Panchastikay Sangrah (Gujarati). Gatha: 160-172.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 14 of 15

 

Page 221 of 256
PDF/HTML Page 261 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૨૧
चरति, स खलु स्वकं चरितं चरति एवं हि शुद्धद्रव्याश्रितमभिन्नसाध्यसाधनभावं निश्चय-
नयमाश्रित्य मोक्षमार्गप्ररूपणम् यत्तु पूर्वमुद्दिष्टं तत्स्वपरप्रत्ययपर्यायाश्रितं भिन्नसाध्य-
साधनभावं व्यवहारनयमाश्रित्य प्ररूपितम् न चैतद्विप्रतिषिद्धं निश्चयव्यवहारयोः साध्यसाधन-
भावत्वात्सुवर्णसुवर्णपाषाणवत अत एवोभयनयायत्ता पारमेश्वरी तीर्थप्रवर्तनेति ।।१५९।।
નયના આશ્રયે મોક્ષમાર્ગનું પ્રરૂપણ કરવામાં આવ્યું. અને જે પૂર્વે (૧૦૭ મી ગાથામાં)
દર્શાવવામાં આવ્યું હતું તે સ્વપરહેતુક પર્યાયને આશ્રિત, ભિન્નસાધ્યસાધનભાવવાળા
વ્યવહારનયના આશ્રયે (વ્યવહારનયની અપેક્ષાએ) પ્રરૂપવામાં આવ્યું હતું. આમાં
પરસ્પર વિરોધ આવે છે એમ પણ નથી, કારણ કે સુવર્ણ અને સુવર્ણપાષાણની માફક
નિશ્ચય-વ્યવહારને સાધ્ય-સાધનપણું છે; તેથી જ પારમેશ્વરી (જિનભગવાનની) તીર્થ-
પ્રવર્તના બંને નયોને આધીન છે. ૧૫૯.
જેમ કે, નિર્વિકલ્પધ્યાનપરિણત (શુદ્ધાત્મશ્રદ્ધાનજ્ઞાનચારિત્રપરિણત) મુનિને નિશ્ચયનયથી મોક્ષમાર્ગ
છે કારણ કે ત્યાં (મોક્ષરૂપ) સાધ્ય અને (મોક્ષમાર્ગરૂપ) સાધન એક પ્રકારનાં અર્થાત
શુદ્ધાત્મરૂપ (શુદ્ધાત્મપર્યાયરૂપ) છે.
૧. જે પર્યાયોમાં સ્વ તેમ જ પર કારણ હોય છે અર્થાત્ ઉપાદાનકારણ તેમ જ નિમિત્તકારણ હોય
છે તે પર્યાયો સ્વપરહેતુક પર્યાયો છે; જેમ કે, છઠ્ઠા ગુણસ્થાને (દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મ-
સ્વરૂપના આંશિક આલંબન સહિત) વર્તતાં તત્ત્વાર્થશ્રદ્ધાન (નવપદાર્થગત શ્રદ્ધાન), તત્ત્વાર્થજ્ઞાન
(નવપદાર્થગત જ્ઞાન) અને પંચમહાવ્રતાદિરૂપ ચારિત્રએ બધા સ્વપરહેતુક પર્યાયો છે. તેઓ અહીં
વ્યવહારનયના વિષયભૂત છે.
૨. જે નયમાં સાધ્ય તથા સાધન ભિન્ન હોય (જુદાં પ્રરૂપવામાં આવે) તે અહીં વ્યવહારનય છે;
જેમ કે, છઠ્ઠા ગુણસ્થાને (દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપના આંશિક આલંબન સહિત)
વર્તતાં તત્ત્વાર્થશ્રદ્ધાન (નવપદાર્થસંબંધી શ્રદ્ધાન), તત્ત્વાર્થજ્ઞાન અને પંચમહાવ્રતાદિરૂપ ચારિત્ર
વ્યવહારનયથી મોક્ષમાર્ગ છે કારણ કે (મોક્ષરૂપ) સાધ્ય સ્વહેતુક પર્યાય છે અને (તત્ત્વાર્થશ્રદ્ધાનાદિમય
મોક્ષમાર્ગરૂપ) સાધન સ્વપરહેતુક પર્યાય છે.
૩. જે પાષાણમાં સુવર્ણ હોય તેને સુવર્ણપાષાણ કહેવામાં આવે છે. જેમ વ્યવહારનયથી સુવર્ણપાષાણ
સુવર્ણનું સાધન છે, તેમ વ્યવહારનયથી વ્યવહારમોક્ષમાર્ગ નિશ્ચયમોક્ષમાર્ગનું સાધન છે; એટલે કે
વ્યવહારનયથી ભાવલિંગી મુનિને સવિકલ્પ દશામાં વર્તતાં તત્ત્વાર્થશ્રદ્ધાન, તત્ત્વાર્થજ્ઞાન અને
મહાવ્રતાદિરૂપ ચારિત્ર નિર્વિકલ્પ દશામાં વર્તતાં શુદ્ધાત્મશ્રદ્ધાનજ્ઞાનાનુષ્ઠાનનાં સાધન છે.
૪. તીર્થ = માર્ગ (અર્થાત્ મોક્ષમાર્ગ); ઉપાય (અર્થાત્ મોક્ષનો ઉપાય); ઉપદેશ; શાસન.
૫. જિનભગવાનના ઉપદેશમાં બે નયો દ્વારા નિરૂપણ હોય છે. ત્યાં, નિશ્ચયનય દ્વારા તો સત્યાર્થ નિરૂપણ
કરવામાં આવે છે અને વ્યવહારનય દ્વારા અભૂતાર્થ ઉપચરિત નિરૂપણ કરવામાં આવે છે.
પ્રશ્નઃસત્યાર્થ નિરૂપણ જ કરવું જોઈએ; અભૂતાર્થ ઉપચરિત નિરૂપણ શા માટે કરવામાં
આવે છે?

Page 222 of 256
PDF/HTML Page 262 of 296
single page version

૨૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
धम्मादीसद्दहणं सम्मत्तं णाणमंगपुव्वगदं
चेट्ठा तवम्हि चरिया ववहारो मोक्खमग्गो त्ति ।।१६०।।
धर्मादिश्रद्धानं सम्यक्त्वं ज्ञानमङ्गपूर्वगतम्
चेष्टा तपसि चर्या व्यवहारो मोक्षमार्ग इति ।।१६०।।
ધર્માદિની શ્રદ્ધા સુદ્રગ, પૂર્વાંગબોધ સુબોધ છે,
તપમાંહી ચેષ્ટા ચરણએ વ્યવહારમુક્તિમાર્ગ છે. ૧૬૦.
અન્વયાર્થઃ[ धर्मादिश्रद्धानं सम्यक्त्वम् ] ધર્માસ્તિકાયાદિનું શ્રદ્ધાન તે સમ્યક્ત્વ,
[ अङ्गपूर्वगतम् ज्ञानम् ] અંગપૂર્વસંબંધી જ્ઞાન તે જ્ઞાન અને [ तपसि चेष्टा चर्या ] તપમાં ચેષ્ટા
(પ્રવૃત્તિ) તે ચારિત્ર;[ इति ] એ પ્રમાણે [ व्यवहारः मोक्षमार्गः ] વ્યવહારમોક્ષમાર્ગ છે.
ઉત્તરઃજેને સિંહનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને સિંહના સ્વરૂપના ઉપચરિત
નિરૂપણ દ્વારા અર્થાત્ બિલાડીના સ્વરૂપના નિરૂપણ દ્વારા સિંહના યથાર્થ સ્વરૂપના ખ્યાલ તરફ દોરી
જવામાં આવે છે, તેમ જેને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને વસ્તુસ્વરૂપના ઉપચરિત
નિરૂપણ દ્વારા વસ્તુસ્વરૂપના યથાર્થ ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે. વળી લાંબા કથનને બદલે સંક્ષિપ્ત
કથન કરવા માટે પણ વ્યવહારનય દ્વારા ઉપચરિત નિરૂપણ કરવામાં આવે છે. અહીં એટલું લક્ષમાં
રાખવાયોગ્ય છે કે
જે પુરુષ બિલાડીના નિરૂપણને જ સિંહનું નિરૂપણ માની બિલાડીને જ સિંહ સમજી
બેસે તે તો ઉપદેશને જ યોગ્ય નથી, તેમ જે પુરુષ ઉપચરિત નિરૂપણને જ સત્યાર્થ નિરૂપણ માની
વસ્તુસ્વરૂપને ખોટી રીતે સમજી બેસે તે તો ઉપદેશને જ યોગ્ય નથી.
[અહીં એક ઉદાહરણ લેવામાં આવે છેઃ
સાધ્ય-સાધન વિષેનું સત્યાર્થ નિરૂપણ એમ છે કે ‘છઠ્ઠા ગુણસ્થાને વર્તતી આંશિક શુદ્ધિ સાતમા
ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે’. હવે, ‘છઠ્ઠા ગુણસ્થાને કેવી અથવા કેટલી શુદ્ધિ
હોય છે’
એ વાતનો પણ સાથે સાથે ખ્યાલ કરાવવો હોય તો, વિસ્તારથી એમ નિરૂપણ કરાય કે
‘જે શુદ્ધિના સદ્ભાવમાં, તેની સાથે સાથે મહાવ્રતાદિના શુભ વિકલ્પો હઠ વિના સહજપણે વર્તતા હોય
છે તે છઠ્ઠા ગુણસ્થાનયોગ્ય શુદ્ધિ સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે’. આવા
લાંબા કથનને બદલે, એમ કહેવામાં આવે કે ‘છઠ્ઠા ગુણસ્થાને વર્તતા મહાવ્રતાદિના શુભ વિકલ્પો
સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે’, તો એ ઉપચરિત નિરૂપણ છે. આવા
ઉપચરિત નિરૂપણમાંથી એમ અર્થ તારવવો જોઈએ કે ‘મહાવ્રતાદિના શુભ વિકલ્પો નહિ પણ તેમના
દ્વારા સૂચવવા ધારેલી છઠ્ઠા ગુણસ્થાનયોગ્ય શુદ્ધિ ખરેખર સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ
પરિણતિનું સાધન છે’.
]

