Page 161 of 256
PDF/HTML Page 201 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
पुद्गलपरिणामा बन्धवशाज्जीवानुसंश्रिताः, अवान्तरजातिभेदाद्बहुका अपि स्पर्शनेन्द्रिया- वरणक्षयोपशमभाजां जीवानां बहिरङ्गस्पर्शनेन्द्रियनिर्वृत्तिभूताः कर्मफलचेतनाप्रधान-
અન્વયાર્થઃ — [ पृथिवी ] પૃથ્વીકાય, [ उदकम् ] અપ્કાય, [ अग्निः ] અગ્નિકાય, [ वायुः ] વાયુકાય [ च ] અને [ वनस्पतिः ] વનસ્પતિકાય — [ कायाः ] એ કાયો [ जीवसंश्रिताः ] જીવસહિત છે. [ बहुकाः अपि ते ] (અવાંતર જાતિઓની અપેક્ષાએ) તેમની ઘણી સંખ્યા હોવા છતાં તેઓ બધીયે [ तेषाम् ] તેમાં રહેલા જીવોને [ खलु ] ખરેખર [ मोहबहुलं ] પુષ્કળ મોહથી સંયુક્ત [ स्पर्शं ददति ] સ્પર્શ આપે છે (અર્થાત્ સ્પર્શજ્ઞાનમાં નિમિત્ત થાય છે).
ટીકાઃ — આ, (સંસારી જીવોના ભેદોમાંથી) પૃથ્વીકાયિક વગેરે પાંચ ભેદોનું કથન છે.
૧પૃથ્વીકાય, અપ્કાય, તેજઃકાય, વાયુકાય અને વનસ્પતિકાય — એવા આ પુદ્ગલ- પરિણામો બંધવશાત્ (બંધને લીધે) જીવસહિત છે. ૨અવાંતર જાતિરૂપ ભેદો પાડતાં તેઓ ઘણા હોવા છતાં તે બધાય (પુદ્ગલપરિણામો), સ્પર્શનેંદ્રિયાવરણના ક્ષયોપશમવાળા જીવોને બહિરંગ સ્પર્શનેંદ્રિયની રચનાભૂત વર્તતા થકા, કર્મફળચેતનાપ્રધાનપણાને લીધે ૧. કાય=શરીર. (પૃથ્વીકાય વગેરે કાયો પુદ્ગલપરિણામો છે; તેમનો જીવ સાથે બંધ હોવાને લીધે તેઓ
જીવસહિત હોય છે.) ૨. અવાંતર જાતિ=પેટા-જાતિ. (પૃથ્વીકાય, અપ્કાય, તેજઃકાય અને વાયુકાય — એ ચારમાંના દરેકના
સાત લાખ પેટા-જાતિરૂપ ભેદો છે; વનસ્પતિકાયના દસ લાખ ભેદો છે.) પં. ૨૧
Page 162 of 256
PDF/HTML Page 202 of 296
single page version
૧૬૨
त्वान्मोहबहुलमेव स्पर्शोपलम्भं सम्पादयन्तीति ।।११०।।
અન્વયાર્થઃ — [ तेषु ] તેમાં, [ त्रयः ] ત્રણ (પૃથ્વીકાયિક, અપ્કાયિક ને વનસ્પતિ- કાયિક) જીવો [ स्थावरतनुयोगाः ] સ્થાવર શરીરના સંયોગવાળા છે [ च ] તથા [ अनिलानलकायिकाः ] વાયુકાયિક ને અગ્નિકાયિક જીવો [ त्रसाः ] ૨ત્રસ છે; [ मनःपरिणामविरहिताः ] તે બધા મનપરિણામરહિત [ एकेन्द्रियाः जीवाः ] એકેંદ્રિય જીવો [ ज्ञेयाः ] જાણવા. ૧૧૧.
૧. સ્પર્શોપલબ્ધિ=સ્પર્શની ઉપલબ્ધિ; સ્પર્શનું જ્ઞાન; સ્પર્શનો અનુભવ. [પૃથ્વીકાયિક વગેરે જીવોને
સ્પર્શનેંદ્રિયની રચનારૂપ હોય છે, તેથી તે તે કાયો તે તે જીવોને સ્પર્શની ઉપલબ્ધિમાં નિમિત્તભૂત થાય છે. તે જીવોને થતી તે સ્પર્શોપલબ્ધિ પ્રબળ મોહ સહિત જ હોય છે, કારણ કે તે જીવો કર્મફળચેતનાપ્રધાન હોય છે.] ૨. વાયુકાયિક અને અગ્નિકાયિક જીવોને ચલનક્રિયા દેખીને વ્યવહારથી ત્રસ કહેવામાં આવે છે; નિશ્ચયથી
Page 163 of 256
PDF/HTML Page 203 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
नोइन्द्रियावरणोदये च सत्येकेन्द्रिया अमनसो भवन्तीति ।।११२।।
અન્વયાર્થઃ — [ एते ] આ [ पृथिवीकायिकाद्याः ] પૃથ્વીકાયિક વગેરે [ पञ्चविधाः ] પાંચ પ્રકારના [ जीवनिकायाः ] જીવનિકાયોને [ मनःपरिणामविरहिताः ] મનપરિણામરહિત [ एकेन्द्रियाः जीवाः ] એકેંદ્રિય જીવો [ भणिताः ] (સર્વજ્ઞે) કહ્યા છે.
પૃથ્વીકાયિક વગેરે જીવો, સ્પર્શનેંદ્રિયના ( – ભાવસ્પર્શનેંદ્રિયના) આવરણના ક્ષયોપશમને લીધે તથા બાકીની ઇન્દ્રિયોના ( – ચાર ભાવેંદ્રિયોના) આવરણનો ઉદય તેમ જ મનના ( – ભાવમનના) આવરણનો ઉદય હોવાથી, મનરહિત એકેંદ્રિય છે. ૧૧૨.
