો છે.
ટીકાઆ, ત્રીન્દ્રિય જીવોના પ્રકારની સૂચના છે.
સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિયના આવરણના ક્ષયોપશમને લીધે તથા
બાકીની ઇન્દ્રિયોના આવરણનો ઉદય તેમ જ મનના આવરણનો ઉદય હોવાથી
સ્પર્શ, રસ અને ગંધને જાણનારા આ (
જૂ વગેરે) જીવો મનરહિત ત્રીન્દ્રિય જીવો
છે. ૧૧૫.

Page 166 of 256
PDF/HTML Page 206 of 296
single page version

૧૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
उद्दंसमसयमक्खियमधुकरिभमरा पयंगमादीया
रूवं रसं च गंधं फासं पुण ते विजाणंति ।।११६।।
उद्दंशमशक मक्षिकामधुक रीभ्रमराः पतङ्गाद्याः
रूपं रसं च गन्धं स्पर्शं पुनस्ते विजानन्ति ।।११६।।
चतुरिन्द्रियप्रकारसूचनेयम्
एते स्पर्शनरसनघ्राणचक्षुरिन्द्रियावरणक्षयोपशमात् श्रोत्रेन्द्रियावरणोदये नोइन्द्रिया-
वरणोदये च सति स्पर्शरसगन्धवर्णानां परिच्छेत्तारश्चतुरिन्द्रिया अमनसो भवन्तीति ।।११६।।
सुरणरणारयतिरिया वण्णरसप्फासगंधसद्दण्हू
जलचरथलचरखचरा बलिया पंचेंदिया जीवा ।।११७।।
મધમાખ, ભ્રમર, પતંગ, માખી, ડાંસ, મચ્છર આદિ જે,
તે જીવ જાણે સ્પર્શને, રસ, ગંધ તેમ જ રૂપને. ૧૧૬.
અન્વયાર્થ[ पुनः ] વળી [ंउद्दंशमशकमक्षिकामधुकरीभ्रमराः ] ડાંસ, મચ્છર,
માખી, મધમાખી, ભમરા અને [ पतङ्गाद्याः ते ] પતંગિયાં વગેરે જીવો [ रूपं ] રૂપ, [ रसं ]
રસ, [ गन्धं ] ગંધ [ च ] અને [ स्पर्शं ] સ્પર્શને [ विजानन्ति ] જાણે છે. (તે ચતુરિંદ્રિય
જીવો છે.)
ટીકાઆ, ચતુરિન્દ્રિય જીવોના પ્રકારની સૂચના છે.
સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, ઘ્રાણેંદ્રિય અને ચક્ષુરિંદ્રિયના આવરણના ક્ષયોપશમને લીધે
તથા શ્રોત્રેંદ્રિયના આવરણનો ઉદય તેમ જ મનના આવરણનો ઉદય હોવાથી સ્પર્શ,
રસ, ગંધ અને વર્ણને જાણનારા આ (
ડાંસ વગેરે) જીવો મનરહિત ચતુરિંદ્રિય જીવો
છે. ૧૧૬.
સ્પર્શાદિ પંચક જાણતાં તિર્યંચ-નારક-સુર-નરો
જળચર, ભૂચર કે ખેચરોબળવાન પંચેંદ્રિય જીવો. ૧૧૭.

Page 167 of 256
PDF/HTML Page 207 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૬૭
सुरनरनारक तिर्यञ्चो वर्णरसस्पर्शगन्धशब्दज्ञाः
जलचरस्थलचरखचरा बलिनः पञ्चेन्द्रिया जीवाः ।।११७।।
पञ्चेन्द्रियप्रकारसूचनेयम्
अथ स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्रेन्द्रियावरणक्षयोपशमात् नोइन्द्रियावरणोदये सति
स्पर्शरसगन्धवर्णशब्दानां परिच्छेत्तारः पञ्चेन्द्रिया अमनस्काः केचित्तु नोइन्द्रियावरणस्यापि
क्षयोपशमात् समनस्काश्च भवन्ति तत्र देवमनुष्यनारकाः समनस्का एव, तिर्यञ्च
उभयजातीया इति ।।११७।।
देवा चउण्णिकाया मणुया पुण कम्मभोगभूमीया
तिरिया बहुप्पयारा णेरइया पुढविभेयगदा ।।११८।।
देवाश्चतुर्णिकायाः मनुजाः पुनः कर्मभोगभूमिजाः
तिर्यञ्चः बहुप्रकाराः नारकाः पृथिवीभेदगताः ।।११८।।
અન્વયાર્થ[ वर्णरसस्पर्शगन्धशब्दज्ञाः ] વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણનારાં
[ सुरनरनारकतिर्यञ्चः ] દેવ-મનુષ્ય-નારક-તિર્યંચ[ जलचरस्थलचरखचराः ] જેઓ જળચર,
સ્થળ-ચર કે ખેચર હોય છે તેઓ[ बलिनः पञ्चेन्द्रियाः जीवाः ] બળવાન પંચેન્દ્રિય જીવો છે.
ટીકાઆ, પંચેન્દ્રિય જીવોના પ્રકારની સૂચના છે.
સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિયના આવરણના
ક્ષયોપશમને લીધે, મનના આવરણનો ઉદય હોતાં, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દને
જાણનારા જીવો મનરહિત પંચેંદ્રિય જીવો છે; કેટલાક (
પંચેંદ્રિય જીવો) તો, તેમને મનના
આવરણનો પણ ક્ષયોપશમ હોવાથી, મનસહિત (પંચેંદ્રિય જીવો) હોય છે.
તેમાં, દેવો, મનુષ્યો અને નારકો મનસહિત જ હોય છે; તિર્યંચો બંને જાતિનાં
(અર્થાત્ મનરહિત તેમ જ મનસહિત) હોય છે. ૧૧૭.
નર કર્મભૂમિજ ભોગભૂમિજ, દેવ ચાર પ્રકારના,
તિર્યંચ બહુવિધ, નારકોના પૃથ્વીગત ભેદો કહ્યા. ૧૧૮.
અન્વયાર્થ[ देवाः चतुर्णिकायाः ] દેવોના ચાર નિકાય છે, [ मनुजाः क र्मभोग-