Page 223 of 256
PDF/HTML Page 263 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૨૩
निश्चयमोक्षमार्गसाधनभावेन पूर्वोद्दिष्टव्यवहारमोक्षमार्गनिर्देशोऽयम्
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः तत्र धर्मादीनां द्रव्यपदार्थविकल्पवतां
तत्त्वार्थश्रद्धानभावस्वभावं भावान्तरं श्रद्धानाख्यं सम्यक्त्वं, तत्त्वार्थश्रद्धाननिर्वृत्तौ सत्यामङ्ग-
पूर्वगतार्थपरिच्छित्तिर्ज्ञानम्, आचारादिसूत्रप्रपञ्चितविचित्रयतिवृत्तसमस्तसमुदयरूपे तपसि चेष्टा
चर्या
इत्येषः स्वपरप्रत्ययपर्यायाश्रितं भिन्नसाध्यसाधनभावं व्यवहारनयमाश्रित्यानुगम्यमानो
मोक्षमार्गः कार्तस्वरपाषाणार्पितदीप्तजातवेदोवत्समाहितान्तरङ्गस्य प्रतिपदमुपरितनशुद्धभूमिकासु
परमरम्यासु विश्रान्तिमभिन्नां निष्पादयन्, जात्यकार्तस्वरस्येव शुद्धजीवस्य कथञ्चिद्भिन्न-
साध्यसाधनभावाभावात्स्वयं शुद्धस्वभावेन विपरिणममानस्यापि, निश्चयमोक्षमार्गस्य साधन-
भावमापद्यत इति
।।१६०।।
ટીકાઃનિશ્ચયમોક્ષમાર્ગના સાધન તરીકે, પૂર્વોદ્દિષ્ટ (૧૦૭મી ગાથામાં
ઉલ્લેખવામાં આવેલા) વ્યવહારમોક્ષમાર્ગનો આ નિર્દેશ છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. ત્યાં, () દ્રવ્યરૂપ અને (નવ) પદાર્થરૂપ
જેમના ભેદો છે એવાં ધર્માદિના તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ ભાવ (ધર્માસ્તિકાયાદિની
તત્ત્વાર્થપ્રતીતિરૂપ ભાવ) જેનો સ્વભાવ છે એવો, ‘શ્રદ્ધાન’ નામનો ભાવવિશેષ તે સમ્યક્ત્વ;
તત્ત્વાર્થશ્રદ્ધાનના સદ્ભાવમાં અંગપૂર્વગત પદાર્થોનું અવબોધન (જાણવું) તે જ્ઞાન;
આચારાદિ સૂત્રો વડે કહેવામાં આવેલા અનેકવિધ મુનિ-આચારોના સમસ્ત સમુદાયરૂપ
તપમાં ચેષ્ટા (
પ્રવર્તન) તે ચારિત્ર;આવો આ, સ્વપરહેતુક પર્યાયને આશ્રિત, ભિન્ન-
સાધ્યસાધનભાવવાળા વ્યવહારનયના આશ્રયે (વ્યવહારનયની અપેક્ષાએ) અનુસરવામાં
આવતો મોક્ષમાર્ગ, સુવર્ણપાષાણને લગાડવામાં આવતા પ્રદીપ્ત અગ્નિની માફક, *સમાહિત
અંતરંગવાળા જીવને (અર્થાત્ જેનું અંતરંગ એકાગ્રસમાધિપ્રાપ્ત છે એવા જીવને) પદે
પદે પરમ રમ્ય એવી ઉપરની શુદ્ધ ભૂમિકાઓમાં અભિન્ન વિશ્રાંતિ (અભેદરૂપ સ્થિરતા)
નિપજાવતો થકોજોકે ઉત્તમ સુવર્ણની માફક શુદ્ધ જીવ કથંચિત્ ભિન્નસાધ્યસાધનભાવના
અભાવને લીધે સ્વયં (પોતાની મેળે) શુદ્ધ સ્વભાવે પરિણમે છે તોપણનિશ્ચયમોક્ષમાર્ગના
સાધનપણાને પામે છે.
ભાવાર્થઃજેને અંતરંગમાં શુદ્ધિનો અંશ પરિણમ્યો છે તે જીવને તત્ત્વાર્થશ્રદ્ધાન,
*સમાહિત = એકાગ્ર; એકતાને પામેલ; અભેદતાને પ્રાપ્ત; છિન્નભિન્નતા રહિત; સમાધિપ્રાપ્ત; શુદ્ધ;
પ્રશાંત.

Page 224 of 256
PDF/HTML Page 264 of 296
single page version

૨૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
णिच्छयणएण भणिदो तिहि तेहिं समाहिदो हु जो अप्पा
ण कुणदि किंचि वि अण्णं ण मुयदि सो मोक्खमग्गो त्ति ।।१६१।।
निश्चयनयेन भणितस्त्रिभिस्तैः समाहितः खलु यः आत्मा
न करोति किञ्चिदप्यन्यन्न मुञ्चति स मोक्षमार्ग इति ।।१६१।।
અંગપૂર્વગત જ્ઞાન અને મુનિ-આચારમાં પ્રવર્તનરૂપ વ્યવહારમોક્ષમાર્ગ વિશેષ વિશેષ શુદ્ધિનું
વ્યવહારસાધન બનતો થકો, જોકે નિર્વિકલ્પશુદ્ધભાવપરિણત જીવને પરમાર્થે તો ઉત્તમ
સુવર્ણની જેમ અભિન્નસાધ્યસાધનભાવને લીધે સ્વયમેવ શુદ્ધભાવરૂપ પરિણમન હોય છે
તોપણ, વ્યવહારનયથી નિશ્ચયમોક્ષમાર્ગના સાધનપણાને પામે છે.
[અજ્ઞાની દ્રવ્યલિંગી મુનિનું અંતરંગ લેશ પણ સમાહિત નહિ હોવાથી અર્થાત્ તેને
(દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે) શુદ્ધિનો અંશ પણ પરિણમ્યો
નહિ હોવાથી તેને વ્યવહારમોક્ષમાર્ગ પણ નથી.] ૧૬૦.
જે જીવ દર્શનજ્ઞાનચરણ વડે સમાહિત હોઈને,
છોડે-ગ્રહે નહિ અન્ય કંઈ પણ, નિશ્ચયે શિવમાર્ગ છે. ૧૬૧.
અન્વયાર્થઃ[ यः आत्मा ] જે આત્મા [ तैः त्रिभिः खलु समाहितः ] એ ત્રણ વડે
ખરેખર સમાહિત થયો થકો (અર્થાત્ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર વડે ખરેખર એકાગ્ર
અભેદ થયો થકો) [ अन्यत् किञ्चित् अपि ] અન્ય કાંઈ પણ [ न करोति न मुञ्चति ]
કરતો નથી કે છોડતો નથી, [ सः ] તે [ निश्चयनयेन ] નિશ્ચયનયથી [ मोक्षमार्गः इति भणितः ]
‘મોક્ષમાર્ગ’ કહેવામાં આવ્યો છે.
૧. આ ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં પંચમગુણસ્થાનવર્તી ગૃહસ્થને પણ વ્યવહારમોક્ષમાર્ગ
કહ્યો છે. ત્યાં વ્યવહારમોક્ષમાર્ગનું સ્વરૂપ નીચે પ્રમાણે વર્ણવ્યું છેઃ‘વીતરાગસર્વજ્ઞપ્રણીત
જીવાદિપદાર્થો સંબંધી સમ્યક્ શ્રદ્ધાન તેમ જ જ્ઞાન બંને, ગૃહસ્થને અને તપોધનને સમાન હોય
છે; ચારિત્ર, તપોધનોને આચારાદિ ચરણગ્રંથોમાં વિહિત કરેલા માર્ગ પ્રમાણે પ્રમત્ત-અપ્રમત્ત
ગુણસ્થાનયોગ્ય પંચમહાવ્રત-પંચસમિતિ-ત્રિગુપ્તિ-ષડાવશ્યકાદિરૂપ હોય છે અને ગૃહસ્થોને
ઉપાસકાધ્યયનગ્રંથમાં વિહિત કરેલા માર્ગ પ્રમાણે પંચમગુણસ્થાનયોગ્ય દાન-શીલ-પૂજા-ઉપવાસાદિરૂપ
અથવા દાર્શનિક-વ્રતિકાદિ અગિયાર સ્થાનરૂપ (
અગિયાર પ્રતિમારૂપ) હોય છે; એ પ્રમાણે
વ્યવહારમોક્ષમાર્ગનું લક્ષણ છે.’

