Panchastikay Sangrah (Gujarati). Gatha: 146-159 ; Bandh Padarth Vyakhyan; Moksh Padarth Vyakhyan; Moksh marg prapanch suchak choolika.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 13 of 15

 

Page 201 of 256
PDF/HTML Page 241 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૦૧
આથી (આ ગાથાથી) એમ દર્શાવ્યું કે નિર્જરાનો મુખ્ય હેતુ ધ્યાન
છે. ૧૪૫.
નહિ રાગદ્વેષવિમોહ ને નહિ યોગસેવન જેહને,
પ્રગટે શુભાશુભ બાળનારો ધ્યાન-અગ્નિ તેહને. ૧૪૬.
અન્વયાર્થઃ[ यस्य ] જેને [ मोहः रागः द्वेषः ] મોહ અને રાગદ્વેષ [ न विद्यते ]
નથી [ वा ] તથા [ योगपरिकर्म ] યોગોનું સેવન નથી (અર્થાત્ મન-વચન-કાયા પ્રત્યે
ઉપેક્ષા છે), [ तस्य ] તેને [ शुभाशुभदहनः ] શુભાશુભને બાળનારો [ ध्यानमयः अग्निः ]
ધ્યાનમય અગ્નિ [ जायते ] પ્રગટે છે.
ટીકાઃઆ, ધ્યાનના સ્વરૂપનું કથન છે.
શુદ્ધ સ્વરૂપમાં અવિચલિત ચૈતન્યપરિણતિ તે ખરેખર ધ્યાન છે. તે ધ્યાન
પ્રગટવાની વિધિ હવે કહેવામાં આવે છેઃજ્યારે ખરેખર યોગી, દર્શનમોહનીય અને
ચારિત્રમોહનીયનો વિપાક પુદ્ગલકર્મ હોવાથી તે વિપાકને (પોતાથી ભિન્ન એવાં
અચેતન) કર્મોમાં સમેટી દઈને, તદનુસાર પરિણતિથી ઉપયોગને વ્યાવૃત્ત કરીને (તે
વિપાકને અનુરૂપ પરિણમવામાંથી ઉપયોગને નિવર્તાવીને), મોહી, રાગી અને દ્વેષી નહિ
एतेन निर्जरामुख्यत्वे हेतुत्वं ध्यानस्य द्योतितमिति ।।१४५।।
जस्स ण विज्जदि रागो दोसो मोहो व जोगपरिकम्मो
तस्स सुहासुहडहणो झाणमओ जायदे अगणी ।।१४६।।
यस्य न विद्यते रागो द्वेषो मोहो वा योगपरिकर्म
तस्य शुभाशुभदहनो ध्यानमयो जायते अग्निः ।।१४६।।
ध्यानस्वरूपाभिधानमेतत
शुद्धस्वरूपेऽविचलितचैतन्यवृत्तिर्हि ध्यानम् अथास्यात्मलाभविधिरभिधीयते
यदा खलु योगी दर्शनचारित्रमोहनीयविपाकं पुद्गलकर्मत्वात् कर्मसु संहृत्य,
तदनुवृत्तेः व्यावृत्त्योपयोगममुह्यन्तमरज्यन्तमद्विषन्तं चात्यन्तशुद्ध एवात्मनि निष्कम्पं
૧. આ ધ્યાન શુદ્ધભાવરૂપ છે.
પં. ૨૬

Page 202 of 256
PDF/HTML Page 242 of 296
single page version

૨૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
થતા એવા તે ઉપયોગને અત્યંત શુદ્ધ આત્મામાં જ નિષ્કંપપણે લીન કરે છે, ત્યારે તે
યોગીને
કે જે પોતાના નિષ્ક્રિય ચૈતન્યરૂપ સ્વરૂપમાં વિશ્રાંત છે, વચન-મન-કાયાને
ભાવતો નથી અને સ્વકર્મોમાં વ્યાપાર કરતો નથી તેનેસકળ શુભાશુભ કર્મરૂપ
ઇંધનને બાળવામાં સમર્થ હોવાથી અગ્નિસમાન એવું, પરમપુરુષાર્થસિદ્ધિના ઉપાયભૂત
ધ્યાન પ્રગટે છે.
વળી કહ્યું છે કે
*‘अज्ज वि तिरयणसुद्धा अप्पा झाएवि लहइ इंदत्तं
लोयंतियदेवत्तं तत्थ चुआ णिव्वुदिं जंति ।।
‘अंतो णत्थि सुईणं कालो थोओ वयं च दुम्मेहा
तण्णवरि सिक्खियव्वं जं जरमरणं खयं कुणइ ।।
[અર્થઃહમણાં પણ ત્રિરત્નશુદ્ધ જીવો (આ કાળે પણ સમ્યગ્દર્શન-
જ્ઞાનચારિત્રરૂપ ત્રણ રત્નોથી શુદ્ધ એવા મુનિઓ) આત્માનું ધ્યાન કરીને ઇન્દ્રપણું તથા
લૌકાંતિક-દેવપણું પામે છે અને ત્યાંથી ચ્યવીને (મનુષ્યભવ પામી) નિર્વાણને પ્રાપ્ત
કરે છે.
निवेशयति, तदास्य निष्क्रियचैतन्यरूपस्वरूपविश्रान्तस्य वाङ्मनःकायानभावयतः
स्वकर्मस्वव्यापारयतः सकलशुभाशुभकर्मेन्धनदहनसमर्थत्वात् अग्निकल्पं परमपुरुषार्थ-
सिद्धयुपायभूतं ध्यानं जायते इति
तथा चोक्त म्‘‘अज्ज वि तिरयणसुद्धा
अप्पा झाएवि लहइ इंदत्तं लोयंतियदेवत्तं तत्थ चुआ णिव्वुदिं जंति’’ ।। ‘‘अंतो
णत्थि सुईणं कालो थोओ वयं च दुम्मेहा तण्णवरि सिक्खियव्वं जं जरमरणं
खयं कुणइ’’ ।।१४६।।
૧. ભાવવું = ચિંતવવું; ધ્યાવવું; અનુભવવું.
૨. વ્યાપાર = પ્રવૃત્તિ. [
સ્વરૂપવિશ્રાંત યોગીને પોતાનાં પૂર્વોપાર્જિત કર્મોમાં પ્રવર્તન નથી, કારણ કે તે
મોહનીયકર્મના વિપાકને પોતાથી ભિન્નઅચેતનજાણે છે તેમ જ તે કર્મવિપાકને અનુરૂપ
પરિણમનથી તેણે ઉપયોગને પાછો વાળ્યો છે.]
૩. પુરુષાર્થ = પુરુષનો અર્થ; પુરુષનું પ્રયોજન; આત્માનું પ્રયોજન; આત્મપ્રયોજન. [પરમપુરુષાર્થ અર્થાત
આત્માનું પરમ પ્રયોજન મોક્ષ છે અને તે મોક્ષ ધ્યાનથી સધાય છે, માટે પરમપુરુષાર્થની (મોક્ષની)
સિદ્ધિનો ઉપાય ધ્યાન છે.]
*આ બે ઉદ્ધૃત ગાથાઓમાંની પહેલી ગાથા શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત મોક્ષપ્રાભૃતની છે.