Page 168 of 256
PDF/HTML Page 208 of 296
single page version

૧૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
इन्द्रियभेदेनोक्तानां जीवानां चतुर्गतिसम्बन्धत्वेनोपसंहारोऽयम्
देवगतिनाम्नो देवायुषश्चोदयाद्देवाः, ते च भवनवासिव्यन्तरज्योतिष्कवैमानिक-
निकायभेदाच्चतुर्धा मनुष्यगतिनाम्नो मनुष्यायुषश्च उदयान्मनुष्याः ते कर्मभोगभूमिज-
भेदात् द्वेधा तिर्यग्गतिनाम्नस्तिर्यगायुषश्च उदयात्तिर्यञ्चः ते पृथिवीशम्बूकयूकोद्दंश-
जलचरोरगपक्षिपरिसर्पचतुष्पदादिभेदादनेकधा नरकगतिनाम्नो नरकायुषश्च उदयान्नारकाः
ते रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातमःप्रभाभूमिजभेदात्सप्तधा तत्र देवमनुष्यनारकाः
भूमिजाः ] મનુષ્યો કર્મભૂમિજ અને ભોગભૂમિજ એમ બે પ્રકારના છે, [ तिर्यञ्चः
बहुप्रकाराः ] તિર્યંચો ઘણા પ્રકારનાં છે [ पुनः ] અને [ नारकाः पृथिवीभेदगताः ] નારકોના
ભેદ તેમની પૃથ્વીઓના ભેદ જેટલા છે.
ટીકાઆ, ઇન્દ્રિયોના ભેદની અપેક્ષાએ કહેવામાં આવેલા જીવોનો
ચતુર્ગતિસંબંધ દર્શાવતાં ઉપસંહાર છે (અર્થાત્ અહીં એકેંદ્રિયદ્વીંદ્રિયાદિરૂપ જીવભેદોનો
ચાર ગતિ સાથે સંબંધ દર્શાવીને તે જીવભેદોનો ઉપસંહાર કરવામાં આવ્યો છે).
દેવગતિનામ અને દેવાયુના ઉદયથી (અર્થાત્ દેવગતિનામકર્મ અને દેવાયુકર્મના
ઉદયના નિમિત્તથી) દેવો હોય છે; તેઓ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક
એવા નિકાયભેદોને લીધે ચાર પ્રકારના છે. મનુષ્યગતિનામ અને મનુષ્યાયુના ઉદયથી
મનુષ્યો હોય છે; તેઓ કર્મભૂમિજ અને ભોગભૂમિજ એવા ભેદોને લીધે બે
પ્રકારના છે. તિર્યંચગતિનામ અને તિર્યંચાયુના ઉદયથી તિર્યંચો હોય છે; તેઓ પૃથ્વી,
શંબૂક, જૂ, ડાંસ, જળચર, ઉરગ, પક્ષી, પરિસર્પ, ચતુષ્પાદ (
ચોપગાં) ઇત્યાદિ ભેદોને
લીધે અનેક પ્રકારનાં છે. નરકગતિનામ અને નરકાયુના ઉદયથી નારકો હોય છે;
તેઓ
રત્નપ્રભાભૂમિજ, શર્કરાપ્રભાભૂમિજ, વાલુકાપ્રભાભૂમિજ, પંકપ્રભાભૂમિજ,
ધૂમપ્રભાભૂમિજ, તમઃપ્રભાભૂમિજ અને મહાતમઃપ્રભાભૂમિજ એવા ભેદોને લીધે સાત
પ્રકારના છે.
તેમાં, દેવો, મનુષ્યો અને નારકો પંચેન્દ્રિય જ હોય છે. તિર્યંચો તો કેટલાંક પંચેન્દ્રિય
૧. નિકાય=સમૂહ
૨. રત્નપ્રભાભૂમિજ=રત્નપ્રભા નામની ભૂમિમાં (પ્રથમ નરકમાં) ઉત્પન્ન થયેલ

Page 169 of 256
PDF/HTML Page 209 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૬૯
पञ्चेन्द्रिया एव तिर्यञ्चस्तु केचित्पञ्चेन्द्रियाः, केचिदेक-द्वि-त्रि-चतुरिन्द्रिया अपीति ।।११८।।
खीणे पुव्वणिबद्धे गदिणामे आउसे य ते वि खलु
पाउण्णंति य अण्णं गदिमाउस्सं सलेस्सवसा ।।११९।।
क्षीणे पूर्वनिबद्धे गतिनाम्नि आयुषि च तेऽपि खलु
प्राप्नुवन्ति चान्यां गतिमायुष्कं स्वलेश्यावशात।।११९।।
गत्यायुर्नामोदयनिर्वृत्तत्वाद्देवत्वादीनामनात्मस्वभावत्वोद्योतनमेतत
क्षीयते हि क्रमेणारब्धफलो गतिनामविशेष आयुर्विशेषश्च जीवानाम् एवमपि
तेषां गत्यन्तरस्यायुरन्तरस्य च कषायानुरञ्जिता योगप्रवृत्तिर्लेश्या भवति बीजं,
હોય છે અને કેટલાંક એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય પણ હોય છે.
ભાવાર્થઅહીં એમ તાત્પર્ય ગ્રહવું કે ચાર ગતિથી વિલક્ષણ, સ્વાત્મોપલબ્ધિ
જેનું લક્ષણ છે એવી જે સિદ્ધગતિ તેની ભાવનાથી રહિત જીવો અથવા સિદ્ધસદ્રશ
નિજશુદ્ધાત્માની ભાવનાથી રહિત જીવો જે ચતુર્ગતિનામકર્મ ઉપાર્જિત કરે છે તેના
ઉદયવશ તેઓ દેવાદિ ગતિઓમાં ઊપજે છે. ૧૧૮.
ગતિનામ ને આયુષ્ય પૂર્વનિબદ્ધ જ્યાં ક્ષય થાય છે,
ત્યાં અન્ય ગતિ-આયુષ્ય પામે જીવ નિજલેશ્યાવશે. ૧૧૯.
અન્વયાર્થ[ पूर्वनिबद्धे ] પૂર્વબદ્ધ [ गतिनाम्नि आयुषि च ] ગતિનામકર્મ અને
આયુષકર્મ [ क्षीणे ] ક્ષીણ થતાં [ ते अपि ] જીવો [ स्वलेश्यावशात् ] પોતાની લેશ્યાને વશ [ खलु ]
ખરેખર [ अन्यां गतिम् आयुष्कं च ] અન્ય ગતિ અને આયુષ [ प्राप्नुवन्ति ] પ્રાપ્ત કરે છે.
ટીકાઅહીં, ગતિનામકર્મ અને આયુષકર્મના ઉદયથી નિષ્પન્ન થતાં હોવાથી
દેવત્વાદિ અનાત્મસ્વભાવભૂત છે (અર્થાત્ દેવપણું, મનુષ્યપણું, તિર્યંચપણું અને નારકપણું
આત્માનો સ્વભાવ નથી) એમ દર્શાવવામાં આવ્યું છે.
જીવોને, જેનું ફળ શરૂ થયું હોય છે એવું અમુક ગતિનામકર્મ અને અમુક
આયુષકર્મ ક્રમે ક્ષય પામે છે. આમ હોવા છતાં તેમને *કષાય-અનુરંજિત યોગપ્રવૃત્તિરૂપ
લેશ્યા અન્ય ગતિ અને અન્ય આયુષનું બીજ થાય છે (અર્થાત્ લેશ્યા અન્ય
*કષાય-અનુરંજિત=કષાયરંજિત; કષાયથી રંગાયેલ. (કષાયથી અનુરંજિત યોગપ્રવૃત્તિ તે લેશ્યા છે.)
પં. ૨૨