Page 225 of 256
PDF/HTML Page 265 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૨૫
व्यवहारमोक्षमार्गसाध्यभावेन निश्चयमोक्षमार्गोपन्यासोऽयम्
सम्यग्दर्शनज्ञानचारित्रसमाहित आत्मैव जीवस्वभावनियतचरितत्वान्निश्चयेन
मोक्षमार्गः अथ खलु कथञ्चनानाद्यविद्याव्यपगमाद्वयवहारमोक्षमार्गमनुप्रपन्नो धर्मादि-
तत्त्वार्थाश्रद्धानाङ्गपूर्वगतार्थाज्ञानातपश्चेष्टानां धर्मादितत्त्वार्थश्रद्धानाङ्गपूर्वगतार्थज्ञानतपश्चेष्टानाञ्च
त्यागोपादानाय प्रारब्धविविक्तभावव्यापारः, कुतश्चिदुपादेयत्यागे त्याज्योपादाने च पुनः
प्रवर्तितप्रतिविधानाभिप्रायो, यस्मिन्यावति काले विशिष्टभावनासौष्ठववशात्सम्यग्दर्शन-
ટીકાઃવ્યવહારમોક્ષમાર્ગના સાધ્ય તરીકે, નિશ્ચયમોક્ષમાર્ગનું આ કથન છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે સમાહિત થયેલો આત્મા જ જીવસ્વભાવમાં નિયત
ચારિત્રરૂપ હોવાને લીધે નિશ્ચયથી મોક્ષમાર્ગ છે.
હવે (વિસ્તાર એમ છે કે), આ આત્મા ખરેખર કથંચિત્ (કોઈ પ્રકારે, નિજ
ઉદ્યમથી) અનાદિ અવિદ્યાના નાશ દ્વારા વ્યવહારમોક્ષમાર્ગને પામ્યો થકો, ધર્માદિસંબંધી
તત્ત્વાર્થ-અશ્રદ્ધાનના, અંગપૂર્વગત પદાર્થોસંબંધી અજ્ઞાનના અને અતપમાં ચેષ્ટાના ત્યાગ અર્થે
તથા ધર્માદિસંબંધી તત્ત્વાર્થશ્રદ્ધાનના, અંગપૂર્વગત પદાર્થોસંબંધી જ્ઞાનના અને તપમાં ચેષ્ટાના
ગ્રહણ અર્થે (
ત્રણના ત્યાગ અર્થે તથા ત્રણના ગ્રહણ અર્થે) વિવિક્ત ભાવરૂપ વ્યાપાર
કરતો થકો, વળી કોઈ કારણે ગ્રાહ્યનો ત્યાગ થઈ જતાં અને ત્યાજ્યનું ગ્રહણ થઈ જતાં
તેના
પ્રતિવિધાનનો અભિપ્રાય કરતો થકો, જે કાળે અને જેટલા કાળ સુધી વિશિષ્ટ
ભાવનાસૌષ્ઠવને લીધે સ્વભાવભૂત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સાથે અંગ-અંગીભાવે પરિણતિ
૧. વિવિક્ત = વિવેકથી જુદા તારવેલા (અર્થાત્ હેય અને ઉપાદેયનો વિવેક કરીને વ્યવહારે ઉપાદેય
તરીકે જાણેલા). [જેણે અનાદિ અજ્ઞાનનો નાશ કરી શુદ્ધિનો અંશ પ્રગટ કર્યો છે એવા
વ્યવહારમોક્ષમાર્ગી (સવિકલ્પ) જીવને નિઃશંકતા-નિઃકાંક્ષા-નિર્વિચિકિત્સાદિ ભાવરૂપ, સ્વાધ્યાય-
વિનયાદિ ભાવરૂપ અને નિરતિચાર વ્રતાદિ ભાવરૂપ વ્યાપાર ભૂમિકાનુસાર હોય છે તથા કોઈ
કારણે ઉપાદેય ભાવોનો (
વ્યવહારે ગ્રાહ્ય ભાવોનો) ત્યાગ થઈ જતાં અને ત્યાજ્ય ભાવોનું ઉપાદાન
અર્થાત્ ગ્રહણ થઈ જતાં તેના પ્રતિકારરૂપે પ્રાયશ્ચિત્તાદિ વિધાન પણ હોય છે.]
૨. પ્રતિવિધાન = પ્રતિકાર કરવાની વિધિ; પ્રતિકારનો ઉપાય; ઇલાજ.
૩. વિશિષ્ટ ભાવનાસૌષ્ઠવ = ખાસ સારી ભાવના (
અર્થાત્ ખાસ શુદ્ધ ભાવના); વિશિષ્ટ પ્રકારની ઉત્તમ
ભાવના.
૪. આત્મા તે અંગી અને સ્વભાવભૂત સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર તે અંગ.
પં. ૨૯

Page 226 of 256
PDF/HTML Page 266 of 296
single page version

૨૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ज्ञानचारित्रैः स्वभावभूतैः सममङ्गाङ्गिभावपरिणत्या तत्समाहितो भूत्वा त्यागोपादान-
विकल्पशून्यत्वाद्विश्रान्तभावव्यापारः सुनिष्प्रकम्पः अयमात्मावतिष्ठते, तस्मिन् तावति काले
अयमेवात्मा जीवस्वभावनियतचरितत्वान्निश्चयेन मोक्षमार्ग इत्युच्यते
अतो निश्चय-
व्यवहारमोक्षमार्गयोः साध्यसाधनभावो नितरामुपपन्न इति ।।१६१।।
વડે તેમનાથી સમાહિત થઈને, ત્યાગગ્રહણના વિકલ્પથી શૂન્યપણાને લીધે (ભેદાત્મક)
ભાવરૂપ વ્યાપાર વિરામ પામવાથી (અર્થાત્ ભેદભાવરૂપખંડભાવરૂપ વ્યાપાર અટકી
જવાથી) સુનિષ્કંપપણે રહે છે, તે કાળે અને તેટલા કાળ સુધી આ જ આત્મા જીવસ્વભાવમાં
નિયત ચારિત્રરૂપ હોવાને લીધે નિશ્ચયથી ‘મોક્ષમાર્ગ’ કહેવાય છે. આથી, નિશ્ચયમોક્ષમાર્ગ
અને
વ્યવહારમોક્ષમાર્ગને સાધ્ય-સાધનપણું અત્યંત ઘટે છે.
ભાવાર્થઃનિશ્ચયમોક્ષમાર્ગ નિજ શુદ્ધાત્માની રુચિ, જ્ઞપ્તિ અને નિશ્ચળ
અનુભૂતિરૂપ છે. તેનો સાધક (અર્થાત્ નિશ્ચયમોક્ષમાર્ગનું વ્યવહારસાધન) એવો જે
ભેદરત્નત્રયાત્મક વ્યવહારમોક્ષમાર્ગ તેને જીવ કથંચિત્ (કોઈ પ્રકારે, નિજ ઉદ્યમથી)
પોતાના સંવેદનમાં આવતી અવિદ્યાની વાસનાના વિલય દ્વારા પામ્યો થકો, જ્યારે
ગુણસ્થાનરૂપ સોપાનના ક્રમ પ્રમાણે નિજશુદ્ધાત્મદ્રવ્યની ભાવનાથી ઉત્પન્ન નિત્યાનંદ-
લક્ષણવાળા સુખામૃતના રસાસ્વાદની તૃપ્તિરૂપ પરમ કળાના અનુભવને લીધે નિજ-
શુદ્ધાત્માશ્રિત નિશ્ચયદર્શનજ્ઞાનચારિત્રરૂપે અભેદપણે પરિણમે છે, ત્યારે નિશ્ચયનયથી ભિન્ન
સાધ્ય-સાધનના અભાવને લીધે આ આત્મા જ મોક્ષમાર્ગ છે. માટે એમ ઠર્યું કે સુવર્ણ
અને સુવર્ણપાષાણની માફક નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહારમોક્ષમાર્ગને સાધ્ય-સાધકપણું
(
વ્યવહારનયથી) અત્યંત ઘટે છે. ૧૬૧.
૧. તેમનાથી = સ્વભાવભૂત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી
૨. અહીં એ ખ્યાલમાં રાખવાયોગ્ય છે કે જીવ વ્યવહારમોક્ષમાર્ગને પણ અનાદિ અવિદ્યાનો નાશ કરીને
જ પામી શકે છે; અનાદિ અવિદ્યાના નાશ પહેલાં તો (અર્થાત્ નિશ્ચયનયનાદ્રવ્યાર્થિકનયના
વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપનું ભાન કર્યા પહેલાં તો) વ્યવહારમોક્ષમાર્ગ પણ હોતો નથી.
વળી, ‘નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહારમોક્ષમાર્ગને સાધ્ય-સાધનપણું અત્યંત ઘટે છે’ એમ જે કહેવામાં
આવ્યું છે તે વ્યવહારનય દ્વારા કરવામાં આવેલું ઉપચરિત નિરૂપણ છે. તેમાંથી એમ અર્થ તારવવો
જોઈએ કે ‘છઠ્ઠા ગુણસ્થાને વર્તતા શુભ વિકલ્પોને નહિ પણ છઠ્ઠા ગુણસ્થાને વર્તતા શુદ્ધિના અંશને
અને સાતમા ગુણસ્થાનયોગ્ય નિશ્ચયમોક્ષમાર્ગને ખરેખર સાધન-સાધ્યપણું છે’. છઠ્ઠા ગુણસ્થાને વર્તતો
શુદ્ધિનો અંશ વધીને જ્યારે અને જેટલા કાળ સુધી ઉગ્ર શુદ્ધિને લીધે શુભ વિકલ્પોનો અભાવ
વર્તે છે ત્યારે અને તેટલા કાળ સુધી સાતમા ગુણસ્થાનયોગ્ય નિશ્ચયમોક્ષમાર્ગ હોય છે.

Page 227 of 256
PDF/HTML Page 267 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૨૭
जो चरदि णादि पेच्छदि अप्पाणं अप्पणा अणण्णमयं
सो चारित्तं णाणं दंसणमिदि णिच्छिदो होदि ।।१६२।।
यश्चरति जानाति पश्यति आत्मानमात्मनानन्यमयम्
स चारित्रं ज्ञानं दर्शनमिति निश्चितो भवति ।।१६२।।
आत्मनश्चारित्रज्ञानदर्शनत्वद्योतनमेतत
यः खल्वात्मानमात्ममयत्वादनन्यमयमात्मना चरतिस्वभावनियतास्तित्वेनानुवर्तते,
आत्मना जानातिस्वपरप्रकाशकत्वेन चेतयते, आत्मना पश्यतियाथातथ्येनावलोकयते,
स खल्वात्मैव चारित्रं ज्ञानं दर्शनमिति कर्तृकर्मकरणानामभेदान्निश्चितो भवति
જાણે, જુએ ને આચરે નિજ આત્મને આત્મા વડે,
તે જીવ દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે નિશ્ચિતપણે. ૧૬૨.
અન્વયાર્થઃ[ यः ] જે (આત્મા) [ अनन्यमयम् आत्मानम् ] અનન્યમય આત્માને
[ आत्मना ] આત્માથી [ चरति ] આચરે છે, [ जानाति ] જાણે છે, [ पश्यति ] દેખે છે, [ सः ]
તે (આત્મા જ) [ चारित्रं ] ચારિત્ર છે, [ ज्ञानं ] જ્ઞાન છે, [ दर्शनम् ] દર્શન છે[ इति ] એમ
[ निश्चितः भवति ] નિશ્ચિત છે.
ટીકાઃઆ, આત્માના ચારિત્ર-જ્ઞાન-દર્શનપણાનું પ્રકાશન છે (અર્થાત્ આત્મા જ
ચારિત્ર, જ્ઞાન અને દર્શન છે એમ અહીં સમજાવ્યું છે).
જે (આત્મા) ખરેખર આત્માનેકે જે આત્મમય હોવાથી અનન્યમય છે તેને
આત્માથી આચરે છે અર્થાતસ્વભાવનિયત અસ્તિત્વ વડે અનુવર્તે છે (સ્વભાવનિયત
અસ્તિત્વરૂપે પરિણમીને અનુસરે છે), (અનન્યમય આત્માને જ) આત્માથી જાણે છે અર્થાત
સ્વપરપ્રકાશકપણે ચેતે છે, (અનન્યમય આત્માને જ) આત્માથી દેખે છે અર્થાત્ યથાતથપણે
અવલોકે છે, તે આત્મા જ ખરેખર ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છેએમ કર્તા-કર્મ-કરણના
૧. સ્વભાવનિયત = સ્વભાવમાં અવસ્થિત; (જ્ઞાનદર્શનરૂપ) સ્વભાવમાં દ્રઢપણે રહેલ. [‘સ્વભાવનિયત
અસ્તિત્વ’ની વિશેષ સ્પષ્ટતા માટે ૧૫૪મી ગાથાની ટીકા જુઓ.]
૨. જ્યારે આત્મા આત્માને આત્માથી આચરે-જાણે-દેખે છે, ત્યારે કર્તા પણ આત્મા, કર્મ પણ આત્મા
અને કરણ પણ આત્મા છે; એ રીતે ત્યાં કર્તા-કર્મ-કરણનું અભિન્નપણું છે.