અન્વયાર્થઃ — [ अण्डेषु प्रवर्धमानाः ] ઇંડાંમાં વૃદ્ધિ પામતાં પ્રાણીઓ, [ गर्भस्थाः ] ગર્ભમાં રહેલાં પ્રાણીઓ [ च ] અને [ मूर्च्छां गताः मानुषाः ] મૂર્છા પામેલા મનુષ્યો, [ याद्रशाः ] જેવાં (બુદ્ધિપૂર્વક વ્યાપાર વિનાનાં) છે, [ ताद्रशाः ] તેવા [ एकेन्द्रियाः जीवाः ] એકેંદ્રિય જીવો [ ज्ञेयाः ] જાણવા.
Page 164 of 256
PDF/HTML Page 204 of 296
single page version
૧૬
अण्डान्तर्लीनानां, गर्भस्थानां, मूर्च्छितानां च बुद्धिपूर्वकव्यापारादर्शनेऽपि येन प्रकारेण जीवत्वं निश्चीयते, तेन प्रकारेणैकेन्द्रियाणामपि, उभयेषामपि बुद्धिपूर्वकव्यापारा- दर्शनस्य समानत्वादिति ।।११३।।
ઇંડાંની અંદર રહેલાં, ગર્ભમાં રહેલાં અને મૂર્છા પામેલાં (પ્રાણીઓ)ના જીવત્વનો, તેમને બુદ્ધિપૂર્વક વ્યાપાર નહિ જોવામાં આવતો હોવા છતાં, જે પ્રકારે નિશ્ચય કરાય છે, તે પ્રકારે એકેન્દ્રિયોના જીવત્વનો પણ નિશ્ચય કરાય છે; કારણ કે બંનેમાં બુદ્ધિપૂર્વક વ્યાપારનું *અદર્શન સમાન છે.
ભાવાર્થઃ — જેમ ગર્ભસ્થાદિ પ્રાણીઓમાં, ઈહાપૂર્વક વ્યવહારનો અભાવ હોવા છતાં, જીવત્વ છે જ, તેમ એકેન્દ્રિયોમાં પણ, ઈહાપૂર્વક વ્યવહારનો અભાવ હોવા છતાં, જીવત્વ છે જ એમ આગમ, અનુમાન ઇત્યાદિથી નક્કી કરી શકાય છે.
અહીં એમ તાત્પર્ય ગ્રહવું કે — જીવ પરમાર્થે સ્વાધીન અનંત જ્ઞાન અને સૌખ્ય સહિત હોવા છતાં અજ્ઞાન વડે પરાધીન ઇન્દ્રિયસુખમાં આસક્ત થઈને જે કર્મ બાંધે છે તેના નિમિત્તે પોતાને એકેન્દ્રિય અને દુઃખી કરે છે. ૧૧૩.
— જે જાણતા રસસ્પર્શને, તે જીવ દ્વીંદ્રિય જાણવા. ૧૧૪.
અન્વયાર્થઃ — [ शम्बूकमातृवाहाः ] શંબૂક, માતૃવાહ, [ शङ्खाः ] શંખ, [ शुक्तयः ] છીપ [ च ] અને [ अपादकाः कृमयः ] પગ વગરના કૃમિ — [ ये ] કે જેઓ [ रसं स्पर्शं ] રસ અને સ્પર્શને [ जानन्ति ] જાણે છે [ ते ] તેઓ — [ द्वीन्द्रियाः जीवाः ] દ્વીન્દ્રિય જીવો છે.
ટીકાઃ — આ, દ્વીન્દ્રિય જીવોના પ્રકારની સૂચના છે. *અદર્શન=નહિ જોવામાં આવવું તે
Page 165 of 256
PDF/HTML Page 205 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
एते स्पर्शनरसनेन्द्रियावरणक्षयोपशमात् शेषेन्द्रियावरणोदये नोइन्द्रियावरणोदये च सति स्पर्शरसयोः परिच्छेत्तारो द्वीन्द्रिया अमनसो भवन्तीति ।।११४।।
सति स्पर्शरसगन्धानां परिच्छेत्तारस्त्रीन्द्रिया अमनसो भवन्तीति ।।११५।।
સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિયના ( – એ બે ભાવેન્દ્રિયોના) આવરણના ક્ષયોપશમને લીધે તથા બાકીની ઇન્દ્રિયોના ( – ત્રણ ભાવેન્દ્રિયોના) આવરણનો ઉદય તેમ જ મનના ( – ભાવમનના) આવરણનો ઉદય હોવાથી સ્પર્શ અને રસને જાણનારા આ (શંબૂક વગેરે) જીવો મનરહિત દ્વીન્દ્રિય જીવો છે. ૧૧૪.
અન્વયાર્થઃ — [ यूकाकुम्भीमत्कुणपिपीलिकाः ] જૂ, કુંભી, માકડ, કીડી અને [ वृश्चिकादयः ] વીંછી વગેરે [ कीटाः ] જંતુઓ [ रसं स्पर्शं गंधं ] રસ, સ્પર્શ અને ગંધને [ जानन्ति ] જાણે છે; [ त्रीन्द्रियाः जीवाः ] તે ત્રીન્દ્રિય જીવો છે.
સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિયના આવરણના ક્ષયોપશમને લીધે તથા બાકીની ઇન્દ્રિયોના આવરણનો ઉદય તેમ જ મનના આવરણનો ઉદય હોવાથી સ્પર્શ, રસ અને ગંધને જાણનારા આ (જૂ વગેરે) જીવો મનરહિત ત્રીન્દ્રિય જીવો છે. ૧૧૫.
Page 166 of 256
PDF/HTML Page 206 of 296
single page version
૧૬
वरणोदये च सति स्पर्शरसगन्धवर्णानां परिच्छेत्तारश्चतुरिन्द्रिया अमनसो भवन्तीति ।।११६।।
અન્વયાર્થઃ — [ पुनः ] વળી [ंउद्दंशमशकमक्षिकामधुकरीभ्रमराः ] ડાંસ, મચ્છર, માખી, મધમાખી, ભમરા અને [ पतङ्गाद्याः ते ] પતંગિયાં વગેરે જીવો [ रूपं ] રૂપ, [ रसं ] રસ, [ गन्धं ] ગંધ [ च ] અને [ स्पर्शं ] સ્પર્શને [ विजानन्ति ] જાણે છે. (તે ચતુરિંદ્રિય જીવો છે.)
સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, ઘ્રાણેંદ્રિય અને ચક્ષુરિંદ્રિયના આવરણના ક્ષયોપશમને લીધે તથા શ્રોત્રેંદ્રિયના આવરણનો ઉદય તેમ જ મનના આવરણનો ઉદય હોવાથી સ્પર્શ, રસ, ગંધ અને વર્ણને જાણનારા આ (ડાંસ વગેરે) જીવો મનરહિત ચતુરિંદ્રિય જીવો છે. ૧૧૬.
Page 167 of 256
PDF/HTML Page 207 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
स्पर्शरसगन्धवर्णशब्दानां परिच्छेत्तारः पञ्चेन्द्रिया अमनस्काः । केचित्तु नोइन्द्रियावरणस्यापि क्षयोपशमात् समनस्काश्च भवन्ति । तत्र देवमनुष्यनारकाः समनस्का एव, तिर्यञ्च उभयजातीया इति ।।११७।।
અન્વયાર્થઃ — [ वर्णरसस्पर्शगन्धशब्दज्ञाः ] વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણનારાં [ सुरनरनारकतिर्यञ्चः ] દેવ-મનુષ્ય-નારક-તિર્યંચ — [ जलचरस्थलचरखचराः ] જેઓ જળચર, સ્થળ-ચર કે ખેચર હોય છે તેઓ — [ बलिनः पञ्चेन्द्रियाः जीवाः ] બળવાન પંચેન્દ્રિય જીવો છે.
સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિયના આવરણના ક્ષયોપશમને લીધે, મનના આવરણનો ઉદય હોતાં, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દને જાણનારા જીવો મનરહિત પંચેંદ્રિય જીવો છે; કેટલાક (પંચેંદ્રિય જીવો) તો, તેમને મનના આવરણનો પણ ક્ષયોપશમ હોવાથી, મનસહિત (પંચેંદ્રિય જીવો) હોય છે.
તેમાં, દેવો, મનુષ્યો અને નારકો મનસહિત જ હોય છે; તિર્યંચો બંને જાતિનાં (અર્થાત્ મનરહિત તેમ જ મનસહિત) હોય છે. ૧૧૭.
Page 168 of 256
PDF/HTML Page 208 of 296
single page version
૧૬
निकायभेदाच्चतुर्धा । मनुष्यगतिनाम्नो मनुष्यायुषश्च उदयान्मनुष्याः । ते कर्मभोगभूमिज- भेदात् द्वेधा । तिर्यग्गतिनाम्नस्तिर्यगायुषश्च उदयात्तिर्यञ्चः । ते पृथिवीशम्बूकयूकोद्दंश- जलचरोरगपक्षिपरिसर्पचतुष्पदादिभेदादनेकधा । नरकगतिनाम्नो नरकायुषश्च उदयान्नारकाः । ते रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातमःप्रभाभूमिजभेदात्सप्तधा । तत्र देवमनुष्यनारकाः भूमिजाः ] મનુષ્યો કર્મભૂમિજ અને ભોગભૂમિજ એમ બે પ્રકારના છે, [ तिर्यञ्चः बहुप्रकाराः ] તિર્યંચો ઘણા પ્રકારનાં છે [ पुनः ] અને [ नारकाः पृथिवीभेदगताः ] નારકોના ભેદ તેમની પૃથ્વીઓના ભેદ જેટલા છે.
ટીકાઃ — આ, ઇન્દ્રિયોના ભેદની અપેક્ષાએ કહેવામાં આવેલા જીવોનો ચતુર્ગતિસંબંધ દર્શાવતાં ઉપસંહાર છે (અર્થાત્ અહીં એકેંદ્રિય – દ્વીંદ્રિયાદિરૂપ જીવભેદોનો ચાર ગતિ સાથે સંબંધ દર્શાવીને તે જીવભેદોનો ઉપસંહાર કરવામાં આવ્યો છે).
દેવગતિનામ અને દેવાયુના ઉદયથી (અર્થાત્ દેવગતિનામકર્મ અને દેવાયુકર્મના ઉદયના નિમિત્તથી) દેવો હોય છે; તેઓ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એવા ૧નિકાયભેદોને લીધે ચાર પ્રકારના છે. મનુષ્યગતિનામ અને મનુષ્યાયુના ઉદયથી મનુષ્યો હોય છે; તેઓ કર્મભૂમિજ અને ભોગભૂમિજ એવા ભેદોને લીધે બે પ્રકારના છે. તિર્યંચગતિનામ અને તિર્યંચાયુના ઉદયથી તિર્યંચો હોય છે; તેઓ પૃથ્વી, શંબૂક, જૂ, ડાંસ, જળચર, ઉરગ, પક્ષી, પરિસર્પ, ચતુષ્પાદ (ચોપગાં) ઇત્યાદિ ભેદોને લીધે અનેક પ્રકારનાં છે. નરકગતિનામ અને નરકાયુના ઉદયથી નારકો હોય છે; તેઓ ૨રત્નપ્રભાભૂમિજ, શર્કરાપ્રભાભૂમિજ, વાલુકાપ્રભાભૂમિજ, પંકપ્રભાભૂમિજ, ધૂમપ્રભાભૂમિજ, તમઃપ્રભાભૂમિજ અને મહાતમઃપ્રભાભૂમિજ એવા ભેદોને લીધે સાત પ્રકારના છે.