Page 203 of 256
PDF/HTML Page 243 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૦૩
શ્રુતિઓનો અંત નથી (શાસ્ત્રોનો પાર નથી), કાળ થોડો છે અને આપણે દુર્મેધ
છીએ; માટે તે જ કેવળ શીખવાયોગ્ય છે કે જે જરા-મરણનો ક્ષય કરે.]
ભાવાર્થઃનિર્વિકાર નિષ્ક્રિય ચૈતન્યચમત્કારમાં નિશ્ચળ પરિણતિ તે ધ્યાન છે.
આ ધ્યાન મોક્ષના ઉપાયરૂપ છે.
જેમ થોડો પણ અગ્નિ પુષ્કળ ઘાસ અને કાષ્ઠના રાશિને અલ્પ કાળમાં બાળી નાખે
છે, તેમ મિથ્યાત્વ-કષાયાદિ વિભાવના પરિત્યાગસ્વરૂપ મહા પવનથી પ્રજ્વલિત થયેલો અને
અપૂર્વ-અદ્ભુત-પરમ-આહ્લાદાત્મક સુખસ્વરૂપ ઘીથી સિંચાયેલો નિશ્ચય-આત્મસંવેદનરૂપ
ધ્યાનાગ્નિ મૂલોત્તરપ્રકૃતિભેદવાળાં કર્મરૂપી ઇન્ધનના રાશિને ક્ષણમાત્રમાં બાળી નાખે છે.
આ પંચમકાળમાં પણ યથાશક્તિ ધ્યાન થઈ શકે છે. આ કાળે જે વિચ્છેદ છે તે
શુક્લધ્યાનનો છે, ધર્મધ્યાનનો નહિ. આજે પણ અહીંથી જીવો ધર્મધ્યાન કરીને દેવનો ભવ
અને પછી મનુષ્યનો ભવ પામી મોક્ષને પ્રાપ્ત કરે છે. વળી બહુશ્રુતધરો જ ધ્યાન કરી
શકે એમ પણ નથી; સારભૂત અલ્પ શ્રુતથી પણ ધ્યાન થઈ શકે છે. માટે મોક્ષાર્થીઓએ
શુદ્ધાત્માનો પ્રતિપાદક, સંવરનિર્જરાનો કરનારો અને જરામરણનો હરનારો સારભૂત ઉપદેશ
ગ્રહીને ધ્યાન કરવાયોગ્ય છે.
[અહીં એ લક્ષમાં રાખવાયોગ્ય છે કે ઉપરોક્ત ધ્યાનનું મૂળ સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શન વિના ધ્યાન હોતું નથી, કારણ કે નિર્વિકાર નિષ્ક્રિય ચૈતન્યચમત્કારની
(
શુદ્ધાત્માની) સમ્યક્ પ્રતીતિ વિના તેમાં નિશ્ચળ પરિણતિ ક્યાંથી થઈ શકે? માટે મોક્ષના
ઉપાયભૂત ધ્યાન કરવા ઇચ્છનાર જીવે પ્રથમ તો જિનોક્ત દ્રવ્યગુણપર્યાયરૂપ વસ્તુસ્વરૂપની
યથાર્થ સમજણપૂર્વક નિર્વિકાર નિષ્ક્રિય ચૈતન્યચમત્કારની સમ્યક્ પ્રતીતિનો સર્વ પ્રકારે ઉદ્યમ
કરવાયોગ્ય છે; ત્યારપછી જ તે ચૈતન્યચમત્કારમાં વિશેષ લીનતાનો યથાર્થ ઉદ્યમ થઈ શકે
છે.
] ૧૪૬.
આ રીતે નિર્જરાપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
इति निर्जरापदार्थव्याख्यानं समाप्तम्
૧. દુર્મેધ = ઓછી બુદ્ધિવાળા; મંદબુદ્ધિ; ઠોઠ.
૨. મુનિને જે શુદ્ધાત્મસ્વરૂપનું નિશ્ચળ ઉગ્ર આલંબન વર્તે તેને અહીં મુખ્યપણે ‘ધ્યાન’ કહ્યું છે.
(શુદ્ધાત્માલંબનની ઉગ્રતાને મુખ્ય ન કરીએ તો, અવિરત સમ્યગ્દ્રષ્ટિને પણ ‘જઘન્ય ધ્યાન’ કહેવામાં
વિરોધ નથી, કારણ કે તેને પણ શુદ્ધાત્મસ્વરૂપનું જઘન્ય આલંબન તો હોય છે.)

Page 204 of 256
PDF/HTML Page 244 of 296
single page version

૨૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
હવે બંધપદાર્થનું વ્યાખ્યાન છે.
જો આતમા ઉપરક્ત કરતો અશુભ વા શુભ ભાવને,
તો તે વડે એ વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૪૭.
અન્વયાર્થઃ[ यदि ] જો [ आत्मा ] આત્મા [ रक्तः ] રક્ત (વિકારી) વર્તતો થકો
[ उदीर्णं ] ઉદિત [ यम् शुभम् अशुभम् भावम् ] શુભ કે અશુભ ભાવને [ करोति ] કરે છે, તો
[ सः ] તે આત્મા [ तेन ] તે ભાવ વડે (તે ભાવના નિમિત્તે) [ विविधेन पुद्गलकर्मणा ] વિવિધ
પુદ્ગલકર્મથી [ बद्धः भवति ] બદ્ધ થાય છે.
ટીકાઃઆ, બંધના સ્વરૂપનું કથન છે.
જો ખરેખર આ આત્મા અન્યના (પુદ્ગલકર્મના) આશ્રય વડે અનાદિ કાળથી
રક્ત રહીને કર્મોદયના પ્રભાવયુક્તપણે વર્તવાથી ઉદિત (પ્રગટ થતા) શુભ કે અશુભ
ભાવને કરે છે, તો તે આત્મા તે નિમિત્તભૂત ભાવ વડે વિવિધ પુદ્ગલકર્મથી બદ્ધ થાય
છે. તેથી અહીં (
એમ કહ્યું કે), મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ એવા જે જીવના શુભ કે અશુભ
પરિણામ તે ભાવબંધ છે અને તેના (શુભાશુભ પરિણામના) નિમિત્તથી શુભાશુભ કર્મપણે
પરિણત પુદ્ગલોનું જીવની સાથે અન્યોન્ય અવગાહન (વિશિષ્ટ શક્તિ સહિત
એકક્ષેત્રાવગાહસંબંધ) તે દ્રવ્યબંધ છે. ૧૪૭.
अथ बन्धपदार्थव्याख्यानम्
जं सुहमसुहमुदिण्णं भावं रत्तो करेदि जदि अप्पा
सो तेण हवदि बद्धो पोग्गलकम्मेण विविहेण ।।१४७।।
यं शुभमशुभमुदीर्णं भावं रक्त : करोति यद्यात्मा
स तेन भवति बद्धः पुद्गलकर्मणा विविधेन ।।१४७।।
बन्धस्वरूपाख्यानमेतत
यदि खल्वयमात्मा परोपाश्रयेणानादिरक्त : कर्मोदयप्रभावत्वादुदीर्णं शुभमशुभं वा भावं
करोति, तदा स आत्मा तेन निमित्तभूतेन भावेन पुद्गलकर्मणा विविधेन बद्धो भवति तदत्र
मोहरागद्वेषस्निग्धः शुभोऽशुभो वा परिणामो जीवस्य भावबन्धः, तन्निमित्तेन
शुभाशुभकर्मत्वपरिणतानां जीवेन सहान्योन्यमूर्च्छनं पुद्गलानां द्रव्यबन्ध इति
।।१४७।।

Page 205 of 256
PDF/HTML Page 245 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૦૫
છે યોગહેતુક ગ્રહણ, મનવચકાય-આશ્રિત યોગ છે;
છે ભાવહેતુક બંધ, ને મોહાદિસંયુત ભાવ છે. ૧૪૮.
અન્વયાર્થઃ[ योगनिमित्तं ग्रहणम् ] ગ્રહણનું (કર્મગ્રહણનું) નિમિત્ત યોગ છે;
[ योगः मनोवचनकायसंभूतः ] યોગ મનવચનકાયજનિત (આત્મપ્રદેશપરિસ્પંદ) છે.
[ भावनिमित्तः बन्धः ] બંધનું નિમિત્ત ભાવ છે; [ भावः रतिरागद्वेषमोहयुतः ] ભાવ
રતિરાગદ્વેષમોહથી યુક્ત (આત્મપરિણામ) છે.
ટીકાઃઆ, બંધના બહિરંગ કારણ અને અંતરંગ કારણનું કથન છે.
ગ્રહણ એટલે કર્મપુદ્ગલોનો જીવપ્રદેશવર્તી (જીવના પ્રદેશોની સાથે એક ક્ષેત્રે
રહેલા) કર્મસ્કંધોમાં પ્રવેશ; તેનું નિમિત્ત યોગ છે. યોગ એટલે વચનવર્ગણા, મનોવર્ગણા,
કાયવર્ગણા અને કર્મવર્ગણાનું જેમાં આલંબન હોય છે એવો આત્મપ્રદેશોનો પરિસ્પંદ
(
અર્થાત્ જીવના પ્રદેશોનું કંપન).
બંધ એટલે કર્મપુદ્ગલોનું વિશિષ્ટ શક્તિરૂપ પરિણામ સહિત સ્થિત રહેવું તે
(અર્થાત્ કર્મપુદ્ગલોનું અમુક અનુભાગરૂપ શક્તિ સહિત અમુક કાળ સુધી ટકવું તે); તેનું
નિમિત્ત જીવભાવ છે. જીવભાવ રતિરાગદ્વેષમોહયુક્ત (પરિણામ) છે અર્થાત્ મોહનીયના
વિપાકથી ઉત્પન્ન થતો વિકાર છે.
जोगणिमित्तं गहणं जोगो मणवयणकायसंभूदो
भावणिमित्तो बंधो भावो रदिरागदोसमोहजुदो ।।१४८।।
योगनिमित्तं ग्रहणं योगो मनोवचनकायसम्भूतः
भावनिमित्तो बन्धो भावो रतिरागद्वेषमोहयुतः ।।१४८।।
बहिरङ्गान्तरङ्गबन्धकारणाख्यानमेतत
ग्रहणं हि कर्मपुद्गलानां जीवप्रदेशवर्तिकर्मस्कन्धानुप्रवेशः तत् खलु योग-
निमित्तम् योगो वाङ्मनःकायकर्मवर्गणालम्बन आत्मप्रदेशपरिस्पन्दः बन्धस्तु कर्म-
पुद्गलानां विशिष्टशक्ति परिणामेनावस्थानम् स पुनर्जीवभावनिमित्तः जीवभावः पुना
रतिरागद्वेषमोहयुतः, मोहनीयविपाकसम्पादितविकार इत्यर्थः तदत्र पुद्गलानां ग्रहण-

