Panchastikay Sangrah (Gujarati). Punya-Pap Padarth Vyakhyan; Gatha: 131-145 ; Aashrav Padarth Vyakhyan; Samvar Padarth Vyakhyan; Nirjara Padarth Vyakhyan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 12 of 15

 

Page 181 of 256
PDF/HTML Page 221 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૮૧
परिणामात्पुनः पुद्गलपरिणामात्मकं कर्म कर्मणो नारकादिगतिषु गतिः गत्यधि-
गमनाद्देहः देहादिन्द्रियाणि इन्द्रियेभ्यो विषयग्रहणम् विषयग्रहणाद्रागद्वेषौ
रागद्वेषाभ्यां पुनः स्निग्धः परिणामः परिणामात्पुनः पुद्गलपरिणामात्मकं कर्म कर्मणः
पुनर्नारकादिगतिषु गतिः गत्यधिगमनात्पुनर्देहः देहात्पुनरिन्द्रियाणि इन्द्रियेभ्यः
पुनर्विषयग्रहणम् विषयग्रहणात्पुना रागद्वेषौ रागद्वेषाभ्यां पुनरपि स्निग्धः परिणामः
एवमिदमन्योन्यकार्यकारणभूतजीवपुद्गलपरिणामात्मकं कर्मजालं संसारचक्रे जीवस्यानाद्यनिधनं
अनादिसनिधनं वा चक्रवत्परिवर्तते
तदत्र पुद्गलपरिणामनिमित्तो जीवपरिणामो जीव-
परिणामनिमित्तः पुद्गलपरिणामश्च वक्ष्यमाणपदार्थबीजत्वेन संप्रधारणीय इति ।।१२८१३०।।
ટીકાઃઆ લોકમાં સંસારી જીવથી અનાદિ બંધનરૂપ ઉપાધિના વશે સ્નિગ્ધ
પરિણામ થાય છે, પરિણામથી પુદ્ગલપરિણામાત્મક કર્મ, કર્મથી નરકાદિ ગતિઓમાં
ગમન, ગતિની પ્રાપ્તિથી દેહ, દેહથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી વિષયગ્રહણ, વિષયગ્રહણથી
રાગદ્વેષ, રાગદ્વેષથી પાછા સ્નિગ્ધ પરિણામ, પરિણામથી પાછું પુદ્ગલપરિણામાત્મક કર્મ,
કર્મથી પાછું નરકાદિ ગતિઓમાં ગમન, ગતિની પ્રાપ્તિથી પાછો દેહ, દેહથી પાછી
ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી પાછું વિષયગ્રહણ, વિષયગ્રહણથી પાછા રાગદ્વેષ, રાગદ્વેષથી વળી
પાછા સ્નિગ્ધ પરિણામ. એ પ્રમાણે આ અન્યોન્ય
*કાર્યકારણભૂત જીવપરિણામાત્મક અને
પુદ્ગલપરિણામાત્મક કર્મજાળ સંસારચક્રમાં જીવને અનાદિ-અનંતપણે અથવા અનાદિ-
સાંતપણે ચક્રની માફક ફરીફરીને થયા કરે છે.
આ રીતે અહીં (એમ કહ્યું કે), પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવા જીવપરિણામ
અને જીવપરિણામ જેનું નિમિત્ત છે એવા પુદ્ગલપરિણામ હવે પછી કહેવામાં આવનારા
(
પુણ્યાદિ સાત) પદાર્થોના બીજ તરીકે અવધારવા.
ભાવાર્થઃજીવ અને પુદ્ગલને પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકપણે પરિણામ થાય છે.
તે પરિણામને લીધે પુણ્યાદિ પદાર્થો ઉત્પન્ન થાય છે, જેમનું વર્ણન હવેની ગાથાઓમાં
કરવામાં આવશે.
પ્રશ્નઃપુણ્યાદિ સાત પદાર્થોનું પ્રયોજન જીવ અને અજીવ એ બેથી જ પૂરું
થઈ જાય છે, કારણ કે તેઓ જીવ અને અજીવના જ પર્યાયો છે. તો પછી તે સાત
*કાર્ય એટલે નૈમિત્તિક, અને કારણ એટલે નિમિત્ત. [જીવપરિણામાત્મક કર્મ અને પુદ્ગલ-પરિણામાત્મક
કર્મ પરસ્પર કાર્યકારણભૂત અર્થાત્ નૈમિત્તિક-નિમિત્તભૂત છે. તે કર્મો કોઈ જીવને અનાદિ-અનંત
અને કોઈ જીવને અનાદિ-સાંત હોય છે.]

Page 182 of 256
PDF/HTML Page 222 of 296
single page version

૧૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ पुण्यपापपदार्थव्याख्यानम्
પદાર્થો શા માટે કહેવામાં આવે છે?
ઉત્તરઃભવ્યોને હેય તત્ત્વ અને ઉપાદેય તત્ત્વ (અર્થાત્ હેય તત્ત્વ અને
ઉપાદેય તત્ત્વનું સ્વરૂપ તથા તેમનાં કારણો) દર્શાવવા અર્થે તેમનું કથન છે. દુઃખ તે
હેય તત્ત્વ છે, તેનું કારણ સંસાર છે, સંસારનું કારણ આસ્રવ અને બંધ બે છે (અથવા
વિસ્તારથી કહીએ તો પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ ચાર છે) અને તેમનું કારણ
મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર છે. સુખ તે ઉપાદેય તત્ત્વ છે, તેનું કારણ મોક્ષ છે, મોક્ષનું
કારણ સંવર અને નિર્જરા છે અને તેમનું કારણ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર છે. આ
પ્રયોજનભૂત વાત ભવ્ય જીવોને પ્રગટપણે દર્શાવવા અર્થે પુણ્યાદિ
*સાત પદાર્થોનું કથન
છે. ૧૨૮૧૩૦.
હવે પુણ્યપાપપદાર્થોનું વ્યાખ્યાન છે.
*અજ્ઞાની અને જ્ઞાની જીવ પુણ્યાદિ સાત પદાર્થોમાંથી કયા કયા પદાર્થોના કર્તા છે તે સંબંધી
આચાર્યવર શ્રી જયસેનાચાર્યદેવકૃત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં નીચે પ્રમાણે વર્ણન છેઃ
અજ્ઞાની જીવ નિર્વિકાર સ્વસંવેદનના અભાવને લીધે પાપપદાર્થનો તથા આસ્રવ-બંધપદાર્થોનો
કર્તા થાય છે; કદાચિત્ મંદ મિથ્યાત્વના ઉદયથી, દેખેલાસાંભળેલાઅનુભવેલા ભોગોની
આકાંક્ષારૂપ નિદાનબંધ વડે, ભવિષ્યકાળમાં પાપનો અનુબંધ કરનારા પુણ્યપદાર્થનો પણ કર્તા થાય
છે. જે જ્ઞાની જીવ છે તે, નિર્વિકાર-આત્મતત્ત્વવિષયક રુચિ, તદ્દવિષયક જ્ઞપ્તિ અને તદ્દવિષયક
નિશ્ચળ અનુભૂતિરૂપ અભેદરત્નત્રયપરિણામ વડે, સંવર-નિર્જરા-મોક્ષપદાર્થોનો કર્તા થાય છે; અને
જ્યારે પૂર્વોક્ત નિશ્ચયરત્નત્રયમાં સ્થિર રહી શકતો નથી ત્યારે નિર્દોષપરમાત્મસ્વરૂપ અર્હંત-
સિદ્ધોની તથા તેનું (
નિર્દોષ પરમાત્માનું) આરાધન કરનારા આચાર્ય-ઉપાધ્યાય-સાધુઓની નિર્ભર
અસાધારણ ભક્તિરૂપ એવું જે સંસારવિચ્છેદના કારણભૂત, પરંપરાએ મુક્તિકારણભૂત, તીર્થંકરપ્રકૃતિ
વગેરે પુણ્યનો અનુબંધ કરનારું વિશિષ્ટ પુણ્ય તેને અનીહિતવૃત્તિએ નિદાનરહિત પરિણામથી કરે
છે. આ રીતે અજ્ઞાની જીવ પાપાદિ ચાર પદાર્થોનો કર્તા છે અને જ્ઞાની સંવરાદિ ત્રણ પદાર્થોનો
કર્તા છે.
[અહીં જ્ઞાનીના વિશિષ્ટ પુણ્યને સંસારવિચ્છેદના કારણભૂત કહ્યું ત્યાં એમ સમજવું કે
ખરેખર તો સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર જ સંસારવિચ્છેદના કારણભૂત છે, પરંતુ જ્યારે તે
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર અપૂર્ણદશામાં હોય છે ત્યારે તેની સાથે અનિચ્છિતવૃત્તિએ વર્તતા વિશિષ્ટ
પુણ્યમાં સંસારવિચ્છેદના કારણપણાનો આરોપ કરવામાં આવે છે. તે આરોપ પણ વાસ્તવિક
કારણની
સમ્યગ્દર્શનાદિનીહયાતીમાં જ થઈ શકે.]