Page 170 of 256
PDF/HTML Page 210 of 296
single page version

૧૭૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ततस्तदुचितमेव गत्यन्तरमायुरन्तरञ्च ते प्राप्नुवन्ति एवं क्षीणाक्षीणाभ्यामपि पुनः पुनर्नवी-
भूताभ्यां गतिनामायुःकर्मभ्यामनात्मस्वभावभूताभ्यामपि चिरमनुगम्यमानाः संसरन्त्यात्मानम-
चेतयमाना जीवा इति
।।११९।।
एदे जीवणिकाया देहप्पविचारमस्सिदा भणिदा
देहविहूणा सिद्धा भव्वा संसारिणो अभव्वा य ।।१२०।।
एते जीवनिकाया देहप्रवीचारमाश्रिताः भणिताः
देहविहीनाः सिद्धाः भव्याः संसारिणोऽभव्याश्च ।।१२०।।
ગતિનામકર્મ અને અન્ય આયુષકર્મનું કારણ થાય છે), તેથી તેને ઉચિત જ અન્ય ગતિ
અને અન્ય આયુષ તેઓ પ્રાપ્ત કરે છે. આ રીતે *ક્ષીણ-અક્ષીણપણાને પ્રાપ્ત છતાં
ફરીફરીને નવીન ઉત્પન્ન થતાં એવાં ગતિનામકર્મ અને આયુષકર્મ (પ્રવાહરૂપે)જોકે
તેઓ અનાત્મસ્વભાવભૂત છે તોપણચિરકાળ (જીવોની) સાથે સાથે રહેતાં હોવાથી,
આત્માને નહિ ચેતનારા જીવો સંસરણ કરે છે (અર્થાત્ આત્માને નહિ અનુભવનારા
જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે).
ભાવાર્થજીવોને દેવત્વાદિની પ્રાપ્તિમાં પૌદ્ગલિક કર્મ નિમિત્તભૂત છે તેથી
દેવત્વાદિ જીવનો સ્વભાવ નથી.
[વળી, દેવ મરીને દેવ જ થયા કરે અને મનુષ્ય મરીને મનુષ્ય જ થયા કરે
એ માન્યતાનો પણ અહીં નિષેધ થયો. જીવોને પોતાની લેશ્યાને યોગ્ય જ ગતિનામ-
કર્મ અને આયુષકર્મ બંધાય છે અને તેથી તેને યોગ્ય જ અન્ય ગતિ-આયુષ પ્રાપ્ત થાય
છે.
] ૧૧૯.
આ ઉક્ત જીવનિકાય સર્વે દેહસહિત કહેલ છે,
ને દેહવિરહિત સિદ્ધ છે; સંસારી ભવ્ય-અભવ્ય છે. ૧૨૦.
અન્વયાર્થ[ एते जीवनिकायाः ] આ (પૂર્વોક્ત) જીવનિકાયો [ देहप्रवीचार-
माश्रिताः ] દેહમાં વર્તનારા અર્થાત્ દેહસહિત [ भणिताः ] કહેવામાં આવ્યા છે;
[ देहविहीनाः सिद्धाः ] દેહરહિત એવા સિદ્ધો છે. [ संसारिणः ] સંસારીઓ [ भव्याः अभव्याः
*પહેલાંનાં કર્મ ક્ષીણ થાય છે અને પછીનાં અક્ષીણપણે વર્તે છે.

Page 171 of 256
PDF/HTML Page 211 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૭૧
उक्त जीवप्रपञ्चोपसंहारोऽयम्
एते ह्युक्त प्रकाराः सर्वे संसारिणो देहप्रवीचाराः, अदेहप्रवीचारा भगवन्तः सिद्धाः शुद्धा
जीवाः तत्र देहप्रवीचारत्वादेकप्रकारत्वेऽपि संसारिणो द्विप्रकाराः भव्या अभव्याश्च ते
शुद्धस्वरूपोपलम्भशक्ति सद्भावासद्भावाभ्यां पाच्यापाच्यमुद्गवदभिधीयन्त इति १२०।।
ण हि इंदियाणि जीवा काया पुण छप्पयार पण्णत्ता
जं हवदि तेसु णाणं जीवो त्ति य तं परूवेंति ।।१२१।।
न हीन्द्रियाणि जीवाः कायाः पुनः षट्प्रकाराः प्रज्ञप्ताः
यद्भवति तेषु ज्ञानं जीव इति च तत्प्ररूपयन्ति ।।१२१।।
च ] ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના છે.
ટીકાઆ ઉક્ત (પૂર્વે કહેવામાં આવેલા) જીવવિસ્તારનો ઉપસંહાર છે.
જેમના પ્રકારો (પૂર્વે) કહેવામાં આવ્યા એવા આ સર્વ સંસારીઓ દેહમાં
વર્તનારા (અર્થાત્ દેહસહિત) છે; દેહમાં નહિ વર્તનારા (અર્થાત્ દેહરહિત) એવા
સિદ્ધભગવંતો છેકે જેઓ શુદ્ધ જીવો છે. ત્યાં, દેહમાં વર્તવાની અપેક્ષાએ સંસારી
જીવોનો એક પ્રકાર હોવા છતાં તેઓ ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના છે.
પાચ્ય’ અને ‘અપાચ્ય’ મગની માફક, જેમનામાં શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિની
શક્તિનો સદ્ભાવ છે તેમને ‘ભવ્ય’ અને જેમનામાં શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિની શક્તિનો
અસદ્ભાવ છે તેમને ‘અભવ્ય’ કહેવામાં આવે છે. ૧૨૦.
રે! ઇન્દ્રિયો નહિ જીવ, ષડ્વિધ કાય પણ નહિ જીવ છે;
છે તેમનામાં જ્ઞાન જે બસ તે જ જીવ નિર્દિષ્ટ છે. ૧૨૧.
અન્વયાર્થ[ न हि इंद्रियाणि जीवाः ] (વ્યવહારથી કહેવામાં આવતા
એકેન્દ્રિયાદિ તથા પૃથ્વીકાયિકાદિ ‘જીવો’માં) ઇન્દ્રિયો જીવ નથી અને [ षट्प्रकाराः प्रज्ञप्ताः
कायाः पुनः ] છ પ્રકારની શાસ્ત્રોક્ત કાયો પણ જીવ નથી; [ तेषु ] તેમનામાં [ यद् ज्ञानं
૧. પાચ્ય=પાકવાયોગ્ય; રંધાવાયોગ્ય; ચડી જવાયોગ્ય; કોરડુ ન હોય એવા.
૨. અપાચ્ય=નહિ પાકવાયોગ્ય; રંધાવાનીચડી જવાની યોગ્યતા રહિત; કોરડુ.
૩. ઉપલબ્ધિ=પ્રાપ્તિ; અનુભવ.