Page 228 of 256
PDF/HTML Page 268 of 296
single page version

૨૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
અભેદને લીધે નિશ્ચિત છે. આથી (એમ નક્કી થયું કે) ચારિત્ર-જ્ઞાન-દર્શનરૂપ હોવાને લીધે
આત્માને જીવસ્વભાવનિયત ચારિત્ર જેનું લક્ષણ છે એવું નિશ્ચયમોક્ષમાર્ગપણું અત્યંત ઘટે
છે (
અર્થાત્ આત્મા જ ચારિત્ર-જ્ઞાન-દર્શન હોવાને લીધે આત્મા જ જ્ઞાનદર્શનરૂપ
જીવસ્વભાવમાં દ્રઢપણે રહેલું ચારિત્ર જેનું સ્વરૂપ છે એવો નિશ્ચયમોક્ષમાર્ગ છે). ૧૬૨.
જાણેજુએ છે સર્વ તેથી સૌખ્ય-અનુભવ મુક્તને;
આ ભાવ જાણે ભવ્ય જીવ, અભવ્ય નહિ શ્રદ્ધા લહે. ૧૬૩.
અન્વયાર્થઃ[ येन ] જેથી (આત્મા મુક્ત થતાં) [ सर्वं विजानाति ] સર્વને જાણે
છે અને [ पश्यति ] દેખે છે, [ तेन ] તેથી [ सः ] તે [ सौख्यम् अनुभवति ] સૌખ્યને અનુભવે
છે;[ इति तद् ] આમ [ भव्यः जानाति ] ભવ્ય જીવ જાણે છે, [ अभव्यसत्त्वः न श्रद्धत्ते ]
અભવ્ય જીવ શ્રદ્ધતો નથી.
ટીકાઃઆ, સર્વ સંસારી આત્માઓ મોક્ષમાર્ગને યોગ્ય હોવાનું નિરાકરણ
(નિષેધ) છે.
ખરેખર સૌખ્યનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. આત્માનો ‘સ્વભાવ’
ખરેખર દ્રશિજ્ઞપ્તિ (દર્શન અને જ્ઞાન) છે. તે બન્નેને વિષયપ્રતિબંધ હોવો તે ‘પ્રતિકૂળતા’
अतश्चारित्रज्ञानदर्शनरूपत्वाज्जीवस्वभावनियतचरितत्वलक्षणं निश्चयमोक्षमार्गत्वमात्मनो
नितरामुपपन्नमिति
।।१६२।।
जेण विजाणदि सव्वं पेच्छदि सो तेण सोक्खमणुहवदि
इदि तं जाणदि भविओ अभवियसत्तो ण सद्दहदि ।।१६३।।
येन विजानाति सर्वं पश्यति स तेन सौख्यमनुभवति
इति तज्जानाति भव्योऽभव्यसत्त्वो न श्रद्धत्ते ।।१६३।।
सर्वस्यात्मनः संसारिणो मोक्षमार्गार्हत्वनिरासोऽयम्
इह हि स्वभावप्रातिकूल्याभावहेतुकं सौख्यम् आत्मनो हि द्रशि-ज्ञप्ती
૧.પ્રતિકૂળતા = વિરુદ્ધતા; વિપરીતતા; ઊલટાપણું.
૨. વિષયપ્રતિબંધ = વિષયમાં રુકાવટ અર્થાત્ મર્યાદિતપણું. (દર્શન અને જ્ઞાનના વિષયમાં મર્યાદિતપણું
હોવું તે સ્વભાવની પ્રતિકૂળતા છે.)

Page 229 of 256
PDF/HTML Page 269 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૨૯
છે. મોક્ષમાં ખરેખર આત્મા સર્વને જાણતો અને દેખતો હોવાથી તેનો અભાવ હોય છે
(
અર્થાત્ મોક્ષમાં સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ હોય છે). તેથી તેનો અભાવ જેનું કારણ
છે એવા અનાકુળતાલક્ષણવાળા પરમાર્થસુખની મોક્ષમાં અચલિત અનુભૂતિ હોય છે.
આ પ્રમાણે ભવ્ય જીવ જ ભાવથી જાણે છે, તેથી તે જ મોક્ષમાર્ગને યોગ્ય છે; અભવ્ય
જીવ એ પ્રમાણે શ્રદ્ધતો નથી, તેથી તે મોક્ષમાર્ગને અયોગ્ય જ છે.
આથી (એમ કહ્યું કે) કેટલાક જ સંસારીઓ મોક્ષમાર્ગને યોગ્ય છે, બધાય
નહિ. ૧૬૩.
દ્રગ, જ્ઞાન ને ચારિત્ર છે શિવમાર્ગ તેથી સેવવાં
સંતે કહ્યું, પણ હેતુ છે એ બંધના વા મોક્ષના. ૧૬૪.
અન્વયાર્થઃ[ दर्शनज्ञानचारित्राणि ] દર્શન-જ્ઞાન-ચારિત્ર [ मोक्षमार्गः ] મોક્ષમાર્ગ છે
[ इति ] તેથી [ सेवितव्यानि ] તેઓ સેવવાયોગ્ય છે[ इदम् साधुभिः भणितम् ] એમ સાધુઓએ
स्वभावः तयोर्विषयप्रतिबन्धः प्रातिकूल्यम् मोक्षे खल्वात्मनः सर्वं विजानतः
पश्यतश्च तदभावः ततस्तद्धेतुकस्यानाकुलत्वलक्षणस्य परमार्थसुखस्य मोक्षेऽनुभूति-
रचलिताऽस्ति इत्येतद्भव्य एव भावतो विजानाति, ततः स एव मोक्षमार्गार्हः
नैतदभव्यः श्रद्धत्ते, ततः स मोक्षमार्गानर्ह एवेति अतः कतिपये एव संसारिणो
मोक्षमार्गार्हा, न सर्व एवेति ।।१६३।।
दंसणणाणचरित्ताणि मोक्खमग्गो त्ति सेविदव्वाणि
साधूहि इदं भणिदं तेहिं दु बंधो व मोक्खो वा ।।१६४।।
दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग इति सेवितव्यानि
साधुभिरिदं भणितं तैस्तु बन्धो वा मोक्षो वा ।।१६४।।
૧. પારમાર્થિક સુખનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે.
૨. પારમાર્થિક સુખનું લક્ષણ અથવા સ્વરૂપ અનાકુળતા છે.
૩. શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં કહ્યું છે કે ‘તે અનંત સુખને ભવ્ય જીવ જાણે છે, ઉપાદેયપણે
શ્રદ્ધે છે અને પોતપોતાના ગુણસ્થાન અનુસાર અનુભવે છે.’

Page 230 of 256
PDF/HTML Page 270 of 296
single page version

૨૩૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
दर्शनज्ञानचारित्राणां कथञ्चिद्बन्धहेतुत्वोपदर्शनेन जीवस्वभावे नियतचरितस्य
साक्षान्मोक्षहेतुत्वद्योतनमेतत
अमूनि हि दर्शनज्ञानचारित्राणि कियन्मात्रयापि परसमयप्रवृत्त्या संवलितानि
कृशानुसंवलितानीव घृतानि कथञ्चिद्विरुद्धकारणत्वरूढेर्बन्धकारणान्यपि भवन्ति
यदा तु समस्तपरसमयप्रवृत्तिनिवृत्तिरूपया स्वसमयप्रवृत्त्या सङ्गच्छन्ते, तदा
निवृत्तकृशानुसंवलनानीव घृतानि विरुद्धकार्यकारणभावाभावात्साक्षान्मोक्षकारणान्येव
કહ્યું છે; [ तैः तु ] પરંતુ તેમનાથી [ बन्धः वा ] બંધ પણ થાય છે અને [ मोक्षः वा ] મોક્ષ
પણ થાય છે.
ટીકાઃઅહીં, દર્શન-જ્ઞાન-ચારિત્રનું કથંચિત્ બંધહેતુપણું દર્શાવ્યું છે અને એ
રીતે જીવસ્વભાવમાં નિયત ચારિત્રનું સાક્ષાત્ મોક્ષહેતુપણું પ્રકાશિત કર્યું છે.
આ દર્શન-જ્ઞાન-ચારિત્ર, જો થોડી પણ પરસમયપ્રવૃત્તિ સાથે મિલિત હોય તો,
અગ્નિ સાથે મિલિત ઘીની માફક (અર્થાતઉષ્ણતાયુક્ત ઘીની જેમ), કથંચિતવિરુદ્ધ
કાર્યના કારણપણાની વ્યાપ્તિને લીધે બંધકારણો પણ છે. અને જ્યારે તેઓ (દર્શન-જ્ઞાન-
ચારિત્ર), સમસ્ત પરસમયપ્રવૃત્તિથી નિવૃત્તિરૂપ એવી સ્વસમયપ્રવૃત્તિ સાથે સંયુક્ત હોય
છે ત્યારે, જેને અગ્નિ સાથેનું મિલિતપણું નિવૃત્ત થયું છે એવા ઘીની માફક, વિરુદ્ધ કાર્યનો
૧. ઘી સ્વભાવે શીતળતાના કારણભૂત હોવા છતાં, જો તે થોડી પણ ઉષ્ણતાથી યુક્ત હોય તો,
તેનાથી (કથંચિત) દઝાય પણ છે; તેવી રીતે દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વભાવે મોક્ષનાં કારણભૂત
હોવા છતાં, જો તેઓ થોડી પણ પરસમયપ્રવૃત્તિથી યુક્ત હોય તો, તેમનાથી (કથંચિત) બંધ
પણ થાય છે.
૨. પરસમયપ્રવૃત્તિયુક્ત દર્શન-જ્ઞાન-ચારિત્રમાં કથંચિત્ મોક્ષરૂપ કાર્યથી વિરુદ્ધ કાર્યનું કારણપણું
(અર્થાત્ બંધરૂપ કાર્યનું કારણપણું) વ્યાપે છે.
[શાસ્ત્રોમાં ક્યારેક દર્શન-જ્ઞાન-ચારિત્રને પણ, જો તેઓ પરસમયપ્રવૃત્તિયુક્ત હોય તો,
કથંચિત્ બંધનાં કારણ કહેવામાં આવે છે; વળી ક્યારેક જ્ઞાનીને વર્તતા શુભભાવોને પણ કથંચિત
મોક્ષના પરંપરાહેતુ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં આવતાં આવા ભિન્નભિન્ન પદ્ધતિનાં કથનો
ઉકેલવામાં એ સારભૂત હકીકત ખ્યાલમાં રાખવી કે
જ્ઞાનીને જ્યારે શુદ્ધાશુદ્ધરૂપ મિશ્રપર્યાય
વર્તતો હોય છે ત્યારે તે મિશ્રપર્યાય એકાંતે સંવર-નિર્જરા-મોક્ષના કારણભૂત હોતો નથી કે એકાંતે
આસ્રવ-બંધના કારણભૂત હોતો નથી, પરંતુ તે મિશ્રપર્યાયનો શુદ્ધ અંશ સંવર-નિર્જરા-મોક્ષના
કારણભૂત હોય છે અને અશુદ્ધ અંશ આસ્રવ-બંધના કારણભૂત હોય છે.
]