તેમાં, દેવો, મનુષ્યો અને નારકો પંચેન્દ્રિય જ હોય છે. તિર્યંચો તો કેટલાંક પંચેન્દ્રિય ૧. નિકાય=સમૂહ ૨. રત્નપ્રભાભૂમિજ=રત્નપ્રભા નામની ભૂમિમાં ( – પ્રથમ નરકમાં) ઉત્પન્ન થયેલ
Page 169 of 256
PDF/HTML Page 209 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
पञ्चेन्द्रिया एव । तिर्यञ्चस्तु केचित्पञ्चेन्द्रियाः, केचिदेक-द्वि-त्रि-चतुरिन्द्रिया अपीति ।।११८।।
तेषां गत्यन्तरस्यायुरन्तरस्य च कषायानुरञ्जिता योगप्रवृत्तिर्लेश्या भवति बीजं, હોય છે અને કેટલાંક એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય પણ હોય છે.
ભાવાર્થઃ — અહીં એમ તાત્પર્ય ગ્રહવું કે ચાર ગતિથી વિલક્ષણ, સ્વાત્મોપલબ્ધિ જેનું લક્ષણ છે એવી જે સિદ્ધગતિ તેની ભાવનાથી રહિત જીવો અથવા સિદ્ધસદ્રશ નિજશુદ્ધાત્માની ભાવનાથી રહિત જીવો જે ચતુર્ગતિનામકર્મ ઉપાર્જિત કરે છે તેના ઉદયવશ તેઓ દેવાદિ ગતિઓમાં ઊપજે છે. ૧૧૮.
અન્વયાર્થઃ — [ पूर्वनिबद्धे ] પૂર્વબદ્ધ [ गतिनाम्नि आयुषि च ] ગતિનામકર્મ અને આયુષકર્મ [ क्षीणे ] ક્ષીણ થતાં [ ते अपि ] જીવો [ स्वलेश्यावशात् ] પોતાની લેશ્યાને વશ [ खलु ] ખરેખર [ अन्यां गतिम् आयुष्कं च ] અન્ય ગતિ અને આયુષ [ प्राप्नुवन्ति ] પ્રાપ્ત કરે છે.
ટીકાઃ — અહીં, ગતિનામકર્મ અને આયુષકર્મના ઉદયથી નિષ્પન્ન થતાં હોવાથી દેવત્વાદિ અનાત્મસ્વભાવભૂત છે (અર્થાત્ દેવપણું, મનુષ્યપણું, તિર્યંચપણું અને નારકપણું આત્માનો સ્વભાવ નથી) એમ દર્શાવવામાં આવ્યું છે.
જીવોને, જેનું ફળ શરૂ થયું હોય છે એવું અમુક ગતિનામકર્મ અને અમુક આયુષકર્મ ક્રમે ક્ષય પામે છે. આમ હોવા છતાં તેમને *કષાય-અનુરંજિત યોગપ્રવૃત્તિરૂપ લેશ્યા અન્ય ગતિ અને અન્ય આયુષનું બીજ થાય છે (અર્થાત્ લેશ્યા અન્ય *કષાય-અનુરંજિત=કષાયરંજિત; કષાયથી રંગાયેલ. (કષાયથી અનુરંજિત યોગપ્રવૃત્તિ તે લેશ્યા છે.) પં. ૨૨
Page 170 of 256
PDF/HTML Page 210 of 296
single page version
૧૭૦
ततस्तदुचितमेव गत्यन्तरमायुरन्तरञ्च ते प्राप्नुवन्ति । एवं क्षीणाक्षीणाभ्यामपि पुनः पुनर्नवी- भूताभ्यां गतिनामायुःकर्मभ्यामनात्मस्वभावभूताभ्यामपि चिरमनुगम्यमानाः संसरन्त्यात्मानम- चेतयमाना जीवा इति ।।११९।।
ગતિનામકર્મ અને અન્ય આયુષકર્મનું કારણ થાય છે), તેથી તેને ઉચિત જ અન્ય ગતિ અને અન્ય આયુષ તેઓ પ્રાપ્ત કરે છે. આ રીતે *ક્ષીણ-અક્ષીણપણાને પ્રાપ્ત છતાં ફરીફરીને નવીન ઉત્પન્ન થતાં એવાં ગતિનામકર્મ અને આયુષકર્મ (પ્રવાહરૂપે) — જોકે તેઓ અનાત્મસ્વભાવભૂત છે તોપણ — ચિરકાળ (જીવોની) સાથે સાથે રહેતાં હોવાથી, આત્માને નહિ ચેતનારા જીવો સંસરણ કરે છે (અર્થાત્ આત્માને નહિ અનુભવનારા જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે).
ભાવાર્થઃ — જીવોને દેવત્વાદિની પ્રાપ્તિમાં પૌદ્ગલિક કર્મ નિમિત્તભૂત છે તેથી દેવત્વાદિ જીવનો સ્વભાવ નથી.
[વળી, દેવ મરીને દેવ જ થયા કરે અને મનુષ્ય મરીને મનુષ્ય જ થયા કરે — એ માન્યતાનો પણ અહીં નિષેધ થયો. જીવોને પોતાની લેશ્યાને યોગ્ય જ ગતિનામ- કર્મ અને આયુષકર્મ બંધાય છે અને તેથી તેને યોગ્ય જ અન્ય ગતિ-આયુષ પ્રાપ્ત થાય છે.] ૧૧૯.
અન્વયાર્થઃ — [ एते जीवनिकायाः ] આ (પૂર્વોક્ત) જીવનિકાયો [ देहप्रवीचार- माश्रिताः ] દેહમાં વર્તનારા અર્થાત્ દેહસહિત [ भणिताः ] કહેવામાં આવ્યા છે; [ देहविहीनाः सिद्धाः ] દેહરહિત એવા સિદ્ધો છે. [ संसारिणः ] સંસારીઓ [ भव्याः अभव्याः *પહેલાંનાં કર્મ ક્ષીણ થાય છે અને પછીનાં અક્ષીણપણે વર્તે છે.