Page 183 of 256
PDF/HTML Page 223 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૮૩
मोहो रागो दोसो चित्तपसादो य जस्स भावम्मि
विज्जदि तस्स सुहो वा असुहो वा होदि परिणामो ।।१३१।।
मोहो रागो द्वेषश्चित्तप्रसादः वा यस्य भावे
विद्यते तस्य शुभो वा अशुभो वा भवति परिणामः ।।१३१।।
पुण्यपापयोग्यभावस्वभावाख्यापनमेतत
इह हि दर्शनमोहनीयविपाककलुषपरिणामता मोहः विचित्रचारित्रमोहनीयविपाक-
प्रत्यये प्रीत्यप्रीती रागद्वेषौ तस्यैव मन्दोदये विशुद्धपरिणामता चित्तप्रसादपरिणामः एवमिमे
यस्य भावे भवन्ति, तस्यावश्यं भवति शुभोऽशुभो वा परिणामः तत्र यत्र
प्रशस्तरागश्चित्तप्रसादश्च तत्र शुभः परिणामः, यत्र तु मोहद्वेषावप्रशस्तरागश्च तत्राऽशुभ
इति
।।१३१।।
છે રાગ, દ્વેષ, વિમોહ, ચિત્તપ્રસાદપરિણતિ જેહને,
તે જીવને શુભ વા અશુભ પરિણામનો સદ્ભાવ છે. ૧૩૧.
અન્વયાર્થઃ[ यस्य भावे ] જેના ભાવમાં [ मोहः ] મોહ, [ रागः ] રાગ, [ द्वेषः ]
દ્વેષ [ वा ] અથવા [ चित्तप्रसादः ] ચિત્તપ્રસન્નતા [ विद्यते ] છે, [ तस्य ] તેને [ शुभः वा अशुभः
वा ] શુભ અથવા અશુભ [ परिणामः ] પરિણામ [ भवति ] છે.
ટીકાઃઆ, પુણ્ય-પાપને યોગ્ય ભાવના સ્વભાવનું (-સ્વરૂપનું) કથન છે.
અહીં, દર્શનમોહનીયના વિપાકથી જે કલુષિત પરિણામ તે મોહ છે; વિચિત્ર
(અનેક પ્રકારના) ચારિત્રમોહનીયનો વિપાક જેનો આશ્રય (નિમિત્ત) છે એવી પ્રીતિ-
અપ્રીતિ તે રાગ-દ્વેષ છે; તેના જ (ચારિત્રમોહનીયના જ) મંદ ઉદયે થતા જે વિશુદ્ધ
પરિણામ તે *ચિત્તપ્રસાદપરિણામ (મનની પ્રસન્નતારૂપ પરિણામ) છે. એ રીતે આ
(મોહ, રાગ, દ્વેષ અથવા ચિત્તપ્રસાદ) જેના ભાવમાં છે, તેને અવશ્ય શુભ અથવા અશુભ
પરિણામ છે. તેમાં, જ્યાં પ્રશસ્ત રાગ તથા ચિત્તપ્રસાદ છે ત્યાં શુભ પરિણામ છે અને
જ્યાં મોહ, દ્વેષ તથા અપ્રશસ્ત રાગ છે ત્યાં અશુભ પરિણામ છે. ૧૩૧.
* પ્રસાદ = પ્રસન્નતા; વિશુદ્ધતા; ઉજ્જ્વળતા.

Page 184 of 256
PDF/HTML Page 224 of 296
single page version

૧૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
सुहपरिणामो पुण्णं असुहो पावं ति हवदि जीवस्स
दोण्हं पोग्गलमेत्तो भावो कम्मत्तणं पत्तो ।।१३२।।
शुभपरिणामः पुण्यमशुभः पापमिति भवति जीवस्य
द्वयोः पुद्गलमात्रो भावः कर्मत्वं प्राप्तः ।।१३२।।
पुण्यपापस्वरूपाख्यानमेतत
जीवस्य कर्तुः निश्चयकर्मतामापन्नः शुभपरिणामो द्रव्यपुण्यस्य निमित्तमात्रत्वेन
कारणीभूतत्वात्तदास्रवक्षणादूर्ध्वं भवति भावपुण्यम् एवं जीवस्य कर्तुर्निश्चयकर्मता-
मापन्नोऽशुभपरिणामो द्रव्यपापस्य निमित्तमात्रत्वेन कारणीभूतत्वात्तदास्रवक्षणादूर्ध्वं
શુભ ભાવ જીવના પુણ્ય છે ને અશુભ ભાવો પાપ છે;
તેના નિમિત્તે પૌદ્ગલિક પરિણામ કર્મપણું લહે. ૧૩૨.
અન્વયાર્થઃ[ जीवस्य ] જીવના [ शुभपरिणामः ] શુભ પરિણામ [ पुण्यम् ] પુણ્ય
છે અને [ अशुभः ] અશુભ પરિણામ [ पापम् इति भवति ] પાપ છે; [ द्वयोः ] તે બંને
દ્વારા [ पुद्गलमात्रः भावः ] પુદ્ગલમાત્ર ભાવ [ कर्मत्वं प्राप्तः ] કર્મપણાને પામે છે (અર્થાત
જીવના પુણ્ય-પાપભાવના નિમિત્તે શાતા-અશાતાવેદનીયાદિ પુદ્ગલમાત્ર પરિણામ
વ્યવહારથી જીવનું કર્મ કહેવાય છે
).
ટીકાઃઆ, પુણ્ય-પાપના સ્વરૂપનું કથન છે.
જીવરૂપ કર્તાના *નિશ્ચયકર્મભૂત શુભપરિણામ દ્રવ્યપુણ્યને નિમિત્તમાત્રપણે
કારણભૂત છે તેથી ‘દ્રવ્યપુણ્યાસ્રવ’ના પ્રસંગને અનુસરીને (અનુલક્ષીને) તે
શુભપરિણામ ‘ભાવપુણ્ય’ છે. (શાતાવેદનીયાદિ દ્રવ્યપુણ્યાસ્રવનો જે પ્રસંગ બને છે તેમાં
જીવના શુભપરિણામ નિમિત્તકારણ છે માટે ‘દ્રવ્યપુણ્યાસ્રવ’પ્રસંગની પાછળ પાછળ
તેના નિમિત્તભૂત શુભપરિણામને પણ ‘ભાવપુણ્ય’ એવું નામ છે.
) એવી રીતે જીવરૂપ
કર્તાના નિશ્ચયકર્મભૂત અશુભપરિણામ દ્રવ્યપાપને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી
‘દ્રવ્યપાપાસ્રવ’ના પ્રસંગને અનુસરીને (
અનુલક્ષીને) તે અશુભપરિણામ ‘ભાવપાપ’ છે.
*જીવ કર્તા છે અને શુભપરિણામ તેનું (અશુદ્ધનિશ્ચનયે) નિશ્ચયકર્મ છે.

Page 185 of 256
PDF/HTML Page 225 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૮૫
भावपापम् पुद्गलस्य कर्तुर्निश्चयकर्मतामापन्नो विशिष्टप्रकृतित्वपरिणामो जीवशुभ-
परिणामनिमित्तो द्रव्यपुण्यम् पुद्गलस्य कर्तुर्निश्चयकर्मतामापन्नो विशिष्टप्रकृतित्वपरिणामो
जीवाशुभपरिणामनिमित्तो द्रव्यपापम् एवं व्यवहारनिश्चयाभ्यामात्मनो मूर्तममूर्तञ्च कर्म
प्रज्ञापितमिति ।।१३२।।
जम्हा कम्मस्स फलं विसयं फासेहिं भुंजदे णियदं
जीवेण सुहं दुक्खं तम्हा कम्माणि मुत्ताणि ।।१३३।।
यस्मात्कर्मणः फलं विषयः स्पर्शैर्भुज्यते नियतम्
जीवेन सुखं दुःखं तस्मात्कर्माणि मूर्तानि ।।१३३।।
પુદ્ગલરૂપ કર્તાના *નિશ્ચયકર્મભૂત વિશિષ્ટપ્રકૃતિરૂપ પરિણામ (શાતાવેદનીયાદિ
ખાસ પ્રકૃતિરૂપ પરિણામ)કે જેમાં જીવના શુભપરિણામ નિમિત્ત છે તેદ્રવ્યપુણ્ય છે.
પુદ્ગલરૂપ કર્તાના નિશ્ચયકર્મભૂત વિશિષ્ટપ્રકૃતિરૂપ પરિણામ (અશાતાવેદનીયાદિ ખાસ
પ્રકૃતિરૂપ પરિણામ)કે જેમાં જીવના અશુભપરિણામ નિમિત્ત છે તેદ્રવ્યપાપ છે.
આ પ્રમાણે વ્યવહાર તથા નિશ્ચય વડે આત્માને મૂર્ત તથા અમૂર્ત કર્મ દર્શાવવામાં
આવ્યું.
ભાવાર્થઃનિશ્ચયથી જીવના અમૂર્ત શુભાશુભપરિણામરૂપ ભાવપુણ્યપાપ જીવનું
કર્મ છે. શુભાશુભપરિણામ દ્રવ્યપુણ્યપાપનું નિમિત્તકારણ હોવાને લીધે મૂર્ત એવાં તે
પુદ્ગલપરિણામરૂપ (
શાતા-અશાતાવેદનીયાદિ) દ્રવ્યપુણ્યપાપ વ્યવહારથી જીવનું કર્મ કહેવાય
છે. ૧૩૨.
છે કર્મનું ફળ વિષય, તેને નિયમથી અક્ષો વડે
જીવ ભોગવે દુઃખે-સુખે, તેથી કરમ તે મૂર્ત છે. ૧૩૩.
અન્વયાર્થઃ[ यस्मात् ] કારણ કે [ कर्मणः फलं ] કર્મનું ફળ [ विषयः ] જે (મૂર્ત)
વિષય તે [ नियतम् ] નિયમથી [ स्पर्शैः ] (મૂર્ત એવી) સ્પર્શનાદિઇન્દ્રિયો દ્વારા [ जीवेन ] જીવ
*પુદ્ગલ કર્તા છે અને વિશિષ્ટપ્રકૃતિરૂપ પરિણામ તેનું નિશ્ચયકર્મ છે (અર્થાત્ નિશ્ચયથી પુદ્ગલ
કર્તા છે અને શાતાવેદનીયાદિ ખાસ પ્રકૃતિરૂપ પરિણામ તેનું કર્મ છે).
પં. ૨૪