Page 231 of 256
PDF/HTML Page 271 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૩૧
કારણભાવ નિવૃત્ત થયો હોવાને લીધે સાક્ષાત્ મોક્ષકારણો જ છે. માટે ‘સ્વસમયપ્રવૃત્તિ’
નામનું જે જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તેને સાક્ષાત્ મોક્ષમાર્ગપણું ઘટે છે. ૧૬૪.
જિનવરપ્રમુખની ભક્તિ દ્વારા મોક્ષની આશા ધરે
અજ્ઞાનથી જો જ્ઞાની જીવ, તો પરસમયરત તેહ છે. ૧૬૫.
અન્વયાર્થઃ[ शुद्धसम्प्रयोगात् ] શુદ્ધસંપ્રયોગથી (શુભ ભક્તિભાવથી) [ दुःखमोक्षः
भवति ] દુઃખમોક્ષ થાય છે [ इति ] એમ [ यदि ] જો [ अज्ञानात् ] અજ્ઞાનને લીધે [ ज्ञानी ]
જ્ઞાની [ मन्यते ] માને, તો તે [ परसमयरतः जीवः ] પરસમયરત જીવ [ भवति ] છે.
[‘અર્હંતાદિ પ્રત્યે ભક્તિ-અનુરાગવાળી મંદશુદ્ધિથી પણ ક્રમે મોક્ષ થાય છે’ એવું જો અજ્ઞાનને
લીધે (
શુદ્ધાત્મસંવેદનના અભાવને લીધે, રાગાંશને લીધે) જ્ઞાનીને પણ (મંદ પુરુષાર્થવાળું)
વલણ વર્તે, તો ત્યાંસુધી તે પણ સૂક્ષ્મ પરસમયમાં રત છે.]
ટીકાઃઆ, સૂક્ષ્મ પરસમયના સ્વરૂપનું કથન છે.
સિદ્ધિના સાધનભૂત એવા અર્હંતાદિ ભગવંતો પ્રત્યે ભક્તિભાવથી અનુરંજિત
भवन्ति ततः स्वसमयप्रवृत्तिनाम्नो जीवस्वभावनियतचरितस्य साक्षान्मोक्षमार्गत्वमुपपन्न-
मिति ।।१६४।।
अण्णाणादो णाणी जदि मण्णदि सुद्धसंपओगादो
हवदि त्ति दुक्खमोक्खं परसमयरदो हवदि जीवो ।।१६५।।
अज्ञानात् ज्ञानी यदि मन्यते शुद्धसम्प्रयोगात
भवतीति दुःखमोक्षः परसमयरतो भवति जीवः ।।१६५।।
सूक्ष्मपरसमयस्वरूपाख्यानमेतत
अर्हदादिषु भगवत्सु सिद्धिसाधनीभूतेषु भक्तिभावानुरञ्जिता चित्तवृत्तिरत्र
૧. આ નિરૂપણ સાથે સરખાવવા માટે શ્રી પ્રવચનસારની ૧૧મી ગાથા અને તેની તત્ત્વપ્રદીપિકા ટીકા
જુઓ.
૨. માનવું = વલણ કરવું; ઇરાદો રાખવો; આશા ધરવી; ઇચ્છા કરવી; ગણના કરવી; અભિપ્રાય કરવો.
૩. અનુરંજિત = અનુરક્ત; રાગવાળી; સરાગ.

Page 232 of 256
PDF/HTML Page 272 of 296
single page version

૨૩
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
शुद्धसम्प्रयोगः अथ खल्वज्ञानलवावेशाद्यदि यावत् ज्ञानवानपि ततः शुद्धसम्प्रयो-
गान्मोक्षो भवतीत्यभिप्रायेण खिद्यमानस्तत्र प्रवर्तते तदा तावत्सोऽपि रागलवसद्भावात्पर-
समयरत इत्युपगीयते
अथ न किं पुनर्निरङ्कुशरागकलिकलङ्कितान्तरङ्गवृत्तिरितरो जन
इति ।।१६५।।
अरहंतसिद्धचेदियपवयणगणणाणभत्तिसंपण्णो
बंधदि पुण्णं बहुसो ण हु सो कम्मक्खयं कुणदि ।।१६६।।
अर्हत्सिद्धचैत्यप्रवचनगणज्ञानभक्तिसम्पन्नः
बध्नाति पुण्यं बहुशो न खलु स कर्मक्षयं करोति ।।१६६।।
ચિત્તવૃત્તિ તે અહીં ‘શુદ્ધસંપ્રયોગ’ છે. હવે, અજ્ઞાનલવના આવેશથી જો જ્ઞાનવાન પણ ‘તે
શુદ્ધસંપ્રયોગથી મોક્ષ થાય છે’ એવા અભિપ્રાય વડે ખેદ પામતો થકો તેમાં (શુદ્ધસંપ્રયોગમાં)
પ્રવર્તે, તો ત્યાંસુધી તે પણ
રાગલવના સદ્ભાવને લીધે ‘પરસમયરત’ કહેવાય છે. તો
પછી નિરંકુશ રાગરૂપ ક્લેશથી કલંકિત એવી અંતરંગ વૃત્તિવાળો ઇતર જન શું પરસમયરત
ન કહેવાય? (અવશ્ય કહેવાય જ.)
૧૬૫.
જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય-મુનિગણ-જ્ઞાનની ભક્તિ કરે,
તે પુણ્યબંધ લહે ઘણો, પણ કર્મનો ક્ષય નવ કરે. ૧૬૬.
અન્વયાર્થઃ[ अर्हत्सिद्धचैत्यप्रवचनगणज्ञानभक्तिसम्पन्नः ] અર્હંત, સિદ્ધ, ચૈત્ય
૧. અજ્ઞાનલવ = જરાક અજ્ઞાન; અલ્પ અજ્ઞાન.
૨. રાગલવ = જરાક રાગ; અલ્પ રાગ.
૩. પરસમયરત = પરસમયમાં રત; પરસમયસ્થિત; પરસમય પ્રત્યે વલણવાળો; પરસમયમાં આસક્ત.
૪. આ ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં આ પ્રમાણે વિવરણ છેઃ
કોઈ પુરુષ નિર્વિકાર-શુદ્ધાત્મભાવનાસ્વરૂપ પરમોપેક્ષાસંયમમાં સ્થિત રહેવા ઇચ્છે છે, પરંતુ તેમાં
સ્થિત રહેવાને અશક્ત વર્તતો થકો કામક્રોધાદિ અશુભ પરિણામના વંચનાર્થે અથવા સંસારસ્થિતિના
છેદનાર્થે જ્યારે પંચપરમેષ્ઠી પ્રત્યે ગુણસ્તવનાદિ ભક્તિ કરે છે, ત્યારે તે સૂક્ષ્મ પરસમયરૂપે પરિણત
વર્તતો થકો સરાગ સમ્યગ્દ્રષ્ટિ છે; અને જો તે પુરુષ શુદ્ધાત્મભાવનામાં સમર્થ હોવા છતાં પણ,
તેને (શુદ્ધાત્મભાવનાને) છોડીને ‘શુભોપયોગથી જ મોક્ષ થાય છે’ એમ એકાંતે માને, તો તે સ્થૂલ
પરસમયરૂપ પરિણામ વડે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ થાય છે.