Page 171 of 256
PDF/HTML Page 211 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
जीवाः । तत्र देहप्रवीचारत्वादेकप्रकारत्वेऽपि संसारिणो द्विप्रकाराः भव्या अभव्याश्च । ते शुद्धस्वरूपोपलम्भशक्ति सद्भावासद्भावाभ्यां पाच्यापाच्यमुद्गवदभिधीयन्त इति ।१२०।।
જેમના પ્રકારો (પૂર્વે) કહેવામાં આવ્યા એવા આ સર્વ સંસારીઓ દેહમાં વર્તનારા (અર્થાત્ દેહસહિત) છે; દેહમાં નહિ વર્તનારા (અર્થાત્ દેહરહિત) એવા સિદ્ધભગવંતો છે — કે જેઓ શુદ્ધ જીવો છે. ત્યાં, દેહમાં વર્તવાની અપેક્ષાએ સંસારી જીવોનો એક પ્રકાર હોવા છતાં તેઓ ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના છે. ‘૧પાચ્ય’ અને ‘૨અપાચ્ય’ મગની માફક, જેમનામાં શુદ્ધ સ્વરૂપની ૩ઉપલબ્ધિની શક્તિનો સદ્ભાવ છે તેમને ‘ભવ્ય’ અને જેમનામાં શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિની શક્તિનો અસદ્ભાવ છે તેમને ‘અભવ્ય’ કહેવામાં આવે છે. ૧૨૦.
અન્વયાર્થઃ — [ न हि इंद्रियाणि जीवाः ] (વ્યવહારથી કહેવામાં આવતા એકેન્દ્રિયાદિ તથા પૃથ્વીકાયિકાદિ ‘જીવો’માં) ઇન્દ્રિયો જીવ નથી અને [ षट्प्रकाराः प्रज्ञप्ताः कायाः पुनः ] છ પ્રકારની શાસ્ત્રોક્ત કાયો પણ જીવ નથી; [ तेषु ] તેમનામાં [ यद् ज्ञानं ૧. પાચ્ય=પાકવાયોગ્ય; રંધાવાયોગ્ય; ચડી જવાયોગ્ય; કોરડુ ન હોય એવા. ૨. અપાચ્ય=નહિ પાકવાયોગ્ય; રંધાવાની — ચડી જવાની યોગ્યતા રહિત; કોરડુ. ૩. ઉપલબ્ધિ=પ્રાપ્તિ; અનુભવ.
Page 172 of 256
PDF/HTML Page 212 of 296
single page version
૧૭
व्यवहारनयेन जीवप्राधान्याज्जीवा इति प्रज्ञाप्यन्ते । निश्चयनयेन तेषु स्पर्शनादीन्द्रियाणि पृथिव्यादयश्च कायाः जीवलक्षणभूतचैतन्यस्वभावाभावान्न जीवा भवन्तीति । तेष्वेव यत्स्वपरपरिच्छित्तिरूपेण प्रकाशमानं ज्ञानं तदेव गुणगुणिनोः कथञ्चिदभेदाज्जीवत्वेन प्ररूप्यत इति ।।१२१।।
ટીકાઃ — આ, વ્યવહારજીવત્વના એકાંતની *પ્રતિપત્તિનું ખંડન છે (અર્થાત્ જેને માત્ર વ્યવહારનયથી જીવ કહેવામાં આવે છે તેનો ખરેખર જીવ તરીકે સ્વીકાર કરવો ઉચિત નથી એમ અહીં સમજાવ્યું છે).
જે આ એકેન્દ્રિય વગેરે તથા પૃથ્વીકાયિક વગેરે, ‘જીવો’ કહેવામાં આવે છે તે, અનાદિ જીવ-પુદ્ગલનો પરસ્પર અવગાહ દેખીને વ્યવહારનયથી જીવના પ્રાધાન્ય દ્વારા ( – જીવને મુખ્યતા અર્પીને) ‘જીવો’ કહેવામાં આવે છે. નિશ્ચયનયથી તેમનામાં સ્પર્શનાદિ ઇન્દ્રિયો તથા પૃથ્વી-આદિ કાયો, જીવના લક્ષણભૂત ચૈતન્યસ્વભાવના અભાવને લીધે, જીવ નથી; તેમનામાં જ જે સ્વપરની જ્ઞપ્તિરૂપે પ્રકાશતું જ્ઞાન છે તે જ, ગુણ-ગુણીના કથંચિત્ અભેદને લીધે, જીવપણે પ્રરૂપવામાં આવે છે. ૧૨૧.
અન્વયાર્થઃ — [ जीवः ] જીવ [ सर्वम् जानाति पश्यति ] બધું જાણે છે અને દેખે છે, [ सौख्यम् इच्छति ] સુખને ઇચ્છે છે, [ दुःखात् बिभेति ] દુઃખથી ડરે છે, [ हितम् अहितम् *પ્રતિપત્તિ=સ્વીકાર; માન્યતા.
Page 173 of 256
PDF/HTML Page 213 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
पुद्गलो, यथाकाशादि । सुखाभिलाषक्रियायाः दुःखोद्वेगक्रियायाः स्वसम्वेदितहिताहित- निर्वर्तनक्रियायाश्च चैतन्यविवर्तरूपसङ्कल्पप्रभवत्वात्स एव कर्ता, नान्यः । शुभाशुभ- कर्मफलभूताया इष्टानिष्टविषयोपभोगक्रियायाश्च सुखदुःखस्वरूपस्वपरिणामक्रियाया इव स एव कर्ता, नान्यः । एतेनासाधारणकार्यानुमेयत्वं पुद्गलव्यतिरिक्त स्यात्मनो द्योतितमिति ।।१२२।। करोति ] હિત-અહિતને (શુભ-અશુભ ભાવોને) કરે છે [ वा ] અને [ तयोः फलं भुंक्ते ] તેમના ફળને ભોગવે છે.
ટીકાઃ — આ, અન્યથી અસાધારણ એવાં જીવકાર્યોનું કથન છે (અર્થાત્ અન્ય દ્રવ્યોથી અસાધારણ એવાં જે જીવનાં કાર્યો તે અહીં દર્શાવ્યાં છે).