Page 186 of 256
PDF/HTML Page 226 of 296
single page version

૧૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
मूर्तकर्मसमर्थनमेतत
यतो हि कर्मणां फलभूतः सुखदुःखहेतुविषयो मूर्तो मूर्तैरिन्द्रियैर्जीवेन नियतं
भुज्यते, ततः कर्मणां मूर्तत्वमनुमीयते तथाहिमूर्तं कर्म, मूर्तसम्बम्धेनानुभूयमानमूर्त-
फलत्वादाखुविषवदिति ।।१३३।।
मुत्तो फासदि मुत्तं मुत्तो मुत्तेण बंधमणुहवदि
जीवो मुत्तिविरहिदो गाहदि ते तेहिं उग्गहदि ।।१३४।।
मूर्तः स्पृशति मूर्तं मूर्तो मूर्तेन बन्धमनुभवति
जीवो मूर्तिविरहितो गाहति तानि तैरवगाह्यते ।।१३४।।
વડે [ सुखं दुःखं ] સુખે અથવા દુઃખે [ भुज्यते ] ભોગવાય છે, [ तस्मात् ] તેથી [ कर्माणि ]
કર્મો [ मूर्तानि ] મૂર્ત છે.
ટીકાઃઆ, મૂર્ત કર્મનું સમર્થન છે.
કર્મનું ફળ જે સુખદુઃખના હેતુભૂત મૂર્ત વિષય તે નિયમથી મૂર્ત ઇન્દ્રિયો દ્વારા જીવ
વડે ભોગવાય છે, તેથી કર્મના મૂર્તપણાનું અનુમાન થઈ શકે છે. તે આ પ્રમાણેઃજેમ
મૂષકવિષ મૂર્ત છે તેમ કર્મ મૂર્ત છે, કારણ કે (મૂષકવિષના ફળની માફક) મૂર્તના સંબંધ
દ્વારા અનુભવાતું એવું મૂર્ત તેનું ફળ છે. [ઉંદરના ઝેરનું ફળ (શરીરમાં સોજા થવા, તાવ
આવવો વગેરે) મૂર્ત છે અને મૂર્ત શરીરના સંબંધ દ્વારા અનુભવાયભોગવાય છે, તેથી
અનુમાન થઈ શકે છે કે ઉંદરનું ઝેર મૂર્ત છે; તેવી રીતે કર્મનું ફળ (વિષયો) મૂર્ત છે
અને મૂર્ત ઇન્દ્રિયોના સંબંધ દ્વારા અનુભવાયભોગવાય છે, તેથી અનુમાન થઈ શકે છે
કે કર્મ મૂર્ત છે.] ૧૩૩.
મૂરત મૂરત સ્પર્શે અને મૂરત મૂરત બંધન લહે;
આત્મા અમૂરત ને કરમ અન્યોન્ય અવગાહન લહે. ૧૩૪.
અન્વયાર્થઃ[ मूर्तः मूर्तं स्पृशति ] મૂર્ત મૂર્તને સ્પર્શે છે, [ मूर्तः मूर्तेन ] મૂર્ત મૂર્તની
સાથે [ बन्धम् अनुभवति ] બંધ પામે છે; [ मूर्तिविरहितः जीवः ] મૂર્તત્વરહિત જીવ [ तानि
गाहति ] મૂર્તકર્મોને અવગાહે છે અને [ तैः अवगाह्यते ] મૂર્તકર્મો જીવને અવગાહે છે (અર્થાત
બંને એકબીજામાં અવગાહ પામે છે).

Page 187 of 256
PDF/HTML Page 227 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૮૭
मूर्तकर्मणोरमूर्तजीवमूर्तकर्मणोश्च बन्धप्रकारसूचनेयम्
इह हि संसारिणि जीवेऽनादिसन्तानेन प्रवृत्तमास्ते मूर्तकर्म तत्स्पर्शादिमत्त्वादागामि
मूर्तकर्म स्पृशति, ततस्तन्मूर्तं तेन सह स्नेहगुणवशाद्बन्धमनुभवति एष मूर्तयोः
कर्मणोर्बन्धप्रकारः अथ निश्चयनयेनामूर्तो जीवोऽनादिमूर्तकर्मनिमित्तरागादिपरिणामस्निग्धः
सन् विशिष्टतया मूर्तानि कर्माण्यवगाहते, तत्परिणामनिमित्तलब्धात्मपरिणामैः मूर्तकर्मभिरपि
विशिष्टतयाऽवगाह्यते च
अयं त्वन्योन्यावगाहात्मको जीवमूर्तकर्मणोर्बन्धप्रकारः
एवममूर्तस्यापि जीवस्य मूर्तेन पुण्यपापकर्मणा कथञ्चिद्बन्धो न विरुध्यते ।।१३४।।
इति पुण्यपापपदार्थव्याख्यानम्
अथ आस्रवपदार्थव्याख्यानम्
ટીકાઃઆ, મૂર્તકર્મનો મૂર્તકર્મની સાથે જે બંધપ્રકાર તથા અમૂર્ત જીવનો
મૂર્તકર્મની સાથે જે બંધપ્રકાર તેની સૂચના છે.
અહીં (આ લોકમાં), સંસારી જીવને વિષે અનાદિ સંતતિથી (પ્રવાહથી) પ્રવર્તતું
થકું મૂર્તકર્મ વિદ્યમાન છે. તે, સ્પર્શાદિવાળું હોવાને લીધે, આગામી મૂર્તકર્મને સ્પર્શે છે; તેથી
મૂર્ત એવું તે તેની સાથે, સ્નિગ્ધત્વગુણના વશે (
પોતાના સ્નિગ્ધરૂક્ષત્વપર્યાયને લીધે), બંધને
પામે છે. આ, મૂર્તકર્મનો મૂર્તકર્મની સાથે બંધપ્રકાર છે.
વળી (અમૂર્ત જીવનો મૂર્તકર્મોની સાથે બંધપ્રકાર આ પ્રમાણે છે કે), નિશ્ચયનયથી
જે અમૂર્ત છે એવો જીવ, અનાદિ મૂર્તકર્મ જેનું નિમિત્ત છે એવા રાગાદિપરિણામ વડે સ્નિગ્ધ
વર્તતો થકો, મૂર્તકર્મોને વિશિષ્ટપણે અવગાહે છે (
અર્થાત્ એકબીજાને પરિણામમાં
નિમિત્તમાત્ર થાય એવા સંબંધવિશેષ સહિત મૂર્તકર્મોના ક્ષેત્રમાં વ્યાપે છે) અને તે
રાગાદિપરિણામના નિમિત્તે જેઓ પોતાના (જ્ઞાનાવરણીયાદિ) પરિણામને પામે છે એવાં
મૂર્તકર્મો પણ જીવને વિશિષ્ટપણે અવગાહે છે (અર્થાત્ જીવના પ્રદેશો સાથે વિશિષ્ટતાપૂર્વક
એકક્ષેત્રાવગાહને પામે છે). આ, જીવ અને મૂર્તકર્મનો અન્યોન્ય-અવગાહસ્વરૂપ બંધપ્રકાર
છે. આ રીતે અમૂર્ત એવા જીવનો પણ મૂર્ત પુણ્યપાપકર્મની સાથે કથંચિત્ (કોઈ પ્રકારે)
બંધ વિરોધ પામતો નથી. ૧૩૪.
આ રીતે પુણ્ય-પાપપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે આસ્રવપદાર્થનું વ્યાખ્યાન છે.