Page 172 of 256
PDF/HTML Page 212 of 296
single page version

૧૭
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
व्यवहारजीवत्वैकान्तप्रतिपत्तिनिरासोऽयम्
य इमे एकेन्द्रियादयः पृथिवीकायिकादयश्चानादिजीवपुद्गलपरस्परावगाहमवलोक्य
व्यवहारनयेन जीवप्राधान्याज्जीवा इति प्रज्ञाप्यन्ते निश्चयनयेन तेषु स्पर्शनादीन्द्रियाणि
पृथिव्यादयश्च कायाः जीवलक्षणभूतचैतन्यस्वभावाभावान्न जीवा भवन्तीति तेष्वेव
यत्स्वपरपरिच्छित्तिरूपेण प्रकाशमानं ज्ञानं तदेव गुणगुणिनोः कथञ्चिदभेदाज्जीवत्वेन प्ररूप्यत
इति
।।१२१।।
जाणदि पस्सदि सव्वं इच्छदि सुक्खं बिभेदि दुक्खादो
कुव्वदि हिदमहिदं वा भुंजदि जीवो फलं तेसिं ।।१२२।।
जानाति पश्यति सर्वमिच्छति सौख्यं बिभेति दुःखात
करोति हितमहितं वा भुंक्ते जीवः फलं तयोः ।।१२२।।
भवति ] જે જ્ઞાન છે [ तत् जीवः ] તે જીવ છે [ इति च प्ररूपयन्ति ] એમ (જ્ઞાનીઓ)
પ્રરૂપે છે.
ટીકાઆ, વ્યવહારજીવત્વના એકાંતની *પ્રતિપત્તિનું ખંડન છે (અર્થાત્ જેને
માત્ર વ્યવહારનયથી જીવ કહેવામાં આવે છે તેનો ખરેખર જીવ તરીકે સ્વીકાર કરવો ઉચિત
નથી એમ અહીં સમજાવ્યું છે
).
જે આ એકેન્દ્રિય વગેરે તથા પૃથ્વીકાયિક વગેરે, ‘જીવો’ કહેવામાં આવે છે તે,
અનાદિ જીવ-પુદ્ગલનો પરસ્પર અવગાહ દેખીને વ્યવહારનયથી જીવના પ્રાધાન્ય દ્વારા
(
જીવને મુખ્યતા અર્પીને) ‘જીવો’ કહેવામાં આવે છે. નિશ્ચયનયથી તેમનામાં સ્પર્શનાદિ
ઇન્દ્રિયો તથા પૃથ્વી-આદિ કાયો, જીવના લક્ષણભૂત ચૈતન્યસ્વભાવના અભાવને લીધે, જીવ
નથી; તેમનામાં જ જે સ્વપરની જ્ઞપ્તિરૂપે પ્રકાશતું જ્ઞાન છે તે જ, ગુણ-ગુણીના કથંચિત
અભેદને લીધે, જીવપણે પ્રરૂપવામાં આવે છે. ૧૨૧.
જાણે અને દેખે બધું, સુખ અભિલષે, દુઃખથી ડરે,
હિત-અહિત જીવ કરે અને હિત-અહિતનું ફળ ભોગવે. ૧૨૨.
અન્વયાર્થ[ जीवः ] જીવ [ सर्वम् जानाति पश्यति ] બધું જાણે છે અને દેખે છે,
[ सौख्यम् इच्छति ] સુખને ઇચ્છે છે, [ दुःखात् बिभेति ] દુઃખથી ડરે છે, [ हितम् अहितम्
*
પ્રતિપત્તિ=સ્વીકાર; માન્યતા.