ચૈતન્યસ્વભાવપણાને લીધે, કર્તૃસ્થિત (કર્તામાં રહેલી) ક્રિયાનો — જ્ઞપ્તિ તથા દ્રશિનો — જીવ જ કર્તા છે; તેના સંબંધમાં રહેલું પુદ્ગલ તેનું કર્તા નથી, જેમ આકાશાદિ નથી તેમ. (ચૈતન્યસ્વભાવને લીધે જાણવાની અને દેખવાની ક્રિયાનો જીવ જ કર્તા છે; જ્યાં જીવ છે ત્યાં ચાર અરૂપી અચેતન દ્રવ્યો પણ છે તોપણ તેઓ જેમ જાણવાની અને દેખવાની ક્રિયાનાં કર્તા નથી તેમ જીવની સાથે સંબંધમાં રહેલાં કર્મ-નોકર્મરૂપ પુદ્ગલો પણ તે ક્રિયાનાં કર્તા નથી.) ચૈતન્યના વિવર્તરૂપ (-પલટારૂપ) સંકલ્પની ઉત્પત્તિ (જીવમાં) થતી હોવાને લીધે, સુખની અભિલાષારૂપ ક્રિયાનો, દુઃખના ઉદ્વેગરૂપ ક્રિયાનો તથા સ્વસંવેદિત હિત-અહિતની નિષ્પત્તિરૂપ ક્રિયાનો ( – પોતાથી ચેતવામાં આવતા શુભ- અશુભ ભાવોને રચવારૂપ ક્રિયાનો) જીવ જ કર્તા છે; અન્ય નહિ. શુભાશુભ કર્મના ફળભૂત *ઇષ્ટાનિષ્ટવિષયોપભોગક્રિયાનો, સુખ-દુઃખસ્વરૂપ સ્વપરિણામક્રિયાની માફક, જીવ જ કર્તા છે; અન્ય નહિ.
આથી એમ સમજાવ્યું કે (ઉપરોક્ત) અસાધારણ કાર્યો દ્વારા પુદ્ગલથી ભિન્ન એવો આત્મા અનુમેય ( – અનુમાન કરી શકાવાયોગ્ય) છે.
ભાવાર્થઃ — શરીર, ઇન્દ્રિય, મન, કર્મ વગેરે પુદ્ગલો કે અન્ય કોઈ અચેતન દ્રવ્યો કદાપિ જાણતાં નથી, દેખતાં નથી, સુખને ઇચ્છતાં નથી, દુઃખથી ડરતાં નથી, *ઇષ્ટાનિષ્ટ વિષયો જેમાં નિમિત્તભૂત હોય છે એવા સુખદુઃખપરિણામોના ઉપભોગરૂપ ક્રિયાને જીવ કરતો હોવાથી તેને ઇષ્ટાનિષ્ટ વિષયોના ઉપભોગરૂપ ક્રિયાનો કર્તા કહેવામાં આવે છે.
Page 174 of 256
PDF/HTML Page 214 of 296
single page version
૧૭
હિત-અહિતમાં પ્રવર્તતાં નથી કે તેમનાં ફળને ભોગવતાં નથી; માટે જે જાણે છે અને દેખે છે, સુખની ઇચ્છા કરે છે, દુઃખના ભયની લાગણી કરે છે, શુભ-અશુભ ભાવોમાં પ્રવર્તે છે અને તેમનાં ફળને ભોગવે છે, તે, અચેતન પદાર્થોની સાથે રહ્યો હોવા છતાં સર્વ અચેતન પદાર્થોની ક્રિયાઓથી તદ્દન વિશિષ્ટ પ્રકારની ક્રિયાઓને કરનારો, એક વિશિષ્ટ પદાર્થ છે. આમ જીવ નામનો ચૈતન્યસ્વભાવી પદાર્થવિશેષ — કે જેને જ્ઞાનીઓ સ્વયં સ્પષ્ટ અનુભવે છે તે — તેની અસાધારણ ક્રિયાઓ દ્વારા અનુમેય પણ છે. ૧૨૨.
અન્વયાર્થઃ — [ एवम् ] એ રીતે [ अन्यैः अपि बहुकैः पर्यायैः ] બીજા પણ બહુ પર્યાયો વડે [ जीवम् अभिगम्य ] જીવને જાણીને [ ज्ञानान्तरितैः लिङ्गैः ] જ્ઞાનથી અન્ય એવાં (જડ) લિંગો વડે [ अजीवम् अभिगच्छतु ] અજીવને જાણો.
ટીકાઃ — આ, જીવ-વ્યાખ્યાનના ઉપસંહારની અને અજીવ-વ્યાખ્યાનના પ્રારંભની સૂચના છે.
એ રીતે આ નિર્દેશ પ્રમાણે (અર્થાત્ ઉપર સંક્ષેપમાં સમજાવ્યા પ્રમાણે), (૧) વ્યવહારનયથી ૧કર્મગ્રંથપ્રતિપાદિત જીવસ્થાન – ગુણસ્થાન – માર્ગણાસ્થાન ઇત્યાદિ ૧. કર્મગ્રંથપ્રતિપાદિત=ગોમ્મટસારાદિ કર્મપદ્ધતિના ગ્રંથોમાં પ્રરૂપવામાં — નિરૂપવામાં આવેલાં
Page 175 of 256
PDF/HTML Page 215 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
विचित्रविकल्परूपैः, निश्चयनयेन मोहरागद्वेषपरिणतिसम्पादितविश्वरूपत्वात्कदाचिदशुद्धैः कदाचित्तदभावाच्छुद्धैश्चैतन्यविवर्तग्रन्थिरूपैर्बहुभिः पर्यायैः जीवमधिगच्छेत् । अधिगम्य चैवम- चैतन्यस्वभावत्वात् ज्ञानादर्थान्तरभूतैरितः प्रपञ्च्यमानैर्लिङ्गैर्जीवसम्बद्धमसम्बद्धं वा स्वतो भेद- बुद्धिप्रसिद्धयर्थमजीवमधिगच्छेदिति ।।१२३।।
પરિણમનની — ગ્રંથિઓ છે; નિશ્ચયનયથી તેમના વડે જીવને જાણો.] ૪. જ્ઞાનથી અર્થાંતરભૂત=જ્ઞાનથી અન્યવસ્તુભૂત; જ્ઞાનથી અન્ય અર્થાત્ જડ. [અજીવનો સ્વભાવ અચૈતન્ય
હોવાને લીધે જ્ઞાનથી અન્ય એવાં જડ ચિહ્નો વડે તે જણાય છે.] ૫. જીવ સાથે સંબદ્ધ કે જીવ સાથે અસંબદ્ધ એવા અજીવને જાણવાનું પ્રયોજન એ છે કે સમસ્ત અજીવ
Page 176 of 256
PDF/HTML Page 216 of 296
single page version
૧૭
तेषामचेतनत्वसामान्यत्वात् । अचेतनत्वसामान्यञ्चाकाशादीनामेव, जीवस्यैव चेतनत्व- सामान्यादिति ।।१२४।।
અન્વયાર્થઃ — [ आकाशकालपुद्गलधर्माधर्मेषु ] આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મમાં [ जीवगुणाः न सन्ति ] જીવના ગુણો નથી; (કારણ કે) [ तेषाम् अचेतनत्वं भणितम् ] તેમને અચેતનપણું કહ્યું છે, [ जीवस्य चेतनता ] જીવને ચેતનતા કહી છે.
આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મમાં ચૈતન્યવિશેષોરૂપ જીવગુણો વિદ્યમાન નથી; કારણ કે તે આકાશાદિને અચેતનત્વસામાન્ય છે. અને અચેતનત્વસામાન્ય આકાશાદિને જ છે, કેમકે જીવને જ ચેતનત્વસામાન્ય છે. ૧૨૪.
અન્વયાર્થઃ — [ सुखदुःखज्ञानं वा ] સુખદુઃખનું જ્ઞાન, [ हितपरिकर्म ] હિતનો ઉદ્યમ [ च ] અને [ अहितभीरुत्वम् ] અહિતનો ભય — [ यस्य नित्यं न विद्यते ] એ જેને સદાય હોતાં નથી, [ तम् ] તેને [ श्रमणाः ] શ્રમણો [ अजीवम् ब्रुवन्ति ] અજીવ કહે છે.
Page 177 of 256
PDF/HTML Page 217 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
सुखदुःखज्ञानस्य हितपरिकर्मणोऽहितभीरुत्वस्य चेति चैतन्यविशेषाणां नित्यमनुप- लब्धेरविद्यमानचैतन्यसामान्या एवाकाशादयोऽजीवा इति ।।१२५।।
આકાશાદિને સુખદુઃખનું જ્ઞાન, *હિતનો ઉદ્યમ અને અહિતનો ભય — એ ચૈતન્યવિશેષોની સદા અનુપલબ્ધિ છે (અર્થાત્ એ ચૈતન્યવિશેષો આકાશાદિને કોઈ કાળે જોવામાં આવતા નથી), તેથી (એમ નક્કી થાય છે કે) આકાશાદિ અજીવોને ચૈતન્યસામાન્ય વિદ્યમાન નથી જ.
ભાવાર્થઃ — જેને ચેતનત્વસામાન્ય હોય તેને ચેતનત્વવિશેષો હોવા જ જોઈએ. જેને ચેતનત્વવિશેષો ન હોય તેને ચેતનત્વસામાન્ય પણ ન જ હોય. હવે, આકાશાદિ પાંચ દ્રવ્યોને સુખદુઃખનું સંચેતન, હિત અર્થે પ્રયત્ન અને અહિતની ભીતિ — એ ચેતનત્વવિશેષો કદીયે જોવામાં આવતા નથી; તેથી નક્કી થાય છે કે આકાશાદિને ચેતનત્વસામાન્ય પણ નથી, અર્થાત્ અચેતનત્વસામાન્ય જ છે. ૧૨૫.
*હિત અને અહિત વિષે આચાર્યવર શ્રી જયસેનાચાર્યદેવકૃત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં નીચે પ્રમાણે વિવરણ છેઃ —
સમજે છે અને સર્પ, વિષ, કંટક વગેરેને અહિત સમજે છે. સમ્યગ્જ્ઞાની જીવો અક્ષય અનંત સુખને તથા તેના કારણભૂત નિશ્ચયરત્નત્રયપરિણત પરમાત્મદ્રવ્યને હિત સમજે છે અને આકુળતાના ઉત્પાદક એવા દુઃખને તથા તેના કારણભૂત મિથ્યાત્વરાગાદિપરિણત આત્મદ્રવ્યને અહિત સમજે છે. પં. ૨૩
Page 178 of 256
PDF/HTML Page 218 of 296
single page version
૧૭
परिणतत्वाच्च इन्द्रियग्रहणयोग्यं, तत्पुद्गलद्रव्यम् । यत्पुनरस्पर्शरसगन्धवर्णगुणत्वादशब्दत्वाद- निर्दिष्टसंस्थानत्वादव्यक्त त्वादिपर्यायैः परिणतत्वाच्च नेन्द्रियग्रहणयोग्यं, तच्चेतनागुणत्वात्
અન્વયાર્થઃ — [ संस्थानानि ] (સમચતુરસ્રાદિ) સંસ્થાનો, [ संघाताः ] (ઔદારિકાદિ શરીર સંબંધી) સંઘાતો, [ वर्णरसस्पर्शगन्धशब्दाः च ] વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ — [ बहवः गुणाः पर्यायाः च ] એમ જે બહુ ગુણો અને પર્યાયો છે, [ पुद्गलद्रव्यप्रभवाः भवन्ति ] તે પુદ્ગલદ્રવ્યનિષ્પન્ન છે.
[ अरसम् अरूपम् अगन्धम् ] જે અરસ, અરૂપ તથા અગંધ છે, [ अव्यक्तम् ] અવ્યક્ત છે, [ अशब्दम् ] અશબ્દ છે, [ अनिर्दिष्टसंस्थानम् ] અનિર્દિષ્ટસંસ્થાન છે (અર્થાત્ જેનું કોઈ સંસ્થાન કહ્યું નથી એવો છે), [ चेतनागुणम् ] ચેતનાગુણવાળો છે અને [ अलिङ्गग्रहणम् ] ઇંદ્રિયો વડે અગ્રાહ્ય છે, [ जीवं जानीहि ] તે જીવ જાણો.