Page 188 of 256
PDF/HTML Page 228 of 296
single page version

૧૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
रागो जस्स पसत्थो अणुकंपासंसिदो य परिणामो
चित्तम्हि णत्थि कलुसं पुण्णं जीवस्स आसवदि ।।१३५।।
रागो यस्य प्रशस्तोऽनुकम्पासंश्रितश्च परिणामः
चित्ते नास्ति कालुष्यं पुण्यं जीवस्यास्रवति ।।१३५।।
पुण्यास्रवस्वरूपाख्यानमेतत
प्रशस्तरागोऽनुकम्पापरिणतिः चित्तस्याकलुषत्वञ्चेति त्रयः शुभा भावाः
द्रव्यपुण्यास्रवस्य निमित्तमात्रत्वेन कारणभूतत्वात्तदास्रवक्षणादूर्ध्वं भावपुण्यास्रवः
तन्निमित्तः शुभकर्मपरिणामो योगद्वारेण प्रविशतां पुद्गलानां द्रव्यपुण्यास्रव
इति
।।१३५।।
છે રાગભાવ પ્રશસ્ત, અનુકંપાસહિત પરિણામ છે,
મનમાં નહીં કાલુષ્ય છે, ત્યાં પુણ્ય-આસ્રવ હોય છે. ૧૩૫.
અન્વયાર્થઃ[ यस्य ] જે જીવને [ प्रशस्तः रागः ] પ્રશસ્ત રાગ છે,
[ अनुकम्पासंश्रितः परिणामः ] અનુકંપાયુક્ત પરિણામ છે [ च ] અને [ चित्ते कालुष्यं
न अस्ति ] ચિત્તમાં કલુષતાનો અભાવ છે, [ जीवस्य ] તે જીવને [ पुण्यं आस्रवति ]
પુણ્ય આસ્રવે છે.
ટીકાઃઆ, પુણ્યાસ્રવના સ્વરૂપનું કથન છે.
પ્રશસ્ત રાગ, અનુકંપાપરિણતિ અને ચિત્તની અકલુષતાએ ત્રણ શુભ ભાવો
દ્રવ્યપુણ્યાસ્રવને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપુણ્યાસ્રવ’ના પ્રસંગને
*અનુસરીને (અનુલક્ષીને) તે શુભ ભાવો ભાવપુણ્યાસ્રવ છે અને તે (શુભ ભાવો) જેનું
નિમિત્ત છે એવા જે યોગદ્વારા પ્રવેશતાં પુદ્ગલોના શુભકર્મપરિણામ (શુભકર્મરૂપ
પરિણામ) તે દ્રવ્યપુણ્યાસ્રવ છે. ૧૩૫.
*શાતાવેદનીયાદિ પુદ્ગલપરિણામરૂપ દ્રવ્યપુણ્યાસ્રવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના પ્રશસ્ત-રાગાદિ
શુભ ભાવો નિમિત્તકારણ છે માટે ‘દ્રવ્યપુણ્યાસ્રવ’પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત શુભ
ભાવોને પણ ‘ભાવપુણ્યાસ્રવ’ એવું નામ છે.

Page 189 of 256
PDF/HTML Page 229 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૮૯
अरहंतसिद्धसाहुसु भत्ती धम्मम्मि जा य खलु चेट्ठा
अणुगमणं पि गुरूणं पसत्थरागो त्ति वुच्चंति ।।१३६।।
अर्हत्सिद्धसाधुषु भक्ति र्धर्मे या च खलु चेष्टा
अनुगमनमपि गुरूणां प्रशस्तराग इति ब्रुवन्ति ।।१३६।।
प्रशस्तरागस्वरूपाख्यानमेतत
अर्हत्सिद्धसाधुषु भक्ति :, धर्मे व्यवहारचारित्रानुष्ठाने वासनाप्रधाना चेष्टा,
અર્હંત-સાધુ-સિદ્ધ પ્રત્યે ભક્તિ, ચેષ્ટા ધર્મમાં,
ગુરુઓ તણું અનુગમનએ પરિણામ રાગ પ્રશસ્તના. ૧૩૬.
અન્વયાર્થઃ[ अर्हत्सिद्धसाधुषु भक्तिः ] અર્હંત-સિદ્ધ-સાધુઓ પ્રત્યે ભક્તિ, [ धर्मे
या च खलु चेष्टा ] ધર્મમાં ખરેખર ચેષ્ટા [ अनुगमनम् अपि गुरूणाम् ] અને ગુરુઓનું
અનુગમન, [ प्रशस्तरागः इति ब्रुवन्ति ] તે ‘પ્રશસ્ત રાગ’ કહેવાય છે.
ટીકાઃઆ, પ્રશસ્ત રાગના સ્વરૂપનું કથન છે.
અર્હંત - સિદ્ધ - સાધુઓ પ્રત્યે ભક્તિ, ધર્મમાંવ્યવહારચારિત્રના
૧. અર્હંત-સિદ્ધ-સાધુઓમાં અર્હંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પાંચેય સમાઈ જાય છે
[કારણ કે ‘સાધુઓ’માં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણ સમાય છે].
[નિર્દોષ પરમાત્માથી પ્રતિપક્ષભૂત એવાં આર્ત-રૌદ્રધ્યાનો વડે ઉપાર્જિત જે જ્ઞાનાવરણીયાદિ
પ્રકૃતિઓ તેમનો, રાગાદિવિકલ્પરહિત ધર્મ-શુકલધ્યાનો વડે વિનાશ કરીને, જેઓ ક્ષુધાદિ અઢાર દોષ
રહિત અને કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય સહિત થયા, તેઓ અર્હંતો કહેવાય છે.
લૌકિક અંજનસિદ્ધ વગેરેથી વિલક્ષણ એવા જેઓ જ્ઞાનાવરણીયાદિ-અષ્ટકર્મના અભાવથી
સમ્યક્ત્વાદિ-અષ્ટગુણાત્મક છે અને લોકાગ્રે વસે છે, તેઓ સિદ્ધો છે.
વિશુદ્ધ જ્ઞાનદર્શન જેનો સ્વભાવ છે એવા આત્મતત્ત્વની નિશ્ચયરુચિ, તેવી જ જ્ઞપ્તિ, તેવી જ
નિશ્ચળ-અનુભૂતિ, પરદ્રવ્યની ઇચ્છાના પરિહારપૂર્વક તે જ આત્મદ્રવ્યમાં પ્રતપન અર્થાત્ તપશ્ચરણ અને
સ્વશક્તિને ગોપવ્યા વિના તેવું જ અનુષ્ઠાનઆવા નિશ્ચયપંચાચારને તથા તેના સાધક વ્યવહાર-
પંચાચારનેકે જેની વિધિ આચારાદિશાસ્ત્રોમાં કહી છે તેનેએટલે કે ઉભય આચારને જેઓ પોતે
આચરે છે અને બીજાઓને અચરાવે છે, તેઓ આચાર્યો છે.
પાંચ અસ્તિકાયોમાં શુદ્ધજીવાસ્તિકાયને, છ દ્રવ્યોમાં શુદ્ધજીવદ્રવ્યને, સાત તત્ત્વોમાં શુદ્ધજીવતત્ત્વને

Page 190 of 256
PDF/HTML Page 230 of 296
single page version

૧૯૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
गुरूणामाचार्यादीनां रसिकत्वेनानुगमनम्एषः प्रशस्तो रागः प्रशस्तविषयत्वात
अयं हि स्थूललक्ष्यतया केवलभक्ति प्रधानस्याज्ञानिनो भवति उपरितनभूमिकायामलब्धा-
स्पदस्यास्थानरागनिषेधार्थं तीव्ररागज्वरविनोदार्थं वा कदाचिज्ज्ञानिनोऽपि भवतीति ।।१३६।।
तिसिदं व भुक्खिदं वा दुहिदं दट्ठूण जो दु दुहिदमणो
पडिवज्जदि तं किवया तस्सेसा होदि अणुकंपा ।।१३७।।
तृषितं बुभुक्षितं वा दुःखितं द्रष्ट्वा यस्तु दुःखितमनाः
प्रतिपद्यते तं कृपया तस्यैषा भवत्यनुकम्पा ।।१३७।।
અનુષ્ઠાનમાંભાવનાપ્રધાન ચેષ્ટા અને ગુરુઓનુંઆચાર્યાદિનુંરસિકપણે
અનુગમન, તે ‘પ્રશસ્ત રાગ’ છે કારણ કે તેનો વિષય પ્રશસ્ત છે.
આ (પ્રશસ્ત રાગ) ખરેખર, જે સ્થૂલ-લક્ષ્યવાળો હોવાથી કેવળ ભક્તિપ્રધાન છે
એવા અજ્ઞાનીને હોય છે; ઉપરની ભૂમિકામાં (ઉપરનાં ગુણસ્થાનોમાં) સ્થિતિ પ્રાપ્ત ન
કરી હોય ત્યારે, અસ્થાનનો રાગ અટકાવવા અર્થે અથવા તીવ્ર રાગજ્વર હઠાવવા અર્થે,
કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે. ૧૩૬.
દુઃખિત, તૃષિત વા ક્ષુધિત દેખી દુઃખ પામી મન વિષે
કરુણાથી વર્તે જેહ, અનુકંપા સહિત તે જીવ છે. ૧૩૭.
અન્વયાર્થઃ[ तृषितं ] તૃષાતુર, [ बुभुक्षितं ]ક્ષુધાતુર [ वा ] અથવા [ दुःखितं ]
દુઃખીને [ द्रष्ट्वा ] દેખી [ यः तु ] જે જીવ [ दुःखितमनाः ] મનમાં દુઃખ પામતો થકો [ तं
અને નવ પદાર્થોમાં શુદ્ધજીવપદાર્થને જેઓ નિશ્ચયનયે ઉપાદેય કહે છે તેમ જ ભેદાભેદરત્નત્રયસ્વરૂપ
મોક્ષમાર્ગને પ્રરૂપે છે અને પોતે ભાવે (
અનુભવે) છે, તેઓ ઉપાધ્યાયો છે.
નિશ્ચય-ચતુર્વિધ-આરાધના વડે જેઓ શુદ્ધ આત્મસ્વરૂપને સાધે છે, તેઓ સાધુઓ છે.]
૧. અનુષ્ઠાન = આચરણ; આચરવું તે; અમલમાં મૂકવું તે.
૨. ભાવનાપ્રધાન ચેષ્ટા = ભાવપ્રધાન પ્રવૃત્તિ; શુભભાવપ્રધાન વ્યાપાર.
૩. અનુગમન = અનુસરણ; આજ્ઞાંકિતપણું; અનુકૂળ વર્તવું તે. [
ગુરુઓ પ્રત્યે રસિકપણે (ઉલ્લાસથી,
હોંશથી) આજ્ઞાંકિત વર્તવું તે પ્રશસ્ત રાગ છે.]
૪. અજ્ઞાનીનું લક્ષ્ય (ધ્યેય) સ્થૂળ હોય છે તેથી તેને કેવળ ભક્તિનું જ પ્રધાનપણું હોય છે.
૫. અસ્થાનનો = અયોગ્ય સ્થાનનો, અયોગ્ય વિષય પ્રત્યેનો; અયોગ્ય પદાર્થોને અવલંબનારો.