Page 173 of 256
PDF/HTML Page 213 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૭૩
अन्यासाधारणजीवकार्यख्यापनमेतत
चैतन्यस्वभावत्वात्कर्तृस्थायाः क्रियायाः ज्ञप्तेद्रर्शेश्च जीव एव कर्ता, न तत्सम्बन्धः
पुद्गलो, यथाकाशादि सुखाभिलाषक्रियायाः दुःखोद्वेगक्रियायाः स्वसम्वेदितहिताहित-
निर्वर्तनक्रियायाश्च चैतन्यविवर्तरूपसङ्कल्पप्रभवत्वात्स एव कर्ता, नान्यः शुभाशुभ-
कर्मफलभूताया इष्टानिष्टविषयोपभोगक्रियायाश्च सुखदुःखस्वरूपस्वपरिणामक्रियाया इव स एव
कर्ता, नान्यः
एतेनासाधारणकार्यानुमेयत्वं पुद्गलव्यतिरिक्त स्यात्मनो द्योतितमिति ।।१२२।।
करोति ] હિત-અહિતને (શુભ-અશુભ ભાવોને) કરે છે [ वा ] અને [ तयोः फलं भुंक्ते ] તેમના
ફળને ભોગવે છે.
ટીકાઆ, અન્યથી અસાધારણ એવાં જીવકાર્યોનું કથન છે (અર્થાત્ અન્ય
દ્રવ્યોથી અસાધારણ એવાં જે જીવનાં કાર્યો તે અહીં દર્શાવ્યાં છે).
ચૈતન્યસ્વભાવપણાને લીધે, કર્તૃસ્થિત (કર્તામાં રહેલી) ક્રિયાનોજ્ઞપ્તિ તથા
દ્રશિનોજીવ જ કર્તા છે; તેના સંબંધમાં રહેલું પુદ્ગલ તેનું કર્તા નથી, જેમ આકાશાદિ
નથી તેમ. (ચૈતન્યસ્વભાવને લીધે જાણવાની અને દેખવાની ક્રિયાનો જીવ જ કર્તા છે;
જ્યાં જીવ છે ત્યાં ચાર અરૂપી અચેતન દ્રવ્યો પણ છે તોપણ તેઓ જેમ જાણવાની અને
દેખવાની ક્રિયાનાં કર્તા નથી તેમ જીવની સાથે સંબંધમાં રહેલાં કર્મ-નોકર્મરૂપ પુદ્ગલો
પણ તે ક્રિયાનાં કર્તા નથી.
) ચૈતન્યના વિવર્તરૂપ (-પલટારૂપ) સંકલ્પની ઉત્પત્તિ
(જીવમાં) થતી હોવાને લીધે, સુખની અભિલાષારૂપ ક્રિયાનો, દુઃખના ઉદ્વેગરૂપ ક્રિયાનો
તથા સ્વસંવેદિત હિત-અહિતની નિષ્પત્તિરૂપ ક્રિયાનો (પોતાથી ચેતવામાં આવતા શુભ-
અશુભ ભાવોને રચવારૂપ ક્રિયાનો) જીવ જ કર્તા છે; અન્ય નહિ. શુભાશુભ કર્મના
ફળભૂત *ઇષ્ટાનિષ્ટવિષયોપભોગક્રિયાનો, સુખ-દુઃખસ્વરૂપ સ્વપરિણામક્રિયાની માફક,
જીવ જ કર્તા છે; અન્ય નહિ.
આથી એમ સમજાવ્યું કે (ઉપરોક્ત) અસાધારણ કાર્યો દ્વારા પુદ્ગલથી ભિન્ન
એવો આત્મા અનુમેય (અનુમાન કરી શકાવાયોગ્ય) છે.
ભાવાર્થશરીર, ઇન્દ્રિય, મન, કર્મ વગેરે પુદ્ગલો કે અન્ય કોઈ અચેતન
દ્રવ્યો કદાપિ જાણતાં નથી, દેખતાં નથી, સુખને ઇચ્છતાં નથી, દુઃખથી ડરતાં નથી,
*ઇષ્ટાનિષ્ટ વિષયો જેમાં નિમિત્તભૂત હોય છે એવા સુખદુઃખપરિણામોના ઉપભોગરૂપ ક્રિયાને જીવ
કરતો હોવાથી તેને ઇષ્ટાનિષ્ટ વિષયોના ઉપભોગરૂપ ક્રિયાનો કર્તા કહેવામાં આવે છે.

Page 174 of 256
PDF/HTML Page 214 of 296
single page version

૧૭
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
एवमभिगम्म जीवं अण्णेहिं वि पज्जएहिं बहुगेहिं
अभिगच्छदु अज्जीवं णाणंतरिदेहिं लिंगेहिं ।।१२३।।
एवमभिगम्य जीवमन्यैरपि पर्यायैर्बहुकैः
अभिगच्छत्वजीवं ज्ञानान्तरितैर्लिङ्गैः ।।१२३।।
जीवाजीवव्याख्योपसंहारोपक्षेपसूचनेयम्
एवमनया दिशा व्यवहारनयेन कर्मग्रन्थप्रतिपादितजीवगुणमार्गणास्थानादिप्रपञ्चित-
હિત-અહિતમાં પ્રવર્તતાં નથી કે તેમનાં ફળને ભોગવતાં નથી; માટે જે જાણે છે અને
દેખે છે, સુખની ઇચ્છા કરે છે, દુઃખના ભયની લાગણી કરે છે, શુભ-અશુભ
ભાવોમાં પ્રવર્તે છે અને તેમનાં ફળને ભોગવે છે, તે, અચેતન પદાર્થોની સાથે રહ્યો
હોવા છતાં સર્વ અચેતન પદાર્થોની ક્રિયાઓથી તદ્દન વિશિષ્ટ પ્રકારની ક્રિયાઓને
કરનારો, એક વિશિષ્ટ પદાર્થ છે. આમ જીવ નામનો ચૈતન્યસ્વભાવી પદાર્થવિશેષ
કે જેને જ્ઞાનીઓ સ્વયં સ્પષ્ટ અનુભવે છે તેતેની અસાધારણ ક્રિયાઓ દ્વારા અનુમેય
પણ છે. ૧૨૨.
બીજાય બહુ પર્યાયથી એ રીત જાણી જીવને,
જાણો અજીવપદાર્થ જ્ઞાનવિભિન્ન જડ લિંગો વડે. ૧૨૩.
અન્વયાર્થ[ एवम् ] એ રીતે [ अन्यैः अपि बहुकैः पर्यायैः ] બીજા પણ બહુ
પર્યાયો વડે [ जीवम् अभिगम्य ] જીવને જાણીને [ ज्ञानान्तरितैः लिङ्गैः ] જ્ઞાનથી અન્ય એવાં
(જડ) લિંગો વડે [ अजीवम् अभिगच्छतु ] અજીવને જાણો.
ટીકાઆ, જીવ-વ્યાખ્યાનના ઉપસંહારની અને અજીવ-વ્યાખ્યાનના પ્રારંભની
સૂચના છે.
એ રીતે આ નિર્દેશ પ્રમાણે (અર્થાત્ ઉપર સંક્ષેપમાં સમજાવ્યા પ્રમાણે),
() વ્યવહારનયથી કર્મગ્રંથપ્રતિપાદિત જીવસ્થાનગુણસ્થાનમાર્ગણાસ્થાન ઇત્યાદિ
૧. કર્મગ્રંથપ્રતિપાદિત=ગોમ્મટસારાદિ કર્મપદ્ધતિના ગ્રંથોમાં પ્રરૂપવામાંનિરૂપવામાં આવેલાં