ટીકાઃ — જીવ-પુદ્ગલના સંયોગમાં પણ, તેમના ભેદના કારણભૂત સ્વરૂપનું આ કથન છે (અર્થાત્ જીવ અને પુદ્ગલના સંયોગમાં પણ, જે વડે તેમનો ભેદ જાણી શકાય છે એવા તેમના ભિન્નભિન્ન સ્વરૂપનું આ કથન છે).
શરીર અને ૧શરીરીના સંયોગમાં, (૧) જે ખરેખર સ્પર્શ-રસ-ગંધ-વર્ણગુણવાળું હોવાને લીધે, સશબ્દ હોવાને લીધે તથા સંસ્થાન-સંઘાતાદિ પર્યાયોરૂપે પરિણત હોવાને લીધે ઇન્દ્રિયગ્રહણયોગ્ય છે, તે પુદ્ગલદ્રવ્ય છે; અને (૨) જે સ્પર્શ-રસ-ગંધ-વર્ણગુણ વિનાનું હોવાને લીધે, અશબ્દ હોવાને લીધે, અનિર્દિષ્ટસંસ્થાન હોવાને લીધે તથા ૨અવ્યક્તત્વાદિ ૧. શરીરી = દેહી; શરીરવાળો (અર્થાત્ આત્મા). ૨. અવ્યક્તત્વાદિ = અવ્યક્તત્વ વગેરે; અપ્રકટત્વ વગેરે.
Page 179 of 256
PDF/HTML Page 219 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
रूपिभ्योऽरूपिभ्यश्चाजीवेभ्यो विशिष्टं जीवद्रव्यम् । एवमिह जीवाजीवयोर्वास्तवो भेदः सम्यग्ज्ञानिनां मार्गप्रसिद्धयर्थं प्रतिपादित इति ।।१२६ – १२७।।
उक्तौ मूलपदार्थौ । अथ संयोगपरिणामनिर्वृत्तेतरसप्तपदार्थानामुपोद्घातार्थं जीवपुद्गल- कर्मचक्रमनुवर्ण्यते —
પર્યાયોરૂપે પરિણત હોવાને લીધે ઇન્દ્રિયગ્રહણયોગ્ય નથી, તે, ચેતનાગુણમયપણાને લીધે રૂપી તેમ જ અરૂપી અજીવોથી *વિશિષ્ટ (ભિન્ન) એવું જીવદ્રવ્ય છે.
આ રીતે અહીં જીવ અને અજીવનો વાસ્તવિક ભેદ સમ્યગ્જ્ઞાનીઓના માર્ગની પ્રસિદ્ધિ અર્થે પ્રતિપાદિત કરવામાં આવ્યો.
[ભાવાર્થઃ — અનાદિ મિથ્યાવાસનાને લીધે જીવોને પોતે કોણ છે તેનું વાસ્તવિક જ્ઞાન નથી અને પોતાને શરીરાદિરૂપ માને છે. તેમને જીવદ્રવ્ય અને અજીવદ્રવ્યનો વાસ્તવિક ભેદ દર્શાવી મુક્તિનો માર્ગ પ્રાપ્ત કરાવવા અર્થે અહીં જડ પુદ્ગલદ્રવ્યનાં અને ચેતન જીવદ્રવ્યનાં વીતરાગસર્વજ્ઞકથિત લક્ષણો કહેવામાં આવ્યાં. જે જીવ તે લક્ષણો જાણી, પોતાને એક સ્વતઃસિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય તરીકે ઓળખી, ભેદવિજ્ઞાની અનુભવી થાય છે, તે નિજાત્મદ્રવ્યમાં લીન થઈ મોક્ષમાર્ગને સાધી શાશ્વત નિરાકુળ સુખનો ભોક્તા થાય છે.
અન્ય સાત પદાર્થોના ઉપોદ્ઘાત અર્થે જીવકર્મ અને પુદ્ગલકર્મનું ચક્ર વર્ણવવામાં આવે છે.
Page 180 of 256
PDF/HTML Page 220 of 296
single page version
૧૮૦
गदिमधिगदस्स देहो देहादो इंदियाणि जायंते । तेहिं दु विसयग्गहणं तत्तो रागो व दोसो वा ।।१२९।। जायदि जीवस्सेवं भावो संसारचक्कवालम्मि । इदि जिणवरेहिं भणिदो अणादिणिधणो सणिधणो वा ।।१३०।।
અન્વયાર્થઃ — [ यः ] જે [ खलु ] ખરેખર [ संसारस्थः जीवः ] સંસારસ્થિત જીવ છે [ ततः तु परिणामः भवति ] તેનાથી પરિણામ થાય છે (અર્થાત્ તેને સ્નિગ્ધ પરિણામ થાય છે), [ परिणामात् कर्म ] પરિણામથી કર્મ અને [ कर्मणः ] કર્મથી [ गतिषु गतिः भवति ] ગતિઓમાં ગમન થાય છે.
[ ़गतिम् अधिगतस्य देहः ] ગતિપ્રાપ્તને દેહ થાય છે, [ देहात् इन्द्रियाणि जायन्ते ] દેહથી ઇન્દ્રિયો થાય છે, [ तैः तु विषयग्रहणं ] ઇન્દ્રિયોથી વિષયગ્રહણ અને [ ततः रागः वा द्वेषः वा ] વિષયગ્રહણથી રાગ અથવા દ્વેષ થાય છે.
[ एवं भावः ] એ પ્રમાણે ભાવ, [ संसारचक्रवाले ] સંસારચક્રમાં [ जीवस्य ] જીવને [ अनादिनिधनः सनिधनः वा ] અનાદિ-અનંત અથવા અનાદિ-સાંત [ जायते ] થયા કરે છે — [ इति जिनवरैः भणितः ] એમ જિનવરોએ કહ્યું છે.