Page 191 of 256
PDF/HTML Page 231 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૯૧
अनुकम्पास्वरूपाख्यानमेतत
कञ्चिदुदन्यादिदुःखप्लुतमवलोक्य करुणया तत्प्रतिचिकीर्षाकुलितचित्तत्वमज्ञानिनो-
ऽनुकम्पा ज्ञानिनस्त्वधस्तनभूमिकासु विहरमाणस्य जन्मार्णवनिमग्नजगदवलोकनान्मनाग्मनः-
खेद इति ।।१३७।।
कोधो व जदा माणो माया लोभो व चित्तमासेज्ज
जीवस्स कुणदि खोहं कलुसो त्ति य तं बुधा बेंति ।।१३८।।
क्रोधो वा यदा मानो माया लोभो वा चित्तमासाद्य
जीवस्य करोति क्षोभं कालुष्यमिति च तं बुधा ब्रुवन्ति ।।१३८।।
कृपया प्रतिपद्यते ] તેના પ્રત્યે કરુણાથી વર્તે છે, [ तस्य एषा अनुकम्पा भवति ] તેનો એ ભાવ
અનુકંપા છે.
ટીકાઃઆ, અનુકંપાના સ્વરૂપનું કથન છે.
કોઈ તૃષાદિદુઃખથી પીડિત પ્રાણીને દેખી કરુણાને લીધે તેનો પ્રતિકાર (ઉપાય)
કરવાની ઇચ્છાથી ચિત્તમાં આકુળતા થવી તે અજ્ઞાનીની અનુકંપા છે. જ્ઞાનીની અનુકંપા તો,
નીચલી ભૂમિકાઓમાં વિહરતાં (
પોતે નીચેનાં ગુણસ્થાનોમાં વર્તતો હોય ત્યારે),
જન્માર્ણવમાં નિમગ્ન જગતના અવલોકનથી (અર્થાત્ સંસારસાગરમાં ડૂબેલા જગતને
દેખવાથી) મનમાં જરા ખેદ થવો તે છે.* ૧૩૭.
મદ-ક્રોધ અથવા લોભ-માયા ચિત્ત-આશ્રય પામીને
જીવને કરે જે ક્ષોભ, તેને કલુષતા જ્ઞાની કહે. ૧૩૮.
અન્વયાર્થઃ[ यदा ] જ્યારે [ क्रोधः वा ] ક્રોધ, [ मानः ] માન, [ माया ] માયા
[ वा ] અથવા [ लोभः ] લોભ [ चित्तम् आसाद्य ] ચિત્તનો આશ્રય પામીને [ जीवस्य ] જીવને
*આ ગાથાની આચાર્યવર શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં આ પ્રમાણે વિવરણ છેઃતીવ્ર તૃષા, તીવ્ર
ક્ષુધા, તીવ્ર રોગ વગેરેથી પીડિત પ્રાણીને દેખી અજ્ઞાની જીવ ‘કોઈ પણ પ્રકારે હું આનો પ્રતિકાર કરું’
એમ વ્યાકુળ થઈને અનુકંપા કરે છે; જ્ઞાની તો સ્વાત્મભાવનાને નહિ પ્રાપ્ત કરતો થકો (
અર્થાત
નિજાત્માના અનુભવની ઉપલબ્ધિ ન થતી હોય ત્યારે), સંક્લેશના પરિત્યાગ વડે (અશુભ ભાવને
છોડીને) યથાસંભવ પ્રતિકાર કરે છે તથા તેને દુઃખી દેખીને વિશેષ સંવેગ અને વૈરાગ્યની ભાવના કરેઉંછે.

Page 192 of 256
PDF/HTML Page 232 of 296
single page version

૧૯
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
चित्तकलुषत्वस्वरूपाख्यानमेतत
क्रोधमानमायालोभानां तीव्रोदये चित्तस्य क्षोभः कालुष्यम् तेषामेव मन्दोदये
तस्य प्रसादोऽकालुष्यम् तत् कादाचित्कविशिष्टकषायक्षयोपशमे सत्यज्ञानिनो
भवति कषायोदयानुवृत्तेरसमग्रव्यावर्तितोपयोगस्यावान्तरभूमिकासु कदाचित् ज्ञानिनोऽपि
भवतीति ।।१३८।।
चरिया पमादबहुला कालुस्सं लोलदा य विसएसु
परपरिदावपवादो पावस्स य आसवं कुणदि ।।१३९।।
चर्या प्रमादबहुला कालुष्यं लोलता च विषयेषु
परपरितापापवादः पापस्य चास्रवं करोति ।।१३९।।
[ क्षोभं करोति ] ક્ષોભ કરે છે, ત્યારે [ तं ] તેને [ बुधाः ] જ્ઞાનીઓ [ कालुष्यम् इति च ब्रुवन्ति ]
‘કલુષતા’ કહે છે.
ટીકાઃઆ, ચિત્તની કલુષતાના સ્વરૂપનું કથન છે.
ક્રોધ, માન, માયા અને લોભના તીવ્ર ઉદયે ચિત્તનો ક્ષોભ તે કલુષતા છે. તેમના
જ (ક્રોધાદિના જ) મંદ ઉદયે ચિત્તની પ્રસન્નતા તે અકલુષતા છે. તે અકલુષતા,
કદાચિત્ કષાયનો વિશિષ્ટ (ખાસ પ્રકારનો) ક્ષયોપશમ હોતાં, અજ્ઞાનીને હોય છે;
કષાયના ઉદયને અનુસરતી પરિણતિમાંથી ઉપયોગને *અસમગ્રપણે પાછો વાળ્યો હોય
ત્યારે (અર્થાત્ કષાયના ઉદયને અનુસરતા પરિણમનમાંથી ઉપયોગને પૂરો પાછો વાળ્યો
ન હોય ત્યારે), મધ્યમ ભૂમિકાઓમાં (મધ્યમ ગુણસ્થાનોમાં), કદાચિત્ જ્ઞાનીને પણ
હોય છે. ૧૩૮.
ચર્યા પ્રમાદભરી, કલુષતા, લુબ્ધતા વિષયો વિષે,
પરિતાપ ને અપવાદ પરના, પાપ-આસ્રવને કરે. ૧૩૯.
અન્વયાર્થઃ[ प्रमादबहुला चर्या ] બહુ પ્રમાદવાળી ચર્યા, [ कालुष्यं ] કલુષતા,
[ विषयेषु च लोलता ] વિષયો પ્રત્યે લોલુપતા, [ परपरितापापवादः ] પરને પરિતાપ કરવો
તથા પરના અપવાદ બોલવા[ पापस्य च आस्रवं करोति ] પાપનો આસ્રવ કરે છે.
*અસમગ્રપણે = અપૂર્ણપણે; અધૂરાપણે; અંશે.