Page 175 of 256
PDF/HTML Page 215 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૭૫
विचित्रविकल्परूपैः, निश्चयनयेन मोहरागद्वेषपरिणतिसम्पादितविश्वरूपत्वात्कदाचिदशुद्धैः
कदाचित्तदभावाच्छुद्धैश्चैतन्यविवर्तग्रन्थिरूपैर्बहुभिः पर्यायैः जीवमधिगच्छेत
अधिगम्य चैवम-
चैतन्यस्वभावत्वात् ज्ञानादर्थान्तरभूतैरितः प्रपञ्च्यमानैर्लिङ्गैर्जीवसम्बद्धमसम्बद्धं वा स्वतो भेद-
बुद्धिप्रसिद्धयर्थमजीवमधिगच्छेदिति ।।१२३।।
इति जीवपदार्थव्याख्यानं समाप्तम्
अथ अजीवपदार्थव्याख्यानम्
आगासकालपोग्गलधम्माधम्मेसु णत्थि जीवगुणा
तेसिं अचेदणत्तं भणिदं जीवस्स चेदणदा ।।१२४।।
દ્વારા પ્રપંચિત વિચિત્ર ભેદરૂપ બહુ પર્યાયો વડે, તથા () નિશ્ચયનયથી મોહરાગ-
દ્વેષપરિણતિસંપ્રાપ્ત વિશ્વરૂપતાને લીધે કદાચિત્ અશુદ્ધ (એવા) અને કદાચિત્ તેના
(મોહરાગદ્વેષપરિણતિના) અભાવને લીધે શુદ્ધ એવા ચૈતન્યવિવર્તગ્રંથિરૂપ બહુ પર્યાયો
વડે, જીવને જાણો. એ રીતે જીવને જાણીને, અચૈતન્યસ્વભાવને લીધે, જ્ઞાનથી
અર્થાંતરભૂત એવાં, અહીંથી (હવેની ગાથાઓમાં) કહેવામાં આવતાં લિંગો વડે, જીવ-
સંબદ્ધ કે જીવ-અસંબદ્ધ અજીવને, પોતાથી ભેદબુદ્ધિની પ્રસિદ્ધિ અર્થે, જાણો. ૧૨૩.
આ રીતે જીવપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે અજીવપદાર્થનું વ્યાખ્યાન છે.
છે જીવગુણ નહિ આભ-ધર્મ-અધર્મ-પુદ્ગલ-કાળમાં;
તેમાં અચેતનતા કહી, ચેતનપણું કહ્યું જીવમાં. ૧૨૪.
૧. પ્રપંચિત=વિસ્તારથી કહેવામાં આવેલા
૨. મોહરાગદ્વેષપરિણતિને લીધે જીવને વિશ્વરૂપતા અર્થાત્ અનેકરૂપતા પ્રાપ્ત થાય છે.
૩. ગ્રંથિ=ગાંઠ. [જીવના કદાચિત્ અશુદ્ધ અને કદાચિત્ શુદ્ધ એવા પર્યાયો ચૈતન્યવિવર્તનીચૈતન્ય-
પરિણમનનીગ્રંથિઓ છે; નિશ્ચયનયથી તેમના વડે જીવને જાણો.]
૪. જ્ઞાનથી અર્થાંતરભૂત=જ્ઞાનથી અન્યવસ્તુભૂત; જ્ઞાનથી અન્ય અર્થાત્ જડ. [અજીવનો સ્વભાવ અચૈતન્ય
હોવાને લીધે જ્ઞાનથી અન્ય એવાં જડ ચિહ્નો વડે તે જણાય છે.]
૫. જીવ સાથે સંબદ્ધ કે જીવ સાથે અસંબદ્ધ એવા અજીવને જાણવાનું પ્રયોજન એ છે કે સમસ્ત અજીવ
પોતાથી (સ્વજીવથી) તદ્દન ભિન્ન છે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય.

Page 176 of 256
PDF/HTML Page 216 of 296
single page version

૧૭
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
आकाशकालपुद्गलधर्माधर्मेषु न सन्ति जीवगुणाः
तेषामचेतनत्वं भणितं जीवस्य चेतनता ।।१२४।।
आकाशादीनामेवाजीवत्वे हेतूपन्यासोऽयम्
आकाशकालपुद्गलधर्माधर्मेषु चैतन्यविशेषरूपा जीवगुणा नो विद्यन्ते, आकाशादीनां
तेषामचेतनत्वसामान्यत्वात अचेतनत्वसामान्यञ्चाकाशादीनामेव, जीवस्यैव चेतनत्व-
सामान्यादिति ।।१२४।।
सुहदुक्खजाणणा वा हिदपरियम्मं च अहिदभीरुत्तं
जस्स ण विज्जदि णिच्चं तं समणा बेंति अज्जीवं ।।१२५।।
सुखदुःखज्ञानं वा हितपरिकर्म चाहितभीरुत्वम्
यस्य न विद्यते नित्यं तं श्रमणा ब्रुवन्त्यजीवम् ।।१२५।।
आकाशादीनामचेतनत्वसामान्ये पुनरनुमानमेतत
અન્વયાર્થ[ आकाशकालपुद्गलधर्माधर्मेषु ] આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને
અધર્મમાં [ जीवगुणाः न सन्ति ] જીવના ગુણો નથી; (કારણ કે) [ तेषाम् अचेतनत्वं भणितम् ]
તેમને અચેતનપણું કહ્યું છે, [ जीवस्य चेतनता ] જીવને ચેતનતા કહી છે.
ટીકાઆ, આકાશાદિનું જ અજીવપણું દર્શાવવા માટે હેતુનું કથન છે.
આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મમાં ચૈતન્યવિશેષોરૂપ જીવગુણો વિદ્યમાન
નથી; કારણ કે તે આકાશાદિને અચેતનત્વસામાન્ય છે. અને અચેતનત્વસામાન્ય આકાશાદિને
જ છે, કેમકે જીવને જ ચેતનત્વસામાન્ય છે. ૧૨૪.
સુખદુઃખસંચેતન, અહિતની ભીતિ, ઉદ્યમ હિત વિષે
જેને કદી હોતાં નથી, તેને અજીવ શ્રમણો કહે. ૧૨૫.
અન્વયાર્થ[ सुखदुःखज्ञानं वा ] સુખદુઃખનું જ્ઞાન, [ हितपरिकर्म ] હિતનો ઉદ્યમ
[ च ] અને [ अहितभीरुत्वम् ] અહિતનો ભય[ यस्य नित्यं न विद्यते ] એ જેને સદાય હોતાં
નથી, [ तम् ] તેને [ श्रमणाः ] શ્રમણો [ अजीवम् ब्रुवन्ति ] અજીવ કહે છે.
ટીકાઆ વળી, આકાશાદિનું અચેતનત્વસામાન્ય નક્કી કરવા માટે અનુમાન છે.