Page 233 of 256
PDF/HTML Page 273 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૩૩
उक्तशुद्धसम्प्रयोगस्य कथञ्चिद्बन्धहेतुत्वेन मोक्षमार्गत्वनिरासोऽयम्
अर्हदादिभक्तिसम्पन्नः कथञ्चिच्छुद्धसम्प्रयोगोऽपि सन् जीवो जीवद्रागलवत्वाच्छु-
भोपयोगतामजहत् बहुशः पुण्यं बध्नाति, न खलु सकलकर्मक्षयमारभते ततः सर्वत्र
रागकणिकाऽपि परिहरणीया परसमयप्रवृत्तिनिबन्धनत्वादिति ।।१६६।।
जस्स हिदएणुमेत्तं वा परदव्वम्हि विज्जदे रागो
सो ण विजाणदि समयं सगस्स सव्वागमधरो वि ।।१६७।।
(અર્હંતાદિની પ્રતિમા), પ્રવચન (શાસ્ત્ર), મુનિગણ અને જ્ઞાન પ્રત્યે ભક્તિસંપન્ન જીવ
[ बहुशः पुण्यं बध्नाति ] ઘણું પુણ્ય બાંધે છે, [ न खलु सः कर्मक्षयं करोति ] પરંતુ તે ખરેખર
કર્મનો ક્ષય કરતો નથી.
ટીકાઃઅહીં, પૂર્વોક્ત શુદ્ધસંપ્રયોગને કથંચિત્ બંધહેતુપણું હોવાથી તેનું
મોક્ષમાર્ગપણું નિરસ્ત કર્યું છે (અર્થાત્ જ્ઞાનીને વર્તતો શુદ્ધસંપ્રયોગ નિશ્ચયથી બંધહેતુભૂત
હોવાને લીધે તે મોક્ષમાર્ગ નથી એમ અહીં દર્શાવ્યું છે).
અર્હંતાદિ પ્રત્યે ભક્તિસંપન્ન જીવ, કથંચિત્ ‘શુદ્ધસંપ્રયોગવાળો’ હોવા છતાં પણ,
રાગલવ જીવતો (વિદ્યમાન) હોવાથી ‘શુભોપયોગીપણા’ને નહિ છોડતો થકો, ઘણું પુણ્ય
બાંધે છે, પરંતુ ખરેખર સકળ કર્મનો ક્ષય કરતો નથી. તેથી સર્વત્ર રાગની કણિકા પણ
પરિહરવાયોગ્ય છે, કેમ કે તે પરસમયપ્રવૃત્તિનું કારણ છે. ૧૬૬.
અણુમાત્ર જેને હૃદયમાં પરદ્રવ્ય પ્રત્યે રાગ છે,
હો સર્વઆગમધર ભલે, જાણે નહીં સ્વક-સમયને. ૧૬૭.
૧. કથંચિત્ = કોઈ પ્રકારે; કોઈ અપેક્ષાએ (અર્થાત્ નિશ્ચયનયની અપેક્ષાએ). [જ્ઞાનીને વર્તતા
શુદ્ધસંપ્રયોગને કદાચિત્ વ્યવહારથી ભલે મોક્ષનો પરંપરાહેતુ કહેવામાં આવે, પરંતુ નિશ્ચયથી તો
તે બંધહેતુ જ છે કારણ કે અશુદ્ધિરૂપ અંશ છે.]
૨.નિરસ્ત કરવું = ખંડિત કરવું; રદબાતલ કરવું; નિષિદ્ધ કરવું.
૩. સિદ્ધિના નિમિત્તભૂત એવા જે અર્હંતાદિ તેમના પ્રત્યેના ભક્તિભાવને પૂર્વે શુદ્ધસંપ્રયોગ કહેવામાં
આવ્યો છે. તેમાં ‘શુદ્ધ’ શબ્દ હોવા છતાં તે ‘શુભ’ ઉપયોગરૂપ રાગભાવ છે. [‘શુભ’ એવા
અર્થમાં જેમ ‘વિશુદ્ધ’ શબ્દ કદાચિત
્ વપરાય છે તેમ અહીં ‘શુદ્ધ’ શબ્દ વપરાયો છે.]
૪. રાગલવ = જરાક રાગ; અલ્પ રાગ.
પં. ૩૦

Page 234 of 256
PDF/HTML Page 274 of 296
single page version

૨૩
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
यस्य हृदयेऽणुमात्रो वा परद्रव्ये विद्यते रागः
स न विजानाति समयं स्वकस्य सर्वागमधरोऽपि ।।१६७।।
स्वसमयोपलम्भाभावस्य रागैकहेतुत्वद्योतनमेतत
यस्य खलु रागरेणुकणिकाऽपि जीवति हृदये न नाम स समस्तसिद्धान्तसिन्धुपारगोऽपि
निरुपरागशुद्धस्वरूपं स्वसमयं चेतयते ततः स्वसमयप्रसिद्धयर्थं पिञ्जनलग्नतूलन्यासन्याय-
मधिदधताऽर्हदादिविषयोऽपि क्रमेण रागरेणुरपसारणीय इति ।।१६७।।
धरिदुं जस्स ण सक्कं चित्तुब्भामं विणा दु अप्पाणं
रोधो तस्स ण विज्जदि सुहासुहकदस्स कम्मस्स ।।१६८।।
અન્વયાર્થઃ[ यस्य ] જેને [ परद्रव्ये ] પરદ્રવ્ય પ્રત્યે [ अणुमात्रः वा ] અણુમાત્ર પણ
(લેશમાત્ર પણ) [ रागः ] રાગ [ हृदये विद्यते ] હૃદયમાં વર્તે છે [ सः ] તે, [ सर्वागमधरः अपि ]
ભલે સર્વઆગમધર હોય તોપણ, [ स्वकस्य समयं न विजानाति ] સ્વકીય સમયને જાણતો
(અનુભવતો) નથી.
ટીકાઃઅહીં, સ્વસમયની ઉપલબ્ધિના અભાવનો, રાગ એક હેતુ છે એમ
પ્રકાશ્યું છે (અર્થાત્ સ્વસમયની પ્રાપ્તિના અભાવનું રાગ જ એક કારણ છે એમ અહીં
દર્શાવ્યું છે).
જેને રાગરેણુની કણિકા પણ હૃદયમાં જીવતી છે તે, ભલે સમસ્ત સિદ્ધાંતસાગરનો
પારંગત હોય તોપણ, નિરુપરાગ-શુદ્ધસ્વરૂપ સ્વસમયને ખરેખર ચેતતો (અનુભવતો)
નથી. માટે, ‘પીંજણને ચોંટેલ રૂ’નો ન્યાય લાગુ પડતો હોવાથી, જીવે સ્વસમયની પ્રસિદ્ધિ
અર્થે અર્હંતાદિવિષયક પણ રાગરેણુ (અર્હંતાદિ પ્રત્યેની પણ રાગરજ) ક્રમે દૂર કરવાયોગ્ય
છે. ૧૬૭.
મનના ભ્રમણથી રહિત જે રાખી શકે નહિ આત્મને,
શુભ વા અશુભ કર્મો તણો નહિ રોધ છે તે જીવને. ૧૬૮.
૧. નિરુપરાગ-શુદ્ધસ્વરૂપ = ઉપરાગરહિત (નિર્વિકાર) શુદ્ધ જેનું સ્વરૂપ છે એવા.
૨. જેમ પીંજણને ચોંટેલું થોડું પણ રૂ, પીંજવાના કાર્યમાં વિઘ્ન કરે છે, તેમ થોડો પણ રાગ સ્વસમયની
ઉપલબ્ધિરૂપ કાર્યમાં વિઘ્ન કરે છે.

Page 235 of 256
PDF/HTML Page 275 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૩૫
धर्तुं यस्य न शक्यम् चित्तोद्भ्रामं विना त्वात्मानम्
रोधस्तस्य न विद्यते शुभाशुभकृ तस्य क र्मणः ।।१६८।।
रागलवमूलदोषपरम्पराख्यानमेतत
इह खल्वर्हदादिभक्तिरपि न रागानुवृत्तिमन्तरेण भवति रागाद्यनुवृत्तौ च
सत्यां बुद्धिप्रसरमन्तरेणात्मा न तं कथञ्चनापि धारयितुं शक्यते बुद्धिप्रसरे च
सति शुभस्याशुभस्य वा कर्मणो न निरोधोऽस्ति ततो रागकलिविलासमूल एवायमनर्थसन्तान
इति ।।१६८।।
અન્વયાર્થઃ[ यस्य ] જે [ चित्तोद्भ्रामं विना तु ] (રાગના સદ્ભાવને લીધે)
ચિત્તના ભ્રમણ વિનાનો [ आत्मानम् ] પોતાને [ धर्तुम् न शक्यम् ] રાખી શકતો
નથી, [ तस्य ] તેને [ शुभाशुभकृतस्य कर्मणः ] શુભાશુભ કર્મનો [ रोधः न विद्यते ]
નિરોધ નથી.
ટીકાઃઆ, રાગલવમૂલક દોષપરંપરાનું નિરૂપણ છે (અર્થાત્ અલ્પ રાગ જેનું
મૂળ છે એવી દોષોની સંતતિનું અહીં કથન છે).
અહીં (આ લોકમાં) ખરેખર અર્હંતાદિ પ્રત્યેની ભક્તિ પણ રાગપરિણતિ વિના
હોતી નથી. રાગાદિપરિણતિ હોતાં, આત્મા બુદ્ધિપ્રસાર વિનાનો (ચિત્તના ભ્રમણથી
રહિત) પોતાને કોઈ પણ રીતે રાખી શકતો નથી; અને બુદ્ધિપ્રસાર હોતાં (ચિત્તનું
ભ્રમણ હોતાં), શુભ વા અશુભ કર્મનો નિરોધ હોતો નથી. માટે, આ અનર્થસંતતિનું
મૂળ રાગરૂપ ક્લેશનો વિલાસ જ છે.
ભાવાર્થઃઅર્હંતાદિની ભક્તિ પણ રાગ વિના હોતી નથી. રાગથી ચિત્તનું
ભ્રમણ થાય છે; ચિત્તના ભ્રમણથી કર્મબંધ થાય છે. માટે આ અનર્થોની પરંપરાનું મૂળ
કારણ રાગ જ છે.
૧૬૮.
૧. બુદ્ધિપ્રસાર = વિકલ્પોનો ફેલાવો; વિકલ્પવિસ્તાર; ચિત્તનું ભ્રમણ; મનનું ભટકવું તે; મનની ચંચળતા.
૨. આ ગાથાની શ્રી જયસેનાચાર્યદેવવિરચિત ટીકામાં નીચે પ્રમાણે વિવરણ કરવામાં આવ્યું છેઃ
માત્ર નિત્યાનંદ જેનો સ્વભાવ છે એવા નિજ આત્માને જે જીવ ભાવતો નથી, તે જીવને
માયા-મિથ્યા-નિદાનશલ્યત્રયાદિક સમસ્તવિભાવરૂપ બુદ્ધિપ્રસાર રોકી શકાતો નથી અને તે નહિ
રોકાવાથી (અર્થાત
્ બુદ્ધિપ્રસારનો નિરોધ નહિ થવાથી) શુભાશુભ કર્મનો સંવર થતો નથી; તેથી
એમ ઠર્યું કે સમસ્ત અનર્થપરંપરાઓનું રાગાદિવિકલ્પો જ મૂળ છે.