Page 193 of 256
PDF/HTML Page 233 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૯૩
पापास्रवस्वरूपाख्यानमेतत
प्रमादबहुलचर्यापरिणतिः, कालुष्यपरिणतिः, विषयलौल्यपरिणतिः, परपरिताप-
परिणतिः, परापवादपरिणतिश्चेति पञ्चाशुभा भावा द्रव्यपापास्रवस्य निमित्तमात्रत्वेन कारण-
भूतत्वात्तदास्रवक्षणादूर्ध्वं भावपापास्रवः
तन्निमित्तोऽशुभकर्मपरिणामो योगद्वारेण प्रविशतां
पुद्गलानां द्रव्यपापास्रव इति ।।१३९।।
सण्णाओ य तिलेस्सा इंदियवसदा य अट्टरुद्दाणि
णाणं च दुप्पउत्तं मोहो पावप्पदा होंति ।।१४०।।
संज्ञाश्च त्रिलेश्या इन्द्रियवशता चार्तरौद्रे
ज्ञानं च दुःप्रयुक्तं मोहः पापप्रदा भवन्ति ।।१४०।।
ટીકાઃઆ, પાપાસ્રવના સ્વરૂપનું કથન છે.
બહુ પ્રમાદવાળી ચર્યારૂપ પરિણતિ (બહુ પ્રમાદથી ભરેલા આચરણરૂપ પરિણતિ),
કલુષતારૂપ પરિણતિ, વિષયલોલુપતારૂપ પરિણતિ, પરપરિતાપરૂપ પરિણતિ (પરને દુઃખ
દેવારૂપ પરિણતિ) અને પરના અપવાદરૂપ પરિણતિએ પાંચ અશુભ ભાવો
દ્રવ્યપાપાસ્રવને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપાપાસ્રવ’ના પ્રસંગને *અનુસરીને
(અનુલક્ષીને) તે અશુભ ભાવો ભાવપાપાસ્રવ છે અને તે (અશુભ ભાવો) જેનું નિમિત્ત
છે એવા જે યોગદ્વારા પ્રવેશતાં પુદ્ગલોના અશુભકર્મપરિણામ (અશુભકર્મરૂપ પરિણામ)
તે દ્રવ્યપાપાસ્રવ છે. ૧૩૯.
સંજ્ઞા, ત્રિલેશ્યા, ઇન્દ્રિવશતા, આર્તરૌદ્ર ધ્યાન બે,
વળી મોહ ને દુર્યુક્ત જ્ઞાન પ્રદાન પાપ તણું કરે. ૧૪૦.
અન્વયાર્થઃ[ संज्ञाः च ] (ચારેય) સંજ્ઞાઓ, [ त्रिलेश्याः ] ત્રણ લેશ્યા,
[ इन्द्रियवशता च ] ઇન્દ્રિયવશતા, [ आर्तरौद्रे ] આર્ત-રૌદ્રધ્યાન, [ दुःप्रयुक्तं ज्ञानं ] દુઃપ્રયુક્ત
જ્ઞાન (દુષ્ટપણે અશુભ કાર્યમાં જોડાયેલું જ્ઞાન) [ च ] અને [ मोहः ] મોહ
*અશાતાવેદનીયાદિ પુદ્ગલપરિણામરૂપ દ્રવ્યપાપાસ્રવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના અશુભ ભાવો
નિમિત્તકારણ છે માટે ‘દ્રવ્યપાપાસ્રવ’પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત અશુભ ભાવોને પણ
‘ભાવપાપાસ્રવ’ એવું નામ છે.
પં. ૨૫

Page 194 of 256
PDF/HTML Page 234 of 296
single page version

૧૯
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पापास्रवभूतभावप्रपञ्चाख्यानमेतत
तीव्रमोहविपाकप्रभवा आहारभयमैथुनपरिग्रहसञ्ज्ञाः, तीव्रकषायोदयानुरञ्जितयोग-
प्रवृत्तिरूपाः कृष्णनीलकापोतलेश्यास्तिस्रः, रागद्वेषोदयप्रकर्षादिन्द्रियाधीनत्वम्, राग-
द्वेषोद्रेकात्प्रियसंयोगाप्रियवियोगवेदनामोक्षणनिदानाकाञ्क्षणरूपमार्तम्, कषायक्रूराशयत्वाद्धिंसा-
ऽसत्यस्तेयविषयसंरक्षणानन्दरूपं रौद्रम्, नैष्कर्म्यं तु शुभकर्मणश्चान्यत्र दुष्टतया प्रयुक्तं ज्ञानम्,
सामान्येन दर्शनचारित्रमोहनीयोदयोपजनिताविवेकरूपो मोहः,
एषः भावपापास्रव-प्रपञ्चो
द्रव्यपापास्रवप्रपञ्चप्रदो भवतीति ।।१४०।।
इति आस्रवपदार्थव्याख्यानं समाप्तम्
अथ संवरपदार्थव्याख्यानम्
[ पापप्रदाः भवन्ति ] એ ભાવો પાપપ્રદ છે.
ટીકાઃઆ, પાપાસ્રવભૂત ભાવોના વિસ્તારનું કથન છે.
તીવ્ર મોહના વિપાકથી ઉત્પન્ન થતી આહાર-ભય-મૈથુન-પરિગ્રહસંજ્ઞાઓ; તીવ્ર
કષાયના ઉદયથી અનુરંજિત યોગપ્રવૃત્તિરૂપ કૃષ્ણ-નીલ-કાપોત નામની ત્રણ લેશ્યા;
રાગદ્વેષના ઉદયના પ્રકર્ષને લીધે વર્તતું ઇન્દ્રિયાધીનપણું; રાગદ્વેષના ઉદ્રેકને લીધે પ્રિયના
સંયોગને, અપ્રિયના વિયોગને, વેદનામાંથી છુટકારાને તથા નિદાનને ઇચ્છવારૂપ આર્તધ્યાન;
કષાય વડે
ક્રૂર એવા પરિણામને લીધે થતું હિંસાનંદ, અસત્યાનંદ, સ્તેયાનંદ અને
વિષયસંરક્ષણાનંદરૂપ રૌદ્રધ્યાન; વગરપ્રયોજને (નકામું) શુભ કર્મથી અન્યત્ર (અશુભ
કાર્યમાં) દુષ્ટપણે જોડાયેલું જ્ઞાન; અને સામાન્યપણે દર્શનચારિત્રમોહનીયના ઉદયથી ઉત્પન્ન
અવિવેકરૂપ મોહ;આ, ભાવપાપાસ્રવનો વિસ્તાર દ્રવ્યપાપાસ્રવના વિસ્તારને દેનારો છે
(અર્થાત્ ઉપરોક્ત ભાવપાપાસ્રવરૂપ અનેકવિધ ભાવો તેવા તેવા અનેકવિધ દ્રવ્યપાપાસ્રવમાં
નિમિત્તભૂત છે). ૧૪૦.
આ રીતે આસ્રવપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે સંવરપદાર્થનું વ્યાખ્યાન છે.
૧. અનુરંજિત = રંગાયેલ. [કષાયના ઉદયથી અનુરંજિત યોગપ્રવૃત્તિ તે લેશ્યા છે. ત્યાં, કૃષ્ણાદિ ત્રણ
લેશ્યાઓ તીવ્ર કષાયના ઉદયથી અનુરંજિત યોગપ્રવૃત્તિરૂપ છે.]
૨. પ્રકર્ષ = ઉત્કર્ષ; ઉગ્રતા
૩. ઉદ્રેક = પુષ્કળતા; વધારો. ૪. ક્રૂર = નિર્દય; કઠોર; ઉગ્ર.

Page 195 of 256
PDF/HTML Page 235 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૯૫
इंदियकसायसण्णा णिग्गहिदा जेहिं सुट्ठु मग्गम्हि
जावत्तावत्तेसिं पिहिदं पावासवच्छिद्दं ।।१४१।।
इन्द्रियकषायसंज्ञा निगृहीता यैः सुष्ठु मार्गे
यावत्तावत्तेषां पिहितं पापास्रवछिद्रम् ।।१४१।।
अनन्तरत्वात्पापस्यैव संवराख्यानमेतत
मार्गो हि संवरस्तन्निमित्तमिन्द्रियाणि कषायाः संज्ञाश्च यावतांशेन यावन्तं वा
कालं निगृह्यन्ते तावतांशेन तावन्तं वा कालं पापास्रवद्वारं पिधीयते इन्द्रियकषाय-
संज्ञाः भावपापास्रवो द्रव्यपापास्रवहेतुः पूर्वमुक्त : इह तन्निरोधो भावपापसंवरो द्रव्यपाप-
संवरहेतुरवधारणीय इति ।।१४१।।
માર્ગે રહી સંજ્ઞા-કષાયો-ઇન્દ્રિનો નિગ્રહ કરે,
પાપાસરવનું છિદ્ર તેને તેટલું રૂંધાય છે. ૧૪૧.
અન્વયાર્થઃ[ यैः ] જેઓ [ सुष्ठु मार्गे ] સારી રીતે માર્ગમાં રહીને
[ इन्द्रियकषायसंज्ञाः ] ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો [ यावत् निगृहीताः ] જેટલો નિગ્રહ
કરે છે, [ तावत् ] તેટલું [ पापास्रवछिद्रम् ] પાપાસ્રવનું છિદ્ર [ तेषाम् ] તેમને [ पिहितम् ] બંધ
થાય છે.
ટીકાઃપાપની અનંતર હોવાથી, પાપના જ સંવરનું આ કથન છે (અર્થાત
પાપના કથન પછી તુરત જ હોવાથી, અહીં પાપના જ સંવરનું કથન કરવામાં
આવ્યું છે
).
માર્ગ ખરેખર સંવર છે; તેના નિમિત્તે (તેના અર્થે) ઇન્દ્રિયો, કષાયો અને
સંજ્ઞાઓનો જેટલા અંશે અથવા જેટલો કાળ નિગ્રહ કરવામાં આવે છે, તેટલા અંશે
અથવા તેટલો કાળ પાપાસ્રવદ્વાર બંધ થાય છે.
ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓભાવપાપાસ્રવદ્રવ્યપાપાસ્રવનો હેતુ
(નિમિત્ત) પૂર્વે (૧૪૦ મી ગાથામાં) કહ્યો હતો; અહીં (આ ગાથામાં) તેમનો નિરોધ
(ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો નિરોધ)ભાવપાપસંવરદ્રવ્યપાપસંવરનો હેતુ
અવધારવો (સમજવો). ૧૪૧.