Page 177 of 256
PDF/HTML Page 217 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૭૭
सुखदुःखज्ञानस्य हितपरिकर्मणोऽहितभीरुत्वस्य चेति चैतन्यविशेषाणां नित्यमनुप-
लब्धेरविद्यमानचैतन्यसामान्या एवाकाशादयोऽजीवा इति ।।१२५।।
संठाणा संघादा वण्णरसप्फासगंधसद्दा य
पोग्गलदव्वप्पभवा होंति गुणा पज्जया य बहू ।।१२६।।
अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसद्दं
जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं ।।१२७।।
આકાશાદિને સુખદુઃખનું જ્ઞાન, *હિતનો ઉદ્યમ અને અહિતનો ભય
ચૈતન્યવિશેષોની સદા અનુપલબ્ધિ છે (અર્થાત્ એ ચૈતન્યવિશેષો આકાશાદિને કોઈ કાળે
જોવામાં આવતા નથી), તેથી (એમ નક્કી થાય છે કે) આકાશાદિ અજીવોને ચૈતન્યસામાન્ય
વિદ્યમાન નથી જ.
ભાવાર્થઃજેને ચેતનત્વસામાન્ય હોય તેને ચેતનત્વવિશેષો હોવા જ જોઈએ. જેને
ચેતનત્વવિશેષો ન હોય તેને ચેતનત્વસામાન્ય પણ ન જ હોય. હવે, આકાશાદિ પાંચ દ્રવ્યોને
સુખદુઃખનું સંચેતન, હિત અર્થે પ્રયત્ન અને અહિતની ભીતિ
એ ચેતનત્વવિશેષો કદીયે
જોવામાં આવતા નથી; તેથી નક્કી થાય છે કે આકાશાદિને ચેતનત્વસામાન્ય પણ નથી,
અર્થાત
્ અચેતનત્વસામાન્ય જ છે. ૧૨૫.
સંસ્થાન-સંઘાતો, વરણ-રસ-ગંધ-શબ્દ-સ્પર્શ જે,
તે બહુ ગુણો ને પર્યયો પુદ્ગલદરવનિષ્પન્ન છે. ૧૨૬.
જે ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે,
નિર્દિષ્ટ નહિ સંસ્થાન, ઇન્દ્રિયગ્રાહ્ય નહિ, તે જીવ છે. ૧૨૭.
*હિત અને અહિત વિષે આચાર્યવર શ્રી જયસેનાચાર્યદેવકૃત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં નીચે પ્રમાણે
વિવરણ છેઃ
અજ્ઞાની જીવો ફૂલની માળા, સ્ત્રી, ચંદન વગેરેને તથા તેમનાં કારણભૂત દાનપૂજાદિને હિત
સમજે છે અને સર્પ, વિષ, કંટક વગેરેને અહિત સમજે છે. સમ્યગ્જ્ઞાની જીવો અક્ષય અનંત સુખને
તથા તેના કારણભૂત નિશ્ચયરત્નત્રયપરિણત પરમાત્મદ્રવ્યને હિત સમજે છે અને આકુળતાના ઉત્પાદક
એવા દુઃખને તથા તેના કારણભૂત મિથ્યાત્વરાગાદિપરિણત આત્મદ્રવ્યને અહિત સમજે છે.
પં. ૨૩

Page 178 of 256
PDF/HTML Page 218 of 296
single page version

૧૭
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
संस्थानानि संघाताः वर्णरसस्पर्शगन्धशब्दाश्च
पुद्गलद्रव्यप्रभवा भवन्ति गुणाः पर्यायाश्च बहवः ।।१२६।।
अरसमरूपमगन्धमव्यक्तं चेतनागुणमशब्दम्
जानीह्यलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम् ।।१२७।।
जीवपुद्गलयोः संयोगेऽपि भेदनिबन्धनस्वरूपाख्यानमेतत
यत्खलु शरीरशरीरिसंयोगे स्पर्शरसगन्धवर्णगुणत्वात्सशब्दत्वात्संस्थानसङ्घातादिपर्याय-
परिणतत्वाच्च इन्द्रियग्रहणयोग्यं, तत्पुद्गलद्रव्यम् यत्पुनरस्पर्शरसगन्धवर्णगुणत्वादशब्दत्वाद-
निर्दिष्टसंस्थानत्वादव्यक्त त्वादिपर्यायैः परिणतत्वाच्च नेन्द्रियग्रहणयोग्यं, तच्चेतनागुणत्वात
અન્વયાર્થઃ[ संस्थानानि ] (સમચતુરસ્રાદિ) સંસ્થાનો, [ संघाताः ]
(ઔદારિકાદિ શરીર સંબંધી) સંઘાતો, [ वर्णरसस्पर्शगन्धशब्दाः च ] વર્ણ, રસ, સ્પર્શ, ગંધ
અને શબ્દ[ बहवः गुणाः पर्यायाः च ] એમ જે બહુ ગુણો અને પર્યાયો છે,
[ पुद्गलद्रव्यप्रभवाः भवन्ति ] તે પુદ્ગલદ્રવ્યનિષ્પન્ન છે.
[ अरसम् अरूपम् अगन्धम् ] જે અરસ, અરૂપ તથા અગંધ છે, [ अव्यक्तम् ] અવ્યક્ત
છે, [ अशब्दम् ] અશબ્દ છે, [ अनिर्दिष्टसंस्थानम् ] અનિર્દિષ્ટસંસ્થાન છે (અર્થાત્ જેનું કોઈ
સંસ્થાન કહ્યું નથી એવો છે), [ चेतनागुणम् ] ચેતનાગુણવાળો છે અને [ अलिङ्गग्रहणम् ]
ઇંદ્રિયો વડે અગ્રાહ્ય છે, [ जीवं जानीहि ] તે જીવ જાણો.
ટીકાઃજીવ-પુદ્ગલના સંયોગમાં પણ, તેમના ભેદના કારણભૂત સ્વરૂપનું આ
કથન છે (અર્થાત્ જીવ અને પુદ્ગલના સંયોગમાં પણ, જે વડે તેમનો ભેદ જાણી શકાય
છે એવા તેમના ભિન્નભિન્ન સ્વરૂપનું આ કથન છે).
શરીર અને શરીરીના સંયોગમાં, () જે ખરેખર સ્પર્શ-રસ-ગંધ-વર્ણગુણવાળું
હોવાને લીધે, સશબ્દ હોવાને લીધે તથા સંસ્થાન-સંઘાતાદિ પર્યાયોરૂપે પરિણત હોવાને
લીધે ઇન્દ્રિયગ્રહણયોગ્ય છે, તે પુદ્ગલદ્રવ્ય છે; અને (
) જે સ્પર્શ-રસ-ગંધ-વર્ણગુણ વિનાનું
હોવાને લીધે, અશબ્દ હોવાને લીધે, અનિર્દિષ્ટસંસ્થાન હોવાને લીધે તથા અવ્યક્તત્વાદિ
૧. શરીરી = દેહી; શરીરવાળો (અર્થાત્ આત્મા).
૨. અવ્યક્તત્વાદિ = અવ્યક્તત્વ વગેરે; અપ્રકટત્વ વગેરે.