Page 206 of 256
PDF/HTML Page 246 of 296
single page version

૨૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
તેથી અહીં (બંધને વિષે), બહિરંગ કારણ (નિમિત્ત) યોગ છે કારણ કે તે
પુદ્ગલોના ગ્રહણનો હેતુ છે, અને અંતરંગ કારણ (નિમિત્ત) જીવભાવ જ છે કારણ
કે તે (કર્મપુદ્ગલોની) વિશિષ્ટ શક્તિ અને સ્થિતિનો હેતુ છે.
ભાવાર્થઃકર્મબંધપર્યાયના ચાર વિશેષો છેઃ પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ
અને અનુભાગબંધ. આમાં સ્થિતિ-અનુભાગ જ અત્યંત મુખ્ય વિશેષો છે, પ્રકૃતિ-પ્રદેશ તો
અત્યંત ગૌણ વિશેષો છે; કારણ કે સ્થિતિ-અનુભાગ વિના કર્મબંધપર્યાય નામમાત્ર જ
રહે. તેથી અહીં પ્રકૃતિ-પ્રદેશબંધને માત્ર ‘ગ્રહણ’ શબ્દથી કહેલ છે અને સ્થિતિ-
અનુભાગબંધને જ ‘બંધ’ શબ્દથી કહેલ છે.
જીવના કોઈ પણ પરિણામમાં વર્તતો યોગ કર્મનાં પ્રકૃતિ-પ્રદેશનું અર્થાત્ ‘ગ્રહણ’નું
નિમિત્ત થાય છે અને જીવના તે જ પરિણામમાં વર્તતો મોહરાગદ્વેષભાવ કર્મનાં સ્થિતિ
અનુભાગનું અર્થાત્ ‘બંધ’નું નિમિત્ત થાય છે; માટે મોહરાગદ્વેષભાવને ‘બંધ’નું અંતરંગ
કારણ (અંતરંગ નિમિત્ત) કહ્યું છે અને યોગનેકે જે ‘ગ્રહણ’નું નિમિત્ત છે
તેને‘બંધ’નું બહિરંગ કારણ (બાહ્ય નિમિત્ત) કહ્યું છે. ૧૪૮.
હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા,
તેનાંય છે રાગાદિ, જ્યાં રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૪૯.
અન્વયાર્થઃ[ चतुर्विकल्पः हेतुः ] (દ્રવ્યમિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ
[ अष्टविकल्पस्य कारणम् ] આઠ પ્રકારનાં કર્મોનાં કારણ [ भणितम् ] કહેવામાં આવ્યા છે;
[ तेषाम् अपि च ] તેમને પણ [ रागादयः ] (જીવના) રાગાદિભાવો કારણ છે; [ तेषाम् अभावे ]
રાગાદિભાવોના અભાવમાં [ न बध्यन्ते ] જીવો બંધાતા નથી.
हेतुत्वाद्बहिरंगकारणं योगः, विशिष्टशक्ति स्थितिहेतुत्वादन्तरङ्गकारणं जीवभाव एवेति ।।१४८।।
हेदू चदुव्वियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं
तेसिं पि य रागादी तेसिमभावे ण बज्झंति ।।१४९।।
हेतुश्चतुर्विकल्पोऽष्टविकल्पस्य कारणं भणितम्
तेषामपि च रागादयस्तेषामभावे न बध्यन्ते ।।१४९।।

Page 207 of 256
PDF/HTML Page 247 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૦૭
ટીકાઃઆ, મિથ્યાત્વાદિ દ્રવ્યપર્યાયોને (દ્રવ્યમિથ્યાત્વાદિ પુદ્ગલપર્યાયોને)
પણ (બંધના) બહિરંગ-કારણપણાનું પ્રકાશન છે.
ગ્રંથાન્તરમાં (અન્ય શાસ્ત્રમાં) મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ એ ચાર
પ્રકારના દ્રવ્યહેતુઓને (દ્રવ્યપ્રત્યયોને) આઠ પ્રકારનાં કર્મોનાં કારણ તરીકે બંધહેતુ કહ્યા
છે. તેમને પણ બંધહેતુપણાના હેતુઓ જીવભાવભૂત રાગાદિક છે; કારણ કે
રાગાદિભાવોનો અભાવ હોતાં દ્રવ્યમિથ્યાત્વ, દ્રવ્ય-અસંયમ, દ્રવ્યકષાય અને દ્રવ્યયોગના
સદ્ભાવમાં પણ જીવો બંધાતા નથી. તેથી રાગાદિભાવોને અંતરંગ બંધહેતુપણું હોવાને
લીધે
નિશ્ચયથી બંધહેતુપણું છે એમ નક્કી કરવું. ૧૪૯.
આ રીતે બંધપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે મોક્ષપદાર્થનું વ્યાખ્યાન છે.
मिथ्यात्वादिद्रव्यपर्यायाणामपि बहिरङ्गकारणद्योतनमेतत
तन्त्रान्तरे किलाष्टविकल्पकर्मकारणत्वेन बन्धहेतुर्द्रव्यहेतुरूपश्चतुर्विकल्पः प्रोक्त :
मिथ्यात्वासंयमकषाययोगा इति तेषामपि जीवभावभूता रागादयो बन्धहेतुत्वस्य हेतवः, यतो
रागादिभावानामभावे द्रव्यमिथ्यात्वासंयमकषाययोगसद्भावेऽपि जीवा न बध्यन्ते ततो रागादी-
नामन्तरङ्गत्वान्निश्चयेन बन्धहेतुत्वमवसेयमिति ।।१४९।।
इति बन्धपदार्थव्याख्यानं समाप्तम्
अथ मोक्षपदार्थव्याख्यानम्
૧. પ્રકાશન = પ્રસિદ્ધ કરવું તે; સમજાવવું તે; દર્શાવવું તે.
૨. જીવગત રાગાદિરૂપ ભાવપ્રત્યયોનો અભાવ હોતાં દ્રવ્યપ્રત્યયોના વિદ્યમાનપણામાં પણ જીવો બંધાતા
નથી. જો જીવગત રાગાદિભાવોના અભાવમાં પણ દ્રવ્યપ્રત્યયોના ઉદયમાત્રથી બંધ થાય તો સર્વદા
બંધ જ રહે (
મોક્ષનો અવકાશ જ ન રહે), કારણ કે સંસારીઓને સદાય કર્મોદયનું વિદ્યમાનપણું
હોય છે.
૩. ઉદયગત દ્રવ્યમિથ્યાત્વાદિ પ્રત્યયોની માફક રાગાદિભાવો નવા કર્મબંધમાં માત્ર બહિરંગ નિમિત્ત
નથી પણ તેઓ તો નવા કર્મબંધમાં ‘અંતરંગ નિમિત્ત’ છે તેથી તેમને ‘નિશ્ચયથી બંધહેતુ’
કહ્યા છે.

Page 208 of 256
PDF/HTML Page 248 of 296
single page version

૨૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
હેતુ-અભાવે નિયમથી આસ્રવનિરોધન જ્ઞાનીને,
આસરવભાવ-અભાવમાં કર્મો તણું રોધન બને; ૧૫૦.
કર્મો-અભાવે સર્વજ્ઞાની સર્વદર્શી થાય છે,
ને અક્ષરહિત, અનંત, અવ્યાબાધ સુખને તે લહે. ૧૫૧.
અન્વયાર્થઃ[ हेत्वभावे ] (મોહરાગદ્વેષરૂપ) હેતુનો અભાવ થવાથી [ ज्ञानिनः ]
જ્ઞાનીને [ नियमात् ] નિયમથી [ आस्रवनिरोधः जायते ] આસ્રવનો નિરોધ થાય છે [ तु ] અને
[ आस्रवभावेन विना ] આસ્રવભાવના અભાવમાં [ कर्मणः निरोधः जायते ] કર્મનો નિરોધ
થાય છે. [ च ] વળી [ कर्मणाम् अभावेन ] કર્મોનો અભાવ થવાથી તે [ सर्वज्ञः सर्वलोकदर्शी
च ] સર્વજ્ઞ અને સર્વલોકદર્શી થયો થકો [ इन्द्रियरहितम् ] ઇન્દ્રિયરહિત, [ अव्याबाधम् ]
અવ્યાબાધ, [ अनन्तम् सुखम् प्राप्नोति ] અનંત સુખને પામે છે.
ટીકાઃઆ, દ્રવ્યકર્મમોક્ષના હેતુભૂત પરમ-સંવરરૂપે ભાવમોક્ષના સ્વરૂપનું
કથન છે.
हेदुमभावे णियमा जायदि णाणिस्स आसवणिरोधो
आसवभावेण विणा जायदि कम्मस्स दु णिरोधो ।।१५०।।
कम्मस्साभावेण य सव्वण्हू सव्वलोगदरिसी य
पावदि इंदियरहिदं अव्वाबाहं सुहमणंतं ।।१५१।।
हेत्वभावे नियमाज्जायते ज्ञानिनः आस्रवनिरोधः
आस्रवभावेन विना जायते कर्मणस्तु निरोधः ।।१५०।।
कर्मणामभावेन च सर्वज्ञः सर्वलोकदर्शी च
प्राप्नोतीन्द्रियरहितमव्याबाधं सुखमनन्तम् ।।१५१।।
द्रव्यकर्ममोक्षहेतुपरमसंवररूपेण भावमोक्षस्वरूपाख्यानमेतत
૧. દ્રવ્યકર્મમોક્ષ = દ્રવ્યકર્મનું સર્વથા છૂટી જવું તે; દ્રવ્યમોક્ષ. (અહીં ભાવમોક્ષનું સ્વરૂપ દ્રવ્યમોક્ષના
નિમિત્તભૂત પરમ-સંવરરૂપે દર્શાવ્યું છે.)