Page 196 of 256
PDF/HTML Page 236 of 296
single page version

૧૯
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
સૌ દ્રવ્યમાં નહિ રાગ-દ્વેષ-વિમોહ વર્તે જેહને,
શુભ-અશુભ કર્મ ન આસ્રવે સમદુઃખસુખ તે ભિક્ષુને. ૧૪૨.
અન્વયાર્થઃ[ यस्य ] જેને [ सर्वद्रव्येषु ] સર્વ દ્રવ્યો પ્રત્યે [ रागः ] રાગ, [ द्वेषः ] દ્વેષ
[ वा ] કે [ मोहः ] મોહ [ न विद्यते ] નથી, [ समसुखदुःखस्य भिक्षोः ] તે સમસુખદુઃખ ભિક્ષુને
(સુખદુઃખ પ્રત્યે સમભાવવાળા મુનિને) [ शुभम् अशुभं ] શુભ અને અશુભ કર્મ [ न
आस्रवति ] આસ્રવતું નથી.
ટીકાઃઆ, સામાન્યપણે સંવરના સ્વરૂપનું કથન છે.
જેને સમગ્ર પરદ્રવ્યો પ્રત્યે રાગરૂપ, દ્વેષરૂપ કે મોહરૂપ ભાવ નથી, તે ભિક્ષુને
કે જે નિર્વિકારચૈતન્યપણાને લીધે *સમસુખદુઃખ છે તેનેશુભ અને અશુભ કર્મનો
આસ્રવ થતો નથી, પરંતુ સંવર જ થાય છે. તેથી અહીં (એમ સમજવું કે) મોહ-
રાગદ્વેષપરિણામનો નિરોધ તે ભાવસંવર છે, અને તે (મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ)
જેનું નિમિત્ત છે એવો જે યોગદ્વારા પ્રવેશતાં પુદ્ગલોના શુભાશુભકર્મપરિણામનો
(
શુભાશુભકર્મરૂપ પરિણામનો) નિરોધ તે દ્રવ્યસંવર છે. ૧૪૨.
जस्स ण विज्जदि रागो दोसो मोहो व सव्वदव्वेसु
णासवदि सुहं असुहं समसुहदुक्खस्स भिक्खुस्स ।।१४२।।
यस्य न विद्यते रागो द्वेषो मोहो वा सर्वद्रव्येषु
नास्रवति शुभमशुभं समसुखदुःखस्य भिक्षोः ।।१४२।।
सामान्यसंवरस्वरूपाख्यानमेतत
यस्य रागरूपो द्वेषरूपो मोहरूपो वा समग्रपरद्रव्येषु न हि विद्यते भावः तस्य
निर्विकारचैतन्यत्वात्समसुखदुःखस्य भिक्षोः शुभमशुभञ्च कर्म नास्रवति, किन्तु संव्रियत एव
तदत्र मोहरागद्वेषपरिणामनिरोधो भावसंवरः तन्निमित्तः शुभाशुभकर्मपरिणामनिरोधो
योगद्वारेण प्रविशतां पुद्गलानां द्रव्यसंवर इति ।।१४२।।
*સમસુખદુઃખ = સુખદુઃખ જેને સમાન છે એવા; ઇષ્ટાનિષ્ટ સંયોગોમાં જેને હર્ષશોકાદિ વિષમ પરિણામ
થતા નથી એવા. [
જેને રાગદ્વેષમોહ નથી, તે મુનિ નિર્વિકારચૈતન્યમય છે અર્થાત્ તેનું ચૈતન્ય
પર્યાયે પણ વિકારરહિત છે તેથી તે સમસુખદુઃખ છે.]

Page 197 of 256
PDF/HTML Page 237 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૯૭
જ્યારે ન યોગે પુણ્ય તેમ જ પાપ વર્તે વિરતને,
ત્યારે શુભાશુભકૃત કરમનો થાય સંવર તેહને. ૧૪૩.
અન્વયાર્થઃ[ यस्य ] જેને (જે મુનિને), [ विरतस्य ] વિરત વર્તતાં થકાં, [ योगे ]
યોગમાં [ पुण्यं पापं च ] પુણ્ય અને પાપ [ यदा ] જ્યારે [ खलु ] ખરેખર [ न अस्ति ] હોતાં
નથી, [ तदा ] ત્યારે [ तस्य ] તેને [ शुभाशुभकृतस्य कर्मणः ] શુભાશુભભાવકૃત કર્મનો
[ संवरणम् ] સંવર થાય છે.
ટીકાઃઆ, વિશેષપણે સંવરના સ્વરૂપનું કથન છે.
જે યોગીને, વિરત અર્થાત્ સર્વતઃ નિવૃત્ત વર્તતાં થકાં, યોગમાંવચન, મન અને
કાયસંબંધી ક્રિયામાંશુભપરિણામરૂપ પુણ્ય અને અશુભપરિણામરૂપ પાપ જ્યારે હોતાં
નથી, ત્યારે તેને શુભાશુભભાવકૃત દ્રવ્યકર્મનો (શુભાશુભભાવ જેનું નિમિત્ત હોય છે એવા
દ્રવ્યકર્મનો), સ્વકારણના અભાવને લીધે, સંવર થાય છે. તેથી અહીં (આ ગાથામાં)
શુભાશુભ પરિણામનો નિરોધભાવપુણ્યપાપસંવરદ્રવ્યપુણ્યપાપસંવરનો *પ્રધાન હેતુ
અવધારવો (સમજવો). ૧૪૩.
આ રીતે સંવરપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
जस्स जदा खलु पुण्णं जोगे पावं च णत्थि विरदस्स
संवरणं तस्स तदा सुहासुहकदस्स कम्मस्स ।।१४३।।
यस्य यदा खलु पुण्यं योगे पापं च नास्ति विरतस्य
संवरणं तस्य तदा शुभाशुभकृतस्य कर्मणः ।।१४३।।
विशेषेण संवरस्वरूपाख्यानमेतत
यस्य योगिनो विरतस्य सर्वतो निवृत्तस्य योगे वाङ्मनःकायकर्मणि शुभपरिणामरूपं
पुण्यमशुभपरिणामरूपं पापञ्च यदा न भवति तस्य तदा शुभाशुभभावकृतस्य द्रव्यकर्मणः
संवरः स्वकारणाभावात्प्रसिद्धयति
तदत्र शुभाशुभपरिणामनिरोधो भावपुण्यपापसंवरो
द्रव्यपुण्यपापसंवरस्य हेतुः प्रधानोऽवधारणीय इति ।।१४३।।
इति संवरपदार्थव्याख्यानं समाप्तम्
*પ્રધાન હેતુ = મુખ્ય નિમિત્ત. [દ્રવ્યસંવરમાં ‘મુખ્ય નિમિત્ત’ જીવના શુભાશુભ પરિણામનો નિરોધ છે,

Page 198 of 256
PDF/HTML Page 238 of 296
single page version

૧૯
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
હવે નિર્જરાપદાર્થનું વ્યાખ્યાન છે.
જે યોગ-સંવરયુક્ત જીવ બહુવિધ તપો સહ પરિણમે,
તેને નિયમથી નિર્જરા બહુ કર્મ કેરી થાય છે. ૧૪૪.
અન્વયાર્થઃ[ संवरयोगाभ्याम् युक्तः ] સંવર અને યોગથી (શુદ્ધોપયોગથી) યુક્ત
એવો [ यः ] જે જીવ [ बहुविधैः तपोभिः चेष्टते ] બહુવિધ તપો સહિત પ્રવર્તે છે, [ सः ] તે
[ नियतम् ] નિયમથી [ बहुकानां कर्मणां ] ઘણાં કર્મોની [ निर्जरणं करोति ] નિર્જરા કરે છે.
ટીકાઃઆ, નિર્જરાના સ્વરૂપનું કથન છે.
સંવર એટલે શુભાશુભ પરિણામનો નિરોધ, અને યોગ એટલે શુદ્ધોપયોગ; તેમનાથી
(સંવર અને યોગથી) યુક્ત એવો જે (પુરુષ), અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન,
રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયક્લેશાદિ ભેદોવાળાં બહિરંગ તપો સહિત તથા
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એવા ભેદોવાળાં અંતરંગ તપો
સહિત
એમ બહુવિધ તપો સહિત પ્રવર્તે છે, તે (પુરુષ) ખરેખર ઘણાં કર્મોની નિર્જરા
યોગનો નિરોધ નહિ. (અહીં એ ખ્યાલમાં રાખવાયોગ્ય છે કે દ્રવ્યસંવરનું ઉપાદાનકારણનિશ્ચય-
કારણ તો પુદ્ગલ પોતે જ છે.)]
૧. જે જીવને સહજશુદ્ધસ્વરૂપના પ્રતપનરૂપ નિશ્ચય-તપ હોય તે જીવના, હઠ વિના વર્તતા અનશનાદિ-
સંબંધી ભાવોને તપ કહેવામાં આવે છે. તેમાં વર્તતો શુદ્ધિરૂપ અંશ તે નિશ્ચય-તપ છે અને શુભપણારૂપ
अथ निर्जरापदार्थव्याख्यानम्
संवरजोगेहिं जुदो तवेहिं जो चिट्ठदे बहुविहेहिं
कम्माणं णिज्जरणं बहुगाणं कुणदि सो णियदं ।।१४४।।
संवरयोगाभ्यां युक्त स्तपोभिर्यश्चेष्टते बहुविधैः
कर्मणां निर्जरणं बहुकानां करोति स नियतम् ।।१४४।।
निर्जरास्वरूपाख्यानमेतत
शुभाशुभपरिणामनिरोधः संवरः, शुद्धोपयोगो योगः ताभ्यां युक्त स्तपो-
भिरनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्त शय्यासनकायक्लेशादिभेदाद्बहिरङ्गैः
प्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायव्युत्सर्गध्यानभेदादन्तरङ्गैश्च बहुविधैर्यश्चेष्टते स खलु