Page 179 of 256
PDF/HTML Page 219 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૭૯
रूपिभ्योऽरूपिभ्यश्चाजीवेभ्यो विशिष्टं जीवद्रव्यम् एवमिह जीवाजीवयोर्वास्तवो भेदः
सम्यग्ज्ञानिनां मार्गप्रसिद्धयर्थं प्रतिपादित इति ।।१२६१२७।।
इति अजीवपदार्थव्याख्यानं समाप्तम्
उक्तौ मूलपदार्थौ अथ संयोगपरिणामनिर्वृत्तेतरसप्तपदार्थानामुपोद्घातार्थं जीवपुद्गल-
कर्मचक्रमनुवर्ण्यते
जो खलु संसारत्थो जीवो तत्तो दु होदि परिणामो
परिणामादो कम्मं कम्मादो होदि गदिसु गदी ।।१२८।।
પર્યાયોરૂપે પરિણત હોવાને લીધે ઇન્દ્રિયગ્રહણયોગ્ય નથી, તે, ચેતનાગુણમયપણાને લીધે
રૂપી તેમ જ અરૂપી અજીવોથી
*વિશિષ્ટ (ભિન્ન) એવું જીવદ્રવ્ય છે.
આ રીતે અહીં જીવ અને અજીવનો વાસ્તવિક ભેદ સમ્યગ્જ્ઞાનીઓના માર્ગની
પ્રસિદ્ધિ અર્થે પ્રતિપાદિત કરવામાં આવ્યો.
[ભાવાર્થઃઅનાદિ મિથ્યાવાસનાને લીધે જીવોને પોતે કોણ છે તેનું વાસ્તવિક
જ્ઞાન નથી અને પોતાને શરીરાદિરૂપ માને છે. તેમને જીવદ્રવ્ય અને અજીવદ્રવ્યનો
વાસ્તવિક ભેદ દર્શાવી મુક્તિનો માર્ગ પ્રાપ્ત કરાવવા અર્થે અહીં જડ પુદ્ગલદ્રવ્યનાં અને
ચેતન જીવદ્રવ્યનાં વીતરાગસર્વજ્ઞકથિત લક્ષણો કહેવામાં આવ્યાં. જે જીવ તે લક્ષણો જાણી,
પોતાને એક સ્વતઃસિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય તરીકે ઓળખી, ભેદવિજ્ઞાની અનુભવી થાય છે,
તે નિજાત્મદ્રવ્યમાં લીન થઈ મોક્ષમાર્ગને સાધી શાશ્વત નિરાકુળ સુખનો ભોક્તા થાય
છે.
] ૧૨૬૧૨૭.
આ રીતે અજીવપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
બે મૂળપદાર્થો કહેવામાં આવ્યા. હવે (તેમના) સંયોગપરિણામથી નિષ્પન્ન થતા
અન્ય સાત પદાર્થોના ઉપોદ્ઘાત અર્થે જીવકર્મ અને પુદ્ગલકર્મનું ચક્ર વર્ણવવામાં આવે છે.
સંસારગત જે જીવ છે પરિણામ તેને થાય છે,
પરિણામથી કર્મો, કરમથી ગમન ગતિમાં થાય છે; ૧૨૮.
*વિશિષ્ટ = ભિન્ન; વિલક્ષણ; ખાસ પ્રકારનું.

Page 180 of 256
PDF/HTML Page 220 of 296
single page version

૧૮૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
गदिमधिगदस्स देहो देहादो इंदियाणि जायंते
तेहिं दु विसयग्गहणं तत्तो रागो व दोसो वा ।।१२९।।
जायदि जीवस्सेवं भावो संसारचक्कवालम्मि
इदि जिणवरेहिं भणिदो अणादिणिधणो सणिधणो वा ।।१३०।।
यः खलु संसारस्थो जीवस्ततस्तु भवति परिणामः
परिणामात्कर्म कर्मणो भवति गतिषु गतिः ।।१२८।।
गतिमधिगतस्य देहो देहादिन्द्रियाणि जायन्ते
तैस्तु विषयग्रहणं ततो रागो वा द्वेषो वा ।।१२९।।
जायते जीवस्यैवं भावः संसारचक्रवाले
इति जिनवरैर्भणितोऽनादिनिधनः सनिधनो वा ।।१३०।।
इह हि संसारिणो जीवादनादिबन्धनोपाधिवशेन स्निग्धः परिणामो भवति
ગતિપ્રાપ્તને તન થાય, તનથી ઇન્દ્રિયો વળી થાય છે,
એનાથી વિષય ગ્રહાય, રાગદ્વેષ તેથી થાય છે. ૧૨૯.
એ રીત ભાવ અનાદિનિધન અનાદિસાંત થયા કરે
સંસારચક્ર વિષે જીવોનેએમ જિનદેવો કહે. ૧૩૦.
અન્વયાર્થઃ[ यः ] જે [ खलु ] ખરેખર [ संसारस्थः जीवः ] સંસારસ્થિત જીવ છે
[ ततः तु परिणामः भवति ] તેનાથી પરિણામ થાય છે (અર્થાત્ તેને સ્નિગ્ધ પરિણામ થાય
છે), [ परिणामात् कर्म ] પરિણામથી કર્મ અને [ कर्मणः ] કર્મથી [ गतिषु गतिः भवति ]
ગતિઓમાં ગમન થાય છે.
[ ़गतिम् अधिगतस्य देहः ] ગતિપ્રાપ્તને દેહ થાય છે, [ देहात् इन्द्रियाणि जायन्ते ] દેહથી
ઇન્દ્રિયો થાય છે, [ तैः तु विषयग्रहणं ] ઇન્દ્રિયોથી વિષયગ્રહણ અને [ ततः रागः वा द्वेषः
वा ] વિષયગ્રહણથી રાગ અથવા દ્વેષ થાય છે.
[ एवं भावः ] એ પ્રમાણે ભાવ, [ संसारचक्रवाले ] સંસારચક્રમાં [ जीवस्य ] જીવને
[ अनादिनिधनः सनिधनः वा ] અનાદિ-અનંત અથવા અનાદિ-સાંત [ जायते ] થયા કરે
છે[ इति जिनवरैः भणितः ] એમ જિનવરોએ કહ્યું છે.