Page 209 of 256
PDF/HTML Page 249 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૦૯
આસ્રવનો હેતુ ખરેખર જીવનો મોહરાગદ્વેષરૂપ ભાવ છે. જ્ઞાનીને તેનો અભાવ
થાય છે. તેનો અભાવ થતાં આસ્રવભાવનો અભાવ થાય છે. આસ્રવભાવનો અભાવ
થતાં કર્મનો અભાવ થાય છે. કર્મનો અભાવ થવાથી સર્વજ્ઞપણું, સર્વદર્શીપણું અને
અવ્યાબાધ,
ઇન્દ્રિયવ્યાપારાતીત, અનંત સુખ થાય છે. તે આ જીવન્મુક્તિ નામનો
ભાવમોક્ષ છે. ‘કઈ રીતે?’ એમ પ્રશ્ન કરવામાં આવે તો નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ
છેઃ
અહીં જે ‘ભાવ’ વિવક્ષિત છે તે કર્માવૃત (કર્મથી અવરાયેલા) ચૈતન્યની ક્રમે
પ્રવર્તતી જ્ઞપ્તિક્રિયારૂપ છે. તે (ક્રમે પ્રવર્તતી જ્ઞપ્તિક્રિયારૂપ ભાવ) ખરેખર સંસારીને
અનાદિ કાળથી મોહનીયકર્મના ઉદયને અનુસરતી પરિણતિને લીધે અશુદ્ધ છે,
દ્રવ્યકર્માસ્રવનો હેતુ છે. પરંતુ તે (
ક્રમે પ્રવર્તતી જ્ઞપ્તિક્રિયારૂપ ભાવ) જ્ઞાનીને
મોહરાગદ્વેષવાળી પરિણતિરૂપે હાનિ પામે છે તેથી તેને આસ્રવભાવનો નિરોધ થાય છે.
તેથી આસ્રવભાવનો જેને નિરોધ થયો છે એવા તે જ્ઞાનીને મોહના ક્ષય વડે અત્યંત
નિર્વિકારપણું થવાથી, જેને અનાદિ કાળથી અનંત ચૈતન્ય અને (
અનંત) વીર્ય બિડાઈ
ગયેલ છે એવો તે જ્ઞાની (ક્ષીણમોહ ગુણસ્થાને) શુદ્ધ જ્ઞપ્તિક્રિયારૂપે અંતર્મુહૂર્ત
પસાર કરીને યુગપદ્ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો ક્ષય થવાથી કથંચિત
आस्रवहेतुर्हि जीवस्य मोहरागद्वेषरूपो भावः तदभावो भवति ज्ञानिनः
तदभावे भवत्यास्रवभावाभावः आस्रवभावाभावे भवति कर्माभावः कर्माभावेन भवति
सार्वज्ञं सर्वदर्शित्वमव्याबाधमिन्द्रियव्यापारातीतमनन्तसुखत्वञ्चेति स एष जीवन्मुक्ति नामा
भावमोक्षः कथमिति चेत भावः खल्वत्र विवक्षितः कर्मावृत्तचैतन्यस्य
क्रमप्रवर्तमानज्ञप्तिक्रियारूपः स खलु संसारिणोऽनादिमोहनीयकर्मोदयानुवृत्तिवशाद-
शुद्धो द्रव्यकर्मास्रवहेतुः स तु ज्ञानिनो मोहरागद्वेषानुवृत्तिरूपेण प्रहीयते
ततोऽस्य आस्रवभावो निरुध्यते ततो निरुद्धास्रवभावस्यास्य मोहक्षयेणात्यन्त-
निर्विकारमनादिमुद्रितानन्तचैतन्यवीर्यस्य शुद्धज्ञप्तिक्रियारूपेणान्तर्मुहूर्तमतिवाह्य युगपज्ज्ञान-
૧. ઇન્દ્રિયવ્યાપારાતીત = ઇન્દ્રિયવ્યાપાર રહિત
૨. જીવન્મુક્તિ = જીવતાં મુક્તિ; દેહ હોવાં છતાં મુક્તિ.
૩. વિવક્ષિત = કહેવા ધારેલો
પં. ૨૭

Page 210 of 256
PDF/HTML Page 250 of 296
single page version

૨૧
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
કૂટસ્થ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને એ રીતે તેને જ્ઞપ્તિક્રિયાના રૂપમાં ક્રમપ્રવૃત્તિનો
અભાવ થવાથી ભાવકર્મનો વિનાશ થાય છે. તેથી કર્મનો અભાવ થતાં તે ખરેખર
ભગવાન સર્વજ્ઞ, સર્વદર્શી અને ઇન્દ્રિયવ્યાપારાતીત-અવ્યાબાધ-અનંતસુખવાળો સદાય
રહે છે.
એ રીતે આ (અહીં કહ્યો તે), ભાવકર્મમોક્ષનો પ્રકાર તથા દ્રવ્યકર્મમોક્ષના
હેતુભૂત પરમ સંવરનો પ્રકાર છે. ૧૫૦૧૫૧.
દ્રગજ્ઞાનથી પરિપૂર્ણ ને પરદ્રવ્યવિરહિત ધ્યાન જે,
તે નિર્જરાનો હેતુ થાય સ્વભાવપરિણત સાધુને. ૧૫૨.
અન્વયાર્થઃ[ स्वभावसहितस्य साधोः ] સ્વભાવસહિત સાધુને (સ્વભાવપરિણત
કેવળીભગવાનને) [ दर्शनज्ञानसमग्रं ] દર્શનજ્ઞાનથી સંપૂર્ણ અને [ नो अन्यद्रव्यसंयुक्तम् ]
दर्शनावरणान्तरायक्षयेण कथञ्चित् कूटस्थज्ञानत्वमवाप्य ज्ञप्तिक्रियारूपे क्रमप्रवृत्त्यभावाद्भावकर्म
विनश्यति ततः कर्माभावे स हि भगवान्सर्वज्ञः सर्वदर्शी व्युपरतेन्द्रियव्यापारा-
व्याबाधानन्तसुखश्च नित्यमेवावतिष्ठते इत्येष भावकर्ममोक्षप्रकारः द्रव्यकर्ममोक्षहेतुः
परमसंवरप्रकारश्च ।।१५०१५१।।
दंसणणाणसमग्गं झाणं णो अण्णदव्वसंजुत्तं
जायदि णिज्जरहेदू सभावसहिदस्स साधुस्स ।।१५२।।
दर्शनज्ञानसमग्रं ध्यानं नो अन्यद्रव्यसंयुक्त म्
जायते निर्जराहेतुः स्वभावसहितस्य साधोः ।।१५२।।
૧. કૂટસ્થ = સર્વ કાળે એક રૂપે રહેનારું; અચળ. [જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મોનો નાશ થતાં કાંઈ જ્ઞાન
સર્વથા અપરિણામી થઈ જતું નથી; પરંતુ તે અન્ય અન્ય જ્ઞેયોને જાણવારૂપે પલટાતું નથીસર્વદા
ત્રણે કાળના સમસ્ત જ્ઞેયોને જાણ્યા કરે છે, તેથી તેને કથંચિત્ કૂટસ્થ કહ્યું છે.]
૨. ભાવકર્મમોક્ષ = ભાવકર્મનું સર્વથા છૂટી જવું તે; ભાવમોક્ષ. (જ્ઞપ્તિક્રિયામાં ક્રમપ્રવૃત્તિનો અભાવ
થવો તે ભાવમોક્ષ છે અથવા સર્વજ્ઞ-સર્વદર્શીપણાની અને અનંતાનંદમયપણાની પ્રગટતા તે ભાવમોક્ષ
છે.
)
૩. પ્રકાર = સ્વરૂપ; રીત.