Page 199 of 256
PDF/HTML Page 239 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૯૯
કરે છે. તેથી અહીં (આ ગાથામાં એમ કહ્યું કે), કર્મના વીર્યનું (કર્મની શક્તિનું) શાતન
કરવામાં સમર્થ એવો જે બહિરંગ અને અંતરંગ તપો વડે વૃદ્ધિ પામેલો શુદ્ધોપયોગ તે
ભાવનિર્જરા છે અને તેના પ્રભાવથી (વૃદ્ધિ પામેલા શુદ્ધોપયોગના નિમિત્તથી) નીરસ
થયેલાં એવાં ઉપાર્જિત કર્મપુદ્ગલોનો એકદેશ સંક્ષય તે દ્રવ્યનિર્જરા છે. ૧૪૪.
સંવર સહિત, આત્મપ્રયોજનનો પ્રસાધક આત્મને
જાણી, સુનિશ્ચળ જ્ઞાન ધ્યાવે, તે કરમરજ નિર્જરે. ૧૪૫.
અન્વયાર્થઃ[ संवरेण युक्तः ] સંવરથી યુક્ત એવો [ यः ] જે જીવ,
અંશને વ્યવહાર-તપ કહેવામાં આવે છે. (મિથ્યાદ્રષ્ટિને નિશ્ચય-તપ નથી તેથી તેના અનશનાદિ-
સંબંધી શુભ ભાવોને વ્યવહાર-તપો પણ કહેવાતા નથી; કારણ કે જ્યાં વાસ્તવિક તપનો સદ્ભાવ
જ નથી, ત્યાં તે શુભ ભાવોમાં આરોપ કોનો કરવો?
)
૧. શાતન કરવું = પાતળું કરવું; હીન કરવું; ક્ષીણ કરવું; નષ્ટ કરવું.
૨. વૃદ્ધિ પામેલો = વધેલો; ઉગ્ર થયેલો. [
સંવર અને શુદ્ધોપયોગવાળા જીવને જ્યારે ઉગ્ર શુદ્ધોપયોગ થાય
છે ત્યારે ઘણાં કર્મોની નિર્જરા થાય છે. શુદ્ધોપયોગની ઉગ્રતા કરવાની વિધિ શુદ્ધાત્મદ્રવ્યના આલંબનની
ઉગ્રતા કરવી તે જ છે. એમ કરનારને, સહજદશાએ હઠ વિના જે અનશનાદિસંબંધી ભાવો વર્તે તેમાં
(
શુભપણારૂપ અંશની સાથે) ઉગ્ર-શુદ્ધિરૂપ અંશ હોય છે, જેથી ઘણાં કર્મોની નિર્જરા થાય છે.
(મિથ્યાદ્રષ્ટિને તો શુદ્ધાત્મદ્રવ્ય ભાસ્યું જ નથી, તેથી તેને સંવર નથી, શુદ્ધોપયોગ નથી, શુદ્ધોપયોગની
વૃદ્ધિની તો વાત જ ક્યાં રહી? તેથી તેને, સહજ દશા વિનાનાહઠપૂર્વકઅનશનાદિસંબંધી
શુભભાવો કદાચિત્ ભલે હોય તોપણ, મોક્ષના હેતુભૂત નિર્જરા બિલકુલ હોતી નથી.]
૩. સંક્ષય = સમ્યક્ પ્રકારે ક્ષય.
बहूनां कर्मणां निर्जरणं करोति तदत्र कर्मवीर्यशातनसमर्थो बहिरङ्गान्तरङ्गतपोभिर्बृंहितः
शुद्धोपयोगो भावनिर्जरा, तदनुभावनीरसीभूतानामेकदेशसंक्षयः समुपात्तकर्मपुद्गलानां
द्रव्यनिर्जरेति
।।१४४।।
जो संवरेण जुत्तो अप्पट्ठपसाधगो हि अप्पाणं
मुणिऊण झादि णियदं णाणं सो संधुणोदि कम्मरयं ।।१४५।।
यः संवरेण युक्त : आत्मार्थप्रसाधको ह्यात्मानम्
ज्ञात्वा ध्यायति नियतं ज्ञानं स संधुनोति कर्मरजः ।।१४५।।

Page 200 of 256
PDF/HTML Page 240 of 296
single page version

૨૦૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
[ आत्मार्थप्रसाधकः हि ] ખરેખર આત્માર્થનો પ્રસાધક (સ્વપ્રયોજનનો પ્રકૃષ્ટ સાધક)
વર્તતો થકો, [ आत्मानम् ज्ञात्वा ] આત્માને જાણીને (અનુભવીને) [ ज्ञानं नियतं ध्यायति ]
જ્ઞાનને નિશ્ચળપણે ધ્યાવે છે, [ सः ] તે [ कर्मरजः ] કર્મરજને [ संधुनोति ] ખેરવી
નાખે છે.
ટીકાઃઆ, નિર્જરાના મુખ્ય કારણનું કથન છે.
સંવરથી અર્થાત્ શુભાશુભ પરિણામના પરમ નિરોધથી યુક્ત એવો જે જીવ,
વસ્તુસ્વરૂપને (હેય-ઉપાદેય તત્ત્વને) બરાબર જાણતો થકો પરપ્રયોજનોથી જેની બુદ્ધિ
વ્યાવૃત્ત થઈ છે અને કેવળ સ્વપ્રયોજન સાધવામાં જેનું મન ઉદ્યત થયું છે એવો
વર્તતો થકો, આત્માને સ્વોપલબ્ધિથી ઉપલબ્ધ કરીને (પોતાને સ્વાનુભવ વડે
અનુભવીને), ગુણ-ગુણીનો વસ્તુપણે અભેદ હોવાથી તે જ જ્ઞાનનેસ્વનેસ્વ વડે
અવિચળપરિણતિવાળો થઈને સંચેતે છે, તે જીવ ખરેખર અત્યંત નિઃસ્નેહ વર્તતો થકો
જેને સ્નેહના લેપનો સંગ પ્રક્ષીણ થયો છે એવા શુદ્ધ સ્ફટિકના સ્તંભની માફક
પૂર્વોપાર્જિત કર્મરજને ખેરવી નાખે છે.
मुख्यनिर्जराकारणोपन्यासोऽयम्
यो हि संवरेण शुभाशुभपरिणामपरमनिरोधेन युक्त : परिज्ञातवस्तुस्वरूपः पर-
प्रयोजनेभ्यो व्यावृत्तबुद्धिः केवलं स्वप्रयोजनसाधनोद्यतमनाः आत्मानं स्वोपलम्भेनोपलभ्य
गुणगुणिनोर्वस्तुत्वेनाभेदात्तदेव ज्ञानं स्वं स्वेनाविचलितमनास्सञ्चेतयते स खलु
नितान्तनिस्स्नेहः प्रहीणस्नेहाभ्यङ्गपरिष्वङ्गशुद्धस्फ टिकस्तम्भवत
् पूर्वोपात्तं कर्मरजः संधुनोति
૧. વ્યાવૃત્ત થવું = નિવર્તવું; નિવૃત્ત થવું; પાછા વળવું.
૨. મન = મતિ; બુદ્ધિ; ભાવ; પરિણામ.
૩. ઉદ્યત થવું = તત્પર થવું; લાગવું; ઉદ્યમવંત થવું; વળવું; ઢળવું.
૪. ગુણી અને ગુણમાં વસ્તુ-અપેક્ષાએ અભેદ છે તેથી આત્મા કહો કે જ્ઞાન કહો
બન્ને એક જ
છે. ઉપર જેને ‘આત્મા’શબ્દથી કહ્યો હતો તેને જ અહીં ‘જ્ઞાન’શબ્દથી કહેલ છે. તે જ્ઞાનમાં
નિજાત્મામાંનિજાત્મા વડે નિશ્ચળ પરિણતિ કરીને તેનું સંચેતનસંવેદનઅનુભવન કરવું તે
ધ્યાન છે.
૫. નિઃસ્નેહ = સ્નેહ રહિત; મોહરાગદ્વેષ રહિત.
૬. સ્નેહ = તેલ; ચીકણો પદાર્થ; સ્નિગ્ધતા; ચીકાશ.