Page 236 of 256
PDF/HTML Page 276 of 296
single page version

૨૩
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
तम्हा णिव्वुदिकामो णिस्संगो णिम्ममो य हविय पुणो
सिद्धेसु कुणदि भत्तिं णिव्वाणं तेण पप्पोदि ।।१६९।।
तस्मान्निवृत्तिकामो निस्सङ्गो निर्ममश्च भूत्वा पुनः
सिद्धेषु करोति भक्तिं निर्वाणं तेन प्राप्नोति ।।१६९।।
रागकलिनिःशेषीकरणस्य करणीयत्वाख्यानमेतत
यतो रागाद्यनुवृत्तौ चित्तोद्भ्रान्तिः, चित्तोद्भ्रान्तौ कर्मबन्ध इत्युक्तम्, ततः खलु
मोक्षार्थिना कर्मबन्धमूलचित्तोद्भ्रान्तिमूलभूता रागाद्यनुवृत्तिरेकान्तेन निःशेषीकरणीया
निःशेषितायां तस्यां प्रसिद्धनैस्सङ्गयनैर्मम्यः शुद्धात्मद्रव्यविश्रान्तिरूपां पारमार्थिकीं
તે કારણે મોક્ષેચ્છુ જીવ અસંગ ને નિર્મમ બની
સિદ્ધો તણી ભક્તિ કરે, ઉપલબ્ધિ જેથી મોક્ષની. ૧૬૯.
અન્વયાર્થઃ[ तस्मात् ] માટે [ निवृत्तिकामः ] મોક્ષાર્થી જીવ [ निस्सङ्गः ] નિઃસંગ
[ च ] અને [ निर्ममः ] નિર્મમ [ भूत्वा पुनः ] થઈને [ सिद्धेषु भक्तिं ] સિદ્ધોની ભક્તિ
(શુદ્ધાત્મદ્રવ્યમાં સ્થિરતારૂપ પારમાર્થિક સિદ્ધભક્તિ) [ करोति ] કરે છે, [ तेन ] જેથી તે
[ निर्वाणं प्राप्नोति ] નિર્વાણને પામે છે.
ટીકાઃઆ, રાગરૂપ ક્લેશનો નિઃશેષ નાશ કરવાયોગ્ય હોવાનું નિરૂપણ છે.
રાગાદિપરિણતિ હોતાં ચિત્તનું ભ્રમણ થાય છે અને ચિત્તનું ભ્રમણ હોતાં કર્મબંધ થાય
છે એમ (પૂર્વે) કહેવામાં આવ્યું, તેથી મોક્ષાર્થીએ કર્મબંધનું મૂળ એવું જે ચિત્તનું ભ્રમણ તેના
મૂળભૂત રાગાદિપરિણતિનો એકાંતે નિઃશેષ નાશ કરવાયોગ્ય છે. તેનો નિઃશેષ નાશ કરવામાં
આવતાં, જેને
નિઃસંગતા અને નિર્મમતા પ્રસિદ્ધ થઈ છે એવો તે જીવ શુદ્ધાત્મ-
૧. નિઃશેષ = સંપૂર્ણ; જરાય બાકી ન રહે એવો.
૨. નિઃસંગ આત્મતત્ત્વથી વિપરીત એવો જે બાહ્ય-અભ્યંતર પરિગ્રહ તેનાથી રહિત પરિણતિ તે
નિઃસંગતા છે.
૩. રાગાદિ-ઉપાધિરહિત ચૈતન્યપ્રકાશ જેનું લક્ષણ છે એવા આત્મતત્ત્વથી વિપરીત મોહોદય જેની
ઉત્પત્તિમાં નિમિત્તભૂત હોય છે એવા મમકાર-અહંકારાદિરૂપ વિકલ્પસમૂહથી રહિત નિર્મોહપરિણતિ
તે નિર્મમતા છે.

Page 237 of 256
PDF/HTML Page 277 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૩૭
सिद्धभक्तिमनुबिभ्राणः प्रसिद्धस्वसमयप्रवृत्तिर्भवति तेन कारणेन स एव निःशेषितकर्मबन्धः
सिद्धिमवाप्नोतीति ।।१६९।।
सपयत्थं तित्थयरं अभिगदबुद्धिस्स सुत्तरोइस्स
दूरतरं णिव्वाणं संजमतवसंपउत्तस्स ।।१७०।।
सपदार्थं तीर्थकरमभिगतबुद्धेः सूत्ररोचिनः
दूरतरं निर्वाणं संयमतपःसम्प्रयुक्तस्य ।।१७०।।
अर्हदादिभक्तिरूपपरसमयप्रवृत्तेः साक्षान्मोक्षहेतुत्वाभावेऽपि परम्परया मोक्षहेतुत्वसद्भाव-
द्योतनमेतत
દ્રવ્યમાં વિશ્રાંતિરૂપ પારમાર્થિક સિદ્ધભક્તિ ધરતો થકો સ્વસમયપ્રવૃત્તિની પ્રસિદ્ધિવાળો હોય
છે. તે કારણથી તે જ જીવ કર્મબંધનો નિઃશેષ નાશ કરી સિદ્ધિને પામે છે. ૧૬૯.
સંયમ તથા તપયુક્તને પણ દૂરતર નિર્વાણ છે,
સૂત્રો, પદાર્થો, જિનવરો પ્રતિ ચિત્તમાં રુચિ જો રહે. ૧૭૦.
અન્વયાર્થઃ[ संयमतपःसम्प्रयुक्तस्य ] સંયમતપસંયુક્ત હોવા છતાં, [ सपदार्थं
तीर्थकरम् ] નવ પદાર્થો તથા તીર્થંકર પ્રત્યે [ अभिगतबुद्धेः ] જેની બુદ્ધિનું જોડાણ વર્તે છે અને
[ सूत्ररोचिनः ] સૂત્રો પ્રત્યે જેને રુચિ (પ્રીતિ) વર્તે છે, તે જીવને [ निर्वाणं ] નિર્વાણ [ दूरतरम् ]
દૂરતર (વિશેષ દૂર) છે.
ટીકાઃઅહીં, અર્હંતાદિની ભક્તિરૂપ પરસમયપ્રવૃત્તિમાં સાક્ષાત્ મોક્ષહેતુપણાનો
અભાવ હોવા છતાં પરંપરાએ મોક્ષહેતુપણાનો સદ્ભાવ દર્શાવ્યો છે.
૧. સ્વસમયપ્રવૃત્તિની પ્રસિદ્ધિવાળો = જેને સ્વસમયમાં પ્રવૃત્તિ પ્રસિદ્ધ થઇ છે એવો. [જે જીવ
રાગાદિપરિણતિનો સંપૂર્ણ નાશ કરી નિઃસંગ અને નિર્મમ થયો છે તે પરમાર્થ-સિદ્ધભક્તિવંત જીવે
સ્વસમયમાં પ્રવૃત્તિ સિદ્ધ કરી છે તેથી સ્વસમયપ્રવૃત્તિને લીધે તે જ જીવ કર્મબંધનો ક્ષય કરી મોક્ષને
પામે છે, અન્ય નહિ.]
૨. ખરેખર તો એમ છે કેજ્ઞાનીને શુદ્ધાશુદ્ધરૂપ મિશ્ર પર્યાયમાં જે ભક્તિ-આદિરૂપ શુભ અંશ વર્તે
છે તે તો માત્ર દેવલોકાદિના કલેશની પરંપરાનો જ હેતુ છે અને સાથે સાથે જ્ઞાનીને જે
(મંદશુદ્ધિરૂપ) શુદ્ધ અંશ પરિણમે છે તે સંવરનિર્જરાનો અને (તેટલા અંશે) મોક્ષનો હેતુ છે. ખરેખર
આમ હોવા છતાં, શુદ્ધ અંશમાં રહેલા સંવર-નિર્જરા-મોક્ષહેતુત્વનો આરોપ તેની સાથેના ભક્તિ-
આદિરૂપ શુભ અંશમાં કરીને તે શુભ ભાવોને દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિની પરંપરા સહિત