Page 211 of 256
PDF/HTML Page 251 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૧૧
અન્યદ્રવ્યથી અસંયુક્ત એવું [ ध्यानं ] ધ્યાન [ निर्जराहेतुः जायते ] નિર્જરાનો હેતુ થાય છે.
ટીકાઃઆ, દ્રવ્યકર્મમોક્ષના હેતુભૂત એવી પરમ નિર્જરાના કારણભૂત ધ્યાનનું
કથન છે.
એ રીતે ખરેખર આ (પૂર્વોક્ત) ભાવમુક્ત (ભાવમોક્ષવાળા) ભગવાન
કેવળીનેકે જેમને સ્વરૂપતૃપ્તપણાને લીધે કર્મવિપાકકૃત સુખદુઃખરૂપ વિક્રિયા અટકી
ગઈ છે તેમનેઆવરણના પ્રક્ષીણપણાને લીધે, અનંત જ્ઞાનદર્શનથી સંપૂર્ણ શુદ્ધજ્ઞાન-
ચેતનામયપણાને લીધે તથા અતીંદ્રિયપણાને લીધે જે અન્યદ્રવ્યના સંયોગ વિનાનું છે અને
શુદ્ધ સ્વરૂપમાં અવિચલિત ચૈતન્યવૃત્તિરૂપ હોવાને લીધે જે કંથચિત
્ ‘ધ્યાન’ નામને યોગ્ય
છે એવું આત્માનું સ્વરૂપ (આત્માની નિજ દશા) પૂર્વસંચિત કર્મોની શક્તિનું શાતન
અથવા તેમનું પતન અવલોકીને નિર્જરાના હેતુ તરીકે વર્ણવવામાં આવે છે.
ભાવાર્થઃકેવળીભગવાનના આત્માની દશા જ્ઞાનદર્શનાવરણના ક્ષયવાળી હોવાને
લીધે, શુદ્ધજ્ઞાનચેતનામય હોવાને લીધે તથા ઇન્દ્રિયવ્યાપારાદિ બહિર્દ્રવ્યના આલંબન વિનાની
હોવાને લીધે અન્યદ્રવ્યના સંસર્ગ રહિત છે અને શુદ્ધસ્વરૂપમાં નિશ્ચળ ચૈતન્યપરિણતિરૂપ
હોવાને લીધે કોઈ પ્રકારે ‘ધ્યાન’ નામને યોગ્ય છે. તેમની આવી આત્મદશા નિર્જરાના
નિમિત્ત તરીકે વર્ણવવામાં આવે છે કારણ કે તેમને પૂર્વોપાર્જિત કર્મોની શક્તિ હીન થતી
જાય છે તેમ જ તે કર્મો ખરતાં જાય છે. ૧૫૨.
द्रव्यकर्ममोक्षहेतुपरमनिर्जराकारणध्यानाख्यानमेतत
एवमस्य खलु भावमुक्त स्य भगवतः केवलिनः स्वरूपतृप्तत्वाद्विश्रान्तसुखदुःख-
कर्मविपाककृतविक्रियस्य प्रक्षीणावरणत्वादनन्तज्ञानदर्शनसम्पूर्णशुद्धज्ञानचेतनामयत्वाद-
तीन्द्रियत्वात
् चान्यद्रव्यसंयोगवियुक्तं शुद्धस्वरूपेऽविचलितचैतन्यवृत्तिरूपत्वात्कथञ्चिद्धयान-
व्यपदेशार्हमात्मनः स्वरूपं पूर्वसञ्चितकर्मणां शक्ति शातनं पतनं वा विलोक्य निर्जरा-
हेतुत्वेनोपवर्ण्यत इति
।।१५२।।
૧. કેવળીભગવાન નિર્વિકાર-પરમાનંદસ્વરૂપ સ્વાત્મોપન્ન સુખથી તૃપ્ત છે તેથી કર્મનો વિપાક
જેમાં નિમિત્તભૂત હોય છે એવી સાંસારિક સુખદુઃખરૂપ (હર્ષવિષાદરૂપ) વિક્રિયા તેમને વિરામ
પામી છે.
૨. શાતન = પાતળું થવું તે; હીન થવું તે; ક્ષીણ થવું તે.
૩. પતન = નાશ; ગલન; ખરી જવું તે.

Page 212 of 256
PDF/HTML Page 252 of 296
single page version

૨૧
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
સંવરસહિત તે જીવ પૂર્વ સમસ્ત કર્મો નિર્જરે
ને આયુવેદ્યવિહીન થઈ ભવને તજે; તે મોક્ષ છે. ૧૫૩.
અન્વયાર્થઃ[ यः संवरेण युक्तः ] જે સંવરથી યુક્ત છે એવો (કેવળજ્ઞાનપ્રાપ્ત)
જીવ [ निर्जरन् अथ सर्वकर्माणि ] સર્વ કર્મોને નિર્જરતો થકો [ व्यपगतवेद्यायुष्कः ] વેદનીય અને
આયુષ રહિત થઈને [ भवं मुञ्चति ] ભવને છોડે છે; [ तेन ] તેથી (એ રીતે સર્વ
કર્મપુદ્ગલોનો વિયોગ થવાને લીધે) [ सः मोक्षः ] તે મોક્ષ છે.
ટીકાઃઆ, દ્રવ્યમોક્ષના સ્વરૂપનું કથન છે.
ખરેખર ભગવાન કેવળીને, ભાવમોક્ષ હોતાં, પરમ સંવર સિદ્ધ થવાને લીધે ઉત્તર
કર્મસંતતિ નિરોધ પામી થકી અને પરમ નિર્જરાના કારણભૂત ધ્યાન સિદ્ધ થવાને લીધે
પૂર્વ કર્મસંતતિકે જેની સ્થિતિ કદાચિત્ સ્વભાવથી જ આયુકર્મના જેટલી હોય છે અને
કદાચિતસમુદ્ઘાતવિધાનથી આયુકર્મના જેટલી થાય છે તેઆયુકર્મના અનુસારે જ
નિર્જરતી થકી, અપુનર્ભવને માટે તે ભવ છૂટવાના સમયે થતો જે વેદનીય-આયુ-નામ-
जो संवरेण जुत्तो णिज्जरमाणोध सव्वकम्माणि
ववगदवेदाउस्सो मुयदि भवं तेण सो मोक्खो ।।१५३।।
यः संवरेण युक्तो निर्जरन्नथ सर्वकर्माणि
व्यपगतवेद्यायुष्को मुञ्चति भवं तेन स मोक्षः ।।१५३।।
द्रव्यमोक्षस्वरूपाख्यानमेतत
अथ खलु भगवतः केवलिनो भावमोक्षे सति प्रसिद्धपरमसंवरस्योत्तरकर्मसन्ततौ
निरुद्धायां परमनिर्जराकारणध्यानप्रसिद्धौ सत्यां पूर्वकर्मसन्ततौ कदाचित्स्वभावेनैव
कदाचित्समुद्घातविधानेनायुःकर्मसमभूतस्थित्यामायुःकर्मानुसारेणैव निर्जीर्यमाणायामपुनर्भवाय
૧. ઉત્તર કર્મસંતતિ = પછીનો કર્મપ્રવાહ; ભાવી કર્મપરંપરા. ૨. પૂર્વ = પહેલાંની
૩. કેવળીભગવાનને વેદનીય, નામ અને ગોત્રકર્મની સ્થિતિ ક્યારેક સ્વભાવથી જ (
અર્થાત્ કેવળીસમુદ્ઘાત-
રૂપ નિમિત્ત હોયા વિના જ) આયુકર્મના જેટલી હોય છે અને ક્યારેક તે ત્રણ કર્મોની સ્થિતિ આયુ-
કર્મથી વધારે હોવા છતાં તે સ્થિતિ ઘટીને આયુકર્મ જેટલી થવામાં કેવળીસમુદ્ઘાત નિમિત્ત બને છે.
૪. અપુનર્ભવ = ફરીને ભવ નહિ થવો તે. (કેવળીભગવાનને ફરીને ભવ થયા વિના જ તે ભવનો
ત્યાગ થાય છે; તેથી તેમના આત્માથી કર્મપુદ્ગલોનો સદાને માટે સર્વથા વિયોગ થાય છે.)

Page 213 of 256
PDF/HTML Page 253 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૧૩
ગોત્રરૂપ કર્મપુદ્ગલોનો જીવની સાથે અત્યંત વિશ્લેષ (વિયોગ) તે દ્રવ્યમોક્ષ છે. ૧૫૩.
આ રીતે મોક્ષપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
વળી મોક્ષમાર્ગના અવયવરૂપ સમ્યગ્દર્શન તથા સમ્યગ્જ્ઞાનના વિષયભૂત નવ
પદાર્થનું વ્યાખ્યાન પણ સમાપ્ત થયું.
✽ ✽ ✽
હવે મોક્ષમાર્ગપ્રપંચસૂચક ચૂલિકા છે.
આત્મસ્વભાવ અનન્યમય નિર્વિઘ્ન દર્શન જ્ઞાન છે;
દ્રગ્જ્ઞાનનિયત અનિંદ્ય જે અસ્તિત્વ તે ચારિત્ર છે. ૧૫૪.
અન્વયાર્થઃ[ जीवस्वभावं ] જીવનો સ્વભાવ [ ज्ञानम् ] જ્ઞાન અને [ अप्रतिहत-
तद्भवत्यागसमये वेदनीयायुर्नामगोत्ररूपाणां जीवेन सहात्यन्तविश्लेषः कर्मपुद्गलानां
द्रव्यमोक्षः
।।१५३।।
इति मोक्षपदार्थव्याख्यानं समाप्तम्
समाप्तं च मोक्षमार्गावयवरूपसम्यग्दर्शनज्ञानविषयभूतनवपदार्थव्याख्यानम् ।।
✽ ✽ ✽
अथ मोक्षमार्गप्रपञ्चसूचिका चूलिका
जीवसहावं णाणं अप्पडिहददंसणं अणण्णमयं
चरियं च तेसु णियदं अत्थित्तमणिंदियं भणियं ।।१५४।।
जीवस्वभावं ज्ञानमप्रतिहतदर्शनमनन्यमयम्
चारित्रं च तयोर्नियतमस्तित्वमनिन्दितं भणितम् ।।१५४।।
૧. મોક્ષમાર્ગપ્રપંચસૂચક = મોક્ષમાર્ગનો વિસ્તાર જણાવનારી; મોક્ષમાર્ગને વિસ્તારથી કહેનારી; મોક્ષમાર્ગનું
વિસ્તૃત કથન કરનારી.
૨. ચૂલિકાના અર્થ માટે ૧૪૨મા પાનાનું પદટિપ્પણ જુઓ.

Page 214 of 256
PDF/HTML Page 254 of 296
single page version

૨૧
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
दर्शनम् ] અપ્રતિહત દર્શન છે[ अनन्यमयम् ] કે જેઓ (જીવથી) અનન્યમય છે. [ तयोः ]
તે જ્ઞાનદર્શનમાં [ नियतम् ] નિયત [ अस्तित्वम् ] અસ્તિત્વ[ अनिन्दितं ] કે જે અનિંદિત
છે[ चारित्रं च भणितम् ] તેને (જિનેંદ્રોએ) ચારિત્ર કહ્યું છે.
ટીકાઃઆ, મોક્ષમાર્ગના સ્વરૂપનું કથન છે.
જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. જીવસ્વભાવ ખરેખર જ્ઞાનદર્શન
છે કારણ કે તેઓ (જીવથી) અનન્યમય છે. જ્ઞાનદર્શનનું (જીવથી) અનન્યમયપણું
હોવાનું કારણ એ છે કે વિશેષચૈતન્ય અને સામાન્યચૈતન્ય જેનો સ્વભાવ છે એવા
જીવથી તેઓ નિષ્પન્ન છે (અર્થાત્ જીવથી જ્ઞાનદર્શન રચાયેલાં છે). હવે જીવના
સ્વરૂપભૂત એવાં તે જ્ઞાનદર્શનમાં નિયતઅવસ્થિત એવું જે ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ
વૃત્તિમય અસ્તિત્વકે જે રાગાદિપરિણામના અભાવને લીધે અનિંદિત છેતે ચારિત્ર
છે; તે જ મોક્ષમાર્ગ છે.
સંસારીઓમાં ચારિત્ર ખરેખર બે પ્રકારનું છેઃ() સ્વચારિત્ર અને
() પરચારિત્ર; () સ્વસમય અને () પરસમય એવો અર્થ છે. ત્યાં, સ્વભાવમાં
અવસ્થિત અસ્તિત્વસ્વરૂપ (ચારિત્ર) તે સ્વચારિત્ર છે અને પરભાવમાં અવસ્થિત
અસ્તિત્વસ્વરૂપ (ચારિત્ર) તે પરચારિત્ર છે. તેમાંથી (અર્થાત્ બે પ્રકારનાં
ચારિત્રમાંથી), સ્વભાવમાં અવસ્થિત અસ્તિત્વરૂપ ચારિત્રકે જે પરભાવમાં અવસ્થિત
मोक्षमार्गस्वरूपाख्यानमेतत
जीवस्वभावनियतं चरितं मोक्षमार्गः जीवस्वभावो हि ज्ञानदर्शने अनन्य-
मयत्वात अनन्यमयत्वं च तयोर्विशेषसामान्यचैतन्यस्वभावजीवनिर्वृत्तत्वात अथ
तयोर्जीवस्वरूपभूतयोर्ज्ञानदर्शनयोर्यन्नियतमवस्थितमुत्पादव्ययध्रौव्यरूपवृत्तिमयमस्तित्वं रागादि-
परिणत्यभावादनिन्दितं तच्चरितं; तदेव मोक्षमार्ग इति
द्विविधं हि किल
संसारिषु चरितंस्वचरितं परचरितं च; स्वसमयपरसमयावित्यर्थः तत्र स्वभावाव-
स्थितास्तित्वस्वरूपं स्वचरितं, परभावावस्थितास्तित्वस्वरूपं परचरितम् तत्र यत्स्वभावा-
૧. વિશેષચૈતન્ય તે જ્ઞાન છે અને સામાન્યચૈતન્ય તે દર્શન છે.
૨. નિયત = અવસ્થિત; સ્થિત; સ્થિર; દ્રઢપણે રહેલું.
૩. વૃત્તિ = વર્તવું તે; હોવું તે. [
ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ વૃત્તિ તે અસ્તિત્વ છે.]

Page 215 of 256
PDF/HTML Page 255 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૧૫
અસ્તિત્વથી ભિન્ન હોવાને લીધે અત્યંત અનિંદિત છે તેઅહીં સાક્ષાત્ મોક્ષમાર્ગ તરીકે
અવધારવું.
[આ જ ચારિત્ર ‘પરમાર્થ’શબ્દથી વાચ્ય એવા મોક્ષનું કારણ છે, અન્ય નહિ
એમ નહિ જાણતાં થકાં, મોક્ષથી ભિન્ન એવા અસાર સંસારના કારણભૂત
મિથ્યાત્વરાગાદિમાં લીન વર્તતાં થકાં આપણો અનંત કાળ ગયો; આમ જાણીને તે જ
જીવસ્વભાવનિયત ચારિત્રની
કે જે મોક્ષના કારણભૂત છે તેનીનિરંતર ભાવના કરવી
યોગ્ય છે. આ પ્રમાણે સૂત્રતાત્પર્ય છે.] ૧૫૪.
નિજભાવનિયત અનિયતગુણપર્યયપણે પરસમય છે;
તે જો કરે સ્વકસમયને તો કર્મબંધનથી છૂટે. ૧૫૫.
અન્વયાર્થઃ[ जीवः ] જીવ, [ स्वभावनियतः ] (દ્રવ્ય-અપેક્ષાએ) સ્વભાવનિયત
હોવા છતાં, [ अनियतगुणपर्यायः अथ परसमयः ] જો અનિયત ગુણપર્યાયવાળો હોય તો
પરસમય છે. [ यदि ] જો તે [ स्वकं समयं कुरुते ] (નિયત ગુણપર્યાયે પરિણમી) સ્વસમયને
કરે છે તો [ कर्मबन्धात् ] કર્મબંધથી [ प्रभ्रस्यति ] છૂટે છે.
ટીકાઃસ્વસમયના ગ્રહણ અને પરસમયના ત્યાગપૂર્વક કર્મક્ષય થાય છે
એવા પ્રતિપાદન દ્વારા અહીં (આ ગાથામાં) ‘જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ
છે’ એમ દર્શાવ્યું છે.
वस्थितास्तित्वरूपं परभावावस्थितास्तित्वव्यावृत्तत्वेनात्यन्तमनिन्दितं तदत्र साक्षान्मोक्ष-
मार्गत्वेनावधारणीयमिति
।।१५४।।
जीवो सहावणियदो अणियदगुणपज्जओध परसमओ
जदि कुणदि सगं समयं पब्भस्सदि कम्मबंधादो ।।१५५।।
जीवः स्वभावनियतः अनियतगुणपर्यायोऽथ परसमयः
यदि कुरुते स्वकं समयं प्रभ्रस्यति कर्मबन्धात् ।।१५५।।
स्वसमयपरसमयोपादानव्युदासपुरस्सरकर्मक्षयद्वारेण जीवस्वभावनियतचरितस्य मोक्ष-
मार्गत्वद्योतनमेतत