Page 238 of 256
PDF/HTML Page 278 of 296
single page version

૨૩
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
यः खलु मोक्षार्थमुद्यतमनाः समुपार्जिताचिन्त्यसंयमतपोभारोऽप्यसम्भावितपरम-
वैराग्यभूमिकाधिरोहणसमर्थप्रभुशक्तिः पिञ्जनलग्नतूलन्यासन्यायेन नवपदार्थैः सहार्हदादि-
रुचिरूपां परसमयप्रवृत्तिं परित्यक्तुं नोत्सहते, स खलु न नाम साक्षान्मोक्षं लभते किन्तु
सुरलोकादिक्लेशप्राप्तिरूपया परम्परया तमवाप्नोति
।।१७०।।
अरहंतसिद्धचेदियपवयणभत्तो परेण णियमेण
जो कुणदि तवोकम्मं सो सुरलोगं समादियदि ।।१७१।।
જે જીવ ખરેખર મોક્ષને અર્થે ઉદ્યમી ચિત્તવાળો વર્તતો થકો, અચિંત્ય સંયમ-
તપભાર સંપ્રાપ્ત કર્યો હોવા છતાં પરમવૈરાગ્યભૂમિકાનું આરોહણ કરવામાં સમર્થ એવી
પ્રભુશક્તિ ઉત્પન્ન કરી નહિ હોવાથી, ‘પીંજણને ચોંટેલ રૂ’ના ન્યાયે, નવ પદાર્થો તથા
અર્હંતાદિની રુચિરૂપ (પ્રીતિરૂપ) પરસમયપ્રવૃત્તિનો પરિત્યાગ કરી શકતો નથી, તે જીવ
ખરેખર સાક્ષાત્ મોક્ષને પ્રાપ્ત કરતો નથી પરંતુ દેવલોકાદિના કલેશની પ્રાપ્તિરૂપ પરંપરા
વડે તેને પ્રાપ્ત કરે છે. ૧૭૦.
જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય પ્રત્યે ભક્તિ ધારી મન વિષે,
સંયમ પરમ સહ તપ કરે, તે જીવ પામે સ્વર્ગને. ૧૭૧.
મોક્ષપ્રાપ્તિના હેતુભૂત કહેવામાં આવ્યા છે. આ કથન આરોપથી (ઉપચારથી) કરવામાં આવ્યું છે
એમ સમજવું. [આવો કથંચિત્ મોક્ષહેતુત્વનો આરોપ પણ જ્ઞાનીને જ વર્તતા ભક્તિ-આદિરૂપ શુભ
ભાવોમાં કરી શકાય છે. અજ્ઞાનીને તો શુદ્ધિનો અંશમાત્ર પણ પરિણમનમાં નહિ હોવાથી યથાર્થ
મોક્ષહેતુ બિલકુલ પ્રગટ્યો જ નથી
વિદ્યમાન જ નથી ત્યાં પછી તેના ભક્તિ-આદિરૂપ શુભ
ભાવોમાં આરોપ કોનો કરવો?]
૧. પ્રભુશક્તિ = પ્રબળ શક્તિ; ઉગ્ર શક્તિ; પુષ્કળ શક્તિ. [જે જ્ઞાની જીવે પરમ ઉદાસીનતાને પ્રાપ્ત
કરવામાં સમર્થ એવી પ્રભુશક્તિ ઉત્પન્ન કરી નથી તે જ્ઞાની જીવ કદાચિત્ શુદ્ધાત્મભાવનાને અનુકૂળ,
જીવાદિપદાર્થોનું પ્રતિપાદન કરનારાં આગમ પ્રત્યે રુચિ (પ્રીતિ) કરે છે, કદાચિત્ (જેમ કોઈ રામચંદ્રાદિ
પુરુષ દેશાંતરસ્થિત સીતાદિ સ્ત્રીની પાસેથી આવેલા માણસોને પ્રેમથી સાંભળે છે, તેમનું સન્માનાદિ કરે
છે અને તેમને દાન આપે છે તેમ) નિર્દોષ-પરમાત્મા તીર્થંકરપરમદેવોનાં અને ગણધરદેવ-ભરત-સગર-
રામ-પાંડવાદિ મહાપુરુષોનાં ચરિત્રપુરાણો શુભ ધર્માનુરાગથી સાંભળે છે તથા કદાચિત
્ ગૃહસ્થ-
અવસ્થામાં ભેદાભેદરત્નત્રયપરિણત આચાર્ય-ઉપાધ્યાય-સાધુનાં પૂજનાદિ કરે છે અને તેમને દાન આપે
છે
ઇત્યાદિ શુભ ભાવો કરે છે. આ રીતે જે જ્ઞાની જીવ શુભ રાગને સર્વથા છોડી શકતો નથી, તે
સાક્ષાત્ મોક્ષને પ્રાપ્ત કરતો નથી પરંતુ દેવલોકાદિના કલેશની પરંપરાને પામી પછી ચરમ દેહે નિર્વિકલ્પ-
સમાધિવિધાન વડે વિશુદ્ધદર્શનજ્ઞાનસ્વભાવવાળા નિજશુદ્ધાત્મામાં સ્થિર થઇ તેને (મોક્ષને) પ્રાપ્ત કરે છે.]

Page 239 of 256
PDF/HTML Page 279 of 296
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૩૯
अर्हत्सिद्धचैत्यप्रवचनभक्तः परेण नियमेन
यः करोति तपःकर्म स सुरलोकं समादत्ते ।।१७१।।
अर्हदादिभक्तिमात्ररागजनितसाक्षान्मोक्षस्यान्तरायद्योतनमेतत
यः खल्वर्हदादिभक्तिविधेयबुद्धिः सन् परमसंयमप्रधानमतितीव्रं तपस्तप्यते, स
तावन्मात्ररागकलिकलङ्कितस्वान्तः साक्षान्मोक्षस्यान्तरायीभूतं विषयविषद्रुमामोदमोहितान्तरङ्गं
स्वर्गलोकं समासाद्य, सुचिरं रागाङ्गारैः पच्यमानोऽन्तस्ताम्यतीति
।।१७१।।
तम्हा णिव्वुदिकामो रागं सव्वत्थ कुणदु मा किंचि
सो तेण वीदरागो भविओ भवसायरं तरदि ।।१७२।।
અન્વયાર્થઃ[ यः ] જે (જીવ), [ अर्हत्सिद्धचैत्यप्रवचनभक्तः ] અર્હંત, સિદ્ધ, ચૈત્ય
(અર્હંતાદિની પ્રતિમા) અને પ્રવચન (શાસ્ત્ર) પ્રત્યે ભક્તિયુક્ત વર્તતો થકો, [ परेण
नियमेन ] પરમ સંયમ સહિત [ तपःकर्म ] તપકર્મ (તપરૂપ કાર્ય) [ करोति ] કરે છે, [ सः ]
તે [ सुरलोकं ] દેવલોકને [ समादत्ते ] સંપ્રાપ્ત કરે છે.
ટીકાઃઆ, માત્ર અર્હંતાદિની ભક્તિ જેટલા રાગથી ઉત્પન્ન થતો જે સાક્ષાત્
મોક્ષનો અંતરાય તેનું પ્રકાશન છે.
જે (જીવ) ખરેખર અર્હંતાદિની ભક્તિને આધીન બુદ્ધિવાળો વર્તતો થકો
પરમસંયમપ્રધાન અતિતીવ્ર તપ તપે છે, તે (જીવ), માત્ર તેટલા રાગરૂપ ક્લેશથી જેનું
નિજ અંતઃકરણ કલંકિત (મલિન) છે એવો વર્તતો થકો, વિષયવિષવૃક્ષના આમોદથી જ્યાં
અંતરંગ (અંતઃકરણ) મોહિત હોય છે એવા સ્વર્ગલોકનેકે જે સાક્ષાત્ મોક્ષને
અંતરાયભૂત છે તેનેસંપ્રાપ્ત કરીને, સુચિરકાળ પર્યંત (ઘણા લાંબા કાળ સુધી) રાગરૂપી
અંગારાઓથી શેકાતો થકો અંદરમાં સંતપ્ત (દુઃખી, વ્યથિત) થાય છે. ૧૭૧.
તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુએ;
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. ૧૭૨.
૧. પરમસંયમપ્રધાન = ઉત્કૃષ્ટ સંયમ જેમાં મુખ્ય હોય એવું
૨. આમોદ = (૧) સુગંધ; (૨) મોજ.

Page 240 of 256
PDF/HTML Page 280 of 296
single page version

૨૪૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
तस्मान्निर्वृत्तिकामो रागं सर्वत्र करोतु मा किञ्चित्
स तेन वीतरागो भव्यो भवसागरं तरति ।।१७२।।
साक्षान्मोक्षमार्गसारसूचनद्वारेण शास्त्रतात्पर्योपसंहारोऽयम्
साक्षान्मोक्षमार्गपुरस्सरो हि वीतरागत्वम् ततः खल्वर्हदादिगतमपि रागं चन्दननग-
सङ्गतमग्निमिव सुरलोकादिक्लेशप्राप्त्याऽत्यन्तमन्तर्दाहाय कल्पमानमाकलय्य साक्षान्मोक्षकामो
महाजनः समस्तविषयमपि रागमुत्सृज्यात्यन्तवीतरागो भूत्वा समुच्छलज्ज्वलद्दुःखसौख्यकल्लोलं
कर्माग्नितप्तकलकलोदभारप्राग्भारभयङ्करं भवसागरमुत्तीर्य, शुद्धस्वरूपपरमामृतसमुद्रमध्यास्य
सद्यो निर्वाति
।।
अलं विस्तरेण स्वस्ति साक्षान्मोक्षमार्गसारत्वेन शास्त्रतात्पर्यभूताय वीतराग-
અન્વયાર્થઃ[ तस्मात् ] તેથી [ निर्वृत्तिकामः ] મોક્ષાભિલાષી જીવ [ सर्वत्र ] સર્વત્ર
[ किञ्चित् रागं ] કિંચિત્ પણ રાગ [ मा करोतु ] ન કરો; [ तेन ] એમ કરવાથી [ सः भव्यः ]
તે ભવ્ય જીવ [ वीतरागः ] વીતરાગ થઈ [ भवसागरं तरति ] ભવસાગરને તરે છે.
ટીકાઃઆ, સાક્ષાત્મોક્ષમાર્ગના સાર-સૂચન દ્વારા શાસ્ત્રતાત્પર્યરૂપ ઉપસંહાર છે
(અર્થાત્ અહીં સાક્ષાત્મોક્ષમાર્ગનો સાર શો છે તેના કથન દ્વારા શાસ્ત્રનું તાત્પર્ય કહેવારૂપ
ઉપસંહાર કર્યો છે).
સાક્ષાત્મોક્ષમાર્ગમાં અગ્રેસર ખરેખર વીતરાગપણું છે. તેથી ખરેખર અર્હંતાદિગત
રાગને પણ, ચંદનવૃક્ષસંગત અગ્નિની માફક, દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિ વડે અત્યંત
અંતર્દાહનું કારણ સમજીને, સાક્ષાત
્ મોક્ષનો અભિલાષી મહાજન સઘળાય પ્રત્યેના રાગને
છોડી, અત્યંત વીતરાગ થઈ, જેમાં બળબળતા દુઃખસુખના કલ્લોલો ઊછળે છે અને જે
કર્માગ્નિ વડે તપ્ત, કકળાટવાળા જળસમૂહની અતિશયતાથી ભયંકર છે એવા ભવસાગરને
પાર ઊતરી, શુદ્ધસ્વરૂપ પરમામૃતસમુદ્રને અવગાહી, શીઘ્ર નિર્વાણને પામે છે.
વિસ્તારથી બસ થાઓ. જયવંત વર્તો વીતરાગપણું કે જે સાક્ષાત્મોક્ષમાર્ગનો સાર
હોવાથી શાસ્ત્રતાત્પર્યભૂત છે.
૧. અર્હંતાદિગત રાગ = અર્હંતાદિ પ્રત્યેનો રાગ; અર્હંતાદિવિષયક રાગ; અર્હંતાદિનો રાગ. [જેમ
ચંદનવૃક્ષનો અગ્નિ પણ ઉગ્રપણે બાળે છે, તેમ અર્હંતાદિનો રાગ પણ દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિ
વડે અત્યંત અંતરંગ બળતરાનું કારણ થાય છે.]