Page 216 of 256
PDF/HTML Page 256 of 296
single page version

૨૧
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
સંસારી જીવ, (દ્રવ્ય-અપેક્ષાએ) જ્ઞાનદર્શનમાં અવસ્થિત હોવાને લીધે સ્વભાવમાં
નિયત (નિશ્ચળપણે રહેલો) હોવા છતાં, જ્યારે અનાદિ મોહનીયના ઉદયને અનુસરીને
પરિણતિ કરવાને લીધે ઉપરક્ત ઉપયોગવાળો (અશુદ્ધ ઉપયોગવાળો) હોય છે ત્યારે
(પોતે) ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) ગ્રહ્યું હોવાને લીધે તેને જે અનિયત-
ગુણપર્યાયપણું હોય છે તે પરસમય અર્થાત્ પરચારિત્ર છે; તે જ (જીવ) જ્યારે અનાદિ
મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિ કરવી છોડીને અત્યંત શુદ્ધ ઉપયોગવાળો હોય છે
ત્યારે (
પોતે) ભાવનું એકરૂપપણું ગ્રહ્યું હોવાને લીધે તેને જે નિયતગુણપર્યાયપણું હોય છે
તે સ્વસમય અર્થાત્ સ્વચારિત્ર છે.
હવે, ખરેખર જો કોઈ પણ પ્રકારે સમ્યગ્જ્ઞાનજ્યોતિ પ્રગટ કરીને જીવ પરસમયને
છોડી સ્વસમયને ગ્રહણ કરે છે તો કર્મબંધથી અવશ્ય છૂટે છે; જેથી ખરેખર (એમ નક્કી
થાય છે કે) જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. ૧૫૫.
જે રાગથી પરદ્રવ્યમાં કરતો શુભાશુભ ભાવને,
તે સ્વકચરિત્રથી ભ્રષ્ટ, પરચારિત્ર આચરનાર છે. ૧૫૬.
संसारिणो हि जीवस्य ज्ञानदर्शनावस्थितत्वात् स्वभावनियतस्याप्यनादि-
मोहनीयोदयानुवृत्तिपरत्वेनोपरक्तोपयोगस्य सतः समुपात्तभाववैश्वरूप्यत्वादनियतगुण-
पर्यायत्वं परसमयः परचरितमिति यावत
तस्यैवानादिमोहनीयोदयानुवृत्तिपरत्वम-
पास्यात्यन्तशुद्धोपयोगस्य सतः समुपात्तभावैक्यरूप्यत्वान्नियतगुणपर्यायत्वं स्वसमयः
स्वचरितमिति यावत
अथ खलु यदि कथञ्चनोद्भिन्नसम्यग्ज्ञानज्योतिर्जीवः परसमयं
व्युदस्य स्वसमयमुपादत्ते तदा कर्मबन्धादवश्यं भ्रश्यति यतो हि जीवस्वभावनियतं
चरितं मोक्षमार्ग इति ।।१५५।।
जो परदव्वम्हि सुहं असुहं रागेण कुणदि जदि भावं
सो सगचरित्तभट्ठो परचरियचरो हवदि जीवो ।।१५६।।
૧. ઉપરક્ત = ઉપરાગયુક્ત. [કોઈ પદાર્થમાં થતો, અન્ય ઉપાધિને અનુરૂપ વિકાર (અર્થાત્ અન્ય ઉપાધિ
જેમાં નિમિત્તભૂત હોય છે એવી ઔપાધિક વિકૃતિમલિનતાઅશુદ્ધિ) તે ઉપરાગ છે.]
૨. અનિયત = અનિશ્ચિત; અનેકરૂપ; વિવિધ પ્રકારના.
૩. નિયત = નિશ્ચિત; એકરૂપ; અમુક એક જ પ્રકારના.

Page 217 of 256
PDF/HTML Page 257 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૧૭
અન્વયાર્થઃ[ यः ] જે [ रागेण ] રાગથી (રંજિત અર્થાત્ મલિન ઉપયોગથી)
[ परद्रव्ये ] પરદ્રવ્યને વિષે [ शुभम् अशुभम् भावम् ] શુભ કે અશુભ ભાવ [ यदि करोति ]
કરે છે, [ सः जीवः ] તે જીવ [ स्वकचरित्रभ्रष्टः ] સ્વચારિત્રભ્રષ્ટ એવો [ परचरितचरः भवति ]
પરચારિત્રનો આચરનાર છે.
ટીકાઃઆ, પરચારિત્રમાં પ્રવર્તનારના સ્વરૂપનું કથન છે.
જે (જીવ) ખરેખર મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિવશાત્ (અર્થાત
મોહનીયના ઉદયને અનુસરીને પરિણમવાને લીધે) રંજિત-ઉપયોગવાળો (ઉપરક્ત-
ઉપયોગવાળો) વર્તતો થકો, પરદ્રવ્યને વિષે શુભ કે અશુભ ભાવને ધારણ કરે છે, તે
(જીવ) સ્વચારિત્રથી ભ્રષ્ટ એવો પરચારિત્રનો આચરનાર કહેવામાં આવે છે; કારણ કે
ખરેખર સ્વદ્રવ્યને વિષે શુદ્ધ-ઉપયોગરૂપ પરિણતિ તે સ્વચારિત્ર છે અને પરદ્રવ્યને વિષે
સોપરાગ-ઉપયોગરૂપ પરિણતિ તે પરચારિત્ર છે. ૧૫૬.
રે! પુણ્ય અથવા પાપ જીવને આસ્રવે જે ભાવથી,
તેના વડે તે ‘પરચરિત’ નિર્દિષ્ટ છે જિનદેવથી. ૧૫૭.
यः परद्रव्ये शुभमशुभं रागेण करोति यदि भावम्
स स्वकचरित्रभ्रष्टः परचरितचरो भवति जीवः ।।१५६।।
परचरितप्रवृत्तस्वरूपाख्यानमेतत
यो हि मोहनीयोदयानुवृत्तिवशाद्रज्यमानोपयोगः सन् परद्रव्ये शुभमशुभं वा
भावमादधाति, स स्वकचरित्रभ्रष्टः परचरित्रचर इत्युपगीयते; यतो हि स्वद्रव्ये शुद्धोपयोगवृत्तिः
स्वचरितं, परद्रव्ये सोपरागोपयोगवृत्तिः परचरितमिति
।।१५६।।
आसवदि जेण पुण्णं पावं वा अप्पणोध भावेण
सो तेण परचरित्तो हवदि त्ति जिणा परूवेंति ।।१५७।।
૧. સોપરાગ = ઉપરાગયુક્ત; ઉપરક્ત; મલિન; વિકારી; અશુદ્ધ. [ઉપયોગમાં થતો, કર્મોદયરૂપ ઉપાધિને
અનુરૂપ વિકાર (અર્થાત્ કર્મોદયરૂપ ઉપાધિ જેમાં નિમિત્તભૂત હોય છે એવી ઔપાધિક વિકૃતિ)
તે ઉપરાગ છે.]
પં. ૨૮

Page 218 of 256
PDF/HTML Page 258 of 296
single page version

૨૧
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
आस्रवति येन पुण्यं पापं वात्मनोऽथ भावेन
स तेन परचरित्रः भवतीति जिनाः प्ररूपयन्ति ।।१५७।।
परचरितप्रवृत्तेर्बन्धहेतुत्वेन मोक्षमार्गत्वनिषेधनमेतत
इह किल शुभोपरक्तो भावः पुण्यास्रवः, अशुभोपरक्तः पापास्रव इति तत्र
पुण्यं पापं वा येन भावेनास्रवति यस्य जीवस्य यदि स भावो भवति स जीवस्तदा
तेन परचरित इति प्ररूप्यते
ततः परचरितप्रवृत्तिर्बन्धमार्ग एव, न मोक्षमार्ग
इति ।।१५७।।
जो सव्वसंगमुक्को णण्णमणो अप्पणं सहावेण
जाणदि पस्सदि णियदं सो सगचरियं चरदि जीवो ।।१५८।।
અન્વયાર્થઃ[ येन भावेन ] જે ભાવથી [ आत्मनः ] આત્માને [ पुण्यं पापं वा ]
પુણ્ય અથવા પાપ [ अथ आस्रवति ] આસ્રવે છે, [ तेन ] તે ભાવ વડે [ सः ] તે (જીવ)
[ परचरित्रः भवति ] પરચારિત્ર છે[ इति ] એમ [ जिनाः ] જિનો [ प्ररूपयन्ति ] પ્રરૂપે
છે.
ટીકાઃઅહીં, પરચારિત્રપ્રવૃત્તિ બંધહેતુભૂત હોવાથી તેને મોક્ષમાર્ગપણાનો
નિષેધ કરવામાં આવ્યો છે (અર્થાત્ પરચારિત્રમાં પ્રવર્તન બંધનો હેતુ હોવાથી તે
મોક્ષમાર્ગ નથી એમ આ ગાથામાં દર્શાવ્યું છે).
અહીં ખરેખર શુભોપરક્ત ભાવ (શુભરૂપ વિકારી ભાવ) તે પુણ્યાસ્રવ છે
અને અશુભોપરક્ત ભાવ (અશુભરૂપ વિકારી ભાવ) પાપાસ્રવ છે. ત્યાં, પુણ્ય અથવા
પાપ જે ભાવથી આસ્રવે છે, તે ભાવ જ્યારે જે જીવને હોય ત્યારે તે જીવ તે ભાવ
વડે પરચારિત્ર છે
એમ (જિનેંદ્રો દ્વારા) પ્રરૂપવામાં આવે છે. તેથી (એમ નક્કી થાય
છે કે) પરચારિત્રમાં પ્રવૃત્તિ તે બંધમાર્ગ જ છે, મોક્ષમાર્ગ નથી. ૧૫૭.
સૌ-સંગમુક્ત અનન્યચિત્ત સ્વભાવથી નિજ આત્મને
જાણે અને દેખે નિયત રહી, તે સ્વચરિતપ્રવૃત્ત છે. ૧૫૮.

Page 219 of 256
PDF/HTML Page 259 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૧૯
यः सर्वसङ्गमुक्तः अनन्यमनाः आत्मानं स्वभावेन
जानाति पश्यति नियतं सः स्वकचरितं चरति जीवः ।।१५८।।
स्वचरितप्रवृत्तस्वरूपाख्यानमेतत
यः खलु निरुपरागोपयोगत्वात्सर्वसङ्गमुक्तः परद्रव्यव्यावृत्तोपयोगत्वादनन्यमनाः
आत्मानं स्वभावेन ज्ञानदर्शनरूपेण जानाति पश्यति नियतमवस्थितत्वेन, स खलु
स्वकं चरितं चरति जीवः
यतो हि द्रशिज्ञप्तिस्वरूपे पुरुषे तन्मात्रत्वेन वर्तनं
स्वचरितमिति ।।१५८।।
અન્વયાર્થઃ[ यः ] જે [ सर्वसङ्गमुक्तः ] સર્વસંગમુક્ત અને [ अनन्यमनाः ]
અનન્યમનવાળો વર્તતો થકો [ आत्मानं ] આત્માને [ स्वभावेन ] (જ્ઞાનદર્શનરૂપ) સ્વભાવ
વડે [ नियतं ] નિયતપણે (સ્થિરતાપૂર્વક) [ जानाति पश्यति ] જાણે-દેખે છે, [ सः जीवः ]
તે જીવ [ स्वकचरितं ] સ્વચારિત્ર [ चरति ] આચરે છે.
ટીકાઃઆ, સ્વચારિત્રમાં પ્રવર્તનારના સ્વરૂપનું કથન છે.
જે (જીવ) ખરેખર નિરુપરાગ ઉપયોગવાળો હોવાને લીધે સર્વસંગમુક્ત વર્તતો
થકો, પરદ્રવ્યથી વ્યાવૃત્ત ઉપયોગવાળો હોવાને લીધે અનન્યમનવાળો વર્તતો થકો,
આત્માને જ્ઞાનદર્શનરૂપ સ્વભાવ વડે નિયતપણે અર્થાત્ અવસ્થિતપણે જાણે-દેખે છે, તે
જીવ ખરેખર સ્વચારિત્ર આચરે છે; કારણ કે ખરેખર દ્રશિજ્ઞપ્તિસ્વરૂપ પુરુષમાં
(આત્મામાં) તન્માત્રપણે વર્તવું તે સ્વચારિત્ર છે.
ભાવાર્થઃજે જીવ શુદ્ધોપયોગી વર્તતો થકો અને જેની પરિણતિ પર પ્રત્યે જતી
નથી એવો વર્તતો થકો, આત્માને સ્વભાવભૂત જ્ઞાનદર્શનપરિણામ વડે સ્થિરતાપૂર્વક જાણે-
દેખે છે, તે જીવ સ્વચારિત્ર આચરનાર છે; કારણ કે દ્રશિજ્ઞપ્તિસ્વરૂપ આત્મામાં માત્ર
દ્રશિજ્ઞપ્તિરૂપે પરિણમીને રહેવું તે સ્વચારિત્ર છે. ૧૫૮.
૧. નિરુપરાગ = ઉપરાગ રહિત; નિર્મળ; અવિકારી; શુદ્ધ. [નિરુપરાગ ઉપયોગવાળો જીવ સમસ્ત બાહ્ય-
અભ્યંતર સંગથી શૂન્ય છે તોપણ નિઃસંગ પરમાત્માની ભાવના દ્વારા ઉત્પન્ન સુંદર-આનંદસ્યંદી
પરમાનંદસ્વરૂપ સુખસુધારસના આસ્વાદથી, પૂર્ણ-કળશની માફક, સર્વ આત્મપ્રદેશે ભરેલો હોય છે.
]
૨. વ્યાવૃત્ત = પાછો વળેલ; અલગ થયેલ; નિવર્તેલ; નિવૃત્ત; ભિન્ન.
૩. અનન્યમનવાળો = જેની પરિણતિ અન્ય પ્રત્યે જતી નથી એવો. [
મન = ચિત્ત; પરિણતિ; ભાવ.]
૪. દ્રશિ = દર્શનક્રિયા; સામાન્ય અવલોકન.

Page 220 of 256
PDF/HTML Page 260 of 296
single page version

૨૨૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
चरियं चरदि सगं सो जो परदव्वप्पभावरहिदप्पा
दंसणणाणवियप्पं अवियप्पं चरदि अप्पादो ।।१५९।।
चरितं चरति स्वकं स यः परद्रव्यात्मभावरहितात्मा
दर्शनज्ञानविकल्पमविकल्पं चरत्यात्मनः ।।१५९।।
शुद्धस्वचरितप्रवृत्तिपथप्रतिपादनमेतत
यो हि योगीन्द्रः समस्तमोहव्यूहबहिर्भूतत्वात्परद्रव्यस्वभावभावरहितात्मा सन्,
स्वद्रव्यमेकमेवाभिमुख्येनानुवर्तमानः स्वस्वभावभूतं दर्शनज्ञानविकल्पमप्यात्मनोऽविकल्पत्वेन
તે છે સ્વચરિતપ્રવૃત્ત, જે પરદ્રવ્યથી વિરહિતપણે
નિજ જ્ઞાનદર્શનભેદને જીવથી અભિન્ન જ આચરે. ૧૫૯.
અન્વયાર્થઃ[ यः ] જે [ परद्रव्यात्मभावरहितात्मा ] પરદ્રવ્યાત્મક ભાવોથી રહિત
સ્વરૂપવાળો વર્તતો થકો, [ दर्शनज्ञानविकल्पम् ] (નિજસ્વભાવભૂત) દર્શનજ્ઞાનરૂપ ભેદને
[ आत्मनः अविकल्पं ] આત્માથી અભેદપણે [ चरति ] આચરે છે, [ सः ] તે [ स्वकं चरितं चरति ]
સ્વચારિત્રને આચરે છે.
ટીકાઃઆ, શુદ્ધ સ્વચારિત્રપ્રવૃત્તિના માર્ગનું કથન છે.
જે યોગીન્દ્ર, સમસ્ત મોહવ્યૂહથી બહિર્ભૂત હોવાને લીધે પરદ્રવ્યના સ્વભાવરૂપ
ભાવોથી રહિત સ્વરૂપવાળો વર્તતો થકો, સ્વદ્રવ્યને એકને જ અભિમુખપણે અનુસરતાં થકાં
નિજસ્વભાવભૂત દર્શનજ્ઞાનભેદને પણ આત્માથી અભેદપણે આચરે છે, તે ખરેખર
સ્વચારિત્રને આચરે છે.
આ રીતે ખરેખર શુદ્ધદ્રવ્યને આશ્રિત, અભિન્નસાધ્યસાધનભાવવાળા નિશ્ચય-
૧. મોહવ્યૂહ = મોહસમૂહ. [જે મુનીન્દ્રે સમસ્ત મોહસમૂહનો નાશ કર્યો હોવાથી ‘પોતાનું સ્વરૂપ પરદ્રવ્યના
સ્વભાવરૂપ ભાવોથી રહિત છે’ એવી પ્રતીતિ અને જ્ઞાન જેમને વર્તે છે, તથા તે ઉપરાંત જે કેવળ
સ્વદ્રવ્યમાં જ નિર્વિકલ્પપણે અત્યંત લીન થઈ નિજસ્વભાવભૂત દર્શનજ્ઞાનભેદોને આત્માથી અભેદપણે
આચરે છે, તે મુનીન્દ્ર સ્વચારિત્રના આચરનાર છે.
]
૨. અહીં નિશ્ચયનયનો વિષય શુદ્ધદ્રવ્ય અર્થાત્ શુદ્ધપર્યાયપરિણત દ્રવ્ય છે, એટલે કે એકલા દ્રવ્યનો (પર
નિમિત્ત વિનાનો) શુદ્ધપર્યાય છે; જેમ કે, નિર્વિકલ્પ શુદ્ધપર્યાયપરિણત મુનિને નિશ્ચયનયથી મોક્ષમાર્ગ છે.
૩. જે નયમાં સાધ્ય અને સાધન અભિન્ન (અર્થાત્ એક પ્રકારનાં) હોય તે અહીં નિશ્ચયનય છે;